________________
બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર
362
શ્રાદ્ધદિનકૃત્ય
अन्नं चिय सावज्जं, पढमं सड्ढेण नेव कायव्वं ।
द पट्ट, आरंभे सयललोओ वि ॥ २६७॥
વળી
શ્રાવકે પર્વ નજીક આવે ત્યારે પોતાના ઘરને લેપવું–ધોળવું વગેરે બીજું પણ તેવું સાવદ્ય કાર્ય પહેલાં ન કરવું જોઈએ કે જેથી જોઈને સઘળો લોક આરંભમાં પ્રવર્તે. (૨૬૭) सव्वत्थवि जयणाए, पयट्टियव्वं तु दुक्खभीएहिं । गिहवासे वि वसंता, जयणाजुत्ता दिवं जंति ॥ २६८ ॥
જીવનપર્યંત કરવાના શ્રાવકધર્મનો ઉપદેશ કહ્યો. હવે દરરોજ ઉપયોગી એવી યતનાનો ઉપદેશ
કહે છે
ગર્ભવાસાદિ વેદનાથી ભય પામેલા શ્રાવકોએ દ્રવ્ય-ક્ષેત્રાદિ બધાય સ્થળોમાં યતનાથી જ પ્રવૃત્તિ કરવી જોઈએ. કહ્યું છે કે – ‘શ્રાવકે ત્રસજીવોની રક્ષા માટે પાણી પરિશુદ્ધ (=ગાળેલું) વાપરવું, કાષ્ઠ-અનાજ વગેરે પણ શુદ્ધ હોય તેવાં જ ગ્રહણ કરવાં, અને તેનો પણ વિધિથી (=તેમાં જીવોને જોઈને જીવો હોય તો દૂર કરીને) પરિભોગ કરવો.’' (પ્રત્યા. આવ. ચૂર્ણિ)
=
યતનાથી થતા લાભને કહે છે - ઘણા આરંભનું કારણ એવા ગૃહવાસમાં પણ રહેલા યતનાયુક્ત શ્રાવકો સ્વર્ગમાં જાય છે. કહ્યું છે કે – શ્રમણપણાની વિરાધના ન કરનાર સાધુ અને (શ્રાવકપણાની વિરાધના ન કરનાર) શ્રાવક પણ જઘન્યથી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થાય એમ ત્રણલોકને જોનારા જિનેશ્વરોએ કહ્યું છે.''
વિવેચન
જયણા વિષે ઉપદેશપદમાં કહ્યું છે કે – જયણા એ ધર્મને જન્મ આપનારી છે. (જયણાનું પાલન કરનારા જીવમાં દયાના ભાવદ્વારા અહિંસા ધર્મ પ્રગટે છે.) જયણા ધર્મનું પાલન કરનારી છે. (જયણા વિના અહિંસાધર્મનું રક્ષણ ન થાય.) જયણા ધર્મની વૃદ્ધિ કરનારી છે. (જેમ જેમ જયણા વધે તેમ તેમ અહિંસા ધર્મ વધે.) આમ જયણા એકાંતે સુખ લાવનારી છે. (૨૬૮)
सुटु वि तवं कुणतो, जयणविहूणो न पावए सिद्धिं ।
सुड्डोव्व लहइ दुक्खं, किं पुण जीवो तवविहुणो ॥ २६९ ॥
હમણાં જે કહ્યું તેનાથી ઉલટું કહે છે–
સારી રીતે (=ઉગ્ર) પણ તપ કરનાર જો જયણાથી રહિત હોય તો મોક્ષને ન પામે, અને સુસઢની જેમ દુ:ખને પામે છે. તો પછી યતનાથી રહિત જે જીવ તપથી રહિત હોય તેના માટે તો શું કહેવું ?
સુસઢની કથા
સુસઢ નાનો યુવાન જિનવાણી સાંભળીને ભવદુ:ખોથી ભય પામ્યો અને મોક્ષની અભિલાષાવાળો બન્યો. આથી તેણે દીક્ષા લીધી. ભક્તિયુક્ત તે છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, અર્ધમાસખમણ, માસખમણ, વગેરે તપ કરતો ગુરુની પાસે રહે છે. સમય જતાં તે સંયમમાં શિથિલ બન્યો. ગુરુની શિખામણને માનતો નથી.