SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ 209 શ્રાદ્ધદિનકૃત્ય (209) અગિયારમું શ્રવણ દ્વારા જીર્ણોદ્ધારનો ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે આ પ્રમાણે સર્વ તીર્થકરોએ દ્રવ્યસ્તવમાં જીર્ણોદ્ધારને જ મહાન કહ્યો છે. કારણ કે જીર્ણોદ્ધાર મોક્ષનાં અંગ સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-સમારિત્રનું અને સુરસંપત્તિનું પરમ કારણ છે. અંગ એટલે કારણ. મોક્ષનાં અંગ એટલે મોક્ષનાં કારણ. સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન–સમક્યારિત્ર એ ત્રણ મોક્ષનાં અવંધ્ય (=નિષ્ફળન થાય તેવાં) કારણો છે. આ ભવમાં તે ત્રણની પ્રાપ્તિનું કારણ જીર્ણોદ્ધાર છે. આ વિષયમાં શ્રી મલ્લિનાથના જિનમંદિરનો ઉદ્ધાર કરનાર પુરિમતાલ નગરના વાગુરુ (?વાગુરિ) શેઠ વગેરેનાંદષ્ટાંતો છે. તેવા પ્રકારના સંઘયણ આદિની પ્રાપ્તિન થવાથી જીર્ણોદ્ધાર કરનારાઓ તેજ ભવમાં સિદ્ધિને પ્રાપ્ત કરે તો જીર્ણોદ્ધાર પરલોકમાંદેવસંપત્તિઓનું કારણ બને. તે આ પ્રમાણે – મંદિરમાં સાધુઓ આવે નિર્મલ આશયવાળો તે સુદેશનાને સાંભળીને સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનને પામે છે. જલદી દેશથીકે સર્વથી ચારિત્રને પામે છે. આમ જીર્ણોદ્ધાર કરનાર મનુષ્ય દેવલક્ષ્મીનું અને મોક્ષલક્ષ્મીનું ભાજન બને છે. (૧૧૦) पुणोवि चिंतए तत्थ, समुग्गाईण किच्चयं । - अन्नं वा दुत्थियं जंतु, तं सव्वं सुत्थियं करे ॥१११॥ જીર્ણોદ્ધારની વિચારણા કર્યા પછી બીજા કર્તવ્યને કહે છે શ્રાવક જિનમંદિરના ભંડારનું સારી રીતે રક્ષણ કરે.આય-વ્યયનાં સ્થાનો જોવા વગેરે બીજાં પણ કાર્યોની કે ચિંતા કરે = સંભાળ રાખે. પૂજારી અને પહેરીગર વગેરે પોતપોતાનું કાર્ય બરોબરનકરતા હોય તો બરોબર કરે તેમ કરે અથવા પૂજારી અને પહેરીગર વગેરેની આજીવિકા અલ્પ હોવાના કારણે પરિસ્થિતિ બરોબર નહોય તો સારી પરિસ્થિતિવાળા કરે. ટુંકમાં કહેવાનું કે જિનમંદિરનું જે જે કાર્ય બરોબર ન થતું હોય તે તે કાર્ય બરોબર થાય તેમ કરે. (૧૧૧) __ भक्खेइ जो उविक्खेइ, जिणदव्वं तु सावओ । ' પન્નાદીનો મોક, નિષ્પાપાવલHT I??રા. આ પ્રમાણે જિનમંદિરની ચિંતા કરનારા કોઈ શ્રાવકથી દેવદ્રવ્યનો વિનાશ પણ થાય. આથી દેવદ્રવ્ય વિનાશ સંબંધી જે કહેવા યોગ્ય છે તેને ચૌદ ગાથાઓથી કહે છે જે શ્રાવક દેવદ્રવ્યનું કે દેવદ્રવ્યની સામગ્રીનું ભક્ષણ કરે = સ્વયં ઉપયોગ કરે, અથવા ઉપેક્ષા કરે એટલે કે બીજાઓ દેવદ્રવ્યનું કેવદ્રવ્યની સામગ્રીનું સ્વયં ભક્ષણ કરતા હોય તો તેમને શક્તિ હોવા છતાં રોકે, તે પ્રજ્ઞાહીન થાય છે, તે પાપકર્મથી લેપાય છે. પ્રજ્ઞાહીન થાય- પ્રજ્ઞાહીન થાય એટલે લાભ-નુકશાનનો વિચાર કર્યા વિના વહીવટ કરે. એથી અંગ ઉદ્ધાર દાન વગેરેથી દેવદ્રવ્યનો વિનાશ થાય. અંગ શબ્દના અનેક અર્થો થાય છે. તેમાં સાધન અર્થ પણ થાય છે. અહીં સાધન એટલે જિનમંદિરમાં ઉપયોગમાં આવતા સાધનો. આમાં દેવદ્રવ્ય પણ આવી જાય. આથી અંગ ઉદ્ધારદાનથી દેવદ્રવ્યનો વિનાશ થાય, એનો અર્થ આ પ્રમાણે થાય–જિનમંદિરનાં સાધનોકે દેવદ્રવ્ય વ્યાજ લીધા વિના ઉદ્ધાર આપે. એથી દેવદ્રવ્યનો વિનાશ થાય. ' દ્રવ્યસમતિકા ગ્રંથની ટીકામાં પ્રજ્ઞાહીનત્વનો બીજો અર્થ આ પ્રમાણે છે– અથવા મંદબુદ્ધિ હોવાના
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy