SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર રૂપિયાનો ખર્ચ થયો એ નિષ્ઠાન ક્થા છે.’’ દેશકથા : દેશ એટલે રાષ્ટ્ર. દેશની થા તે દેશકથા. દેશથા પણ છંદસ્, વિધિ, વિકલ્પ અને નેપથ્ય એમ ચાર પ્રકારની છે. ઋષિઓએ કહ્યું છે કે – “છંદસ્ એટલે ગમ્ય-અગમ્યનો વિભાગ. જેમકે લાટ દેશના લોકોમાં મામાની દીકરી ગમ્ય છે= એની સાથે લગ્ન કરી શકાય છે. ગોલ વગેરે અન્ય દેશોમાં તે બહેન ગણાય છે, એથી અગમ્ય છે. આ દેશ છંદસ્ વિકથા છે. વિધિ એટલે વિરચના. ભોજન, મણિ, ભૂમિકા (=માળ) વગેરેની રચના. અથવા જે દેશમાં જે વાનગી પહેલાં ખવાય તેની વિધિ. અથવા ચોરીમાં પ્રવેશ વગેરે વિવાહ વિધિ. ટુંકમાં તે તે દેશમાં ભોજન અને વિવાહ વગેરેનો જે જે પ્રકાર હોય જે જે ક્રમ હોય વગેરેની ક્થા કરવી તે વિધિથા છે. ધાન્યની ઉત્પત્તિ એ દેશવિકલ્પ વિધિ છે. જેમકે – ક્યારા, કૂવા, નીક, નદી, નહેર, ડાંગરના રોપા વગેરેની ક્યા દેશવિકલ્પ ક્થા છે. તથા ઘર અને મંદિરના ભેદો, ગામ અને નગર વગેરેની સ્થાપના (=નિર્માણ) વગેરેની ક્યા પણ દેશવિકલ્પ થા છે. નેપથ્યકથા આ છે – નેપથ્ય એટલે વેશ. સ્ત્રી-પુરુષોનો વેશ સ્વાભાવિક અને વૈક્રિય એમ બે પ્રકારનો હોય છે. વૈક્રિય એટલે વિભૂષા માટે ખાસ બનાવેલો હોય તે. જેમકે મસ્તકમાં રહેલા વાળ (વીગ) વગેરે. કેટલાકને વાળ સ્વાભાવિક હોય છે, તો કોઈકના વાળ બનાવેલા હોય છે. સ્ત્રી-પુરુષના વેશની થા તે દેશ–નેપથ્ય કથા છે.’’ 360 શ્રાદ્ધદિનકૃત્ય રાજકથા : રાજાની કથા તે રાજક્થા. આ કથા પણ રાજનિર્ગમ આદિ ચાર પ્રકારની છે. ઋષિઓએ કહ્યું છે કે – ‘‘નિર્ગમ, અતિગમન, બલ, કોશ–કોષ્ઠાગાર એમ ચાર પ્રકારની રાજકથા છે. આજે આવા પ્રકારની ઋદ્ધિવાળો રાજા વિભૂતિથી નગરમાંથી નીકળે છે. હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયેલો રાજા ઉદયાચલ પર્વત ઉપર રહેલા સૂર્યની જેમ શોભે છે. આ રાજનિર્ગમ ક્થા છે. ઈન્દ્ર અમરાપુરીમાં જાય તેમ રાજા નગરમાં પ્રવેશ કરે છે. આ અતિગમન થા છે. રાજાના આટલા અશ્વો, હાથીઓ, રથો અને પાયદળ છે. આ બલ કથા છે. કોશ એટલે રાજાનો ધનભંડાર. કોષ્ઠાગાર એટલે ધાન્યના કોઠારો. રાજાનો આટલા ક્રોડ કોશ છે. રાજાના આટલા કોઠારો છે. આ કોશ-કોષ્ઠાગાર ક્થા છે.’’ જાનપદકથા : જનપદ એટલે દેશ. જનપદમાં થયેલા લોકો જાનપદ કહેવાય. દેશના લોકોની ક્થા તે જાનપદ કથા.* તે આ પ્રમાણે – ‘‘અહીં જેવા રૂપાળા, તેજસ્વી, ધનવાન અને દાનવીર લોકો રહે છે, તેવા બીજાઓ સ્વર્ગમાં પણ નથી.’’ નટકથા : નાટક કરનારાઓની કથા તે નટકથા. જેમકે – ‘“ઉપાધ્યાય, રૂપાળો, ભરતમુનિ પ્રણીત નાટ્ય શાસ્ત્રમાં કુશળ અને યોગ્યને શિખવાડતો આ નાટકકર્તા જાણે સાક્ષાત્ કામદેવ હોય તેવો જણાય છે.’’ નર્તકકથા : નૃત્ય કરનારા નટની ક્થા તે નર્તકકથા. જેમકે રંગભૂમિમાં ભૂમિ ઉપર નૃત્ય કરતો અને ક્ષણવારમાં આકાશમાં કૂદતો – ઉછળતો આ નટ આકાશમાં રહેલા ચંદ્રની જેવો શોભે છે. મલકથા : બે બાહુઓથી યુદ્ધ કરનારા મલ્લ કહેવાય છે. તેમની કથા તે મલકથા. જેમકે – જેવી રીતે હાથી સૂંઢથી બીજા હાથીની સાથે યુદ્ધ કરે તે રીતે ઊંચાખભાવાળો અને પહોળી છાતીવાળો મલ્લ લાંબી ભુજાઓથી બીજા મલ્લની સાથે યુદ્ધ કરે છે.’’ મુષ્ટિકથા : મુઠ્ઠીઓથી જેઓ પ્રહાર કરે તે મુષ્ટિક કહેવાય છે. મુષ્ટિકો મલ્લવિશેષ જ છે. તેમની કથા તે મુષ્ટિથા. જેમકે – ‘જેની કાયારૂપી લાઠી દઢ અને પુષ્ટ છે, જેણે શ્રેષ્ઠ વસ્ત્રો પહેર્યાં છે, અને જેની મુઠ્ઠી * યજ્ઞા ઈત્યાદિ બીજો અર્થ શ્રાવકોને વાંચવામાં કઠીનતા થાય એ દૃષ્ટિએ અનુવાદમાં લીધો નથી.
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy