________________
ત્રીજું વ્રત દ્વાર
(48)
શ્રાદ્ધદિનકૃત્ય
(૪) યોગ દ્વાર छण्हं तिहीण मज्झंमि, का तिही अज वासरे । किं वा कल्लाणगं अज, लोगनाहाण संतियं ॥२१॥ दारं ४॥
હવે ‘યોગ” એ ચોથું દ્વાર છે. એ દ્વારલાઘવને માટે દેવસિક આવશ્યકના અવસરે ભાવાર્થ સહિત કહેવાશે. અહીં તો તપ સંબંધી જ કહેવાય છે. કારણ કે ત૫ જ વિશિષ્ટ નિર્જરાનું કારણ છે. કહ્યું છે કે – “પરિણામથી સઘળી પ્રવૃતિઓનો ક્ષય કહ્યો છે. પરિણામથી પ્રાય: અનિકાચિત પ્રકૃતિઓનો ક્ષય થાય છે. તપથી તો નિકાચિત પ્રકૃતિઓનો પણ ક્ષય થાય છે.” આથી છ માસી તપના કાયોત્સર્ગમાં તપ સંબંધી ચિંતન કરવા માટે (૨૧મી અને ૨૨મી એ) બે ગાથાઓ કહે છે
છ તિથિઓમાં આજે કઇ તિથિ છે? અથવા આજે તીર્થકરોનું કહ્યું કલ્યાણક છે? એમ યાદ કરે.
એક માસમાં સુદ-વદ એમ બે આઠમ, સુદ-વદ એમ બે ચૌદસ, પૂનમ અને અમાસ એમ છ પર્વતિથિઓ છે. આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં તીર્થકરોના ચ્યવન અને જન્મ વગેરેથી ઓળખાયેલી તિથિ કલ્યાણક તિથિ છે.
વિવેચન
સવારે તપના કાયોત્સર્ગમાં તપ સંબંધી ચિંતન નીચે મુજબ કરવું.
તપચિંતનનો વિધિ હે જીવ! વીરપરમાત્માએ ઉત્કૃષ્ટ તપ છમાસી કર્યો હતો. તું પણ તેટલો તપ કરીશ? ત્યારે મનથી જ જવાબમાં કહે કે શક્તિ નથી, પરિણામ નથી. તેમાંથી
૧ દિવસ ન્યૂન છમાસી તપ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી. ૨ દિવસ ન્યૂન છમાસી તપ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી. ૩ દિવસ ન્યૂન છમાસી તપ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી.
આ પ્રમાણે એક એક દિવસ ઓછો કરતાં કરતાં “૨૯ દિવસ ન્યૂન છમાસી તપ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી ત્યાં સુધી બોલવું. પછી
પાંચ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ચાર માસી તપ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી. ત્રણ માસી તપ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી. બે માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. એક માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૨૯ ઉપવાસ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી. ૨૮ ઉપવાસ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી. ૨૭ ઉપવાસ કરીશ? શક્તિ નથી. પરિણામ નથી.
આ પ્રમાણે એક એક ઉપવાસ ઓછો કરતાં કરતાં “૧૭ ઉપવાસ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી” ત્યાં સુધી બોલવું. પછી