________________
299 )
શ્રાદ્ધદિનકૃત્ય
પંદરમું ભોજન દ્વાર શ્રાવકે બરફનો સર્વથા ત્યાગ કરવો જોઈએ, અને પાણી પણ જેમ બને તેમ ઓછું વાપરવું જોઈએ. ક્યાંક ક્યાંક સંઘ જમણમાં બરફનો ઉપયોગ થતો હોય છે. તે તદ્દન ધર્મવિરુદ્ધ છે.
(૧૧) કરા? - વરસાદ વખતે ક્યારેક ક્યારેક બરફ જેવા નાના ટુક્કા પડે છે તેને કરા કહેવામાં આવે છે. આકરા પણ બરફની જેમ અસંખ્ય અકાય જીવોના સમૂહરૂપ હોવાથી અભક્ષ્ય છે.
(૧૨) વિષ:- અફીણ, સોમલ, વચ્છનાગવગેરે વિષ અભક્ષ્ય છે. કારણકે વિષ પેટમા જતાં જ અંદર કૃમિ આદિત્રસજીવોનો ઘાત કરે છે. જે દવામાં અફીણ વગેરે વિષ આવતું હોય તેવી દવાઓ પણ કટોકટીના સમય સિવાય નહિ વાપરવી જોઈએ. જો કે જે ઔષધમાં વિષ ભેળવેલું હોય તે ઔષધ ઘણું જ પ્રભાવશાળી અને શક્તિવાળું થાય છે. આથી તુરત રોગ મટાડીને આરામ આપે છે. પણ પરિણામે વધારે નુકશાન કરે છે. કારણકે એ ઝેરો પોતાનો પ્રભાવ બતાવે છે. શરીરમાં જેટલું ઝેર વધારે તેટલું મૃત્યુ વધારે નજીક આવે. આ પ્રમાણે વિષ હિંસાની દષ્ટિએ અને વર્તમાન જીવનની દૃષ્ટિએ પણ અભક્ષ્ય છે.
(૧૩) માટી: સર્વપ્રકારની (સચિત્ત) માટી અભક્ષ્ય છે. કારણકે તેમાં અસંખ્ય જીવો હોય છે. લીલા આંબળા પ્રમાણ સચિત્ત પૃથ્વીમાં રહેલા જીવોનું શરીર જો કબૂતર જેટલું બનાવવામાં આવે તો આ લાખયોજન ગોળાકૃતિવાળા જંબુદ્વીપમાં ન માય. આટલા જીવો એક આંબળાના જેટલી સચિત્ત પૃથ્વીમાં હોય છે.
મીઠું સચિત્ત પૃથ્વીકાય છે. મીઠાના એક કણિયામાં અસંખ્ય જીવો હોવાથી શ્રાવકે સચિત્ત મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ. પૃથ્વીમાંથી ખાણ ખોદીને કાઢેલું, સમુદ્રના પાણીથી અગરમાં જમાવેલું, લાલસંધવ, ખાર વગેરે પ્રકારનું મીઠું અગ્નિનું શસ્ત્ર ન લાગે ત્યાં સુધી સચિત્ત હોય છે. મીઠું અગ્નિથી શેકાયા વિના અચિત્ત થતું નથી. કારણ કે તેમાં અસંખ્યાતા પૃથ્વીકાય જીવો એવા સૂક્ષ્મ હોય છે કે તેને ગમે તેટલું ખાંડવાથી, દળવાથી કે વાટવાથી પણ અચિત્ત થતું નથી. માટે કુંભારના નિભાડામાં કે સુખડીયાની ભઠ્ઠીમાં નીચે માટીના વાસણમાં મીઠાને સીલ કરીને રાખવાથી અગ્નિના તાપથી તે અચિત્ત થાય છે. આ મીઠું બે–ચાર વર્ષ સુધી તો અચિત્ત રહે છે. તે પછી તે સચિત્ત થાય તેવું સાંભળ્યું નથી, છતાં ઘણાં વર્ષોનું બલવન વાપરવું ઠીક નથી. શ્રાવકો પોતાના ઘરમાં દળેલા મીઠામાં મીઠા કરતા ડબલ પાણી નાખીને તેને ઉકાળીને જેમ સાકરકે મોરસની ચાસણી કરી બુરૂ ખાંડ બનાવે છે, તેમ એકરસ બનાવી ઠારીને અચિત્ત મીઠું (બલવન) બનાવે છે. આ મીઠું તત્કાલ તો અચિત્ત થાય છે, પણ તે પાણીના સંયોગે ઉકાળેલું હોવાથી બે-ચાર મહિના પછી સચિત્ત થવાનો સંભવ છે. વિના પાણીએ સ્વયમેવ મીઠાનો જ રસ બની ભઠ્ઠીથી જે મીઠું પાડ્યું હોય, તેના જેટલો તેનો કાળ ગણાય નહિ. તે સિવાય તાવડી વગેરેમાં શેકીને પણ કેટલાક મીઠાને અચિત્ત કરે છે. પણ તે બહુશેકાઈ લાલ વર્ણવાળું બની જાય તો જ અચિત્ત સમજવું. માત્ર થોડુંક શેકવાથી તો સચિત્ત રહેવા સંભવ છે. મુનિરાજ શ્રી વીરવિમલજી કૃત સચિત્ત-અચિત્ત સક્ઝાયમાં કહ્યું છે કે
અચિત્ત લવણ વર્ષા દિન સાત, સીયાલે દિન પન્નર વિખ્યાત માસ દિવસ ઉન્હાલા માંહી, આઘો રહે સચિત્તતે હોઈ ”
આ કાળમાન તાવડીમાં શેક્વાથી પકાવેલા મીઠાનું સંભવે છે. ભઠ્ઠીમાં પકાવેલા મીઠાનો કાળ તો પ્રવચન સારોદ્ધારમાં ઘણો એટલે બે ચાર વર્ષ કે તેથી પણ વધારે કહ્યો છે. શ્રાવકે બીજું સચિત્ત ન છોડી શકાય તો સચિત્ત નિમક તો છોડવું જ જોઈએ.