________________
શ્રાદ્ધદિનકૃત્ય
(215)
અગિયારમું શ્રવણ દ્વાર વિરાધના- વિરાધનાના સંયમ, આત્મ અને પ્રવચન એમ ત્રણ ભેદ છે. વસ્તુ અન્યાયથી લીધી હોવાથી સંયમ વિરાંધના થાય. શત્રુ દેવ વગેરે છળે એથી આત્મવિરાધના થાય. ચોરની વસ્તુ લેવાથી પ્રવચનના મૂળ આધારભૂત સાધુ અને જિનમંદિરને ઉપદ્રવ થવાથી પ્રવચનવિરાધનાથાય એતો સારી રીતે પ્રસિદ્ધ છે. (૧૩૨)
देवद्रव्येण या वृद्धि-गुरुद्रव्येण यद्धनम् । तद्धनं कुलनाशाय, मृतोऽपि नरकं व्रजेत् ॥१३३॥
વેદાંતમાં કહ્યું છે કે
દેવદ્રવ્યથી જે ધનવૃદ્ધિ થાય અને ગુરુદ્રવ્યથી જે ધન થાય તે ધન કુળના નાશ માટે = સ્વસંતાનના ઉચ્છેદ માટે થાય, અને દેવદ્રવ્ય આદિનું ભક્ષણ કરનાર તે મરીને પણ નરકમાં જાય. (૧૩૩)
प्रभास्वे मा मतिं कुर्याः.प्राणैः कण्ठगतैरपि। अग्निदग्धाः प्ररोहन्ति, प्रभादग्धो न रोहति ॥१३४॥
કંઠે પ્રાણ આવી જાય તો પણ તું પ્રભાદ્રવ્ય લેવાની બુદ્ધિ ન કર. કારણ કે અગ્નિથી બળેલાં વૃક્ષો વગેરે જલસિંચન આદિથી ફરી પલ્લવિત થાય છે, પણ પ્રભાદ્રવ્યનો વિનાશ કરવાના કારણે પાપરૂપ અગ્નિથી બળેલો જીવ પલ્લવિત થતો નથી, અર્થાત્ સદાય દુ:ખી રહેવાથી ફરી સુખને પામતો નથી. (૧૩૪)
प्रभास्वं ब्रह्महत्या च, दरिद्रस्य च यद्धनम्। गुरुपत्नी देवद्रव्यं, स्वर्गस्थमपि पातयेत् ॥१३५॥
પ્રભાધન, બ્રહ્મહત્યા, દરિદ્રનું ધન, ગુરુપત્ની અને દેવદ્રવ્યસ્વર્ગમાં રહેલાને પણ પાડે છે, અર્થાત્ ...ભાધનનું ભક્ષણ કરવું, બ્રાહ્મણની હત્યા કરવી, દરિદ્રનું ધન ચોરવું, ગુરુની પત્ની સાથે અનાચાર કરવો અને દેવદ્રવ્યનું ભક્ષણ કરવું એ મહાપાપ છે. (૧૩૫) . • પર્વનો નિશ્ચિંતુ, સટ્ટો મમ વિક્ષge 1
विसं सो भक्खए बालो, जीवियट्ठी न संसओ ॥१३६॥
આ પ્રમાણે સ્વશાસ્ત્રમાં અને પરશાસ્ત્રમાં કહેલું જાણીને જે શ્રાવક દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે કે તેની ઉપેક્ષા કરે છે, અજ્ઞાન તે નિલે જીવવાની ઈચ્છાવાળો થઈને વિષનું ભક્ષણ કરે છે. (૧૩૬)
जे पुणो जिणदव्वं तु, वुद्धिं निति सुसावया । ताणं रिद्धी पवड्ढेइ, कित्ती सुक्खं बलं तहा ॥१३७॥ પુત્તા ઉંતિ રે મા, જીંડી વૃદ્ધિસંગુયા છે सव्वलक्खणसंपन्ना, सुसीला जणसंमया ॥१३८॥
જે સુશ્રાવકો દેવદ્રવ્યની વૃદ્ધિ કરે છે તેમની ઋદ્ધિ, કીર્તિ, સુખ અને બલ વધે છે. તેમને ભક્ત, પરાક્રમી, બુદ્ધિશાળી, સર્વશારીરિક લક્ષણોથી પૂર્ણ, સુશીલ અને જનમાન્ય પુત્રોની પ્રાપ્તિ થાય છે. (૧૩૭–૧૩૮)
જે કોઈ પણ ધર્મકાર્યમાં ઉપયોગ કરી શકાય તે રીતે એકઠા કરેલા ધર્મદ્રવ્યને લોકમાં પ્રભાધન કહેવામાં આવે છે.