________________
શ્રાદ્ધદિનકૃત્યા
149 )
ગુરુવંદના અધિકાર એટલેકે–એક વન્દનપ્રતિક્રમણ કરતાં કરવું. ૨-વાચના વગેરે સ્વાધ્યાયમાં ત્રણ વખત વંદન દેવાય છે, તે ત્રણેયને ભેગા ગણીનેં એક સ્વાધ્યાય કારણ કહ્યું છે. તેમાં એવો વિધિ છે કે-સાધુ સવારમાં પહેલાં જ સક્ઝાય પઠવતાં વન્દન કરે, બાદ પ્રવેદન (પdયણું) કરતાં વન્દન કરે અને તે પછી જે સૂવાદિનો ઉદ્દેશ-સમુદેશ કર્યો હોય તે ભણે આ ઉદેશ-સમુદેશનાં વન્દનોને પ્રવેદનના વન્દનમાં જ ગયાં છે. તે પછી એ રીતિએ ભણતાં (સ્વાધ્યાય કરતાં) જ્યારે સૂર્યોદયથી પોણો પ્રહર (પાદોન પોરિસી) જેટલો સમય થાય, ત્યારે જો તે ભણવાનું (બાકી) ન હોય તો તે જ વખતે વજન કરીને પછી પાત્રો પડિલેહે, અથવા પછી પણ ભણવાનું હોય તો વન્દન ર્યા વિના જ પાત્રો પડિલેહણ કરે અને પછી ભણે તથા કાળ વખતે વન્દન કરીને કાળનું પ્રતિકમણ કરે =કાળ પડિમે), એ ત્રીજું વન્દન. (એમ પૂર્વકાલીન સાધુસામાચારીનો ક્રમ હતો. આ ક્રમ તૂટી ગયો છે. વર્તમાનમાં તો માત્ર યોગોદ્રહન કરનારો સાધુ ગુરુની સમક્ષ ૧. સક્ઝાય પઠવતાં, ૨. પ્રવેદન કરતાં અને ૩. કાળ પ્રતિક્રમતાં-એમ ત્રણ વખત યોગની ક્રિયારૂપે જ વન્દન આપે છે.) એ ત્રણ વન્દન સ્વાધ્યાયને કારણે દેવાંતે વન્દનનું બીજું કારણ સ્વાધ્યાય જાણવું. એ પ્રમાણે પ્રતિક્રમણનાં ચાર અને સ્વાધ્યાયનાં ત્રણ મળીને સાત વંદન સવારે દેવાય છે. અનુજ્ઞાનાં વન્દન આમાં જ અંતર્ગત થાય છે. સવાર પ્રમાણે સાંજે પણ સાત વંદન દેવાય છે. દરરોજ નિયમિત દેવાનાં હોવાથી ઉપવાસવાળા સાધુને આ ચૌદ વન્દનો ધ્રુવવન્દન’ કહેવાય છે, જ્યારે ભોજન કરનાર સાધુને તો આગળ કહેવાશે તે પચ્ચખાણને અંગેનાં વન્દન (ચૌદ ઉપરાંત) વધારે ગણાય છે. કહ્યું છે કે–
चत्तारि पडिक्कमणे, किइकम्मा हुँति तिन्नि सज्झाए । पुव्वण्हे अवरण्हे, किइकम्मा चोद्दस हवंति ॥१॥ (श्री आव. नि. गा० १२०१)
ભાવાર્થ– “ચારવન્દનો પડિમાણમાં અને ત્રણ વંદનો સ્વાધ્યાયમાં થાય છે, તે મધ્યાહ્ન પહેલાંના સાત અને એ જ પ્રમાણે મધ્યાહ્ન પછીનાં સાત મળીને ચૌદ વંદન (દરરોજ ધ્રુવ) થાય છે.”
આ પ્રમાણે સ્વાધ્યાય રૂપ વંદનનું બીજું કારણ કહ્યું. ૩-સાધુને યોગોદ્રહનમાં એક દિવસ વિગઈ વાપરવાની અને બીજે દિવસે આચાર્મ્સ (આયંબીલ) કરવાનો સામાન્યત: નિયમ છે, છતાં આયંબીલના દિવસે કારણવશાત્ પુન: વિગઈ વાપરવાની જરૂર પડે તો પાળી પાલટવાનો વિધિ છે. તે વિધિમાં કરાતો કાઉસ્સગ તે અહીં કારણ રૂપ સમજવો, અર્થાત્ પાળી પાલટવાનો કાઉસ્સગ્ન કરવા માટે વંદન કરવું તે કાઉસ્સગ્ગ રૂપ ત્રીજું કારણ જાણવું. ૪. ગુરુના વિનયનું ઉલ્લંઘન, અર્થાત્ તેમની આજ્ઞા વગેરેનું ઉલ્લંઘન કરવા રૂપ અપરાધ થવાથી ખમાવવા માટે પહેલાં વંદન દેવું અને પછી ક્ષમાપના કરવી, તે ચોથું કારણ 'અપરાધ' નામનું સમજવું. પખી ખામણાનાં વંદન વગેરે આ અપરાધ રૂપકારણમાં જ ગણાય છે. પ–બહારથી કોઈ અન્ય મુનિઓ વિહાર કરીને આવે અને જો તેઓ મોટા હોય તો વંદન કરવું, તે પ્રાદુર્ણક નામનું કારણ જાણવું. એમાં આ પ્રમાણે વિધિ કહ્યો છે–
संभोइ अण्णसंभो-इआ य दुविहा हवंति पाहुणया । संभोइए आयरिअं, आपुच्छिता उ वंदंति ॥१॥ इअरे पुण आयरिअं, वंदित्ता संदिसाविअ तहय । પછી વંતિ નપું, નયમોદી ગદવ (1) વંલાવે ારા
ભાવાર્થ– “આવનાર સાધુઓમાં એક સાંભોગિક (એક સામાચારીવાળા) અને બીજા અસાંભોગિક (ભિન્ન સામાચારીવાળા) –એમ બે પ્રકારના હોય. તેમાં જો આવનારા એક સામાચારીવાળા હોય તો પોતાના