________________
282
પંદરમું ભોજન દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય જાય છે. આથી જ મહાપુરુષોએ કહ્યું છે કે – “જેમણે જિનેશ્વર દેવને દયમાં ધારણ કર્યાનથી, જેમણે દીનનો ઉદ્ધાર ક્ય નથી, જેમણે સાધર્મિકની ભક્તિ કરી નથી, તે મનુષ્યભવને હારી જાય છે.”
સાધર્મિક વાત્સલ્યનું મહત્ત્વ જૈનધર્મમાં સાધર્મિક વાત્સલ્યનું મહત્ત્વ ઘણું છે. પણ તે મહત્ત્વતેને જ સમજાય કે જેને જિનધર્મનું મહત્ત્વ સમજાય. કારણ કે સાધર્મિકનો સંબંધ ધર્મના કારણે છે. જેને ધર્મનું મહત્ત્વન સમજાય તેને ધર્મને બતાવનાર દેવગુરુ ઉપર અને ધર્મ કરનારાઓ ઉપર વાસ્તવિક પ્રેમ ન જાગે. જેને ધર્મનું મહત્ત્વ સમજાય છે, તેને પોતાના કુટુંબ કરતાં પણ સાધર્મિક ઉપર અધિક પ્રેમ હોય. એ સમજતો હોય છે કે કુટુંબના પાલન-પોષણથી સંસારની વૃદ્ધિ થવાથી મારું દુ:ખ વધે છે, જ્યારે સાધર્મિક ભક્તિથી સંસારની હાનિ થવાથી મારું સુખ વધે છે.
સાધર્મિક વાત્સલ્યનું મહત્ત્વ જણાવતાં મહાપુરુષોએ કહ્યું છે કે- “બુદ્ધિરૂપી ત્રાજવાના એક પલ્લામાં સર્વધર્મો મૂકવામાં આવે અને બીજા પલ્લામાં સાધર્મિક વાત્સલ્ય મૂકવામાં આવે તો બંને પલ્લા સમાન થાય.'
આનો ભાવ એ છે કે – એક મનુષ્ય સર્વ ધર્મોનું આરાધન કરે છે અને બીજો મનુષ્ય સાધર્મિક વાત્સલ્ય કરે તો બંનેને સમાન લાભ થાય.
આ વાત ટાઢા પહોરના ગપ્પા નથી, કિંતુ અનંતજ્ઞાનીઓએ કહેલી હોવાથી પરમ સત્ય છે. આનું કારણ એ છે કે– કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણથી સમાન લાભ મળે છે. સાધર્મિક વાત્સલ્ય કરનાર સઘળા સાધર્મિકોના ધર્મની અનુમોદના કરે. દરેક સાધર્મિકમાં જુદો જુદો વિશેષ ધર્મ હોય છે. જેમકે કોઈ સાધર્મિકમાં તપધર્મ વિશેષ હોય છે, કોઈ સાધર્મિકમાં કિયાધર્મ વિશેષ રૂપે હોય, કોઈ સાધર્મિમાં દેવભક્તિ વિશેષરૂપે હોય. સાધર્મિક ભક્તિ કરવાથી બધા જ ધર્મોની અનુમોદના થાય. અનુમોદનાથી એ બધા ધર્મોનો લાભ મળે છે.
સાધર્મિક વાત્સલ્યના પ્રકારો સાધર્મિવાત્સલ્ય એટલે સાધર્મિક ભક્તિ. ભક્તિના અનેક પ્રકારો છે. આજે ઘણા સાધર્મિક વાત્સલ્ય એટલે સાધર્મિકને જમાડવા એટલો જ અર્થકરે છે, પણ એ અજ્ઞાનતા છે. સાધર્મિકને જમાડવાએ સાધર્મિક ભક્તિ છે એમાં જરાય ના નથી. પણ એ જ સાધર્મિક ભક્તિ છે એવું નથી. જેમ (૧) સાધર્મિકને જમાડવા એ સાધર્મિક ભક્તિ છે તેમ (૨) વસ્ત્રો વગેરે આપીને સન્માન કરવું, (૩) આપત્તિમાં મૂકાયેલા સાધર્મિકની આપત્તિદૂર કરવી, (૪) અંતરાયકર્મના ઉદયથી જેની લક્ષ્મી ચાલી ગઈ છે, તેને તેના ઉપાયોથી પગભર કરવા, (૫) અંતરાયર્મના ઉદયથી જે સાધર્મિક પ્રથમથી જ ગરીબ હોય તેને તેની આજીવિકા સારી રીતે થાય તેવો પ્રયત્ન કરવો વગેરે પણ સાધર્મિક ભક્તિ છે. સાધર્મિકને જમાડવા આદિથી ભક્તિ કરવાનું જણાવતાં મહાપુરુષોએ કહ્યું છે કે – “પુત્ર આદિનો જન્મ, વિવાહ, વગેરે સાંસારિક પ્રસંગો અને તપની પૂર્ણાહુતિ, જિનમહોત્સવ વગેરે ધાર્મિક પ્રસંગોમાં સાધર્મિકોને આમંત્રણ આપીને શક્તિ મુજબ ભોજન કરાવીને વસ્ત્રો આદિ આપીને સન્માન કરવું.”
વાત્સલ્યના ચાર પ્રકાર આર્થિકસ્થિતિથી નબળા ગણાતા સાધર્મિકોની ભક્તિમાં કુમારપાળ મહારાજાનું દટાંત પ્રેરક છે. તેઓ જિનધર્મ પામ્યા પછી ૧૪વર્ષ સુધી જીવ્યા. આ ૧૪વર્ષદરમ્યાન તેમણે ૧૪ કોડ ધનનો સાધર્મિક ભક્તિમાં વ્યય કર્યો. તથા રાજ્યમાં જ્યાં જ્યાં ખાલી જગ્યાઓ હતી ત્યાંત્યાં શ્રાવકોને રાખ્યા. મહેલમાંકે ઘરકામમાં પણ પહેલી પસંદગી નિર્ધન શ્રાવકોની કરતા હતા, અને તેમને સારો પગાર આપતા હતા. તેમણે ઘણા શ્રાવકોને વેપાર આદિમાં