________________
પંદરમું ભોજન દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય
ધર્મનાં અનુષ્ઠાનો વિના ધર્મ ન ટકે. સાધર્મિકો ગરીબ છે માટે જિન મહોત્સવ વગેરે અનુષ્ઠાનો ન કરવું એમ કહેવું ઉચિત નથી. જૈન શાસનમાં અનેકાંતવાદનો સિદ્ધાંત છે. સાધર્મિક ભક્તિ જ કે અનુકંપાદાન જ કરવું, જિન. મહોત્સવ વગેરે અનુષ્ઠાનો ન કરવાં એ એકાંતવાદ છે, તે પ્રમાણે જિનમહોત્સવ વગેરે અનુષ્ઠાનો જ કરવાં સાધર્મિક ભક્તિ વગેરે ન કરવું એ પણ એકાંતવાદ છે. જિન મહોત્સવ વગેરેની સાથે સાધર્મિકભક્તિ વગેરે કરવું એ અનેકાંતવાદ છે. જેમ જમણવારમાં મિષ્ટાન્ન વગેરે ભોજન સાથે શાક વગેરે હોય તો જમણવાર સારો બને, તેમ જિનમહોત્સવ વગેરે સાથે સાધર્મિકભક્તિ વગેરે થાય તો જિનમહોત્સવ વગેરે દીપી ઉઠે.
286
પૂર્વે થઈ ગયેલા શાસન પ્રભાવક પુણ્યશાળી શ્રાવકોનાં દષ્ટાંતો વિચારીશું તો તેમના જીવનમાં આ બેનો (જિનમહોત્સવ વગેરે અને સાધર્મિકભક્તિ વગેરે એ બેનો) સુમેળ હતો એ જણાઈ આવશે. વસ્તુપાળ મંત્રીએ અનેક તીર્થયાત્રાઓ, અનેક સંઘો, અનેક પ્રતિષ્ઠાઓ, અનેક જિનબિંબો, અનેક જિનમહોત્સવો વગેરે કરાવીને તેમાં કરોડો રૂપિયાનો સદુપયોગ કર્યો હતો, પણ સાથે દીન-દુ:ખી જીવો માટે મફત ઔષધાલયો, ભોજનશાળાઓ વગેરે, યાત્રાળુઓ અને મુસાફરોને અનુકૂળતા રહે એ માટે ધર્મશાળાઓ, પરબો વગેરેમાં પણ ખૂબ ખૂબ ધન વ્યય કર્યો હતો. આથી તે વખતે જૈનશાસનની ખૂબ જ પ્રભાવના થઈ હતી. ઠેર ઠેર ‘જૈન જયતિ શાસનમ્' એ નાદ · ગુંજતો હતો.
લુચ્ચાના કારણે લાયકની અવગણના-ઉપેક્ષા ન થાય
જ્યારે સાધર્મિકભક્તિની વાત આવે છે ત્યારે ઘણા કહે છે કે આજે માગવા આવનારા સાધર્મિકો લુચ્ચાઈ કરે છે, એમને માગવાની ટેવ પડી ગઈ હોય છે, મળેલા પૈસાનો દુરુપયોગ કરે છે. માગવા આવનારા બનાવટી હોય છે. આવું કહેનારે નીચેની બાબતો ઉપર બરોબર લક્ષ્ય રાખવાની જરૂર છે.
ન
(૧) માગવા આવનારા કે મદદ લેનારા બધા લુચ્ચા કે બનાવટી હોતા નથી. કોઈ લુચ્ચા કે બનાવટી પણ હોય. કોઈ લુચ્ચા કે બનાવટી હોય તેથી સારા કે યોગ્ય સાધર્મિકની અવગણના કે ઉપેક્ષા ન કરાય. સાધુઓમાં પણ સુ અને કુ એમ બંને પ્રકારના સાધુઓ હોય છે. કોઈ કુસાધુ પણ હોય એથી સુસાધુઓની ભક્તિ ન કરવી એમ માનનાર અજ્ઞાન જ છે. ધર્મમાં જ નહિ, પણ દુનિયામાં પણ સુ અને કુ હોય છે. વેપારી, ઘરાક, શેઠ, નોકર વગેરે સુ અને કુ એમ બંને પ્રકારના હોય છે. ત્યાં કોઈ કુ પણ હોવાના કારણે સુ ની અવગણના કે ઉપેક્ષા કરતું નથી. ત્યાં તપાસ કરીને કુ ની ઉપેક્ષા થાય છે અને સુ નો સ્વીકાર થાય છે. કોઈ વાર ભૂલ થઈ જવાથી કુ નો સ્વીકાર થઈ જવાથી નુકશાન વેઠવું પડે છે. છતાં કોઈ સુ નો ત્યાગ કે ઉપેક્ષા કરતું નથી. કારણ કે ગરજ છે.
તેમ અહીં સાધર્મિકભક્તિની ગરજ જાગે તો કોઈ કુ સાધર્મિક આવી જાય એથી સુસાધર્મિકની અવગણના કે ઉપેક્ષા ન થાય. કોઈ કુ સાધર્મિક આવી જાય તેથી સુ સાધર્મિકની અવગણના કે ઉપેક્ષા કરવી એ તો પાડાના વાંકે પખાલીને ડામ દેવા જેવું છે. ભરત મહારાજાના વખતે લુચ્ચા-બનાવટી સાધર્મિકો ઘુસી ગયા હતા. આથી રસોઈયાએ ભરત મહારાજને ફરિયાદ કરી કે બનાવટી સાધર્મિકો પણ આવે છે, તેથી અમને ખબર પડતી નથી કે કોણ સાચો સાધર્મિક છે ને કોણ બનાવટી સાધર્મિક છે. આ સાંભળીને ભરત મહારાજાએ સાધર્મિકભક્તિ બંધ ન કરી, કિંતુ સાચાને ઓળખવાનો પ્રયત્ન કર્યો. સાચા ઓળખાય તેટલા માટે જનોઈની વ્યવસ્થા કરી.
બનાવટી સાધર્મિકથી નુક્શાન નથી
ભરત મહારાજાના વખતમાં કાળ સારો હતો. હમણાં કરતાં લોકો સારા હતા, તો પણ બનાવટી સાધર્મિકો હતા, તો હમણાં બનાવટી સાધર્મિક-શ્રાવકો હોય તેમાં નવાઈ નથી. સાધર્મિકની ભક્તિ કરતાં કોઈ બનાવટી