________________
શ્રાદ્ધદિનકૃત્ય
(85)
આઠમું સત્કાર દ્વાર ૧. પિંડસ્થ:- પિંડસ્થ અવસ્થામાં ભગવાનની જન્મ, રાજ્ય અને શ્રમણ એ ત્રણ અવસ્થાઓનું ચિંતન કરવાનું છે. જન્મ અવસ્થામાં ભગવાનના જન્મ સમયે ૫૬ દિમારિકાઓ આવીને પ્રસૂતિકાર્યકરે છે, ઈન્દ્રસિંહાસન કંપે છે. ઈન્દ્રો અને દેવતાઓ ભગવાનને મેરુ પર્વત ઉપર લઇ જઇને જન્માભિષેક કરે છે, છપ્પન દિકુમારિકાઓ, ઈન્દ્રોદેવતાઓ ભગવાનની આવી ભક્તિ કરે છે છતાં પણ ભગવાનના અંતરમાં એ બદલ જરાય ગર્વથતો નથી. આવી આવી બીજી પણ જન્મ સમયની અનેક બાબતોનું ચિંતન કરવું જોઈએ. રાજ્યવસ્થામાં ભગવાન રાજ્ય કરતા હોવા છતાં વિરાગભાવે રહે છે, ચારિત્ર મોહનીય કર્મો ખપાવવા માટે જ અનિચ્છાએ રાજ્ય ચલાવે છે, વગેરેનું ચિંતન કરવું જોઈએ. શ્રમણ અવસ્થામાં ભગવાન દીક્ષા લીધા પછી અપ્રમત્તપણે ચારિત્રનું પાલન કરે છે, ઘોર પરિષદો સહન કરે છે. ઘાતી કર્મો ખપાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે વગેરેનું ચિંતન કરવું જોઈએ.
૨. પદસ્થ - પદસ્થ અવસ્થા = કેવલી (ક્વલજ્ઞાન પછીની) અવસ્થા. પદસ્થ અવસ્થામાં ભગવાન કેવળજ્ઞાનથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળનું સઘળું જાણે છે, ધર્મતીર્થની સ્થાપના કરે છે. દરરોજ બે પહોર દેશના આપીને અનેક જીવોને ધર્મ પમાડે છે વગેરે ચિંતવવું જોઈએ.
૩. રૂપાતીત - રૂપાતીત અવસ્થા = સિદ્ધ અવસ્થા. અરિહંત ભગવાન ઘાતી-અઘાતી સઘળાં કર્મો ખપાવીને સિદ્ધ બને છે = મોક્ષમાં જાય છે. હવે તેમને જન્મ નહિ, મરણ નહિ, શરીર નહિ, કોઈ જાતનું જરાપણ દુ:ખ નહિ, અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે વગેરે ચિંતવવું. ચૈત્યવંદન કર્યા પછી અથવા તો ચૈત્યવંદન કર્યા પહેલાં અવસ્થાત્રિકનું ચિંતન કરવું.
૬. દિશિત્યાગત્રિક ચૈત્યવંદન આદિમાં ભગવાનની મૂર્તિ જે દિશામાં હોય તે દિશામાં ભગવાન સમક્ષદષ્ટિ રાખી બાકીની ત્રણે દિશાનો ત્યાગ કરવો જોઇએ. ગમે તેમ દષ્ટિ રાખવાથી ચિત્તચંચલતા, ભગવાનનો અવિનય, આશાતના વગેરે અનેક દોષો ઉત્પન્ન થાય.
૭. પ્રાર્થનત્રિક ચૈત્યવંદન શરૂ કરતાં પહેલાં બેસવાની ભૂમિનું ત્રણ વાર પ્રમાર્જન કરવું જોઈએ. પૌષધમાં રહેલા શ્રાવકે ચરવળાથી, સાધુએ રજોહરણથી, પૌષધ રહિત શ્રાવકે ખેસનાદશીવાળાછેડાથી અને શ્રાવિકાએ રૂમાલથી પ્રમાર્જન કરવું જોઈએ.
૮. આલંબનત્રિક સૂત્ર, અર્થ અને મૂર્તિનું આલંબન એ આલંબનવિક છે. સૂત્ર આલંબન - ચૈત્યવંદન કરતાં સૂત્રોનો સ્પષ્ટ ઉચ્ચાર કરવો અને તેમાં ધ્યાન રાખવું. અર્થ આલંબન - ચૈત્યવંદનના સૂત્રો બોલતાં તેના અર્થમાં ઉપયોગ રાખવો. મૂર્તિ આલંબન - ચૈત્યવંદન કરતાં ઉપયોગપૂર્વક ભગવાન સમક્ષ દષ્ટિ રાખવી.
૯. મુદ્રાવિક યોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાશુક્તિમુદ્રા એ ત્રણ મુદ્રાવિક છે. ૧. યોગમુદ્રા - આંગળીઓ પરસ્પરના અંતરે આવે અને વચમાં કમળનાડોડાની જેમ પોલા રહે એ