________________
નવમું વંદન દ્વારા
18)
શ્રાદ્ધદિનકૃત્ય રીતે વાપરી શકાય? રેશમી વસ્ત્રો વાપરનાર આ હિંસાનો ભાગીદાર ન બને ?
ઉત્તર:- આમાં સૌથી પહેલી વાત એ છે કે– શાસ્ત્રમાં બતાવાયેલી પૂજાની વિધિના પાલનમાં થઇ જતી હિંસા વાસ્તવિક હિંસા જ નથી. ગૃહસ્થ હિંસામાં બેઠેલો છે. હિંસામાં બેઠેલા ગૃહસ્થથી ધર્મકાર્યમાં થતી અનિવાર્ય હિંસા પાપરૂપ બનતી નથી.
બીજી વાત. રેશમ સિવાયનાં ટેરેલીન અને ટેરીવલ વગેરે વસ્ત્રો પણ સર્વથા અહિંસક તો નથી. સૂતરનું કાપડ પણ સર્વથાઅહિંસક નથી. કેમકે લાખોટનમટનલો (પ્રાણીજ ચરબી) ચડાવીને તેને મર્સરાઇઝ બનાવવામાં આવે છે. કપાસના છોડવાની રક્ષા માટે જલદ દવાઓ દ્વારા હજારો જંતુઓનો નાશ કરવામાં આવે છે. એટલે કોઇ વસ્તુ હિંસાથી ઉત્પન્ન થાય તેથી તેના વાપરનારને પણ તે હિંસાનો દોષ લાગતો હોય તો સૂતરનું કાપડ વાપરનારને પણ (મટનટેલો માટે) ગાય-ભેંસ વગેરે પંચેન્દ્રિય પ્રાણીઓને તથા જીવ-જંતુઓને મારી નાખવાના પાપમાં ભાગીદાર બનવાની આપત્તિ આવે.
ત્રીજી વાત. સાચી હકીકત તો એ છે કે આજે પૂજા માટે વાપરવામાં આવતાં વસ્ત્રો માટો ભાગે રેશમમાંથી નહિ, પણ આર્ટિફિશ્યલ સિલ્કમાંથી બનતા હોય છે. એટલે તેમાં રેશમના કીડાઓના નાશનો પ્રશ્ન જ રહેતો નથી.
જે પ્યોર સિલ્ક બને છે તે પણ ખાસ પૂજાના કપડા માટે જ બનાવવામાં આવતું નથી, પણ સંસારી જીવોના મોજ-શોખ માટે સાડી-ઝબ્બા વગેરે માટે બનાવવામાં આવે છે. તે માટે તૈયાર થતા રેશમના દોરામાંથી પૂજાની જોડ બનાવવામાં આવે છે. માત્ર પૂજાનાં વસ્ત્રો માટે ક્યારેય કીડા મારવામાં આવતા નથી. તેથી પણ દોષ લાગવાનો સંભવ નથી.
મારી સમજ મુજબ આ ઉત્તર લખ્યો છે. આમ છતાં આ વિષે ગીતાર્થ ગુરુભગવંતો શાસ્ત્ર સાપેક્ષ જે નિર્ણય કરે તે માન્ય કરવો જોઈએ.
તિલક કેવી રીતે કરવું? માનવીના શરીરનાં બધાં અંગોમાં મસ્તક (લલાટ) સર્વોત્તમ અંગ છે. કારણકે માનવી જે કંઈ પ્રવૃત્તિ કરે છે તેના વિચારો પહેલાં મસ્તકમાં ઘડાય છે. આ મસ્તકથી આપણે અનેક પાપોના વિચારો અનંતવાર ક્ય, પણ ધર્મના વિચારો ન કર્યા. ધર્મના શુદ્ધ વિચારો તેને જ આવે જેના મસ્તકમાં જિનાજ્ઞાનો વાસ હોય. આથી આ મસ્તમાં હું આપની આજ્ઞાને ધારણ કરું છું એ સૂચવવા લલાટે ચંદનથી તિલક કરવાનું છે. જિનપૂજા વગેરે ધર્મ ભગવાનની આજ્ઞાને માન્યા વિના યથાર્થફળ આપનારો બનતો નથી. માટે જિનાજ્ઞાને શિરોધાર્યકરવા જિનપૂજાદિ કરતાં પહેલાં સર્વ પ્રથમ લલાટે તિલક કરવાનો વિધિ છે. તે વિધિ આ પ્રમાણે છે(૧) પવિત્ર પાટલા વગેરે ઉપર પવાસને બેસવું. (૨) તિલક માટે અલગ કરેલા કેશરથી તિલક કરવું. (૩) પુરુષોએ દીપશિખા કે બદામના આકારનું તિલક કરવું. (૪) બે બાજુના ભ્રમરના મધ્યભાગથી શરૂ કરી અર્ધલલાટ સુધી તિલક કરવું. તેમાં નીચેથી ઉપર તરફ
મશ: ઓછી પહોળાઇ કરવી. જેથી તિલક બદામ જેવો કે દીપશિખા જેવા બની જશે. (૫) બહેનોએ ગોળ તિલક કરવું. (૬) પછી ક્રમશ: ગળે, હૃદયે અને નાભિમાં તિલક કરવું. કંઠમાંતિલક કરતાં આકંઠ તારા જ ગુણો ગાવા માટે