________________
શ્રાદ્ધદિનકૃત્ય
(417) અઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર पढंतमाणाण मुणतयाणं, भव्वाण सड्डाण दिणस्स किच्चं । तिलोगनाहाण जिणाण सासणे, भवेउ ताणं तु सुनिच्चलं मणं ॥३४१॥
આ ગ્રંથના અધ્યયન આદિમાં આરાંસા દ્વારા તાત્કાલિક ફલને કહે છે –
દિનકૃત્યને ભણનારા અને જાણનારા તે ભવ્ય શ્રાવકોનું મન ત્રિલોકના નાથ એવા જિનેશ્વરોના શાસનમાં અતિશય નિશ્ચલ થાઓ. (૩૪૧)
काऊण सड्डाण दिणस्स किच्चं, जं किंचि पुन्नं मइ अज्जियंति । तेणं तु भव्वाण भवुब्भवाण, तिक्खाण दुक्खाण भवेउ नासो ॥३४२॥
હવે સૂત્રકાર પરમાણિક, સ્વાર્થને ગૌણ કરનારા અને પરોપકાર કરવામાં જ તત્પર છે એ કારણથી, અથવા મહાપુરુષોનું પરોપકાર કરણ એ જ સ્વોપકાર કરણ છે એ કારણથી, સ્વપુણ્યથી પરોપકાર કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે
શ્રાવકોના દિનકૃત્યને કરીને મારા વડે જે કંઈ પુણ્ય મેળવાયું છે તેનાથી ભવ્યજીવોના સંસારમાં ઉત્પન્ન થતાં તીક્ષ્ણ દુઃખોનો નાશ થાઓ. (૩૪૨)
अयाणमाणेण जिणुत्तमाणं, मयं महत्थं मइविन्भमेणं । जं मे विरुद्धं इह तस्स, वुत्तं तं मज्झ मिच्छा मिह दुक्कडंति ॥३४३॥ સંપૂર્ણગ્રંથનો ઉપસંહાર કરવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે –
જિનેશ્વરના મહાન અર્થવાળા સિદ્ધાંતને નહિ જાણતા મેં મંતિભ્રમથી અહીં જિનેશ્વરોના સિદ્ધાંતથી વિરુદ્ધ જે કહ્યું હોય તેનું અહીં મારે મિચ્છા મિ દુક્કડ થાઓ. (૩૪૩)
આ પ્રમાણે શ્રી દિનકૃત્યના વિવરણમાં વિધિશયન વગેરે છ દ્વારોના વર્ણનનો પ્રસ્તાવ પૂર્ણ થયો. તેન: સમામિ થતાં દિનકૃત્યની અવચૂર્ણિ પૂર્ણ થઈ.
ભાવાનુવાદકારની પ્રશસ્તિ શ્રી દેવેન્દ્રસૂરિ વિરચિત અને અજ્ઞાત શ્રુતસ્થવિર મહર્ષિકૃત અવચૂર્ણિ સહિત શ્રી શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથનો સિદ્ધાંત મહોદધિ સ્વ. પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પરમગીતાર્થ સ્વ. પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજયલલિતશેખરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આચાર્યશ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજે કરેલો વિવેચન સહિત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. પ્રારંભ સમય
પ્રારંભ સ્થળ વિ.સં. ૨૦૫૬ મહા સુદ ૧૩
આરાધના ભવન, વિરાર (મહારાષ્ટ્ર) સમાપ્તિ સમય
સમાપ્તિ સ્થળ: વિ.સં. ૨૦૫૬ ચૈત્ર સુદ ૧૫
રત્નત્રયી આરાધના હોલ ચંદાવરકર લેન, બોરીવલી (મુંબઈ)