________________
શ્રાદ્ધદિનકૃત્ય
(135)
ગુરુવંદન અધિકાર લઈ જવાતી હથેલીઓને વચ્ચે સહજ અટકાવવી. એક વદનમાં આવાં છ આવર્તી થાય છે અને બન્ને વન્દનનાં મળી કુલ બર આવ થાય છે. (છઠ્ઠા આવર્ત પછી’ ‘વામિનવમાસમળો’ પાઠ બોલતાં પણ સામ” ની જેમ મસ્તક ગુરુચરણ (ઘા) ઉપર લગાડવું.) એ બાર આવ’નું સ્વરૂપ કહ્યું.
તે પછી વડક્ષિા' એટલે ‘ચાર શિર અર્થાત્ બબ્બે વખત મસ્તક નમાવવારૂપ શિષ્ય અને ગુરુની ક્રિયા તે ચાર શિર્ષ જાણવાં. તેમાં સ્વામિ ઉમાક્ષમળો વણિમં વર્ષ એ પાઠ બોલતાં શિષ્ય ગુરુચરણે સપૂર્ણ મસ્તક (લલાટ) નમાવે તે “એક શિષ્યનું શિર,’ તથા હવે પછી જણાવાશે તે ગુરુના ઉત્તરો પૈકી મહેમવિવામિ તુમં” એમ ઉત્તર વાળતાં ગુરુ મહારાજ પણ શિષ્યને કાંઈક (સહેજ) મસ્તક નમાવે તે એક ગુરુનું શિર,’ એમ એક વન્દનમાં ગુરુ-શિષ્યનાં મળી છે અને બે વન્દનમાં બલ્બ મળી કુલ ચાર શિર જાણવાં.
‘ત્રિ’ એટલે મન, વચન અને કાયાની વન્દનની ક્રિયામાં એકાગ્રતા રૂપ ત્રણ ગુમિ જાણવી. અર્થાત્ વન્દન કરતાં મનની એકાગ્રતા કરવી, વચનથી અખલિત–શુદ્ધ ઉચ્ચારપૂર્વક વન્દનસૂત્ર બોલવું અને કાયાથી અવનત–યથાજાત-આવર્ત-શિર્ષ વિગેરેને સપૂર્ણ આચરવાં (કરવાં), એમ મન, વચન અને કાયાને વન્દન સિવાય અન્ય વ્યાપારમાં જતાં રોકવા તે ત્રણ ગુમ’ સમજવાં.
‘તુપૂવે” એટલે “ગુરુ મહારાજના આસનથી ચારેય દિશામાં સાડા ત્રણ હાથ સુધીની જગ્યાને ગુરુનો અવગ્રહ કહેવાય છે. શિષ્ય વિનયને માટે ગુરુથી સાડાત્રણ હાથ દૂર રહીને વિનય કરવાનો કહ્યો છે અને શારીરિક સેવા, વન્દન વિગેરે માટે ગુરુની આજ્ઞા માગીને અવગ્રહમાં પ્રવેશ કરવાનું કહ્યું છે. એ સામાન્ય નિયમ પ્રમાણે ગુરુવન્દનનાં ઉપર જણાવ્યાં તે આવર્તા (કરતાં ગુરુચરણોમાં મસ્તકનો સ્પર્શ કરવા માટે અવગ્રહમાં પ્રવેશ કરવાનું જરૂરી છે, માટે ‘ગણુનાગઢ મે મિડ' અર્થાત્ “મને મિત (સાડા ત્રણ હાથપ્રમાણ) અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા આપો !' એમ કહી–રજા માગી, પછી ‘નિસિરી’ કહીને અવગ્રહમાં પ્રવેશ કરે અને પછી અહો, કાર્ય વિગેરેથી કરવાનાં છ આવર્તે પૂર્ણ થતાં માસિગાઈ' પાઠ બોલતાં અવગ્રહની બહાર નીકળે. એ રીતિએ બે વન્દનનાં આવર્તો માટે ગુરુના અવગ્રહમાં બે વખત પ્રવેશ કરવો તે બે પ્રવેશ જાણવા. - “નિઝમ' અવગ્રહમાંથી બહાર નીકળવું તે એક નિષ્ક્રમણ કહેવાય છે. એટલે કે– પહેલા વન્દનનાં છ આવર્તે પૂર્ણ કરી ‘માર્વસ્લિમ' પાઠ બોલવાપૂર્વક બહાર નીકળે તે એક નિષ્કમણ જાણવું. બીજા વન્દનમાં પ્રવેશક્ય પછી બહાર નીકળવાનું નહિ હોવાથી ‘બાવસિગાઈ' પાઠ પણ બોલવાનો હોતો નથી. સપૂર્ણ વન્દન સુધી તે વખતે અવગ્રહમાં જ રહેવાનો વિધિ છે, માટે પ્રવેશ બે વાર અને નિષ્ઠમણ એક જ વાર કહ્યું છે. જો કે બીજું વન્દન પૂર્ણ થયા પછી બહાર નીકળવાનું હોય છે, છતાં તે નિષ્કમણ’ વન્દનને માટે નહિ હોવાથી વન્દનઆવશ્યમાં ગણાતું નથી. એમ બે અવનત, એક યથાજાત, બાર આવર્તા, ચાર શિર્ષ, ત્રણ ગુસ, બે પ્રવેશ અને એક નિષ્ક્રમણ મળી ‘પચીસ આવશ્યક રૂપ ગુરુવન્દનનું આ ત્રીજું દ્વાર કહ્યું.
હવે શિષ્ય ગુરુને પ્રશ્નો પૂછવા રૂપ છ સ્થાનકો કહે છે
કેટલાક આચાર્યોના મતે ‘સંસં’ અને ‘વામિ ઉમાસમો તેમં વીમ’ એ પાઠો બોલતાં બે વખત શિષ્ય પોતાનું મસ્તક ગુરૂચરણે લગાડે તે શિષ્યનાં બે શિર અને બે વન્દનનાં મળી એ ચાર શિર શિષ્યનાં જ જાણવાં – એમ કહ્યું છે. પ્રસિદ્ધિમાં પણ શિષ્યનાં ચાર શિર જોવામાં આવે છે. પ્રથમ જણાવેલા અવનતમાં ડથી ઉપરનું શરીર નમાવવાની પ્રધાનતા ગણી તેને “અવનત' કહ્યાં છે અને આ શિરોમાં ‘મસ્તક નમાવવાની મુખ્યતા ગણી ‘શિષ' કહ્યાં છે. વસ્તુત: તો બન્નેમાં કેડથી ઉપરનો ભાગ અને મસ્તક નમાવવાનું હોય છે જ, માત્ર શિર્ષમાં સંપૂર્ણ મસ્તક નમાવવાનું છે, માટે તેને ‘શિષ' કહ્યાં છે– એમ ભેદ સમજવો.