SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધદિનકૃત્ય અગિયારમું શ્રવણ દ્વાર પામ્યા ન હતા. આથી વસુભૂતિએ પોતાની પત્ની અને પુત્રો વગેરેને આર્યસુહસ્તિસૂરિ મહારાજ પાસે ધર્મશ્રવણ કરવા જવાનું કહ્યું. પણ કોઇએ તેની વાત ઉપર લક્ષ્ય ન આપ્યું. શેઠે વારંવાર પ્રેરણા કરી, પણ જરાય અસર ન થઇ. શેઠે વિચાર્યું : મારા પુણ્યની તેટલી ખામી છે. જેથી આ લોકોને હિતકર મારી વાતની અસર થતી નથી. છતાં નિરાશ બન્યા વિના મારે આ લોકો જિનવાણીનું શ્રવણ કરે તેવો ઉપાય શોધીને કરવો જોઇએ. એમ વિચાર કરતાં તેને એક ઉપાય મળી આવ્યો. તેણે આર્યસુહસ્તિસૂરિ મહારાજને કહ્યું – મારા ઘરના માણસો અનેકવાર પ્રેરણા કરવા છતાં આપની પાસે ધર્મ સાંભળવા આવતા નથી. આથી આપ તેમને જૈનધર્મ પમાડવા મારા ઘરે વ્યાખ્યાન વાંચો એવી મારી વિનંતી છે. આચાર્ય મહારાજે તેની વિનંતીનો સ્વીકાર કર્યો. દરરોજ તેમના ઘરના વિશાળ ચોગાનમાં આચાર્ય મહારાજ વ્યાખ્યાન કરવા લાગ્યા. આથી તેના ઘરના માણસો પણ વ્યાખ્યાન સાંભળવા લાગ્યા. છોકરાઓ સાધુઓ પાસે જતા થાય અને સાધુઓથી ભાવિત બને એ માટે શેઠ અવાર–નવાર છોકરાઓને કોઇ કામનું બહાનું કરીને આચાર્ય મહારાજ પાસે મોકલે. ક્યારેક સાધુઓને ગોચરી માટે બોલાવી લાવો એમ કહીને મોકલે. આમ અવાર–નવાર સાધુઓ પાસે જવાથી છોકરાઓને સાધુ પાસે જવાનો ક્ષોભ જતો રહ્યો. એમ કરતાં ઘરના બધા માણસો જૈન ધર્મી બન્યા. 199 જિનવાણીથી કુટુંબમાં શાંતિ જો આખું કુટુંબ ધર્મ સાંભળે તો એ કુટુંબનું પરલોક તો સુધરે જ, પણ વર્તમાનમાં પણ એ કુટુંબમાં ખૂબ શાંતિ અને પ્રેમ હોય. એનાથી ઘરની ઘણીય ઉપાધિઓ ટળી જાય. આજે ઘરમાં છોકરાઓ વગેરે વાતવાતમાં રીસાતા હોય છે. કેટલીકવાર વર્તમાન શિક્ષણ, તેવી સોબત વગેરેના કારણે યુવાન છોકરા–છોકરીઓ ન કરવાનું કરીને કુટુંબને કલંકિત બનાવે છે. જિનવાણી શ્રવણથી પ્રાય: આનો ભય ન રહે. મોટાઓ પોતાના સ્વાર્થ અને અહંને પોષવા ઝગડતા હોય છે. જિનવાણી શ્રવણથી આ બંધ થઇ જાય. પાપોદયથી આર્થિકસ્થિતિ નબળી હોય અથવા નબળી થઇ જાય તો પણ ઘરમાં એ નિમિત્તે જરાય દુ:ખ કે ક્લેશ ન થાય. આર્થિક ભીંસના કારણે આવતી તકલીફોને દીનતા કર્યા વિના વેઠી લે. બધાય એકબીજાના દુ:ખમાં ભાગીદાર બને. કારણકે કર્મસત્તાને સમજતા હોય છે. પોતાના ધર્મને=કર્તવ્યને સમજતા હોય છે. આથી ઘરમાં જે કોઇ એક ધર્મ પામ્યો હોય, જિનવાણીની મહત્તા સમજ્યો હોય, તેણે પોતાની શક્તિ-પુણ્ય પ્રમાણે ઘરના બીજાઓને પણ જિનવાણીનું શ્રવણ કરનારા બનાવવા જોઇએ. જિનવાણીથી ભાવિત કુટુંબમાં લેવાના ઝગડા ન હોય, દેવાના ઝગડા હોય, ખાવા-પીવાના ઝગડા ન હોય, કિંતુ ખવડાવવા–પીવડાવવાના ઝગડા હોય, પહેરવા ઓઢવાના ઝગડા ન હોય, કિંતુ પહેરાવવા– ઓઢાવવાના ઝગડા હોય. આવા કુટુંબમાં અજબ શાંતિ હોય. જિનવાણી શ્રવણથી સમ્ભાન થાય ધર્મશ્રવણથી સાચી સમજણ થાય છે. સાચી સમજણથી રુચિ થાય છે. રુચિથી આચરણ થાય છે. સમજણ એટલે જ્ઞાન: રુચિ એટલે દર્શન. આચરણ એટલે ચારિત્ર. આનો અર્થ એ થયો કે જ્ઞાનથી સમ્યગ્દર્શન થાય છે, અને સમ્યગ્દર્શનથી સમ્યગ્યારિત્ર આવે છે. જ્ઞાન વિના સમ્યગ્દર્શન ન થાય. સમ્યગ્દર્શન વિના સમ્યક્ચારિત્રન આવે. સમ્યજ્ઞાન જિનવાણીના શ્રવણથી થાય છે. ગમે તેની વાણીના શ્રવણથી સમ્યજ્ઞાન ન થાય. જે જીવ ચિંતન–મનનપૂર્વક જિનવાણીનું શ્રવણ કરે છે તેને સમ્યજ્ઞાન થાય છે. ઉપદેશપદમાં જિનવાણીનો મહિમા જણાવતાં કહ્યું છે કે – કોઇજીવ આર્યદેશમાં અને આર્યકુળમાં ઉત્પન્ન થયો હોય, અત્યંત બુદ્ધિશાળી હોય, ઉદારતા, દાક્ષિણ્ય, પ્રિયવચન અને પરોપકાર વગેરે ગુણોથી યુક્ત હોય, આવા ગુણોના કારણે બધાને પ્રિય બન્યો હોય, મોહ ઘણો
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy