________________
ગુરુવંદન અધિકાર
4
8
©
130
શ્રાદ્ધદિનકૃત્ય
હવે મુહપત્તિ ઉલટાવીને ડાબા હાથ તરફનો છેડો ત્રણવાર ખંખેરો, તે વખતે મનમાં—
‘‘કામ રાગ, સ્નેહ રાગ, દષ્ટિ રાગ પરિહું.’’ એમ ચિંતવવું.
પછી પાંચ નંબરના ચિત્ર મુજબ મુહપત્તિને ડાબા હાથના કાંડા ઉપર નાંખવી.
પછી ૬ નંબરના ચિત્ર મુજબ મુહપત્તિને જમણા હાથના ચાર આંગળાનાં ત્રણ આંતરામાં ભરાવો. પછી આંગળાથી કોણી તરફ મુહપત્તિથી ત્રણ ટપે ત્રણ પ્રમાર્જના કરો. તેમાં પહેલા ટપ્પુ મુહપત્તિને આંગળીના મૂળસુધી લાવીને ‘સુદેવ’ એમ ચિંતવવું. બીજે ટપે કાંડા સુધી લાવીને ‘સુગુરુ’ એમ ચિંતવવું. ત્રીજા ટપ્પુ કોણી સુધી લાવીને ‘સુધર્મ આઠ’ એમ ચિંતવવું. (આમાં ત્રણ ટપ્પુ ત્રણ પ્રમાર્જના સિવાય મુહપત્તિ હાથને સ્પર્શે નહિ તેમ હાથથી અદ્ધર રાખવાની છે.)
હવે મુહપત્તિને હાથ ઉપર ઘસેડીને પ્રમાર્જના પૂર્વક કોણીથી આંગળીના ટેરવા સુધી લાવો, અને પૂર્વ મુજબ ત્રણ ટપ્પુ અનુક્રમે ‘ફુદેવ, ફુગુરુ, કુધર્મ પરિહ્’ એમ ચિંતવવું.
ફરી આંગળીથી કોણી તરફ જતાં પૂર્વની જેમ ત્રણ ટપે અનુક્રમે જ્ઞાન-દર્શન-ચારિત્ર આઠરું’ એમ ચિંતવવું.
ફરી પૂર્વની જેમ કોણીથી આંગળી તરફ જતાં ‘જ્ઞાન વિરાધનાદર્શન વિરાધના-ચારિત્ર વિરાધના પરિહ’ એમ
ચિંતવવું.