________________
ચોથું યોગ દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય
શકે. અથવા પોરિસીના સમયે એકાસણું કરવા બેસવું હોય, પણ નવકારશીના સમયે પાણી વાપરવું હોય તો નવકારશી ચોવિહાર અને પોરિસી તિવિહાર એકાસણાનું પચ્ચક્ખાણ લઇ શકાય. કાળ પચ્ચક્ખાણ મુસિહિઅના પચ્ચક્ખાણ પૂર્વક જ કરવામાં આવે છે. માટે પચ્ચક્ખાણના આલાવામાં ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅ મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાઈ એમ કાળ પચ્ચક્ખાણ પછી મુટ્ઠિસહિઅં બોલાય છે.
(૬) વિગઈ – દસ પ્રકારની વિગઈઓમાંથી એક-બે વગેરે અમુક વિગઈઓનો ત્યાગ કરવો જોઇએ. વિગઈના દસ પ્રકાર
વિગઈના પચ્ચક્ખાણને સમજવા માટે વિગઈનું સ્વરૂપ જાણવું જરૂરી છે. આત્મામાં જે વિકાર પેદા કરે તે વિગઈ. વિગઈ વધારે પ્રમાણમાં વાપરવાથી વિષયવાસના વધે છે અને શરીરમાં જડતા આવવાથી ધર્મક્રિયાઓમાં સ્ફૂર્તિ રહેતી નથી. ધર્મસાધનાનું ધ્યેય વાસનાથી છૂટવાનું છે. આથી સાધકે વિગઈઓનો ઉપયોગ જેમ બને તેમ ઓછો કરવો જોઈએ.
52
દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડા (તળેલું), મદિરા, મધ, માંસ, અને માખણ એમ દસ વિગઈઓ છે. આ દશ વિગઈઓમાં છેલ્લી ચાર (મદિરા, મધ, માંસ, માખણ એ ચાર) વિગઈઓ અભક્ષ્ય હોવાથી સર્વથા ત્યાજ્ય છે. શ્રાવકે આ ચાર વિગઈઓનો બિલ્કુલ ઉપયોગ ન કરવો જોઇએ. એ ચાર વિગઈઓ અભક્ષ્ય કેમ છે, તેનું સમાધાન બાવીસ અભક્ષ્યના વર્ણનમાં જણાવવામાં આવશે.
દૂધ વગેરે છ વિગઈઓના કાચી અને પાકી એમ બે ભેદ છે. તે
આ પ્રમાણે –
(૧) દૂધ :- દૂધમાં ચોખા કે ચોખાનો લોટ વગેરે વસ્તુ યોગ્ય પ્રમાણમાં નાખીને અગ્નિમાં બરોબર પકાવવામાં આવે તો તે પાકી દૂધ વિગઈ ગણાય. જેમકે – દૂધપાક, ખીર વગેરે. કોઇ વસ્તુમાં થોડું દૂધ નાખ્યું હોય અને તે વસ્તુ અગ્નિમાં બરોબર પકાવી હોય તો તેમાં આવેલ દૂધ, પાકી દૂધ વિગઈ ગણાય. જેમ કે દૂધ નાખીને બનાવેલી રોટલી. કાચું દૂધ કે કોઇ વસ્તુ ભેળવ્યા વિના ગરમ કરેલું દૂધ કાચી દૂધ વિગઈ છે. આવું દૂધ ભાત આદિ સાથે વાપરવામાં આવે તો પણ કાચી દૂધ વિગઈ ગણાય.
(૨) દહીં :- દહીંનું શ્રીખંડ વગેરે રીતે રૂપાંતર થઇ જાય તે પાકી દહીં વિગઈ. કોઇ વસ્તુમાં દહીં કે છાશ નાખીને તે વસ્તુને અગ્નિમાં બરોબર પકાવવામાં આવી હોય તો તે પણ પાકી દહીં વિગઈ છે. જેમકે દહીં નાખીને બનાવેલા થેપલા વગેરે. શાસ્ત્રમાં બતાવેલ પાંચ પાકી દહીં વિગઈ આ પ્રમાણે છે –
1
(૧) ઘોલ :- વસ્ત્રથી ગાળેલા દહીંને ઘોલ કહેવામાં આવે છે.
(૨) ઘોલવડા :- વસ્ત્રથી ગાળેલા દહીં (=ઘોલ) સાથેનાં વડાં, અથવા દહીંનો ધોળ નાખીને બનાવેલા વડા, આને આજની ભાષામાં દહીંવડા કહેવામાં આવે છે.
(૩) કરંબો :- દહીંમાં રાંધેલો ભાત વગેરે નાખીને બનાવેલ કરંબો.
(૪) સલવણ :- દહીંમાં મીઠું વગેરે મસાલો નાખીને મંથન કરેલ દહીંને સલવણ કહેવામાં આવે છે. જેમકે રાયતું વગેરે.
(૫) શિખરિણી :- દહીંમાં ખાંડ નાખી વસ્ત્રથી છણેલું દહીં તે શિખરિણી. આજની ભાષામાં આને શ્રીખંડ કહેવામાં આવે છે.
એકલું દહીં કે માખણ કાઢ્યા વિનાની દહીંની છાશ કાચી દહીં વિગઈ છે. માખણ કાઢી નાખેલી વલોણાની