________________
શ્રાદ્ધદિનકૃત્ય
ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર
બાદશાહ મહણસિંહની આવી ધર્મશ્રદ્ધા જાણીને ખૂબ જ પ્રભાવિત થયો. મહણસિંહને જેલમાંથી મુક્ત કરીને તેનું
સન્માન કર્યું.
329
નિષ્પાપ જીવન જીવનારા સાધુઓ પણ જો દરરોજ પ્રતિક્રમણ કરે છે તો રાત–દિવસ અનેક પાપો કરનારા શ્રાવકે પ્રતિક્રમણ કેમ ન કરવું જોઈએ ? અર્થાત્ અવશ્ય કરવું જોઈએ.
સામાયિક આદિછ આવશ્યકરૂપ પ્રતિક્રમણના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે – દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક.
તેમાં દૈવસિક અને રાત્રિક એ બંને પ્રતિક્રમણ દરરોજ કરવાના હોય છે. દૈવસિક પ્રતિક્રમણ સાંજે અને રાત્રિક પ્રતિક્રમણ સવારે કરવામાં આવે છે. સાંજે સૂર્ય અર્ધો અસ્ત થાય ત્યારે પ્રતિક્રમણ સૂત્ર બોલાય તે રીતે દૈવસિક પ્રતિક્રમણ શરૂ કરવું જોઈએ. રાત્રિક પ્રતિક્રમણ સવારે સૂર્યોદયથી લગભગ ૧૫ મિનિટ પહેલાં પ્રતિક્રમણ પૂર્ણ થઈ જાય તે રીતે શરૂ કરવું. અપવાદથી તો દૈવસિક પ્રતિક્રમણ દિવસના ત્રીજા પ્રહરથી અર્ધરાત્રિ સુધી કરાય છે. રાત્રિક પ્રતિક્રમણ મધ્યરાત્રિથી પ્રારંભી મધ્યાહ્ન સુધી કરાય છે.
પાક્ષિક પ્રતિક્રમણ દર ચૌદસના સાંજે કરવામાં આવે છે. ચાતુર્માસિક પ્રતિક્રમણ કાર્તિક, ફાગણ અને અષાઢ એ ત્રણ માસની ચૌદસની સાંજે કરવામાં આવે છે. સાંવત્સરિક પ્રતિક્રમણ ભાદરવા સુદ ચોથના બપોર પછી કરવામાં આવે છે..
પ્રશ્ન ઃ કયા સૂત્રો બોલીને પ્રતિક્રમણ આવશ્યક કરવામાં આવે છે ?
ઉત્તર : ઈરિયાવહિયા, સવ્વસ્સવિ, ઈચ્છામિ ઠામિ., સાત લાખ, અઢાર પાપસ્થાનક અને વંદિત્તુ સૂત્ર બોલીને પ્રતિક્રમણ આવશ્યક કરવામાં આવે છે.
કાયોત્સર્ગનો અર્થ
(૫) કાયોત્સર્ગ : કાયોત્સર્ગમાં કાયા અને ઉત્સર્ગ એમ બે શબ્દો છે. ઉત્સર્ગ એટલે ત્યાગ. કાયાનો ત્યાગ તે કાયોત્સર્ગ. આ કાયોત્સર્ગ શબ્દનો માત્ર શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે :– કાયાને જરા પણ હલાવ્યા વિના કોઈપણ એકસ્થળે સ્થિર રાખીને મૌનપૂર્વક મનમાં શુભ ધ્યાન ધરવું એ કાયોત્સર્ગ છે.
કાયોત્સર્ગ કરવાનાં કારણો અને લાભો
પ્રતિક્રમણ દ્વારા જે પાપોનો ક્ષય ન થયો હોય તે પાપોનો ક્ષય કરવા, વિશેષ આરાધના કરવા, શરીરની મમતા ઘટાડવા અને કર્મ નિર્જરા માટે કાયોત્સર્ગ કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. જીવને કાયા, કંચન, કામિની, કુટુંબ વગેરે અનેક વસ્તુઓ ઉપર મમતા છે. તે બધામાં કાયા ઉપર અધિક મમતા છે, આથી જ અવસર આવતાં કાયાના રક્ષણ માટે ધન વગેરે બધું છોડવા તૈયાર થાય છે. જે ધન મેળવવા માટે ઘણી મહેનત કરી હોય, ભૂખ–
તરસ અને ઠંડી–ગરમી વગેરે તકલીફો સહન કરી હોય તે ધનને પણ કાયાના રક્ષણ માટે જીવ છોડી દે છે. આમ કાયા ઉપર સર્વાધિક મમતા હોવાથી એ મમતા દૂર થાય – ઘટે, એ માટે અરિહંત પરમાત્માએ કાયોત્સર્ગ કરવાનું કહ્યું છે. કાયોત્સર્ગથી શરીરની મમતા ઘટવા સાથે કર્મનિર્જરા પણ ઘણી થાય છે. આ વિષે કહ્યું છે કે–
中 સવારના પ્રતિક્રમણનો સમય શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથોમાં આ પ્રમાણે જણાવેલ છે— ‘આચાર્ય પ્રતિક્રમણ કરવાનો વખત થાય ત્યારે ઊંઘ ત્યજી દે અને પ્રતિક્રમણ એ રીતે કરે છે કે જેથી દસ વસ્ત્રની પડિલેહણાં પૂર્ણ થતાં જ સૂર્યોદય થાય.’’ આ પાઠના આધારે અહીં સૂર્યોદયથી લગભગ ૧૫ મિનિટ પહેલાં પ્રતિક્રમણ પૂર્ણ થઈ જાય તે રીતે શરૂ કરવું એમ લખ્યું છે.