________________
શ્રાદ્ધદિનકૃત્ય
(379) બાવીશમું ગૃષ્ણમન (પરિવાર ધર્મદેશના) દ્વાર છે. કહ્યું છે કે – “ધર્મરૂ૫ રથ ક્યાંય ભાંગી જવાના સ્વભાવવાળો નથી, એક જ કાષ્ઠવાળો છે, ખેંચ્યા વિના જ ઈષ્ટભૂમિ ઉપર ચાલે છે, બધીય તરફ શલ્યોથી રહિત છે, તેથી આ ધર્મ રથ નવીન છે.” (૨૮૫)
धम्मो पत्थयणं दिव्वं, धम्मो रयणसंचओ। सत्थाहो मुक्खमग्गस्स, धम्मो सट्ट निसेविओ ॥२८६॥
ધર્મ દિવ્ય (શ્રેષ્ઠ) ભાતું છે. કારણ કે તે ક્યારેય ખૂટતું નથી. કહ્યું છે કે – ધર્મરૂપ ભાતું દરરોજ ભોજન કરી શકાય તેવું છે, અત્યંત પવિત્ર, સર્વ દોષોને દૂર કરનાર, ઓછું ન થાય તેવું, અતિશય અમૂલ્ય અને અવિનાશી છે, આથી ધર્મરૂપ ભાતું દિવ્ય છે.
તથા ધર્મ દિવ્યરત્નનો ભંડાર છે. કારણ કે તે રાજા વગેરે પરને આધીન નથી. કહ્યું છે કે – “ધર્મરૂપ રત્ન ભંડારરાજા, ભાગીદાર અને ચોર વગેરેને આધીન નથી, ઓછો થતો નથી, ઈચ્છિત કરે છે, પરલોકમાં જીવ સાથે જાય છે, તેથી આ ધર્મરૂપ રત્નભંડાર દિવ્ય છે.”
તથા સારી રીતે સેવાયેલો આ ધર્મરૂપ સાર્થવાહ દિવ્ય છે. કહ્યું છે કે – “ધર્મરૂપ સાર્થવાહ લોભથી રહિત છે, અતિશય ભયંકર અને જેનો અંત ન જોઈ શકાય તેવા સંસારરૂપ જંગલમાંથી બહાર કાઢીને સન્સિદ્ધિપુરીમાં લઈ જાય છે, તેથી ખરેખર આ ધર્મરૂપ સાર્થવાહ દિવ્ય છે.' (૨૮૬)
जिणधम्माउ य लोगंमि, सारो अन्नो न विज्जए । - વિકૅતા વિમાડ઼યા, નમો સુબ્યક્તિ સાથે ર૮૭છે.
આ પ્રમાણે અનેક ઉપમાઓથી ધર્મની સ્તુતિ કરીને દાંત બતાવવા દ્વારા ધર્મની સર્વશ્રેષ્ઠતા જણાવવા માટે પાંચ ગાથાઓને કહે છે -
લોકમાં જિનધર્મથી અન્ય અતિશય કિંમતી પણ પદાર્થસમૂહ શ્રેષ્ઠ નથી. કારણ કે જૈન શાસનમાં આ (હવેની ગાથાઓમાં કહેવાશે તે) દષ્ટાંતો સંભળાય છે. (૨૮૭)
अयाईओ जहा लोए, सुवन्नं उत्तमं भवे । ओसहीणं तु सव्वाणं, जहा धन्नसुओसही ॥२८८॥ ધન્ના સંથારો ય, નહી રાસંઘનો . उत्तमो होइ देहीणं, तहा धम्मो जिणाहिओ ॥२८९॥
જેવી રીતે લોકમાં લોઢું વગેરે સર્વ ધાતુઓથી સુવર્ણ વિષને દૂર કરવું વગેરે અનેક ગુણોથી યુક્ત હોવાથી | ઉત્તમ છે, જેવી રીતે દષ્ટિગંધ અને અગ્નિસ્તંભ વગેરે કરનારી સર્વ ઔષધિઓમાં સર્વ પુરુષાર્થોને સાધવા માટે સમર્થ એવું ધાન્ય જ મનુષ્ય શરીરનું પાલન કરનાર હોવાથી ઉત્તમ ઔષધિ છે, જેવી રીતે ગણિમ–ધરિમ વગેરે સર્વધાન્યોના સંચયથી (=ઢગલાથી) રત્નસંચય અતિશય ઘણી કિંમત આદિના કારણે ઉત્તમ છે, તેવી રીતે જિનકથિત ધર્મ સર્વોત્તમ છે.* (૨૮૮-૨૮૯) * અહીં દિન પદનો અર્થ ગુજરાતી અનુવાદમાં લીધો નથી.'