________________
શ્રાદ્ધદિનકૃત્ય
137
ગુરુવંદન અધિકાર
बारसंगो जिणक्खाओ, सज्झाओ कहिओ बुहेहिं । तं उवइसंति जम्हा, उज्झाया तेण वुच्वंति ॥२॥ तवसंजमजोगेसुं, जो जोगो तत्थ तं पवत्तेइ । અનુ(સ)હૈં ન નિયત્તેડું, ગળતત્તિો પવત્તી ૩ ॥૨॥ थिरकरणा पुण थेरो, पवत्तिवावारिएसु अत्थेसुं ।
નો નથ સીયજ્ઞ નરૂં, સંતવતો તા થિર ળડ્ ।।૪।। (શ્રી આવ૰નિગા૰ ૧૬૪-૬૬૭-૧૨૧૬ ની ટીજા)
ભાવાર્થ— “જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર,–એ પાંચ આચારોનું પાલન કરનારા હોવાથી, વળી અન્ય જીવોને એ પાંચ આચારોનો ઉપદેશ વડે પ્રકાશ કરનારા હોવાથી અને પડિલેહણાદિ ક્રિયાઓ દ્વારા પંચાચારનું પાલન કરી દેખાડનારા હોવાથી ‘આચાર્ય’ કહેવાય છે. (બીજી રીતિએ આચાર્યના ૩૬ ગુણો ૩૬ પ્રકારે શાસ્ત્રમાં કહ્યા છે તે સંબોધ પ્રકરણાદિથી જાણવા.) ‘શ્રી જિનેશ્વરદેવોએ અર્થથી કહેલાં અને ગણધર ભગવંત રૂપ બુદ્ધોએ–જ્ઞાનીઓએ સૂત્ર રૂપે રચેલાં શ્રી બાર અંગો, કે જે સ્વાધ્યાય કહેવાય છે, તેનો (શ્રી આચારાંગ વિગેરે દ્વાદશાંગીનો) ઉપદેશ (એટલે પઠન-પાઠન) કરનારા–કરાવનારા હોવાથી’ તેઓ ‘ઉપાધ્યાય’ કહેવાય છે. ‘તપ, સંયમ વિગેરેની આરાધનામાં અર્થાત્ તે તે યોગોમાં જે જે આત્મા જે જે આરાધનાને માટે યોગ્ય હોય, તે તે આત્માને તે તે આરાધનામાં પ્રવર્તાવે (જોડે) અને તે તે આરાધનામાં જે અશક્ત હોય તેને તે તે માંથી રોકે, એ પ્રમાણે ગણની (સાધુસમુદાયની) સંભાળ કરનારાને ‘પ્રવર્તક’ કહ્યા છે. ‘પ્રવર્તકે તે તે આરાધનામાં જોડેલા જે સાધુઓ છતી શક્તિએ પણ પ્રમાદ કરે, તેઓને તે આરાધનામાં પુન: સ્થિર કરનારા (જોડનારા) સ્થવિરો’ કહેવાય છે. (૪)’’
અહીં વન્દનીયના પ્રકારોમાં ‘ગણાવચ્છેદક’ ને ગણ્યા નથી, તો પણ આચાર્યાદિની સાથે તેઓ પણ ગચ્છને ઉપકારક હોવાથી તેઓને પણ વન્દનીયમાં ગણવા. કહ્યું છે –
उद्भावणा पहावण, खित्तोवहिमग्गणासु अविसाइ ।
सुत्तत्थतदुभयविऊ, गणवच्छो एरिसो होइ ॥ १ ॥ ( श्री आव०नि० गा० १९९५ वृत्ति)
ભાવાર્થ— ‘‘સૂત્ર, અર્થ અને તદુભય (સૂત્રાર્થ) – એ ત્રણેય પ્રકારે શ્રુતના જાણ ગીતાર્થ, તથા જેઓ સર્વ ગણને (સાધુસમુદાયને) માટે ક્ષેત્ર (વસતિ), ઉપધિ (વસ્ત્રાદિ) તથા આહાર આદિ સંયમમાં ઉપયોગી સર્વ સામગ્રી મેળવવા માટે સતત વિહાર કરનાર (ફરનારા) અને વારંવાર પરિશ્રમ ઉઠાવવા છતાં જરાય વિષાદને (નિરુત્સાહને) નહિ કરનારા હોય, તેઓ ‘ગણાવચ્છેદક’ કહેવાય છે. (આની ટીકામાં ગણાવચ્છેદકને સ્થવિરની સાથે ભેગા ગણ્યા છે, જ્યારે ભાષ્યની અવસૂરીમાં તો રત્નાધિકને જ ગણાવચ્છેદક કહ્યા છે, માટે સંખ્યા ચારની જ ગણવી.) એ આચાર્ય વિગેરે પાંચેય (ચારેય) ચારિત્રપર્યાયથી ન્યૂન (નાના) હોય તો પણ વન્દનીય છે. તે ઉપરાંત ચારિત્ર રૂપ પર્યાયથી જે અધિક હોય (મોટા હોય) તે બધા રત્નાધિક કહેવાય, એવા પોતાનાથી દીક્ષા પર્યાયમાં જેઓ વડિલ હોય તેઓને સાધુએ વન્દન કરવું. (શ્રાવકને તો સર્વે વન્દનીય છે.) શ્રી આવશ્યકચૂર્ણીમાં તો અન્ય આચાર્યોના
* સ્થવિરના ત્રણ પ્રકારો છે. જેઓ શ્રી સમવાયાંગ નામના ચોથા અંગ સુધીના સૂત્ર–અર્થને જાણનારા હોય તેઓ ‘જ્ઞાનસ્થવિર’, જેઓનો દીક્ષાપર્યાય વીસ વર્ષનો કે તેથી વધુ હોય તેઓ ‘પર્યાયસ્થવિર' અને જેઓ જન્મથી સીત્તેર કે વધુ વર્ષની ઉમ્મરવાળા હોય તેઓ ‘વયસ્થવિર’ કહેવાય છે.