________________
શ્રાદ્ધદિનકૃત્ય
117
ભમતીમાં ભમતાં થકાં, ભવભાવઠ દૂર પલાય; દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. ૨ જન્મમરણાદિ ભય ટાળે, સીઝે જો દર્શન કાજ; રત્નત્રય પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ. ૩ જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ દેત; જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્ત્વ સંકેત. ૪ ચય તે સંચય કર્મનો, રિક્ત કરે વળી જેહ; ચારિત્ર નિર્યુક્તિએ કહ્યું, વંદો તે ગુણગેહ. ૫ જ્ઞાન દર્શન ચારિત્ર એ, રત્નત્રયી શિવદ્વાર; ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુ:ખભંજનહાર. ૬ દર્પણ પૂજાનો હેતુ
શકાય.
પ્રશ્ન :- દર્પણપૂજાનો હેતુ શો છે ?
ઉત્તર :- દર્પણપૂજા દ્વારા એ વિચારવું કે જેમ દર્પણ નિર્મલ હોવાથી તેમાં પ્રભુનું પ્રતિબિંબ પડે છે તેમ મારું હૈયું આરીસા જેવું નિર્મલ બને તો જ પ્રભુનું પ્રતિબિંબ મારા હૈયામાં પડે, અર્થાત્ મારા હૈયામાં પ્રભુજી વસે. મલિન હૃદયવાળા આત્મામાં પ્રભુજી વસતા નથી.
નવમું વંદન દ્વાર
અથવા જેમ આ આરીસામાં પ્રભુજી દેખાય છે તેમ, કેવલજ્ઞાનરૂપી આરીસામાં આખું જગત દેખાય છે. મારે પ્રભુભક્તિથી કેવલજ્ઞાન પ્રાપ્ત કરવું છે, એમ દર્પણ પૂજા દ્વારા વિચારવાનું છે.
અથવા દર્પણના માધ્યમથી પોતાના હાથમાં પ્રભુજીને ધારણ કરવાનો લાભ મળ્યાની ભાવના પણ ભાવી
ચામર પૂજાનો હેતુ
પ્રશ્ન :- ચામરપૂજાનો હેતુ શો છે ?
ઉત્તર ઃ- પ્રભુજીનું ગૌરવ કરવા ચામરપૂજા કરવામાં આવે છે. પૂર્વે રાજાઓ સિંહાસન ઉપર બેઠેલા હોય ત્યારે રાજાની બે બાજુ બે સેવકો ઊભા રહીને રાજાને ચામર ઢાળતા હતા, એમ કરીને રાજાનું ગૌરવ કરતા હતા. આથી પ્રભુભક્ત પણ પ્રભુ સમક્ષ ચામર ઢાળીને પ્રભુનું ગૌરવ કરવા દ્વારા પ્રભુભક્તિ કરે છે. પ્રભુભક્તિના અનેક પ્રકારો છે. તેમાં ચામર ઢાળવા એ પણ ભક્તિનો એક પ્રકાર છે. આથી જ ઈન્દ્ર પાંચ રૂપો કરીને પ્રભુજીને મેરુપર્વત ઉપર લઇ જાય છે ત્યારે બે રૂપો દ્વારા બે બાજુ ચામર ઢાળે છે.
ઘંટનાદનો હેતુ
(૧) પરમાત્માના દર્શન-પૂજનથી પોતાનો આત્મા ધન્ય બન્યો એના હર્ષમાં ઘંટારવ કરવો.
(૨) શાસ્ત્રમાં પૂજાના અનેક પ્રકારો બતાવ્યા છે. તેમાં નાદપૂજા પણ છે. નાદપૂજા ઘંટ વગાડીને થાય છે. પૂજામાં રેશમી વસ્ત્રો
પ્રશ્ન :- રેશમી વસ્ત્રો અગણિત કીડાઓના નાશથી થાય છે. આથી રેશમી વસ્ત્રો ધાર્મિકાર્યોમાં કેવી