________________
બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (372)
શ્રાદ્ધદિનકૃત્ય વાત સમજાણી નથી. ધર્મક્રિયા કરનારાઓમાં પણ મોટા ભાગના જીવોને ધર્મનું વાસ્તવિક મહત્ત્વ સમજાયું નથી. એથી જ મોટા ભાગના જીવો કુલસંસ્કાર વગેરેથી થોડી ધર્મક્રિયા કરી લે છે, પણ ધર્મને ઊંડાણથી સમજવા પ્રયત્ન કરતા નથી. આ સર્વ સામાન્ય નિયમ છે કે જે વસ્તુનું મહત્ત્વ સમજાય, જે વસ્તુ ઉપયોગી લાગે, તેને મેળવવાની ઇચ્છા થાય જ. ઇચ્છા થવા છતાં ન મેળવી શકાય એ અલગ વાત છે, પણ મેળવવાની ઇચ્છા તો થાય જ. જે વસ્તુને મેળવવાની ઇચ્છા થાય તે વસ્તુ કેવી રીતે મળે, તેનો કેવી રીતે ઉપયોગ થાય, વગેરે જાણવાનું પણ મન થાય છે. લોકોને ટી.વી. અને મોટર વગેરેનું મહત્ત્વ સમજાયું છે તો તેને મેળવવાની ઇચ્છા છે. ટી.વી. અને મોટર વગેરે મેળવવાની ઇચ્છા કોને નથી ? બધા જ માણસોટી.વી. અને મોટર વગેરે મેળવી શકતા નથી એ વાત અલગ છે, પણ મેળવવાની ઇચ્છા તો બધાને જ છે. એ જ પ્રમાણે જો ધર્મનું મહત્ત્વ સમજાય તો ધર્મ મેળવવાનું મન થાય. ધર્મ મેળવવાનું મન થાય તો ધર્મ આપનારાઓ પાસે જવાનું મન થાય. ધર્મ કોણ આપે? સાધુઓ. આથી તે સાધુઓ પાસે આવે, અને ધર્મને સમજવાનો પ્રયત્ન કરે. જિનવાણીના શ્રવણ વિના ધર્મ ન સમજાય. આમ ધર્મનું મહત્ત્વ સમજાતા જિનવાણીનું શ્રવણ થાય. પણ લોકોને ધર્મનું મહત્ત્વ સમજાતું નથી. આ જ અજ્ઞાનતા છે. કેટલાક જીવો લઘુશ્મ થાય, એથી (સામાન્યથી) વિશેષ જ્ઞાન વિના ધર્મક્રિયા કરે, એમ કરતાં ગુરુ પાસે આવતા થાય, અને એથી ધર્મનું વાસ્તવિક મહત્ત્વ સમજાય. પછી દરરોજ ભાવથી જિનવાણીનું શ્રવણ કરે. જીવોને અજ્ઞાનતાના કારણે ધર્મનું મહત્ત્વ સમજાતું નથી. આથી જ મહાપુરુષોએ કહ્યું કે અજ્ઞાન વસ્તુ માષ્ટમ્ = “ખરેખર અજ્ઞાનતા મોટું કષ્ટ છે.” બધા જીવોનાં બધાં દુ:ખોનું મૂળ અજ્ઞાનતા છે.
(૧૧) વ્યાક્ષેપઃ વ્યાપ એટલે સંસારનાં કાર્યોમાં વ્યગ્રતા. ઘણા માણસો વેપાર વગેરેમાં એટલા બધાવ્યગ્ર બની જાય છે કે જેથી તેને ધર્મકરવાની ફુરસદ મળતી નથી. કોઈ પૂછે કે મહાનુભાવ!તમે વ્યાખ્યાનમાં કેમ આવતા નથી? તો જવાબ મળે કે ધંધો જ એવો છે કે એમાં જરાય સમય મળતો નથી. બહેનો પણ ઘરનાં કામોમાં એટલી બધી ગુંથાયેલી રહે છે કે જેથી જિનવાણીનું શ્રવણ કરવાની ફુરસદ મળતી નથી. વ્યાખ્યાન સાંભળવા માટે ઘરમાંથી નીકળે અને એ સમયે ઘરવાળા કહેકે શાક લાવવાનું છે, તો શાક લેવા ઉપડી જાય. આથી વ્યાખ્યાનમાં મોડો આવે અથવા વળી બીજું કામ આવી જાય તો ન પણ આવે. વ્યાખ્યાનમાં આવે ત્યારે પણ કહીને આવે કે કોઈ આવેતો, અથવા કંઈ કામ પડેતો, મને બોલાવવા આવજો. આ પ્રમાણે સંસારનાં કાર્યોમાં વ્યગ્રતા જિનવાણીના શ્રવણમાં અંતરાય કરે છે. માટે સંસારનાં કાર્યોમાં વ્યગ્રતા ઘટાડવી જોઈએ. એ માટે ધનનો લોભ ઓછો કરવો જોઈએ, તથા જીવનમાં મોજશોખોને ઓછા કરવા જોઈએ. આગળ વધીને સગવડો અને જીવન જરૂરિયાતોને પણ જેમ બને તેમ ઓછી કરવી જોઈએ. આમ થાય તો ઘણાં કામો ઓછાં થઈ જાય, અને જિનવાણીનું શ્રવણ કરવાની ફુરસદ મળે.
(૧૨) કુતૂહલ કુતૂહલ એટલે જગતનું નવું નવું જાણવાની, સાંભળવાની, અને જોવાની ઇચ્છા. કુતૂહલવૃત્તિવાળા જીવો જિનવાણીનું શ્રવણ કરવા પ્રાય: આવે નહિ. કુતૂહલવૃત્તિ જિનવાણી શ્રવણમાં અંતરાય કરે છે. વ્યાખ્યાન ચાલુ હોય ત્યારે બહારનો કોઈ મોટો અવાજ આવે, કોઈ મોટી વ્યક્તિ આવે, કોઈ અજાણી વ્યક્તિ આવે, તો તુરત શ્રોતાઓનું ચિત્ત એ તરફ જાય. એથી મુખ ગુરુ તરફથી ખસીને એ તરફ જાય. આમાં ગુરુનો પણ અનાદર થાય. નવું નવું બિનજરૂરી જાણવાની ઇચ્છા વધી. એથી છાપાઓ, નોવેલો અને તેવાં બીજાં માસિકો વગેરે દ્વારા દુનિયાનું જાણવાનું વધ્યું. એના કારણે ધર્મને જાણવાનું બંધ થઈ ગયું કે ઘટી ગયું. તેવી રીતે બિનજરૂરી નવું નવું સાંભળવાની વૃત્તિ વધી. એથી નિંદા વધી. ક્રિકેટ મેચ ચાલતી હોય ત્યારે રેડિયો દ્વારા પ્રસારિત