________________
શ્રાદ્ધદિનકૃત્ય
નવમું વંદન દ્વાર
૧૫. પાટલૂછણું કર્યા પછી અંગલૂછણું કરતાં પહેલાં ગભારાની બહાર જઇને હાથ સારી રીતે ધોવા જોઈએ. ૧૬. પ્રભુપ્રતિમાના અને ગુરુમૂર્તિ માટેનાં અંગલૂછણાં અલગ-અલગ જ રાખવા જોઇએ. પ્રભુપ્રતિમાના અંગલૂછણાં ગુરુમૂર્તિ માટે અને ગુરુમૂર્તિ માટેનાં અંગલૂછણાં પ્રભુપ્રતિમા માટે વપરાય નહીં, નહિતર આશાતના થાય. એ પ્રમાણે દેવ-દેવી અંગે પણ જાણવું.
111
૧૭. પૂજાના ચંદનમાં નખ બોળાય નહીં. નખ વધેલ રખાય નહીં અને પ્રભુજીને નખ ન લાગે તેની ખાસ કાળજી રાખવી.
૧૮. કેશર પોતાની જાતે જ ઘસવું જોઈએ. કદાચ ક્યારેક સમય, સંયોગોની અનુકૂળતા ન હોય તો જોઈતા પ્રમાણમાં લેવું, બગાડ ન થાય તેનો ખાસ ખ્યાલ રાખવો. થાળી, વાટકી સ્વદ્રવ્યની જ રાખવી જોઈએ. ક્યારેક લેવી પડે તો પૂજા કરી લીધા પછી ધોઈને જ્યાંથી લીધી હોય ત્યાં મૂકવી. કેશર રેલા ઉતરે તેટલું પાતળું અને પાણી જેવું ન હોવું જોઈએ.
૧૯. પૂજા કરતી વખતે પ્રભુજી અને આપણા શરીર વચ્ચે થોડું અંતર રાખવું જોઈએ. જેથી આપણા વસ્ત્રો કે શરીર પ્રભુજીને અડે નહીં. અંગપૂજાના પ્રયોજન વિના પ્રભુજીની નજીક ઊભા પણ રહેવાય નહીં.
૨૦. પ્રભુ પૂજા સંપૂર્ણ મૌનપણે પરમાત્મામાં લયલીન બનીને શુદ્ધ ભાવપૂર્વક, એકગ્ર મને, શાંત ચિત્તે, મનની સ્થિરતાથી, શાંતિથી કરવી જોઈએ. પૂજા કરવામાં ઉતાવળ ન કરાય.
૨૧. પૂજા પ્રભુજીનાં નવ અંગે જ કરવાની છે. પ્રભુજીનાં નવ અંગ સિવાય હથેળી કે લાંછન કે બીજે ક્યાંય પૂજા કરવાની નથી.
૨૨. પ્રભુજીના જમણા પગના અંગુઠે વારંવાર પૂજા કરવી યોગ્ય નથી.
૨૩. સૌ પ્રથમ મૂળનાયક ભગવાનની પૂજા કરવી, પછી આજુબાજુના આરસનાં પ્રતિમાજીની, પંચધાતુના પ્રતિમાજીની તથા સિદ્ધચક્રની પૂજા કરવી, પછી ગુરુમૂર્તિની પૂજા કરવી, પછી અધિષ્ઠાયકદેવના કપાળે અંગૂઠાથી તિલક કરવું.
૨૪. નાના ભગવાનને અભિષેક માટે લઇ જતી વખતે આજ્ઞા લેવી કે ‘હે પરમાત્મા ! કૃપા કરી મને આજ્ઞા આપો. હું પૂજા માટે આપને ગ્રહણ કરવા ઈચ્છુ છું.’’ પછી ત્રણ નવકાર ગણી બહુમાન પૂર્વક બે હાથે પ્રભુજીને ગ્રહણ કરી થાળમાં પધરાવવા.
જેમાં પ્રભુજીને પધરાવ્યા હોય તે થાળ આપણી નાભિથી ઊંચે રાખવો.
૨૫. અંગલૂછણાં કરતી વખતે પ્રતિમાજીને આડા કે ઊંધા કરાય નહીં, સીધા રાખીને જ સાવધાની પૂર્વક અંગલૂછણાં
કરવા.
૨૬. નવ અંગે પૂજા તથા વિલેપન અને આંગી આદિના પ્રયોજન વિના પ્રભુજીને અડાય નહીં, પૂજાના પ્રયોજન વિના પ્રભુજીના પગને અડાય નહીં. પ્રભુજીના ખોળામાં માથું મૂકાય નહીં.
૨૭. પરમાત્માની પુષ્પ પૂજા કરવાની છે. તેને બદલે પાંદડાં કે પાન ચડાવીએ તે ન ચાલે. તેમાં આશાતના થાય. ૨૮. અંગપૂજાના પ્રયોજન વિના વધુ સમય ગભારામાં રહેવાય નહીં.
૨૯. ગભારામાંથી, મંદિરમાંથી ભગવાનને સૂંઠ ન થાય તે રીતે નીકળવું જોઈએ. જે વીતરાગ, અરિહંત પરમાત્માની