________________
શ્રાદ્ધદિનકૃત્ય
(335) વીશમ્ યતિવિશ્રામણા દ્વાર
(૨૦) યતિવિશ્રામણા દ્વાર विस्सामणं च काऊणं, पुच्छित्ता सेसकिच्चयं । गंतुं निययगेहंमि, करेइ धम्मदेसणं ॥२४४ ॥ दारं २०॥
હવેબ્લોકના પૂર્વાર્ધથીયતિવિશ્રામણા નામના વીસમાં દ્વારનું વ્યાખ્યાન કરવાપૂર્વક ઉત્તરાર્ધથી બાવીસમા ધર્મદેશના દ્વારની પ્રસ્તાવના કરતા સૂત્રકાર કહે છે
પ્રતિક્રમણ ર્યા પછી સાધુઓની વિશ્રામણા ( પગ દબાવવા વગેરે સેવા) કરે. પછી બીજા કામ માટે “આપને બીજું કામ છે?” એમ ગુરુ વગેરેને પૂછે. પછી પોતાના ઘરે જઈને ધમદશના કરે.
ઉત્સર્ગથી સાધુઓએ વિશ્રામણા કરાવવી ન જોઈએ. અપવાદપદે વિશ્રામણા કરાવવી પડે તો સાધુઓની પાસે કરાવે. સાધુઓની પાસે થઈ શકે તેમ ન હોય તો તેવા પ્રકારના શ્રાવક વગેરેની પાસેથી પણ વિશ્રામણા કરાવે. સુબાહુનાદરાંતના અનુસારેશ્રાવકના પણ ફલની યોજના કરવી, અસુબાહુની જેમ શ્રાવકને પણ વિશ્રામણાનું ઉત્તમ ફળ મળે. સુબાહુનું દષ્ટાંત ભરતેશ્વરચરિત્ર વગેરે બીજા સ્થળેથી જાણી લેવું. જોકે મહર્ષિભગવંતો વિશ્રામણા કરાવતા નથી, તો પણ પરિણામની વિશુદ્ધિથી (=સેવા કરવાના શુદ્ધ પરિણામથી) વિશ્રામણાનો લાભ આપો એમ વિનંતી કરતા શ્રાવકને કર્મનિર્જરારૂપ લાભ અને વિનય પણ થાય છે.
ગ્લાનસેવા સંબંધી વિવેચન જૈન શાસનમાં આત્મકલ્યાણ માટે અનેક યોગો બતાવેલા છે. તેમાં સેવા (વૈયાવચ્ચ) ગુણનો પણ સમાવેશ થાય છે. કર્મનિર્જરા માટે તપ અનિવાર્ય છે. તપના બાહ્ય અને અત્યંતર એવા બે ભેદ છે. બાહ્યતપથી અત્યંતર તપ અધિક શ્રેષ્ઠ છે. અત્યંતર તપમાં પણ સ્વાધ્યાય શ્રેષ્ઠ છે. સ્વાધ્યાયથી પણ વેયાવચ્ચ શ્રેષ્ઠ છે. અત્યંતર તપમાં સ્વાધ્યાય તપ શ્રેષ્ઠ છે એ વાત સંઘમાં થોડી પ્રસિદ્ધ છે, પણ સ્વાધ્યાયથી પણ વેયાવચ્ચ શ્રેષ્ઠ છે, એ વાત જોઈએ તેટલી પ્રસિદ્ધ નથી. આચાર્ય વગેરે ગુણીની સેવા કરવી તે વેયાવચ્ચ છે. વૈયાવચ્ચ (સેવા) અદ્ભુત ગુણ છે, તેમાં પણ ગ્લાન સાધુની સેવા કરવી એ આત્મકલ્યાણનું અત્યંત શ્રેષ્ઠ સાધન છે. ગ્લાન સાધુની સેવા કરવાની ભાવના થાય, અને થયેલી ભાવના અધિક પ્રબળ બને, એ માટે નીચે મુજબ વિચારણા કરવી જોઈએ.
સેવા કરી છતાં લાભ ન થયો સંસારની ચારગતિમાં પરિભ્રમણ કરતાં મેં ધન માટે અનેકની સેવા કરી, ક્યારેક ગરીબ થઈને શ્રીમંતની ધન માટે સેવા કરી, ક્યારેક નોકર થઈને શેઠની સેવા કરી, ક્યારેક રાજાની સેવા કરી, જ્યારે જેનાથી ધન મળવાની આશા બંધાઈ, ત્યારે તેની સેવા કરી, જેનું મોટું પણ જોવું ન ગમે, એવા પણ માણસની લાચાર બનીને ધન માટે સેવા કરી. મોહના કારણે પણ અનેકની સેવા કરી. ક્યારેક સાસુ-સસરાની સેવા કરી. ક્યારેક પુત્રની સેવા કરી. પુત્રની સેવામાં ઉજાગરા ક્ય, ભૂખ-તરસ વગેરે કષ્ટો સહન ક્ય. બીજી પણ અનેક તકલીફો વેઠી. આવી અનેકવિધ સેવા જીવનપર્યત કરી. આમ મેંધન અને મોહ આદિથી અનંતવાર સેવા કરી પણ કોઈ લાભ ન થયો. ઉપરથી કર્મબંધ થવાથી નુકસાન થયું. પણ હવે ગ્લાન સાધુની એવી સેવા કરું કે, જેથી મારા આત્માનો આ સંસારથી જલદી નિસ્તાર થઈ જાય.
બીમારની સેવા કરતાં શું વિચારવું? આપણે બીમારની સેવા કરીએ, ત્યારે સંભવ છે કે સેવા બરોબર કરવા છતાં બીમારને ઓછું આવી