________________
ચોવીશમું અબ્રહ્મ ત્યાગ દ્વાર
વળી બીજું–
પ્રિયપુત્ર, બંધુ, બહેન, માતા અને પત્ની માટે તું પાપો કરે છે, પણ તે બધા નાહીને કાંઠે ઊભા રહી જાય છે, અર્થાત્ પાપનું ફળ ભોગવવા સાથે આવતા નથી, અને તેમના માટે કરેલાં પાપોથી થનારા દુ:ખને તું એકલો જ ભોગવે છે.
388
શ્રાદ્ધદિનકૃત્ય
एयारिसंपि जाणतो, मग्गं सव्वन्नुदेसियं ।
न विरजामि बंधूसु, अहो निल्लज्जया मम ॥ ३०८ ॥
ગૃહવાસના સ્વરૂપને વિચારીને પોતાની જુગુપ્સા કરવા માટે કહે છે——
સર્વજ્ઞકથિત આવા પણ માર્ગને હું જાણતો હોવા છતાં બંધુઓ પ્રત્યે વિરાગ પામતો નથી. અહો ! મારું નિર્લજપણું! (૩૦૮)
निम्ममत्त सुखग्गेणं, छिंदिउं मोहपासयं ।
खंतो दंतो जियाणंगो, मुणिमग्गं पविमो ॥ ३०९॥
‘ક્યારે હું આ પ્રમાણે કરીશ’' એમ કહે છે——
ક્ષાન્ત–દાંત બનીને, કામદેવને જીતીને નિર્મમત્વરૂપ તીક્ષ્ણ તલવારથી મોહરૂપ બંધનને છેદીને હું ક્યારે મુનિમાર્ગને (=દીક્ષાને) સ્વીકારીશ ? (૩૦૯)