________________
શ્રાદ્ધદિનકૃત્ય
સંભ્રમ :
વિસ્મય :
ગણના
381
બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર
જેમકે – અરે ! સાપ સાપ.
જેમકે – અહો ! કેટલું સુંદર ! કેટલું સુંદર !
ગણતરી એકવાર કરી લીધી હોય તો પણ ચોક્કસ કરવા માટે બીજી−ત્રીજી વાર ગણવામાં દોષ નથી.
સ્મરણ ભૂલી ન જાય એ માટે વારંવાર પાઠ કરાય છે. (૨૯૦-૨૯૧) तापमायं महासत्तुं, उज्जमेण वियारिडं ।
कायव्वो अप्पमत्तेहिं, धम्मे तुब्भेहिं उज्जमो ॥ २९२॥
જિનધર્મ ઉત્તમ છે એમ બતાવીને હવે ઉપદેશને કહે છે——
જિનધર્મની ઉત્તમતા જાણ્યા પછી પ્રમાદ રૂપ મહાશત્રુને ખડ્ગ સમાન જીવવીર્યોધારૂપ ઉદ્યમવડે વિદારીને (=ફાડી નાખીને) તમારે અપ્રમત્ત બનીને ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ.
પ્રમાદ – મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિથા એમ પાંચ પ્રકારનો છે, અથવા અજ્ઞાન અને સંશય વગેરે આઠ પ્રકારનો છે. આ પ્રમાદ અનંતદુ:ખ ઉત્પન્ન કરનાર હોવાથી મહાશત્રુ છે. કહ્યું છે કે- “ફક્ત આ શત્રુ અનાદિથી છે, અને સદાય જીવની સાથે રહેલો છે. તે ‘પ્રમાદ’ એવા નામથી પ્રસિદ્ધ છે. એની કુંઠિત (બુઠ્ઠી) નહીં થયેલી ઉત્કૃષ્ટ શઠતાને જાણો. (૧) આ લોક જે વિસ્તારથી વિથા કરે છે, કુટ વિષયોમાં જે તૃપ્ત થાય છે, અત્યંત પ્રમત્તની જેમ જે ચેષ્ટા કરે છે, ગુણ-દોષના ભેદને જે જાણતો નથી, સ્વહિતનો ઉપદેશ આપવા છતાં જે ક્રોધ કરે છે, હિતને જાણતો હોવા છતાં હિતમાં જે આળસ કરે છે, તે બધું દુષ્ટાત્મા પ્રમાદરૂપ કુશત્રુનો વિલાસ છે. (૨–૩) આ પ્રમાણે જાણીને પુરુષાર્થને ફોરવીને દુય પણ આ શત્રુને જીતો. કારણ કે ઉપેક્ષા કરાયેલા રોગો અને શત્રુઓ ક્યારેય સુખ માટે થતા નથી.’’ (૪) તથા અપ્રમાદી અને પ્રમાદી જીવને અતિશય અલ્પકાળથી જ મહાન કર્મપરિણામરૂપ વિપાક થાય છે, અર્થાત્ અલ્પ કાળ પણ જો અપ્રમાદી બને તો તેને શુભ બંધ દ્વારા ઘણો લાભ થાય છે, અને અલ્પ કાળ પણ જો પ્રમાદી બને તો તેને અશુભ કર્મબંધ દ્વારા ઘણું નુકશાન થાય
છે.
અહીં પમાય વિયારિૐ = પ્રમાદને વિદારીને એમ કહેવાથી અપ્રમાદ કહેવાઈ જ ગયો છે. છતાં અહીં અબમત્તેહિં = ‘‘અપ્રમત્ત બનીને’” એમ કહ્યું તે ઉપદેશનો અવસર હોવાથી પુનરુક્તિ નથી.
વિવેચન
ઉપદેશમાં એક જ વાત વારંવાર કહેવામાં દોષ નથી. આ વિષે કહ્યું છે કેસાાય-જ્ઞાળ-તવ-ગોસહેવુ, વÇ-થુરૂ-પયાળેસુ ।
संतगुणकित्तणेसु य न हुंति पुणरुत्तदोसा ॥१॥
સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધ, ઉપદેશ, સ્તુતિ, દાન, પરમાં રહેલા સત્ય ગુણોનું કીર્તનઆ બધામાં વારંવાર કરવા છતાં પુનરુક્તિનો દોષ લાગતો નથી.’’(૨૯૨)
जिणाणं पूयजत्ताए, साहूणं पज्जुवासणे ।
आवस्सयंमि सज्झाए, उज्जमेह दिणे दिणे ॥ २९३॥