________________
ગુજરાતી પ્રશ્નોત્તર
પણ જલાદિ ઉપરના ભાગે નંખાય અને નીચેની નીકળી જાય છે. કાંઈ રહેતું નથી તેની ઉપમાવાળો શિષ્ય પણ એવો જ કહ્યો છે. હવે, એ બંને ને સાંભળી શૈલ શિષ્ય બોલ્યો :તમે બન્ને ધન્ય છો, કે તમારા કાનમાં ગુરુએ કહેલું કાંઈપણ પ્રવેશે છે અને નીકળે છે મને તો એ પણ નથી. કાંઈ પણ તેમનું કહેલું અંદર પ્રવેશતું જ નથી. પથ્થર આવા જ હોય છે. ચાલનીના ઉદાહરણનું સ્વરૂપ અને ત્રણેયનો પરસ્પર વિશેષ કહ્યો. હવે ચાલનીનો પ્રતિપક્ષ કહે છે.
૩૮૫
તાપસોનો ભોજનાદિ નિમિત્ત ઉપકરણ વિશેષ ‘ખઉકઠિનક’ કહેવાય છે. તે વાંસ અને શુંબાદિ દ્રવ્યને અત્યંત ઝીણું કૂટીને કમઠકાકાર કરાય છે એ અત્યંત નિબિડ હોવાથી એમાંથી પાણી પણ નાંખેલું ટપકતું નથી એમ શિષ્યપણ ગુરુએ કહેલું બધું જ ધારણ કરે છે જે ધારણ કરેલું ભૂલતો નથી તે ગ્રાહ્ય, ચાલની સમાન-અગ્રાહ્ય.
(૪) પરિપૂણક :- સુગરી-ચકલીએ બનાવેલ માળો, તેનાથી ઘી ગળાય છે. તેમાં કચરો રહે છે ઘી ગળાઈને નીચે પડે છે. આવા પ્રકારનો શિષ્ય-શ્રુત સંબંધિ ગુણો બધાય ઘીની જેમ ગળે છે અને ઘીના કચરા જેમ દોષો તેનામાં રહે છે. એ શ્રુતના દોષો જ ગ્રહણ કરે છે અને ગુણો સર્વથા ત્યાગે છે એટલે અયોગ્ય.
પ્રશ્ન-૭૧૪ – સર્વજ્ઞની પ્રમાણતાથી તેનો પ્રવર્તક સર્વજ્ઞ છે એ કારણથી જિનમતમાં કોઈ દોષો નથી તો કઈરીતે એના દોષોને કોઈ પરિપૂર્ણક જેવા શિષ્ય ગ્રહણ કરશે ? કારણ કે દોષ તો ત્યાં છે જ નહી.
ઉત્તર-૭૧૪ – બરાબર છે, જો કે જિનમતમાં દોષો નથી તો પણ અનુપયુક્ત ગુરુનું કથન છે તેને આશ્રયીને દોષો હોય પણ, અથવા અયોગ્ય શિષ્યાશ્રયી જિનમતમાં પણ તેને કલ્પેલા દોષો હોય. અપાત્ર શિષ્યો નિર્દોષ જિનમતમાં પણ ન હોવા છતાં દોષો ઉત્પન્ન કરે છે.
જેમકે - તેમાનાં કેટલાક એમ કહે છે કે આ બધાં સૂત્રો પ્રાકૃતભાષામાં રચેલાં છે માટે કોને ખબર કે આ બધા સૂત્રો રચેલાં હશે ? એટલે એમાં વિશ્વાસ ન રાખી શકાય.
વળી, કેટલાક કહે છે સાધુઓ આરંભ પરિગ્રહ છોડી નિગ્રંથ બને છે ને ચારિત્ર પાળે છે, પણ દાન નથી આપી શકતા તો તેવા ચારિત્રથી શું કલ્યાણ થવાનું ? કોઈ કહે છે આ બધા શાસ્ત્રોમાં વારંવાર છજીવનિકાય, પ્રાણાતિપાતાદિ વિરમણ મહાવ્રતો, નિંદ્રાદિ પ્રમાદો અને તેના પરિહારનું વર્ણન છે. તે બરાબર નથી. કારણ કે, એક વખત કહેવાથી જ તે સમજાવી શકાય છે. વળી, વસ્તુતત્ત્વને નહિ જાણનારા કોઈ કહે છે-મોક્ષપ્રાપ્તિ માટે રચેલા શાસ્ત્રોમાં જ્યોતિષ્ચક્રની ગણતરી, યોનિપ્રાભૂતાદિથી સુવર્ણસિદ્ધિનું પ્રતિપાદનની શું જરૂર ? સામાન્ય બુદ્ધિવાળા કોઈ કહે છે જ્ઞાન તો મોક્ષપ્રાપ્તિ માટે છે તેમાં કાળ કે અકાળ વળી કેવો ? આમ, કહી સર્વજ્ઞના શાસ્ત્રોમાં પણ દોષો કહેવા તૈયાર થાય છે.