________________
315.
શ્રાદ્ધદિનકૃત્ય
સત્તરમું શ્રવણ દ્વાર તે વિગત કેવલીને જણાવી.
પછી કવલીએ કહ્યું: હે વત્સ! રાત્રિભોજનથી તે પૂર્વે આનાથી એ અનંતગણું દુઃખ અનુભવ્યું છે. તેણે પૂછ્યું: હે ભગવંત! મેં પૂર્વ કેવું દુ:ખ અનુભવ્યું? કેવલીએ કહ્યું: અહીં વિશાલા નામની મોટી નગરી છે. તેમાં તું રવિકુમ નામનો બ્રાહ્મણપુત્ર હતો. રૂપ-યૌવનથી ગર્વિત થયેલો તે વેશ્યા વ્યસન આદિમાં આસક્ત બન્યો. રાત્રિભોજનમાં વિશેષથી આદરવાળો થયો. રાત્રિભોજનનકરનારા શ્રાવકોની હાંસી કરતો હતો.તેના પિતાનું મૃત્યુ થતાં તે ઘરનો સ્વામી થયો. તેથી વિશેષથી પાપમાં આસક્ત થયો. રાત્રિભોજનના કારણે તેને ઊલટી વગેરે અનેક રોગો થયા. તે રોગોથી આર્ત-રૌદ્રધ્યાનથી મારીને ત્રીજી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં સેવકૃત, પરમાધામીકૃત અને પરસ્પરોટીરિત એમ ત્રણ પ્રકારની વેદના અનુભવી. પછી અનંતભવો ભમીને તું અહીં ઉત્પન્ન થયો. પોતાના પૂર્વભવોના સ્વરૂપને સાંભળીને તે શ્રાવકોની સાથે કપિલ્યપુર આવ્યો. તેણે મિથ્યાષ્ટિ પિતાને પ્રતિબોધ પમાડ્યો. પછી પિતા અને પુત્ર એ બંનેએ દીક્ષા લીધી. આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગમાં જઈને ક્રમે કરીને મોક્ષમાં જશે. (૨૨૯)