________________
શ્રાદ્ધદિનકૃત્ય
(337)
વીશમ્ યતિવિશ્રામણા દ્વાર
એક વૃદ્ધમુનિને મળસૂકાઈને ગાંઠાવાળો બની ગયો. કોઈ પણ હિસાબે સ્પંડિલ થાય નહિ. એથી સેવાકારક મુનિવરે મળદ્વારમાં આંગળી નાખીને મળના ગાંઠા બહાર કાઢ્યા ને બીમારને શાતા ઉપજાવી. એક બીમાર મુનિને એકવાર એક સેકન્ડ પણ રોકી ન શકાય, એવી ઝાડાની શંકા થઈ. જમીન પર જ એમણે શંકા ટાળી. ઢીલો મળ હોવા છતાં સેવાભાવી મુનિરાજે બે હાથે જરાય જુગુપ્સા કર્યા વિના એ મળને ટબમાં ભેગો કરીને પરઠવી દીધો. વર્તમાન કાળમાંય આવા સેવાવ્રતધારી મુનિવરો જોવા મળે છે.
સેવ્યની સેવાથી થતા લાભો સેવા લાયક ગુણી મહાત્માઓની સેવા કરવાથી નીચે મુજબ લાભ થાય છે.
(૧) ગુણોની પ્રાપ્તિ થાય. સામાન્યથી નિયમ છે કે, જે વસ્તુમાં જે હોય તે વસ્તુનું સેવન કરનારને તે મળે છે. જેમ કે ચંદ્રમાં શીતલતા ગુણ છે, તો એનું સેવન કરનારને શીતલતા મળે છે. સૂર્યમાં ગરમી છે, તો તેનું સેવન કરનારને ગરમી મળે છે. ગુલાબના પુષ્પમાં સુવાસ છે, તો તેની પાસે જનારને સુવાસ મળે છે. ઉદ્યાનમાં ફરતા માણસને ઠંડી હવા મળે છે. કોયલ પાસે જનારને મીઠા શબ્દો સાંભળવા મળે છે. એ પ્રમાણે ગુણી મહાત્માની સેવા કરનારને ગુણોની પ્રાપ્તિ થાય છે. (૨) સમાધિ મળે. સામાન્યથી નિયમ છે કે, યાકૂ વિતીર્યત દ્વાનં
તાદ્યતે || “આપણે બીજાને જેવું આપીએ તેવું આપણને મળે”. વેયાવચ્ચ કરવાથી સેવ્યને સમાધિ મળે છે. આથી સેવકને પણ સમાધિની પ્રાપ્તિ થાય છે. અહીં સમાધિ એટલે માત્ર મૃત્યુ સમયે જ સમાધિ રહે એવું નથી. સંપૂર્ણ જીવનમાં સમાધિ રહે. એથી પ્રતિકૂળતા, અપમાન વગેરેના પ્રસંગો પ્રાપ્ત થવા છતાં આત્મા દ્વેષ-ક્રોધને આધીન ન બને. આમાં પહેલી વાત તો એ છે કે, વૈયાવચ્ચના શુભ પરિણામથી અસમાધિ થાય તેવા પ્રસંગોને ઉત્પન્ન કરનારાં અશુભ કર્મોનો ક્ષય થઈ જાય. એથી અસમાધિ થાય તેવા પ્રસંગો જ ઉપસ્થિત ન થાય. બીજી વાત એ છે કે કદાચ અસમાધિ થાય તેવા પ્રસંગોને ઉત્પન્ન કરનારાં અશુભ કર્મોનો ક્ષય ન થયો હોય, એથી અસમાધિ થાય તેવા પ્રસંગો ઉપસ્થિત થાય, તો પણ આત્મામાં અસમાધિ ન થાય.
સમાધિની મહત્તા જીવનમાં સમાધિ અત્યંત આવશ્યક છે. કારણ કે જ્યાં સમાધિ છે, ત્યાં શાંતિ છે, સુખ છે. જ્યાં અસમાધિ છે, ત્યાં અશાંતિ છે, દુઃખ છે. માટે જ આપણે દરરોજ ભગવાન પાસે “સમાવિરમુત્તમ દિતુ” એમ બોલીને ભગવાન પાસે સમાધિની માગણી કરીએ છીએ. આવી સમાધિની પ્રાપ્તિ સાધુસેવાથી થાય છે. માટે શ્રાવકે સાધુસેવા અવશ્ય કરવી જોઇએ. ભગવાન પાસે “સમાવિરમુત્તમ દિત” એમ માત્ર બોલ્યા કરે અને ભગવાને બતાવેલા સમાધિના ઉપાયો તરફ દુર્લક્ષ રાખે, તો એ માગણીનો કોઈ અર્થ નથી. સમાધિનું (=સમતાનું) વિશેષ વર્ણન ૧લ્મા દ્વારમાં કરવામાં આવ્યું છે.
(૩) વૈયાવચ્ચથી શાતા મળે છે. કારણ કે વૈયાવચ્ચથી શાતા વેદનીય કર્મ બંધાય છે. એ કર્મનો ઉદય થાય ત્યારે શાતા મળે છે. આ રીતે જોઈએ તોવેયાવચ્ચથીકેવો ઉત્તમ લાભ થાય છે કે, જેથી વર્તમાનજીવનમાં સમાધિ મળે અને પરલોકમાં શાતા મળે.
(૪) વેયાવચ્ચ કરતાં ઉત્કૃષ્ટ પરિણામ થઈ જાય તો તીર્થકર પદની પ્રાપ્તિ થાય. આ વિષે રેવતી શ્રાવિકાનું દદાંત પૂર્વે યતિપૃચ્છા નામના બારમા દ્વારમાં જણાવ્યું છે.