________________
આઠમું સત્કાર દ્વાર
80
)
શ્રાદ્ધદિનકૃત્ય
(૮) સત્કાર દ્વાર पुप्फतंबोलमाईणि, सचित्ताणि विवजए । छत्तवाहणमाईणि, अचित्ताणि तहेव य ॥४९॥ दारं ८॥ काऊणं उत्तमंगंपि, अंजलिं भत्तिसंजुओ । भणई दिढे जिणिंदंमि, नमो भुवणबंधुणो ॥५०॥
આઠમું સત્કાર” દ્વાર છે. તેમાં જિનમંદિર પ્રવેશમાં પાંચ પ્રકારના અભિગમને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર બે ગાથાઓને કહે છે – (૧) (પોતાના ઉપભોગ માટે રાખેલી) પુષ્પ, તંબોલ, સરસવ અને દૂર્વા (ધ્રોખડ નામની વનસ્પતિ) વગેરે
સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરે. (૨) (પોતાની મહત્તા બતાવવાને અનુકૂળતા માટે રાખેલી) છત્ર, વાહન, તલવાર, મુકુટ અને પાદુકા વગેરે
અચિત્ત વસ્તુઓનો ત્યાગ કરે. બાકીની આભૂષણ વગેરે વસ્તુઓનો ત્યાગ ન કરે. (૩) ઉત્તરાસંગ કરે = શરીર ઉપર ખેસ નાખે. (૪) શ્રી જિનેન્દ્રના દર્શન થતાં જ ભક્તિથી યુક્ત બનીને અને મસ્તકે બે હાથ જોડવારૂપ અંજલિ કરીને
“ભુવનબંધુને નમસ્કાર થાઓ” એમ કહે. (૫) મનની એકાગ્રતા કરે.
વિવેચન
પાંચ અભિગમ અભિગમ એટલે વિનય. જગતમાં સર્વ સ્થાનોમાં વિનયની મુખ્યતા છે. તમારે કોઈ વડાપ્રધાનને ઇન્ટરવ્યુ આપવા માટે જવાનું હોય તો કેવી શિસ્તથી જાઓ? કપડાં સ્વચ્છ અને સુંદર પહેરો. વાળને બરોબર ઓળી લો.
ઓફિસમાં પ્રવેશતાં જ વડાપ્રધાનને નમસ્કાર કરો. અત્યંત નમ્ર બનીને તેની સાથે વાત કરો. વાત કરતી વખતે તમારી દષ્ટિવડાપ્રધાન સામે જ હોય, આડા-અવળા ડાફોડિયાના મારો. કદાચવડાપ્રધાન આજુ-બાજુ નજર કરે તો પણ તમારી નજર તો વડાપ્રધાન તરફ જ મંડાયેલી રહે. વાત પૂર્ણ થયા પછી નીકળતાં આભાર વ્યક્ત કરીને નીકળો.
આમ જો વડાપ્રધાન પાસે જવામાં જો આવી બધી મર્યાદા સાચવવી પડતી હોય તો ત્રિલોકના નાથની પાસે જતી વખતે તેનાથી પણ અધિક મર્યાદા સાચવવી જરૂરી છે. એ માટે પાંચ અભિગમોને બરોબર સમજીને તેનું પાલન કરવું જોઇએ. પાંચ અભિગમ આ પ્રમાણે છે:- સચિત્ત ત્યાગ, અચિત્ત અત્યાગ, ખેસ, અંજલિ અને પ્રણિધાન.
(૧) સચિરત્યાગ:- પોતાના શરીરની શોભા માટે કે શોખ માટે પુષ્પો, તાંબૂલ, પુષ્પનો હાર, વેણી, માથામાં નાખેલાં પુષ્પો વગેરે સચિત્તવસ્તુનો ત્યાગ કરે, એટલે કે મંદિરની બહારના ભાગમાં મૂકીને મંદિરમાં પ્રવેશ કરે. આનું કારણ એ છે કે જગતના તમામ જીવોને અભયદાન આપનારા પરમાત્માની સમક્ષ પોતાની શોભા માટે કે શોખ માટે સચિત્તવસ્તુનો ઉપયોગ કરવા દ્વારા એ જીવોને દુ:ખ આપે તે યોગ્ય ન ગણાય.