________________
સાતમું મંદિરગમન દ્વાર
78 )
શ્રાદ્ધદિનકૃત્ય
ધર્મપાલે આ પ્રમાણે ગુણાનુરાગથી મુનિના ગુણોની પ્રશંસા કરીને આત્મામાં ધર્મના બીજની વાવણી કરી. પણ વસુપાલમુનિને જોઇને અપશુકન થયા એમ વિચારીને ઉદાસીન રહ્યો. ત્યાંથી મૃત્યુ પામી તમે અહીં આ રીતે મિત્ર બન્યા છો.
ભગવાન પાસે પોતાના પૂર્વભવની વાત સાંભળીને ધર્મપાલને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પૂર્વભવનો બનાવ આંખ સામે દેખાવા લાગ્યો. હવે તેને ભગવાનના વચનમાં અધિકદઢ નિશ્ચય થયો. તે ભગવાને કહેલા ધર્મનું પાલન કરીને મોક્ષમાં જશે. વસુપાલ સંસારમાં પરિભ્રમણ કરશે. આમ ગુણપ્રશંસા ધર્મનું બીજ છે. (૪૬)
अलद्धपुव्वं तु भवोयहिंमि, लहंति तित्थस्स पभावणाए । तित्थेसरत्तं अमरिंदपुजं, दसारसीहो इव सेणिओ वा ॥४७॥ હવે દષ્ટાંત દ્વારા પ્રભાવનાના સર્વોત્તમ ફળને કહે છે –
તીર્થની પ્રભાવનાથી જીવો સંસારરૂપ સમુદ્રમાં પૂર્વેક્યારેય પ્રાસ ક્યું નથી તેવું અને દેવેન્દ્રોને પૂજ્ય એવું તીર્થકરપદ પ્રાપ્ત કરે છે. આ વિષે કૃષ્ણ અને શ્રેણિક એ બે દષ્ટાંતરૂપ છે.
સર્વ યદુવંશને પૂજ્ય એવા સમુદ્રવિજય વગેરે દસ બંધુઓની દશાઈ એવી સંજ્ઞા છે. દશાહના કુળમાં કૃષ્ણ સિંહ જેવા હોવાથી અહીં મૂળગાથામાં કૃષ્ણને દશાહસિંહ કહેલ છે. થાવગ્ગાપુત્ર દીક્ષા લીધી ત્યારે શ્રીકૃષ્ણ કરેલી તીર્થપ્રભાવના તીર્થકરપદની પ્રાપ્તિનું કારણ બની. શ્રીકૃષ્ણના આ પ્રસંગને કહેવામાં શ્રી નેમિનાથ ચરિત્રનું કથન પણ કરી શકાય.
શ્રેણિક રાજાએ શ્રી વીર ભગવાનને કરેલા નમસ્કારથી = શ્રી વીર ભગવાનની કરેલી સેવા-ભક્તિથી કરેલી તીર્થ પ્રભાવનામાં શ્રેણિકનું ચરિત્ર સુપ્રસિદ્ધ છે.
વિવેચન અહીં શ્રી કૃષ્ણની તીર્થકરપદની પ્રાપ્તિનું કારણ થાવચ્ચપુત્ર દીક્ષા લીધી હતી ત્યારે શ્રીકૃષ્ણ કરેલી તીર્થપ્રભાવના જણાવી છે. જ્યારે પ્રસિદ્ધિ તો શ્રી કૃષ્ણ અઢાર હજાર સાધુઓને વંદન કરતા તીર્થંકર નામકર્મ બાંધ્યું એવી છે. થાવચ્ચપુત્રની દીક્ષાનો પ્રસંગ આ પ્રમાણે છે
કૃષ્ણ મહારાજાનો દીક્ષારાગનો પ્રસંગ કૃષ્ણ મહારાજાએ દ્વારિકા નગરીમાં ઘોષણા કરાવી હતી કે કોઇને દીક્ષા લેવાની ભાવના હોય, પણ કુટુંબના જીવનનિર્વાહની જવાબદારી પોતાને માથે હોવાના કારણે દીક્ષા લઇ ન શકાતી હોય, તો તેના કુટુંબના જીવનનિર્વાહની જવાબદારી હું સંભાળી લઇશ. માટે કોઇએ પણકુટુંબના જીવન નિર્વાહના કારણે સંસારમાં રહેવાની જરૂર નથી.
દ્વારિકામાં થાવગ્યા નામની શેઠાણી હતી. તેનો પતિ મૃત્યુ પામ્યો હતો. આથી ઘરનો બધો કારભાર તે ચલાવતી હતી. તેને એક પુત્ર હતો. તેનો પુત્ર લોકમાં થાવચ્ચપુત્ર તરીકે પ્રસિદ્ધ બન્યો હતો. થાવગ્યા શેઠાણીએ થાવચ્ચપુત્રને શ્રીમંત ઘરની બત્રીસ રૂપવંતી યુવતિઓ પરણાવી હતી. તેમની સાથે થાવગ્સાપુત્ર દોગંદક દેવની જેમ સંસાર સુખો ભોગવતો હતો. એક વખત તેનેમનાથ ભગવાનની વાણી સાંભળવા ગયો. ઘરે આવીને માતાના પગમાં પડીને કહ્યું: માહું આજે ભગવાનની દેશના સાંભળવા ગયો હતો. માતાએ કહ્યું: બહુ સારું કર્યું. ભગવાનની