________________
( 270 )
પંદરમું ભોજન દ્વારા
શ્રાદ્ધદિનકૃત્ય. પણ શા માટે તજી દીધાં? તું આવો નિર્દયકેમ થયો? વળી હે વત્સ! દીક્ષા લીધા પછી એક દિવસ પણ વિહારથી અમારું ગૃહાંગણ કેમ અલંકૃત ન કર્યું? હવે એવી કલ્યાણકારી તે કઈ રાત્રિ થશે કે જે રાત્રિ સ્વપ્નમાં અમને તારું દર્શન કરાવીને જીવાડશે? હે વત્સ!વ્રતની ઇચ્છાથી નિર્મોહી થઈને અમારો તો કદાચ ત્યાગ કર્યો, પણ ગુરુમહારાજ પર પણ તું કેમ નિર્મોહી થયોકે તેમને પણ તજી દીધા. આ પ્રમાણે અતિશય વિલાપકરીને ભદ્રામાતાએ ક્ષિપ્રા નદીના તટપર શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે તેના મરણ સંબંધી વિધિ કર્યો. તેની ભિનાં વસ્ત્રોવાળી પુત્રવધૂઓએ પણ વારંવાર વિલાપ કરીને ક્ષિપ્રાનદીમાં અસ્થિસમર્પણનો (હાડકાતરાવવાનો) વિધિર્યો. પછી પુત્ર મરણનાશીકરૂપ અગ્નિથી વ્યાકુળ થઈ ગયેલ ભદ્રાને સમતારૂપી અમૃતની નદી સમાન પ્રવ્રજ્યા લેવાની ઈચ્છા થઈ. તેથી ઘરે જઈને માત્ર એક સગર્ભા વધૂને ત્યાં મૂકીને અન્ય પુત્રવધૂઓની સાથે તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી પેલી સગર્ભા વધૂથી જન્મેલા પુત્ર અવંતિસુકુમાલના મરણસ્થાનપર એક મોટું દેવમંદિર કરાવ્યું. અવંતિના ભૂષણરૂપ તે મંદિર આજે પણ વિદ્યમાન છે અને લોકમાં મહાકાલ પ્રાસાદના નામથી સારી રીતે પ્રસિદ્ધ છે.
આર્યસુહસ્તી ભગવાન્ પણ અંત સમયે એક શ્રેષ્ઠ શિષ્યને ગચ્છ સોંપીને અનશનપૂર્વક દેહનો ત્યાગ કરી સુરલોકના અતિથિ થયા. (પરિશિષ્ટ પર્વના ગુજરાતી અનુવાદમાંથી સાભાર ઉધૃત)
વંકચૂલની કથા ઢીંપુરી નામના નગરમાં વિમલયશ રાજા રાજ્ય કરે. તેમને પુષ્પચૂલ–પુષ્પચૂલા નામના કુંવર-કુંવરી. હતા, બંને ભાઈ-બહેનોમાં અતિ સ્નેહહતો. પુષ્પચૂલનાનપણથી બલિષ્ઠ, જીદ્દી અને ઉદ્ધત હતો. તે મોટો થયો. તેને પરણાવ્યો છતાં તે સુધર્યોનહીં. વાંકા કામ કરનારો હોઈ તે પુષ્પચૂલ મટી લોકમાં વકચૂલના નામે પ્રસિદ્ધ થયો. દિવસે દિવસે તેની રંજાડ વધતી ગઈ ને ફરીયાદો આવવા લાગી. કોઈ મોટા અપરાધથી કુદ્ધ થયેલા રાજાએ તેને સીમાપાર ચાલ્યા જવાની શિક્ષા આપી. તેની સાથે તેની બહેન અને પત્ની પણ અનુરાગવશ ચાલ્યા. આગળ જતાં કોઈ ઘોર જંગલમાંતે ચોરની પલ્લીમાં જઈ ચડ્યો. ચોરોની સાથે તે ભળી ગયો. ત્યાં તેની બધી અપરાધવૃત્તિને બધું અનુકૂળ હતું. એમ કરતાં પોતાની તથા પ્રકારની યોગ્યતાને આધારે તે ચોરોનો નાયક અને પલ્લીનો સ્વામી થયો.
એ સિંહગુહા નામની પલ્લીમાં કેટલાક શિષ્યો સાથે એક આચાર્ય મહારાજ આવી ચડ્યા. તેમણે વંકચૂલને બોલાવી જણાવ્યું -“અમે માર્ગભૂલવાથી અહીં આવી ચડ્યા છીએ. સમીપમાં કોઈનગર નહીંને ચોમાસું બેસે છે. ચોમાસામાં અમારે વિહાર પણ કરાય નહીં. માટે વર્ષાકાળ સુધી અહીં રહેવા સ્થાન આપો.'
- વંકચૂલે કહ્યું – “મહારાજ ! એ તો મારા ભાગ્યની વાત કે આપને અમે ઉતારો આપીએ. પરંતુ આપની સંગત અમને પોષાય તેવી નથી. આપના સિદ્ધાંતથી સાવ ઉંધું અમારું જીવન છે. આપની વાણીમાં ઘણું ઓજસ હોય છે. તેથી મારા સાથીઓના હૃદય પરિવર્તનની ઘણી મોટી સંભાવના ઉભી થાય છે. માટે જો આપને અહીં રહેવું હોય તો એ નક્કી કરવું પડશે કે મારી જગ્યામાં ઉપદેશ નહીં આપો.' આચાર્યશ્રીએ કહ્યું – “સરદાર ! હૃદય પરિવર્તન કાંઈ માત્ર ઉપદેશથી થતા નથી, મૌન આચરણથી પણ થાય છે. જો તમારી ઉપદેશ સાંભળવાની ઈચ્છા જે ન હોય તો મારો શો આગ્રહ હોઈ શકે? પણ એટલું તમેય ધ્યાનમાં રાખજો કે જ્યાં સુધી અમે છીયે ત્યાં સુધી તમારે આ ભૂમિમાં હિંસા આદિ પાપો કરવા-કરાવવા નહીં. વચૂલે કહ્યું- “આટલો વિવેક તો અમે અવશ્ય સાચવીશું.” અને મહારાજજી શિષ્યો સાથે પલ્લીની ગુફાઓમાં ચોમાસું રહ્યા. વખત જતાં કાંઈ વાર લાગતી નથી. ચોમાસું પૂરું થયું. મહારાજજી જેવા માટે તૈયાર થયા. કહ્યું છે કે – સાધુ, પક્ષી, ભમરાના ટોળા, ગોકુળ અને મેઘ એક જગ્યાએ લાંબો સમય રહેતા નથી. વંકચૂલ વિહાર કરવા તૈયાર થયેલા ગુરુ મહારાજને વળાવવા ચાલ્યો. તેની સીમા પૂરી