SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ 213 શ્રાદ્ધદિનકૃત્ય. (213) અગિયારમું શ્રવણ દ્વાર દેવદ્રવ્ય અંગે જે કહેવા યોગ્ય છે તેને દષ્ટાંત સહિત કહીને હવે દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યના વિનાશ વગેરેમાં સમાન દોષ છે એ પ્રગટ કરવાની ઈચ્છાથી સૂત્રકાર કહે છે ક્લિષ્ટ કર્મના ઉદયથી મૂઢચિત્તવાળો જે મનુષ્ય દેવદ્રવ્ય અને સાધારણદ્રવ્યનો વિનાશ કરે છે, અથવા વ્યાજે લઈને વ્યવહાર કરવો વગેરે રીતે પોતે તેનો ઉપયોગ કરે છે, તે ધર્મને જાણતો નથી, અથવા તેણે નરકનું આયુષ્ય બાંધી લીધું છે. દેવદ્રવ્ય પ્રસિદ્ધ છે. જિનમંદિર, પુસ્તક અને આપત્તિમાં આવેલા શ્રાવક વગેરેનો ઉદ્ધાર કરવાને યોગ્ય એવું જે દ્રવ્ય ઋદ્ધિમાન શ્રાવકોએ એકઠું કરેલું હોય તે દ્રવ્ય સાધારણ દ્રવ્ય છે. (૧૨૬) चेइयदव्वविणासे, तद्दव्वविणासणे दुविहभेए । साहू उविक्खमाणो, अणंतसंसारिओ भणिओ ॥१२७॥ ચાંદી–સુવર્ણાદિ દેવદ્રવ્યનો વિનાશ તથા જિનમંદિરની કાષ્ઠ, પથ્થર, ઈટીવગેરે બે પ્રકારની “વસ્તુઓનો વિનાશકોઇ કરી રહ્યો હોય ત્યારે સર્વસાવઘવ્યાપારોથી નિવૃત્ત થયેલો પણ સાધુજો ઉપેક્ષા કરે = ઉપદેશવગેરેથી નાશ થતો અટકાવે નહિ, તો અનંતસંસારિક થાય, અર્થાત્ દુર્લભબોધિ થાય. કહ્યું છે કે – દેવદ્રવ્યનો નાશ કરવાથી, મુનિનો ઘાત કરવાથી, શાસનની અપભ્રાજના કરવાથી, અને સાથ્વીના ચોથા વ્રતનો ભંગ કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિના મૂળમાં અંગારો મૂકાય છે, અર્થાત્ અનંત કાળ સુધી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી.” અહીં ભક્ષણરૂપકે ઉપેક્ષાદિરૂપ વિનાશ જાણવો. વસ્તુઓના બે પ્રકાર હવે પછીની ગાથામાંકહેશે. (૧૨૭) जोग्गं अईयभावं, मूलुत्तरभावओ अहव कहें । जाणाहि दुविहभेयं, सपक्खपरपक्खमाई वा ॥१२८॥ જિનમંદિરની વસ્તુઓના બે પ્રકાર કહે છે' જિનમંદિરની વસ્તુઓના યોગ્ય અને અતીતભાવ એમ બે પ્રકાર છે, અથવા મૂલ અને ઉત્તર એમ બે પ્રકાર છે, અથવા વિનાશના સ્વપક્ષ અને પરપક્ષ એ બે પ્રકાર છે. યોગ્ય એટલે વાપરવાને યોગ્ય, અર્થાત્ જિનમંદિરમાં વાપરવા માટે નવી લાવેલી કાષ્ઠ, ઈટ, પત્થર વગેરે વસ્તુયોગ્ય વસ્તુ છે. અતીતભાવ એટલે જુની થઈ ગયેલી, અર્થાત્ જિનમંદિરમાં લગાડ્યા પછી કાઢી લીધેલી હોય તેવી વસ્તુ અતીતભાવ છે. થાંભલા અને કુંભીઓ વગેરે મૂળ દ્રવ્ય છે. છત વગેરે ઉત્તર દ્રવ્ય છે. સ્વપક્ષ એટલે સાધર્મિક વર્ગ. પરપક્ષ એટલે અન્ય ધર્મલોક. સ્વપક્ષથી જે વિનાશ થાય તે સ્વપક્ષવિનાશ. પરપક્ષથી જે વિનાશ થાય તે પરપક્ષ વિનાશ. આમ અનેક રીતે જિનમંદિરની વસ્તુઓના બે પ્રકાર છે. (૧૨૮) “સમુ શબ્દનો અર્થ સંપુટ, ડાભડો, પેક કરેલી પેટી વગેરે થાય છે. અહીં તેનો ભાવાર્થ જ લખ્યો છે. અથ સાતે ક્ષેત્રમાં વાપરી શકાય તેવું દ્રવ્ય સાધારણદ્રવ્ય કહેવાય. વિનાશ કરવા યોગ્ય વસ્તુઓ બે પ્રકારની હોવાથી વિનાશ બે પ્રકારે છે. અહીં વિનાશના બે પ્રકાર કહ્યા હોવા છતાં સમજવામાં સરળતા રહે એ દષ્ટિએ અનુવાદમાં વસ્તુઓના બે પ્રકાર કહ્યા છે.
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy