________________
23
)
શ્રાદ્ધદિનકૃત્ય
પહેલું નમસ્કાર દ્વાર (૪) મોટા અવાજવાળો સાધુ ચોથા પ્રહરમાં સ્વાધ્યાય મનમાં કરે. (૫) નાના અવાજવાળો સાધુ પણ સંઘાટક સાથે પરાવર્તન ન કરે, ત્િ અલગ અલગ કરે.
બીજાના પાપમાં નિમિત્ત બનવું એ વધારે ખરાબ છે વહેલી સવારે મોટો અવાજ ન કરવો એ વિધાન આપણને એ બોધપાઠ આપે છે કે આપણે જેમ બીજાના દુ:ખમાં નિમિત્ત નહિ બનવું જોઈએ તેમ બીજાના પાપમાં પણ નિમિત્ત નહિ બનવું જોઇએ. બીજાના દુઃખમાં નિમિત્ત બનવા કરતાંય બીજાના પાપમાં નિમિત્ત બનવું એ વધારે અહિતકર છે. બીજાના દુ:ખમાં નિમિત્ત ન બનનાર સારો છે, પણ બીજાના પાપમાં નિમિત્ત ન બનનાર અધિક સારો છે. આથી વિવેકી જીવ જેમ બીજાના દુઃખમાં નિમિત્ત બનવાનું પસંદન કરે તેમ બીજાના પાપમાં પણ નિમિત્ત બનવાનું પસંદ ન કરે. આથી જ બલભદ્ર મુનિએનગરમાં વહોરવા જવાનું બંધ કર્યું. એમનું રૂપ અદ્ભુત હતું. સ્ત્રીઓ એમનું રૂપ જોવામાં એવી તલ્લીન બની જતી હતી કે જેથી પોતાનું કામ બરોબર કરી શક્તી ન હતી. એના કારણે અનેક અનર્થો થતા હતા. જેમકે – કોઇ સ્ત્રી એક તરફ મુનિને વહોરાવવાનું કામ કરે તો બીજી તરફ મુનિનાં રૂપ તરફ જોવાનો પ્રયત્ન કરે. એથી વહોરાવતાં વહોરાવતાં ઢોળાઈ જાય વગેરે અનર્થ થાય. એક્વાર કૂવાના કાંઠે એક બહેન પાણી ભરવા આવી, તેણે બલભદ્ર મુનિને આવતા જોયા. તેમનું રૂપ જોવામાં એ એટલી બધી તલ્લીન બની ગઇ કે જેથી દોરડું ઘડાના કાંઠામાં નાખવાને બદલે પોતાના બાળકના ગળામાં નાખવા લાગી. સહસા મુનિની દૃષ્ટિ એ તરફ પડી. મુનિએ જાણી લીધું કે આ અનર્થનું કારણ મારું રૂપ છે. માટે મારે આજથી નગરમાં વહોરવા માટેના આવવું. જંગલમાં મુસાફરો વગેરે પાસેથી નિર્દોષ જે આહાર-પાણી મળે તેનાથી નિર્વાહ કરવો. આવો નિર્ણય કરીને તે મુનિ ત્યાંથી જ પાછા ફરી ગયા. - સ્વનિમિત્તે બીજાને પાપ કરવાની તક મળે તેવું જીવન હોવું જોઈએ
આપણે બીજાને સીધી રીતે તો પાપ કરવાની પ્રેરણા નહિ કરવી જોઇએ, કિંતુ આડકતરી રીતે પણ આપણા નિમિત્તે બીજા પાપમાં ન પ્રવર્તે તેની કાળજી રાખવી જોઇએ. બીજાના પાપમાં નિમિત્ત ન બનવું એનો અર્થ બીજાને પાપની પ્રેરણા ન કરવી એટલો જ નથી, કિંતુ પ્રેરણા વિના પણ આપણા નિમિત્તે બીજાને પાપ કરવાની તક ન મળે તેવું આપણું જીવન હોવું જોઇએ. જેમકે – અનુચિત વેષ પરિધાન કરનાર સ્ત્રી બીજાને કામવિકારરૂપ પાપ કરવાની તક આપે છે. નિદા કરનાર મનુષ્ય બીજાના નિંદાશ્રવણના પાપમાં નિમિત્ત બને છે. નિંદા સાંભળનાર પણ બીજાનાનિંદા કરવાના પાપમાં નિમિત્ત બને છે. જો પોતે નિંદા કરે જ નહિતો બીજો માણસ નિંદા શ્રવણનું પાપ કરી શકે નહિ તથા જો પોતે નિંદા સાંભળે જ નહિ તો બીજો માણસ નિંદા કરી શકે નહિ. તેવી રીતે વિકથા કરવામાં કે સાંભળવામાં બીજાના પાપમાં નિમિત્ત બનીએ. બજારમાં કોઇ સારી વસ્તુ જોઇને બીજાઓની પાસે તેની પ્રશંસા કરનાર બીજાના પાપમાં નિમિત્ત બને છે. અધાર્મિક માસિક વગેરે મંગાવનાર નિરર્થક બીજાના પાપોમાં નિમિત્ત બને છે. ટી.વી. વસાવનાર બીજાઓના પાપોમાં નિમિત્ત બને છે. ટી.વી. વસાવનાર ભાવ હિંસા કરે છે. માટે ધર્મી આત્માએ આ બધું જાણીને વિવેકી બનવું જોઇએ અને નિરર્થક બીજાના પાપમાં નિમિત્ત બની જવાય તેની પૂર્ણ તકેદારી રાખવી જોઈએ. (અહીં આઠમી ગાથા પૂર્ણ થઈ.) (૮)
सिजाट्ठाणं पमुत्तूणं, चिट्ठिजा धरणीयले । भावबंधुं जगन्नाहं, नमुक्कारं तओ पढे ॥९॥ નવકાર ગણવાની જ વિધિને કહે છે