________________
બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય
રીતે પ્રશંસા કરે એ જુદી વાત છે. પણ ગૃહસ્થે પોતાનામાં ખરેખર ગુણ હોય તો પણ પ્રશંસાની કે માન-સન્માનની આશા નહિ રાખવી જોઈએ. આ દષ્ટાંત સાધુને એ બોધ આપે છે કે સાધુએ ગૃહસ્થની ખુશામત = ખોટી પ્રશંસા ન કરવી જોઈએ.
=
370
જેમ સંપત્તિથી અભિમાનવાળા બનેલા જીવો ધર્મસ્થાનોમાં ન આવે તેમ વિદ્યાના અભિમાનવાળા જીવો પણ ધર્મસ્થાનોમાં ન આવે.
(૫) ક્રોધ : ક્રોધના કારણે જીવ જિનવાણીનું શ્રવણ ન કરે. ઘર વગેરેમાં કોઈ સાથે બોલાચાલી થઈ ગઈ હોય કે ઝગડો થયો હોય તો ક્રોધના કારણે વ્યાખ્યાનમાં આવવાનો ઉત્સાહ ન થાય. ઉપાશ્રયમાં કોઈ સાથે બોલાચાલી થઈ ગઈ હોય તો પણ ધર્મસ્થાનમાં ન આવે. આ વિષે એક પ્રસંગ છે : કલ્યાણમલ નામના એક શેઠ હતા. તે તપગચ્છના આગેવાન હતા. સહસ્રમલ નામનો એક રાજમાન્ય મંત્રી હતો. આ બંને શ્રાવકો હોવા છતાં કોઈ કારણે બંને વચ્ચે ઘણી દુશ્મનાવટ થઈ. શેઠ કલ્યાણમલ ધર્મપ્રેમી હતા. હંમેશા બંને વખત પ્રતિક્રમણ કરતા હતા. દરરોજ નિયમિત વ્યાખ્યાનનું શ્રવણ કરતા હતા. પક્ષીએ પૌષધ કરતા હતા. બહુમૂલ્ય વસ્ત્રો પહેરતા હતા, પણ માથે પાઘડી રાખતા ન હતા. તેમણે રાજસભામાં પ્રતિજ્ઞા કરી હતી કે સહસ્રમલને મારીશ ત્યારે જ પાઘડી પહેરીશ. આ પ્રતિજ્ઞાને પચીસ વર્ષો વીતી ગયા. હવે મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ ત્યાં ચાતુર્માસ પધાર્યા. મંત્રી સહસ્રમલ તેમને વંદન કરવા દરરોજ આવતા હતા. પણ સમય ચોક્કસ ન હતો. સમય મળે તેમ આવતા હતા. એકવાર રાતે વંદન માટે આવ્યા. ઉપાધ્યાયજીએ તેમને કહ્યું : શેઠ મહાક્રોધી છે. તેમણે તમને મારવાની પ્રતિજ્ઞા કરી છે. માટે રાતે એક્લા જવા – આવવાનું ન રાખવું... પ્રતિક્રમણ પછી સામાયિક લઈને અંધારામાં બેઠેલા શેઠે આ સાંભળ્યું. તેમને ઉપાધ્યાયજી ઉપર ઘણો ગુસ્સો આવ્યો. હવે તેમણે ઉપાશ્રયમાં આવવાનું છોડી દીધું. પ્રતિક્રમણ અને પૌષધ વગેરે ધર્મક્રિયા ઘરે કરવા લાગ્યા. સંવત્સરીના દિવસે ઉપાધ્યાયજીએ વિચાર્યું કે શેઠ ક્રોધી ભલે છે, પણ શુદ્ધ સમ્યક્ત્વધારી છે. કારણ કે બીજા ગચ્છના આગેવાનોએ તેમને પોતાના સ્થાનમાં પર્યુષણમાં આવવા કહ્યું છતાં ‘“તમે ઉત્સૂત્ર ભાષી છો’’ એમ કહીને ન ગયા. તો મારે તેમને ખમાવવા જ જોઈએ. અન્યથા મારું પ્રતિક્રમણ શુદ્ધ ન થાય. આમ વિચારીને ચૈત્યપરિપાટી કર્યા પછી સાધુની સાથે શેઠના ઘરે ગયા. શેઠ ઘરના બીજા માળે પોતાના કુટુંબ સાથે પૌષધ લઈને રહ્યા હતા. ઉપાધ્યાયજીએ તેમને સમતાનો ઉપદેશ આપ્યો. ખમતખામણાનો પરમાર્થ સમજાવ્યો. આથી શેઠનો ક્રોધ શમી ગયો. બંનેએ પરસ્પર ક્ષમાપના કરી. સૌ વાજતે ગાજતે ઉપાશ્રયે આવ્યા. સંવત્સરી પ્રતિક્રમણમાં ફરી મહોપાધ્યાયજીએ સંઘની સાથે શેઠને ખમાવ્યા. શેઠે મંત્રીને ખમાવ્યો. સૌનું મન શુદ્ધ થયું. બંને બીજા દિવસે એક સાથે બેસીને જમ્યા. આમ બંનેએ પચીસ વર્ષનું જુનું વેર વોસિરાવી દીધું. જેમ અહીં શેઠે ક્રોધથી ઉપાશ્રયમાં આવવાનું છોડી દીધું, અને એથી જિનવાણીનું શ્રવણ બંધ કર્યું, તેમ બીજા જીવો પણ ક્રોધથી જિનવાણીનું શ્રવણ બંધ કરે એવું બને.
(૬) પ્રમાદ : પ્રમાદના મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિથા એમ પાંચ પ્રકાર છે. મદ્ય એટલે દારૂ. દારૂના કેફવાળાને શુદ્ધિ જ હોતી નથી. આથી તે જિનવાણીનું શ્રવણ કરવા કેવી રીતે આવે ? દારૂના વ્યસની માણસો દારૂનો નશો ન હોય ત્યારે પણ પ્રાય: ધર્મસ્થાનમાં ન આવે. વિષય એટલે પાંચ ઇંદ્રિયોના વિષયસુખો. વિષય સુખોમાં આસક્તિવાળો જીવ જિનવાણીનું શ્રવણ ન કરે. વિષયસુખોમાં આસક્તિવાળા જીવને પ્રાય: ધર્મસ્થાનોમાં આવવાનું મન ન થાય. કષાયના ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર પ્રકાર છે. ક્રોંધ આદિના કારણે જિનવાણીનું શ્રવણ ન થાય એનું વર્ણન પૂર્વે આવી ગયું છે. લોભનું વર્ણન હવે આવશે. નિદ્રાના કારણે