________________
વીશમેં યતિવિશ્રામણા દ્વારા
336 )
શ્રાદ્ધદિનકૃત્ય
જાય. સેવા બરોબર કરવા છતાં તમે સેવા બરોબર કરતા નથી એમ ઠપકો આપે. આપણી ભૂલ ન હોવા છતાં ભૂલ બતાવે. ઘણું સંભળાવે. કંઈ કહેવું હોય, ત્યારે શાંતિથી કહેવાના બદલે ઉગ્રતાથી કહે, ન કહેવા જેવું કહે. આપણું અપમાન કરે. વાતવાતમાં આવેશમાં આવી જાય. આવું બને ત્યારે પણ આપણને બીમાર પ્રત્યે જરા, ય અણગમો ન થાય અને સેવાની ભાવના પડી ન જાય, એ માટે વિચારવું જોઈએ કે, મેં સંસારમાં કેટકેટલાનું નસાંભળવા જેવું સાંભળ્યું છે. અનેકવાર નોકર થઈને શેઠનો વિના ભૂલે ઠપકો સાંભળ્યો. ગુલામ થઈને માલિકના કડવાં વેણ સાંભળ્યાં, અરે! માલિકના હાથનો મેથીપાક પણ ચાખ્યો. પુત્રવધૂ થઈને સાસુનું ન સાંભળવા જેવું સાંભળ્યું. પત્ની થઈને પતિના પ્રકોપને સહન કર્યો. ગરીબ થઈને ધન આદિ ખાતર શ્રીમંતની ગાળો પણ હસતા મોઢે સહી. પણ એનાથી જરાય લાભ ન થયો, બલકે કર્મબંધ થયો, જ્યારે આ મહાત્માનું સહન કરવાથી અશુભ કર્મોની નિર્જરા થાય. આ માનવભવ અશુભ કર્મોને ખપાવવા માટે જ છે. કર્મનિર્જરાની તક આપીને આ મહાત્મા મારા ઉપર ઉપકાર કરે છે. આમ વિચારવાથી બીમાર પ્રત્યે અણગમો ન થાય, અને સેવાની ભાવના પડે નહિ,
બીમારની સેવામાં જુગુપ્સા ન કરવી બીમાર મુનિની સેવા કરવામાં જ્યારે તેમના પડકે શરીર અશુચિથી ખરડાયેલ હોય ત્યારે તે સાફ કરવામાં જરાય જુગુપ્સાન થવી જોઈએ. જેને આવા સમયે જુગુપ્સા થાય તે સેવા કરી શકે નહિ. ક્યારેક તો ગ્લાનના મળમાં અતિશય દુર્ગધ આવે એવું પણ બને. દુર્ગધ મારતો ઝાડો પરઠવવા વગેરેમાં જેને જરાય જુગુપ્સા ન થાય તે ધન્ય છે. આવા સમયે જુગુપ્સા ન થાય એ માટે એ વિચારવું જોઈએ કે, સંસારમાં પરિભ્રમણ કરતાં હું ભંગીના ભાવમાં પણ અનેક્વાર ઉત્પન્ન થયો. ત્યાં જીવન પર્યત બીજાઓનું મેલું સાફ કર્યું. દુર્ગધથી ભરેલું મેલું સાફ કર્યું, છતાં જરાય લાભ ન થયો. બલકે કર્મબંધ થયો. અરે હું વિઝામાં જ કીડારૂપે અનંતવાર ઉત્પન્ન થયો. ત્યાં હું વિઝા ખાઈને જીવ્યો. ત્યાં જુગુપ્સા ન કરી, તો અત્યારે આ મહાત્માના મળ પરઠવવા આદિમાં હું શા માટે જુગુપ્સા કરું ? આવા માત્માની સેવા મારા આત્માને પવિત્ર બનાવનારી છે. મંદિષેણ મુનિને યાદ કરો. બીમાર ગમે તેમ બોલે છતાં ક્ષમા રાખવી અને મળની જુગુપ્સા ન કરવી, એ બંને વિષયમાં નંદિણમુનિનું દષ્ટાંત ખૂબ જ પ્રેરક છે. બીમાર મુનિએ ગરમ થઈને નંદિષેણ મુનિને ઘણું કહ્યું. છતાં નંદિષેણ મુનિ જરા ય ગરમ ન થયા. પોતાની ભૂલ ન હોવા છતાં મિચ્છા મિ દુક્ર આપ્યું. આપણી ભૂલ ન હોય છતાં આપણને કહે ત્યારે ક્ષમા રાખવી બહુ કઠિન છે. પોતાની ભૂલ હોય ત્યારે પણ ગુરુ જરાક ઠપકો આપે તો પણ જે સહન ન કરી શકે અને એથી ગુરુ પ્રત્યે મનમાં રોષવાળા બને, તે વગર ભૂલે બીમાર ગરમ થઈને કહે તે કેવી રીતે સાંભળી શકે ? ક્ષમા કેવી રીતે રાખી શકે? પોતાના ખભા ઉપર બેઠેલા મુનિએ દુર્ગધવાળા ઝાડાથી પોતાનાં વસ્ત્રો અને શરીર ખરડી નાખ્યાં, તો પણ નંદિષેણમુનિને જરાય જુગુપ્સા ન થઈ. ઈન્દ્ર સભામાં દેવોની સમક્ષ નંદિષણના વેયાવચ્ચ ગુણની પ્રશંસા એમ ને એમ નથી કરી. વેયાવચ્ચની ભાવના થાય અને વધે એ માટે દરેક શ્રાવકે નંદિષેણ મુનિને સતત આંખ સામે રાખવા જોઈએ.
જુગુપ્સા ન થવા વિષે પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય દાનસૂરીશ્વરજી મહારાજાનો પણ એક પ્રસંગ મારા સાંભળવામાં આવ્યો છે. તેઓ એકવાર પોતાના ગુરુની સેવા માટે ગુરુની તદ્દન નજીક બેઠેલા હતા. આ વખતે તેમના ગુરુને (પૂ. ઉપાધ્યાય શ્રી વીર વિજયજી મહારાજને) ઓચિંતી ઝાડાની હાજત થઈ. સંથારામાંથી ઊઠીને આગળ જઈ શકાય તેવી પણ શક્યતા ન રહી. આથી પૂ. શ્રીદાનસૂરિજી મહારાજે પોતાના બે હાથ મૂકીને તેમાં ઝાડો લઈ લીધો. કેવી ગુરુ ભક્તિ! કેવો જુગુપ્સા ઉપર વિજય! હવે વર્તમાન વિદ્યમાન મહાત્માઓના પ્રસંગો ય વિચારીએ.