________________
શ્રાદ્ધદિનકૃત્ય
(341)
બાવીશમુંગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર
થાય. (૨૪૭)
जेणं लोगट्ठिई एसा, जो चोरभत्तदायगो । लिंपइ सो तस्स दोसेणं, एवं धम्मे वियाणह ॥२४८॥
પ્રશ્નઃ બીજાએ કરેલા ગુણ-દોષનો (=સારા-ખોટાંકામનો) બીજો કોઈ ભાગીદાર બને છે? જેથી તમે આ કહો છો.
ઉત્તર : હા, તે જ પ્રમાણે ગ્રન્થકાર કહે છે--
કારણ કે લોકસ્થિતિ આ છે કે ચોરના ચોરી આદિના કારણે થયેલા દોષથી ચોરને ભોજન આપનાર લેપાય છે = રાજપુરુષોથી દંડાય છે. (લોક) નીતિ આ પ્રમાણે છે – “ચોરી કરનાર, બીજા પાસે ચોરી કરાવનાર, ચોરીની સલાહ-સૂચના આપવા આદિથી ચોરીની મંત્રણા કરનાર, ચોરીનો ભેદ જાણનાર, ચોરી લાવેલી વસ્તુ વેચાતી લેનાર, ચોરને ભોજન આપનાર, ચોરને સ્થાન આપનાર એમ સાત પ્રકારના ચોર કહ્યા છે.”
વિવેચન શ્રાદ્ધવિધિની ટીકામાં અન્ય સ્થળનો આધાર લઈને કહ્યું છે કે – “દેશનું કરેલું પાપ રાજાના શિરે, રાજાનું કરેલું પાપ પુરોહિતના શિરે, સ્ત્રીનું કરેલું પાપ પતિના શિરે, શિષ્યનું કરેલું પાપ ગુરુના શિરે ચોંટે છે.” (૨૪૮)
तम्हा विनायतत्तेणं, सड्डेणं तु दिणे दिणे । दव्वओ भावओ चेव, कायव्व मणुसासणं ॥२४९॥ ઉપસંહાર કહે છે -
તેથી તત્ત્વના જાણકાર શ્રાવકે દરરોજ પરિવારની દ્રવ્યથી અને ભાવથી સુસ્થિતિ અને સ્થિતિનો વિચાર કરવો જોઈએ. અર્થાત્ તેમની સારી–ખરાબ સ્થિતિને લક્ષમાં રાખીને ઉચિત કરવું જોઈએ. (૨૪૯)
दव्वओ वत्थमाईणि, भावओ धम्मदेसणं । सुद्धं धम्मं जिणुद्दिट्ट, वक्खमाणो न बज्झए ॥२५०॥ તે જ વિષયને કહે છે -
શ્રાવક દ્રવ્યથી પુત્ર, સ્ત્રી, પુત્રી આદિને યથાયોગ્ય વસ્ત્ર વગેરે આપે. કારણ કે “ગૃહસ્થ પોષણ કરવા લાયકનું પોષણ કરનારો હોય એવું વચન છે. ભાવથી તેમને જ ધર્મદશના આપે. આમ છતાં તે જીવો પ્રતિબોધ ન પામે તો સ્વશક્તિ પ્રમાણે જિનોક્ત શુદ્ધધર્મને કહેતો શ્રાવક તેમણે કરેલા કર્મથી લપાતો નથીeતેમણે કરેલા પાપનો ભાગીદાર બનતો નથી. કારણકે તે જિનાજ્ઞાનો આરાધક છે.
વિવેચન પોષ્યનું પોષણ કરવું. પોષ્ય એટલે પોષણ કરવા યોગ્ય. માતા-પિતા, આશ્રિત સ્વજનો અને તેવા નોકર વગેરે પોષણ કરવા યોગ્યનું પોષણ કરવું. તેમાં પણ માતા-પિતા, સતી પત્ની અને બલાહીન (નાના)