________________
104
નવમું વંદન દ્વારા
શ્રાદ્ધદિનકૃત્ય નવા નવા ૧૦૮ જવ ઘડાવીને તેનો ભગવાન સમક્ષ સાથિયો કરતા હતા. છતી શક્તિએ સામાન્ય દ્રવ્યથી પૂજા કરવાનું દિલ થાય એ ભગવાન ઉપરના પ્રેમની ખામીને સૂચવે છે.
પંચાશક સૂત્રમાં ઉત્તમદ્રવ્યોથી પૂજા કરવાનું કારણ જણાવતાં કહ્યું છે કે- “ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવાથી પ્રાયઃ ભાવ પણ ઉત્તમ આવે છે, તે ભાવથી અશુભ કર્મોનો ક્ષય થાય છે. કોઈ ક્લિટ કર્મવાળા જીવને ઉત્તમ દ્રવ્યોથી પણ ઉત્તમ ભાવ ન આવે એવું બને. તથા કોઇ ભાગ્યશાળી-જીવને ઉત્તમ દ્રવ્યો વિના પણ ઉત્તમ ભાવ આવે એવું બને. આથી અહીં પ્રાય: કહ્યું છે. પુણ્યોદયથી મળેલી ઉત્તમ વસ્તુઓના ઉપયોગનું, જિનપૂજા સિવાય બીજું કોઇ ઉત્તમ સ્થાન નથી. શરીર, સ્ત્રી, સંતાન આદિનો કરેલો સત્કાર સંસાર માટે થાય છે.
જ્યારે વીતરાગનોકરેલો સત્કાર સંસાર નાશ માટે થાય છે. ખેડૂત પોતાના ખાવામાં હલકું અનાજ ભલે વાપરે, પણ ખેતરમાં તોબીજ ઊંચું નાખે. કેમકે એને સમજ છે કે જેવું બીજ વાવીશું તેવું અનાજ પાકશે. ખેડૂત બીજું બધું જતું. કરે, પણ ખેતરને જતું ન કરે. કેમકે એના જીવનનો આધાર ખેતર જ છે. એમ સાચા જૈનોના જીવનનો આધાર સાતક્ષેત્ર છે. તેમાં પણ જિનેશ્વર ભગવાન મુખ્ય આધાર છે એમ સમજે. આથી કહ્યું છે કે – વાચક જશકહે, મારે તું જગજીવન આધારો રે!
આજે એક તો પૂજા કરનારા જ ઓછા છે. તેમાં પણ સ્વસામગ્રીથી પૂજા કરનારા બહુ જ ઓછા છે. સ્નાન કરવાનું, પૂજાનાં કપડાં, કેશર વગેરે તૈયાર મળતું હોય, તો પૂજા કરે, નહિ તો ન કરે. પારકા દ્રવ્યથી પૂજા કરનારાઓમાં પણ સંપૂર્ણ પૂજા જાતે કરનારા ઓછા છે. સ્વદ્રવ્યથી પૂજા કરનારાઓમાં પણ સંપૂર્ણ પૂજા જાતે કરનારા ઓછા. મોટા ભાગના તો માત્ર કેશરપૂજા કરીને સંતોષ માની લે છે. સ્વ દ્રવ્યથી પૂજા કરનારાઓમાં પણ શક્તિ મુજબ ઊંચી સામગ્રીથી પૂજા કરનારા ઓછા છે.
પૂજા વિધિપૂર્વક કરવી જોઈએ અહીં સુધી આપણે એ વિચાર્યું કે (૧) સંપૂર્ણ જિનપૂજા જાતે કરવી જોઈએ. (૨) સ્વદ્રવ્યથી કરવી જોઈએ. (૩) ઊંચાંદ્રવ્યોથી કરવી જોઇએ. હવે જિનપૂજા વિધિપૂર્વક કરવી જોઇએ એ વિષે વિચારીએ. જિનપૂજા વિધિપૂર્વક કરવાથી સારી થાય છે, એમાં સારોભાવ આવે છે, એથી સારું ફળ મળે છે. અવિધિથી કરવાથી આનાથી વિપરીત બને છે. લોકોમાં પણ વિધિપૂર્વક કરેલા કાર્યનું ફળ સારું મળે છે. અવિધિથી કરવાથી બિસ્કુલ ફળ મળતું નથી કે જોઇએ તેવું મળતું નથી. જેમકે દવાનું ફળ મેળવવા વૈદ્ય જ્યારે અને જે રીતે દવા લેવાનું કહ્યું હોય ત્યારે અને તે રીતે દવા લેવી જોઈએ. જે ખોરાક લેવાનું કહ્યું હોય તે ખોરાક લેવો જોઈએ. જે ખોરાકની ના કહી હોય તે ખોરાક ન લેવો જોઇએ. દવા નિયમિત લેવી જોઈએ. આ રીતે વિધિપૂર્વક દવા લેવાથી જ લાભ થાય. જો આમાં ફેરફાર કરવામાં આવે તો લાભ ન થાય, બલ્ક નુક્સાન પણ થાય. આ એક દષ્ટાંત છે. બાકી વ્યવહારનું દરેક કામ વિધિપૂર્વક કરવામાં આવે તો જ તેમાં પૂર્ણ સફળતા મળે. વ્યવહારના કામમાં તો બધાનો અનુભવ છે.
વિધિના મહત્ત્વ વિષે વ્યાવહારિક દષ્ટાંત વિધિનું કેટલું મહત્ત્વ છે એ વિષે એક વ્યાવહારિક દષ્ટાંત જોઈએ. ગામડામાં રહેતો એક યુવાન બિમાર પડવાથી શહેરમાં તબિયત બતાવવા ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે રોગ તપાસીને સાત દિવસની પ્રવાહી દવા એક બાટલીમાં ભરીને દિવસમાં ત્રણવાર લેવા કહ્યું. એક વખતમાં દવાનો ડોઝ કેટલો લેવો તેની ખબર પડે – વધારે ઓછી ન થાય, એ માટે બાટલી ઉપર એક્વીસ આંક પાડેલા હતા. ઘરે જઈને પહેલીવાર દવા લીધી. દવા લેતાં જ પેટમાં ખૂબ દુ:ખવા માંડ્યું. શરીર તૂટવા માંડ્યું. મગજ ભમવા લાગ્યું, ઉલ્ટીઓ થવા માંડી. ઘરના માણસો