________________
૨૨.
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
સામાન્ય જેવું કશું જ નથી. કે જેથી શૂન્યની જેમ આ જગતમાં એ પ્રમાણે કહેવાય - ‘નિસામન્ના' ઇત્યાદિ.
સામાન્ય વાદી સંગ્રહાય
ઉત્તર-૩૫ – જે કારણથી “વનસ્પતિ’ કહેતાં વૃક્ષ વગેરે જણાય છે તેથી જ તે (વૃક્ષ) તેમાં (વનસ્પતિ) અર્થાન્તરભૂત (અન્ય અર્થરૂપ થયેલું) નથી. જેમકે હાથ એમ કહેતાં હાથની આંગળીઓ, અહીં જે કહેવાથી જે જણાય છે તેનાથી ભિન્ન ન હોય. જેમકે હસ્ત કહેતાં જણાતી આંગળીઓ હાથથી ભિન્ન નથી વનસ્પતિ કહેતાં વૃક્ષાદિ જણાય છે તેથી એ વનસ્પતિથી ભિન્ન નથી. તેથી સામાન્યથી અતિરિક્ત કોઈ પણ વિશેષ નથી એથી એક જ સામાન્ય છે અને એ રીતે અહીં પણ એક જ સર્વત્ર દ્રવ્યમંગલ છે.
અન્ય ઉપપત્તિ (ઉક્તિ) થી સામાન્યવાદી વૃક્ષાદિ દરેકનું વનસ્પતિ સામાન્ય રૂપે સમર્થન કરે છે. શાસ્ત્રો વનસ્પતિદેવ, મૂત-ન્દ્ર- ~-વૈ શાવ-પ્રવાત–પત્ર-પુષ્ણ-ત્તबीजादिगुणत्वात्, चूतसमूहवत्, यो यो मुलादिगुणः स स वनस्पतिसामान्यरुप एव, यथा चूतसमूहः, मूलादिगुणश्च चूतः, तस्माद् वनस्पतिसामान्यरुप एव । હે વિશેષવાદી ! સામાન્યથી વિશેષ અન્ય છે કે અનન્ય? જો પહેલો વિકલ્પ માનો તો, नास्ति एव विशेषः, निःसामान्यत्वात्, खपुष्पवत्यद् यत् सामान्यविनिर्मुक्तं ततद् नास्ति, यथा गगनारविंदम्,
જે પણ વિશેષ છે તે ક્યારેય સામાન્યથી ભિન્ન મળી શકતું નથી, કારણ લોકમાં એવી કોઈપણ વસ્તુ કે પદાર્થ જોવા મળતો નથી કે જે સામાન્યથી - સામાન્ય વસ્તુધર્મથી બહાર હોય, એટલે કહી શકાય કે જે સામાન્યથી ભિન્ન હોય એવી કોઈ પણ વસ્તુ કે વિશેષ આકાશ કુસુમની જેમ પોતાની વિદ્યમાનતાને સિદ્ધ કરી શકતું નથી એટલે જો આ હેતુથી વિશેષને સામાન્યથી અન્ય માનવામાં આવે તો વિશેષની સત્તા ક્યારેય સ્વતંત્ર રીતે મળી ન શકે અને એ કારણે તમારો વિશેષને સામાન્યથી અન્ય (ભિન્ન) માનવાનો પક્ષ (વિકલ્પ) નિહેતુક જ બની જાય છે, હવે, એની દષ્ટાંત દ્વારા પુષ્ટિ કરે છે. “આંબો’ એ વનસ્પતિ સામાન્ય છે કારણ કે તે મૂળ, કંદ, શાખા, ફળ આદિ ગુણોવાળો છે. દા.ત. આંબાનો સમૂહ. જે જે મૂળાદિ ગુણવાળા હોય તે વનસ્પતિ સામાન્ય રૂપ જ છે. જેમ કે આંબાનો સમૂહ. આંબો એ મૂળાદિ ગુણવાળો છે તેથી એ વનસ્પતિ સામાન્ય રૂપ સિદ્ધ થાય છે. એ પ્રમાણે ગુલ્મ, લતાદિ વિશેષોનું પણ વનસ્પતિ સામાન્યથી અભિન્નપણું સિદ્ધ થાય છે, જો તેનાથી ભિન્ન માનીએ તો પૃથ્વી આદિ પણ તેમાં અતિવ્યાપ્ત થવાનો પ્રસંગ આવે છે.