________________
શ્રાદ્ધદિનકૃત્ય
(377) બાવીશમંગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર ચિત્તવૃત્તિવાળાને દિવસનો ખ્યાલ ન રહ્યો, એટલે દત્ત આઠમાને બદલે સાતમા દિવસે બહાર નીકળીને કાલકાચાર્યને શિક્ષા કરવા માટે પોતે જલદી બહાર નીકળ્યો.
રાજમાર્ગો પુષ્પાદિકથી સુશોભિત બનાવ્યા હતા. સૈનિકો રક્ષણ કરતા હતા. એક માળીને જંગલ જવાની ઉતાવળ થઈ અને માર્ગ વચ્ચે જ વિષ્ટા કરી, તેના ઉપર પુષ્પો ઢાંકી દીધાં, સામંત, મંત્રી-મંડલ આદિ ઘણા પરિવાર સાથે તે રાજમાર્ગેથી જતો હતો. મનમાં આચાર્યને મારવાના પરિણામ ચાલતા હતા, મન આકુલવ્યાકુલ થયું હતું, તે સમયે ઢાંકેલી વિઝા ઘોડેસ્વારના ઘોડાની ખરીથી ઉછળી અને દત્તરાજાના મુખમાં એકદમ આવી પડી. તે ચમક્યો અને વિચારવા લાગ્યો કે, તેણે કહ્યું તે પ્રમાણે પ્રમાણ-સહિત બન્યું. તો શું આજે હું મૃત્યુ પામીશ? એમ સામતાદિને કંઈ પણ કહ્યા વગર એકદમ પાછો વળ્યો. એટલે ચિત્તમાં ક્ષોભ પામેલા સામતાદિકે જાણ્યું કે, આણે અમારી મંત્રણા નક્કી જાણી લીધી છે, તો આજે તે રાજકુલમાં પ્રવેશ ન કરે તે પહેલા તેને પકડી લઈએ.
એ પ્રમાણે ગ્રહણ ક્ય, લડવા લાગ્યો, જ્યારે તે પલાયન થવા લાગ્યો, ત્યારે તેઓએ પૂર્વના જિતશત્રુ રાજાને લાવીને ત્યાં રાજ્ય બેસાડ્યો. તેઓએ તુરુમિણિ દત્તનું રાજાને પ્રથમ ભેંટણું ક્યું. તેણે પણ તે દત્તને ખરાબ હાલતમાં મારી નાખવાની આજ્ઞા કરી. એટલે હાથ-પગમાં બેડી જકડીને જેમાં દુષ્ટ પુષ્ટ શરીરવાળા શ્વાનો રહેલા છે, જેના તળિયા નીચે અગ્નિની ભયંકર જ્વાળા સળગી રહેલી છે, એવી કુંભમાં શ્વાનોએ તેના શરીરના ટૂડે ટૂકડા કરી નાખ્યા અને તે કુંભીપાકમાં અગ્નિથી શેકાઈને મૃત્યુ પામ્યો, નરકમાં ઉત્પન્ન થયેલો તે તીવ્ર વેદનાઓ સહન કરવા લાગ્યો.
શ્રી કાલક આચાર્ય લાંબા કાળ સુધી સાધુ-પર્યાય પાલન કરીને દેવલોક પામ્યા. સંકટમાં પણ યથાર્થવાદીપણાનો ત્યાગ ન કર્યો. (અહીં દત્તરાજાની કથા ઉપદેશમાળા ગ્રંથના ગુજરાતી અનુવાદમાંથી અક્ષરશ: સાભાર ઉદ્ધત કરી છે.) (૨૮૧)
दुल्लहं सद्धं च लभ्रूणं, उजमन्ति न जे पुणो । - ઘમૅનિક્યૉ , ઑહિં ગપ્પા હુ વંચિગ ર૮રા
જે જીવો દુર્લભ શ્રદ્ધાને પણ મેળવીને જિનોક્ત દેશવિરતિ-સર્વવિરતિરૂપ ધર્મમાં ઉદ્યમ કરતા નથી તેમણે પોતાના આત્માને જ છેતર્યો છે.
અહીં ભાવના આ પ્રમાણે છે – ઘણા ભાગ્યસમૂહથી પ્રાપ્ત કરી શકાય તેવી દુર્લભ સર્વ સામગ્રી હોવા છતાં જેઓ વિષમ વિષ સમાન વિષયસુખનો અંશ મેળવવાની ઇચ્છાવાળા બનીને ક્રિયા કરવામાં આળસુ છે તેમણે અનંત મોક્ષસુખ રૂપ અમૃતનો આસ્વાદ લેવામાં વિમુખ હોવાથી પોતાના આત્માને જ છેતર્યો છે. કહ્યું છે કે- “જે મનુષ્ય માનવભવને ઇન્દ્રિયોના વિષય સુખમાં પસાર કરે છે તે લોઢું મેળવવા માટે સમુદ્રમાં નાવને ભાંગે છે, દોરો મેળવવા માટે વૈડૂર્યમણિને તોડે છે, ભસ્મ મેળવવા માટે સારા ચંદનને બાળે છે.” (૨૮૨) .. जिणधम्मो हु लोगंमि, अपुव्वो कप्पपायवो ।
सग्गापवग्गसुक्खाणं, फलाणं दायगो इमो ॥२८३॥