________________
શ્રાદ્ધદિનકૃત્ય
(285)
પંદરમું ભોજન દ્વાર સાધર્મિક ભક્તિ પ્રત્યે ઉપેક્ષાભાવ ન થવો જોઈએ વર્તમાનકાળની દૃષ્ટિએ વિચાર કરીએ તો આજે સાધર્મિક ભક્તિ તરફ જૈનોનું જેટલું લક્ષ્ય હોવું જોઈએ તેટલું લક્ષ્ય નથી. વિશિષ્ટ રીતે સાધર્મિક ભક્તિ તો શ્રીમંતો કરી શકે. ગરીબો કે મધ્યમ સ્થિતિના માણસો સાધર્મિક ભક્તિન જ કરી શકે એમ નહિ, તેઓ પણ પોતાની શક્તિ, ભાવના અને સંયોગ પ્રમાણે સાધર્મિક ભક્તિ કરી શકે, પણ શ્રીમંતો જેટલી વિશિષ્ટતાથી કરી શકે તેટલી વિશિષ્ટતાથી સામાન્ય સ્થિતિના કે મધ્યમસ્થિતિના માણસો ન કરી શકે. શ્રીમંતો સાધર્મિક ભક્તિ તરફ જેટલું લક્ષ્ય આપવું જોઈએ તેટલું આપતા નથી. પહેલી વાત તો એ છે કે શ્રીમંતો પોતાની શક્તિ પ્રમાણે ધર્મમાં જેટલો ખર્ચ કરવો જોઈએ તેટલો પ્રાય: કરતા નથી. એટલે કે પોતાની શક્તિ ગોપવે છે. હવે ધર્મમાં જે ધન વ્યય કરે છે, તેમાં પણ જે રીતે ધન વ્યય કરવો જોઈએ તે રીતે વિવેકથી ધનવ્યય કરનારા ઓછા છે, એમ મને લાગે છે. શ્રાવકે ધનવ્યય કેવી રીતે કરવો એ અંગે મહાપુરુષોએ કહ્યું છે કે જે વખતે જે ક્ષેત્ર સીદાતું હોય તે વખતે તે ક્ષેત્ર તરફ લક્ષ્ય રાખીને તેમાં ધનનો અધિક વ્યય કરવો જોઈએ. ધર્મમાં ધન ખર્ચવાના જિનભક્તિ, ગુરભક્તિ, સાધર્મિક ભક્તિ, અમારી પ્રર્વતન, અનુકંપાદાન, ઔચિત્યદાન, ઉપધાન તપ, ઉજમણું, જિનમહોત્સવ, છરી પાલતો સંઘ વગેરે અનેક પ્રકારો છે. શ્રીમંતોએ ક્યારે ક્યા ક્યા પ્રકારના ધર્મમાં ધન ખર્ચવાથી અધિક લાભ થાય તે રીતે વિચારીને ધનનો સદુપયોગ કરવો જોઈએ. તથા કોઈ એક પ્રકારમાં જ ધનનો ખર્ચ કરીને બીજા પ્રકારોની ઉપેક્ષા ન કરતા બીજા પ્રકારોમાં પણ ઉચિત રીતે ધનનો ખર્ચ કરવો જોઈએ. કોઈ શ્રાવક માટે એવું પણ બને છે કે કોઈ અમુક પ્રકારમાં ધનનો વ્યય કરીને બીજા પ્રકારો તરફ ઉપેક્ષા સેવવામાં આવે છે. જેમ કે ઉપધાન, ઉપધાનની માળ, છરી પાલતો સંઘ, ઉજમણું, જિન મહોત્સવ વગેરેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરનારા સાધર્મિક ભક્તિ અને અનુકંપા વગેરેમાં કેટલો ખર્ચ કરે છે તે વિચારણીય છે. ઉપધાન વગેરે અનુષ્ઠાનો ન કરાવવા એમ નહિ, પણ તે દરેકમાં સાધર્મિક ભક્તિ વગેરેને પણ ન ભૂલવા જોઈએ. ઉપધાન વગેરે દરેક પ્રસંગે જેટલો ખર્ચ થાય તેના હિસ્સા પ્રમાણે સાધર્મિક ભક્તિ વગેરેમાં પણ ખર્ચ કરવો જોઈએ. જેમ કે – ઉપધાનમાં એક લાખ રૂપિયાનો સદુપયોગ કરનારે ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયાનો ગરીબ સાધર્મિકોની ભક્તિમાં, તે પ્રમાણે અમુક પ્રમાણમાં જીવદયામાં અને અનુકંપાદાનમાં સદુપયોગ કરવો જોઈએ.
જેનશાસનમાં અનેકાંતવાદ છે જો કે આજે કેટલાક જ્યારે સાધર્મિકો ભૂખે મરે છે, ગરીબો અન્ન માટે ટળવળે છે ત્યારે ઉજમણા, ઉપધાનો, ઉત્સવો વગેરે ધર્મના ઠઠારા શા? આ બધું બંધ કરીને ગરીબોને અને સાધર્મિકોને સહાય કરો વગેરે કહીને ધર્મનાં અનુષ્ઠાનોની અવગણના કરે છે. આવું બોલનારા ધર્મનાં મર્મને પામ્યા નથી. જીવો દુ:ખી હોય, સાધર્મિકો ગરીબ હોય એટલા માત્રથી ધર્મનાં અનુષ્ઠાનો બંધ ન થાય. દુ:ખી જીવો ન હોય એવો ક્યો કાળ છે? બધા જ કાળમાં ઓછાવત્તા અંશે દુ:ખી જીવો અને ગરીબ સાધર્મિકો રહેવાના. એટલે દુ:ખી જીવો અને ગરીબ સાધર્મિકો હોવા માત્રથી જો ધર્મનાં અનુષ્ઠાનો ન થઈ શકે તો ક્યારેય ધર્મનાં અનુષ્ઠાનો ન થઈ શકે. ત્યારે ભગવાને એમ પણ નથી કહ્યું કે પહેલાં ગરીબ જીવોની અનુકંપાકરવી, ગરીબ સાધર્મિકોને મદદ કરવી, પછી મહોત્સવ વગેરે કરવું. કોઈ જીવ દુઃખી ન રહે અને કોઈ સાધર્મિક ગરીબન રહે ત્યારે જ જિનમહોત્સવ વગેરે ધર્મ અનુષ્ઠાન કરવાં એમ કહ્યું નથી. ત્યારે શું કહ્યું છે? એ જ કે શ્રાવકે જિન મહોત્સવ વગેરે શાસન પ્રભાવક કાર્યો કરવા જોઈએ, અને સાથે સાથે અનુકંપા દાન વગેરે પણ કરવું જોઈએ. . ધર્મ એ પ્રાણ છે, તો, ધર્મનાં અનુષ્ઠાનો ધર્મરૂપ પ્રાણને રહેવાનું શરીર છે. શરીર વિના પ્રાણ ન ટકે તેમ