________________
ગુરુવંદન અધિકાર
160)
શ્રાદ્ધદિનકૃત્ય ત્યારે તમે છુટાછેડા માટે કેસ દાખલ કરી દેજો. એટલે તે અત્યંત દુઃખી બની જશે. સ્ત્રીને આ સલાહ ગમી. એ જ ઘડીથી તેણે વકીલની સલાહને અમલમાં મૂકી. બે-ત્રણ મહિના પછી એક સમારંભમાં તે સ્ત્રીની સાથે વકીલનો ભેટો થઈ ગયો. એટલે વકીલે તેને પૂછ્યું: મેં આપેલી સલાહ પ્રમાણે વર્તો છોને? સ્ત્રીએ કહ્યું: હાજી. વકીલે ફરી પૂછ્યું: તો હવે છૂટાછેડા લેવા માટે ક્યારે અરજી દાખલ કરું? સ્ત્રીએ સ્મિત વેરતાં કહ્યું તમારું ભેજું ગેપતો નથી થઈ ગયું ને? હું એમને છૂટાછેડા શા માટે આપું? હું તો તેમને અંતરથી ઈચ્છું છું, ચાહું છું. જેમ અહીં ભાવ વિના પતિની સેવા-ભક્તિ કરવાથી ભાવ આવી ગયો, તેમ કેટલાકને ભાવ વિના પ્રણામ કરતાં કરતાં ભાવ આવી જાય. એટલે પ્રણામ કરવાથી બે લાભ થાય. ૧. અંતરમાં ભાવ ન હોય તો તે આવે. ૨. અંતરમાં થયેલા ભાવમાં વૃદ્ધિ થાય. આથી પ્રણામની ક્રિયામાં કૃત્રિમતા નથી.
પ્રણામ કરવાની ક્રિયામાં કૃત્રિમતા નથી એ વાત જેને જચી જાયતે ઉપકારીઓને પ્રણામ કરવામાં જરાય સંકોચ ન અનુભવે. પોતે શિક્ષિત હોય, ઊંચો હોદ્દો ધરાવતો હોય, અને ઉપકારી તેવા શિક્ષિત ન હોય, તેથી તદ્દન સામાન્ય હોય, તો પણ તેવા ઉપકારીને પ્રણામ કરવામાં જરાય સંકોચન અનુભવે. તેમા-બાપ વગેરેને (ઉપકારીને) ખાનગીમાં જ નમસ્કાર કરવામાં સંકોચ ન અનુભવે એમ નહિ. કિન્તુ જાહેરમાં અનેક લોકોની વચ્ચે પણ નમસ્કાર કરવામાં જરાય સંકોચ ન અનુભવે.
જયાં નમસ્કાર નથી ત્યાં ધર્મ નથી નમન વિના ધર્મના આવે. આથી જ લલિતવિસ્તરા ગ્રંથમાંઘર્ષપ્રતિ મૂતમૂતાવન્દ્રના = "વંદના ધર્મનું મૂળ છે” એમ કહ્યું છે. નમસ્કારવિના ધર્મની પ્રાપ્તિનથાયએસૂચવવા નમસ્કાર મહામંત્રમાં નમો અરિહંતાનું એમ નમ: પદ પહેલાં મૂક્યું છે. નમો અરિહંતાળ એમ બોલો કે અરિહંતાણં નમો એમ બોલો, એબનેનો અર્થ તો “અરિહંતોને નમસ્કાર થાઓ” એવો એક જ થાય છે. આમ છતાં નમસ્કાર મહામંત્રમાં રહેતા નમો એવી રચના કરવાના બદલે નમો અરિહંતા એવી રચના “નમસ્કાર વિના ધર્મ નથી” એમ સૂચવવા કરી છે.
નમ્રતા વિના સાચો નમસ્કાર ન થાય. અહંકાર ઘટ્યા વિના પણ ભૌતિક સ્વાર્થ, દેખાવ, ગતાનુગતિક્તા વગેરે અનેક કારણોથી નમસ્કાર થાય. પણ આ નમસ્કાર સાચો નથી. આજે ઘણા એવા જોવા મળશે કે જ્યાં પોતાનો સ્વાર્થ હોય ત્યાં ઓફિસર વગેરેને અત્યંત નમ્ર બનીને નમસ્કાર કરતા હોય. ઓફિસર વગેરેને કુકીઝૂકીને નમનારાઓ પણ પોતાના મા-બાપને ગાળો પણ દે છે, તેમના પ્રત્યે તોછડાઈથી વર્તે છે. આવાઓ દેખાવ માટે નમસ્કાર કરે તો પણ ધર્મ પામેલા તો ન હોય, કિન્તુ ધર્મ પામવાને પણ લાયક ન હોય. આંતરિક નમ્રતા આવ્યા વિના ધર્મ પામવાની યોગ્યતા પણ ન આવે. આંતરિક નમ્રતા વિના સાચો નમસ્કાર ન થાય, અને સાચા નમસ્કાર વિના ધર્મની પ્રાપ્તિ ન થાય, એટલે એમ અવશ્ય કહી શકાય કે જ્યાં નમસ્કાર નથી ત્યાં ધર્મ નથી.
વિનય વિનાવિદ્યા ના આવડે જ્યાં ભાન કષાય હોય ત્યાં વિનયન હોય. અભિમાનથી વિનયનો નાશ થાય છે. આથી જ કહ્યું છે કેમના વિનયપધાતમનોતિ = માનથી ગુણીઓનો વિનય થઈ શકતો નથી. વિનય વિના વિદ્યા-જ્ઞાન ન આવે. જ્ઞાન વિના ધર્મના આવે. મહાપુરુષોએ સ્પષ્ટ કહ્યું છે કે દુ:ખનો નાશ અને સુખની પ્રામિ ધર્મથી જ થાય. ધર્મની આરાધના કરવા ધર્મનું જ્ઞાન હોવું જરૂરી છે. ધર્મના જ્ઞાન વિના ધર્મની આરાધના ન થાય. વિનય વિના ધર્મનું જ્ઞાન ન થાય. આ વિષે શ્રેણિકરાજાનું દષ્ટાંત છે.
શ્રેણિક રાજાનું દષ્ટાંત રાજગૃહી નગરીમાં ચંડાલોના આગેવાનની પત્નીને ગર્ભના કારણે આમ્રફલ ખાવાનો દોહલો થયો. દોહલો