________________
૩૮૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ભૂમિમાંથી એ પડેલા મેઘનું પાણી અન્યત્ર જતું નથી. પણ તેમાં જ પ્રવેશે છે. તેમ, તે કોઈ શિષ્ય હોય જે ગુરુએ કહેલું ઘણું પણ અવધારણ કરે છે. છતાં એકે ય અક્ષર બાજુમાં જતો નથી, આવા સૂત્રાર્થગ્રહણ-ધારણ સમર્થ શિષ્યમાં સૂત્રાર્થનું શિષ્ય-પ્રશિષ્ય પરંપરા પ્રદાનથી અવ્યવચ્છેદ કરનારમાં સૂત્રાર્થ જાત આપવું અન્ય આગળ કહેલા મગશેલ જેવામાં નહિ. કેમકે તેથી આગળ જણાવેલા દોષો પ્રાપ્ત થાય છે.
(૨) ભાવિત ઘડો - ઘડા બે પ્રકારના હોય છે. (૧) નવા પકવેલા ન વપરાયેલા હોવાથી હજુ સુધી કુલ-જલ-તૈલાદિથી અભાવિત, (૨) વાપરેલા હોવાથી ભાવિત. ભાવિત ૨ પ્રકારના (૧) સુગંધી ગુલાબ-પટવાસાદિ પ્રશસ્ત વસ્તુઓથી ભાવિત (૨) દારૂ-તેલ આદિ અપ્રશસ્ત વસ્તુઓથી ભાવિત. પ્રશસ્તભાવિત ૨ પ્રકારના (૧) તે ભાવ વમવા શક્ય-વાગ્યે (૨) એનાથી વિપરિત અવાચ્યું. એ રીતે અપ્રશસ્તભાવિત પણ વમ્યાવસ્ય ભેદથી બે પ્રકારના. જે પ્રશસ્ત વસ્યા છે તે અગ્રાહ્ય છે. તથા જે અપ્રશસ્તભાવ અવાચ્ય છે, તે પણ અગ્રાહ્ય છે. તેમના વિપરિત જે પ્રશસ્તભાવ નહિ તજનારા અને અપ્રશસ્તભાવ તજનારા ઘડા હોય તે ગ્રાહ્ય, આદય, સુંદર હોય છે. આ દ્રવ્ય ઘડા કહ્યા. ભાવ ઘડા પણ પ્રશસ્ત-અપ્રશસ્ત ગુણ જલાધાર હોવાથી શિષ્ય જીવો એ રીતે જ ભાવિતા ભાવિત ભેદથી જાણવા. આ પક્ષમાં ફક્ત કુપ્રવચન-અવસત્રાદિથી ભાવિત-અપ્રશસ્ત ભાવિત કહેવાય છે. જે સંવિગ્ન સાધુઓથી ભાવિત-પ્રશસ્ત ભાવિત પ્રશસ્તભાવિ વામ્ય અને અપ્રશસ્ત ભાવિત વાગ્યે એ બંને અગ્રાહ્યા બીજા ગ્રાહ્યા - ભાવિત કુટપક્ષ.
અભાવિત કુટપક્ષ:- ૪ પ્રકારે છિન્ન, ભિન્ન, ખંડ, આખો, કોઈ ઘડો છિદ્રવાળો, કોઈ ભિન્ન-રાજીવાળો ત્રીજો ભાંગેલા કાંઠાવાળો-ખંડ, ચોથો આખો. જેમ એ ઘડાઓમાં ભરેલ પાણી ન્યૂનાધિક ચાલ્યું જાય છે, તેમ આ ચારેય ભેદોની દષ્ટાંતાશ્રયી પ્રરૂપણા-કોઈ શિષ્ય શ્રતગ્રહણાશ્રયી છિન્ન ઘડા જેવો હોય છે. તેને શ્રત આપતાં જરા પણ રહેતું નથી, બીજો આપેલું શ્રત થોડો સમય સુધી ટકે એવો કોઈ ભિન્ન ઘડા જેવો હોય છે. કાંઠા ભાંગેલા ઘડા જેવા શિષ્યમાં ઘણું ટકે અને ઉપરનું થોડું નાશ પામે છે. તથા આખા ઘડા જેવા શિષ્યને આપેલું શ્રુત લાંબો સમય સુધી ટકેલું રહે છે. એમ ભાવના કરવી.
(૩) ચાલની - શૈલ-છિદ્રકુટ-ચાલની નામના શિષ્યો ગુરુપાસે વ્યાખ્યાન સાંભળીને, ઉઠીને અન્યત્ર ગયેલા પરસ્પર વાત કરે છે. છિદ્રઘટ શિષ્ય :- ત્યાં ગુરુ પાસે બેસેલા મેં તેમને કહેલું યાદ કર્યું હવે કાંઈ યાદ નથી. છિદ્રઘડો એવો જ હોય છે તે પણ સ્થાને રહેલો નાંખેલું ધારણ કરે છે પણ ઉપાડીને બીજે લઈ જતાં કાંઈ રહેતું નથી. હવે ચાલની શિષ્ય :- છિદ્રકુટ તું સારો છે, જે ગુરુ પાસે રહીને તે અવધારણ કર્યું પછી જ ભૂલ્યો. મને તે ગુરુપાસે રહેવા છતાં એક કાનથી પેસે અને બીજાની નીકળે છે. હૃદયમાં કાંઈ રહ્યું નહિ કાણાવાળી ચાલની