________________
શ્રાદ્ધદિનકૃત્ય
ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર
આજે પણ અનેક માણસોના હજારો અને લાખો રૂપિયા ડૂબી જાય છે એ પ્રત્યક્ષ દેખાય છે. આમાં પણ પૂર્વભવનું ઋણ કારણ હોઈ શકે છે. અથવા અનીતિથી ધન મેળવ્યું હોય એ પણ કારણ હોઈ શકે છે.
227
(૫) લેણદારે દેવાદાર સર્વથા દેવું આપવા અસમર્થ હોય તો માગવું નહિ, કારણ કે તે માગવા છતાં આપી શકે નહિ, તેથી બંનેને આર્તધ્યાન અને ક્લેશ વગેરે થવાથી પાપકર્મોનો જ વધારો થાય. આથી તેવા દેવાદારને આશ્વાસન આપવું કે ચિંતા કરીશ નહીં. જ્યારે સગવડ થાય ત્યારે આપજે. છતાં ન આપી શકે તો હું મારું લેણું ધર્મવ્યય તરીકે ગણું છું. એમ કહીને છોડી દેવું. લેણદારે દેવું ન આપી શકે તેવા સાથે પોતાનો લેણદાર તરીકેનો સંબંધ રાખવો નહીં, અર્થાત્ આની પાસે મારા આટલા રૂપિયા લેણા છે એમ મનમાં રાખવું નહીં. કારણકે જો એવી અવસ્થામાં મૃત્યુ થઈ જાય તો ભવાંતરમાં બંનેને વૈર–વિરોધ થવાનો પ્રસંગ આવે એવું બને. ભવાંતરમાં હું આની પાસે આટલા માગું છું એમ ખબર ન હોવા છતાં પૂર્વભવના સંસ્કારને કારણે લેણદારને દેવાદાર પાસેથી ધન પડાવવાનું મન થાય. દેવાદાર આપે નહિ એટલે પરસ્પર વૈર–વિરોધ થાય. જો કે દેવાદારને આડકતરી રીતે પણ લેણદારનું દેવું ચૂકવવું જ પડે છે. પણ બંને વચ્ચે વૈર–વિરોધ થાય. જો લેણદારે પૂર્વભવમાં મારે આની પાસે લેણું નથી, એમ માનીને મૂર્છા છોડી દીધી હોય તો પણ દેવાદાર પાસેથી આડકતરી રીતે પણ તેને ધન મળ્યા વિના ન રહે. પણ જો તેણે પૂર્વભવમાં મૂર્છા ન છોડી હોય તો વૈર–વિરોધપૂર્વક મળે એવું પણ બને. એનાથી આત્માનું અહિત થાય. માટે વિવેકી લેણદારે ન આપી શકે તેવા દેવાદારનું લેણું માંડી વાળવું જોઈએ. હવે જો માંડી વાળ્યા પછી કોઈ તેવા સંયોગો ઉપસ્થિત થતાં દેવાદાર લેણું આપે તો તેનો ધર્મમાં વ્યય કરવો.
(૬) પોતે જેનો વેપાર કરતો હોય તેની અછત થાય તો સારું, જેથી મને વધારે નફો મળે, એમ ચિંતવવું નહિ. કારણકે એમ ચિંતવવાથી વસ્તુની અછત થાય જ એવો નિયમ નહિ. અછત ચિંતવવાથી અછત થાય કે ન થાય પણ પોતાને પાપબંધ તો અવશ્ય થાય. વસ્તુની અછત થાય તો લોકોને એ નિમિત્તે અનેક મુશ્કેલીઓ ભોગવવી પડે, અનેક હાડમારીઓ સહન કરવી પડે, અનેક કષ્ટો વેઠવા પડે. એટલે તેવું ચિંતવનારને અછત ન થાય તો પણ પાપબંધ થયા વિના ન રહે: આના ઉપરથી જાણી જોઈને માલનો સંગ્રહ કરીને કે તેવા બીજા ફૂડ-કપટોથી માલની અછત ઊભી કરનારા વેપારીઓને કેવો જોરદાર પાપબંધ થતો હશે તે સમજી શકાય છે. આવું કરનાર વેપારીઓના હૃદયમાં દયાનો છાંટો ન હોય. એમના દિલ પથ્થર જેવા કઠણ હોય. વસ્તુની અછત ઈચ્છવા વિષે બે મિત્રોનું દૃષ્ટાંત આ પ્રમાણે છે—
બે મિત્રોનું દૃષ્ટાંત
બે વેપારીઓ સાથે ખરીદી કરવા જઈ રહ્યા હતા. તેમાં એક ઘીની ખરીદી કરવા અને બીજો ચામડાની ખરીદી કરવા જઈ રહ્યો હતો. રસ્તામાં એક ડોશીમાને ત્યાં ભોજન કરવા રહ્યા. ડોશીમાએ તેમનો ભાવ જાણીને ઘી ખરીદનારને ઘરની અંદર અને બીજાને ઘરની બહાર બેસાડીને જમાડ્યા. બંને જણા ખરીદી કરીને પાછા તે જ ડોશીમાના ઘરે જમવા આવ્યા. આ વખતે ડોશીમાએ ચામડાં ખરીદનારને અંદર અને બીજાને બહાર બેસાડીને જમાડ્યા. ઘીવાળાએ કહ્યું : ડોશીમા ! મને બહાર બેસાડવામાં તમે ભૂલ્યા કે શું ? ડોશીમાએ કહ્યું : ના, હું ભૂલી નથી. ઘીવાળાએ પૂછ્યું : તો પછી પહેલાં મને અંદર બેસાડીને જમાડ્યો અને હમણાં બહાર બેસાડીને કેમ જમાચો? ડોશીમાએ ખુલાસો કર્યો : જ્યારે તમે ખરીદી કરવા જઈ રહ્યા હતા, ત્યારે “ઢોર આબાદ રહો’’ એવી તમારી ઈચ્છા હતી. કારણ કે ઢોર આબાદ હોય તો ઘી સોંઘુ મળે. ચામડું ખરીદનારને ‘‘ઢોર મરો’’ એવી ઈચ્છા હતી, કારણ કે ઢોર મરે તો ચામડું સોંઘું મળે. અત્યારે બંનેની ઊલટી ઈચ્છા છે, કારણ કે કમાણી વધારે થાય. જતી