________________
૭૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
તે શ્રુતપૂર્વ છે. કહેવાય છે કે જે પરોપદેશ-અહિંદુ વચનલક્ષણ શ્રતને અનુસરી અક્ષરલાભ અંદર સ્કૂરે છે તેને શ્રુતના ઉપયોગ માં રહેલો જ બોલે છે અને જે અશ્રુતાનુસારી સ્વમતિથી જ વિચારેલ ઇહા-અપાયોમાં અક્ષરલાભ સ્કૂરે છે તેને જ્યારે મતિ-ઉપયોગ સહિત જ બોલે ત્યારે તે મતિ શબ્દલક્ષણ દ્રવ્યશ્રુતનું કારણ હોવાથી તેની મતિ એ દ્રવ્યશ્રત બને જ છે. મતિ દ્રવ્ય શ્રુતના પક્ષમાં “
ફલ્થ વિ સોન્ગ' મૂળગાથાના ઉત્તરાર્ધમાં જે અર્થ બને છે તેને આચાર્ય બતાવે છે –
બોલનારની મતિ-દ્રવ્યદ્ભુત છે એમ કહ્યું. એથી ન બોલનારી અવસ્થામાં થતું મતિજ્ઞાન એ રૂતરત્ર શબ્દથી વાચ્ય થાય છે. તેથી ઇતરત્ર પણ તદવસ્થાભાવિ મતિજ્ઞાનમાં જો થાય તો તે દ્રવ્યશ્રુત મતિજ્ઞાનોપલબધિસમ હોય અર્થાત્ ન બોલાતી અવસ્થામાં થનાર મતિજ્ઞાનમાં જેટલા અર્થ જણાયેલા હોય તેટલા સર્વ અર્થને બોલે તે દ્રવ્યશ્રુત થાય, પણ એવું નથી કારણકે મતિજ્ઞાનથી જેટલું ઉપલબ્ધ કરે નહિ ત્યાં સુધી બોલી ન શકે કેમકે તે મતિજ્ઞાનથી ઉપલબ્ધ બધું અનંતગુણ છે.
પ્રશ્ન-૧૨૪ – આ ગાથામાં તમે કહ્યું કે મતિજ્ઞાનથી જેટલું ઉપલબ્ધ થાય તેટલું બધું ય બોલી ન શકે, અને પહેલાં તો હૃતોપલબ્ધ પણ બધું બોલી ન શકે એમ કહ્યું હતું, તો કઈ રીતે મતિધૃતથી ઉપલબ્ધ ભાવો બોલી ન શકાય?
ઉત્તર-૧૨૪ – અત્યંત પ્રચુર હોવાથી મતિજ્ઞાની આખા જીવન દરમ્યાન પણ ઉપલબ્ધ અર્થોના અનંતમાં ભાગને જ બોલી શકે છે. પ્રશ્ન-૧૨૫ – એમની એટલી પ્રચુરતા તમે ક્યાંથી નિશ્ચિત્ત કરી?
ઉત્તર-૧૨૫– કારણકે સંપૂર્ણ આયુષ્ય દરમ્યાન તે મતિ-શ્રુતજ્ઞાની સમુપલબ્ધ અર્થોના અનંતમા ભાગને જ બોલે છે એવો નિર્ણય આગમમાં થયેલો છે તેથી પ્રચૂરતા બતાવી છે.
(૪) વિષય-વિભાગ तीरंति न वोत्तुं जे सुओवलद्धा बहुत्तभावाओ । सेसोवलद्धभावा साभव्वबहुत्तओऽभिहिया ॥ गा. १३९ ॥
સર્વે કૃતોપલબ્ધભાવો ઘણા હોવાથી બોલવા શક્ય નથી. શ્રુતથી શેષ અન્ય મતિઅવધિ મનપર્યાય-કેવલજ્ઞાનથી ઉપલબ્ધ જે ભાવો છે તે સ્વાભાવિક રીતે જ અનભિલાપ્ય હોવાથી બોલવા શક્ય બનતા નથી.