Book Title: Visheshavashyak Bhashya Part 01
Author(s): Parshwaratnasagar
Publisher: Chandraprabhu Jain Naya Mandir
Catalog link: https://jainqq.org/explore/023131/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (ગુજરાતી પ્રશ્નોત્તર) 29-sh ભાગ-૧ પ્રશ્ન-૧૧૬૮ ઉત્તર-૧૧૬૮ વિવેચન : મુનિ પાર્શ્વરત્નસાગર ઉત્તર-૧૧૬૮ Page #2 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થાંક ક્રમાંક : ૫ ।। ઓમ મૈં નમો નાળK I ॥ નમો વિતરાગાય ॥ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (ગુજરાતી પ્રશ્નોત્તર) (ભાગ-૧) : વિવેચક : મુનિ પાર્શ્વરત્નસાગર : પ્રકાશક : શ્રી ચંદ્રપ્રભુ જૈન નયા મંદિર ૩૫૧, મિન્ટ સ્ટ્રીટ, સાહુકાર પેઠ, ચેન્નઈ-૭૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનું નામ : વિશેષ આવશ્યક ભાષ્યમ્ (ગુજરાતી પ્રશ્નોત્તર) (ભાગ-૧) વિવેચક : મુનિ પાર્થરત્નસાગર વર્ષ : વિ.સં. ૨૦૭૧ મૂલ્ય : ૧૨00-00 (સંપૂર્ણ સેટ) પ્રાપ્તિસ્થાન : (૧) શ્રી ચંદ્રપ્રભુ જૈન નયા મંદિર ૩૫૧, મિન્ટ સ્ટ્રીટ, સાહુકાર પેઠ, ચેન્નઈ-૭૯ (૨) કારસૂરિ આરાધના ભવન કાજી મેદાન, ગોપીપુરા, સુરત E-mail : sagarpr26@gmail.com Cont. No. : 09752265111 / 09007839399 આગામી પ્રકાશન શ્રી જંબૂઢીપપ્રજ્ઞપ્તિ સૂત્ર ઉ.પુષ્પસાગર વૃત્તિ સહિત Page #4 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથના સંપૂર્ણ લાભાર્થી શ્રી ચન્દ્રપ્રભુસ્વામી 'જૈન નયામંદિર ટ્રસ્ટ પોતાના જ્ઞાનદ્રવ્યમાંથી સંપૂર્ણ લાભ લીધેલ છે. ધન્યવાદ. ધન્યવાદ... શ્રી ચન્દ્રપ્રભુસવામી જેન નયામંદિર ટ્રસ્ટ મીન્ટસ્ટ્રીટ, શાહુકાર પેઠ, ચેન્નાઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ प्रकाशकीय किञ्चित्.... ॥ सज्झायो समो तवो गत्थि ॥ प्रभुवीर के शासन में श्रमण परंपरा में अनेक विद्वान श्रमण भगवंत हुए हैं । और इसी परंपरासे आए पू.जिनभद्रगणि क्षमाश्रमणने आवश्यक सूत्र के ऊपर एक भाष्य की रचना की जो जैनशासन में "विशेष आवश्यक भाष्य" नाम से जाना जाता है, प्राचीन काल में इस ग्रंथ के ऊपर लगभग ८०,००० श्लोक प्रमाण टीका रची गईथी। जो अभी मात्र २८,००० श्लोक प्रमाण अपने पास उपलब्ध है। इस वर्ष २०७०-७१ में हमारे श्री चंद्रप्रभ जैन नया मंदिर ट्रस्ट के तत्वावधान में सागर समुदायके पू. गणिवर्यश्री वैराग्यरत्नसागरजी म.सा. आदि ठाणा-३ का चातुर्मास सानंद संपन्न हुआ । इस चातुर्मास के दरम्यान पू. गणिवर्यश्री के शिष्य नित्य स्वाध्याय में लीन एसे पू.मुनिश्री पार्श्वरत्नसागरजी म.सा. के द्वारा इस विशिष्ट ग्रंथ के उपर गुजराती भाषा में प्रश्नोत्तर के रुप में सविस्तर विवेचन का कार्य चला । इस कठिन ग्रंथ के ऊपर अभी तक एसा प्रश्नोत्तर के रुप में कोई भी कार्य हुआ नहि है। जो की पू. मुनिराजश्री के अथाग परिश्रम से पूर्ण होकर आज जैन शासन के समक्ष रखते हुए हमें अत्यंत आनंद की अनुभूति होती हैं । . पू.श्री के द्वारा हमारे श्री संघ को इस ग्रंथ के प्रकाशन करने की प्रेरणा मिलि । जो की हमने सहर्ष स्वीकार ली और संघ के ज्ञान द्रव्यसे संपूर्ण ग्रंथ के प्रकाशन का पूज्यश्री के द्वारा हमें लाभ मीला। ____ ज्ञानसेवा के इस भगीरथ कार्य के लिए हम पू. गुरुदेवश्री की भूरी भूरी अनुमोदना करते है। और शासन देवसे प्रार्थना करते है की पू.श्री इस कार्य में उत्तरोत्तर प्रगति करके शासन सेवा का अनुपम लाभ लेते रहें। - प्रकाशक Page #6 -------------------------------------------------------------------------- ________________ प्रभु कृपा प्रभु कृपा एवं गुरुकृपा ही एवं गुरुकृपा ही केवलम् केवलम् શ્રી ચંદ્ધાભસ્વામી ૯મીથીલીની : શ્રાવાય ઢેઢા ઘ.૫ થી 'આહહંત સાગર" સુધી સાગરસમ્રાટ આગમોદ્ધારક પૂ.આચાર્યદેવેશ પ. પૂ. માલવભૂષણ આ.ભ.શ્રી શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ નવરત્નસાગરસૂરીશ્વરજી મહારાજ પ.પૂ.ગણિવર્યશ્રી વૈરાગ્યરત્નસાગરજી મ.સા. , થી G) સ્વાધ્યાયપ્રેમિ મુનિશ્રી પાર્થરત્નસાગરજી મ.સા. Page #7 -------------------------------------------------------------------------- ________________ એ ઉપકાર સ્મૃતિ પૂજ્ય ગુરુભગવંતના સંસારી માતુશ્રી... સ્વ. નિર્મળાબેન મફતલાલ શેઠ જન્મ : તા. ૩૦-૮-૧૯૪૯ અરિહંત શરણ તા. ૮-૧૦-૨૦૦૯ Page #8 -------------------------------------------------------------------------- ________________ Jyકે શ્રી જિનશાસનના શણગાર તમામ અગણાર ભગવંતોના કરકમલોમાં સાદર સમર્પણ... )}}}) ઉદ) V GOO0000 (I))}}')" ((((((((( . Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના વિશેષાવશ્યકભાષ્ય અને તે ઉપરની શ્રી મલધારી હેમચન્દ્રસૂરિ મ.ની ટીકાનો મુનિ પાર્શ્વરત્નસાગરજીએ કરેલ ભાવાનુવાદ ૧૧૬૮ પ્રશ્નોત્તરરૂપે (ભાગ ૧-૨) પ્રગટ થઈ રહ્યો છે. તે આનંદનો વિષય છે. ગ્રંથ-ગ્રંથકાર અને ટીકા-ટીકાકાર વિષે ઘણા વિદ્વાનોએ ઘણું લખ્યું છે. પં. દલસુખભાઈ માલવણિયાએ (ગણધરવાદની પ્રસ્તાવનામાં), ડૉ. મોહનલાલે (જૈન સાહિત્યકા બૃહદ્ ઈતિહાસમાં), ડૉ. સાધ્વી મુદિતયશાશ્રીએ (વિશેષાવશ્યકભાષ્ય ખંડ-૧ની ભૂમિકામાં) લખ્યું છે. એ બધાના આધારે અહીં કેટલીક વિગતો રજૂ કરીએ છીએ. ગ્રન્થ : આવશ્યકનિયુક્તિના સામાયિક અધ્યયન ઉપરનું વિશેષ પ્રકારનું ભાષ્ય છે વિશેષાવશ્યકભાષ્ય. • આ ભાષ્ય સર્વાનુયોગમૂલક છે. આને જાણીને જે પરિકર્મિતબુદ્ધિવાળો બને છે તે બાકીના બધા અનુયોગ માટે પણ યોગ્ય બને છે. (વિ.ભા.ગા. ૪૩૨૯) • સૈદ્ધાંતિક અને દાર્શનિક બાબતોની તર્કપૂર્ણ વિવેચન કરનાર અપૂર્વ ગ્રંથ. ♦ જૈન માન્યતાઓ સાથે અન્યદર્શનીય મંતવ્યોની તુલના કરતો અદ્ભુત ગ્રંથ. • ચૂર્ણિકાર જિનદાસગણિ, આ.હરિભદ્રસૂરિ, આ.અભયદેવસૂરિ, શ્રી શીલાંકાચાર્ય, શ્રીમલયગિરિસૂરિ આદિ ટીકાકારો ઉપર વિશેષા.નો વિશેષ પ્રભાવ જણાય છે. • મહો. યશોવિજયજીએ અનેકાંતવ્યવસ્થા, જૈનતર્કભાષા, જ્ઞાનબિંદુ આદિ ગ્રંથોમાં વિશેષા.માં બતાવેલ યુક્તિઓ પ્રયોજી છે. · આ ગ્રંથમાં અન્ય દર્શનો જોડે સામંજસ્ય સ્થાપનપૂર્વક આગમિક અવધારણાઓને સુરક્ષિત રાખી છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૭ • નાના-નાના અનેક દૃષ્ટાંતો દ્વારા ગ્રંથના પદાર્થો સરસ રીતે સમજાવ્યા છે. · ભાષ્યરચના દ્વારા જૈનવામઁયની મહાન સેવા કરી છે. • જૈન પરિભાષાને સ્થિર કરનાર ગ્રંથ. વિશેષાવશ્યકભાષ્યનું વ્યાખ્યા સાહિત્ય : સ્વોપજ્ઞટીકા ગ્રંથકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ ગ્રંથના પદાર્થો સમજાવવા સંક્ષિપ્ત નાની પણ સરસ ટીકા રચી છે. કમભાગ્યે તેઓશ્રી ટીકા પૂર્ણ કરી શક્યા નથી. ૨૩૧૮ ગાથા સુધી એમની ટીકા મળે છે. બાકીના ગ્રંથ ઉપ૨ શ્રી કોટ્યાચાર્યજીએ ટીકારચના દ્વારા પૂર્તિ કરી છે. ટીકામાં જરૂરી મહત્ત્વની વાતો જ ચર્ચી હોવાથી એ સંક્ષેપચિ જીવોને ગમે તેવી છે. કોટ્યાચાર્યકૃત ટીકા પૂર્તિ : શ્રી જિનભદ્રગણિજીની ટીકા (છઠ્ઠાગણધરની વક્તવ્યતા પછી) જ્યાંથી અધુરી છે ત્યાંથી કોટ્યાચાર્યશ્રીએ એવી જ સંક્ષેપશૈલિથી આગળ વધારી છે. પ્રારંભમાં તેઓશ્રી જણાવે છે કે - "निर्माप्य षष्ठगणधरवक्तव्यं किल दिवंगताः पूज्याः । अनुयोगमार्गदेशिकजिनभद्रगणिक्षमाश्रमणाः ॥ तानेव प्रणिपत्यातः परमविशिष्टविवरणं क्रियते । જોચાવાર્થવાવિશળિના મન્વંધિયા શક્તિમનપેક્ષ્ય ।'' (પૃ. ૪૧૩) આ ટીકાના અંતે - “सूत्रकारपरमपूज्यजिनभद्रगणिक्षमाश्रमणप्रारब्धा समर्थिता श्रीकोट्याचार्यवादिगणमहत्तरेण श्रीविशेषावश्यकलघुवृत्तिः । " આમ અહીં જોચાવાર્થ નામ અપાયું છે. અને ટીકાને ‘લઘુવૃત્તિ’ નામ અપાયું છે. ઉપરોક્ત ટીકા અને પૂર્તિ સાથે વિશેષાવશ્યકભાષ્યનું પ્રકાશન એલ.ડી.ઈન્સ્ટી. તરફથી ૩ ભાગમાં થયું છે. સંપાદક શ્રી દલસુખભાઈ માલવણિયા છે. આનું પુનઃમુદ્રણ પણ થયું છે. આ સ્વોપજ્ઞટીકા – ૪૩૨૯ ગાથા ઉ૫૨ છે. આમાં કેટલીક નિર્યુક્તિ ગાથાઓનો પણ સમાવેશ થાય છે. (જો કે – મલધારી હેમચન્દ્રસૂરિજીની વ્યાખ્યા માત્ર ૩૬૦૩ ગાથા ઉપર છે.) Page #11 -------------------------------------------------------------------------- ________________ ८ कोट्याचार्यकृतवृत्ति : પ્રાયઃ વિક્રમના આઠમા સૈકામાં થયેલા કોટ્યાચાર્યજીએ પણ વિશેષાવશ્યકભાષ્ય ઉપ૨ ૧૩૭૦૦ શ્લોક પ્રમાણ ટીકા રચી છે. કોટ્યાચાર્યજીનો વિશેષ પરિચય મળતો નથી. કેટલાક વિદ્વાનો આચારાંગ-સૂયગડાંગના ટીકાકાર શીલાંકાચાર્ય અને કોટ્યાચાર્યને અભિન્ન માને છે. જ્યારે બીજા વિદ્વાનોના મતે કોટ્યાચાર્ય આઠમા સૈકામાં અને શીલાંકાચાર્યજી નવમા-દસમા સૈકામાં થયેલા ભિન્ન-ભિન્ન વ્યક્તિઓ છે. પૂર્વોક્ત પૂર્તિકાર કોટ્યાચાર્યથી આ કોટ્યાચાર્ય ભિન્ન છે. કોટ્યાચાર્યજીએ ટીકામાં કથાનકો પ્રાકૃતમાં આપ્યા છે. ક્યાંક પ્રારંભ પ્રાકૃતમાં અને પછી સંસ્કૃતમાં કથા લખી છે. (જુઓ કુબ્જા કથાનક પૃ. ૩૪૩) કોઈ કથાઓ પ્રાકૃત પદ્યમાં પણ છે. (જુઓ ગ્રામીણકથા પ્ર. ૩૪૪-૬) ગ્રંથકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ : વિશેષાવશ્યકભાષ્ય ક્ષમાશ્રમણજીનો અનૂઠો ગ્રંથ છે. ગ્રંથ અને ગ્રંથકારશ્રી વિષે ઘણાં વિદ્વાનોએ ઘણું લખ્યું છે. અહીં એમાંથી કેટલુંક જોઈએ. • જેઓ અનુયોગધર, યુગપ્રધાન, સર્વશ્રુત અને શાસ્ત્રમાં નિપુણ, દર્શનોપયોગજ્ઞાનોપયોગના વિશિષ્ટજ્ઞાતા, જેમનો યશપટહ દસે દિશાઓમાં ગાજે છે. વિશેષાવશ્યકભાષ્યમાં જેઓએ આગમનો સાર ગુંથ્યો છે. પ્રાયશ્ચિત્તવિધિયુક્ત જીતકલ્પસૂત્રની જેમણે રચના કરી છે એવા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને નમસ્કાર. (જીતકલ્પચૂર્ણિ (ગા. ૫-૧૭)માં સિદ્ધસેનગણિ) વિદ્વાન મનિષીઓએ પ્રયોજેલા વિશેષણો - ભાષ્ય સુધાંભોધિ, ભાષ્યપીયૂષપાથોધિ, દલિતકુવાદિપ્રતાપ, દુષ્યમાંધકારનિમગ્નજિનવચનપ્રદીપપ્રતીમ વગેરે (જુઓ જૈન સાહિત્યકા બૃહદ્ ઈતિહાસ ભાગ-૩, પૃ. ૧૩૩) ♦ આવશ્યકસૂત્ર ઉપર બે ભાષ્યો રચાયા છે. ૧) આવશ્યકમૂલભાષ્ય (આ. હરિભદ્રસૂરિજી અને આ. મલયગિરિસૂરિએ આ નામથી કેટલી ગાથા આપી છે.) ૨) વિશેષાવશ્યકભાષ્ય. • ડૉ. મોહનલાલ મહેતાના મતે ૩ ભાષ્યો રચાયા છે. (જૈન સાહિત્યકા બૃહદ્ ઈતિહાસ ભાગ-૩, પૃ. ૩૨૯) Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈનજ્ઞાનમહોદધિ : • વિવિધતીર્થકલ્પ (આ. જિનપ્રભસૂરિ રચિત) પ્રમાણે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે મથુરામાં પંદર દિવસની સાધના દ્વારા દેવતાની આરાધના કરી ઉધઈ-ભક્ષિત મહાનિશીથસૂત્રનો જીર્ણોદ્ધાર કર્યો. પંદરમી સદીમાં રચાયેલ પટ્ટાવલીમાં આ જિનભદ્રજીનો ઉલ્લેખ મળે છે. જેસલમેરના જ્ઞાનભંડારમાં રહેલી વિશેષાવશ્યકભાષ્યની પ્રાચીન પ્રતમાં અંતે આ પ્રમાણે બે ગાથાઓ મળે છે. पंचसता इगतीसा सगणिवकालस्स वट्टमाणस्स । तो चेत्तपुण्णिमाए बुधदिण सातिमि णक्खत्ते ॥ रज्जे णु पालणपुरे सी( लाइ)च्चम्मि णरवरिंदम्मि । वलभीणगरीए इमं महवि... मि जिणभवणे ॥ ઈતિહાસવિદ્દ પં. જિનવિજયજીના મતે - આ ગાથાઓમાંથી આવું તારણ નિકળે છે. • વિશેષાવશ્યકભાષ્યની રચના શક સંવત પ૩૧ (વિ.સં. ૬૬૬)માં શૈ.સુ.-૧૫, બુધવારે સ્વાતિનક્ષત્રમાં પૂર્ણ થઈ છે. • પં. દલસુખભાઈ માલવણિયાના મતે પ૩૧ લેખન સંવત છે. રચના તો એથી પ્રાચીન સમયમાં થઈ છે. જનશ્રુતિ પ્રમાણે જિનભદ્રગણિનું આયુષ્ય વિ.સં. ૫૪૫ થી ૬૫૦ સુધી ૧૦૪ વર્ષનું હતું. (ગણધરવાદ પ્રસ્તાવના પૃ. ૩૩). શક સંવત ૫૯૮ (વિ.સં. ૭૩૩)માં રચિત શ્રીનંદિચૂર્ણિમાં વિશેષાવશ્યકભાષ્યના અનેકવાર ઉલ્લેખ આવે છે. • અંકોટ્ટક (અકોટા-વડોદરા)થી પ્રાપ્ત થયેલ બે જિનમૂર્તિ ઉપર આ પ્રમાણે લેખ છે. "ॐ देवधर्मोऽयं निवृत्तिकुले जिनभद्रवाचनाचार्यस्य" “% નિવૃત્તિને નિમવારના વાર્થ” ડૉ. ઉમાકાંત પ્રેમાનંદ શાહના મંતવ્ય પ્રમાણે આ મૂર્તિઓ ઈ.સ. ૫૫૦ થી ૭૦૦ વચ્ચેની છે. • જિનભદ્રગણિ નિવૃત્તિકુલમાં થયા. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ • શ્રી જિનભદ્રગણિની ગ્રંથરચના : ૧. વિશેષાવશ્યકભાષ્ય અને સ્વોપજ્ઞટીકા (અપૂર્ણ), ૨. બૃહત્સંગ્રહણી, ૩. બૃહત્સેત્રસમાસ, ૪. વિશેષણવતી, ૫. જીતકલ્પસૂત્ર અને ભાષ્ય, ૬. અનુયોગદ્વારચૂર્ણિ, ૭. ધ્યાનશતક (આવશ્યક હારિભદ્રીમાં આવતી આ રચના પણ જિનભદ્રગણિશ્રીની મનાય છે.) જીતકલ્પભાષ્ય (ગા.૬૦)માં વિશેષાવશ્યકભાષ્યના મંતવ્યનો ઉલ્લેખ છે માટે વિશેષા.ની રચના જીતકલ્પભાષ્ય પૂર્વે થઈ જણાય છે. (વિશેષાવશ્યકભાષ્ય પ્ર. જૈન વિશ્વભારતી ભાગ-૧, ભૂમિકા પૃ. ૩૨ સાધ્વી મુદિતયશા) શિષ્યહિતા ટીકા અને ટીકાકાર હેમચન્દ્રસૂરિ ઃ મલધારી હેમચન્દ્રાચાર્યકૃત ટીકા - ૨૮૦૦૦ શ્લોક પ્રમાણની શિષ્યહિતા નામની આ બૃહત્કાયવૃત્તિની રચના વિ.સં. ૧૧૭૫ના કા.સુ.-૫ (જ્ઞાન પાંચમ)ના દિવસે સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં પૂર્ણ થઈ છે. ટીકાકારશ્રીનું ગૃહસ્થપણાનું નામ પ્રદ્યુમ્ન હતું. તેઓશ્રી સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં મોટા હોદ્દા ઉપર બિરાજમાન હતા. એમના ગુરુનું નામ આ. અભયદેવસૂરિ હતું. મલધારીજીની આ ટીકા એટલી વિશદ-સરળ અને સુગમ છે કે આજે મોટાભાગના અભ્યાસીઓ આ જ ટીકાનું વાંચન કરે છે. અનેક પ્રકારની દાર્શનિક અને આગમિક ચર્ચાઓને પ્રશ્નોત્તર શૈલિથી ટીકાકારશ્રીએ હૃદયંગમ રીતે ચર્ચા છે કે અભ્યાસીને શુષ્કતા કે કઠિનાઈનો અનુભવ થયા વિના જ સમજાઈ જાય. શ્રીચન્દ્રસૂરિષ્કૃત મુનિસુવ્રતસ્વામિચરિતની પ્રશસ્તિમાં મલધારી હેમચન્દ્રસૂરિજીએ કુલ દસ ગ્રંથો રચ્યાની વિગત આપી છે. તે દસ ગ્રંથો આ પ્રમાણે છે. ૧. આવશ્યક ટિપ્પણ, ૨. શતકવિવરણ, ૩. અનુયોગદ્વારવૃત્તિ, ૪. ઉપદેશમાલાસૂત્ર, ૫. ઉપદેશમાલાવૃત્તિ, ૬. જીવસમાવિવરણ, ૭. ભવભાવનાસૂત્ર, ૮. ભવભાવનાવિવરણ, ૯. મંદિટિપ્પણ, ૧૦. વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ. સ્વોપજ્ઞટીકા અને કોટ્યાચાર્યની ટીકા હોવા છતાં પોતે વૃત્તિ શા માટે રચે છે એ જણાવતાં મલધારીજી જણાવે છે કે એ બન્ને વૃત્તિઓ અતિ-ાશ્મીરવાયાત્મવાત્ - Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૧ किञ्चित्संक्षेपरूपत्वाच्च विस्ताररुचीनां शिष्याणां नाऽसौ तथाविधोपकारं सांप्रतमाधातुं क्षमाः इति विचिन्त्य मुक्तलवाक्यप्रबन्धरूपा किमपि विस्तरवती... वृत्तिरियमारभ्यते ॥ વિશેષાવશ્યકભાષ્ય આગમિક વ્યાખ્યા સાહિત્યનો અનૂઠો ગ્રંથ છે. ભાષ્ય સાહિત્યમાં એનું અનોખું સ્થાન છે. જિનભદ્રગણિજી મહાન દાર્શનિક અને તાર્કિક હોવા છતાં પહેલાં આગમિક છે. આગમિક વાતોને તર્કસિદ્ધ કરવાની વાત બરાબર છે. પણ પહેલાં કોઈ બાબતને તર્કથી સિદ્ધ કરી પછી તર્કસિદ્ધ વાતોના સમર્થન માટે આગમનો ટેકો લેવો એ બરાબર માનતા નથી. વિશેષણતિ વગેરેમાં આ બાબત સ્પષ્ટ કરી છે. આ અતિ ગંભીર પ્રાકૃત ગાથામાં નિબદ્ધ ભાષ્યગ્રંથને સમજવા માટે મલધારી હેમચન્દ્રસૂરિજીની શિષ્યહિતાવૃત્તિ વિશેષ ઉપયોગી છે. પ્રશ્નો ઉભા કરી અને પછી એનું સમાધાન આપવાની પદ્ધતિનો આશ્રય ટીકાકારશ્રીએ લીધો છે. પ્રસ્તુત ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં અનુવાદ ગ્રંથમાં પણ ૧૧૬૮ પ્રશ્નોત્તરના માધ્યમે વિશેષાવશ્યકભાષ્ય અને શિષ્યહિતાવૃત્તિમાં ચર્ચાયેલા પદાર્થો ગુજરાતી ભાષામાં જ વાચકને સુલભ કરવાનો પ્રયાસ વિદ્વાન મુનિશ્રી પાર્શ્વરત્નસાગરજીએ કર્યો છે. જો કે વિશેષાવશ્યકભાષ્યના ઘણાં સંસ્કરણો પ્રગટ થયા છે ગુજરાતી અનુવાદ પણ પ્રગટ થયેલ છે છતાં પ્રશ્નોત્તર શૈલી એ પ્રસ્તુત ભાવાનુવાદની વિશેષતા છે. મુનિશ્રી પાર્શ્વરત્નસાગરજીએ આ પૂર્વે પઉમચરિયમ, આખ્યાનકમણિકોશ જેવા બૃહત્તમ ગ્રંથોની સંસ્કૃત છાયા, જ્યોતિષકદંડક સટીકનો અનુવાદ વગેરે કાર્યો કર્યા છે. પ્રસ્તુત અનુવાદ પણ એમની સ્વાધ્યાય રસિકતાનો પરિપાક છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ અનમોલ ગ્રંથરત્નના ભાષાંતર + પ્રશ્નોત્તર પ્રસંગે... (અંતરના ઉગાર) માનવ માત્રની તમામ પ્રવૃર્તિનું લક્ષ્યબિંદુ એક જ હોય છે સુખ. સૃષ્ટિના સઘળાયે જીવોની એ અભિપ્સા | અભિલાષા હોય છે કે મને સુખ મળે મારૂ દુઃખ ટળે. અને તેથી સુખને મેળવવા અને દુઃખને ટાળવા તે જે માર્ગ મળે તે માર્ગે તનતોડ મહેનત કરે છે, સખત પરિશ્રમ કરે છે. પરંતુ પરિણામ અનુકૂળ જ આવે તેવું બનતું નથી જ્યાં સુખની આશા રાખી હોય ત્યાં દુઃખની સવારી આવી પહોંચે છે, આવા સમયે જીવ વિચારે છે કે આમ કેમ બન્યું? પાછો તે સુખપ્રાપ્તિ અર્થે નવા રસ્તે ફાંફા મારવા પડે છે, ફરી પછડાટ ખાય છે તેને યોગ્ય રસ્તો મળતો નથી, તેને ઉચિત સમાધાન પોતાની બુદ્ધિથી સાંપડતું નથી. જીવમાત્રની આવી વિષમ, વિલક્ષણ, ચિત્ર-વિચિત્ર, દયાપાત્ર દશા કરૂણાસાગર, પરમતારક તીર્થંકર પરમાત્માઓએ પોતાના અનંતજ્ઞાનમાં જોઈ અને ભાવદયાથી પ્રેરાઈને તે પરાર્થ-વ્યસની, પરમ આપ્ત પુરૂષોએ મહાસુખદાયી ધર્મતીર્થની સ્થાપનાના માધ્યમથી જીવને સાચા અર્થમાં આત્મિક દૃષ્ટિએ સુખી બનાવવાનો રસ્તો બતાવ્યો, તેથી જ તો તે પ્રકૃષ્ટ પુણ્યના સ્વામીઓ માર્ગદર્શક રૂપે પ્રસિદ્ધ છે. અત્યાર સુધી આ રાગમય, દ્રષમય, પાપમય, સ્વાર્થમય, મોહમય, અજ્ઞાનમય અસાર સંસારમાં અનંત અનંત આત્માઓ વિશ્વવત્સલ, ત્રિલોકપૂજ્ય તીર્થકરોએ પ્રરૂપેલા વિશ્વકલ્યાણક માર્ગ ઉપર ચાલીને, સ્વસ્વરૂપને પ્રગટ કરીને સાચા અર્થમાં સુખી બન્યા, મુક્તિના અધિકારી બન્યા. કર્મસંહારક, ભવનિતારક જિનશાસનમાં તારક તીર્થપતિઓની ગેરહાજરીમાં, તેઓના અભાવમાં તેમના પ્રતિનિધિસ્વરૂપ આચાર્યો, ઉપાધ્યાયો તેમજ સાધુઓએ તીર્થકરોએ પ્રરૂપેલ તત્ત્વજ્ઞાનનો, જ્ઞાનવારસાનો સમ્યફ આધાર, આશ્રય લઈને તેના ઉપર ચિંતનમનન-નિદિધ્યાસન કરી તે સમ્યકજ્ઞાનનો સ્વ તેમજ પરના આત્મકલ્યાણ માટે ઉપયોગ કર્યો. જિનશાસનરૂપી નભો મંડલમાં દેદીપ્યમાન અનેકવિધ વિશિષ્ટ મહાપુરૂષોનીપંક્તિઓમાં પ્રસ્તુત ગ્રંથરત્ન “શ્રી વિશેષાવશ્યક ભાષ્ય”ના મૂલકર્તા પૂર્વધર મહર્ષિ પૂજયપાદ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પણ જિનશાસનના વિદ્વગણમાં પોતાનું આગવું અને Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અનેરૂ સ્થાન ધરાવે છે, પૂજ્યશ્રીનો પ્રસ્તુત, મહામૂલો આ ગ્રંથરત્ન પણ વિદ્વાનો માટે એક અમૂલ્ય નજરાણું છે જેના ઉપર વિદ્વદશિરોમણી અનેક ગ્રંથ ટીકાકર્તા, વિશિષ્ટ પ્રતિભાશાલી, ટીકાનિષ્ણાત પ.પૂ.મલ્લધારી હેમચન્દ્રસૂરિજી મ.સા.એ ટીકા બનાવેલ છે. જેમાં તે આગમપુરૂષે અથાગ મહેનત લઈ પાંચ જ્ઞાનનું સ્વરૂપ, ગણધરવાદ, નિન્તવવાદ, ચાર નિક્ષેપા, ૭ નયો આદિની વિરાદ વિચારણા, જિનશાસનના મૂલાધાર સ્વરૂપ પંચપરમેષ્ઠિનું તેમજ સામાયિક ધર્મનું સ્વરૂપ ખૂબ જ અદ્ભુત રીતે વિસ્તારપૂર્વક, છણાવટપૂર્વક, સૂક્ષ્મતાથી આલેખેલ છે જેને વાંચતા, અવગાહના કરતાં, ચિંતન-મનન આદિ કરતા પૂજ્યશ્રીની જ્ઞાનપ્રતિભા, શાસ્ત્રપરિકર્મિત પ્રજ્ઞા અને સરલતાથી તત્વપ્રસ્તુતિકરણની કલા ઉપર ઓવારી જવાય, ઓળઘોળ થઈ જવાય. અંતમાં મારી લેખીનીને વિરામ આપતા, આ લેખનો ઉપસંહાર કરતા એટલું જ કહીશ કે ગ્રંથોની પંક્તિમાં પોતાનું વિશિષ્ટ અને અનોખું મહત્ત્વ ધરાવનાર આ અદ્વિતીય અને અજોડ ગ્રંથરત્ન ‘શ્રી વિશેષાવશ્યક ભાષ્ય”નું પ્રશ્નોત્તર સહિત ગૌરવવંતી ગુર્જર ભાષામાં ભાષાંતર સ્વાધ્યાય રત, અથાગ પરિશ્રમી, વર્ધમાન આયંબિલ તપારાધક, વિદ્વાન મુનિપ્રવ૨શ્રી પાર્શ્વરત્નસાગરજી મ.સા.એ ખૂબ જ મહેનત અને જહેમતથી કરેલ છે. અગાઉ પણ તેઓ દ્વારા ચારથી પાંચ દળદાર ગ્રંથરત્નોનું કાર્ય ભાષાંતર-વિવેચન આદિના માધ્યમથી સંપન્ન થયેલ છે. તેઓનો આ અભિનવ જ્ઞાનપ્રયાસ વિવેચન આદિના માધ્યમથી સંપન્ન થયેલ છે. તેઓનો આ અભિનવ જ્ઞાનપ્રયાસ વાસ્તવમાં સ્તુત્ય છે, કારણ કે જિનશાસનમાં સાધુસંસ્થામાં પૂર્વાચાર્યોના ગ્રંથોનો આધાર લઈ ચીવટપૂર્વક, ખંત અને તન્મયતાથી આવું ભગીરથ કાર્ય કરનારા સાધુઓ ગણ્યા-ગાંઠ્યા છે, મુનિરાજશ્રી પોતાની તીવ્રમેઘા અને પ્રખર પ્રતિભા દ્વારા આગળના સમયમાં પણ અનેક ગ્રંથરત્નોના ભાષાંતરસંપાદન-પ્રશ્નોત્તર આદિ કરીને પોતાની જ્ઞાન-યાત્રાને આગળ ધપાવતા રહે, જેથી અનેક તત્વપિપાસુ-જિજ્ઞાસુ-અલ્પક્ષયોપક્ષમવાળા જીવો તે ગ્રંથરત્નોના માધ્યમથી કાંઈક બોધ પામી સ્વ-૫૨ આત્મકલ્યાણના વિશુદ્ધ માર્ગ ઉપર આગળ વધી દુર્લભ માનવજીવન તેમજ અનુપમ જિનશાસનને સાર્થક અને સફળ કરી પરમ સુખના સહભાગી બને તેવી મનોકામના. અંતરની શુભાભિલાષા. તીરપુર તા. ૧૫-૫-૨૦૧૫ શુક્રવાર માલવભૂષણ પ.પૂ.આ.દેવશ્રી નવરત્નસાગરસૂરિ ચરણરેણુ ગણિશ્રી વૈરાગ્યરત્નસાગર Page #17 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય) જે સ્વાધ્યાયમાં નિત્ય રત રહેતા ધન તે મુનિવરા... પૂ. જિનભદ્ર ગણિક્ષમાશ્રમણજી દ્વારા મૂળ પ્રાકૃત ભાષામાં શ્લોકબદ્ધ રચાયેલ આવશ્યક સૂત્ર ઉપરના સંક્ષિપ્ત વિવેચનરૂપ “વિશેષ આવશ્યક ભાષ્ય” ઉપર રચાયેલી નમસ્કાર તેમજ સામાયિક સૂત્રની બૃહદ્ ટીકા જે આશરે હાલમાં ૨૮,૦૦૦ શ્લોક પ્રમાણ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે આ ગ્રંથ ઉપર છે આવશ્યક ઉપર ૮૦,૦૦૦ શ્લોક પ્રમાણ ટીકા રચાઈ હતી, પરંતુ કાળના પ્રવાહમાં કેટલાક શાસ્ત્રોનો નાશ થઈ ગયો એમાં એ વિસ્તૃત વૃત્તિ પણ નષ્ટ પ્રાયઃ થઈ ગઈ તેમ છતાં જેટલું મળ્યું તે પણ અત્યારના સમય માટે ગાગરમાં સાગર સમાન છે. ૨૮,૦૦૦ શ્લોક પ્રમાણ ગ્રંથમાં અત્યારે લગભગ ૨૫,૦૦૦ શ્લોક પ્રમાણ તો શાસ્ત્રના આરંભ રૂપ ભૂમિકા છે. એના પરથી જ ટીકાકારની અપ્રતિમ વિદ્વતાનો રણકાર ઉપસી આવે છે. અને નતમસ્તક થઈ જવાય છે. હૃદયમાંથી સહસા ઉદ્દગારો સરી પડે છે. જે સ્વાધ્યાયમાં નિત્ય રત રહેતા... ધન તે મુનિવરા રે... સંયમ સ્વીકાર કર્યા પછી અનેક ગ્રંથોના દોહન કર્યા પછી લગભગ છઠ્ઠા વર્ષે બરલૂટ જૈન સંઘના જ્ઞાન ભંડારમાંથી શ્રી વિશેષ આવશ્યક ભાષ્યની પ્રાચીન પ્રત પ્રાપ્ત થઈ અને વાંચવાનો આરંભ કર્યો. થોડું વાંચન થયા પછી મનમાં વિચાર સ્ફર્યો. આ ગ્રંથ ઉપર પ્રશ્નોત્તરરૂપે નોટ તૈયાર થાય તો ભવિષ્યમાં એમાં પડેલા જ્ઞાનના અમૂલ્ય પદાર્થોનું ભવિષ્યમાં પણ પાન કરવાનો અવસર મળશે. એમ વિચારી વિસ્તૃત નોટ બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં માત્ર વિવેચન લખવાનો ભાવ હતો પરંતુ વાંચન શરૂ કરતાં જ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અનેકાનેક પ્રશ્નોની હારમાળા અંદર આવતી ગઈ અને એવા પ્રશ્નોના પૂ. ટીકાકારશ્રી દ્વારા ઉત્તરો પણ અપાતા ગયા. ત્યારે લાગ્યું ગ્રંથનું વિવેચન તો અગાઉ પણ સરળ ગુજરાતી ભાષામાં છપાયેલું છે. તો પ્રશ્નોત્તર રૂપે આ ગ્રંથની નોટ તૈયાર થાય તો કેવું? બસ, ત્યાર બાદ પ્રશ્નોત્તર રૂપે નોટ લખવાની અને સાથે સાથે વાંચન કરવાની શરૂઆત થઈ. લગભગ આઠ મહિનામાં સંપૂર્ણ ગ્રંથનું વાંચન તેમજ લેખન પૂર્ણ થયું. અને નોટો તૈયાર થઈ ગઈ અને પડી રહી. સં. ૨૦૬૯-૭૦ના કલકત્તાના ચાતુર્માસ દરમ્યાન એ નોટો પાછી હાથમાં આવી ત્યારે પાછો નવો વિચાર આવ્યો. મેં મારા માટે તો આ નોટો તૈયાર કરી પણ જો એને વ્યવસ્થિત રીતે છપાવીએ તો શાસનના માટે ઉપકારી થઈ પડશે. અને પૂ. ગુરુભગવંતો, સાધ્વીજી ભગવંતો, મુમુક્ષુઓ તેમજ સ્વાધ્યાયપ્રેમી શ્રાવક-શ્રાવિકાઓ પણ એના રહસ્યનો બોધ પામી શકશે. અને વિચારને તુરંતમાં અમલમાં મૂકી ત્રણે નોટો સીધી પ્રેસમાં compose માટે મોકલી આપી. પ્રથમ મુફ તૈયાર થઈને આવ્યું ત્યારે લાગ્યું કે પોતાના માટે બનાવેલી નોટ અત્યંત સંક્ષેપમાં તૈયાર કરી છે જે વાચક વર્ગ માટે એટલી અસરકારક અને ઉપકારક કદાચ નહિ બને એટલે પાછા એ મુફમાં અનેક પ્રકારના વિવેચનનો ઉમેરો કરવાનું શરૂ કર્યું જે પણ સુંદર રીતે થઈ ગયો અને ગ્રંથ સળંગ વિવેચન અને પ્રશ્નોત્તર રૂપે તૈયાર થઈ ગયો. પાંચ જ્ઞાનરૂપ નંદિ, મતિ-શ્રુત જ્ઞાનની સુવિસ્તૃત ચર્ચા, અનેક પ્રકારના દૃષ્ટાંતો, ગણધરવાદ, નિન્તવવાદ, નમસ્કાર નિર્યુક્તિ, સામાયિક નિર્યુક્તિ વગેરે જટીલ પદાર્થો પર પૂ. ટીકાકારશ્રીના વિવેચનને વાંચીને એ પદાર્થોના રહસ્યોના સારને પામીને ટીકાકારશ્રીની અથાગ પુરૂષાર્થ અને બુદ્ધિકૌશલ્યની સામે નતમસ્તક થઈ જવાય છે. પદાર્થોના રસથાળ એવા આ મહામૂલ્યવાન મહાગ્રંથનું દોહન કરવું એ સ્વ આત્મા માટે અત્યંત લાભદાયી થઈ જાય જ એમાં અતિશયોક્તિ નથી. અંતમાં સર્વે જ્ઞાનપિપાસુ આત્માઓને એટલી વિનંતી છે કે આપ આ ગ્રંથનું અધ્યયન-અધ્યાપન કરી પરમાત્માના શાસનના સામ્રાજ્યમાં સમ્યગ્દર્શન-સર્વવિરતિસર્વજ્ઞતા અને અંતે સિદ્ધિ સુખને પામો એવી અભ્યર્થના. Page #19 -------------------------------------------------------------------------- ________________ છદ્મસ્થતા દોષથી કે પ્રેસદોષથી ગ્રંથમાં ક્યાંય પણ કોઈક સ્થળે પણ કોઈ પણ સ્થાને ક્ષતિ રહી જવા પામી હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્. ગ્રંથના પ્રકાશનનો જ્ઞાનદ્રવ્યમાંથી ઉદારતાપૂર્વક સંપૂર્ણ લાભ લઈ શાસનને આ ગ્રંથ સમર્પિત કરવા માટે શ્રી ચંદ્રપ્રભ જેન નયા મંદિર ટ્રસ્ટ, ચેન્નઈની ભૂરિ ભૂરિ અનુમોદના. સુંદર-સુઘડ-સુચારૂ આ અમૂલ્ય ગ્રંથનું છાપકામ કરવા બદલ તેમજ સુંદર બાઈડિંગ, સેટિંગ આદિ કાર્ય હસતા-હસતા કરી આપનાર જ્યારે જ્યારે મુફો મંગાવ્યા - જેટલીવાર મંગાવ્યા - સુધારા-વધારા કરાવ્યા પણ ક્યારેય જેમણે અણગમો વ્યક્ત નથી કર્યો અને અત્યંત હૃદયના ઉલ્લાસપૂર્વક શુભ ભાવપૂર્વક શાસનના આ ભગીરથ કાર્યમાં સહકાર કરનાર કિરીટ ગ્રાફિક્સની ભૂરિ ભૂરિ અનુમોદના. - મુનિ પાર્જરત્નસાગર વૈ.સુ.-૧૦પ્રભુવીર કેવલજ્ઞાન કલ્યાણક કુકુર, તમિલનાડુ Page #20 -------------------------------------------------------------------------- ________________ | 34 ગ . ॥ श्री तारंगातीर्थाधिराज श्री अजितनाथाय नमः ॥ || છાનો વીયરીયે | श्री विशेषावश्यक भाष्यम् શ્રી આવશ્યક સૂત્ર અર્થથી સૌ પ્રથમ તીર્થકર ભગવંતો ફરમાવે છે, ત્યાર બાદ ગણધર ભગવંતો તેને સૂત્રમાં ગુંથે છે. એમાં ચરણ સિત્તરી અને કરણ સિત્તરરૂપ જે ક્રિયાઓ છે તે સૂત્ર રૂપી વૃક્ષનું મૂળ છે. સામાયિકાદિ છ આવશ્યક અધ્યયન રૂપ શાસ્ત્ર તે વૃક્ષનો સ્કંધ છે. અત્યંત ગંભીર અર્થવાળું તથા સર્વ સાધુ-શ્રાવક વર્ગને નિરંતર ઉપયોગવાળું જાણીને શ્રુતકેવલી શ્રીમાન્ ભદ્રબાહુસ્વામી દ્વારા “માિિનવોદિયં નાdi સુચનાચેવ મહિના ર” (નિ.ગા.૭૯) વગેરે ગાથાઓ દ્વારા કરેલ વ્યાખ્યાન “નિર્યુક્તિ” કહેવાય છે. છ અધ્યયન સ્વરૂપ આ આવશ્યક નિર્યુક્તિમાંથી પ્રથમ અધ્યયન “સામાયિક અધ્યયન'ની નિર્યુક્તિનો અર્થ જબરજસ્ત વિચારણા કર્યા પછી પણ જાણવો દુષ્કર છે. છતાં અત્યંત ઉપકારી છે એમ જાણીને પૂજ્યપાદ જિનભદ્રગણિક્ષમાશ્રમણ ભગવંતે સામાયિકની નિયુક્તિ ઉપર ભાષ્યની રચના કરી આ ભાષ્ય ઉપર સ્વયં પોતે અને શ્રીમાનું કોટ્યાચાર્ય ભગવંતે પણ વ્યાખ્યા કરી છે. પરંતુ એ વ્યાખ્યાઓ અત્યંત ગંભીર અને સંક્ષિપ્ત હોવાથી તથા પંચમકાળના પ્રભાવથી બુદ્ધિ વગેરેમાં હીન થયેલા અને વિસ્તાર રૂચિવાળા શિષ્યો માટે એ વૃત્તિઓ વિશેષ ઉપકારક નહિ થઈ શકે એમ સમજીને પૂ.પાદ મલધારી હેમચંદ્રસૂરિજીએ વિસ્તારપૂર્વક આ વૃત્તિની રચના કરી છે. ગ્રંથના આરંભમાં ભાષ્યકાર વિપ્નોની શાન્તિ માટે મંગળ તથા શિષ્યોની પ્રવૃત્તિ માટે અભિધેયાદિ કહે છે. कयपवयणप्पणामो वोच्छं चरण-गुणसंगहं सयलं । आवस्सयाणुओगं गुस्वएसाणुसारेणं ॥ પ્રવચન-શાસનને પ્રણામ કરીને હું ચરણ-ગુણના સકલ સંગ્રહવાળા આવશ્યકાનુયોગને ગુરૂ ઉપદેશનાનુસાર કહીશ. ભાગ-૧/૨ Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૧ – આવશ્યકોનું સ્વરૂપ શું છે? ઉત્તર-૧ – “વર !!ાણં' તે મુમુક્ષુ: માત રૂતિ વરમ્ વતે નમ્યો પ્રાથતે મવોઃ પરલૂનમનેનેતિ વરH I મુમુક્ષુઓ જેનું આસેવન કરે છે અથવા જેના થકી સંસાર સમુદ્રને પાર જવાય છે તે ચરણ-ચારિત્ર, શ્રમણધર્માદિ મૂળગુણો અને પિંડવિશુદ્ધિ વગેરે ઉત્તરગુણો, અથવા ચરણ શબ્દથી દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્ર અને ગુણ શબ્દથી જ્ઞાન અને દર્શન આ રીતે જ્ઞાન-દર્શન-ચારિત્રના સંગ્રહરૂપ આવશ્યક અનુયોગ છે. ૧. અવશ્ય કરવા યોગ્ય તે આવશ્યક. ૨. અથવા જ્ઞાનાદિ ગુણથી હીન જીવને જ્ઞાનાદિ ગુણથી જોડે તે (આવાસક) આવશ્યક. પ્રશ્ન-૨– આવશ્યક એટલે કે આવશ્યકનું વ્યાખ્યાન, અને ચરણ-ગુણ સંગ્રહ એ તો જ્ઞાન-દર્શન-ચારિત્રના સંગ્રહરૂપ છે. એટલે આ બંનેનું અધિકરણ અત્યંત ભિન્ન છે અર્થાતુ એક સામાન્ય અધિકરણ અનુયોગને આશ્રયીને બન્ને રહેલા નથી, તો એમના વચ્ચે સમાનાધિકરણતા એટલે કે આવશ્યકના અનુયોગથી જ્ઞાનાદિ ત્રણેની વ્યાખ્યા કઈ રીતે ઘટે? ઉત્તર-૨ – સાચી વાત છે. પરંતુ “સામાફ તિવિદં સન્મત્ત સુગં તહીં તિરં વ' એ વાત અમે આગળ કરીશું. તે અનુસાર એકલા સામાયિકનો અનુયોગ પણ સંપૂર્ણ ચરણગુણનો સંગ્રહાક છે અર્થાત્ માત્ર સામાયિકમાં પણ ચરણ અને ગુણનો સમાવેશ થઈ જાય છે, તો આખા આવશ્યકાનુયોગની તો વાત જ શું કરવી. તેથી સામાયિકની જેમ સંપૂર્ણ આવશ્યકમાં પણ ચરણ અને ગુણ સમાવિષ્ટ હોઈ આવશ્યકાનુયોગ પણ અમે એ જ રીતે કહ્યો છે. જેમકે દંડયોગથી પુરુષ દંડી કહેવાય છે, અથવા ચરણ-ગુણોનો સંગ્રહ જે આવશ્યકાનુયોગમાં છે તે ચરણગુણ સંગ્રહ એવો બહુવ્રીહી પક્ષ અહીં શંકાસ્પદ નથી, ફક્ત આ પક્ષમાં સકલ વિશેષણ આવશ્યકાનુયોગનું સમજવું. એ સંપૂર્ણપણે ચરણ ગુણનો સમૂહ છે એ અપેક્ષાએ સમજવું. એમ કરવાથી બંનેની સમાનતા ઘટી જશે. પ્રશ્ન-૩- જો તમે ‘સામયિંત્ર સિવિર્દ થી સામાયિકને સંપૂર્ણ ચરણ-ગુણનો સંગ્રહ કહો છો, તો એમાં અનુયોગનું શું કામ છે ? ઉત્તર-૩ – એમ નથી, અહીં ખરેખર તો વ્યાખ્યા સામાયિકની જ કરવાની છે અને અનુયોગ તો વ્યાખ્યાનરૂપ છે. અને વ્યાખ્યાન-વ્યાખ્યય એ બંનેનો અભિપ્રાય એક જ હોવાથી હોઈ અહીં અભેદથી વિવક્ષા કરેલી છે. માટે દોષરૂપ નથી. પ્રશ્ન-૪ – જો તમે તમારી બુદ્ધિથી આવશ્યકાનુયોગ કરો છો - તો મહિમાનોને એ માન્ય નથી, કારણ તમે સર્વજ્ઞ નથી છઘસ્થ છો એ કારણે કોઈએ સ્વતંત્ર રીતે કહેલું મને Page #22 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર માન્ય નથી. જેમકે મર્થ પ્રેક્ષાવતામ્ નાર્ય, છતા સતિ સ્વતન્ત્રતયામિથીયમનવાર, रथ्यापुरुषवाक्यवत् ? ઉત્તર-૪ – “ગુરૂવાલાપુર' પદથી અમે આગળ જણાવેલું જ છે એટલે કે અમે તીર્થકર-ગણધરોના ઉપદેશથી આ આવશ્યકાનુયોગ કરીએ છીએ પોતાની બુદ્ધિથી કરતા જ નથી. ગુરૂના ઉપદેશ અનુસાર તેમની પરતંત્રતા સ્વીકારીને જ કહીએ છીએ એટલે તમારો સ્વતંત્રતઃિ હેતુ જ અહીં અસિદ્ધ થઈ જાય છે. કારણ કે જે છદ્મસ્થ વ્યક્તિ પરમગુરુની અપેક્ષા વગર સ્વતંત્ર રીતે જ શેરીમાં રખડતા માણસની જેમ બોલે છે એતો અમે પણ સ્વીકારતા નથી. પ્રશ્ન-૫– તમે કહ્યું ને કે શ્રીમદ્ ભદ્રબાહુપ્રણીત સામાયિક નિર્યુક્તિ અત્રે ભાષ્યમાં અમે કહીશું તો પછી આ આવશ્યકાનુયોગ શા માટે કહો છો આમ કરવામાં તો સ્પષ્ટ વિરોધ જ થાય છે ને? ઉત્તર-૫ – વાત એમ નથી તમે અમારો મતલબ સમજ્યા નથી. કેમકે સામાયિક એ ૬ આવશ્યકનો જ એક ભાગ હોવાથી તે પણ આવશ્યક જ છે અને એના વ્યાખ્યાનરૂપ જ એની નિર્યુક્તિ છે અને વ્યાખ્યય-વ્યાખ્યાનનું એકત્વ સ્વરૂપ પહેલાં જણાવેલું જ છે એટલે આખી સામાયિક નિર્યુક્તિ પણ આવશ્યક જ થઈ અને એની જ અમે અહીં વ્યાખ્યા કરવાના છીએ એટલે એમાં વિરોધ જેવું કાંઈ થતું નથી. ગાથામાં પ્રથમ પદમાં વિઘ્નસમૂહના વિનાશ માટે મંગલનું કારણભૂત હોવાથી ઈષ્ટદેવતા ને નમસ્કાર કરાયો છે. અને શેષ ત્રણ પાદથી અભિધેય-પ્રયોજન-સંબંધનું અભિધાન કરાયું છે. (૧) “માવસયાજુમો વોજી” એ પદથી ગ્રંથમાં આવશ્યકનો અનુયોગ તે અભિધેય છે. (૨) ચરણ-ગુણના સંગ્રહથી આ શાસ્ત્ર જ્ઞાન, દર્શન અને ચારિત્રનો આધાર છે એટલે તેવું શાસ્ત્ર શ્રવણાદિ દ્વારા સ્વર્ગ કે મોક્ષનું કારણ બનવાથી તે આ શાસ્ત્રના શ્રવણાદિનું પ્રયોજન છે. (૩) આ શાસ્ત્રમાં વાચ્ય-વાચક ભાવનો સંબંધ છે એટલે એમાં આવશ્યકનો અનુયોગ એ વાચ્ય છે અને અક્ષર રૂપ ગ્રંથ વાચક છે. મંગલ પ્રશ્ન-૬ – “યપવયUTHUTIો' પદના અનુસાર તમે અરિહંતાદિ ઈષ્ટદેવતા તરીકે પ્રસિદ્ધ હોવા છતાં તેમને છોડીને અહીં ગ્રંથકારે પ્રવચનને નમસ્કાર શા માટે કર્યો છે? ઉત્તર-૬ – “નમસ્તીથય" એ વચનથી અરિહંતાદિઓને પણ પ્રવચન નમસ્કાર્ય છે, અને અરિહંતાદિની ઓળખાણ આપણને પ્રવચનાદિથી થાય છે, તીર્થ પણ લાંબા સમય Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ સુધી પ્રવચનના આધારે જ પ્રવર્તે છે આ અપેક્ષાએ અરિહંતાદિથી પણ પ્રવચન પ્રધાન થાય છે અને એ જ્ઞાનાદિ ગુણસ્વરૂપ હોવાથી એને ઈષ્ટદેવતા તરીકે કહેવામાં કોઈ બાધ નથી આવતો. અને એટલે જ તેને ઇષ્ટ માની અમે નમસ્કાર સ્વરૂપ મંગલ કરીએ છીએ એમ કહ્યું છે. પ્રશ્ન-૭ – તમે જે અગાઉ કહ્યું છે ને કે મન્દીમતી એવા મેં મન્દતરમતી એવા શિષ્યોને અર્થબોધ થાય એ માટે આ સરળ વ્યાખ્યા કરી છે તો જેઓને મહામતિવાળા એવા પૂર્વપુરુષોના વચનોથી અર્થ બોધ નથી થતો તો તમારા જેવા મંદમતિના વચનોથી કઈ રીતે થશે? ઉત્તર-૭ – સમાનસ્વભાવવાળા વચનોથી સમાનસ્વભાવવાળાને અર્થ બોધ થાય છે જેમકે – મન્નુમાણ પામવૃÉિ મિચ્છી હૉતિ મિચ્છર્દિ! સપ્ત પવિત્તીય મલ્વિસ ને विबुहभणिएहि ॥१॥ निअभासाए भणंते समाणसीलम्मि अत्थपडिवत्ती । जायइ मंदस्स वि न उण विविहसक्कयपबंधेहिं ॥२॥ પ્રશ્ન-૮- આ આવશ્યકાનુયોગ સાંભળવાનું ફળ શું છે કે જેને સાંભળવા અમે પ્રવર્તન કરીએ? ઉત્તર-૮– આવી શિષ્યની જિજ્ઞાશાને પૂરી કરવા અનુયોગના ફળ સંબંધી સંગ્રહગાથા જણાવે છે. तस्स फल-जोग-मंगल-समुदायत्था तहेव दाराई । तब्भेय-निरुत्त-क्कम पओयणाइं च वच्चाइं ॥२॥ તેના ચાર ધારો છે – ૧ - ફળ - મોક્ષપ્રાપ્તિનું લક્ષણ કહેવું. ૨ - યોગ - શિષ્યને આપવા માટે સંબંધ-અવસર જણાવવો. ૩ - મંગલ - આવશ્યકાનુયોગ કરતાં મંગળ કરવું. ૪ - સમુદાયાથે - સામાયિકાદિ અધ્યયનોનો “સાવનનો વિર ૩ત્તા ગુણવો ય પરવરી' (ગાથા-૯૦૨) વગેરે ગાથાથી સમુદાય અર્થ “સાવઘયોગ વિરતિ વગેરે બતાવવો. એ ૪ દ્વારોનાં ૧. ભેદો - (૧) આનુપૂર્વી – નામ-પ્રમાણ-વક્તવ્યતા-અર્વાધિકાર અને સમવતાર એ ૬ ભેદથી ૬ પ્રકારનો ઉપક્રમ કરવો તે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર (૨) ઓઘ નિષ્પન્ન - નામનિષ્પન્ન-સૂત્રાલાપકનિષ્પન્ન એ ૩ પ્રકારે નિક્ષેપ કહેવો તે. (૩) સૂત્ર અને નિયુક્તિ ભેદથી બે પ્રકારનો અનુગમ કરવો. (૪) નૈગમાદિ ભેદથી ૭ પ્રકારના નયો બતાવવા. ૨. આરંભ કરવા નજીક લાવવું તે ઉપક્રમ, નજીક લાવેલ શાસ્ત્રનું નામાદિ ભેદોથી સ્થાપન કરવું તે નિક્ષેપ, ઈત્યાદિ શબ્દની વ્યુત્પત્તિરૂપ નિરૂક્ત કહેવો. ૩. ત્યાર પછી, ઉપક્રમાદિ દ્વારોનો નિયત ક્રમ કહેવો, જેમ કે, આરંભ નહિ કરાયેલાનો નિક્ષેપ નથી કરાતો, નિક્ષેપ વગર અનુગમ ન થાય, વગેરે. ૪. નગરના દષ્ટાંતની જેમ આ તારો ઉપકારી છે, જેમ કે કોઈ કિલ્લાવાળું મોટું નગર એક પણ દરવાજા વિનાનું હોય તો લોકો તેમાં રહેતા નથી. એક દરવાજો હોય તો પણ પ્રવેશ-નિર્ગમ મુશ્કેલ બને એટલે નાના-નાના અનેક દરવાજા સહિત મુખ્ય ચાર દરવાજા હોય તો બધા સુખથી રહે એમ, શાસ્ત્ર પણ ઉપક્રમાદિ દ્વારોવાળું હોય તો સુખ બોધવાળું બને. આમ ઉપક્રમાદિ દ્વારોનું પ્રયોજન કહેવાશે. ફળદ્વાર જ્ઞાન-ક્રિયા દ્વારા મોક્ષ સાધ્ય થાય છે. ત્યાં કોઈ શંકા ઉઠાવે છે. પ્રશ્ન-૯ – જો જ્ઞાન-ક્રિયાથી મોક્ષ હોય તો આવશ્યકાનુયોગની શી જરૂર છે કે જેનાથી ફળની પ્રાપ્તિ થાય ત્યાં જ બુદ્ધિમાન પ્રવૃત્તિ કરે? ઉત્તર-૯ - આ આવશ્યક એ જ્ઞાન-ક્રિયાનું કારણ છે તેથી તે જ્ઞાન-ક્રિયા સ્વરૂપ જ છે, તેથી તેના વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો છે કેમકે કારણથી કાર્યની સિદ્ધિ થાય છે. જેમકે, આયુષ્યની વૃદ્ધિ કરવાના કારણે ઉપચારથી લોકમાં “વૃતમયુ' કહેવાય છે. “વિનોદ્ર' પાદરોગમાં કારણ હોવાથી પાદરોગને જેમ નવલોદક કહેવાય છે એમ પ્રસ્તુત અનુયોગ વિષયીકત સામાયિકાદિ ષડૂધ્યયનસૂત્રાત્મક આવશ્યક પણ સમ્યજ્ઞાન-ક્રિયાનું કારણ હોવાથી તસ્વરૂપ જ છે તેનું અધ્યયન-શ્રવણ-ચિંતન તદુકતાચરણમાં પ્રવૃત્ત થયેલાને અવશ્ય સમ્યજ્ઞાન-ક્રિયાની પ્રાપ્તિ થાય છે. અને એનાથી મોક્ષફળની સિદ્ધિ થાય છે. તેથી ઉક્તન્યાયે જેમ આવશ્યક જ્ઞાનક્રિયાત્મક છે તે કારણથી આવશ્યકનું વ્યાખ્યાન એ અનુયોગ છે એટલે તેના વ્યાખ્યાનનો આરંભ પ્રેક્ષાવાનો કરે તો એમાં વિરોધ થતો નથી. આ રીતે આવશ્યકથી સમ્યજ્ઞાન અને ક્રિયાની પ્રાપ્તિના દ્વારથી મોક્ષલક્ષણ સ્વરૂપ ફળની સિદ્ધિ થાય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૧૦ – જો આ રીતે હોય તો આવશ્યકથી જ પરંપરાએ મોક્ષફળ થાય છે અને તેના અનુયોગથી થતી ફળ પ્રાપ્તિ નથી એમ નિષ્કર્ષ આવ્યો પરંતુ અહીં તો અનુયોગની જ ફળચિંતા પ્રસ્તુત છે એ કઈ રીતે? ઉત્તર-૧૦ – સાચું છે, આવશ્યક વ્યાખ્યાં છે. તેનું વ્યાખ્યાન અનુયોગ છે, વ્યાખ્યાનમાં વ્યાખ્યય ગત જ સર્વ અભિપ્રાય પ્રકટ કરાય છે એથી જે વ્યાખ્યયનું ફળ તે વ્યાખ્યાનનું પણ અવશ્યમેવ જાણવું, કારણ કે બંનેનો અભિપ્રાય એક જ છે તેથી મોક્ષસ્વરૂપ ફળની ઈચ્છાવાળાએ આવશ્યકના અનુયોગમાં અવશ્ય પ્રવર્તન કરવું જોઈએ. તેનાથી પણ જ્ઞાનક્રિયાની પ્રાપ્તિ અને તેમના દ્વારા મોક્ષફળની સિદ્ધિ થાય છે. પ્રશ્ન-૧૧ – ઠીક છે, તેમ છતાં તે બંનેમાં જ શામાટે પ્રવૃત્તિ કરવી? અન્ય કોઈ ષષ્ટીતંત્રાદિમાં કેમ નહિ? - ઉત્તર-૧૧ – કારણથી કાર્યની સિદ્ધિ થાય છે. અકારણથી નહિ. કેમકે, સુવિદિત કારણમાં પ્રવર્તતા પંડિતજનો વિધ્વરહિતપણે ઇચ્છિત કાર્યને સાધે છે. નહિ કે કારણ વિના, નહિતો ઘાસના તણખલાથી પણ હિરણ્ય-મણી-મોતી વગેરેની પ્રાપ્તિ થઈ જાય અને એમ થાય તો આખું વિશ્વ દરિદ્ર થઈ જશે. કારણ બધાની કિંમત સરખી થઈ જશે. અને આવશ્યકાનુયોગ જ પરંપરાએ મોક્ષનું કારણ છે, ષષ્ઠિતંત્રાદિ નહિ કેમકે એ તો પંરપરાએ પણ આવશ્યક અનુયોગની જેમ મોક્ષના સાધક બનતા નથી. યોગદ્વાર ગાથા-૪ – ભવ્ય મોક્ષમાર્ગોભિલાષી અને ગુરૂઉપદેશથી પરિણત હોય તેવા મુનિઓને પ્રથમ યથાયોગ્ય પવિધ આવશ્યક બતાવે છે અને શિષ્યને આપવાના અવસરે શરૂમાં આવશ્યકને પ્રતિપાદન કરતાં તેનો અનુયોગ પ્રતિપાદિત થયેલો જ સમજવો. પ્રશ્ન-૧૨ – ભવ્યાદિવિશેષણથી વિશિષ્ટ એવા જેને પહેલા આ આવશ્યક યોગ્ય છે તેને માત્ર યોગ્ય છે એમ જાણીને આચાર્યો આપે છે કે એમાં બીજો કોઈ વિધિ છે? ઉત્તર-૧૨ – એવા શિષ્યને પાંચ નમસ્કાર મંગલ કરાવા પૂર્વક વિધિથી-પ્રશસ્ત દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવરૂપ પ્રશસ્તદિશાસંમુખ રહેલાને સામાયિકાદિ આવશ્યક આપે છે. માત્ર યોગ્યતા જાણીને નહિ. ત્યારપછી પણ આચારાદિ શ્રત આપે છે અને યાવત્ શ્રુતસમુદ્રને પાર પણ પહોંચાડે છે, અર્થાત્ અવસરે અવસરે સમસ્ત શાસ્ત્રના પારગામી બનાવે છે પણ પ્રસ્તુતમાં માત્ર અનુયોગ પ્રદાનક્રમનો જ અધિકાર છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર પ્રશ્ન-૧૩ – છતાં સર્વપ્રથમ અધિકારમાં આવશ્યકના અનુયોગ જ કેમ આપવામાં આવે છે? ઉત્તર-૧૩ – જેનાથી શિષ્યવર્ગને હિત માટે ઉત્તરોત્તર ગુણની પ્રાપ્તિ થાય, તથા સ્થવિર ગચ્છવાસી સાધુઓનો જે આ વિશેષ કલ્પ-સામાચારી છે જેનો ક્રમ આગળ જણાવાશે અને એ કારણથી જ અહીં પ્રથમ અધિકારનો ક્રમ આવશ્યકના અનુયોગનો કહ્યો છે. પ્રશ્ન-૧૪ – એ સ્થવિર કલ્પનો ક્રમ કયો છે? ઉત્તર-૧૪ – (૧) સર્વ પ્રથમ યોગ્ય, વિનિત, વિધિવત્ અપાયેલી આલોચનાવાળા શિષ્યને પ્રશસ્ત દ્રવ્યાદિ સ્વયંગણમાં સ્થિત એવા ગુરૂ પ્રવ્રજ્યા આપે (૨) પછી શિક્ષાનું સ્થાન આપે, વિધિપૂર્વક દિક્ષિત એવા શિષ્યને ત્યારપછી શિક્ષાનો અધિકાર મળે છે. તે શિક્ષા ૨ પ્રકારની છે - (૧) ગ્રહણ શિક્ષા (૨) આસેવન શિક્ષા. બારવર્ષ સુધી સૂત્ર ભણવાનો આદેશ એ ગ્રહણ શિક્ષા કહેવાય છે અને પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાનો આદેશ એ આસેવન શિક્ષા. “સ પુ વિદ્યા સિવ+gી ગઇ માવજે ય નાયબ્રા પર સુત્તાહિબ્રુપ લેવUT તિખMારું ” દીક્ષા આપ્યા પછી શિષ્યને બાર વર્ષ સૂત્ર ભણાવવું. પછી બાર વર્ષ સૂત્રનો અર્થ સમજાવવો આ રીતે સ્થવિર કલ્પ થાય છે. નિગમો વારો' શિષ્ય સૂત્ર અને અર્થને પ્રાપ્ત કરીને અનિયત વાસ કરે. ગામનગર-સંનિવેશાદિમાં અનિયત વાસદ્વારા આ પ્રહણકરેલ સૂત્ર-અર્થવાળો શિષ્ય જયારે આચાર્યપદને યોગ્ય થાય ત્યારે જઘન્યથી પણ બે સહાયક આપી ૧૨ વર્ષ સુધી વિવિધ દેશ દર્શન નિયમા કરાવે, અયોગ્ય માટે નિયમ નથી. પ્રશ્ન-૧૫ – આચાર્યપદ યોગ્ય શિષ્યને દેશ દર્શન શા માટે કરાવાય છે? ઉત્તર-૧૫ – તે વિવિધ દેશોમાં ફરતો પરમાત્માઓના જન્મકલ્યાણકાદિ ભૂમિઓને જૂએ છે, તે જોઈને વિચારે પરમાત્મા અહીં જન્મ્યા, અહીં દીક્ષા લીધી, અહીં નિર્વાણ પામ્યા એવા અધ્યવસાયથી હર્ષાતિરેકથી તેમનું સમ્યત્વ સ્થિર થાય છે. પાછળથી બીજાઓને પણ સ્થિર કરાવે છે. વિવિધ સ્થાનોમાં શ્રુતાદિ અતિશયવાળા આચાર્યોને જોવાથી સૂત્રાર્થોમાં અને એમની સામાચારી વિષયમાં વિશેષ જાણકારી પ્રાપ્ત થાય છે. વિવિધ દેશોની ભાષા અને સામાચારી પણ જાણે અને એમના આચારોનું પણ જ્ઞાન થાય છે. તે પછી તે તે દેશવાસી શિષ્યોને તે-તે ભાષામાં ધર્મ કહે છે અને પ્રતિબોધ કરી પ્રવજ્યા આપે, પૂર્વપ્રવ્રજિત તેમની ઉપસંપદો-નિશ્રા સ્વીકારે અને સમગ્ર સામાચારીમાં કુશળ થયેલા એવા એના ઉપર Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ શિષ્યો-પ્રતિચ્છકોને પ્રીતિ થાય છે આવા અનેક ગુણદર્શનથી આચાર્યપદને યોગ્ય શિષ્યને બાર વર્ષ સુધી દેશ દર્શન કરાવવા રૂપ અનિયત વાસ કરાવાય છે. એથી ઘણા શિષ્યો મેળવીને આચાર્ય થઈ સ્વ-પરનો ઉપકાર કરે. ચીરકાળ સુધી સંયમ પાળી યોગ્ય શિષ્યને પોતાના પદે સ્થાપી ભગવાને કહેલ માર્ગમાં વિશેષ અનુષ્ઠાન કરે. (૧) સંલેખનાપૂર્વક ભક્ત પરિજ્ઞા - ૧. ઇંગિની ૨. પાદપોપગમન ૩. રૂપ અનુષ્ઠાનથી મૃત્યુ અંગિકાર કરે અથવા (૨) જિનકલ્પ-પરિહાર વિશુદ્ધિ અથવા યથાલન્ટિક કલ્પ સ્વીકારે. (૧) પ્રથમ પ્રકારના અનુષ્ઠાતા આચાર્ય - “જેમ પક્ષીઓ પ્રયત્નની ઇંડા તૈયાર કરે છે તેમ પ્રયત્નથી શિષ્યોને તૈયાર કરી બાર વર્ષની સંલેખના કરે. સંલેખના વિધિ આ પ્રમાણે હોય છે – પ્રથમ ચાર વર્ષ સુધી છઠ્ઠ-અદ્દમાદિ વિચિત્ર પ્રકારનો તપ કરે. પછી ચાર વર્ષ સુધી વિગઈ રહિત તપ કરે, બે વર્ષ એકાંતરા આયંબિલ કરે, છ મહિના સુધી મધ્યમ તપ કરી પારણે પ્રમાણસર ભોજનવાળું આયંબિલ કરે. બીજા છ મહિના છઠ્ઠ, અઠ્ઠમાદિ વિકૃષ્ટ તપ કરે, ત્યાર બાદ એક વર્ષ કોટિ સહિત – સળંગ આયંબિલ કરે. એમ, બાર વર્ષની સંલેખના પછી ભક્ત પરિજ્ઞાદિ કરે અથવા ગુફામાં જઈને પાદપોપગમન અનશન કરે. (૨) બીજા પ્રકારનું અનુષ્ઠાન કરનાર આચાર્ય - “જિનકલ્પાદિ સ્વીકારે છે, તેમાં પ્રથમ તો મધ્યરાત્રિમાં વિચારે કે – “વિશુદ્ધ ચારિત્રાનુષ્ઠાન વડે મેં આત્મહિત કર્યું અને શિષ્યાદિ પર ઉપકાર દ્વારા પરહિત કર્યું છે. વળી, હવે ગચ્છને પરિપાલન કરે એવા શિષ્યો પણ તૈયાર થઈ ગયા છે માટે મારે આત્મહિત તરફ અગ્રેસર થવું જોઈએ” એમ વિચારી વિશિષ્ટ જ્ઞાની હોય તો પોતાનું શેષ આયુષ્ય કેટલું છે તે વિચારે અથવા અન્ય વિશિષ્ટ જ્ઞાનીને પૂછી આયુષ્યનો નિર્ણય કરી જો અલ્પ આયુષ્ય હોય તો ભક્ત પરિજ્ઞાદિ દ્વારા મરણ અંગીકાર કરે, જો દીર્ધાયુ હોય અને જંઘાબળ ક્ષીણ થયું હોય તો વૃદ્ધાવાસ સ્વીકારે, શક્તિ હોય તો જિનકલ્પાદિ સ્વીકારે. અને તેવી ઈચ્છાથી તપ-સત્ત્વ-સૂત્ર-એકત્વ અને બળથી એમ પાંચ પ્રકારે આત્માની તુલના કરે. જિનકલ્પ સ્વીકારનારા ઘણું કરીને આચાર્ય-ઉપાધ્યાય-પ્રવર્તકસ્થવિર કે ગણાવચ્છેદક એ પાંચમાંના કોઈ હોય છે. ઉપરની પાંચ ભાવનાઓથી આત્માની તુલના કરે અને કન્દર્પ-કિલ્બિષિક-આભિયોગિક-અસુર અને સંમોહના સંબંધવાળી પાંચ અશુભ ભાવનાઓનો ત્યાગ કરે. (૧) તપભાવનાઃ તપ ભાવનામાં સુધાનો એ રીતે જય કરે કે દેવ આદિના ઉપસર્ગથી છ માસ સુધી શુદ્ધ આહારાદિ ન મળે તો પીડા ન પામે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર (૨) સત્ત્વભાવના ભયનો પરાજય કરે. આ ભાવના પાંચ પ્રકારની છે. (૧) રાત્રિએ જ્યારે બધા સાધુઓ સુઈ જાય ત્યારે પોતે એકલા જ ઉપાશ્રયમાં કાઉસ્સગ્ન કરે. (૨) ઉપાશ્રયની બહાર કાઉસ્સગ્ન કરે. (૩) ચોકમાં રહીને કાઉસ્સગ્ન કરે. (૪) શૂન્યધરોમાં અને (૫) સ્મશાનમાં રહીને કાઉસ્સગ્ન કરે. (૩) સૂત્રભાવના : પાંચ સત્ત્વભાવનાઓથી આત્માને ભાવિત કરી પછી સૂત્રથી ભાવિત કરે. તે પણ એવી રીતે કે પોતાના નામની જેમ સૂત્રને એવું પરિચિત કરે કે સૂત્ર પરાવર્તન કરવાના અનુસારે રાત્રે કે દિવસે ઉચ્છવાસ-પ્રાણ-સ્તોક-લવ-મુહૂર્ત વગેરે કાળ સારી રીતે જાણી શકે. (૪) એકત્વભાવનાઃ એક સમુદાયના સાધુ આદિ સાથે પણ પૂર્વે થયેલા આલાપસંલાપ-સૂત્રાર્થ પ્રગ્ન-વાદિ સર્વે સંબંધોનો ત્યાગ કરે. આ રીતે બાહ્ય મમત્વ છે. પછી શરીર-ઉપાધિ આદિથી પણ પોતાને ભિન્ન જુએ, એ રીતે સર્વ વસ્તુ ઉપરની આસક્તિમમત્વનો સર્વથા ત્યાગ કરી આત્માને એકત્વ ભાવનાથી ભાવિત કરે. (૫) બળભાવનાઃ બળ બે પ્રકારે છે. શારીરિક બળ અને માનસિક બળ – ધીરજ બળ. જિનકલ્પ સ્વીકારનાર મુનિનું શારીરિક બળ બીજા સામાન્ય મનુષ્ય કરતાં વિશેષ હોવું જોઈએ, જો કે તપસ્યાદિથી કૃશ થયેલાનું શારીરિક બળ જોઈએ તેવું નથી હોતું છતાં પણ માનસિક વૈર્યબળ એવું હોય કે મોટા પરિષહ અને ઉપસર્ગોથી પણ પરાભવ ન પામે. આ રીતે, બળભાવનાથી આત્માની તુલના કરે. - આ પાંચ ભાવનાથી ભાવિતાત્મા જિનકલ્પ સમાન હોઈ ગચ્છમાં રહી પ્રથમ આહારાદિની ભાવના કરે. એટલે ત્રીજી પોરસી એ આહાર લે તેમાં વાલ-ચણા વગેરે ગૃહસ્થોએ ફેંકી દેવા લાયક લુખ્ખો આહાર લે. આ એષણાના સંબંધમાં કહ્યું છે કે “સંસૃષ્ટઅસંસૃષ્ટ-ઉધૃત-અલ્પલેપ-ઉદ્ગહીત-પ્રગૃહીત અને ઉતિધર્મ” આ સાત પ્રકારની પિષણામાંથી પ્રથમ બે સિવાયની કોઈપણ બે એષણાનો અભિગ્રહ કરી એક એષણા વડે ભોજન અને બીજી વડે પાણી ગ્રહણ કરે. આમ, શાસ્ત્રોક્ત વિધિથી ગચ્છમાં રહીને આત્માને બરાબર ભાવિત કરે. તે પછી સંઘને એકઠો કરે. તેના અભાવે પોતાના ગચ્છને તો અવશ્ય ભેગો કરે. પછી તીર્થંકર પાસે, તે ન હોય તો ગણધર પાસે, તે ન હોય તો ચૌદ પૂર્વધર પાસે તે પણ ન હોય તો દશ પૂર્વધર પાસે અને તેમનો પણ અભાવ હોય તો વડ, પીપળો કે અશોક વૃક્ષની નજીક જઈને જિનકલ્પ સ્વીકાર્યા પહેલાં પોતાના પદે સ્થાપેલા આચાર્યને, બાલ-વૃદ્ધ સહિત ગચ્છને તથા વિશેષમાં જે પૂર્વમાં પોતાનાથી વિરોધવાળા હોય એવાને ખમાવે - પછી આચાર્યાદિ સર્વેને યોગ્ય શિખામણ આપી બીજા મુનિઓને કહે કે – Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ “આ અમારાથી નાનો છે, સરખા પર્યાયવાળો છે, અમારાથી અલ્પશ્રુતવાળો છે એમ જાણી આ નવા આચાર્યનો પરાભવ ન કરશો કેમકે, હવે એ તમારા માટે વધારે પૂજનીય છે.” આ પ્રમાણે શિક્ષા આપી સમુદાયથી નિરપેક્ષ એવો તે મહાપુરુષ ધીરપણે ચાલ્યો જાય. જિનકલ્પ અંગીકાર કરેલ મુનિ જે ગામમાં માસકલ્પ અથવા ચાતુર્માસ કરે ત્યાં તેના છ ભાગ કહ્યું અને એક-એક ભાગમાં એક-એક દિવસ ગોચરી જાય. આમ, સાતમા દિવસે ફરી તે ભાગમાં ગોચરી જાય. ગોચરી-વિહારાદિ ત્રીજા પ્રહરમાં જ કરે. જ્યાં ચોથી પોરસી શરૂ થાય ત્યાં અવશ્ય ઊભા રહે, ત્યાંથી જરા પણ ખસે નહિ, સાત એષણામાંથી પહેલી બે સિવાયની પાંચમાંથી કોઈ બે એષણાના અભિગ્રહથી અલેપ ભાત-પાણી ગ્રહણ કરે. એષણાદિના કારણ સિવાય કોઈની સાથે બોલે નહિ, એક વસતિમાં વધુમાં વધુ સાત જિનકલ્પી રહે. પણ એક-બીજા સાથે વાત ન કરે. ઉપસર્ગ - પરિષહ વગેરે સહન જ કરે. રોગાદિમાં ઔષધાદિ ન જ કરાવે, સમ્યફ પ્રકારે વેદના સહે. આપાત-સંલોક વગેરે દોષ રહિત સ્થળે-લઘુનીતિ-વડીનીતિ કરે ઇત્યાદિ જિનકલ્પનો વિધિ આગમથી જાણવો. જિનકલ્પી માટે શ્રુત જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધીનું અને ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન દશમા પૂર્વ સુધીનું હોય છે. પ્રથમ સંઘયણ હોય, કલ્પસ્વીકારની સ્થિતિ પંદર કર્મભૂમિમાં હોય અને સંહરણથી અકર્મભૂમિમાં પણ હોય, ઉત્સર્પિણી કાળમાં જિનકલ્પવાળા ત્રીજા-ચોથા આરામાં જ હોય. જન્મથી તો બીજા આરામાં પણ હોય, તથા સંહરણથી તો સર્વકાળમાં હોય. જિનકલ્પ અંગીકાર કરનારા સામાયિક-છેદોપસ્થાપનીય ચારિત્રમાં અને સ્વીકાર કરેલા તો સૂક્ષ્મ સંપરામતથા યથાખ્યાત ચારિત્રમાં પણ ઉપશમશ્રેણી પામેલા હોય તો હોય છે ક્ષપકશ્રેણી પામતા નથી. તે અંગીકાર કરનારાઓની સંખ્યા ઉત્કૃષ્ટથી બસો થી નવસો હોય છે. પૂર્વે સ્વીકારેલા ઉત્કૃષ્ટથી બે હજારથી નવ હજાર હોય છે. ઘણું કરીને અપવાદ સેવતા નથી, જંઘાબળ ક્ષીણ થતાં એક સ્થાને રહેવા છતાં આરાધક હોય છે. આવશ્યિકી – નૈષેલિકી - મિથ્યા દુષ્કૃત - ગૃહી વિષય પૃચ્છા – ગૃહસ્થોપસંપર્ આ પાંચ સામાચારી એમને હોય છે. ઈચ્છા – મિચ્છાદિ બીજી પાંચ સામાચારી હોતી નથી. કોઈક આચાર્ય કહે છે – આવશ્યિકી – નૈષેલિકી અને ગૃહસ્થોપસંપતુ એ ત્રણ સામાચારી જ એમને હોય છે. તેઓ દરરોજ લોચ કરે છે, વધુ હકીકત શાસ્ત્રમાંથી જાણવી. પરિહારવિશુદ્ધિ કલ્પની સામાચારી વગેરે આ ગ્રંથમાં પરિહાર વિશુદ્ધિ ચારિત્રના પ્રકરણમાં આગળ કહેવાશે. હવે, સંક્ષેપથી યથાલદિકની સામાચારી જણાવે છે. પાણીથી ભીંજવેલો હાથ જેટલા કાળમાં સુકાય તેટલા કાળથી માંડીને પાંચ રાત્રિ-દિવસનો જે કાળ તે સિદ્ધાંતમાં લંદ Page #30 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર કહેવાય છે તેટલો કાળ ઓળંગ્યા વિના જે વિચરે એટલે કે વધુમાં વધુ પાંચ અહોરાત્ર એક સ્થળે રહે તે યથાલબ્દિક કહેવાય. તેમને તપ-સત્ત્વાદિ ભાવના જિનકલ્પીની જેમ હોય છે. પાંચ સાધુનો ગણ આ કલ્પ સ્વીકારે છે. જિનકલ્પીની જેમ ગામના છ વિભાગ કલ્પી એકએક વિભાગમાં ઉત્કૃષ્ટ લંદચારી પાંચ-પાંચ દિવસ સુધી ફરે છે. આ કલ્પને સ્વીકારનારા ઓછામાં ઓછા પંદર હોય છે. વધુમાં વધુ બે થી નવ હજાર હોય છે. પૂર્વે સ્વીકારેલા ઉત્કૃષ્ટ-જઘન્યથી બેથી નવ કરોડ હોય છે. આ યથાલંબિક કલ્પી બે પ્રકારના હોય છે. (૧) ગચ્છ પ્રતિબદ્ધ (૨) ગચ્છ અપ્રતિબદ્ધ. એમાં ગચ્છ પ્રતિબદ્ધ હોય તે ફક્ત નહિ સાંભળેલા અર્થના શ્રવણ માટે જ ગચ્છમાં રહે છે. ફરી પાછા એ બે પ્રકારના છે. (૧) જિનકલ્પી યથાલદિક (૨) વિર કલ્પી યથાલદિક. બંનેમાં એટલો ફરક હોય છે કે બંને ગચ્છ અન્યને સોપે છે. પરંતુ વિકલ્પી યથાસંદિક ગચ્છમાં રહીને નિરવદ્યપણે સર્વ પરિકર્મ કરે, વસ્ત્ર-પાત્ર સહિત હોય છે, જે ભવિષ્યમાં જિનકલ્પી થવાના હોય તેમને વસ્ત્ર-પાત્ર ન હોય, શરીરની પ્રતિચર્યા ન કરે. આંખનો મેલ પણ ન કાઢે. બધા રોગોને સહન કરે, ચિકિત્સા ન કરાવે. વિશેષ જાણકારી બૃહત્ કલ્પાદિમાંથી જાણી લેવી. પૂર્વે કહ્યા પ્રમાણે દીક્ષા અને સૂત્રાધ્યયનરૂપ શિક્ષા ગ્રહણ કર્યા પછી અર્થ ગ્રહણ કરવો, એમ કહેવાથી સિદ્ધ થયું કે સૂત્ર ભણવાનો કાળ પૂરો થયા પછી અર્થના વ્યાખ્યાનનો અનુયોગ થાય છે એટલે અહીં પણ એનો જ પ્રસ્તાવ છે. પ્રશ્ન-૧૬– પંચપરમેષ્ટિને નમસ્કાર કર્યા પછી તે શિષ્યને આચાર્ય સામાયિકાદિ શ્રત આપે છે અને તેજ ક્રમે અનુયોગ આપે છે એમ કહ્યું પણ જો એમ કહ્યું હોત કે - आईए नमोक्कारो जइ पच्छाऽऽवासयं तओ पुव्वं । तस्स भणिएऽणुओगो जुत्तो ગાવસંવે તો તે પહેલા નમસ્કાર કરે અને પછી સામાયિકાદિ આવશ્યક અપાય આ ન્યાયથી તો એવું થયું કે પહેલા તે નમસ્કાર કહેવા માટે અનુયોગ કહેવો પછી આવશ્યકનો અનુયોગ કરવો યોગ્ય છે. કારણકે વ્યાખ્યયના અનુરોધથી જ વ્યાખ્યાન થાય છે અને વ્યાખ્યય એવા આવશ્યકની આદિમાં તમે નમસ્કાર કરવાનું માનો છો એથી, આવશ્યકનો અનુયોગ કરાતાં છતાં નમસ્કાર કરવો બરાબર છે. તેથી પ્રથમ ગાથામાં “નમસ્કારના અનુયોગપૂર્વક આવશ્યકનો અનુયોગ કરીશ” એમ કહેવું બરાબર છે. ઉત્તર-૧૬ – તે નમસ્કાર આવશ્યક-દશવૈ. ઉત્તરાધ્યયનાદિ બધા શ્રુતસ્કંધોના અંતર્ગત છે તેથી આવશ્યકાદિ શ્રુતસ્કંધાનુયોગના ગ્રહણથી ગ્રહણ કરેલો નમસ્કારનો અનુયોગ પણ છે ફક્ત આવશ્યકાદિશ્રુતસ્કંધગ્રહણથી તદન્તર્ગત હોવાથી નમસ્કારને જુદા અનુયોગ સ્વરૂપે ગ્રહણ કર્યો નથી. પરંતુ, આવશ્યકાદિના અનુયોગના ગ્રહણથી નમસ્કારનો અનુયોગ પણ Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ગ્રહણ કરાય છે, તેથી આવશ્યકનો અનુયોગ કહીશ એમ કહેવાથી નમસ્કારનો અનુયોગ પણ સમજી લેવો. ૧૨ પ્રશ્ન-૧૭ – નમસ્કાર સર્વશ્રુતસ્કંધના અંતર્ગત છે એવું કઈ રીતે માની શકાય ? ઉત્તર-૧૭ – સકલ માંગલિક વસ્તુઓમાં પ્રથમ મંગલના અધ્યવસાયથી તેને સર્વશ્રુતની આદિમાં ગ્રહણ કર્યું છે. ‘મંગલાણં ચ સવ્વુત્તિ પઢમં હવદ્ મંŕ' એ વચનથી પ્રથમમંગલ ત્વાભિપ્રાયથી સર્વશ્રુતોની આદિમાં નમસ્કારને ગ્રહણ કરવાથી તેની અંતર્ગતતા જણાય જ છે બીજી રીતે પણ એ નંદિઅધ્યયનમાં આવશ્યક-દશવૈકાલિકાદિશ્રુતસ્કંધની જેમ તેમનાથી અલગ ‘શ્રુતસ્કંધ' તરીકે ભણાતો નથી કે જેથી તે એમનાથી અલગ થાય. એ શ્રુતરુપ છે, તેથી ભિન્ન શ્રુતસ્કંધત્વાભાવે એની સર્વશ્રુતસ્કંધ અંતર્ગતતા જ બરાબર છે. તેથી નંદિ અધ્યયનમાં પણ એનું શ્રુતસ્કંધ તરીકે ગ્રહણ પણ સર્વશ્રુતાવ્યંતરતા જણાવવા માટે જ છે. - પ્રશ્ન-૧૮ • નંદીમાં જેમ નમસ્કાર ને અલગ નથી જણાવ્યો તેમ ભદ્રબાહુસ્વામીએ પણ કર્યું છે શું ? ઉત્તર-૧૮ જે કારણથી નંદિમાં એ સર્વશ્રુતાસ્યંતર કહ્યો છે તેમ સામાયિકસૂત્રના અનુગમની આદિમાં ભદ્રબાહુસ્વામી નમસ્કારને વ્યાખ્યેય કહે છે. અર્થવ્યાખ્યાનદ્વા૨થી સામાયિક શ્રૃતાર્થને પ્રગટ કરે છે. જો એ પૃથશ્રુતસ્કંધ હોત તો ‘‘ઞવસ્મયÆ સજાતિઅસ્સ તદ્ ઉત્તરામાઽવારે, સૂવાડે નિન્ગુત્તિ' ઇત્યાદિ ગ્રંથમાં આવશ્યકની નિયુક્તિની પ્રતિજ્ઞા બતાવીને નમસ્કારની નિર્યુક્તિ કરવી અસંગત જ થઇ જાત તેથી જ તે સર્વશ્રુતાન્તર્ગત જણાય છે. એથી એ નિશ્ચિત થયું કે આવશ્યકનો અનુયોગ કરવાની પ્રતિજ્ઞા ક૨વા વડે જ નમસ્કારના અનુયોગની પણ પ્રતિજ્ઞા કરેલી જ સમજવી. વળી નમસ્કાર નિર્યુક્તિના વ્યાખ્યાનના અવસરે ભાષ્યકાર પોતે પણ નમસ્કારનો અનુયોગ ક૨શે. આ પ્રમાણે ફળ દ્વારની જેમ બીજું યોગ દ્વાર પૂર્ણ થયું. — મંગલદ્વાર પ્રશ્ન-૧૯ – શાસ્ત્રનું મંગલ ક્યાં ઇષ્ટ છે ? ઉત્તર-૧૯ – – શાસ્ત્રના આરંભમાં, મધ્યમાં, અંતમાં, પ્રથમમંગલ-શાસ્ત્રાર્થના વિઘ્નવિના પાર પામવા માટે, મધ્યમંગલ-તે પ્રથમ મંગલકરણના પ્રભાવથી પરંપરાને પામેલા શાસ્ત્રને વિઘ્ન રહિતપણે સ્થિર કરવા માટે. અંતિમ મંગલ-મધ્ય મંગલના સામર્થ્યથી સ્થિર થયેલા Page #32 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર શાસ્ત્રાર્થની અવ્યવચ્છિતી માટે છે જેથી કરીને એ શાસ્ત્રાર્થ શિષ્ય-પ્રશિષ્યાદિવંશમાં અવિચ્છેદપણે ચાલે. આ રીતે આદિ મંગલ, મધ્ય મંગલ અને અંતિમ મંગલ કરાય છે. પ્રશ્ન-૨૦ – તમારૂં શાસ્ત્ર મંગલ નથી કારણકે મંગલ કરવાથી અમંગલ પણ મંગલ થઈ જાય, પણ જે સ્વયં મંગલ છે તેમાં મંગલ કરવાથી શું ફાયદો? ધોળાને કાંઈ ધોળું કરવાની જરૂર નથી, કે તેલમાં ચીકાશ નાંખવાની જરૂર નથી તેથી તમારું મંગલ કરવું અનુચિત છે તેથી શાસ્ત્ર મંગલ નથી હવે જો શાસ્ત્ર મંગલ છે, તો મંગલનું પણ મંગલ, તેનું પણ મંગલ એમ કરતાં તો અનવસ્થા થઈ જશે. કારણ મંગલની કોઈ સીમા નથી આ રીતે આવતી અનવસ્થાને ભલા કોણ રોકી શકશે? અને શાસ્ત્રનું જે મંગલ છે તેનું મંગલ કરવું તો કોઈને ઈષ્ટ નથી. એટલે તમારા કહેલ મંગલ વિધાનમાં દોષ આવશે. શાસ્ત્રને મંગલ કરવા કરેલા મંગલમાં અનવસ્થા થશે એટલે અન્ય મંગલ ન કરવાથી તે મંગલ નથી થતું, જેમકે - ચમંતાક્ષરોન તન્મત્તે ન ચા, ચમકતામાવત, શત્રવત, જો મંગલની અન્ય મંગલવિધાનના અભાવથી થતી અનવસ્થા તમને ઈષ્ટ નથી તો જે રીતે મંગલ શાસ્ત્ર પણ અન્યમંગલ ન કરતા મંગલ નથી થતું તેમ મંગલ પણ અન્ય મંગલ ન કરતાં મંગલ નહિ થાય. બંનેમાં ન્યાય તો સમાન જ છે. હવે એમ કરતાં શું દોષ આવશે? - શાસ્ત્રમાં જે મંગલ કર્યું છે તે અન્યમંગલથી શૂન્ય હોવાથી મંગલ નથી તે મંગલના અભાવે શાસ્ત્ર પણ મંગલ નહિ થાય અથવા તો અનવસ્થા દોષવાળું થાય. એ રીતે મંગલાભાવ પ્રગટ જ છે. ઉત્તર-૨૦ – તમારી આ ફોગટ કલ્પનાને ધન્યવાદ ! પરમ મંગલસ્વરૂપ આવશ્યકાદિ શાસ્ત્રના સ્વીકાર પછી તેનાથી ભિન્ન મંગલનું ગ્રહણ ન કરવાથી અમંગલતાની શું આપત્તી આવી પડવાની ? અથવા કઈ અનવસ્થા તમે પ્રેરી ? આકાશમાં કચરો ઉડાડવાની જેમ બીજા ઉપર દોષો ઉછાળવાનું જ તમને આવડે છે. પ્રશ્ન-૨૧ – જો શાસ્ત્ર સ્વયં મંગલ જ છે તો તે મંત્રમા' એ વચનથી ત્યાં મંગલનો શો અર્થ એવા પ્રશ્નનો શું જવાબ આપશો? ઉત્તર-૨૧ – સાચું છે, પરંતુ શિષ્યની બુદ્ધિમાં એમ થાય કે મેં મંગલ કર્યું છે એટલા માટે જ ત્યાં આદિ, મધ્યમ અને અંતમાં મંગલ કરવું એમ કહ્યું છે, એ સંબંધી સર્વ વિસ્તારને “વીસમમંતિપહિત્યમે તમહાન' વગેરેથી આગળ અમે બધું કહેવાના જ છીએ. ઘણી ઉતાવળ કરવાની જરૂર નથી. પ્રશ્ન-૨૨ – શાસ્ત્રાર્થથી ભિન્ન એવા મંગલને સ્વીકારવામાં તમને શાસ્ત્રની અમંગલતા કે અનવસ્થાદિ દોષ નહિ આવે એવું તમે શી રીતે કહી શકો? Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૨૨ - મંગલ એ પ્રદીપની જેમ સ્વ-પરહિતકારી છે જેમ પ્રદીપ પોતાને પ્રકાશિત કરતો પોતાનો અનુગ્રાહક થાય છે. અને ઘરમાં રહેલાં ઘટપટાદિ પદાર્થોને પ્રગટ કરતો પરાનુગ્રાહક બને છે. પરંતુ સ્વપ્રકાશમાં અન્ય પ્રદીપની અપેક્ષા રાખતો નથી, તેજ રીતે મીઠું રસોઈમાં પોતાની ખારાશને બતાવતું સ્વ-પરાનુગ્રાહક બને છે. પોતાની ખારાસમાં અન્ય મીઠાની અપેક્ષા કરતું નથી. એ રીતે શાસ્ત્રથી ભિન્ન થયેલું મંગલ પછી સ્વ સામર્થ્યથી શાસ્ત્રમાં અને સ્વમાં મંગલતા કરતું સ્વ-પરાનુગ્રાહક બને છે. તે મંગલથી મંગલરૂપતા ન મળે તો ય શાસ્ત્ર અમંગલ થતું નથી. અને જ્યારે મંગલ પોતે જ મંગલરૂપ હોવાથી અન્ય મંગલની અપેક્ષા રાખતું નથી તેથી અનવસ્થા પણ ક્યાં રહી? પ્રશ્ન-૨૩ - તમે આગળ ૧૩મી ગાથામાં આદિ-મધ્ય-અંત્ય મંગલની વાત કરી તેમાં તો અર્થોપત્તિથી તમારે જ આપત્તિ આવશે. કારણકે મંગલત્રિકના બે અંતરાલ મંગલ નહિ થાય કારણકે તે મંત્રમાણ નો પmતિય સંસ્થા' વચનથી એ ત્રણ નિયત સ્થાનોમાં જ મંગલ ઉપાદેય થશે ત્યારે તેનાથી અવ્યાપ્ત એવા બે આંતરામાં અથપત્તિથી જ મંગલ પ્રાપ્ત નહિ થાય. અથવા તો અન્ય કોઈ તર્ક ઉઠાવે છે - હે સિદ્ધાંતવાદી! તું એમ કહે છે - સર્વ શાસ્ત્ર મંગલ છે એવું પહેલું જ કહ્યું છે તો પછી આમ કેમ બોલે છે અને તે બંધનમાફg' એ વિધાનથી કેમ અહીં મંગલત્રિકનું ગ્રહણ કર્યું ? કારણકે આખું શાસ્ત્ર મંગલ હોવાથી ‘ગાવી મધ્યેડવાને મન' એમ કહેવું યુક્તિસંગત નથી. તેથી કાંતો બે આંતરાનું મંગલ સ્વીકરો અથવા ત્રણ મંગલ ન કરો. એ સિવાય તમારી પાસે ત્રીજો કોઈ રસ્તો છે ખરો? ઉત્તર-ર૩ – બુદ્ધિથી શાસ્ત્રના ત્રણ વિભાગ કરવાથી તેમાં આંતરાની કલ્પના જ ક્યાંય સંભવતી નથી, જેમકે આખા મોદકના ત્રણ ટુકડા કરો તો વચ્ચે આંતરું દેખાય છે ? નથી દેખાતું તેમ અહીં પણ છે તેથી અમંગલતા કોની? જો તમે એમ કહો કે શાસ્ત્રના ત્રણ ભાગ કર્યા છે તો પણ તે આખું મંગલ કઈ રીતે? તો સાંભળી લે, તપ જેમ નિર્જરા માટે છે તેમ આ આખું આવશ્યકાદિ શાસ્ત્ર નિર્જરાર્થે કર્મના નાશરૂપ છે તેથી તપની જેમ સ્વયં મંગલ છે એવું સામર્થ્યથી જણાય છે તેથી અમંગલ અયુક્ત છે કારણકે આખું શાસ્ત્ર સ્વયં મંગલ છે તેથી મંગલ સ્વરૂપ તેના ત્રણ વિભાગ કરતા પાન્તરતિદયમમક્તમ્' કહેવું તે બરાબર નથી. જો શાસ્ત્ર સ્વયં મંગલ ન હોય તો અન્ય મંગલથી અવ્યાપ્ત હોવાથી ક્યાંય પણ તે અમંગલ થતું નથી. પરંતુ જયારે તે સર્વ મંગલ છે ત્યારે ક્યાંય પણ તેની અમંગલતા માનવી બરાબર નથી. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ગુજરાતી પ્રશ્નોત્તર પ્રશ્ન-૨૪ – જ્યારે તમે શાસ્ત્ર સ્વયં જ મંગલ છે તેમ કહો છો ત્યારે “તે મંત્રમાણ મા' એ વચનથી અહીં મંગલગ્રહણ શું કામ કરાય છે? સ્વત મંગલમાં મંગલનું વિધાન અનર્થ છે? ઉત્તર-૨૪ – શિષ્યની મતિના મંગલના પ્રયોજન માટે અહીં મંગલનું અમે વિધાન કર્યું છે. શાસ્ત્રથી અભિન્ન મંગલ જ અહીં ગ્રહણ કરાય છે. ભિન્ન નહી, કારણ કે નંદિ પંચજ્ઞાનસ્વરૂપ છે તેથી જ મંગલ તરીકે કહેવાશે. આવશ્યકાદિ શાસ્ત્રો શ્રુતજ્ઞાન રૂપ હોવાથી નંદિ અંતર્ગત જ છે. મંદિર પણ ધૃતરૂપ હોવાથી આવશ્યકાદિ શાસ્ત્રાન્તર્ગત જ છે. તેથી નંદિને જ મંગલ કહેવાથી શાસ્ત્રાન્તર્ગત મંગલ જ કહેવાય છે. ત્યાં પણ અમંગલ શાસ્ત્રની મંગલતા બતાવવા તેનું અભિધાન નથી, પરંતુ શિષ્યની બુદ્ધિમાં મંગલને ગ્રહણ કરાવવા માટે છે કારણ કે એવું કહેવાથી શિષ્ય “મંાતખેતછન્નમ્' એમ પોતાની બુદ્ધિમાં તે મંગલનો પરિગ્રહ કરે છે. પ્રશ્ન-૨૫ – શું મંગલ પણ મંગલની બુદ્ધિથી ગ્રહણ કરેલું જ પોતાનું કાર્ય કરે છે અન્ય રીતે નહિ? ઉત્તર-૨૫ – હા, આ લોકમાં પણ મંગલ એટલે સત્ વસ્તુને મંગલબુદ્ધિથી ગ્રહણ કરવામાં આવે તો મંગલ થાય છે જેમકે સાધુ. સાધુ સ્વયં મંગલભૂત હોવા છતાં તેને મંગલની બુદ્ધિથી ગ્રહણ કરાતો હોય તો જ પ્રશસ્ત મનવાળા ભવ્યને મંગલરૂપ થાય છે, અમંગલબુદ્ધિથી ગ્રહણ કરવામાં આવે તો તે પણ મંગલરૂપ થતો નથી જેમકે કોઈ અભવ્ય જીવ કષાયથી ભરેલા મનવાળો હોય તો તેને સાધુ ભગવંત પણ મંગલરૂપ બની શકતા નથી એટલે જ તો જો વસ્તુને મંગલ બુદ્ધિથી સ્વીકારો તો જ તે મંગલરૂપ બની કાર્યની સિદ્ધિ કરે છે. અન્યથા નથી કરી શકતી. પ્રશ્ન-૨૬ – જો એમ હોય તો અમંગલ એવા અસાધુઆદિ પણ મંગલબુદ્ધિથી ગ્રહણ કરાતાં તે કાર્ય કરશે બંને સ્થાને ન્યાયતો સમાન જ લાગશે ને? ઉત્તર-૨૬ – બરાબર નથી. અસાધુ પોતે જ મંગલના અભાવવાળો છે અમંગલ રૂપ છે. સાચો મણિ જ સાચા મણિ તરીકે ગ્રહણ કરવામાં આવે તો ગ્રહણ કરનારના ગૌરવને પ્રાપ્ત કરાવે છે, સાચા મણિ તરીકે માનેલો ખોટો મણિ ક્યારેય પણ વ્યક્તિને ગૌરવ અપાવી શકતો નથી. તે જ રીતે અહીં મંગળના સંબંધમાં પણ સમજવું. પ્રશ્ન-૨૭ – તો એક જ મંગલ કરોને, તેનાથી જ શિષ્યમતિ મંગલપરિગ્રહ સિદ્ધ થઈ જશે. ત્રણ-ત્રણ મંગલની શી જરૂરત છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક, ભાષ્યમ્ ઉત્તર-૨૭ – કારણ કે ત્રણ મંગલ કરવાથી જ શિષ્યની બુદ્ધિમાં મંગલ સારી રીતે ગ્રહણ થઈ શકે છે. ૧૬ પ્રશ્ન-૨૮ – પણ તેનાથી શું ? ઉત્તર-૨૮ ‘વક્રમ અત્યસ્થાવિવાપારામળાય નિટુિં વગેરેથી આ પ્રશ્નનો ઉત્તર આગળ ૧૩મી ગાથામાં આવી ગયો છે. કે પહેલું મંગળ વિઘ્નરહિતપણે શાસ્ત્રનો પાર પામવા માટે છે, વગેરે ત્રણે મંગળોના જુદા જુદા કારણો ત્યાં બતાવ્યા છે, વળી એમ પણ ન કહેવું કે એક જ મંગળથી ત્રણે કાર્યો સિદ્ધ થશે. કારણ કે મંગલ શાસ્ત્રપણ સદ્ મંગલની બુદ્ધિથી ગ્રહણ કર્યા સિવાય સાધુવત્ મંગલરૂપ બનતું નથી તે રીતે શાસ્ત્રના આદિમધ્ય-અવસાન મંગલ પણ મંગલની બુદ્ધિથી ગ્રહણ કર્યા વિના મંગલનું કાર્ય કરતા નથી એટલે અમે અહીં ત્રણ મંગલ કહ્યાં છે. મંગળ શબ્દનો અર્થ : ઇષ્ટ અર્થવાળી ધાતુને પ્રત્યય લગાડીને મંગલ શબ્દની સિદ્ધિ થાય છે. જેમ કે, મ, મનુ, મ, મુદ્‚ મદ્ વગેરે ધાતુને અદ્ પ્રત્યય લગાવવાથી મંગલ શબ્દની સિદ્ધિ થાય છે. વ્યુત્પત્તિ આ રીતે થાય. જેના વડે શાસ્ર શોભાવાય (શોભે) (મતે) તે મંગલ, વિઘ્નના અભાવનો જેનાથી નિશ્ચય કરીને મનાય (મન્યતે) તે મંગલ, જેનાથી હર્ષ થાય (માવૃત્તિ) તે મંગલ, જેનાથી શાસ્ત્રનો નિશ્ચિતપણે પાર પમાય (મોત્તે) તે મંગલ, જેનાથી પૂજાય (મદ્યન્તે) તે મંગલ, જે મને ભવ-સંસારથી મુક્ત કરાવે (માં જયંતિ) તે મંગલ, જેથી શાસ્ત્રમાં વિઘ્ન ન થાય (મા મૂલ્ યાઃ) તે મંગલ. જેમાં શાસ્ત્રનો નાશ ન થાય. (મા મૂલ્ ગત:) તે મંગલ, અથવા સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવે (માર્પતયનાત) મંગળ વગેરે વ્યાકરણ શાસ્ત્રના અનુસારે મંગળ શબ્દના અનેક અર્થ છે. - કોઈપણ પદાર્થની વ્યાખ્યા ત્રણ રીતથી કરાય છે. તત્ત્વ-પર્યાય અને ભેદ. તત્ત્વ એટલે સ્વરૂપ. તે જણાવવા શબ્દનો અર્થ કહ્યો. પર્યાયથી મંગળ-શાન્તિ-વિઘ્નનાશ વગેરે મંગળ શબ્દના અનેક પર્યાયો છે. તથા ભેદ એટલે મંગળના પ્રકારો તે જણાવીએ છીએ. આ મંગલ ચાર પ્રકારે છે. નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવમંગલ એમ ચાર પ્રકારનો મંગલમાં નિક્ષેપ થાય છે. (૧) નામ મંગલ (૧) કોઈક નોકરના બાળકને ઇન્દ્ર વગેરે નામ આપવું તે નામ નિક્ષેપ કહેવાય છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ગુજરાતી પ્રશ્નોત્તર શબ્દના પર્યાયો - શક્ર, પુરંદર, પાકશાસન, શતમખ, હરિ વગેરે સમાન વાચક શબ્દોનો જે અનભિધેય નામયુક્ત પિંડ સંબંધી ધર્મ છે તે ધર્મ અહીં નામમાં ઉપચરિત છે. ઇન્દ્ર વગેરે અનભિધેય નામથી યુક્ત જે ભૂતકરારકાદિ પિંડ છે તે ભૂતકરારકાદિપિંડ ફક્ત એક જ સાંકેતિત શબ્દથી જ બોલાય છે, બધા શબ્દોથી નહિ. એથી, નામયુક્તપિંડમાં રહેલ જે ધર્મ છે તે નામમાં ઉપચરિત પર્યાયથી અનભિધેય છે. તદન્યાર્થ-બૃતકદારકાદિપિંડથી અન્ય એવા દેવાધિપ આદિ સદ્દભાવથી ઈન્દ્રમાં જે રહેલું છે તે ભૂતકદારકાદિમાં સંકેત માત્રથી જ છે. અથવા – સદૂભાવથી સ્થિત-અન્તર્થ = અનુગત સંબદ્ધ સ્વર્ગાધિપમાં રહેલો પરઐશ્વર્યાદિક અર્થ જ્યાં છે તે અન્વર્થ – જેમકે શચી પતિ આદિ. પ્રશ્ન-૨૯ – સદ્ભાવથી ત્યાં રહેવું એ વાત ભૂતકદારકાદિમાં કઈ રીતે ઘટે? ઉત્તર-૨૯ – તેના અર્થથી નિરપેક્ષ - ઇન્દ્રાદિનામનો અર્થ - પરઐશ્વર્યાદિ. તેનાથી નિરપેક્ષ એવા સંકેત માત્રથી જ તે નામના અર્થથી શૂન્ય ઈન્દ્રાદિ નામના અર્થથી શૂન્ય એવા ભૂતકદારકાદિમાં અર્થથી નિરપેક્ષ એવા ઇન્દ્રાદિ નામનો સદ્દભાવ રહેલો છે – આ રીતે શક્ર-પુરન્દર આદિ પર્યાયોથી અનભિધેય, તેના અર્થથી નિરપેક્ષ અને સદૂભાવથી અન્ય અર્થમાં રહેલ હોય અથવા અન્વર્થ એટલે કે સાર્થક હોય તેવું જે કોઈ ભૂતકબાળકાદિમાં ઇન્દ્રાદિ અભિધાન કરાય તે “નામ” કહેવાય છે. એ અહીં તાત્પર્યાર્થ છે. અન્ય પ્રકારે નામનું સ્વરૂપ (૨) યાદેચ્છિક - અંદર કહેલું એટલું જ નહિ પણ અન્યત્ર રહેલું પણ યદચ્છાથી ગોપાલબાળનું ડિત્ય, ડવિત્યાદિ નામ કરાય તે - આ બંને પણ બે પ્રકારે છે – યાવદર્થિક અને યાવત્કથિત. યાવદર્થિક : યાવદ્રવ્ય જયાં સુધી આ વાચ્યદ્રવ્ય છે ત્યાં સુધી આ નામ પણ રહે તે અર્થાત્ કોઈ શબ્દથી વાચ્ય એવું દ્રવ્ય જયાં સુધી કહેવાય ત્યાં સુધી તે યાવદ્રવ્ય નામ કહેવાય છે. પ્રાયઃ કરીને – મેરૂ-દીપ-સમુદ્રાદિક જેવાં ઘણા નામ યાવદ્ દ્રવ્યભાવિ દેખાય છે. અર્થાત્ જ્યાં સુધી તે-તે દ્રવ્ય રહે ત્યાં સુધી તે-તે દ્રવ્યનું નામ પ્રાયઃ કરીને રહે તે પ્રાયણ નામ કહેવાય છે. થાવત્કથિત કોઇક તો અન્યથા (વિપરિત) પણ હોય, દેવદત્તાદિનામવાચ્ય વિદ્યમાન દ્રવ્યો પણ અલગ-અલગ નામથી પરાવર્ત થયેલા લોકમાં દેખાય છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ આમ, બે પ્રકારે નામનું સ્વરૂપ માત્ર કહ્યું. (૩)ત્રીજો પ્રકાર - પુસ્તક-પત્ર-ચિત્રાદિમાં લખેલી વસ્તુના અભિધાનભૂત ઈન્દ્રાદિ વર્ષાવલી માત્ર પણ અન્યત્ર નામ તરીકે કહેવાયેલાં છે. આ સામાન્યથી નામનું લક્ષણ થયું. પ્રસ્તુતમાં - જે મંગલાર્થથી શૂન્ય વસ્તુમાં મંગલ નામ કરાય છે તે વસ્તુ નામમાત્રથી મંગલ છે એમ કરીને નામમંગલ કહેવાય છે. પુસ્તકાદિમાં લખેલા શબ્દરૂપ મંગલ નામ પણ નામ મંગલ કહેવાય છે. (૨) સ્થાપના મંગલ જે વસ્તુમાં ઈન્દ્રાદિની સ્થાપના કરાય તે સ્થાપના ઈન્દ્ર કહેવાય છે તે સદ્ભૂત એવા ઇન્દ્રના અભિપ્રાયથી તદર્થથી-ઈન્દ્ર શબ્દના અર્થથી શૂન્ય એવી તાદશાકાર-ઇન્દ્રાદિ આકાર અથવા નિરાકાર તદર્થશૂન્ય વસ્તુમાં ઇવર-અલ્પકાલીન અથવા યાવન્કથિત-ચીરકાલીન જે સ્થાપનાપણાથી શાસ્ત્રમાં બતાવેલ છે તે સ્થાપના. તાત્પર્ય-જે વસ્તુ વિદ્યમાન ઈન્દ્રાર્થ શૂન્ય છતાં ઈન્દ્રની બુદ્ધિથી તાદશાકાર કે નિરાકાર અલ્પસમય કે યાવત્કથિત જે સ્થાપિત કરાય તે સ્થાપના, પ્રકૃતમાં - ચિત્રમાં રહેલ પરમમુનિની સ્થાપનાથી મંગલ, સ્થાપના મંગલ એમ કહેવાય છે. નામ-સ્થાપના મંગલના ઉદાહરણો ૧. જીવ - અગ્નિનું મંગલ નામ રૂઢ છે. અર્થાત્ અગ્નિકાય સ્વરૂપ જીવની મંગલ તરીકે પ્રસિદ્ધિ છે. ૨. અજીવ - સિંધુવિષયમાં રાખડી-નાડાછડી નામ મંગલ તરીકે પ્રચલિત છે. ૩. જીવાજીવ – લાટ દેશમાં જીવાજીવ ઉભય જેમાં રહેલા છે તે વજનમાલા તોરણની મંગલ નામથી પ્રસિદ્ધિ છે. એમાં દોરડું અજીવ અને પાંદડા વગેરે સજીવ હોવાથી જીવાજીવ ઉભયપણું આવે છે. સ્થાપના મંગલ - સ્વસ્તિકાદિને જે મંગલની બુદ્ધિથી સ્થાપવામાં આવે તે. (૩) દ્રવ્ય મંગલ દ્રવ્યનું લક્ષણ : (૧) જે જુદા-જુદા નવા પર્યાયોને પામે છે અને જુના-જુના પર્યાયોને છોડે છે. (૨) અથવા તે થવાવાળા પર્યાયો વડે પમાય છે અને થયેલ પર્યાયોથી મૂકાય છે તે Page #38 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર દ્રવ્ય કહેવાય છે. કેમકે, જે પર્યાયોનું દ્રવ્ય દ્વારા ગ્રહણ-મોચન થાય છે તે પર્યાયો દ્વારા દ્રવ્યનું પણ ગ્રહણ-મોચન થાય છે. (૩) સત્તાનો અવયવ અથવા (૪) સત્તાનો વિકાર પણ દ્રવ્ય કહેવાય છે. કારણ કે, દ્રવ્યો જાતિરૂપ મહાસત્તાના અવાંતર સત્તારૂપ અવયવો કે વિકારો જ છે. (૫) સ્વરૂપાદિ ગુણોનો જે સમુદાય તે દ્રવ્ય. (૬) ભવિષ્યત્ પર્યાય અને (૭) ભૂતપર્યાયને જે યોગ્ય હોય તે દ્રવ્ય. જેમ કે ભવિષ્યમાં રાજ્ય પર્યાયને પામવા યોગ્ય રાજકુમાર ભાવિ રાજા કહેવાય. તેથી તે દ્રવ્ય રાજા કહેવાય. પહેલાં જે ઘડામાં ઘી ભરેલું હોય તે અત્યારે ખાલી હોય તો પણ ઘી ના ઘડા તરીકે ઓળખાય છે. એ રીતે ભાવિભાવ અને ભૂતભાવને યોગ્ય જે હોય તે દ્રવ્ય કહેવાય છે. ભૂત-ભાવિભાવને યોગ્ય હોય તેને દ્રવ્ય ન જ કહીએ અને ભૂત-ભાવિ ભાવવાળાને જ દ્રવ્ય કહીએ તો જગતમાં રહેલા સર્વે પુદ્ગલાદિક દ્રવ્યોએ સર્વપદાર્થોના સર્વપર્યાયો અનુભવેલા અથવા અનુભવવાના હોવાથી દ્રવ્ય કહેવાય. આમ, ન થઈ શકે માટે જે ભૂત-ભાવિ ભાવને યોગ્ય હોય તે જ દ્રવ્ય કહેવાય. દ્રવ્ય મંગલનું સ્વરૂપ ઃ દ્રવ્યમંગલ ૨ પ્રકારે હોય છે - (૧) આગમાશ્રયી, (૨) નોઆગમાશ્રયી. (૧) આગમાશ્રયી - મંગલ શબ્દના અર્થરૂપ જ્ઞાનનું સ્વરૂપ અહીં અભિપ્રેત છે તેને આશ્રયી ‘દ્રવ્ય’ દ્રવ્યમંગલ, મંગલ શબ્દાર્થનું પ્રરૂપક અનુપયુક્ત તેમજ મંગલશબ્દાનુવાસિતમંગલશબ્દાર્થજ્ઞાનાવરણક્ષયોપશમથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી રંગાયેલા મનવાળો, અર્થાત્ મંગલ શબ્દાર્થરૂપ જ્ઞાનની લબ્ધિ જેમાં રહેલી છે એવો વક્તા અને તેના સંબંધી જે મંગલ તે દ્રવ્ય મંગલ. પ્રશ્ન-૩૦ – જો મંગળ શબ્દના અર્થનું જ્ઞાન એ આગમ હોય તો તેને દ્રવ્ય મંગલ કેમ કહેવાય, કારણ કે આગમ તો જ્ઞાન હોવાથી ભાવમંગળ રૂપ છે તેને દ્રવ્ય મંગળરૂપ કેમ કહેવાય ? અને જો દ્રવ્ય મંગળ છે તો આગમ કેમ કહેવાય ? ૧૯ ઉત્તર-૩૦ મંગળ શબ્દના અર્થના જ્ઞાન સહિત છતા, મંગલશબ્દાર્થ જ્ઞાનાવરણ ક્ષયોપશમવાળો પણ જો ત્યાં મંગલ શબ્દના અર્થમાં ઉપયોગવાળો ન હોય તો તે ‘દ્રવ્યમંગલ' છે ‘અનુપયોગો દ્રવ્યમ્’ એ વચનાનુસારથી મંગલ શબ્દાર્થને જાણતો છતાં ત્યાં ઉપયુક્ત, તેની પ્રરૂપણા કરતો મંગલ શબ્દાર્થ જ્ઞાન રહિત પણ આગમથી દ્રવ્યમંગલ જ છે. - - • આ આગમ કયો છે જેને આશ્રયી આ દ્રવ્યમંગલ કહેવાય છે ? પ્રશ્ન-૩૧ ઉત્તર-૩૧ – મંગલશબ્દાર્થજ્ઞાન. Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૩ર – જો મંગલશબ્દાર્થજ્ઞાન એ આગમ છે તો તેનો વક્તા દ્રવ્યમંગલ કઈ રીતે ? આગમ ભાવ મંગલ છે એમાં પણ દ્રવ્યમંગલની આપત્તિ આવશે. અને જો તે દ્રવ્યમંગલ છે તો આગમ કઈ રીતે? જેથી આગમાશ્રયી એમ કહો છો, દ્રવ્યમાં આગમનો અભાવ છે, ભાવમાં તો ભાવમંગલનો પ્રસંગ આવશે તેથી આગમથી દ્રવ્યમંગલ એ તો સંગત થઇ જ નહિ શકે, એમાં તો ઘણો લાંબો વિરોધ આવે છે. ઉત્તર-૩૨ – અમે આગમથી એટલું કહ્યું છે એમા આપ એ જાણી લો કે અહીં સાક્ષાત્ આગમ નથી પરંતુ મંગલાશબ્દાર્થજ્ઞાન લક્ષણ એવા આગમનું જે નિમિત્ત છે તે જ અહીં સ્વીકારાયું છે. માટે કોઈ વિરોધ નહિ આવે. પ્રશ્ન-૩૩ – તો પછી તે આગમનું અહીં કયું નિમિત્તે જાણવું? ઉત્તર-૩૩ – તે જ્ઞાનલક્ષણ આગમના કારણભૂત અનુપયુક્ત વક્તા સંબંધી આત્મા દેહ અને શબ્દને જ આગમ તરીકે સમજવા કારણ કે જીવ શરીર જ આગમના આધારભૂત કારણ બને છે. જીવ શરીરના આધાર વિના આગમનો અસંભવ છે, શબ્દ પણ જણાવવાને યોગ્ય શિષ્યગત આગમનું કારણ જ છે. અને તે સિવાય શબ્દનો અભાવ થઈ જાય, અને લોકમાં ભૂત – કે ભાવિ ભાવનું જે-જે કારણ છે તે દ્રવ્ય જ હોય છે. “બૂતી માવિનો વા માવી દિવાર તુ ય, તત્ દ્રવ્યમ્' એવા વચનથી, તેથી અહીં જણાવાયેલું મંગલ પણ દ્રવ્યમંગલ છે. પ્રશ્ન-૩૪ – આત્મા શબ્દ વગેરે જો અહીં આગમનું કારણ જ છે તો એ આગમ કઈ રીતે થાય કે જેનાથી આગમાશ્રયી દ્રવ્યમંગલ થાય? ઉત્તર-૩૪ – આગમના કારણભૂત આત્માદિઓ પણ કારણમાં કાર્યના ઉપચારથી આગમ કહેવાય છે અને કારણમાં કાર્યનો વ્યપદેશ થાય છે જેમકે – “તન્દુતાનું વર્ષતિ પૂર્તઃ' અર્થાત્ વરસાદ ધાન્ય વરસાવે છે, હકીકત માં એ ધાન્ય વરસાવતો નથી પરંતુ ધાન્યમાં કારણ ભૂત એવું પાણી વરસાવે છે. અને એ પાણી રૂપ કારણથી તંદુલ રૂપ કાર્ય થાય છે. અહીં કારણભૂત પાણીમાં કાર્યભૂત ધાન્યનો ઉપચાર કરી “તત્ત્વજ્ઞાન...' કહેવાયું છે તેમ પ્રસ્તુતમાં પણ સમજવું તેથી આગમથી દ્રવ્યમંગલ કહેવામાં વિરોધ નથી. હવે, આ દ્રવ્ય મંગલને નયો દ્વારા વિચારાય છે. નયો દ્વારા દ્રવ્યમંગલની વિચારણા નૈગમનય :- જ્ઞાનવાળો ઉપયોગ વગરનો મંગલ શબ્દાર્થને બોલનારો એક વક્તા તે – એક દ્રવ્યમંગલ. Page #40 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર વ્યવહાર નય - અનેક મંગલશબ્દાર્થ પ્રરૂપક, અને એમાં અનુપયુક્ત વક્તાઓ તે – અનેક દ્રવ્યમંગલો. સંગ્રહ નય :- આખા લોકમાં એક જ દ્રવ્યમંગલ છે, બધા દ્રવ્યમંગલોમાં રહેલા દ્રવ્યમંગલત્વ ધર્મ સામાન્ય થી એક દ્રવ્યમંગલ વ્યતિરિક્ત (ભિન્ન) નથી. એ ભિન્ન હોય તો અદ્રવ્યમંગલની આપત્તિ આવે. કારણ કે સામાન્ય તો ત્રણે લોકમાં એક જ છે. નિગમનય સામાન્ય અને વિશેષ ઉભય ધર્મને જુદા-જુદા સ્વીકારે છે તથા સંગ્રહનય માત્ર સામાન્ય ધર્મને જ ગ્રહણ કરે છે. સામાન્યનું લક્ષણ एकं निच्चं निरवयवमक्कियं सव्वगं च सामन्नं । નિસામન્ના નલ્થિ વિસેલો . ગા.૩૨ // સામાન્ય એક છે. તે કદાચ ક્ષણિક પણ હોય તેથી કહે છે – નિત્ય છે. નિત્યપણ આકાશની જેમ સાવયવ પણ હોય, જો આકાશ નિરવયવ હોય તો સૂર્યનો ઉદય કે અસ્ત પણ ન થાય તેથી નિરવયવ, આકાશ સાવયવ હોય તેનો વ્યવચ્છેદ કરવા કહ્યું છે, પૂર્વાપર કોટિથી શૂન્ય - અનંશ છે. તે પણ પરમાણુ જેમ કોઈ સક્રિય પણ હોય તેથી અહિં અક્રિય-કહ્યું છે પરિસ્પંદથી રહિત હોવાથી, દિશાઓ અક્રિય છે પણ એમાં આપત્તિ ન આવે માટે કહ્યું સર્વગત છે દિશા વગેરે સર્વગત નથી સર્વગત = સર્વલોકાકાશમાં પ્રાપ્ત સત્તાવાળું - આવું માત્ર જે કોઈ પણ હોય તો તે સામાન્ય જ છે. વિશેષ કાંઈ પણ નથી – વિશેષો नास्ति, निःसामान्यत्वात् सामान्यविरहितत्वात् खपुष्पवत्, यच्चास्ति तत् सामान्यविरहितं न મત, યથા ઇટ: | તેથી એક દ્રવ્યમંગલ સામાન્યથી અવ્યતિરિક્ત હોવાથી, જો વ્યતિરેક હોય તો અદ્રવ્યમંગલનો પ્રસંગ આવે અને સામાન્ય ત્રિભુવનમાં એક જ હોવાથી સંગ્રહનય મતે દ્રવ્યમંગલ એક જ છે. તેના અનેક ભેદો નથી, કેમકે અનેક ભેદો તો વિશેષની અપેક્ષાએ હોય છે અને સંગ્રહનય વિશેષને તો વસ્તુરૂપે માનતું જ નથી. વિશેષવાદિ નય મત : પ્રશ્ન-૩૫ – અનેક દ્રવ્યમંગલ કેમ ન હોય? જેમ કે વનસ્પતિ' એમ બોલતાં વૃક્ષગુલ્મ-લતા-ડાળી વગેરે વિશેષો જ જણાય છે. તેનાથી વિશેષ કોઈ વનસ્પતિ નથી એમ અહીં પણ દ્રવ્યમંગલ' કહેતાં અનુપયુક્ત તત્પરૂપકલક્ષણ વિશેષો જણાય જ છે, તેનાથી અધિક Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ સામાન્ય જેવું કશું જ નથી. કે જેથી શૂન્યની જેમ આ જગતમાં એ પ્રમાણે કહેવાય - ‘નિસામન્ના' ઇત્યાદિ. સામાન્ય વાદી સંગ્રહાય ઉત્તર-૩૫ – જે કારણથી “વનસ્પતિ’ કહેતાં વૃક્ષ વગેરે જણાય છે તેથી જ તે (વૃક્ષ) તેમાં (વનસ્પતિ) અર્થાન્તરભૂત (અન્ય અર્થરૂપ થયેલું) નથી. જેમકે હાથ એમ કહેતાં હાથની આંગળીઓ, અહીં જે કહેવાથી જે જણાય છે તેનાથી ભિન્ન ન હોય. જેમકે હસ્ત કહેતાં જણાતી આંગળીઓ હાથથી ભિન્ન નથી વનસ્પતિ કહેતાં વૃક્ષાદિ જણાય છે તેથી એ વનસ્પતિથી ભિન્ન નથી. તેથી સામાન્યથી અતિરિક્ત કોઈ પણ વિશેષ નથી એથી એક જ સામાન્ય છે અને એ રીતે અહીં પણ એક જ સર્વત્ર દ્રવ્યમંગલ છે. અન્ય ઉપપત્તિ (ઉક્તિ) થી સામાન્યવાદી વૃક્ષાદિ દરેકનું વનસ્પતિ સામાન્ય રૂપે સમર્થન કરે છે. શાસ્ત્રો વનસ્પતિદેવ, મૂત-ન્દ્ર- ~-વૈ શાવ-પ્રવાત–પત્ર-પુષ્ણ-ત્તबीजादिगुणत्वात्, चूतसमूहवत्, यो यो मुलादिगुणः स स वनस्पतिसामान्यरुप एव, यथा चूतसमूहः, मूलादिगुणश्च चूतः, तस्माद् वनस्पतिसामान्यरुप एव । હે વિશેષવાદી ! સામાન્યથી વિશેષ અન્ય છે કે અનન્ય? જો પહેલો વિકલ્પ માનો તો, नास्ति एव विशेषः, निःसामान्यत्वात्, खपुष्पवत्यद् यत् सामान्यविनिर्मुक्तं ततद् नास्ति, यथा गगनारविंदम्, જે પણ વિશેષ છે તે ક્યારેય સામાન્યથી ભિન્ન મળી શકતું નથી, કારણ લોકમાં એવી કોઈપણ વસ્તુ કે પદાર્થ જોવા મળતો નથી કે જે સામાન્યથી - સામાન્ય વસ્તુધર્મથી બહાર હોય, એટલે કહી શકાય કે જે સામાન્યથી ભિન્ન હોય એવી કોઈ પણ વસ્તુ કે વિશેષ આકાશ કુસુમની જેમ પોતાની વિદ્યમાનતાને સિદ્ધ કરી શકતું નથી એટલે જો આ હેતુથી વિશેષને સામાન્યથી અન્ય માનવામાં આવે તો વિશેષની સત્તા ક્યારેય સ્વતંત્ર રીતે મળી ન શકે અને એ કારણે તમારો વિશેષને સામાન્યથી અન્ય (ભિન્ન) માનવાનો પક્ષ (વિકલ્પ) નિહેતુક જ બની જાય છે, હવે, એની દષ્ટાંત દ્વારા પુષ્ટિ કરે છે. “આંબો’ એ વનસ્પતિ સામાન્ય છે કારણ કે તે મૂળ, કંદ, શાખા, ફળ આદિ ગુણોવાળો છે. દા.ત. આંબાનો સમૂહ. જે જે મૂળાદિ ગુણવાળા હોય તે વનસ્પતિ સામાન્ય રૂપ જ છે. જેમ કે આંબાનો સમૂહ. આંબો એ મૂળાદિ ગુણવાળો છે તેથી એ વનસ્પતિ સામાન્ય રૂપ સિદ્ધ થાય છે. એ પ્રમાણે ગુલ્મ, લતાદિ વિશેષોનું પણ વનસ્પતિ સામાન્યથી અભિન્નપણું સિદ્ધ થાય છે, જો તેનાથી ભિન્ન માનીએ તો પૃથ્વી આદિ પણ તેમાં અતિવ્યાપ્ત થવાનો પ્રસંગ આવે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ગુજરાતી પ્રશ્નોત્તર જો બીજો પક્ષ માનો છો તો - સામાન્યમેવાસી, તનન્યત્વતિ, સામાન્યાત્મવત્, યદ્ યમદ્દિનચં તત્ તવ યથા સામવિશ્લેવાત્મા, આ સિદ્ધાંતને લઈને વિશેષ સામાન્ય જ બની જશે, એટલે વિશેષની વિદ્યમાનતા સામાન્યાન્તર્ગત બની જશે. એ રીતે, જો અતિપક્ષપાતિતાથી સામાન્યમાં પણ વિશેષનો ઉપચાર કરો તો ક્યાંય કાંઈ વાંધો નથી. કારણકે ઉપચારથી કહેવાતો ભેદ તાત્ત્વિક એકત્વને બાધ કરવા સમર્થ નથી, તેથી સામાન્ય જ છે વિશેષ નથી. વિશેષ એ સામાન્યથી અભિન્ન જ છે. સામાન્યમાં જ વિશેષ સમાઈ જાય છે એટલે વિશેષનો સ્વીકાર વ્યર્થ થઈ જશે. વિશેષવાદી સંગ્રહ ચાલો, તમારી વાત માની લીધી છતાં અમે બીજી રીતે તમને કહીશું કે - પ્રશ્ન-૩૬ – તમે પણ વનસ્પતિસામાન્યને બકુલ-અશોક-ચંપક-નાગ-પુન્નાગ-આમ્રસર્જ-અર્જુનાદિ વિશેષોથી અર્થાન્તર માનો છો કે અનર્થાન્તર ? ઉત્તર-૩૬ – સામાન્ય સિવાય વિશેષ એવો કોઈ પદાર્થ જ નથી. કારણ કે આંબાના સમુદાયની જેમ આંબો પણ મુળાદિ ગુણવાળો હોવાથી વનસ્પતિ જ છે તે સિવાય કાંઈ જ નથી, તે જ રીતે બકુલ-અશોકાદિ પણ વનસ્પતિ જ છે. આમ, સર્વવસ્તુઓ સામાન્ય જ થઈ તો વિશેષ ક્યાં રહ્યું? અને જો સામાન્ય સિવાય વિશેષ પદાર્થ છે તો તે તેનાથી ભિન્ન છે અભિન્ન ? જો પ્રથમ વિકલ્પ માનો તો - નાતિ વ ત વિશેષવ્યતિરિખ ૩પત્નવ્યિક્તHIBIR तस्योपलम्भव्यवहाराभावात्, खरविषाणवत् । अथानुपलब्धिलक्षणप्राप्तं तदभ्युपगमते - नास्त्येव ત, વિશેષેગ્ય: સર્વથાડવાન્ સુમવત્ જો બીજો વિકલ્પ માનો તો – વિશેષા વ ત, तेभ्योऽनर्थान्तरभूतत्वात्, विशेषानामात्मस्वरुपवत्, તમે જો વિશેષોમાં પણ સામાન્યનો ઉપચાર કરો છો તો પણ અમને કોઈ વાંધો નથી. કારણ કે ઔપચારિક એકત્વ તાત્વિક અનેકત્વને બાધિત કરતું નથી. નૈગમ અને વ્યવહાર નય લોકવ્યવહાર તત્પર છે તે લોક વ્યવહાર પણ ત્યાગગ્રહણાદિ પ્રાયઃ વિશેષથી જ ચાલતું દેખાય છે. સામાન્ય વ્રણપિંડી આદિ વિષયમાં લોકમાં ઉપયોગ વગરનું છે. “વન” “સેના' વગેરે ક્યાંક કોઈક સ્થાને સામાન્યનો ઉપયોગ થતો પણ દેખાય છે તેથી પ્રાયઃ કહ્યું છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૩૭ – નૈગમ અને વ્યવહાર નય બંને વિશેષે જ ગ્રહણ કરે છે તે બંને સમાન વિષયને જ માને છે એટલે એમાં તો ફક્ત નામનો જ ફરક છે તો બે અલગ-અલગ કેમ કહ્યા ? ૨૪ ઉત્તર-૩૭ – આ બંને નયો વિશેષના સંબંધમાં સમાન હોવાથી બંનેમાં સમાનતા છે, પરંતુ નૈગમ નય કેટલીક વસ્તુઓમાં સામાન્યપણું પણ ગ્રહણ કરે છે, એટલો એ બંનેમાં તફાવત છે, અર્થાત્ નૈગમનય સામાન્ય અને વિશેષ એમ ઉભયગ્રાહી છે જ્યારે વ્યવહારનય માત્ર વિશેષને જ ગ્રહણ કરે છે. એટલે બંને નયો અલગ-અલગ કહ્યા છે. (૪) ઋજુસૂત્રનય :- અતીત-અનાગત અથવા પરકીય પરિહારથી અકુટિલ વસ્તુને સૂત્રિત કરે છે. તે સ્વગ્રાહી જ છે, વર્તમાન ક્ષણભાવી જે દ્રવ્યમંગલ છે તે એક જ એને માન્ય છે. અતીત-અનાગત સમય ભાવિ વસ્તુ એને ઇષ્ટ નથી. કારણ એક અતીત કાળમાં થઈ ચૂકેલ હોવાથી નષ્ટ છે અને બીજી ભવિષ્યકાળમાં થવાવાળી હોવાથી વર્તમાન સમયમાં અનુત્પન્ન છે અથવા પરકીય દ્રવ્યમંગલ પણ તેને ઇષ્ટ નથી, વિવક્ષિત એક પ્રજ્ઞાપક પોતાને છોડીને જે બીજામાં મંગલ ઈચ્છે છે તે દ્રવ્યમંગલ પણ તેને માન્ય નથી. પ્રયોગ -૧ अतीतमनुत्पन्नं वस्तु नास्ति, प्रयोजनस्य विवक्षितफलस्य तत्राऽभावात् सर्वप्रयोजनाऽकरणात्, વરધૃવત્ એ પ્રમાણે અવિદ્યમાન હોવાથી અતીતાનાગતની દ્રવ્યમંગલતા અપાસ્ત જ છે. धर्मिसत्त्व एव धर्माणामुपपद्यमानत्वात्, इति । પ્રયોગ-૨ પાળીયમપિ યશવત્તસંવ—પિ વસ્તુ લેવવત્તાપેક્ષા નાસ્યેવ પ્રયોનનારાત્ खरविषाणवत्, यथा परस्य यज्ञदत्तस्य धनं देवदत्तापेक्षया विफलं प्रयोजनाऽसाधकं सन्नास्ति तथा सर्वमपि परकीयं नास्तीति । (૫-૬-૭) શબ્દ-સમભિરૂઢ-એવંભૂતનયો : પ્રશ્ન-૩૮ શું કારણ ? - આ ત્રણે નયો વિશુદ્ધનય હોવાથી આગમથી દ્રવ્યમંગલ ઇચ્છતા જ નથી. ઉત્તર-૩૮ આગમથી :- કારણ કે, જે વ્યક્તિ ‘મંગલ’ એમ જાણે છે, અને તેના ઉપયોગથી શૂન્ય હોય તેને આગમથી દ્રવ્યમંગલ કહેવાય તેવા દ્રવ્યમંગલને આ ત્રણ નયો માનતા જ નથી તેઓ માને છે કે જે જાણે છે તે અનુપયોગી નથી અને અનુપયોગી છે તે જાણતો નથી માટે આવું દ્રવ્યમંગલ ન હોઈ શકે, કારણ કે જાણતો હોય અને અનુપયુક્ત હોય એ બંને વિરુદ્ધધર્મો છે. જેમકે ચેતના વગરનો જીવ અથવા વંધ્યા માતા, જે હોઈ ન શકે, કદાચ, જ્ઞાયક - અનુપયુક્ત હોય તો પણ એ અમને મંગલ તરીકે ઇષ્ટ નથી. કારણ Page #44 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર કે તે જ્ઞાન પાપની જેમ મંગળ અર્થથી શૂન્ય છે. એ પ્રમાણે આ બધા નયો ભાવમંગલગ્રાહી હોવાથી આગમથી દ્રવ્યમંગલને કેમ ઇચ્છે ? ૨૫ નોઆગમથી :- નો આગમથી દ્રવ્યમંગલ ત્રણ પ્રકારે છે જ્ઞશરી૨, ભવ્યશરી૨ અને તવ્યતિરિક્ત. જ્ઞશરીર દ્રવ્યમંગલ, મંગલપદાર્થને જાણનારનો દેહ કે જેણે પહેલાં મંગલપદાર્થ સારી રીતે જાણેલો છે, અન્યોને જણાવેલો છે. તે શરીર સંબંધી જીવ નીકળી ગયો. સિદ્ધશિલા આદિમાં ગયેલો દેહ અતીતકાળ નયની અનુવૃત્તિથી અતીત મંગલપદાર્થજ્ઞાનનો આધાર હોવાથી નોઆગમથી દ્રવ્યમંગલ કહેવાય છે. અહીં નો શબ્દ સર્વનિષેધવચન છે આગમના અહીં સર્વથા અભાવથી નોઆગમતા કહેવાય છે, અતીતમંગલપદાર્થજ્ઞાનલક્ષણઆગમપદાર્થનું કારણ હોવાથી દ્રવ્યમંગલતા જેમકે અતીત કાળમાં ઘીના આધારરૂપ પર્યાયનું કારણ જેમાં રહેલું છે તે વર્તમાન કાળને આશ્રયીને રહેલા ખાલી ઘીના ઘડામાં પણ આ ઘીનો ઘડો છે એવો વ્યપેદશ કરાય છે તેથી અતીતપર્યાયના કારણે તે અત્યારે દ્રવ્ય ઘીના ઘટ તરીકે ઓળખાય છે. એ રીતે ભૂતકાળમાં જેને મંગલપદાર્થ જાણેલો છે તેવા આત્મામાં વર્તમાન કાળે પણ દ્રવ્યમંગલનાતો વ્યપદેશ કરવામાં આવે છે તે નો-આગમથી જ્ઞશરીર દ્રવ્યમંગલ છે. એ જ રીતે, મંગલ પદાર્થજ્ઞાન યોગ્ય ભવ્યનો જીવ સચેતન નોઆગમથી ભવ્યશરીર દ્રવ્યમંગલ છે તે આ રીતે, ભાવ - જે અત્યારે મંગલપદાર્થ જાણતો નથી ભવિષ્યમાં જાણશે તે સંબંધી સચેતન દેહ ભવિષ્યકાલીન નયની અનુવૃત્તિથી ભવિષ્યમંગલપદાર્થજ્ઞાનનો આધાર હોવાથી ભવ્યશરીર દ્રવ્યમંગલ કહેવાય છે. હવે, દેશ નિષેધપરમાં પણ નોશબ્દનો અર્થ બતાવે છે. — પ્રશ્ન-૩૯ આગમના એક દેશને આશ્રયીને દ્રવ્યમંગલ શું છે ? ઉત્તર-૩૯ મંગલપદાર્થજ્ઞનો અચેતન દેહ અને મંગલપદાર્થને જે જાણશે તેવા ભવ્યનો સચેતન દેહ એ એક દેશને આશ્રયીને દ્રવ્યમંગલ છે. પ્રશ્ન-૪૦ અહીં આગમનો એક દેશ શું છે કે જેને આશ્રયીને નો આગમથી દ્રવ્યમંગલ એવો વ્યપદેશ કરવામાં આવે છે ? ઉત્તર-૪૦ – યથોક્ત જ્ઞ-ભવ્યશરીરરૂપ દેહ જ અહીં આગમનો એક દેશ છે. પ્રશ્ન-૪૧ – જડ દેહમાં આગમની એકદેશતા ક્યાંથી આવી ? Page #45 -------------------------------------------------------------------------- ________________ ર શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૪૧ – કારણકે અચેતન દેહ ભૂતકાલીન મંગલપદાર્થજ્ઞાનલક્ષણ આગમનું કારણ છે. સચેતન ભવ્યદેહ ભાવિ આગમનું કારણ છે તેથી નિજકાર્ય એવા આગમના એક દેશમાં રહે જ છે, કારણ હંમેશા કાર્યના એકદેશમાં રહે જ છે જેમકે, ઘટ રૂપી કાર્યના કારણરૂપ માટી ઘટના એક દેશમાં રહેલી જ છે. પ્રશ્ન-૪૨ – મંગલપદાર્થજ્ઞાનરૂપ આગમનું પરિણામિકારણ તો જીવ જ છે તો તેની સ્વકાર્યના એક દેશમાં વૃત્તિ ભલે હોય જેમકે માટી, પરંતુ શરીર તો આગમનું પરિણામિ કારણ થતું જ નથી તો શરીરની આગમમાં એકદેશવૃત્તિતા કઈ રીતે ઘટે? ઉત્તર-૪૨ – સાચી વાત છે. પરંતુ “મvouTUીયા = ર તે = ત્તિ વિમયમનુત્ત, ના વીરપાળિયા' (અન્યોન્યાનુગત યાને એકબીજામાં ભળેલી વસ્તુમાં ક્ષીર-નીરની જેમ આ આ છે અને આ તે છે એવું વિભાજન કરવું યોગ્ય નથી બનતું) એ વચનથી સંસારી જીવનો શરીર સાથે અભેદનો જ વ્યવહાર થાય છે. એથી એ જીવની જે પરિણામી કારણતા છે તે શરીરની પણ કહેવાય છે. એટલે એની આગમ એકદેશતા સ્વીકારવામાં કશો જ વિરોધ નથી. પ્રશ્ન-૪૩ – માની લીધું, તો પણ આગમથી દ્રવ્યમંગલ તમે જે પહેલા કહેલું તેની સાથે એનો શું ભેદ છે? ત્યાં પણ મમવાર/માયા રેહો સદો ' વચનથી શરીર જ દ્રવ્યમંગલ કહ્યું છે અહીં પણ તે જ છે. તો કેમ એકત્વ ન થાય? ઉત્તર-૪૩ – સાચું છે, પરંતુ પહેલાં ઉપયોગરૂપ આગમ તો હતો જ નહિ અને લબ્ધિરૂપ આગમ છે અહીં તો બંને ય પ્રકારનું આગમ નથી, માત્ર દ્રવ્યમંગલ રૂપ કાર્યનું કારણ એવું શરીર માત્ર જ છે. એટલો આગમ થકી દ્રવ્યમંગલ અને જ્ઞભવ્ય શરીરરૂપ નોઆગમ થકી દ્રવ્યમંગલમાં તફાવત છે. જ્ઞ-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યમંગલ : પરમાર્થથી મંગલ બે પ્રકારે છે એક જિનપ્રણીત આગમ અને બીજું જિનપ્રણીત પ્રતિલેખનાદિ મંગલક્રિયા. અહીં ઉપયોગ વિનાનો એવો જે આત્મા પરમાત્માએ દર્શાવેલી મંગલરૂપપ્રત્યુપેક્ષણાદિક્રિયા કરે છે તે નો આગમથી જ્ઞ-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યમંગલ છે. અહીં ઉપયોગરૂપ આગમ નથી એટલે નોઆગમતા છે અને જ્ઞ-ભવ્ય શરીરની જ્ઞાનની અપેક્ષાએ દ્રવ્યમંગલતા છે અહીં તો ક્રિયાની અપેક્ષા એ દ્રવ્યમંગલતા બતાવેલી હોવાથી તવ્યતિરિક્તતા (જ્ઞ-ભવ્ય વ્યતિરિક્ત) છે. અનુપયુક્તની ક્રિયા દ્રવ્યમંગલ છે અને ઉપયુક્તની ક્રિયા તો ભાવમંગલ જ થાય. અથવા અન્ય રીતે બતાવે છે... Page #46 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૭ ભૂતકાળમાં થયેલ ભાવમંગલના પરિણામ વાળું કોઈનું પણ શરીર નો આગમથી જ્ઞભવ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્યમંગલ જાણવું. અથવા તે ભાવમંગલના પરિણામને યોગ્ય જે શરીર જીવદ્રવ્ય છે તે નોઆગમથી જ્ઞ-ભવ્યથી વ્યતિરિક્ત દ્રવ્યમંગલ જાણવું. અથવા જે સ્વભાવથી જ સુંદરવર્ણ આદિ ગુણવાળી સુવર્ણાદિવસ્તુ રત્ન-દહી-અક્ષત-કુસુમ મંગલ કલશ વગેરે તે જ્ઞ-ભવ્ય વ્યતિરિક્ત દ્રવ્યમંગલ કહેવાય છે. પ્રશ્ન-૪૪ – તે મંગલ કઈ રીતે કહેવાય? ઉત્તર-૪૪ – તે સુવર્ણાદિ પણ કોઇના ભાવ મંગલમાં કારણ હોવાથી મંગલ છે. “ભૂત કે ભાવી ભાવનું લોકમાં જે કારણ છે તે દ્રવ્ય છે.” એ વચનથી દ્રવ્ય તરીકે પણ તેનો વ્યપદેશ કરાય છે એટલે દ્રવ્યમંગલ થાય છે. દ્રવ્યમંગલ સંબંધી વર્ણન કરી હવે ભાવમંગલ બતાવે છે – (૪) ભાવમંગલા વિવક્ષિત ઇન્દન-જવલનાદિક્રિયા યુક્ત લોકમાં પ્રસિદ્ધ પારમાર્થિક ઇન્દ્રાદિ પદાર્થ ભાવ કહેવાય છે ભાવ એવું જ મંગલ તે – ભાવમંગલ, અથવા ભાવ દ્વારા થતું મંગલ તે ભાવમંગલ તે પણ પાછું ૨ પ્રકારે (૧) આગમથી અને (ર) નોઆગમથી ભાવમંગલ. (૧) આગમથી ભાવમંગલ :મંગલદ્યુત-મંગલપદાર્થજ્ઞાનમાં ઉપયુક્ત હોય તે આગમથી ભાવમંગલ થાય છે. પ્રશ્ન-૪૫ – મંગલપદાર્થ જ્ઞાનોપયોગ માત્રથી કઈ રીતે તેનો વક્તા ભાવમંગલ કહેવાય? તેમાં ઉપયોગ માત્રથી જ તદ્ રૂપતા યુક્તિ સંગત થતી નથી કારણ કે અગ્નિજ્ઞાનમાં ઉપયુક્ત માણવક અગ્નિ બની જતો નથી, જો એમ થાય તો માણવકથી પણ દાહ-પાક વગેરે થઈ શકવાની આપત્તિ આવે પણ એમ થતું નથી એટલે તમે જે ભાવમંગલનું સ્વરૂપ કહ્યું તે બરાબર નથી. ઉત્તર-૪૫ – ઉપયોગ, જ્ઞાન, સંવેદન, પ્રત્યય બધા સમાનાર્થી શબ્દો છે. અર્થ અને અભિધાન કરનારા પ્રત્યયો લોકમાં સર્વત્ર તુલ્યનામવાળા હોય છે. જેમકે પદાર્થ – પદાર્થનું નામ અને તેનું જ્ઞાન. બાહ્ય-પૃથુબબ્બોદર આકારવાળો પદાર્થ એ વસ્તુને સુચવતો જે અર્થ છે તે અર્થ પણ ઘટ કહેવાય છે, તેનો વાચકાભિધાન એ અર્થ સંગત પદાર્થનું જે નામ છે તે Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પણ ઘટ કહેવાય છે તેના ઘટના જ્ઞાનરૂપ પ્રત્યય પણ ઘટ કહેવાય છે એમ થતાં જે ઘટ એવું જ્ઞાન છે. એ ઘટ જ્ઞાનથી ભિન્ન એવો ઘટનો જ્ઞાતા પણ ઘટશાન સ્વરૂપ ગ્રહણ કરાય છે. અન્યથા જો જ્ઞાન-જ્ઞાનીનો અભેદ ન હોત તો જ્ઞાન હોવા છતાં જ્ઞાની વસ્તુ સમૂહને તેમાં તન્મય ન હોવાથી જોઈ ન શકત. દીવો અંધ વ્યક્તિના હાથમાં હોય કે અન્ય પુરૂષના હાથમાં હોય તો પણ પ્રકૃત વ્યક્તિ વસ્તુ સમૂહને જોઈ શકતો નથી. ૨૮ ન ચોડનાબાર તખ્શીનમ્, પવાર્થાન્તરવત્ વિક્ષિતવવાર્થસ્થાઽવ્યપરિચ્છેવવ્રતંત્ ઘટાદિજ્ઞાનતાનના ભેદમાં તો આત્માને બંધાદિનો અભાવ થશે જેમકે જ્ઞાન-અજ્ઞાન-સુખ-દુઃખાદિ પરિણામ આકાશમાં નથી, તેથી ત્યાં બંધાદિ પણ નથી. એમ જીવના માટે પણ થઇ જાય. માટે જ્ઞાન અને જ્ઞાનવાન્ કથંચિત્ અભિન્ન છે. એ માનવું જ રહ્યું. પ્રશ્ન-૪૬ એમ જોતાં તમારા મત મુજબ તો ઘટ જ્ઞાનના ઉપયોગવાળો દેવદત્ત ઘટજ્ઞાનના ઉપયોગથી અનન્ય હોવાથી ઘટ થશે અને અગ્નિના ઉપયોગથી અનન્ય હોવાથી માણવક પણ અગ્નિ થઇ જશે તો પછી જલાહરણ દાહ-પાકાદિ-અર્થક્રિયાનો એમાં પ્રસંગ આવે છે. એ કઈ રીતે નિવારશો ? 1 ઉત્તર-૪૬ તમારી વાત બરાબર નથી. કાંઇ બધા ઘડાઓ જલાહરણ કે બધા અગ્નિદાહ-પાકાદિક્રિયા કરતા નથી. એમ કરવા જતાં ખુણામાં નીચામુખે કરેલ ઘડામાં પાણી ભરાતું ન હોવાથી અને ભસ્મથી ઢાંકેલા અગ્નિથી દાહ-પાક ક્રિયા થઇ શકતી ન હોવાથી તમારી માન્યતામાં વ્યાભિચાર આવશે. એ ઘટ નથી કે અગ્નિ નથી ? એમ નહિ કહી શકાય કારણકે એમાં તો લોકપ્રતિતિમાં બાધા આવશે લોકમાં તો તે ઘટ-અગ્નિ તરીકે જણાય જ છે. તેથી મંગલ પદાર્થજ્ઞાનમાં ઉપયોગાનન્યત્વેન આગમથી તેમાં ઉપયુક્ત ભાવમંગલ છે. અને ક્ષાયિક ક્ષાયોપશમિકાદિ પ્રશસ્તભાવ તે નોઆગમથી ભાવમંગલ છે અહીં, ક્ષાયિકાદિ ભાવમાં આગમનો સર્વથા અભાવ છે. અથવા ઉપલક્ષણથી આગમ સિવાયના ચારજ્ઞાનદર્શન અને ચારિત્ર નોઆગમથી ભાવમંગલ છે. હવે, અન્ય પ્રકારે નોઆગમથી ભાવમંગલ બતાવે છે. - પ્રતિક્રમણ-પ્રત્યુપેક્ષણાદિ ક્રિયા કરનારનું જે જ્ઞાન-દર્શન-ચારિત્રના ઉપયોગમાં પરિણામ છે તે નોઆગમથી ભાવમંગલ થાય છે. અહીં નોશબ્દ મિશ્રવચન દ્યોતક છે. જેથી એ જ્ઞાન-દર્શન-ચારિત્રોપયોગપરિણામ ફક્ત આગમ જ નથી. પણ ચારિત્રાદિનો સદ્ભાવ હોવાથી અને જ્ઞાન પણ હોવાથી ફક્ત અનાગમ પણ નથી. અર્થાત્ બંને ભાવો હોવાથી મિશ્રતા છે. અહીં નોશબ્દ મિશ્રભાવમાં છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ગુજરાતી પ્રશ્નોત્તર બીજી રીતે પણ કહેવાય છે – નોઆગમથી ભાવમંગલાધિકારમાં નમસ્કારાદિ સ્તોત્રોમાં જ્ઞાનોપયોગ = નમસ્કારાદિજ્ઞાન મસ્તક ઉપર કરઅંજલિ વિધાનાદિ ક્રિયા આ રીતે જ્ઞાન-ક્રિયાથી વિમિશ્રપરિણામ, ચૈત્યવંદનાદિ ક્રિયા અવસ્થામાં જે નમસ્કારાદિ જ્ઞાન-ક્રિયા મિશ્રિત પરિણામ છે તે નોઆગમથી ભાવમંગલ કહેવાય છે. શાથી? કારણ કે પરિણામનો તે જ ભાવ નમસ્કારાદિજ્ઞાનોપયોગરૂપ આગમના એકદેશમાં છે “નો શબ્દ' અહીં એકદેશવાચી મિશ્રભાવમાં છે. આ રીતે નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવભેદથી ચાર પ્રકારનું મંગલ બતાવ્યું અને એમાં પ્રથમ ત્રણનો પરસ્પર અભેદ જોતાં પૂર્વપક્ષ પ્રશ્ન કરે છે - પ્રશ્ન-૪૭ – ભાવવિનાના શેષ ત્રણ નામ-સ્થાપના-દ્રવ્યમાં શું ભેદ છે? કોઈ નહિ? કઈ રીતે? જેમ કે, ત્રણેમાં નામ તુલ્ય છે, નામવાળા પદાર્થમાં, સ્થાપનામાં, દ્રવ્યમાં મંગલ નામ માત્ર સર્વત્ર છે. તથા દ્રવ્યત્વપણ ત્રણેમાં તુલ્ય છે, કેમકે “નસ ગીવ વા મનીવસ વા મંત્મ વિ નામ વીર' એ વચનથી દ્રવ્ય નામમાં જ સંબંધિત થાય છે અને સ્થાપનામાં પણ “વત્ સ્થાપ્યતે' વચનથી દ્રવ્યજ જણાય છે. દ્રવ્યમાં તો દ્રવ્યત્વ છે જ. આમ, ત્રણેયમાં દ્રવ્યત્વ સમાન છે. તથા તદર્થશૂન્યત્વ અને ભાવાર્થશૂન્યતા પણ ત્રણેયમાં સમાન છે. નામાદિ ત્રણમાં ભાવમંગલનો અભાવ છે તેથી નામ-દ્રવ્યત્વ-ભાવાર્થ શૂન્યત્વની સમાનતાથી એ ત્રણેયમાં પરસ્પર અભેદ છે. ભાવમાં તો તદર્થશૂન્યત્વ ન હોવાથી એ નામાદિથી વિશેષ છે. પૂર્વપક્ષે બતાવેલા પરસ્પરના અવિશેષને જોઈ જે વિશેષ છે તે બતાવાય છે. સ્થાપનાનો નામ-દ્રવ્યથી ભેદ ઉત્તર-૪૭ – જેમ સ્થાપના ઈન્દ્રમાં આકાર-હજાર આંખો-કુંડલ-મુગટ-શચીસંનિધાનહાથમાં કુલિશધારણ-સિંહાસનાધ્યાસન આદિથી ઉત્પન્ન થયેલા અતિશયવાળો જે શરીર સૌંદર્ય ભાવ દેખાય છે, તથા સ્થાપના કરનાર ને તેમાં જેમ સબૂત ઇન્દ્રાભિપ્રાય જણાય છે અને જોનારને તેમાં જે રીતે તદાકારદર્શનથી ઇન્દ્રની બુદ્ધિ થાય છે અને જે રીતે તેની ભક્તિમાં પરિણત એને સેવનારા બુદ્ધિવાળાઓની તેમાં નમસ્કારાદિ ક્રિયા જોવાય છે અને એનું યથા પ્રાય પુત્ર ઉત્પત્તિ આદિ ફળ પ્રાપ્ત થાય છે, તેવી નામ ઇન્દ્રમાં કે દ્રવ્ય ઇન્દ્રમાં ફળપ્રાપ્તિ થતી નથી, તેથી સ્થાપનાનો નામ-દ્રવ્યથી પ્રગટ ભેદ દેખાય જ છે. દ્રવ્યનો નામ-સ્થાપનાથી ભેદ જે રીતે અનુપયુક્ત વક્તા વગેરે દ્રવ્ય કોઈ વખતે ઉપયોગકાળે એ ઉપયોગરૂપ ભાવનું કારણ થાય છે અને એ ઉપયોગરૂપ ભાવ તે અનુપયોગી વક્તારૂપ દ્રવ્યનો પર્યાય થાય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ અથવા સાધુદ્રવ્ય ભવિષ્યમાં ઇન્દ્રપણે ઉત્પન્ન થવાથી અનુક્રમે ઇન્દ્રાદિ દ્રવ્યમાં ઉપયોગરૂપ થતો તે ભાવેન્દ્ર પરિણતિ રૂપ ભાવનું નિમિત્ત બને છે - પર્યાય બને છે, તે રીતે નામ કે સ્થાપના એકબીજાના કાર્ય-કારણ બનતા નથી. એમ કહેવાય છે કે જે રીતે અનુપયુક્ત વક્તા દ્રવ્ય ક્યારેક ઉપયુક્તત્વકાલે તે ઉપયોગરૂપ ભાવનું કારણ બને છે, તે ઉપયોગરૂપ ભાવ પણ તે અનુપયુક્ત વક્તા દ્રવ્યનો પર્યાય બને છે અથવા જે રીતે સાધુ જીવ દ્રવ્યેન્દ્ર છતો ભાવેન્દ્રરૂપ પરિણતિનું કારણ બને છે અને તે ભાવેન્દ્રપરિણતિરૂપ ભાવ તેનો પર્યાય બને છે તે રીતે નામ-સ્થાપના બનતા નથી. એથી, તે બંનેથી દ્રવ્યનો ભેદ છે. નામનો સ્થાપના-દ્રવ્યથી ભેદ :- નામનો તો સ્થાપના-દ્રવ્યથી ભેદ સામર્થ્યથી જણાય જ છે. જો કે આગળ કરેલી શંકા પ્રમાણે નામ-સ્થાપના અને દ્રવ્ય અભિન્ન છે છતાં અહીં ઉપર કહ્યા પ્રમાણે પરસ્પર ભેદ છે. જેમ, દૂધ-દહીં-છાશ વગેરેમાં ગોરપણું, સફેદાઈ વગેરે સમાન છતાં મીઠાશાદિમાં ફરક છે જ એમ અહીં પણ સમજવું. પ્રશ્ન-૪૮ - નામાદિ ચારમાં માત્ર ભાવ જ વસ્તુરૂપ જણાય છે, કારણ કે પ્રયોજનની સિદ્ધિ તેનાથી જ થાય છે જેમકે, ભાવઈન્દ્ર, દાનવોને દમન કરવારૂપ કાર્ય સાધવામાં સમર્થ છે તે રીતે નામ ઈન્દ્રાદિ ત્રણે નથી થતા તો પછી તે ત્રણેનું શું પ્રયોજન છે? ઉત્તર-૪૮ – ભાવને વસ્તુપણે માનવામાં કાંઈ દોષ નથી. નામાદિ પણ વસ્તુના પર્યાયો હોવાથી ભાવની જ અવસ્થાઓ છે કારણ કે પર્યાય-ધર્મ-ભેદ-ભાવ વગેરે સમાનાર્થી શબ્દો જ છે જેમ કોઈ સામાન્યથી “ઇન્દ્ર' શબ્દ બોલે એમાં સાંભળનારને નામાદિ ચારેની પ્રતીતિ થાય છે. એટલે શંકા થાય કે એણે નામઇન્દ્ર કહ્યો સ્થાપના ઈન્દ્ર કહ્યો વગેરે ? આથી ઇન્દ્રાદિ વસ્તુના જે નામાદિ ચારે છે તે સ્વયં વસ્તુના પર્યાયો-ભાવવિશેષો છે. એટલે જ વિશિષ્ટ અર્થક્રિયા સાધક ભાવ ઇન્દ્રાદિરૂપ ભાવને આશ્રયીને વસ્તુપણું સાધીએ તો કાંઈ હાની નથી. તથા નામાદી પણ ભાવમંગલાદિનું કારણ હોવાથી ભાવમંગલ જ છે. ભાવ મંગલપરિણામ એટલે ભાવમંગલમાં ઉપયોગ અથવા ભાવમંગલ એ સાધુ આદિની પરિણતિ રૂપ છે. કારણકે ભાવમંગલ પરિણામ તે બંનેમાં નિમિત્ત કારણ બને છે. જે જેનું કારણ બને છે તે તેના વ્યપદેશને પ્રાપ્ત કરે છે જેમકે, ‘ગાયુષ્કૃતમ્' “પો મોગનમ્' વગેરે, કેટલાંક ક્લિષ્ટકર્મોવાળાનાં નામાદિ ભાવમંગલનાં કારણ નથી પણ બનતાં, તેથી મૂળમાં પ્રાયઃ શબ્દ મુક્યો છે અહીં મંગલની વાત ચાલે છે તેથી ભાવમંગલના કારણો નામાદિ કહ્યા તેથી નામાદિ પણ ભાવમંગલરૂપ જ છે, ભાવવસ્તુના સાધનમાં નામાદિ પણ તેની સાધકતામાં કારણભૂત હોવાથી ક્ષતિ નથી. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ગુજરાતી પ્રશ્નોત્તર ભાવમંગલમાં કારણ બનતા નામાદિના ઉદાહરણો - નામ :- મંગલ શબ્દરૂપ સિદ્ધ, વિજય, જિનેન્દ્રાદિ નામ કોઇએ બોલેલું સાંભળીને પ્રાય: કોઈ જીવ સમ્યગ્દર્શનાદિ ભાવમંગલ પરિણામવાળો થાય છે. સ્થાપના :- કોઇ જિનપ્રતિમા–સ્વસ્તિક સાધુનાં પગલા વગેરે જોઇને ભાવમંગલ પરિણામવાળો થાય છે. દ્રવ્ય :- મોક્ષમાં ગયેલા મુનિનો દેહ, ભવ્યયતિના પર્યાયવાળો દીક્ષાર્થી, સુવર્ણમાળાદિ જોઇને પ્રાયઃ સમ્યગ્દર્શનાદિ ભાવમંગલ પરિણામ થાય છે તેથી તે દ્રવ્ય પણ ભાવમંગલનું કારણ છે. તે કારણથી નામાદિ ત્રણે પણ ભાવના કારણ હોવાથી ભાવમંગલ છે. પ્રશ્ન-૪૯ – જો નામાદિ પણ ભાવમંગલ હોય તો તે પણ તીર્થંકરાદિ ની જેમ પૂજ્ય કેમ ન બને? ઉત્તર-૪૯ – નામાદિ ત્રણેયમાં ઇચ્છિત ફળસાધનમાં નિશ્ચયનો અભાવ હોવાથી અનેકાન્તિક છે જેથી આત્યંતિક બનતું નથી, કારણ કે આત્યંતિક પ્રકર્ષને પ્રાપ્ત થયેલા તેવા પ્રકારના વિશિષ્ટ ફળ સાધત્વનો ત્યાં અભાવ છે. ભાવવિષય મંગલ તો એનાથી વિપરિત સ્વરૂપવાળું છે. એટલે કે એકાંતિક અને આત્યંતિક ફળ સાધક છે. તેથી જે વિશેષ હોય તેને જ પૂજ્ય ગણવું. બીજા નહિં. ઘટ-પર વિગેરે વિશ્વની સર્વવસ્તુઓ નામાદિ ચતુષ્પર્યાયાત્મક છે. જેમકે “ઘટ’ એવું નામ, તેનો આકાર તે સ્થાપના, તેના કપાલાદિ પરિણામી કાર્યના કારણ હોવાથી દ્રવ્ય તથા નિષ્પન્ન ઘટરૂપ તે ભાવ છે. આ રીતે સર્વવસ્તુનો સમૂહ નામાદિ ચાર સ્વરૂપ છે. એ રીતે જ સમ્યગ્દર્શનની વ્યવસ્થા હોવાથી જિન મન સર્વ નામાદિ નયાત્મક છે. નામાદિ ચારમાં નામનય નામને જ પ્રધાન માને છે. આ સ્થાને સુગત (બૌદ્ધ) મતના અનુયાયીઓ “અર્થમાં-પદાર્થમાં શબ્દો નથી” વગેરે વચનથી નામ નયને વસ્તુધર્મ તરીકે માનતા નથી – (૧) નામનયનો મત :પ્રશ્ન-૫૦ – વસ્તુનો ધર્મ એ નામ નથી “ર ઢળે શબ્બર સતિ' એ વચનથી અમે નામને વસ્તુના ધર્મ તરીકે કઈ રીતે માનીએ? ટી.૧. જેનાથી જરૂરથી ફળ થાય ફળ થયા વિના ન રહે તે એકાંતિક કહેવાય અને જેનાથી ઉત્કૃષ્ટ ફળ થાય તે આત્યંતિક કહેવાય. Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૫૦ – “વસ્તુન: સ્વરુપ નામ, તત્રત્ય હેતુત્વોત, ધર્મવત, इह यद् यस्य प्रत्ययहेतुः तत् तस्य धर्मः, यथा घटस्य स्वधर्मा रूपादयः, यच्च यस्य धर्मो न भवति न तत् तस्य प्रत्ययहेतुः, यथा घटस्य धर्माः पटस्य । ઘટ' એવું કહેવાથી ઘટજ્ઞાન થાય જ છે. તેથી તે તેનો ધર્મ થયો બંનેના હેતુ સિદ્ધ છે, ઘટશબ્દથી પટાદિના વ્યવચ્છેદથી “ઘટ પ્રતિપત્તિ અનુભવાય છે. નામમાં સર્વવસ્તુ અવ્યભિચારી છે. કારણ જો વસ્તુ નામરૂપ ન હોય તો તે નામ વગરની હોવાથી, વસ્તુ જ ન હોય, દષ્ટાંત તરીકે ષષ્ઠભૂતાદિ કે જેનું નામ જ નથી તો તે પદાર્થની વિદ્યમાનતા પણ નથી. લક્ષણ - પિધાનરહિત તત્ વસ્તુ પર્વ મતિ, યથા પ્રધાનરહિતત્વેનાવીષ્ય: षष्ठभूतलक्षणोऽभावः । કોઈ નામવગરની વસ્તુ સ્વીકારે છે તો તે અવસ્તુજ છે. અને અવસ્તુ હોવાથી તેમાં તત્રત્યયદેતુત્વત્તક્ષણ હેતુની વૃત્તિ ક્યાંથી હોય કે જેનાથી અનેકાન્તિક થાય? तत्र (नाम्नि) तवृत्तौ (तत्प्रत्ययहेतुत्वलक्षणहेतुवृत्तौ) वा तस्य (नाम्नः) अपि वस्तुत्वमेव भवेत्, स्वप्रत्ययजनकत्वात्, घटादिवत् । - વિપક્ષમાં વૃત્તિના જ અભાવે હોવાથી ત્યાં વિરુદ્ધતા પણ અસંભવ છે તેથી વસ્તુધર્મ જ નામ છે એ સિદ્ધ થાય છે. પ્રશ્ન-૫૧ – ‘નાતીરે ગુદમૃતવિરમ્' એવા શબ્દથી કોઈ ત્યાં જવા પ્રવૃત્ત થયું અને ત્યાં એને એ વસ્તુ પ્રાપ્ત ન થઈ, તો નામ સાંભળવા છતાં વસ્તુધર્મતા ત્યાં ન રહી એટલે નામ ત્યાં અસત્ય ઠરશે ને? ઉત્તર-૫૧ – તો તો પ્રત્યક્ષાદિપ્રમાણમાં પણ તે આપત્તિ આવશે કારણકે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પણ પ્રવૃત્ત થયેલાને ક્યારેક વસ્તુની અપ્રાપ્તિ થાય છે જેમ કે કોઈકને દૂર પડેલા છીપલામાં રજતનું ભાન થાય છે અને ત્યાં જઈને જોતાં રજતની પ્રાપ્તિ થતી નથી. અહીં એમ કહેવામાં આવે કે એ બાધિત પ્રત્યક્ષ હોવાથી ત્યાં વસ્તુ પ્રાપ્તિ ન થઈ. પણ જો તે પ્રમાણો અબાધિત હોય અર્થાતુ પ્રમાણિત વસ્તુની ત્યાં હાજરી હોય તો અર્થપ્રાપ્તિ થાય જ છે તે અહીં પણ સમાન છે. સુવિવેચિત એવા આપ્તપ્રણીત શબ્દોથી અવશ્ય વસ્તુની પ્રાપ્તિ થાય જ છે. જયારે, વસ્તુધર્મ નામ ન સ્વીકારો ત્યારે વક્તા “ઘટ’ શબ્દ બોલ્યો ત્યારે સાંભળનાર ને એ શું બોલ્યો ? એવો સંશય જ હોય ઘટજ્ઞાન ન થાય અથવા “ઘટ’ શબ્દ ૧. નિશ્ચય વિનાનું બંને પક્ષનું જે જ્ઞાન થાય તે સંશય કહેવાય. Page #52 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૩ બોલતાં પટજ્ઞાનરૂપ વિપર્યય થાય. અથવા “ન જાણે એ શું બોલ્યો” એવા ચિત્તભ્રમથી વસ્તુ અપ્રતિપત્તિ રૂપ એનધ્યવસાય જ થાય, અને જો ચંદચ્છાથી અર્થમાં પ્રતિપત્તિ થાય તો ક્યારેક, ઘટમાં ક્યારેક પટમાં ક્યારેક સ્તન્મમાં પણ થઈ જાય તેથી વસ્તુધર્મ એ જ નામ છે. જીવાદિ વસ્તુઓના નામને આધીન લક્ષ્ય-લક્ષણ અને સંવ્યવહારની અવિરોધથી સિદ્ધિઓ રહેલી છે. લક્ષ્મ-જીવવાદિ, લક્ષણ-ઉપયોગ, સંવ્યવહાર-અલ્વેષણ-પ્રેષણાદિ, તથા બુદ્ધિનિશ્ચયરૂપ, શબ્દ-ઘટાદિધ્વનિરૂપ, ક્રિયા-ઉલ્લેપણ-અવક્ષેપણાદિ વગેરે પણ નામને આધીન છે તેથી અભિધાન વસ્તુ જ સત્ છે. (૨) સ્થાપના નયનો મત - મતિ-શબ્દ વગેરે બધુ આકારરૂપ જ છે. એ વિસ્તારથી જણાવે છે. મતિ-આકારગ્રહણમાં પરિણત હોવાથી આકારવાળી છે. જો એમ ન હોય તો નીચે સંવેતં પીતા' એવી નિયતતા ન થાત. ત્યાં કોઈ નિયામક જ ન મળોત, અહીં નીલાદિ સાકાર નિયામક છે જો તે માન્ય ન કરો તો નીનહિણી મતિર્મ પીતપ્રાણિી’ એવી વ્યવસ્થા ક્યાંથી થાય? ત્યાં કોઈ વિશેષ જ ન મળે માટે, મતિ આકારવાળી જ સમજવી. શબ્દ-પુદ્ગલ હોવાથી આકારવાળો જ છે. વસ્તુ-ઘટાદિ વસ્તુ આકારપણે પ્રત્યક્ષસિદ્ધ છે. ક્રિયા-ઉભેક્ષણ-અવક્ષેપણાદિ ક્રિયા ક્રિયાવાનથી અભિન્ન હોવાથી આકારવાળી જ છે. ફળકુંભારાદિક્રિયાથી સાધ્ય એવા ઘટાદિ પણ મૃતિંડાદિ વસ્તુના પર્યાય રૂપ હોવાથી મૃuિડાદિમાંથી ઉત્પન્ન થતું ઘટાદિ ફળ પણ આકારવાળું જ છે. અભિધાન-શબ્દ તે તો પૌદ્ગલિક હોવાથી આકારવાળો કહેલો જ છે. તેથી બધું આકારમય જ છે અને જે અનાકાર છે તે અવિદ્યમાન જ છે જેમકે વંધ્યાપુત્ર. અનાકાર વસ્તુનું નિરાકરણ - પ્રયોગ - અનાજ વસ્તુ નાસ્તિ, મારામાવત, ઉપુણવત્ | नास्त्यनाकारं वस्तु, सर्वथैवाऽनुपलभ्यमानत्वात्, खपुष्पवत् । ૧. પદાર્થથી ઉલટું જ્ઞાન તે વિપર્યય કહેવાય છે. ૨. પદાર્થના સ્વરૂપનો ખ્યાલ ન આવે તેવું સામાન્ય જ્ઞાન તે અનધ્યવસાય કહેવાય છે. ૩. કોઈવાર “ઘટ’ શબ્દ સાંભળીને ઘટતું જ્ઞાન થાય અને કોઈવાર “ઘટ’ શબ્દ સાંભળીને પટનું જ્ઞાન થાય તે યદચ્છા કહેવાય છે. ભાગ-૧/૪ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૩) દ્રવ્યનયનો મત : સ્થાપના નયનો આ આકારગ્રહ કેવો? કેમકે દ્રવતિ તિ દ્રવ્ય એ વ્યુત્પત્તિના આધારે અનાદિ ઉત્નેક્ષિતપર્યાયની શૃંખલાનો આધાર એટલે દ્રવ્ય. માટી વગેરેનો પૂર્વપર્યાયમાત્ર તિરોભાવ થતાં આગળના ઘટાદિ પર્યાયમાત્રનો આવિર્ભાવ થાય છે, આ રીતે દ્રવ્ય માટી રૂપ પરિણામને છોડીને ઘટ રૂપ પરિણામવાળું બને છે. આમ, દ્રવ્યનું માત્ર પરિણામને છોડીને બીજું સાકાર દર્શન બીજું શું હોઈ શકે ? કે જેનાથી કહેવાય છે “મારો વિય' વગેરે, આ બધું દ્રવ્ય જ છે. ઉત્પાદ-વ્યય રહિત જેમ વિકાર વગરનું નિર્વિકાર-ઉત્કણવિફણ-કુંડલિતઆકારથી યુક્ત એવુ સર્પદ્રવ્ય છે અને ઉત્પફણ-વિફણ-કુંડલિતાદિ આકાર તો એમાં તિરોભાવરૂપે રહેલા જ હતા તેનો તો આવિર્ભાવ માત્ર જ થયો છે ત્યાં અપૂર્વ શું ઉત્પન્ન થયું છે? અથવા એમાં વિદ્યમાન એવું શું નષ્ટ થયું છે, જેથી વિકાર થાય? એવી દ્રવ્યનય મતીની શંકાનો પ્રત્યુત્તર આપી સામે પ્રશ્ન કરે છે - પ્રશ્ન-૫ર – સપદિ દ્રવ્યમાં ઉત્કૃણ-વિફણ વગેરે પર્યાયો ઉત્પન્ન-વિનાશ થતા પ્રત્યક્ષ જ દેખાય છે, તે તમે ઉત્પાદાદિ રહિત કેમ કહો છો? ઉત્તર-પૂર – આવિર્ભાવ-તિરોભાવ માત્ર પરિણામનું કારણ દ્રવ્ય છે. જેમકે, સાપ - ફણા ફેલાવે કે સંકોચે ત્યાં નવું કાંઈ ઉત્પન્ન થતું નથી, ઢંકાયેલું જ પ્રગટ થાય છે અને પ્રગટ થયેલું નષ્ટ થતું નથી માત્ર ઢંકાય જ છે. એમ થતાં આવિર્ભાવ-તિરોભાવ માત્ર જ કાર્યના ઉપચારથી કારણ ઉપચાર છે. તેથી ઉત્પાદાદિ રહિત દ્રવ્ય કહેવાય છે. પ્રશ્ન-૫૩ – જો એક સ્વભાવવાળું નિર્વિકાર દ્રવ્ય છે તો અનન્તકાળે થનારા અનંતા પણ આર્વિ-તિરોભાવોનું એક જ ઝાટકે કારણ કેમ ન બને? ઉત્તર-પ૩ – દ્રવ્ય અચિન્ય સ્વભાવવાળું હોય છે. તેથી, એક સ્વભાવવાળા છતાં તેમાં ક્રમથી અવિર્ભાવ-તિરોભાવ પ્રવૃત્તિ થાય છે. સપદિ દ્રવ્યમાં ફણાનો ફેલાવ-સંકોચ વગેરે પર્યાયની પ્રવૃત્તિ પ્રત્યક્ષ સિદ્ધ છે. એમ અહીં પણ આવિર્ભાવ-તિરોભાવ ક્રમસર જ થાય છે. પ્રશ્ન-૫૪ – એમ હોય તો સંકોચ-ફેલાવાદિ બહુરૂપવાળું હોવાથી પૂર્વાવસ્થાના પરિત્યાગ અને ઉત્તરાવસ્થા સ્વીકારથી દ્રવ્ય અનિત્ય કેમ ન થાય? ઉત્તર-૫૪ – નવા-નવા વેશ કરનાર નટની જેમ બહુરૂપવાળું છતાં દ્રવ્ય પણ નિત્ય જ છે. માત્ર વેષ પલટો જ છે. જેમ નાયક-વિદુષકાદિ અલગ-અલગ વેષ ગ્રહણ કરવાથી બહુ Page #54 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર રૂપવાળો થવા છતાં સર્વઅવસ્થામાં નટ એક જ હોવાથી નિત્ય છે. તેમ ફણાના સંકોચફેલાવાદિ ભાવોથી જો કે બહુરૂપવાળું હોવા છતાં આકાશની જેમ દ્રવ્ય પણ નિત્ય છે. ૩૫ तथापि नित्यमेव स्वयमविकारित्वात्, आकाशवत् यथा घटपटादिसंबंधेन बहुरुपमप्याकाशं स्वयमविकारित्वात् नित्यम्, एवं द्रव्यमपि । આખા લોકમાં સર્વત્ર કારણ જ છે ક્યાંય કાર્ય નથી. જે કારણ છે તે બધું દ્રવ્ય જ છે. मृदादिपिण्डः कारणं परिणामित्वात् पयोवद् । यथा च पिण्डस्तथाऽन्यदपि सर्वंस्थास - कोश- कुशूलादिकं त्रैलोक्यान्तर्गतं वस्तु कारणमात्रमेव, परिणामित्वात्, पयोवत्, યદ્ યત્ વ્હારળ તત્ સર્વ દ્રવ્યમેવ, આ રીતે દ્રવ્યનય સ્વપક્ષને સિદ્ધ કરે છે. પ્રશ્ન-૫૫ – માટીના પિંડના કાર્યભૂત સ્થાસ-કોશ-કુશલ-ઘટ વગેરે પ્રત્યક્ષ જ દેખાય છે. અને કારણ શબ્દ સર્વદા કાર્યાપક્ષી જ છે તો માત્ર કારણ જ છે કાર્ય નથી એમ કઇ રીતે કહેવાય ? - ઉત્તર-૫૫ આ બરાબર નથી. આવિર્ભાવ-તિરોભાવ માત્રમાં જ કાર્યનો ઉપચાર છે અને ઉપચાર એ કોઇ વસ્તુ નથી. આ રીતે પોતાના પક્ષની સ્થાપના દ્રવ્યનયે કરી. હવે, પરપક્ષમાં દોષ આપે છે :- સ્થાપનાદિનય જે દ્રવ્યમાત્ર છોડીને આકારાદિ સ્વીકારે છે તે બધું અવસ્તુ છે કેમકે-આારાવિ સર્વ અવસ્તુ, નિષ્ઠારળાત્, કારણમાત્રથી તેનો તમે સ્વીકાર કરતા નથી, જો એમ કરો તો પછી અમારા મતમાં જ આવી જાઓ યત્ कारणं न भवति तन्न वस्तु गगनकुसुमवत् તમે બધું અકારણ માનો છો એટલે આકારાદિ બધુ અવસ્તુ જ છે. (૪) ભાવનયનો મત : ભાવથી ભિન્ન દ્રવ્ય વળી શું હોય કે જેથી તમે ‘∞પરિણામમિત્તમિત્યાવિ' કહો છો. લોકમાં જે વસ્તુ નો સમૂહ દેખાય છે તે ભાવ જ છે. જો કોઇ અનાદિકાલીન સટ્વસ્તુ અન્યવસ્તુના આરંભમાં વપરાય તો ન્યાયી કલ્પના થાય. જો કે તે પ્રતિક્ષણ થતું જ અનુભવાય છે. ભાવનો એક પર્યાય ઉત્પન્ન થાય છે અને બીજો નષ્ટ થાય છે. પ્રશ્ન-૫૬ — જે ભાવની ઉત્પત્તિ-નષ્ટતા કહો છો તે અન્ય હેતુને અપેક્ષીને છે અને જે અન્ય હેતુની અપેક્ષા રાખે છે તે જ અવસ્થિત કારણ છે, અને તે જ દ્રવ્ય છે. એથી તમે ‘ભાવઅંતર મૂઝં' ઇત્યાદિ દ્વારા જે દ્રવ્યનું નિરાકરણ કરો છો તે બરાબર નથી. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૫૬ – ઘટાદિ ઉત્પદ્યમાન ભાવ અન્ય મૃત્નીંડાદિ ભાવની અપેક્ષા રાખ્યા વિના જ ઉત્પન્ન થાય છે. કારણ, અપેક્ષા વિદ્યમાનની જ હોય છે અને માટીપાંડના કારણ સમયે ઘટાદિ કાર્ય નથી, એટલે તે ઘટાદિને માટીના પીંડ આદિની અપેક્ષા હોઈ શકે નહિ અવિદ્યમાન પદાર્થની અપેક્ષામાં તો ખરવિષાણનો પણ તથાભાવ થવાનો પ્રસંગ આવશે. અને જો ઉત્પત્તિક્ષણ પહેલાં પણ ઘટાદિ વિદ્યમાન છે તો માટીની અપેક્ષા રાખવાની શું જરૂર છે ? તે તો પોતે જ હાજર છે, અને ઉત્પન્ન થયેલો ઘટ જો માટીની અપેક્ષા રાખે તો આતો મુંડેલા મસ્તકને ઓળવા જેવું થયું જો કોઈ રીતે સ્વભાવથી જ ઘટ સ્વયં બની ગયો તો તેને માટી ની અપેક્ષા શી ? હવે, જો ઉત્પમાન અવસ્થામાં એ માટીની અપેક્ષા કરે તો આ ઉત્પદ્યમાનતા પણ કેવી ? અનિષ્પન્ન અવયવતા કે નિષ્પન્ન અવયવતા કે અધનિષ્પન્ન અવયવતા ? એટલે એ ઘટમાં સ્વયં ન બનેલા ખરવિષણાની જેમ અપેક્ષા રહિત હોવાથી અનિષ્પન્ન અવયવતા પણ નથી, નિષ્પન્નાવયવતા પણ નથી, કારણ કે જે સ્વયં નિષ્પન્ન હોય તે પરની અપેક્ષા ન રાખે, અર્ધ નિષ્પન્નાવયવતા પણ ન કહેવાય કેમકે એમ કહેવામાં તો વસ્તુમાં સાંશતાની આપત્તિ આવશે, કારણ તેમાં અવયવ-અવયવીની કલ્પના આદિ અનેક દોષ આવવા સંભવે છે. કદાચ, સાંશતા પણ કહો તો ય શું અનિષ્પન્ન અંશ કારણની અપેક્ષા રાખે છે? નિષ્પન્ન અંશ રાખે છે કે બંને અંશ રાખે છે ? નિષ્પન્ન-અનિષ્પક્સની અપેક્ષાનો તો પહેલેથી જ પ્રતિષેધ હોવાથી બે પક્ષ તો બરાબર નથી અને ઉભયપક્ષ પણ ઉભયપક્ષમાં કહેલા દોષથી બરાબર નથી. તેથી માટીપિંડાદિ પછીના કાળે જ ઘટાદિનું થવું તે તેની અપેક્ષા છે. મૃત્પિડ પણ કાર્ય તરીકે માન્ય ઘટાદિનું પ્રભાવિ કારણ છે ઘટાદિના જન્મમાં વ્યાપ્રિયમાણત્વ તરીકે મૃત્પિડ નથી. જો મૃસ્પિડને વ્યાપાર માનવામાં આવે તો તે વ્યાપાર તદ્દાનથી ભિન્ન છે કે અભિન્ન? ભિન્ન માનવામાં જન્મવાનું ના અજન્મ નો પ્રસંગ આવે અને અભિન્ન માનો તો જન્મનો જ અભાવ થઈ જાય. તેથી પૂર્વોત્તરકાલભાવિત્વ માત્રથી જ વસ્તુઓનો કાર્યકારણભાવ લોકમાં પ્રસિદ્ધ છે. જન્ય-જનક ભાવથી નહિ. જો કે મૃત્પિડ ઘટ વગેરે પૂર્વોત્તરકાલ ભાવિ છે, તો પણ અનાદિકાળથી તેવા પ્રકારની ક્ષણ પરમ્પરા પ્રસિદ્ધ છે, કે કોઈ કોઇથી બનતું નથી એ રીતે કોઈ પણ ભાવને કોઈ પણ સંબંધીની અપેક્ષા રહેતી નથી, તેથી હેવન્તરથી નિરપેક્ષ જ સર્વ ભાવ ઉત્પન્ન થાય છે અને ઉત્પત્તિ ક્ષણ પછી તરત જ હેતુ વિના નાશ પામે છે. એ સિદ્ધ થાય છે. પ્રશ્ન-૫૭ – તો પછી હેતુ વિના કેમ વિનાશ થાય છે? Page #56 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ઉત્તર-૫૭ – ઉત્પત્તિની સાથે જ નાશ પામે છે તે પણ અહેતુક જ છે, ધોકો મારવાની અપેક્ષાએ જ ઘટ વગેરે નાશ થતા દેખાય છે. વિનાશ હેતુના અયોગથી, હેતુ વગર નાશ થાય છે એમ કહો તો બરાબર નથી. તે ધોકા દ્વારા વિનાશકાળે શું ઘટાદિ કરાય છે, કે કપાલ કરાય છે કે ભૂકો કરાય છે ? આ ત્રણ વિકલ્પોમાંથી વિનાશકાળે ધોકા વગેરેથી ઘટાદિ તો ન કરાય, તે સ્વહેતુભૂત કુંભારાદિ સામગ્રીથી જ ઉત્પન્ન થાય છે. કપાલાદિપણ નહિ, તેમ કરવાથી તો ઘટાદિ તો તેવા જ રહેવા જોઈએ ઘટાદિનો તો નાશ ન થવો જોઈએ કારણ કે અન્યના કરણમાં અન્યની નિવૃત્તિ યુક્તિયુક્ત નથી. કારણ એમ કરવામાં તો એકની ઘટાદિની નિવૃત્તિ (નાશ)થી સકલ જગતના ધ્વંસની આપત્તિ ને રોકી નહિ શકાય. તુચ્છરૂપ ભાવ પણ નહિ કરી શકીએ કારણ કે, ખરશૃંગની જેમ તેને સંપૂર્ણ નીરૂપ કરી નહિ શકાય. તુચ્છરૂપ કરવામાં તો ઘટાદિમાં તુચ્છરૂપાવસ્થા થઇ જશે, અન્યનો ધ્વંસ કરવાથી અન્યનો ધ્વંસ થાય એ અસંભવ છે. 62 પ્રશ્ન-૫૮ ઘટાદિ સંબંધી અભાવ કર્યો છે તો ઘટાદિનો જ નાશ થશે ને એમાં અન્યના અભાવની આપત્તિ કઈ રીતે આવે ? ઉત્તર-૫૮ ના, આ સંબંધ જ અહિં પ્રસ્તુત નથી, તે આ રીતે - શું પહેલા ઘટ અને પછી ઘટાભાવ છે કે પહેલા અભાવને પછી ઘટ છે, અથવા સમકાળે જ ઘટ-ઘટાભાવ છે ? આ ત્રણ વિકલ્પ છે એમાં બે વિકલ્પમાં સંબંધ જ ઘટતો નથી કારણ સંબંધ દ્વિષ્ટ છે એટલે ભિન્નકાળે તેનો અસંભવ છે, નહિતો, ભવિષ્યકાલિન ચક્રવર્તીઓનો અતીતકાલીન સગરાદિ સાથે પણ સંબંધ થવાની આપત્તિ આવશે. ત્રીજા વિકલ્પપક્ષમાં પણ ઘટ અને અભાવની જો ક્ષણમાત્ર પણ સહસ્થિતિ સ્વીકાર કરીએ તો આ સંસાર પણ તદ્વાન + તદભાવવાન જ થાય કારણ કે આ રીતે સંસાર અને સંસારાભાવ બંનેમાં કોઈ વિશેષ ન રહેવાથી તે બંનેમાં તદ્રુપતા આવી જાય અને એમ થવાથી તે ઘટાદમાં પણ તત્સ્વરૂપતાનો પ્રસંગ થશે. - પ્રશ્ન-પ૯ – ઘટાદિનો ઉપમર્દનથી અભાવ થાય છે એથી ઘટાદિનો ધ્વંસ થઇ જ જશેને ? – ઉત્તર-૫૯ – આ ઉપમર્દન શું છે ? ઘટાદિ તો નથી કેમ કે તે સ્વહેતુથી જ ઉત્પન્ન છે. કપાલાદિ પણ નથી, તે હોય તો ઘટાદિ પણ કપાલ સ્વરૂપ થવાનો પ્રસંગ આવશે. તુચ્છરૂપભાવ પણ નથી. એમ થવાથી ઘટાદિ અભાવથી ઘટાદિ અભાવ થાય છે એમ કહેવું થાય આ રીતે બોલવાથી હાસ્ય નથી થતું એવું નથી આ રીતે તો આત્માથી જ આત્મા થવાની અસંગતિ આવે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ તેથી, મુગરાદિ (ધોકો) સહકારી કારણની વિષમતાથી વિસદશ કપાલાદિક્ષણ ઉત્પન્ન થાય છે ઘટાદિ તો ક્ષણિક હોવાથી નિર્દેતુક છે અને સ્વાભાવથી જ નાશ થાય છે. એટલું જ સારું છે. એથી, હેતુવ્યાપારથી નિરપેક્ષપણે ઉત્પન્ન થયેલા ભાવો ક્ષણિક હોવાથી સ્વભાવથી જ નાશ પામે છે હેતુ વ્યાપારથી નહિ. તેથી એ સિદ્ધ થયું કે ઉત્પત્તિ-વિનાશમાં કોઈનાથી કોઈ અપેક્ષા નથી, અને અપેક્ષાભાવે કોઈ કોઈનું કારણ બનતું નથી. તેથી કોઈ દ્રવ્ય નથી પરંતુ પૂર્વાપર થયેલા અપરાપર ક્ષણરૂપ પર્યાયો જ છે. પ્રશ્ન-૬૦ – તો પછી દૂધની જેમ પરિણામ જનક હોવાના લીધે પિંડ જ કારણ છે એ જ પદ ઈષ્ટ માનોને? ઉત્તર-૬૦ – કૃષિG: કાર્યમેવ ન તુ વારંમ્ પ્રતિસમય ૨/પરક્ષાવેજી ભાવાત્ વધ્યાતિવત્ ! એમ કહેવાથી પ્રતિસમય અપરાપરભવન સિદ્ધ ન થતું હોય તો વસ્તુના પુરાણાદિભાવોની અનુપપત્તિ થઈ જાય. प्रतिसमयं यदि न भवेदपरापररूपतेह वस्तूनाम् । न स्यात् पुराणभावो न युवत्वं नापि वृद्धत्वम् ॥१॥ जन्मान्तरसमये न स्याद् यद्यपररुपतार्थानाम् । तर्हि विशेषाभावाद् न शेषकालेऽपि सा युक्ता ॥२॥ પ્રશ્ન-૬૧ – તો પછી જેમ પ્રતિસમય અન્યાખ્યરૂપે થતો હોવાથી પિંડ એ કાર્ય છે તેમ ઘટપટાદિ સર્વ વસ્તુસમૂહ પણ કાર્ય છે તેથી જ હેતુને પણ કાર્ય સમજવું? ઉત્તર-૬૧ - ના એ અમને માન્ય નથી અન્યમાન્ય એવી કારણનામની કોઈ વસ્તુ નથી કારણ કે કાર્યના અભાવે કાર્યત્વનો સ્વીકાર ન હોવાથી પ્રતિસમય ભવનનો પણ अस्वी १२ 25 14 छ यत् प्रतिसमयमपरापररुपेण न भवति तद् वस्तु नास्ति, यथा વિષાણ, અન્ય પક્ષ પ્રતિસમય અપરાપર રૂપે ન થનારા માટીના પિંડાદિને સ્વીકારે છે તેથી મૃત્પિડાદિ વસ્તુ નથી. એમ માને છે અને જે દરેક સમયે અપરાપર ક્ષણરૂપે થાય છે તે ઘટાદિની જેમ વસ્તુ છે એમ માને છે. આ રીતે નામાદિનયોની પરસ્પર વિપ્રતિપત્તિ દર્શાવીને ઉપસંહારપૂર્વક મિથ્યા-અમિથ્યા ભાવ બતાવે છે - Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ગુજરાતી પ્રશ્નોત્તર જેમ જાતિ અંધ મનુષ્યોનો સમુદાય હાથીના પગ-પુંછડી આદિ જુદા-જુદા અવયવોને સ્પર્શીને પોત-પોતે સ્પર્શેલા અવયવોને હાથીનો આકારધારી દરેક અંધ જુદી-જુદી આકૃતિવાળો હાથી છે એમ કહે છે આ રીતે મિથ્યાઆગ્રહથી નામાદિ નયો પરસ્પર વિવાદ કરે છે તેથી તે બધા મિથ્યાદષ્ટિ છે. પ્રશ્ન-૬૨ – જો આ લોકો આ રીતે મિથ્યાદૃષ્ટિ થાય છે તો નિર્મિધ્ય શું છે? ઉત્તર-૬૨ – આ લોકમાં વર્તમાન અનુભવપ્રત્યક્ષસિદ્ધ જિનમત-જૈનોના મતના સ્વીકાર રૂપ, સર્વનયમય અનંત, અનવદ્ય, નામાદિનયોદ્વારા પરસ્પર ઉભાવિત અવિદ્યમાનનિઃશેષ દોષવાળું સંપૂર્ણ અર્થગ્રાહી હોવાથી ચક્ષુવાળાને આખાહાથીના શરીરના દર્શનના જેવું નિર્મિધ્ય છે. સંપૂર્ણ અર્થગ્રાહી જિનમત આ લોકમાં ઘટપટાદિ કે કાંઈ પણ વસ્તુ છે તે પ્રત્યેક નિશ્ચિત ચાર પર્યાયો-નામઆકાર-વ્ય-ભાવરૂપ ચતુષ્પર્યાય છે ફક્ત નામામય, ફક્ત આકારરૂપ કે ફક્તદ્રવ્યરૂપ કે ભાવરૂપ નથી. નામાદિભેદોમાં એકત્વ પરિણતિથી સંવલિત છે અને નામાદિ સમુદાય રૂપ ભેદોમાં જે બુદ્ધિ-શબ્દ-અર્થનો પરિણામસભાવ છે તે કારણે સર્વ વસ્તુ ચતુષ્પર્યાયરૂપ છે. પ્રયોગ :- યત્ર શબ્દાર્થવૃદ્ધિપરિણામસદ્ધાવ: તત્ સર્વ વMય. ____चतुष्पर्यायाभावे शब्दादिपरिणामभावोऽपि न दृष्टः, यथा शशशृंगे, તેથી, શબ્દાદિ પરિણામસદૂભાવે સર્વત્ર ચતુષ્પર્યાયતા નિશ્ચિત થાય છે. અન્યોડજસંવલિત નામાદિ ચતુષ્ટયાત્મક વસ્તુમાં ઘટાદિ શબ્દની તદભિધાયકત્વેન પરિણતિ દેખાય છે. અર્થનો પૃથુબુનોદરાદિ આકારનો નામાદિચતુષ્ટય રૂપ જ પરિણામ દેખાય છે. બુદ્ધિની પણ તદાકારગ્રહણરૂપતાથી પરિણતિ તસ્વરૂપ જ વસ્તુમાં દેખાય છે. બાધકના અભાવે આ દર્શન બ્રાંત નથી એમાં જો અદષ્ટની શંકાથી અનિષ્ટની કલ્પના કરો તો તે ભલે બાધક ન હોય તો પણ દર્શન બ્રાંત હોઈ શકે એવી કલ્પના કરવાથી દેખીતી વાતમાં પણ અતિવ્યાપ્તિ થશે. કારણકે, સૂર્યના અસ્ત-ઉદયથી ઉપલબ્ધ રાત્રિ-દિવસ વગેરે વસ્તુઓની બાધક સંભાવનાથી અન્યથાત્વની કલ્પના કરવી બરાબર નથી, તેમાં તમે કહેશો કે રાત્રિદિવસમાં ચતુષ્પર્યાયત્વ ક્યાં છે ? એમ ચતુષ્પર્યાય ન દેખાવાથી તમે રાત્રિ-દિવસ જેવી વસ્તુ નથી એવી કલ્પના કરો તે ઉચિત નથી કારણકે તેના દેખાવા-ન દેખાવાદિ (દેખાય તો રાત્રિ/દિવસ છે ન દેખાય ત્યારે Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ નથી) ને છોડીને બીજો કોઇ નિયામક અહીં મળતો નથી. તેથી એકત્વપરિણતિને પ્રાપ્ત થયેલા નામાદિભેદોમાં જ શબ્દાદિની પરિણતિ દેખાવાથી સર્વ વસ્તુ ચતુષ્પર્યાયરૂપ છે એ સિદ્ધ થાય છે. ૪૦ પ્રશ્ન-૬૩ ઉત્તર-૬૩ પૂર્વે જે નામાદિ ધર્મો કહેલા છે તે સર્વ સ્વાશ્રયભૂતવસ્તુઓના ભેદ અભેદને કરનારા છે તેથી તેમને ઉત્પાદાદિ ધર્મની પેઠે પ્રતિ વસ્તુમાં જોડવા તે સ્વાશ્રયવાળી દરેક વસ્તુના કાંઇક ભેદ કરનારા, કાંઇક અભેદ કરનારા છે જેમકે-કોઇ બોલ્યું ‘ઇન્દ્ર’ ત્યારે કોઈ પૂછે - એને નામ ઇન્દ્રની વિવક્ષા કરી છે કે સ્થાપના ઇન્દ્ર, દ્રવ્યેન્દ્ર કે ભાવેન્દ્રની વિવર્ષા કરી છે, આ નામેન્દ્ર પણ દ્રવ્યથી ગોપાલદારક છે, હાલિકદારક છે, ક્ષત્રિયબાળ છે કે બ્રાહ્મણ, વૈશ્ય, શુદ્રનો બાળ છે તથા ક્ષેત્રથી તે ભારત, ઐરવત કે મહાવિદેહનો છે. કાલથી પણ અતીત-વર્તમાન-અનાગતકાલ સંભવી છે, અતીતકાલ ભાવિ પણ શું અનંતસમય ભાવી-અસંખ્યાત સમયભાવી કે સંખ્યાતસમયભાવી છે, અથવા ભાવથી, તે કાળો, ગોરો, લાંબો, ટુંકો છે ? એ પ્રમાણે એક નામેન્દ્રનો પણ આશ્રયભૂત એવો અર્થ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ ભેદથી અધિષ્ઠિત અનંતભેદવાળો થાય છે. – જો સર્વ વસ્તુ નામાદિ ચતુષ્પર્યાય છે તો શું નામાદિનો ભેદ છે જ નહિ ? - તે રીતે સ્થાપના-દ્રવ્ય-ભાવાશ્રય પણ આ રીતે અનંતભેદવાળું જાણવું. આ રીતે એ નામાદિભેદ કરનારા છે. તેમજ - જ્યારે એક જ વસ્તુમાં નામાદિ ચારેય જણાય ત્યારે અભેદકરનારા થાય છે. જેમકે એક જ શચીપતિ આદિમાં ‘ઇન્દ્ર’ એવું નામ, તેની આકૃતિ તે સ્થાપના, ઉત્તરાવસ્થાનું કારણત્વ-દ્રવ્યત્વ, દિવ્યરૂપ-સંપત્તિ-વજધારણ-પરમૈશ્વર્યાદિ સંપન્નતા-ઇન્દ્રપણાનો ભાવ છે. આ રીતે ચારેય જણાય છે. એ પ્રમાણે સ્વાશ્રયભૂત સર્વ વસ્તુના ભેદ કરનારા ભિન્નલક્ષણવાળા આ નામાદિ ધર્મો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યત્રિકની જેમ સર્વ વસ્તુમાં જોડવા. "नत्थि नएहिं विहुणं सुत्तं अत्थो अ जिणमए किंचि । आसज्ज उ सोआरं नएण य विसारओ बूया ॥ " નામ સ્થાપનાદિની નો દ્વારા વિચારણા નામ-સ્થાપના અને વ્ય એ ત્રણ નિક્ષેપા દ્રવ્યાસ્તિક નયને માન્ય છે. પર્યાયાસ્તિક નયને માન્ય નથી એ ત્રણે ભાવશૂન્ય છે જ્યારે પર્યાયાસ્તિક ભાવગ્રાહી છે. તથા ભાવનિક્ષેપ Page #60 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૪૧ પર્યાયાસ્તિકને માન્ય છે અન્યને નથી. કેમકે બીજા નયો તો ભાવના આલંબન સિવાય માત્ર દ્રવ્યને જ ગ્રહણ કરે છે. પ્રશ્ન-૬૪- નૈગમાદિ નયો પ્રસિદ્ધ હોવાથી તેમનાથી જ વિચારવું જોઈએ અને તે નયો આ બે નયમાં જ અંતર્ભાવ છે તો શેનો શેમાં અંતર્ભાવ છે? ઉત્તર-૬૪– નૈગમન સામાન્યપ્રાણી સંગ્રહમાં અને વિશેષગ્રાહી વ્યવહારમાં અંતર્ભત છે. સંગ્રહ-વ્યવહાર તો આ બે માંથી દ્રવ્યાસ્તિકનયને સ્વીકારે છે શેષ ચાર પર્યાયાસ્તિક નયને અનુસરે છે. શ્રી સિદ્ધસેનસૂરિના મતે ઋજુસૂત્ર નય પર્યાયાસ્તિક નયમાં અંતર્ભત થાય છે પરંતુ, સિદ્ધાંતના મતે ઋજુસૂત્ર પણ દ્રવ્યાસ્તિકમાં અંતભૂત છે - આ સંબંધમાં અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે – “કનુસુપ્ત ને અણુવારે ગામો જ વ્યાવસય પુરૂં નેચ્છ " આ રીતે ઋજુસૂત્રને દ્રવ્યવાદિ બતાવ્યો છે તે પર્યાયાસ્તિકાન્તર્ગત કઈ રીતે થાય? પ્રશ્ન-૬૫– સંગ્રહાદિનો નામ-સ્થાપનાદિ નિક્ષેપને એકત્વથી માને છે કે ભેદથી માને છે? ઉત્તર-૬૫ – સંગ્રહનય સામાન્યગ્રાહી છે, તેથી નામાદિ ત્રણેને પ્રત્યેક એકત્વથી માને છે જે કોઈપણ નામમંગલો છે તે બધા એક નામમંગલ છે. તે રીતે સ્થાપના-દ્રવ્ય મંગલોને પણ સમજવા. વ્યવહારનય વિશેષગ્રાહી છે તેથી નામાદિ નિક્ષેપોને ભેદથી સ્વીકારે છે. જેટલા નામસ્થાપનાદિ મંગલો છે તે બધા ભિન્ન-ભિન્ન છે એમ માને છે. શબ્દ-જુસૂત્રનય - પર્યાયવાચી હોવાથી નામાદિ ત્રણને છોડીને ભાવનિક્ષેપને જ સ્વીકારે છે કારણકે એ બંને નયો ઉપરના ત્રણ નયોથી વિશુદ્ધ છે એટલે વિભિન્ન પર્યાયવાળા ભાવોને એક તરીકે સ્વીકારે છે. પરંતુ સમભિરૂઢ અને એવંભૂત નયની અપેક્ષાએ અવિશુદ્ધ હોવાથી અનેક પર્યાયથી કહેવા યોગ્ય ભાવનિક્ષેપનો સંગ્રહ કરી એકરૂપે જ માને છે, તે કારણથી આ નયોને વિનોનો ઉપશામક-નાશક કે અનિષ્ટ નાશક વગેરે જે કોઈ મંગલ શબ્દથી વાચ્ય હોય તે સર્વે એક જ ભાવ મંગલ છે. સમભિરૂઢ-એવંભૂત નય - ઋજુસૂત્ર-શબ્દની અપેક્ષાએ વિપરિત ભિન્ન અનેક પર્યાયથી અભિધેય ભાવોને એકરૂપે સ્વીકારતા નથી પરંતુ ભિન્ન-ભિન્ન સ્વીકારે છે જેમકે સમભિરૂઢ મતથી મંગલશબ્દ વાચ્ય ભાવમંગલ અન્ય છે અને પ્રત્યેક પ્રયૂહ-ઉપશમાદિ પર્યાયવાચ્ય Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ અન્ય છે, એવંભૂત પણ એજ માને છે ફક્ત એ આગળનાથી વિશુદ્ધ હોવાથી એક પર્યાયાભિધેય ભાવમંગલને પણ ભાવમંગલ કાર્ય કરે ત્યારે જ માને છે, એ સિવાય નહિ – જેમકે, ધર્મોપકરણ યુક્ત સમ્યફચારિત્રના ઉપયોગમાં રહેલો સાધુ, આ રીતે આ બંને ઋજુશબ્દની અપેક્ષાએ વિપરિત માન્યતા વાળા છે. તેથી ભાવમંગલ આદિ સર્વને નિયત પર્યાયભેદથી ભિન્ન માને છે. જો પર્યાય ભેદથી પણ વસ્તુ ભિન્ન ન હોય તો ઘટ-પટાદિમાં પણ ભિન્નતા ન હોય. આ રીતે પ્રાસંગિક જણાવીને હવે, પ્રસ્તુતમાં જે પૂર્વમાં નોઆગમથી ભાવમંગલ જણાવ્યું છે તેમાં નો શબ્દને સર્વ નિષેધાર્થમાં કહીને વિશુદ્ધ સાયિકાદિભાવને નોઆગમથી ભાવમંગલ કહ્યું છે, ફરી નો શબ્દને મિશ્ર અર્થમાં જણાવી જ્ઞાન-દર્શન-ચારિત્રના ઉપયોગને નોઆગમથી ભાવમંગલ કહ્યું, તે પછી નોશબ્દને એકદેશવાચી અર્થમાં ગણીને અરિહંતને નમસ્કાર કરવા આદિનું જ્ઞાન અને ક્રિયા એમ ઉભયથી મિશ્ર એવા પરિણામને નોઆગમથી ભાવમંગલ કહ્યું. અને હવે, આ જ નોશબ્દને એકદેશવાચી અર્થમાં ગણીને પાંચ જ્ઞાનરૂપ નંદિ નોઆગમથી ભાવમંગલ છે એમ જણાવે છે. (ભાવમંગલ - પાંચ જ્ઞાનરૂપ નંદિ ) मङ्गलमहवा नन्दी चउव्विहा मंगलं च सा नेया । दव्वे तूरसमुदओ भावम्मि य पञ्च नाणाई ॥ અગાઉ ભાવમંગલના ત્રણ પ્રકાર બતાવ્યા હવે ચોથો પ્રકાર જણાવે છે. તેનું નામ છે નંદિ'. ભવ્યજીવો જેનાથી સમૃદ્ધિ પામે તેનું નામ નંદિ. અહીં પાંચ જ્ઞાનરૂપ નંદિ જાણવી. નંદિનો પણ નામાદિ ચાર પ્રકારે નિક્ષેપ થાય છે. (૧) નંદિ એવું જેનું નામ તે નામ નંદિ. (૨) અક્ષાદિમાં નંદિની સ્થાપના કરવી તે સ્થાપના નંદિ. (૩) દ્રવ્યનંદિ બે પ્રકારે છે - આગમથી અને નોઆગમથી નંદિ પદાર્થને જાણનાર અને તેમાં ઉપયુક્ત ન હોય તે આગમથી દ્રવ્યનંદિ અને નોઆગમથી જ્ઞ-ભવ્ય વ્યતિરિક્ત. એમાં નંદિ જાણનારનું કલેવર તથા ભવિષ્યમાં જાણનાર બાળક છે તથ વ્યતિરિક્ત નંદિ બાર પ્રકારના વાજિંત્રો છે. ભાવનંદિ બે પ્રકારે છે – આગમત, નોઆગમત, આગમથી – નંદિપદાર્થને જાણનારો અને તેમાં ઉપયુક્ત તે આગમત ભાવનંદિ. નોઆગમથી – ભાવનન્દી-પાંચ જ્ઞાનો, આગમ એ પાંચજ્ઞાનનો એક દેશ છે. નો શબ્દ અહીં “એકદેશવાચી' છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર પ્રશ્ન-૬૬ પાંચ જ્ઞાનો કયા કયા છે ? ઉત્તર-૬૬ કેવલજ્ઞાન. 1 - ૧) આભિનિબોધિક (મતિ) જ્ઞાન - अत्थाभिमुही नियओ बोहो जो सो मओ अभिनिबोहा । सो चवाऽऽभिणिबोहिअमहव जहाजोगमाउज्ज ॥४०॥ ૪૩ આભિનિબોધિકજ્ઞાન (મતિ), શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન, અર્થાભિમુખ નિયત જે બોધ તે અભિનિબોધ. બોધ તો ક્ષયોપશમની ન્યૂનતાથી અનિશ્ચયાત્મક પણ હોય, એથી નિયત - નિશ્ચિત નિશબ્દથી વિશેષ કરાયો છે. એમ અવગ્રહ પણ નિશ્ચિત ને ગ્રહણ કરે છે. નહિતો, અવગ્રહનો કાર્યભૂત અપાય પણ નિશ્ચયાત્મક ન થાય. પ્રશ્ન-૬૭ – નિયત એ અર્થાભિમુખ જ હોય છે, તેથી નિયતત્વ જ વિશેષણ ભલે હોય, અભિમુખ્ય વિશેષણની શી આવશ્યકતા છે ? ઉત્તર-૬૭ – તમારી વાત બરાબર નથી, બીજ ચંદ્રનું જ્ઞાન અંધકારી પ્રત્યે નિયત હોવા છતાં અભિમુખ્યતા - તેના અર્થની અભિમુખ ન હોય તો એ જ્ઞાન હોવા છતાં કાંઈ કાર્ય કરી શકવા સમર્થ બનતું નથી એટલે અર્થાભિમુખ નિયત જે બોધ છે તેજ તીર્થંકર ગણધરાદિઓને માન્ય છે. અર્થાભિમુખ નિયત બોધમાં થયેલું આમિનિોધિમ્ તન્મયં, તન્નિવૃત્ત વા તત્ત્વયોનનું એવું જ્ઞાન તે આભિનિબોધિકજ્ઞાન. અથવા જ્ઞાન, ક્ષયોપશમ, આત્મા તદ્વાચ્ય છે. - પ્રશ્ન-૬૮ આત્મા-ક્ષયોપશમને જો આભિનિબોધિક શબ્દથી વાચ્ય કરો છો તો તે બંનેની જ્ઞાનની સાથે સમાનાધિકરણતા કઈ રીતે થાય ? ઉત્તર-૬૮ – સાચી વાત છે, આત્મા એ જ્ઞાનનો આશ્રય છે, અને ક્ષયોપશમ એ જ્ઞાનનું કારણ હોવાથી ઉપચારથી અહીં પણ આભિનિબોધિક શબ્દ જ્ઞાનમાં રહે છે તેથી જ્ઞાનની સાથે તેનું સમાનાધિકરણ ઘટે છે. ૨) શ્રુતજ્ઞાન : શ્રૂતે આત્મના તવિતિ શ્રુતં શવ્વઃ, અથવા બ્રૂયતેનેન શ્રુતજ્ઞાનાવરળક્ષયોપશમેન, શબ્દ એ શ્રુતજ્ઞાનનું કારણ હોવાથી અને ક્ષયોપશમ તેનો હેતુ હોવાથી આત્માની સાથે તેના કંઈક અભિન્ન ઉપચારથી શ્રુતં જ્ઞાનં શ્રુતજ્ઞાનમ્ । Page #63 -------------------------------------------------------------------------- ________________ ४४ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ૩) અવધિજ્ઞાન : અવ' શબ્દ અવ્યય છે, એટલે અનેકાર્થી છે તેથી મોડો વિસ્તૃત ધીરે રિછિદ્યતે રૂપિવતુ તેના જ્ઞાનેનેત્યવધ, અથવા “મવ' મર્યાદાથી એટલું ક્ષેત્ર જોતો એટલા દ્રવ્યો, એટલો કાળ જોવે છે વગેરે પરસ્પર નિયમિત ક્ષેત્રાદિ લક્ષણાથી રૂપી વસ્તુ ધારણ કરાય છે. તે કારણથી જીવ અવધિદ્વારા પરસ્પર નિયમિત દ્રવ્યાદિને જાણે છે - "अंगुलमावलियाणं भागमसंखेज्ज दोसु संखेज्जा । अंगुलमावलिअन्तो आवलिआ अंगुलपुहत्तं" અર્થ - અંગુલના અસંખ્યાતમા ભાગને જોતો આવલિકાનો પણ અસંખ્યાત ભાગ જુએ. અંગુલના સંખ્યાતમા અંત ભાગને જોતો આવલિકાનો પણ સંખ્યાત ભાગને જુએ. સંપૂર્ણ અંગુલ પ્રમાણ પ્રદેશને જોતો આવલિકા સુધીના કાળને જોવે. પૂરી આવલિકાને જોનાર અંગુલ પૃથક્ત (૨-૯ આંગળ) સુધીના પ્રદેશને જોવે, હસ્તપ્રમાણ પ્રદેશને જોતો અંતમુહૂત કાળ સુધી જોવે અને ગાઉ પ્રમાણ પ્રદેશને જોતો દિવસ સુધીનો કાળ જોઈ શકે છે. ૪) મન:પર્યાયશાનઃ પર્યવ = પરિ + મવન - સર્વ પ્રકારે પરિચ્છેદ કરવો, જવું તે મનમાં/મનના ગ્રાહ્ય સંબંધી પર્યવ = મન:પર્યવ પર્યયન-સમન્ના અને ગમન - पर्याय:-समन्तात् आदाय आयः लाभ - इति मनसः मनसि वा पर्याय: મન:પર્યાય, પર્યવ, પર્યય એવું જ્ઞાન = મન:પર્યાય જ્ઞાન - સમાનાધિકરણ સમાસ મન:પર્યાય, પર્યવ, પર્યયનું જ્ઞાન = મન:પર્યાય જ્ઞાન - વ્યધિકરણ સમાસ ૫) કેવલજ્ઞાન : એક, અસહાય - ઈન્દ્રયાદિસહાયથી અનપેક્ષ, છબસ્થ સંબંધિ શેષ જ્ઞાનોની નિવૃતિથી, શુદ્ધ સકલ આવરણ મલકલંકના વિગમથી થયેલું હોવાથી, સકલ-સંપૂર્ણય પદાર્થોને ગ્રહણ કરનાર. અસાધારણ – અનન્ય સમાન તેવા પ્રકારના બીજા જ્ઞાનના અભાવથી Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ગુજરાતી પ્રશ્નોત્તર અનંત-અપ્રતિપાતી હોવાથી અંત વગરનું એવું કેવલજ્ઞાન. પ્રશ્ન-૬૯ – ભાષ્યકારે આભિનિબોધિકાદિ જ્ઞાનવાચક નામોની જ વ્યુત્પત્તિ કરી છે, જ્ઞાનશબ્દની તો ક્યાંય પણ વ્યુત્પત્તિ નથી કરી તે કઈ રીતે પ્રાપ્ત થાય? ઉત્તર-૬૯ – “વે વેત્યાદ્રિ' પ્રક્રમથી પ્રાપ્ત એવો જ્ઞાન શબ્દ આભિનિબોધિક શ્રુતાદિ સાથે (જ્ઞાનાભિધાયકનામો) સમાનાધિકરણમાં પ્રાયઃ સ્વયં જોડવો તે પ્રસ્તુતમાં દરેક સ્થાને જોડેલો જ છે. દા. ત. નિવોધિ તત્ જ્ઞાનં ૨ રૂત્યાદ્રિ ! ક્યાંક વૈયધિકરણ સમાસ પણ મન:પર્યાય જ્ઞાનમાં બતાવ્યા મુજબ સંભવે છે જેમકે, મનના પર્યવોનું જ્ઞાન. તેથી પ્રાયનું ગ્રહણ કર્યું છે. બીજા સ્થળે પણ આભિનિબોધિકની વ્યુત્પત્તિમાં વસ્તુ અર્થ કર્યો છે, શ્રુતમાં શબ્દ અર્થ કર્યો છે, અવધિમાં મર્યાદા અર્થ કર્યો છે ત્યારે ત્યાં ત્યાં પણ વ્યધિકરણમાં જ્ઞાન શબ્દનો પ્રયોગ કરેલો છે, એમ જ્યાં જે રીતે ઘટે તે રીતે સમજવું. પ્રશ્ન-૭૦ – પરંતુ શરૂઆતમાં મતિ-શ્રુતનોજ ઉપન્યાસ શા માટે કર્યો છે બીજા જ્ઞાનોનો કેમ નહિ? ઉત્તર-૭૦ – ૪ સામી-વન-વ-વિલય-પરોવત્ત તુકારું છે तब्भावे सेसाणि य तेणाईए मइसुयाई । સ્વામી-કાળ-કારણ વિષય-પરોક્ષત્વથી મતિ-શ્રુત સમાન હોવાથી શરૂઆતમાં તેનો નિર્દેશ કર્યો છે. તે આ રીતે – મતિજ્ઞાન એ આભિનિબોધિક જ્ઞાનના સમાન અર્થમાં છે, કેમકે ઉત્પત્તિકી આદિ બોધરૂપ મતિ એ જ્ઞાનમાં મુખ્ય હોવાથી, આભિનિબોધિક જ્ઞાનને મતિજ્ઞાન પણ કહેવાય છે. સ્વામી - તે બંનેનો એક જ છે “મના તત્ય સુચનાળ” એવા આગમના વચનથી કાળ - બે પ્રકારે છે એક વિવિધજીવની અપેક્ષાએ અને એક જીવની અપેક્ષાથી, આ બંને પ્રકારનો કાળ બંનેમાં સમાન જ છે. સર્વજીવની અપેક્ષાએ બંનેનો સર્વકાળ ઉચ્છેદ નથી. અને એકજીવની અપેક્ષાએ તો બંને નિરંતર સાધિક ૬૬ સાગરોપમની સ્થિતિવાળા છે. કારણ - ઇન્દ્રિય-મનરૂપ અને સ્વાવરણ ક્ષયોપશમરૂપ કારણ પણ બંનેમાં સમાન છે. વિષય:- બંને સર્વદ્રવ્યાદિનો વિષય બનતા હોવાથી તુલ્ય છે. પરોક્ષત્વ - બંને ઇન્દ્રિય અને મનરૂપી પરનિમિત્તથી થતાં હોવાથી સમાન છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૭૧ – આ રીતે જો બંનેમાં પરસ્પર તુલ્યતા હોય તો એક જ સ્થાને બંનેનો નિર્દેશ કરો સર્વજ્ઞાનોની પહેલા જ તેમનો નિર્દેશ શામાટે કરો છો? ઉત્તર-૭૧ – મતિ અને શ્રુતજ્ઞાન હોય તો જ શેષ અવધિ આદિ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ સિવાય નહિ, ક્યારેય એવું બન્યું નથી, છે નહિ કે થશે નહિ કે કોઈએ મતિ-શ્રુત પ્રાપ્ત કર્યા વિના પહેલાં જ અવધિ આદિ જ્ઞાન પ્રાપ્ત કર્યા હોય, કરે, કરશે. એટલે મતિ-શ્રુત જ્ઞાન જો ન હોય તો શેષજ્ઞાનો પણ ન હોય તેથી મતિ-શ્રુતનો પહેલાં નિર્દેશ કર્યો છે. પ્રશ્ન-૭૨ – ઠીક છે, પરંતુ પહેલાં મતિ પછી શ્રુત એમ કરવાનું કારણ શું? વિપર્યય કેમ ન થાય? ઉત્તર-૭૨ – મધુવં ને સુયં તેorg મ, વિસિટ્ટો વા. __ मइभेओ चेव सुयं तो मइसमणंतरं भणियं ॥८६॥ મતિજ્ઞાન પૂર્વક શ્રુતજ્ઞાન છે. તેથી, શ્રુતપહેલા મતિ તીર્થંકર-ગણધરોએ કહી છે. પહેલાં અવગ્રહ ઇહા આદિ રૂપ મતિની પ્રવૃત્તિ વિના ક્યાય શ્રુતની પ્રવૃત્તિ થતી નથી. અથવા ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્તદ્વારથી ઉત્પન્ન થતું બધું મતિજ્ઞાન જ છે. ફક્ત પરોપદેશ અને આગમના વચનથી થતું મતિથી ભિન્ન એવું જ કોઈ વિશિષ્ટ શ્રુતજ્ઞાન છે. તેથી મૂળભૂત એવી મતિનો પહેલાં નિર્દેશ કર્યો છે અને એના ભેદ સ્વરૂપ શ્રુતજ્ઞાનને તેના પછી સમંતર કહ્યું છે. પ્રશ્ન-૭૩ – મતિ-શ્રુત પછી અવધિ અને ત્યારપછી મન:પર્યાય જ્ઞાનનો નિર્દેશ શા કારણે ? ઉત્તર-૭૩ – કાલ-વિપર્યય-સ્વામિત્વ-લાભના સાધર્મથી મતિ-શ્રુત પછી અવધિ કહ્યું છે –તે આ રીતે સમજવું. કાળ - સર્વ જીવાપેક્ષાએ અને એકજીવાપેક્ષાએ મતિ-શ્રુત અને અવધિનો કાળ સમાન છે. વિપર્યય - જે રીતે મિથ્યાત્વના ઉદયે મતિ-શ્રુત અજ્ઞાનરૂપે વિપર્યય પામે છે તેમ અવધિ પણ વિલંગ જ્ઞાનરૂપે પામે છે એ રીતે વિપર્યય સાધર્મે. સ્વામિત્વ - મતિ-શ્રુતનો જે સ્વામી હોય છે તે જ અવધિનો પણ સ્વામી હોય છે. લાભ (પ્રાપ્તિ) - ક્યારેક કોઇને આ ત્રણેયની પ્રાપ્તિ એક સાથે જ થાય છે. મિથ્યાત્વના લીધે વિલંગવાળા દેવાદિને સમ્યકત્વ પામતાં મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાન અને વિસંગ જ્ઞાન એ Page #66 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ત્રણે મટીને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણે સાથે જ થાય છે માટે લાભ સાધર્મ છે. તથા, અવધિ પછી મનનો વિષય હોવાથી છદ્મસ્થ-વિષય-ભાવ ના સાધમ્મથી મન:પર્યવ જ્ઞાનને જણાવ્યું છે. છધસ્થ - બંને જ્ઞાન છદ્મસ્થને જ થાય છે એટલે છબસ્થ સામ્ય છે. વિષય - બંનેનો પુદ્ગલમાત્ર વિષય હોવાથી બંનેમાં વિષયસામ્ય છે. ભાવ - બંને ક્ષાયોપશમિક ભાવવાળા હોવાથી બંનેમાં ભાવ સામ્ય છે. પ્રત્યક્ષત્વ - બંને સાક્ષાત્ દેખતા હોવાથી પ્રત્યક્ષત્વથી સામ્ય છે. આ રીતે ક્રમસર સમાનતાને ઉદ્દેશીને આ ક્રમે ઉક્ત જ્ઞાનોનો નિર્દેશ કરાયેલો છે. પ્રશ્ન-૭૪ – કેવલ જ્ઞાનને સૌથી ઉપર (છેલ્લું) શા માટે કહ્યું છે? ઉત્તર-૭૪ – ભાવપ્રધાન હોવાથી તથા અતીત-અનાગત-વર્તમાન સમગ્ર શેયસ્વરૂપને પ્રગટ કરનારું હોવાથી કેવલજ્ઞાન સર્વોત્તમ છે. જે રીતે મન:પર્યાય જ્ઞાનનો સ્વામી અપ્રમત્ત મુનિ જ હોય છે તેમ કેવલજ્ઞાનનો સ્વામી પણ અપ્રમત્ત મુનિ જ હોય છે તેથી યતિ (મુનિ)ત્વના સામ્યથી મન:પર્યાય પછી કેવલજ્ઞાન કહ્યું છે. તથા સમસ્ત અપર (નીચેના ચાર) જ્ઞાનના અંતે જ એની પ્રાપ્તિ થતી હોવાથી છેલ્લે જ નિર્દેશ કર્યો છે. પ્રશ્ન-૭૫ આ પાંચે જ્ઞાનો પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે? ઉત્તર-૭૫– એ પાંચમાથી મતિ-શ્રુત પરોક્ષ છે. બીજા અવધિ આદિ ત્રણે જ્ઞાન પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષનું લક્ષણ અર્થવ્યાપન-ભોજનગુણથી યુક્ત હોવાથી અક્ષ = જીવ કહેવાય છે. “શૂ વ્યાસી' એ સૂત્રથી અશુ ધાતુ વ્યાપ્તિ અર્થમાં વપરાય છે જેમ કે - ઝનૂતે જ્ઞાનાત્મના સર્વાથન વ્યાનોતીતિ ૩વિનિપતિના અક્ષો ગીવ અર્થાત્ જે જ્ઞાનાત્મા દ્વારા જગતના સર્વ અર્થોને વ્યાપ્ત થઈને રહે છે તે અક્ષ અથવા “શ મોનને બીજી રીતે અશુ ધાતુ ભોજન અર્થમાં પણ વપરાય છે જેમ કે - અજ્ઞાતિ સમસ્તેત્રિભુવન ડૉર્તિનો ફેવનો સમૃદ્ધયાકીનન પાતતિ भुङ्क्ते वा इति निपातनाद् अक्षो जीवः, अनाते भॊजनार्थत्वाद् भुजेश्च पालनाऽभ्यव्यवहारार्थत्वात् । Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ આ રીતે અર્થ વ્યાપન-ભોજન ગુણથી યુક્ત હોવાથી જીવનું અક્ષત્વ સિદ્ધ થાય છે. તું અક્ષ પ્રતિ સાક્ષાત્ તિથિનિરપેક્ષ વર્તત યજ્ઞાનું પ્રત્યક્ષમ્ અર્થાત્ ઇન્દ્રિય અને મનની અપેક્ષા વિના સાક્ષાત્ આત્માને થતું જ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન. અવધિ-મનપર્યવ અને કેવળ એમ ત્રણ પ્રકારનું છે. પરોક્ષનું લક્ષણ જે રીતે પુદ્ગલસ્કન્ધના સમૂહથી બનેલા દ્રવ્યેન્દ્રિય અને દ્રવ્યમન જીવથી ભિન્ન છે તેમનાથી જીવમાં જે મતિ-શ્રુતલક્ષણ જ્ઞાન ઉત્પન્ન થાય છે તે તત્ (ાન) તસ્ય (નીવર્ય) સાક્ષાત્ મનુત્ય, અનુમાનવત્ અપૌલિક હોવાથી જીવ અમૂર્ત છે. અને પૌદ્ગલિક હોવાથી દ્રવ્યન્દ્રિય-મન મૂર્તિ છે. અમૂર્તથી મૂર્તિ અલગ છે તેથી પૌગલિક ઇન્દ્રિય અને મનથી જે મતિ-શ્રુતલક્ષણ જ્ઞાન ઉત્પન્ન થાય છે તે ધૂમની પ્રત્યક્ષતામાં થતા અગ્નિના જ્ઞાનની જેમ, દા.ત. પર્વતો વદ્ધિમાન ધૂમાત્ એ રીતે, જેમ કે પર્વત પર રહેલો અગ્નિ દેખાતો નથી પણ પર્વત પર ઉડતો ધુમાડો પ્રત્યક્ષપણે દેખાય છે એથી અનુમાન પ્રમાણનો આશ્રય લઈને આ પર્વત પર અગ્નિ છે એવું જ્ઞાન થાય છે આમ ધુમના નિમિત્તથી થતું અગ્નિનું જ્ઞાન પરનિમિત્તક હોવાથી પરોક્ષ કહેવાય છે. તે રીતે મતિ-શ્રુત જ્ઞાન પણ પરનિમિત્તક હોવાથી જિનમતમાં પરોક્ષ કહેવાય છે. આ બાબતમાં અન્ય મતોની વિચારણા પણ જાણીએ. વૈશેષિક મત : અક્ષ એટલે સ્પર્શનાદિ ઇન્દ્રિયો નહિ કે જીવ. તે ઇન્દ્રિયોનું જે આ સાક્ષાત્ ઘટાદિ અર્થોપલબ્ધિ રૂપ- ઘટાદિજ્ઞાન છે તે પ્રત્યક્ષ જ્ઞાન છે બીજા બધા પરોક્ષ જ્ઞાન છે. વૈશેષિકનો આ મત બરાબર નથી. કારણકે તે ઇન્દ્રિયો અચેતન છે તેથી જાણતી નથી ઘટની જેમ વસ્તુસ્વરુપને પ્રાપ્ત કરતી નથી. જેમકે – યતનું તત્ સર્વપિ ન નાનાતિ, યથા પાઃિ ઈન્દ્રિયો અચેતન છે તો તેમને ઉપલબ્ધિ ક્યાંથી થાય? કે જે પ્રત્યક્ષ થાય. ઈન્દ્રિયો જ્ઞાન રહિત છે એની સિદ્ધિ માટેના મૂર્તિમત્વ-સ્પશમિત્વ વગેરે હેતુઓ છે. यथा अचेतनेन्द्रियाणि ज्ञानशून्यानि मूर्तिमत्त्वात् स्पर्शादिमत्तत्वात् । પ્રશ્ન-૭૬ – નિયાળ નાત્તિ એવી પ્રત્યક્ષવિરોધિ પ્રતિજ્ઞા તમે કરો છો પણ તેમની સાક્ષાત્ કારથી અર્થોપલબ્ધિ પ્રત્યક્ષ અનુભવથી સર્વ જીવોમાં પ્રસિદ્ધ છે તેનું શું? ઉત્તર-૭૬ – ચક્ષુઆદિ ઇન્દ્રિયને કરણ તરીકે વાપરી તેનાથી વસ્તુનો જે બોધ થયો તે બોધ કરનાર આત્મા જ છે ઇન્દ્રિય નહિ કારણકે એ ચક્ષુઆદિ ઇન્દ્રિય નષ્ટ થઈ જાય તોપણ Page #68 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર તેનાથી ઉપલબ્ધ અર્થનું સ્મરણ થાય જ છે. ઘરના ગવાક્ષમાં પ્રાપ્ત સ્રીઆદિ અર્થનું અનુસ્મરણ કરનાર દેવદત્ત જેમ ગવાક્ષના અભાવે પણ તેનું સ્મરણ કરી શકે છે તેમ તેનું અનુસ્મરણ કરનાર દેવદત્ત અર્થાત્ આત્મા જ છે કારણકે દેવદત્ત અત્યારે જે સ્મરણ કરી રહ્યો છે તે અર્થ ચક્ષુઆદિ ઇન્દ્રિયનો વિષય તો નથી જ. ૪૯ પ્રયોગ - ફત્હ યો યેલૂપ તેપિતરુપત્નબ્બાન/મનુસ્મરતિસ તત્રોપાવ્યા વૃ:, યથા ગૃહાવાક્ષોપલાનામર્થીનાં તદ્વિમેઽવ્યનુસ્મતા ટેવવત્તાવિઃ, આત્મા ઇન્દ્રિયના વિગમે પણ તેથી ઉપલબ્ધ અર્થને સ્મરણ કરે છે તેથી આત્મા જ ઉપલબ્ધા છે જો ઇન્દ્રિયો ઉપલબ્ધા હોય તો તેના નાશમાં કોનું અનુસ્મરણ થાય ? અન્ય દ્વારા ઉપલબ્ધ થયેલા અર્થનું અન્ય જો અનુસ્મરણ કરવા લાગે તો લક્ષણ અસત્ સ્થળમાં પણ બેસી જવાથી અતિવ્યાપ્તિ થઇ જાય. અને અનુસ્મરણ તો થાય જ છે આતો એક ખાયને બીજાનું પેટ ભરાય એવી વાત થઇ. તેથી ન નાનન્તીન્દ્રિયાળિ' એ પ્રતિજ્ઞા બરાબર છે તેમાં બાધક તરીકે તમે આપેલું અનુભવપ્રત્યક્ષનું દૃષ્ટાંત ભ્રમ છે પ્રમાણ નથી બની શકતું જે અમે કહેલા અનુમાનથી બાધિત છે. જૈનમત :- કોનું દર્શન કહે છે કે સ્વતંત્ર રીતે ઉપલબ્ધિ કરનારી ઇન્દ્રિયો હોય છે ? વૈશેષિક :- અમે કહીએ છીએ. કે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી આત્માને જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ છે. ‘આત્મા મનસા યુખ્યતે, મન રૂન્દ્રિયેળ, ફન્દ્રિયં વાર્થેન' એ વચનથી. જૈનમત :- એમ વાત છે તો તોએ અનુમાનની જેમ પરિનમિત્તવાળુંજ થયું અને એનું પરોક્ષત્વ અમે પહેલાં જ ‘અવÆ પોશનયા નં ટુવ્યિયિ-મળા પરા તેનં'' ઇત્યાદિ ગ્રંથથી કહેલું છે. તો એની પ્રત્યક્ષતા ક્યાં રહી ? વૈશેષિક ઃ- જ્ઞાનશૂન્ય એવી ઇન્દ્રિય પણ જ્ઞાનમાં નિમિત્ત હોવાથી, સાક્ષાત્ વપરાવાથી ઉપચાર થી ‘અક્ષમિન્દ્રિયં પ્રતિ વર્તતે' એ રીતે પ્રત્યક્ષતા કહેવાય છે. જૈનમત ઃ- તો પછી ‘વૃન્દ્રિયોપધ્ધિ પ્રત્યક્ષમ્’ એ લક્ષણ અહીં ઘટતું નથી, કારણ એતો જીવની જ ઉપલબ્ધિ થઇ ગઇ. અને સંવ્યવહાર માત્રથી તો એની પ્રત્યક્ષતા અમે પછી માનવાના જ છીએ. આતો અમે જે પનિમિત્તકતા સિદ્ધ કરી તેને જ તમે સાધવા ગયા તેથી અહીં તમારા મતમાં સિદ્ધ સાધ્યતા દોષ આવશે. ૧. જેઓ માને છે કે ઈન્દ્રિય અને મનના નિમિત્તથી આત્માને થતું જ્ઞાન પ્રત્યક્ષ છે એમના મતે ઈશ્વરનું જ્ઞાન અને મનના નિમિત્ત વિના થતું યોગિઓનું જ્ઞાન અપ્રમાણ થશે. અને તેમના જીવ, મોક્ષ, પુણ્ય, પાપ આદિને જણાવનારા ગ્રંથો કલ્પિત થશે. કારણ કે, જીવાદિ પદાર્થો ઈન્દ્રિયો દ્વારા કોઈ પણ રીતે જાણી શકાતા નથી. ભાગ-૧/૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રયોગ :- यद् इन्द्रियमनोनिमित्तं ज्ञानं तदात्मनः परोक्षम्, संशयादिभावात्, आदि शब्दाद् विपर्ययऽनध्यवसाय-निश्चयपरिग्रहः । इन्द्रियमनोनिमित्ताऽसिद्धा - ऽनैकान्तिकविरुद्धानुमानाभासवत् । ૫૦ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી આત્માને જે જ્ઞાન થાય છે તે પરોક્ષ છે. કેમકે, તે ઈન્દ્રિય અને મનના નિમિત્તથી સંશય-વિપર્યય-અનધ્યવસાય અને નિશ્ચય પણ થાય છે કારણ કે સાભાસ અનુમાન અને સત્ય અનુમાનનું ઈન્દ્રિયો અને મન કારણ છે. જેમકે - ઈન્દ્રિય-મનો નિમિત્ત જ્ઞાન પરોક્ષ છે. કેમકે તેમાં ઈન્દ્રિય અને મનો નિમિત્તે થતા અસિદ્ધઅનૈકાન્તિક અને વિરૂદ્ધ અનુમાનાભાસની જેમ સંશય-વિપર્યય અને અનધ્યવસાય થવા સંભવે છે. २. यदिन्द्रिय-मनोनिमित्तं ज्ञानं तत् परोक्षम्, तत्र निश्चयसंभवात् धूमादेरग्न्याद्यनुमानवत् पुनः प्रत्ययत्क्षं तत्र संशय - विपर्ययाऽनध्यवसाय - निश्चया न भवन्त्येव यथाऽवध्यादिषु, इति विपर्ययः જે ઈન્દ્રિય અને મન નિમિત્ત જ્ઞાન છે તે પરોક્ષ છે, કેમકે તેમાં પાછળથી નિશ્ચય થવાનો સંભવ છે જેવી રીતે ધુમના જ્ઞાનથી અગ્નિનું અનુમાન થાય છે. પરંતુ જે જ્ઞાન પ્રત્યક્ષ છે તેમાં સંશય-વિપર્યય - અનધ્યવસાય કે નિશ્ચય અવધિજ્ઞાનાદિની જેમ સંભવતા નથી. પ્રશ્ન-૭૭ – નિશ્ચયસંભવ લક્ષણ હેતુ તો અવધિ આદિમાં પણ છે તેથી તે પણ અનૈકાન્તિક થશે ને ? ઉત્તર-૭૭ એમ નથી, તમે કહેવાનો મતલબ જાણતા નથી, કારણકે અહીં જે સંકેતસ્મરણાદિ પૂર્વકનો નિશ્ચય છે તે વિવક્ષિત છે. તેવો નિશ્ચય અવધિ આદિમાં નથી. અવધિઆદિમાં તો વિશેષ જ્ઞાન છે એટલે કોઇ દોષ નથી. અન્ય હેતુથી મતિ-શ્રુતને પક્ષ કરીને વિશેષથી તેના પરોક્ષત્વને સાધે છે. मति श्रुते जीवस्य परोक्षे, परनिमित्तत्वात्, पूर्वोपलब्धसंबंधस्मरणद्वारेण जायमानत्वाद् વા, અનુમાનવત્ । મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પૂર્વે ઉપલબ્ધ થયેલા સંબંધ અને સંસ્મરણોથી ઉત્પન્ન થાય છે અથવા અનુમાનથી જાણી શકાય છે કારણ કે, પૂર્વે જે જે સ્મરણો થયેલા છે તે તે વિષયો વર્તમાનમાં જણાય કે સંબંધો ઉપલબ્ધ થાય છે તે જ મતિ અને શ્રુતજ્ઞાનના વિષયો બને છે કોઈપણ પ્રકારના પૂર્વના સંબંધો કે સ્મરણો વિના મતિ કે શ્રુત પ્રત્યક્ષથી કાંઈ જ બતાવી શકતા નથી, એટલે એમને બીજા-બીજા નિમિત્તોનો સહારો કાયમ લેવો જ પડતો હોવાથી જીવને માટે એ પરોક્ષ છે એ સિદ્ધ થાય છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર પ્રશ્ન-૭૮ – તમે જે ઇન્દ્રિયમનો નિમિત્ત જ્ઞાન પરોક્ષ છે' એ કહો છો તે ઉસૂત્ર છે. કારણકે, સૂત્રમાં કહ્યું છે “પષ્યRવું સુવિદં પન્નત્ત, તે ન વિયપત્રવવં ચ નોતિય પર્વ ત્ર', ઉત્તર-૭૮ – સાચું છે, પરંતુ આ જે ઇન્દ્રિયજન્ય જ્ઞાનની પ્રત્યક્ષતા કહી છે તે સંવ્યવહારમાત્રથી જ કહી છે, પરમાર્થથી તો તે પરોક્ષ જ છે. एगंतेण परोक्खं लिंगियमोहाइयं च पच्चक्खं । इंदिय-मणोभवं जं तं संववहारपच्चक्खं ॥ એકાન્ત આત્મા અને ઇન્દ્રિય-મનના સાક્ષાત્કાર વિના ઉત્પન્ન થતું જે જ્ઞાન તે એકાન્તપરોક્ષ કહેવાય છે. તથા ઇન્દ્રિય-મનથી ગ્રહણ કરાયેલા બાહ્ય ધૂમાદિ લિંગમાં અગ્નિ આદિ વિષય જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે એકાંતથી પરોક્ષ છે. ઇન્દ્રિય-મન અને આત્માનો વિષયગ્રાહ્યાર્થ એકાન્ત પરોક્ષ છે. અવધિ-મન:પર્યાય-કેવલ એ ત્રણે જ્ઞાન એકાન્ત આત્માના પ્રત્યક્ષ છે, કારણ કે એ ત્રણેય જ્ઞાનમાં બાહ્યલિંગ વિના અને ઇન્દ્રિય-મનથી નિરપેક્ષપણે જીવ વસ્તુનો સાક્ષાત્કાર કરે છે. ઇન્દ્રિય-મનથી થતું જ્ઞાન સંવ્યવહાર પ્રત્યક્ષ છે, ધૂમાદિ લિંગ વિના જ ઇન્દ્રિય-મનના સાક્ષાત્કારથી જ્ઞાન ઉત્પન્ન થાય છે તેથી તે ઇન્દ્રિય અને મનને પ્રત્યક્ષ થતું હોવાથી, લોકવ્યવહાર માત્રની અપેક્ષાએ પ્રત્યક્ષ કહેવાય છે. વાસ્તવિક રીતે તો તે પ્રત્યક્ષ નથી પરોક્ષ જ છે. કેમકે, ઈન્દ્રિય અને મન અચેતન હોવાથી તેમાં જ્ઞાનનો અભાવ છે. પ્રશ્ન-૭૯ – ભાષ્યકારે ક્યાંથી પ્રાપ્ત કર્યું કે ઇન્દ્રિય-મનોભવ જ્ઞાન સંવ્યવહારથી જ પ્રત્યક્ષ કે પરમાર્થથી નહિ ? કેમકે, આ સૂત્રમાં વિશેષથી તો કાંઈ જ કહ્યું નથી માત્ર નિયામ્' એમ સામાન્યથી જ કહ્યું છે. ઉત્તર-૭૯ – સત્ય છે, અન્ય સ્થાને કહેલું છે - “ોઉં વિર્દ પન્નત્ત, તે નહીંમનિવોદિનાળ પરોઉં ૨, સુયા પરોઉં ", આભિનિબોધિક-ઋતથી ભિન્ન એવું કોઈ પણ ઇન્દ્રિય નિમિત જ્ઞાન નથી કે જે પરમાર્થથી પ્રત્યક્ષ થાય. પ્રશ્ન-૮૦ – એમ હોય તો જે ધૂમાદિ લિંગ સિવાય જ સાક્ષાત્ ઇન્દ્રિયનિમિત્ત જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પરમાર્થથી પ્રત્યક્ષ ભલે થાઓ. અને જે ધૂમાદિલિંગથી અગ્નિ આદિ વિષયક લૈંગિક જ્ઞાન છે તેને પરોક્ષસ્વરૂપ મતિ-શ્રુત માનો. જેથી આગમના બંને પ્રદેશમાં કહેલાનું પણ સમર્થન થઈ જશે. ઉત્તર-૮૦ – બરાબર નથી, કારણ કે, ધૂમાદિલિંગથી અગ્નિ આદિ વિષયક લૈંગિક જ્ઞાન માટે ઇન્દ્રિય નિમિત્ત બનતી નથી. કારણ કે ઇન્દ્રિય વર્તમાનકાલભાવી વસ્તુને જ Page #71 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ગ્રહણ કરે છે. અને લિંગથી તો વહ્નિ આદિનો ત્રિકાળવિષય પણ અનુમાન કરી શકાય છે તેથી લૈંગિક એવું વતિનું જ્ઞાન મનોનિમિત્ત જ છે, ઇન્દ્રિય નિમિત્ત નથી. અને ઇન્દ્રિય-મન નિમિત્ત એવા મતિશ્રતને અમે અહીં જ કહીશું. એમ ફક્ત મનોવિષયલૈંગિક જ્ઞાન મતિશ્રતરૂપ કઈ રીતે થાય ? અને બીજું કે ઇન્દ્રિય જન્ય જ્ઞાન માનવા જતાં મતિ-શ્રુતથી ભિન્ન એવા છઠ્ઠા જ્ઞાનની આપત્તિ આવશે. તેથી ઇન્દ્રિય જન્ય જ્ઞાન મતિ-શ્રુતમાં જ અંતર્ભાવ છે એટલે મતિ-શ્રુત પરોક્ષ હોવાથી તે પણ પારમાર્થિક પરોક્ષ છે. મનોનિમિત્ત જ્ઞાન પણ અનુમાનની જેમ પરનિમિત્તક હોવાથી પરોક્ષ છે એમ પૂર્વે કહેલું છે. પ્રશ્ન-૮૧ – પણ આગમમાં તો મતિ-શ્રુતનું પરોક્ષત્વ ક્યાંય વિશેષથી જણાવેલું નથી? ઉત્તર-૮૧ – આગમમાં મતિ-શ્રુતનું પરોક્ષત્વ વિશેષથી કહેલું જ છે મનોનિમિત્ત જ્ઞાન તેમાં જ અંતર્ગત હોવાથી ઇન્દ્રિયજન્ય જ્ઞાનની જેમ તે પણ પરોક્ષ સિદ્ધ જ છે. પ્રશ્ન-૮૨– પણ સિદ્ધાંતમાં “વિયપત્રવં ચ નોટ્ટવિયપત્રd a" થી મનોનિમિત્તક જ્ઞાન પ્રત્યક્ષ કહ્યું છે. ત્યાં નોઈદ્રિય એટલે મન તે ઇન્દ્રિયના એક દેશમાં વૃત્તિ છે અહીં નોશબ્દ “એકદેશવાસી' છે તેથી “ોજિનિમિત્ત પ્રત્યક્ષ નોકિયપ્રત્યક્ષમ” એ વ્યુત્પત્તિથી મનોનિમિત્તક જ્ઞાન પ્રત્યક્ષ જ થાય ને પરોક્ષ કઈ રીતે થાય? ઉત્તર-૮૨ - તમે આગમનો અર્થ જાણતા નથી ત્યાં (૧) નો શબ્દ સર્વનિષેધવાચી છે તેથી ઇન્દ્રિયાભાવ જ નોઇન્દ્રિય કહેવાય છે. તેમ હોવાથી આત્માનું પ્રત્યક્ષ નોઇન્દ્રિય પ્રત્યક્ષ એવો સમાસ થાય છે સર્વથા ઇન્દ્રિયની પ્રવૃત્તિ રહિત એવા આત્માના પ્રત્યક્ષ અવધિ-મનઃપર્યાય-કેવલજ્ઞાન જ થાય છે મનોનિમિત્તે જ્ઞાન નહિ (૨) જો ત્યાં ઇન્દ્રિયને મન કહીએ ત્યારે મનોનિમિત્ત જ અવધિ આદિ જ્ઞાન પ્રત્યક્ષ થાય એમ થતાં મનઃપયતિથી અપર્યાપ્ત એવા મનુષ્ય-દેવાદિને ત્યાં મન જ ન હોવાથી, અવધિજ્ઞાન ન થાય તે બરાબર નથી. “ નાખવું વચનથી સિદ્ધાંતમાં તેને અવધિજ્ઞાન માન્યું છે. (૩) અને મનવગરના હોવાથી સિદ્ધોને પણ પ્રત્યક્ષજ્ઞાનનો અભાવ થઈ જાય અને (૪) બીજું, મનોનિમિત્ત જ્ઞાન મનોદ્રવ્યથી જ થાય છે તેથી પરનિમિત્તક હોવાથી અનુમાનની જેમ તે પરોક્ષ જ છે તો પ્રત્યક્ષ કઈ રીતે થાય ? (૫) જો એ પરમાર્થથી પ્રત્યક્ષ હોય તો પરોક્ષ એવા મતિ-શ્રુતમાં અન્તર્ભાવ ન થાત અને અઠ્યાવીશ ભેદથી ભિન્ન મતિ ન થાત કરાણકે તેમ માનવામાં મનોજ્ઞાનસંબંધિ અવગ્રહ-ઇહા વગેરે ભેદો ભિન્ન થઈ જાય તેમની ભિન્નતા થતાં છો જ્ઞાનની આપત્તિ આવે. આ રીતે મનોનિમિત્ત જ્ઞાન પ્રત્યક્ષ છે એમ માનવાથી ટી ૧. અત્યંતર અને બાહ્ય નિવૃત્તિ તથા ઉપકરણરૂપ દ્રવ્યેન્દ્રિય તેમજ લબ્ધિ તથા ઉપયોગરૂપ ભાવ ઇન્દ્રિયમાં મનના વિષયમાં બાહ્યનિવૃત્તિ વગેરે ન હોવાથી મનને નોઈદ્રિય કહેવાય છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૫૩ દોષોની પરંપરા સર્જાય છે તેથી ઇન્દ્રિય-મનોભવ જ્ઞાન પનિમિત્તક હોવાથી પરોક્ષ છે. અને મતિશ્રુતમાં અંતર્ભાવ હોવાથી પરમાર્થથી પરોક્ષ છે. અને સંવ્યવહારથી પ્રત્યક્ષ છે. એમ કહી શકાય. પ્રશ્ન-૮૩ તમે પહેલાં મતિ-શ્રુતને સ્વામી-કાળ આદિ દ્વારા સમાન કહેવા દ્વારા પોતાના હાથે જ બળતા અંગારા પકડ્યા છે એમ છતાં સ્વામિત્વાદિથી વિશેષ ન હોવાથી મતિશ્રુત એક જ થઇ ગયા, ભેદ ન રહ્યો અને તેમ થતાં જ્ઞાનપંચકની સિદ્ધિ પણ નહી થાય કારણ ધર્મભેદમાં જ વસ્તુનો ભેદ હોય અને ધર્મ અભેદ હોય તો ઘટ અને ઘટસ્વરૂપની જેમ એ બંને અભેદ જ માનવો બરાબર છે. -- ઉત્તર-૮૩ તે મતિ-શ્રુત સ્વામિત્વાદિથી અવિશેષ હોવા છતાં ભિન્ન છે. તેમાં લક્ષણભેદાદિ કૃત ભિન્નતા છે જોકે સ્વામી-કાલાદિથી મતિ-શ્રુત એક છે. તો પણ લક્ષણકાર્ય-કારણ ભાવાદિથી ભેદ છે જ. ઘટ-આકાશાદિ પણ સત્ત્વ-પ્રમેયત્વ-અર્થ ક્રિયાકારીત્વાદિથી સામ્ય હોવા છતાં તેમનામાં લક્ષણના ભેદથી ભેદ છે જ, તેમ અહીં પણ સમજવું જો ઘણા ધર્મભેદ હોવા છતાં કેટલાંક ધર્મની સામ્યતા માત્રથી જ અર્થોનું એકત્વ ગણો તો આખું વિશ્વ એક જ થઇ જાય. એવી કઇ વસ્તુ છે કે જે બીજી વસ્તુથી કેટલાક ધર્મોથી સમાન નથી ? તેથી સ્વામી આદિથી તુલ્ય છતાં લક્ષણાદિથી મતિશ્રુતની ભિન્નતા છે. તે જણાવે છે. - (૧) લક્ષણના ભેદથી મતિ-શ્રુતમાં ભેદ છે. (૨) હેતુ-ફળ ભાવથી ભેદ છે. (૩) મતિજ્ઞાન અવગ્રહાદિ અઠ્યાવીશ પ્રકારનું છે તથા શ્રુતજ્ઞાન અક્ષરશ્નતાદિ ચૌદ પ્રકારનું અથવા પર્યાયાદિ વીશ પ્રકારનું છે એમ ભેદના વિભાગથી બંનેમાં તફાવત છે. (૪) શ્રુતજ્ઞાન ફક્ત શ્રોત્રેન્દ્રિયના વિષયવાળું છે જ્યારે મતિજ્ઞાન બીજી ઈન્દ્રિયોના વિષયવાળું પણ છે આમ ઈન્દ્રિય વિષયના ભેદથી બંને અલગ છે. (૫) મતિજ્ઞાન છાલ સમાન છે જ્યારે શ્રુતજ્ઞાન દોરડા સમાન છે જેમ છાલને વણીને તૈયાર કરતાં દોરડું બને છે તેમ પરોપદેશ અરિહંતાદિના વચનથી સંસ્કૃત થઈ વિશેષ અવસ્થા પામેલું મતિજ્ઞાન શ્રુત કહેવાય છે. (૬) અક્ષર અને અનક્ષરના ભેદથી પણ મતિ શ્રુતમાં તફાવત છે. (૭) મૂક અને અમૂકના ભેદથી પણ બંને અલગ છે. આ જ વાતને હવે વિસ્તારથી જણાવે છે. ૧) લક્ષણભેદ કર્તા જ્ઞાન કર્મતા પામેલ જે વસ્તુને જાણે તે જ્ઞાન આભિનિબોધિક-મતિજ્ઞાન, જીવ જે સાંભળે તે શ્રુત, આ રીતે નંદિ સૂત્રોક્ત લક્ષણભેદથી મતિ-શ્રુતનો ભેદ છે. જેમકે ન ્ વિ सामित्ताईहिं अविसेसो, तह वि पुणोऽत्थाऽऽयरिआ नाणत्तं पण्णवयंति, तंजहा- अभिनिबुज्झइ ति -- Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ આમિળિવોહિયં, સુળેફ ત્તિ સુયૅ' જો કે સ્વામિત્વાદિ વડે મતિ અને શ્રુતજ્ઞાન સમાન છે. છતાં પણ આચાર્યશ્રી તેનો ભેદ જણાવે છે - જેમકે - જે જાણે તે આભિનિબોધિક અને જેને આત્મા સાંભળે તે શ્રુત. ૫૪ પ્રશ્ન-૮૪ – જો આત્મા ‘કૃોતિ તતમ્’ એવું શ્રુતજ્ઞાનનું લક્ષણ કહો છો તો જીવ શબ્દ જ સાંભળે છે એવું સર્વજગપ્રસિદ્ધ છે. એમાં વાંધો શું છે ? ઉત્તર-૮૪ – કોઈ વાંધો નથી. પ્રશ્ન-૮૫ – ‘નફ તો' માં જો સ સ શબ્દ શ્રુતરૂપ છે તેથી જીવનું પરિણામ તે શ્રુતને પ્રાપ્ત કરતું નથી. શબ્દ શ્રુત તરીકે ઇષ્ટ છે. તે પૌલિક હોવાથી મૂર્ત છે આત્મા તો અમૂર્ત છે. અને મૂર્ત-અમૂર્તના પરિણામનો યોગ ન હોય. આત્માનું પરિણામ શ્રુતજ્ઞાન છે એમ તીર્થંકરાદિ કહે છે. તો પછી વિરોધ કેમ ન થાય ? ઉત્તર-૮૫ – કારણકે વક્તા એ બોલેલો શબ્દ શ્રોતામાં રહેલા શ્રુતજ્ઞાનનું કારણ બને છે અને શ્રુત એ વક્તામાં રહેલ શ્રુતઉપયોગરૂપ છે. વ્યાખ્યાનકરણાદિમાં વક્તા દ્વારા બોલેલું શ્રુત એ શબ્દનું કારણ થાય છે તેથી શ્રુતજ્ઞાનના કારણભૂત અથવા કાર્યભૂત એવા તે એ શબ્દમાં શ્રુતનો ઉપચાર કરાય છે. તેથી પરમાર્થથી શબ્દ એ શ્રુત નથી પણ ઉપચારથી છે એટલે દોષ નથી. પ્રશ્ન-૮૬ તો પછી પરમાર્થથી શ્રુત શું છે ? - ઉત્તર-૮૬ – પરમાર્થથી જીવ એ શ્રુત છે. જ્ઞાન-જ્ઞાની અનન્યભૂત હોવાથી, પૂર્વે કહેલું છે. શુળોતીતિ શ્રુતમ્ આત્મા વ, એવો અર્થ જ્યારે કરાય છે ત્યારે જે સંભળાય છે તે શબ્દ છે તેથી એ કર્મસાધનપક્ષમાં દ્રવ્યશ્રુત જ કહેવાય છે. શુળોતીતિ શ્રુતં એવો અર્થ જ્યારે કરવામાં આવે છે ત્યારે સાંભળનાર આત્મા છે તેથી એ કર્તાસાધનપક્ષમાં તો ભાવશ્રુત આત્મા જ છે એટલે શ્રુતજ્ઞાનમાં અનાત્મભાવ ક્યારેય નહિ આવે. બીજી રીતે પણ મતિ-શ્રુતનો લક્ષણભેદ કહે છે ઇન્દ્રિય-મનનાનિમિત્તથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે ભાવશ્રુત-શ્રુતજ્ઞાન છે. ઇન્દ્રિયમનનિમિત્તથી ઉત્પન્ન થતું મતિજ્ઞાન પણ હોય છે એથી તેના વ્યવચ્છેદ માટે કહે છે - શ્રુતે રૂતિ શ્રુતં દ્રવ્યશ્રુત રૂપ શબ્દ. તે સંકેત-વિષય-પરોપદેશરૂપ અને શ્રુતગ્રન્થરૂપ અહીં ગ્રહણ કરાયો છે. તેના અનુસાર જે ઉત્પન્ન થાય તે શ્રુતજ્ઞાન છે. બીજું કાંઇ નથી. સંકેતકાળે પ્રવૃત્ત અથવા શ્રુતગ્રંથસંબંધિ ઘટાદિ શબ્દને સાંભળીને વાચ્ય-વાચકભાવથી Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ગુજરાતી પ્રશ્નોત્તર જોડીને ઘટ ઘટ છે વગેરે અંતર્જલ્પ-અંતઃ શબ્દના ઉલ્લેખવાળું ઇન્દ્રિયાદિ નિમિત્તથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે શ્રુતજ્ઞાન અથવા ભાવઠુત છે. પ્રશ્ન-૮૭ – તે કેવું છે? ઉત્તર-૮૭ – પોતાનામાં પ્રતિભાસિત થતો જે ઘટાદિ અર્થ છે તેની ઉક્તિ બીજાને જણાવવામાં સમર્થ છે. ભાવાર્થ:- શબ્દના ઉલ્લેખ સહિત ઉત્પન્ન થતું જ્ઞાન સ્વપ્રતિભાસમાન અર્થને જણાવનારા શબ્દને ઉત્પન્ન કરે છે તેનાથી બીજો જાણે છે, એ રીતે નિજકાઢ્યક્તિ સમર્થ એ જ્ઞાન થાય છે. શબ્દાનુસાર ઉત્પન્ન થયેલા જ્ઞાનનો નિકાયોંક્તિસામર્થ્યથી અવિરોધ હોવાથી એ સ્વરૂપ વિશેષણ છે. શેષ ઇન્દ્રિય-મન નિમિત્તથી અશ્રુતાનુસાર ઉત્પન્ન થતું જ્ઞાન જે અવગ્રહાદિજ્ઞાન છે તે મતિજ્ઞાન છે. પ્રશ્ન-૮૮ - જો શબ્દોલ્લેખ સહિત ઉત્પન્ન થતા જ્ઞાનને શ્રુતજ્ઞાન તમે કહો છો અને શેષ જ્ઞાનને મતિજ્ઞાન કહો છો તો બતાવાનારા સ્વરૂપવાળું અવગ્રહ જ મતિજ્ઞાન થશે. ઈહાઅપાય વગેરે મતિજ્ઞાન નહિ થાય, કારણ તેમાં તો શબ્દોલ્લેખ છે અને એ પાછા મતિજ્ઞાનના ભેદ તરીકે પ્રસિદ્ધ છે. તો શ્રુતજ્ઞાનનું લક્ષણ મતિ જ્ઞાનમાં જતું હોવાથી શ્રુતજ્ઞાનમાં તે ઈહાઅપાય વગેરે અતિવ્યાપ્ત કેમ નહિ થાય? અને મતિજ્ઞાનમાં અવ્યાપ્તિ થતી પણ કેમ રોકશો? અને બીજું અંગ-અનંગ પ્રવિષ્ટાદિ “RGર સન્ની સમ્મ સાdi નુ સંપન્નવસિર્ષ ૨' વગેરે શ્રુતના ભેદોમાં મતિજ્ઞાનના ભેદ સ્વરૂપ અવગ્રહ-ઈહા આદિ પણ હોવાથી તે સંપૂર્ણ મતિજ્ઞાન થઈ જવાનો પ્રસંગ આવશે અને મતિજ્ઞાનના ઈહા-અપાયાદિ ભેદો સાભિલાષત્વેન શ્રુતજ્ઞાનને પ્રાપ્ત થવાથી બંને લક્ષણ-બંને લક્ષણમાં ઘુસી જવાથી સંકીર્ણતા-શંકર દોષ આવશે. ઉત્તર-૮૮ – તમે કહો છો કે અવગ્રહ જ મતિજ્ઞાન છે. ઈહા-અપાય વગેરે નથી તે શબ્દોલ્લેખ સહિત છે માટે તે અયોગ્ય છે કારણ કે, જો કે બહાદિ સાભિલાષ છે તો પણ તે શ્રતરૂપ નથી શ્રુતાનુસારી અભિલાપ સહિતનું જ્ઞાન જ શ્રતરૂપ હોય છે. પ્રશ્ન-૮૯ – સિદ્ધાંતમાં અવગ્રહાદિને શ્રતનિશ્રિત જ કહેલા છે અને યુક્તિથી પણ ઈહાદિમાં શબ્દાભિલાપ સંકેત કાળ આદિમાં સાંભળેલા શબ્દના અનુસરણ વિના ઘટતું નથી તો તે શ્રુતાનુસારી કેમ ન થાય? ઉત્તર-૮૯- તમારો પ્રશ્ન યોગ્ય નથી પહેલાં શ્રુતપરિકર્મિત મતિવાળાને જ એ ઉત્પન્ન થાય છે એટલે કૃતનિશ્રિત કહેવાય છે. પણ વ્યવહારમાળે એમાં (અવગ્રહાદિ) શ્રુતાનુસારિતા નથી, આગળ કહેવાશે કે “પુવૅ સુયપરિમિયમફસ નં સંપર્ષ સુયાયં તે સુનિર્થિ' Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઇત્યાદિ, જો યુક્તિથી પણ એ કહ્યું હોય તોય બરાબર નથી. સંકેત કાળે સાંભળેલા શબ્દથી પરિકર્મિત બુદ્ધિવાળાને વ્યવહારકાળે તેના સ્મરણ વિના પણ વિકલ્પ પરંપરાપૂર્વક વિવિધ વચનમાં પ્રવૃત્તિ થતી દેખાય છે, પૂર્વે પ્રવૃત્ત થયેલા સંકેતો અને ભણેલા શ્રુતગ્રન્થો વ્યવહારકાળે વિચારાય છે કે આ શબ્દથી વાચ્ય અમુક વસ્તુ પહેલાં મે જાણી છે એવો સંકેત થાય છે. તથા અમુકગ્રન્થમાં એ વસ્તુ એ પ્રમાણે કહી છે એ રીતે શ્રુતગ્રન્થને અનુસરતો જણાય છે. અભ્યાસની કુશળતાથી તેના અનુસરણ સિવાય પણ સતત વિકલ્પ ભાષણની પરવૃત્તિ થતી જણાય છે. પણ જ્યાં શ્રુતાનુસારિતા છે ત્યાં શ્રુતરૂપતાનો અમે નિષેધ કરતા નથી તેથી શ્રુતાનુસારિતાના અભાવે શ્રુતત્વાભાવથી ઇહા-અપાય-ધારણા સંપૂર્ણ રીતે મતિજ્ઞાન હોવાથી મતિજ્ઞાનમાં તે અવ્યાપ્ત બનતા નથી. અને શ્રુતરૂપતાથી શ્રુતાનુસારિ સાભિલાષજ્ઞાનવિશેષમાં જ રહેલા હોવાથી તે શ્રુતજ્ઞાનના લક્ષણમાં પણ અતિવ્યાપ્ત થતા નથી. ૫૬ - બીજું - અંગ-અનંગ પ્રવિષ્ટાદિ શ્રુતભેદોમાં મતિપૂર્વ જ શ્રુત છે એવા વચનથી પ્રથમ શબ્દાદિ અવગ્રહણકાળે અવગ્રહાદિ ઉત્પન્ન થાય છે. એ બધા શ્રુતાનુસારિ ન હોવાથી મતિજ્ઞાન છે તે અંગાદિમાં જે શ્રુતાનુસારી જ્ઞાનવિશેષ છે તે શ્રુતજ્ઞાન છે. તેથી તે શ્રુતભેદોમાં સંપૂર્ણ રીતે મતિજ્ઞાનત્વના અભાવે અને ઇહાદિ મતિભેદોમાં શ્રુતાનુસારિતાનો અભાવ હોતે છતે શ્રુતજ્ઞાનનો પણ અભાવ હોવાથી ઉભયલક્ષણ સંકીર્ણતાનો દોષ પણ નહિ રહે. અહીં મતિ-શ્રુતનો સરસવ-મેરૂ જેવો આત્યંતિક ભેદ લેવાની જરૂર નથી કારણ કે પહેલાં જ કહ્યું છે - કોઇ વિશિષ્ટ મતિવિશેષ જ શ્રુત છે આગળ પણ કહીશું – વલ્કસમાન મતિજ્ઞાન, તજ્જનિત દવરિકારૂપ શ્રુતજ્ઞાન છે. અર્થાત્ વૃક્ષની છાલ સમાન મતિજ્ઞાન છે અને તેમાંથી બનતા દોરડા જેવું શ્રુત જ્ઞાન છે, આ છાલ અને દોરડામાનો પરમાણુ-હાથીની જેમ આત્યંતિક ભેદ નથી. પરંતુ, કાર્ય-કારણભાવ કૃત ભેદ જ છે. મતિને કારણ તરીકે અને શ્રુતને કાર્ય તરીકે કહેવાનું જ છે, કારણ-કાર્યમાં આત્યંતિક ભેદ હોતો નથી. જેમકે સુવર્ણ (કારણ) અને કુંડલ (કાર્ય), તેથી અવગ્રહાપેક્ષાએ અનભિલાપ અને ઇહાદિ અપેક્ષાએ સાભિલાપાત્ મતિજ્ઞાન અનભિલાપ-સાભિલાપ રૂપ અને અશ્રુતાનુસારી છે. કેમકે, સંકેતકાળે પ્રવૃત્ત અથવા શ્રુતગ્રંથ સંબંધિ શબ્દના વ્યવહારકાળે મતિજ્ઞાન પ્રવર્તે છે. તથા સંકેતકાળે પ્રવૃત્ત અથવા શ્રુતગ્રન્થ સંબંધિ શબ્દરૂપ વ્યવહારકાળે અવશ્ય અનુસરણ હોવાથી શ્રુતજ્ઞાન તો સાભિલાપ અને શ્રુતાનુસારિ જ છે. પ્રશ્ન-૯૦ તમારા કરેલા લક્ષણ મુજબ ‘શ્રુતાનુસારિ જ્ઞાન ને જ જો શ્રુત તરીકે સ્વીકારીએ તો એકેન્દ્રિયો માં તે ન ઘટે, કારણકે મન વગેરે સામગ્રીના અભાવે તેમાં Page #76 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૫૭ શબ્દાનુસારિતા સંભવતી નથી, અને આગમમાં - “ન્દ્રિા નિયf સુયત્રી, તં નહી મન્ના ય સુત્રા ય' એમ કહ્યું છે, એ વચનથી એકેન્દ્રિયોમાં પણ શ્રુતમાત્ર જ રહી જવાથી તમારા કરેલા લક્ષણમાં અવ્યાતિ આવશે ને? ઉત્તર-૯૦ – દ્રવ્યશ્રુત-શબ્દના અભાવે પણ સુતેલા યતિની જેમ એકેન્દ્રિયમાં ભાવશ્રુત સમજવું જો કે એકેન્દ્રિયોને કારણવૈકલ્યથી-કારણની વિકાલતાથી દ્રવ્યશ્રુત નથી તો પણ સુતેલી અવસ્થામાં રહેલા સાધુ આદિની જેમ અશબ્દકારણ છે અને અશબ્દ કાર્ય શ્રુતાવરણના ક્ષયોપશમ માત્ર રૂપ ભાવઠુત કેવલીએ જોયેલું છે એટલે એમનું માનવું, સુતેલી સ્થિતિમાં સાધુ શબ્દ સાંભળતો નથી, વિકલ્પ કરતો નથી એટલા માત્રથી તેને શ્રુતજ્ઞાનાભાવ કહી શકાય પરંતુ સુતા પછીના સમયે ભાવશ્રુત જોઇને દુધમાં રહેલા ઘીની જેમ પહેલાં પણ તેને શ્રુતજ્ઞાન હતું એવો વ્યવહાર થાય છે. એમ એકેન્દ્રિયમાં પણ સામગ્રીના અભાવે જોકે દ્રવ્યશ્રુતાભાવ છે તો પણ પરમયોગિઓએ જોયેલું હોવાથી અને વેલડીઆદિમાં ચાર સંજ્ઞા અને તેના લિંગના દર્શનથી આવરણક્ષયોપશમરૂપ ભાવૠત એકેન્દ્રિયમાં જાણવું. પ્રશ્ન-૯૧– સુતેલાયતિ લક્ષણ દષ્ટાંતમાં પણ ભાવૠત અમે માનતા નથી. કૃતોપયોગમાં પરિણત આત્મા શ્રોતીતિ શ્રતમ, મૂર્તિ રતિ શ્રુતમ્ આ બે માંથી કઈ વ્યુત્પત્તિથી સુતેલા સાધુમાં શ્રત માનો છો ? જો પહેલી લો તો બરાબર નથી - સુતેલાને શ્રુતનો ઉપયોગ સંભવતો નથી બીજો પક્ષ-ત્યાં શબ્દ વાચ્ય હોવાથી તે પણ સ્વરૂપથી અસંભવ છે. ઉત્તર-૯૧ – સાચી વાત છે. પરંતુ કૃત્યનેન માત્, અમિન વા રૂતિ વ્યુત્પત્તિનો અહીં આશ્રય છે અને એ પ્રમાણે શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ વાચ્ય થાય છે તે સમયતિ અને એકેન્દ્રિયોને છે એમાં કંઈ ક્ષતિ નથી. પ્રશ્ન-૯૨ – તમે કહેલા દષ્ટાંતથી એકેન્દ્રિયને ભાવકૃત હોય એમ જણાતું નથી. કેમકે, શબ્દ બોલવાની ઈચ્છાવાળાને પ્રથમ આ સંબંધમાં આ જ વાત કહું એવા પ્રકારના ઉપયોગરૂપ જે જ્ઞાન થાય અને બીજાએ કહેલી ભાષા સાંભળીને જે જ્ઞાન થાય આમ બે પ્રકારે ભાવક્રુત અનુક્રમે ભાષાલબ્ધિવાળા તથા શ્રોતલબ્ધિવાળાને હોય છે. એથી એવું સિદ્ધ થાય છે કે જેને ભાષા લબ્ધિ તથા શ્રોતલબ્ધિ ન હોય તેને ભાવકૃત સંભવે નહિ, જે સુતેલા સાધુને ભાષાશ્રોતલબ્ધિ છે, તેને જાગ્યા પછી પરપ્રતિપાદન-પરઉદી રીત શબ્દશ્રવણાદિ લક્ષણ ભાવક્રુત કાર્ય દેખાય છે તેમ હોવાથી સુણાવસ્થામાં પણ તેને લબ્ધિરૂપે તે હતું એમ અનુમાન કરાય છે પણ એકેન્દ્રિયને તો ભાષા-શ્રોત્રલબ્ધિ રહિત હોવાથી ક્યારેય પણ ભાવદ્યુત કાર્ય નથી, તેને ભાવકૃત કઈ રીતે માનવું? Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૯૨ કેવલિ સિવાય બીજા બધા સંસારીજીવોને પણ અતિસ્તોકબહુ-બહતરબહુતમાદિ તરતમતાથી દ્રવ્યેન્દ્રિય હોતા છતાં પાંચ લબ્ધિ ઇન્દ્રિયાવરણનો ક્ષયોપશમ છે એવું કેવલી વચન છે. તેથી જે પ્રકારે પૃથિવિ આદિ એકેન્દ્રિયોને શ્રોત્ર-ચક્ષુ-પ્રાણ-રસના સ્વરૂપ પ્રત્યેક નિવૃતિ-ઉપકરણરૂપ દ્રવ્યન્દ્રિયો ત–તિરોધક કર્મથી આવૃત્ત હોવાથી અભાવ હોવા છતાં પણ સૂક્ષ્મ-અવ્યક્ત લબ્ધિ ઉપયોગ રૂપ શ્રોત્રાદિભાવેન્દ્રિય જ્ઞાન હોય છે. લબ્ધિ ઇન્દ્રિયાવરણ ક્ષયોપશમથી થયેલી એકદમ અલ્પ જ્ઞાનશક્તિ તો બધી ઈન્દ્રિયોને હોય છે. તે પ્રકારે દ્રવ્યેન્દ્રિય સ્થાનીય દ્રવ્યશ્રુતના અભાવે પણ ભાવેન્દ્રિયજ્ઞાનરૂપ ભાવકૃત પૃથ્વી આદિને હોય છે એ સ્વીકારવું જ રહ્યું. એકેન્દ્રિયોને શ્રોત્રાદિદ્રવ્યન્દ્રિયાભાવે પણ ક્યાંક ભાવેન્દ્રિય જ્ઞાન દેખાય જ છે (જેમકે – કોયલના ઉદ્ગારેલા પંચમ મધુર ધ્વનિના શ્રવણથી વિરહક વૃક્ષાદિમાં ફૂલ-પાંદડાનો જલ્દી પ્રસવ થાય છે તેથી તેમાં શ્રવણેન્દ્રિય જ્ઞાનનું વ્યક્તલિંગ જોવાય છે. તિલકાદિ વૃક્ષોમાં કમનીય કામિનીના કમળદળ જેવા લાંબા શરદચંદ્ર જેવા ધવલ નયનકટાક્ષના વિક્ષેપથી કુસુમાદિનું આવિર્ભાવ ચક્ષુરિન્દ્રિયનું લિંગ સ્પષ્ટ સમજાય છે, ચંપકાદિ વૃક્ષોમાં વિવિધ સુગંધિ વસ્તુથી મિશ્રિત નિર્મળ શીતલ જલના સિંચનથી ધ્રાણેન્દ્રિય જ્ઞાનનું લિંગ જણાય છે, બકુલાદિ વૃક્ષોમાં રસ્માથી અતિશાયી શ્રેષ્ઠ રૂપવાળી સુંદર તરૂણીના મુખથી છંટાયેલા સ્વચ્છ સુસ્વાદુ સુરભિ મદિરાના ઘૂંટડાના આસ્વાદથી કુસુમાદિનું પ્રગટીકરણ રસનેન્દ્રિય જ્ઞાનનું લિંગ છે કુરબકાદિ વૃક્ષો અશોક વગેરે વૃક્ષોમાં હસ્તીના કુંભ જેવા નક્કર જાડા ઊંચા કઠિન સ્તનના વિભ્રમથી શોભતી રણકતા મણિના વલયના ધ્વનિ કરતા કંકણવાળા આભરણથી ભૂષિત ભામિનીની ભૂજલતાના આલિંગનના સુખથી, પીસ્તાવિનાના પારાગના ચૂર્ણ જેવા રક્ત તળવાળા તેના પાદપ્રહારથી જલ્દી ફૂલ-પાંદડા નો પ્રસવ સ્પર્શેન્દ્રિયજ્ઞાનનું સ્પષ્ટ લિંગ દેખાય છે.) એ પ્રમાણે આ બધામાં દ્રવ્યેન્દ્રિય ન હોવા છતાં આ ભાવેન્દ્રિયજ્ઞાન સકલજન પ્રસિદ્ધ છે. તે રીતે દ્રવ્યશ્રુતાભાવે ભાવશ્રુત પણ એમાં માની શકાય છે. અને જલાદિ આહાર ઉપર જીવવાથી વનસ્પતિ આદિમાં આહારસંજ્ઞા સંકોચ-વેલડી વગેરેનો હસ્તસ્પર્શદિના ડરથી અવયવનો સંકોચથી ભયસંજ્ઞા, વિરહક તિલક ચંપક કેશરઅશોકાદિની મૈથુનસંજ્ઞા, બિલ્વપલાશાદિની નિધાન કરેલા દ્રવ્ય ઉપર પગ મુકવાદિથી પરિગ્રહસંજ્ઞા તે સંજ્ઞાઓ ભાવશ્રુત સિવાય ઉત્પન્ન થતી નથી. તેથી ભાવેન્દ્રિયપંચકાવરણક્ષયોપશમથી ભાવેન્દ્રિયપંચકના જ્ઞાનની જેમ ભાવકૃતાવરણના ક્ષયોપશમના સંભાવથી દ્રવ્યશ્રુતાભાવે પણ એકેન્દ્રિયોને ભાવઠુત છે જ. પ્રશ્ન-૯૩ જો શ્રુતાનુસારિતા સિવાય પણ એકેન્દ્રિયોને ભાવૠત તમે સ્વીકારો તો “ વિUIvi સુયાનુસાર ' એ શ્રુતજ્ઞાનના લક્ષણમાં વ્યાભિચાર આવે છે ને? Page #78 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ઉત્તર-૯૩ ના એમ નથી તમે આશય બરાબર સમજતા નથી. શબ્દોલ્લેખ સહિત વિશિષ્ટ ભાવથુતને આશ્રયીને “૬ વિUT' લક્ષણ કહ્યું છે અને જે એકેન્દ્રિયને ઔધિક અવિશિષ્ટ ભાવૠતમાત્ર શ્રુતજ્ઞાનવરણક્ષયોપશમ સ્વરૂપ છે. તે શ્રુતાનુસારિતા સિવાય પણ જો થાય તો પણ કોઈ વ્યાભિચાર નથી. પ્રશ્ન-૯૪ – જો ભાષા-શ્રોત્રલબ્ધિરહિત એવા કાષ્ટસમાન પૃથ્વી આદિ એકેન્દ્રિયોને કાંઈ પણસ્પષ્ટપણે ઉપલબ્ધ થતું ન હોવા છતાં તમે કોઈ પણ વાગાબર માત્રથી જ્ઞાન વ્યવસ્થાપન કરો છો તો કેવલજ્ઞાન સુધીના પાંચે જ્ઞાનની વિદ્યમાનતાની તેમાં આપત્તિ આવશે. સ્પષ્ટાનુપલંભના વિશેષાભાવથી એકેન્દ્રિયમાં પાંચ જ્ઞાનો છે એવું પણ કેમ ન કહેવાય? ઉત્તર-૯૪ – એવું નથી. તેઓને પાંચે જ્ઞાનો નથી, માત્ર મતિ-શ્રુત જ છે. તદાવરણવાળા અવધિ મન:પર્યાય-કેવલજ્ઞાનાવરણના ક્ષયોપમ અને ક્ષય વિના સ્વયં જાણી લેવું. કહેવાય છે કે – કેવલજ્ઞાન સ્વઆવરણ કર્મના ક્ષયથી જ થાય છે. અવધિ મન:પર્યવ ક્ષયોપશમથી થાય છે. એ એકેન્દ્રિયને નથી, તેમાં તે કાર્ય જણાતું નથી. આગમમાં પણ કહ્યું નથી તેથી તેમાં સર્વજ્ઞાનની આપત્તિ આવતી નથી. પ્રશ્ન-૯૫ – તો એમાં મતિ-શ્રુત પણ ન હોય એમ માનો શું વાંધો છે? ઉત્તર-૫– મતિ-શ્રુતાવરણ ક્ષયોપશમ તો એકેન્દ્રિયોને છે જ તે કાર્ય દેખાય છે અને આગમમાં કહેલું પણ છે તેથી તત્કયોપશમ સલ્ફાવે તેમને મતિ-શ્રુત હોય જ છે. ૨) કારણ-કાર્ય ભાવ (હેતુ-ફળ) ભેદ :मइपुव्वं सुयमुत्तं न मई सुयपुब्विया विसेसोऽयं । पुव्वं पूरण-पालणभावाओ जं मई तस्स ॥ १०५ ॥ “મધુવં સુત્ત' એ વચનથી આગમમાં “તિઃ પૂર્વ ચ તત્ મતિપૂર્વ કૃતમ્' કહ્યું છે. પણ મતિ શ્રુતપૂર્વિકા કહી નથી એટલો બંનેમાં વિશેષ છે જો મતિ-શ્રુત એક હોય તો આવો પૂર્વ-પશ્ચિાત્ ભાવ ઘટ-ઘટસ્વરૂપની જેમ નિયમા ન થાય, પણ એ પૂર્વ-પશ્ચાદ્ ભાવ અહીં છે તેથી બંનેમાં ભેદ છે. પ્રશ્ન-૯૬ – પરંતુ મતિપૂર્વક જ શ્રત શા માટે કહ્યું છે? ઉત્તર-૯૬– જે કારણથી તે મતિ શ્રતની પહેલાં જ ઉત્પન્ન થાય છે “પૂરળત્યવિ પૃધાતુ પાલન-પૂરણઅર્થની કહેવાય છે. તેનું પૌંતિ પૂર્વમ્ એમ નિપાત થાય છે તેથી શ્રુતના Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પૂરણ અને પાલનથી મતિ જે કારણે પહેલાં લેવાય છે તેથી મતિપૂર્વક શ્રુત કહેવાયું છે પૂર્વશબ્દ અહીં કારણપર્યાય છે, કાર્ય પહેલા કારણ હોવાથી, “ જ્ઞાન પૂર્વા (સર્વ) પુરુષાર્થસિદ્ધિઃ' વગેરેમાં તથાદર્શન થાય છે. તેથી મતિપૂર્વ શ્રતુન્ શ્રુતજ્ઞાન એ કાર્ય છે, મતિ તેનું કારણ છે, અને કાર્ય-કારણનો માટી-ઘટની જેમ કથંચિત ભેદ પ્રતીત જ છે. અનુપ્રેક્ષાદિ કાળે વિચારીને શ્રુતપર્યાયના વર્ધનથી મતિથી જ શ્રુતજ્ઞાન પૂરાય છે. તથા મતિથી જે શ્રુતજ્ઞાન અન્ય પાસેથી પ્રાપ્ત થાય છે. તે મતિ દ્વારા જ અન્યને અપાય છે. તથા ગ્રહણ કરેલું શ્રુત પરાવર્તન-ચિન્તન દ્વારા મતિથી જ સ્થિર કરાય છે. નહી તો નષ્ટ થઈ જાય. શ્રુતજ્ઞાનના આ પૂરણાદિ અર્થો વિશિષ્ટ વિચાર-ધારણાદિ સિવાય કરી ન શકાય, અભ્યાદિ મતિજ્ઞાન જ છે એ રીતે સર્વપ્રકારે મતિ જ શ્રુતનું કારણ છે શ્રુત કાર્ય છે, આ રીતે બંનેમાં કાર્ય-કારણભાવ ભેદ હોય તો જ સંગત થાય છે. અભેદમાં તો પટ-તસ્વરૂપની જેમ તેની અસંગતિ થઈ જાય. તેથી કારણ-કાર્યરૂપ હોવાથી મતિશ્રુતનો ભેદ છે. પ્રશ્ન-૯૭ – મતિ-શ્રુત બે પ્રકારના હોય છે - સમ્યગ્દષ્ટિને જ્ઞાનરૂપ, મિથ્યાષ્ટિને અજ્ઞાન રૂપ હોય છે. તે બંને એક સાથે જ થાય છે. તેના ક્ષયોપશમનો લાભ આગમમાં એકસાથે જણાવેલો છે જો આ જ્ઞાન-અજ્ઞાન મતિ અને શ્રુતમાં અલગ એક સમયે થાય છે તો મતિપૂર્વ શ્રત એમ કહેવું બરાબર નથી કારણ કે, સમકાળે ઉત્પન્ન થયેલાનો ડાબા-જમણા ગાયના શિંગડાની જેમ પૂર્વ-પશ્ચાદ્ભાવ સંગત થતો નથી. એ ઉસૂત્ર પણ અસદુ આગ્રહવશથી તમે છોડતા નથી. એમ કહેવાય છે કે – મતિજ્ઞાન ઉત્પન્ન થવાના સમયે શ્રુતજ્ઞાન ન સ્વીકારતા જીવને શ્રુતજ્ઞાન થાય છે. શ્રુત જ્ઞાનની અનુત્પત્તિ છતે હજુ સુધી શ્રુતજ્ઞાન નિવૃત્તિ નથી અને જ્ઞાન-અજ્ઞાનની સમકાળે અવસ્થિતિ આગમમાં ક્યાંય માની નથી, કારણ કે બે પરસ્પર વિરોધિ પદાર્થો એક કાળે ન સંભવે, અહીં જ્ઞાન સમ્યગ્દષ્ટી સંભવી છે અને અજ્ઞાન મિથ્યાષ્ટિ સંભવી છે. તો તમે એ બંનેની એક સાથે ઉત્પત્તિ કઈ રીતે માનશો? ઉત્તર-૯૭ – આ તો પ્રતિપક્ષની બુદ્ધિની જડતાનો વિલાસ છે, અભિપ્રાયનું જ એમને જ્ઞાન નથી, કેમકે-મતિ-શ્રુતજ્ઞાન અને અજ્ઞાન બે પ્રકારે થાય છે - તદાવરણ ક્ષયોપશમરૂપ લબ્ધિથી અને ઉપયોગથી, ત્યાં જે લબ્ધિથી મતિશ્રુત છે તે જ સમકાળે થાય છે. જે ઉપયોગ છે તે સાથે થતો જ નથી પરંતુ બંને જ્ઞાનનો ઉપયોગ તો કેવલજ્ઞાન-દર્શનની જેમ તથાસ્વભાવે અનુક્રમે જ થાય છે. પ્રશ્ન-૯૮ – તો અહીં લબ્ધિને લઈને શ્રુતની મતિપૂર્વતા થશે? ઉત્તર-૯૮ – ના, મતિપૂર્વક શ્રુતમાં તો હૃતોપયોગમાં જ મતિનો પ્રભાવ અંગીકાર કર્યો છે લબ્ધિમાં નહિ. કારણ કે, શ્રુતપયોગ જ વિશિષ્ટ અંતર્જલ્પાકાર શ્રુતાનુસાર જ્ઞાન Page #80 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૬૧ - કહેવાય છે અને તે અવગ્રહ-ઇહા આદિ સિવાય આકસ્મિક અચાનક થતું નથી અને અવગ્રહાદિ તો મતિના જ ભેદ છે એટલે શ્રુતને મતિપૂર્વક કહેવામાં વિરોધ આવતો નથી. · અન્ય પાસેથી શબ્દ સાંભળીને તદ્વિષયક તમને પણ જે મતિ થાય છે તે શ્રુતપૂર્વા જ છે કારણ કે, શબ્દ એ શ્રુત છે એમ, પહેલાં તમે જણાવેલું છે એટલે એકબીજામાં પૂર્વભાવી અને પશ્ચાદ્ભાવી એવો મતિ-શ્રુતનો ભેદ ન રહ્યો. ત્યારે, ‘ન મર્ફે સુચવુવ્લિય ત્તિ' એવું જે પહેલાં તમે કહેલું તે અયોગ્ય થશે કે નહિ ? 2-2-૪h ઉત્તર-૯૯ અન્ય પાસેથી શબ્દ સાંભળીને જે મતિ ઉત્પન્ન થાય છે તે શબ્દ દ્રવ્યશ્રુતમાત્ર હોવાથી ભાવશ્રુતનું કારણ નથી એતો કોઈ રોકી શકતું નથી. પણ અમે કહીએ છીએ કે ભાવશ્રુતથી મતિ નથી. દ્રવ્યશ્રુતથી તો ભલેને થાય શું વાંધો છે. પ્રશ્ન-૧૦૦ – ભાવશ્રુતથી ઉપર શું સર્વથા મતિ ન જ હોય ? ઉત્તર-૧૦૦ – ભાવશ્રુતથી ઉપર મતિ કાર્યતયા જ નથી, પરંતુ ક્રમશઃ તે થાય છે મતિ નથી એવું નથી, મતિ છે એ તો બધા માને છે નહિ તો આજીવન શ્રુતમાત્રના ઉપયોગની આપત્તિ આવે. પ્રશ્ન-૧૦૧ જો તે ક્રમશઃ છે તો તમે તેનું શું કરો છો ? ઉત્તર-૧૦૧ – તે તો માનેલી જ છે, ક્રમથી થતી મતિને કોણ રોકી શકે છે ? મતિથી શ્રુતોપયોગ ઉત્પન્ન થાય છે. તે નષ્ટથતાં પોતાના કારણ સમૂહ દ્વારા હંમેશા પ્રવર્તતી એવી મતિ ફરી રહે છે. તે રીતે શ્રુત પાછું ફરી પાછી મતિ આ રીતે ક્રમથી થતી મતિનો અમે નિષેધ કરતા નથી કારણ કે શ્રુતોપયોગથી પડેલાની મતિમાં સ્થિતિ થાય છે આ રીતે ક્રમે થતી મતિ અમે પણ માનીએ છીએ. કેમકે શ્રુતોપયોગથી ચ્યવેલાને મતિમાં સ્થિતિ હોય છે. જેમકે-સામાન્ય સુવર્ણથી સ્વવિશેષરૂપ કંકણ-અંગુલીકા વગેરે બને છે તેથી તેઓ કાર્યનો વ્યપદેશ પામે જ છે. સુવર્ણ તેનાથી બનતું ન હોવાથી તેનો કાર્ય તરીકે વ્યવહાર થતો નથી તે કારણ તરીકે સિદ્ધ છે કંકણાદિ વિશેષના નાશે સુવર્ણનું અવસ્થાન સર્વથા નિવા૨ી શકાતું નથી. એમ મતિ (સામાન્ય) થી સ્વવિશેષરૂપ શ્રુતોપયોગ થાય છે એથી તે તેનું કાર્ય કહેવાય છે. મતિ તત્જન્મ (શ્રુતોપયોગ જન્મ) નથી તેથી કાર્ય બનતી નથી. તે અન્ય હેતુથી સદાસિદ્ધ છે. સ્વવિશેષભૂત શ્રુતોપયોગ નષ્ટ થતાં ક્રમાયાત મતિ રોકી શકાતી નથી, એમ જો મતિ શેકાય તો આજન્મ શ્રુતોપયોગની જ ફક્ત રહેવાની આપત્તિ આવે. મતાંતર :- કેટલાંક કહે છે - દ્રવ્યશ્રુત શબ્દરૂપ મતિપૂર્વ શ્રુત છે ભાવશ્રુત નથી ત્યાં યુક્તિ કહે છે - Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ‘માસરૂ નું નાવિવિતિય ત્તિ' જે કારણથી વિચાર કર્યા વિના કોઈ બોલતું નથી અને જે વિવક્ષાજ્ઞાન છે તે મતિ છે. તેથી મતિપૂર્વ દ્રવ્યશ્રુત સિદ્ધ થાય છે. એવું કહેવામાં દોષ બતાવે છે કે - તેવા પ્રકારના વ્યાખ્યાનકારોને ભાવશ્રુતનો સર્વથા અભાવ થાય છે. કારણકે વક્તગત વિવક્ષા ઉપયોગજ્ઞાનને જ તેઓ મતિ કહે છે. નહિ તો શબ્દનો મતિપૂર્વક તરીકે અભાવ થાય. શ્રોતાને પણ શબ્દ સાંભળીને પહેલાં જે અવગ્રહાદિજ્ઞાન થાય છે તે મતિ જ છે. એ પહેલા તેમાં પણ ભાવશ્રુત ન માનવું જો એમ માનશો તો અમારો મત સ્વીકાર થઇ જશે. જે ન સંભળનારને અને ન બોલનારને અનુપ્રેક્ષાદિ અન્તર્જલ્પરૂપિત જ્ઞાન થાય છે તે ભાવશ્રુત છે. એમ જો કહો તો તે બરાબર નથી, કારણ કે તે પણ જો અવગ્રહાદિ રૂપ મતિપૂર્વ હોય તો ભાવશ્રુત માનવું તમને ઇષ્ટ નથી એમ કરવામાં અમારા પક્ષનો જ તમારે સ્વીકાર થશે. ૬૨ મતિપૂર્વ ન માનો તો પણ અવિકલ્પ હોવાથી તે શબ્દ વિવક્ષા જ્ઞાનવત્ મતિ જ છે. કારણકે તેમાં જ શબ્દવિકલ્પ છે તે સિવાય શબ્દ નામ સંભવતો નથી. તે ભાવશ્રુત તરીકે ઇષ્ટ નહિ બની શકે તેથી મતિ પછી સર્વત્ર શબ્દમાત્રનું જ ઉત્થાન છે ભાવશ્રુતનું ઉત્થાન નથી, આ રીતે તમારે અમારી માન્યતા સ્વીકાર કરવી પડશે, અને વિકલ્પજ્ઞાનો વિવક્ષાજ્ઞાનની જેમ મતિ તરીકે જ કહ્યા છે એટલે સર્વત્ર ભાવશ્રુતાભાવ જ થઇ જાય. પ્રશ્ન-૧૦૨ – તો ભલેને થાય શું વાંધો છે ? ઉત્તર-૧૦૨ – ‘ન્ ય વિસેલો ત્તિ' ભાવશ્રુતાભાવે મતિ-શ્રુતનો ભેદ જ ન થાય. અહીં તો બંનેનો ભેદ થાય છે. જ્યારે મતિ જ હોય અને ભાવશ્રુત નહોય ત્યારે કોની સાથે ભેદચિંતા થાય ? પ્રશ્ન-૧૦૩ – દ્રવ્યશ્રુતરૂપ શબ્દ સાથે મતિની ભેદ ચિંતા થશે ને ? ઉત્તર-૧૦૩ બરાબર નથી, જ્ઞાન પંચકના વિચારનો અહીં અધિકાર છે તેમાં ભેદચિંતા અસ્થાને છે. અથવા ‘મતિપૂર્વ દ્રવ્યશ્રુતં' એ પ્રમાણે મતિનો વિશેષ શબ્દ સાથે પણ વિચારો તો તે પણ ઘટતો નથી. પ્રશ્ન-૧૦૪ – કેમ ન ઘટે ? ઉત્તર-૧૦૪ – જે રીતે દ્રવ્યશ્રુત-શબ્દ મતિથી થાય છે એવું જે આપ જણાવો છો તે મતિ પણ શબ્દથી જ શ્રોતાને થાય છે. તેથી મતિશ્રુતનો ભેદ બતાવવાનો જે વિશેષ છે તે બતાવવા માટે પ્રસ્તુતમાં કે તે બંનેમાં અન્યોન્ય પૂર્વભાવિતાથી સમાન થતો નથી તેથી તે EVER Page #82 -------------------------------------------------------------------------- ________________ ૩ ગુજરાતી પ્રશ્નોત્તર દ્રવ્યહૃત મતિથી અવિશેષ છે જે અમે પહેલાં સમર્થિત કર્યું છે તે યુક્તિસંગત છે દ્રવ્યશ્રુત એ ભાવશ્રુતનું લક્ષણ છે. પ્રશ્ન-૧૦૫ – કઈ રીતે? શ્રતથી ઉત્પન્ન થતાં સંવિકલ્પવિવક્ષાજ્ઞાનકાર્યભૂત શબ્દરૂપ દ્રવ્યશ્રુત તરીકે જે અન્ય મતિપૂર્વક માને છે તે ભાવૠતથી ઉત્પન્ન થયેલું કઈ રીતે થાય? ઉત્તર-૧૦૫ – કારણ કે બધા જ પૂર્વે વિચારીને પછી બોલે છે. જે ચિંતાજ્ઞાન છે તે શ્રુતાનુસાર હોવાથી ભાવઠુત છે, આમ, દ્રવ્યશ્રુત એ ભાવશ્રુતનો પ્રભાવ જણાય છે જે જેનાથી થાય છે તેનું કાર્ય, તે કાર્યભૂત દ્રવ્યૠતથી સ્વકારણભૂત ભાવશ્રુત જણાય છે એટલે તે તેનું (દ્રવ્યશ્રુત એ ભાવૠતનું) લક્ષણ કહ્યું છે. જે રીતે મતિ-શ્રુતમાં કારણ-કાર્ય ભાવથી ભેદ છે તે રીતે પ્રત્યેકને સ્વસ્થાનમાં સમ્યકત્વ અને મિથ્યાત્વની અપેક્ષાએ પણ ભેદ છે. નંદિ સૂત્રમાં જણાવ્યું છે – “વસિયા मई मइनाणं मइअन्नाणं च विसेसिया मई सम्मदिट्ठिस्स मई मइनाणं, मिच्छादिट्ठिस्स मई मइ अन्नाणं, एवं अविसेसियं सुयं सुयनाणं सुयअन्नाणं च, विसेसियं सुयं सम्मदिहिस्स सुयं સુચનાનું, મિચ્છિિક્રસ સુર્ય સુચના” તિ ! એટલે સામાન્યથી મતિ તે મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન. પણ વિશેષિત મતિ તે જ્યારે સમ્યક્ દષ્ટિની મતિ હોય ત્યારે મતિજ્ઞાન અને મિથ્યાષ્ટિની મતિ હોય ત્યારે મતિ અજ્ઞાન છે. એ રીતે શ્રુતમાં પણ સમજવું. પ્રશ્ન-૧૦૬ – જેમ મતિ-શ્રુત દ્વારા સમ્યગ્દષ્ટિ ઘટાદિકને જાણે છે અને વ્યવહાર કરે છે. તેમ મિથ્યાષ્ટિ પણ કરે છે તો પણ તે મિથ્યાષ્ટિનું સર્વ અજ્ઞાન કેમ કહેવાય છે? ઉત્તર-૧૦૬ – સદ્-અસદના અવિશેષથી મિથ્યાદષ્ટિ સંબંધિ વ્યવહાર માત્રથી જ્ઞાન પણ નિશ્ચયથી તો અજ્ઞાન જ કહેવાય છે. સત્ પણ અસત્ પણાથી અસત્ કહેવાય છે અને અસત્ પણ સત્ પણાથી સત્ કહેવાય છે. મિથ્યાદષ્ટિ ઘટમાં પટના સત્વ-પ્રમેયત્વ-મૂર્તવાદિ સામાન્ય ધર્મો તથા સ્તંભ રશ્મા-કમળઆદિ વ્યાવૃત્તિ ધર્મોને સત્ છતાં અસત્ત્વન સ્વીકારે છે સર્વપ્રારઈટ વાય' એવી અવધારણા અને એના દ્વારા વિદ્યમાન એવા પણ સત્ત્વપ્રમેયવાદિ પટાદિધર્મો નથી એમ માને છે. નહિ તો, સત્ત્વ-પ્રમેયત્વાદિ સામાન્ય ધર્મથી ઘટમાં પટાદિ પણ રહેલા છે અને તેમ છતાં “સર્વથા આ ઘટ છે” એવું માનવાની આપત્તિ આવે. ‘ઋવિદ્ પર વાય” ની અવધારણામાં તો અનેકાન્તવાદના સ્વીકારે સમ્યગ્દષ્ટિત્વનો પ્રસંગ થઈ જાય તથા પટ-પુટ-નટ-શકટાદિ રૂપને ઘટમાં અવિદ્યમાન છતાં સત્ત્વન સ્વીકારે છે. “સર્વપ્રરઈટોડર્યેવ" “સાચેવ પટ" એવી અવધારણા કરવામાં તો સ્યાદ્વાદના આશ્રયથી સમ્યગ્દષ્ટિતાની આપત્તિ આવે તેથી સદ્-અસત્ ના વિશેષાભાવે ઉન્મત્તની જેમ Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ મિથ્યાર્દષ્ટિનો બોધ અજ્ઞાનરૂપ જ છે. વળી તેઓનું જ્ઞાન વિપર્યસ્ત હોવાથી સંસારનું કારણ બનવાથી તેનો બોધ અજ્ઞાનરૂપ છે. ૩) ભેદ : મતિજ્ઞાનના - અવગ્રહ-ઇહાદિ ૨૮ પ્રકાર છે. ૬૪ શ્રુતજ્ઞાનના - અંગ-અનંગ પ્રવિષ્ટાદિ ચૌદ અથવા વીસ ભેદો છે અથવા ઇન્દ્રિય વિભાગથી મતિશ્રુતનાં ભેદ પૂર્વમાં ક્યાંક કહેલાં જણાવશે. इन्द्र = જીવ તત્સ્યેન્ – રૂન્દ્રિયમ્ (૧) શ્રોતેન્દ્રિયમ્ ઉપલમ્બનમ્ શ્રોતેન્દ્રિય પોતે જ ઉપલબ્ધિ (૨) શ્રોતેન્દ્રિયથી ઉપલબ્ધિ, (૩) શ્રોતેન્દ્રિયની ઉપલબ્ધિ. પ્રથમ બે સમાસમાં શ્રોત્રેન્દ્રિય ઉપલબ્ધિથી શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દોલ્લેખ સહિત ઉપલબ્ધરૂપ ભાવશ્રુત છે, ત્રીજામાં- અનુપયુક્તને દ્રવ્યશ્રુત કહ્યું છે, ઉપયુક્તને ઉભય દ્રવ્યભાવશ્રુત હોય છે, આ બધું વ્યવચ્છેદ ફળવાળું હોવાથી સર્વવાક્ય સાધારણ છે. અને જે ઇષ્ટ હોય તે અવધારણ વિધિ માનવાની હોય છે. જેમકે, ‘ચૈત્રો ધનુર્ધર વ્' અહીં અયોગ વ્યવચ્છેદ થી અવધારણ છે. જેમકે ચૈત્ર નામની વ્યક્તિમાં ધનુર્ધરતાના અસંબંધનો વ્યવચ્છેદ કરેલો છે એટલે ચૈત્ર ધનુર્ધર નથી એમ નથી પણ ચૈત્ર ધનુર્ધર જ છે તેવી જ રીતે - શ્રુતં શ્રોતેન્દ્રિયોપલબ્ધિ વ ન તુ શ્રોતેન્દ્રિયોપલબ્ધિ શ્રુતમેવ, તે તો મતિ કે શ્રુત પણ હોઇ શકે જેમકે, ધનુર્થક્ષેત્રોન્ગો વા, શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ એ મતિ પણ હોવાથી અવગ્રહ-ઇહાદિ રૂપ છે । શ્રુતાનુસારિણી શ્રુતત્વાત્ તે ન્યાયથી શ્રોતેન્દ્રિયોપલબ્ધિને શ્રુત તરીકે સ્વીકારો તો તે સર્વથા મતિ ન જ થાય પણ તે ક્યારેક મતિ થાય તો છે. પ્રશ્ન-૧૦૭ જો શ્રોતેન્દ્રિયોપલબ્ધિ શ્રુત હોય તો બીજું શું થાય ? ઉત્તર-૧૦૭ – શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિને છોડીને શેષ જે ચક્ષુઆદિ ચતુષ્ટયથી ઉપલબ્ધ થાય છે તે મતિ જ્ઞાન છે. ફક્ત શેષ ઇન્દ્રિયોપલબ્ધિ જ મતિજ્ઞાન નથી પરંતુ શ્રોતેન્દ્રિયોપલબ્ધિ પણ ક્યારેક અવગ્રહ-ઇહાદિમાત્ર રૂપ હોય તો મતિજ્ઞાન થાય છે. એમ થતાં પછીની અવધારણાદિની વાત અસંગત થઇ જાય છે. અપવાદ પુસ્તકાદિલિખિત દ્રવ્યશ્રુત ને છોડીને જે શેષ છે તે મતિજ્ઞાન જાણવું. કારણકે તે ભાવશ્રુતનું કારણ બનતું હોવાથી શબ્દની જેમ દ્રવ્યશ્રુત જ છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ફક્ત શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ જ શ્રુત નથી પરંતુ જે ચારે ઇન્દ્રિયોમાં શ્રુતાનુસાર સાભિલાપજ્ઞાન રૂપ અક્ષરલાભ છે તે પણ શ્રુત છે. અક્ષરલાભ થવા માત્રથી જ તે શ્રુત ન કહેવાય કેમકે – અક્ષરલાભ તો ઈહા-અપાયરૂપ મતિજ્ઞાનમાં પણ થાય છે તેથી શ્રુતાનુસારી સાભિલાપ જ્ઞાનરૂપ અક્ષરલાભ તે શ્રુતજ્ઞાને જાણવું. પ્રશ્ન-૧૦૮– જો ચક્ષુઆદિ ઇન્દ્રિયનો અક્ષરલાભ પણ શ્રુત છે તો શ્રોતેંદ્રિયોપવ્યિવ મૃતમ્' એ વાત અસંગત થાય છે. કારણ તમે શેષ ઇન્દ્રિયની ઉપલબ્ધિનું પણ શ્રુતત્વન સમર્થન કરો છો? ઉત્તર-૧૦૮ – એમ નથી. શેષ ઇન્દ્રિયાસરલાભ પણ મૂળતો શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ રૂપ જ છે અને તે લાભ પણ અહીં શ્રુતાનાસારિ અભિલાપજ્ઞાનરૂપ જ અધિકૃત છે અને શ્રોત્રેન્દ્રિય ઉપલબ્ધિ પણ એવા પ્રકારના કૃતરૂપ જ કહી છે. તેથી, સાભિલાપ વિજ્ઞાન શેષઇન્દ્રિયોના માધ્યમે ઉત્પન્ન થયેલું પણ યોગ્યતાના લીધે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ જ માનવું, કારણ કે, સર્વ અભિલાષ શ્રોતેન્દ્રિયને ગ્રહણ યોગ્ય હોય છે. પ્રશ્ન-૧૦૯ – તો “સોવિયોવનદ્ધી રોફ સુથ” તથા “વરત્નો ય સેલે' એ ઉભયવચનથી શ્રુતજ્ઞાન એ સર્વ ઇન્દ્રિય નિમિત્તથી થાય છે એમ સિદ્ધ થયું તથા “સર્ષ તુ મછુના' વચનથી મતિજ્ઞાનની પણ સર્વઇન્દ્રિયકારણતા સિદ્ધ કરાઈ અને આપે તો ઇન્દ્રિય વિભાગથી મતિ-શ્રુતનો ભેદ બતાવવાનું શરૂ કર્યું છે તે આ રીતે સિદ્ધ થતું નથી. કારણકે તે બંને સર્વઇન્દ્રિય નિમિત્તથી તુલ્ય છે એવું તમે પ્રતિપાદન કર્યું છે. તો તમારા વચનમાં વિરોધ નહિ આવે? ઉત્તર-૧૦૯- તમે સારી વાત કહી પરંતુ જોકે, શેષેન્દ્રિયને આધીન હોવાથી તદક્ષરલાભ શેષેન્દ્રિયોપલબ્ધિ કહેવાય છે તો પણ અભિલાપાત્મક હોવાથી એ શ્રોત્રેન્દ્રિય ગ્રહણ યોગ્ય જ છે. તેથી, વાસ્તવિક રીતે તો તે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ જ છે. અને એમ હોવાથી વાસ્તવમાં સર્વ શ્રોત્રવિષય જ શ્રુતજ્ઞાન છે મતિજ્ઞાન તો શેષેન્દ્રિય વિષય અને શ્રોતેન્દ્રિયવિષય સિદ્ધ થાય છે. આમ, ઇન્દ્રિય વિભાગથી મતિ-શ્રુતના ભેદમાં કોઈ બાધ આવતો નથી. પ્રશ્ન-૧૧૦– જો શ્રોત્રોપલબ્ધિ શ્રત જ છે તો શ્રોત્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલા અવગ્રહઈહા વગેરે મતિજ્ઞાનને પ્રાપ્ત નહિ થાય. કારણ કે તે સર્વ ઉપલબ્ધિ શ્રુત તરીકે જ અવધારણ કરેલી છે. ભલેને તને મતિજ્ઞાન ન થાય એમાં અમારું શું જાય છે? ઉત્તર-૧૧૦ – એમ નથી, એવું કરવામાં તો આગળ કહેવાનારા મતિજ્ઞાનના ૨૮ ભેદની હાનિ થઈ જાય. ભાગ-૧/૬ Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૧૧૧ – આ દોષના ભયથી તમે મતિ સ્વીકારો છો તો તમારા હિસાબે શ્રુત નહિ જ થાય અને એમ કરવામાં “સોવિયોવનદી રોફ સુથ' અસંગત કરશે. હવે જો ઉભય દોષના પરિહાર માટે તમે અવગ્રહાદિને મતિ અને શ્રત માનો છો તો ક્ષીર-નીરની જેમ તમારે મતિ-શ્રુત ની સંકીર્ણતા-સંકરદોષ લાગશે, પૃથગુભાવ નહિ થાય. અથવા “જે મતિ તે જ શ્રુત” કે જે શ્રુત તે જ મતિ” એમ બંનેનો અભેદ થઈ જાય એવું તમે જ જાતે વિચારો. અહિં તો તેના બંનેના ભેદની વિચારણા ચાલે છે એકત્વની નહિ આ તો શાંતિકાર્યમાં પ્રવૃત્ત થયા ને વેતાલ ઉઠ્યા જેવી તમારી દશા થઈ ગઈ. ઉત્તર-૧૧૧ – કેટલાકનો મત - અહીં શ્રોત્રેન્દ્રિયથી ઉપલબ્ધિ છે જેની એવા ફક્ત બહુવ્રીહી સમાસના આશ્રયથી શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ જ શબ્દ છે. અને તે પ્રજ્ઞાપકનું કૂયતે રૂતિ કૃતમ્ અને સાંભળનારનું અવગ્રહ-ઈહાદિ રૂપ મ ત ત મતિઃ' એમ છતાં બંને સંગત થાય છે. તેથી શ્રોતૃગત અવગ્રહાદિના શ્રુતત્વનો પરિહાર થાય છે. આચાર્યનો મત-કેટલાકનો આ મત બરાબર નથી, કેમકે બોલનાર અને સાંભળનાર સંબંધી સર્વ શબ્દ દ્રવ્યશ્રુત જ છે અને તન્માત્ર હોવાથી સર્વત્ર તુલ્ય હોવા છતાં તે શબ્દનો ભેદ શું? જેથી એ બોલનારના વિષયમાં શ્રત અને સાંભળનારના વિષયમાં મતિ થાય ? જોકે ‘સૂયત તિ શ્રુત' “મત રૂતિ મતિઃ' કહો તો પણ ધાતુ-ઘાતુ વચ્ચેનો જ વિશેષ છે શબ્દ તો તે જ સંભળાય છે તે જ જણાય છે એમાં ક્યાંય ઉભય જણાતું નથી. પ્રશ્ન-૧૧૨ – અહીં વાત જ્ઞાનની ચાલે છે તો એમાં પુગલના સમૂહ રૂપ શબ્દને ગ્રહણ કરવાનો શો અર્થ છે ? પ્રસ્તુતમાં શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિશબ્દથી શબ્દજ્ઞાન ગ્રહણ કરાય છે. અને જો શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ શબ્દનું કારણભૂત અને કાર્યભૂત હોવાથી ઉપાચરથી વક્તાશ્રોતાગત શબ્દ જ્ઞાનને શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ શબ્દથી વાચ્યત્વેન ગ્રહણ કર્યું છે અને તે બોલનારને શ્રત અને સાંભળનારને મતિ એમ કહો છો તો તો પછી તે જ્ઞાનના બોલનાર-સાંભળનાર વચ્ચે કયો ભેદ છે તે કહો? કે જેથી તે વક્તાનું શ્રત અને શ્રોતાનું મતિ થાય. એમ એ શબ્દજ્ઞાનત્વ અવિશેષ હોવાથી એમાં કોઈ વિશેષ નથી. અને બીજું કે, એમ હોવાથી શ્રોતાને પણ ક્યારેક સાંભળતાની સાથે જ બોલનારને તે જ શબ્દજન્ય તેની અવશિષ્ટમતિ શ્રત થઈ જાય છે. ‘વેત સુર્થ' સુગો મટ્ટ' ના સ્વીકાર કરવાથી, તેવી તે મતિ શ્રુત એક થઈ જશે. એમાં તમે શું વિશેષ કરો છો? અને જો સાંભળનારને સર્વદા મતિ જ છે એમ, એકાંત હોય તો આ જે પ્રગટ રીતે સર્વત્ર કહેવાય છે કે - “આચાર્ય પરંપરાથી આ ઋતુ આવેલું છે તે અસતુ થઈ જાય અને તીર્થંકર પછીના સર્વને શ્રોતા હોવાથી મતિજ્ઞાન જ થઈ જશે અને જો એમ નહિ માનો તો મતિ-શ્રુત એક થઈ જશે? Page #86 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૬૭ ઉત્તર-૧૧૨ – બોલનાર-સાંભળનાર નું જે કાંઈપણ શ્રુતાનુસારિ પરોપદેશ અહિંદુ વચનાનુસારિ જ્ઞાન છે તે બધું શ્રત છે અને જે બંને માટે શ્રુતાતીત છે ઇન્દ્રિય-મનમાત્ર નિમિત્તક અવગ્રહાદિરૂપ જ્ઞાન છે તે સર્વ મતિજ્ઞાન છે. એ પ્રમાણે બંનેને પ્રત્યેક મતિ-શ્રુત યથોક્ત રૂપે જાણવા, એકેકનું એકેક એમ નહિ સમજવાનું. પ્રશ્ન-૧૧૩ – ભલે એમ સમજો. પરંતુ સરોવર્સદ્ધિી ન સુ' ઇત્યાદિ (૧૧૮મી) ગાથા દ્વારા જે અમે પૂર્વપક્ષ કર્યો છે તેનો પરિહાર કઈ રીતે કરશો? ઉત્તર-૧૧૩ – શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ પણ કોઈક અશ્રુતાનુસારિણી અવગ્રહ-ઈહાદિ માત્ર રૂપા મતિજ્ઞાન જ છે એથી, “કોન્દ્રિયો વ્યિ કૃતમેવ' એમ ધારી ન લેવું. એમ કરવાથી તે નામ નો ડાહીદ્રો વુદ્ધી' ઇત્યાદિ જે તમે દોષ આપતા હતા તેનો શ્રોત્રાવગ્રાહાદિ વગેરે પણ મતિ રૂપે સમર્થિત હોવાથી પરિહાર થાય છે. સેયે તુ મડનાઈ' શેષ મતિજ્ઞાન છે કોઈક અનપેક્ષિત પરોપદેશ-અહંદુવચન રૂપ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ મતિજ્ઞાન છે તેથી શ્રોત્રના-અવગ્રહાદિ પણ મતિભેદો થાય છે અને મતિના આ રીતે ૨૮ ભેદ નો પણ પરિવાર નથી થતો આ રીતે પણ તમારી વાત અમે ઉડાવી દીધી છે. પ્રશ્ન-૧૧૪ – મૂળગાથામાં “શ્રોત્રાવગ્રહાદિ અને શેષમતિજ્ઞાન' એમ કહી ઉત્સર્ગથી બધું મતિ થઈ જવાથી તમે અપવાદ કહો છો - “કોનુvi બ્રભુયં તિ' તો શું એ દ્રવ્યદ્ભુત છે કે જેનું અહીં વર્જન કરો છો? ઉત્તર-૧૧૪ – પુસ્તકાદિમાં લખેલું દ્રવ્યૠત એ શબ્દની જેમ ભાવતનું કારણ છે તેથી દ્રવ્યદ્ભુત છે. તે સિવાયના શેષ ચક્ષુઆદિ ઇન્દ્રિયોપલબ્ધિરૂપ મતિજ્ઞાન છે. શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ ફક્ત શ્રત નથી પણ શ્રુતાનુસારી હોવાથી ભાવઠુતરૂપ જે છે તે શેષ ઇન્દ્રિયોના વિષયમાં અક્ષરલાભ-પરોપદેશ અહિંદુવચનાનુસારિણી અક્ષરોપલબ્ધિ છે તે પણ શ્રુત છે આ રીતે મૂળગાથામાં સંબંધ કરવો તે અમે વૃત્તિમાં આગળ કરેલો જ છે. તે અક્ષરલાભથી ચક્ષુરાદીન્દ્રિયોમાં જે શેષ અશ્રુતાનુસારી અવગ્રહ-ઈહાદિ રૂપ છે તે મતિ જ્ઞાન છે. પ્રશ્ન-૧૧૫ – જો ઉક્તન્યાયથી શેષ ઇન્દ્રિયાક્ષરલાભ પણ શ્રત હોય તો શ્રોત્રેન્દ્રિયોપબ્બિરેવ શ્રતમ્' એ વાત અસંગત ઠરશે. ઉત્તર-૧૧૫ – જો એ અક્ષરલાભ પણ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ ન થાય તો જ એ વાત અસંગત થાય ને. અહીં તો એવું છે જ નહિ કારણકે શ્રોત્રેન્દ્રિય દ્વારા આવેલા જ્ઞાનમાં પણ પ્રતિભાસતા અક્ષરો શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ જ છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ આશ્ચર્યની વાત છે. શેષેન્દ્રિયાક્ષરલાભ વળી કઇ રીતે શ્રોતોપલબ્ધિ થાય ? અને તે હોય તો શેષેન્દ્રિયાક્ષર લાભ કઇ રીતે ? પરસ્પર વિરોધ થઇ જાય છે ? પ્રશ્ન-૧૧૬ ૬૮ — ઉત્તર-૧૧૬ – ‘સુસંમવાઽત્તિ' શેષેન્દ્રિયજ્ઞાનમાં પ્રતિભાસતા અક્ષરો શ્રોતોપલબ્ધિ જ છે. તે સાંભળી શકાય છે માટે આ અક્ષરો અભિલાષરૂપ છે અને અભિલાપ તે વિવક્ષિત કાળે અથવા અન્ય કાળે, તે વિવક્ષિત પુરુષમાં અથવા અન્યત્ર શ્રવણયોગ્ય હોવાથી શ્રોત્રથી ઉપલબ્ધ થાય છે એથી, શ્રોત્રોપલમ્બ યોગ્ય હોવાથી શ્રુતિસંભવથી બધો અભિલાપ શ્રોત્રોપલબ્ધિ જ છે એટલે અવધારણમાં કાંઇ વિરોધ નથી. પ્રશ્ન-૧૧૭ – શું સર્વ શેષેન્દ્રિય અક્ષરલાભ શ્રુત છે કે કોઇક જ ? ઉત્તર-૧૧૭ – માત્ર શ્રુતાક્ષરોનો લાભ જ શ્રુત છે બધો નહિ, સંકેતવિષય શબ્દાનુસારી સર્વજ્ઞના વચન કારણ એવો જે વિશિષ્ટ શ્રુતાક્ષર લાભ છે તે જ શ્રુત છે, અશ્રુતાનુસારી નહિ અને જો બધા જ અક્ષરલાભને શ્રુત સાથે ભેળવો તો મતિ અનક્ષરા જ સ્વીકાવી પડે ત્યારે તે સિદ્ધાંતમાં કહ્યા મુજબ ઇહા-અપાય ધારણા રૂપે સર્વથા ન પ્રવર્તે સંપૂર્ણ મતિત્વને અનુભવી ન શકાય પરંતુ અનક્ષર હોવાથી માત્ર અવગ્રહ મતિ જ થાય. તેથી શ્રુતાનુસારી અક્ષરલાભ જ શ્રુત છે શેષ સર્વે મતિજ્ઞાન છે. ‘સોવિયોવતદ્વી’ ગાથામાં જે શ્રુતવિષય નિષ્કર્ષ છે તે સંક્ષેપ કરીને જણાવે છે એમાં ‘મોત્તૂળ રત્ન સુર્ય' થી પુસ્તકાદિન્યસ્ત દ્રવ્યશ્રુત જણાવ્યું અને અક્ષરલાભ વચનથી ભાવશ્રુત જણાવ્યું. શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિવચનથી શબ્દ અને તેનું જ્ઞાન એમ ઉભયશ્રુત જણાવ્યું. ત્યાં હવે કહેવાનારી પૂર્વગત ગાથા ની વિચારણા બતાવવામાં આવશે તેનું વિવેચન – મૂળગાથા ૧૨૮ बुद्धि अत्थे जे भासइ तं सुयं मईसहियं । इयरत्थ वि होज्ज सुयं उवलद्धिसमं जइ भणेज्जा ॥ બુદ્ધિ - જે અહીં શ્રુતરૂપ લીધી છે તેનાથી દૃષ્ટા-ગ્રહણ કરેલા અર્થો - પદાર્થો, તે ઘણા છે એટલે તેમાંથી વક્તા જે બોલે છે તે શ્રુત-તે શ્રુતોપયોગસ્થ એવો વક્તા મતિસહિત બોલે છે એમ જે ભાવોને બોલે છે તે ઉભયરૂપ શ્રુત-અર્થાત્-શ્રુતાત્મકબુદ્ધિથી ઉપલબ્ધ અર્થોને તેમાં ઉપયોગવાળો બોલે તે દ્રવ્ય-ભાવ ઉભયરૂપ શ્રુત બને છે. ને ભાસેફ એનાથી શબ્દરૂપ દ્રવ્યશ્રુત જણાવેલું છે અને ભાવશ્રુત તો બતાવેલું જ છે એ રીતે ‘સોવિયોવલની' ગાથામાં કહેલ ઉભયશ્રુતનું સ્વરૂપ કહ્યું અને જે અર્થોને વક્તા પ્રથમ શ્રુતલબ્ધિથી જોયેલા પણ Page #88 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર પાછળથી અભ્યાસબળથી જ જો અનુપયુક્ત-એમાં ઉપયોગવાળો થયા વિના બોલે તો તે દ્રવ્યશ્રુત છે. તથા જેને શ્રુતબુદ્ધિથી જોવે જ છે પણ મનમાં ન સ્ફૂરવા છતાં બોલે તે ભાવશ્રુત છે. આ રીતે દ્રવ્યશ્રુતની વિચારણા થઈ. ૬૯ હવે ભાવશ્રુત – તે ઉભયશ્રુત અને દ્રવ્યશ્રુત બંનેથી અનંતગુણ છે અને એનાથી તે બંને અનંતમા ભાગે છે. વાચા ક્રમવર્તી હોય છે આયુષ્ય પરિમિત હોય છે એટલે બધા જ ભાવશ્રુતના વિષયભૂત અર્થોનો અનંતમો ભાગ જ વક્તા બોલે છે. તેથી ભાવશ્રુતનો અનંતમો ભાગ જ દ્રવ્ય-ઉભય શ્રુત તરીકે પરિણમે છે એમ કહેવાય છે. પ્રશ્ન-૧૧૮ - જે ઉપયોગવાળો બોલે તે ઉભયશ્રુત અને અનુપયુક્ત બોલે તે દ્રવ્યશ્રુત એમ તમે કહો છો તો પછી જે બોલતો નથી, માત્ર શ્રુતબુદ્ધિથી જોવે જ છે ત્યાં પણ દ્રવ્ય અને ઉભય શ્રુતરૂપતા કેમ કહેતા નથી ? ઉત્તર-૧૧૮ – દ્રવ્ય-ઉભયશ્રુત દ્વારા અન્યત્ર-ભાવશ્રુતમાં પણ શ્રુત-દ્રવ્ય-ઉભયશ્રુતરૂપ બને તો ઉપલબ્ધિ સમાન થાય. જ્યાં સુધી વસ્તુસમૂહ મળે ત્યાં સુધી ઉપયુક્ત કે અનુપયુક્ત તે બધું બોલે એવું પણ નથી શ્રુતોપલબ્ધિથી ઉપલબ્ધ અર્થો અનંત છે, વાણી ક્રમવર્તી છે. અને આયુ પરિમિત છે. તેથી અભિલાપ્ય-શ્રુતોપલબ્ધિથી ઉપલબ્ધ એવા ભાવોમાંથી આખા જીવનમાં વક્તા અનંતભાગ જ બોલે છે. એથી ત્યાં જ અનુપયુક્ત બોલનારને દ્રવ્યશ્રુતરૂપ અને ઉપયુક્તને ઉભયશ્રુત રૂપ જ થાય, સર્વ ભાવશ્રુત તો ભાષણનો જ અસંભવ હોવાથી નથી બનતું. શ્રુતરૂપ બુદ્ધિથી વિચારેલા ભાવોમાંથી શ્રુતાત્મકમતિસહિત જે ભાવોને બોલે છે તે દ્રવ્યભાવરૂપ ઉભયશ્રુત કહેવાય છે. અને અનુપયુક્ત જે બોલે તે શબ્દમાત્ર દ્રવ્યશ્રુત જ છે. અને જે શ્રુતબુદ્ધિથી માત્ર વિચારે જ છે પણ બોલતો નથી તે ભાવશ્રુત. તેથી તેમાં પણ દ્રવ્ય કે ઉભયશ્રુત હોય જો તે ઉપલબ્ધિસમ હોય, તે તો અહીં નથી કારણકે, શ્રુતજ્ઞાની સ્વબુદ્ધિથી જેટલું ઉપલબ્ધ કરે છે તેટલું બોલી શકતો નથી કારણ ભાષાવિષયીકૃત શ્રુતથી અશક્ય એવું ભાષણ ક્રિયાવાળું ભાવશ્રુત અનંત ગુણ છે તેથી ઉપલબ્ધિસમ થતું નથી. ઉપલબ્ધિસમ નો સમાધિવિધિ --પત્ન—ા સહ વર્તતે યુદ્ધીષામ્ તવુપબ્લિ: સમમ્ યા या श्रुतोपलब्धिस्तया तया सह यद् भाषणं तदुपलब्धिसममित्यर्थः અથવા તે ઉપલબ્ધિથી જે સમાન તે ઉપલબ્ધિસમ-જેટલી પણ શ્રુતોપલબ્ધિ હોય તેટલું જે ભાષણ થાય અથવા તે ઉપલબ્ધિની સમકાળે જે ભાષણ કરાય તે. જેમકે અંદર શૂળની વેદના થાય છે અને તે જ સમયે બીજાને તે પીડા કહે છે. એમ અંતઃ સર્વ શ્રુતોપલબ્ધિને Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ અનુભવતો સમકાળે જ જે બોલે તે ઉપલબ્ધિસમાન કહેવાય છે, તાત્પર્ય એટલું કે શ્રુતજ્ઞાની-શ્રુતજ્ઞાનરૂપી શ્રુતબુદ્ધિથી જેટલું જાણે છે તેટલું કહી શકતા નથી. ७० મતાંતર – અન્ય મતવાદીઓ કઇ રીતે આ ગાથાની મતિ-શ્રુતભેદાર્થે વ્યાખ્યા કરે છે તે જણાવે છે કે - કેટલાક આચાર્યો બુદ્ધિ=શ્રુતબુદ્ધિ ન કહેતાં મતિ કહે છે. તેનાથી મતિથી જોયેલા ઘણા અર્થોમાંથી કેટલાંક મતિસહિત અર્થોને બોલે તે શ્રુત થાય છે. એમ કહે છે. પ્રશ્ન-૧૧૯ મતિસહિત જે હોય તે મતિજ્ઞાની જ હોય તો અર્થોનું મતિસહિતત્વ વિશેષણ શા માટે ? ઉત્તર-૧૧૯ – બરાબર છે, પરંતુ મૂળગાથામાં ‘મહિય’ કહેલું છે તેથી અહીં મતિના ઉપયોગવાળો વક્તા લેવો, એથી તે મતિના ઉપયોગ સહિત હોઇ અર્થોને પણ ઉપચારથી મતિ સહિત કહેવાય છે. તેથી મતિજ્ઞાનથી જોયેલા અર્થોને તેમાં ઉપયુક્ત એવા વક્તાને શ્રુત થાય છે. અનુપયુક્તને દ્રવ્યશ્રુત હોય છે, પારિશેષથી નહિ બોલનારને પદાર્થ વિચારણા માત્ર રૂપ મતિજ્ઞાન છે આ રીતે મતિ-શ્રુતનો ભેદ એટલે મતિ સહિત એવું વિશેષણ છે તે પણ યોગ્ય નથી. — પ્રશ્ન-૧૨૦ ‘તત્ત્વવિદ સદ્દો’ ઇત્યાદિ ત્યાં તેમણે એવું કહેવાથી ભાવશ્રુત સર્વથા અયુક્ત થાય અને સર્વથા તેનો અભાવ થઇ જશે. જેમકે - શું બોલાતો એવો શબ્દ એ ભાવશ્રુત છે - મતિ છે કે ઉભય છે એમ તે શબ્દની આ ત્રણ ગતિ થશે. અને આ ત્રણે માંથી એકેયમાં ભાવશ્રુત યુક્ત નથી થતું મતિમાં ઉપયુક્ત શબ્દને બોલનારનો જે શબ્દ છે તે દ્રવ્યશ્રુત જ છે ભાવશ્રુત કઇ રીતે થાય. અને મતિ તો આભિનિબોધિક જ્ઞાન છે ? ઉત્તર-૧૨૦ – તો મતિ-શબ્દ સ્વરૂપ ઉભય સમુદિત અર્થાત્ તિ અને શબ્દથી યુક્ત ભાવશ્રુત ભલે થાય. પ્રશ્ન-૧ ૨૧ — વિપક્ષ-તે ઉભયરૂપ માનો તે પણ ભાવશ્રુત યોગ્ય નથી, કારણ કે પ્રત્યેક અવસ્થામાં તદભાવનો અભાવ છે દરેક રેતીના કણમાં ન રહેલું તેલ ઢગલામાંથી પણ ક્યાંથી પ્રાપ્ત થાય ? તે રીતે ઉભય કે સ્વતંત્ર કે અસ્વતંત્રનો ભાવશ્રુત તરીકે અભાવ છતાં તે ભાવશ્રુત શબ્દાદિમાં ક્યાં હોય છે ? અને તેમાં છે પણ શું ? કાંઇ જ નથી. શું ભાષા પરિણતિ કાળે મતિ કાંઇ વિશેષિત થાય છે કે જેથી ઉભયનું શ્રુતત્વ વિરોધ ન થાય ? અથવા અન્યથાત્વ શું છે ? મતિનો ભાષાપરિણતિ સમયે સમૂલકો જ અન્યથાત્વ ભાવ શું છે કે જેથી શ્રુતત્વ થાય. કોઇ નહિ તો શું ભાષાના આરંભે જ અહિં વિશેષ છે ? Page #90 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ઉત્તર-૧૨૧ – ભાષાનો સંકલ્પ પ્રારંભ તે જ વિશેષ માત્ર છે તેથી ભાષાસંકલ્પ વિશેષમાત્રથી મતિને શ્રુત તરીકે માનવું બરાબર નથી. સ્વયં અવિશિષ્ટ એવા અંતર્નાનનો બાહ્યક્રિયા આરંભથી અત્યંત જાતિ ભેદ સ્વીકારવામાં દોડવું-કૂદવું-હાથ પછાડવો વગેરે બાહ્ય ક્રિયાના આમંત્યથી મતિ પણ આતંત્ય જ થાય. અને સ્વયં અનુપજાત વિશેષણવાળા જ્ઞાનોનો શબ્દપરિણતિના સંનિધાન માત્રથી જ જ્ઞાનાંતર થવાનો પ્રસંગ આવે અને અવધિઆદિમાં પણ તેવો જ પ્રસંગ આવે. આ રીતે મૂળગાથાના પૂર્વાધને દોષિત કરવાનું કેટલાકે વિચાર્યું હવે તેના ઉત્તરાર્ધમાં દોષ બતાવે છે પૂર્વાર્ધમાં જેઓએ બુદ્ધિનો અર્થ મતિજ્ઞાન કર્યો છે એમના મતે ઉત્તરાર્ધમાં રહેલા રૂથરત્ન – શબ્દથી પણ મતિજ્ઞાન જ સમજવું કારણ શબ્દસહિત એવી મતિ દ્રવ્યભાવશ્રુત તરીકે કહેલી છે. તદિતર = મતિજ્ઞાનનો જ અહીં સંભવ છે તેથી તે વ્યાખ્યામાં દોષ આવે છે. પ્રશ્ન-૧૨૨ – રૂતરત્ર પણ મતિજ્ઞાનમાં શ્રત હોય, જે ઉપલબ્ધિસમ બોલે છે એવું જે તેઓ કહે છે તે બરાબર નથી. કારણકે, જે મતિજ્ઞાન છે તે શ્રત કઈ રીતે થઈ શકે ? અને જો શ્રત છે તો મતિ કઈ રીતે થાય? એ કઈ રીતે ન થાય? એ બતાવે છે - મતિકૃતનું જે પોતાનું લક્ષણ છે, અને આવારક કર્મ છે તે બંનેને ભેદથી આગમમાં જણાવ્યા છે અને જો જે મતિજ્ઞાન છે તે જ શ્રુત છે કે જે શ્રત છે તે જ મતિ છે તો તે બંનેના લક્ષણ-આવરણભેદ પણ ન હોય તેનો શું જવાબ છે? ઉત્તર-૧૨૨ – મતિ ભલેને દ્રવ્યશ્રુત બને તેનો અમે નિષેધ કરતા નથી, પરંતુ એને ભાવકૃત તમે જ કહો તો બતાવેલા ન્યાયથી વિરોધ છે. “ફ વુદ્ધિવિન્ટે મફસરૂપ માસનો સુ' ત્યાં જે શ્રુત શબ્દ છે તે જો દ્રવ્યઋતવાચી હોય તો અમને વિરોધ નથી કારણકે બુદ્ધિમતિ દષ્ટ-મતિના ઉપયોગ સહિત અર્થોને બોલનારની તે મતિ શબ્દલક્ષણ દ્રવ્યશ્રુતનું કારણ હોવાથી દ્રવ્યદ્ભુત છે. અને ન બોલનારને તો મતિજ્ઞાન છે આ રીતે મતિ-દ્રવ્યશ્રુતનો ભેદ કહેલો છે મતિ શ્રુત જ્ઞાનનાં વિરોધના પરિવાર માત્રથી આવી ઉપકલ્પના કરી નથી. પ્રશ્ન-૧૨૩ - જો મતિના ઉપયોગમાં રહેલો કોઈ બોલે ત્યારે તે દ્રવ્યશ્રુતનું કારણ બનવાથી મતિ દ્રવ્યશ્રુત થાય અને એવું તો થશે નહિ? ઉત્તર-૧૨૩ – ‘નો મસુત્યાતિ' જે અશ્રુતાનુસારી અક્ષરલાભ છે તેને મતિના ઉપયોગમાં વર્તમાન વક્તા બોલે છે એમાં કોઈ શંકા નથી. પણ જે શ્રુતાનુસારી અક્ષરલાભ છે તેને શ્રુતના ઉપયોગમાં વર્તમાન જ બોલે છે તેથી તે શબ્દનું કારણ મતિ નથી, કારણકે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ તે શ્રુતપૂર્વ છે. કહેવાય છે કે જે પરોપદેશ-અહિંદુ વચનલક્ષણ શ્રતને અનુસરી અક્ષરલાભ અંદર સ્કૂરે છે તેને શ્રુતના ઉપયોગ માં રહેલો જ બોલે છે અને જે અશ્રુતાનુસારી સ્વમતિથી જ વિચારેલ ઇહા-અપાયોમાં અક્ષરલાભ સ્કૂરે છે તેને જ્યારે મતિ-ઉપયોગ સહિત જ બોલે ત્યારે તે મતિ શબ્દલક્ષણ દ્રવ્યશ્રુતનું કારણ હોવાથી તેની મતિ એ દ્રવ્યશ્રત બને જ છે. મતિ દ્રવ્ય શ્રુતના પક્ષમાં “ ફલ્થ વિ સોન્ગ' મૂળગાથાના ઉત્તરાર્ધમાં જે અર્થ બને છે તેને આચાર્ય બતાવે છે – બોલનારની મતિ-દ્રવ્યદ્ભુત છે એમ કહ્યું. એથી ન બોલનારી અવસ્થામાં થતું મતિજ્ઞાન એ રૂતરત્ર શબ્દથી વાચ્ય થાય છે. તેથી ઇતરત્ર પણ તદવસ્થાભાવિ મતિજ્ઞાનમાં જો થાય તો તે દ્રવ્યશ્રુત મતિજ્ઞાનોપલબધિસમ હોય અર્થાત્ ન બોલાતી અવસ્થામાં થનાર મતિજ્ઞાનમાં જેટલા અર્થ જણાયેલા હોય તેટલા સર્વ અર્થને બોલે તે દ્રવ્યશ્રુત થાય, પણ એવું નથી કારણકે મતિજ્ઞાનથી જેટલું ઉપલબ્ધ કરે નહિ ત્યાં સુધી બોલી ન શકે કેમકે તે મતિજ્ઞાનથી ઉપલબ્ધ બધું અનંતગુણ છે. પ્રશ્ન-૧૨૪ – આ ગાથામાં તમે કહ્યું કે મતિજ્ઞાનથી જેટલું ઉપલબ્ધ થાય તેટલું બધું ય બોલી ન શકે, અને પહેલાં તો હૃતોપલબ્ધ પણ બધું બોલી ન શકે એમ કહ્યું હતું, તો કઈ રીતે મતિધૃતથી ઉપલબ્ધ ભાવો બોલી ન શકાય? ઉત્તર-૧૨૪ – અત્યંત પ્રચુર હોવાથી મતિજ્ઞાની આખા જીવન દરમ્યાન પણ ઉપલબ્ધ અર્થોના અનંતમાં ભાગને જ બોલી શકે છે. પ્રશ્ન-૧૨૫ – એમની એટલી પ્રચુરતા તમે ક્યાંથી નિશ્ચિત્ત કરી? ઉત્તર-૧૨૫– કારણકે સંપૂર્ણ આયુષ્ય દરમ્યાન તે મતિ-શ્રુતજ્ઞાની સમુપલબ્ધ અર્થોના અનંતમા ભાગને જ બોલે છે એવો નિર્ણય આગમમાં થયેલો છે તેથી પ્રચૂરતા બતાવી છે. (૪) વિષય-વિભાગ तीरंति न वोत्तुं जे सुओवलद्धा बहुत्तभावाओ । सेसोवलद्धभावा साभव्वबहुत्तओऽभिहिया ॥ गा. १३९ ॥ સર્વે કૃતોપલબ્ધભાવો ઘણા હોવાથી બોલવા શક્ય નથી. શ્રુતથી શેષ અન્ય મતિઅવધિ મનપર્યાય-કેવલજ્ઞાનથી ઉપલબ્ધ જે ભાવો છે તે સ્વાભાવિક રીતે જ અનભિલાપ્ય હોવાથી બોલવા શક્ય બનતા નથી. Page #92 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૭૩ પ્રશ્ન-૧૨૬ – જો આ ભાવો જેમ અનભિલાપ્ય હોવાથી બોલવા શક્ય નથી અને તે ખુચરહોવાથી પણ બોલવા શક્ય નથી તો માત્ર અનભિલાપ્ય સ્વભાવત્વ જ એક હેતુ કેમ આપ્યો “બહુત્વ” રૂપ હેતુ કેમ અહીં કહેતા નથી? ઉત્તર-૧૨૬ – સાચી વાત છે. પરંતુ અભિલાખ ભાવો હોવા છતાં બહુત્વ-અભ્યત્વ ચિંતા કરતા વિભાજીત કરે તો ઉચિત ગણાય અને જે મૂળથી જ અનભિલાપ્ય હોય તેમાં બહુત હેતુ કહેવો પણ નિષ્ફળ છે. અનભિલાપ્યાત્મક હોવાથી જ અભિધાનાશક્યત્વ તેમનું સિદ્ધ જ છે. અને બીજી વાત, બહુત્વ હોવાથી શેષોપલબ્ધ ભાવો જેમ કહેવા શક્ય નથી તેમ આગળની ગાથામાં બતાવેલું જ છે એટલે બહત્વનો નિર્દેશ કરવાથી શું ફાયદો? પુનરુક્તિ દોષ લાગે. પ્રશ્ન-૧૨૭ – ત્યાં તો શેષજ્ઞાનોમાંથી મતિ જ બતાવી છે, જ્યારે અહીં તો અવધિ વગેરેને પણ ગ્રહણ કરેલા છે એટલે તદર્થે અહીં પણ બહુત્વ કહેવું જોઇએ ને? ઉત્તર-૧૨૭ – ના, મતિના ઉપલક્ષણથી અવધિજ્ઞાનાદિમાં પણ એ ત્યાં સમજી લેવું. પ્રશ્ન-૧૨૮ – જો એમ હોય તો શ્રુતનો પણ બહુત્વ હેતુ પહેલાં બતાવેલો જ છે તો પાછો અહીં કેમ કહ્યો? ઉત્તર-૧૨૮ – ખરીવાત, પરંતુ શ્રતોપલબ્ધ અર્થો બહુ હોવાથી અને શેષોપલબ્ધ અર્થો તો તથા સ્વભાવે જ કહી શકાતા નથી એમ વિષય વિભાગ બતાવવા તેનો ફરી નિર્દેશ કર્યો છે. પ્રશ્ન-૧૨૯ - મતિઆદિથી ઉપલબ્ધ પણ કેટલાક અર્થો અભિલાપ્ય હોવાથી સોવદ્વમાવા નામદ્ગતિ' એમ શા માટે કહો છો ? ઉત્તર-૧૨૯ – સાચું, પરંતુ તે ભાવો શ્રતવિષયક હોવાથી જ અભિધાનાશક્ય છે એટલે એમ કહેવામાં દોષ નથી. પ્રશ્ન-૧૩૦ – પણ મતિ-ભાવશ્રુતના પર્યાયો (ઉપલબ્ધાર્થ વિષય વિષયો) એટલા ક્યાં છે કે જે બધાય આખા જીવનમાં અનંતમો ભાગ જ બોલે છે એમ પહેલાં કહ્યું હતું? ઉત્તર-૧૩૦ – સૂત્રમાં એમના એટલાજ પર્યાયો બતાવેલા છે. પ્રશ્ન-૧૩૧ – સૂત્રમાં શું બતાવ્યું છે? Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૧૩૧ પ્રજ્ઞાપનીય વચનપર્યાયત્વેન શ્રુતજ્ઞાન વિષયવાળા ભાવો ઉર્ધ્વઅધસ્તિર્યશ્લોકાન્તનિર્વિષ્ટ પૃથ્વી-ભવન-વિમાન-ગ્રહ-નક્ષત્ર-તારા-સૂર્ય-ચન્દ્ર વગેરે મળીને અનંતમે ભાગે જ છે, શેનાં ? અનભિલાપ્ય-અર્થપર્યાયત્વેન અવચનગોચરાપન્ન ભાવોના. અનભિલાપ્ય વસ્તુ રાશિ કરતાં અભિલાપ્ય પદાર્થ રાશિ બધો જ અનંતમા ભાગે છે, પ્રજ્ઞાપનીય પદાર્થોનો અનંતભાગ જ ચૌદપૂર્વરૂપ શ્રુતમાં ભગવાન ગણધરોએ સાક્ષાત્ ગુંથ્યો છે. ૭૪ પ્રશ્ન-૧૩૨ – એવું ક્યાંથી જણાય કે પ્રજ્ઞાપનીયનો અનંતમો ભાગ જ શ્રુતનિબદ્ધ છે ? ઉત્તર-૧૩૨ – જે કારણથી ચૌદપૂર્વીઓ ષસ્થાનપતિત પરસ્પર થાય છે - જેમકે સકલઅભિલાપ્ય વસ્તુવેદી તરીકે જે ઉત્કૃષ્ટ ચૌદપૂર્વી છે તેથી અન્ય હીન-હીનતરાદિ આગમમાં એમ જણાવ્યું છે કે - “અ ંતમાનહીને વા નાવ માંતમુળદ્દીને વા' જે સર્વથી ઓછા અભિલાપ્ય વસ્તુના નાયક તે સર્વજઘન્ય તેથી અન્ય ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટતરાદિ પણ એમ જ બતાવ્યો છે. જેમકે - ‘અનંતમાનન્મદિÇ વા નાવ માંતમુળમદ્દીદ્ વા'' એટલે કોઈ અનંતભાગે અધિક હોય, કોઈ અસંખ્યાતમે ભાગે અધિક હોય, કોઈ સંખ્યાતમેં ભાગે અધિક હોય, કોઈ સંખ્યાતગુણ અધિક હોય, કોઈ અસંખ્યાતગુણ અધિક હોય અને કોઈ અનંતગુણ અધિક હોય એમ, જે કારણથી પરસ્પર ષસ્થાન પતિત ચૌદપૂર્વીઓ છે તે કારણથી જે ચૌદપૂર્વલક્ષણ સૂત્ર છે તે પ્રજ્ઞાપનીય ભાવોના અનંતમે ભાગે છે અને જો જેટલા પ્રજ્ઞાપનીય ભાવો છે તેટલા બધાય સૂત્રમાં ગુંથેલા હોય તો તેને જાણનારા પણ સરખા જ થઇ જાય ષસ્થાન પતિત ન રહે. - પ્રશ્ન-૧૩૩ – જો બધા જ ચૌદપૂર્વી હોય તો એમનામાં પરસ્પર ન્યુનાધિકતા કઇ રીતે ઘટે ? ઉત્તર-૧૩૩ – ચૌદપૂર્વગત સૂત્રલક્ષણ અક્ષરલાભથી બધા જ તુલ્ય છે, ન્યુનાધિક તો મતિવિશેષોથી થાય છે. ક્ષયોપશમની વિચિત્રતાથી યથોક્તાક્ષરલાભાનુસારી એવા તે તે ગમ્યાર્થ વિષયવાળા વિચિત્ર બુદ્ધિવિશેષોથી હીનાધિક હોય છે. મતિથી અહીં શ્રુતમતિ લેવી આભિનિબોધિક મતિ નહી. તેથી જેમના દ્વારા ચૌદપૂર્વીઓ હીનાધિક છે તે મતિવિશેષોને પણ શ્રુતજ્ઞાનાર્ગત જ જાણવા આભિનિબોધિકાન્તર્ગત નહિ. પ્રશ્ન-૧૩૪ – એમ હોય તો, ‘મવિશેષે સુયનાળ ચેવ બાળ'િ એમ શા માટે ન કહ્યું ? અત્યંતરશબ્દ ના ઉલ્લેખનું ફોગટ કષ્ટ શા માટે કર્યું ? Page #94 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૭૫ ઉત્તર-૧૩૪ – એ વાત બરાબર નથી. આ ન્યાય પણ દષ્ટ જ છે અંગાભ્યતરાદિવ્યપદેશવત્ જેમકે અંગ જ અંગાવ્યંતર છે તેમ શ્રુત જ શ્રુતાત્યંતર છે અથવા છંદભંગના ભયથી અત્યંતર નું ગ્રહણ કર્યું છે અથવા – “સુચના' એનાથી ચૌદપૂર્વરૂપ શ્રુતને સમજવું તેથી તે પણ ગમ્ય મતિવિશેષોને ચૌદપૂર્વાફરલાભરૂપ શ્રુતના જ અંતર્ગત જાણવા. અલગ નહિ. કારણકે, ચૌદપૂર્વેથી કોઈ સાક્ષાત્ કોઈક ગમ્યતયા સર્વ અભિલાપ્ય પદાર્થ કહે જ છે તેથી ગમ્ય એવા પણ મતિવિશેષો ઋતાનુસારી હોવાથી શ્રુતાન્તભવિ જ છે. ઉક્તવાતનું સમર્થન કરતા કહે છે - જે અક્ષરાનુસાર શ્રતગ્રન્થને મતિવિશેષો ઉત્પન્ન થાય છે તે બધુ શ્રુત જ છે એવું વારંવાર કહ્યું છે અને જે આવા કૃતથી નિરપેક્ષ સ્વયં ઉભેક્ષિતવસ્તુતત્ત્વવાળા મતિવિશેષો ઉત્પન્ન થાય છે તે શુદ્ધ મતિજ્ઞાન જ છે તેથી ૧૪ પૂર્વગત અક્ષરાનુસાર ઉત્પન્ન થતા પ્રસ્તુત મતિવિશેષો સર્વ શ્રુત જ છે. મતાંતર : કેટલાક વ્યાખ્યાતાઓ તે મતિવિશેષોને શ્રુતને અનુસરતા હોવા છતાં મતિ જ માને છે, જે અર્થોમાં શબ્દની પ્રવૃત્તિ થતી નથી તેવા ભાવો માત્ર હૃદયથી પરિવર્તન પામે છે તે મતિજ્ઞાન જ છે એવું તેઓ માને છે, તે યોગ્ય નથી જો એમ માને તો તેમના મતે ભાવશ્રુતનો અભાવ થઈ જવાની આપત્તિ આવે છે તે અભાવ પૂર્વોક્ત “ િસદ્દો મરૂમર્યા માવસુયં બ્રહાંડનુત્ત' ઇત્યાદિ (ગાથા ૧૩૨-૧૩૩) ગ્રંથોથી જાણવું. જો ભાષ્યમાણ શબ્દોને છોડીને કોઈ સર્વ મતિજ્ઞાન છે તો મતિ-શ્રુતજ્ઞાનથી જાણે છે એવાને પરસ્પર સ્વસ્થાને અને પરસ્થાને ષસ્થાનપતિતા કઈ રીતે થાય ? ન થાય. જેમકે આખા જન્મદરમ્યાન મતિ-ઋતોપલબ્ધ એવા અર્થોના અનંતમા ભાગને જ બોલાય છે એવું પહેલા જ અત્રે બતાવેલું છે તેથી મતિજ્ઞાની શ્રુતજ્ઞાની કરતા હંમેશા અનંતગુણાધિક જ છે અને શ્રુતજ્ઞાની અન્યથી હંમેશા અનંતગુણહીન જ પ્રાપ્ત થાય છે. એટલે પરસ્થાને ષસ્થાન પતિતા ન થાય અને સ્વસ્થાને પણ શ્રુતજ્ઞાની અન્ય શ્રુતજ્ઞાનીથી સંખ્યાત ગુણ હીન-અધિક જ હોય અસંખ્યાત કે અનંત ન હોય ભાષક એવા ચૌદપૂર્વીઓનું આયુષ્ય સંખ્યાત વર્ષનું જ હોવાથી અસંખ્ય કે અનંત ભાષણનો સંભવ જ નથી આ જ વિશેષણના દુષણને કહેવા માટે અહીં આ મતાંતર નિર્દેશ કર્યો છે નહિ તો, “વે વઢુિં ઇત્યાદિથી આ બધું પહેલાં કહેલું જ છે. આ રીતે “ક્રિકે અત્યે” ઇત્યાદિ પૂર્વગત ગાથા શ્રુતસ્વરૂપને કહેવા દ્વારા જણાવાઈ. અહીં મતિ-શ્રુતનો ભેદ વ્યાખ્યય તરીકે પ્રસ્તુત છે તેના અભિધાયક તરીકે પણ મતાંતરથી Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ જણાવાયું, એ વ્યાખ્યાન અયોગ્ય હોવાથી દુષિત કરાયું હવે સ્વમતે નિરવદ્ય એવા મતિધૃતના ભેદ પ્રકારથી એની વ્યાખ્યા કરે છે. | ગા.૧૪૭ ને બુદ્ધિનો અર્થ “સામાન્ય’ કરવો. અર્થાતુ મતિ-શ્રુતજ્ઞાન બંને બુદ્ધિ છે તે બુદ્ધિથી જોયેલા ભાવોમાંથી જે ભાવોને બોલે છે તે ભાવકૃત. અર્થાતુ - તે અથવા અન્ય દેશમાં, તે કે અન્ય કાળે, તે કે અન્ય પુરુષ સામગ્રીનો સંભવ છતે નિશ્ચયથી એ ભાવોને બોલે જ છે એ પ્રમાણે અન્તવિકલ્પમાં વહેતા ભાવો કે જે ભાષણયોગ્યતામાં વ્યવસ્થાપિત છે. તે ન બોલાતા છતાં ભાષણ યોગ્ય હોવાથી ભાવશ્રુત થાય છે, ખાલી બોલાતા હોય એ જ ભાવશ્રુત થાય એવુ નહિ. એમ થતાં મત્યુપલબ્ધઅનભિલાપ્ય અર્થો ભાષણ અયોગ્ય હોવાથી ભાવકૃત તરીકે રદ થાય છે ન બોલાતા પણ ભાષણ યોગ્ય સર્વ વિકલ્પ પ્રતિભાસી અર્થો ભાવશ્રુત થાય છે. પ્રશ્ન-૧૩૫ – સામાન્ય બુદ્ધિથી જોવાયેલા જે ભાષણયોગ્ય અર્થો છે તે જો ભાવકૃત હોય તો મતિજ્ઞાનમાં રહેલા એવા અપાય વિકલ્પોનું અવભાસન કરતા અર્થો પણ ભાવક્રુત બની જશે કારણ કે, એ પણ ભાષણ યોગ્ય નથી એવું તો નથી જ ને? ઉત્તર-૧૩૫ – કૃતોપયુક્ત હોય એવા જ બોલનાર કે ન બોલાનાર ભાવો જ ભાવશ્રુત થાય છે બીજા થતાં નથી. મતિરહિત થાય તે રીતે જે અર્થોને બોલે તે જ ભાવશ્રુત અને તેથી શ્રુતપયુક્તના જ ભાષણયોગ્ય અર્થોને વિકલ્પનારને ભાવશ્રુત સિદ્ધ થાય છે એટલે શ્રુતાનુસારિવાભાવે શ્રુતપયુક્તત્વનો અસંભવ હોવાથી મતિવિકલ્પ ભલે ભાષણ યોગ્ય હોય તો પણ તે ભાવકૃત નથી બનતું. પ્રશ્ન-૧૩૬ – અહીં તમે સામાન્યબુદ્ધિ ગ્રહણ કરી છે, અને શ્રુતઉપયોગત્વનું ગ્રહણ કરતાં અર્થો મતિદષ્ટ છે તે વાત કેમ સંભવે? ત્યાં તો માત્ર પદાર્થો મૃતોપયોગવાળા હોવાથી મૃતરૂપ બુદ્ધિ જ સંભવી શકે. પણ તે મતિરૂપ બુદ્ધિના વિષય કઈરીતે બની શકે. ઉત્તર-૧૩૬ – એમ નથી. મતિપૂર્વ જ શ્રત છે તેથી જ્યાં શ્રુતબુદ્ધિદષ્ટત્વ છે ત્યાં મતિદષ્ટત્વ તો છે જ એમાં કોઈ ક્ષતિ નથી. એ પ્રમાણે શ્રુતજ્ઞાનોપયુક્ત એવો સામાન્યબુદ્ધિદષ્ટ અર્થોની સંભાવના કરનાર વક્તા જે અર્થોને બોલે તે ભાવઠુત છે એમ સિદ્ધ થયું.. પ્રશ્ન-૧૩૭ – પણ અર્થે ભાવકૃત કઈ રીતે બને? ત્યાં તો જ્ઞાનનો જ સંભવ છે. ઉત્તર-૧૩૭ – સાચી વાત છે. પરંતુ વિષય-વિષયના અભેદ ઉપચારથી ભાવશ્રુતમાં પ્રતિભાસતા અર્થો પણ ભાવશ્રુત કહેવાય છે એટલે દોષ રહેતો નથી. Page #96 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર યથોક્ત ભાવસૃતથી જે અન્ય છે તે મતિ જાણવી - જે અભિલાપ્ય છતાં વિદ્યમાન એવા ઘટાદિ ભાવો શ્રુતાનુસારિત્વ ભાવે શ્રુતપયુક્તવાળા વિકલ્પતા નથી અને જે અર્થપર્યાયપણે વાચકશબ્દના અભાવે મૂળથી જ બોલવા અશક્ય-અનભિલાપ્ય છે તે જે વિજ્ઞપ્તિમાં પ્રતિભાસ થાય છે તે મતિ જાણવી શ્રુત નહિ. અભિલાપ્ય વસ્તુ વિષયવાળી મતિમાં શ્રુતાનુસારીત્વ હોતું નથી. અને અનભિલાપ્ય વસ્તુવિષયવાળી મતિમાં તો ભાષણની યોગ્યતા જ નથી. અવધારણ વિધિ - કદાચિત સંભવમાત્રથીજ જે ભાવોને વક્તા બોલે તે શ્રત છે એમ અવધારણા કરવી નહિ કે બોલનારનું શ્રુત, એમ જે બોલે તે શ્રુત જ છે એવી અવધારણા પણ ન કરાય. કેમકે, કેટલાક અભિલાપ્ય પદાર્થો મતિથી જોયેલા, અવગ્રહથી અવગૃહીત કરેલા ઈહાથી ઈહિત કરેલા અને અપાયથી નિશ્ચિત થયેલા હોય છે તે દ્રવ્યશ્રુતત્વને પ્રાપ્ત કરે છે અને જો બોલનારનું શ્રુત જ છે એવી અવધારણા કરીએ તો આવા પદાર્થો પણ શ્રુત થઈ જાય એ ઈષ્ટ નથી. કારણકે તેમાં શ્રુતાનુસારીત્વના અભાવે શ્રુતનો ઉપયોગ નથી. ઉપસંહાર આમ, કેવલ અભિલાખાર્થ વિષયત્વથી સર્વ શ્રુતજ્ઞાન એ શબ્દપરિણામ જ છે અને તે શ્રતાનુસારિત્વથી ઉત્પન્ન થતું જ ઈષ્ટ છે અને શ્રત ૨ પ્રકારનું છે (૧) સંકેતકાલભાવિ પરોપદેશરૂપ શબ્દ, (૨) શ્રુતગ્રન્થ રુપ. અને મતિજ્ઞાન તો બંને રીતે હોય છે – શબ્દપરિણામ અને અશબ્દપરિણામ - અભિલાપ્ય-અનભિલાપ્યપદાર્થ વિષયક અને તેથી શ્રુતાનપેક્ષ સ્વમતિ થી જ વિકલ્પાતા અભિલાપ્ય શબ્દ પરિણામ એમાં પણ પ્રાપ્ત થાય છે. અનિભિલાપ્ય શબ્દ પરિણામ વિષયતામાં ન મળતે છતે અને અનભિલાપ્ય પદાર્થો સ્વયં જણાતા છતા વાચકધ્વનિના અભાવે વિકલ્પવા કે અન્યને બતાવવા શક્ય નથી, જેમકે નાળિયેર દ્વીપથી આવેલો અગ્નિ આદિ અથવા દુધ-શેરડી-ગોળ-સાકર-આદિની માધુર્યતરતમતા વગેરે બતાવી શકતો નથી. અભિલાપ્ય પદાર્થોથી અનંતગુણ અનભિલાપ્ય છે તેથી અભિલાપ્ય-અનભિલાપ્ય વસ્તુવિષયિત્વાત્ શબ્દ-અશબ્દ પરિણામવાળું મતિજ્ઞાન નિશ્ચિત થાય છે. એ રીતે - મતિશ્રુત સ્વામિ-કાલ-આદિથી અવિશેષ હોવા છતાં ભિન્નરૂપવાળા માનવા. કારણ કે ઉક્ત ન્યાયથી એક ધ્વનિપરિણામ છે અને બીજો ઉભય પરિણામ છે. આ રીતે ૧૨૮મી લખેલી મૂળગાથાના પૂર્વાર્ધની વ્યાખ્યા કરી હવે તેના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરતા કહે છે “રૂયરત્ન વિ ટો' ઇત્યાદિ - Page #97 -------------------------------------------------------------------------- ________________ ७८ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૧૩૮ = · મૂળગાથાના ઉત્તરાર્ધમાં ‘ઇતરત્ર’ શબ્દથી શું જાણવું ? ઉત્તર-૧૩૮ – ત્યાં મતિજ્ઞાન સમજવું. પ્રશ્ન-૧૩૯ — - 'तओ वि जइ होइ सद्दपरिणामो तो तम्मि वि किं न सुयं ति ततः ' સપ્તમ્યાન્ત તસ્ પ્રત્યય છે તેથી ‘સમયજ્ઞા મન્નાĪ' મતિજ્ઞાન શબ્દ પરિણામવાળું અને શબ્દપરિણામ વગરનું એમ બે પ્રકારનું છે આ વચનથી જો તે મતિજ્ઞાનમાં પણ શબ્દપરિણામ હોય તો તેમાં શ્રુત કેમ નહિ અને તે પણ ભાવશ્રુતરૂપ કેમ ન બને ? ઉત્તર-૧૩૯ – મતિજ્ઞાની ઉપલબ્ધિસમ બોલે નહિ તેથી મતિજ્ઞાન એ શ્રુતરૂપ નથી. પ્રશ્ન-૧૪૦ – એ ઉપલબ્ધિસમ કેમ નથી કહેતા ? ઉત્તર-૧૪૦ – પૂર્વોક્ત ન્યાયથી અભિ-અનભિલાપ્ય પદાર્થો મતિજ્ઞાનોપલબ્ધા છે આવા પ્રકારના ઉપલબ્ધિસમ કહેવા શક્ય નથી જ અનભિલાપ્ય તો સર્વથા બોલવા અશક્ય જ છે. પ્રશ્ન-૧૪૧ – તો મતિજ્ઞાન જ મતિ-શ્રુત ઉભયરૂપ ભલેને થાય કેમકે અભિલાપ્ય અને અનભિલાપ્ય વસ્તુ વિષયક હોવાથી તે બે સ્વભાવવાળું છે, તેમાં જે અભિલાપ્ય ભાવોને જાણે છે તથા બોલે છે તે શ્રુતજ્ઞાન થશે અને જે ભાષણને અયોગ્ય એવા અનભિલપ્યભાવોને જાણે છે તે મતિજ્ઞાન થશે ? ઉત્તર-૧૪૧ – જો કે મતિજ્ઞાની કોઈક અભિલાપ્ય વસ્તુ ઉપલબ્ધ બોલે છે તે પણ જોકે શ્રુતાદેશથી નહિ પણ સ્વમતિથી બોલે છે એથી તે શ્રુત નથી, કેમકે-પરોપદેશ અને શ્રુત ગ્રન્થ અહીં શ્રુત તરીકે કહેવાય છે તેના આદેશથી તેના અનુસાર વિચારીને જ્યારે બોલે છે ત્યારે શ્રૃતોપયુક્તને બોલવાથી શ્રુત ઉત્પન્ન થાય જ છે પણ જ્યાં સ્વમતિથી વિચારીને બોલે છે પણ શ્રુતાનુસારે બોલતા નથી ત્યારે શ્વેતોપયોગાભાવે મતિજ્ઞાન જ છે. મતિજ્ઞાની મતિજ્ઞનોપલબ્ધિસમ નથી બોલતો તેથી ત્યાં શ્રુતરૂપતા નથી, અને શ્રુતજ્ઞાની તો અભિલાપ્યોને ઉપલબ્ધ કરે છે અને બોલે છે તેથી ત્યાં ઉપલબ્ધિસમના સદ્ભાવે શ્રુતરૂપતા છે. અથવા મતિજ્ઞાની શ્રુતોપલસિમ બોલી શકતો નથી તેથી તેનું ભાષણ શ્રુતોપલબ્ધિ નથી. માટે તેમાં શ્રુતરૂપતા નથી, એટલે કે શ્રુતોપલબ્ધિમાં પોપદેશ અરિહંતના વચનરૂપ શ્રુતાનુસાર ઉપલબ્ધ થયેલા અર્થોને બોલે છે અને મતિ ઉપલબ્ધિમાં તો મતિથી ઉપલબ્ધ અર્થોને જ બોલે છે. માટે મતીજ્ઞાનીનું ભાષણ શ્રુતોપલબ્ધિ સમાન નથી એટલે તેમાં શ્રૃતરૂપતા પણ નથી. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૯ ગુજરાતી પ્રશ્નોત્તર એ પ્રમાણે “સોફંગિોવર્તી દોડુ સુર્થ” એ મૂળગાથાથી તત્ત્વથી શ્રોત્રેન્દ્રિયવિષય જ શ્રુતજ્ઞાન છે અને સર્વેન્દ્રિય વિષય મતિજ્ઞાન છે એમ મતિ-શ્રુતનો ભેદ બતાવ્યો, તેના બતાવવા ક્રમે “બુદ્ધિઠ્ઠિી ગાથા આવી અને તે દ્રવ્ય-ભાવ ઉભયશ્રુતરૂપ અભિધાયક તરીકે મતિ-શ્રુતના ભેદને બતાવનારી જણાવાઈ આ રીતે મતિ-શ્રુતનો ભેદ ઇન્દ્રિય વિભાગથી બતાવાયો. વલ્ક-શુમ્બ(છાલ અને દોરડા)ના ઉદાહરણથી મતિ-શ્રુતનો ભેદ પ્રશ્ન-૧૪૨ – કેટલાક આચાર્યો માને છે મતિ (છાલ)સમાન છે તે જ જ્યારે શબ્દતયા સંદર્ભિત થાય છે અર્થાત્ તત્સનિત જ્યારે શબ્દ ઉત્પન્ન થાય છે ત્યારે ઉત્પન્ન થયેલા શબ્દવાળી તે શ્રુત કહેવાય છે તે શુમ્બ (દોરડા) સમાન શ્રત છે એવો એમનો મત સારો છે? ઉત્તર-૧૪૨ – ના, આ વલ્ક શુમ્બનું દષ્ટાંત તેઓ જે રીતે પ્રકૃત વિષયમાં જોડે છે તે સંગત નથી, નહિ તો અમારા દ્વારા કેહવાનારો આ મત પણ યુક્તિ સંગત થઈ જશે. મતિ પછી તરત જ શબ્દમાત્રના ભાવથી અર્થાત્ મતિ પછી માત્ર શબ્દ જ રહેવાથી ભાવશ્રુત જેવું કાંઈ રહેશે નહિ. પ્રશ્ન-૧૪૩ – તો અમે કહેશું આ શબ્દ મતિ સહિત છે, એકલો નથી તો હવે ત્યાં ભાવશ્રુત બનશે ને? ઉત્તર-૧૪૩– તમારી વાત બરાબર નથી, કારણકે ત્યાં સંકર દોષ થાય છે. અથવા તે બંનેમાં (મતિ-શ્રુતમાં) વિશેષ કાંઈ નહિ રહેવાથી જે મતિ તે જ મૃત એવું જ કાંઈક કહેવાનું રહેશે. ઉભય નહિ. પ્રશ્ન-૧૪૪ – તો વિશેષનો અભાવ જ ભલે હોય શું જાય છે? ઉત્તર-૧૪૪ – નહિ, પૂર્વોક્ત લક્ષણ – ‘હિ વ સુર્ય હો મર્ડ સર્જવવિખેયાઓ' માં બતાવેલા સ્વલક્ષણ-આવરણ ભેદથી એમાં વિશેષ તો બતાવેલો જ છે, લક્ષણભેદ – મિનિવૃધ્યતે રૂતિ ગામિનિવયમ્ કૃત રૂતિ કૃતમ્, આવરણ ભેદ - આવારક = કર્મ તેમના ભેદથી મતિ-શ્રુતનો નિર્વિશેષભાવ બરાબર નથી. જો તે બંને એક થઈ જાય તો ઉક્ત બંને ભેદ રહે નહિ. - ઉક્ત વલ્ક-શુમ્બના દૃષ્ટાંતથી આ બંને નો ભેદ કલ્પો તે બરાબર નથી જેમકે વલ્ક સમાન ભાવઠુત હોવાથી તે કારણ છે, શુધ્ધ સમાન શબ્દલક્ષણ દ્રવ્યશ્રુત હોવાથી તે કાર્ય છે એમ તમારું માનવું છે. કારણકે, મતિ-શ્રુતના ભેદ કહેવાના સમયે ‘fä સુવિરેસે તિ' Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ દ્રવ્ય-ભાવ રૂપ શ્રતવિશેષને કહેવાનું શું કામ છે આ વાત જ અહીં અસંબદ્ધ છે. પ્રશ્ન-૧૪૫ – શ્રુતાનુસાર અક્ષર પરિણામવાળી મતિ નહિ કે શ્રુતાનુસારિત્વરહિત શબ્દમાત્ર પરિણામવાળી, મતિમાં વલ્કની કલ્પના કરો છો તજ્જનિત શબ્દરૂપ જે દ્રવ્યશ્રુત છે તે શુમ્બ સમાન કે એથી તે બંનેનો પ્રસ્તુત ઉદાહરણથી ભેદ યુક્તિયુક્ત થશે. શ્રુતાનુસાર અક્ષર પરિણામ વાળી મતિ ભાવશ્રુત જ થાય એથી પૂર્વ કરતાં વિશેષ નથી. માટે શ્રુતાનુસારિઅક્ષર પરિણામ વિશેષણ આપ્યું છે. તે પર્હદાસને આશ્રયી અશ્રુતાનુસાર શબ્દથી યુક્તમતિ જ ગ્રહણ કરી છે શબ્દપરિણામરહિત અવગ્રહરૂપ નહિ. તે તો શબ્દજનક અર્થાત્ શુધ્ધ સમાન દ્રવ્યશ્રુત વિનાની બનશે? ઉત્તર-૧૪૫ – ‘હિં પુન તેft વિલેણેનું તિ' આ મતિ-દ્રવ્યશ્રુતનો ભેદ અહીં કહેવાથી શું? અપ્રસ્તુત છે. અહીં તો શ્રુતજ્ઞાનની સાથે મતિજ્ઞાનના ભેદની વાત ચાલે છે તો દ્રવ્ય શ્રત સાથે તેની વિચારણાથી શું લાભ થવાનો ? કાંઈ જ નહિ. આચાર્ય-આ પ્રકરણમાં મતિ શ્રુતના લક્ષણનો ભેદનો અધિકાર છે નહિ કે દ્રવ્યભાવમતિજ્ઞાન-દ્રવ્યશ્રુતનો તો એવા ભેદને અહીં કહેવાથી શું? દૃષ્ટાંત-દાન્તિકની વિષમતાથી યથોક્ત દ્રવ્ય-ભાવમાં પણ એ સંગત નથી થતું. જેમકે છાલ દોરડા રૂપ બને છે – આત્માથી ભિન્ન એવા દોરડાના પરિણામને પ્રાપ્ત થયેલી છાલ દોરડું કહેવાય છે નહિ કે છાલથી ભિન્ન તે પણ દોરડું છે વલ્કોથી અભિન્ન તેવા પ્રકારે મતિ શબ્દત્વને પ્રાપ્ત કરતી નથી. તેથી તે મતિ આભિનિબોધિકજ્ઞાન તરીકે જીવ પરિણામ છે. શબ્દ તો મૂર્ત હોવાથી જીવ પરિણામ નથી, તેથી મૂર્તિપરિણામવાળી મતિ મૂર્તિ એવા ધ્વનિપરિણામવાળી થાય ? અમૂર્તનો મૂર્તિપરિણામ વિરોધિ છે તેથી દાંત-દાન્તિક ની વિષમતાથી આ વ્યાખ્યાનની પણ ઉપેક્ષા છે. પ્રશ્ન-૧૪૬ – અમે અહી ઉપચારનો આશ્રય કરીશું તેથી અર્થાન્તર છતાં જે જેમાંથી થાય છે. તે તન્મય કહેવાય છે જેમકે - “તપથ્યમયનાં વિથિવિતરમુપતિ' તહેવા વદન મેતાવતં વિપક્ષમાપન્ન' વગેરે તેથી તન્મય એવા ધ્વનિમાં મતિગત જ્ઞાનમયતાનો ઉપચાર કરાય છે એટલે, વલ્ક-શુમ્બસમાનતાથી મતિ-શ્રુતનો ભેદ સિદ્ધ થાય છે ને? ઉત્તર-૧૪૬ – તો તમે ઉપચારવાદી છો એમને, તો પછી મતિપૂર્વ ભાવશ્રુત જે કારણથી આગમમાં કહ્યું છે તેમ મતિ વલ્કસમાન અને ભાવથુત શુમ્બસમાન એમ દૃષ્ટાંતનો ઉપનય કરો જેથી ઉપચાર વિના પણ બધું સારું થઈ જશે. જેમ વલ્કો શુમ્બનું કરણ છે તેમ મતિ પણ ભાવશ્રુતનું કારણ છે. અને જેમ શુમ્બ વલ્કોનું કાર્ય છે તેમ ભાવશ્રુત પણ Page #100 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર મતિનું કાર્ય છે કારણકે મતિથી વિચારીને પછી શ્રુતપરિપાટીને અનુસરે છે – વાચ્યવાચક ભાવથી પરોપદેશ શ્રતગ્રન્થ યોજના વસ્તુમાં કરે છે. તેથી મતિ શ્રુતની વલ્ક-શુમ્બની જેમ કાર્ય-કારણ ભાવથી ભેદસિદ્ધિ થાય છે. આ પ્રમાણે દષ્ટાન્તોપનયથી યુક્તિ ઘટે છે. બીજાના કહ્યા પ્રમાણે નહિ. અક્ષર-અક્ષર ભેદથી મતિ-શ્રુતનો ભેદ :પ્રશ્ન-૧૪૭ – પૂર્વપક્ષ - આચાર્યોનો મત - મતિજ્ઞાન-અનક્ષર છે, શ્રુતજ્ઞાન-અક્ષરવાળું તથા ઉચ્છવાસાદિરૂપ અનક્ષર થાય છે. ઉત્તર-૧૪૭ – મતિ જો અક્ષરના અભિલાપ રહિત માનો છો તો નિરભિલાખમાં ન પ્રતિભાસતા અભિલાપ સ્થાણુઆદિમાં ઇટાદિ ન પ્રવર્તે. તે મતિમાં અનેક્ષર હોવાથી સ્થાણુઆદિ વિકલ્પનો અભાવ હોવાથી “શાપુરથે પુરુષો વા' એવા પર્યાયરૂપ વસ્તુધર્મોનો વિવેક અન્વય-વ્યતિરેકથી ન થાય. તે આ રીતે - "यदनक्षरं ज्ञानं न तत्र स्थाणु-पुरुष पर्यायादिविवेकः, यथावग्रहे तथा चेहादयः, तस्मात् तेष्वपि નાસી પ્રાનોતિ !” પ્રશ્ન-૧૪૮ – આગમમાં મતિજ્ઞાન બે પ્રકારનું કહ્યું છે - શ્રુતનિશ્રિત, અશ્રુતનિશ્ચિત આગમમાં શ્રુતનિશ્રિત તરીકે પણ મતિજ્ઞાન કહ્યું છે તેથી અક્ષરાત્મક શ્રુતથી એ સ્થાણુપુરુષાદિ પર્યાય વિવેક માન્યો છે મતિથી નહિ તે સ્વયં અનક્ષરરુપ છે. એવું માનો તો શું વાંધો આવે? ઉત્તર-૧૪૮ – તો તે સ્થાણુ પુરુષ પર્યાય વિવેક ઋતવ્યાપાર થયો એમ માનીએ તો અવગ્રહને છોડીને મતિજ્ઞાન બીજું શું હોય? કાંઈ નહિ. જો સ્થાણુ પુરુષાદિ પર્યાયવિવેક અક્ષરાત્મક હોઈ શ્રુતવ્યાપાર માનો તો ઈહા-અપાય વગેરે મતિભેદો બધા ય અક્ષરાત્મક હોવાથી શ્રત બને તેથી અક્ષર અભિલાપ રહિત અવગ્રહને છોડીને શેષ બધા ભેદવાળા મતિનો અભાવ થઈ જાય. અન્ય પ્રકારે પણ પરની વાતની શંકા કરીને દૂષણ આપે છે. શ્રુતથી પણ જો તમો સ્થાણુ-પુરુષાદિ વિવેક કરો તો પણ તે શ્રુત નથી પણ મતિના અભાવના ડરથી તમે એને મતિ તરીકે સ્વીકાર્યું છે. તો તો તમારે એક સાંધવા જતાં બીજું તૂટ્યું એમ કરવાથી તો શ્રુતાભાવની આપત્તિ આવશે કેમકે જે જે ચરણ કરણાદિ સ્વરૂપ અન્ય પણ આચારાદિ વ્રતનો જે વ્યાપાર છે તે મતિજ્ઞાન જ છે. કેમકે, તે અક્ષર ભાગ-૧/૭ Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ સ્વરૂપ હોવાથી સ્થાણુ-પુરુષાદિપર્યાયના વિવેકવત્ તે પણ મતિજ્ઞાન થશે. અને શ્રુતનો અભાવ થશે. ૮૨ - · અમે એ શ્રુતને મતિ તરીકે સ્વીકારશું ? પ્રશ્ન-૧૪૯ ઉત્તર-૧૪૯ – એ વાત યોગ્ય નથી. એમ કરવામાં તો તમારે એક સાંધવા જતા અન્ય તૂટવા જેવો ઘાટ થશે, એમ થવાથી શ્રુતાભાવ સ્વીકારવો પડશે અને ઉક્ત લક્ષણ મતિકાળમાં પણ જો શ્રુતવ્યાપાર માનશો તો એક સાથે બંને ઉપયોગ તમારે માનવા પડશે એ બરાબર નથી એક સમયે બે જ્ઞાનનો ઉપયોગ નિષેધ છે. આ નિયમથી કોઇ એક ઉપયોગ માનશો તો કોઇ એકનો અભાવ તો તમારે થવાનો જ અહીં શ્રુત માનવું બરાબર નથી. તિ જ માનવું પડશે, એવો નિયમ છે કે “સાવશિાનવાશયોરનવાશો વિધિવતવાન્' એ ન્યાયથી અન્યત્ર અનવકાશ મતિ જ્ઞાનને એકલાને જ માનવું તમારે પણ યોગ્ય છે શ્રુત નહિ. તે અન્યત્ર શ્રુતાનુસારિ આચારાદિજ્ઞાનવિશેષમાં અવકાશ છે. એમ કરવાથી સ્થાણુપુરુષાદિપર્યાયનો વિવેક મતિથી જ છે શ્રુતથી નહિ અને તે અક્ષરાભિલાપ સમનુગત જ છે એટલે મતિજ્ઞાન એકાંતે અનક્ષર થતું નથી. પ્રશ્ન-૧૫૦ - તો પછી અમે અક્ષરાનુગત માત્ર હોઇ સ્થાણુ-પુરુષાદિ પર્યાયનો વિવેક શ્રુતનિશ્ચિત માનશું ? ઉત્તર-૧૫૦ – તો તો તમારી લક્ષણમાં અતિવ્યાપ્તિ થશે. સ્થાણુ-પુરુષાદિ પર્યાયવિવેક વિધાનથી અક્ષરને અનુસરતા પ્રમાણનું જ્ઞાન જો તમે શ્રુતનિશ્ચિત માનો છો તો ઔત્પત્તિકિ આદિ ચારે મતિ જ્ઞાન પણ શ્રુતનિશ્રિત થશે. કારણકે, તે પણ અક્ષર પ્રભવ છે તે પણ ઇહાદિ સિવાય થતું નથી અને ઇહાદિ વર્ણાભિલાપ વિના સંભવતા નથી. તેથી ચારે મતિ પણ તમારા મતે શ્રુતનિશ્રિત થઇ જશે, જે છે તો નહિ. કારણ કે, આગમમાં તે અશ્રુતનિશ્રિત કહ્યા છે તેથી મુર્ખાઓ એવા તમે શ્રુતનિશ્રિતનું સ્વરૂપ જ નથી સમજ્યા એમાં અમે શું કરીએ. પ્રશ્ન-૧૫૧ જો તે શાની સ્થાણુ-પુરુષાદિ પર્યાય સંઘાતને શ્રુતથી નથી જાણતો તો અવગ્રહાદિક શ્રુત નિશ્ચિત જ છે એવું સૂત્રમાં શી રીતે કહ્યું છે ? મતિ સ્વયં અનક્ષર છે અને જે અહીં અક્ષરોપલમ્ભ છે તે જો શ્રુતનિશ્રિત ન માનો તો એ બીજી કઇ રીતે ઘટશે ? - ઉત્તર-૧૫૧ – ખરેખર અમે તમને જ પૂછીએ છીએ કે જે આમ વિચાર્યા વગર બોલે છે કે જે અક્ષરોપતંભ છે તે બધો શ્રુતનિશ્ચિત છે, તે તમે જાણતા નથી તો અમે જ કહીએ - શ્રુત ૨ પ્રકારનું છે. પરોપદેશ અને આગમગ્રંથ, વ્યવહાર કાળ પહેલાં તે શ્રુતથી કરેલા Page #102 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૮૩ સંસ્કારાધાનરૂપ ઉપકારવાળું જ્ઞાન અત્યારે વ્યવહારકાળમાં તે પૂર્વપ્રવૃત્ત સંસ્કારાધાયક શ્રુતની અપેક્ષા વિનાનું જ છે તેથી તે શ્રુતનિશ્રિત કહેવાય છે. માત્ર અક્ષરાભિલાપ યુક્ત જ નહિ, વ્યવહારકાળ પહેલાં શ્રુતપરિકર્મિત મતિવાળા સાધુનુ વર્તમાનમાં વ્યવહારકાળે શ્રતનિરપેક્ષ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે અવગ્રહાદિક જ્ઞાનને શાસ્ત્રમાં શ્રતનિશ્રિત જણાવ્યું છે અને ઔત્પાતિકી આદિ શ્રુતસંસ્કારની અપેક્ષા વિના જ સહજ હોવાથી અશ્રુતનિશ્રિત તરીકે જણાવેલાં છે. ચાર પ્રકારની બુદ્ધિઃ- (૧) ઔત્પાતિકી - પૂર્વે નહિ જોયેલ, નહિ સાંભળેલ અને નહિ વિચારેલ અર્થને વિશુદ્ધપણે ગ્રહણ કરનાર, અવ્યાહત ફળ યોગવાળી બુદ્ધિ. (૨) વૈનયિકી બુદ્ધિ - દુઃખપૂર્વક વહન કરી શકાય એવા મોટા કાર્યના ભારનો વિસ્તાર કરવામાં સમર્થ, ધર્મ, અર્થ અને કામ એ ત્રિવર્ગનું પ્રતિપાદન કરનાર એવા સૂત્રના સારને ગ્રહણ કરનારી સારભૂત, ઉભયલોકમાં ફળદાયી બુદ્ધિ. (૩) કર્મજા બુદ્ધિ - વિક્ષિત કાર્યમાં મન પરોવવાથી તેના પરમાર્થને જાણનાર, કાર્યના અભ્યાસ અને વિચારથી ફેલાયેલ, વિદ્વાનો દ્વારા પ્રશંસનીય એવી બુદ્ધિ. (૪) પારિણામિકી બુદ્ધિ :- અનુમાન હેતુ અને દષ્ટાંતથી કાર્યને સાધનાર વયના પરિપાકના પરિણામવાળી તથા ઉન્નતિ અને મોક્ષના ફળવાળી બુદ્ધિ. પ્રશ્ન-૧૫ર – “માનિત્થર સમન્થા તિવાણુતત્વ હિપેયીના મોનોપત્તવર્ડ વિમુલ્યા હવ૬ વુદ્ધી મા. ૨૬રા માં કહ્યા મુજબ ચારે બુદ્ધિમાં પણ વૈનેયિકી મતિ શ્રુત નિશ્ચિત છે ને? ઉત્તર-૧૫ર – સાચી વાત છે. પરંતુ અલ્પશ્રુતનિશ્રિત હોવાથી બહુલતાને લઇને તેને અશ્રુતનિશ્રિત કહ્યું છે. એટલે દોષ નથી. નંદી અધ્યયનમાં શ્રીમન્મલયગિરિસૂરિ - "नन्वश्रुतनिश्रिता बुद्धयो वक्तुमभिप्रेताः, ततो यद्यस्यास्त्रिवर्गसूत्रार्थगृहीतसारत्वम्, ततोऽश्रुतनिश्रितत्वे नोपपद्यते नहि श्रुताभ्यासमन्तरेण त्रिवर्गसूत्रार्थगृहीतसारत्वं संभवति । अत्रोच्यते इह प्रायोवृत्तिमाश्रित्याऽश्रुतनिश्रितत्वमूलम् ततः स्वल्पश्रुतभावेऽपि न कश्चिद्दोषः" इति । "इहातिगुरुकार्यं दुर्निवहत्वाद् भर इव भरस्तन्निस्तरणे समर्था भरनिस्तरणसमर्थाः, त्रयो वर्गास्त्रिवर्गा लोकरूढया धर्माऽर्थकामास्तदर्जनोपायप्रतिपादकं यत् सूत्रं यश्च तदर्थस्तौ त्रिवर्गसूत्रार्थों, तयोर्गृहीतं पेयालं प्रमाणं सारो वा यथा सा तथाविधा" इति नन्दीटीकायां वाख्यातोऽस्या अर्थः ॥ તેથી “ મરૂનાળમMઉરમેશ્વરમિયાં ૨ સુર્યના રૂતિ જે તમે કહ્યું છે તે બરાબર નથી. મતિ અનક્ષર હોઈ સ્થાણુ-પુરુષાદિ પર્યાય વિવેકના અભાવનો પ્રસંગ આવે અને કૃતનિશ્ચિતત્વ અન્યથા સમર્થિત છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ८४ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૧૫૩ – જો મતિ અનક્ષર હોય તો ગાથા-૧૪માં પ્રતિજ્ઞાત એવા અક્ષર-અક્ષર ભેદથી મતિશ્રુતનો ભેદ કઈ રીતે જાણવો? ઉત્તર-૧૫૩ – અક્ષર બે પ્રકારના છે. દ્રવ્ય અક્ષર અને ભાવ અક્ષર, દ્રવ્યાક્ષર પુસ્તકાદિમાં રહેલ અકારાદિરૂપ અથવા તાલ આદિ કારણજન્ય શબ્દ એ દ્રવ્યાક્ષર કે વ્યંજનાક્ષર પણ કહેવાય છે. ભાવાક્ષર તે અંતઃસ્કૂરણાદિ વર્ણજ્ઞાનરૂપ છે. ભાવાક્ષરને આશ્રયી મતિજ્ઞાન ઉભયરૂપ અક્ષર-અનક્ષરરૂપ હોય છે અવગ્રહ રૂપ મતિજ્ઞાનના ભેદમાં ભાવાક્ષર નથી. એટલે, અનક્ષર અને ઈટાદિ ભેદોમાં તે છે એટલે અક્ષરવાળું થાય છે વ્યંજનાક્ષરને આશ્રયીને મતિજ્ઞાન અનક્ષર છે. મતિજ્ઞાનમાં પુસ્તકાદિ વ્યસ્ત આકારાદિક શબ્દ અથવા વ્યંજનાક્ષર નથી તે દ્રવ્યશ્રુત તરીકે રૂઢ છે. દ્રવ્યમતિ તો અપ્રસિદ્ધ છે અને શ્રુતજ્ઞાન તો પ્રત્યેક અનક્ષર અક્ષર બંને પ્રકારે છે. સંસિયં નીસિયં નિછૂટું વાસિયે ૨ છીયે | નિથિયમનુસાર મળવવાં છતયાઝ” વચનથી દ્રવ્યશ્રુત અનરશ્રુત છે – પુસ્તકાદિન્યસ્ત અક્ષરરૂપ અને શબ્દરૂપ છે તે જ સાક્ષરભાવશ્રુત પણ શ્રુતાનુસારિ અકારાદિ વર્ણ વિજ્ઞાનરૂપ હોવાથી સાક્ષર છે. પુસ્તકાદિન્યસ્તાકારાદિ અક્ષર રહિત હોવાથી અને શબ્દાભાવે તે જ અનક્ષર છે. પુસ્તકાદિન્યસ્તાક્ષર અને શબ્દ બંને દ્રવ્યશ્રતમાં અંતર્ગત હોવાથી ભાવશ્રુતમાં નથી. તેમ મતિ અને ભાવકૃતનો સાક્ષર-અક્ષરકૃત વિશેષ નથી પ્રત્યેક બંને અક્ષર-અક્ષર રૂપ છે ફક્ત “શ્રુત’ એમ સામાન્યથી કહેતાં તેમાં દ્રવ્યશ્રુત આવી જાય છે એટલે ત્યાં દ્રવ્યશ્રુતાશ્રયીને દ્રવ્યાક્ષર છે મતિમાં તો તે નથી, કારણ કે દ્રવ્યમતિ જ અપ્રસિદ્ધ છે. આ રીતે બંનેમાં દ્રવ્યાક્ષરની અપેક્ષાએ સાક્ષર-અનક્ષર કૃત ભેદ છે. મૂક-મુખર ભેદથી મતિ-શ્રુતનો ભેદ : કેટલાક આચાર્યો સ્વ-પર પ્રત્યાયનથી મતિ શ્રુતનો મુક અને મુખરની જેમ ભેદ કહે છે જેમકે મુક સ્વાત્માને જ પ્રતીતિ કરાવે છે. અન્યને નહિ, તત્રત્યાયન હેતુ વચનના અભાવે અને મુખર તો વચનના અભાવે સ્વ-પર પ્રત્યાયન કરાવી શકે છે એ રીતે મતિ-શ્રુત પણ છે એમાં મુક એટલે મતિજ્ઞાન, મુખર એટલે શ્રુતજ્ઞાન છે કારણ કે તે સ્વપર પ્રત્યાયક છે. પ્રશ્ન-૧૫૪ – તો હવે અમે તમને પુછીએ છીએ કે શબ્દ એ ઉપલક્ષણથી શ્રત છે પુસ્તકમાં લખેલા અક્ષર વગેરે શ્રુતનું કારણ છે કારણ માં કાર્યનો ઉપચાર કરેલો છે. હવે તે શબ્દ પરપ્રતીતિ કરાવે જ છે. પરથી શ્રુતજ્ઞાન એ પરપ્રત્યાયક છે સ્વથી શ્રુતજ્ઞાન હોય, એ પ્રત્યાપક ન હોય એવો આપનો મત છે આ વાત તો મતિજ્ઞાનમાં પણ એવી જ છે કેમકે મતિના હેતુઓ કરાદિ ચેષ્ટાવિશેષ પણ અન્યને બોધ કરાવે જ છે. જેમકે-અક્ષર રૂપ શબ્દ એ શ્રતનું કારણ છે અને કરાદિ ચેષ્ટાઓ અક્ષર રહિત હોવાથી મતિના જ હેતુઓ છે. કર Page #104 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૮૫ મુખના સંયોગે જ ભોજનક્રિયા વિષયક મતિ ઉત્પન્ન થાય છે. અને માથુ હલાવવાથી પ્રવૃત્તિનિવૃત્તિ વિષયક મતિ થાય છે. એ રીતે આ ચેષ્ટાઓ પણ પરપ્રત્યયિકા તો છે જ એટલે આ મતિ-શ્રુતમાં ભેદ નથી કારણકે આ બંને સ્વરૂપથી વિજ્ઞાનાત્મા દ્વારા પરપ્રબોધક નથી વિજ્ઞાન મુક હોવાથી તેમાં અવધિજ્ઞાનવત્ પરપ્રબોધકપણાની યોગ્યતા નથી. હવે શ્રતનું જે શબ્દાદિ કારણ છે તે પરબોધક છે એટલું જ મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન વિશેષ થાય છે એ બરાબર નથી આ તો મતિજ્ઞાનમાં પણ સમાન છે જેમકે કરચેષ્ટાદિ. આ પૂર્વોક્ત તે તે કરણોને લઈ આ બંનેમાં કોઈ વિશેષતા જણાતી નથી તો મૂક-મુખર ભેદથી આ બંનેમાં ભેદ છે એમ શાથી કહો છો ? ઉત્તર-૧૫૪ – પુસ્તકમાં લખેલા અક્ષરસ્વરૂપ જે દ્રવ્યશ્રત છે તે શ્રુતજ્ઞાનનું જ કારણ છે મતિનું નહિ આ દ્રવ્યહ્યુત શ્રુતજ્ઞાન પ્રતિ અસાધારણ કારણ હોઈ પરપ્રબોધક થાય છે. તે રીતે કરાદિ ચેષ્ટા ન થાય કારણકે એ તો બંનેનું કારણ હોઈ સાધારણ કારણ છે. આમ કારણનું પરપ્રબોધક હોઈ શ્રુતજ્ઞાન પરપ્રબોધક તરીકે ઘટે છે. કરાદિ ચેષ્ટા મતિજ્ઞાનનું અસાધારણ કારણ નથી. શ્રુતજ્ઞાનના હેતુભૂત હોવા છતા દેખાતી એવી કરાદિ ચેષ્ટામાં તવિષયા અવગ્રહાદિ ઉત્પન્ન થતા નથી. પરંતુ “આ જમવા ઇચ્છે છે' એવું શ્રુતાનુસારિ વિકલ્પાત્મક શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે. એથી અસાધારણકારણાભાવે કરાદિચેષ્ટા વાસ્તવિક રીતે મતિ જ્ઞાનનું કારણ જ સંભવતી નથી. એથી એમાં અંતર્ભત થતી નથી. એટલે મતિજ્ઞાન પરપ્રબોધક બનતું નથી. “અથવા” પુસ્તકમાં લખેલા ગ્રંથના અક્ષર રૂપ કે ગુરૂ ઉપદેશ રૂપ દ્રવ્યશ્રુત પરપ્રબોધક થાય છે. કેમકે, મોક્ષ પ્રતિ અનન્ય સાધારણ કારણ એવા ક્ષાયિક જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ વસ્તુસંગ્રહનું કારણ છે. તેથી તેના દ્વારથી શ્રુતજ્ઞાન પણ પરપ્રબોધક ઘટે છે. જો કે કરાદિ ચેષ્ટા તો મતિજ્ઞાનનું કારણ છે તો પણ યથોક્ત વિશિષ્ટ પરપ્રબોધ તેમાં પ્રાય: સંભવતો નથી. એટલે ચેષ્ટાઓના વિશિષ્ટ પરપ્રબોધના અભાવે તે મતિજ્ઞાન પણ પરપ્રબોધક બનતું નથી. અથવા” ભલે ને મતિજ્ઞાનનું કારણ કરાદિ ચેષ્ટા થાય તો પણ તે દ્રવ્યમતિ તરીકે ક્યાંય રૂઢ નથી અને દ્રવ્યશ્રુતતો સર્વત્ર પ્રચલિત છે તેથી જો કરાદિ ચેષ્ટા મતિજ્ઞાનનું કારણ અને પરપ્રબોધિકા હોય તો પણ દ્રવ્યમતિ તરીકે રૂઢ ન હોવાથી કારણમાં કાર્યનાં ઉપચારથી મતિ તરીકે તેનો વ્યવહાર થતો નથી, એથી તે મતિજ્ઞાનથી અલગ હોવાથી તે દ્વારથી તે પરપ્રબોધક નથી, દ્રવ્યશ્રુત તો કારણમાં કાર્યના ઉપચારથી શ્રુતજ્ઞાન તરીકે પ્રરૂપિત છે એટલે પરપ્રબોધક બને જ છે. એટલે મૂક મુખર ભેદથી મતિશ્રુતનો ભેદ યુક્ત છે. આ રીતે કરાદિ ચેષ્ટા એ મતિજ્ઞાનનું કારણ છે એમ સ્વીકારીને કહ્યું પરંતુ તે મતિનું કારણ જ બનતી Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ નથી, શ્રુતનું જ કારણ છે. જેમકે - વક્તાએ બોલેલ વચનરૂપ શબ્દનો અર્થ શ્રોતૃગતજ્ઞાનમાં પ્રતિભાસમાન તદભિધેય વસ્તુરૂપ શ્રુતજ્ઞાન છે એવો તાત્પર્ય છે, કારણ કે કર્તા દ્વારા કરાવેલી તે તેષ્ટાઓમાં તે ભોજન ઇચ્છાદિલક્ષણશબ્દાર્થમાં ગ્રાહકનો પ્રત્યય થાય છે. તથા કર્તા પણ જીહ્વારોગાદિ સદ્ભાવે શબ્દ બોલવાના સામર્થ્યના અભાવવાળો ભોજનાદિ ઇચ્છારૂપ શબ્દાર્થ બીજાને જણાવવાના વિષયમાં અભિપ્રાયવાળો કર-વકત્રાદિસંયોગ લક્ષણ ક્રિયા કરે છે જો કે તે ક્રિયા અવગ્રહાદિને જન્માવે છે. છતાં પણ તે શબ્દાર્થ જ છે (અર્થાત્ શ્રુતજ્ઞાન જ છે) કારણ તે ક્રિયા કરવામાં ત્યાં શબ્દાર્થ પ્રત્યય થાય છે. એટલે કારણમાં કાર્યોપચારથી તે શબ્દાર્થ પ્રત્યય શ્રુજ છે. મતિ નથી. તથા ‘મોમિઋત્યસૌ' ઇત્યાદિ ગ્રાહક જાણે એવા અભિપ્રાયવાળો જ છે અને ભાષણશક્તિના અભાવે કરાદિ ચેષ્ટા કરે છે. તેથી તે ચેષ્ટા કર્તા દ્વારા શબ્દાર્થ પ્રગટનાભિપ્રાયથી કરાતી હોવાથી તે શબ્દાર્થ જ છે. એટલે શ્રુતનું કારણ હોવાથી શ્રુતમાં જ અંતર્ગત છે. મતિમાં નહિ, એટલે વાસ્તવમાં તો એ મતિનું કારણ જ નથી બનતી. એટલે કારણ દ્વારથી પણ મતિજ્ઞાન પરપ્રત્યાયક નથી. શ્રુતજ્ઞાન તો કારણ દ્વારથી પરપ્રત્યાયક છે. માટે, તે રીતે મુક અને અમુકના ભેદથી મતિ શ્રુતનો ભેદ યોગ્ય છે. ૮૬ ઉપસંહાર - આ રીતે મતિ-શ્રુતજ્ઞાનનો ભેદ લક્ષણાદિ દ્વારા બતાવ્યો. અત્યારે વિસ્તારથી આભિનિબોધિકજ્ઞાનની પ્રરૂપણા કરાશે. ૧. આભિનિબોધિક જ્ઞાન : વ્યાખ્યા ત્રણ પ્રકારે ૧. તત્ત્વ ૨. ભેદ ૩. પર્યાયથી. તત્ત્વ - લક્ષણ જે ઉપર થઇ ગયું હવે ભેદનું નિરૂપણ. આભિનિબોધિક જ્ઞાનની ભેદો દ્વારા વિસ્તૃત વ્યાખ્યા : ૧. શ્રુતનિશ્રિત ૨. અશ્રુતનિશ્રિત. ૧. શ્રુતનિશ્રિત : વ્યવહારકાળની પૂર્વે સંકેતકાળે થયેલ પરોપદેશ અને ગ્રંથરૂપી શ્રુતથી પરિકર્મિત મતિવાળાને વ્યવહારકાળે તેનાથી અનપેક્ષ જ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે શ્રુતનિશ્રિત મતિજ્ઞાન. તે ૪ પ્રકારે છે - ૧. અવગ્રહ ૨. ઇહા ૩. અપાય ૪. ધારણા ભેદથી. ૨. અશ્રુત નિશ્રિત - શ્રુત પરિકર્મિત મતિવાળાને જે સહજ રીતે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે અશ્રુતનિશ્રિત જ્ઞાન છે. તે ૪ પ્રકારે છે ૧. ઔત્પાત્તિકી ૨. વૈનયિકી ૩. કર્મજા ૪. પારિણામિકી રૂપ ચાર બુદ્ધિથી. Page #106 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર પેટભેદો ઃ ૧. અવગ્રહ - રૂપ-રસાદિ ભેદોવડે અવ્યક્તસ્વરૂપ સામાન્ય અર્થનું અવગ્રહણ-પરિછેદન. ૨. ઈહા - તેથી અવગૃહિત અર્થનું ભેદવિચારણ કરવું અને અપાય થયા પૂર્વે અભૂત પદાર્થનું કહેવાતા અનુસાર વિશેષ અન્વેષણ કરવું તે. ૩. અપાય - તેનાથી (ઈતો) ઈહિત એવા અર્થનો વ્યવસાય-વિશેષનિશ્ચયરૂપ બોધ થવો તે અપાય. ૪. ધારણા - નિશ્ચિત વસ્તુની અવિસ્મૃત્તિ આદિ રૂપે ધારી રાખવું તે ધારણા. અવગ્રહમાં વિપ્રતિપત્તિ - પ્રશ્ન-૧પપ – કેટલાક આચાર્યો માત્ર સામાન્ય જ નહિ વિશેષ અર્થના અવછેદનને પણ અવગ્રહ કહે છે. કેમકે, શબ્દાદિલક્ષણ સામાન્ય વિશેષગ્રાહક અવગ્રહ પછી ‘આ તે છે' એવો જે વિમર્શ થાય છે ને ઇહા થાય છે તે અવગ્રહ જ છે. જેમકે વ્યંજનાવગ્રહપછી થનાર અવ્યક્ત-અનિર્દેશ્ય સામાન્યમાત્રગ્રાહી અવગ્રહ અને તેના પછી-શબ્દાદિ સામાન્ય વિશેષ ગ્રાહક અવગ્રહ પછી ઈહાદિ થાય છે. તેથી તે અવગ્રહ જ છે, તે આ રીતે દૂરથી રૂપાદિથી ભિન્ન શંખાદિ સંબંધિ સામાન્ય વિશેષાત્મક શબ્દ ગ્રહણ થતાં આ વિમર્શ થાય કે - શું આ શંખ ધ્વનિ છે કે ધનુષ્યનો, જો ધનુષ્યનો ધ્વનિ છે તો મહિષશૃંગનો કે મહિષશૃંગનો, જો મહિષીશંગનો છે તો પ્રસૂત કે અપ્રસૂત મહિષીઇંગનો છે ? વગેરે. એ કારણથી ત્યારબાદ અંતપ્રાપ્ત થતાં કે ક્ષયોપશમભાવે આમ વિમર્શથી ઈહા નથી થતી, ત્યાં સુધીનો બોધ તે અપાય થાય છે. ઉત્તર-૧૫૫ – એ તમારી વાત બરાબર નથી એમાં ઘણા દોષો છે. એમ કરવાથી તો આખી જીંદગી અપાયની પ્રવૃત્તિ જ નહિ થાય. કેમકે, આવા વિમર્શીનો તો અંત જ નક્કી નથી. પૂર્વે ઈહિત કર્યાવગર પ્રથમશબ્દનિશ્ચય પણ યુક્ત નથી. કેમકે, અપાય પહેલા ઈહા થાય છે એ શબ્દનો બોધ અવગ્રહ નથી પણ અપાય જ છે તે બધું અમે આગળ કહીશું. પ્રશ્ન-૧૫૬ – તો આ સ્થાણુ છે કે પુરુષ એવો જે અનિશ્ચયાત્મક સંશય થાય છે તે ઈહા છે એમ માનો? ઉત્તર-૧૫૬ – વાત બરાબર બેસતી નથી, કેમકે એ સંશય અજ્ઞાન છે. ઈહામાં વિપ્રતિપત્તિ : પ્રશ્ન-૧૫૭ – તો એ અજ્ઞાન ને પણ ઈહા માનો? Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૧૫૭ – ના, મતિજ્ઞાનનો અંશ અને ભેદ ઈહા છે. જ્ઞાનભેદને અજ્ઞાનરૂપ માનવો વ્યાજબી નથી. ઇહા મતિજ્ઞાનના અંશરૂપ છે, અને સંશય એ વસ્તુની સ્વીકૃતિ રૂપ હોવાથી અજ્ઞાનસ્વરૂપ છે, ઈહા એ જ્ઞાનનો ભેદ હોઈ જ્ઞાન સ્વભાવવાળી છે. જ્ઞાન-અજ્ઞાન પરસ્પર પરિહારથી રહેલા છે તેથી અજ્ઞાન રૂપ સંશયને જ્ઞાનશત્મક ઈહારૂપ માનવો બરાબર નથી. પ્રશ્ન-૧૫૮ – શું ઇહા અને સંશય વચ્ચે કાંઇ વિશેષ છે કે જેથી તમે સંશયનો ઇહા તરીકે નિષેધ કરો છો? ઉત્તર-૧૫૮ – અનેકાર્થ ગ્રહણ કરવામાં તત્પર થયેલું અને એથી જ અવિધિઅનિષેધથી પરિકુંઠિત એવું સર્વથા વસ્તુનિર્ણયરૂપતાને પ્રાપ્ત ન થયેલું જે મન છે તે સુતેલા માણસની જેમ સંપૂર્ણ રીતે કાંઇપણ વિચારતું નથી. એવા પ્રકારના ચિત્ત-મનને “સંશય' કહે છે, તે અજ્ઞાન છે. કારણ કે, તેને વસ્તુનો અવબોધ હોતો નથી. હવે ઇહા-વિવક્ષિત પ્રદેશમાં રહેલા સ્થાણુ આદિમાં અને ત્યાં અવિદ્યમાન પુરુષાદિમાં તે બંને પદાર્થોથી વિશેષ હોવાથી વિશેષપદાર્થો તેમના આદાન-(ગ્રહણ) ત્યાગ કરવામાં અભિમુખ-ભૂતાર્થવિશેષ ઉપાદાન અભિમુખ અને અભૂતાર્થ (પુરુષ વિશેષ) ત્યાગાભિમુખ છે જે સદર્થ હેતુ ઉપપત્તિ વ્યાપારમાં તત્પર છે, હેતુ = સાધ્યાર્થ ગમક યુક્તિવિશેષરૂપ સાધન, ઉપપત્તિ = વિવિક્ષિત અર્થના સંભવની વ્યવસ્થાપના, સદર્થ = વિવિક્ષિત અરણ્યાદિ માં રહેલ સ્થાણુઆદિની હેતુ-ઉપપત્તિ વિષયક વ્યાપારમાં રહેલું - સદર્થહેતુઉપપત્તિ વ્યાપારતત્પર, અમોઘસ્વરૂપવાળું જે મન તે “અહા' છે. જેમકે, અરણ્યમાં ગયેલા કોઈને સૂર્યાસ્ત સમયે કાંઈક અંધારું થતાં દુર સ્થાણુ દેખાયો એટલે એને વિમર્શ થયો સ્થાણુ કે પુરુષ ? આ સંશય હોવાથી અજ્ઞાન છે. હવે એ સ્થાણુમાં વલ્લી આરોહણ, કાકનિલયન આદિ જોઇને મનમાં હેતુ વ્યાપાર કર્યો - ઉક્ત જણાતા હેતુથી આ સ્થાણુ છે તથા સંભવ વિચાર કર્યો કે સૂર્યાસ્ત સમયે અંધારૂં ફેલાતા આવા મોટા જંગલમાં સ્થાણુ જ સંભવે પુરુષ ન સંભવે પુરુષ સંબંધી શિર કંડુયન, હાથગ્રીવાદિ ચલન રૂપ વ્યાપાર હેતુનો અભાવ હોવાથી આવા સ્થાનમાં આવા સમયે પ્રાયઃ તેનો સંભવ ન હોય એટલે અહીં સ્થાણુ જ હોઈ શકે. આવું જે ચિત્ત તે “અહા' કહેવાય છે જે નિશ્ચયાભિમુખ છે અને સંશયથી પર છે. જો સર્વથા નિશ્ચય માનો તો “અપાય થવાનો પ્રસંગ આવે એટલે નિશ્ચયાભિમુખ છે એમ સમજવું. આ પ્રમાણે સંશય અને ઈહામાં તફાવત છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૮૯ અપાય-ધારણામાં વિપ્રતિપત્તિ : કેટલાક વ્યુત્પત્તિ અર્થથી ભ્રમિત મનવાળા ભૂત-વિદ્યમાન સ્થાણુઆદિથી અન્ય જે ત્યાં અવિદ્યમાન પુરુષાદિ વિશેષોનો સદ્ભૂત અર્થમાં નિષેધ-અપનયન માત્ર જણાય છે તે ‘અપાય’. અને સદ્ભૂતાર્થવિશેષ - ત્યાં વિદ્યમાન સ્થાણુ આદિ અર્થ વિશેષનું ‘આ સ્થાણુ જ છે' એવું જે અવધારણ - સદ્ભૂતાર્થવિશેષાવધારણ કરવું તે ‘ધારણા' છે એમ કહે છે તેમના આ મતમાં દોષ આવે છે. - વિવક્ષિત પ્રદેશમાં વિદ્યમાન સ્થાણુ આદિમાં કોઇને તદન્ય એવા પુરુષાદિના વ્યતિરેક માત્રથી અવગમન થાય છે તેથી સ્થાણુથી જે અન્ય પુરુષાદિ અર્થ છે તેનો વ્યતિરેકમાત્ર હોવાથી સ્થાણુ આદિ અર્થ નિશ્ચય થાય છે કારણ કે અહીં શિરકંડુયનાદિ ધર્મો દેખાતા નથી. કોઇને સમુદ્ભૂત - સ્થાણુઆદિઅર્થના સમન્વય અન્વયધર્મઘટનથી અર્થમાં નિશ્ચય થાય છે. જેમકે, વલ્લી ઉત્ત્પણાદિ ધર્મો દેખાવાથી આ સ્થાણુ જ છે કોઈને ઉભય-અન્વયવ્યતિરેક બંનેથી અવગમન થાય છે. જેમકે, શિરકંડુ આદિ પુરુષધર્મો જણાતા નથી અને વલ્લી ઉત્સર્પણાદિ સ્થાણુધર્મો દેખાય છે તેથી એ સ્થાણુ જ છે. આમ અન્વય, વ્યતિરેક અથવા ઉભયથી નિશ્ચય થતાં કોઇ દોષ નથી, તમારી વાતમાં તો દોષ આવશે. જે આગળ કહીશું. જે વ્યતિરેક, અન્વય કે ઉભયથી ભૂતાર્થવિશેષાવધારણ કરનારનો જે અધ્યવસાય છે તે બધો અપાય છે, પ્રસ્તુત સ્થાણુ વગેરેમાં વસ્તુનિશ્ચય છે, નહિ કે સદ્ભૂતાર્થવિશેષાવધા૨ણ રૂપ ‘ધારણા’. એટલે દોષ નથી. પ્રશ્ન-૧૫૯ જેમ અમે કહ્યું કે ‘સભૂતાર્થવિશેષાવધારણ એ ધારણા છે' તેમાં શું દોષ આવે છે કે જેથી તમે તમારા વ્યાખ્યાનમાં ‘કોઇ દોષ નથી' એમ કહો છો ? - ઉત્તર-૧૫૯ – વ્યતિરેકથી નિશ્ચય તે અપાય, અન્વયથી નિશ્ચય એ ધારણા કહેવાય, પરંતુ એમ નથી, કારણ કે અન્વય, વ્યતિરેક અને અન્વય વ્યતિરેકથી એમ ત્રણ પ્રકારે જે નિશ્ચય થાય તે સર્વ અપાય જ છે. અને ઉપરોક્ત તમારી માન્યતામાં તો ધારણાને પણ અપાય માનવામાં તો મતિજ્ઞાનના ત્રીજા ભેદ સ્વરૂપ અપાયના પણ ભેદો સ્વીકારવામાં પાંચ ભેદો થાય છે જેમકે અવગ્રહ-ઇહા-અપાય ધારણા આ ચાર ભેદો તમે જ પૂર્યો છે અને પાંચમો સ્મૃતિરૂપ ભેદ પ્રાપ્ત થાય છે. અવિ સ્મૃતિ સ્વસમાનકાળભાવી અપાયાન્તર્ગત હોવાથી અને વાસના સ્મૃતિઅંતર્ગત વિવક્ષિત હોવાથી સ્મૃતિ અનન્યશરણ-ભિન્ન થઇ જવાથી મતિના પાંચમા ભેદની ઉત્પત્તિ થવાનો પ્રસંગ આવી જશે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯O શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૧૬૦ – વ્યતિરેકથી નિશ્ચય તે અપાય, અન્વયથી નિશ્ચય તે ધારણા એમ ચાર પ્રકારે મતિ થાય છે એમ અમે જે કહ્યું છે તે યુક્તિથી ઘટે છે એવુ તમે જે કહો છો તે તમારા મતે જ યોગ્ય નહિ થાય કારણકે અન્વય-વ્યતિરેક બંનેને અપાય તરીકે સ્વીકારતા અવગ્રહ ઇહા-આપાય એ ત્રણ જ ભેદવાળી મતિ થશે, અહી ધારણા ઘટતી નથી, કારણકે ઉપયોગ નષ્ટ થતા ધૃતિ કેવી ને ધારણા કેવી ? નિશ્ચય ઉપાય મુખથી ઘટાદિક વસ્તુમાં અવગ્રહ-ઈહા-અપાય રૂપથી અંતર્મુહૂર્ત પ્રમાણ જ ઉપયોગ થાય છે અને ત્યાં અપાય થતા જે ઉપયોગસાતત્યલક્ષણા અવિશ્રુતિ-ધારણા ને આપ માનો છો તે અપાયન્તર્ગત જ છે એટલે તેનાથી વ્યતિરિક્ત નથી અને જે ઘટાદિ ઉપયોગ નષ્ટ થતાં સંખ્યાસંખ્ય કાળ વાસના મનાય છે તે સ્મૃતિ છે તે મતિના અંશરૂપ ધારણા નથી મતિનો ઉપયોગ તો પહેલાં જ નષ્ટ થઈ ચૂક્યો છે. અને જો કાલાંતરે ઉપયોગમાં ધારણા થશે એમ માનો તો પણ જે અન્વયાભિમુખ ઉત્પન્ન થતી અવધારણા છે તે ધારણા અમે માનશું. જો કે તે તો આપ અપાયાન્તર્ગત માનો છો, તેથી ત્યાં ધારણા નથી અને ઉપયોગ નષ્ટ થતાં પણ પૂર્વોક્ત યુક્તિથી તેનો અભાવ છે. તેથી ઉપયોગકાળે અન્વયાભિમુખધારણા તમે માનતા નથી અને ઉપયોગ નાશ મતિઉપયોગનો અભાવ હોય છે. તેથી તેના અંશરૂપ ધારણા ત્યાં પણ ઘટતી ન હોવાથી ત્રણ પ્રકારની મતિ જ તમારા મતે પ્રાપ્ત થાય છે. ચાર પ્રકારે નહિ. ઉત્તર-૧૬૦ – “આ તે જ વસ્તુ છે જે મેં પહેલા ઉપલબ્ધ કરી હતી એવી કાલાંતરે જે સ્મૃતિ રૂપ બુદ્ધિ થાય છે તે ખરેખર પૂર્વપ્રવૃત્ત અપાયથી નિર્વિવાદ અધિક અને જુદી જ છે. પૂર્વપ્રવૃત્તાપાય કાળે તે મતિ હોતી નથી અને વર્તમાનાપાય વસ્તુનિશ્ચયમાત્ર ફળ તરીકે છે. પૂર્વાપર દર્શનના જોડાણનો એમાં યોગ નથી, તેથી તે અનન્યરૂપ છે એટલે કે ધારણા છે. જે વાસના વિશેષથી પૂર્વોપલબ્ધ એવી વસ્તુમાં રહેલા સંસ્કાર રૂપ છે, જ્ઞાનાવરણના ક્ષયોપશમના સાંનિધ્યથી આ તે જ છે એવી જ સ્મૃતિ થાય છે તે વાસના પણ અપાયથી અધિક હોઈ ધારણા છે. અને જે અપાય પછી અવિશ્રુતિ થાય છે તે પણ ધૃતિ-ધારણા છે જે સમયે “થાપુરેવાગ્યમ-૨' એવી જે ક્યારેક અવિશ્રુત અંતર્મુહુર્ત સુધી અપાય પ્રવૃત્તિ છે તે પણ પ્રથમ પ્રવૃત્તઅપાયથી અધિક હોવાથી ધારણા છે. આમ, અવિશ્રુતિ-વાસના-સ્મૃતિરૂપ ત્રણે પ્રકારે ધારણા સિદ્ધ થાય છે. એમ થવાથી મતિ પણ ચાર પ્રકારે સિદ્ધ થાય છે, ત્રણ પ્રકારે નહિ. પ્રશ્ન-૧૬૧ – અવિશ્રુતિ અને સ્મૃતિ એ જ્ઞાનભેદો ગૃહિતગ્રાહી (એકવાર ગ્રહણ કરેલું પાછું ફરીવાર ગ્રહણ કરવું) છે એટલે પ્રમાણ ન બની શકે. કારણકે બીજીવાર પ્રવૃત્ત થયેલ અપાય સાધ્ય એવું વસ્તુના નિશ્ચય રૂપ કાર્ય પ્રથમવાર પ્રવૃત્ત એવા અપાયથી સાબિત જ છે Page #110 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર જેની ક્રિયા પૂર્વે થઈ ગઈ છે એવા કર્મમાં તેને સાધવા માટે પ્રવર્તમાન સાધન શોભારૂપ નથી કારણ એમાં તો કાપેલા લાકડાને ફરી કાપવા રૂપ અતિવ્યાપ્તિ આવે છે. અને પૂર્વ-ઉત્તરકાલ ભાવી બે જ્ઞાનથી ગૃહીત એવી વસ્તુમાં પ્રવર્તતી સ્મૃતિ પણ પ્રમાણરૂપ ક્યાંથી થાય? અને એમ પણ તમારે ન કહેવું કે પૂર્વ-ઉત્તર બે દર્શનથી ન જાણેલી એ વસ્તુની એકતા ને ગ્રહણ કરવાથી એ સ્મૃતિ પ્રમાણ છે જેમકે, પૂર્વકાળે જોયેલો તાજમહાલ વર્તમાન કાળમાં જોવાથી એમ ઉપસ્થિત થાય છે “આ એ જ છે જે પૂર્વે જોયેલાં. કારણકે, પૂર્વ-ઉત્તર કાળે જોયેલી વસ્તુ કાલાદિભેદથી ભિન્ન છે એટલે એ ભિન્ન વસ્તુમાં એકત્વ પણ અસિદ્ધ થઈ જાય છે. અને વાસના વળી કેવી ? જો કહો કે સંસ્કાર રૂપી વાસના છે, તો આ સંસ્કાર કેવો ? સ્મૃતિના જ્ઞાનાવરણનો ક્ષયોપશમ અથવા સ્મૃતિજ્ઞાનજનનશક્તિ છે અથવા તે વસ્તુનો વિકલ્પ છે. આમ ત્રણ ગતિ છે. ત્યાં પ્રથમ બે પક્ષ અયુક્ત છે, કારણ કે એમાં જ્ઞાનરૂપતાભાવ છે અને અહીં જ્ઞાનના ભેદોની વિચારણા પ્રસ્તુત છે. ત્રીજો પક્ષ પણ યોગ્ય નથી વાસના તો સંખ્યા-સંખ્ય કાળ પણ ઇષ્ટ છે એટલો કાળ તે વસ્તુનો વિકલ્પ કરવો અયોગ્ય છે. આ રીતે કહેલા ત્રણે પ્રકારે ધારણા ઘટતી નથી એટલે મતિનો ચોથો ભેદ બરાબર નથી. ઉત્તર-૧૬૧ - તમે ગૃહીતગ્રાહી હોવાથી જે અવિશ્રુતિને અપ્રમાણ કહો છો તે બરાબર નથી તમારો હેતુ-ગૃહીતગ્રાહી જ અહીં અસિદ્ધ છે. કારણકે, અન્યકાળ વિશિષ્ટ વસ્તુ પ્રથમપ્રવૃત્ત અપાયથી ગ્રહણ થાય છે. અને અપરકાળ વિશિષ્ટ વસ્તુ બીજી વાર પ્રવૃત્ત અપાયથી ગ્રહણ થાય છે અને બીજું સ્પષ્ટ-સ્પષ્ટતર-સ્પષ્ટતમ વગેરે ભિન્ન ધર્મક વાસનાજનક હોવાથી પણ અવિશ્રુતિ માં પ્રવૃત્ત દ્વિતીયાદિ અપાયવિષયક વસ્તુ ભિન્ન ધર્મક જ છે. આમ હોવાથી અવિશ્રુતિ ગૃહીતગ્રાહી કઈ રીતે થાય? એ તો બીજી વારે ભિન્ન ધર્મક વસ્તુ ને જ ગ્રહણ કરે છે અને સ્મૃતિ પણ પૂર્વ-ઉત્તર બે દર્શનથી ન જાણેલું વસ્તુનું એન્દ્ર ગ્રહણ કરે છે તેથી ગૃહીતગ્રાહી નથી. અને કાળાદિભેદથી ભિન્ન વસ્તુ એક ન હોય એવું ન કહેવું કેમકે કાલાદિભેદથી ભિન્ન હોવા છતાં સત્ત્વ-પ્રમેયત્વ-સંસ્થાનરૂપ આદિ ભેદોથી તો એક જ છે ને. વાસના પણ સ્મૃતિ-જ્ઞાનાવરણ ક્ષયોપશમરૂપ અને તદ્વિજ્ઞાનજનનશક્તિરૂપ અમે માનીએ છીએ અને જોકે તે સ્વયં જ્ઞાનરૂપ નથી છતાં પૂર્વપ્રવૃત્તઅવિશ્રુતિલક્ષણજ્ઞાનનું કાર્ય છે. એટલે કાર્યમાં કારણના ઉપચારથી જ્ઞાનરૂપ છે. ઉત્તરકાળ ભાવિ સ્મૃતિ રૂપ જ્ઞાનનું કારણ હોવાથી ઉપચારથી જ્ઞાનરૂપ છે. તદ્ધસ્તુ વિકલ્પપક્ષ તો અમે માનતા જ નથી. તેથી અવિશ્રુતિ-સ્મૃતિ-વાસનારૂપ ધારણા સિદ્ધ હોવાથી મતિ ત્રણ પ્રકારની નહિ પણ ચાર પ્રકારની છે એ સ્થિત થાય છે. અમે સિદ્ધ કરેલી ધારણાને માનતા તમારે મતિજ્ઞાનના પાંચ ભેદો માનવા પડે કેમકે એક અપાયના પણ તમે બે ભેદ માનવાથી ચાર તો પહેલેથી જ માન્યા છે પાંચમો મારો કહેલો ધારણાલક્ષણ ભેદ માનવાની આપત્તિ આવે. અને જો તમે Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૯૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ધારણા ન માનો તો ધારણા શું થાય ? અભાવ-અવસ્તુ કે ભાવ-વસ્તુ એવા બે વિકલ્પો આવે. અભાવ તો ન થાય કેમકે તે ભાવ તરીકે અનુભવી શકાય છે અને અનુભવાતી વસ્તુને અભાવ કહેવો શક્ય નથી એમ માનવામાં તો ઘટાદિ માં પણ અભાવ માનવાની અતિવ્યાપ્તિ આવે કારણકે તે પણ અનુભવવશથી ભાવરૂપ જ વ્યવસ્થિત છે, અને જો અનુભવને અપ્રમાણ માનો તો ઘટાદિમાં ભાવરૂપતા ન ઘટે. અને જો ભાવ હોય તો જ્ઞાન છે કે અજ્ઞાન ? એ અજ્ઞાન તો નથી કેમકે ચિદ્રુપતાથી અનુભવાય છે. જ્ઞાન હોય તો પાંચ જ્ઞાન સિવાય અન્ય કોઈ જ્ઞાન નથી એમાં એ કયું જ્ઞાન છે ? શ્રત વગેરે ચાર તો ન કહી શકાય, અસ્વીકાર્ય છે તેના લક્ષણનો એમાં યોગ નથી જો મતિ જ્ઞાન છે તો અવગ્રહ ઈહા અપાય રૂપ નથી તેના લક્ષણોનો અસંભવ છે, આમ, અપાયોથી અધિક સિદ્ધ થાય છે તેથી અન્વય-વ્યતિરેકઢાર વડે નિશ્ચય બધો અપાય છે અને અવિશ્રુતિ વગેરે તો પારિશેષ્યથી ધારણા જ છે અર્થાત્ અપાયથી ભિન્ન ધારણારૂપ છે. અન્ય પ્રકારે પરપક્ષ:પ્રશ્ન-૧૬૨ – તો પછી તમારી મતિ ઘણા ભેદવાળી થશે, કારણકે ધારણા એકલી અવિશ્રુતિ આદિ ત્રણ ભેદવાળી છે એટલે ૩૩ = ૬ ભેદ વાળી મતિ થશે? ઉત્તર-૧૬૨ – આ ધારણાવિચારમાં જાતિભેદ અમને ઇષ્ટ નથી પરંતુ ધારણા સામાન્ય રૂપ જાતિ જ ઈષ્ટ છે. જેમ તારે અવગ્રહ વિષયમાં છે. અવગ્રહ-વ્યંજન-અર્થ ઉભય રૂ૫ તને પણ ઇષ્ટ છે નહિ તો મતિમાં તારા હિસાબે પાંચ પ્રકારની આપત્તિ આવશે. તે રીતે ત્રણ પ્રકારની ધારણા પણ મતિસામાન્ય રૂપ જ હોવાથી એક જ છે એટલે ચાર ભેદો જ થશે ઘણા ભેદો નહિ થાય. આમ, અવગ્રહાદિ ચાર ભેદના વિષયમાં અન્ય આચાર્યોના કુમતોને દૂર કરી પ્રસ્તાવમાં અવગ્રહના જે બે ભેદ કહ્યા છે તેની વ્યાખ્યા કરે છે, તથા તેમાં જે વ્યંજનાવગ્રહ છે તે જ્ઞાનનું કારણ હોવાથી જ્ઞાનરૂપ છે એ વાત જણાવે છે. અહીં અવગ્રહ - ૨ પ્રકારનો હોય છે ૧. વ્યંજનાવગ્રહ ૨. અર્થાવગ્રહ પ્રશ્ન-૧૬૩ – વ્યંજન એટલે શું? ઉત્તર-૧૬૩ – જેના દ્વારા અર્થ પ્રગટ કરાય-(વ્યચેતેડનેતિ) તે વ્યંજન જેમકે દીવાથી ઘટ પ્રગટ કરાય છે. વ્યંજન એટલે ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિથી પરિણત થયેલો દ્રવ્યસંબંધ. ઇન્દ્રિયો ૨ પ્રકારની છે દ્રવ્યન્દ્રિય અને ભાવેન્દ્રિય, નિવૃત્તિ-ઉપકરણ એ બંને દ્રવ્યેન્દ્રિય છે. લબ્ધિ-ઉપયોગ એ બંને ભાવેન્દ્રિય છે. નિવૃત્તિ ઈન્દ્રિય ૨ પ્રકારની હોય છે Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૩ ગુજરાતી પ્રશ્નોત્તર ૧. અંતર્નિવૃત્તિ અને ૨. બાહ્યનિવૃત્તિ – ૧. અંગુલાસંખ્યભાગાદિમાપવાળી કદમ્બફલના ગોળા જેવી – ધાન્યમસૂર-કાહલા-સુરખા આકારના માંસના ગોળા જેવી, અને શરીરાકારથી રહેલી ક્ષોત્રેન્દ્રિયાદિ પાંચે ઈન્દ્રયો યથા સંખ્ય અંતર્નિવૃત્તિ અને કર્ણશષ્ફલિકાદિરૂપ બહિર્નિવૃત્તિ છે. ત્યાં કદમ્બના ફૂલના આકાર વાળા માંસના ટુકડા રૂપ અંતર્નિવૃત્તિ છે તેના શબ્દાદિવિષયપરિચ્છેદમાં હેતુરૂપ જે શક્તિ વિશેષ છે તે ઉપકરણેન્દ્રિય. શબ્દાદિ શ્રોત્રાદીન્દ્રિયોના વિષય છે. તેના ભાવથી પરિણત થયેલા ભાષાવર્ગણાદિ સંબંધી દ્રવ્યોશબ્દાદિ પરિણત દ્રવ્યો, તેમનો જે પરસ્પરસંબંધ થાય છે તે વ્યંજન કહેવાય છે અને ઇન્દ્રિયથી પણ અર્થનું વ્યજન થઈ શકે છે તેથી તે પણ વ્યંજન કહેવાય છે. તથા શબ્દાદિ પરિણત દ્રવ્યસમૂહને વ્યજન-પ્રગટ કરતું હોવાથી વ્યંજન કહેવાય છેઆમ, ત્રણ રીતે વ્યંજન જાણવું. તે ઇન્દ્રિય રૂપ વ્યંજનથી શબ્દાદિપરિણતદ્રવ્યસંબંધરૂપવ્યંજનનો અવગ્રહ તે વ્યંજનાવગ્રહ અથવા તે વ્યંજનથી શબ્દાદિપરિણત થયેલ દ્રવ્યરૂપવ્યંજનો નો અવગ્રહ તે વ્યંજનાવગ્રહ. પ્રશ્ન-૧૬૪ – વ્યંજનાવગ્રહ અજ્ઞાન છે જ્ઞાન નથી કારણ કે તેના કાળ જ્ઞાનઉપલબ્ધ થતું નથી અને સંવેદન પણ થતું નથી જેમકે કોઈ બહેરો માણસ. બહેરાને ઉપકરણ ઇન્દ્રિયનો જ્યારે શબ્દાદિ વિષયો સાથે સંબંધ થાય છે ત્યારે પણ કોઈપણ પ્રકારના જ્ઞાનનો અનુભવ થતો નથી, અને એમ હોવાથી તેને જ્ઞાન થતું નથી એમ અહીં પણ સમજવું યોગ્ય છે ને? વ્યંજનાવગ્રહમાં જ્ઞાનાભાવ ઉત્તર-૧૬૪ – એ જડરૂપ હોવાથી જ્ઞાનરૂપે અનુભવાતું ન હોવાથી અજ્ઞાન છે એમ નથી પણ વ્યંજનાવગ્રહ જ્ઞાન જ છે. કારણકે તેના અંતે તેનાથી જ જ્ઞાનાત્મક અર્થાવગ્રહ ઉપલબ્ધ થાય છે, જેમકે – જે જ્ઞાનના અંતે તેનાથી શેય વસ્તુનું ઉપાદાન થાય છે તેથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાન છે. જેમ અર્થાવગ્રહના અંતે તેનાથી જાણવા યોગ્ય વસ્તુના ઉપાદાનથી ઇહાના સદૂભાવે અર્થાવગ્રહ જ્ઞાન છે અને વ્યંજનાના અંતે તે જાણવા યોગ્ય વસ્તુના ઉપાદાનથી તે જ અર્થાવગ્રહ જ્ઞાન થાય છે તેથી વ્યંજનાવગ્રહ જ્ઞાન છે ભલે વ્યંજનાવગ્રહમાં જ્ઞાન અનુભવાતું નથી છતાં જ્ઞાન નું કારણ હોવાથી ઉપચારથી એ જ્ઞાન છે. વ્યંજનાવગ્રહમાં જ્ઞાનાભાવની અસિદ્ધિ - તે વ્યંજન સંબંધકાળે પણ ત્યાં અનુપતઇન્દ્રિય સંબંધિ વ્યંજનાવગ્રહમાં જ્ઞાન છે. ફક્ત તેજના એક અવયવની જેમ અલ્પ છે તેથી અવ્યક્ત એવો સ્વસંવેદનથી પણ પ્રગટ થતો નથી. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પ્રશ્ન-૧૬૫ – અવ્યક્ત છે તો તે છે એવું કઈ રીતે જણાય ? -- ઉત્તર-૧૬૫ – ઉતાવળા ન થાઓ, અમે એ વાત આગળ કહેવાના જ છીએ. અને તમારા દૃષ્ટાન્તમાં તો જ્ઞાનાભાવમાં અવિપ્રતિપત્તિ છે ધરાવીનામ, આદિશબ્દથી ઉપહત ઘાણાદીન્દ્રિયોવાળાઓને તે વ્યંજનાવગ્રહ અજ્ઞાન છે જ્ઞાન નથી એવી અહીં અવિપ્રતિપત્તિ છે કેમકે તેમને તે બંને વ્યંજનરૂપ જ્ઞાનકારણત્વાભાવવાળા છે અને અવ્યક્ત જ્ઞાનના પણ અભાવવાળા છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૧૬૬ જ્ઞાન અવ્યક્ત કઇ રીતે કહો છો ? અંધકારને પ્રકાશ કહેવું જેમ વિરુદ્ધ છે તેમ આવું બોલવું પણ બરાબર નથી. — ઉત્તર-૧૬૬ – પ્રકાશનો એક લીસોટો જેમ સૂક્ષ્મ હોવાથી અવ્યક્ત છે, તેમ સુપ્ત-મત્તમૂચ્છિતાદિઓને સૂક્ષ્મબોધની જેમ અવ્યક્ત જ્ઞાન કહેવાય એમાં દોષ નથી. પ્રશ્ન-૧૬૭ – સુપ્તાદિને તે પોતાનું જ્ઞાન સ્વસંબધિત થશે એમ માનો ને ? ઉત્તર-૧૬૭ – ના, સુપ્તાદિ સ્વયંપણ તે આત્મીયજ્ઞાનને જાણતા નથી અને સંવેદન કરતા નથી તે જ્ઞાન અત્યંત સૂક્ષ્મ હોવાથી. પ્રશ્ન-૧૬૮ જો સુપ્તાદિઓ પણ પોતાના જ્ઞાનને સંવેદન કરતા નથી તો તેમને જ્ઞાન છે એમ કઈ રીતે જણાય ? - ઉત્તર-૧૬૮ સ્વપ્રમાં થતી વચનાદિ ચેષ્ટાઓથી તે અવસ્થામાં કેટલાક કાંઈ પણ બોલતા દેખાય છે શબ્દિત થયેલા ઓઘથી વાચા આપે છે, સંકોચ-વિકોચ-અંગભંગ બગાસુંચીસ-ખુજલી વગેરે ચેષ્ટાઓ કરે છે તેઓ ત્યારે તે જાણતા નથી અને જાગ્યા પછી એમને સ્મરણ થતું નથી. પરંતુ જ્ઞાનના સંવેદન વિના આ બધી ચેષ્ટાઓ શક્ય નથી એ ઉપરથી જણાય છે કે એમને તે અવસ્થામાં પણ જ્ઞાન છે. પ્રશ્ન-૧૬૯ – તો ચેષ્ટાઓથી તેમને જ્ઞાન છે એવું કઇ રીતે જણાય ? ઉત્તર-૧૬૯ – તે ચેષ્ટાઓ અમતિપૂર્વા નથી હોતી પણ મતિપૂર્વા જ હોય છે નહિ તો લાકડાદિમાં તેની અતિવ્યાપ્તિ થાય. એથી તે ચેષ્ટાઓથી તેમને જ્ઞાન છે એવું જણાય જ છે. જેમકે ધૂમાડાના દર્શનથી ત્યાં અગ્નિ છે એમ જણાય છે. પ્રશ્ન-૧૭૦ – પોતાની ચેષ્ટાને પણ કેમ કોઇ જાણતું નથી ? જેથી સુપ્તાદિને સ્વચેષ્ટિતનું અસંવેદન કહેવાય છે ? Page #114 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ઉત્તર-૧૭૦ – જેટલો હૃદયમાં છે તેટલો બધો અધ્યવસાય સમૂહ જાગતા એવા છદ્મસ્થને પણ સંવેદન થતો નથી તો પછી સુતેલાની વાત તો દૂરની છે. કારણકે, કેવલીગમ્ય એવા જે સૂક્ષ્મ અધ્યવસાય સ્થાનો છે. તે બધા એક જ અંતર્મુહૂર્તમાં પણ અસંખ્ય અતિક્રમે છે. તો પછી આખા દિવસની વાત શું કરવી ? છદ્મસ્થ પણ આ બધાનું સંવેદન કરી શકતો નથી. તેથી જે રીતે આ છદ્મસ્થ દ્વારા જોઇ ન શકાતા પણ કેવલીદષ્ટ હોવાથી સત્ તરીકે સ્વીકારાય છે તે રીતે વ્યંજનાવગ્રહ પણ જ્ઞાન તરીકે સ્વીકારાય છે. ૯૫ મતાંતરે – કેટલાક માને છે કે જેમ જલબિંદુઓ દ્વા૨ા બે-ત્રણ વાર સિંચાયેલું પણ નવું કોડિયું ભીનું થતું નથી. વારંવાર સિંચવાથી તે ધીરે-ધીરે ભીનું થાય છે, એ રીતે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થતા અર્થો બે વગેરે સમયે પ્રગટ થતા નથી. વારંવાર અવગ્રહ કરવામાં તો તેમ થાય છે એમ, વ્યક્ત અવગ્રહ પહેલાં જે અવ્યક્ત અવગ્રહ છે તે જ વ્યંજનાવગ્રહ, અવ્યક્ત વસ્તુ વ્યંજન છે એમ તેઓ વ્યંજન શબ્દ સિદ્ધ કરે છે. પણ એ બરાબર નથી. સર્વે વિષયોના વિષયો વ્યક્ત-અવ્યક્ત છે તેમ જ દેખાય છે તો સર્વઇન્દ્રિયોથી પણ વ્યંજનાવગ્રહ થાય એ તો જણાતું નથી “ન ચક્ષુરિન્દ્રિયાભ્યામ્” (તત્ત્વાર્થ ૧-૧૯) સૂત્રથી તે સર્વેન્દ્રિય અજન્ય સિદ્ધ થાય છે. પ્રશ્ન-૧૭૧ · ચલો, માન્યું કે સુતેલાદિને જ્ઞાન વચનાદિ ચેષ્ટાઓથી દેખાય છે, પણ વ્યંજનાવગ્રહમાં તો જ્ઞાનરૂપતા ગમક કોઇપણ લિંગ પ્રાપ્ત થતું નથી, તેથી જડરૂપ હોવાથી એ જ્ઞાન કઈ રીતે કહેવાય ? ઉત્તર-૧૭૧ જો અસંખ્યસમયના શબ્દાદિદ્રવ્યોના સદ્ભાવે પણ વ્યંજનાવગ્રહને અજ્ઞાન માનો તો ચરમસમયના શબ્દાદિદ્રવ્યોનું જ્ઞાનજનકસામર્થ્ય કઇ રીતે થાય ? ન થાય. જેમકે-વ્યંજનાવગ્રહમાં પ્રતિસમય અસંખ્યેય સમયો સુધી શ્રોત્રાદિ ઇન્દ્રિયો સાથે શબ્દાદિવિષય દ્રવ્યો જોડાય છે. તેથી જો અસંખ્યેય સમય સુધી શ્રોત્રેન્દ્રિયાદિ ઇન્દ્રિયો સાથે શબ્દાદિવિષયોનો દ્રવ્યસંબંધ હોવા છતાં વ્યંજનાવગ્રહરૂપ જ્ઞાન ન માનો તો ચરમસમયે શ્રોત્રાદિન્દ્રિયો સાથે સંબદ્ધ એવા શબ્દાદિવિષયક દ્રવ્યોનું અર્થાવગ્રહલક્ષણ જ્ઞાનજનન સામર્થ્ય બીજા પણ કઈ રીતે માને ? તે માનવું બરાબર નથી. જો શબ્દાદિવિષયદ્રવ્યોનો શ્રોત્રાદિ સાથે સંબંધ માનો તો પ્રથમ સમયથી માંડીને ઉત્પન્ન થતી કોઈક જ્ઞાનની માત્રા પ્રતિસમયે પ્રગટ થતી ન મનાય તો ચરમ સમયે પણ એકાએક એ ન જોડાય તેમ હોવાથી અર્થાવગ્રહાદિજ્ઞાનોના પણ અનુદયનો પ્રસંગ આવે. જેમકે, જે વસ્તુ સર્વથા અલગ નથી તે સમુદાયમાં પણ ન હોય, જેમ ધૂળના ઢગલામાં દરેક કણમાં ન રહેલું તેલ સમુદાયમાં પણ નથી હોતું. જો એમ તમે માનો તો તમે પણ પ્રત્યેકમાં જ્ઞાન નથી ઇચ્છતા અને સમુદાયમાં કેમ ઇચ્છો છો ? અર્થાત્ - Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ જો ઇન્દ્રિય વિષય સંબંધના પ્રથમ સમયથી માંડીને વ્યંજનાવગ્રહ સંબંધિ અસંખ્ય સમયો સુધી પ્રતિસમય પુષ્ટ થતી કોઇપણ જ્ઞાન માત્રાને માનતો નથી તો ચરમસમય ના શબ્દાદિવિષયદ્રવ્યસંબંધથી સંપૂર્ણ સમુદાયમાં પણ કઇ રીતે જ્ઞાનમાત્રને માને ? ચરમ સમયના શબ્દાદિદ્રવ્યના સંબંધમાં જો અર્થાવગ્રહ જ્ઞાન માનો તો પણ પ્રત્યેક અસત્ ચરમ રેતીના કણમાં તેલની જેમ પ્રાપ્ત ન થાય. તેથી તલમાં તેલની જેમ દરેક સમયોમાં પ્રત્યેક જે અને જેટલું જ્ઞાન છે તે માનવું. હે સમુદાય જ્ઞાનવાદિ ! જો અસંખ્યવિષય અને દ્રવ્યસંબંધના સમયોના સમુદાયમાં અર્થાવગ્રહરૂપ જ્ઞાન માને છે તો, ચરમસમય રૂપ જે દેશ છે તેનાથી ન્યૂન સમુદાયમાં અર્થાત્, ચરમ એક સમયન્યૂન અસંખ્યાત સમયોમાં તે કેમ નથી ? છે જ, પ્રમાણથી ઉપપન્ન છે જેમકે - શન્વવિદ્રવ્યસવન્યસમયેષુ જ્ઞાનં અસ્તિ, જ્ઞાનોપારિશાવિદ્રવ્યસંવન્યसमयसमुदायैकदेशत्वात्, अर्थावग्रहसमयवत् । ૯૬ પ્રશ્ન-૧૭૨ – શબ્દાદિવિષયના ઉપાદાનરૂપ સમય સમુદાયમાં જ્ઞાન કોણ માને છે ? કે જેથી સમુદાયનો એક દેશ હોઇ પ્રથમાદિ સર્વ સમયોમાં તે જણાય ? કારણકે હું તો એક જ ચરમ સમયે શબ્દાદિદ્રવ્યોપાદાનમાં જ્ઞાનોત્પત્તિ માનું છું. ઉત્તર-૧૭૨ – જો એક જ સમયે (ચરમ સમયે) જ્ઞાન માનો તો એ સર્વસમયસમુદાયની અપેક્ષાએ એક દેશ જ છે. તેથી આ એકદેશથી ન્યૂન શેષસમય સમુદાયમાં જે જ્ઞાન થયું તે ભલા ! ચરમસમયલક્ષણ દેશમાં એકાએક જ સંપૂર્ણ કઇ રીતે થાય ? એમાં કોઇ પ્રમાણ મળતું નથી. કેમકે, એક જ ચરમશબ્દાદિદ્રવ્યોપાદાનના સમયમાં જ્ઞાન ઉત્પન્ન થતું નથી समयमात्रशब्दादिद्रव्योपादानात्, व्यञ्जनावग्रहाऽऽद्यसमयवत् । પ્રશ્ન-૧૭૩ - તો પછી ચરમ સમયે અર્થાવગ્રહજ્ઞાનના અનુભવના પ્રત્યક્ષથી તે જ્ઞાન અનુભવાય છે એટલે તમારી આ પ્રતિજ્ઞા પ્રત્યક્ષથી વિરુદ્ધ જ થાય છે ને ? ઉત્તર-૧૭૩ – તો પછી તમને જ એમાં મુશ્કેલી થશે કારણ કે ચરમ તત્ત્તમાં આખો પટ ઉત્પન્ન થાય છે વચનની જેમ ચરમ સમયે જ સમગ્ર જ્ઞાન ઉત્પન્ન થાય છે એવી તમારી પ્રતિજ્ઞા જ પ્રત્યક્ષથી વિરોધ થાય છે. તથા, સર્વે શબ્દાદિદ્રવ્યસંબન્ધ સમયોમાં જ્ઞાન છે એવો આપના પક્ષનાં પૂર્વોક્ત અનુમાનનો પણ વિરોધ થાય છે. પ્રશ્ન-૧૭૪ – ઠીક છે, પણ હવે અંતિમ નિષ્કર્ષ શું આપશો ? ઉત્તર-૧૭૪ જેમ, એક તંતુ પટમાં ઉપકારી છે તેના સિવાય પણ સમગ્ર પટના અભાવથી કાંઇ એક તંતુ આખો પટ બનતું નથી, તે તો પટના એક દેશ રૂપ છે, પણ સમુદાયરૂપ થયેલા તે તંતુઓ આખા પટના વ્યપદેશવાળા થાય છે. તેમ, અહીં પણ બધા જ - Page #116 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર સમુદિત થયેલા સમયોમાં જ્ઞાન છે એક ચરમ સમયમાં નહિ. તેથી અર્થાવગ્રહના સમયથી પૂર્વ સમયોમાં તે જ જ્ઞાન અત્યંત અસ્પષ્ટ હોય છે તે વ્યંજનાવગ્રહ કહેવાય છે. અને ચરમ સમયે તે જ સ્પષ્ટ અવસ્થા પામેલું અર્થાવગ્રહ કહેવાય છે. એથી જોકે સુપ્ત-મત્ત-મૂચ્છિતાદિ જ્ઞાનની જેમ વ્યક્ત-વ્યંજનાવગ્રહજ્ઞાનસાધક લિંગ તરીકે બનતું નથી તો પણ યથોક્ત યુક્તિથી વ્યંજનાવગ્રહમાં જ્ઞાન સિદ્ધ થાય છે. વ્યંજનાવગ્રહ ના ભેદોઃ આંખ અને મન વિના શેષ ચાર ઇન્દ્રિયોના ભેદથી ચાર પ્રકારનો વ્યંજનાવગ્રહ થાય છે. વિષય અને ઈન્દ્રિયનો પરસ્પર પ્રથમ સંબંધ માત્ર જ વ્યંજનાવગ્રહનો વિષય બને છે, વિષય સાથેનો સંબંધ સ્પર્શન-રસન-પ્રાણ-શ્રોત એ ચાર પ્રાપ્યકારી ઇન્દ્રિયોમાં જ થાય છે. પણ ચક્ષુ અને મનમાં તે સંબંધ થતો નથી. ચક્ષુ અને મન એ બે સિવાય સ્પર્શનેન્દ્રિય આદિ ચારના ભેદથી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે. પ્રશ્ન-૧૭૫ – બધી ઇન્દ્રિયો તો સરખી જ છે તો આ મુખપરીક્ષિકા કેવી કે ચાર સ્પર્શન આદિ ઇન્દ્રિયોમાં વ્યંજનાવગ્રહ મનાય છે બીજે નથી મનાતો ? ઉત્તર-૧૭૫ – સ્પર્શનાદિ ચાર ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે. આંખ અને મન તેવા પ્રાપ્યકારી નથી તેથી એ ચાર ઇન્દ્રિયોના ભેદથી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારનો છે એમાં વળી મુખ પરીક્ષિકા શેની? ત્યાં ઈન્દ્રિય અને વિષયના સંબંધ દ્વારા પ્રાપ્ત થયેલ એવી વિષયભૂત શબ્દાદિક વસ્તુને પ્રાપ્ત કરે છે (સંશ્લેષ દ્વારથી) એટલે પ્રાપ્તકારી કહેવાય છે. પ્રશ્ન-૧૭૬ – તો આ ચાર જ કેમ પ્રાપ્યકારી? ઉત્તર-૧૭૬ –આ ચાર માં જ ઉપઘાત અને અનુગ્રહ દેખાવાથી. જેમકે, કર્કશકંબલનો સ્પર્શ, ત્રિકટુ આદિ નો સ્વાદ અશુચિ આદિના સુંઘવામાં, ભેરી આદિ સાંભળવામાં ત્વચાના છોલાવા આદિમા ઉપઘાત દેખાવાથી, ચંદન-સ્ત્રી-હંસતુલાદિના સ્પર્શમાં, દુધસાકરાદિના સ્વાદમાં, કપૂર આદિ સૂંઘવામાં, કોમળ શબ્દ સાંભળવામાં શીતલતા આદિના સ્પર્શમાં અનુગ્રહ દેખાય છે અને આંખનો તો તીર્ણ કરવત-ભાલા આદિ જોવાથી પણ ફાટવા આદિ ઉપઘાત દેખાતો નથી કે ચંદન-અગરૂ આદિ ધૂપ જોવાથી શીતલતા આદિનો અનુગ્રહ અનુભવાતો નથી. અને મનનો તો અગ્નિ આદિના વિચારમાં પણ દાહ આદિ ઉપઘાત કે જલ-ચંદનના વિચારથી શીતલતાનો કે તરસ છીપવવાનો અનુગ્રહ સંભવતો નથી. તેથી, એ અંતિમ બંને અપ્રાપ્યકારી છે. ભાગ-૧/૮ Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૧૭૭ – સ્પર્શ-રસમાં પ્રાપ્તવિષયતા ઘટે છે પણ શ્રોત્ર-દ્માણમાં તે ઘટતી નથી કારણકે તે બંને તો સ્વદેશથી ભિન્ન દેશમાં રહેલા પણ સ્વવિષયને ગ્રહણ કરે છે આ વાત તો અનુભવસિદ્ધ છે. કારણકે કોઇપણ શબ્દ શ્રોત્રેન્દ્રિયમાં પ્રવેશતો પ્રાપ્ત થતો નથી કે શ્રોત્રેન્દ્રિય પણ તેને પોતાના દેશમાં જતો ઇચ્છતી નથી અને આ બે સિવાય કોઈ અન્ય પ્રકારે વિષય સ્પર્શન ઘટતું નથી દૂર કોઇનો શબ્દ સંભળાય છે એવી લોકોક્તિ પણ સંભળાય છે તથા કપૂર-કુસુમ-કંકુ વગેરેની ગંધ દૂર દૂર રહેલાને પણ નિર્વિવાદ અનુભવાય છે અને દેખાય છે તેથી શ્રોત્ર-પ્રાણની પ્રાપ્તવિષયતા ક્યાંથી ઘટે? ઉત્તર-૧૭૭ – શબ્દ-ગંધ વગેરે કર્તા છે. શ્રોત્ર-પ્રાણ કર્યતાને પ્રાપ્ત છે, અન્ય સ્થાનેથી આવીને શબ્દ-ગંધ શ્રોત-ઘાણને પ્રાપ્ત થાય છે. પણ શ્રોત્ર-પ્રાણ બંને કર્તા રૂપ થયેલા એવા શબ્દ-ગંધના સ્થાને જઈને સ્વયં તેને ગ્રહણ કરતા નથી. એટલે પ્રાપ્તકારી જ થાય. પ્રશ્ન-૧૭૮ – તો શબ્દ-ગંધ પણ શ્રોત્ર-પ્રાણને કઈ રીતે પ્રાપ્ત કરે છે? ઉત્તર-૧૭૮ – શબ્દ-ગંધ ક્રિયા વાળા છે (ગમનાદિ) તેથી અન્ય સ્થાનેથી આવીને શ્રોત્ર-પ્રાણને સ્પર્શે છે. પ્રશ્ન-૧૭૯ – તે કેવા હોવાથી ક્રિયાવાળા છે? ઉત્તર-૧૭૯ – તે પુદ્ગલમય હોવાથી ક્રિયા વાળા છે. જો અપૌલિક હોય તો અમૂર્ત હોય, જેમ, જૈન મતે સક્રિય એવા અમૂર્ત આકાશાદિમાં ગતિક્રિયા નથી તેમ એમની પણ ન હોય એમ વિચારીને પુદ્ગલમયત્વ વિશેષણ કર્યું છે અર્થાત્ પુમિયત્વે સતિ સક્યિો, જે આવા છે ત્યાં ગતિ ક્રિયા છે જ, પુગલસ્કંધોમાં જેમ મૂર્ત અને પુદ્ગલપણું છે તે રીતે તેમાં ક્રિયા છે એમ શબ્દ અને ગંધ પણ પુદ્ગલ હોવાથી તેમાં પણ ગતિ ક્રિયા છે. પ્રશ્ન-૧૮૦ – પુદ્ગલમય હોતા છતાં શબ્દ-ગંધમાં ગતિક્રિયા છે એવો નિર્ણય કઈ રીતે કરાય ? ઉત્તર-૧૮૦ – વાયુથી વહન થાય છે તેથી, જેમકે-પવનના પટલથી વહન થતો હોવાથી ધૂમ ગતિક્રિયાવાળો છે એમ શબ્દ-ગંધ પણ તેનાથી વહન થતા હોવાથી ગતિક્રિયાવાળા છે તથા સંકરણથી ગૃહાદિમાં પિંડ થવાથી ધૂમાડાની જેમ ક્રિયાવાળા તે બંને છે વિશેષ દ્વારથી પાણીની જેમ ગતિક્રિયા વાળા છે. તથા પર્વતના નિતંબાદિમાં પ્રતિઘાતથી પ્રતિખ્ખલન પામતા વાયુની જેમ આ બંને ગતિ-ક્રિયાના આશ્રયવાળા છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર અન્ય હેતુથી ગતિક્રિયાતત્વની સિદ્ધિ - અન્યસ્થળેથી આવીને પોતાની સાથે સંબદ્ધ એવા શબ્દ-ગંધ લક્ષણ અર્થને શ્રોત્ર-પ્રાણ ગ્રહણ કરે છે એનાથી શબ્દ-ગંધની આગમન ક્રિયા જણા છે. — • પ્રાપ્ત જ કઇ રીતે ગ્રહણ કરે ? ૯૯ પ્રશ્ન-૧૮૧ ઉત્તર-૧૮૧ – ઉપઘાત-અનુગ્રહની ઉપલબ્ધિથી જેમકે ભેરી આદિનો મહાશબ્દ પ્રવેશતા શ્રોત્રને બધિરતારૂપ ઉપઘાત જણાય છે, અને કોમલ શબ્દના ગ્રહણમાં અનુગ્રહ થતો જણાય છે, પ્રાણને પણ અશુચિ આદિ ગંધના પ્રવેશથી પૂતિરોગ - આર્શે વ્યાધિરૂપ (મસા વગેરે) ઉપઘાત જણાય છે અને કપૂરાદિ ગંધના પ્રવેશથી અનુગ્રહ જણાય છે. પ્રશ્ન-૧૮૨ – એમ તો શબ્દ-ગંધના સંબંધ વિના પણ આ બંનેને અનુગ્રહ ઉપઘાત થશે ? ઉત્તર-૧૮૨ – અસંબદ્ધ શબ્દ ગંધ લક્ષણ વસ્તુમાં, બધિરતા અને પૂતિ (નાશાકોપરૂપ રોગવિશેષ) આદિ શેષ ઉપઘાત-અનુગ્રહો તે બંનેને કઇ રીતે ઘટી શકે ? શ્રોત્ર-પ્રાણ સાથે સંબદ્ધ જ શબ્દ અને ગંધો સ્વકાર્યભૂત બધિરતાદિ ઉપઘાત-અનુગ્રહને ઉત્પન્ન કરવા સમર્થ છે એ સિવાય નહિ જો એમ થાય તો બધાની ય તેને (અનુગ્રહ-ઉપઘાત) ઉત્પન્ન કરવાની પ્રાપ્તિની અતિવ્યાપ્તિ આવે. - આ રીતે, સ્પર્શ-રસ-પ્રાણ-શ્રોત્રની પ્રાપ્યકારિતા સિદ્ધ થઈ. હવે, મન-નયનની અપ્રાપ્યકારિતા બતાવે છે. लोचनम् अप्राप्तविषयं ग्राह्यवस्तुकृतानुग्रहो - पघातशून्यत्वात्, मनोवत् । જો આંખ ગ્રાહ્ય વસ્તુ સાથે સંબંધ પામીને તેને જાણતી હોય તો અગ્નિ આદિના દર્શને સ્પર્શની જેમ દાહ આદિ ઉપઘાત અને કોમલ ગાદી આદિ જોતાં અનુગ્રહ થાય. પણ એવું તો થતું નથી તેથી લોચન અપ્રાપ્યકારી છે. પ્રશ્ન-૧૮૩ – અત્યારે તો મન પોતે અપ્રાપ્યકારિપણાથી અસિદ્ધ છે તો તેનો દૃષ્ટાંતથી ઉપન્યાસ કઇ રીતે કરશો ? - ઉત્તર-૧૮૩ – સાચું છે, પરંતુ યુક્તિથી તે ત્યાં સિદ્ધ છે એ અમે આગળ જણાવવાના છીએ એમ વિચારીને તેને અહીં દૃષ્ટાંત તરીકે બતાવ્યું છે એટલે દોષ નથી. - પ્રશ્ન-૧૮૪ પાણીને જોતાં લોચનનો અનુગ્રહ જણાય છે અને સૂર્યાદિને જોતાં ઉપઘાત જણાય છે એટલે ‘અનુગ્રહાદિશૂન્યત્વાત્’ એવો તમારો જે હેતુ છે તે જ અસિદ્ધ થઇ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ જાય છે. કેમકે-જલ-ઘી-નીલવસ્ત્ર-વનસ્પતિ ચંદ્રમંડલ આદિ જોવાથી નયનને પરમાશ્વાસનરૂપ અનુગ્રહ થાય છે – સૂર્ય-શ્વેતભીંત આદિ જોવાથી આંખમાંથી પાણી ટપકાવાદિ રૂપ ઉપઘાત દેખાય છે. એથી, “નમણુNહાફ સુuri' એવું કઈ રીતે કહો છો? ઉત્તર-૧૮૪ – અમારા અભિપ્રાયને ન જાણતો વિરોધિ અપ્રસ્તુત બોલે છે. અમે એવું તો કહેતા નથી ને કે ચક્ષુનો કોઈપણ વસ્તુથી ક્યારેય સર્વથા જ અનુગ્રહ ઉપઘાત થતો નથી. તેથી સૂર્યકિરણાદિ દાહ્યાત્મક ઉપઘાત વસ્તુને જાણ્યા પછી લાંબો સમય જોતાં ગ્રાહકની ચક્ષુ પ્રાપ્યને લઈને સ્પર્શનેન્દ્રિયની જેમ બળે છે. એટલાથી અપ્રાપ્યકારી ચક્ષુવાદી એવા અમને કોઈ દોષ નથી, દષ્ટનો બાધ અશક્ય છે. તથા જે સ્વરૂપથી જ સૌમ્ય શીતલ કે શીતરશ્મિ છે જેમકે જલ-ઘી-ચંદ્ર વગેરે વસ્તુ, તે લાંબો સમય જોતાં ઉપઘાતના અભાવે ચક્ષુ ઉપર થતો અનુગ્રહજ માનો એમાં પણ કોઈ દોષ નથી. પ્રશ્ન-૧૮૫ – જો ઉક્ત ન્યાયથી ઉપઘાતક-અનુગ્રાહક વસ્તુથી પણ ચક્ષુનો ઉપઘાતઅનુગ્રહનો અભાવ તમે કહેતા નથી, તો તમે જે કહેવા માંગો છો તે કહો કે ચક્ષુ અપ્રાપ્યકારી કઈ રીતે થાય? ઉત્તર-૧૮૫– પ્રાપ્યકારિતા માટે એવો નિયમ છે કે – (સૂર્યમંડળાદિથી વ્યાપ્તપ્રદેશરૂપ) રૂપના દેશ પાસે જઈને તેને લપેટાઈને ચક્ષુ જોતી નથી. અન્ય સાંભળેલું ન હોવાથી “રૂપ’ કહ્યું છે. અથવા સ્વયં અન્યસ્થાનેથી આવીને ચક્ષુદેશને પ્રાપ્ત થયેલ રૂપને ચક્ષુ જોતી નથી પરંતુ અપ્રાપ્ત યોગ્યદેશમાં રહેલા વિષયને જ તે જુવે છે. પ્રશ્ન-૧૮૬ – આ નિયમથી ચક્ષુ અપ્રાપ્યકારિ દેખાય છે. માત્ર દેખવાથી જ હેતુના ઉપન્યાસ વિના સમીહિતવસ્તુ સિદ્ધિ થતી નથી, એથી કોઈ વ્યાભિચારી હેતુ જણાવવો જોઇએ “અનુગ્રહાદિશૂન્ય” આ પૂર્વગાથાના ભાગથી જો વિષયરૂપ કરેલ અનુગ્રહ-ઉપઘાત શૂન્યત્વલક્ષણ એ હતુ કહ્યો હોય તો અહો! જરાથી જીર્ણથયેલા સૂરીની વિસ્મરણ શીલતા કે જે ઉક્ત હેતુથી ચક્ષુના અનુગ્રહ-ઉપઘાતનો નિષેધ કરે છે અને ‘૩ને પવિાં વિરૂધ્ધ રિલur a' થી ફરીથી તે બંનેને માને છે એથી અમને તમારી આ વચનક્રમની સમજ નથી પડતી કે તમે કહેવા શું માંગો છો? ઉત્તર-૧૮૬ – એવું નથી, તમે અમારી વાત સમજયા નથી, કારણકે પહેલેથી જ વિષય પરિછેદ માત્ર કાળે અનુગ્રહ ઉપઘાત શૂન્યતાને અમે હેતુ તરીકે કરી છે, પાછળથી તો ચિરકાળ સુધી જોનાર એવા પ્રાપ્ત થયેલ રવિકિરણ અથવા ચંદ્ર મરીચિ-નીલવગેરેથી (મૂર્તિમાન) એવા કોઈપણ ઉપઘાતક કે અનુગ્રાહક વિષયથી સ્વભાવે જ ઉપઘાત-અનુગ્રહ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ગુજરાતી પ્રશ્નોત્તર થાય પણ છે આ અભિપ્રાયથી તે બંને ફરીથી જણાય છે એમાં ભૂલવા જેવું કાંઈ નથી અને જો ચક્ષુ વિષયને પામ્યા સિવાય વિષયને જાણતી નથી એવો નિયમ કરીએ તો અગ્નિ-વિષસમુદ્ર-કાંટા-તલવાર-કરવત-સૌવીરાંજન-વગેરેને જોવામાં ચક્ષુને દાહ-ફોડા-ભેજ-પાટનનીરોગતા આદિ લક્ષણ ઉપઘાત-અનુગ્રહનો પ્રસંગ આવે. કારણકે સમાન પ્રાપ્તિમાં ય સૂર્યના કિરણાદિથી તેને દાતાદિ થતા નથી. તેથી એવું તારણ મળે છે કે વિષયને અપ્રાપ્ત કર્યા વિના જ ચક્ષુ જોવે છે કારણ કે મનની જેમ તે ચક્ષુપણ અંજન-દહનાદિકૃત અનુગ્રહઉપઘાતથી શૂન્ય છે વિષયને જાણ્યા પછી તો પાછળથી પ્રાપ્ત થયેલા કોઇપણ ઉપઘાતક કે અનુગ્રાહક મૂર્તિમાન દ્રવ્યથી તેના ઉપઘાત-અનુગ્રહ નો નિષેધ નથી. જેમ વિષ-શર્કરા ખાવાથી મનના પણ મૂર્છા-સ્વાથ્ય વગેરે ઉપઘાત-અનુગ્રહ થાય છે. પ્રશ્ન-૧૮૭ – ચક્ષુમાંથી ચક્ષુસંબંધી કિરણો નીકળીને અને સૂર્યકિરણોની જેમ વસ્તુને પ્રાપ્ત કરીને પ્રકાશે છે એ ચક્ષની પ્રાપ્યકારિતા કહેવાય છે. સૂક્ષ્મ અને તૈજસ્ હોવાથી તેમનો વતિ આદિથી દાહ આદિ થતો નથી. સૂર્યકિરણોમાં પણ તેમજ દેખાય છે. એમ માનવામાં આવે તો શું વાંધો છે? ઉત્તર-૧૮૭ – એકદમ ખોટી વાત છે, તે કથન પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ થતું નથી એટલે એમાં શ્રદ્ધા બેસતી નથી તેવાઓનું પણ અસ્તિત્વ માનો તો અતિવ્યાપ્તિ થઈ જાય. પ્રશ્ન-૧૮૮ – જો ચક્ષુના કિરણો નીકળીને વિષય પ્રાપ્ત કરીને વસ્તુને પ્રકાશે નહિ તો વસ્તુનું જ્ઞાન થાય જ નહિ એવું માનો ને? ઉત્તર-૧૮૮ – ના, કિરણો વિના પણ તેમના-વસ્તુના જ્ઞાનની ઉપપત્તિનો પ્રસંગ આવે, કેમકે મનના તો કિરણો નથી અને અપ્રાપ્ત વસ્તુને એ જાણતું નથી એમ પણ નથી કેમકે, કહેવાતી યુક્તિથી તેની પરિસ્થિત્તિ સિદ્ધ છે સૂર્યકિરણોના ઉદાહરણ માત્રથી અચેતન એવા ચાક્ષુસ કિરણોનો પરિચ્છેદ યુક્ત નથી, જો એમ હોય તો નખ-દાંત-ભાલ-તલ આદિમાં રહેલ શરીરરશ્મિઓ પણ સ્પર્શ વિષય વસ્તુઓનો પરિચ્છેદ કરે એવી અતિવ્યાપ્તિ આવવાના કારણે તમારી વાત બરાબર બંધ બેસતી નથી. પ્રશ્ન-૧૮૯ – તો ચક્ષુ પ્રાપ્ત વિષયને જ ગ્રહણ કરે છે એમ માનો? ઉત્તર-૧૮૯- ના, એમ કહેવામાં તો ચક્ષ સાથે સંબદ્ધ એવા અંજન-મેલ-રજ વગેરેને પણ તે જોઈ શકે, પણ ચક્ષુ તેને જોઈ શકતી નથી તે કારણે પણ તે અપ્રાપ્યકારી છે. હેતુ - ૨ અન્ય વસ્તુથી ચક્ષુની અપ્રાપ્યકારિતા.. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૧૯૦ – જો ચક્ષુ અપ્રાપ્યકારિ છે તો અપ્રાપ્તત્વની સમાનતાથી સકલ અર્થોની પણ સામાન્યથી ગ્રાહક થાય નહિ કે પ્રતિનિયત અર્થોની, પણ અહીં તો તે અમુક અર્થને જ ગ્રહણ કરે છે અને અમુકને ગ્રહણ ન કરે એવું શા માટે ? ઉત્તર-૧૯૦ – ના એમ નથી, તેના પ્રતિબંધક એવા જ્ઞાન-દર્શનાવરણ ત્યાં હોય છે. એટલે ચક્ષુનું અપ્રાપ્યકારિપણું સમાન હોવા છતાં નિયત અર્થને જ ગ્રહણ કરે છે અને મનથી તેમ થવામાં તો વ્યાભિચાર દોષ, આવ છે. કેમકે – અપ્રાપ્યકારિ હોવા છતાં મન અવિશેષથી સર્વ અર્થોમાં પ્રવર્તતું નથી, તેની પ્રવૃત્તિ તો સર્વથા અષ્ટ-અમૃત એવા ઇન્દ્રિયાદિથી અપ્રકાશિત અર્થોમાં દેખાતી નથી. માટે એવો નિયમ નથી કે જે સાધન અપ્રાપ્યકારિ હોય તે સર્વ અર્થને ગ્રહણ કરી જ શકે. મનઃ - મનની અપ્રાપ્યકારિતાની સિદ્ધિ : પ્રશ્ન-૧૯૧ – મન શરીરમાંથી નિકળીને શેય એવા-મેરૂશિખરપર રહેલ જિન પ્રતિમા આદિ પદાર્થ સાથે જોડાય છે. ભલે જાગૃત અવસ્થા હોય કે સ્વપ્રાવસ્થા હોય. એ અનુભવ સિદ્ધ છે. ફક્ત મને જ નહિ પણ લોકમાં ય આ વસ્તુ સિદ્ધ છે એટલે જ તો આપણે કહીએ છીએ કે “મારૂ મન અમુક ઠેકાણે ગયું છે” એથી મન એ પ્રાપ્યકારી છે. અપ્રાપ્યકારી કઈ રીતે થાય? ઉત્તર-૧૯૧ – રોચેન સર સંપૃવ્યો, મન:, શેતાનુપ્રોપધાતામવાત, નોનવત્ જો શેય સાથે તેનો સંપર્ક હોય તો પાણી-અગ્નિ આદિ વિષયની ચિંતાકાળે બંને-અનુગ્રહઉપઘાત સાથે જોડાય. જલ-ચંદનાદિ ચિંતનકાળે શૈત્યાદિ અનુભવવા દ્વારા સ્પર્શની જેમ અનુગ્રહ થાય અને અગ્નિ-વિષ,-શસ્ત્રાદિ વખતે તેનો ઉપઘાત થાય પણ એવું થતું નથી, તેથી ચક્ષુની જેમ મન અપ્રાપ્યકારિ છે. મન બે પ્રકારનું છે દ્રવ્યમન-ભાવમન. હવે, “મન વિષય દેશ પ્રત્યે જાય છે” એમ કહેનારા તમને અમે પૂછીએ છીએ – મેરૂ આદિ વિષય સમીપે દ્રવ્યમન જાય છે કે ભાવ મન ? બંને રીતે દોષ આવે છે – ભાવમન ચિંતાજ્ઞાનપરિણામ રૂપ છે તે જીવથી અવ્યતિરિક્ત હોવાથી જીવ જ ભાવમન છે. તે ભાવમન રૂપ જીવ દેહમાત્ર વ્યાપી હોવાથી બહાર નીકળવા માટે યોગ્ય નથી. જે જે દેહમાત્ર વૃત્તિવાળા છે તે તે દેહની બહાર નીકળતા નથી તેમ જીવ પણ શરીરમાત્ર વ્યાપિ હોવાથી શરીરની બહાર નીકળતો નથી. ये देहमात्रवृत्तयः न तेषां बहिनिःसरणमुपपद्यते, यथा तद्गतरूपादीनाम्, देहमात्रवृत्तिश्च जीवः । Page #122 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૦૩ પ્રશ્ન-૧૯૨ – સર્વત માત્મા, ન તુ માત્રવ્યાપી, અમૂર્તતાત, બાવાશવત્ | (એ લક્ષણથી આત્મા તો સર્વગત છે ને નહિ કે શરીર માત્ર વ્યાપી કારણ કે તે પણ અમૂર્ત હોવાથી આકાશની જેમ સર્વવ્યાપી જ છે ને?) ઉત્તર-૧૯૨– એમ નથી, ભાવપ્રધાનત્વનો નિર્દેશન કરવામાં આવે તો કર્તુત્વાભાવાદિ દોષ આવે છે. જો આત્મા સર્વગત હોય તો ગોપાંગના આદિ પ્રતીત કર્તુત્વાદિ ધર્મો પણ ન ઘટે, જેમકે – સ્તંડાત્મા, સર્વ તત્વ નાશવત્ આદિ શબ્દથી અભોક્તા, અસંસારી, અજ્ઞ, ન સુખી, ન દુઃખી આત્મા વગેરે આવા બધા ધર્મો તેમાં કર્તુત્વ તરીકે સંગત ન થાય એટલે એ સર્વગત ન માની શકાય. પ્રશ્ન-૧૯૩ – આત્મા નિષ્ક્રિય હોવાથી એમાં કવાદિનો અભાવ છે એ વાત સાંખ્યોને તો બાધા કરતી નથી એ લોકો તો કહે છે “મર્તા નિrોડમોડા ” વગેરે. તો અહીં શુ બાધ આવે છે? ઉત્તર-૧૯૪ – ના, એ બરાબર નથી જો આત્મા નિષ્ક્રિય હોય તો પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પ્રાપ્ત થતી ભોસ્તૃત્વાદિ ક્રિયાઓમાં વિરોધ આવે, આ ભોગાદિ કરવાની ક્રિયા પ્રકૃતિની જ છે પુરુષની નથી. ત્યાં અરીસામાં થતા પ્રતિબિબોદયના ન્યાયથી જ ક્રિયાઓને જો તમે માનો તે પણ સંગત થતું નથી. કારણકે, પ્રકૃતિ અચેતન છે. “વૈતન્ય પુરુષ0 સ્વરૂપમ” એવા વનચથી અને અચેતન ભોગાદિક્રિયા માટે યોગ્ય બનતું નથી નહિતો આ વાત ઘટ વગેરેમાં પણ સંગત થઈ જતાં અતિવ્યાપ્ત થાય. આમ, આત્મા કર્તા સિદ્ધ થયો. એટલે કર્તુત્વાદિના અભાવના અભાવથી (કર્તુત્વ) આત્મા સર્વગત નથી એમ નથી પરંતુ સર્વ-અસર્વના ગ્રહણથી પણ એ સર્વગતત્વ સંગત થતું નથી – કેમકે- આત્મા સમગ્રત્રિભુવન ગત હોવાથી પ્રાપ્યકારી તરીકે તેના સ્વીકારથી, તેનાથી અતિરિક્ત-અભિન્ન એવું ભાવમન સર્વગત બની જવાથી સર્વઅર્થ ની પ્રાપ્તિથી સર્વગ્રહણની આપત્તિ આવશે. અને આ રીતે તો બધા જ સર્વજ્ઞ બની જશે. એટલે, ઉક્તન્યાયથી પ્રાપ્ત થયેલા પણ સર્વ અર્થોને કહેલા દોષના ભયથી ગ્રહણ નથી કરતો એમ કહેવાય તો સર્વાથગ્રહણનો પ્રસંગ થાય - પ્રીિત્વે રૂછીનું પિ ગન મા પ્રહોર્ મવમન: પ્રામાવિશેષા, માહ્યત્વેનેછર્થવત્ ! એટલે કે જેમ ભાવમન ઈષ્ટ અર્થોને અગ્રાહ્યપણું હોવાથી ગ્રહણ ન કરે તેમ તે ઈષ્ટ અર્થોને ગ્રાહ્યપણે પણ ગ્રહણ ન કરે કારણ કે, પ્રાપ્તપણે બંનેમાં સમાન છે. પ્રશ્ન-૧૯૫– પ્રાપ્તવાવિશિષ્ટ હોવા છતાં ભાવમન કોઈક અર્થોને ગ્રહણ કરે છે કોઈને નથી કરતો એમ માનોને? Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૧૯૫ – તો તો આ તમારી પ્રગટ ઈશ્વરચેષ્ટા થઈ અને આ વિમર્શમાં ઈશ્વરને લાવવો જરાય ઉચિત નથી. આદિ-શબ્દથી સર્વગત આત્માના બીજા પણ ઘણા દુષણ ઉપસ્થિત થાય છે. જેમકે અંગુઠામાં દહન-દાતાદિ વેદના થઈ તે મસ્તકાદિમાં પણ અનુભવાય છે તેમ સર્વત્ર અનુભવાશે પણ સર્વત્ર એનો અનુભવ તો થતો નથી. આ અનુભવાભાવથી ન અનુભવાતા એવા ભાવોને ભાવ તરીકે માનવામાં આવે અર્થાત્ આત્માનો સર્વસ્થાને ભાવ માનવામાં આવે તો અતિવ્યાપ્તિ આવશે જ અને બીજું આત્મા જો સર્વગત હોય તો અલગ-અલગ દેશમાં રહેલ માળા-ચંદન-સ્ત્રીઆદિ ના સ્પર્શથી નિરંતર સુખ અને આગશસ્ત્ર-જલાદિના સંપર્કથી નિરંતર દાહ, ઘા, ક્લેદન આદિ દુઃખની આપત્તિ આવશે અર્થાત્ સર્વત્ર સુખ-દુઃખનો અનુભવ એક સાથે જ થવા માંડશે. અને મોટી આપત્તિ આવી પડશે. પ્રશ્ન-૧૯૬ – તો પછી જ્યાં શરીર છે ત્યાં જ આ બધું થાય છે અન્યત્ર થતું નથી એમ અમે કહીશું? ઉત્તર-૧૯૬ – કઈ રીતે ? પ્રશ્ન-૧૯૭ – ભાઈ, એવી જ તો આજ્ઞા છે ને? ઉત્તર-૧૯૭ – એમ નહી કહી શકાય, કારણ તેનો તો અહીં વિષય જ નથી. તે ઈહાનો વિષય છે. પ્રશ્ન-૧૯૮ – સહકારી ભાવથી આત્માને શરીરની અપેક્ષા છે એમ માનીએ તો શું વાંધો છે? ઉત્તર-૧૯૮ – ના, નિત્યને સહકારની અપેક્ષા હોતી નથી - જેમકે, અપેક્ષ્યમાણ સહકારીથી તેના દ્વારા કાંઈ વિશેષ ઉપકાર કરાય છે કે નહિ? જો કરાય તો તે ભિન્ન છે કે અભિન્ન? જો ભિન્ન કહો તો તેનું કાંઈ કરેલું જ ન થાય, જો અભિન્ન કરે છે એમ માનો તો તેના કરણમાં તેનાથી સહકારીથી અતિરિક્ત આત્માનો પણ તેના કરણનો પ્રસંગ આવશે, અને કૃત એ તો અનિત્ય છે તેથી આત્મા પણ અનિત્ય થઈ જશે. એટલે આવો દોષ ન આવે એના માટે “ર યિતે” અર્થાત્ અપેક્ષ્યમાણ સહકારી નિત્ય પદાર્થને કાંઈ વિશેષ ઉપકાર નથી કરતો એમ સ્વીકારાય છે. તેથી તે (શરીર) આત્માનું સહકારી થતું નથી. વિશેષ કરણ ન હોવાથી, હવે જો વિશેષ ન કરતું એવું પણ શરીર સહકારી માનો તો આખી દુનિયા સહકારી બની જશે, કારણ કે, તે કાંઈ વિશેષ ઉપકાર નથી કરતું એટલે શરીર માત્રની અપેક્ષા રાખવી ફોગટ છે. તેથી શરીરમાત્રવૃત્તિ જ આત્મા છે સર્વગત નથી, એટલે તેનાથી અભિન્ન ભાવમન શરીરથી બહાર નીકળતું નથી એવો નિષ્કર્ષ આવે છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર પ્રશ્ન-૧૯૯ દ્રવ્યમન તો વિષયદેશમાં જાય છે ને ? ઉત્તર-૧૯૯ ના, કાયયોગની સહાયવાળા જીવે ગ્રહણ કરેલ ચિંતામાં પ્રવર્તક એવી મનોવર્ગણાના અંતઃપાતિ દ્રવ્યના સમૂહરૂપ જે દ્રવ્યમન છે તે પત્થરના ટુકડાની જેમ અચેતન હોવાથી સ્વયં વિજ્ઞાતા નથી દ્રવ્યમન: સ્વયં વિજ્ઞાતૃ ન મવતિ, અચેતનાત્ ૩પત્તશતવત્, એટલે મેરૂ વગેરે વિષય દેશમાં જઈને પણ તે બિચારૂં શું કરે ? ત્યાં ગયેલા પણ તેનાથી કાંઇ જાણી શકાતું નથી. 1 પ્રશ્ન-૨૦૦ જો કે દ્રવ્યમન સ્વયં કાંઇપણ જાણતું નથી છતાં પણ દ્રવ્યમનનો પ્રદિપાદિની જેમ કરણ ભાવ પ્રકાશિતવ્ય વસ્તુમાં છે તેથી કર્તા એવો જીવ કારણભૂત દ્રવ્યમનથી મેરૂઆદિક વસ્તુને જાણે છે. આથી એવો નિયમ સિદ્ધ થાય છે કે - દિપક-મણિચન્દ્ર-સૂર્ય વગેરેના પ્રભાવથી જેમ પદાર્થો જણાય છે તેમ બહાર નીકળેલા દ્રવ્યમન વડે વિષય દેશને પ્રાપ્ત કરીને જીવ પોતે વસ્તુને જાણે છે. (પ્રયોગ :- વૃદ્ધિનિતિન દ્રવ્યમનમા પ્રાપ્ય વિષય નાનાતિ નીવઃ, રળવાત, પ્રીપ-મળિ-ચન્દ્ર-સૂપ્રિમયા વ ા) એવું તમારૂં માનવાનું થશે ને ? પ્રશ્ન-૨૦૧ નીકળતું નથી ? — ઉત્તર-૨૦૦ – કોણ ન માને કે અર્થ પરિચ્છેદ કરવામાં આત્માનું દ્રવ્યમન કારણ છે ? પરંતુ કરણ બે પ્રકારે હોય છે - શરીરગત અંતઃકરણ અને તેનાથી બહાર રહેલું બાહ્યકરણ. ત્યાં આ દ્રવ્યમન એ આત્માનું અંતઃકરણ જ છે. અને ચંદ્ર-સૂર્ય-મણિ-દિપક વગેરેની પ્રભા બાહ્યકરણ છે. કારણ કે એક દેશથી આખો સમુદાય ઓળખાય છે. શ૨ી૨માં ૨હેલા જીવથી મેરૂઆદિ વિષય જણાય છે જેમકે, સ્પર્શનેન્દ્રિયથી કમલનાલાદિ નો સ્પર્શ જણાય છે. પ્રયોગ :- યન્ત:રાં તેન શરીરસ્થિતેનૈવ વિષયં નીવો વૃદ્ઘતિ યથા સ્પર્શનેન, અન્ત:રણં ચ દ્રવ્યમન: । પ્રદિપ-મણિ-સૂર્ય-ચંદ્રપ્રભાદિક તો આત્માનું બાહ્યકરણ છે. એટલે તમે આપેલું દૃષ્ટાન્ત સાધનરહિત છે. અર્થાત્ સાધ્યની સિદ્ધિમાં તેનો ઉપન્યાસ બરાબર બેસતો નથી, એટલે કે, તમે આપેલ દૃષ્ટાંત યથાસ્થાને નથી. તો પછી શરીરસ્થિત એવું તે દ્રવ્યમન પદ્મનાલ તન્તુ ન્યાયથી બહાર કેમ ૧૦૫ – ઉત્તર-૨૦૧ એથી જ અંતઃકરણત્વ લક્ષણ હેતુથી જ દ્રવ્યમન સ્પર્શનની જેમ શરીરથી બહાર નીકળતું નથી પ્રયોગ :- યવન્ત:રળ ત∞રીરાજ્ વહિનં નિમંતિ યથા स्पर्शनम् ॥ - Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ આ રીતે, ભાવમન અને દ્રવ્યમનના બહાર નીકળવાના અભાવે મન અપ્રાપ્યકારી છે એમ જણાવ્યું, હવે મનની અપ્રાપ્યકારિતામાં અનુગ્રહોપઘાતાભાવાત” એવો જે હેતુ કહેલો તે અસિદ્ધ છે. એમ, પર વાદી વાંધો ઉઠાવે છે. પ્રશ્ન-૨૦૨ – દુર્બળતા-હૃદયપીડા વગેરે રોગો દ્વારા મૃત્યુ પામેલ સ્વજન કે નષ્ટ થયેલી વસ્તુને વિચારતા આર્ત-રૌદ્ર ધ્યાન કરતા મનને ઉપઘાત થાય છે એવું અનુમાન કરાય છે. અને ઇષ્ટસંગમ-વૈભવલાભાદિ વસ્તુને વિચારતા મનને હર્ષાદિથી અનુગ્રહ થાય છે એવું પણ દેખાય છે. તે કારણથી, મન ઉપઘાત-અનુગ્રહરૂપ ઉભયધર્મક જ છે. ભાવાર્થ - જે શોકાદિ અતિશયથી દેહોપચયરૂપ, આદિધ્યાનાતિશયથી હૃદયરોગાદિ સ્વરૂપ ઉપઘાત અને જે પુત્રજન્માદિ ઈષ્ટ પ્રાપ્તિચિંતાથી ઉત્પન્ન થયેલ હર્ષાદિ દ્વારા થતો અનુગ્રહ તે જીવન હોવા છતાં ચિંત્યમાન વિષયથી મનનો છે એમ અન્ય માને છે. કારણ કે, તે જીવથી કથંચિતુ અવ્યતિરિક્ત છે, આ રીતે મન ઉપઘાતાનુગ્રહયુક્ત હોવાથી તશૂન્યત્વલક્ષણરૂપ તમે જે હેતુ કહો છો તે અસિદ્ધ જ થાય છે. ઉત્તર-૨૦૨ – જો દ્રવ્યમન મનસ્વથી પરિણત અનિષ્ટ પુદ્ગલ સમૂહરૂપ અતિશય બલિષ્ટ છે એટલે શોકાદિથી ઉભી થતી પીડાથી કર્મપણાને પ્રાપ્ત થયેલા જીવને મન કર્તા થઈને દેહદુર્બળતા આપાદન કરવા પૂર્વક હૃદયના રૂંધાયેલા વાયુની જેમ પીડા કરે છે. અને જ્યારે તે જ દ્રવ્યમનના અનુગ્રહથી જીવને હર્ષાદિ થાય છે તો પછી ચિત્તનીય મેરૂઆદિ શેય મનનું અનુગ્રહ-ઉપઘાત કરવાથી શું આવી પડ્યું? ભાવાર્થ - મનસ્વરૂપે પરિણત થયેલા અનિષ્ટપુદ્ગલના સમુહરૂપ દ્રવ્યમન અનિષ્ટચિંતાના પ્રવર્તન દ્વારા જીવને દેહ દુર્બલતા આદિ પીડા દ્વારા હૃદયરુદ્ધવાયુની જેમ ઉપઘાત ઉત્પન્ન કરે છે. અને તે જ શુભપુદ્ગલપિંડરૂપ મન જીવને અનુકૂલચિંતા ઉત્પન્ન કરવાપૂર્વક હર્ષાદિ અભિનિવૃત્તિથી વૈદ ઔષધ ની જેમ અનુગ્રહ કરે છે. એટલે જીવને દ્રવ્યમન જ અનુગ્રહ ઉપઘાત કરે છે. નહિ કે મનાતા મેરૂ આદિ શેયમન માટે કાંઇપણ કરે છે. એથી, દ્રવ્યમનથી આત્માનો જ અનુગ્રહ-ઉપઘાત થાય છે મનને તો જોય હોવાથી તેની ગંધ પણ આવતી નથી. એટલે અમારું તો કહેવું છે કે જે આ અમે આપેલા હેતુની તમે અસિદ્ધતા બતાવી છે તે ગાંડાની અસંબદ્ધભાષા જેવું છે. પ્રશ્ન-૨૦૩ - તમારી વાત તો અલૌકિક છે કે દ્રવ્યમનથી જીવને દેહોપચય-દુર્બળતારૂપ અનુગ્રહ-ઉપઘાત કરાય છે એવી તો પ્રતીતિ જ થતી નથી. તો પછી એ માનવું કઈ રીતે? ઉત્તર-૨૦૩ – એમાં વળી અલૌકિક જેવું છે શું ? કે જે તમને અને સબાલગોપાલ આખા લોકને આ વાત પ્રતીત છે કે જે ઈષ્ટઆહાર ખાવાથી જીવોનાં શરીરની પુષ્ટિ થાય છે. અને જે અનિષ્ટ આહાર છે તેને ખાવાથી હાનિ થાય છે. જે રીતે ઈષ્ટ-અનિષ્ટ આહાર Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ગુજરાતી પ્રશ્નોત્તર ખાવાથી તેના પુદ્ગલોના અનુભાવથી પુષ્ટિ-હાનિ થાય છે તેમ દ્રવ્યમાન થકી પણ પુદ્ગલ ગુણથી પુષ્ટિ-હાનિ થાય છે એમાં શું દોષ છે? જેમ આહાર ઇનિષ્ટ પુગલમય હોવાથી તેના પ્રભાવે જીવ શરીરોની પુષ્ટિ-હાનિ થાય છે. તેમ દ્રવ્યમન પણ પુગલમય હોવાથી જો તેમની હાનિ-વૃદ્ધિ થાય તો એમાં વાંધો શું છે ? કે જેનાથી પુદ્ગલમય સમાન હોવા છતાં અહીં જ આપને તકલીફ થાય છે. “વિન્તયા વત્સ ! તે નાત શરીરમવું શમ્" રૂતિ ! પ્રશ્ન-૨૦૪ – તો પછી ચિંતાને જ કૃશતા આદિ ઉપઘાત જનક માનો ને? ઉત્તર-૨૦૪ – ના, તે પણ દ્રવ્યમાન થી જ ઉત્પન્ન થાય છે નહિ તો ચિંતા પણ જ્ઞાનરૂપ થઈ જાય અને જ્ઞાન તો અમૂર્ત છે એટલે અમૂર્ત આકાશની જેમ એ પણ ઉપઘાતાદિમાં હેતુ વગરનું થઈ જાય અને અમે આગળ “નમણુપોવાયા વીવા પોનૅહિંતો" એવું કહેવાના જ છીએ. સ્વાભિપ્રાય પરમાર્થ :દ્રવ્યમન શરીરમાંથી નીકળીને મેરૂ આદિ શેય અર્થને ગ્રહણ કરતું નથી કે તે શરીર માં રહેલું બળપૂર્વક પોતાની સમીપ ખેંચીને શેયને ગ્રહણ કરતું નથી આ નિયમ અમે હાથ ઊંચો કરીને કહીએ છીએ. મતલબ કે દ્રવ્યમાન પ્રાપ્યકારી થતું નથી. પ્રતિવાદી જે ઉપઘાત-અનુગ્રહને મનના છે એમ માને છે તે તેના નથી જ એવો અહીં નિયમ કરાય છે. તે દ્રવ્યમન જાતે જ શુભ-અશુભ કર્મવશ ઇષ્ટ-અનિષ્ટ પુદ્ગલ સંઘાતથી ઘટિત હોવાથી માનનારનો અનુગ્રહ-ઉપઘાત કરે એમાં શું દોષ છે? અમે તેનો નિષેધ કરતા નથી, કારણકે અમે તો માત્ર શેયકૃત અનુગ્રહ-ઉપઘાત દ્રવ્યમનનો છે એ વાતોનો નિષેધ કરીએ છીએ. પ્રશ્ન-૨૦૫ – તો પછી જીવના પણ તે બંને દ્રવ્યમન દ્વારા કરેલા છે તો એનો કેમ નિષેધ નથી કરતા? ઉત્તર-૨૦૫ – જીવોના ઉપઘાત અને અનુગ્રહ પુદ્ગલોથી થાય છે તે બરાબર જ છે. કારણ કે ઇષ્ટ-અનિષ્ટ શબ્દાદિ ઉપભોગાદિમાં તેવું દેખાવાથી આ અર્થનો નિષેધ કરવો શક્ય નથી થતો. પ્રશ્ન-૨૦૬ – શબ્દાદિઓ ઈષ્ટનિષ્ટપુદ્ગલાત્મક છે એવું પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ છે. પણ આ દ્રવ્યમન માટે તમે જે ઘોષણા કરો છો કે એ ઈષ્ટાનિષ્ટ પુદ્ગલમય છે એવી અમે કેવી રીતે શ્રદ્ધા કરીએ? Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૨૦૬ – યોગીઓ તો દ્રવ્યમનને પ્રત્યક્ષ જ જોવે છે. અર્વાચીનો-આપણા જેવા તો અનુમાનથી માને છે – “જેમકે જેના સિવાય જે ઉત્પન્ન ન થાય તેના દર્શનથી તે છે એમ માનવું.” જેમકે ફોડલો જોવાથી અગ્નિની બાળવાની શક્તિ, ઇષ્ટ-અનિષ્ટ પુદ્ગલસંઘાત્મક દ્રવ્યમનસિવાય જીવોનો ઇષ્ટ-અનિષ્ટવસ્તુ ચિંતનથી ઉપલબ્ધ થયેલો મુખ પ્રસન્નતાદેહદુર્બળતાદિ અનુગ્રહ કે ઉપઘાત ન થાય. તેથી તદન્યથા ઉપપત્તિથી દ્રવ્યમન પુદ્ગલરૂપ છે એમ સિદ્ધ થાય છે. પ્રશ્ન-૨૦૭ – તો એ બંને ચિંતનીય વસ્તુ કૃત થશે ને? ઉત્તર-૨૦૭ – ના, તો તો જલ-અગ્નિ-ઓદનાદિને વિચારવામાં પણ કુલેદ-દાહ-ભૂખ શાંતિ થવાની આપત્તિ આવશે. પણ એ થતું નથી. પ્રશ્ન-૨૦૮ – “વિક્તવત્સ! તે નાત શરીરભ્રમ ' ઇત્યાદિ લોકોક્તિથી તો તે બંને ચિંતા જ્ઞાનથી થયેલા છે ને? ઉત્તર-૨૦૮ – તે પણ યુક્ત નથી. ચિંતા જ્ઞાન તો અમૂર્ત છે, અમૂર્ત કર્તુત્વ માટે અયોગ્ય હોય છે. જેમકે, આકાશ એમ કહેવાથી કાંઈ અનુગ્રહ કે ઉપઘાત થતો નથી એટલે ચિન્તયા વત્સ !' એ લોકોક્તિ કહેવાય છે તે કારણશક્તિનું કાર્યમાં અધ્યારોપ કરવાથી ઔપચારિક છે. પ્રશ્ન-૨૦૯ – તો ખેદ વગેરે એનાથી ઉત્પન્ન થાય છે એમ માનશું? ઉત્તર-૨૦૯ – આ ખેદ વગેરે વળી શું છે? શું તે જ મનોદ્રવ્યો છે કે ચિંતા જ્ઞાન છે? પ્રથમપક્ષમાં સિદ્ધસાધન દોષ અને બીજો પક્ષ તો – જવાબ આપેલો જ છે કે જ્ઞાન અમૂર્ત છે અમૂર્તિને કર્તુત્વ ઘટે નહિ એટલે એ બંને નિહેતુક નથી, નહિતો સર્વદા ભવન-અભવનનો પ્રસંગ આવે. - "नित्यं सत्त्वमसत्त्वं वा हेतोरन्यानपेक्षणात् अपेक्षातो हि भावनां कादाचित्कत्वसंभवः ॥" એ કથન પ્રમાણે અન્ય હેતુની અપેક્ષા વિનાની વસ્તુ નિત્ય વિદ્યમાન હોય કે અવિદ્યમાન હોય છે. કારણ કે અપેક્ષાથી પદાર્થોને કદાચિત્કપણું હોય છે. અર્થાત્ અનુગ્રહ-ઉપઘાત નિહેતુક થતા હોય તો તેમનો નિરંતર ભાવ અથવા અભાવ જ હોય, કદાચ એમ કહેવામાં આવે કે – જીવાદિ નહિ પણ તે બંનેનો અન્ય કોઈપણ હેતુ છે તો તે પણ બરાબર નથી કારણ કે જીવાદિક તો સદાવસ્થિત હોવાથી સર્વદા તેના કાર્યભૂત અનુગ્રહ-ઉપઘાતનો પણ ભવના-ભવન પ્રસંગ આવી જાય. એમ બુદ્ધિમાન વાચક પોતાની બુદ્ધિથી જ અહીં સમાધાન વિચારે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૦૯ આ રીતે ઉક્તયુક્તિથી સિદ્ધ થયેલું પુદ્ગલમય દ્રવ્યમન મત્તુનો સ્વયં અનુગ્રહ ઉપઘાત કરે, શેયકૃત તે બંને તો મનના નથી જ એટલે મન અ પ્રાપ્યકારી નથી. પ્રશ્ન-૨૧૦ · ભલે જાગૃતાવસ્થામાં મનને વિષયપ્રાપ્તિ ન થાય પણ સ્વાપાવસ્થામાં તો એ થાય. એ વાત અનુભવ સિદ્ધ છે. જેમકે-‘ક્યાંક મેરુશિખરાદિ પર રહેલા મંદિર વગેરેમાં મારૂં મન ગયું' એવું સુતેલાઓ સ્વપ્રમાં અનુભવે જ છે. તથા ‘તંતુ ને મળો સંપન્નૂફ નાઓ વિિમળે વા' | ગા.૨૧૩ IIમાં એવું મેં પહેલાં જ કહેલું છે. એટલે મન પ્રાપ્યકારી થયું ને ? ઉત્તર-૨૧૦ – ‘મારૂં મન અમુક ઠેકાણે ગયું' એવો જે સુતેલા સ્વપ્ર જુવે છે તે પ્રાપ્ત ન થાય તેવું જ હોય છે' સ્વપ્રમાં મેળવેલો લાડુ તેવા પરમાચાર્યો ની જેમ પ્રતિપક્ષો એ સત્ય ન જ માનવો ? એમ કરવામાં વ્યાભિચાર આવે છે. પ્રશ્ન-૨૧૧ – શેની જેમ સત્ય ન માનવું ? ઉત્તર-૨૧૧ અલાત ચક્રની જેમ તે ગોળ હોવાથી જલ્દી ભમતું એવું ભ્રાન્તિ વશ અચક્ર પણ ચક્રની જેમ લાગતું જેમ સત્ય નથી તેમ અચક્રરૂપથી જ ત્યાં સત્ય છે. ભ્રમણ પુરું થતાં તે સ્વાભાવિક જ લાગે છે. એમ સ્વપ્ર પણ સત્ય નથી તેથી ઉપલબ્ધ મનના મેરૂગમનાદિક અર્થ અસત્ય છે. તે અસત્ય હોવાથી સ્વપ્રનાશે તેઅર્થનો અભાવ હોયછે. અને જાગ્યા પછી વ્યક્તિને તેનાં અભાવને તે અવસ્થામાં શરીરમાં રહેલું મન જ અનુભવ કરે છે. પ્રશ્ન-૨૧૨ - • સ્વપ્રાવસ્થામાં મેરૂ આદિ ઉપર જઇને તે મન જાગૃતાવસ્થામાં નિવૃત્ત થશે એટલે તમે જે ‘વ્યાભિચારાત્' હેતુ આપેલો છે તે જ અસિદ્ધ છે. - ઉત્તર-૨૧૨ – મેં વ્યાભિચાર તરીકે જે હેતુ કહ્યો છે તે આ પ્રમાણે સિદ્ધ છે. વિભક્તિ વ્યત્યય થી અર્થાત્ સ્વદર્શનથી સ્વ-આત્માનું મેરુ આદિ માં રહેલ જિનગૃહાદિ ગતનું દર્શન સ્વદર્શન તસ્માત્ જેમકે ક્યારેક કોઇ પોતાનું મન સ્વપ્રમાં મેરૂ આદિમાં ગયેલું જોવે છે. તથા કોઈ શ૨ી૨ને આત્માને પણ નંદનતરૂના કુસુમાવચયાદિ કરતું ત્યાં ગયેલું જોવે છે. તે તેવું હોતું નથી. અહીં રહેલાઓ તે સુતેલાને અહીં જ જોવે છે. અને બે આત્માનો તો સંભવ નથી જ, કુસુમ પિરમલાદિ માર્ગ જનિત પરિશ્રમાદિ અનુગ્રહ-ઉપઘાત ત્યાં હોતા નથી. આ જગતમાં સુતેલો કોઈ પોતાના શરીરને અન્યત્ર નંદનવનાદિમાં ગયેલું સ્વપ્રમાં જુએ છે, પણ એ શરીર નંદનવનાદિમાં સંગત થતું નથી. કારણકે, અહીં રહેલા તેને અહીં જ જોવે છે. એટલે જાગેલાને ત્યાં રહેલા અનુગ્રહ ઉપઘાત રૂપ કુસુમપરિમલ-માર્ગશ્રમાદિક Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ સ્વરૂપ પ્રાપ્ત થતું નથી. તેથી, સુપ્તાવસ્થામાં પણ મન અન્યત્ર જતું નથી, દેહગમન દર્શનથી એનો વ્યાભિચાર આવે છે. ૧૧૦ પ્રશ્ન-૨૧૩ – કોઈને સ્વપ્ર આવ્યું હવે જાગ્યા પછી તેના મુખ પર હર્ષ-શોકાદિ સ્પષ્ટ દેખાય છે તો જે હર્ષ-વિશાદાદિ છે તે કેવા છે ? સ્વપ્રમાં જિનસ્નાત્ર દર્શનાદિમાં જે સુખ અનુભવ્યું, ઇચ્છિત લાભ ન થવાદિમાં જે દુઃખ અનુભવ્યું. તે બંનેના વિષયમાં યથાસંખ્ય જે રાગ-દ્વેષના ચિહ્નો છે આદિ શબ્દથી ઉન્માદ-માધ્યસ્થ વગેરેનું ગ્રહણ કરવું આવા લિંગોથી જાગેલાને અનુગ્રહ-ઉપઘાત દેખાય છે. એટલે તમારો આપેલો હેતુ અસિદ્ધ છે, (અનુપ્રશ્નોપધાતાનુપત્નમ્માત્) દા.ત. - “દર્શન કરવા યોગ્ય એવા જે પ્રભુ સ્મરણ માત્રથી પણ જીવોનાં મોટા ભયોને દૂર કરે છે એવા ત્રિભુવન પૂજિત પાર્શ્વનાથ પ્રભુને મેરુ પર્વત પર બત્રીશ ઇન્દ્રો વડે પરસ્પર સ્પર્ધાથી સ્નાન કરાવાતા બાલ્યાવસ્થાનાં સ્વપ્નમાં મેં આજ આંખથી જોયા તેથી મારાથી પણ આ આંખો ધન્ય છે કે જેણે તે પ્રભુને સાક્ષાત્ જોયા’’ એવા પ્રકારનો હર્ષ એ સ્વપ્નમાં અનુભવેલા સુખના રાગનું ચિહ્ન છે, તથા “જ્યાં પરમાત્મા બિરાજમાન થયેલા છે એવા દેવ-દેવેન્દ્રોથી શોભિત સમવસરણની ભૂમિમાં હું જ્યાં પ્રવેશું છું ત્યાં મારી ઊંઘ ઊડી ગઈ” વગેરે પ્રકારનો વિષાદ એ સ્વપ્નાનુભૂત દ્વેષનું ચિહ્ન છે. આ રીતે મન દ્વારા જ હર્ષ-શોકની અનુભૂતિ થઇ ને ? ઉત્તર-૨૧૩ – અમે પણ સ્વપ્રમાં થતા સુખાનુભવાદિ વિષય વિજ્ઞાનથી ઉત્પન્ન થતા હર્ષ-શોકાદિનો વિરોધ કરતા નથી. તેમને રોકતા નથી. જેમકે જાગૃત અવસ્થામાં થતા હર્ષાદિ, તે આ રીતે - જાગૃતાવસ્થામાં કેટલાંક પોતાને અનુભુત સુખાદિના અનુભવાદિ જ્ઞાનથી ખુશ થાય છે કે દુઃખી થાય છે. એટલે દૃષ્ટ વસ્તુનો નિષેધ ન કરી શકાતો હોવાથી અમે સ્વપ્ર વિજ્ઞાનથી પણ તેના નિષેધને કહેતા નથી. પ્રશ્ન-૨૧૪ – તો તમે શું કહો છો ? ઉત્તર-૨૧૪ જે ભોજનાદિ ક્રિયાનું તૃપ્તિ આદિ ફળ છે. તે સ્વપ્ર વિજ્ઞાનથી થતું નથી, એમ અમારૂં કહેવું છે. તે ક્રિયાનું ફળ ત્યાં તૃપ્તિ - ભૂખ નાશરૂપ, મદ = સુરાપાનાદિ જનિત વિક્રિયા રૂપ વધ = શિરચ્છેદાદિથી થતી પીડા સ્વરૂપ, બન્ધ બેડી આદિ માં બંધનનો સ્વભાવ. આદિ શબ્દથી પાણી-અગ્નિઆદિમાં પ્રવેશથી કલેદ-દહનાદિ જો આ તૃપ્તિઆદિ સ્વરૂપ ભોજનાદિ ક્રિયાફળ સ્વપ્ર વિજ્ઞાનથી થાય તો મનની વિષય પ્રાપ્તિરૂપ પ્રાપ્યકારિતા થાય તે બરાબર છે પણ એવું તો છે નહિ, કેમકે આવી રીતનું કાંઇપણ ઉપલબ્ધ થતું નથી. માટે મન પ્રાપ્યકારી થતું નથી. - = Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ગુજરાતી પ્રશ્નોત્તર પ્રશ્ન-૨૧૫ – સ્વપ્રમાં અનુભવેલી ક્રિયાનું ફળ જાગૃત અવસ્થામાં પણ થાય જ છે ને? જેમકે - સ્વપ્રમાં પણ સુરતક્રિયાનો અર્થી પુરુષ સ્ત્રીની સાથે સંગમક્રિયા કરે છે. અને તેનાથી થતો શુક્રપુગલ-વીર્યનો નિસર્ગ સ્વપ્રમાં અનુભવેલી કામ ક્રિડાના ફળરૂપ જાગેલા એવા પણ કોઈને પ્રત્યક્ષ જ દેખાય છે. તેના દેખાવાથી સ્વપ્રમાં કરેલી સ્ત્રી સંભોગક્રિયાનું અનુમાન કરાય છે. તે આ રીતે - યત્ર વિસર્જાતંત્ર યોપિન્ટ્સના ભવિતવ્યમ, યથા વીસમવનાનો, તથા સ્વને, તોડ્યાપિ યોજિત્રા વિતવ્યમ, આમ, સ્વપ્નમાં થયેલ સ્ત્રી સંગમના ફળસ્વરૂપ વીર્ય વિસર્ગ જાગૃત થયા પછી પણ જણાય છે. એ રીતે મનની પ્રાપ્યકારિતા કેમ ન થાય? ઉત્તર-૨૧૫ – ભલે, યોષિત સંગમ રૂપ સાધ્યમાં તમે વ્યંજનવિસર્ગરૂપ હેતુ બતાવ્યો પણ એ હેતુ ય એકાંતિક નથી કારણકે, સ્વપ્રમાં થતો વ્યંજન વિસર્ગ તે તેની પ્રાપ્તિ સિવાય (સ્ત્રી પ્રાપ્તિ) પણ “તે કામિનિ ને હું એવું છું' એવા સ્વમતિ ઉત્નેક્ષિત તીવ્ર અધ્યવસાયથી કરાયેલો જાણવો. જેમકે જાગતો પણ તીવ્રમોટવાળો પ્રબળ વેદોદયયુક્ત હોય એવો કામિની ને મરતો પ્રત્યક્ષની જેમ જોતો બુદ્ધિથી ભોગવેલી માનતો જે તીવ્ર અધ્યવસાય છે તેનાથી જે રીતે વીર્ય નિસર્ગ થાય છે તેમ સ્વપ્રમાં પણ સ્ત્રીની પ્રાપ્તિ વિના પણ સ્વયં ઉન્મેક્ષિત તીવ્ર અધ્યવસાયથી થતો વીર્યવિસર્ગ માનવો. નહિ તો તત્કણે જ જાગેલો એવો તે પાસે પ્રિયતમાને પ્રાપ્ત કરે અને તત્કૃત સ્વપ્રમાં પ્રાપ્ત એવા નખ-દાંત-પદાદિને જોવે પણ એમ થતું નથી તેથી હેતુ અનૈકાન્તિક છે. હેતુમાં વ્યાભિચાર આવે છે. અને બીજી વાત - સ્વપ્રમાં સંભોગક્રિયાદિથી થતો જે વીર્યનિસર્ગ છે તે જો સ્ત્રી પ્રાપ્તિમાં અવ્યાભિચારિ હોય તો સંભોગ દ્વારા ભોગવેલી યુવતિને પણ મેં અમુક સાથે સંભોગક્રિયા અનુભવી “એવી સુરત પ્રતીતિ થાય તથા રતિ સુખ અને ગર્ભાધાનાદિ પણ થાય, આદિ શબ્દથી પેટની વૃદ્ધિ-દોહદ, પુત્રજન્માદિ થવું જોઈએ પણ એ તો તેને થતા નથી. તેથી, તે સ્વપ્રમાં કરેલી સંભોગક્રિયા નિષ્ફળ જ છે. અને સ્ત્રીને ભોગવવા દ્વારા ઉત્પન્ન થતા વિશિષ્ટ એવા ગર્ભાધાનાદિ ફળના અભાવથી કહેવાય છે. કે સ્વપ્રમાં સ્ત્રી પ્રાપ્તિપૂર્વકની વિશિષ્ટ સંભોગક્રિયા નથી કે તેનું ગર્ભાધાનાદિ વિશિષ્ટ ફળ નથી. ત્યાં જે તીવ્રવેદોદયથી પ્રગટ થયેલી કામક્રીડા છે તે માત્ર વીર્યનિસર્ગ રૂપ ફળથી જ સામાન્ય ફળવાળી છે, પણ ગર્ભાધાનાદિરૂપ વિશિષ્ટ ફળવાળી નથી. એટલે એની અપેક્ષાએ આ ક્રિયા નિષ્ફળ છે એમ કહેવાય છે. આ રીતે, યથોક્ત વિશિષ્ટફળના અભાવે અને ફળમાત્રથી સ્ત્રી પ્રાપ્તિની અસિદ્ધિથી મન પ્રાપ્યકારી નથી બનતું. પ્રશ્ન-૨૧૬ – સ્વ. પણ કોઈને સત્યફળવાળું દેખાય છે જેમકે જેણે જે પ્રકારે રાજ્યલાભાદિ જોયું છે તેને તે રીતે તે ફળે છે. તો કેમ સ્વપ્રમાં ઉપલબ્ધ મનનું મેરૂગમનાદિ સત્ય ન મનાય ? Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૨૧૬ – આ ઉપાલંભ યુક્ત નથી. સ્વપનું સત્યપણું અમે સર્વથા નિષેધ્યું નથી. પ્રશ્ન-૨૧૭ – તો શેનો નિષેધ કરો છો? ઉત્તર-૨૧૭ – સ્વપ્રમાં મેરૂગમનાદિ ક્રિયા, માર્ગશ્રમ-કુસુમપરિમલ આદિ ક્રિયાઓ આ બંનેનો અમે પૂર્વોક્ત યુક્તિથી સત્યતયા નિષેધ કરીએ છીએ. પ્રશ્ન-૨૧૮ – તો એવું શું છે કે જેનો તમે સ્વપમાં નિષેધ કરતા નથી? ઉત્તર-૨૧૮ – સ્વપ્રમાં જે જિનસ્નાત્ર દર્શનાદિ જ્ઞાન છે અને જાગતા જે તેનું હર્ષાદિ ફળ છે તે અનુભવસિદ્ધ હોવાથી તેને કોણ નિવારી શકે ? તથા જે ભવિષ્યના ફળની અપેક્ષાએ સ્વપ્રનો નિમિત્ત ભાવ છે તેને કોણ રોકે ? અને તેનાથી થનારા ફળને પણ કોણ નિવારે ? એજ રીતે મેરૂગમન આદિ ક્રિયા યુક્તિથી બંધ બેસતી નથી. તેનો નિષેધ કરીએ છીએ કેમકે, એ વિજ્ઞાનો યુક્તિથી પણ ઘટતાં નથી. આ બધી માન્યતાઓ છતાં મન પ્રાપ્યકારી છે એવું કાંઈ સિદ્ધ થતું નથી. પ્રશ્ન-૨૧૯ – સ્વપ્રનો નિમિત્તભાવ કેમ નિવારી ન શકાય? ઉત્તર-૨૧૯ – શાસ્ત્ર અને લોકમાં પણ પ્રસિદ્ધ એવા સ્વગત નિમિત્તો જે ભવિષ્યમાં થનારા શુભાશુભ ફળને જણાવે છે, તે કાયિક – બાહુઆદિમાં શરીરની સ્કૂરણા ભવિષ્યના શુભાશુભ ફળને જણાવે છે, વાચિક-અચાનક બોલાયેલું કોઈનું નામ લીધું ને આવી જાય તે. માનસ-સ્વપ્રમાં થાય છે આ બધા નિમિત્તો લોક-શાસ્ત્ર પ્રસિદ્ધ અને યુક્તિયુક્ત છે તેથી તેનો નિષેધ ન કરી શકાય. પ્રશ્ન-૨૦– મ્યાનષ્ક્રિનિંદ્રામાં રહેલ હાથીના દાંતને ખેંચવામાં પ્રવૃત્ત થયેલાને સ્વપ્રમાં મન પ્રાપ્યકારી છે. તે પૂર્વકનો વ્યંજનાવગ્રહ સિદ્ધ થાય છે. જેમકે - તે અવસ્થામાં તે એવું માને છે કે હાથીના દાંત ખેંચવાદિ આ બધું હું સ્વપમાં જોઉં છું એટલે એ સ્વપ્ર છે એમ માનીને મનોવિકલ્પ પૂર્વકની દાંત ખેંચી કાઢવા આદિની ક્રિયા એ કરે છે, એટલે મનની પ્રાપ્યકારિતા અને તપૂર્વક મનનો વ્યંજનાવગ્રહ થતો તમે કેમ રોકી શકશો? ઉત્તર-૨૨૦ – સ્થાનધિનિંદ્રાના ઉદયમાં વર્તમાન જીવનો ઉપર કહેલી ઉક્તિઓથી સ્વપ્રાવસ્થામાં પણ વિષયપ્રાપ્તિના અભાવે મનનો વ્યંજનાવગ્રહ નથી. ભલેને માંસભક્ષણદંતકર્ષણાદિ કરતો ગાઢનિદ્રાના ઉદયથી પરવશ થવાથી સ્વપ્રની જેમ માનનારની વ્યંજનાવગ્રહતા ભલે થાય અને એનો નિષેધ કરતા નથી. પ્રશ્ન-૨૨૧ – તો તો પછી અમારું ઇચ્છિત સિદ્ધ થયું ને? Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ગુજરાતી પ્રશ્નોત્તર ઉત્તર-૨૨૧ – હા જો, તે વ્યંજનાવગ્રહતા મનની હોય તો, પણ તે તેની નથી. પ્રશ્ન-૨૨૨ – તો તે કોની છે ? ઉત્તર-૨૨૨ – તે તો ખરેખર પ્રાપ્યકારી એવા શ્રવણ-રસન-પ્રાણ-સ્પર્શનેન્દ્રિયની છે. કહેવાય છે કે સ્વાનષ્ક્રિનિદ્રાના ઉદયમાં નાટક-રંગમંચાદિમાં ગીતાદિ સાંભળનારને શ્રોત્રેન્દ્રિયનો વ્યંજનાવગ્રહ હોય છે. કપૂરાદિ સુંઘતા ઘાણનો, માંસ-મોદકાદિ ખાવાથી રસનો, સ્ત્રીના શરીરાદિને સ્પર્શતા સ્પર્શનો વ્યંજનાવગ્રહ થાય છે. નયન-મનનો થતો નથી. વહ્નિ-છરી આદિ વિષયકૃત-દાહ-પાટનાદિ પ્રસંગથી તે બંનેમાં વિષય પ્રાપ્તિ નથી. વિષયપ્રાપ્તિ વિના વ્યંજનાવગ્રહ અસંભવ છે. પ્રશ્ન-૨૨૩– સ્થાનષ્ક્રિનિદ્રાના ઉદયમાં સ્વપ્રની જેમ માનનારો કોઈ શું કાંઈપણ ચેષ્ટા કરે છે કે જેથી તેના કરવામાં વ્યંજનાવગ્રહ થાય? ઉત્તર-૨૨૩ – આ વિષયમાં કેટલાંક ઉદાહરણો છે : ૧. માંસ :- કોઈ ગામમાં કોઈ કુટુંબી હતો તે માંસવૃદ્ધ કાચા, પાકાં, કેવલ તળેલાં અને શાકમાં નાંખેલા માંસ ખાય છે. એકવાર ગુણાતિશાયિ કેટલાક સ્થવિરોએ પ્રતિબોધ કરી અને દીક્ષા આપી. ગામે-ગામ વિચરતાં ક્યારેક કોઈ સ્થાનમાં કેટલાક માંસ લુબ્ધો દ્વારા કપાતો પાડો જોયો તેને જોઈને તેને માંસ ખાવાની ઇચ્છા થઈ. એ ઈચ્છા ખાતાં, ચંડિલ જાતાં, ચરમ સૂત્ર પૌરુષી, પ્રતિક્રમણ ક્રિયા રાત્રિપોરિષી કરતા છતાં નષ્ટ ન થઈ. વધુ શું કહેવું ? એ ઇચ્છાવાળો જ સુતો પછી ત્યાનદ્ધિનો ઉદય થયો ઊઠીને ગામની બહાર ભેંસોના ટોળામાં જઇને બીજા એક પાડાને મારીને તેનું માંસ ખાધું. બચેલું લાવીને ઉપાશ્રયની ઉપર નાંખીને સુઈ ગયો. સવારે ઉઠ્યો. “મેં આવું સ્વપ્ર જોયું” એમ ગુરૂ પાસે આલોચના કરી સાધુઓએ ઉપાશ્રય ઉપર તે માંસ જોયું. તેથી “આ સ્થાનદ્ધિના ઉદયવાળો છે” એમ જાણ્યું એટલે સંઘે લિંગ લઈને રવાના કર્યો. ૨. મોદક - કોઈ સાધુ ભિક્ષા માટે ફરતાં કોઈ ઘરમાં પટલકાદિમાં મૂકેલા ઘણા સુગંધિ સ્નિગ્ધ મધુર મોદકો જોયા. માર્ગમાં રહેલા તેણે તે લાંબો સમય જોયા. પણ એમાંથી કાંઈ પણ મળ્યું નહિ. ત્યારબાદ અવિચ્છિન્નઅભિલાષવાળો તે સુઈ ગયો. ત્યાનદ્ધિ નો ઉદય થતાં રાત્રિમાં તેના ઘરે જઈ કબાટો તોડીને સ્વેચ્છાએ મોદકો ખાઈને બચેલા પાત્રામાં નાંખીને ઉપાશ્રયે આવીને પાત્રા સ્થાને મૂકીને સુઈ ગયો. ઊઠીને તર્થવ ગુરૂ પાસે આલોચના કરી. પડિલેહણા સમયે પાત્રો જોતાં સાધુએ પાત્રામાં તે લાડુઓ જોયા. ગુરુએ એનો સ્વાનદ્ધિનો ઉદય જાણ્યો એટલે એજ રીતે સંઘે લિંગ પારાચિક આપી એને પણ રવાના કર્યો. ભાગ-૧/૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ૩. દાંત - એક સાધુને દિવસે હાથીએ હેરાન કર્યો કોઈપણ રીતે ભાગીને ઉપાશ્રય આવ્યો હાથી ઉપર ગુસ્સો દુર ન થયો એમને એમ રાત્રે સુતો. મ્યાનદ્ધિનો ઉદય થયો. તેના ઉદયે વજઋષભનારાચ સંઘયણવાળાને વાસુદેવના અર્ધબળવાળો શાસ્ત્રમાં કહ્યો છે. એથી નગરના દરવાજા તોડીને મધ્યમાં જઈને હાથીને મારીને દાંત ખેંચી પોતાના ઉપાશ્રયના દ્વારે નાંખીને સુતો. સવારે સ્વપ્ર છે એમ આલોચના કરી, દાંત જોવાથી ત્યાનાદ્ધિનો ઉદય જાણ્યો. લિંગ લઈને સંઘે રવાના કર્યો. ૪. કર્કશશબ્દ - એક કુંભારે મોટા ગચ્છમાં દીક્ષા લીધી. એકવાર સુતેલા એને સ્યાનદ્ધિનો ઉદય થયો, એથી એ પહેલા જેમ માટીનાં પિંડો તોડતો હતો તેવા અભ્યાસથી જ સાધૂના માથા ફોડીને કબંધોની સાથે એકાંતમાં ફેંક્યાં તેથી બચેલા કેટલાક સાધુઓ ભાગી ગયા. સવારે સમ્યગુરીતે તેની બધી ચેષ્ટાઓ જાણી સંઘે તે રીતે જ તેને રવાના કર્યો. ૫. વટશાખા ભંજન :- કોઈ સાધુ બીજા ગામમાંથી ગોચરી લઇને પાછો ફર્યો. ગરમીથી થાકેલો, ભરેલા પાત્રવાળો, તરસ્યો, ભૂખ્યો, કાયાર્થી, માર્ગમાં રહેલો વટવૃક્ષની નીચે આવ્યો ત્યાં અત્યંત નીચે રહેલી તેની ડાળી સાથે માથું અફળાયું અત્યંત વેદના થઈ. ગુસ્સો શાંત થયા વિના સુતો, સ્વાદ્ધિના ઉદયે રાત્રે જઈને વટશાખા તોડીને ઉપાશ્રયના દરવાજે નાંખીને ફરી સુઈ ગયો. “સ્વપ્ર જોયું” એમ આલોચના કરતાં સ્યનાદ્ધિનો ઉદય જણાતાં લિંગ લઈને સંઘે રવાના કર્યો. આ પ્રમાણે “fiતુ ને મને સંપન્ક નામો વ સિમિને વા' એ પૂર્વપક્ષની ગાથાનો પ્રથમાધ અપાત કરાયો હવે “સિદ્ધાર્થ નોમિ વિ' એ ઉત્તરાઈને ખંડિત કરતાં કહે છે જેમ દેહસ્થ એવી પણ આંખ “ચંદ્રમાં ગઈ” એવું લોક બોલે છે, તે સાચું નથી, કારણ એમ કરવાથી ચક્ષુની વહ્નિ આદિ દર્શનથી તસ્કૃત દાહાદિની આફત આવે તે જ પ્રકારે મનનું પણ આ રીતે રૂઢ છે કે “અમુત્ર વાત એ મન: પ્રશ્ન-૨૨૪ – રૂઢિ પણ સત્ય હોય છે ને? ઉત્તર-૨૨૪ – બધી રૂઢિ કાંઇ સાચી હોતી નથી “ટે વટે વૈશ્રવણશત્વરે ઘરે શિવઃા પર્વત પર્વતે રામઃ સર્વને મધુસૂવનઃ ” આવી અસત્ય રૂઢિઓ પણ દેખાય છે. પ્રશ્ન-૨૨૫ – (૧) ભલેને મેરૂશિખરાદિ કે જલ-જ્વલનાદિ વિષયને ગ્રહણ ન કરે તો પણ મનનો વ્યંજનાવગ્રહ યોગ્ય છે. કેમકે“નમસંવેળસમો ૩વો' જે કારણથી ચવાનો જ નાનાતિ' વગેરે વચનથી સર્વ છઘસ્થ ઉપયોગ અસંખ્ય સમયથી શાસ્ત્રમાં બતાવ્યો છે, એક-બે સમયનો નહિ. અને જે કારણથી તે ઉપયોગસંબંધિ અસંખ્ય સમયોમાં Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ગુજરાતી પ્રશ્નોત્તર બધામાંય પ્રત્યેક અનંત મનોદ્રવ્યો મનોવર્ગણાઓથી જીવ ગ્રહણ કરે છે. અને દ્રવ્યો કે તેનો સંબંધ પહેલાં અહીં તમે જ વ્યંજને કહ્યો છે. તે કારણે તેવું દ્રવ્ય કે તેવો સંબંધ વ્યંજનવ્યંજનાવગ્રહ છે. જે મનનો ઘટે છે જેમકે-શ્રોત્રેન્દ્રિયદ્વારા અસંખ્ય સમયો સુધી ગ્રહણ કરાતા શબ્દાદિ પરિણતદ્રવ્યો કે તેનો સંબંધ વ્યંજનાવગ્રહ છે તેમ અહીં પણ અસંખ્ય સમય સુધી ગ્રહણ કરાતા મનોદ્રવ્યો કે તેનો સંબંધ પક્ષપાતને છોડીને મધ્યસ્થ થઇને કેમ તમે માનતા નથી? અને વિષયની સંપ્રાતિ સિવાય અન્ય ભંગાથી મનનો વ્યંજનાવગ્રહ સમર્થિત કર્યો. (૨) હવે વિષયસંપ્રાપ્ત મનનો વ્યંજનાવગ્રહ - શરીરમાંથી ન નીકળેલા મેરૂઆદિ અર્થમાં ન ગયેલા પણ સ્વકાયમાં હૃદયાદિકમાં અતીવસંબદ્ધ મનને વિચારતા મનનો શેયસ્વકાય સ્થિત હૃદયાદિ સાથે સંબંદ્ધ પ્રાપ્તિરૂપ તે જોયસંબંધમાં વ્યંજનાવગ્રહ ઘટે છે. આમ, અપ્રાપ્ત અને પ્રાપ્તકારી બંને પ્રકારે મનનો વ્યંજનાવગ્રહ થાય જ છે ને? ઉત્તર-૨૨૫ – (૧) પૂર્વપક્ષે આપેલા પ્રથમપક્ષનું પ્રતિવિધાન - આ બધું પોતાના અસત્યક્ષ-પરના સત્પક્ષવિષયથી ફેલાતા મહારાગ-દ્વેષગ્રહગ્રસ્ત મનની વિહ્વળતા સૂચક જાણવું. કેમકે-શ્રોત્ર-ધ્રાણ-રસન-સ્પર્શનેન્દ્રિય ચતુટ્યથી ગ્રાહ્ય શબ્દ-ગંધાદિ વિષયના સંબંધી વ્યંજનો એટલે કે શબ્દાદિ પરિણતદ્રવ્યોનું જે ઉપાદાન છે તે વ્યંજનાવગ્રહ અમને માન્ય છે એવું વિરોધિ પણ જાણે જ છે. પહેલાં પણ વારંવાર અમે કહ્યું જ છે. પણ તું કહે છે તે વ્યંજનાવગ્રહ નહિ. પ્રશ્ન-૨૨૬ – તો પછી મનોદ્રવ્યો પણ મનના ગ્રાહ્ય થશે તો તેનો પણ શ્રોત્રાદિ જેમ વ્યંજનાવગ્રહ થશે એમાં અસંબદ્ધ શું છે? ઉત્તર-૨૨૬ – તારી વાત બરાબર નથી. કેમકે, ચિંતા દ્રવ્યરૂપ મન અહીં લેવાનું નથી પરંતુ પ્રહ પૃઢતેવાતે શબ્દાર્થોિડબેનેતિ પ્રણમ્ લેવું. મનનું મેરૂશિખરાદિ ગ્રાહ્ય તો સુપ્રતીત જ છે. એથી તે કરણભૂત મનોદ્રવ્ય રાશિનો વ્યંજનાવગ્રહના અધિકારમાં શું અવસર છે ? કોઈ નહિ, ગ્રાહ્યવસ્તુના ગ્રહણમાં જ વ્યંજનાવગ્રહ થાય છે. મનોદ્રવ્યો ગ્રાહ્યરૂપતાથી ગ્રહણ થતા નથી પણ કરણરૂપે ગ્રહણ થાય છે તેથી તેનો વ્યંજનાવગ્રહ ન થાય. એટલે તમારી વાત અસંબદ્ધ છે. - (૨) જે “રેરાળિયસ' ગાથા દ્વારા મનની પ્રાપ્યકારિતા કહી છે તે પણ બરાબર નથી, કેમકે, સ્વકાયહૃદયાદિક મનનો સ્વદેશ જ છે અને જે વસ્તુ જે દેશમાં રહે છે તેનાથી સંબદ્ધ જ હોય છે. તેમાં શું વિવાદ છે ? એવી કઈ વસ્તુ છે જે આત્મદેશથી અસંબદ્ધ છે ? એ પ્રમાણે પ્રાપ્યકારિતા માનતા તો સર્વ જ્ઞાન પ્રાપ્યકારી જ છે, તે બધું જીવથી સંબદ્ધ જ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ છે. તેથી પારિશેષ્યથી બાહ્યર્થ અપેક્ષાથી જ પ્રાપ્યકારિત્વ-અપ્રાપ્યકારિત્વની ચિંતા યોગ્ય છે અને તે મન વડે અપ્રાપ્ત જ ગ્રહણ કરાય છે. એટલે વ્યાભિચાર નથી. ભલેને મનની સ્વકીયદયચિંતામાં પ્રાપ્યકારિતા થાય તો પણ તેનો વ્યંજનાવગ્રહ સંભવ નથી. જો સ્વકાયહૃદયાદિદેશનું ચિંતન હોવા છતાં મનનો વ્યંજનાવગ્રહ હોય તો તે મન પ્રથમ સમયે જ તે સ્વકીયહૃદયાદિ અર્થને કેમ ન જાણે ? એવું નથી કારણકે મનનો પ્રથમ સમયે જ અર્થાવગ્રહ ઉત્પન્ન થાય છે. શ્રોત્રેન્દ્રિયાદિ ની જેમ પ્રથમ વ્યંજનાવગ્રહ નહિ. કારણકે તેનો ક્ષયોપશમની અપટુતાથી પ્રથમ અર્થાનુપલબ્ધિકાળ સંભવ એવો વ્યંજનાવગ્રહ યુક્ત છે. મનનો તો ક્ષયોપશમ પટુ હોવાથી ચક્ષુની જેમ અર્થાનુપલભ્ય કાળના અસંભવથી પ્રથમ જ અર્થાવગ્રહ જ ઉત્પન્ન થાય છે. પ્રયોગ :- રૂદુ શેયસંવંધે સત્યનુપવ્યિmતો. नास्ति न तस्य व्यञ्जनावग्रहो दृष्टः, यथा; चक्षुषः, नास्ति चार्थसंबंधे सत्यनुपलब्धिकालो मनसः, तस्मान्न तस्य व्यञ्जनावग्रहः, यत्र त्वयमभ्युपगम्यते न तस्य ज्ञेयसम्बन्धे सत्यनुपलब्धिकालासंभवः યથા શ્રોત્રતિ વ્યતિરે | આ નિયમ પ્રમાણે જ જેમ ચક્ષુને અર્થનો સંબંધ થતાં અનુપલબ્ધિકાળ નથી, તેવી જ રીતે મનને પણ અર્થનો સંબંધ થયે છતે અર્થનો અનુપલબ્ધિકાળ નથી. તેથી તેનો વ્યંજનાવગ્રહ નથી. એ પ્રમાણે પ્રતિપક્ષના બંને પક્ષોમાં પણ મનના વ્યંજનાવગ્રહનું નિરાકરણ કરીને ઉપસંહાર કરે છે – તેથી ઉક્ત પ્રકારે મનનો વ્યંજનાવગ્રહ સંભવ નથી. પ્રશ્ન-૨૨૭ – મનનો વ્યંજનાવગ્રહ કેમ નથી? ઉત્તર-૨૨૭– મનોદ્રવ્યગ્રહણશક્તિસંપન્ન જીવ કોઈ અર્થની ચિંતાના અવસરે પ્રતિસમય મનોદ્રવ્યો ગ્રહણ કરે છે. અને એ ચિંતનીય અર્થને પ્રતિસમય જે કારણથી જાણે છે. તેનાથી પ્રથમસમય થી જ તેને ચિંતનીય અર્થનું ગ્રહણ થાય છે. અર્થાનુપલબ્ધિકાળ તો એક પણ સમય નથી. એથી મનનો વ્યંજનાવગ્રહ સંભવ નથી. પ્રશ્ન-૨૨૮ – ઓરડા વગેરેમાં રહેલો જે ઇન્દ્રિયના વેપાર વગરનો ફક્ત મનથી અર્થોને વિચારે છે ત્યારે ભલે મનનો વ્યંજનાવગ્રહ ન હોય. પણ, જે શ્રોત્રેજિયના વ્યાપારમાં મનનો પણ વ્યાપાર છે. ત્યાં પ્રથમ અનુપલબ્ધિકાળ આપને પણ સંમત છે તો આ રીતે મનનો વ્યંજનાવગ્રહ કેમ માનતા નથી? ઉત્તર-૨૨૮ – જે કારણથી ઇન્દ્રિયનો શ્રોત્રાદિ ઇન્દ્રિયોપયોગ છતાં શબ્દાદિ અર્થ પ્રહણકાળે પણ વ્યંજનાવગ્રહ અતીત થયે છતે મનનો વ્યાપાર થાય છે. ફક્ત મનની કેવલાવસ્થામાં જ પ્રથમ અવગ્રહ વ્યાપાર નથી. પરંતુ શ્રોત્રાદીન્દ્રિયોપયોગ કાળે પણ તે Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ગુજરાતી પ્રશ્નોત્તર રીતે જ છે. તે આમ – શ્રોત્રાદીન્દ્રિયોપયોગકાળે જ ફક્ત અર્થાવગ્રહથી માંડીને મન વપરાય છે. નહિ કે વ્યંજનાવગ્રહમાળે. વ્યંજનાવગ્રહ એ અર્થના અનવબોધરૂપ છે. અને મન તો તેના અવબોધનું કારણ માત્ર હોવાથી અર્થાવબોધરૂપ જ છે. “મનુડથન, મચડ અને તિ વા મનઃ' એ પ્રમાણે મન સાન્તર્થ અભિધાનથી અભિધેય છે, અને જો વ્યંજનાવગ્રહકાળે મનનો વ્યાપાર હોય તો તેની પણ વ્યંજનાવગ્રહના સદૂભાવે ૨૮ ભેદથી ભિન્ન એવી મતિ થવાનો પ્રસંગ થાય, તેથી પ્રથમ સમયથી જ મન અર્થગ્રહણ કરે છે એમ માનવું. પ્રશ્ન-૨૨૯- ન માનો તો શું વાંધો આવે? ઉત્તર-૨૨૯ – જો પ્રથમ સમયથી જ મનનું અર્થગ્રહણ ન માનીએ તો તેની મનસ્વેન પ્રવૃત્તિ જ ન થાય, અનુત્પત્તિ જ થાય. જેમ ભાષા સ્વાભિધેય અર્થોને જ બોલતા હોય છે, અન્ય અર્થોને બોલતી વખતે નહિ. અને જેમ સ્વવિષયભૂત અર્થોને જાણનારા જ અવધિઆદિ જ્ઞાનો આત્મલાભ પ્રાપ્ત કરે છે. નહિ તો પ્રવૃત્તિ જ ન થાય. એમ, મન સ્વવિષયભૂત અર્થોને પ્રથમ સમયથી માંડીને જ સ્વીકારે છે. નહિ તો અવધિઆદિની જેમ તેની પણ પ્રવૃત્તિ જ ન થાય. તેથી અહીં તેનો અનુપલબ્ધિ કાળ રહેતો નથી અને એ રીતે વ્યંજનાવગ્રહ પણ નથી. આ બધું અમે અમારી મતિથી કહેતા નથી. આગમમાં પણ વ્યંજનાવગ્રહ અતીત થયે છતે જ ઇન્દ્રિય ઉપયોગમાં મનનો વ્યાપાર કહ્યો છે. કલ્પભાષ્યમાં કહ્યું છે – "अत्थणंतरचारी चित्तं निययं तिकालविषयं ति । अत्थं उ पडुप्पण्णे विणिओगं इंदियं હ” || વ્યાખ્યા :- શ્રોત્રાદિ ઇન્દ્રિયો પ્રથમથી વ્યંજનાવગ્રહથી વર્તમાનકાલિન શબ્દાદિ અર્થને ગ્રહણ કરે છે. અને ત્યાર બાદ અર્થાવગ્રહમાં પ્રવર્તે છે. જ્યારે મન તો અર્થાનત્તરચારિ છે. એટલે સીધું જ અર્થાવગ્રહને ગ્રહણ કરી નિયતપણે ત્રિકાળ વિષયમાં પ્રવર્તે છે. હવે, મનની અનુપલબ્ધિના કાળનો અભાવ તથા ચક્ષુની અપ્રાપ્યકારિતા બતાવીને વ્યંજનાવગ્રહનો ઉપસંહાર કરે છે. પ્રતિસમય મનોદ્રવ્યનું ઉપાદાન અને યાર્થાવગમ મનનો થાય જ છે. તેથી તેનો અનુપલબ્ધિકાળ સંભવતો નથી. કારણકે તે જ્ઞેયવસ્તુથી સ્વરૂપ આત્મસત્તા-સ્વભાવ ને પ્રાપ્ત કરે છે. તેથી જો તે જ શેયને ન જાણે તો તેનાથી તમન) તેની (જ્ઞય) ઉત્પત્તિ પણ કેવી રીતે થાય ? મન વગેરે સાન્વર્ણક્રિયા વાચક શબ્દોથી કથન યોગ્ય હોય છે. જેમકે-મનુતે/મન્યતે = મનઃ પ્રદીપતિ – પ્રદીપ, શબ્દયતિ-શબ્દ, આ વિશિષ્ટક્રિયા કર્તુત્વપ્રધાન મન વગેરે વસ્તુઓ જો તે જ અર્થમનન-પ્રદીપનાદિ અર્થ ક્રિયા ન કરે તો તેમની સ્વરૂપ હાનિ જ થાય. Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ૧૧૮ તેથી જેમ પ્રદીપનીય-શબ્દનીય વસ્તુ અપેક્ષાથી પ્રદીપ-શબ્દાભિધાનની પ્રવૃત્તિથી પ્રદીપશબ્દ અર્થોનું અપ્રદીપનં અશબ્દનં અયુક્ત છે. તેમ મનનું પણ મનનીય વસ્તુના મનનથી જ મનોભિધાન પ્રવૃત્તિથી તેનું અમનન યુક્ત નથી. જે કારણથી એ પ્રમાણે છે તેથી અસંકલ્પિત - અનાલોચિત વગેરે તે શબ્દાદિ વિષયભાવથી પરિણત દ્રવ્યરૂપ વ્યંજનોનું ગ્રહણ મનનું યોગ્ય નથી. પરંતુ, સંકલ્પિત એવા શબ્દાદિદ્રવ્યોનું ગ્રહણ જ યુક્ત છે. તેથી મનનો અનુપલબ્ધિ કાળ નથી એટલે વ્યંજનાવગ્રહ પણ નથી. પ્રશ્ન-૨૩૦ તમારી કહેવાની યુક્તિઓથી જો ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારિ છે, તો આખાય ત્રિભુવનમાં રહેલી વસ્તુઓના જથ્થાને કેમ ગ્રહણ કરતી નથી. અપ્રાપ્યત્વના અવિશેષથી ? એને જ વ્યક્ત કરે છે - અપ્રાપ્ત છે વિષય જેનો તેનો ભાવ અપ્રાપ્તવિષયત્વ તે સામાન્ય હોતા છતાં જે આ કોઈક જ અર્થનું ગ્રહણ કરવું અને કોઇકનું અગ્રહણ કરવું તેનું કારણ શું ? અમને તો અહીં કોઈ કારણ લાગતું નથી તેથી હે આચાર્ય ! તે ચક્ષુના વિષયપરિમાણની અનિયત્યતા આવે છે. મનની જેમ અપ્રાપ્ત વિષયવાળી હોવાથી ચક્ષુના ગ્રાહ્ય વિષયનું પરિમાણ અપરિમિત-અનિયત છે. પ્રયોગ :- યપ્રાસવિષયં પરિધ્ધિનત્તિ, ન तस्य तत्परिमाणं युक्तं, यथा मनसः, अप्राप्तं च विषयमवगच्छति चक्षुः, तस्मान्न तस्य तत्परिमाणं युक्तम् । ઉત્તર- ૨૩૦ આ દૃષ્ટાંતમાં સાધ્યની વિકલતા છે - મનને દૃષ્ટાંત કરીને તમે અહીં સાધ્ય સાધો છો. તે બરાબર નથી. કેમકે, મનનો (અપ્રાપ્યકારીનો) તો વિષય નિયમ છે જ. કેમકે, તે બધા જ અર્થોમાં પ્રસરતું નથી. અર્થો અનંત છે એટલે કેટલાંક અર્થોમાં મતિ આસાનીથી પ્રવેશી શકતી નથી એ અર્થો કેવલજ્ઞાની આદિ ગમ્ય હોય છે. આવા ગહન અર્થોમાં કોઇપણ મન્દમતિવાળાનું મન મુંઝાય છે. એટલે તે ગહનભૂત કેવલીગમ્ય અર્થો હોતે છતે એ અર્થોને મનગ્રહણ કરતું નથી, ત્યાં અમે હવે તમને પુછીએ છીએ - અપ્રાપ્યકારિત્વ સામાન્ય હોવા છતાં પણ આ મન કયા કારણોથી અર્થોને ગ્રહણ નથી કરતું ? તેથી મનનું પણ વિષયપરિમાણ હોવાથી આગળની ગાથામાં કહેલું તમારૂં દૃષ્ટાંત સાધ્યવિકલ છે એ સિદ્ધ થયું. - પ્રશ્ન-૨૩૧ - • તો પછી અર્થોનું અગ્રહણ કેવું ? જે કેટલાંક અર્થોને મન ગ્રહણ કરતું નથી તે તદાવરણકર્મના ઉદયથી કે સ્વભાવથી નથી કરતું એમ માનો ? ઉત્તર-૨૩૧ આ તો ચક્ષુમાં પણ સમાન છે. કારણકે, તેનું અપ્રાપ્યકારિત્વ તુલ્ય છતે કર્મોદયથી કે તથા સ્વભાવથી કોઈક જ અર્થોને ગ્રહણ કરે છે બધા નહિ. આ રીતે ચક્ષુનું અપ્રાપ્યકારિત્વમાં અતિવ્યાપ્તિરૂપ પ્રાપ્યકારિવાદી એ જે દુષણ કહ્યું તે અપાસ્ત થાય - Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ગુજરાતી પ્રશ્નોત્તર છે, અથવા જે ચક્ષુ-મનને પ્રાપ્યકારી માને છે. તેને પણ આ દુષણ આવે જ છે. આ બંને દુષણ એકને આપવા યોગ્ય નથી. એમ મનમાં વિચારીને કહે છે - આ અતિવ્યાપ્તિનો ઉપાલંભ સંપ્રાપ્તવિષય તરીકે નયન-મનનો સ્વીકાર કરતે છતે સમાન છે જેમકે – અહીં પણ કહી શકાય કે જો ચક્ષુ પ્રાપ્ત અર્થને ગ્રહણ કરે છે તો અતિસંપ્રાપ્ત એવા અંજનમલ-શલાકાદિ ને કેમ ગ્રહણ કરતી નથી ? મન પણ પ્રાપ્ત થયેલા બધાને કેમ ગ્રહણ કરતું નથી ? પ્રશ્ન-ર૩ર – ગ્રહણ કરે જ છે ને? | ઉત્તર-૨૩૨ – ના, ગ્રહણમાં અનવસ્થા થાય. જ્યાં સુધી ઘટને ગ્રહણ કરે છે, ત્યાં પટ, શંખ, શુક્તિ વગેરેને કેમ ગ્રહણ કરતું નથી? પ્રશ્ન-૨૩૩ – ઘટપ્રાપ્તિકાલે પટાદિ પ્રાપ્ત થયેલા જ નથી એમ માનોને? ઉત્તર-૨૩૩ – ના, તેની અપ્રાપ્તિમાં કોઈ જ હેતુ નથી, જેમકે કટ-કુટ્યાદિ તેમના આવારક નથી કારણકે તેઓ દ્વારા ઢંકાયેલા એવા પણ મેરૂ આદિ મનથી પરિચ્છેદ કરી શકાય છે. પ્રશ્ન-૨૩૪ – તો પછી કર્મોદયથી અથવા સ્વભાવથી મન પ્રતિનિયત જ પ્રાપ્ત કરે છે એમ અમે કહીશું. ઉત્તર-૨૩૪ – અરે ! આ તો અપ્રાપ્યકારી ચક્ષુમાં પણ સમાન છે. પ્રશ્ન-૨૩૫ – હવે, અહીં નિષ્કર્ષ શું આવ્યો? ઉત્તર-૨૩૫ – પ્રતિજ્ઞાચક્ષુ શાસ્ત્રમાં દર્શાવેલા નિયત પરિમાણથી આગળ રહેલી વસ્તુને ગ્રહણ કરતી નથી ચક્ષુ અહીં કર્તા છે. હેતુ તરીકે સામર્થ્યભાવ અને દૃષ્ટાંત તરીકે મન છે. અર્થાતુ પોતાની નિયત પરિણામથી આગળ રહેલી વસ્તુને તેના ગ્રહણના સામર્થ્યના અભાવે ચક્ષુ અપ્રાપ્યકારી હોવા છતાં મનની જેમ ગ્રહણ કરી શકતી નથી. કારણ કે, સામર્થના અભાવમાં તે વિષયમાં પદાર્થની પ્રવૃત્તિ શક્ય બનતી નથી. આટલી ચર્ચાના અંતે આ નિષ્કર્ષ આવે છે. પ્રશ્ન-૨૩૬ - ચક્ષુનો સામર્થ્યભાવ કઈ રીતે? ઉત્તર-૨૩૬ – તદાવરણકર્મના ક્ષયોપશમથી અને સ્વના અનુગ્રહથી પ્રાપ્ત એવા પણ કેટલાંક યોગ્ય દેશમાં રહેલા અર્થોમાં પરિછેદ કરવામાં ચક્ષુનું સામર્થ્ય હોય છે. અપ્રાપ્તત્વ છે . —— Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ એવા સમાન પણ જે અર્થોમાં ગ્રહણ વિષયમાં કર્મનો ક્ષયોપશમ થાય છે. તથા પોતાનો રૂપ-આલોક-મનસ્કારાદિ સામગ્રીથી અનુગ્રહ થાય છે. તે અર્થોમાં કર્મયોપશમનો સભાવ હોવાથી અને શેષ સામગ્રીના અનુગ્રહથી ચક્ષુનું ગ્રહણ સામર્થ્ય થાય છે. અને જે અર્થોમાં ગ્રહણવિષયમાં કર્મયોપશમ અને શેષ સામગ્રીનો અનુગ્રહ નથી તેમાં સામર્થ્યભાવ અર્થાપત્તિથી જણાય છે. તેથી ચક્ષુ-મન અપ્રાપ્યકારિ છે એવું સ્થિત થયું. અને તેથી સ્પર્શનાદિ ચાર ભેદવાળો જ વ્યંજનાવગ્રહ છે એવો નિષ્કર્ષ આવ્યો. એ પ્રમાણે – “રયામળોન્નતિયમેયાગો વંનોહી વન' એ વાતનું સમર્થન થયું હવે પ્રકૃતિ - - 'तत्थोग्गहो दुरुवो गहणं जं होइ वंजणत्थाणं । वंजणओ य जमत्थो तेणाईए तयं વોર્જી | ઇત્યાદિ ગ્રંથથી પ્રતિજ્ઞાતવ્ય વ્યજનાવગ્રહસ્વરૂપનું પ્રતિપાદન અહીં પ્રકૃતિ છે અને તેનું સ્વરૂપ નંદિ અધ્યયનાગમસૂત્રમાં પ્રતિબોધક-મલ્લકના ઉદાહરણોથી બતાવાયું છે. (૧) પ્રતિબોધકનું ઉદાહરણ : પ્રતિબોધક અને મલ્લકના દૃષ્ટાંતથી વ્યંજનાવગ્રહની પ્રરૂપણા કરીશ, એ કઈ ? પ્રતિબોધક દષ્ટાંતથી પ્રરૂપણા તે જેમ કે કોઈ પુરુષ સુતેલા કોઈ પુરુષને જગાડે છે. અમુક ! અમુક ! ત્યાં નોદક પ્રજ્ઞાપકને એમ કહે છે – શું એક સમયમાં પ્રવેશેલા પુદ્ગલો ગ્રહણમાં આવે છે. યાવત્ સંખ્યય-અસંખ્યય સમય પ્રવેશેલા પુદ્ગલો ગ્રહણમાં આવે છે? એમ બોલતા નોદકને પ્રજ્ઞાપક કહે છે – એક સમય પ્રવેશેલા પુદ્ગલો ગ્રહણમાં આવતા નથી. યાવત્ સંખ્યયસમયમાં પ્રવેશેલા પુદ્ગલો ગ્રહણમાં આવતા નથી અસંખ્યય સમયમાં પ્રવેશેલા પુદ્ગલો ગ્રહણમાં આવે છે. તે આ પ્રતિબોધક દષ્ટાંતથી પ્રરૂપણા થઈ. મલ્લગ (શરાવ) દાંત - હવે એ મલ્લકદઅંતથી પ્રરૂપણા કઈ છે ? મલ્લકદષ્ટાંતથી પ્રરૂપણા-તે જેમકે કોઈ પુરુષ આપાકશિરસ-મસ્તક સુધી પકવેલા મલ્લકને લઈને તેમાં એક પાણીનું ટીપું નાંખે છે તે નષ્ટ થઈ ગયું. બીજું પણ નાંખ્યું તે પણ નષ્ટ થઈ ગયું અન્ય પણ નાંખ્યું તે પણ નષ્ટ થઈ ગયું. એમ નાંખતા નાંખતા એવું એક પાણીનું ટીપું થશે જે તે મલ્લકને ભીનું કરશે. એવું એક પાણીનું ટીપું થશે કે જે તે મલ્લકમાં રહેશે. એવું એક પાણીનું ટીપું થશે કે જે મલ્લગને ભરશે, એવું એક ટીપું થશે કે જે મલ્લકમાં નહી રહે, એવું એક ટીપું થશે કે જે મલ્લકને તાણી જશે એમ અહીં વ્યંજનાવગ્રહમાં પણ નંખાતા અનંત પુગલો દ્વારા જ્યારે તે વ્યંજન પુરાશે ત્યારે હું એમ કરે છે. એ જાણતો નથી કે શું આ શબ્દ છે કે બીજું કાંઈ છે? એમ છતે અર્થાવગ્રહ ૧ સમયનો હોવાથી તે પહેલાનો બધો જ વ્યંજનાવગ્રહ હોય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર આ રીતે વ્યંજનાવગ્રહના સ્વરૂપને બતાવનાર નંદિસૂત્રનું જ શેષ કથન છે તે પ્રાયઃ સુગમ છે એમ માનીને ભાષ્યકાર ‘“નાહે તે બંનળ પૂરિય હો” એની વ્યાખ્યા કરે છે – ૧૨૧ પ્રશ્ન-૨૩૭ – નંદીસૂત્ર કારે કહ્યું કે ‘ખં મળિય’ એ શેની જેમ ? ઉત્તર-૨૩૭ – પાણીથી કોડીયું ભરાય તે રીતે વ્યંજન ભરાય છે. પ્રશ્ન-૨૩૮ – સૂત્રકારના કેહવા મુજબ વ્યંજન એ દ્રવ્ય છે કે ઇન્દ્રિય છે કે તે બંનેનો સંયોગ છે. એમ દરેક પ્રકારે વિરોધ આવે છે. ઉત્તર-૨૩૮ – વ્યંજન શબ્દથી શબ્દાદિ વિષયથી પરિણત પુદ્ગલના સમૂહરૂપ દ્રવ્ય, અથવા શ્રોત્રાદિ ઇન્દ્રિય અથવા તે બંનેનો સંબંધ ગ્રહણ કરાય તો કોઇ વિરોધ નથી. વ્યજયતે વિવક્ષિત અર્થ અનેન ઇતિ વ્યંજનમ્ અર્થાત્ જેનાથી વિવક્ષિત અર્થ પ્રગટ કરાય છે તે વ્યંજન એવી વ્યુત્પત્તિ સર્વત્ર ઘટે છે. પ્રશ્ન-૨૩૯ – જ્યારે દ્રવ્યનો અધિકાર દર્શાવાય ત્યારે ‘“નાદે તં વનપ્ન' નો શું અર્થ થાય? ઉત્તર-૨૩૯ – તે શબ્દાદિ દ્રવ્યનું પ્રમાણ પ્રતિસમય પ્રવેશથી પ્રચૂર કરેલું હોવાથી સ્વપ્રમાણ સુધી આવીને પ્રકર્ષને પ્રાપ્ત થાય છે એવો અર્થ કરવો. પ્રશ્ન-૨૪૦ – જ્યારે ઇન્દ્રિયને વ્યંજન માનો ત્યારે ‘‘નાદે તં વંનંળ’’ નો શું અર્થ થાય ? ઉત્તર-૨૪૦ – આપૂરિત-વ્યાપ્ત-સંપૂર્ણપણે ભરેલું અર્થ થાય છે. પ્રશ્ન-૨૪૧ – બંને શ્રોત્રાદીન્દ્રિય-શબ્દાદિપરિણતદ્રવ્યનો સંબંધ જો વ્યંજન તરીકે મનાય ત્યારે ‘નાહે તં’ને શું કહેવાય ? ઉત્તર-૨૪૧ – સંસર્ગ = સમ્યક્ સર્ગ-સંબંધ આ પક્ષે જ્યારે તે બંનેનો પરસ્પર અત્યંત સંયુક્ત અંગાંગિભાવથી સંબંધનું પરિણામ થાય છે ત્યારે પ્રસ્તુત સંબંધ લક્ષણ વ્યંજન પૂર્ણપણે ભરાયેલું થાય છે. એમ જ્યારે ત્રણે પ્રકારે વ્યંજન ભરાયેલું થાય છે ત્યારે તે વિવક્ષિત શબ્દાદિ અર્થને અવ્યક્ત નામ-જાતિ આદિ કલ્પના વિના ગ્રહણ કરે છે. આ ‘તાદે હું તિ રેફ' એની વ્યાખ્યા છે આ અર્થાવગ્રહ એક સમયનો જાણવો. બીજો પૂર્વનો અન્તર્મુહૂર્ત સુધીનો દ્રવ્યપ્રવેશાદિ રૂપ જે અવગ્રહ છે વ્યંજનાવગ્રહ જાણવો. તે તે અર્થાવગ્રહની પૂર્વે અંતર્મુહૂર્તનો જાણવો. પ્રશ્ન-૨૪૨ – તે કેવા પ્રકારના વિશિષ્ટ અર્થને ગ્રહણ કરે છે ? Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૨૪૨ – ગ્રાહ્ય વસ્તુ સામાન્ય-વિશેષાત્મક હોવા છતાં અર્થાવગ્રહથી સામાન્ય રૂપ અર્થને જ ગ્રહણ કરે છે. વિશેષરૂપે નહિ. અર્થાવગ્રહ એક સમયનો છે અને એટલામાં વિશેષનો ગ્રહ ન થઇ શકે. સામાન્યાર્થ-કોઇક ગામ-નગર વન-સેનાદિ શબ્દથી પણ નિર્દેશ થાય છે. તેના વ્યવચ્છેદ માટે અનિર્દેશ્ય અર્થાત્ કોઇપણ શબ્દથી ન કહી શકાય એવા નામાદિની કલ્પના રહિત આદિ શબ્દથી જાતિ-ક્રિયા-ગુણ-દ્રવ્યનો પરિગ્રહ છે. ત્યાં રૂપ૨સાદિ અર્થોનો જે સ્વચક્ષુઆદિ ઇન્દ્રિયગમ્ય પ્રતિનિયત સ્વભાવ છે તેનું સ્વરૂપ છે. રૂપરસાદિ તો તેનો અભિધાયક શબ્દ નામ છે, રુપત્વ-૨સત્વાદિ જાતિ છે, આ રૂપ પ્રીતીકર છે, આ રસ પુષ્ટિકર છે એ શબ્દ ક્રિયાપ્રધાન હોવાથી ક્રિયા છે, કાળો-નીલો વગેરે ગુણ છે, પૃથ્વી વગેરે દ્રવ્ય છે. આ સ્વરૂપ-નામ-જાત્યાદિઓની કલ્પના અન્તર્જલ્પારૂપિતજ્ઞાન વિના જ અર્થ ને જીવ અર્થાવગ્રહથી જે કારણથી ગ્રહણ કરે છે તેથી આ અર્થ અનિર્દેશ્ય કહ્યો છે. કારણ કે તે કલ્પના રહિત હોવાથી સ્વરૂપ-નામાદિ કોઇપણ પ્રકારે નિર્દેશ કરવો શક્ય બનતો નથી. ૧૨૨ પ્રશ્ન-૨૪૩ - • જો સ્વરૂપ-નામાદિ કલ્પનારહિત અર્થ અર્થાવગ્રહનો વિષય છે એમ તમે કહો છો તો ‘નં તિ’ જે નંદિ અધ્યયન સૂત્રમાં કહ્યું છે કે ‘તેળું ત્તિ સદંતિ' ઉપલક્ષણથી 'से जहा नामए केइ पुरिसे अव्वत्तं सद्दं सुणेज्जा, तेणं सद्देत्ति उग्गहिए, न उण जाणइ के વેલ સદ્દત્તિ । કોઈ પુરૂષ અવ્યક્ત શબ્દ સાંભળે, તેને ‘શબ્દ છે’ એમ જાણ્યું પણ એ કયો શબ્દ છે એ નથી જાણતો તે પ્રમાણે કહ્યું તેની સાથે તો તમારી માન્યતામાં વિરોધિ થાય છે. જેમકે આ નંદિસૂત્રમાં જણાય છે, જેમ તે પ્રતિપન્ન કરનાર દ્વારા અર્થાવગ્રહથી શબ્દ ગ્રહણ કરાયો અને આપ તો સર્વથા શબ્દાદિ ઉલ્લેખ રહિત જ એનું પ્રતિપાદન કરો છો તો વિરોધ કેમ ન આવે ? ઉત્તર-૨૪૩ – શબ્દથી અવગૃહીત એવું જે કહ્યું ત્યાં ‘શબ્દ’ એટલે જે વક્તા પ્રતિપાદન કરે છે અથવા શબ્દમાત્ર રૂપ-૨સાદિ વિશેષ વ્યાવૃત્તિથી - ન અવધારેલા હોવાથી શબ્દ તરીકે અનિશ્ચિત ગ્રહણ કરે છે. એટલા અંશથી શબ્દથી અવગૃહીત કહેવાય છે. પણ શબ્દ બુદ્ધિથી એનો શબ્દ તરીકે સંભવ નથી. પ્રશ્ન-૨૪૪ – જો ત્યાં શબ્દબુદ્ધિ થાય તો શું દોષ આવે ? ઉત્ત૨-૨૪૪ – જો અર્થાવગ્રહમાં શબ્દબુદ્ધિ થાય તો એ ‘અપાય’ જ થઇ જાય અર્થાવગ્રહ ન થાય કારણકે નિશ્ચય એ અપાયરૂપ હોય છે. તેથી અર્થાવગ્રહમાં ઇહાનો અભાવ જ થઇ જાય એવું દેખાતું નથી જે અમને ઇષ્ટ જ છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ - પ્રશ્ન-૨૪૫ · પ્રથમ સમયે જ રૂપાદિ વ્યપોહથી ‘શોગ્યમ્’ એવો પ્રત્યય અર્થાવગ્રહથી શબ્દમાત્રત્વેન સામાન્ય હોવાથી જ માનો ઉતરકાળે તો પ્રાયઃ માધુર્યાદિ શંખ-શબ્દના ધર્મો અહીં ઘટે છે. ખર-કર્કશ વગેરે શાના ધર્મો નહિ એવી વિમર્શબુદ્ધિ તે ઇહા, તેનાથી આ શંખ જ છે એવો જે શબ્દનો વિશેષ તે અપાય થાઓ. તેમ થતાં ‘તેણં સÈત્તિ' એવું શ્રુત અનુસાર જ વ્યાખ્યાન કરાય છે “નો વેવ નું નાળફ વેસ સદ્દારૂ, तओ ईहं पविसइ " એનાથી પણ બધો વિરોધ દૂર થઇ શકશે ને ? ગુજરાતી પ્રશ્નોત્તર ઉત્ત૨-૨૪૫ જો શબ્દબુદ્ધિમાત્ર રૂપ ‘શબ્દોયમ્’ એવા નિશ્ચયજ્ઞાનને પણ આપ અર્થાવગ્રહ માનો છો અને તે શબ્દનું ‘શાદું વાડયું શબ્દ' એવું જે વિશેષજ્ઞાન છે તેને મતિના ત્રીજા ભેદ અપાય તરીકે માનો છો, તો અવગ્રહરૂપ તેના પ્રથમભેદનો અભાવ થઇ જાય કારણકે તમે તો શરૂઆતથી જ અવગ્રહને ઓળંગીને અપાય માન્યો છે. - પ્રશ્ન-૨૪૬ - · શબ્દજ્ઞાન અપાય કઈ રીતે થાય ? ઉત્તર-૨૪૬ – તે પણ વિશેષગ્રાહક છે અને વિશેષજ્ઞાન આપે અપાય તરીકે માન્યો છે. પ્રશ્ન-૨૪૭ – પણ આ શંખનો શબ્દ છે એમ તેના ઉત્તરકાળે થનારૂં જ્ઞાન વિશેષગ્રાહક છે શબ્દજ્ઞાનમાં તો શબ્દ સામાન્ય જ પ્રતિભાસતો હોવાથી વિશેષપ્રતિભાસ કઇ રીતે થાય કે જેનાથી ‘અપાય’ ની આપત્તિ થાય ? ઉત્તર-૨૪૭ – પરંતુ, ‘આ શબ્દ છે, અશબ્દ નથી' એવો આ વિશેષ તે વિશેષપ્રતિભાસ જ છે. પ્રશ્ન-૨૪૮ – ‘આ અશબ્દ નથી' એવું કઈ રીતે નક્કી થાય ? ઉત્તર-૨૪૮ – એ રૂપ આદિથી વ્યાવૃત્તપણે ગ્રહણ કરેલું હોવાથી અર્થાત્ શબ્દમાં રૂપાદિ (આદિથી ગંધ-૨સ-સ્પર્શ જાણવા)ની બાદબાકી કરેલી છે એથી જ અહીં ‘આ અશબ્દ નથી’ એવો નિશ્ચય થાય છે, જો તેમાં રૂપાદિની વ્યાવૃત્તિનું ગ્રહણ ન કરીએ તો ‘આ શબ્દ છે’ એવો નિશ્ચય પણ ન થઈ શકે તેથી ‘આ શબ્દ છે’ ‘અશબ્દ નથી’ એવો આ વિશેષ પ્રતિભાસ જ છે એટલે સીધે સીધું અપાય જ બની જાય અને તેમ થતાં અવગ્રહનો અભાવ થઈ જવાની આપત્તિ આવે. (૧) અર્થાવગ્રહ : હવે, પ્રતિપક્ષ તરફથી અવગ્રહ-અપાયનો વિશેષ-વિભાગ બતાવાય છે. પ્રશ્ન-૨૪૯ – તો એ આપત્તિ દૂર કરવા શું કરશો ? Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૨૪૯ – “એ શબ્દ છે' એવી જે બુદ્ધિ છે તે માત્ર અલ્પવિશેષને ગ્રહણ કરાવનારી હોવાથી અલ્પ વિશેષગ્રાહક છે એટલે અપાય ન થાય પરંતુ અવગ્રહ જ થાય. પ્રશ્ન-૨૫૦ – તો પછી અપાય કોને કહેશો? ઉત્તર-૨૫૦ – “શોર્થ શત્ર’ એવા વિશેષણ વિશિષ્ટ જ્ઞાનને અમે પ્રચુરવિશેષ અવસાયિ હોવાથી અપાય કહીશું. પ્રશ્ન-૨૫૧ – અહીં, ઉપર કહ્યા અનુસાર વિશેષયુક્ત જ્ઞાન વધારે વિશેષણગ્રાહી હોવાથી અપાયરૂપ થાય છે એ પ્રમાણે અવગ્રહ અને અપાયનો ભેદ માનવામાં આવે તો શું વાંધો છે? | ઉત્તર-૨૫૧ – ભલા માણસ ! જો જે જે અલ્પ છે તે અપાય નથી એમ કહેશો તો ઉત્તરોત્તર અર્થવિશેષ ગ્રહણ અપેક્ષાએ પૂર્વપૂર્વ અર્થ વિશેષાવસાય અલ્પ હોવાથી અત્યારે અપાયની તો વાત જ પૂરી થઈ ગઈ કેમકે તે શાંખ શબ્દના જે ઉત્તરોત્તર ભેદો મન્દમધુરત્વાદિ, તરુણ-મધ્યમ-વૃદ્ધ-સ્ત્રી-પુરુષથી ઉત્પન્ન થયેલા આદિ તેની અપેક્ષાએ આ “શોર્થ શબ્દ એવું જ્ઞાન પણ ખરેખર અલ્પ છે. સ્તોક વિશેષગ્રાહક છે એટલે અપાય ન થાય એમ ઉત્તરોત્તર વિશેષ ગ્રાહી જ્ઞાનો તેનાથી ઉત્તરોત્તર ભેદની અપેક્ષાએ અલ્પ હોવાથી તમારે અપાયનો અભાવ ભાવવો રહ્યો. અપાય ભાવનું સ્પષ્ટીકરણ - જેમ “લાફોડ્ય રેન્દ્ર’ એ બુદ્ધિમાં શબ્દ ગત ભેદનું અવધારણ અત્યારે સાધ્ય બનતું નથી કેમકે ત્યાં મન્દ-મધુરતાદિ ઉત્તરોત્તર ઘણા ભેદો સંભવે છે એટલે અલ્પ હોવાથી આ બુદ્ધિ અપાય નથી પરંતુ, અવગ્રહ છે એવું ઘણા સમયે આખી જીંદગી સુધી શબ્દગત મદ-મધુરત્વાદિ ઉત્તરોત્તર ભેદોનું અવધારણ અસાધ્ય છે કારણકે તેના તો અનંત ભેદો છે, જેમાં ભેદના અવધારણના જ્ઞાનમાં અપાયત્વ ને સ્થાપો તો બધો ભેદ પ્રત્યય ઉત્તરોત્તરાપેક્ષાએ તમારા મત મુજબ અલ્પ હોવાથી અર્થાવગ્રહ જ થશે. શબ્દજ્ઞાનની જેમ તે અપાય બનતો નથી. બીજું કે “શવાનું એવું જ્ઞાન અલ્પ હોવાથી તમે અર્થાવગ્રહ માન્યું છે, તે પહેલા ઈહા થયા વિના સંભવતું નથી, અને ઇહાપૂર્વકનું હોવાથી તે અર્થાવગ્રહ સંભવતું નથી. કેમકે, “ િશબ્દોથમ્' અથવા અશબ્દ રૂપાદિ છે ? એમ પહેલાં ઇહા કર્યા સિવાય જે શબ્દ એવ” એવું નિશ્ચયજ્ઞાન અકસ્માત્ થતું કઈ રીતે મનાય? વિમર્શપૂર્વકત્વ વિના એ ઘટતું નથી. શબ્દગત અન્વયધર્મોમાં અને રૂપાદિથી ભિન્ન ગ્રહણ થતાં “શબ્દએવ” એવું નિશ્ચયજ્ઞાન સંગત છે અને વિમર્શ વિના તે ગ્રહણ થતું નથી, વિમર્શ એટલે ઇહા, તેથી Page #144 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૨૫ ઈહા વિના શબ્દ એવ” એવું નિશ્ચયજ્ઞાન અયુક્ત છે. હવે, નિશ્ચયકાળ પહેલાં ઈહા કરીને આપ પણ “શબ્દ એવાડયમ્' એવું નિશ્ચય જ્ઞાન માનો છો તો તો નિશ્ચયજ્ઞાન પહેલાં થતી “ઈહા તમારી વાતથી પણ સિદ્ધ થઈ જાય છે. હવે જો તમે ઉક્તવાત માનો છો તો તમને પૂછીએ કે ઇહાના પહેલાં એવી તે કઈ વસ્તુ તમે ગ્રહણ કરી કે તે ઈહા કરનારને “શબ્દાવાગ્યમ્' એવું નિશ્ચયજ્ઞાન થાય છે ? કારણકે કોઈ વ્યક્તિ વસ્તુ ગ્રહણ કર્યા વિના એકાએક પહેલેથી ઇહા કરતો નથી. પ્રશ્ન-૨૫૨ – નામ-જાતિ આદિ કલ્પનારહિત સામાન્ય વસ્તુમાત્રને અમે ઇહાના પહેલાં ગ્રહણ કરેલ માનશું કે જેથી ઈહા કરનારને “શબ્દ” એવું જ્ઞાન થશે. ઉત્તર-૨૫૨ – જો ઇહા પહેલાં સામાન્ય ગ્રહણ કરો તો તે ગ્રહણકાલે થાય. અને તે અમારો માનેલો એક સમયનો અર્થાવગ્રહ કાળ રૂપ થતો નથી. કારણ કે, એમ માનવામાં તો તમારે અમારો મત સ્વીકાર કરવો પડે. એટલે અમારા માનેલા અર્થાવગ્રહ પહેલાં જ તમારા મતે તે સામાન્યનો ગ્રહણકાળ થશે. અને તે પહેલાં અમારા માનેલા અવગ્રહ પહેલાંનો વ્યંજનકાળ જ છે. (શબ્દાદિ દ્રવ્યોનો માત્ર ઇન્દ્રિયો વડે ગ્રહણ કરવાનો કાળ તે વ્યંજન કાળ.) પ્રશ્ન-૨૫૩ – ભલે એમ માનો. તો પણ ત્યાં સામાન્ય અર્થનું ગ્રહણ થશે એવું સમજો? ઉત્તર-૨૫૩ – ના એમ નહિ મનાય કારણ કે તે વ્યંજનકાળ અર્થ વિનાનો છે. ત્યાં સામાન્યરૂપ કે વિશેષરૂપ કોઇપણ અર્થ જણતા નથી, ત્યારે મન વિનાની ઇન્દ્રિય માત્રનો જ વ્યાપાર હોય છે. એટલે ત્યાં અર્થ પ્રતિભાસ રહેતો નથી. તેથી, સંક્ષેપ કરીને અમારા માનેલા અર્થાવગ્રહમાં જ સામાન્યગ્રહણ છે એવું ન કહેલું હોવા છતાં જાતેજ તમારે માની લેવું, ત્યાર પછી અન્વય-વ્યતિરેક-ધર્મપર્યાલોચનરૂપ ઈહા થશે પછી નિશ્ચયજ્ઞાન-અપાય થાય આમ બધું સરળ થાય છે. પ્રશ્ન-૨૫૪ – પ્રથમ જ અર્થાવગ્રહ જ્ઞાનથી શબ્દના ગ્રહણ ન કરવામાં તમને દોષ આવે છે. જેમકે જે અર્થાવબોધના સમયે પ્રથમ જ “શબ્દોડયમ્” એમ તે વસ્તુ ગ્રહણ ન કરાય તો ૩-ગારૂ વે સદે તિ' જે નંદિ સૂત્રમાં બતાવેલું છે તે અયોગ્ય ઠરશે. કારણકે શબ્દ સામાન્ય રૂપાદિથી ભિન્ન ગ્રહણ કરાતે છતે પછી શોધાય છે. કે આ શબ્દ શંખનો છે કે ધનુષનો ? ઉક્ત સૂત્રાનુસાર “આ શાશથી અન્યતર શબ્દ છે? એવા વિશેષનું જ અપરિજ્ઞાન કહ્યું છે. શબ્દસામાન્યનું ગ્રહણ તો અનુજ્ઞાત જ છે. તે ગ્રહણ ન કરીએ તો એ શબ્દ કયો છે, શંખનો કે ધનુષનો? એવો વિશેષ વિચાર જ અસંગત થઈ જાય. કારણ કે, Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ વિશેષની જીજ્ઞાસા સામાન્યના જ્ઞાનપૂર્વક હોય છે. કારણ કે, શબ્દ સામાન્ય ગ્રહણ કર્યા પછી જ તેના વિશેષની વિચારણા ઘટે છે ને? ઉત્તર-૨૫૪ – સર્વત્ર પહેલાનાં અને આ સૂત્રના અવયવમાં અવગ્રહના સ્વરૂપને બતાવનાર ‘શબ્દ-શબ્દ” એમ જ ભાષક બોલે છે. પણ ત્યાં જ્ઞાનમાં શબ્દનો પ્રતિભાસ નથી એવું છે જ. નહિ તો, એક સમય માત્રના અવગ્રહકાળમાં “શબ્દ” એવું વિશેષણ બરાબર ન થાય. અમે પહેલાં કહેલું જ છે કે શબ્દનો નિશ્ચય અંતર્મુહૂર્તનો છે. અથવા સાંવ્યવહારિક અર્થાવગ્રહની અપેક્ષાએ આ સૂત્રની વ્યાખ્યા થશે એટલે અધીરા ન થાઓ. તમને જો સૂત્રનું અત્યંત ઘેલું લાગ્યું છે તો ત્યાં પણ એમ જ કહેવું છે કે – પહેલાં શબ્દના ઉલ્લેખ વિનાના અવ્યક્ત શબ્દમાત્રનું ગ્રહણ કરવું. પ્રશ્ન-૨૫૫ – આ વાત સૂત્રના કયા અવયવથી કહી છે? ઉત્તર-૨૫૫ – ‘નર શ્રોફ સુન્ન સમવ્રત્ત તિ’ આ સૂત્રાવયવ નંદિઅધ્યયનમાં આ રીતે જાણવો “સે નહીં નામ પુરિસે વ્રત્ત સ૬ સુણેન્દ્ર ત્તિ' ! પ્રશ્ન-૨૫૬ – અવ્યક્તનો શું અર્થ છે? ઉત્તર-૨૫૬ – અનિર્દેશ્ય “શબ્દોડય' “રૂપાદિ વાર આદિથી અનિર્દેશ્ય તે અવ્યક્ત લેવું. પ્રશ્ન-૨૫૭ – જો તે શબ્દાદિરૂપથી અનિર્દેશ્ય છે તો શું છે? ઉત્તર-૨૫૭ – સામાન્ય. નામ-જાતિ આદિ કલ્પનારહિત. પ્રશ્ન-૨૫૮ – શંખ-ધનુષના ભેદની અપેક્ષાએ શબ્દના ઉલ્લેખનો પણ અવ્યક્ત તરીકે ઘટાવતાં આ વ્યાખ્યા કઈ રીતે થશે? ઉત્તર-૨૫૮ – એમ નહિ કહેતા કારણ કે- સૂત્રમાં અવગ્રહને અનાકાર રૂપે કહ્યો છે અને અનાકાર ઉપયોગ સામાન્ય માત્રનો વિષય હોય છે. અને તારા કહેવા પ્રમાણે પહેલાં જ સાકાર ઉપયોગરૂપ અપાયની પ્રસક્તિથી અવગ્રહનો અને ઇહાનો અભાવ આવે એ આપત્તિ કહેલી જ છે. પ્રશ્ન-૨૫૯ – તે અવ્યક્ત-અનિર્દિશ્યાદિ સ્વરૂપ શબ્દ અર્થાવગ્રહ પહેલાં જ વ્યંજનાવગ્રહના શ્રોતાએ ગ્રહણ કર્યો તો પછી કેમ અર્થાવગ્રહમાં પણ એની ઘોષણા કરો છો? એ પાછો વ્યંજનાવગ્રહમાં ગ્રહણ કર્યો એ કઈ રીતે જણાય? કારણકે વ્યંજનાવગ્રહમાં પણ તમે અવ્યક્ત જ્ઞાન કહ્યું છે, અવ્યક્તવિષયના ગ્રહણમાં જ તે અવ્યક્ત થાય છે ને? Page #146 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૨૭ ઉત્તર-૨૫૯ – તો સાંભળો, શ્રોતાને વ્યંજનાવગ્રહમાં તે અવ્યક્ત જ્ઞાન છે તેનો અમે અપલાપ કરતા નથી પણ શ્રોતા તેને અતિસૂક્ષ્મ હોવાથી સંવેદન કરતો નથી. એ પહેલાં જ કહ્યું છે ‘કુત્તમત્તાફસુટુમોરોવ અને સુરાવો વિ ય વિનાનું નાdવૃત્તિ ’ એ વચનથી, તેથી ત્યાં વ્યંજનમાત્રનું જ ગ્રહણ કરવું શબ્દનું નહિ સામાન્યરૂપતાથી અવ્યક્ત શબ્દ ગ્રહણ કરતાં અકસ્માત જ “શબ્દ” એવી વિશેષણ બુદ્ધિ થતી નથી, અનુસ્વાર અલાક્ષણિક હોવાથી વિશેષબુદ્ધિ છે. આ વિશેષ બુદ્ધિ પ્રથમ મનાતી છતે અર્થાવગ્રહકાળમાં પણ અપાયનો પ્રસંગ આવે એવું વારંવાર કહ્યું જ છે. પ્રશ્ન-૨૬૦– જો વ્યંજનાવગ્રહમાં પણ અવ્યક્ત શબ્દનું ગ્રહણ કરો તો શું વાંધો આવે? ઉત્તર-૨૬૦ – અર્થાવગ્રહમાં ‘અર્થ' શબ્દથી વિષયગ્રહણ અભિપ્રેત છે – રૂપાદિભેદથી અનિર્ધારિત અવ્યક્ત શબ્દાદિના વિષયનું ગ્રહણ ત્યાં અભિપ્રેત છે. અને જો તે વ્યંજનાવગ્રહમાં એ અવ્યક્ત શબ્દ જણાય છે એમ મનાય તો તે વ્યંજન-વ્યંજનાવગ્રહ પ્રાપ્ત થતો નથી વ્યંજનમાત્ર સંબંધ જ ત્યાં કહેલો હોવાથી, અત્યારે તે કથા પૂરી થઈ ગઈ. અને તમે પણ તે સંબંધ ઓળંગીને થયેલા અવ્યક્ત અર્થનું ગ્રહણ થવાનું માનો છો. પ્રશ્ન-૨૬૧ – તો પછી અવ્યક્ત અર્થ ગ્રહણમાં એ શું થાય? ઉત્તર-૨૬૧ - અવ્યક્ત અર્થાવગ્રહણથી અર્થાવગ્રહ જ થાય. તેથી વ્યંજનાવગ્રહ નથી. હવે એ પણ સૂત્રમાં કહેલું હોવાથી તેનું અસ્તિત્વ પણ હણાતું નથી. પ્રશ્ન-૨૬૨ – તો પછી સૂત્રમાં વ્યંજનાવગ્રહમાં પણ જે અવ્યક્ત અર્થગ્રહણ કરવાનું કહ્યું છે તેથી બંનેનો પણ અવિશેષ થશે - તે અર્થાવગ્રહ પણ વ્યંજનાવગ્રહ થઈ જાય અથવા મેચક-મણિપ્રભાની જેમ સંકર થઈ જાય. ઉત્તર-૨૬૨ –એ પ્રમાણે વ્યંજનાવગ્રહમાં વ્યંજન સંબંધ માત્ર અને અર્થાવગ્રહમાં અવ્યક્ત શબ્દાર્થ ગ્રહણ છે. વ્યક્ત શબ્દાદિ અર્થનું સંવેદન થતું નથી એવું પ્રતિપાદિત છે. અત્યારે અન્ય ઉપપત્તિથી પણ અર્થાવગ્રહમાં વ્યક્ત શબ્દાદિ અર્થના સંવેદનનું નિરાકરણ કરે છે. પહેલાં અર્થનું ગ્રહણમાત્ર થાય, પછી ઈહા, ત્યાર બાદ અપાય એમ મતિજ્ઞાનનો ઉત્પત્તિ ક્રમ છે. આ ત્રણે પ્રથમ જ શબ્દાર્થના ગ્રહણમાં સમ્યગુ નથી. અવ્યક્તપણે જ શબ્દાદિ અર્થને ગ્રહણ કરે છે જેથી અર્થાવગ્રહકાળે – અર્થગ્રહણ - ઈહા-અપાયોનો સંભવ નથી. તેથી અર્થાવગ્રહમાં “શબ્દ” એવી વિશેષબુદ્ધિ નથી. એ વિશેષબુદ્ધિ અર્થગ્રહણ અને ઇહાપૂર્વકની હોય છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્ય હવે જો તે (બુદ્ધિ) ત્યાં છે તો એ અર્થાવગ્રહ નથી, પરંતુ અપાય જ થાય, એ બરાબર નથી, જો તે માનો તો અર્થાવગ્રહ અને ઇહાનો અભાવ થવાની આપત્તિ આવે. અર્થાવગ્રહમાં શબ્દ એવી વિશેષબુદ્ધિ માનનારાઓને અન્ય દોષ પણ છે. તે આ રીતે - અર્થાવગ્રહના એક સમયે “શબ્દ” એવી વિશેષ બુદ્ધિ આપ માનો તો તે નિશ્ચયરૂપ છે અને નિશ્ચય કાંઈ અકસ્માત્ થતો નથી પરંતુ ક્રમથી થાય છે જેમકે - પહેલા રૂપાદિથી ભિન્ન અવ્યક્ત શબ્દ સામાન્ય ગ્રહણ થાય, પછી તેના વિશેષ વિષયક, અને તેનાથી અપર રૂપાદિ વિશેષ વિષયા બુદ્ધિ અને આ આ ધર્મોથી ‘ક્રિમિયં સઃ' કે રૂપાદિ એવી ઇહા થાય, પછી ગ્રહણ કરેલા શબ્દ સામાન્યનું ગ્રહણ થાય અને બીજા ત્યાં ન રહેલા રૂપાદિ વિશેષોનું વર્જન. આવા ક્રમથી નિશ્ચય ઉત્પન્ન થાય છે. તેમ થતાં શ્રોતાને પણ અર્થાવગ્રહના એક સમયમાં સામાન્યગ્રહણાદિ પ્રકારો વડે ઘણા ઉપયોગ થાય. પ્રથમ-સામાન્ય ગ્રહણ ઉપયોગ, બીજું યથોક્ત ઇહાનો ઉપયોગ, ત્રીજો-હેયધર્મવર્જન ઉપયોગ, ચોથો-ઉપાદેય ધર્મ પરિગ્રહણનો ઉપયોગ આ રીતે એક સમય માત્ર એવા પણ અર્થાવગ્રહમાં ઘણા ઉપયોગો પ્રાપ્ત થાય છે, એ બરાબર નથી, શાસ્ત્રમાં તેનો નિષેધ છે. તેથી અર્થાવગ્રહમાં શબ્દવિશેષ બુદ્ધિ નથી. અપરવાદિનો અભિપ્રાય - પ્રશ્ન-૨૬૩– જો આ બધું વિશેષ વિમુખ અવ્યક્ત સામાન્ય માત્ર વસ્તુનું ગ્રહણ છે તે તત્કણ જન્મેલા માત્ર એવા બાળકને પણ હોય છે, અહીં વિરોધ નથી. કારણકે એ અવ્યક્ત સંકેતાદિરહિત-અપરિચિત વિષયવાળો છે. તો જે પરિચિત વિષય છે તેનું શું? ઉત્તર-૨૬૩ – પ્રથમ શબ્દશ્રવણના સમયે જ વિશેષવિજ્ઞાન થાય છે, તે સ્પષ્ટ હોવાથી. તેથી એને આશ્રયીને “તે સદ્ ત્તિ ૩ દિg' વગેરે ઋતમુજબ જ વ્યાખ્યા કરાય છે. એટલે, કોઈ દોષ નથી રહેતો. ગાથા ૨૬૬ મુજબ અને ૨૬૭ મુજબ જે દુષણ છે તેની અવસ્થા અને જે સ્વરૂપ છે તે સમયમિ-ઇતિ જે પરે કહેલું છે તે તદવસ્થ જ છે, એટલે પૂર્વે કહેલા દોષોથી અન્ય દૂષણ કહેવાનો પ્રયાસ ન કરવો. અથવા તન્મ વેત્યાદ્રિ થી તેમાં જ સ્પષ્ટજ્ઞાનવાળા વ્યક્ત જંતુના વિશેષગ્રાહી સમયમાં આ શબ્દ શંખ અથવા શાનો છે? સ્નિગ્ધ, મધુર કે કર્કશ છે? સ્ત્રીપુરુષાદિનો કે કોઈ વાજિંત્રનો છે? ઈત્યાદિ ઘણાં વિશેષનું ગ્રહણ થવાની પ્રસક્તિ થાય જેમકે – જો વ્યક્ત પરિચિત વિષયવાળા જીવને અવ્યક્ત શબ્દજ્ઞાનને ઉલ્લંઘીને તે અર્થાવગ્રહ એકસમય માત્રમાં શબ્દનું નિશ્ચય જ્ઞાન થાય તો અન્ય કોઈ પરિચિતતર વિષયવાળા પટુતર અવબોધવાળાને તે જ સમયે વ્યક્ત શબ્દજ્ઞાનને પણ વટાવીને ‘શાંખ Page #148 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૨૯ શબ્દ' વગે૨ે સંખ્યાતીત વિશેષગ્રાહક જ્ઞાન પણ તમારા અભિપ્રાયથી થાય, પુરુષોની શક્તિઓની તરતમતાના વિશેષ પાછા દેખાય જ છે. પ્રશ્ન-૨૬૪ તો ભલેને કોઈને પ્રથમ સમયે પણ એકદમ ઘણું વિશેષ ગ્રાહક જ્ઞાન થાય શું વાંધો છે ? ઉત્ત૨-૨૬૪ પ્રસંગ આવે. - 1 ભાગ-૧/૧૦ ના, ‘ન ૩૫ ખાળવ્ વેસ દ્દે' આ સૂત્રના અવયવની સાથે વિરોધનો પ્રશ્ન-૨૬૫ – તો વિમધ્યમશક્તિવાળા પુરુષના વિષયમાં એ સૂત્ર માનો ? ઉત્તર-૨૬૫ - – ના, અહીં સામાન્યથી કહેલું હોવાથી અને સર્વ વિશેષ વિષયની યુક્તિ અસંગત થવાથી નહિ મનાય. પ્રકૃષ્ટમતિવાળા ને શબ્દધર્મીને ગ્રહણ કર્યા વિના ઉત્તરોત્તર બહુ ધર્મગ્રહણનો સંભવ નથી, એમ ક૨વા જતાં નિરાધાર ધર્મો અસંગત થઇ જાય છે. ઉપ૨ કહ્યા પ્રમાણે એક સમયમાં ‘શબ્દ છે' એવું વિશેષજ્ઞાન માનવાથી આગમ વિરોધાદિ અનેક દોષો આવે છે, શાસ્ત્રમાં ‘દો પહ્ન સમયે’ ઇત્યાદિથી એક સમયનો અર્થાવગ્રહ કહ્યો છે અને એમાં જો વિશેષ જ્ઞાન માનવામાં આવે તો તે અર્થાવગ્રહ એક સમયનો ન થાય પણ અસંખ્યાત સમયનો થાય. કારણ કે, વિશેષજ્ઞાન તો અસંખ્યાત સમયે થાય છે. (૧) જો એક સમયમાં વિશેષજ્ઞાન માનીએ તો પૂર્વે ગાથા-૨૬૭માં કહ્યા પ્રમાણે ઘણા ઉપયોગો થવાની આપત્તિ આવે. (૨) અથવા પરિચિત વિષયનું વિશેષજ્ઞાન એક સમયમાં માનીએ તો અતિ પરિચિત વિષયનું જ્ઞાન તે જ સમયે સર્વ વિશેષ પ્રકારે ગ્રહણ થાય. (૩) જો અવગ્રહ માત્રથી વિશેષજ્ઞાન માનવામાં આવે તો ઇહા વગેરે ઉત્પન્ન જ ન થાય આખું મતિજ્ઞાન અવગ્રહરૂપ જ થવું જોઈએ. (૪) અથવા સર્વમતિ અપાય જ થાય, કેમકે, અવગ્રહમાં પણ વિશેષજ્ઞાન માનતાં તે વિશેષજ્ઞાન નિશ્ચયરૂપ થાય અને નિશ્ચય એ અપાય છે. એ રીતે એક સમયમાં અપાય સિદ્ધ થાય ત્યારે ‘હા-વાયા મુદ્દત્તમંત તુ’ ‘ઇહાઅપાય અન્તર્મુહૂર્ત પ્રમાણે છે’ એ શાસ્ત્ર વાક્ય સાથે વિરોધ થાય. (૫) તથા અર્થાવગ્રહ થયા પછી ઇહા અને પછી અપાય થાય છે, એવો શાસ્ત્રમાં બતાવેલો ક્રમ પ્રથમ સમયમાં વિશેષજ્ઞાન માનવાથી તૂટી જાય કેમકે, અવગ્રહ અને ઇહા થયા વિના જ સીધી અપાયની પ્રાપ્તિ થાય. (૬) અથવા ત્રીજા સ્થાને બતાવેલો અપાય “પ્રથમ સમયમાં પરિચિત વિષયનું વિશેષજ્ઞાન થાય છે” એ વચનથી પટુત્વની વિચિત્રતાથી પ્રથમ માનીએ તો તેમાં અવગ્રહ-ઈહા-અપાય અને ધારણાનો અવશ્ય ઉત્ક્રમ-વ્યતિક્રમ થાય. એ બરાબર નથી, “અવગ્રહ-ઇહા-અપાય અને ધારણા' એ ચારે ભેદો એ ક્રમ પ્રમાણે જ ૫૨મ મુનિઓએ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ કહ્યા છે તે વિપરિત રીતે ન થઈ શકે. (૭) તથા પ્રથમ સમયે જે ગ્રહણ થાય છે તેને વિશેષરૂપ માનવાથી જે સામાન્ય છે તે પણ વિશેષરૂપ જ થાય. કેમકે, પ્રથમ સમયે સર્વવસ્તુ અવ્યક્ત સામાન્યરૂપે જ ગ્રહણ થાય છે. જો કે આ અર્થાવગ્રહના સમયમાં સામાન્ય જ ગ્રહણ થાય છે. (૮) અથવા અહીં પ્રથમ સમયે વિશેષ બુદ્ધિ માનો તો જે વસ્તુતઃ સામાન્ય છે તે તારા મતે વિશેષ થશે અને તે માનેલું વિશેષ તે સામાન્ય થશે. (૯) અથવા - સામાન્ય-વિશેષ બંને ઉભયરૂપ થશે. જેમકે, સામાન્ય ગ્રહણ કરે તે અવગ્રહ. આવી વ્યુત્પત્તિથી વસ્તુ સ્થિતિ પામેલું સામાન્ય જે સ્વરૂપે સામાન્ય છે તે તમારા કહેવા પ્રમાણે વિશેષ છે આમ, સામાન્ય એક જ હોવા છતાં ઉભયરૂપ થયું. અને જે તે વિશેષ માને છે તે વસ્તુ સ્થિતિથી સામાન્ય છે, એ રીતે વિશેષ પણ ઉભયરૂપ થાય છે. પ્રશ્ન-૨૬૬ – તો ભલેને એમ જ થાય શું વાંધો છે? ઉત્તર-૨૬૬ – એ બધું બરાબર નથી. અર્થાવગ્રહના અવ્યક્તસામાન્યમાત્ર આલંબનને છોડીને જ અન્ય વિશેષરૂપ આલંબનને ઇચ્છો છો તેને માનવામાં ‘સામvi ૨ વિશે વા સામ” એમ જે આવી પડે છે તે બધું અયોગ્ય છે. આ ૨૭૦-૭૧-૭૨ ત્રણે ગાથામાં ઘણા દુષણો છે. તેમાંથી પૂર્વોક્ત કોઈ દુષણ કહ્યું તે પ્રસંગોપાત્ત છે. એટલે પુનરુક્તિની શંકા ન કરવી. પ્રશ્ન-૨૬૭ – કેટલાક પ્રથમ આલોચના જ્ઞાન પછી અવગ્રહ એમ માને છે?મતિ હાત્નોનાજ્ઞાનું પ્રથમં નિર્વિવાન્ય વાતમૂવાતિવિજ્ઞાનમાં શુદ્ધવસ્તુનમ્ તો અમે પુછીએ છીએ કે તે આલોચનાજ્ઞાનમાં શું ગ્રહણ કરાય છે ? ઉત્તર-૨૬ ૭ – પ્રતિપત્તાએ સામાન્ય અવ્યક્ત વસ્તુ ગ્રહણ કરી એમ જણાય છે. ત્યારબાદ અર્થાવગ્રહમાળે “તે જ ગ્રહણ કર્યું એમ અનુવર્તન થાય છે. પ્રશ્ન-૨૬૮- કેવું હોતે છતે? ઉત્તર-૨૬૮ – નિચ્છિન્ન, રૂપાદિથી ભિન્ન હોતે છતે. પ્રશ્ન-૨૬૯- ક્યા ઉલ્લેખથી ગ્રહણ કરેલું? ઉત્તર-૨૬૯ – શબ્દવિશેષણથી વિશિષ્ટ ત્યારબાદ “સે નાનામાં રૂ પુરિસે પ્રવૃત્તિ સ સુળજ્ઞ' એ આલોચનાજ્ઞાનની અપેક્ષાએ લેવાય છે. તેણે સદ્ ઉત્ત' એ અર્થાવગ્રહની અપેક્ષાએ લેવાય છે. એ પ્રમાણે બધું વ્યવસ્થિત થઈ જાય છે. એના પછી તે આચાર્ય ! તમારે પણ કાંઈ બોલવા જેવું નથી. જો યુક્તિ અનુભવસિદ્ધ અર્થથી વિષયવિભાગ Page #150 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૩૧ વ્યવસ્થાપિત સૂત્રમાં વાદી જય ન પ્રાપ્ત કરે ત્યારે વિદ્વાનો મૌન રહે. સ્વઆગ્રહતત્પર એવા તમે વિચાર માર્ગનો લોપ કરેલો છે. સૂરિ પરની અલ્પગર્વથી અનુવિધ અજ્ઞાનતાને જોતા તેને માર્ગમાં લાવવા વિકલ્પ કરે છે. અનુપહિત સ્મરણવાસના સંતાન રૂપ અર્થાવગ્રહના પહેલાં વ્યંજનાવગ્રહ થાય છે. એવું જે પૂર્વ કહેલું છે તે તમને પણ યાદ છે. પ્રશ્ન-૨૭૦ – તેથી શું? ઉત્તર-૨૭૦– જે આ તમે ઉન્નેક્ષા કરેલું સામાન્યગ્રાહક આલોચન છે તે વ્યંજનાવગ્રહના પહેલાં થાય છે કે પછી થાય છે. અથવા તે જ વ્યંજનાવગ્રહ પણ આલોચન થાય એવી ત્રણ ગતિ છે બીજી કોઈ ગતિ નથી. (૧) હવે, પહેલા તે શબ્દાદિ વિષયરૂપે પરિણામ પામેલા દ્રવ્યના સમુહવાળો અર્થ અને શ્રોત્રાદિ ઇન્દ્રિયરૂપ વ્યંજન તે બંને સંબંધ ત્યારે નથી. જો અર્થ-વ્યંજનનો સંબંધ હોત તો સામાન્ય અર્થાલોચન થાત. નહિતો સર્વત્ર સર્વદા તેના અભાવનો પ્રસંગ થવાથી વ્યંજનાવગ્રહના પહેલાં અર્થવ્યંજનનો સંબંધ હોતો નથી, જો હોય તો વ્યંજનાવગ્રહ જ ઇષ્ટ હોવાથી પૂર્વ આલોચના જ્ઞાન ન થાય. (૨) બીજા વિકલ્પ પ્રમાણે વ્યંજનાવગ્રહ પછી આલોચના જ્ઞાન માનો તો અહીં અર્થાવગ્રહ પણ વ્યંજનાવગ્રહના ચરમ સમયે થાય છે એવો નિર્ણય પહેલાં પણ થઈ ગયો છે. તેથી વ્યંજનાવગ્રહના પછી પણ આલોચનાજ્ઞાન યુક્ત નથી, નિરવકાશ હોવાથી. કારણ કે વ્યંજન-અર્થાવગ્રહની વચ્ચે કાળ નથી કે જેમાં તે તમારું આલોચનાજ્ઞાન થાય. કારણ કે, વ્યંજનાવગ્રહના ચરમ સમયે જ અર્થાવગ્રહ હોય છે. તેથી વ્યંજનાવગ્રહના પૂર્વપશ્ચાત કાલમાં આલોચના જ્ઞાન થતું નથી. (૩) હવે બચેલો મધ્યકાળવાર્તા વિકલ્પ ઉપન્યસ્ત થયેલો વ્યંજનાવગ્રહ એજ આલોચનાજ્ઞાનપણે તમારે માનવો પડે એમાં કોઈ દોષ નથી. નામમાત્રનો જ વિવાદ છે. પ્રશ્ન-૨૭૧ – તો તમારા અભિપ્રાયના અવિસંવાદી લાભથી પ્રેરકવર્ગ વધામણી કરે? ઉત્તર-૨૭૧ – એમ નથી અહીં બે વિકલ્પ છે, તે વ્યંજનાવગ્રહ કાળે મનાયેલું આલોચન એ શું અર્થનું છે અથવા વ્યંજનોનું છે? ત્યાં પહેલા વિકલ્પમાં દુષણ છે (૧) તે આલોચન જ્ઞાનને સામાન્યરૂપ અર્થનું દર્શન માને છે તો વ્યંજનાવગ્રહરૂપ ન થાય. વ્યંજનાવગ્રહ વ્યંજન સંબંધ માત્ર રૂપ હોવાથી અર્થશૂન્ય છે. પહેલાં પણ એ “અર્થાવગ્રહની પૂર્વે જે વ્યંજનકાળ છે તે અર્થ પરિશૂન્ય છે.” (ગા.૨૫૯)થી સાધિત જ છે. એથી અર્થ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ દર્શનરૂપ આલોચન કઈ રીતે અર્થશૂન્ય વ્યંજનાવગ્રહરૂપ બને ? વિરોધ આવે (૨) હવે, શબ્દાદિ વિષયપણે પરિણત દ્રવ્યસંબંધ માત્ર વ્યંજનનું તે સમાલોચન માનો તો તે પણ કઈ રીતે ઘટે ? અર્થશૂન્ય વ્યંજનસંબંધ માત્ર યુક્ત હોવાથી સામાન્યથલોચત્વની અસંગતી થાય છે. પ્રશ્ન-૨૭૨ - તો પછી અન્યશાસ્ત્રોમાં પ્રસિદ્ધ એવા બિચારા આલોચનાજ્ઞાનની કઈ ગતિ? ઉત્તર-૨૭૨ – વ્યંજનાવગ્રહનું જ બીજું નામ થાય. વિવક્ષામાત્રમાં પ્રવૃત્ત થયેલી વસ્તુઓનાં ઘણાં નામો કરવામાં કોઈ વ્યક્તિ વિવાદ કરતો નથી. પ્રશ્ન-૨૭૩ – તો એ પણ ભલે નામાંતર થાય શું દોષ છે? ઉત્તર-૨૭૩ – એમ નથી. કારણ કે, એમ કરવામાં તો આ આલોચનાજ્ઞાન સામાન્યગ્રાહક થશે અને અર્થાવગ્રહ વિશેષગ્રાહક થશે. પ્રશ્ન-૨૭૪ – તો તો આ રીતે અમારી ઇચ્છિત સિદ્ધિ થશે? * ઉત્તર-૨૭૪ – પારિશેષ્યથી વ્યંજનાવગ્રહ જ આલોચનાજ્ઞાન થયું છે અને ત્યાં પ્રાગુક્ત યુક્તિઓથી અર્થશૂન્યમાં સામાન્યગ્રહણ કઈ રીતે થાય કે જેથી તમને સમીહિતસિદ્ધિનો આનંદ થાય છે? તેથી અર્થાવગ્રહ જ સામાન્યાર્થગ્રાહક છે, આલોચનાજ્ઞાન નહિ, એથી જ જે કહ્યું છે ને કે “મતિ હ્યાનોનાજ્ઞાન' એ પણ અર્થાવગ્રહને આશ્રયીને જો હોય તો ઘટે, અન્ય વિષયક હોયતો ન ઘટે. અથવા તે વ્યંજનાવગ્રહમાં સામાન્ય ભલે ગ્રહણ કરો, તો પણ વિચાર્યા વગર તેમાં અકસ્માત જ અર્થાવગ્રહમાળે ‘શબ્દ પs:' એવું વિશેષણ વિશેષજ્ઞાન કઈ રીતે યોગ્ય છે? “શબ્દ” એવો નિશ્ચય ઈહા સિવાય જલ્દીથી ઘટતો નથી. એવું પ્રાયઃ વારંવાર કહેલું છે એટલે અર્થાવગ્રહમાં “શબ્દ” એવી વિશેષબુદ્ધિ ઘટતી નથી. પ્રશ્ન-૨૭૫ – તો અર્થાવગ્રહ સમયે શબ્દાદિના નિશ્ચય સાથે જ ઈહા થશે અમે એમ માનશું? ઉત્તર-૨૭૫ – અર્થાવગ્રહ એક સમયમાં ઈહા-અપાય સાથે કઈ રીતે ઘટે ? તે બંને તર્ક-અવગમ સ્વભાવવાળા છે તર્ક-વિમર્શ તેનો સ્વભાવ એટલે ઈહા. અવગમ=નિશ્ચય તેનો સ્વભાવ એટલે અપાય. બંને અલગ-અલગ અસંખ્યસમયે થયેલા છે. જે આ અર્થાવગ્રહમાં વિશેષજ્ઞાન તમે માનો છો તે અપાય છે, તે નિશ્ચયરૂપ-અવગમ સ્વભાવ છે Page #152 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૩૩ અને જે તેના સમકાળે ઈહા માનો છો તે તર્કસ્વભાવવાળી અનિશ્ચયાત્મક છે. તેથી ઇહા અને અપાય નિશ્ચય-અનિશ્ચય સ્વભાવવાળા એક સમયે કઈ રીતે ઘટે ? તે બંને તો પરસ્પર પરિહાર કરનારા છે. એકવારમાં એકત્ર અવસ્થાન ન હોવાથી તેમની સહોદયની પણ ઉપપત્તિ થતી નથી. આ વિશેષઅવગમ અને ઇહાના સહભાવમાં પહેલી અસંગતિ અને અર્થાવગ્રહ માત્ર એક સમયનો છે જ્યારે ઇહા-અપાય તો ‘હા-વાયા મુદ્દુત્તમંત તુ વચનથી પ્રત્યેક અસંખ્યસમયના હોવાથી એક જ અર્થાવગ્રહના સમયમાં કઈ રીતે થાય ? અત્યંત અસંગત છે આ બીજી અસંગતિ થઈ. એટલે આ બધું અત્યંત અસંબદ્ધ હોવાથી ઉપેક્ષા કરવા જેવું છે. પ્રશ્ન-૨૭૬ ‘ક્ષિપ્ર, ોિળ, વડુ, અવદું વવિધ અવવિધ, અનિશ્રિત, નિશ્રિત, અસંધિ, સંધિં, ધ્રુવમ્, ધ્રુવમવવૃત્તિ' ઇત્યાદિ ગ્રંથથી અવગ્રહાદિ શાસ્રાંતરમાં ૧૨ વિશેષણોથી વિશેષિત છે. અહીં પણ આગળ આ અર્થ કહીશું એમ તમે પ્રતિજ્ઞા તરેલી છે. તેથી ક્ષિપ્ર ખ્રિોળ વાડવવૃત્તિ એવા વિશેષણની અન્યથાનુપપત્તિથી અર્થાવગ્રહ માત્ર એક સમયનો જણાતો નથી પરંતુ ચિરકાળનો પણ છે. કારણ કે જો એક સમય માત્ર હોય તેમાં ઉક્તવિશેષણો ન ઘટે. તેથી આ વિશેષણોના બળે તે અસંખ્યસમયનો પણ ઘટે છે. તથા ઘણા શ્રોતાઓના સામાન્યથી પ્રાપ્તિના વિષયમાં રહેલા શંખ-ભેરી આદિ ઘણા વાજિંત્રના નિર્દોષમાં ક્ષયોપશમની વિચિત્રતાથી બહુ ગ્રહણ કરે છે. કોઈક અબહુ ગ્રહણ કરે છે. ભિન્ન શબ્દોને કોઈ સ્ત્રી-પુરુષાદિ વાઘ-સ્નિગ્ધ-મધુરાદિ શબ્દમાત્ર બહુવિધ વિશેષથી વિશિષ્ટ ગ્રહણ કરે છે, કોઈ અબહુવિધગ્રહણ કરે છે. એથી આ બહુ-બહુવિધ આદિ અનેક વિકલ્પોની વિવિધતા વશ અવગ્રહનું ક્યાંક સામાન્યગ્રહણ અને ક્યાંક વિશેષગ્રહણ થાય છે આમ બંને સંગત છે એથી સૂત્રમાં જે ‘તેળ સદ્દે ત્તિ' વચનથી ‘શબ્દ’ એવું જે વિશેષજ્ઞાન બતાવ્યું છે તે પણ અર્થાવગ્રહમાં ઘટે છે ને ? - ઉત્તર-૨૭૬ હે અબુધચક્રવર્તિ ! જે બહુ-બહુવિધાદિવિશેષણ વશથી થતો વિશેષઅવગમ છે તે શું તને અર્થાવગ્રહ દેખાય છે ? એવું લાગતું હોય તો પણ જે બહુબહુવિધાદિગ્રાહક વિશેષાવગમ છે તે નિશ્ચય છે તે સામાન્ય અર્થનું ગ્રહણ ઇહા વિના ન થાય. જે તે બેના વિના થનારો નથી તે અપાય જ છે. એને અવગ્રહ કેમ કહો છો ? પહેલાં વારંવાર કહ્યા છતાં ભૂલકણા હોવાથી જડતાથી કે કદાગ્રહથી અમને વારંવાર બોલાવો છો તો શું કરી એ ? ફરીથી કહીએ છીએ કે જેનાથી મુશ્કેલીથી પણ કોઈ માર્ગને પ્રાપ્ત કરે. પ્રશ્ન-૨૭૭ તો તે બંને વિના વિશેષબોધનો અભાવ હોવાથી ગ્રહણ અને ઇહા ભલે વિશેષાવગમનું લક્ષણ થાય પરંતુ અપાય નિશ્ચયનું લક્ષણ કઈ રીતે થાય ? એ તો તેનું સ્વરૂપ જ છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ ઉત્તર-૨૭૭ – સાચી વાત છે પણ ભેદની વિવેક્ષાએ સ્વરૂપ પણ લક્ષણ થાય જ છે જેમકે-વિષાકૃત સ્વરૂપેણ નક્યતે જ્ઞાતિવત્ | પર્વ સ્વસ્થામાવાગ્યાં તે ઉત્તસગ્નની ! પ્રશ્ન-૨૭૮ - જો બહુ બહુવિધાદિવિશેષગ્રાહકબોધ અપાય જ હોય તો અન્યત્ર અવગ્રહાદિઓનું પણ બહુ આદિ ગ્રહણ કેમ કહ્યું છે ? ઉત્તર-૨૭૮ – સાચી વાત છે. પરંતુ, અપાયનું કારણ અવગ્રહાદિ છે. કારણમાં યોગ્યતાથી કાર્યનું સ્વરૂપ છે. એમ ઉપચારથી તેઓ પણ બહુઆદિ ગ્રાહકો કહેવાય છે એટલે દોષ નથી. પ્રશ્ન-૨૭૯ - જો એમ હોય તો અમે પણ અપાયમાં રહેલા વિશેષજ્ઞાનનો અવગ્રહમાં ઉપચાર કરીશું એટલે ઉક્ત ન્યાયથી ઉપચાર કરીને અર્થાવગ્રહને વિશેષ ગ્રાહક કહો ને? ઉત્તર-૨૭૯- ના એમ નથી, કારણ કે મુખ્યનો અભાવ હોય તો પ્રયોજન અને નિમિત્તમાં ઉપચાર પ્રવર્તે છે. પરંતુ અહીં તો એવું છે નહિ એટલે ઉપચારનું કોઈ પ્રયોજન નથી. પ્રશ્ન- ૨૮૦ - તો અમે તેણે સદે ઈત્યાદિ સૂત્રનું યથાશ્રુતાર્થનિગમનરૂપ પ્રયોજન છે તેથી ઉપચાર કરવામાં શું વાંધો છે? ઉત્તર-૨૮૦ – ના “È મારૂ વત્તા' આ પ્રકારે પણ તેનું નિગમન થયેલું જ છે. પ્રશ્ન-૨૮૧ – પણ એ સામર્થ્યવ્યાખ્યાન છે, કૃતના અર્થ અનુસાર થી વ્યાખ્યા નથી એમ માનો? ઉત્તર-૨૮૧ – તો જો ઉપચારથી પણ સૂત્રનો અર્થ વ્યાખ્યાય છે એમ તમારો અભિપ્રાય છે તો જેમ ઉપચાર ઘટે તેમ કરીએ, પણ એમ કરાતો એ શોભતો નથી, કારણ કે સિંહ-માણવક, સમુદ્રતળાવ ની જેમ કાંઈક સામ્ય છતાં એ સામ્યતા માત્રમાં કરાતું શોભે છે. પણ તારા કહેવામાં એવી સમાનતા નથી. એટલે ઉપચાર કઈ રીતે ઘટી શકે? કેમકે, આ એક સમયના અર્થાવગ્રહમાં અસંખ્ય સમયનું વિશેષગ્રહણ કોઈ રીતે પણ સંગત થાય નહિ. પ્રશ્ન-૨૮૨– તો તો અર્થાવગ્રહમાં પણ ઉપચાર કરીએ તોય કઈ રીતે ઘટે? ઉત્તર-૨૮૨ – અહો ! ઘણા સમય પછી સાચું ભાન થયું છે તો એકાગ્ર મનથી સાંભળ. તે પણ જે રીતે ઘટે છે તેમ કહું છું. સદ્ ત્તિ એ રીતે સૂત્રનું વ્યાખ્યાન કર્યું છે. જો ઔપચારિક અર્થથી પણ તમને પ્રયોજન છે તો તે પણ જે રીતે ઘટે તેમ તમને કહીશું. Page #154 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૩૫ નૈશ્ચયિક દૃષ્ટિથી કોઇપણ જાતનો ઉપચારકર્યા વિના સામાન્ય વસ્તુ માત્રનું જે એક સમય પુરતું ગ્રહણ કરાય છે. તે પ્રથમ અવગ્રહ છે કારણ કે, એક સમયસંબંધી જ્ઞાનાદિવસ્તુઓને નિશ્ચયવેદિ એવા પરમયોગિઓ જ જાણે છે એટલે એ નૈૠયિક કહેવાય છે. હવે છદ્મસ્થ વ્યવહારીઓ દ્વારા જેનો વ્યવહાર થાય છે તે ઉપચરિત અર્થાવગ્રહ છે-તે નૈશ્ચયિક અર્થાવગ્રહ થયા પછી ઈહીત વસ્તુ વિશેષનો જે અપાય છે. તે પુનઃ થનારી ઇહા અને અપાયની અપેક્ષાએ અને ભવિષ્યમાં થનાર અન્ય વિશેષોને અપેક્ષીને ઉપચરિત અવગ્રહ થાય છે તે અર્થાવગ્રહ કહેવાય છે. ઉપચારનું જ અન્ય નિમિત્ત-ભાવિ જે અન્ય વિશેષોની અપેક્ષાએ જે કારણે અપાય હોવા છતાં સમાજને ગ્રહણ કરે છે અને જે સામાન્યને ગ્રહણ કરે છે તે જ અર્થાવગ્રહ છે. જેમકે, પ્રથમ નૈઋયિક અર્થાવગ્રહ. તાત્પર્ય-પ્રથમ નૈઋયિક અર્થાવગ્રહમાં રૂપાદિથી અવ્યાવૃત એવું અવ્યક્ત શબ્દાદિ વસ્તુ સામાન્યને ગ્રહણ કરાયું પછી તે ઈહીત થતાં “શબ્દ પવાગ્યમ્' એવો નિશ્ચયરૂપ અપાય થાય છે. ત્યારપછી તો આ શંખનો શબ્દ છે કે શૃંગનો એવી શબ્દવિશેષ વિષયવાળી ઈહા થશે. તે પછી આ શંખ શબ્દ જ છે એવો શબ્દ વિશેષવિષયવાળો જે અપાય થશે તેની અપેક્ષાએ આ શબ્દ જ છે એવો થતો પ્રથમ નિશ્ચય અપાય છતાં ઉપચારથી અવગ્રહ ગણાય છે. હા-અપાયની અપેક્ષાથી એ રીતે ઉપચારનું એક નિમિત્ત બતાવ્યું. આ શંખનો શબ્દ છે', ઇત્યાદિ. ભાવિવિશેષની અપેક્ષાએ જેનાથી એ સામાન્ય શબ્દરૂપ સામાન્યને ગ્રહણ કરે છે એનાથી ઉપચારનું જ બીજું નિમિત્તે જણાવ્યુંજેમકે જેના પછી ઇહા-અપાય થાય છે અને જે સામાન્યને ગ્રહણ કરે છે તે અર્થાવગ્રહ, જેમ કે પ્રથમ નૈશ્ચયકિ અર્થાવગ્રહ. આ શબ્દ જ છે આદિથી અવગ્રહ થયા પછી ઈહા-અપાય થાય છે અને આ શંખનો શબ્દ છે ઇત્યાદિથી ભાવિ વિશેષની અપેક્ષાએ આ શબ્દ જ છે એવો નિશ્ચય એ સામાન્ય છે. તેથી, અર્થાવગ્રહ ભાવી વિશેષાપેક્ષાએ સામાન્યને ગ્રહણ કરે છે એમ કહ્યું. ત્યારપછી સામાન્યથી શબ્દના નિશ્ચયરૂપ પ્રથમ અપાય થયા પછી શું આ શંખનો શબ્દ છે કે ધનુનો એવી ઈહા થાય છે તે પછી તે શંખપ્રભવવાદિ શબ્દવિશેષથી શંખનો જ શબ્દ છે એવા રૂપથી નિશ્ચયરૂપ અપાય થાય છે. અને આ પણ ફરીથી તેનાથી કોઈ વિશેષ અન્ય છે એવી આકાંક્ષાવાળા પ્રમાતાને થનારા ભાવિ ઈહા અને અપાયને અપેક્ષીને ભાવિ વિશેષાપેક્ષાએ એમાં સામાન્યના આલંબનથી અર્થાવગ્રહ એવો ઉપચાર કરાય છે. આ સામાન્યવિશેષની અપેક્ષા ત્યાં સુધી કરવી જ્યાં સુધી વસ્તુનો અંત્ય વિશેષ આવે. જે વિશેષ પછી વસ્તુના અન્ય વિશેષો ન થાય તે અંત્ય વિશેષ અથવા અન્ય વિશેષો સંભવે છતે જે વિશેષ પછી પ્રમાતાની જીજ્ઞાસા પૂરી થઈ જાય તે અંત્યવિશેષ. તે અંત્ય વિશેષ સુધી વ્યાવહારિક અર્થાવગ્રહ ઇહા-અપાય માટે સામાન્ય-વિશેષની અપેક્ષા કરવી. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ સર્વત્ર વિષયપરિછેદ કરવા માટે યોગ્ય હોતે છતે નિશ્ચયથી ઈહા-અપાય થાય છે, ઇહા-અપાય-ઈહા-અપાય આમ ક્રમથી જ્યાં સુધી અન્ય વિશેષ ન આવે ત્યાં સુધી ઇહાઅપાય જ થાય છે અર્થાવગ્રહ નહિ. પ્રશ્ન-૨૮૩ – શું સર્વત્ર આવું જ હોય છે? -- ઉત્તર-૨૮૩ – ના, પ્રથમ અવ્યક્ત સામાન્યમાત્રના આલંબન સ્વરૂપ એક સમયના જ્ઞાનને છોડીને અન્યત્ર ઈહા-અપાય થાય છે. એ ઇહા-અપાય નથી પણ અવગ્રહ જ છે. સંવ્યવહારાર્થ-વ્યવહારિક જનપ્રતિતિની અપેક્ષાએ સર્વત્ર જે-જે અપાય છે તે-તે ઉત્તરોત્તર બહા-અપાયની અપેક્ષાએ અને ભાવિ વિશેષાપેક્ષાએ ઉપચારથી અર્થાવગ્રહ છે. એમ, ત્યાં સુધી જાણવું જ્યાં સુધી તારતમ્યથી ઉત્તરોત્તર વિશેષાકાંક્ષા થાય. પ્રશ્ન-૨૮૪ – જ્યાં તરતમયોગ ન હોય ત્યાં શું થાય છે? ઉત્તર-૨૮૪– ત્યાં જ્ઞાતાને આગળના વિશેષની આકાંક્ષા નિવૃત્ત થતા અપાય જ થાય છે અવગ્રહ નહિ કારણ કે, તેના નિમિત્ત રૂપ એવા ઈહાદિ નો ત્યાં અભાવ હોય છે. પ્રશ્ન-૨૮૫ – જો પહેલાથી ઇહાદિ ન થાય તો શું થાય? ઉત્તર-૨૮૫ – અપાયના અંતે તેના અર્થમાં ઉપયોગવાળી અપ્રશ્રુતિરૂપ ધારણા થાય છે. પ્રશ્ન-૨૮૬ - શેષ વાસના-સ્મૃતિ રૂપ ધારણા ના બે ભેદોનો સંભવ ક્યાં છે? ઉત્તર-૨૮૬ - વાસના અને કાલાંતરે સ્મૃતિ સર્વત્ર થાય છે. અર્થાત અવિસ્મૃતિ રૂપ ધારણા અપાય સુધી જ થાય છે તથા વાસના-સ્મૃતિ તો સર્વત્ર કાલાંતરમાં પણ અવિરુદ્ધ છે. એ પ્રમાણે કહેલા સ્વરૂપવ્યાવહારિક અર્થાવગ્રહની અપેક્ષાથી શ્રુતના અર્થને અનુસાર સૂત્રનું વ્યાખ્યાન પણ અવિરુદ્ધ જ છે. અભિપ્રાય :- “સદ્ ત્તિ મારૂ વત્તા' એવા પ્રકારે “તે સદ્ રિ ૩૫હિણ' એવું સૂત્ર વ્યાખ્યાત છે. અથવા તેનાવટીતઃ એવું જે સૂત્રમાં પ્રતિપાદન કર્યું છે તે જો વિવક્ષાવશથી વિશેષજ્ઞાન રૂપે ગ્રહણ કરાય તો તે બધુંય સંગત થાય છે, શેમાં? યથોક્ત ઔપચારિક સાંવ્યવહારિક અર્થાવગ્રહ ગ્રહણ કરતે છતે. અહીં, શબ્દ એ વિશેષજ્ઞાન છે પૂર્વોક્તયુક્તિથી સર્વગ્રહણ પછી ઈહા વગેરેનો ઉપપાદ થાય છે. તેથી, “સે નહીનામ, સવાયું જીરું વગેરે બધું વ્યવસ્થિત થાય છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૩૭ પ્રશ્ન-૨૮૭ – જો એમ હોય તો માત્ર અર્થાવગ્રહ જ કેમ ગ્રહણ કરાતો નથી કે જેનાથી સઘળો વિવાદ જ શમી જાય? ઉત્તર-૨૮૭ – એમ નથી “શબ્દ વાગ્યમ્' આદિ અપાયરૂપ આ અર્થાવગ્રહ છે અનેતે અપાય સામાન્યનું ગ્રહણ અને ઈહા સિવાય સંભવતું નથી, એવું પૂર્વે વારંવાર કહેલું જ છે, એટલે પૂર્વનું વ્યાખ્યાન જ મુખ્ય છે. એક સામયિક નૈૠયિક અર્થાવગ્રહની વ્યાખ્યા કરનાર તરફ પહેલાં જે કહ્યું છે કે એ એક સામાયિક છે તો એનું ક્ષિપ્ર-ચિરગ્રહણવિશેષણ કેવી રીતે ઘટે? તથા જો એ અર્થાવગ્રહ સામાન્યગ્રાહક છે તો બહુ-બહુવિધ આદિ વિશેષણોમાં કહેલું વિશેષગ્રહણ કઈ રીતે ઘટે ? તથા અવગ્રહ વિશેષગ્રાહક હોતે છતે જે સમયોપયોગબાહુલ્ય કહ્યું. આ બધી દોષકાળનો પરિહાર વ્યવહારિક અર્થાવગ્રહ હોતે છતે ઘટે છે, તે આ રીતે-નૈશ્ચયિક અવગ્રહવાદી એ બોલી શકે છે કે ક્ષિપ્ર-ચિરાદિ વિશેષણો વ્યવહારિક અવગ્રહના વિષયવાળા છે, એ અસંખ્ય સમયથી નિષ્પન્ન હોવાથી એનું ક્ષિપ્ર-ચિરગ્રહણ ઘટે છે. વિશેષગ્રાહક હોવાથી બહુબહુવિધાદિ ગ્રહણ પણ ઘટે છે “સામM-તાવિલેસેહી' ઇત્યાદિથી પૂર્વે કહેલું સમયોપયોગ બાહુલ્ય પણ એમાં નિરાસ્પદ જ છે, સામાન્યગ્રહણ-ઇતા પૂર્વક થતું હોવાથી અને અસંખ્યસમયનું હોવાથી, એક સમયે ઘણા ઉપયોગની જે વાત કરો છો તે અહીં અસંબદ્ધ છે પ્રશ્ન-૨૮૮– તો શું નૈક્ષયિક અવગ્રહમાં ક્ષિપ્ર-ચિરાદિ વિશેષણ સમૂહ ઘટતો નથી કે જેનાથી તે વ્યાવહારિક અવગ્રહાપેક્ષાએ કહેવાય છે? ઉત્તર- ૨૮૮ – સાચી વાત છે. મુખ્યતયા તો એ વિશેષણો વ્યવહારાવગ્રહમાં જ ઘટે છે. કારણમાં કાર્યધર્મના ઉપચારથી નિશ્ચયવગ્રહમાં પણ ઘટે છે. એવું પહેલા કહેલું છે અને આગળ કહેવાશે. કારણની વિશિષ્ટતાથી કાર્યનું વૈશિસ્ત્ર ઘટે છે નહિતો આખા લોકની પણ ઐશ્વર્યાદિની આપત્તિ આવશે. લાકડાના ટૂકડામાંથી પણ રત્નનો ઢગલો પ્રાપ્ત થવા માંડશે, એ વાત મૂકો અત્યારે જે પ્રસ્તુત છે તેની વિચારણા કરીએ. પરંપરાથી જે આ સામાન્યવિશેષનો વ્યવહાર લોકમાં રૂઢ છે તે પણ વ્યવહારઅવગ્રહ છતે ઘટે છે. એમ અહીં પણ સંબદ્ધ થાય છે લોકમાં પણ જે વિશેષ છે તે પણ અપેક્ષાએ સામાન્ય છે અને જે સામાન્ય છે તે અપેક્ષાએ વિશેષ છે. તે આ રીતે- દ્રિ પવાગ્યમ્ એ રીતે નિશ્ચિત અર્થ પૂર્વ સમાજની અપેક્ષાએ વિશેષ છે, અને શંખનો છે એમ ઉત્તરવિશેષની અપેક્ષાએ સામાન્ય છે. એ પ્રમાણે છેક અંત્ય વિશેષ સુધી જાણવું એમ પૂર્વે કહેલું છે અને આ ઉપર-ઉપરના જ્ઞાનની પ્રવૃત્તિરૂપ સંતાનથી લોકમાં રૂઢ સામાન્ય-વિશેષનો વ્યવહાર ઔપચારિક અવગ્રહ માનીએ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યનું તો જ ઘટે છે નહિ તો ન ઘટે. તે ન માનવામાં પ્રથમ અપાય પછી ઇહાનું ઉત્થાન જ ન થાય અને ઉત્તરવિશેષ અગ્રહણનો જ સ્વીકાર થાય છે. ઉત્તરવિશેષાગ્રહણમાં પ્રથમઅપાય માં નિશ્ચિત અર્થ વિશેષ જ છે સામાન્ય નથી. આમ, પૂર્વે કહેલો લોકપ્રતીત સામાન્યવિશેષનો વ્યવહાર નષ્ટ થઈ જાય. હવે જો પ્રથમ અપાય- પછી ઈહાનું ઉત્થાન અને ઉત્તરવિશેષનું ગ્રહણ માનો તો તેની અપેક્ષાએ પ્રથમ અપાયમાં વ્યવસિત અર્થનું સામાન્યત્વ સિદ્ધ છે. જે સમાન્ય ગ્રાહક છે અને પછી ઈહાદિ પ્રવૃત્તિ છે તે નૈૠયિક પ્રથમ અવગ્રહની જેમ અર્થાવગ્રહ છે. એ રીતે વ્યવહારિક અર્થાવગ્રહ સિદ્ધ થાય છે તે સિદ્ધ થતાં સન્તાન પ્રવૃત્તિથી અંત્ય વિશેષ સુધી સામાન્ય-વિશેષનો વ્યવહાર સિદ્ધ થાય છે. મતિજ્ઞાનના પ્રથમભેદ રૂપ બે ભેદવાળો અર્થાવગ્રહ સમાપ્ત. (૨) દુહા इय सामण्णगहणाणंतरमीहा सदस्थवीमंसा । किमिदं सद्दोऽसद्दो को होज्ज व संख संगाणं? ॥२८९॥ પૂર્વોક્ત પ્રકારે નૈયિક અર્થાવગ્રહમાં જે રૂપાદિથી અભિન્ન અવ્યક્ત વસ્તુ માત્રનું ગ્રહણ કર્યું છે. તથા વ્યવહારાર્થાવગ્રહમાં પણ ઉત્તરવિશેષાપેક્ષાએ શબ્દાદિ સામાન્યનું ગ્રહણ કહ્યું છે. એમ પૂર્વે કહ્યા પ્રમાણે તે બંને પ્રકારના અવગ્રહ પછી વિદ્યમાન અર્થની વિશેષ વિચારણારૂપ ઈહા થાય છે. તે ત્યાં રહેલા ગૃહીતાર્થના વિશેષ વિમર્શદ્વારથી મીમાંસા રૂપા હોય છે. જેમકે-મેં કઈ વસ્તુ ગ્રહણ કરી ? શબ્દ કે અશબ્દ રૂપ-રસાદિસ્વરૂપ ગ્રહણ કર્યો? આ નિશ્ચયાર્થાવગ્રહ પછી થતી ઇહા છે. હવે વ્યવહારાર્થાવગ્રહ પછી થતી ઇહાનું સ્વરૂપ બતાવે છે-વ્યવહારાર્થાવગ્રહથી શબ્દ ગ્રહણ કરતાં એવી ઈહા થાય છે-શંખ-ધનુષમાંથી આ કયો શબ્દ છે શંખનો કે ધનુષનો ? પ્રશ્ન-૨૮૯- આ શબ્દ છે કે અશબ્દ? એવુ સંશયજ્ઞાન જ કઈ રીતે ઈહા બની શકે? ઉત્તર-૨૮૯ – સાચી વાત છે, આ માત્ર દિશા છે. વાસ્તવિક તો વ્યવતિરેક ધર્મના નિરાકરણવાળો અને અન્વયધર્મ ઘટવાથી પ્રવૃત્ત અપાયાભિમુખ બોધ જ ઈહા જાણવી. જેમકે अरण्यमेतत् सविताऽस्तमागतो न चाधुना संभवतीह मानवः । પ્રયસ્તત્તેન વાતિમાના માર્ચે મીતિમાનનાના . એ પહેલા કહેલું હોવા છતાં મંદબુદ્ધિવાળાને યાદ કરાવવા ફરી કહ્યું છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૩૯ (૩) અપાય : महुराइगुणत्तणओ संखस्सेव त्ति जं न सिंगस्स । विण्णाणं सोऽवाओ अणुगमવફરમાવાનો મધુર- સ્નિગ્ધાદિ ગુણવાળો હોવાથી આ શંખનો જ શબ્દ છે, શિંગડાનો નહિ એવું જે વિશેષજ્ઞાન છે, તે અપાય-નિશ્ચયજ્ઞાનરૂપ છે કેમકે-પુરોવર્તી અર્થધર્મોના અનુગમભાવથી અસ્તિત્વનો તેમાં નિશ્ચય હોય છે. અને ત્યાં અવિદ્યમાન અર્થધર્મોનો તો વ્યતિરેક ભાવથી નાસ્તિત્વનો નિશ્ચય હોય છે. આ અપાય વ્યવહારાર્થાવગ્રહ પછી થનારો કહ્યો છે અને નિશ્ચય અવગ્રહ પછી થનારો તો સ્વયં જોવો, તે આ રીતે-શ્રોત્રગ્રાહ્યત્વાદિ ગુણથી આ શબ્દ જ છે રૂપાદિ નથી. ઈહા અને અપાયવિષયક વિપ્રતિપત્તિનું નિરાકરણ અમે પહેલાં કરી દીધું છે એટલે અહીં જણાવી નથી. (૪) ધારણા :तयणंतरं तयत्थविच्चवणं जो य वासणाजोगो । कालंतरे य जं पुणरणुसरणं धारणा सा उ॥ અપાય પછી તદર્થથી અવિચ્યવન-ઉપયોગને આશ્રયીને અભ્રંશ; અને જે વાસનાનો જીવની સાથે યોગ, અને જે તે અર્થનું-કાલાંતરે ફરી ઇન્દ્રિયોથી ઉપલબ્ધ કે અનુપલબ્ધ અર્થનું એજ રીતે મનથી સ્મરણ થાય છે તે ત્રણ પ્રકારના અર્થના અવધારણ રૂપ ધારણા જાણવી. ભાવાર્થ :- અપાયથી નિશ્ચિત અર્થમાં ત્યાર પછી યાવતુ અત્યારે પણ તેના ઉપોયગના સાતત્યથી તેમાંથી હટી જતો નથી ત્યાંસુધી તદર્થોનો ઉપયોગ એ અવિશ્રુતિ નામનો ધારણાનો પ્રથમભેદ થાય છે. પછી તે ઉપયોગના આવરણકર્મના ક્ષયોપશમ સાથે જીવ જોડાય છે. જેથી કાલાંતરમાં ઇન્દ્રિય વ્યાપારાદિ સામગ્રી સભાવે ફરીથી તદર્થોપયોગ મૃતિ રૂપે ખુલે છે. તે તદાવરણ ક્ષયોપશમરૂપ વાસના નામનો બીજોભેદ છે. અને કાલાંતરમાં વાસનાવશથી તે અર્થની-ઇન્દ્રિયથી ઉપલબ્ધ કે અનુપલબ્ધ એવા અર્થની પણ મનમાં જે સ્મૃતિ થાય છે તે ત્રીજો ભેદ. હવે સૂત્રકારે કહ્યું તે પ્રમાણે -અવં પણ મનાવે ૩ કાંધ વગેરે મનમાં રાખીને ભાષ્યકાર સંક્ષેપ કરે છે. સેતુ વિ વાયુ વિસતુ હૉતિ વત્તવાડું / પાર્થ पच्चासन्नत्तणेणमीहाइवत्थूणि ॥२९२॥ શબ્દથી જેમ રૂપાદિ બધા વિષયોમાં સાક્ષાત્ ન કહેલા રૂપલક્ષ્યો પણ કહ્યાનુસાર પ્રસરતી પ્રજ્ઞાવાળા ચતુરમનવાળાઓને સુજ્ઞેય થાય છે તે ઈહા આદિ મતિજ્ઞાનના ભેદો છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૨૯૦ – તે રૂપલક્ષ્યો શેનાથી ગણાય છે ? ઉત્તર-૨૯૦ – ચક્ષુઆદિથી પ્રાયઃનજીક હોવાથી ગ્રહણ કરાતા સ્થાણુ આદિની ત્યાં ન ગ્રહણ કરાતા પુરુષાદિ સાથે પ્રાયઃ ઘણા ધર્મોથી જે પ્રત્યાસતિ-સમાનતા છે. તેથી, ઇહાદિ જાણવા. પણ, અત્યંત વિલક્ષણવસ્તુ સ્થાણુ આદિની ઊંટાદિસાથે થતી નથી. અવગ્રહ સામાન્યમાત્રનો ગ્રાહક હોવાથી તેમાં બીજી વસ્તુની અપેક્ષા પણ હોતી નથી. ઇહાઉભયવસ્તુના અવલંબનવાળી છે, ત્યાં આગળ દેખાતી વસ્તુની જે વિરોધી વસ્તુ છે, તેને આશ્રયીને પ્રાયઃ ઘણા ધર્મોથી સમાન લીધું છે, અત્યંત વિલક્ષણ નહિ. આગળ ધીમા-ઝાંખા પ્રકાશમાં દૂરથી દેખાતા સ્થાણુ આદિમાં સ્થાણુ છે કે પુરુષ ? એવી ઇહા થાય છે. ઊભા રહેવું, ચડવું, જાડાઇ, ઊંચાઇની સમાનતાદિથી પ્રાયઃ ઘણા ધર્મો વડે પુરુષ સ્થાણુની નજીક હોવાથી, ઈહા થાય પણ સ્થાણુ કે ઊંટ ? એમ નથી કેમકે ઊંટ સ્થાણુની અપેક્ષાએ પ્રાયઃ અત્યંત અલગ છે. એટલે જ સામાન્યમાત્રના ગ્રાહી એવા અવગ્રહને આગળ નથી કર્યો પણ ઇહાદિ એમ કહ્યું છે. ઇહા ઉભયવસ્તુ અવલંબી હોવાથી જ ‘પાયં પચ્ચાસત્રતણેણ’ એ વિશેષણ સફળ છે. અપાય પણ ‘સ્થાણુરેવાડયં ન પુરુષઃ' વગેરે રૂપથી સમાન પણાથી જ પ્રકૃત હોવાથી તે વિશેષણ પણ કાંઈક સફળ હોવાથી આદિ શબ્દનો પણ અહીં કોઇ વિરોધ નથી. ચક્ષુઆદિ ઇન્દ્રિયોની વિષયભૂત સમાન વસ્તુઓ ચક્ષુ ઇન્દ્રિયથી થતી ઇહાદિના વિષયભૂત સમાન વસ્તુઓ- સ્થાણુ-પુરુષ, શુક્તિકારજતખંડ, મૃગતૃષ્ણા-પાણીનું પૂર, રજ્જુ-સર્પ વગેરે. ઘ્રાણેન્દ્રિયની થતી ઇહાદિના વિષયભૂત સમાન વસ્તુઓ-કાષ્ટ-ઉત્પલ, સપ્તચ્છદ-મત્ત હાથી, કસ્તુરી-ગજમદ, વગેરે રસનેન્દ્રિયથી થતી ઇહાદિના વિષયભૂત સમાન વસ્તુઓ-ભરેલાં કારેલા-માંસ, ગોળ-ખાંડ, દ્રાક્ષ-શુષ્કરાજાદન (રાયણ) વગેરે સ્પર્શનેન્દ્રિયાથી થતી ઇહાદિના વિષયભૂત સમાન વસ્તુઓ-સર્પ-ઉત્પલનાલ, સ્ત્રી-પુરુષ, ઢેફુ-પત્થર વગેરે સમજવું. અન્નત્ત સુમિળ પાસેા ને અનુસરી સ્વપ્નમાં મનના પણ અવગ્રહાદિ બતાવે છે. સ્વપ્નાદિમાં ઇન્દ્રિયવ્યાપારાભાવે પણ (ફક્ત મનના માનેલા) શબ્દાદિ વિષયોમાં અવગ્રહ-ઇહા-અપાય-ધારણા થાય છે. દા.ત. સ્વપ્નાદિમાં અથવા બારણું બંધ કરવાથી Page #160 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર અંધારાવાળા ઓરડાદિમાં ઈન્દ્રિયનો વ્યવહાર ન હોવા છતાં મનની ઉત્પ્રેક્ષામાત્રથી સંભળાતા ગીતાદિશબ્દમાં પ્રથમ સામાન્યમાત્ર ઉત્પ્રેક્ષામાં અવગ્રહ થાય છે, તે પછી, ‘આ શબ્દ છે કે અશબ્દ ?' એ ઉત્પ્રેક્ષામાં ઇહા, થાય છે. પછી શબ્દના નિશ્ચયમાં અપાય થાય છે, પછી ધારણા થાય છે. એમ દેવતાદિ રૂપમાં, કપૂરાદિગંધમાં, મોદકાદિ રસમાં, સ્ત્રીના સ્તનકળશાદિના સ્પર્શમાં ઉત્પ્રેક્ષા કરતાં ઈન્દ્રિયના વ્યવહાર વિના પણ કેવળ મનના અવગ્રહાદિ ભાવવા. ૧૪૧ પ્રશ્ન-૨૯૧ – આ અવગ્રહાદિઓ ઉત્ક્રમ કે વ્યતિક્રમથી કેમ થતા નથી ? અથવા ઇહા વગેરે ત્રણ, બે કે એક માનતા નથી પણ બધા માનો છો ? ઉત્તર-૨૯૧ પદ્માનુપૂર્વીથી થતો ઉત્ક્રમ અન્નાનુપૂર્વીથી થતો અતિક્રમ ક્યારેક અવગ્રહને ઓળંગીને ઇહા, તેને પણ પસાર કરી અપાય અને તેને પણ ઓળંગીને ધારણા એ અનાનુપૂર્વરૂપ અતિક્રમ છે. આ ઉત્ક્રમ-વ્યતિક્રમથી અવગ્રહાદિ દ્વારા વસ્તુનું સ્વરૂપ જાણી શકાતું નથી. તથા, એમનામાંથી કોઈ એકના પણ અભાવે વસ્તુસ્વભાવાવબોધ પાંગળો છે. તેથી એ બધા માનવા એક, બે કે ત્રણ નહિ. તથા સાહો હા અવામો ય ધારા વ હૌંતિ પત્તાર આ ગાથામાં જેમ એવકારથી એમનો નિયમિત ક્રમ બતાવેલો છે. તેમ જ એ નિયમિત ક્રમવાળા હોય છે. જો એમાંથી એક પણ ઓછું હોય તો વસ્તુબોધનો અભાવ થાય. - કારણ કે અવગ્રહથી અગૃહીત વસ્તુની ઇહા ન થાય. ઇહા વિચારરૂપ છે. અને અગૃહીત વસ્તુ નિરાસ્પદ હોવાથી વિચારયોગ્ય બનતી નથી એટલે પ્રથમ અવગ્રહ બતાવીને પછી ઇહા કહી છે. અનીહિત વસ્તુ અપાયનો વિષય બનતી નથી. અપાય નિશ્ચયરૂપ હોય છે અને નિશ્ચય એ વિચારપૂર્વક થાય છે. એટલે અપાય પહેલાં ઇહા બતાવી છે. અપાયથી નિશ્ચિત ન થયેલું ધારણાનો વિષય બનતું નથી. વસ્તુની ધારણા અવધારણરૂપ છે અને અવધારણ નિશ્ચય વિના ન થાય એટલે ધારણા પહેલાં અપાય છે. પ્રશ્ન-૨૯૨ તેથી શું ? ઉત્તર-૨૯૨ – તેનાથી અવગ્રહાદિનો નિયમિત ક્રમ જ ન્યાયસંગત છે, યથોક્તન્યાયથી વસ્તુ અવગમનો અભાવ થવાની આપત્તિ આવે છે. ઉત્ક્રમ-વ્યતિક્રમ ન્યાયી નથી. હવે, એકના અભાવે પણ વસ્તુનો સદ્ભાવાધિગમ થતો નથી તે બતાવે છે. અવગ્રહાદિ ચારમાંથી એકના પણ અભાવે મતિજ્ઞાન થતું નથી. પૂર્વમવગૃહીતનીહતે એ યુક્તિથી જ તે પસ્પર અસંકીર્ણ છે એમ જણાવ્યું છે. કારણ કે ઉત્તરોત્તર ભિન્ન-ભિન્ન નવા Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પર્યાયોને ગ્રહણ કરે છે, નાગૃહીતમૌદ્ઘતે એ યુક્તિથી જ તે ચારે સમકાળે થતા નથી. એટલે તે ભિન્ન સિદ્ધ થયેલા અવગ્રહાદિ સમકાળે થતા જ નથી. પૂર્વે અવગૃહીતની જ ઉત્તરકાળે ઇહા થાય છે અને ઇહાના ઉત્તરકાળે જ નિશ્ચય થાય છે. એટલે આ રીતે તેમનો વ્યતિક્રમ કે ઉત્ક્રમ નથી, અવગ્રહાદિ યથોક્તધર્મવાળા જ છે વિપર્યય ધર્મવાળા નથી એ સાબિત થયું. ૧૪૨ એ શેયવશથી પણ યથોક્ત ધર્મવાળા છે તેને સિદ્ધ કરતા કહે છે, અવગ્રહાદિગ્રાહ્ય શેય શબ્દ-રૂપાદિનો પણ વિપરિત સ્વભાવ નથી કે જેનાથી તેના ગ્રાહક અવગ્રહાદિઓ યથોક્તરૂપતાને છોડીને અન્યથા થાય. શેય શબ્દાદિનો પણ તે સ્વભાવ નથી કે જે આ અવગ્રહાદિ એકાદિ રહિત, અભિન્ન અને ઉત્ક્રમ-વ્યતિક્રમવાળા મનાય પરંતુ શબ્દાદિ જ્ઞેય સ્વભાવ પણ તે રીતે જ વ્યવસ્થિત છે જે રીતે એ સર્વ, ભિન્ન, અસમકાળ અને ઉત્ક્રમવ્યતિક્રમ રહિત અવગ્રહાદિ હોય તો જ તેઓ વડે તે સંપૂર્ણ યથાવસ્થિત મનાય છે એટલે શેયવશથી પણ યથોક્તરૂપવાળા જ હોય છે. પ્રશ્ન-૨૯૩ સતત સુઅભ્યસ્ત, દૃષ્ટપૂર્વ, વિકલ્પિત અને ભાષિત વિષયમાં ક્યાંક ક્યારેક જોયેલા અવગ્રહ ઇહા બંનેને ઓળંગીને પ્રથમથી જ અપાય થતો સર્વજીવોને નિર્વિવાદ અનુભવાય છે. જેમ કે ‘આ પુરુષ છે’, અન્યત્ર પાછું ક્યાંક પૂર્વોપલબ્ધ સુનિશ્ચિત, દઢવાસન વિષયમાં થતાં અવગ્રહાદિ ત્રણને ઓળંગીને સ્મૃતિરૂપ ધારણા જ દેખાય છે કે આ વસ્તુ છે જે અમે પહેલાં જોઈ હતી. તો પછી ઉત્ક્રમ-વ્યતિક્રમથી અને એકાદિના વિરહમાં વસ્તુસદ્ભાવાધિગમ થતો નથી એવું કઈ રીતે કહો છો ? અને ‘કૃત્તિખ્ખરૂ નાહિય’ એવું કઈ રીતે કહો છો ? તે - ઉત્તર-૨૯૩ – તમારો આ અનુભવ ભ્રમણા છે. તમારી પ્રેરણા અમને કમળની સો પાંખડીઓને સોયાદિથી ભેદનની જેમ દુર્વિભાવ તરીકે લાગે છે. જેમકે તરૂણ, સમર્થ પુરુષ કમળની સો પાંખડીઓ સોયાદિથી વેધ કરતો એમ માને છે કે મેં આ એકસાથે વિંધ્યા પણ તે દરેક પાંખડીઓ કાળભેદથી ભેદાય છે અને એ કાળને અતિસૂક્ષ્મતા ભેદથી જાણતો નથી. એમ અહીં પણ અવગ્રહાદિનો કાળ અતિસૂક્ષ્મ હોવાથી દુર્વિભાવનીયપણાથી ભિન્ન પણે જણાતો નથી. નહી કે, અવિદ્યમાનપણાથી. ઇહાદિ પણ અન્યત્ર ક્યાંક પ્રગટ પણે જ અનુભવાય છે. જ્યાં પણ સ્વયંવેદનથી ન અનુભવાય ત્યાં પણ ઉત્પતદલશત વેધના ઉદાહરણથી જાણવું. આ રીતે પ્રથમથી જ અપાયાદિનો પ્રતિભાસ થતો જણાય છે તે ભ્રાંત જ છે. અન્ય ઉદાહરણથી પણ બતાવે છે. જેમકે સકી શખ્ખુલી ખાવામાં એક સમયમાં એક સાથે જ સર્વ ઇન્દ્રયવિષયોની ઉપલબ્ધિ દેખાય છે. તેમ આ અપાયાદિનો પણ પ્રથમથી Page #162 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૪૩ પ્રતિભાસ થાય છે. જેમ કે કોઈ સૂકી શખુલી ખાય છે. તેના દ્વારા ઉત્પન્ન થતા કટ કટ એવા શબ્દથી શબ્દજ્ઞાન થાય છે. તેના સમકાળે જ લાંબી હોવાથી દષ્ટીથી તેનું રૂપ દેખાય છે, તે સમયે તેની ગંધનું જ્ઞાન પણ અનુભવે છે, તે સમયે જ તેના રસ અને સ્પર્શનું જ્ઞાન અનુભવે છે એ રીતે પાંચ ઇન્દ્રિયોના વિષયોની ઉપલબ્ધિ સમકાળે જણાય છે, એ સાચી નથી, ઇન્દ્રિયોનાં જ્ઞાન એકસાથે થતાં નથી. તે આ રીતે-મનથી જોડાયેલી ઇન્દ્રિય જ સ્વવિષયક સંબંધી જ્ઞાન ઉત્પન્ન કરે છે. અન્યમનસ્કને જેમ રૂપાદિ જ્ઞાનની ઉપલબ્ધિ થતી નથી. તેમ અન્ય રીતે જ્ઞાન ઉત્પન્ન થતું નથી અને મન સર્વ ઇન્દ્રિયો સાથે એકસાથે જોડાતું નથી. કારણ કે તે મન એક ઉપયોગરૂપ હોય છે. તેથી જ્ઞાતા અનેક સાથે એકકાળે જોડાઈ શકતો નથી. પરંતુ, તેવી મનની અત્યંત ઝડપી સંચારતા હોવાથી અને કાળનો ભેદ દુર્લભ હોવાથી એકસાથે સર્વેન્દ્રિયોના વિષયોની ઉપલબ્ધિ દેખાય છે. વાસ્તવિક તો તેમાંય કાળભેદ છે જ, તેથી જેમ એ બ્રાન્ત થયેલાને દેખાતો નથી તેમ અભ્યસ્થ સ્થાનમાં અવગ્રહાદિકાળે પણ દેખાતો નથી. તે રીતે અવગ્રહાદિમાંથી એકાદિ પણ ઓછા નથી અને ઉત્ક્રમ-વ્યતિક્રમ પણ નથી. પ્રશ્ન-૨૯૪ – મિનિવોધિવા જ્ઞાની ત્વરિ વસ્તુનિ સમીતઃ એમ કહ્યું છે તો શું વિસ્તારથી બહુભેજવાળું પણ આભિનિબોધિક જ્ઞાન હોય છે? ઉત્તર-૨૯૪ – હા, પાંચ ઇન્દ્રિય + મન એ છએના અવગ્રહાદિ ૪=૨૪ ભેદો તથા સ્પર્શ-રસ-થ્રાણ અને શ્રોત એ ચાર ભેદનો વ્યંજનાવગ્રહ = ૨૮ એ પ્રમાણે શ્રુતનિશ્રિત મતિજ્ઞાન ૨૮ પ્રકારનું થાય છે. આ ભેદાભિધાન પણ કહેવાનારા ઘણા ભેદ સમૂહની અપેક્ષાએ સંક્ષેપથી જાણવા. બીજી રીતે ૨૮ ભેદો-અન્ય આચાર્યો ચાર પ્રકારના વ્યંજનાવગ્રહ છોડીને ઔત્પાદિકી આદિ પ્રતિપાદિત સ્વરૂપવાળી અશ્રુતનિશ્રિત ૪ બુદ્ધિઓ ઉમેરીને ૨૮ ભેદો કહે છે. એમનો અભિપ્રાય આ રીતે છે- સંપૂર્ણ મતિજ્ઞાનના ભેદો બતાવવામાં આવ્યા છે. અને જો અશ્રુત નિશ્રિત ૪ બુદ્ધિને ન ગણો તો ધૃતનિશ્ચિતરૂપ મતિજ્ઞાનના દેશવિભાગના જ આ ૨૮ ભેદો કહેવાયેલા થાય છે, સંપૂર્ણ મતિજ્ઞાનના નહિ અને ઉક્તન્યાયથી શ્રુત-અશ્રુત નિશ્ચિત મેળવો તો આખા મતિજ્ઞાનના ભેદો સિદ્ધ થાય છે. પ્રશ્ન-૨૯૫ – તમે સારૂ કહ્યું, ફક્ત જો એવું હોય તો ચારે પ્રકારના વ્યંજનાવગ્રહ ક્યાં મૂકો? કારણ કે એ કાંઈ વેચાતા એવા ખલનાટુકડામાત્રથી ખરીદાયા નથી, પરંતુ એ પણ મતિજ્ઞાનના અંતર્ગત જ છે તેથી એમાંથી નીકાળી દેવામાં આવે તો બિચારા એ ક્યાં જઈને રહે ? Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૨૯૫ – વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ ભેદથી પહેલાં જે ૨ પ્રકારનો અવગ્રહ કહ્યો છે, તેને અવગૃહસામાન્ય તરીકે ગ્રહણ કરો, એટલે અવગ્રહ સામાન્ય તરીકે અંતર્ગત થાય છે. જેટલાં પણ વિશેષો છે તે વિશેષોનો સામાન્યમાં અંતર્ભાવ થાય છે. જેમકે, હાથી વગેરે વિશેષોનો સેનામાં અને ઘર-ખદીરાદિ વૃક્ષોનો વનમાં અંતર્ભાવ થાય છે. એથી અવગ્રહ સામાન્યરૂપે એક હોવાથી અવગ્રહાદિ ૪ના ઇન્દ્રિયાદિ ૬ સાથે ગુણતા કૃતનિશ્રિતના ૨૪ ભેદો અને અશ્રુત નિશ્રિતના ૪=૧૮ ભેદ મતિજ્ઞાનના સિદ્ધ થાય છે એવો કેટલાંકનો મત છે. એ મત બરાબર નથી કેમકે અવગ્રહાદિ ચારથી ભિન્ન અશ્રુત નિશ્રિતનો અભાવ છે કારણ કે તે અશ્રુતનિશ્રિત અવગ્રહાદિથી ભિન્ન નથી તે કારણથી અવગ્રહાદિ સામાન્યને આશ્રયીને તે અવગ્રહાદિ સંબંધિ ૨૮ ભેદોમાં અંતર્ગત જ બુદ્ધિ ચતુષ્ટયરૂપ અશ્રુતનિશ્રિત છે તો પછી વ્યંજનાવગ્રહ ચતુષ્ઠયને પાડીને એમાં બુદ્ધિચતુષ્ટય ફરી કેમ નંખાય છે ? એ બરાબર નથી કારણ કે, શ્રોત્રેન્દ્રિયાદિ ભેદથી અવગ્રહાદિનાં જ ૨૮ ભેદો કહ્યા છે તે ચાર તો બુદ્ધિચતુષ્ટયમાં પણ છે તેથી અવગ્રહાદિ ભણનદ્વારથી તે અશ્રુતનિશ્રિત બુદ્ધિ ચતુષ્ટય પણ આ ૨૮ ભેદમાં સંગૃહીત જ છે. પ્રશ્ન-૨૯૬ – અમે તમને એટલું પૂછીએ છીએ કે ઔત્પત્તિકિ આદિ બુદ્ધિચતુષ્ટયમાં અવગ્રહાદિ કઈ રીતે સંભવે છે? ઉત્તર-૨૯૬ - તે અહીં જે રીતે થાય તે રીતે બતાવીએ છીએ આગમમાં બતાવ્યું છેમહ-સિત-ઢિ-ડ-તિત-વાતુ-સ્થિ-વ-વનસંડે | પાથ-ગડ્રયા-પત્ત વાહિલ્લા પશ પિયરો ય | ઇત્યાદિથી ઔત્પત્તિકી આદિ બુદ્ધિનાં ઘણા ઉદાહરણો છે. તેમાંથી બીજાને ઉપલક્ષણ કરીને કુકડાના ઉદાહરણને આશ્રયીને ઔત્પત્તિકી બુદ્ધિમાં અવગ્રહાદિની ભાવના કરે છે. રાજાએ નટકુમાર ભરતની બુદ્ધિની પરિક્ષા માટે કહ્યું કે આ મારો કુકડો બીજા કુકડા વિના એકલો લડાવ. તેણે મનમાં વિચાર્યું પ્રતિસ્પર્ધી કુકડા વગર કઈ રીતે લડે? વિચારતાં જલ્દીથી મનમાં સ્વર્યું પ્રતિબિમ્બની સામે દર્પથી ભરેલો હોવાથી એ લડશે. એવું અવગૃહીત થયું, આમ, અવગ્રહસામાન્યથી બિમ્બમાત્રના અવગ્રહણથી મતિનો પ્રથમ ભેદ જે ઉત્પન્ન થયો તે અવગ્રહ. હવે, તે કયું પ્રતિબિંબ એને લડવા માટે સારું થાય તળાવના પાણીમાં રહેલું કે દર્પણમાં રહેલું ? આ બિમ્બની જે શોધ થઈ તે ઈહા, દર્પણમાં રહેલું જ ત્યાં બરાબર છે કેમકે તળાવમાં રહેલું કલ્લોલાદિથી વારંવાર નષ્ટ થતું હોવાથી અને અસ્પષ્ટ હોવાથી બરાબર નથી આવો બિમ્બનો જે નિશ્ચય થયો તે અપાય. એથી ચારેબુદ્ધિમાં પણ Page #164 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૪૫ એમનો સદ્ભાવ હોવાથી શ્રુતનિશ્રિતમતિજ્ઞાનસંબંધિઅવગ્રહાદિ ૨૮ ભેદોમાં અવગ્રહાદિસામ્યથી બુદ્ધિચતુષ્ટ્યનો પણ અંતર્ભાવ ભાવવો. તેથી વ્યંજનાવગ્રહચતુષ્યને દૂર કરીને બુદ્ધિચતુષ્ટ્ય એમાં નાંખવી યોગ્ય છે. પ્રશ્ન-૨૯૭ – જો અવગ્રહાદિસામ્યથી અશ્રુતનિશ્રિત શ્રુતનિશ્રિત અવગ્રહાદિમાં અંતર્ભૂત છે તો આમિળિવોહિયનાળ તુવિદ્દ પન્નત, તં ખા-સુનિસ્સિયં, અસ્તુનિસ્મિથં ચ એ પ્રમાણે આગમમાં શ્રુતનિશ્રિતથી અશ્રુતનિશ્રિતનો જે ભેદ બતાવ્યો છે તે નષ્ટ જ થઈ જશે ને ? ઉત્તર-૨૯૭ જેમ ઈહા-અવગ્રહાદિનું અવગ્રહાદિત્વ સમાન હોવા છતાં શ્રોત્રેન્દ્રિયાદિથી ભેદ છે. જેમકે, કેટલાક શ્રોત્રેન્દ્રિય સંબંધિ અવગ્રહાદિ છે, કેટલાક સ્પશનેન્દ્રિય સંબંધિ, કેટલાક મન સંબંધિ છે. તે રીતે જ અવગ્રહાદિ સામાન્ય છતાં તે અશ્રુતનિશ્રિત શ્રુતનિશ્રિતથી ભિન્ન છે. કેમકે, તે શ્રુતથી અનિશ્રિત છે. ૨૮ ભેદની વિચારણામાં અવગ્રહાદિમત્ત્વ એવા સામાન્ય ધર્મને આશ્રયીને અશ્રુતનિશ્રિતથી શ્રુતનિશ્રિત અલગ મનાય છે. એટલે આગમમાં કહેલો તે બંનેનો ભેદ પણ નષ્ટ થતો નથી. પ્રશ્ન-૨૯૮ – એકનો એકથી જ ભેદ અને અભેદ કઈ રીતે થાય ? વિરોધ છે ને ? ઉત્તર-૨૯૮ – જો તે જ ધર્મથી ભેદ અને અભેદ માનો તો વિરોધ થાય. અન્ય ધર્મના કારણરૂપ એવા ભેદ-અભેદ વિરુદ્ધ થતા નથી. એવી કઈ વસ્તુ છે કે જેનો બીજી વસ્તુથી ભેદ-અભેદ નથી ઘટાદિ પણ ઘટાદિત્વસામાન્યથી પરસ્પર અભેદ હોવા છતાં સ્વદ્રવ્ય-ક્ષેત્રકાલાદિમત્વથી ભિન્ન છે એમાં ઘણું કહેવા જેવું છે પણ ગ્રંથગૌરવના ભયથી અમે કહેતા નથી, વળી તે અનેકાન્તજયપતાકાદિ ગ્રંથોમાં વિસ્તારથી કહેલું છે. વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ ત્યાંથી જોઈ લેવું. પ્રશ્ન-૨૯૯ – એમ હશે, આટલા કષ્ટથી શું ? મારો વ્યાખ્યાપક્ષ જ સુખાવહ છે કારણ કે એમાં શ્રુત-અશ્રુતનિશ્રિતની અભેદની આપત્તિ નથી અને સમસ્ત મતિજ્ઞાનનો ભેદ પણ એમાં કહેલો છે. - ઉત્તર-૨૯૯ – તમારી વ્યાખ્યા બરાબર નથી, એમ માનવું એ શાસ્ત્રના મતથી બહાર છે. એ વાતનો જ ઉપસંહાર કરીએ છીએ-અવગ્રહાદિસામ્યથી અશ્રુતનિશ્રિતનો શ્રુતનિશ્રિતમાં અંતર્ભાવ કરીને ફક્ત શ્રુતનિશ્રિત હોય એવું જ મતિજ્ઞાન ૨૮ ભેદનું કહેવું ઉચિત છે પરોક્તનીતિથી વ્યંજનાવગ્રહને દૂર કરીને શ્રુતા-શ્રુતનિશ્ચિત કહેવું બરાબર નથી. કારણ કે - સે જિ તે સુનિસ્વિયં ? એવું આગમમાં તે શ્રુતનિશ્રિત સમાપ્ત થતે છતે ફરીથી સે િ તેં અસ્તુનિસ્વિયં ? થી અશ્રુતનિશ્રિત કહ્યું છે. એથી, તે ત્યાં કેવી રીતે નંખાય ? તેથી ભાગ-૧/૧૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ શાસ્ત્રાભિપ્રાયથી શ્રતનિશ્રિતના જ ૨૮ ભેદો છે. માટે એ બીજા આચાર્યોનું વિવેચન યોગ્ય નથી. આ રીતે, મતિજ્ઞાનના ૨૮ ભેદો બતાવીને હવે, બીજી રીતે તેના ઘણા ભેદો થાય છે તે જણાવે છે. બહુ બહુવિધ-પ્રિ-અનિશ્ચિત-નિશ્ચિત-ધ્રુવ એ છ ભેદો પ્રતિપણિ છ ભેદો સાથે મળીને બાર પ્રકારે દરેક અવગ્રહાદિ છે. એને મતિજ્ઞાનના ૨૮ ભેદ સાથે ગુણવાથી ત્રણસો છત્રીસ ભેદ થાય. મતિજ્ઞાના વિવક્ષાભેદો-૩૩૬ બહુ-બહુવિધાદિ ૧૨૪૨૮ = ૩૩૬ શબ્દને આશ્રયીને બહુઆદિ ૧૨ ભેદોની વ્યાખ્યા : (૧) બહુ - શ્રવણયોગ્ય સ્થાને રહેલા એક સાથે વાગતા વાજિંત્ર સમૂહમાં કોઈ શ્રોતા તે વાજિંત્ર સમૂહ પૈકી પહ-ઢક્કા-શંખ-ભેરી-ભાણક આદિ શબ્દસમૂહને સાંભળી ક્ષયોપશમ વિશેષથી અવગ્રહાદિ દ્વારા બહુ જાણે છે અર્થાત્ અલગ-૨ એટલા ભેરીના શબ્દો, એટલા ભાણકના, એટલા શંખાદિના આમ ભિન્ન જાતિવાળા એક-એક શબ્દને જાણે છે. (૨) અબહુ :- કોઈ અલ્પષયોપશમવશ તેના સમાન દેશમાં રહેલો પણ અબહુ જાણે છે સામાન્યથી ભિન્ન ભિન્ન વાજિંત્રનો આ શબ્દ છે એ રીતે. (૩) બહુવિધ :- કોઈ ક્ષયોપશમની વિચિત્રતાથી બહુવિધ જાણે છે. અર્થાત્ એક-એક શંખ-ભેરિ આદિ અને શબ્દને સ્નિગ્ધત્વ-મધુરત-તરુણ, મધ્યમ, વૃદ્ધપુરુષ વાઘવાદિ બહુ વિધધર્મયુક્ત જાણે છે. (૪) અબહુવિધ :- અન્ય વ્યક્તિ અબહુવિધ સ્નિગ્ધ-મધુરતાદિ સ્વાલ્પધર્મ યુક્ત જ પૃથ ભિન્નજાતીવાળા નાનાશબ્દસમૂહને જાણે છે. (૫) ક્ષિપ્ર - કોઈ જલ્દીથી જાણે છે નહિ કે લાંબો સમય વિચારીને. (૬) અક્ષિપ્ર :- લાંબો વિચાર કરીને કોઈ જાણે છે. | (૭) અનિશ્રિત:- તે શબ્દસમૂહને કોઈ અનિશ્રિત જાણે છે, અર્થાત્ ધજા આદિ ચિહ્નથી અનિશ્રિત તે જ શબ્દ સમૂહને દેવકુલ અહીં છે, તેવા પ્રકારની ધજાના દર્શનથી એમ લિંગનિશ્રા કર્યા વિના સ્વરૂપથી જ જેને જાણે છે તે અનિશ્ચિત. (૮) નિશ્રિત:- તેને જ લિંગની નિશ્રાથી જાણતો નિશ્રિત. (૯) નિશ્ચિત - જેને સંશય વિના જાણે છે તે નિશ્ચિત. Page #166 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૪૭ (૧૦) અનિશ્ચિત - મેં આવો નિશ્ચય કર્યો છે પણ હું જાણતો નથી કે તેવું હશે કે અન્યથા એવા સંદેહથી અનુવિદ્ધ જાણનાર અનિશ્ચિત જાણે છે. (૧૧) ધ્રુવ :- અત્યંત જાણે કદાચિત્ નહિ અર્થાત્ એકવાર બહ્યાવાદિરૂપથી જાણેલું હંમેશા તે રીતે જ જાણતો ધ્રુવ જાણે છે. (૧૨) અધ્રુવઃ- જે ક્યારેક બહ્યાવારિરૂપે, ક્યારેક અબહ્યાવારિરૂપે જાણે છે તે અધ્રુવ. નિશ્ચિત-અનિશ્રિતમાં અન્ય વ્યાખ્યાન રૂપ વિશેષ અર્થ - પરધર્મો-અશ્વાદિવસ્તુધર્મોથી યુક્ત એવા ગવાદિ વસ્તુ ગ્રહણ કરનારને નિશ્રિત થાય છે. ગાયને અશ્વાદિરૂપથી ગ્રહણ કરનારની જે આ વિપરિત ઉપલબ્ધિ છે. તે નિશ્રિત' તેનાથી વિપરિત એવો પરધર્મોથી વિમિશ્ર વસ્તુને ગ્રહણ કરતો નથી. પરંતુ, જેવી સ્થિતિમાં હોય તેવી તેની સભૂત ઉપલબ્ધિરૂપ અનિશ્રિત ગવાદિ વસ્તુને ગવાદિરૂપે જ ગ્રહણ કરનારની જે અવિપર્યય ઉપલબ્ધિ છે તે અનિશ્રિત. પ્રશ્ન-૩૦૦ – બહુ-બહુવિધ પરિજ્ઞાનાદિ વિશેષણો સ્પષ્ટાર્થગ્રાહક અપાયાદિમાં ભલે થાઓ પણ, વ્યંજનાવગ્રહ-નિશ્ચયાર્થાવગ્રહમાં તો તેનો સંભવ કઈ રીતે થાય ? જેમકેસામUUામાં સર્વનામાફિMJIBહિયં (ગા.૨૫૨)માં કહ્યા મુજબ નિશ્ચયાર્થાવગ્રહમાં શબ્દાદિવિશેષમાત્રગ્રહણ પણ નથી તો યથોક્ત બહાદિપરિજ્ઞાનનો સંભવ ક્યાંથી હોઈ શકે? હવે જો વ્યાખ્યાનથી વ્યવહારાર્થાવગ્રહ અહીં લેવાય તો તેમાં વિશેષગ્રાહી હોવાથી બહુપરિન્નાનાદિ વિશેષણો ઉત્પન્ન છે જ એમ તમે માનો તો ભલે એમ થાય, તો પણ ૨૮ ભેદમાં સંગૃહીત એવા વ્યંજનાવગ્રહનાં તે બહુ પરિજ્ઞાનાદિ વિશેષણો કઈ રીતે સંભવે ? કારણ કે ત્યાં સામાન્યાર્થગ્રહણમાત્ર પણ ગ્રહણ થતું નથી તો પછી બહુઆદિ પરિજ્ઞાન તો દુરોત્સારિત જ છે ને? ઉત્તર-૩૦૦ – સાચી વાત છે, પરંતુ વ્યંજનાવગ્રહાદિ અપાયાદિનું કારણ છે. તે સિવાય અપાયાદિ ન હોય. અને તેથી અપાયાદિમાં રહેલું બહ્માદિપરિજ્ઞાન તેના કારણભૂત વ્યંજનાવગ્રહાદિઓમાં પણ યોગ્યતાથી માનવું. ક્યારેય પણ અવિશિષ્ટ કારણથી વિશિષ્ટ કાર્ય ઉત્પન્ન થઈ શકતું નથી. નહિતો, કોદ્રવના બીજમાંથી શાલીફલાદિની ઉત્પત્તિની આપત્તિ આવે. એવું થતું નથી, માટે જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય. પ્રશ્ન-૩૦૧ – એક જ મતિજ્ઞાનના આટલા બધા ભેદો શા માટે? Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૩૦૧ – બાહ્ય-અત્યંતર નિમિત્તોની વિચિત્રતાથી મતિમાં બહુત્વ કહ્યું છે ત્યાં મતિજ્ઞાનનું બાહ્યનિમિત્ત અલોક-વિષયાદિ છે અને તેની સ્પષ્ટ-અવ્યક્ત-આવરણ-મધ્યમઅલ્પ-મહત્ત્વ-સંનિકર્ષ-વિપ્રકર્ષ ભેદથી વિચિત્રતા છે. અત્યંતર નિમિત્ત-આવરણ ક્ષયોપશમઉપયોગ-ઉપકરણ ઇન્દ્રિયો છે. એની પણ વિચિત્રતા શુદ્ધ-અશુદ્ધ-મધ્યમ ભેદથી છે અને તેથી આ બાહ્યાવ્યંતરનિમિત્તવિચિત્રતાથી મતિજ્ઞાનના યથોક્ત બહુભેદ કહ્યા છે. આ જ મતિજ્ઞાન યથોક્ત બે નિમિત્તના કોઈક માત્ર ભેદથી ભેદાતું અનંત ભેદવાળું પણ થાય છે એમ માનવું. સામાન્યથી માત્ર મતિજ્ઞાનવાળા જીવો અનંત છે તથા તેમના ક્ષયોપશમઆદિ ભેદોથી મતિ ભિન્ન ભિન્ન છે. ૧૪૮ પ્રશ્ન-૩૦૨ કોઈ કહે છે અવગ્રહાલ્યો જ્ઞાનમેવ ન મવત્તિ, સ્વાથ્યનિર્માતાદ્યમાવાત્, સંશયાવિવત્ તો એ અવગ્રહાદિ મતિજ્ઞાનના ભેદો કઈ રીતે થશે ? - ઉત્તર-૩૦૨ અવગ્રહાલ્યો જ્ઞાન સંશયાઘનન્તવિત, અનુમાનવત્ । અહીં સંશયાદિમાં અંતર્ભૂત ન થતા વર્ણ ગંધાદિ પુદ્ગલદ્રવ્યો સાથે વ્યાભિચારનો સંભવ હોવાથી અને સૂત્ર સૂચક હોવાથી આત્મધર્મત્વે સતિ સંશયાઘનન્તર્ભાવાત્ એવો વિશેષણ સહિતનો હેતુ જાણવો. કારણ કે અવગ્રહાદિ આત્માના ધર્મો છે જ્યારે વર્ણાદિ પુદ્ગલના ધર્મો છે . - - પ્રશ્ન-૩૦૩ – વિશેષણ મૂકવાથી હેતુમાં વ્યાભિચાર ભલે ન થાય પણ હેતુની અસિદ્ધિને કોણ રોકી શકશે ? કારણ કે તે અવગ્રહાદિમાં તો હેતુભૂત એવા સંશયાદિ છે કેમકે અવગ્રહાદિ પોતે જ સંશય રૂપ છે. એટલે, એમાં સંશયાદિ અનન્તર્ભાવાત્ એવો હેતુ જ અસિદ્ધ છે અને તેઓમાં સંશયાદિ કઈ રીતે છે ? તે આ રીતે, વિપ્લમવિરેન (ગા.૩૦૯) માં જે નિયિમસંસયં ખં કહ્યું છે તેના પ્રતિપક્ષમાં જોપિ સંધિં મુળતિ એવું જે કહ્યું છે. ત્યાં સંદિગ્ધ જણાતાં સંશય વ્યક્ત જ છે, જ્યાં સંશય ત્યાં સંદેહ કરનારનો ક્યારે વિપર્યય પણ થાય એમ સંદિગ્ધ વિષયમાં સંશય-વિપર્યય અનિવારિત જ છે. અથવા આ ઉત્તરભેદ રૂપ સંદિગ્ધમાં દોષ આપવાથી શું ? જે મૂળરૂપ ઇહા છે તે પણ સંશય જ છે તેને નિશ્ચય માનવામાં અપાયની આપત્તિ આવે. અથવા પરધર્મોદિ વિમિમાંં નિયિં એમ અહીં જે નિશ્ચિત કહ્યું છે તે પણ ગવાદિને અશ્વાદિ રૂપે ગ્રહણ કરવું એ વિપર્યાસ જ છે, નાચતી ગાય વિપર્યાસ થતી નથી પણ અન્યનું અન્યરૂપે ગ્રહણ કરવું જ વિપર્યાસ છે. નૈૠયિકાર્થાવગ્રહરૂપ અવગ્રહ પણ જો અનિર્દેશ્ય સામાન્ય માત્ર ગ્રાહી હોય તો તે અનધ્યવસાય જ છે. કારણ તે અનિર્દેશ્યસામાન્યગ્રાહી છે. કેમકે અહીં કોઈ પણ અર્થ સંબંધી અધ્યવસાય નથી એમ કરીને તે જ સંશયાદિરૂપ હોવાથી અવગ્રહાદિઓ જ્ઞાન નથી. એટલે તે મતિજ્ઞાનના ભેદો નથી. આ રીતે અવગ્રહાદિરૂપ સો દોષોથી જર્જરીત હોવાથી મતિજ્ઞાનમાં પણ કાંઈ નથી. Page #168 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૪૯ ઉત્તર-૩૦૩ – અહીં અવગ્રહાદિનું સંશયાદિત્વ જે તમે ઉભાવ્યું છે. તે હજુ સુધી સાધ્ય છે. તે કહેલી અનિયુક્તિ વાચામાત્રથી જ મારો કહેલો હેતુ સિદ્ધ માનવો એટલાથી જ તારા સમીહિતની સિદ્ધ થતી નથી. એટલે ખુશ ન થા. કેમકે, જે કહ્યું છે સંધેિ સંશય વિપર્યય તે યોગ્ય નથી. અમે તેવા પ્રકારના વસ્તુ અપ્રાપક સંદિગ્ધની વિવક્ષા કરી નથી. જેથી વસ્તુ અપ્રાપ્તિ કે વિપર્યય પ્રાપ્તિથી ત્યાં સંશય-વિપર્યય થાય. પરંતુ વસ્તુ પ્રાપક સત્ય નિશ્ચય કરતાં છતાં, જ્યાં તથાવિધ ક્ષયોપશમની વિચિત્રતાથી મનમાં કોઈ અલ્પ શંકામાત્રનું પણ નિવારણ થતું નથી અને નાને એ રીતે વિથા વા વગેરે તે અહીં શંકાના સ્થાને છે અને એટલા માત્રથી જ અવગ્રહાદિને અજ્ઞાનરૂપે માનવા બરાબર નથી એમ કરવા જતાં તો વ્યવહાર જ નષ્ટ થઈ જાય. ધૂમ-વાદળાદિથી સમ્યગ્ રીતે અગ્નિ-જલાદિનો નિશ્ચય થવા છત્તો સુખથી તે નિશ્ચયને કહેનારા બધા પ્રમાતાઓના મનમાં થતી શંકામાત્રને નિવારી શકાતી નથી. તે બધાય નિશ્ચિત વસ્તુને પ્રાપ્ત કરતા નથી. અને સંશય-વિપર્યયતાથી તેમની અજ્ઞાનતા પણ દેખતા નથી, અને ઈહા પણ સંશય જ છે એવું જે કહ્યું તે પણ અસંગત છે. વિકમયે થાપુ: પુરુષો વા એવો સંશય ઈહા માનતો નથી. પરંતુ, જે બોધ થયા પછી અવશ્ય નિશ્ચય થાય છે તે જ અન્વયધર્મઘટન-વ્યતિરેકધર્મનિરાકરણ દ્વારા નિશ્ચયાભિમુખ થતો બોધ તે ઈહા એવું પહેલા વારંવાર કહેલું જ છે. એ નિશ્ચયાભિમુખ હોવાથી સંશય નથી. અને તેની પ્રત્યાસત્તિ માત્ર પ્રાપ્ત થઈ હોવાથી નિશ્ચય પણ નથી. અને નિશ્ચયથી અન્ય સર્વ સંશય હોવાથી અજ્ઞાન જ છે; એમ પણ ન કહેવું કારણ કે તેમ કરવામાં તો નિશ્ચયના ઉત્પાદનની ક્ષણમાં પણ સર્વથા અજ્ઞાન થવાની આપત્તિ આવે એટલે નિશ્ચય પણ અજ્ઞાન થઈ જાય, અવિશિષ્ટ કારણથી વિશિષ્ટ કાર્યની ઉત્પત્તિ થતી નથી એ નિયમ છે. અહીં નિશ્ચય ઉપાદાનક્ષણ કારણ છે અને નિશ્ચયરૂપ કાર્ય છે. માટે, અજ્ઞાનરૂપ નિશ્ચય ઉપાદાનથી જ્ઞાનરૂપ નિશ્ચય ઉત્પન્ન ન થાય, અને નિશ્રિત વિસ: એવું જે કહ્યું તે પણ બરાબર નથી કારણ કે, નિશ્રિતમ્ નિશ્રિતમ્ આ વ્યાખ્યાનમાં આ દોષ સર્વથા અસંબદ્ધ છે. પરધમૅહિં એ વ્યાખ્યાનાંતર માત્ર હોવાથી તે પણ વ્યાખ્યાન જો હોય તો પણ વ્યાખ્યાનથી પરધર્મો તેમાં શંકામાત્ર જ માનવા નિશ્ચિત નહિ. જેમકે અહીં ગાય છે પણ અશ્વ જેવી લાગે છે એટલા માત્રથી જ આ વિપર્યયોપલબ્ધિ જાણવી, સર્વથા વિપર્યયધર્મના નિશ્ચયથી નહિ, સર્વથા વિપર્યયમાં તો ત્યાં અશ્વાદિની વિદ્યમાનતાનો પ્રસંગ આવે. એમ થતાં અનિશ્ચિત્તથી એ ભિન્ન નથી એમ નહી કહેવું કારણ કે, ત્યાં પરધર્મની નિશ્ચિત્તતાનો અભાવ અને વિવક્ષિત વસ્તુના અભાવની શંકા માત્રનો જ સદ્ભાવ હોય છે અને વસ્તુપ્રાપ્તિ વિધાતાના અભાવે વિપર્યયધર્મની શંકામાત્રથી અજ્ઞાનતા ન થાય. નવગ્રહોનધ્યવસાય: એવું જે કહ્યું છે તે પણ યોગ્ય નથી, કારણ કે, ત્યાં અધ્યવસાય સાક્ષાત્ નથી પણ યોગ્યતાથી જ છે. નહિતો તેના Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ કાર્યો એવા અપાયાદિમાં પણ તેના અભાવનો પ્રસંગ આવે છે. કારણ કે અતિમત્તમૂચ્છિતના જ્ઞાનને અનધ્યવસાય કહેવાય છે. ત્યાં યોગ્યતાથી પણ અધ્યવસાય કહેવો શક્ય નથી. ત્યાં તેના કાર્યભૂત અપાયાદિ અધ્યવસાય પણ અલક્ષણ છે આ રીતે અવગ્રહાદિનું સંશયાદિત્વ અસિદ્ધ છે તો પણ તે માનીને તેમની સંશયાદિરૂપતા કહીએ છીએ. સંશયવિપર્યય-અધ્યવસાય એ જ્ઞાન જ છે. તેથી, સંશયાદિરૂપ હોવા છતાં સંશયાદિ મતિજ્ઞાનના ભેદ તરીકે વિરોધ થતા નથી. અને “સમીહિત વસ્તુ પ્રાપકસજ્ઞાન છે અને બીજું અજ્ઞાન છે” એવું વ્યવહારિઓને પ્રમાણ-અપ્રમાણભૂત જ્ઞાન-અજ્ઞાનની વિચારણા કરતા નથી પરંતુ “જેનાથી કંઈપણ જણાય, તે સમ્યગ્દષ્ટિ સંબંધી જ્ઞાન” એટલી માત્ર વ્યાખ્યા જ કરીએ છીએ. વસ્તુપરિજ્ઞાન માત્ર તો સંશયાદિમાં પણ છે. એટલે, તેમાં સમ્યગ્દષ્ટિ સંબંધી તેમના જ્ઞાનત્વની હાની નથી. પ્રશ્ન-૩૦૪ – સંશયાદિ જ્ઞાન કઈ રીતે? ઉત્તર-૩૦૪ – સંશયો જ્ઞાનમેવ, વસ્તુ (નવારે વપરપર્યરનન્તધર્માધ્યસિત) एकदेशगमकत्वभावात्, परमतप्रमाणनिश्चयज्ञानवत् । यद्वस्तु एकदेशस्य गमकं तज् ज्ञानं, यथा પરમાં નિશ્ચયપપ્રમi વસ્તુફ્લેશ મારું સંશય: તતતે જ્ઞાનમ્ ! સ્વપરપર્યાયો વડે અનંતધર્મયુક્ત ગાય વગેરે વસ્તુના એક દેશને જણાવનારા હોવાથી સંશયાદિ બીજાઓએ માનેલા નિશ્ચયજ્ઞાનરૂપ પ્રમાણની જેમ જ્ઞાનરૂપ જ છે. આ રીતે, સંશયાદિ જ્ઞાન છે. પ્રશ્ન-૩૦૫ – સંશયાદિ વસ્તુ એક દેશ વિજ્ઞાનના હેતુઓ કઈ રીતે? વસ્તુ તો નિરંશ હોવાથી તેના દેશનો જ અભાવ હોવાથી તે એકદેશગ્રાહી ઘટતા નથી. ઉત્તર-૩૦૫ – ઘટાદિ વસ્તુના મૃત્મયત્વ-પૃથુબુનત્વ-વૃત્તત્વ-કુંડલાયતગ્રીવાયુક્તત્વાદિ અર્થ પર્યાયો અનંત હોય છે ઘટ-કુંભ-કળશાદિ વચનપર્યાયો પણ અનંત હોય છે. આદિ શબ્દથી પરવ્યાવૃત્તિરૂપ પર્યાયો પણ અનંતા છે. આવી અનંત શક્તિઓથી યુક્ત વસ્તુ હોય છે. એટલે, સંશયાદિ તેના એકદેશનો વિચ્છેદ (વિભાગ) કરનારા જાણવા. અમે નિરંશવસ્તુવાદિ નથી. પરંતુ, યથોક્તઅનંત ધર્મરૂપ વસ્તુના અનંત દેશો હોય છે, એવું માનીએ છીએ, તેમાંથી એકદેશગ્રાહી સંશયાદિપણ હોય જ છે. એટલે, એ અજ્ઞાન કઈ રીતે થાય ? હવે જો તે કાંઈપણ ગ્રહણ ન કરે તો એમનું ઉત્થાન જ ન થાય, સર્વથા નિર્વિષયજ્ઞાન ઉત્પત્તિ માટે અયોગ્ય હોય જેમકે આકાશકુસુમનું જ્ઞાન. તેથી જ્ઞાતેિનેનેતિ જ્ઞાનમ્ એવા વ્યુત્પત્તિ અર્થથી સંશયાદિની પણ જ્ઞાનતાનો વિરોધ નથી. પ્રશ્ન-૩૦૬ – એકદેશને ગ્રહણ કરનારી ગવાદિવસ્તુ સમગ્રધર્મગ્રાહી ન હોવાથી સંશયાદિ જ્ઞાન છે એવું ઈષ્ટ નથી કેમકે સર્વસંપૂર્ણ વસ્તુગ્રાહી જ જ્ઞાન હોય છે? Page #170 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૫૧ ઉત્તર-૩૦૬ – જો આપ સર્વસંપૂર્ણવતુ ગ્રાહી જ જ્ઞાન તરીકે માનો તો નિર્ણય પણ અજ્ઞાન જ થાય છે કારણ કે તે પણ ગવાદિ વસ્તુના એક દેશ માત્રને ગ્રહણ કરે છે. જેમકે ૌરયં, પટોડ્યું, પોચું વગેરે નિર્ણયોથી પણ ગોત્વ-ઘટવાદિ વસ્તુનો એક દેશ જ ગ્રહણ કરાય છે. એટલે, તે પણ કઈ રીતે જ્ઞાનરૂપ થાય? હવે, દેશી વિના દેશ ક્યારેય પણ ન હોય દેશના ગ્રહણ દ્વારા સંકલ વસ્તુ નિર્ણયથી ગ્રહણ કરાઈ છે એટલે દેશ પણ જ્ઞાન જ છે. આ વાત સંશયાદિમાં પણ સરખી છે. જેમકે-વિમર્થ થાપુ:પુરુષો વા વગેરે સંશય પણ સ્થાણુતાદિક વસ્તુના એક દેશને જાણે છે. વિપર્યાસ પણ વિપરિત વસ્તુના એક દેશને જાણે છે અને અનધ્યવસાય પણ સામાન્યમાત્રરૂપ વસ્તુના એકદેશને ગ્રહણ કરે છે. તેથી સંશયાદિ પણ એકદેશજ્ઞાનરૂપથી સમગ્ર વસ્તુને જાણે જ છે. એટલે એમનામાં જ્ઞાન નથી એ કઈ રીતે કઈ શકાય ? પ્રશ્ન-૩૦૭ – ભલે સંશયાદિથી વસ્તુના એકદેશને ગ્રહણ કરો પણ ફક્ત સંશયથી સંદિગ્ધ, વિપર્યયથી વિપર્યસ્ત અને અનધ્યવસાયથી અવિશિષ્ટ ગ્રહણ કરો ને? ઉત્તર-૩૦૭– કીધેલી વાતને પણ કેમ ભૂલી જાય છે? શાયતેડનેતિ જ્ઞાનમ્ મતિરુપજ્ઞાનમતિજ્ઞાન એમ સામાન્યથી જ સમ્યગ્દષ્ટિ સંબંધિ મતિજ્ઞાનની અહીં વિચારણા ચાલે છે અને સંશયાદિરૂપ કે નિર્ણયરૂપ સમ્યગ્દષ્ટિ સંબંધિ જ્ઞાનનો સર્વત્ર ઉક્ત વ્યુત્પત્તિની ઉપસ્થિતિ હોવાથી વિરોધ નથી. પ્રશ્ન-૩૦૮ – જો સંશયાદિ પણ મતિજ્ઞાન હોય તો તેના ૪ ના બદલે ૭ ભેદ થાય ને? ઉત્તર-૩૦૮ – એમ નથી, અનધ્યવસાય સામાન્યમાત્રગ્રાહી તરીકે અવગ્રહમાં અંતર્ભત છે. સંશય પણ ઇહાનો પ્રકાર છે અને તેનું કારણ હોવાથી તદન્તર્ગત છે જો કે પહેલાં સંશયનો ઇહા તરીકે વિચ્છેદ કર્યો તે પણ વ્યવહારથી કર્યો હતો નહિ કે સર્વથા. વિપર્યાય તો નિશ્ચયરૂપ હોવાથી સાક્ષાત્ અપાય જ છે તો પછી ૪ ભેદનું ઉલ્લંઘન કઈ રીતે થાય? એમ માનવું નહિ તો સમ્યગ્દષ્ટિ સંબંધી સંશયાદિને મતિજ્ઞાનથી અલગ પાડતા એનો ક્યાં સમાવેશ થાય ? પ્રશ્ન-૩૦૯ – અજ્ઞાનમાં સમાવેશ થાય તો શો વાંધો છે? ઉત્તર-૩૦૯ – ના. સમાદિઠ્ઠી vi અંતે ! કિ નાની મઝાની ? રોયમા ! નાળી નો મસળી એ આગમવચનથી સમ્યગ્દષ્ટિ સદા જ્ઞાની જ છે. અજ્ઞાની નથી હોતા. પ્રશ્ન-૩૧૦ – ભલે હોય, તો પણ સમ્યગ્દષ્ટિ સંબંધી મતિજ્ઞાન જ અહીં વિચારાય છે એ કઈ રીતે ખબર પડે? Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૩૧૦ – અહીં પાંચ જ્ઞાનની જ વિચારણા ચાલે છે. જ્ઞાન સમ્યગ્દષ્ટિને જ હોય છે. એટલે, તત્સંબંધી મતિજ્ઞાન અહીં વિચારાય છે. અને તેમના જ સંશયાદિની જ્ઞાનતા સધાય છે. પ્રશ્ન-૩૧૧ - આ રીતે સંશયાદિ પણ જ્ઞાન હોય તો તેનાથી તમને કોઈપણ સંસારી જીવ અજ્ઞાની નથી એવું પ્રાપ્ત થશે (મોક્ષમાં તો બધાને જ્ઞાન પર પણ માને છે) એટલે સંસારીને આ અતિવ્યાપ્તિ દોષ આવશે. સંશયઆદિ જ્ઞાન નથી અને અબાધિત નિર્ણય જ્ઞાન છે તે લોકવ્યવહારની સ્થિતિ છે. જો તમે સંશયાદિને પણ જ્ઞાન તરીકે સ્થાપિત કરો તો આ અજ્ઞાન વ્યવહાર નષ્ટ થઈ જશે. તેથી અતિવ્યાપ્તિ કેમ નહિ થાય? અને લોકમાં અજ્ઞાન વ્યવહાર દેખાય છે તે કઈ રીતે જ્ઞાન તરીકે ગણશો? - ઉત્તર-૩૧૧ – મિથ્યાષ્ટિ સંબંધી તે સંશયાદિ અને નિર્ણય અજ્ઞાન છે અને સમ્યગ્દષ્ટિનાં તે જ્ઞાન છે એટલે અજ્ઞાન વ્યવહારનો ઉચ્છેદ નહિ થાય. અભિપ્રાય - લોકવ્યવહાર રૂઢ જ્ઞાન-અજ્ઞાનનો વ્યવહાર અહીં વિવક્ષિત નથી પરંતુ, આગમાભિપ્રાય રૂઢ નૈૠયિક વિવક્ષિત છે, અને આગમમાં સંશયાદિરૂપ કે નિશ્ચયરૂપ મિથ્યાષ્ટિનું સર્વઅજ્ઞાન છે સમ્યગ્દષ્ટિનું તે બધું જ્ઞાન છે. એ પ્રમાણે જ્ઞાન-અજ્ઞાન વ્યવહાર રૂઢ છે. તેથી સંશયાદિત્યને અવગ્રહાદિનું અજ્ઞાનત્વ પ્રેરિત હતું તે બરાબર નથી કારણ કે આગમ વિચારમાં સંશયાદિ– અજ્ઞાનભાવનું નિમિત્ત નથી. પરંતુ, મિથ્યાદષ્ટિ સંબંધિત્વ એ અજ્ઞાનભાવનું નિમિત્ત છે. તે અહીં નથી સમ્યગ્દષ્ટિ સંબંધિ અવગ્રહાદિની જ અહીં વિચારણા છે. પ્રશ્ન-૩૧૨ – તો પછી મિથ્યાષ્ટિએ બિચારાએ શું અપરાધ કર્યો કે તેના સંબંધિ બધું અજ્ઞાન કહો છો? ઉત્તર-૩૧૨ – આ પ્રશ્નની ચર્ચા અગાઉ શ્લોક ૧૧૫ પ્રશ્ન-૧૦૬માં થયેલી છે ત્યાંથી જાણી લેવી. તથા સંક્ષેપથી અહીં જણાવીએ છીએ, મિથ્યાષ્ટિને સદ્-અસદુનો વિવેક નથી. તેનું જ્ઞાન ભવહેતુક છે. યદચ્છાએ-ગમે તેમ તેની ઉપલબ્ધિ થાય છે. અને જ્ઞાનનું ફળ જે વિરતિ છે તે તેમને નથી માટે તેઓનું જ્ઞાન તે અજ્ઞાનરૂપ છે. પ્રશ્ન-૩૧૩ – તો સમ્યગ્દષ્ટિમાં એવું વિશેષ શું છે કે જેથી તેનું બધું જ્ઞાન છે? ઉત્તર-૩૧૩ – અહીં પરમાણુ આદિ એક-એક વસ્તુ સ્વ-પરપર્યાયોથી સમસ્તત્રિભુવનગત વસ્તુમય છે. આ રીતે પરમાણુમાં એકગુણકાલ–ાદિ અનંત વર્ણ-ગંધરસાદિક સ્વપર્યાયો છે અને બીજું એ વિવક્ષિત પરમાણુ અન્ય પરમાણુ-યણુક-ત્રણકાદિ સમસ્ત વસ્તુથી ક્ષેત્રકાળાદિથી વ્યાવૃત છે એટલે, તેની વ્યાવૃત્તિરૂપ અનંત પરપર્યાયો થાય Page #172 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર છે. એમ થતાં જે વસ્તુઓથી તે પરમાણુ વ્યાવૃત છે, તે બધીનો તે પરમાણુંમાં પ્રત્યેક અભાવ છે. એવું સામર્થ્યથી સિદ્ધ છે એ દ્વયણુંકાદિમાં પણ વિચારવું તેમના પણ પ્રત્યેક પરથી વ્યાવૃત છે. તેથી સર્વવસ્તુ સર્વમય થઈ. અહીં જે એક વિવક્ષિત વસ્તુને જાણે છે તે બીજી વધી વસ્તુઓને જાણે છે. કારણ કે એકવસ્તુનું જ્ઞાન સમસ્તવસ્તુના જ્ઞાનાન્તર્ગત છે. જે શેખવસ્તુઓથી વ્યાવૃત તે વિવક્ષિત વસ્તુ છે. તે બધીય જાણવી તેની જાણકારીના અભાવે તેમનાથી વ્યાવૃતત્વ જાણવું અશક્ય છે. જે સર્વવસ્તુને જાણે છે તે વિવક્ષિત એક કોઈપણ વસ્તુને જાણે છે તેની જાણકા૨ી વિના સર્વવસ્તુના જ્ઞાનનો અભાવ હોવાથી તે સર્વવસ્તુઓ વિવક્ષિત એકવસ્તુથી વ્યાવૃત જાણવી તેની જાણકારી વિના તેનાથી વ્યાવૃત જાણવું શક્ય નથી. પ્રશ્ન-૩૧૪ – આવું પરિશાન તો કેવલીને જ હોય બીજાને ન હોય કારણ કે તે લોકો સૂક્ષ્મ-અતીત-વ્યવહિત અમૂર્તાદિ સમસ્ત વસ્તુને ગ્રહણ કરવામાં સમર્થ હોતા નથી ? ઉત્તર-૩૧૪ – સાચીવાત છે. આ પ્રમાણે સાક્ષાત્ કેવલી જ જાણે છે. તેના વચનથી શ્રદ્ધાથી ભાવથી અન્ય સય્યદૃષ્ટિ પણ સર્વ એકૈક વસ્તુને સર્વમય જાણે છે, કારણ કે આગમમાં કેવલીએ જ એ બતાવ્યું છે ને માં બાળરૂ સે સર્વાં નાળર, ને સર્વાં-નાળફ સે માં બાળરૂ (આચારાંગ સૂ.૧૨૨), બધા ય સમ્યગ્દષ્ટિને આ આગમ પ્રમાણ જ છે નહિ તો તે સમ્યગ્દર્શનને યોગ્ય ન થાય. તેથી જો કે બધા સમ્યગ્દષ્ટિઓ આ રીતે સર્વ સર્વમય વસ્તુને જાણતા નથી છતાં આગમની શ્રદ્ધા દ્વારા ભાવથી જાણે જ છે. એથી કેવલીદષ્ટ યથાવસ્થિત વસ્તુસ્વરૂપની પ્રમાણતા સ્વીકારવા દ્વારા સર્વદા તેના દ્વારા શાયમાન હોવાથી તે સર્વદા જ્ઞાની કહેવાય છે. ૧૫૩ પ્રશ્ન-૩૧૫ જો એમ હોય તો સમ્યગ્દષ્ટિને નિશ્ચયરૂપજ્ઞાન ભલે થાય પરંતુ સંશયાદિઓ તો બાળકોને પણ અજ્ઞાનપણે લોકમાં રૂઢ છે તેઓને પણ કોની જેમ જ્ઞાન થાય છે ? પ્રશ્ન-૩૧૬ - ઉત્તર-૩૧૫ – જે સંશયાદિગમ્ય ધર્મો છે તે પણ વસ્તુના જ પર્યાયો છે તે પણ જ્ઞાનના હેતુ હોવાથી સમ્યગ્દષ્ટિ સંબંધિ સંશયાદિ જ્ઞાન જ છે. અહીં લોકવ્યવહાર રૂઢ સંશયાદિમત્વ પણ આગમમાં અજ્ઞાનભાવના કારણ તરીકે અધિકૃત નથી જ પરંતુ મિથ્યાર્દષ્ટિ સંબંધિત્વ છે. એમ કહેલું જ છે તે સમ્યગ્દષ્ટિ સંબંધી સંશયાદિનું નથી તેથી તે જ્ઞાન કેમ ન થાય ? અર્થાત્ સમ્યગ્દષ્ટિના સંશયાદિ જ્ઞાનરૂપ જ છે. પણ નથી ? 1 • જેનાથી કાંઈક જણાય તે જ્ઞાન થાય છે સંશયાદિથી તો કાંઈ જણાતું Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૩૧૬ – એમ નથી, તેઓ પણ વસ્તુપયગમક છે. જેમકે-આગળ સ્થાણુ હોય તો એ સ્થાણુ કે પુરુષ? એવો સંશય ઉઠે છે. ત્યાં જે સ્થાણુત્વ અને પુરુષત્વ જણાય છે, તે બંને સ્થાણુમાં પર્યાયરૂપે પ્રાપ્ત થાય છે. સ્થાણુત્વ અનુગતત્વેન હોવાથી અને પુરુષત્વનો ભાવરૂપે અભાવ હોવાથી. અથવા સ્થાણુત્વ સ્થાણુનો પર્યાય છે અને પુરુષત્વ પુરુષનો પર્યાય છે જે સ્થાણુમાં આ પુરુષ જ છે એવો વિપર્યાસ પ્રગટ થાય છે ત્યાં પણ પુરુષત્વ એ વ્યાવૃત્તિરૂપે સ્થાણુનો પણ પર્યાય છે. અનુગતરૂપે પુરુષનો પર્યાય છે અનધ્યવસાયપ્રતિભાસિ સામાન્ય તો નિર્વિવાદ સ્થાણુ આદિ વસ્તુપર્યાય જ છે. એ રીતે સંશયાદિ વડે વસ્તુપર્યાયો જણાય છે. અહીં સમ્યગ્દષ્ટિના સંશયાદિનો અધિકાર હોવાથી મિથ્યાદષ્ટિ સંબંધિત્વના અભાવથી અને લોકરૂઢ સંશયાદિતનો અજ્ઞાનના કારણ તરીકે અહીં અધિકાર ન હોવાથી તે સમ્યગ્દષ્ટિ સંબંધિ સંશયાદિ જ્ઞાન જ છે. પ્રશ્ન-૩૧૭ – તમે કહ્યું છે ને કે સર્વવસ્તુ અનંતપર્યાયવાળી છે, તે ઘટાદિ વસ્તુના એક કાળે કોઈ એક જ પર્યાયને સમ્યગ્દષ્ટિપણ ગ્રહણ કરે છે. એથી અનંત પર્યાયવાળી વસ્તુને એક પર્યાય પણે ગ્રહણ કરતા તેને પણ જ્ઞાન કઈ રીતે થાય? તે પણ અન્યથા સ્થિત વસ્તુને અન્યથા જ ગ્રહણ કરે છે ને? ઉત્તર-૩૧૭ – સમ્યગ્દષ્ટિ એક ઘટાદિવસ્તુના ઘટતાદિપર્યાયને પ્રયોજનવશ ગ્રહણ કરતો અનંત પર્યાયવાળી જ તેને વાસ્તવિક રીતે ગ્રહણ કરે છે. કહેવાય છે કે-ભાવથી આગમપ્રમાણને માનીને સમ્યગ્દષ્ટિએ યથાવસ્થિત અનંતપર્યાય વસ્તુ જ સદા ગ્રહણ કરેલી છે ફક્ત પ્રયોજન વશથી એક પર્યાયને ગ્રહણ કરે છે. જેમકે સોનાનો ઘડો દેખાતા જેને ઘટમાત્રથી પ્રયોજન હોય તે પટોડ” એમ ઘટત્વનો અધ્યવસાય કરે છે, જેને સોનાથી પ્રયોજન હોય તે આ સોનું છે એમ સુવર્ણપણે ગ્રહણ કરે છે, જેને જલક્ષેપ આદિથી પ્રયોજન છે તે જલાદિ ભાજન તરીકે અધ્યવસાય કરે છે. પ્રયોજનનો ઉપલક્ષણ માત્ર છે. કેટલાંક અભ્યાસ-કુશળતા-પ્રત્યાસત્તિ આદિ ગ્રહણ કરે છે, જેમકે બહાર બ્રાહ્મણ દેખાતા કોઈ અભ્યાસ વશ fપક્ષોગ્યમ્ કહે છે, કોઈ એને કુશળતાથી બ્રાહ્મણ છે એમ કહે છે, કોઈ જેની પાસે ભણ્યો છે એવી પ્રત્યાત્તિ-ઓળખાણ થી મારો ઉપાધ્યાય છે એમ ગ્રહણ કરે છે. આમ, આ દિશાથી વિચારવું, તેથી પ્રયોજન આદિ વશાત્ એકપર્યાય પણે વસ્તુને ગ્રહણ કરતો એ વસ્તુને ભાવથી પરિપૂર્ણ અનંતપર્યાયવાળી જ ગ્રહણ કરે છે. એથી હંમેશા ભાવથી ગ્રહણ કરેલ યથાવસ્થિત વસ્તુસ્વરૂપવાળા સમ્યગ્દષ્ટિને સંશયાદિ કાળે પણ જ્ઞાન જ છે. પ્રશ્ન-૩૧૮– તો પછી, મિથ્યાષ્ટિને પણ એ રીતે થઈ શકશે ને? Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ગુજરાતી પ્રશ્નોત્તર ઉત્તર-૩૧૮ - ના, સંશયાદિ કાળે તો દૂર રહ્યું પણ નિશ્ચયકાળે ય મિથ્યાષ્ટિઓ જેમ પરમગુરુએ જોયું છે તેમ અનંતપર્યાય વસ્તુને જાણતા નથી. કેટલીક જોયેલી છતાં યથાવસ્થિત વસ્તુના સ્વીકારનો પણ તેમનો હંમેશા અભાવ જ હોય છે નહિ તો મિથ્યાષ્ટિ તરીકે યોગ્ય ન થાય એટલે તેમનું નિશ્ચયરૂપ અને સંશયાદિ રૂપ બધું જ્ઞાન અજ્ઞાન જ છે. અથવા માત્ર અજ્ઞાન જ નહિ પણ તેનાથી ય અધિક છે. એ બતાવીએ છીએ, સંશયાદિને ફક્ત સમાન્યથી અજ્ઞાનપણે જ આપ કહો છો મિથ્યાષ્ટિને તો મહાદુઃખનો હેતુ હોવાથી કષ્ટતર વિશેષિતતર અજ્ઞાન છે. કારણ કે તેને તો સર્વજ્ઞ કથિત વસ્તુમાં વિપર્યાસ જ છે. સંશયઅનધ્યવસાય નથી થતા એટલે તે બંનેથી વિશેષતર મિથ્યાદષ્ટિને અજ્ઞાન છે. પ્રશ્ન-૩૧૯ – એને વિપર્યય જ કઈ રીતે હોય? ઉત્તર-૩૧૯ – મિથ્યા અભિનિવેશથી-આગ્રહથી સર્વત્ર મોક્ષના વિષયમાં, તેના સાધનરૂપ સંસારમાં અથવા નરકાદિવસ્તુમાં તેના મિથ્યા આગ્રહથી સર્વજ્ઞ કથિત વિપરિત અધ્યવસાયથી ઘટમાં પટની બુદ્ધિની જેમ હોય છે. એ પ્રમાણે સર્વજ્ઞ કથિત યથાવસ્થિત અનંતપર્યાયવસ્તુ સ્વીકારના સદા ભાવથી સમ્યગ્દષ્ટિને જ્ઞાનનું સમર્થન કર્યું, હવે અન્ય પ્રકારે પણ સમર્થન કરે છે... અથવા ... જેમ ઈન્દ્રજ્ઞાનના ઉપયોગથી તે ઉપયોગવાળો જ્ઞાતા દેવદત્તાદિ પરઐશ્વર્યાદિના અભાવે પણ ઇન્દ્ર થાય છે તે ભાવેન્દ્ર તરીકે જ ગણાય છે તેમ સમ્યગ્દષ્ટિને પણ સમ્યગ્દર્શન લાભકાળે જ મત્યાદિજ્ઞાનલાભથી, જ્ઞાનપરિણામરૂપ જ્ઞાનોપયોગમાત્રના સર્વદા ભાવથી જ્ઞાન હોય છે અને જો એમ ન માનીએ તો તેમાં પણ મિથ્યાદૃષ્ટિવની આપત્તિ આવે એટલે સદા જ્ઞાન સ્વીકારવું, કારણ કે, સમ્યગ્દષ્ટિ હંમેશા તેમાં ઉપયોગવાળો અને તન્મય હોય છે. ઇન્દ્રજ્ઞાનોપયુક્ત દેવદત્ત ઇન્દ્રની જેમ, સમ્યગ્દર્શન સદ્ભાવે એને હંમેશા જ્ઞાનોપયોગમાત્ર છે જ. તેથી સંશયાદિકાળે પણ મૂળજ્ઞાનોપયોગથી એ જ્ઞાની જ છે. જેમકે દરિદ્રતા વગેરે હોતે છતે ઈન્દ્રજ્ઞાનના ઉપયોગથી જ્ઞાતા ઈન્દ્ર જ છે. જેમ મહારસથી ભરેલી રસકૂપિકામાં પડેલું તણખલું પણ તરૂપ થાય છે. તેમ સમ્યગ્દર્શન હોવાથી જ્ઞાની જ કહેવાય છે. પ્રશ્ન-૩૨૦- તો મિથ્યાષ્ટિને પણ એમ કેમ નહિ થાય? સમ્યગ્દષ્ટિને જ્ઞાનોપયોગથી જે જ્ઞાન કહ્યું છે તે મિથ્યાષ્ટિને પણ સમાન હોવાથી તેને પણ જ્ઞાનનો ઉપયોગ હોય ને? - ઉત્તર-૩૨૦ – એ બરાબર નથી. કેમકે, તે સમ્યક્તાદિ ભાવ રહિત છે. એટલે એને જ્ઞાનોપયોગ હોય જ ક્યાંથી ? સમ્યક્તાદિ-મતિશ્રુતજ્ઞાનાદિભાવ વિના જ્ઞાનોપયોગનો અભાવ હોય છે. જો ભાવ હોય તો તે મિથ્યાષ્ટિ ન હોય તેથી મિથ્યાષ્ટિને ઉપયોગ હોવા છતાં નિત્ય અજ્ઞાન પરિણામ જ છે, મહાવિષથી પણ ભયંકર અજ્ઞાનપરિણામને છોડીને Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ એને બીજો કોઈ ઉપયોગ નથી. એટલે એને હંમેશા અજ્ઞાન પરિણામ છે, અને સમ્યગ્દષ્ટિ ને જ્ઞાન પરિણામ છે, તો બંનેમાં સમાનતા ક્યાં રહી ? એટલે ફોગટ જ સમ્યગ્દષ્ટિની જેમ મિથ્યાર્દષ્ટિને પણ સંશયાદિજ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે તું દુઃખી થાય છે. અહીં અમે માત્ર જ્ઞાનની જ વિચારણા કરતા નથી કે જેથી અજ્ઞાનત્વનું આપાદાન બાધિત થાય, પરંતુ જ્ઞાન-અજ્ઞાનાદિરૂપ સામાન્યથી જ મતિની વિચારણા કરીએ છીએ. ૧૫૬ પ્રશ્ન-૩૨૧ – પહેલાં અહીં સમિળિવોહિયનાળ સુવળાળ ગાથા(૭૯)માં શ્રુતજ્ઞાનને જ્ઞાન-અજ્ઞાન ઉભયરૂપ કહ્યું છે સભ્યશ્રુતને જ નહિ એવું કેમ ખબર પડે ? ઉત્તર-૩૨૧ – અવર સન્ની સમ્ન ગાથાથી કહેવાનારા શ્રુતના ૧૪ ભેદોનો અહીં સંગ્રહ હોવાથી તેમનામાં મિથ્યાશ્રુતપણ કહેવાતું હોવાથી જેમ લાઘાવાર્થે અહીં જ્ઞાનઅજ્ઞાન ઉભયરૂપ શ્રુતજ્ઞાન પણ કહ્યું છે, તેમ અહીં પણ મતિજ્ઞાનના પ્રતિપાદન સમયે સંશય-વિપર્ય-અનધ્યવસાય-નિર્ણય-જ્ઞાન-અજ્ઞાનરૂપ સર્વ મતિનું સામાન્યથી જ નિરૂપણ કરાય છે. માત્ર જ્ઞાનપંચકના અધિકારથી જ નહિ. અથવા વ્યવહારી લોકોના પ્રમાણઅપ્રમાણની ચિન્તાથી નિર્ણયરૂપ એવી મતિનો જ અહિં અધિકાર નથી કર્યો. તેથી, અવગ્રહાદિ સંશયરૂપ હોય કે નિર્ણયરૂપ કે જ્ઞાન અથવા અજ્ઞાન હોય અમને કોઈ વાંધો નથી, શ્રુતની જેમ લાઘવ માટે મતિમાત્રને અહીં વિચારવી ઇષ્ટ છે. તે સંશયાદિમાં પણ ઘટે છે તેથી નનુ સંવિન્દ્રે સંસય વિવપ્નયા વગેરે જે કહ્યું તે અમને બાધિત થતું જ નથી. પ્રશ્ન-૩૨૨ ભલે સામાન્યથી સર્વ મતિનું આ નિરૂપણ હોય પણ જ્ઞાન-અજ્ઞાનની વિચારણામાં એ જ્ઞાન છે કે અજ્ઞાન એ બતાવો. - ઉત્તર-૩૨૨ – આ સામાન્યથી મતિ બતાવી છે જે સમ્યક્ત્વથી અનુગત સમ્યગ્દષ્ટિના સંબંધી સર્વ સંશયરૂપ કે નિશ્ચયરૂપ હોય તે બધું જ્ઞાન જ છે. વિપર્યયમાં અજ્ઞાન-મિથ્યાદષ્ટિ સંબંધિ જે હોય તે સર્વ અજ્ઞાન છે. પ્રશ્ન-૩૨૩ એ કઈ રીતે જાણી શકાય ? ઉત્તર-૩૨૩ – અવગ્રહાદિ ભેદના નિરૂપણ પહેલાં જ નંદિઅધ્યયનસૂત્રકારે બતાવેલું જ છે. - પ્રશ્ન-૩૨૪ – શું બતાવ્યું છે ? ઉત્તર-૩૨૪ અવિસેસિયા મરૂ ન્વિય ત્તિ સૂત્ર સૂચક હોવાથી એનાથી આખો આલાવો સૂચિત જાણવો જેમકે અવિસેસિયા મ માળ ચ, મઞન્નાળ ૬, વિસેસિયા મ - Page #176 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૫૭ સમ્પટ્ટિસ મ-મરૂના, મિટ્ટિસ મરું મન્નાને તેથી જે આગમમાં એમ કહ્યું છે તે કારણે સમ્યગ્દષ્ટિની સર્વ મતિ જ્ઞાન છે જ્યારે મિથ્યાષ્ટિની તો અજ્ઞાન છે. અન્યયુક્તિથી પણ તે જ વાત બતાવે છેમિથ્યાષ્ટિ મિથ્યાત્વના ઉદયથી વિપર્યસ્ત હોવાથી ત્રિભુવનગુરુપ્રણીત સર્વ વસ્તુ વિપરિત જ ગ્રહણ કરે છે. તેથી એ વિપરિતવસ્તુગ્રહણના સ્વભાવથી સાધન વિપર્યય-જ્ઞાનદર્શનચારિત્રાદિનો વિપર્યય કરે છે. અજ્ઞાન-મિથ્યાત્વ-અવિરતિ આદિને પણ મોક્ષાદિના સાધક તરીકે ઇચ્છે છે. તેથી તેનું જ્ઞાન અજ્ઞાન ફળ જ છે. નરકપ્રાપ્તિ આદિ અજ્ઞાન ફળ હોવાથી અજ્ઞાન જ છે. સમ્યગ્દષ્ટિનું જ્ઞાન તો જ્ઞાન ફળ જ છે એવો ભાવ છે. કહેવાય છે કે-વિપરિત વસ્તુ ગ્રાહી મિથ્યાષ્ટિ મોક્ષાદિના સમ્યજ્ઞાન-ક્રિયારૂપ સાધનને વિપરિત માને છે- “વેદમાં કહેલી હિંસા દોષ નથી” શતાનિ નિયુચને પશૂનાં મધ્યમેના શ્વમેવસ્થ वचनान्यूनानि पशुभिस्त्रिभिः ॥१॥ हत्वा भूतसहस्राणि कृत्वा पापशतानि च । स्नात्वा ગર્ભે પૂતે યતિ નીવા: શિવાય” રા વગેરે જીવઘાતનું કારણ હોવાથી સંસારના હેતુભૂત મિથ્યાજ્ઞાનને મોક્ષાદિસાધક તરીકે માનવાથી, જલસ્નાન-પશુવધ-પુત્રસંતતિનું કારણ મૈથુનાદિ ક્રિયામાં તેના સાધકતરીકે પ્રવર્તન કરે છે તેથી તેનું જ્ઞાન પણ અજ્ઞાનનું ફળ હોવાથી અજ્ઞાન જ છે. સમ્યગ્દષ્ટિનું જ્ઞાન સમ્યજ્ઞાન-ક્રિયાના સંયોગથી મોક્ષાદિમાં પ્રવૃત્તિથી જ્ઞાનનું ફલ હોવાથી જ્ઞાન જ છે. પ્રશ્ન-૩૨૫ – મિથ્યાજ્ઞાન-વિપરિતક્રિયા રૂપ જે ધર્મને મિથ્યાષ્ટિ મોક્ષના સાધક તરીકે માને છે જો તે ધર્મ પણ સમ્યજ્ઞાનાદિરૂપ સમ્યગ્દષ્ટિમાન્ય મોક્ષનું સાધન છે તો મિથ્યાષ્ટિનું વિપરિત શું છે? કાંઈ નહિ. ભાવાર્થ-“સર્વમય સર્વવસ્તુ છે” એ આપનો સિદ્ધાંત છે. તેથી સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રના સમુદાયરૂપ સાધનનો જે રીતે સમ્યજ્ઞાનાદિક ધર્મ છે તે રીતે મિથ્યાજ્ઞાનાદિક પણ છે નહિ તો સર્વનો સર્વમયત્યાગનો પ્રસંગ આવે, એટલે સમ્યગ્દષ્ટિએ મોક્ષની સંસિદ્ધિ માટે જે સાધનનો ધર્મ સ્વીકાર્યો છે તેમ મિથ્યાદેષ્ટિએ પણ તેની સિદ્ધિ માટે તે જ ધર્મ સ્વીકાર્યો છે, ધર્મગ્રહણ દ્વારા કાંઈક ધર્મી તરીકે પણ તેનું ગ્રહણ છે એટલે મિથ્યાદેષ્ટિની વિપરિતતા કેવી? ઉત્તર-૩૨૫ – તમારી વાત જામતી નથી. કેમકે, અનંતધર્મથી અધ્યાસિત વસ્તુના પણ બધા ધર્મો એક અર્થને સાધતા નથી પરંતુ યોગ્યતાનુસાર કોઈક કોઈક ધર્મને જ સાધે છે. જેમકે કળશ-કોડિયું-કપાલી-ભુંભલક આદિનો મૃદ્ધર્મ સાધારણ હોવા છતાં કળશની જેમ ભુંભલકાદિ પણ મંગળજલધારણ આદિ કાર્યોમાં વપરાતા નથી. સુવર્ણધર્મત્વ સમાન હોવા Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ છતાં કુંડલની જેમ નૂપુરને પણ કાનમાં પહેરાતું નથી. શાલિ-દાળ-ઘી વગેરે ધર્મ સમાન હોવા છતાં રસની જેમ ગંધ વગેરે પણ તૃપ્તિ-દેહપુષ્ટિ આદિને સાધતા નથી, એ રીતે જો કે મોક્ષાદિ સાધનનો મિથ્યાજ્ઞાનાદિક પણ વ્યાવૃત્તિરૂપે ધર્મ છે છતાં તે મોક્ષને સાધતો નથી પરંતુ તેના વિપક્ષ સંસારાદિકને જ સાધે છે. મોક્ષાદિકને તો જે સાધનયોગ્ય સમ્યગ્નાનાદિક ધર્મ છે તે જ સાધે છે. તેથી સમ્યગ્દષ્ટિ એ ગ્રહણકરેલી અનંતધર્માધ્યાસિત મોક્ષાદિસાધન વસ્તુમાં યોગ્ય સમ્યગ્નાનાદિ ધર્મ જ તેને સાધન માટે વપરાય છે મિથ્યાજ્ઞાનાદિ અયોગ્ય ધર્મ નહિ. મિથ્યાર્દષ્ટિ તો મિથ્યાત્વોદયના અંધકારથી તિરસ્કૃત ભાવદૃષ્ટિવાળો હોવાથી ત્યાં તેની અયોગ્યતાને ન જોતો તેને જ વાપરે છે એટલે સાધન વિપર્યવ કરવાથી તેનું અજ્ઞાન જ છે. ૧૫૮ મિથ્યાદષ્ટિ યોગ્યા-યોગ્ય સાધનધર્મો નહિ જાણતો હોવાથી સાધનને વિપરિત કરે છે અને સમ્યગ્દષ્ટિ યોગ્ય-અયોગ્ય સાધનધર્મને જાણે છે અને જાણીને સ્થાનમાં વાપરે છે અને સમ્યગ્ આરાધક થઈને સમીહિત ફળનો ભોગી થાય છે. આ સંબંધમાં કહ્યું છે કે - “જિનેશ્વર ભાષિત જ્ઞાન યોગ્યકાળે પરમભક્તિ રાગથી શીખે છે, અને યોગ્યકાળે દર્શન પ્રભાવક શાસ્રોને જાણે છે. અષ્ટ પ્રવચનમાતા વિષે ઉપયોગવાળો થઈને આચાર્યાદિ માટે યોગ્ય સમયે સકલ દોષરહિત આહાર-પાણીની ગવેષણા કરે છે. એનાથી યોગ્યકાળે આચરણ કરતો વિશુદ્ધ પરિણામી અસાવદ્ય યોગને સેવનાર ત્રણે લોકમાં પ્રશંસનીય અને સુરાસુર દ્વારા નમાયેલા એવા તીર્થંકરાદિએ કહેલ ક્રિયામાં કુશળ, સમ્યગ્દષ્ટિ, સભ્યજ્ઞાનદર્શન-ચારિત્રની આરાધના કરી સાત-આઠ ભવમાં કેવલી થઈ શાશ્વત પદને પ્રાપ્ત કરે છે, અને વ્યાબાધા રહિત થઈ આદિ અનંત કાળ સુધી તે અનંત સુખ ભોગવે છે.” આ કારણથી સમ્યગ્દષ્ટિનું જ્ઞાન તે જ જ્ઞાનરૂપ છે. ,, કાળ નિરૂપણ નૈૠયિક અર્થાવગ્રહ —૧ સમય ઇહા-અપાય – અંતમુહૂત વ્યંજનાવગ્રહ-વ્યાવહારિકાર્થાવગ્રહ – અંતમુહૂત અવિચ્યુતિ અને સ્મૃતિરૂપ ધારણાનો કાળ-અન્તર્મુહૂર્ત - વાસનારૂપ ધારણ – સંખ્યવર્ષાયુને સંખ્યાતવર્ષ, અસંખ્યવર્ષાયુને અસંખ્યાતવર્ષ. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ગુજરાતી પ્રશ્નોત્તર સર્વઇન્દ્રિયોનું વિષય પ્રમાણ : શ્રોત્રેન્દ્રિય - પૃષ્ટમાત્ર શબ્દો જ શ્રોંત્ર પ્રાપ્ત કરે છે સ્પષ્ટ–શરીરમાં રેણુની જેમ ચોટેલા. કારણ કે પ્રાણેન્દ્રિયના વિષયભૂત દ્રવ્યોથી તે સૂક્ષ્મ, ઘણા અને ભાવુક છે અને શ્રોત્રેન્દ્રિય વિષયપરિચ્છેદમાં ધ્રાણેન્દ્રિયાદિગણથી અત્યંત પટુ છે. અહીં શ્રોત્રેન્દ્રિયનું કર્તુત્વ શબ્દશ્રવણની અન્યથોડપત્તિથી થાય છે, એ પ્રમાણે સર્વ ઇન્દ્રિયોમાં પણ જાણવું. ધ્રાણેન્દ્રિય રસનેન્દ્રિય-સ્પર્શેન્દ્રિય - બદ્ધસ્કૃષ્ટ ગ્રહણ કરે છે. બદ્ધ–આત્મપ્રદેશો સાથે પાણીની જેમ ગાઢતર ચોંટેલું તેથી ગંધાદિકદ્રવ્યસમૂહને પ્રથમ સ્પષ્ટ અને પછી બદ્ધ ધ્રાણેન્દ્રિયાદિ ઉપલબ્ધ કરે છે. કારણ કે ધ્રાણેન્દ્રિયાદિવિષયભૂત ગંધાદિદ્રવ્યો શબ્દ દ્રવ્યાપેક્ષા અલ્પ, બાદર અને અભાવુક છે અને ધ્રાણેન્દ્રિયાદિ વિષયપરિચ્છેદમાં શ્રોત્રની અપેક્ષાએ અપટુ છે એટલે બદ્ધસ્પષ્ટ જ ગંધાદિ દ્રવ્યોને ગ્રહણ કરે છે, સૃષ્ટમાત્ર જ નહિ. પ્રશ્ન-૩૨૬ – જો સ્પર્શ પછી બદ્ધ ગ્રહણ કરે તો જ પટ્યુબદ્ધ એ પાઠ યોગ્ય થાય ને? ઉત્તર-૩૨૬– સૂત્રની ગતિ વિચિત્ર હોવાથી આવો નિર્દેશ છે. અર્થથી તો તે કહ્યું તેમ જ જાણવું. પ્રશ્ન-૩૨૭ – ચંદ્ધિ તત્કૃષ્ટ મહત્વેવ વિશેષના બદ્ધમાં સમાજનો બંધ અતંર્ભત જ છે. ને તો પછી સ્પષ્ટ શા માટે ગ્રહણ કરવું? ઉત્તર-૩૨૭ – તમે બરાબર સમજ્યા નથી, શાસ્ત્રનો આરંભ સકલશ્રોતાને સાધારણ હોવાથી, વિસ્તારિત જાણનારના અનુગ્રહ માટે અર્થપત્તિગમ્ય અર્થ કહેવામાં પણ દોષ નથી. ચક્ષુરિન્દ્રિયઃ- ચક્ષુ, અપ્રાપ્ત વિષયને જ ગ્રહણ કરે છે. ચક્ષુ કર્યતાપ્રાપ્તરૂપને અસ્કૃષ્ટ જ જોવે છે અને તે પણ યોગ્યદેશમાં રહેલું જ દેખે છે, અયોગ્ય દેશમાં રહેલ સૌધમદિ, ચટાઈ-ભીંતાદિથી આંતરિક ઘટાદિને જોતી નથી. ચક્ષુની વિષય પ્રમાણતા :પ્રશ્ન-૩૨૮– જો ચક્ષુ અપ્રામરૂપને જોવે છે તો લોકાન્ત પહેલા જે છે તે બધું દેખે કેમકે અપ્રાપ્તપણું સર્વત્ર સામાન્ય છે. ઉત્તર-૩૨૮ - ચક્ષુરિન્દ્રિયનું આગમમાં આત્માંગુલથી સાતિરેક ૧ લાખ યોજન ઉત્કૃષ્ટથી પણ વિષયપરિમાણ કહ્યું છે, તેથી સર્વસ્થળે અપ્રાપ્તકારિ હોવા છતાં આગળ જોતી નથી. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૩૨૯ – આત્માગુલ બોલવાનો શું અભિપ્રાય? ઉત્તર-૩૨૯ – અંગુલ ત્રણ પ્રકારના છે (૧) આત્માગુલ (૨) ઉત્સાંગુલ અને (૩) પ્રમાણાંગુલ (१) जेणं जया मणूसा तेसिं जं होइ माणरूवं तु । तं भणियमिहायंगुलमणिययमाणं પુ રૂપ તુ મનુષ્યોનું જ્યારે જે માનરૂપ હોય તે અહીં આત્માગુલ કહ્યું છે અને એ અનિયતમાનવાળું છે. . (२) परमाणू तसरेणू रहरेणू अग्गयं च वालस्स । लिक्खा जूया य जवो अट्ठगुणविवड्डिया कमसो उस्सेहांगुलकमेण होइ ॥ પરમાણુ, ત્રસરેણુ, રથરેણુ, વાલાઝ, લિખ, જુ અને જવ ક્રમે આઠ-આઠ ગુણ વધેલા ઉત્સધાંગુલ થાય છે. (૩) પમાળમુક્ત સહસ્સો તે વેવ સુર્ય હતુ વીસાયંદુવં મળિયું શા आयंगुलेन वत्थु, उस्सेहपमाणओ मिणसु देह । नग-पुढवि-विमाणाइं मिणसु पमाणांगुलेणं ति ॥२॥ આત્માંગુલથી પ્રમાણાંગુલ સહસ્રગણું હોય છે તે જ આત્માંગુલને ડબલ કરતાં વીરનું આત્માગુલ કહ્યું છે, આત્માંગુલથી વસ્તુ મપાય છે, ઉત્સધ પ્રમાણથી શરીર મપાય છે, પર્વત-પૃથ્વી-વિમાનો પ્રર્માણાંગુલથી મપાય છે. આ રીતે આત્માંગુલથી ચક્ષુનું વિષયપ્રમાણ છે. પ્રશ્ન-૩૩૦ – ૩પમાગો મિજે રેઢું પાઠથી અન્યત્ર કહેલું છે કે નારવિનીવલેહમાનાદિ ન ? ડાન્ન,માતઃ દેહગ્રહણ ઉપલક્ષણાર્થ હોવાથી ઇન્દ્રિય અને ઇન્દ્રિયવિષયપરિમાણ ત્યાં ગ્રહણ કરાય છે. એ પ્રમાણે ઇન્દ્રિય દેહસ્થ હોવાથી દેહના ગ્રહણથી જ ગ્રહણ કરાય છે. તેનું વિષય પરિમાણ પણ નજીક હોવાથી તેના ગ્રહણથી ગ્રહણ કરાય છે તેથી દેહ, ઈન્દ્રિયો અને તેનો વિષયપરિમાણ ઉત્સધાંગુલથી માપવા યોગ્ય હોવાથી અહીં ચક્ષુનું વિષયપરિમાણ આત્માંગુલથી કેમ કહો છો? ઉત્તર-૩૩૦ – જે ઉત્સધાંગુલથી મેય એવું અન્યત્ર કહ્યું છે તે દેહપ્રમાણમાત્ર જ જાણવું. ઈન્દ્રિય કે તેના વિષયનું પરિમાણ પણ નહિ તે તો આત્માંગુલથી મેય છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ગુજરાતી પ્રશ્નોત્તર પ્રશ્ન-૩૩૧ – એવું કઈ રીતે જાણવું? ઉત્તર-૩૩૧ – કારણ કે તે ઉત્સધાંગુલથી ઇન્દ્રિય વિષય પરિમાણ માનવામાં ૫૦૦૨૫૦ આદિ ધનુષપ્રમાણવાળા ભરત-સગરાદિ મનુષ્યોનો જે શ્રોતાદિથી શબ્દાદિ વિષયગ્રહણ વ્યવહાર પ્રસિદ્ધ છે. તેનો વ્યવચ્છેદ થઈ જાય. કેમકે જે ભરત ચક્રવર્તીનું અંગુલરૂપ છે તે પ્રમાણાંગુલ છે. તે ઉત્સધાંગુલથી હજાર ગણું કહ્યું છે, અને ભરતાદિની અયોધ્યાદિનગરીઓ અને છાવણી આત્માંગુલથી ૧૨ યોજન લાંબી શાસ્ત્રમાં નિર્ણાત છે. અને તે ઉત્સધાંગુલથી અનેક હજાર યોજનો થાય છે. એથી ત્યાં આયુધશાળાદિમાં વગાડેલી ભેરી આદિના શબ્દનું શ્રવણ તમારા મતે બધાને નહિ થાય. કારણ કે શ્રોત્ર વારસહિં નોકર્દિ સોયં પિ સર્દ એ વચનથી બાર યોજનથી આવેલા શબ્દને સાંભળે છે. આગળથી આવેલા નહિ. આ ૧૨ યોજન તમારા અભિપ્રાયથી જો ઉત્સધાંગુલથી મપાય છે તો ઉત્સધાંગુલથી નિષ્પન્ન અનેક હજાર યોજનથી આવેલા ભેરીઆદિના શબ્દને શ્રોત્ર કઈ રીતે ગ્રહણ કરે? અને પાછું ભરતાદિનગરી-સ્કંધાવારોમાં તેનું શ્રવણ માનેલું જ છે. એથી આત્માંગુલથી જ ઇન્દ્રિયોનું વિષયપરિમાણ છે ઉત્સધાંગુલથી નહિ. કદંબપુષ્પાદિ આકારવાળી શ્રોત્રાદિ ઇન્દ્રિયો અહીં દ્રવ્ય ઇન્દ્રિયો લેવી. તેમનું પ્રમાણ અંગુલના અસંખ્યાત ભાગાદિક છે. ત્યાં પણ ઉધાંગુલની ભજના છે, ક્યાંક વપરાય છે ક્યાંક નથી વપરાતું, માત્ર સ્પર્શનેન્દ્રિય જ ઉત્સધાંગુલથી મપાય છે. બીજી બધી આત્માંગુલથી જ અપાય છે. કેમકે-ત્રણગાઉ આદિ માપના યુગલિકોની જીભનું માપ જો ઉત્સધાંગુલથી ગ્રહણ કરાય તો સંવ્યવહારમાં કલ્પવૃક્ષના રસાદિના પરિજ્ઞાનના લક્ષણમાં ઘટે નહિ. કહેવાય છે કે “વાહિશ્નો ય સબારું અંતિમસંવમા, પ્રમેવ પુત્તમો નવરં અંતyદુરસ” ઇત્યાદિવચનથી અંગુલપૃથક્ત બે થી નવ આંગળ વિસ્તારવાળી જીભ નિર્મીત કંઈ. ત્રણગાઉ આદિ જીવોનાં તેટલા અનુસાર વિશાળ મુખો અને જીભ હોય છે. તેથી જો ઉત્સધાંગુલથી તેમની છરીના આકારથી કહેલી જીભનો અંગુલપૃથક્વરૂપ વિસ્તાર ગ્રહણ કરીએ તો તે અત્યંત નાનો હોવાથી આખી જીભમાં વ્યાપે નહિ તેથી આખી જીભથી રસવેદન લક્ષણ વ્યવહાર ન ઘટે. તેથી આત્માગુલથી જ જીભાદિનું માન ઘટે છે. તેથી શરીરની પોતાની સર્વ ઇન્દ્રિયો પણ જો ઉત્સધાંગુલથી જ મપાતી નથી, તો તેના વિષયપરિમાણની વાર્તા તો દૂર જ રહી. તે કારણથી ઈન્દ્રિય અને તેના વિષયનું પરિમાણ એકાન્ત ઉત્સધાંગુલથી માનવામાં દોષ બતાવ્યો હોવાથી પારિશેષથી શરીરનું માપ જ તે ઉત્સધાંગુલથી થાય છે. યુગલિકોના રસવેદન વ્યવહાર અને ચક્રવર્તી ભરતની નગરીઆદિમાં ભેરી આદિના શબ્દશ્રવણ વ્યવહારના અભાવની આપત્તિ બતાવેલી હોવાથી, પ્રતિપક્ષ ભાગ-૧/૧૨ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઇન્દ્રિય અને તેના વિષયનું પરિમાણ પોતાની બુદ્ધિથી ઉત્સધાંગુલથી અથપત્તિથી જ કહે છે. શાસ્ત્રમાં ક્યાંય સાક્ષાત્ કહ્યું નથી. પ્રશ્ન-૩૩૨ – તો શાસ્ત્રમાં સાક્ષાત્ શું કહ્યું છે? ઉત્તર-૩૩ર – સૂત્રમાં તો ફક્ત ઉત્સધાંગુલથી તે દેહમાન જ સાક્ષાત્ કહ્યું છે બીજું કાંઈ નહિ. પ્રશ્ન-૩૩૩ – ક્યા ગ્રંથથી શાસ્ત્રમાં એ કહ્યું છે? ઉત્તર-૩૩૩ – “રૂવૅi સેહૃતિષમાળાં નેગ-તિરિવહૂનોળિય-મળુ-રેવાળ સવીરો IIT૩ મિન્નતિ' આ સૂત્રમાં શરીર-અવગાહના જ ઉત્સધાંગુલથી મપાય છે એમ કહ્યું છે, ઇન્દ્રિયવિષય પરિમાણ નહિ તેથી તે આત્માંગુલથી જ જાણવું. પ્રશ્ન-૩૩૪ - અહીંના મનુષ્યો કર્કસંક્રાંતિમાં સૂર્યને બેંતાલીસ હજાર બસો યોજન અને ઉપર સાઠીયા એકવીશ ભાગ એટલે દૂરથી જૂએ છે તથા માનુષોત્તર પર્વત દ્વારા વિભાગ કરેલા પુષ્કરવરદ્વીપના આગળના અડધાભાગમાં માનુષોત્તરની પાસે ઉત્કૃષ્ટ દિવસે કર્ક સંક્રાંતિમાં ઉદય-અસ્ત સમયે મનુષ્યો સાતિરેક ૨૧ લાખ યોજન દૂર રહેલા સૂર્યને દેખે છે. 'सीयालीससहस्सा दोय सया जोयणाण ते बद्धा । एगवीससट्ठिभागा कक्कऽमाइम्मि વેચ્છ ના છે' એ વચનથી જેમ કર્કસંક્રાંતિમાં ઉત્કૃષ્ટ દિવસે એટલા દૂર રહેલા સૂર્યને મનુષ્યો દેખે છે, તેમ પુષ્કરાર્ધમાં પણ માનુષોત્તરસમીપે પ્રમાણાંગુલથી નિષ્પન્ન સાતિરેક ૨૧ લાખ યોજના રહેલા સૂર્યને તે દિવસે ત્યાંના લોકો દેખે છે. ત્યાં ભ્રમીની પ્રચૂરતા અને સૂર્યોની શીધ્રતરગતિ હોવાથી કહ્યું છે. 'एगवीसं खलु लक्खा चउतीस चेव तह सहस्साइं । तह पंचसया भणिया सत्ततीसाए અરિજ્ઞા શા __ इति नयणविसयमाणं पुक्खरवरदीवद्धवासिमणुआणं । पुव्वेण य अवरेण य पिहं fપદં રોટ્ટ નાયવ્ર ' તેથી ચક્ષુરિજિયનું સાતિરેક ૧ લાખયોજન સ્વરૂપ વિષયપરિમાણ જેમ પ્રજ્ઞાપનાદિ સૂત્રમાં કહ્યું છે તેમ તે પ્રકારે આત્માંગુલ-ઉત્સધાંગુલ-પ્રમાણાંગુલમાંથી એકેયથી ગ્રહણ કરાતું યોગ્ય નથી. પ્રમાણાંગુલથી બનેલા લાખ યોજન પ્રમાણાંગુલથી બનેલા સાતિરેક ૨૧ Page #182 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૬૩ લાખયોજનથી ૨૧માં ભાગે રહેલા હોઈ તે બે વચ્ચે ઘણું અંતર છે. તેથી એકબાજુ સાતિરેક લાખ અને બીજી બાજુ સાતિરેક ૨૧ લાખ યોજનોનું ચક્ષુનું વિષયપ્રમાણ કહેતા શાસ્ત્રનો પૂર્વાપર વિરોધ કેમ નહિ ? ઉત્તર-૩૩૪ – સાતિરેક લાખ યોજન ચક્ષુવિષયપ્રમાણ કહેતા સૂત્રનો આ અભિપ્રાય છે કે–સ્વયં તેજરૂપપ્રકાશ રહિત હોવાથી પરપ્રકાશનીય વસ્તુ પર્વત-ગર્તાદિકમાં તે સાતિરેક લાખ યોજન ચક્ષુવિષયપ્રમાણથી જોવું. સ્વયં તેજયુક્ત પ્રકાશવાળા ચંદ્ર-સૂર્યાદિ પ્રકાશક વસ્તુમાં નહિ. કહેવાય છે કે કોઈ નિર્મળ ચક્ષુવાળો જીવ સાતિરેક લાખ યોજન રહેલા પર્વતાદિને જોવે છે, એ પ્રમાણે પ્રકાશનીય પર્વત-ગર્તાદિક વસ્તુમાં ચક્ષુનુ તદ્વિષયપ્રમાણ કહ્યું છે, પણ સૂર્યાદિમાં નિયમ નથી. પ્રશ્ન-૩૩૫ આ સૂત્રાભિપ્રાય ક્યાંથી જણાય છે ઉત્તર-૩૩૫ — વિશેષ જાણકારી સર્વજ્ઞ કથિત સૂત્રના વિવેચન દ્વારા પ્રાપ્ત કરવી પરંતુ સંદેહથી (ઉભયપક્ષોક્તિ લક્ષણ) સર્વજ્ઞપ્રણીત સૂત્રની અલક્ષણતા ન કરવી, વ્યાખ્યાનથી સૂત્રને વિષયવિભાગથી ધારણ કરવું નહિ કે ઉભયપક્ષોક્તિમાત્રથી ભ્રમિત થઈને તેનો વિરોધ કરવો. કહ્યું છે ને કે - - जं जह सुत्ते भणियं तहेव जह वियालणा नत्थि । किं कालियाणुओगो दिट्ठे વિકિબહાનેહિં? (જો જેમ સૂત્રમાં કહ્યું હોય તેમજ તે વસ્તુ માનવાની હોય ને વિચાર કરવાનો ન હોય તો આચાર્યોએ શ્રુતનો અનુયોગ ક૨વાની શી જરૂર હતી ?) શ્રોત્રનું વિષય પરિમાણ : શ્રોત્ર ઉત્કૃષ્ટથી ૧૨ યોજનથી આવતા મેઘગર્જનાદિ શબ્દને ગ્રહણ કરે છે. અને બીજી પ્રાણરસન-સ્પર્શન ઇન્દ્રિયો ગન્ધ-રસ-સ્પર્શલક્ષણ અર્થને ઉત્કૃષ્ટથી ૯ યોજનથી પ્રાપ્તને ગ્રહણ કરે છે. એના આગળથી આવેલા શબ્દાદિકને એ ગ્રહણ કરતી નથી. પ્રશ્ન-૩૩૬ – મેઘગર્જિતાદિ વિષયક શબ્દ પ્રથમવર્ષામાં - પ્રથમ વરસાદ થતાં દૂરથી પણ આવેલી માટીઆદિની ગંધને ઘ્રાણેન્દ્રિય દ્વારા ગ્રહણ કરાતી અનુભવાય છે પરંતુ રસસ્પર્શ કઈ રીતે ગ્રહણ કરાય? ઉત્તર-૩૩૬ – દૂરથી આવેલા ગંધદ્રવ્યોનો રસ પણ ક્યાંક હોય જ છે તે તેમનો જીભ સાથે સંબંધ થતાં યથાસંભવ ક્યારેક કોઈ ગ્રહણ કરે જ છે. ઘ્રાણેન્દ્રિય સાથે ગંધનો સંબંધ થાય તે વખતે રસનો પણ રસનેન્દ્રિય સાથે સંબંધ થાય છે એટલે ઘણા લોકો કહે છે- ‘કડવી Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ અથવા તીખી વસ્તુની આ ગંધ છે? અહીં જે કટુવતીક્ષ્યાદિત કહેવાય છે તે રસનો જ ધર્મ છે તેથી જીભના સંબંધે તેમનો કટુકાદિ રસ પણ ગ્રહણ કરેલો જણાય છે, સ્પર્શ પણ શીતાદિ દૂરથી શિશિર પધસરોવર-નદી-સમદ્રાદિમાંથી આવેલા વાયુથી અનુભવાય જ છે. પ્રશ્ન-૩૩૭– તો એ રીતે ૧૨-૯ યોજનના આગળથી પણ આવેલા શબ્દ-ગંધાદિ કેમ ગ્રહણ કરતા નથી? ઉત્તર-૩૩૭ – તે મંદ પરિમાણવાળા હોવાથી આગળથી આવેલા તેમનો તેવો પરિણામ થતો નથી જેથી શ્રોત્ર-પ્રાણાદિના વિજ્ઞાનને ઉત્પન્ન કરે, અને તે ઇન્દ્રિયોનું પણ તેવું બળ હોતું નથી કે જેથી તેવા શબ્દાદિ દ્રવ્યોને ગ્રહણ કરીને સ્વવિજ્ઞાન ઉત્પન્ન કરે. આ રીતે ઇન્દ્રિયોનું ઉત્કૃષ્ટ વિષયપરિમાણ થયું. હવે જઘન્ય પરિમાણ કહે છે - અંગુલના અસંખ્યાતમા ભાગથી આવેલ ગંધાદિકને પ્રાણાદિ ગ્રહણ કરે છે. પ્રશ્ન-૩૩૮ – શું આ બધી ઇન્દ્રિયોનું જઘન્ય વિષયપરિમાણ છે? ઉત્તર-૩૩૮ – ના, આંખ સિવાયની પ્રશ્ન-૩૩૯ – તો પછી આંખની શું વાત છે? ઉત્તર-૩૩૯ – અંગુલના સંખ્યયભાગને અવધિ-મર્યાદા કરીને નયનનું જઘન્ય વિષયપરિમાણ છે. અત્યંત સંનિકૃષ્ટ અંજનશલાકા-રજ-મલાદિ તેનાથી ઉપલબ્ધ થતા નથી. મનનું તો વિષયપ્રમાણ જ નથી, નિયમ વિના દૂર અને નજીક તે પ્રવર્તે છે. પુદ્ગલમાત્રના નિયમના અભાવે-મૂર્ત-અમૂર્ત સકલવસ્તુ વિષય તરીકે એ પુદગલોમાં પ્રવર્તે છે. એવા નિયમના અભાવે કેવલજ્ઞાનની જેમ અહીં જે પુદ્ગલમાત્ર નિબંધથી નિયત નથી તેનું વિષયપરિમાણ નથી. તથા કોઈક પુદ્ગલમાત્ર નિબંધ રહિત પણ નથી હોતું જેમકે અવધિજ્ઞાન-મન:પર્યયજ્ઞાન. પ્રશ્ન-૩૪૦ – તમારો હેતુ અનૈકાન્તિક છે. મતિ-શ્રુતમાં વ્યાભિચાર આવે છે. કારણ કે તે બંને મૂર્ત-અમૂર્ત સકલ વસ્તુને વિષયત્વેન ગ્રહણ કરે છે તથા આ બંને પુદ્ગલમાત્ર નિબંધથી નિયત છે કેમકે શ્રોત્રાદીન્દ્રિયથી ઉત્પન્ન થનારા એવા તે બંનેનું ક્ષેત્રથી ૧૨ યોજનાદિક વિષય પ્રમાણ દેખાય છે? ઉત્તર-૩૪૦ – આ અભિધાન વિચાર્યા વગરનું છે. કારણ કે, ઇન્દ્રિયથી ઉત્પન્ન થનારા તે બંનેનું આ વિષયપરિમાણ છે અને ઇન્દ્રિયો તો પુદ્ગલમાત્રના નિબંધથી નિયત જ હોય Page #184 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૬૫ છે. એટલે વ્યાભિચાર ક્યાં રહ્યો ? અને તે બંનેમાં મનથી ઉત્પન્ન થયેલા પુગલ માત્રના કારણનો અભાવ છે. ફક્ત તેમનું ક્ષેત્રથી વિષયપરિમાણ નથી, એટલે અનૈકાન્તિકતા પણ ક્યાંથી થાય ? પ્રશ્ન-૩૪૧ – તમે કહ્યું કે મુદ્દે સુદૃ સ૬ (ગા.૩૩૬) ત્યાં શું ફક્ત શબ્દપ્રયોગથી છોડાયેલા શબ્દદ્રવ્યો સાંભળે છે કે તેનાથી વાસિત અન્ય શબ્દો કે પછી મિશ્રશબ્દો સાંભળે છે? ઉત્તર-૩૪૧ – શબ્દદ્રવ્યો વાસક સ્વભાવવાળા હોવાથી અને લોક તદ્યોગ્યદ્રવ્યથી આકુળ હોવાથી વચનયોગથી મૂકાયેલાં કેવલશબ્દોને સાંભળતો નથી. પણ, મિશ્ર કે અન્યવાસિત-છોડાયેલા શબ્દોને જ ફક્ત સાંભળે છે. કારણ કે ભાષક કે અન્ય ભેરીઆદિના શબ્દને સમશ્રેણીમાં રહેલાં શ્રોતા અને પુરુષો ભેરીઆદિ સંબંધિ ધ્વનિ સાંભળે છે તે મિશ્ર સાંભળે છે એમ જાણવું. ભાષકે છોડેલા શબ્દો અને તેનાથી વાસિત વચ્ચે રહેલા દ્રવ્યો આ રીતે મિશ્ર શબ્દદ્રવ્યરાશિને સાંભળે છે, માત્ર વાસક જ નહિ કે કેવલ જ નહિ મસ્સ: સોન્તિ એ ન્યાયથી વિશ્રેણીમાં રહેલો શ્રોતા પણ વિશ્રેણી કહેવાય છે અને તે વિશ્રેણીશ્રોતા શબ્દને નિયમા વાસના પરાઘાત થતાં છતાં સાંભળે છે. જે ભાષકે છોડેલા, કે ભેરી આદિના શબ્દદ્રવ્યો છે તેને જ વિશ્રેણીમાં રહેલો સાંભળે છે, ભાષાકાદિ દ્વારા છોડાયેલા નહી તે શબ્દો શ્રેણીમાં જતા હોવાથી તેમનો વિદિશામાં જવાનો સંભવ નથી. અને દિવાલાદિનો પ્રતિઘાત તેમની વિદિશાની ગતિના નિમિત્ત તરીકે સંભવતો નથી. ઢેફાં આદિ બાદર દ્રવ્યોમાં જ તે સંભવે છે. આ શબ્દ દ્રવ્ય તો સૂક્ષ્મ છે. પ્રશ્ન-૩૪૨ – બીજા વગેરે સમયોમાં તેમનું સ્વયં પણ વિદિશામાં ગમન સંભવ હોવાથી ત્યાં રહેલાને પણ મિશ્રશબ્દશ્રવણનો સંભવ થશે ને? ઉત્તર-૩૪૨ – ના, નીકળ્યાના સમય પછીના સમયમાં તેઓ ભાષાપરિમાણથી અવસ્થિત નથી હોતા માગમાવ ભાષા, ભાષા સમયાન્તર ભાષાડમાપૈવ એ વચનથી. જોકે વર્દ સમર્દિ ના નિરંતરં તુ હોર્ તો એવું કહીશું, ત્યાં પણ બીજા વગેરે સમયોમાં ભાષાદ્રવ્યોથી વાસિત હોવાથી તેમનું ભાષાત્વ જાણવું. પ્રશ્ન-૩૪૩ – જો વક્તાએ છોડેલા ભાષા દ્રવ્યો પ્રથમ સમયે દિશાઓમાં જ જાય છે અને સમય પછી રહેતા નથી તો તેનાથી વાસિતદ્રવ્યો બીજા સમયે વિદિશાઓમાં જાય છે, તેથી દિશા-વિદિશાઓમાં વ્યવસ્થિત શબ્દો સમયના ભેદથી શ્રવણને પ્રાપ્ત કરે છે. એટલે સામાન્યથી જ બધા શબ્દો સંભળાય છે ને? ઉત્તર-૩૪૩ – એમાં દોષ નથી, સમયાદિકાળભેદ અતિસૂક્ષ્મ હોવાથી દેખાતો નથી. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૩૪૪ – ભલે એમ હોય માધ્યમોષે ભાષા એ વચનથી નીકળતા સમયની જ ભાષા છે તેથી વિશ્રેણિમાં રહેલો વ્યક્તિ દ્વિતીયસમયે અભાષાને સાંભળે છે એવી વાત થઈ ને ? ઉત્તર-૩૪૪ – એમ નથી, ભાષાદ્રવ્યોથી વાસિત એવા દ્રવ્યો પણ તેનાથી અવિશેષ છે તેથી તે પણ ભાષા છે એમાં કાંઈ વિરુદ્ધ નથી. એથી જ વીસેઢી પુન સદ્ એમ અહીં ફરીથી જે શબ્દનું ગ્રહણ છે તે પરાઘાત વાસિતદ્રવ્યોનું ગ્રહણ પણ તથાવિધશબ્દ પરિમાણ બતાવવા માટે કર્યું છે. એટલે અમે જાણીએ છીએ, તત્ત્વ વહુશ્રુતાયો વિન્તિ ઘાણાદિ ઇન્દ્રિયો પણ મિશ્ર ગંધાદિ દ્રવ્યોને ગ્રહણ કરે છે. તે બાદર હોવાથી બારીમાં આવતી ધૂળની જેમ તેમનો અનુશ્રેણીગમનનો નિયમ નથી ઇતિ વૃદ્ધટીકાકાર सेढी पएसपंती वदतो सव्वस्स छदिसिं ताओ। નાસુ વિમુદAI થાવ૬ માસા સમય િપઢમમિ ગા.૩૫રા શ્રેણી-આકાશપ્રદેશની પંક્તિ, લોકની વચ્ચે બોલનાર સર્વ વક્તાની ભાષાઓ પૂર્વપશ્ચિમ-ઉત્તર-દક્ષિણ-ઉપર-નીચે એ દુએ દિશાઓમાં છે જ. ભાષકે છોડેલી ભાષા ૧લા સમયમાં પણ લોકાન્ત સુધી દોડે છે. ભાષાની સમશ્રેણીમાં રહેલો તે ભાષક અથવા શેષભેરી આદિની ભાષારૂપથી છોડેલા પુદ્ગલસમૂહથી મિશ્રિત શબ્દને સાંભળે છે વિદિશામાં રહેલો શ્રોતા તદ્રવ્યથી ભાષિત અન્ય દ્રવ્યોને જ સાંભળે છે તે ભાષાદ્રવ્યોને સાંભળતો નથી, કારણ તે અનુશ્રેણિગમનવાળા હોય છે. પ્રશ્ન-૩૪૫ – અનુશ્રેણીગમનમાં પ્રવૃત્ત થયેલાનું પણ પ્રતિઘાતથી વિશ્રેણિગમન થશે ને? ઉત્તર-૩૪૫ – પ્રતિઘાતથી ખૂલન ન થાય તેથી વિશ્રેણિગમન નહિ થાય. પ્રશ્ન-૩૪૬ – એ પણ ક્યાંથી થાય? ઉત્તર-૩૪૬ – તેના પ્રતિઘાત માટે દિવાલાદિનું નિમિત્ત સંભવતું નથી, બાદરદ્રવ્યોનું જ તે પ્રતિઘાતઅલન સંભવ હોવાથી અને આ દ્રવ્યો સૂક્ષ્મ હોવાથી એમાં પ્રતિઘાત ન થાય. પ્રશ્ન-૩૪૭ – દ્વિતીયાદિ સમયોમાં તેઓનું સ્વયંપણ વિદિશાઓમાં ગમન હોવાથી ત્યાં રહેલાને પણ મિશ્રશબ્દના શ્રવણનો સંભવે છે? ઉત્તર-૩૪૭ – એમ નહિ બોલવું કેમકેનિસર્ગના સમયપછી બીજા વગેરે સમયાન્તરમાં શ્રવણસંસ્કાર જનકશક્તિથી સંપન્ન હોવાથી તે ભાષાદિકને છોડેલા દ્રવ્યોનું અવસ્થાન ન હોવાથી તે દ્રવ્યોને વિદિશામાં રહેલો સાંભળતો નથી. Page #186 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૬૭. પ્રશ્ન-૩૪૮ – ક્યા યોગથી આ ભાષાદ્રવ્યોનું ગ્રહણ થાય? અથવા કઈ રીતે ઉત્સર્ગ થાય? ઉત્તર-૩૪૮ – વક્તા કાયિક યોગથી શબ્દદ્રવ્યો ગ્રહણ કરે છે અને વાચિક્યોગથી છોડે છે. પ્રશ્ન-૩૪૯ – દરેક સમયે જ ગ્રહણ કરે છે અથવા છોડે છે કે અન્યથા ગ્રહણ-મોચન કરે છે? ઉત્તર-૩૪૯ – એકાંતરે ગ્રહણ કરે છે અને એકાંતરે જ મોચન કરે છે. ભાવાર્થ - પ્રતિસમય ગ્રહણ કરે છે અને મૂકે છે. કઈ રીતે ? ગ્રામથી અન્ય ગ્રામ ગ્રામોત્તર પુરુષથી અન્ય પુરુષ-પુરુષાન્તર એમ એક-એક સમયથી એક-એક એકાન્તર સમયે જ કરે છે. પ્રશ્ન-૩૫૦ - ભાષક કાયિક યોગથી વાદ્રવ્યોને ગ્રહણ કરે છે એ અયોગ્ય નથી કારણ કે કાયવ્યાપાર સિવાય તે ગ્રહણ ન કરી શકાય પણ વાચિકયોગથી છોડે છે એ અમને સમજાતું નથી કે કઈ રીતે વાચિકયોગથી છોડે? ગ્રહણ કરાતી વાણીનો જીવવ્યાપારરૂપ યોગના અભાવે એ ઘટતું નથી ચલો, આ સંક્ષેપથી શું ? વિસ્તારથી પુછીએ છીએ-આ વાગ્યોગ ક્યો કે જેનાથી છોડે છે એણે કહ્યું? વાવ છોડાતીભાષા પુદ્ગલોનો સમૂહરૂપ વાગ્યોગ કે કાયસંરક્ષ્મઃ કાયવ્યાપારનો નિસર્ગ હેતુ વાગ્યોગ? એમ બે વિકલ્પો છે ત્યાં પહેલાનું નિરાકરણ-વાયા ન નીવોનો ત્યાદિ યોગ અહીં શરીર જીવવ્યાપાર છે તે વાણી થતો નથી. વાણી પુગલપરિણામવાળી રસ-ગંધાદિ જેમ હોય છે, અને જે જીવવ્યાપારરૂપ યોગ છે તે પુદ્ગલપરિમાણ પણ થતો નથી. જેમકે જીવાધિષ્ઠિત કાયવ્યાપાર. પણ તે વાચા દ્વારા કાંઈ મૂકાતું નથી કારણ કે તે જ નિસૃજ્યમાન છે અને કર્મ જ કરણ બનતું નથી એટલે વાવ વાગ્યોગ એવો પ્રથમ વિકલ્પ ઘટતો નથી. હવે બીજો વિકલ્પ-કાયવ્યાપર આ વાગ્યોગ છે તો કાયાથી છોડે છે એમ કહેવાત તો કેમ કહ્યું કે, વાચિક યોગથી છોડે છે? ઉત્તર-૩૫૦ – બીજો વિકલ્પ જ અહીં સ્વીકાર કરાય છે. ફક્ત અવિશિષ્ટ કાયયોગ વાગ્યોગતયા અમે માનતા નથી. પરંતુ, કાયયોગ વિશેષ જ મન-વાક્યોગો માનીએ છીએ, તેથી એ દોષરહિત છે કાયિકયોગ કોઈપણ અવસ્થામાં સંસારીઓનો નષ્ટ થતો નથી, અશરીરી સિદ્ધોનો જતે નિવૃત્ત થયેલો છે. એથી વાણીના નિસર્ગ સમયે પણ તે કાયયોગ છે જ. પ્રશ્ન-૩૫૧ – તો મન-વચનયોગની સ્થાનો છેદ થઈ જાય? Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૩૫૧ - ના, જોકે કાયયોગ સર્વત્ર અનુગત છે તો પણ જેનાથી મન-વચનદ્રવ્યોનું ઉપાદાન કરે છે તે કાયિકયોગ, જેનાથી સંરંભથી તેને જ મૂકે છે તે વાચિકયોગ, જેનાથી મનોદ્રવ્યો ચિંતામાં વાપરે છે તે માનસિકયોગ, આ પ્રમાણે કાયયોગ જ ઉપાધિભેદથી ત્રણ પ્રકારે વિભાજન થયેલો છે. એટલે, માત્ર ભેદથી આ ત્રણે યોગો વ્યવહાર કરે છે. પરમાર્થથી તો સર્વત્ર એકલો કાયિક યોગ જ છે. मनोवाग्योगौ तनुयोग एव, कायेनैव तद्रव्यग्रहणात् प्राणापानवत्, यथा कायेन द्रव्यग्रहणात् प्राणाऽपानव्यापारः कायिकयोगात् न भिद्यते, પર્વ મનો-વાળ્યો મા જો તું પ્રાણ-અપાનવ્યાપારને કાયયોગ તરીકે ન માને તો પણ તે યોગાંતર થાય, તો ચાર યોગથવાની આપત્તિ આવે એ ઈષ્ટ નથી. તેથી એ કાયિક્લોગ જ છે. પ્રશ્ન-૩૫૨ – તમારી કહેલી યુક્તિથી જ બધાનો મનો-વાગ્યોગની જેમ તનુયોગતતુલ્ય હોવા છતાં આ પ્રાણ અપાનવ્યાપાર કાયિક યોગથી યોગાન્તર કેમ ન કર્યો? કેમ ચોથો યોગ ન કર્યો? હવે જો એમ ન કરાય તો તનુયોગત્વ તુલ્ય હોવા છતાં મનો-વાગ્યોગ કાયયોગથી કેમ અલગ કર્યો? તેથી તનુયોગત્વ સર્વત્ર તુલ્ય હોવાથી એકલો કાયયોગ જ કરો અથવા ઉપાધિ ભેદથી ચાર યોગો કરો? નહિ તો અહીં માત્ર પક્ષપાત જ થશે યુક્તિ નહિ થાય? ઉત્તર-૩૫ર – લોક-લોકોત્તરરૂઢ વ્યવહારની સિદ્ધિ માટે જ મનો-વાગ્યોગ અલગ કર્યા છે, પ્રાણ-અપાનયોગ નહિ. પ્રશ્ન-૩૫૩ – વ્યવહાર પણ શું આ રીતે જ પ્રવૃત્ત કરાય છે? ઉત્તર-૩૫૩ – કાયક્રિયા-કાયવ્યાપાર, તેનાથી અતિરિક્ત પ્રાણ-અપાન ફળ કાંઈ દેખાતું નથી, જેમ વાચા અને મનનું તે પ્રગટ દેખાય છે જેમકે વાણીનું સ્વાધ્યાયવિધાનપરપ્રત્યાયનાદિ અને મનનું ધર્મધ્યાનાદિ વિશિષ્ટ પ્રગટ કાયક્રિયાથી અતિરિક્ત ફળ દેખાય છે એ પ્રમાણે પ્રાણ-અપાનનું દેખાતું નથી, એટલે એ કાયયોગાન્તર્ગત પ્રાણઃઅપાનવ્યાપાર વ્યવહાર કરાય છે અલગ નહિ. પ્રશ્ન-૩૫૪ – નીવત્યત એવી પ્રતીતિજનનાદિક પ્રાણાપાનવ્યાપર ફળ પ્રાપ્ત થાય જ છે ને? ઉત્તર-૩૫૪ – અલગ યોગ તરીકે માનવાની આપત્તિ આવે તેથી વિશિષ્ટવ્યવહારના અંગભૂત પરપ્રત્યાયના ફળ હોવાથી મન-વાગ્યોગ જ અલગ કર્યા છે પ્રાણાપાનયોગ નહિ. Page #188 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૬૯ આ રીતે જ તનુયોગ, વાગ્નિસર્ગવિષયમાં વપરાતો વાગ્યોગ, મનનમાં વપરાતો મનોયોગ, વાગ્વિષયો યોગ વાગ્યોગ, મનોવિષયો યોગ મનોયોગ, એમ કરીને તનુયોગવિશેષ જ વાડ્મનોયોગ છે એમ બતાવ્યું. અથવા તે બંને સ્વતંત્ર છે એમ બતાવે છે... તનુયોગદ્વારા ગ્રહણ કરાયેલો જે સહકારી કારણભૂત વાદ્રવ્યસમૂહ છે. તેના સાથે તેના નિસર્ગમાટે જીવનો વ્યાપાર તે વાગ્યોગ. સહકારી કારણભૂત વાચા સાથે જીવનો યોગ વાગ્યોગ. તે વાચા જીવવ્યાપાર દ્વારા પરપ્રત્યાયન માટે બોલાય છે. તથા તન-વ્યાપારથી ગ્રહણ કરાયેલો સહકારી કારણભૂત મનોદ્રવ્યસમૂહ, તેની સાથે વસ્તુચિંતન માટે જે જીવનો વ્યાપાર તે મનોયોગ. સહાકરી કારણભૂત મન સાથે જીવનો યોગ મનોયોગ. કારણ કે તેના દ્વારા જિનમૂર્તિ આદિક વિચારાય છે, એટલે તે મનોયોગ છે. આ પક્ષમાં-વાદ્રવ્યનિસર્ગાદિકાળે તનુનો વ્યાપાર હોવા છતાં વિવક્ષિત નથી, પરંતુ વાગ્યનોદ્રવ્યસાચિવ્યથી જીવનો વ્યાપાર વિવક્ષિત છે. એ પ્રમાણે મન-વાગ્યોગ સ્વતંત્ર જ છે કાયયોગમાં વિશેષ રીતે રહેલા નથી. પ્રશ્ન-૩૫૫ – તો અમે કહીશું પ્રાણ-અપાનદ્રવ્યસાચિત્રથી તેના મોચનમાં જંતુનો તે યોગ પણ સ્વતંત્ર છે? ઉત્તર-૩૫૫ - ના, મહું વવહી સિદ્ધભં-ગાથા કલ-૩૬૧, ઇત્યાદિ દ્વારા આગળ વિધાન કરેલું છે એટલે એમ ન માની શકાય. પ્રશ્ન-૩૫૬ – એક ગામથી અન્ય ગામ અંતરિત ન હોવા છતાં લોકરૂઢિથી ગ્રામોત્તર કહેવાય છે અથવા પુરુષથી અન્ય પુરુષ અનંતર છતાં પુરુષાંતર કહેવાય છે એમ અહીં પણ સમયથી જે અન્ય સમય છે તે અનંતર હોવા છતાં એકાંતર કહેવાય છે, તેથી તમે કહેવા શું માંગો છો? ઉત્તર-૩૫૬ – એક સમયથી અનંતર સમય એકાંતર અને એ પ્રમાણે દરેક સમયે ગ્રહણ-મોચન કરે છે એવો નિષ્કર્ષ થાય છે. પ્રશ્ન-૩૫૭ – કેટલાક વ્યાખ્યાતા માને છે કે-ગ્રહણ-મોચન એક-એક સમયથી અંતરિત એકાંતર કહેવાય? ઉત્તર-૩૫૭ – એ બરાબર નથી, કેમકે વચ્ચે વચ્ચેના બધા ગ્રહણ સમયોમાં ન સંભળાવાથી, તેમને વચ્ચે-વચ્ચે ખાલી રત્નાવલીરૂપ ધ્વનિ પ્રાપ્ત થાય છે તથા સૂત્ર વિરોધ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ છે કારણ કે શ્રુતમાં કહ્યું છે મધુસમયવિરદિગં નિરંતર નિષ્ફફ તે આ રીતે આ સૂત્ર પ્રતિસમય ગ્રહણનું પ્રતિપાદક હોવાથી પ્રતિસમય નિસર્ગનું પણ પ્રતિપાદન માનવું કારણ કે ગ્રહણના બીજા સમયે અવશ્ય નિસર્ગ થાય છે. પ્રશ્ન-૩૫૮ – જેમ સ્વપક્ષસમર્થક સૂત્ર તમે બતાવ્યું તેમ શ્રુતમાં જ અમારાપક્ષનું સમર્થક સૂત્ર પણ કહેલું જ છે પ્રજ્ઞાપનાસૂત્રમાં સંતરં નિરિ, નો નિરંતર નિરિ, અi સમયે શિફ, અને સમયેof નિતિ ઈત્યાદિ આ સૂત્રથી નિસર્ગ આંતર કહ્યો હોવાથી હું કહું છું તે બરાબર જ છે ને? ઉત્તર-૩૫૮ – ગ્રહણ અનુસમય અનન્તરિત-અવ્યવહિત પૂર્વના સૂત્રથી કહ્યું છે તે આપને પણ પ્રતીત છે એ પ્રમાણે નિસર્ગ પણ નિરંતર યુક્ત છે કારણ કે ગ્રહણ કરેલાનુ અનંતર સમયે અવશ્ય નિસર્ગ થાય છે. પ્રશ્ન-૩૫૯- હું પણ જાણું છું કે સૂત્રમાં ગ્રહણ નિરંતર કહ્યાં છે પણ જે ત્યાં જ નિસર્ગ છે તે સાંતર કહ્યો છે તે કઈ રીતે કહ્યો છે? તે આપ પણ જણાવો. ઉત્તર-૩૫૯ - સાચી વાત છે. પરંતુ અહીં વિષય-વિભાગ જાણવો. એ નિસર્ગ ગ્રહણાપેક્ષાએ ભાષાદ્રવ્યોપદાન અપેક્ષાથી સાંતર કહ્યો છે. પ્રશ્ન-૩૬૦ – સમયની અપેક્ષાએ ગ્રહણની જેમ તેની નિરંતર પ્રવૃત્તિ છે તો ગ્રહણાપેક્ષાએ સાંતરત્વ કઈ રીતે? ઉત્તર-૩૬૦ – કારણ કે, જે પ્રથમાદિસમયે જે ભાષાદ્રવ્યો ગ્રહણ કર્યા, તે તે જ ગ્રહણ સમયે નિરંતરતાથી છોડતો નથી, પરંતુ ગ્રહણ સમયના પછીના સમયે છોડે છે. જેમ, પ્રથમસમયે ગ્રહણ કરેલાનો તે જ સમયે નિસર્ગ નથી પરંતુ બીજા સમયે છે. એમ, બીજા સમયે ગ્રહણ કરેલાનો ત્રીજા સમયે, ત્રીજા સમયે ગ્રહણ કરેલાનો ચોથા સમયે નિસર્ગ છે. એમ સર્વસમયોમાં ભાવના કરવી. ન ગ્રહણ કરેલાનો નિસર્ગ ન હોવાથી ગ્રહણાપેક્ષાએ નિસર્ગ સાંતર જ છે અને સમયાપેક્ષાએ નિરંતર જ છે બીજા વગેરે સમયોમાં તેનો નિરંતર ભાવ હોવાથી. પ્રશ્ન-૩૬૧ – જો એમ હોય તો ગ્રહણ પણ નિસર્ગની અપેક્ષાએ સાંતર જ થાય? ઉત્તર-૩૬૧ - ના, ગ્રહણ સ્વતંત્ર છે, અને નિસર્ગ તો ગ્રહણને પરતંત્ર છે. ન ગ્રહણ કરેલાનો ક્યારેય નિસર્ગ નથી એવો નિયમ છે. તે કારણે પ્રજ્ઞાપનામાં નિસર્જન સાંતર કહ્યું છે. તે પણ ગ્રહણ કર્યા પછી ન છોડેલાનું ગ્રહણ ન થાય એવો નિયમ તો નથી, પ્રથમ Page #190 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૭૧ સમયે નિસર્ગ વિના પણ ગ્રહણ થાય છે. એટલે ગ્રહણ સ્વતંત્ર છે, નિસર્ગ પરતંત્ર છે. એટલે એને જ સાંતર કહ્યું છે. એ પ્રમાણે સંત નિસિપ એમ પ્રજ્ઞાપનામાં સૂત્રાવયવ વિષયવિભાગમાં વ્યવસ્થાપિત છે. હવે નો નિરંતર નિરિડું એનો ભાવાર્થ-નિરંતર નિસર્જન નથી. તાત્પર્ય-ગ્રહણના સમકાળે નિસર્ગ નથી પણ પૂર્વ-પૂર્વ ગ્રહણ કરેલાને ઉત્તરોત્તર સમયોમાં છોડે છે, પ્રશ્ન-૩૬૨ – કોઈ સમયે શિgફ, પvi સમયે નિરિફ એનો ભાવાર્થ હજુ સુધી કહ્યો કેમ નથી? ઉત્તર-૩૬૨ – સાચી વાત છે, પરંતુ કહ્યાનુસાર તમે સ્વયં જાણી લો. એક સમયે ગ્રહણ જ કરે છે નિસર્ગ નથી કરતો, બીજા આદિ સમયથી માંડીને જ નિસર્ગની પ્રવૃત્તિ છે. છેલ્લા એક સમયે નિસર્ગ જ છે ગ્રહણ નથી. મધ્યમસમયોમાં તો ગ્રહણ-નિસર્ગ બને છે અથવા એક પૂર્વ-પૂર્વ સમયે ગ્રહણ કરે છે, એક ઉત્તરોત્તર સમયે નિસર્ગ કરે છે. એવું પોતાની બુદ્ધિથી વિચારવું. કાલમાન :- જઘન્ય-ઉત્કૃષ્ટ. ગ્રહણ-મોક્ષ-ભાષા એ ત્રણે જઘન્યથી ૧ સમય હોય છે. ગ્રહણ-નિસર્ગ ઉભય અનંતદર્શિતન્યાયથી ગ્રહણ સમયથી બીજા સમયે નિસર્ગ કરીને મરનાર, ઉભો રહેનાર અથવા વચનવ્યાપારથી નષ્ટ થયેલાને જઘન્યથી ૨ સમય થાય છે. પ્રશ્ન-૩૬૩ – મોક્ષ-નિસર્ગ જ કહેવાય છે અને ભાષા પણ નિસર્ગ જ કહેવાય છે તો મોક્ષથી પૃથક ભાષાનું કાલમાન અભિધાન માટે ઉપાદાન કેવું? ઉત્તર-૩૬૩ – સાચું છે, પરંતુ ભાષાના પૃથગ્રહણથી જણાવે છે કે, ભાષ્યમાણે વભાષા, નિસર્ગ માત્ર ભાષા, તે જઘન્યથી ૧ સમયની છે. બંને ભાષા નહિ, તે જઘન્યથી બે સમયની છે. ગ્રહણમાત્ર તો ફક્ત માથ્થત તિ ભાષા એવી વ્યુત્પત્તિના જ ન ઘટવાથી ભાષા જ થતી નથી. જો અહીં ભાષા અલગ ન ગ્રહણ કરી હોત તો બંને કોઈ ભાષા સ્વીકારોત, ગ્રહણમાં પણ યોગ્યતાથી ભાષા છે. તેથી માસિMHIMા માસા એવો આગમ વિરોધ થાત. પ્રશ્ન-૩૬૪ – તો મોક્ષ-ગ્રહણને હટાવીને તેના સ્થાને ભાષા જ લોને, ભાષા-મોક્ષ એકાર્થ જ છે ને? Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૩૬૪ – સાચી વાત છે. પરંતુ નિસર્ગનું કાલ માન ન કહ્યું, એવું મંદબુદ્ધિ માની લે, એટલે તેના ઉપકાર માટે અહીં મોક્ષ-ભાષાને અલગ લીધા છે. ગ્રહણ-મોક્ષ-ભાષા એ ત્રણે તથા ગ્રહણ-નિસર્ગ ઉભય અને સર્વે પણ ઉત્કૃષ્ટથી પ્રત્યેક અંતમુહૂતકાળ હોય છે. તે પછી યોગાન્તરમાં જાય અથવા મરી જાય એમનો અંતમુહૂતનો પ્રયત્નભેદથી ભેદ થાય છે. મહાપ્રયત્નવાળાને તે જ અંતમુહૂત નાનું થાય છે અને અલ્પપ્રયત્નવાળાને મોટું થાય છે. પ્રશ્ન-૩૬૫ – નિરંતર ગ્રહણ-નિસર્ગને માનવામાં બીજા સમયથી માંડીને ઉપાંત્યસમય સુધી ગ્રહણ નિસર્ગનો પ્રયત્ન પ્રતિસમય યુગપતુ આવી પડે છે એ બંને પરસ્પર વિરોધિ એક સમયે કઈ રીતે ઘટે? ન જ ઘટે? ઉત્તર-૩૬૫ – પહેલાં તો અહીં ગ્રહણ-નિસર્ગનો વિરોધ જ અસિદ્ધ છે. કારણ કે જ્યારે તે દ્રવ્યોનું ગ્રહણ છે તેમનું જ તે જ સમયે નિસર્ગ માનો ત્યારે વિરોધ થાય, પણ એવું તો છે નહિ. પૂર્વના સમયે ગ્રહણ કરેલાનો જ આગળના સમયે નિસર્ગ છે અને ત્યાં અપૂર્વનું જ ગ્રહણ છે. પ્રશ્ન-૩૯૬ – અવિરોધિ પણ એકસાથે એક સમયે બે ઉપયોગની જેમ બે ક્રિયા માનતા નથી ત્યાં કહે છે એક સમયે બે ઉપયોગ ન થાય એ ઘટે છે નવં તો નલ્થિ ૩વો એ વચનથી તે બંનેનો એક સાથે હોવાનો આગમમાં નિષેધ છે. ઉત્તર-૩૬૬ – ઘણી ક્રિયાઓનાં ૧ સમયે શું દોષ છે ? કોઈ નહિ આગમમાં પણ મંયસુN Tiતો વટ્ટ તિવિહે પિ જ્ઞામિ એ વચનથી વાચા-મન-કાયક્રિયાઓની એક સમયે પ્રવૃત્તિ માનેલી જ છે. તથા આંગળી વગેરેની સંયોગ-વિભાગક્રિયા, સંઘાતપરિસાટક્રિયા, ઉત્પાદ-વ્યવક્રિયાના એક સમયે અનેકસ્થાનોમાં અનુજ્ઞા કરેલી જ છે. એટલે શું દોષ છે? તથા ડાબા હાથે ઘંટડી વગાડે છે, જમણા હાથે ધૂપ ઉવેખે છે, દૃષ્ટિથી તીર્થકર પ્રતિમાદિનું મુખ દેખે છે. મુખથી શ્લોક બોલે છે એ રીતે ઘણી ક્રિયાઓની યુગપત પ્રવૃત્તિ પ્રત્યક્ષથી પણ દેખાય છે. કાયિકથી ગ્રહણ કરે છે એમ કહ્યું ત્યાં જોકે ઔદારિકાદિ પાંચ ભેદથી કાયા પાંચ પ્રકારની છે તેમાંથી ત્રણ પ્રકારના શરીરમાં જીવપ્રદેશો હોય છે. તે જીવના પોતાના હોય છે. ભેદકરનારા નહિ. એનાથી નિપ્રદેશાત્મવાદનું નિરાકરણ કહે છે-પગના તળિયે રહેલા જીવપ્રદેશોને માથાના જીવપ્રદેશો સાથે ભેદ છે કે અભેદ ? જો ભેદ માનો તો જીવ સંપ્રદેશ કેમ નહિ ? જો અભેદમાનો તો બધા ય શરીરના અવયવો એક થઈ જશે ? અભિન્ન Page #192 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર જીવપ્રદેશો સાથેના સંબંધથી એકસ્થાને એકઠા કરેલા હોવાથી, આમ તકશાસ્ત્રો અનુસરવા, જે જીવપ્રદેશો દ્વારા ભાષણ અભિપ્રાયાદિ સામગ્રી પરિણામ હોતે છતે વાદ્રવ્યસમૂહને ગ્રહણ કરે છે. તેથી ભાષક ભાષા બોલે છે. અપર્યાપ્તાવસ્થામાં અથવા ઇચ્છાદિના અભાવે અભાષક બોલતો નથી. માળો માષતે એનાથી જ ગતાર્થ હોવાથી માધ્યમાળેવ ભાષા, ન પૂર્વ નાપિ પશ્ચાત્ તિ જણાવવા માટે જ ભાષાનું ગ્રહણ છે. પ્રશ્ન-૩૬૭ તે ત્રણપ્રકારના શરીર ક્યાં કે જેમાં રહેલા જીવપ્રદેશો દ્વારા વાદ્રવ્યો ગ્રહણ કરીને ભાષક બોલે છે ? (૧) સત્યા - ઉત્તર-૩૬૭ – ઔદારિક-વૈક્રિય-આહારક આ ત્રણ શરીરોમાં રહેલા જીવપ્રદેશો દ્વારા જીવ ગ્રહણ કરે છે અને પુદ્ગલ સંહિતરૂપ ભાષાને છોડે છે, તે ભાષા સત્યા, સત્યામૃષા, મૃષા, અસત્યમૃષા ચાર પ્રકારની છે. सद्भयो हिता આરાધિકા યથાવસ્થિત વસ્તુપ્રત્યાયન ફળવાળી સત્યાભાષા. ૧૭૩ - - (૨) મૃષા – તેનાથી વિપરિત સ્વરૂપવાળી મૃષાભાષા. (૩) સત્યામૃષા – સત્યા-મૃષારૂપ ઉભય સ્વભાવવાળી. (૪) અસત્યમૃષા ઉપરની ત્રણે ભાષાના લક્ષણમાં અંતર્ભૂત ન થતી, આમંત્રણઆજ્ઞાપનાદિ વિષય વ્યવહારમાં રહેલો ફક્ત શબ્દ જ હોય તે અસત્યામૃષા ભાષા. એમનો વિસ્તાર દશવૈકાલિક-નિર્યુકિત્યાદિ આગમમાંથી જાણવો. કારણકે અહીં તે વિષય અપ્રસ્તુત છે. અહીં ભાષાદ્રવ્ય ગ્રહણ-નિસર્ગ વિચાર જ પ્રસ્તુત છે. - પ્રશ્ન-૩૬૮ • ઔદારિકાદિ શરીરવાળો ભાષાગ્રહણ કરે છે અને મૂકે છે એમ કહ્યું તે મૂકાયેલી ભાષા કેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરે છે ? ઉત્તર-૩૬૮ – આખા લોકને. પ્રશ્ન-૩૬૯ – ૧૨ યોજન આગળથી આવતા શબ્દને દ્રવ્યો મંદ પરિણામવાળા હોવાથી સાંભળતો નથી તો શું આગળથી પણ શબ્દદ્રવ્યો આવે છે ? અને જે રીતે વિષયની અંદર નિરંતર તેની વાસના સામર્થ્ય છે એમ બહાર પણ છે કે નહિ ? ઉત્તર-૩૬૯ – કેટલાંક શબ્દો આખા લોકમાં વ્યાપ્ત છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૩૭) – જો એમ હોય તો તે કેટલા સમયે ભાષાદ્રવ્યથી વ્યાપ્ત થાય છે? અને તે લોકના કેટલા ભાગમાં ભાષાદ્રવ્યોનો કેટલો ભાગ હોય છે? ઉત્તર-૩૭૦ – ૪ સમયે કોઈના સંબંધી ભાષાથી નિરંતર પૂર્ણ થાય છે. લોકના પર્યન્ત રહેલા અસંખ્યભાગમાં સમસ્તલોક વ્યાપિની એવી ભાષાનો પણ ચરમાન્ત અસંખ્ય ભાગ હોય છે. પ્રશ્ન-૩૭૧ – શું બધાની ભાષા લોકમાં વ્યાપે છે? ઉત્તર-૩૭૧ – ના, કોઈ દમનો રોગી મન્દપ્રયત્નવાળો વક્તા સર્વભાષાદ્રવ્યોને પ્રથમ અખંડ મૂકે છે, અને અન્ય નીરોગતાદિગુણવાળો તીવ્રપ્રયત્નવાળો તેમને આદાન-નિસર્ગથી ભેદીને ટુકડા કરીને સૂક્ષ્મ ટુકડા કરીને છોડે છે. એકેક ભાષાદ્રવ્ય સ્કન્ધના આધારભૂત અસંખ્યપ્રદેશાત્મક વિભાગરૂપ અવગાહનાઓની-અનંતભાષા દ્રવ્યસ્કન્ધાશ્રયભૂત ક્ષેત્ર વિશેષરૂપવાળી હોય છે તેમની વર્ગણાઓ અસંખ્ય યોજન જઈને તે પછી મન્દપ્રયત્નવાળા વક્તાએ મૂકેલા અભિન્નભાષા દ્રવ્યોને ટૂકડા કરે છે. પ્રજ્ઞાપનામાં કહ્યું છે – નાકું મિત્ર निसरइ, ताई असंखेज्जाओ ओगाहणाओ गत्ता भेयमावज्जंति, संखिज्जाइं जोयणाई ત્તિ વિદ્ધસમીછિતિ અને સંખ્યય યોજન જઈને ધ્વંસ થાય છે, મહાપ્રયત્નવાળો વક્તા જેને પ્રથમથી જ ભેદાયેલા છોડે છે. તે સૂક્ષ્મ હોવાથી અને ઘણા હોવાથી અનંતગુણવૃદ્ધિથી વધતા છ એ દિશાઓમાં લોકને પૂરે છે. શેષ તો તેના પરાઘાતવાસના વિશેષથી વાસિત થયેલી ભાષાથી-ઉત્પન્ન થયેલું ભાષા પરિણામદ્રવ્ય સમૂહરુપ દ્રવ્ય સર્વલોકને નિરંતર પૂરે છે વસ્થાપન વિધિઃ સમઃ કહ્યું છે – નાકું મિત્રાડં નિસર તારું મuતyપરિવટ્ટી परिवड्डमाणाई लोयंतं फुसंति । “વર્દિ સમર્હિ નો રૂારિ” લોકમાં વચ્ચે રહેલા મહાપ્રયત્નવાળા ભાષકે મૂકેલા ભાષાદ્રવ્યો પ્રથમ સમયે જ છએ. દિશાઓમાં લોકને પૂરે છે. કારણ કે જીવ-સૂક્ષ્મ પુદ્ગલો અનુશ્રેણીગમન કરે છે. પછી બીજા સમયે તે જ છ દંડો ચારે દિશામાં એકેક અનુશ્રેણીથી વાસિતદ્રવ્યો દ્વારા પ્રસરતા ૬ મંથાન થાય છે. ત્રીજા સમયે મન્થાનાન્તરો પૂરાતા લોક પૂરાયેલો થાય છે. સ્વયંભૂરમણના પર તટે રહેલા લોકાન્તની નજીક જઈને બોલતા ભાષકની અથવા ત્રસનાડીની બહાર ચારે દિશામાંથી કોઈ દિશામાં તે ભાષકનો ચાર સમયે આખોય લોક પૂરાય છે. પ્રશ્ન-૩૭૨ – કઈ રીતે ? Page #194 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૭૫ ઉત્તર-૩૭૨ - ત્રસનાડીની બહાર ચારેમાંથી કોઈ એક દિશામાં રહેલા ભાષકનો પ્રથમ સમય નાડીમાં પ્રવેશમાં થાય છે. શેષ ત્રણસમયની ભાવના તો ગાથા ૩૯૦ ની વૃત્તિમાં મિતિ ૬ થી કહીશું. લોકાન્તે પણ ચારેમાંથી એક દિશામાં રહેલા ભાષકનો ઉર્ષ્યાડધોલોક હોવાથી ભાષાદ્રવ્યોનો પ્રથમ સમયે લોકમધ્યપ્રવેશમાં અને ત્રણ સમયો બચેલા તે રીતે જ જાણવા. ત્રસનાડીની બહાર વિદિશામાં રહેલા ભાષાદ્રવ્યો દ્વારા સર્વલોકપૂરણમાં ૫ સમયો લાગે છે. એ વિશેષ છે કેમકે-વિદિશામાંથી ભાષાદ્રવ્યો લોકનાડીની બહાર જ પ્રથમ સમયમાં દિશામાં આવે છે, બીજામાં લોકનાડીમાં પ્રવેશે છે. આમ નાડી મધ્યમાં પ્રવેશવા ૨ સમય લાગે છે. શેષ ત્રણ સમયો ચારસમયની વ્યાપ્તિ જેમ જાણવા. છે પ્રશ્ન-૩૭૩ – જો ઉક્તન્યાયથી ત્રણ, ચાર અને પાંચ સમયે લોક વાદ્રવ્યોથી પૂરાય તો શું વિચારીને નિર્યુક્તિકારે ચાર સમયનું ગ્રહણ કર્યું છે ? . ઉત્તર-૩૭૩ - ત્રણ અને પાંચ સમયોનું ગ્રહણ નિર્યુક્તિકારે કરેલું જ છે ચાર સમયરૂપ મધ્યને ગ્રહણ કરતે છતે. ‘મધ્યપ્રદળાવાદ્યાન્તયોર્પ્રદ્દળમેવેતિન્યાયાત્' પ્રશ્ન-૩૭૪ – શું બીજે પણ ક્યાંય મધ્યગ્રહણ કરતે છતે આદિ અંતનું ગ્રહણ જોયું છે ? ઉત્તર-૩૭૪ તુલા-ધનુષ્ય-બાણ-લાકડી આદિનું મધ્યગ્રહણ કરતાં આદિ-અંતરૂપ છેડાઓનું ગ્રહણ કરાયેલું જ થાય છે એમ અહીં થાય છે. આ ન્યાય આગમમાં ક્યાંય પણ દેખાય છે કે જેથી આમ બોલો છો ? - પ્રશ્ન-૩૭૫ ઉત્તર-૩૭૫ – સૂત્રની ગતિ વિચિત્ર દેખાય છે-જેમકે ક્યાંક સૂત્રમાં એકપક્ષસ્વરૂપ દેશનું ગ્રહણ કરેલું જણાય છે. જેમ અહીં જ ચાર સમયરૂપ ક્યાંક સૂત્રમાં નિરવશેષ પક્ષાન્તરો પણ ગ્રહણ કરાય છે, અને બીજું કોઈક સૂત્ર કાંઈપણ કારણવશ ઉત્ક્રમયુક્ત અને કેટલાંક ક્રમ બદ્ધ પણ દેખાય છે એમ સૂત્રગતિ વિચિત્ર છે. અથવા જેમ ભગવતી શ.૮માં મહાબન્ધ ઉદ્દેશકમાં ચાર સામયિક છતાં વિગ્રહગતિમાં ત્રણ સામયિક એમ નિયુક્ત છે તેમ અહીં પણ ત્રણ, પાંચ સમયોને છોડીને ચારસમયનો જ લોકવ્યાપ્તિપક્ષ નિયુક્ત છે એટલે દોષ નથી. લોકના કેટલા ભાગમાં ભાષાનો કેટલો ભાગ ? - ત્રણ, ચાર, પાંચ સમય વ્યાપ્તિમાં પ્રથમ-બીજા સમયનો નિયમા સર્વત્ર લોકાસંખ્ય ભાગમાં ભાષાઽસંખ્યભાગરૂપ વિકલ્પ જ સંભવે બીજો ન સંભવે. કારણ કે ત્રિસમય વ્યાપ્તિમાં પ્રથમસમયે ૬ દંડ થાય બીજા સમયે ૬ મંથાન થાય છે. આ દંડાદિ લંબાઈથી જોકે લોકાંતસ્પર્શી થાય છે તો પણ વક્તાના મુખથી નિકળતા હોવાથી તેના પ્રમાણાનુસાર Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પહોળાઈથી ચાર આંગળ માપના જ હોય છે અને ચાર આંગળો લોકાસંખ્ય ભાગવર્તી જ છે. એટલે ત્રિસમય વ્યાપ્તિમાં પ્રથમ-દ્વિતીયસમયોનો લોકસંખ્યભાગમાં ભાષાનો અસંખ્યભાગ સિદ્ધ થયો. ચાર સમયવ્યાપ્તિ-પ્રથમ સમયે લોકમધ્યમાત્રમાં જ પ્રવેશે, બીજા સમયે વક્ષ્યમાણગતિથી દંડોનો જ સદ્ભાવ છે. અને પાંચસમયવ્યાપ્તિ પક્ષમાં-પ્રથમ સમયે ભાષાદ્રવ્યોનું વિદિશામાંથી દિશામાં ગમન. બીજા સમયે લોકમધ્યમાત્રમાં જ પ્રવેશ. એટલે આ ત્રણે વ્યાપ્તિમાં પ્રથમ-દ્વિતીય સમયનો લોકના અસંખ્ય ભાગમાં ભાષાનો અસંખ્યભાગ જ હોય છે. ક્યાંક લોકના સંખ્યભાગે ભાષાની સંખ્યભાગ, ક્યાંક સમસ્તલોકવ્યાપ્તિ. જેમકે ત્રિસમયવ્યાપ્તિમાં ત્રીજા સમયે ભાષાની સમસ્તલોક વ્યાપ્તિ, ચાર સમય વ્યાપ્તિમાં ત્રીજા સમયે લોકના સંખ્યય ભાગે ભાષાનો સંખ્યાત ભાગ છે. પ્રશ્ન-૩૭૬ - તે કઈ રીતે? ઉત્તર-૩૭૬ - સ્વયંભૂરમણના પશ્ચિમતટના લોકાંતે અથવા ત્રસનાડી બહાર પશ્ચિમદિશામાં રહીને બોલતા ભાષકનો ભાષાના વ્યાપનો દંડ પ્રથમ સમયે ચાર આંગળાદિ પહોળો એક રાજ લાંબો તીરછો જઈને સ્વયંભૂરમણના પૂર્વતટના લોકોને લાગે છે. પછી બીજા સમયે તે દંડમાંથી ઉપર નીચે ૧૪ રાજ ઉંચો પૂર્વ-પશ્ચિમથી તીર્થો ૧ રાજ પહોળો પરાઘાત વાસિત દ્રવ્યોનો દંડ નિકળે છે, લોકમધ્યમાં દક્ષિણથી અને ઉત્તરથી પરાઘાતવાસિત દ્રવ્યોનો જ ચાર આંગળાદિ જાડો ૧ રાજ વિસ્તારવાળો બીજો દંડ નીકળીને સ્વયંભૂરમણના દક્ષિણ-ઉત્તરના લોકાન્ત લાગે છે, એ રીતે ચાર આંગળાદિ જાડો ચારે બાજુથી ૧ રાજ પહોળો લોકમધ્યમાં ગોળ છત્રી જેવો સિદ્ધ થાય છે. ત્રીજા સમયે તો ઉપર-નીચે રહેલા દંડમાંથી ચારેદિશામાં ફેલાયેલો પારાવાતવાસિત દ્રવ્યસમૂહવાળો મથાન સાધે છે. લોકમધ્યમાં રહેલ સર્વત ૧ રાજ પહોળો છત્રીથી ઉપર-નીચે ફેલાયેલો ફરી તે જ આખી ત્રસનાડીને પૂરે છે. એ રીતે આખી ય ત્રસનાડી ઉપર-નીચે રહેલા દંડ-મથી ભાવથી અને તેનાથી અધિક લોકની પૂરેલી થાય છે, એટલું ક્ષેત્ર તેની સંખ્યાતતમ ભાગ છે. તેમ છતે ચારસમયવ્યાપ્તિના ત્રીજા સમયે લોકના સંખ્યાતતમ ભાગમાં ભાષાનો પણ સંખ્યાતતમ ભાગ છે. પ્રશ્ન-૩૭૭ – તે કઈ રીતે? ઉત્તર-૩૭૭ – તેમાં તે દંડસમય હોવાથી અને ત્યાં અસંખ્ય ભાગવર્તી પહેલાં જ ભાવિત છે. ચોથા સમયે ચાર સમયવ્યાપ્તિમાં મળ્યાન્તર પૂરણથી સમસ્ત લોકવ્યાપ્તિ છે. આમાં તો ચોથા સમયે લોકના સંખ્યભાગમાં ભાષાનો સંખ્યભાગ છે. તેમાં તે મન્થસમય હોવાથી અને ત્યાં સંખ્યય ભાગવર્તી પહેલાં જ ભાવિત છે. પાંચમા સમયે તો આ વ્યાપ્તિમાં મળ્યાન્તરાલ પૂરણથી સમસ્તલોક વ્યાપ્તિ છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૭૭ આ રીતે ૩,૪,૫ સમયોમાં ભજના થઈ એનાથી મયા સેતુ સમસ્તુ એ વ્યાખ્યાન થયું આ મહાપ્રયત્નવાળા વક્તા દ્વારા છોડેલા દ્રવ્યની અપેક્ષાએ જ કહ્યું છે. મંદપ્રયત્નવાળા વક્તાએ છોડેલા તો લોકના અસંખ્ય ભાગમાં જ હોય છે. દંડાદિક્રમથી તેમનો લોકાયુક્ત અસંભવ છે. ત્રણ આદિ સમયે ભાષાથી પૂરાયેલા લોકમાં તે સમયોનો જ ચરમ સમય છે. તે ત્યાં લોકનો ચરમ અંત છે અને ભાષાનો ચરમ અંત હોય છે, આ સમયોના ચરમસમયે લોક પૂરો થતાં ભાષા પણ પૂરી થાય છે. અલોકમાં જતી નથી. કારણ કે જીવ-પુદ્ગલોની ત્યાં ગતિ જ હોતી નથી. અહીં વિવક્ષાથી આદિ પણ અંત થાય છે તેના વ્યવચ્છેદ માટે ચરમનું ગ્રહણ કર્યું છે. પ્રશ્ન-૩૭૮ – કેવલીસમુદ્યામાં ઉપર-નીચે એ બે દિશામાં જનારો જ પ્રથમ સમયે દંડ થાય છે તે જો ભાષાદ્રવ્યોમાં પણ એમ જ માનો તો તે બે દિશામાં જ મિશ્રશબ્દશ્રવણ થાય, પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ ઉત્તરદિશામાં ન થાય કારણ કે તેમાં વિદિશાઓની જેમ વક્તાએ મૂકેલા દ્રવ્યો ન જવાથી પરાઘાતવાસિત તે દ્રવ્યોનું જ શ્રવણ છે? ઉત્તર-૩૭૮ – સામાન્યથી માસામસેઢીસો-ગા.૩૫૧ દ્વારા દિશાઓમાં મિશ્રશબ્દશ્રવણ કહ્યું છે. અથવા વ્યાખ્યાનથી વિશેષ જાણકારી પ્રાપ્ત થાય છે જો તમને માન્ય હોય તોઉપરનીચેની બે દિશામાં રહેલ દંડોમાં જ મિશ્રશબ્દ શ્રવણ છે શેષ દિશાઓમાં પારાવાતવાસિત દ્રવ્યશ્રવણમાં પણ દોષ નથી. પ્રશ્ન-૩૭૯ - ભલે એમ હોય, તો પણ લોક ત્રણ સમયે પૂરાય છે ચાર સમયે નહિ કારણ કે ભાષાદ્રવ્યોમાં પરાઘાત છે, તેમાં જો પરાઘાત છે તેથી શું? ઉત્તર-૩૭૯ - ખરેખર તે દંડ ઉપર-નીચે જતો સામાન્યથી ચારે દિશામાં પણ શબ્દપ્રાયોગ્યદ્રવ્યો ગ્રહણ કરે છે, પરાઘાત કરે છે. અને તે દ્રવ્યોને વાસિત કરી શબ્દપરિમાણવાળા કરે છે, તેથી તેઓ બીજા સમયે મંથન બનાવે છે, ત્રીજા સમયે તેના અંતરાલ પૂરણથી લોક પૂરાય છે. આમ, ત્રણ સમયે લોક પૂરાય છે. પ્રશ્ન-૩૮૦ – જેમ કેવલિસમુઘાત ચાર સમયે લોકને પૂરે છે તેમ ભાષા પણ તે રીતે લોકને પૂરશે શું દોષ છે? ઉત્તર-૩૮૦ – આ સમુદ્ધાતમાં જીવપ્રદેશો સ્વરૂપથી જે લોકને પૂરે છે ત્યાં કોઈનો પરાઘાત નથી. તેથી બીજા સમયે મંથન થતો નથી પણ કપાટ જ થાય છે અને બીજું આ ભાગ-૧/૧૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ કેવલી સમુદ્દાત છે એ જીવસંબંધી વ્યાપાર છે તેથી લોકવ્યાપ્તિને અપેક્ષીને એ ચાર સમયવાળો થાય છે. ૧૭૮ પ્રશ્ન-૩૮૧ જો તે જીવયોગ છે તો પણ તે ચાર સમયવાળો કઈ રીતે ? - ઉત્તર-૩૮૧ – તે જીવવ્યાપાર લક્ષણ કેવલીસમુદ્દાતમાં બીજા સમયે મંથનના અભાવમાં હેતુ થાય છે. પ્રશ્ન-૩૮૨ – કયો હેતુ થાય ? ઉત્તર-૩૮૨ – ત્યાં એમ કહી શકાય કે કેવલજ્ઞાનરૂપ ઇચ્છાવશ ગુણ-દોષ વિચારીને કેવલી બીજા સમયે મંથન કરતો નથી. તે ભવોપગ્રાહીકર્મવશ કે સ્વભાવથી જ ત્યારે તે કરતો નથી. તેથી બીજા સમયે કપાટ જ કરે છે, ત્રીજા સમયે મંથન, ચોથામાં અંતરાલપૂરણ એ રીતે જૈન સમુાતમાં ચાર સમયપણું ઘટે છે. પ્રશ્ન-૩૮૩ - ભાષાપુદ્ગલો તો અનુશ્રેણીગમન કરે છે. પરાઘાતસ્વભાવ લોકવ્યાપ્તિમાં હેતુ છે અને ત્યાં પ્રથમ સમયે ઉપર-નીચે દંડ કરતે છતે બીજા સમયે ચારે દિશાઓમાં અનુશ્રેણીમગન સંભવે જ છે, તો તે મંથન કેમ ન બનાવે ? ઉત્તર-૩૮૩ – ઉર્ધ્વ-અધોગતદંડથી દ્રવ્યોનો પારાઘાત સિદ્ધ જ છે, સ્વભાવથી તો તે સર્વત્ર સુલભ જ છે, એટલે બીજા સમયે મંથાનભાવ અશક્ય પ્રતિષેધ જ છે, તેથી ત્રીજા સમયે અંત૨૨ાલ પૂરવાથી સમસ્તલોકની પરિપૂર્તિથી અહીં ત્રિસમયતા જ છે નહિ કે ચતુઃસમયતા. પ્રશ્ન-૩૮૪ જો એમ હોય તો અચિત્તમહાધમાં જીવયોગ્યત્વાભાવે પણ બીજા સમયે કપાટમાત્રનો જ સદ્ભાવ હોવા છતાં પ્રજ્ઞાપનાદિમાં ચતુઃસમયતા શા માટે કહી છે ? - ઉત્તર-૩૮૪ – અચિત્ત મહાકંધ પણ ફક્ત વિશ્રસાપરિણામથી થાય છે, જીવપ્રયોગથી થતો નથી વિશ્રસા પરિણામ વિચિત્ર હોવાથી પર્યનુયોગને યોગ્ય છે, બીજું ત્યાં પરાઘાત છે-વિવિધ દ્રવ્યોના આત્મ પરિણામને એ ઉત્પન્ન કરે છે. પરંતુ તે નિજપુદગ્લોથી જ લોકને પૂરે છે તેથી એ ચાર સમયનો છે. પ્રશ્ન-૩૮૫ – જો ત્યાં પણ પરાઘાત હોય તે તે પણ ત્રિઃસમયક થાય ને ? ઉત્તર-૩૮૫ – એમ નથી, તે સિદ્ધાંતમાં ચાર સમયનો કહ્યો છે તેથી ત્યાં પરાઘાત નથી અહીં છે એથી વિસમતા છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૭૯ પ્રશ્ન-૩૮૬ – કેટલાક કહે છે-પ્રથમ સમયે ઉપરની દિશામાં દંડ બનાવે છે, બીજા સમયે ત્યાં મંથન, ફરી નીચેની દિશામાં દંડ, ત્રીજા સમયે ઉપર અંતરાલપૂરણ અને નીચે મંથન, ચોથા સમયે તો ત્યાં પણ અંતરાલપૂરણથી આખો લોક ભાષાદ્રવ્યોથી પૂરે છે. ઉત્તર-૩૮૬ – એ પણ આગમ ક્ષમ નથી, આગમમાં ક્યાંય પણ એવું સાંભળ્યું નથી અને યુક્તિમપણ નથી. પ્રશ્ન-૩૮૭ – અહીં કઈ યુક્તિ છે? ઉત્તર-૩૮૭ – અનુશ્રેણીગમન સ્વભાવવાળા પુદ્ગલોનું એક દિશાથી ગમન થાય છે, અન્ય દિશાથી થતું નથી. પ્રશ્ન-૩૮૮ – અમે વક્તાના મુખ-તાલ આદિ પ્રયત્ન પ્રેરણા ને અહીં યુક્તિમાનશું તો? ઉત્તર-૩૮૮ – એમ ન થાય કારણ કે વક્તા ક્યારેક વિશ્રેણી અભિમુખ રહેલો તદભિમુખ રહેલા ભાષાપુગલોને પ્રેરે તેથી વિદિશામાં પણ તેમનો ગમનપ્રસંગ થાય, બીજું કે એમ થવાથી પટણાદિ શબ્દપુદ્ગલોનો ચતુ સમયનો નિયમ જ ન થાય. કારણ તેમાં વક્તાના પ્રયત્નનો અભાવ છે. તેથી યુક્તિથી આગમવિરુદ્ધ હોવાથી એ ઉપેક્ષણીય જ છે. તત્ત્વથી અને ભેદથી સપ્રસંગ મતિનું નિરૂપણ થયું - પર્યાયથી નિરૂપણ - ઈહા – સત એવા અન્વય-વ્યવતિરેકી અર્થોની પર્યાલોચના-વિચારણા-ઈહનમ્ અપોહ – નિશ્ચય-અપોહનમ્ વિમર્શ – વિમર્શન-અપાય પહેલાં અને ઈહા પછી પ્રાય: ઈશ: ડૂચનાવિયઃ પુરુષ રૂદ પટને, એવો નિર્ણય. માર્ગણા – અન્વયધર્મની અન્વેષણા ગવેષણા – વ્યતિરેક ધર્મની વિચારણા.. સંજ્ઞા – અવગ્રહ પછી થનારી વિશેષમતિ. સ્મૃતિ – સ્મરણ પૂર્વે અનુભવેલા અર્થોનું આલંબન પ્રત્યય. મતિ – મનન, ક્યારેક અર્થ પરિછિત્તમાં પણ સૂક્ષ્મધર્મ આલોચનારૂપ બુદ્ધિ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રજ્ઞા – વિશિષ્ટ ક્ષયોપશમજન્યા ઘણી વસ્તુમાં રહેલ યથાવસ્થિત ધર્મ આલોચનારૂપ મંતિ. આ બધા મતિજ્ઞાનના જ પર્યાયો છે એમાનાં કેટલાક વચનપર્યાયો-કેટલાક અર્થ પર્યાયો છે. જે શબ્દો સર્વવસ્તુનું સંપૂર્ણ પ્રતિપાદન કરે છે તે વચનરૂપ વસ્તુના પર્યાયો વચનપર્યાયો કહેવાય છે જે તેના એકદેશને કહે છે તે અર્થ-એકદેશ પ્રતિપાદક પર્યાયો અર્થપર્યાયો કહેવાય છે. મતિ-પ્રજ્ઞા-આભિનિબોધક-બુદ્ધિ વગેરે ચાર શબ્દો વચન પર્યાયો છે. અવગ્રહ-ઇટાદિ સંજ્ઞાવિશેષ છે તે બધા અર્થપર્યાયો છે. અથવા સર્વવસ્તુના અભિલાપવાચક શબ્દો વચનરૂપ પ્રાપ્ત થયેલા વચનપર્યાયો અને જે તેમનાં જ અભિધેય અર્થના આત્મભૂત ભેદો જેમકે સોનાના કટક-કેયૂરાદિ તે બધા અર્થપર્યાયો છે. પ્રશ્ન-૩૮૯ – સર્વ અભિનિબોધિક જ્ઞાન અવગ્રહ-ઇહાદિવચનથી એકદેશ સંગ્રહ કરાય નહિ તો અવગ્રહાદિ સર્વ શબ્દો એકરૂપ થઈ જાય છે, એકાભિધેય હોવાથી, બહુપુરુષોચ્ચારિત ઘટાદિ એકશબ્દવતું? ઉત્તર-૩૮૯ – અવગ્રહશબ્દ અવગ્રહરૂપ અર્થથી સર્વ આભિનિબોધિકને સંગ્રહે છે. ઈહા શબ્દચેષ્ટાલક્ષણથી, અપાય-અવગમનલક્ષણથી અને ધારણા-ધરણાલક્ષણથી ગ્રહણ કરે છે. તેથી આ અવગ્રહાદિલક્ષણ અર્થવિશેષમાત્રને અપેક્ષીને અવગ્રહાદિ શબ્દો ભિન્ન છે. વાસ્તવિક તો બધું આભિનિબોધિક જ્ઞાન જ કહેવાય છે. પ્રશ્ન-૩૯૦ – જો સર્વ આભિનિબોધિક જ્ઞાનને અવગ્રહાદિવચનથી ગ્રહણ કરાય તો તેના અવગ્રહ-ઇહા-અપાય-ધારણા સર્વ ભેદોનું સંકર થઈ જાય છે. કહેવાનારી યુક્તિથીવ્યુત્પત્તિથી એ બધા પ્રત્યેક અવગ્રહાદિ રૂપ હોવાથી? ઉત્તર-૩૯૦– જો કે અર્થાવગ્રહણ-ઇન-અપાયન-ધારણામાત્ર સામાન્ય પ્રત્યેક સર્વમાં પણ હોવાથી એકેક પણ અવગ્રહાદિઓ અવગ્રહાદિ શબ્દથી કહેવાય છે તો પણ અર્થવિશેષાશ્રયીને તે ભિન્ન જ છે. જેમકે યથાભૂત અવગ્રહમાં સામાન્ય માત્ર અર્થનું અવગ્રહણ છે તેવું ઈહામાં નથી પરંતુ વિશિષ્ટ છે. અપાય અને ધારણામાં વિશિષ્ટતર અને વિશિષ્ટતમ છે. ઈહામાં જેવા પ્રકારની મતિચેષ્ટા છે તેવી અન્યત્ર નથી પણ વિશિષ્ટ-વિશિષ્ટતર અપાય-ધારણામાં છે અને અવિશિષ્ટતર અવગ્રહમાં છે. અર્થાવગમન પણ અપાયથી વિશિષ્ટ ધારણામાં છે. ઇહા-અવગ્રહમાં અવિશિષ્ટ-અવિશિષ્ટતર છે. અર્થધારણ પણ અવગ્રહ Page #200 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૮૧ ઇહા-અપાયથી સર્વપ્રકૃષ્ટ ધારણામાં છે. આ રીતે અવગ્રહણાદિમાત્ર સર્વનું સામાન્ય છતાં અર્થવિશેષ ગ્રાહ્યને આશ્રયીને અવગ્રહાદિ ભિન્ન જ છે. તે એમનો અર્થવિશેષ ગ્રાહ્ય પહેલા વિસ્તારથી બતાવેલો જ છે. આ વ્યાખ્યા વૃદ્ધસંમત જણાય છે. યુક્તિથી તો પૂર્વની વ્યાખ્યા પણ ઘટે છે. પ્રશ્ન-૩૯૧ - અવગ્રહાદિ વચનથી સર્વ આભિનિબોધિક જ્ઞાન કઈ રીતે ગ્રહણ કરાય ? ઉત્તર-૩૯૧ - અવગ્રહણ અવગ્રહ એવી વ્યુત્પત્તિને આશ્રયીને સર્વ આભિનિબોધિક જ્ઞાન અવગ્રહ થાય છે, જેમ અવગ્રહ કોઈક અર્થને ગ્રહણ કરે છે, તેમ છતાં પણ કોઈક અર્થને ગ્રહણ કરે છે. એમ અપાય અને ધારણા પણ કોઈક અર્થને ગ્રહણ કરે છે આ રીતે સર્વ આભિનિબોધિક જ્ઞાન સામાન્યથી અવગ્રહ. દ વેષ્ટાયાં, રૂદન હા એ વ્યુત્પત્તિથી ઈહા પણ મતિની ચેષ્ટા છે. તેથી સર્વ આભિનિબોધિક અવિશિષ્ટ મતિવ્યાપાર ઈહા છે, અવગ્રહઅપાય-ધારણા પણ સામાન્યથી મતિચેષ્ટારૂપ છે. અવગમન-અપાય એ વ્યુત્પત્તિથી સર્વ આભિનિબોધિક અર્થનો અપાય, અવગ્રહ-હા-ધારણામાં પણ સામાન્યથી અર્થાવગમન હોવાથી તથા ધરણ ધારણા આ વ્યુત્પત્તિથી તે સર્વ આભિનિબોધિક અર્થઘરણરૂપ હોવાથી ધારણા અવગ્રહાદિ ત્રણેમાં પણ અવિશિષ્ટ અર્થ ધરણ વિદ્યમાન છે. અને અવગ્રહાદિની સંકરપ્રાપ્તિ પહેલાં વસ્ત્રમત્ય ગા.૩૯૯ થી પરિહાર કરેલી જ છે. આભિનિબોધિકજ્ઞાન-મતિજ્ઞાનનું વિષચનિરૂપણ-૪ પ્રકારે પ્રશ્ન-૩૯૨ – પહેલાં અવગ્રહાદિ ભેદથી એનું ભેદકથન કરેલું જ છે અહીં ફરીથી ભેદ ઉપન્યાસ શા માટે ? ઉત્તર-૩૯૨ – સાચી વાત છે. અહીં જોય જ દ્રવ્યાદિ ભેદથી ૪ પ્રકારે છે. જ્ઞાનનો તો તેનાભેદથી જ અહીં ભેદ કહેવાય છે. સૂત્રમાં તે રીતે જ કહેલું છે નંતિસૂત્ર-“તં સમસમો चउब्विहं पण्णत्तं, तं जहा दव्वओ, खेत्तओ, कालओ, भावओ । तथ्य दव्वओ णं आभिणिबोहियनाणी आदेसेण सव्वदव्वाइं जाणइ न पासइ ।" પ્રશ્ન-૩૯૩ - શેયભેદથી પણ તે ૪ પ્રકારનું કઈ રીતે? ઉત્તર-૩૯૩ – કારણ કે તે આભિનિબોધિક જ્ઞાનથી દ્રવ્યાદિ સર્વ જાણે છે. ચાર પ્રકારે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવભેદથી તે આભિનિબોધિક જ્ઞાનમાં ઉપયુક્ત થયેલો આદેશથી જાણે છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આદેશની વ્યાખ્યા (૧) પ્રશ્ન-૩૯૪ ઉત્તર-૩૯૪ – જ્ઞાતવ્યવસ્તુનો પ્રકાર એટલે આદેશ. તે ૨ પ્રકારનો છે - સામાન્ય અને વિશેષ, ત્યાં ઓઘાદેશથી સામાન્ય પ્રકારે દ્રવ્યત્વસામાન્યથી સર્વ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને જાણે છે-‘અસંખ્યપ્રદેશાત્મક, લોકવ્યાપક, અમૂર્ત, જીવ-પુદ્ગલોની ગતિનો ઉપદંભ હેતુ ધર્માસ્તિકાય' આદિરૂપથી કેટલાક પર્યાય વિશિષ્ટ છએ દ્રવ્યો સામાન્યથી મતિજ્ઞાની જાણે છે. કેવલીદૃષ્ટ સર્વપર્યાયોથી વિશિષ્ટદ્રવ્યોને એ જાણતો નથી. કારણકે સર્વપર્યાયો તો કેવલજ્ઞાનગમ્ય જ છે. - પ્રશ્ન-૩૯૫ આ આદેશ શું છે ? ક્ષેત્રને પણ-લોકાલોક સ્વરૂપ સામાન્ય દેશથી કેટલાક વિશિષ્ટ પર્યાયો સર્વ જાણે છે નહિ કે વિશેષાદેશથી સર્વપર્યાયોથી વિશિષ્ટ જાણે છે. એમ, કાળપણ સર્વ અદ્ધારૂપ અતીતઅનાગત-વર્તમાન ભેદથી ત્રણ પ્રકારનો છે. ભાવથી તો સર્વભાવોના અનંત ભાગને જાણે છે. અથવા ઔયિકાદિ પાંચ ભાવોને સામાન્યથી જાણે છે અધિક નથી જાણતો. કેમકે એટલું જ શેય છે. અહીં ક્ષેત્ર-કાળ સામાન્યથી દ્રવ્યાન્તર્ગત જ છે ફક્ત ભેદથી રૂઢ હોઈ અલગ કર્યા છે. રીતે થાય ? શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૨) આદેશા-સૂત્ર કહેવાય છે તેનાથી સૂત્રોપલબ્ધ અર્થોમાં તે મતિજ્ઞાનીનું સર્વદ્રવ્યાદિ વિષય મતિજ્ઞાન પ્રસરે છે. - • પણ, શ્રુતોપલબ્ધ અર્થોમાં જે જ્ઞાન છે તે શ્રુત જ થાય ને મતિજ્ઞાન કઈ - ઉત્તર-૩૯૫ તેની ભાવનાથી શ્વેતોપયોગ સિવાય તેની વાસનામાત્રથી જ જે દ્રવ્યાદિમાં પ્રવૃત્ત થાય છે તે સૂત્રાદેશથી મતિજ્ઞાન છે. આ વાત પહેલાં પણ પુi સુરિજમ્નિયં ગા.૧૬૯ માં કહેલું જ છે. (૧) સત્પદપ્રરૂપણાદિ ૯ અનુયોગદ્વારથી વિચારણા. પ્રશ્ન-૩૯૬ – સત્પદપ્રરૂપણતા શું છે ? ઉત્તર-૩૯૬ – ગતિઆદિ દ્વારોમાં સત્ત્વન ચિંત્યમાન હોવાથી પદ સત્ કહેવાય છે. વિદ્યમાન પદની જે કહેવાનારા ગતિઆદિ દ્વારોમાં પ્રરૂપણા તે સત્પદપ્રરૂપણતા અથવા જીવનું જે સજ્ઞાન-દર્શનાદિક તે કારણથી અથવા તે અધિકરણમાં જેનાથી પદ્યતે-વિચારાય Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ગુજરાતી પ્રશ્નોત્તર છે તેનાથી સતઃ પદાનિ સત્પદો તે ગતિઆદિ દ્વારોથી કહેવાય છે. તેમનાથી અથવા તેમનામાં મતિઆદિની પ્રરૂપણતા તે સત્પદપ્રરૂપણતા. આ ગતિ આદિદ્વારોમાં મતિજ્ઞાનના પૂર્વ પ્રતિપન્ન, પ્રતિપદ્યમાનક, તદુભય અને ઉભયાભાવ એમ, ચારની વિચારણા કરાય છે. (૧) ઉભયાભાવઃ તેમાં જે સ્થાનોમાં મતિજ્ઞાનીઓ પ્રતિપદ્યમાન કે પૂર્વપ્રતિપન્ન નથી પરંતુ ઉભયાભાવ છે તેમને બતાવે છે. આખો એકેન્દ્રિયભેદ મતિજ્ઞાનશૂન્ય છે. ત્યાં મતિજ્ઞાનના પ્રતિપદ્યમાન કે પૂર્વપ્રતિપન્ન સંભવ નથી. ૩મયમાવો વિપણું સમ્મત્તલદ્વીપ એ વચનથી. ઇન્દ્રિય દ્વારે-એકેન્દ્રિય, કાયદ્વારે-પૃથ્વી-અરૂ-તેજ-વાયુ-વનસ્પતિ, સૂક્ષ્મદ્વારે-સૂમ તથા સમ્યગ્ર-મિથ્યાષ્ટિ પણ મતિજ્ઞાન શૂન્ય છે. સમા-fમદિઠ્ઠી બંત ! લિંક નાળી, મન્નાળી ? ગોયમા ! ને નાળી, મન્નાણી એ વચનથી. અને કોઈપણ દ્વારમાં સર્વજ્ઞ હોય તે પણ મતિજ્ઞાન શૂન્ય જ છે. જેમકે-ગતિદ્વારમાં સિદ્ધિગતિમાં સિદ્ધ, ઇન્દ્રિયદ્વાર-અતીન્દ્રિય, કાય-અકાય, યોગ-અયોગ, વેશ્યા-અલેશ્ય, જ્ઞાન-કેવલજ્ઞાની, દર્શનદ્વાર-કેવલદર્શની, સંયમ-પરીત્ત-પર્યાપ્ત-સૂક્ષ્મસંસી અને ભવ્યદ્વારોમાં યથાસંખ્ય-નો સંયત-નોપરીત્ત-નો પર્યાપ્ત, નોસૂક્ષ્મ, નોસંજ્ઞિ, નોભવ્ય, આ બધાય સર્વજ્ઞ હોવાથી મતિજ્ઞાનશૂન્ય છે. મતિજ્ઞાનમાત્ર છદ્મસ્થને જ સંભવે છે. તથા પરીત્ત-ભવ્યચરમદ્વારમાં અપરીત્ત-અભવ્ય-અચરમો પણ મિથ્યાદષ્ટિ હોવાથી મતિજ્ઞાન શુન્ય છે. (૨) પૂર્વપ્રતિપન્ન-પ્રતિપધમાન વિક્લેન્દ્રિયો, ભાવલેશ્યાને અંગીકાર કરી અવિશુદ્ધલેશ્યા કૃષ્ણ-નીલ-કાપોતવાળા મનઃ પર્યાયજ્ઞાનીઓ, અણાહારીઓ, અસંજ્ઞિ અનાકાર ઉપયોગવાળા, આ બધા જો હોય તો મતિજ્ઞાનના પૂર્વપ્રતિપન્ન જ હોય પ્રતિપદ્યમાનક ન હોય. તે આ રીતે-ઇન્દ્રિયદ્વાર-કેટલાક વિક્લેન્દ્રિય જે સાસ્વાદન સમ્યક્તસાથે પૂર્વભવથી આવે છે તેમનું પૂર્વપ્રતિપત્તિ મતિજ્ઞાન હોય એવું કદાચ માનીએ એના પ્રતિપદ્યમાન તો સર્વ વિક્લેન્દ્રિયો ન જ હોય કેમકે તેમાં તેવી વિશુદ્ધિ હોતી નથી. લેચ્છા-અવિશુદ્ધલેશ્યા પણ કેટલાક પૂર્વપ્રતિપન્ન હોય પણ પ્રતિપદ્યમાન ન હોય કેમકે તેની પ્રતિપત્તિ વિશુદ્ધલેશ્યાવાળાને જ છે. જ્ઞાનદ્વાર-સર્વે મન:પર્યયજ્ઞાની પૂર્વપ્રતિપન્ન હોય જ પ્રતિપદ્યમાન ન હોય, સમ્યક્તસહચરિત પ્રાપ્ત થયેલા મતિજ્ઞાન પછી અપ્રમત્ત સંયતાવસ્થામાં જ મનપર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. સમ્યક્તસહચરિત ચારિત્રના લાભમાં તો મતિ સહચરિત મન:પર્યય ઉત્પન્ન જ ન થાય. એટલે, અન્યથા Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ અવધિજ્ઞાનીની જેમ મનઃપર્યાયજ્ઞાની પણ નિશ્ચયનય મતે પ્રતિપદ્યમાનક થાય. આહારકદ્વારઅનાહારી કેટલાક દેવાદિ પૂર્વભવથી ગ્રહણ કરેલ સમ્યક્ત્વ મનુષ્યાદિમાં ઉત્પન્ન થતા મતિના પૂર્વપ્રતિપન્ન હોય છે પ્રતિપદ્યમાન ન હોય. કારણ કે તેમાં તેવી વિશુદ્ધિનો અભાવ હોય છે. સંજ્ઞાદ્વાર-અસંશી વિકલેન્દ્રિયની જેમ વિચરવા. ઉપયોગદ્વાર-અનાકારોપયોગવાળા કેટલાક પૂર્વપ્રતિપન્ન હોય છે, પ્રતિપદ્યમાન ન હોય મતિજ્ઞાન લબ્ધિ હોવાથી અને તેની ઉત્પત્તિનો અનાકાર ઉપયોગમાં પ્રતિષેધ છે. બીજા વધેલા – ગતિદ્વાર-નરકાદિ, ઇન્દ્રિયદ્વારપંચેન્દ્રિય, કાયદ્વા૨-ત્રસકાય આ બધા જાતિને અપેક્ષીને નિયમા પૂર્વ પ્રતિપન્ન છે પ્રતિપદ્યમાનની ભજના ક્યારેક હોય ક્યારેક ન હોય. ૧૮૪ અતિવ્યાપ્તિના નિષેધ માટે-કષાયદ્વાર-અકષાયા, વેદદ્વાર-અવેદકા ભજનાથી પૂર્વપ્રતિપન્ન જ હોય છે. છદ્મસ્થો મતિના પૂર્વપ્રતિપક્ષ હોય છે કેવલી નહિ. આ બધા પ્રતિપદ્યમાનક તો ન જ હોય કારણ કે, પૂર્વપ્રતિપન્ન મતિજ્ઞાનવાળાને જ ક્ષયોપશમશ્રેણી છે. આ રીતે ગતિઆદિ દ્વારોમાં સંક્ષેપથી મતિજ્ઞાનની સત્પદપ્રરૂપણા કરી હવે, શિષ્યના અનુગ્રહ માટે કાંઈક વિસ્તારથી કરાય છે. ગતિદ્વાર :- નારક-તિર્યંચ-મનુષ્ય-દેવ ચારેગતિમાં મતિજ્ઞાનના પૂર્વપ્રતિપત્ર નિયમા છે, પ્રતિપદ્યમાનમાં ભજના છે-વિવક્ષિત કાળે ક્યારેક હોય ક્યારેક ન હોય. મતિપ્રતિપત્તિ પ્રથમ સમયે પ્રતિપઘમાનક કહેવાય, બીજાદિ સમયોમાં પૂર્વપ્રતિપન્ન એટલો એ બંનેમાં વિશેષ છે. ઇન્દ્રિયદ્વાર સૈદ્ધાંતિક મતે એકેન્દ્રિયમાં ઉભયાભાવ છે તથા કાર્યગ્રન્થિક મતેલબ્ધિપર્યાપ્ત બાદરપૃથ્વી અપ્-વનસ્પતિ કરણ અપ્રાપ્ત પૂર્વપ્રતિપન્ન માનતા નથી. સાસ્વાદનની તેમાં ઉત્પત્તિ હોવાથી વિક્લેન્દ્રિય તો ઉભયમતે કરણાપર્યામા પૂર્વભવાયાત સાસ્વાદનને જ માનીએ તો પૂર્વપ્રતિપત્ર મળે, પ્રતિપદ્યમાન ન હોય. પંચેન્દ્રિયો તો સામાન્યથી પૂર્વપ્રતિપક્ષ નિયમા છે પ્રતિપદ્યમાનકો ભજનાથી જાણવા. કાયદ્વાર પૃથ્વીઆદિ ભેદથી ૬ પ્રકારે, પ્રથમ પાંચમા ઉભયાભાવ, ત્રસકાયપંચેન્દ્રિય જેમ જાણવું. યોગદ્વાર – મન-વચન-કાય ત્રણ પ્રકારે, ત્રણે પ્રકારવાળા પંચેન્દ્રિયની જેમ, વાગ્લાય, વિક્લેન્દ્રિયની જેમ કૈવલકાય-એકેન્દ્રિયની જેમ. વેદદ્વાર - સ્ત્રી-પુરુષ-નવું ત્રણ પ્રકારે, ત્રણેવાળા પંચેન્દ્રિયની જેમ. - - Page #204 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૮૫ કષાયદ્વાર :- અનંતાનુબંધી ૪ માંસસ્વાદન અંગીકાર કરી પૂર્વપ્રતિપન્ન હોય પ્રતિપાદ્યમાનક ન હોય શેષ ૧૨ માં પંચેન્દ્રિયની જેમ સમજવું. લેશ્યાવાર - ભાવલેશ્યાશ્રયીને કૃષ્ણાદિ ત્રણ અપ્રસસ્ત વેશ્યાઓમાં પૂર્વ પ્રતિપન્ન સંભવે અન્યમાં ન સંભવે પ્રશસ્ત ત્રણ તેજ, પદ્મ, શુક્લ લેગ્યામાં પંચેન્દ્રિય જેમ જાણવું. સમ્યક્તાર :- (૧) વ્યવહારનય :- મિથ્યાષ્ટિ અજ્ઞાની સમ્યક્ત-જ્ઞાનનો પ્રતિપદ્યમાન હોય સમ્યક્ત-જ્ઞાનસહિત હોય એ પ્રતિપદ્યમાન ન હોય, (૨) નિશ્ચયનય - સમ્યદષ્ટિ અને જ્ઞાની સમ્યક્ત-જ્ઞાન પ્રતિપદ્યમાન, મિથ્યાષ્ટિ કે અજ્ઞાની ન હોય. વ્યવહારવાદી નિશ્ચયનું દુષણ બતાવે છે. પ્રશ્ન-૩૯૭– વ્યવહારનય - સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની સમ્યત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરે છે એવું જો તમે માનો છો તો થયેલું એવું સમ્યક્ત અને જ્ઞાન પણ એ ફરીથી પ્રાપ્ત કરે છે. એવું સામર્થ્યથી જણાય. પણ થયેલું ફરી થતું નથી કેમકે ભાવથી તે વિદ્યમાન છે પૂર્વે બનેલી ઘટ ફરીથી કરાતો નથી તેમ સમ્યગ્દર્શન અને જ્ઞાન પણ સમ્યગ્દષ્ટિને હોવાથી ફરી નથી થતા. આ વ્યવહારનયનો મત છે તે અસત્કાર્યવાદિ છે અને પ્રમાણ કરે છે. ય વિમા તન્ન વેવિ ક્ષિયે યથા પૂર્વનિષ્પન્ન થટ: સમ્યગ્દષ્ટિને સમ્યક્ત અને જ્ઞાન વિદ્યમાન હોવાથી તેનું કરણ સંગત નથી. હવે જો કરેલું પણ કરાય તો નિત્ય પણ કરે, એમતો ક્રિયાનો અંત જ નહિ આવે. એટલે ક્યારેય કાર્યની સમાપ્તિ નહિ થાય. એટલે પ્રસ્તુત મતિની પણ પ્રતિપત્તિની અનવસ્થા થશે. એમાં બીજા પણ કેટલાક દોષો આવે છે. (૧) ઘટાદિ કાર્ય ઉત્પાદ્ય થતાં ચક્રભ્રમણાદિ ક્રિયા નિષ્ફળ થાય, કેમકે તે કાર્યની પૂર્વમા જ છે (૨) સત્કાર્યવાદિને પ્રત્યક્ષ વિરોધ છે. કારણ કે પૂર્વે માટીનાપિંડની અવસ્થામાં અવિદ્યમાન અને પછી કુંભારાદિ વ્યાપાર થતા ઘટાદિ કાર્ય થતું જણાય છે. એટલે ઉત્પન્ન થાય છે એવું કઈ રીતે કહેવાય છે જે સમયમાં શરૂ થાય છે તેમાં જ બને છે એટલે તે નિષ્પન્ન જ બનાવાય છે કારણ કે ક્રિયાકાળ-નિષ્ઠાકાળ અભેદ છે? ઉત્તર-૩૯૭ – એમ નથી, કારણ કે ઉત્પન્ન થતા ઘટાદિનો ક્રિયાકાળ દીર્ઘઅસંખ્યસમયનો લાગતો દેખાય છે. તેથી જે સમયે ઘટાદિ શરૂકરાય છે તે જ સમયે બનતા નથી. માટીલાવવી તેનો પિંડ બનાવવો-ચક્ર આરોપણ-શિવકાદિ બનાવવું વગેરે લાંબા સમયે જ તેની ઉત્પત્તિ થાય છે. પ્રશ્ન-૩૯૮ – દીર્ઘક્રિયાકાળ ભલે થાય પણ કાર્ય તો આરંભ સમયે પણ ઉપલબ્ધ થાય છે ને ? Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૩૯૮ – જો ક્રિયાના પ્રથમ સમયે જ કાર્ય થાય તો ત્યાં જ ઉપલબ્ધ થાય પણ આરંભ સમયે જ તે દેખાતું નથી કે શિવકાદિ કાળમાં ય દેખાતું નથી. પ્રશ્ન-૩૯૯ – તો ક્યાં દેખાય છે? ઉત્તર-૩૯૯- તે ઘટાદિ કાર્ય દીક્રિયાકાળના અંતે દેખાય છે. તેથી ક્રિયાકાળ સુધી જ તે સત્ ઘટે છે તેના પહેલાં નહિ તેમાં તે ઉપલભ્યમાન નથી. એટલે ગુરુપાસે સિદ્ધાંતશ્રવણચિંતન ઈહનાદિકાળે મતિજ્ઞાન ઘટતું નથી. પણ, શ્રવણાદિ ક્રિયાકાળના અંતે જ ઘટે છે. એટલે ક્રિયાકાળે કાર્ય નથી પણ નિષ્ઠાકાળે જ છે. તેથી પ્રતિપદ્યમાન કાર્ય પ્રતિપન્ન નથી. ક્રિયાકાળે જ તે પ્રતિપદ્યમાન હોવાથી અને નિષ્ઠાકાળે જ પ્રતિપન્ન હોવાથી અને તે બંનેનો અત્યંત ભેદ હોવાથી, તેથી મિથ્યાષ્ટિ અને અજ્ઞાની સમ્યત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરે છે સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની નહિ... રૂતિ વ્યવહારનય: // નિશ્ચયનય :- નાત નાતે તપવત્ એવું અસત્કાર્યવાદી તમે કહો છો તેમ સત્કાર્યવાદી અમે કહીએ છીએ નાનાd ગાયતે, ગમાવત્વાત, વિપુષ્પવ, વિપર્યયમાં બાધ કહે છે જો સનાત પણ થાય તો ખરવિષાણ પણ થાય, અભાવાવિશેષથી. તમે નિત્યકરણાદિ જે અમને દોષો આપ્યા છે તે કાર્ય ન હોતે છતે અસત્કાર્યવાદિને પણ સમાન છે. જેમકે-જો અસત કરી શકાય તો નિત્ય જ કરો, અસત્તાવિશેષાતુ, એમ એકેય કાર્યની નિષ્પત્તિ ઘટે નહિ, ખરવિષાણકલ્પ અસત્ કાર્ય ઉત્પન્ન થવામાં ક્રિયાની નિષ્ફળતા જ છે. પ્રશ્ન-૪૦૦ – શું અસત્ કાર્યમાં આ દોષો સમાન છે? ઉત્તર-૪૦૦ – ના, કષ્ટતર અથવા દુષ્પરિહારતર છે. કારણ કે સત્ એવા કાર્યનું કોઈપણ પર્યાય વિશેષથી કરણ સંભવતાં છતાં લોકમાં પણ સત્ આકાશાદીના પર્યાયવિશેષને ધારણ કરવાની અપેક્ષાએ જ વિદ્યમાન એવા આકાશાદિનું કરણ પ્રસિદ્ધ છે. ત્યાં કહેનારા મળે છે જેમકે - આકાશ કર, પુઠકર, પગકર વગેરે માટે જ કરવાનું કહેવાય છે. ખરવિષાણકલ્પ અસત્ કાર્યમાં તો કોઈપણ રીતે કરણ સંભવતું નથી. તેથી આ દોષો ત્યાં કષ્ટતર છે. અને જે કહ્યું પૂર્વે નહિ થયેલું થતું જણાય છે ત્યાં ઉત્પત્તિની પૂર્વમાં જે સર્વથા અવિદ્યમાન છે તે કાર્ય ઉત્પન્ન થાય છે. એવું તમે માનો તો પૂર્વે ન થયેલું એવું ગધેડાનું શિંગડુ પણ તેને કેમ દેખાતું નથી ? કેમકે પૂર્વમાં અવિદ્યમાનપણું તો ખરવિષાણ અને ઘટ બંનેમાં સમાન છે. સમયે સમયે ઉત્પન્ન થતાં પરસ્પર વિલક્ષણ અસંખ્ય કાર્યો મૃત્મનન-સંહરણ-પિટકગધેડાની પીઠ પર ચડાવવી-ઉતારવી, પાણી નાંખવું, પરિમર્દન-પિંડવિધાન-ભ્રમણ-ચક્રરોપણ Page #206 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૮૭ શિવક-સ્થાસ-કોશ-કુશૂલ આદિ કાર્યોનો જો દીર્ધ ક્રિયાકાળ દેખાય છે તો અહીં ઘટનું શું આવ્યું ? પ્રતિસમય ભિન્ન ક્રિયા જ છે અને મૃત્પિડ શિવકાદિ કાર્યો ભિન્ન જ છે, ઘટ તો ચરમ એક ક્રિયાક્ષણમાત્ર ભાવિ જ છે તેથી પ્રતિસમય ભિન્ન એવા અનેક કાર્યોનો જો દીર્ઘ ક્રિયાકાળ હોય તો ચરમૈકક્રિયાક્ષણ માત્ર ભાવિ ઘટમાં દીર્ઘક્રિયાકાળની પ્રેરણા પરની અજ્ઞાત જ છે એમ સૂચવે છે. નામે વય વીસ ગા.૪૧૭ અહીં તમારો આ અભિપ્રાય છે કે માટી-ચક્ર-ચીવરકુંભારાદિ સામગ્રીથી પ્રથમ પ્રવૃત્તિ સમયે પણ ઘટ કેમ દેખાતો નથી? અને દેખાતો નથી માટે વિદ્યમાન નથી, પછી ત્યાં પાછળથી ઉત્પન્ન થાય છે. તે બરાબર નથી, કારણ કે પ્રથમ સમયે ઘટ પ્રારંભ થયો નથી પણ, ચક્ર ઉપર માટીના પિંડનું આરોપણ વગેરે જ શરૂ થયા છે અન્યના આરંભે અન્ય કઈ રીતે દેખાય? જેમકે પટના આરંભે ઘટ અને શિવકાદિ કાળે ઘટ દેખાતો નથી એવું જે કહ્યું તે બરાબર જ છે. કારણ કે શિવકાદિ ઘટ નથી. એટલે જ એ શિવકાદિ કાળ છે ત્યારે ઘટ કઈ રીતે દેખાય ? અન્યારંભે અન્યદર્શન ન થાય અને છેલ્લી ક્રિયાક્ષણે આરંભ થયેલો ઘટ જો તેમાં જ દેખાય છે તો શું દોષ છે ? પ્રશ્ન-૪૦૧ – તો પછી જે કારણથી અંત સમયે જ ઉપલબ્ધ થાય છે અન્યત્ર થતો નથી તેથી એ પૂર્વકાળમાં જ કરાય છે એવું કેમ કહો છો? ઉત્તર-૪૦૧ - કારણ કે તે પૂર્વ-પ્રમાદિક્રિયાક્ષણોમાં શરૂ થતો નથી અને દેખાતો નથી, અન્યક્રિયાક્ષણે તો પ્રારંભ છે અને દેખાય છે. અને તે જ ક્રિયાસમયમાં કરાતો કરેલો જ છે. કારણ કે સમય નિરંશ છે અને જે કરાયું તે સત્ જ છે. તેથી સત્ જ કરાય છે અસત્ નહિ અને જે સત્ છે તે ઉપલબ્ધ થાય છે જ એ સિદ્ધ થાય છે. પ્રશ્ન-૪૦૨ – હવે જો જે સમયે કરાતું તે જ સમયે કરેલું ન માનો તો અકૃતિને વર્તમાન સમયે જો માનો તો તે અતીત સમયે કઈ રીતે કરો, તે તો વિનષ્ટ હોવાથી અવિદ્યમાન છે? અથવા ભવિષ્યસમયમાં કરો તો તે તો હજુ ઉત્પન્ન જ થયો ન હોવાથી અસત્ જ છે એટલે ભૂત અને ભવિષ્યકાળમાં કાર્ય કઈ રીતે થાય? ઉત્તર-૪૦૨ – ક્રિયાસમય બધો ય કરાતો કાળ છે ત્યાં ક્રિયમાણ વસ્તુ જ નથી. ક્રિયા પૂરી થતાં જે પછીનો સમય તે કૃતકાળ છે અને ત્યાં જ કાર્યની નિષ્પત્તિ છે. એટલે તમેવ કહેવાય છે. ક્રિયમાણ નહિ તમારું કહેવું સારું છે, પણ અમે તમને પૂછીએ છીએ કે તમે ક્રિયાથી કાર્ય કરો છો કે અક્રિયાથી, જો ક્રિયાથી કરો છો તો એ અન્યત્ર હોય અને કાર્ય અન્યત્ર હોય એવું કેમ થાય? ખદીરમાં છેદન ક્રિયા કરવાથી કાંઈ પલાશમાં તેનું કાર્યભૂત Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ છેદન થાય એવું બોલવું શોભાસ્પદ નથી. બીજું ક્રિયાકાળે કાર્ય થતું નથી પછી થાય છે, એનાથી એ થાય છે કે, હતક ક્રિયા જ સર્વઅનર્થનું મૂળ છે. કારણ કે તે ઉત્પન્ન થતા કાર્ય માટે વિઘ્નરૂપ છે, જ્યાં સુધી એ પ્રવર્તે છે ત્યાં સુધી બિચારું કાર્ય ઉત્પન્ન જ થતું નથી. એથી ઉલટી એ તેમાં વિઘ્નાભૂતા જ છે, તેથી વ્યવહારવાદી એવા તમારા મતથી બુદ્ધિમાન લોકો વિપરિતપણે જ કાર્યનો આરંભ કરે છે. અને ક્રિયા જ કાર્ય કરે છે તેના વિરામે કાર્ય નિષ્પન્ન થાય છે એમ જો કહો તો તેના કાર્યનો વિરોધ કેવો ? કે જેથી ક્રિયા કરાતા છતા તેનો કાળ પૂરો કરીને પછી કાર્ય નિષ્પન્ન થાય છે. તે કાળે નહિ ? વળી, ક્રિયા પૂરી થતા થતું કાર્ય તેના આરંભ પહેલાં કેમ નથી થતું. ક્રિયાનો અનારંભ અને અંત અર્થથી તો સમાન જ છે ને ? હવે ક્રિયા વિના કાર્ય થાય છે એવો બીજો પક્ષ હોય તો હિમાચલ-મેરૂ-સમુદ્રાદિ જેમ ઘટાદિ પણ ક્રિયા વગર જ કરાયેલાં પ્રાપ્ત થાય, અને તેમની જેમ ઘટાદિથી પણ કારણભૂત ક્રિયા વિના જ પ્રવૃત્તિ થાય. મોક્ષાદિ તરફ સાધુ આદિનું તપ-સ્વાધ્યાદિક્રિયા વિધાન અનર્થક જ થાય. કારણ કે ક્રિયા વિના જ સર્વ કાર્યોની ઉત્પત્તિ થાય છે. એટલે મુંગા રહીને નિષ્પદ-નિરાકુલ આ ત્રણે ભુવન શાંત રહે. ક્રિયાના આરંભ વિના પણ આલોક-પરલોક સમસ્ત સમીહિત સિદ્ધ થઈ જાય છે. એવું થતું નથી તેથી ક્રિયા જ કાર્યની કર્તા છે, અને ક્રિયા કાળે જ કાર્ય થાય છે ક્રિયા પૂરી થતા કાર્ય થતું નથી એટલે વિમાળમેવ તું એ સ્થિત થયું-વ્યવહાર નય. ૧૮૮ પ્રશ્ન-૪૦૩ – જો ક્રિયા સમયે પણ કાર્ય થાય તો તે ત્યાં કેમ દેખાતું નથી ? કદાચ માનો કે દેખાય જ છે, તો અમે પણ કેમ તેને જોતા નથી ?વ્યવહારવાદી ઉત્તર-૪૦૩ – વસ્તુ જે સમયે શરૂ થાય છે તે ત્યાં થાય છે અને દેખાય છે, હે સ્થૂળ બુદ્ધિવાળા ! તારી નજર ખાલી ઘડામાં લગાવે છે એટલે તેને દેખાતું નથી પ્રતિસમયે ઉત્પન્ન કાર્યકોટિઓનો કાળ-માટીનો પિંડ બનાવવો-ચક્રભ્રમણ વગેરે બધોય માત્ર એક ઘટમાં જ તું જોડે છે આ બધી કાર્યકોટીઓમાં તું નિરપેક્ષ છે, કારણ કે તું માત્ર ઘટગત અભિલાષાવાળો છે. ઘટ આ માટી-દંડ-ચક્ર-ચીવરાદિસામગ્રીમાં ઉત્પન્ન થશે-૨ એવો જ તેને ફક્ત અભિલાષ છે, અને પ્રતિસમય અપર-અપર શિવકાદિ કાર્યો ઉત્પન્ન થાય છે અને દેખાય છે. તે તેમ ઉત્પન્ન થતાં તું જાણતો નથી, આ બધી સામગ્રી ઘટોત્પત્તિ નિમિત્તભૂત જ છે. એક માત્ર ઘટના અભિલાષવાળો હોવાથી તેનાથી નિરપેક્ષ જ સ્થળબુદ્ધિથી તે બધો કાળ ઘટમાં લગાવે છે તેથી પૂર્વની ક્રિયાક્ષણોમાં ઉત્પન્ન ન થવાથી ઘટને જોયા વિના જ બોલે છે-ક્રિયાકાળે ઘટરૂપ કાર્ય હું જોતો નથી એટલું ય જાણતો નથી કે ચ૨મક્રિયાક્ષણે જ ઘટ શરૂ થાય છે. અને પૂર્વની ક્રિયા કાળે તો શિવકાદિ જ આરંભ થાય છે અન્ય કાર્યના આરંભે અન્ય કાર્ય ન જ દેખાય. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ પ્રશ્ન-૪૦૪ પ્રથમ સમયથી માંડીને જો બીજા-બીજા કાર્યો શરૂ કરાય તો આ ચરમસમયનો નિયમ કેવો કે જેનાથી વિવક્ષિત કાર્ય પ્રથમ સમયે ન જ કરાય ? અને નહિ કરવાથી તે સમયે તે દેખાતું નથી ? અર્થાત્ પ્રથમ કાર્યની જેમ વિવક્ષિત કાર્ય પણ ત્યાં કરાય અને દેખાય ?-વ્યવહારનય. ગુજરાતી પ્રશ્નોત્તર - ઉત્તર-૪૦૪ – કારણ વિના ક્યાંય કાર્ય થતું નથી જો એમ માનીએ તો સદા વિદ્યમાન કે અવિદ્યમાન હોય. એટલે વિવક્ષિત કાર્યના અંતસમયે જ તે કારણ છે. પ્રથમાદિ સમયોમાં નથી, એટલે પ્રથમાદિ સમયોમાં ઉત્પન્ન થતું નથી કે દેખાતું નથી. ક્રિયા કાળે જ કાર્ય થાય છે ક્રિયા પૂરી થતાં નથી થતું. જો એમ માનીએ તો આભિનિબોધિક જ્ઞાનના સંબંધમાં પણ આવતી આપત્તિ કેમ રોકશો તમે. પ્રશ્ન-૪૦૫ – હે વ્યવહારવાદિ ! તમે કહ્યું ને કે ‘શ્રવણાદિ કાળે’ જ્ઞાન નથી તો તમને ક્યો શ્રવણાદિકાળ માન્ય છે કે જેમાં જ્ઞાનનો નિષેધ કરે છે ? તારે મતિજ્ઞાનનો ઉત્પાદકાળ જ શ્રવણાદિ કાળ માનવો જ્યાં તે શિષ્યને મતિજ્ઞાન થાય, શરૂઆતથી માંડીને ગુરુપાસે ધર્મ શ્રવણાદિ જ મતિજ્ઞાનનો ઉત્પાદકાળે છે બીજો નહિ સમજ્યો ? ઉત્તર-૪૦૫ – તે બરાબર નથી મતિજ્ઞાન અને તેના હેતુભૂત ક્રિયાલક્ષણ ઉત્પાદ આ બંને ધર્મશ્રવણાદિક્રિયા સમયરાશિના ચરમ સમયે જ થાય છે પ્રથમાદિ સમયોમાં થતા નથી તે સમયોમાં બીજા–બીજા ધર્માવબોધાદિ કાર્યો ઉત્પન્ન થાય છે. એ બોધાદિ માત્રથી સમ્યજ્ઞાનની ઉત્પત્તિ ઘટતી નથી, કેમ કે, તે બોધ તો અભવ્યોમાં પણ છે તેથી કોઈ વિશિષ્ટ જ ધર્મ શ્રવણાદિના ચરમ સમયે મતિજ્ઞાન અને તેનો ઉત્પાદ છે. એથી અમે પણ ક્રિયાકાળના અંત સમયે જ તે માનીએ છીએ તેથી ધર્મશ્રવણાદિ સર્વ ક્રિયાસમયોમાં મતિજ્ઞાન નથી, તે બધાના અંતે પણ નથી પરંતુ, ક્રિયાકાળના કોઈ એક ચરમ સમયે તે શરૂ થાય છે અને ઉત્પન્ન થાય છે એટલે ક્રિયામાણ જ કૃત છે. એમ માનવું જોઈએ. પ્રશ્ન-૪૦૬ - હે નિશ્ચયવાદી ! જો કરેલું પણ કરાય તો વારં-વાર કર્યા કરો. કારણ કે કરવાપણું તો સમાન જ છે અને એ રીતે કાર્ય થવાથી તો અનવસ્થા જ થશે ને ? ઉત્તર-૪૦૬ ના, ક્રિયાકાળ-નિષ્ઠાકાળનો અભેદ છે. કારણ કે, જો તેને ઉત્પન્ન કરવાની ક્રિયા શરૂ થયેલી છતી ઉત્તર સમયોમાં પણ પ્રાપ્ત થાય તો ફરીથી પણ તે ક્રિયા થાય, એ તો છે નહિ, જેથી એ તેને ઉત્પન્ન કરનારી ક્રિયા પહેલા નથી અને પછી પણ નથી પણ તે જ સમયે-ચરમસમયે શરૂ થાય છે અને પૂરી થાય છે. એટલે ફરીથી કાર્યકારણ કઈ રીતે થાય ? ન જ થાય, એટલે તેના કરણની અનવસ્થા નથી. તેથી જો સર્વ ધર્મશ્રવણાદિ - Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ સમયોમાં મતિજ્ઞાન નિષેધ કરે તો બરાબર નથી કેમકે, છેલ્લા સમયે તો જ્ઞાન સિદ્ધ છે એટલે સિદ્ધ કાર્યને ફરી સાધવાથી તો સિદ્ધ સાધ્યતા દોષ આવે. પ્રશ્ન-૪૦૭ – તો ચરમક્રિયા સમયે પણ તે જ્ઞાનપ્રાપ્તિને નિવારાય? ઉત્તર-૪૦૭ – એ ઘટતું નથી, ત્યાં તે પ્રસાધિત છે તે ધર્મશ્રવણાદિ ક્રિયાના ચરમસમયે સમ્યક્ત અને જ્ઞાન પ્રતિપદ્યમાન પ્રતિપન્ન જ એટલે સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની સમ્યક્ત અને જ્ઞાન એક સાથે પ્રતિપાદ કરે છે-પ્રાપ્ત કરે છે.-નિશ્ચયનય. વ્યવહાર નય:- તે ચરમ સમયે સમ્યક્ત-જ્ઞાનનો એ હજુ પણ પ્રતિપાદ્યમાનક છે અને પ્રતિપદ્યમાન જ છે. એથી મિથ્યાદષ્ટિ અને અજ્ઞાની સમ્યક્ત અને જ્ઞાન સ્વીકારે છે, પછી ક્રિયાસમાપ્તિસમયે તો સમ્યક્ત-જ્ઞાન એકસાથે પ્રાપ્ત કરે છે. પ્રસ્તુતમાં સમ્યક્ત દ્વારમાંએમના મતે સમ્યગ્દષ્ટિ આભિનિબોધિકનો પૂર્વપ્રતિપન્ન જ હોય છે પ્રતિપદ્યમાનક ન હોય કારણ, સમ્યક્ત-જ્ઞાન એક સાથે પ્રાપ્ત થાય છે, તે સમયે ક્રિયા ન હોય, તેના અભાવે પામવાપણું ન ઘટે. નિશ્ચય મતે-સમ્યગ્દષ્ટિ મહિનો પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન પ્રાપ્ત થાય છે ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક સાથે હોય તેવું તેને માન્ય છે. જ્ઞાનદ્વાર - મતિ આદિ ૫ પ્રકારના જ્ઞાન છે, વ્યવહારનય મતે – મતિ આદિ ૪ જ્ઞાનવાળા મતિના પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાનક ન હોય, જ્ઞાનીઓને મતિજ્ઞાનની પ્રાપ્તિ ન હોય આ તમે પહેલા કહેલું છે. કેવલીને ઉભયાભાવ હોય છે, તેઓ ક્ષાયોપથમિક જ્ઞાનાતીત હોવાથી એમનામાં મતિજ્ઞાનની પ્રાપ્તિ કે પ્રાપ્ત કરનારા તેઓ ન હોય. મતિઅજ્ઞાન-શ્રુતજ્ઞાન-વિર્ભાગજ્ઞાનવાળા પ્રતિપદ્યમાનકા ક્યારેક હોય છે, પ્રતિપન્ના ન હોય. જે યુક્તિ બતાવેલી છે, નિશ્ચયમતથી – મતિ-શ્રુત-અવધિવાળા નિયમા પૂર્વ પ્રતિપન્ન હોય છે પ્રતિપદ્યમાનકો ભજનાથી હોય છે. જ્ઞાનીને જ્ઞાનની પ્રતિપત્તિ સમર્થિત છે. મન:પર્યાયજ્ઞાનીઓ પૂર્વપ્રતિપન્ન જ હોય છે પ્રતિપદ્યમાન ન હોય, પૂર્વસમ્યક્તલાભ સમયે પ્રતિપન્નમતિજ્ઞાનવાળાને જ પછીની અવસ્થામાં મન:પર્યાય જ્ઞાન થાય, કેવલીને ઉભયાભાવ તથા મતિઆદિ અજ્ઞાનવાળાને પણ ઉભયાભાવ જ છે. કારણ કે જ્ઞાનીને જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દર્શનદ્વાર - દર્શન ચક્ષુઆદિ ૪ પ્રકારે છે. (૧) ચક્ષુ (૨) અચક્ષુ (૩) અવધિ (૪) કેવલદર્શન. પ્રથમ ત્રણમાં લબ્ધિ માનીને પૂર્વપ્રતિપન્ન નિયમ હોય પ્રાપ્ત કરનારાઓ ભજનાથી જાણવા. તેના ઉપયોગને આશ્રયીને મતિજ્ઞાનના પૂર્વપ્રતિપન્ન જ છે, પ્રતિપદ્યમાનકા નથી. મતિજ્ઞાન લબ્ધિ છે અને લબ્ધિની ઉત્પત્તિનો દર્શનોપયોગમાં નિષેધ છે સંધ્યાનો વિ સદ્ધીમો સારોવડર ડેવવન્નતિ એ વચનથી, કેવલદર્શનને ઉભયાભાવ હોય છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર સંયતદ્વાર :- સંયતાદિ મતિના પૂર્વપ્રતિપક્ષ નિયમા હોય પ્રતિપઘમાનો પણ ભજનાથી પ્રાપ્ત થાય છે. ૧૯૧ પ્રશ્ન-૪૦૮ - • સમ્યક્ત્વલાભની અવસ્થામાં જ મતિજ્ઞાન પ્રાપ્ત થતું હોવાથી સંયત પ્રાપ્ત કરતો કઈ રીતે હોય ? ઉત્તર-૪૦૮ સત્ય છે. પરંતુ જે કોઈ અતિવિશુદ્ધિવશ સમ્યક્ત્વ અને ચારિત્ર એકસાથે પ્રાપ્ત કરે છે તે તેવી અવસ્થામાં સંયમ પામતાં મતિજ્ઞાન પ્રાપ્ત થતું હોવાથી સંયત મતિનો પ્રતિપદ્યમાનક થાય છે. - આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે - “નસ્થિ પરિત્ત સમ્મત્તવિધૂળ હંસળ તુ મખિi" ભજના – ‘સમ્મત્ત-રિત્તારૂં ગુાવ, પુર્જા ૨ સમ્મત્ત' સમ્યક્ત્વ વિના ચારિત્ર નથી, પરંતુ દર્શનની ભજના હોય છે. સમ્યક્ત્વ તથા ચારિત્ર સાથે પ્રાપ્ત થાય અથવા સમ્યક્ત્વ પહેલાં પણ પ્રાપ્ત થાય એટલે ભજના કહેવાય છે. ઉપયોગદ્વાર ઃ- ઉપયોગ ૨ પ્રકારે, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન-સાકારોઉપયોગ, ૪ દર્શનઅનાકાર ઉપયોગ, સાકારોપયોગમાં મતિજ્ઞાન પામેલા નિયમા છે. પામનારામાં ભજના હોય છે, અનાકારોપયોગમાં તો પામેલા જ છે પામતા એવા નથી. કારણ કે, તેમાં લબ્ધિથી ઉત્પત્તિનો નિષેધ છે. આહારકદ્વાર :- આહારકો સાકારોપયોગવત્ જાણવા, અનાહારકો અપાંતરગતિમાં પૂર્વે મતિ પામેલા સંભવે છે પ્રતિપદ્યમાનકો તો નથી જ હોતા. ભાષાદ્વાર :- ભાષાલબ્ધિ હોય ત્યારે બોલનાર કે ન બોલનાર કોઈ મતિજ્ઞાન પ્રાપ્ત કરે છે, કોઈ પૂર્વમાં પ્રાપ્ત કરેલા પણ હોય છે ભાષાલબ્ધિવાળો મનુષ્યાદિ જાતિ અપેક્ષાએ પૂર્વપ્રતિપક્ષ નિયમા હોય, પ્રતિપદ્યમાનક પણ ભજનાથી હોય છે ભાષાલબ્ધિવિનાનો હોય એમાં ઉભયાભાવ છે. તે પૂર્વે મતિજ્ઞાન પ્રાપ્ત કરેલો પણ હોતો નથી અને નવું પ્રાપ્ત કરતો પણ હોતો નથી. તે માત્ર એકેન્દ્રિય જ હોય છે. તેને પૂર્વેકહ્યા મુજબ ઉભયાભાવ જ છે. પરિત્તદ્વાર :- પરીત્તા-પ્રત્યેકશ૨ી૨ીઓ અથવા પરીત્ત કરેલા સંસારવાળા-થોડા ભવવાળા એ બંને નિયમા પૂર્વે મતિજ્ઞાન પ્રાપ્ત કરેલા જ હોય. પ્રતિપદ્યમાનક ભજનાથી હોય અપરીત્તા સાધારણજીવો હોય છે. અથવા અર્ધપુદ્ગલપરાવર્તથી ઉપરવર્તિ સંસારવાળા હોય છે. એ બંને મિથ્યાદષ્ટિ હોઈ તેમનામાં ઉભયાભાવ યાને પ્રતિપક્ષ કે પ્રતિપદ્યમાન ન હોય. પર્યાપ્તદ્વાર :- છ પર્યાતિથી પર્યાપ્ત-પીત્તવત્, અપર્યાપ્ત-પ્રતિપન્ન જ હોય પ્રતિપદ્યમાન ન હોય. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ સૂક્ષ્મદ્વાર :- ઉભયાભાવવાળા, બાદર-પર્યાપ્તવત્ જાણવા. સંશદ્વાર - દીર્ઘકાલિક ઉપદેશથી સંસી, તે બાદરવત જાણવા અસંશ-અપર્યાપ્તવત્ જાણવા. ભવદ્વાર - ભવસિદ્ધિઓ સંજ્ઞીવત-અભવ્યો-ઉભયાભાવી જાણવા. ચરમદ્વાર :- ચરમ શરીરી તદ્ભવ મોક્ષગામી જીવો ભવ્યની જેમ જાણવા તથા અચરમ શરીરી જીવો અભવ્યની જેમ જાણવા. (૨) દ્રવ્યપ્રમાણ દ્વારા પ્રશ્ન-૪૦૯ – આ લોકમાં મતિજ્ઞાનના પરિણામને પામેલા જીવદ્રવ્યોનું પ્રમાણ એક વિવક્ષિત સમયે કેટલું હોય? ઉત્તર-૪૦૯ - જો પ્રતિપદ્યમાનકોનું પ્રમાણ પૂછો તો તેવા તે વિવક્ષિત સમયે પ્રાપ્ત થાય કે ન થાય પ્રતિપદ્યમાન પ્રાપ્તિ પક્ષમાં જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી સર્વલોકમાં ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાત ભાગ જેટલા મળે. પૂર્વપ્રતિપત્રનું પ્રમાણ-જઘન્ય-ઉત્કૃષ્ટથી ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાત ભાગ જેટલા મળે ફક્ત જઘન્યપદથી ઉત્કૃષ્ટ વિશેષાધિક છે. (૩) ક્ષેત્ર દ્વાર વિવિધ જીવોની અપેક્ષાએ સર્વે મતિજ્ઞાની મળીને લોકના અસંખ્યાત ભાગ જ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન-૪૧૦ – એક જીવનું કેટલું ક્ષેત્ર હોય? ઉત્તર-૪૧૦ – ૭/૧૪ = ૧/૨ ભાગ = ૭ રાજ, ઉપર ઇલિકાગતિથી, વિગ્રહમાં ગયેલા નિરંતર અપાંતરાલ ભાગને સ્પર્શીનું અનુત્તરવિમાનોમાં જાય ત્યારે અથવા ત્યાંથી આવતાં ઉપર કહ્યા પ્રમાણે સાત રાજ હોય કે ત્યાંથી આવવામાં નીચે ૬ઠ્ઠી નરકમૃથ્વીનાં ગમન-આગમનમાં ૫ રાજ પ્રાપ્ત થાય છે. જ્યારે મતિજ્ઞાની મરીને ઇલિકાગતિથી અનુત્તરમાં ઉત્પન્ન થાય કે ત્યાંથી ચ્યવીને મનુષ્ય થાય ત્યારે એનો જીવપ્રદેશ દંડ સાતરાજપ્રમાણ ક્ષેત્રમાં હોય છે, નીચે ૬ઠ્ઠી નરકમાં જતા-આવતાં ૫ રાજ પ્રમાણ ક્ષેત્રમાં એ દંડ હોય, કારણ કે જેને સમ્યક્ત્વ પ્રાપ્ત કરેલું છે એવો સમ્યક્ત્વની વિરાધના કરનારો જીવ છઠ્ઠી નરક પૃથ્વી સુધી જાય છે એવો સિદ્ધાંતનો મત છે પરંતુ, કાર્મગ્રંથિક મતથી તો વૈમાનિક દેવોમાંથી અન્યત્ર તિર્યંચ કે મનુષ્ય તે જ ક્ષયોપશમ સમ્યક્તના વમનથી ઉત્પન્ન થાય છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૯૩ પણ સમ્યક્ત્વ ગ્રહણ કરીને તો ત્યાં ઉત્પન્ન ન થાય. સાતમી નરકમાં બંને મતે વમેલો જ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન-૪૧૧ - ભલે એમ થાય પરંતુ જે સાતમી નરકથી સમ્યક્ત્વ લઈને અહીં આવે છે, તેને નીચે ૭/૧૪ ભાગ કેમ ન પ્રાપ્ત થાય ? ઉત્તર-૪૧૧ સાતમી નરકમાંથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને આવેલાનો પણ આગમમાં નિષેધ છે. એટલે તેમાંથી ઉદ્ધરીને બધા તિર્યંચમાં જ આવે છે. મનુષ્યમાં આવતા નથી. સત્તમમહિનેરયા તેક વાઝ-અાંતરુબટ્ટા નય પાવે માળુસ્સું એ વચનથી દેવ-નારકો સમ્યક્ત્વ સહિત મનુષ્યોમાં જ આવે છે, એટલે તિર્યંચમાં જનારા સાતમીન૨કવાળા મિથ્યાત્વ સહિત જ આવે છે. એટલે ત્યાં ૭ રાજ પ્રમાણ ભાગ પ્રાપ્ત ન થાય. (૪) સ્પર્શના દ્વાર સ્પર્શના દ્વારને વિચારતાં સૌપ્રથમ સ્પર્શના અને ક્ષેત્રનો તફાવત બતાવે છે. જે પ્રદેશમાં અવગાહીને રહેલ છે તે ક્ષેત્ર કહેવાય અને જ્યાં અવગાહનાથી બહાર પણ વધુ ક્ષેત્રને સ્પર્શે છે તે સ્પર્શના. એ ક્ષેત્ર-સ્પર્શનાનો વિશેષ છે. જેમ, આગમમાં પરમાણુ જે એક પ્રદેશમાં અવગાઢ છે તે એક પ્રદેશ ક્ષેત્ર કહ્યુ છે. તેની સ્પર્શના ૭ પ્રદેશ કહી છે; જે એકપ્રદેશમાં અવગાઢ છે તે અને બીજા ૬ દિશા સંબંધિ ૬ આકાશપ્રદેશોને પરમાણુ સ્પર્શે છે; એટલે તેની સ્પર્શના સાત પ્રદેશની થઈ. અથવા જ્યાં અવગાહીને રહે તે ક્ષેત્ર કહેવાય અને વિગ્રહગતિમાં જે ક્ષેત્રને સ્પર્શે તે સ્પર્શના, અથવા દેહપ્રમાણ ક્ષેત્ર અને સંચરણ કરતાં જે ક્ષેત્ર સ્પર્શાય તે સ્પર્શના કહેવાય છે. અલગ-અલગ જીવને આશ્રયીને ક્ષેત્ર-સ્પર્શના ઃ એક જીવની ક્ષેત્ર-સ્પર્શના કરતાં ઘણા મતિજ્ઞાની જીવોની ક્ષેત્ર-સ્પર્શના અસંખ્યગુણી છે. તેમની સંખ્યા અસંખ્ય હોવાથી. (૫) કાળદ્વાર કાળ-૨ પ્રકારે હોય છે ઉપયોગથી અને લબ્ધિથી, ઉપયોગકાળ :- એક જીવને કાળનો ઉપયોગ જધન્યઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જ હોય છે એના પછી ઉપયોગ બદલાઈ જાય છે. સર્વલોકવર્તી મતિજ્ઞાની જીવોનું પણ આ જ ઉપયોગકાલમાન છે. પણ, આ અંતર્મુહૂર્ત એનાથી મોટું જાણવું. ભાગ-૧/૧૪ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ લબ્ધિકાળ :- મતિજ્ઞાન લબ્ધિ પણ તદાવરણક્ષયોપશમરૂપ પ્રાપ્તસમ્યક્તવાળા એક જીવની જઘન્યથી અંતર્મુહૂર્ત જ છે. પછી મિથ્યાત્વમાં જાય કે કેવલપ્રાપ્તિ થાય. એક જીવને આશ્રયીને જ્ઞાન લબ્ધિકાળ ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમથી અધિક છે. પ્રશ્ન-૪૧૨ – એટલો કાળ કઈ રીતે થાય? અને નાના જીવોનો લબ્ધિકાળ કેટલો છે? ઉત્તર-૪૧૨ – મતિજ્ઞાની કોઈ સાધુ દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી સંયમપાળી વિજ્યાદિ ૪ માંથી કોઈ એક અનુત્તરમાં ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમ દેવાયુ અનુભવી ફરી અપ્રતિપતિત મત્યાદિજ્ઞાનવાળો જ મનુષ્યમાં ઉત્પન્ન થયેલો દેશોન પૂર્વક્રોડ વર્ષ સંયમપાળી તે જ વિજ્યાદિ ૪માં ઉત્કૃષ્ટાયુ પ્રાપ્ત કરી અપ્રતિપતિત મત્યાદિજ્ઞાનવાળો જ મનુષ્ય થઈ પૂર્વકોટી જીવીને સિદ્ધ થાય એમ વિજ્યાદિમાં ૨ વાર ગયેલા, અથવા અમ્યુતમાં ૨૨ સાગરોપમ સ્થિતિવાળા દેવમાં ત્રણવાર ગયેલા ને તે ૬૬ સાગરોપમ સાધિક થાય છે, અધિક નરભવ સંબંધિ દેશોનપૂર્વકોટિ ૩ કે ૪ જાણવી નાનાજીવોની અપેક્ષાએ તો સર્વકાળ મતિજ્ઞાનની સ્થિતિ છે. (૬) અંતરદ્વાર કોઈ જીવ સમ્યક્ત સહિત મતિજ્ઞાન પ્રાપ્ત કરી અંતર્મુહૂર્ત મિથ્યાત્વમાં રહી જો ફરી સમ્યક્ત સહિત મતિજ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્યારે, મતિજ્ઞાનનું પ્રામિવિરહકાળરૂપ જઘન્ય અંતર-અંતર્મુહૂર્ત થાય છે. આશાતનાદિ દોષ બહુલ જીવનું સમ્યક્તથી પડેલાનું દેશોનાર્ધ પુદ્ગલ પરાવર્તરૂપ ઉત્કૃષ્ટ અંતર થાય છે. એટલા કાળે ફરીથી સમ્યક્ત-મતિજ્ઞાન પ્રાપ્ત થાય છે. નરકાદિગતિ ચતુષ્ટયથી યુક્ત આ ત્રિભુવન મતિજ્ઞાનીઓથી સર્વદા અશૂન્ય છે. તેથી નાનાજીવોને આશ્રયીને મતિજ્ઞાનનો અંતરકાળ નથી. કેમકે દરેક સમયે કોઈને કોઈ જીવા મતિજ્ઞાનવાળો જ હોય છે જ. (૦) ભાગદ્વાર શેષ જ્ઞાનીઓના અનંતમાં ભાગે મતિજ્ઞાન છે. કેમકે શેષજ્ઞાનીઓ કેવલી સહિત હોવાથી અનંતા છે મતિજ્ઞાની તો આખા લોકમાં ય અસંખ્યતા જ છે. (૮) ભારદ્વાર મતિજ્ઞાનાવરણ કર્મના ઉદયે-ક્ષણે અને અનુદીર્ણ-ઉપશાંતે મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે તે ક્ષાયોપથમિક ભાવમાં જ વર્તે છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ગુજરાતી પ્રશ્નોત્તર (૯) અNબહુવહાર મતિજ્ઞાનવાળા અલ્પક, શેષજ્ઞાનવાળા સિદ્ધ-કેવલી વગેરે જીવો અનંતગુણા હોય છે. મતિજ્ઞાન પ્રતિપદ્યમાનકા-સહુ થી ઓછા, જઘન્યપદવર્તી પૂર્વપ્રતિપન્ના-અસંખ્યગુણા ઉત્કૃષ્ટ પદવર્તી-વિશેષાધિક હોય છે. અન્ય પ્રકારે અલ્પબદુત્વ જણાવે છે : (૧) મતિજ્ઞાની-શેષજીવોના અનંતભાગે હોય છે. (૨) શેષ જ્ઞાનરહિત મતિજ્ઞાન પામતાં થોડા હોય છે તેના કરતાં પૂર્વે પામેલા અસંખ્યાત ગુણા છે. (૩) ઉભય અને શેષજ્ઞાનીઓ સાથે-મતિજ્ઞાનીનું અલ્પબદુત્વ જણાવે છે. સર્વથી ઓછા મનઃ પર્યવજ્ઞાની હોય છે, તેનાથી અસંખ્યગુણા અવધિજ્ઞાની હોય છે, તેનાથી વધુ અધિક મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની બંને સમાન હોય છે, તેનાથી અનંતગુણા કેવલજ્ઞાની હોય છે. ગતિભેદથી અલ્પબદુત્વ-મતિજ્ઞાની મનુષ્યો સર્વથી થોડા હોય છે, એનાથી નારકીઓ અસંખ્યાતગુણા હોય છે, એનાથી તિર્યંચો અસંખ્યાતગુણા હોય છે અને એનાથી દેવો અસંખ્યાતગુણા હોય છે. ૨. શ્રુતજ્ઞાન ___ पत्तेयमक्खराइं अक्खरसंजोग जत्तिया लोए । एवइया सुयनाणे पयडीओ होंति નાયબ્રા I૪૪૪ એક-એક અક્ષર અનેક ભેદવાળા છે. દા.ત. ૩માર સાનુનાસિક, નિરનુનાસિક એ બંને-દીર્ઘ દ્રસ્વ, ડુત, એ પણ પાછા ત્રણ પ્રકારના ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત =૨૪૩૪૩=૧૮ ભેદ, એમ કાર આદિમાં પણ યથાસંભવ ભેદો કહેવાય છે. લોકમાં જેટલા અક્ષરસંયોગો ઘટ, પટ, વ્યાઘ, સ્ત્રી વગેરે છે. તે અનંત સંયોગો છે. ત્યાં પણ એકએક સંયોગ સ્વપર્યાય અપેક્ષાએ અનંતપર્યાયવાળો છે. એટલી શ્રુતજ્ઞાનમાં પ્રકૃતિઓ જાણવી. પ્રશ્ન-૪૧૩ – અક્ષરો તો સંખ્ય છે તો તેમના સંયોગો અનંત કઈ રીતે થાય? ઉત્તર-૪૧૩ – કારણ કે સંખ્ય એવા પણ અક્ષરોનાં અભિધેય અનંત છે. પરસ્પર વિલક્ષણ પંચાસ્તિકાય ગત સ્કન્ધ-દેશ-પ્રદેશ-પરમાણુ-યણુકાદિરૂપ અભિધેય અનંત હોવાથી Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્ય અભિધાન પણ અનંત જાણવા. કેમકે પરમાણુથી માંડીને ક્રમશ:પ્રદેશ વૃદ્ધિથી પુદ્ગલાસ્તિકાયમાં સર્વદા અનંત ભિન્નરૂપ દ્રવ્યો પ્રાપ્ત થાય છે. જેમકે પરમાણુ-યણુકચણક-ચતુરણુક યાવત્ અનંત પ્રદેશિક, આ દરેક રૂપ અને અભિધાનવાળા છે. જેમકેપરમાણ-નિરંશ નિર્ભેદ-નિરવય-નિષ્પદેશ-અપ્રદેશ વગેરે તે રીતે કયણુક-દ્ધિપ્રદેશિક-દ્વિભેદદ્વયવયવ વગેરે સર્વદ્રવ્ય-સર્વપર્યાયોમાં જોડવું-ઘટાવવું. પ્રશ્ન-૪૧૪ – અભિધેય અનંત વિસમાનરૂપવાળું અને ભિન્ન અભિધાનવાળું છે તેથી શું? ઉત્તર-૪૧૪ – તેથી અક્ષરસંયોગરૂપ અભિધાનો જે સંખ્યારૂપ પ્રમાણ છે તો પણ અભિધેયમાં રહેલા અનંત પર્યાયરાશિતુલ્ય તેનું પ્રમાણ છે. જેટલા પરિણામ અભિધેય છે તેટલા પરિણામ અભિધાન પણ હોય છે. જે રૂપે ઘટાદિશબ્દમાં આકારાદિ સંયુક્ત છે, તે જ રૂપે પટાદિશબ્દમાં નથી, એમ કરવાથી તો ઘટ-ઘટના સ્વરૂપની જેમ એકરૂપશબ્દથી અભિધેય હોવાથી અભિધેયના એકત્વનો પ્રસંગ આવે. એટલે અભિધેય અનંત હોવાથી અભિધાન પણ અનંત છે અને સૂત્રમાં પણ કહ્યું છે ને કે – માંતામાં મતપન્નવાં આ રીતે શ્રુતજ્ઞાનપ્રકૃતિઓ અનંત હોવાથી તેનું વર્ણન કરવાનું સામર્થ્ય નથી. એટલે શ્રુતજ્ઞાન સંબંધિ ૧૪ પ્રકારનો નિક્ષેપ કહીશ. પ્રશ્ન-૪૧૫ – પ્રકૃતિ એટલે શું? ઉત્તર-૪૧૫ – અંગ પ્રવિષ્ટાદિ શ્રુતજ્ઞાનનો અંશ-ભેદ અથવા બાહ્ય-અભ્યતર ભેદ ભિન્ન જે હેતુ તે શ્રુતજ્ઞાનની પ્રકૃતિ કહેવાય. બાહ્ય હેતુ-પત્રમાં લખેલા અક્ષરાદિ, આંતરહેતુક્ષયોપશમની વિચિત્રતા અથવા તે શ્રુતનો સ્વભાવ એકેન્દ્રિયથી ૧૪ પૂર્વધર સુધીના જીવોની તરતમતાથી ભિન્ન-ભિન્ન રૂપે થતું જ્ઞાન તે પ્રકૃતિ કહેવાય છે. આ અંશો-હેતુઓ અને સ્વભાવો બધાય અનંતા છે. આથી આયુષ્ય પરિમિત હોવાથી અને વાણી ક્રમવર્તી હોવાથી બોલવા શક્ય નથી. જેટલા વચનમાર્ગો-સંકેતો કે મતિજ્ઞાન વિશેષો શ્રતગ્રંથાનુસાર પ્રાપ્ત થાય છે. તે બધાય શ્રુતજ્ઞાન છે. ગાથા ૧૪૨ માં મતિ-શ્રુતભેદ વિચારમાં એ પહેલા જણાવેલા છે. અને તે શ્રુતાનુસારી વચનમાર્ગરૂપ મતિ વિશેષો અનંતા છે. પ્રશ્ન-૪૧૬ – જો મતિવિશેષ હોય તો શ્રુતજ્ઞાન કઈ રીતે? ઉત્તર-૪૧૬ - શ્રુતાનુસારિ વિશિષ્ટ મતિવિશેષ એ શ્રુત જ છે. એ બધું આગળ વિસ્તારથી કહેલું જ છે. પ્રશ્ન-૪૧૭ – જો મૃતભેદો અનંત હોય તો પણ તે કહીતો શકાય ને? Page #216 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૯૭ ઉત્તર-૪૧૭ – ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન લબ્ધિસંપન્ન છતાં ૧૪ પૂર્વધર જાણતો હોવા છતાં અભિલાપ્ય એવા તે શ્રુતજ્ઞાન વિશેષ અનંત હોવાથી બધાય કહી શકતો નથી. કારણ કે આયુષ્ય પરિમિત છે અને વાણી ક્રમવર્તી છે. એટલે ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની એવા ગણધરો પણ બોલે તો ય કાળ પૂરો થતાં બોલી શકતા નથી. અર્થાત્ કાળ ઓછો પડે જ્યારે ઉત્કૃષ્ટ શ્રતધર પણ બધા શ્રુતભેદો કહી શકતો નથી તો અમારા જેવાની તો વાત જ શું કરવી ? શ્રુતજ્ઞાન અને મિથ્યાશ્રુત-શ્વેતાજ્ઞાનમાં ૧૪ પ્રકારનો નિક્ષેપ : (૧) અક્ષર દ્વાર :- ક્ષર-સંચલન ન ક્ષતિ-ર રત્નતિ અનુપયોગમાં પણ જે ચાલે નહિ તે અક્ષર. તે ચેતનાભાવ જીવનો જ્ઞાન પરિણામ છે. આ મત નૈગમાદિ અવિશુદ્ધનયોનો છે. ઋજુસૂત્રાદિ શુદ્ધ નયો તો જ્ઞાન ક્ષર જ છે અક્ષર નથી. એમ જ માને છે કેમકે શુદ્ધ નયો ઉપયોગ હોય તો જ જ્ઞાન માને છે, અનુપયોગમાં માનતા નથી, નહિતો ઘટાદિમાં પણ જ્ઞાનત્વની આપત્તિ આવશે. અથવા તે શુદ્ધ નયોના મતે સર્વે મૃદાદિપર્યાયવાળા ઘટાદિ ભાવો ઉત્પાદ-વિનશ્વર છે. નહિ કે કેટલાક નિત્ય હોવાથી અક્ષર. એટલે જ્ઞાન પણ ઉત્પત્તિ-વિના થનારું હોવાથી ક્ષર જ છે. અશુદ્ધ નયોનાં તો સર્વભાવો અવસ્થિત હોવાથી જ્ઞાન પણ અક્ષર છે. હવે અર્થોની અક્ષર-અનક્ષરતા નવિભાગથી બતાવે છે – અક્ષરદ્યુત – દ્રવ્યાસ્તિક નય - ઘટ-આકાશાદિ સર્વે અભિલાપ્ય અર્થો પણ નિત્ય હોવાથી અક્ષર છે. પર્યાયાસ્તિક નય - અર્થે અનિત્ય હોવાથી ક્ષર છે. પ્રશ્ન-૪૧૮ – જો ક્ષતિ અક્ષર કહો તો બધા જ્ઞાનનું સ્વરૂપ અવિચલ હોવાથી પાંચેય જ્ઞાનો અવિશુદ્ધનયોના મતે અક્ષર જ છે. કારણ કે સૂત્રમાં પણ સામાન્યથી જ કહ્યું છે જેમકે – “વ્યનવાઈ પિ ર ા વરસ મuતમારે નિવૃથાડિયો' અર્થાત્ સર્વજીવોને અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો છે. ત્યાં અક્ષર શબ્દથી સામાન્યથી જ જ્ઞાન અભિપ્રેત છે શ્રુતજ્ઞાન જ નહિ. અને બીજું, બધાય ભાવો અવિશુદ્ધ નયાભિપ્રાયથી અક્ષરો જ છે તો અહીં શ્રુતજ્ઞાનમાં શું પ્રતિવિશેષ છે કે જેથી અક્ષરદ્યુત-અનક્ષરગ્રુત કહો છો? ઉત્તર-૪૧૮ – જો કે અવિશુદ્ધનયના મતે બધું જ્ઞાન અક્ષર છે. તથા સર્વે ભાવો અક્ષર છે, તો પણ રૂઢિ હોવાથી વર્ણ જ અહીં અક્ષર કહેવાય છે. નહિ તો જેમ તું કહે છે અશુદ્ધનય મતથી બધી જ વસ્તુ સ્વભાવથી ફરતી જ નથી, જેમકે – એંતિ રૂતિ : પર્ફે પંગ વગેરે અવિશિષ્ટ અર્થ બતાવનારા શબ્દો પણ રૂઢિવશ વિશેષ અર્થ જ જણાવે Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ૧૯૮ છે. તેમ અહીં પણ અક્ષર શબ્દ વર્ણરૂપે છે, વર્ણ એ શ્રુત છે એટલે તે અક્ષર-અનક્ષરશ્રુત કહેવાય છે. વર્ણની વ્યાખ્યા :- વર્ણવાય છે અર્થ જેનાથી તે વર્ણ અકાર-કકારાદિ જેમ ભીતાદિ ઉ૫૨ દોરેલું ચિત્ર કૃષ્ણ-નીલાદિ વર્ણથી પ્રકાશે છે અથવા દ્રવ્ય-ગાય આદિને વર્ણ-ક્ષેતાદિગુણથી બતાવાય છે. જેનાથી દ્રવ્ય બતાવાય-કહેવાય તે વર્ણ-અક્ષર કહેવાય છે તે (૧) સ્વર (૨) વ્યંજન ભેદથી ૨ પ્રકારનો છે. સ્વર-વ્યંજનની વિસ્તૃત વ્યાખ્યા (૧) સ્વર :- વ્યંજનોના સ્વરણથી સંશબ્દનથી સ્વરો અકારાદિ કહેવાય છે અથવા અક્ષર-ચૈતન્યના સ્વરણથી અકારાદિ સ્વરો કહેવાય છે. કેમકે, શબ્દના ઉચ્ચારણ વિના અંતર્વિજ્ઞાન જાણી શકાય નહિ. અને શબ્દો તો સ્વરયુક્ત જ હોય એટલે અક્ષરનું અનુસરણ કરતા હોવાથી સકારાદિ સ્વરો કહેવાય છે. (૨) વ્યંજન :- અર્થના પ્રકટન-વ્યંજનથી વ્યંજન વગેરે અક્ષર શબ્દ પહેલાં જ્ઞાન વાચી બતાવ્યો અત્યારે વર્ણવાચી બતાવે છે. નિરુક્ત વિધિથી રકાર થકાર લોપથી અર્થોને ક્ષરેસંશબ્દ કરે તે અક્ષર કહેવાય અથવા ક્ષીયત કૃતિ ક્ષર ન ક્ષરે અક્ષરમ્ । જુદા જુદા વર્ગોના સંયોગે અનંત અર્થોને પ્રતિપાદન કરે અને સ્વયં ક્ષય ન થાય તેથી તે અક્ષર કહેવાય છે. ફક્ત વ્યંજનરહિત એવા પણ મૈં કારાદિ સ્વરો જાતે જ વિષ્ણુપ્રમુખ વસ્તુને સ્વરણ કરે છે આ સ્વરો જોડાતા છતાં વ્યંજનોને ઉચ્ચારણ યોગ્ય કરે છે. એટલે તે સ્વર થાય છે. ક્યાંય પણ સ્વરો વિના વ્યંજનનું અર્થપ્રતિપાદન દેખાતું નથી, અને પરગમનમાં એકઠા થયેલા વ્યંજનો સ્વરો વિના ઉચ્ચારી શકતા નથી. એટલે વ્યંજનનાં ઉચ્ચારણ કરવાથી એ સ્વરો કહેવાય છે. વ્યજયતે-પ્રકટ કરાય છે પ્રદીપ દ્વારા ઘટાદિ અર્થ જેનાથી તે વ્યંજન, વ્યંજન સહાય વગરના કેવલ સ્વરો પ્રાયઃ ક્યારેય બાહ્ય અર્થને પ્રકટ કરતા નથી. કારણ કે વ્યંજન વિનાનું વાક્ય વિવક્ષિત અર્થના પ્રતિપાદન માટે સમર્થ નથી. કેમકે સમ્યર્શન-જ્ઞાન ારિત્રાળિ આ વાક્યમાં વ્યંજનો હટાવતાં આ સ્વરો રહે છે. ૧-૪-૬-૪-૬-મ-૬-મા-રૂ-બ-રૂ આ સ્વરો વિવક્ષિત અર્થને જણાવવા સમર્થ નથી. અકાર કારાદિ કેવલ પણ વિષ્ણુ-કામદેવાદિ અર્થ બતાવે છે એટલે પ્રાયઃગ્રહણ છે. એટલે કે વ્યંજન વિનાના એકલા સ્વરો પ્રાયઃ કરીને બાહ્ય અર્થને ક્યારેય પ્રકટ કરી શકતા નથી. Page #218 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૯૯ પ્રશ્ન-૪૧૯ – અકારાદિ વિષ્ણુ વગેરેની સંજ્ઞા જ છે એમ છતાં કેવલ સ્વરથી સંજ્ઞા છે તથા સંકેતવશ કેવલ વ્યંજનથી પણ એ સંજ્ઞા થશે તો પૂર્વગાથામાં ન વયવિ તૈર્દિવિ વંના સર૬ ૧૪૬રી એમ કઈ રીતે કહ્યું? - ઉત્તર-૪૧૯ – સાચુ છે, ત્યાં આ અભિપ્રાય છે-કેવલ સ્વરો દ્વારા પણ ક્યાંક કોઈક સંજ્ઞા દેખાય છે, વ્યંજનો દ્વારા તો સર્વથા સ્વરરહિત એવી કોઈ સંજ્ઞા દેખાતી નથી. એ પ્રમાણે અક્ષર અને વર્ણ એ સામાન્ય વર્ણવાચક પર્યાયો છે. સ્વર-વ્યંજન એ બંને પ્રત્યેક વર્ણવિશેષવાચકો છે. ત્યાં રૂઢિવશ અક્ષરને વર્ણ કહ્યું તે ત્રણ પ્રકારના અક્ષરો હોય છેસંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર, લક્ઝક્ષર. ૧૮ લિપિઓ ૧૮ લિપિઓ - શાસ્ત્રમાં આ પ્રમાણે જણાવેલી છે. હૃત્તિવી મૂતિવી નવલ્લી તદ रक्खसी य बोधव्वा । उड्डी जवणि तुरुक्की कीरी दविडी य सिंघवीया ॥१॥ मालविणी नडि नागरी लाडलिवी पारसी य बोधव्वा । तह अनिमित्ती य लिवी चाणक्की मूलदेवीय ॥२॥ હંસ લિપિ, ભૂત લિપિ, યક્ષી, રાક્ષસી, ઉઠ્ઠી લિપિ, યવની લિપિ, તુર્ક લિપિ, કીરી લિપિ, દ્રાવિડી લિપિ, માળવી લિપિ, નટી લિપિ, નાગરી લિપિ, લાટ લિપિ, પારસી લિપિ, અનિમિત્તિ લિપિ, ચાણક્ય લિપિ, મૂળદેવી લિપિ. ત્રણ પ્રકારના અક્ષરો સંજ્ઞાક્ષર :-(તે અઢાર લિપિના ભેદથી નિયત અક્ષરાકારરૂપ સંજ્ઞાક્ષર છે. તે લિપિભેદથી જ અનેક પ્રકારે છે. જેમકે, કોઈલિપીમાં અર્ધચંદ્રાકૃતિવાળો ટકાર, ઘટાકૃતિવાળો ઠકાર વગેરે.) વ્યંજનાક્ષર :- દિપક વડે જેમ ઘડો પ્રગટ કરાય છે, તેમ જેના વડે અર્થ પ્રગટ કરાય તે વ્યંજન અક્ષર = વ્યંજનાક્ષર, મકાર, હકાર વગેરે બોલાતો શબ્દ વ્યંજનાક્ષર કહેવાય છે, અર્થના અભિવ્યંજન કરનાર શબ્દો હોવાથી. લધ્યક્ષર-અક્ષરનો લાભ તે લધ્યક્ષર-ઇન્દ્રિય-મનોનિમિત્ત શ્રતગ્રંથાનુસાર વિજ્ઞાનતે શ્રુતજ્ઞાનોપયોગ અને તેના આવરણનો ક્ષયોપશમ તે બંને લધ્યક્ષર છે. પ્રશ્ન-૪૨૦ – દ્રવ્યશ્રુત શું છે અથવા ભાવકૃત શું છે? ઉત્તર-૪૨૦ – સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર ભાવૠતનું કારણ હોવાથી દ્રવ્યશ્રુત કહેવાય છે. લબ્ધિ અક્ષર તે ભાવઠુત છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૪૨૧ – પહેલા મતિ-શ્રુતભેદવિચારમાં જે ગા.૧૧૭ સોવિયોવનતી હો; ઇત્યાદિ એમાં શું આ ત્રણે પ્રકારના અક્ષરનો સંગ્રહ છે કે નથી? કારણ કે શ્રુતવિચાર ત્યાં પણ પ્રસ્તુત છે. જો છે તો બતાવો કઈ રીતે છે? જો નથી તો એ અપ્રસ્તુત ભેદ શા માટે કહો છો ? ઉત્તર-૪૨૧ – દ્રવ્યશ્રુત એ ભાવનું કારણ હોવાથી દ્રવ્યશ્રુત રૂપ સંજ્ઞાક્ષર કહ્યું છે, મઉરસ્તંભો ય સેમેસુ-ગા.૧૧૭ એ લધ્યક્ષર કહ્યું છે. તે ગાથાથી વિજ્ઞાનાત્મક હોવાથી ભાવશ્રુતરૂપ છે. અને શ્રોતેન્દ્રિયથી ઉપલબ્ધિ છે. જે શબ્દની એવા બહુવ્રીહી સમાસને આશ્રયીને વ્યંજનાક્ષર કહ્યું છે, અને શ્રોત્રેન્દ્રિયની ઉપલબ્ધિ-વિજ્ઞાન એ ષષ્ટિસમાસથી ફરી ભાવશ્રુતરૂપ લબ્ધિઅક્ષર કહ્યું છે, એટલે પૂર્વાપર વિસંવાદ નથી. કારણ કે, પૂર્વે પણ ત્રિવિધ અક્ષરનો ભેદ જણાવીને દ્રવ્યશ્રુત અને ભાવૠતનું સ્વરૂપ કહ્યું છે. પ્રશ્ન-૪૨૨ – પ્રમાતા લધ્યક્ષર કઈ રીતે પ્રાપ્ત કરે ? ઉત્તર-૪૨૨ – તે કોઈક ઇન્દ્રિય અને મન વડે પ્રત્યક્ષ પ્રાપ્ત કરે છે. ઇન્દ્રિય-મન નિમિત્ત જે વ્યવહાર પ્રત્યક્ષ છે ત્યાં કોઈકને લધ્યક્ષ શ્રુતજ્ઞાનરૂપ ઉત્પન્ન થાય છે. અન્યને ધૂમાદિ લિંગ જોઈને અગ્નિ આદિરૂપ ઉત્પન્ન થાય છે લિંગ એટલે અનુમાન સમજવું. પ્રશ્ન-૪૨૩ – લિંગગ્રહણ અને સંબંધ સ્મરણ પછી લિંગથી થયેલું જ્ઞાન અનુમાન કહેવાય તો લિંગ એજ અનુમાન કઈ રીતે કહો છો? ઉત્તર-૪૨૩ – સાચી વાત છે. પરંતુ કારણમાં કાર્યના ઉપચારથી લિંગ એ અનુમાન જ્ઞાનનું કારણ હોવાથી લિંગ જ અનુમાન છે. જેમકે, પ્રત્યક્ષજ્ઞાનનો જનક ઘટ પણ પ્રત્યક્ષ કહેવાય છે, તેમ લિંગજ્ઞાનનું જનક અનુમાન પણ લિંગ કહેવાય છે. તાત્પર્ય કે-લધ્યક્ષર શ્રુતજ્ઞાન કહેવાય છે તે ઇન્દ્રિયમનો નિમત્તથી પ્રત્યક્ષ થાય છે અથવા અનુમાનથી થાય, તે સિવાય ન થાય. કારણ કે, શેષ આત્મપ્રત્યક્ષ જ્ઞાન તો અવધિ આદિ રૂપ છે. સાદગ્યાદિથી થતું હોવાથી કેટલાક અનુમાનને પાંચ પ્રકારનું પણ કહે છે. સાદેશ્યથી અન્ય પ્રત્યક્ષ અર્થમાં પણ સ્મૃતિજ્ઞાન થાય છે. જેમકે સમાન એક ભાઈ ક્યાંક દેખાતા અને તેના સદશ “આ ભાઈ પૂર્વ જોયેલા સમાન હોવાથી તે પૂર્વે જોયેલો એનો ભાઈ હતો.” એવું સ્મૃતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. વિપક્ષથી સપદિથી તેના વિપક્ષ નોળિયાદિનું સ્મૃતિજ્ઞાન થાય છે. ખચ્ચર જોઈને ઉભય ઘોડા અને ગધેડાનું જ્ઞાન થાય સ્મૃતિજ્ઞાન થાય છે, ઉપમાનથી-ગાય વગેરેને જોઈને ગવયાદિનું, આગમથી-સ્વગદિ વિષયનું જ્ઞાન થાય છે. આ રીતે અનુમાન ૫ પ્રકારનું છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૦૧ આચાર્ય - આ બધું પાંચ પ્રકારનું અનુમાન અનુમાનથી ભિન્ન નથી. આ પાંચભેદમાત્રથી તેના બધા ભેદોનો સંગ્રહ થતો નથી. ધૂમથી-અગ્નિજ્ઞાન અને વાદળથી વરસાદનું જ્ઞાન જે સકલલોકમાં પ્રસિદ્ધ છે એવા અનુમાનોનો આ પાંચ પ્રકારના અનુમાનોમાં સમાવેશ કરેલો નથી. હવે, ઇન્દ્રિય-મનોનિમિત્તજ્ઞાન પણ તત્ત્વથી અનુમાન જ છે. જે ઇન્દ્રિય-મનનિમિત્ત સાક્ષાત્ આગળ રહેલા ઘટાદિ અર્થને જોઈને જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પણ અનુમાન જ છે. ધૂમથી અગ્નિજ્ઞાન જેમ અન્યથી ઉત્પત્તિ હોવાથી ઇન્દ્રિય મનથી ઉત્પન્ન હોવાથી એ આત્માનું પરોક્ષ છે એટલે વાસ્તવિક રીતે અનુમાનથી વિશેષ થતું નથી. જે ઇન્દ્રિયોના પણ સાક્ષાતુ ન થયેલા છતાં-સાદડ્યાદિ લિંગથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાન તો અનુમાનરૂપ જ છે એમાં શું શંકા છે? પ્રશ્ન-૪૨૪ – ઈન્દ્રિયમનોનિમિત્ત જે સાક્ષાત અર્થને જોઈને જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને તમે અનુમાન કહો છો તો તે લોકમાં પ્રત્યક્ષ તરીકે કઈ રીતે પ્રસિદ્ધ છે? ઉત્તર-૪૨૪ – પરંતુ ઇન્દ્રિય-મનમાત્રના નિમિત્તથી જ એ ઉત્પન્ન થાય છે, તે ધૂમાદિ અન્યલિંગની અપેક્ષા રાખતું નથી એટલે અહીં પ્રત્યક્ષનો ઉપચાર કરાય છે. વાસ્તવમાં તો તે અનુમાન જ છે. જે આ પંચવિધ અનુમાન ઉપલબ્ધિ કોઈ માને છે તે પુનરુક્તદોષવાળી છે. કારણ કે સાદેશ્ય ઉપમાનાદિમાં સર્વત્ર સાદેશ્ય સમાન છે અને અત્યંત પરોક્ષ સ્વગદિથી ઉપમાન કરવા જતા આગમપણું સમાન હોવાથી પુનરુક્તિ છે. વળી, એ સમસ્તલિંગસંગ્રાવિકા નથી. કેમકે, એમાં સકલલોક પ્રતીત-કાર્ય-સ્વભાવાદિરૂપ ધૂમ-કર્તુત્વાદિલિંગોનો પણ સમાવેશ થતો નથી. પ્રશ્ન-૪૨૫ – અહીં પણ કોઈક અંશથી સાદેશ્ય છે તો એક જ એ ભલે હોય, ઘણા ભેદનિર્દેશ કરવાનો શું ફાયદો? સર્વલિંગોમાં પણ કોઈપણ અંશથી સાદૃશ્ય જ ગમક ઉત્તર-૪૨૫ – આ પંચવિધ ઉપલબ્ધિ ગુણકારી નથી ઉક્ત ન્યાયથી એમાં દૂષણ જ દેખાય છે કોઈ ગુણ દેખાતો નથી, એટલે આ નિયમિત પરિણામવાળી પંચવિધ વિશેષોપલબ્ધિથી શું લાભ? અનુમાન તરીકે જ સર્વ સંગ્રહ થઈ જાય છે. એટલે કોઈ દૂષણ નહિ રહે. પ્રશ્ન-૪૨૬ - ભલે એમ હોય, તો પણ અનુમાનથી અલગ જે ત્રણ પ્રકારની ઉપલબ્ધિ અન્યત્ર પ્રસિદ્ધ છે એનું શું માનશો? Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમુ ઉત્તર-૪૨૬ – જેમકે (૧) અત્યન્તાનુપલબ્ધિ-ખરવિષાણ અશ્વશૃંગ, વંધ્યાપુત્ર આદિ વસ્તુઓનો અત્યંત અભાવ હોવાથી તે જણાતી નથી તેથી તેની અત્યંત અનુપલબ્ધિ કહેવાય. (૨) સામાન્યાનુપલબ્ધિ-જેમકે રૂપથી જોવાતા અડદના દાણા મોટી અડદના દાણાની રાશિમાં નાખેલા હોય તો દેખાતા નથી તેથી તેની અનુપલબ્ધિ સામાન્ય અનુપલબ્ધિ કહેવાય છે. (૩) વિસ્મૃતિ અનુપલબ્ધિ-વિસ્મૃતિથી “આ તે છે” એવું અનુસંધાન ન કરી શકનારની જાણવી. પ્રશ્ન-૪ર૭ – અક્ષરોપલબ્ધિના અધિકારમાં અનુપલબ્ધિ અપ્રસ્તુત છે માટે, આ ત્રણે અનુઉપલબ્ધિનો અહીં અધિકાર જ નથી, તો શા માટે કહો છો? ઉત્તર-૪૨૭ – ઉપલબ્ધિનો વિપક્ષ અનુપલબ્ધિ એટલે વિપક્ષ તરીકે તે ત્રિવિધા અનુપલબ્ધિ પણ અહીં અધિકૃત છે. પ્રશ્ન-૪૨૮ – તો પણ અનુપલબ્ધિ ત્રણ છે એવો જે નિયમ છે એ ઘટતો નથી અતિસંનિકષ્ટ-અતિવિપ્રકૃષ્ટ રહેલી વસ્તુ જણાતી નથી તેથી તે પણ અનુપલબ્ધિથી પ્રસિદ્ધ છે તેથી તે બધી સાક્ષાત્ અથવા આદિ ગ્રહણથી કહેવી. પણ તેનો નૈવિધ્યનિયમ બરાબર નથી. માટે બધી અનુપલબ્ધિ કહોને? ઉત્તર-૪૨૮ – ના, ગ્રંથવિસ્તાર થઈ જાય અને અન્યત્ર કહેલી છે તથા બધી જ અનુપલબ્ધિઓ પ્રત્યક્ષ-અનુમાનાન્તર્ગત છે. અત્યારે અક્ષરશ્નતાધિકારથી જ સૂત્રમાં જે કવરવરદ્ધિમસ દ્ધિઅવqાં સમુપ્પન્ન કહ્યું છે એમાં પ્રતિપક્ષ પ્રશ્ન ઉઠાવે છે.... પ્રશ્ન-૪૨૯ – પુરુષ-સ્ત્રી-નપુંસક-ઘટ-પટાદિ વર્ણવિજ્ઞાનરૂપ અક્ષરલાભ સંજ્ઞીઓને થાય. એ એમ માનીએ છીએ પણ અસંશીઓને તો આ વર્ણવિજ્ઞાન ક્યાંય પણ સંભવતું નથી કારણ અક્ષરલાભ પરોપદેશજન્ય છે, એટલે મન વગરનાને તે નો અસંભવ છે ને? ઉત્તર-૪૨૯ - શ્રુતમાં તે એકેન્દ્રિયાદિ અસંજ્ઞીઓને પણ કહ્યું છે. રિયા ને મન્નાઈ સુમન્નાળી ય એ વચનથી અને શ્રુતજ્ઞાન વિના અક્ષરે સંભવતું નથી. પ્રશ્ન-૪૩૦ – તો એ વાતની શ્રદ્ધા કઈ રીતે કરવી? ઉત્તર-૪૩૦ – દાંત-(૧) જેમ ચૈતન્ય-જીવત-અકૃત્રિમસ્વભાવ આહારદિસંજ્ઞાદ્વારથી અસંજ્ઞીનું જ્ઞાન માનીએ છીએ તેમ લધ્યક્ષરાત્મક સમૂહજ્ઞાન પણ તેમનું જાણવું, પૃથ્વી આદિ એકેન્દ્રિયોનો જીવ જેમ દેખાતો નથી તેમ થોડું હોવાથી સ્થૂલદષ્ટિ તેને જોઈ શકતા Page #222 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૦૩ નથી. જો અક્ષર પરોપદેશજન્ય કહો તો પણ સંજ્ઞા-વ્યંજન અક્ષરોનું જ જાણવું-લબ્ધિ અક્ષર તો ક્ષયોપશમ-ઇન્દ્રિયાદિનિમિત્ત અસંજ્ઞિઓનું ઘટે છે. એ અહીં મુખ્યતયા પ્રસ્તુત છે સંજ્ઞાવ્યંજનાઅક્ષરમાં નહિ કારણ અહીં વ્યાપક એવા શ્રુતજ્ઞાનનો અધિકાર છે. અથવા દૃષ્ટાંત (૨) જેમ પરોપદેશાભાવે અનક્ષર એવા કેટલાક સંજ્ઞી અત્યંત મુગ્ધબુદ્ધિવાળા પુલીન્દ્રબાળગોપાળ-ગાય વગેરેને નરાદિવર્ણ વિશેષ વિષય વિજ્ઞાન ન હોવા છતાં કાંઈક લબ્ધિઅક્ષર મનાય છે. નરાદિ વર્ણઉચ્ચારણમાં તેના સાંભળવાથી પોતાનું નામ જાણે છે અને પ્રવૃત્તિનિવૃત્તિ આદિ કરતા દેખાય છે. એમ એ ગાય આદિઓને પણ તેવા પ્રકારનો પરોપદેશ નથી. છતાં પણ કોઈક વિશેષ ગંગાદિ શબ્દથી બોલાવી હોય તો પોતાનું નામ જાણે છે અને પ્રવૃત્તિ આદિ કરે છે એટલે ત્યાં પણ લધ્યક્ષર છે. અથવા અતિ નધ્યક્ષર, નવિવિજ્ઞાનસદ્ધીવાત, એમ અસંજ્ઞીઓને પણ તે કોઈક લધ્યક્ષર માનવો, આ રીતે, એકેન્દ્રિયાદિનો પણ છે અને જેટલો છે તેટલો લબ્ધિઅક્ષર સાધ્યો. હવે એકૈક અકારાદિ અક્ષરના જેટલા પર્યાયો છે તે વિશેષથી બતાવે છે. અલગ-અલગ અકારાદિ એકેક અક્ષર સ્વ-પર પર્યાય ભેદથી સર્વ ધર્માસ્તિકાયાદિદ્રવ્યોની પર્યાયરાશિ જેટલા જાણવા. આખા લોકમાં રહેલા જે પરમાણુ-દ્રયણુકાદિ અને એકાકાશ પ્રદેશાદિ દ્રવ્યો, સર્વે વર્ણો, તેના અભિધેય અર્થોનો મેળવીને જે પયયરાશિ થાય છે તે એકેક અકારાદિ અક્ષરનો થાય છે. તેમાંથી અકારના કેટલાક થોડા સ્વપર્યાયો છે તે પણ અનંતા છે, બીજા અનંતાનંતગુણા પરપર્યાયો છે. એમ સર્વસંગ્રહ છે આ બધોય સર્વદ્રવ્યપર્યાયરાશિ સભાવથી અનંતાનંતસ્વરૂપ છે. પણ, અસત્કલ્પનાથી લાખ પદાર્થો છે. એમ, માનો અને-અકાકારાદિ-ધર્માસ્તિકાયાદિ સર્વ આકાશપ્રદેશસહિત બધાય પદાર્થો હજાર છે, ત્યાં એક અકારપદાર્થના સર્વદ્રવ્યમાં રહેલ લાખ પર્યાયરાશિમાંથી અસ્તિત્વથી સંબદ્ધ ૧૦૦ સ્વપર્યાયો છે, શેષ નાસ્તિત્વથી સંબંદ્ધ બધા પરપર્યાયો છે. એમ, ઈકારાદિના પરમાણુયણુકાદિ એકૈક દ્રવ્યના પર્યાયો જાણવા. પ્રશ્ન-૪૩૧ – ક્યા સ્વપર્યાયો છે અને ક્યા પરપર્યાયો છે? ઉત્તર-૪૩૧ – જે ઉદાત્ત-અનુદાત્ત-સાનુનાસિક-નિરનુનાસિક આદિ આત્મગત પર્યાયોને અન્યવર્ણથી અસંયુક્ત અથવા સંયુક્ત અકાર અનુભવે તે તેના સ્વપર્યાયો કહેવાય છે. કારણ કે તે પર્યાયો અસ્તિત્વથી સંબદ્ધ છે, અનંત છે, વિષ્ણુ-પરમાણુ આદિદ્રવ્યો અનંત હોવાથી અને તેને તદ્દદ્રવ્ય પ્રતિપાદન શક્તિ ભિન્ન હોવાથી, નહિ તો એકરૂપ વર્ણથી વાચ્ય Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ હોવાથી તત્કૃતિપાદ્ય સર્વ એક થવાની આપત્તિ આવે, તેમની સાથે નસ્તિત્વથી સંબંધ હોવાથી. શેષ ઈંકારાદિ સંબંધિ અને ઘટાદિ ગત તેના પર પર્યાયો છે, એકેક અક્ષર સંબંધિ સર્વદ્રવ્ય-પર્યાયરાશિનું માપ કહેવું નહિ તો તેમનું પણ પરમાણુ દ્વયણુક-ઘટાદિદ્રવ્યોનું આજ માપ જાણવું એમ કહેતાં પર કહે છે. પ્રશ્ન-૪૩૨ – સ્વપર્યાયોની જ તે પર્યાયતા ઘટે છે, જે પરપર્યાયો છે તે ઘટાદિના હોય તો અક્ષરના નથી, જો અક્ષરના હોય તો ઘટાદિના નથી. તેથી, જો પરના પર્યાયો હોય તો તેના કઈ રીતે? જો તેના હોય તો પરના કઈ રીતે? આમ વિરોધ આવે છે. ઉત્તર-૪૩૨ – તમારી વાત બરાબર નથી, કહેવાનો મતલબ તમને ખબર નથી, કારણ કે પ્રકાર રૂકાર આદિ અક્ષરમાં ઘટાદિપર્યાયો અસ્તિત્વથી સંબદ્ધ નથી. એટલે તે પરપર્યાય કહેવાય છે. નહિ તો વ્યાવૃત રૂપથી તે પણ સંબદ્ધ જ છે. એટલે તેમનો પણ વ્યાવૃત્તરૂપે પારમાર્થિક સ્વપર્યાય તરીકે વિરોધ નથી. વિદ્યમાનતાથી તો ઘટાદિપર્યાયો ઘટાદિમાં જ સંબદ્ધ છે. એટલે તે અક્ષરના પરપર્યાયો કહેવાય છે. વસ્તુનું સ્વરૂપ બે પ્રકારનું હોય છે. (૧) અસ્તિત્વ (૨) નાસ્તિત્વ. એટલે જ્યાં જે અસ્તિત્વથી સંબદ્ધ છે, તે સ્વપર્યાયો અને જે નાસ્તિત્વથી સંબદ્ધ છે, તે તેના પરપર્યાયો કહેવાય છે. આમ સ્વ-પર શબ્દો નિમિત્તનો ભેદ જણાવનારા જ છે. પરંતુ તે પર્યાયો તેમાં સર્વથા સંબંધ કે અસંબંધી જણાવનારા નથી. આ રીતે, અક્ષરમાં ઘટાદિપર્યાયો અસ્તિત્વથી અસંબદ્ધ હોવાથી પરપર્યાયો કહેવાય છે. તે ત્યાં સર્વત્ર સંબદ્ધ નથી એવું નથી. કેમકે, નાસ્તિત્વથી ત્યાં સંબદ્ધ છે. એકનો ઉભયત્ર સંબંધ નથી ઘટતો એવું નથી કેમકે એક હિમવતુ આદિનો બે અંશથી પૂર્વાપર સમુદ્રાદિ સાથે સંબંધ છે. જો એક રૂપથી ઉભયત્ર સંબંધ માનીએ તો વિરોધ થાય, અહીં એવું નથી બેરૂપથી ઘટાદિ પર્યાયોનો ત્યાં અને અન્યત્ર બંને સ્થળે સંબંધ છે, સર્વેને ત્યાં ઘટાદિમાં અને અસત્ત્વન અક્ષરાદિમાં સંબંધ છે. પ્રશ્ન-૪૩૩ – ગધેડાના શિંગડાની જેમ અવિદ્યમાનતા અભાવસ્વરૂપ હોવાથી વસ્તુનું સ્વરૂપ જ નથી તો અવિદ્યમાનરૂપે તેનો તેમાં સંબંધ કેવી રીતે મનાય? ઉત્તર-૪૩૩ – તે શંકા યોગ્ય નથી, ખરવિષાણકલ્પના વસ્તુનો અભાવ સિદ્ધ કરતી નથી. કારણ કે પ્રાગભાવ-પ્રધ્વસાભાવ-ઘટાભાવ-પટાભાવાદિ વસ્તુ અભાવના વિશેષણની જેમ ખરવિષણાદિમાં વિશેષણ સંભવતું નથી, તેઓ સર્વોપાખ્ય અવિરહ લક્ષણ નિરભિલપ્ય ષષ્ટભૂતની જેમ નીરૂપ છે તથા ખરવિષાણનો અત્યંતભાવ માત્ર જ વ્યવહારિઓ દ્વારા સંકેતિત હોવાથી ષષ્ટભૂતવત્ વસ્તુઅભાવ પણ અમે નિરૂપ માનીએ છીએ, એમ નથી Page #224 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર કારણ કે નીરૂપની નિરભિલપ્યત્વેન પ્રાગભાવાદિ વિશેષણ અસંગતિ છે. પરંતુ જેમ મૃŃિડાદિપર્યાય ભાવ છતો ઘટાકારાદિવ્યાવૃતિ માત્રથી પ્રાગભાવ કહેવાય છે. જેમ કપાલાદિપર્યાય ભાવ છતો ઘટાકારના નાશ માત્રથી પ્રધ્વંસાભાવ કહેવાય છે તેમ, અન્યપર્યાયને પ્રાપ્ત થયેલો અક્ષરાદિભાવ છતાં પણ ઘટાદિવસ્તુનો અભાવરૂપે પ્રાપ્ત થાય છે. નહિ કે, સર્વથા અભાવરૂપે કેમકે સર્વથા અભાવ તો સ્વરૂપ રહિત અનભિલપ્ય છે. પ્રશ્ન-૪૩૪ પણ ખરવિષાણાદિ શબ્દથી તે પણ અભિલાપ્ય જ છે ને તો તેને નિરભિલાપ્ય કેમ કહેવાય ? ઉત્તર-૪૩૪ તેની સર્વથા નિરભિલાપ્યતા જણાવવા માટે જ સંકેતમાત્રભાવિ ખરવિષાણાદિ શબ્દોનો લોકો ત્યાં વ્યવહાર કરે છે. બીજું કે ઘટાદિપર્યાયોનો અક્ષરમાં નાસ્તિત્વથી સંબંધ ના માનો તો અસ્તિત્વ-નાસ્તિત્વ અન્યોન્ય વ્યવચ્છેદરૂપ હોવાથી અસ્તિત્વથી તેમનો ત્યાં સંબંધ થાય. એટલે અક્ષરપણ ઘટાદિરૂપ જ થાય એટલે સર્વ વિશ્વએકરૂપ થઈ જાય એટલે સહઉત્પત્તિ-નાશ આદિની આપત્તિ આવે. - ૨૦૫ પ્રશ્ન-૪૩૫ - ઘટાદિમાં વ્યવસ્થિત ઘટાદિપર્યાયોનું નાસ્તિત્વલક્ષણ અક્ષરમાં કઈ રીતે પ્રાપ્ત થયું ? કારણ કે રૂપી વિના રૂપ ન ઘટે અને તેમ છતાં જો ઘટે તો જગત આખું એકરૂપ જ થઈ જાય ? ઉત્તર-૪૩૫ જો તે પણ ત્યાં હોય તો વિશ્વએકતા થાય. એટલે ઘટાદિના પર્યાયો ઘટાદિને છોડીને અન્યત્ર નાસ્તિત્વ તરીકે વ્યાપ્તિ ઇષ્ટ છે. અન્યથા સ્વ-પરભાવ ન ઘટે એટલે ક્યાંક વિશ્વએકતા પણ અબાધિત જ છે કેમકે દ્રવ્યાદિરૂપે આખા વિશ્વનું એકત્વ માન્યું છે, એટલે એ વિષય અતિ ગંભીર છે એ સ્થિરબુદ્ધિવાળા એ વિચારવું. તેથી, ઘટાદિપર્યાયો નાસ્તિત્વથી અક્ષરમાં પણ સંબદ્ધ છે. તેના પર્યાયો પણ અસ્તિત્વથી ઘટાદિમાં જ સંબદ્ધ છે, અક્ષરમાં અસ્તિપણે નથી એટલે જ તેમાં ૫૨૫ર્યાયતાનો વ્યપદેશ કર્યો છે. 1 - પ્રશ્ન-૪૩૬ • જો ઘટાદિપર્યાયો અક્ષરમાં જોડાયેલા ન હોવાથી પરપર્યાયો કહેવાય છે. તો, તે અક્ષરના પર્યાયો કેમ કહો છો ? ઉત્તર-૪૩૬ ઘટાદિપર્યાયો પણ અક્ષરના પર્યાયો થાય છે. ત્યાગસ્વપર્યાવિશેષણાદિથી તે અક્ષરના પણ ઉપયોગમાં આવે છે. ત્યાગથી-અભાવથી ઉપયોગમાં આવતા હોવાથી ઘટાદિપર્યાયો સત્ત્વથી અક્ષરમાં સંબદ્ધ ન હોવા છતાં તેના પર્યાયો થાય છે. કારણ કે ત્યાં જો તેમનો અભાવ ન હોય તો તે અક્ષર ઘટાદિથી જુદાપણે સિદ્ધ ન થાય. ત્યાં પણ ઘટાદિપર્યાયો છે. એટલે અક્ષરના અભાવે ઉપયોગથી ઘટાદિપર્યાયો તેના dad Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ થાય છે. તેમ સ્વપર્યાયોના વિશેષણથી પરપર્યાયો પણ તેના થાય છે. પરપર્યાયો ન હોય તો કોઈ સ્વપર્યાયો ભિન્ન સિદ્ધ થતા નથી. સ્વ-પરશબ્દની ત્યાં અપેક્ષા રહેલી છે. પ્રયોગ – રૂદ થોપયુ તે તદ્રવત્યષ તસ્થતિ વ્યક્તિ , યથા રેવત્તા વધન उपयुज्यन्ते च त्याग-स्वपर्यायविशेषणादिभावेन घटादिपर्याया अप्यक्षरस्य, अतस्ते तस्याऽपि મા ! જે જેમાં જોડાયેલ છે તે તેનાથી અલગ હોવા છતાં તેનું જ ગણાય છે. જેમકે, દેવદત્તાદિનું સ્વધન તેનાથી ભિન્ન છતાં તેનાથી જોડાયેલું છે, એ રીતે અભાવ અને સ્વપર્યાયના વિશેષણાદિભાવથી ઘટના પર્યાયો પણ અક્ષરના છે એટલા માટે કે તે તેના પણ પર્યાયો થાય છે. એમ અક્ષરપર્યાયો પણ ઘટાદિના કહેવા. જેમ કોઈ પુરુષમાં પોતાનું ધન સંબદ્ધ ન હોવા છતાં ચૈતન્યની જેમ તેનું કહેવાય છે કારણ કે ચૈતન્યની જેમ ધન તેની સાથે જોડાયેલું છે, તેવી જ રીતે ઘટાદિ પર્યાયો અક્ષરમાં સંબદ્ધ ન હોવા છતાં પણ તે અક્ષરના પર્યાયો છે. (૨) જેમ દર્શન-જ્ઞાન-ચારિત્ર ગોચર સ્વકાર્યના કરનારા સર્વદ્રવ્ય-પર્યાયો સ્વધનની જેમ જુદા છતાં શ્રદ્ધા યોગ્ય, જાણવા યોગ્ય અને ક્રિયા-ફળમાં ઉપયોગી હોવાથી યતિના પર્યાયો કહેવાય છે. તેમ, ગ્રહણરૂપ અને ત્યાગરૂપ ફળવાળા પર્યાયો અક્ષરોના ય છે અને ઘટના પણ છે. પ્રશ્ન-૪૩૭ – તે સર્વદ્રવ્ય પર્યાયો કેવા લેવાના? ઉત્તર-૪૩૭ – દર્શન-જ્ઞાન-ચારિત્ર વિષયાલેવા, કારણ કે તે સમ્યગ્દર્શનથી શ્રદ્ધાકરાય છે, જ્ઞાનથી જણાય છે અને ચારિત્રના પણ આહાર-વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણ-ઔષધશિષ્યાદિદ્વારા ચારિત્રમાં ઉપયોગી ઘણા હોય છે અવ્યવહારો ગેરફયા એ વચનથી નારકી સિવાયના સર્વદ્રવ્ય પર્યાયો ચારિત્રમાં ઉપયોગી છે અથવા પઢમંમિ સવ્યનીવા વી રિમે ય સદ્ગદ્ગારું I લેસાં મહāયા વંતુ તક્ષિલેખ ધ્યાાં inશા એ વચનથી આ બધા જ્ઞાનદર્શન-ચારિત્ર ગોચર છે. કેમકે, વ્રતો ચારિત્રરૂપ છે અને ચારિત્ર જ્ઞાન-દર્શન-વિના ન હોય. એટલે એ શ્રદ્ધેયવાદિરૂપે ઉપયોગી છે એના વિના શ્રદ્ધાઆદિ ન ઘટે વિષય વિના વિષયિની ઉત્પત્તિ ઘટતી નથી. પ્રશ્ન-૪૩૮ - કોની જેમ સર્વકાર્યનિષ્પાદક છતાં જ્ઞાન-દર્શનાદિ સ્વપર્યાયો યતિના થાય છે ? ઉત્તર-૪૩૮ – જેમ દેવદત્તાદિ કોઈ પુરુષથી ભિન્ન છતાં તે ધન દેવદત્તાદિનું થાય છે તેમ બધાય દ્રવ્યપર્યાયો ત્યાગ-ગ્રહણફળવાળા હોવાથી જ્ઞાન-દર્શનાદિરૂપ સર્વપર્યાયો યતિના Page #226 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૦૭ થાય છે. તેમજ પ્રત્યેક દરેક અક્ષરોના પણ અકારાદિવર્ણો હોવાથી ઉપલક્ષણથી ભિન્ન છતાં ઘટાદીનાં પણ હોય છે. સૂત્રમાં પણ કહ્યું છે કે જે પ નાડુ (કાવારી ખૂ. ૨૨૨) જો સર્વ વસ્તુનું જ્ઞાન થયું હોય તો જ એક વસ્તુનું સંપૂર્ણજ્ઞાન થાય અને જે સર્વપર્યાય સહિત એક વસ્તુને જાણે છે તે જ સર્વવસ્તુને પણ સર્વપર્યાય સહિત જાણે છે, કારણ કે, એક વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન થયું હોય તો જ સર્વ વસ્તુનું જ્ઞાન થાય એટલે સર્વપર્યાય યુક્ત વસ્તુને જાણતો વ્યક્તિ અકાર રૂપ અક્ષરને સર્વપ્રકારે સર્વપર્યાયોથી યુક્ત જાણતો નથી તેથી શેષ સમસ્તવસ્તુના પરિજ્ઞાનોથી જ એક અક્ષર જણાય છે. પ્રશ્ન-૪૩૯ – જો એમ હોય તો પણ પ્રસ્તુતમાં ઘટાદિપર્યાયો અક્ષરના પર્યાયો છે એમાં શું નિષ્કર્ષ થયો? ઉત્તર-૪૩૯- તેથી જે ઘટાદિપર્યાયો અજ્ઞાત છતે જો પ્રસ્તુત એક અક્ષર જાણતો નથી અને જ્ઞાત છતે જણાય છે તે ઘટાદિ પરપર્યાયો તેના ધર્મો જ છે. જેમકે ઘટના રૂપાદિ ધર્મોપ્રયોગ-વેષામનુપલ્લવ્ય યત્ નો પતગતે, ૩૫ર્ચો વોત્તમ્ય, તસ્ય તે ધર્મા પવ, યથા ઘટી रुपादयः, नोपलभ्यते च प्रस्तुतमेकमक्षरं समस्तघटादिपर्यायाणामनुपलब्धौ, लभ्यते च तदुपलब्धौ, રૂતિ તે તસ્ય ધમ: અહીં અક્ષર વિચારાનો પ્રસ્તુત છે. એટલા માત્રથી જ તે સર્વદ્રવ્યપર્યાયરાશિ પ્રમાણ સાબિત થયો, એટલું જ નહિ જોવું, પરંતુ વત્ વિમfપ વસ્તુ તિ, तत्सर्वमित्थंभूतमेव । પ્રશ્ન-૪૪૦ – જો એમ હોય તો કેમ અક્ષરને જ અંગીકાર કરી આ પર્યાયમાન કર્યું છે? ઉત્તર-૪૪૦ – અહીં અક્ષરનો અધિકાર પ્રસ્તુત છે. એટલે તેનું જ આ પર્યાયમાન કહ્યું છે અને સર્વવસ્તુ એમ જ ઉપલબ્ધ થાય છે. પ્રશ્ન-૪૪૧ - ભલે એમ થાય, પરંતુ પ્રસ્તુત અક્ષરના ક્યા સ્વપર્યાયો છે અને ક્યા પરપર્યાયો છે તે બતાવો? ઉત્તર-૪૪૧ - સામાન્યથી તે અકારાદિઅક્ષરના સ્વપર્યાયતયા વિષયથી અભિલાપ્ય પર્યાયો એમ વિચારાય કે તે સર્વ અભિલાખાનભિલાખ પર્યાયોના કેટલાયે ભાગે હોય છે. અર્થાત્ અભિલાખ સર્વ વસ્તુ અક્ષરથી કહેવાય છે. એટલે તેને કહેવાની શક્તિરૂપ તેના અભિલાપ-પ્રજ્ઞાપનીય સ્વપર્યાયો કહેવાય છે બીજા અનભિલાખ-પરપર્યાયો કહેવાય છે. એટલે એ અભિલાપ્ય સ્વપર્યાયો સર્વપર્યાયોનો કેટલામો ભાગ થાય છે એમ વિચારાય છે. પ્રશ્ન-૪૪૨ – તે કઈ રીતે? Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યનું - ઉત્તર-૪૪૨ – કારણ કે તે પ્રજ્ઞાપનીયભાવો સામાન્યથી અકારાદિવર્ણોના સ્વપર્યાયો છે એટલે થોડા-અનંત ભાગે રહેલા છે બીજા અભિલાપ્ય અને અનભિલાખ ભાવો સર્વે પરપર્યાયો છે એટલે સ્વપર્યાયોથી અનંતગુણા છે. કારણ કે સર્વ વસ્તુના લોકા-લોકાકાશને છોડીને થોડા સ્વપર્યાયો-પરપર્યાયો અનંતગુણ છે લોકાલોકાકાશ તો એકલું જ સર્વ પદાર્થોથી અનંત ગુણ છે શેષ પદાર્થો તો એકઠા થયેલા પણ તેના અનંતભાગના હોવાથી તેઓમાં સ્વ-પર પર્યાયોનો ક્રમ વિપરિત જાણવા-સ્તોક પરપર્યાયો-અનંતગુણા સ્વપર્યાયો એટલે કે આકાશના પરપર્યાયો થોડા છે અને સ્વપર્યાયો એથી અનંતગુણા છે. સ્થાપના :- એને કલ્પનાથી સમજીએ, સર્વઆકાશપ્રદેશના અન્ય સર્વપદાર્થો વાસ્તવિક અનંત છતાં અસત્કલ્પનાથી-૧૦ માનીએ સર્વઆકાશપ્રદેશના-પદાર્થો એકલા પણ-૧૦૦, પ્રતિપદાર્થ પ-૫ સ્વપર્યાયો છે, એટલે ધર્માસ્તિકાયપ્રદેશાદિ બધા પદાર્થોના સ્વપર્યાયો ૧૦૮૫=૫૦. તે આકાશના પરપર્યાયો છે, અને સ્ટ્રોક સ્વપર્યાયો ૫૦૦ છે. આ પર્યાયો પરપર્યાયોથી ઘણા છે. તેથી શેષ સર્વપદાર્થો આકાશના અનંતભાગવર્તી હોવાથી, આકાશના તો એકલાના પણ તેમનાથી અનંતગુણ અધિક હોવાથી સ્વપર્યાયો-પરપર્યાયોમાં અલ્પબદુત્વની વિપરિતતા જાણવી. આકાશથી અન્યપદાર્થોના તો આ દષ્ટાંતથી સ્વપર્યાયો સ્ટોક અને પરપર્યાયો બહુ વિચારવા. જેમકે, ફક્ત એક ધર્માસ્તિકાય પ્રદેશમાં ૫ સ્વપર્યાયો છે અને પરપર્યાયો ૫૪૫ છે એમ અક્ષર-પરમાણુઆદિમાં પણ સ્વ-પરપર્યાયો માટે વિચારવું. પ્રશ્ન-૪૪૩ – સર્વાકાશપ્રદેશોના બધા મળીને જેટલા પર્યાયો છે તેટલા એક અક્ષરના પર્યાયો હોય છે. એટલા જ આગમમાં કહ્યા છે તો અહીં સર્વદ્રવ્ય-પર્યાયમાન કેમ લીધું છે? નંદિસૂત્રમાં કહ્યું છે – સત્રાસવામાં વ્યાપાર્દિ મvidયં પન્નવેશ્વર નિuaM અને એની વૃત્તિમાં કહ્યું છે. સર્વ તલાશ તોવાનોવામિત્વ તથ च प्रदेशा निविभागा भागास्तेषामग्रं परिमाणं सर्वकाशप्रदेशाग्रं, सर्वकाशप्रदेशैः किं ? अनन्तगुणितमनन्तशो गुणितमनन्तगुणितम्, एकैकस्मिन्नाकाशप्रदेशेऽनन्तानामगुरुलघुपर्यायाणां સતાવાત, પર્યાયક્ષ પર્યાયપરિપાક્ષર નિષ્પતિ તિ ા એમ આગમમાં ફક્ત સર્વાકાકાશપ્રદેશપર્યાયરાશિપ્રમાણ અક્ષરપર્યાયનું માપ કહ્યું છે. અહીં તો ધર્માધમકાશ-પુદ્ગલ-જીવાસ્તિકાય-કાલરૂપ સર્વદ્રવ્ય-પર્યાયરાશિપ્રમાણ તે કહ્યું છે તો વિરોધ કેમ ન થાય? ઉત્તર-૪૪૩– ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યોના પર્યાયો આકાશપર્યાયોથી થોડા અનંતભાગવર્તિ છે એટલે નંદિસૂત્રમાં સાક્ષાત્ કહ્યા નથી. પરંતુ, જે તેમનાથી અતિવધુ અનંતગુણા છે. તે જ સર્વ આકાશપર્યાયો સાક્ષાત્ કહ્યા છે, અર્થથી તો ધમસ્તિકાયાદિ પર્યાયો પણ નંદિસૂત્રમાં કહેલા છે. નહિતો જો એ ન માનીએ તો તે ધર્માસ્તિકાયાદિ પર્યાયો અક્ષરના સ્વ Page #228 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૦૯ પરપર્યાયોમાંથી કયા પર્યાયો થાય શું સ્વપર્યાયો થાય કે ૫૨૫ર્યાયો થાય ? અથવા ખવિષાણ જેવો અભાવ થાય ? એ ત્રણ ગતિ છે કેમકે ત્રિભુવનમાં જે પર્યાયો છે, બધાય પણ અક્ષરાદિ વસ્તુના સ્વપર્યાયોથી થાય અથવા પરપર્યાયોથી થાય. અન્યથા અભાવનો પ્રસંગ આવે. તે આ રીતે-જે કોઈ ક્યાંક પર્યાયો છે તે રૂપાદિની જેમ સ્વ અથવા પર પર્યાયો છે. અક્ષરાદિવસ્તુના સ્વ-૫૨પર્યાયોથી અન્યતરરૂપ થાય છે. જે જે અક્ષરાદિના સ્વપર્યાયો સ્વ-૫૨પર્યાયોથી નથી હોતા, તે નથી જ. જેમકે, ખવિષાણની તીક્ષ્ણતાદિ તેથી ધર્માસ્તિકાયાદિ પર્યાયો સૂત્રમાં થોડા હોવાથી ન કહેલા પણ “ને પાં નાળફ સે સર્વાંનાળફ' વગેરે સૂત્રપ્રમાણતાથી અર્થથી ધર્માસ્તિકાયાદિ પર્યાયો અક્ષરના પરપર્યાય તરીકે કહેલા જાણવા. પ્રશ્ન-૪૪૪ તો પછી સવ્વાસિસ....અનંતનુળિય એમ અહીં સર્વ આકાશપ્રદેશો સૂત્રમાં અનંત ગુણા શા માટે કહ્યા છે ? - ઉત્તર-૪૪૪ કારણ કે એક-એક આકાશપ્રદેશમાં અગુરુલઘુપર્યાયો વીતરાગોએ અનંત પ્રરૂપ્યા છે, તેથી આ અભિપ્રાય છે. અહીં નિશ્ચયમતે બાદર સર્વ વસ્તુ ગુરુલઘુ, સૂક્ષ્મ વસ્તુ અગુરુલઘુ, ત્યાં અગુરુલઘુ વસ્તુ સંબંધિ પર્યાયો પણ અગુરુલઘુ શાસ્ત્રમાં કહેવાય છે. અને આકાશપ્રદેશો અગુરુલઘુ છે, એટલે તેના પર્યાયો પણ અગુરુલઘુ કહેવાય છે. તેઓ તેમાં પ્રત્યેક અનંતા છે, એટલે સર્વાકાશપ્રદેશાગ્રો સર્વકાશપ્રદેશોથી અનંતગુણ કહ્યા છે. પ્રશ્ન-૪૪૫ – નંદિઅધ્યયનમાં સાસવડ્સમાં...પન્નવવાં નિફ એ પ્રમાણે સામાન્યથી જ નાળમæાં તિજ્ઞાનરૂપ-અક્ષર બતાવ્યું છે. સામાન્યથી તો સૂત્રમાં જ્ઞાન એટલે અક્ષર એમ કહ્યું છે. એ રીતે, કેવલજ્ઞાન મોટું હોવાથી ત્યાં કેવલજ્ઞાનાક્ષર જ છે, એમ કહ્યું હોય તેવું જણાય છે. અક્ષર અહીં તો શ્રુતજ્ઞાનનો અધિકાર હોવાથી શ્રુતાક્ષર અકારાદિ જ અક્ષર શબ્દવાચ્ય તરીકે પ્રસ્તુત છે. તેથી તે અકારાદિ શ્રુતાકાર કેવલજ્ઞાનના પર્યાયમાન તુલ્ય કોઈપણ રીતે ન થાય. તે અહીં દોષ છે. અભિપ્રાય-કેવલજ્ઞાન સર્વદ્રવ્ય-પર્યાયનું જાણકાર છે. તેથી, તે સર્વ દ્રવ્ય-પર્યાય માનવાળું ભલે થાય, પણ શ્રુત તો તેના અનંતભાગના વિષયવાળું હોવાથી તેના પર્યાયના માનની સમાનતા કઈ રીતે થાય ? અર્થાત્ કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાનના પર્યાયો સરખા કેવી રીતે થાય ? ઉત્તર-૪૪૫ – ત્યાં પણ અવર સળી સમાં સાયં હતું વગેરે પ્રક્રમમાં અપર્યવસિત શ્રુત વિચારાતાં સવ્વાસપÇમાં ઇત્યાદિ સૂત્ર કહેવાય છે તેથી જેમ અહીં છે, તેમ ત્યાં પણ શ્રુતાધિકારથી અકારાદિ અક્ષર જ જણાય છે કેવલાક્ષર નહિ. ભાગ-૧/૧૫ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૪૪૬ - સત્રનીવા ય વરઘર મiતમામ નિષ્ણુડિયો એ સૂત્ર ત્યાં કેવલાક્ષર સમજાય છે નહિ કે કૃતાક્ષર સકલદ્વાદશાંગીના જાણકાર સંપૂર્ણ શ્રુતાક્ષરનો સભાવ હોવાથી સર્વ નવા મક્ષરચનામા નિત્યોદ્ધાદ: એ અર્થ ઘટતો નથી તેનું શું? ઉત્તર-૪૪૬ - તમારું કથન વિચાર્યા વગરનું છે કેમકે એ રીતે કેવલાક્ષર પણ ત્યાં ઉત્પન્ન નહિ થાય. કેમકે કેવલીને સંપૂર્ણ કેવલાક્ષરનો અભાવ હોય છે. તેથી સર્વગીવાનામ એ અર્થ ત્યાં પણ ઘટતો નથી. પ્રશ્ન-૪૪૭ – ત્યાં સામાન્યથી સર્વજીવનું ગ્રહણ કરતાં છતાં પ્રકરણથી કે અપિશબ્દથી કેવલીને છોડીને અન્યોનો જ અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો છે એમ સમજો એટલે કેવલાક્ષર ગ્રહણમાં વિરોધ નથી? ઉત્તર-૪૪૭ – એ તો શ્રુતાક્ષરગ્રહણમાં પણ ન્યાય સમાન છે, કેમકે ત્યાં સામાન્યથી સર્વજીવનું ગ્રહણ છતાં પ્રકરણ કે અપિશબ્દથી સમસ્ત દ્વાદશાંગીના જાણકારને છોડીને જ આપણાં જેવા બીજાનો અક્ષરનો અનંતમો ભાગ નિત્યઉઘાડો છે. એમ અહીં પણ કહી શકાય, તેથી ત્યાં અને અહીં અકારાદિ શ્રુતાક્ષર જ સમજાય છે. અથવા અહીં કૃતાક્ષર કહ્યું છે અને ત્યાં કેવલાક્ષર પણ હોય, કૃતાક્ષરને કેવલાક્ષર તુલ્ય માનતા વિરોધ થતો નથી. કેમકે સ્વના અકારાદિ પર્યાયોથી શ્રુતાક્ષર કેવલાક્ષરથી તુલ્ય ન થાય, શ્રુતજ્ઞાનસ્વપર્યાયો સર્વપર્યાયોના અનંતભાગે છે. અને કેવલજ્ઞાન સર્વદ્રવ્યપર્યાયરાશિ પ્રમાણ છે. તે બધામાં તેનો વ્યાપાર હોવાથી. તે આ રીતે લોકમાં સમસ્તદ્રવ્યોનો સમુહપર્યાય રાશિ અનંતાનંત સ્વરૂપ છે પણ અસત્કલ્પનાથી ૧,૦૦,૦૦૦ માનીએ એમાંથી શ્રુતજ્ઞાનના સ્વપર્યાયો ૧૦૦ છે અને પરપર્યાયો ૯૯,૯૦૦ કેવલજ્ઞાનમાં તો એ ૧,૦૦,૦૦૦ પર્યાયો પણ પ્રાપ્ત થાય છે. તે સર્વોપલબ્ધિ સ્વભાવ હોવાથી તે ઉપલબ્ધિવિશેષરૂપ તે બધાય કેવલના પર્યાયો છે. કેમ કે, તે સર્વ દ્રવ્યપર્યાયને જાણનાર છે. જ્ઞાન એ શેયોપલબ્ધિ સ્વભાવવાળું હોય છે. એટલે કેવલજ્ઞાનના ૧,૦૦,૦૦૦ પર્યાય શ્રુતજ્ઞાનના ૧૦૦ પર્યાય થાય. એટલે કૃતાક્ષરો કેવલાલરના સ્વપર્યાય જેટલા નથી. પ્રશ્ન-૪૪૮ - તો પરપર્યાયોથી તે તુલ્ય થશે? ઉત્તર-૪૪૮ - તે પરપર્યાયોથી કેવલતુલ્ય નહિ થાય. કારણ કે શ્રુતજ્ઞાનનાઘટાદિવ્યાવૃત્તિરૂપ પરપર્યાયો તેના અનંતાનંત છે કલ્પનાથી ૯૯,૯૦૦ છે તો પણ સર્વદ્રવ્યપર્યાય રાશિ જે લાખ છે. તેના તુલ્ય સો પર્યાયો થતા નથી, સર્વપર્યાયાવંત ભાગથી Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ગુજરાતી પ્રશ્નોત્તર કલ્પનાથી શ્રુતજ્ઞાનના માનેલા ૧૦૦ પર્યાયો સદ્ભાવથી તો અનંતાત્મક સ્વપર્યાય રાશિ ૯૯,૯૦૦થી ન્યૂન છે. કેવલજ્ઞાનના સ્વપર્યાયો તો સંપૂર્ણ સર્વપર્યાયરાશિપ્રમાણ છે, માટે પરપર્યાયથી પણ શ્રુતજ્ઞાન કેવલજ્ઞાની સમાન નથી. પરંતુ, સ્વ-પરપર્યાયોથી તો તે કેવલપર્યાય તુલ્ય જ છે, કેવલની જેમ તેના સ્વ-પરપર્યાયો પણ સર્વદ્રવ્ય-પર્યાયપ્રમાણ છે. પ્રશ્ન-૪૪૯ - જો એમ હોય તો કેવલજ્ઞાન અને શ્રુતમાં શું તફાવત છે? ઉત્તર-૪૪૯– ઉભયત્ર સર્વદ્રવ્ય-પર્યાયરાશિપ્રમાણત્વ તુલ્ય છતાં શ્રત-કેવલનો વિશેષ છે, સામાન્યથી અનંતપર્યાયવાળું કેવલ સ્વપર્યાયોથી જ તે પ્રકમાનુવર્તમાન સર્વદ્રવ્યપર્યાય રાશિથી તુલ્ય છે અને શ્રુતજ્ઞાન સામૂહિક સ્વ-પરપર્યાયોથી તુલ્ય છે એટલો તફાવત છે. પ્રશ્ન-૪૫૦ – કેવલજ્ઞાનના એટલા પર્યાયો કઈ રીતે? ઉત્તર-૪૫૦ - કેવલજ્ઞાન-સર્વદ્રવ્ય-પર્યાયરૂપ શેય તરફ સર્વભાવોમાંસમગ્રજ્ઞાતવ્યપદાર્થોમાં જે પરિચ્છેદલક્ષણ વ્યાપાર છે ત્યાં પ્રતિસમય પ્રવૃત્તિવાળું છે અર્થાતકેવલજ્ઞાન સર્વ દ્રવ્યપર્યાયોને જાણે છે. તેના દ્વારા જણાતા ભાવો તે જ્ઞાનવાદિનયમતે તસ્વરૂપતાથી પરિણત છે. તેથી, જ્ઞાનમય હોવાથી તે કેવલના સ્વપર્યાયો જ થાય છે. એટલે કેવલજ્ઞાન તે જ સર્વદ્રવ્ય પર્યાયરાશીતુલ્ય થાય છે. શ્રુતાદિજ્ઞાનો તો સર્વદ્રવ્યપર્યાયરાશિના અનંત ભાગને જ જાણે છે. એટલે તેમનાં સ્વપર્યાયો એટલા જ હોય છે. એટલે શ્રુતજ્ઞાન સ્વપર્યાયોથી તેના તુલ્ય નથી. એટલો તે બંનેમાં વિશેષ છે. આ પક્ષમાં કેવલના પરપર્યાયની વિવક્ષા નથી કરાઈ, કેમકે જે કેવલના નિઃશેષજ્ઞેયગત પર્યાયો છે. તે જ્ઞાનાદ્વૈતવાદિનયમતે જ્ઞાનરૂપ હોવાથી અથપત્તિથી જ સ્વપર્યાયો કહ્યા છે, પરપર્યાયાપેક્ષાથી નહિ. એમ, સામાન્ય કેવલજ્ઞાનમાં વિરોધની શંકા ન કરવી. યથાવસ્થિત વસ્તુસ્વરૂપને આશ્રયીને કેવલજ્ઞાન પણ અક્ષરની જેમ સ્વ-પરપર્યાયથી ભિન્ન જ છે, માત્ર સ્વપર્યાયથી યુક્ત જ નથી. કારણ કે, કેવલજ્ઞાન પ્રતિનિયત જીવપર્યાયરૂપ જીવભાવ છે. તે ઘટાદિસ્વરૂપ નથી કે ઘટાદિ તેના સ્વભાવો નથી. પણ તેનાથી ભિન્ન છે, એટલે તેનાથી જણાતા તેના સ્વપર્યાયો કઈ રીતે થાય ? સર્વ સંકર-એત્વાદિ આપત્તિ આવે. કેવલજ્ઞાન અમૂર્ત હોવાથી ચેતનવ-અપ્રતિપાતિમત્ત્વ-નિરાવરણત્વાદિ કેવલજ્ઞાનના સ્વપર્યાયો છે. ઘટાદિપર્યાયો તો વ્યાવૃત્તિ આશ્રયીને પરપર્યાયો છે. કેટલાક કહે છે – સર્વદ્રવ્યગત સર્વ પર્યાયોને કેવલજ્ઞાન જાણે છે, પણ જે સ્વભાવથી એક પર્યાય જાણે છે તેનાથી બીજાને જાણતો નથી, પરંતુ સ્વભાવભેદથી જાણે છે નહિતો સર્વદ્રવ્ય-પર્યાયએકત્વની આપત્તિ આવે. તેથી સ્વભાવભેદરૂપ સર્વદ્રવ્ય-પર્યાયરાશિ તુલ્ય Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૨. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ કેવલજ્ઞાનના સ્વપર્યાયો અને સર્વદ્રવ્યપર્યાયો પરપર્યાયો, એમ કેવલના એ બંને પર્યાયો તુલ્ય છે. એ રીતે નંદિસૂત્રમાં અવિશિષ્ટ-સામાન્ય પણે જે સર્વાકાશપ્રદેશાગ્ર અનંતગણું અક્ષરપ્રમાણે કહેલું છે તે શ્રતનું હોય કે કેવલનું હોય વિરુદ્ધ નથી. કેમકે ઉક્તન્યાયથી બંને અક્ષરો સમાનપર્યાયવાળા છે. તે આમ, શ્રુત અને કેવલના પરપર્યાયો નિર્વિવાદ તુલ્ય જ છે. જોકે સ્વપર્યાયો કેટલાક કહે છે એનાથી કેવલના ઘણા કહ્યા છે તો પણ તેમનાથી વ્યાવૃત હોવાથી તેટલા શ્રુતના પરપર્યાયો વધે છે. આમ, પણ સામાન્યથી બંનેના પર્યાયો સમાન છે, એટલે સૂત્રમાં બંનેનું ગ્રહણ કરવામાં પણ કાંઈ વાંધો નથી. પ્રશ્ન-૪૫૧ – આ સર્વપરિમાણ અક્ષર શું આખું ય જ્ઞાનાવરણ કર્મથી આવરાય છે કે નહિ? ઉત્તર-૪૫૧ – સામાન્યથી જ તે સર્વપર્યાયપરિણામ અક્ષરનો અનંતભાગ ચૈતન્યમાત્ર હોવાથી નિત્ય ઉઘાડો છે, કેવલી વિનાના સર્વજીવોનો જઘન્ય-મધ્ય-ઉત્કૃષ્ટ ત્રિવિધભેદ શ્રુતમાં કહેલો છે. (૧) સર્વજઘન્ય અક્ષરનો અનંતભાગ: તે આત્માનું જીવનિબંધન ચૈતન્યમાત્ર છે. અને તે તેટલામાત્ર ઉત્કૃષ્ટઆવરણ હોવા છતાં પણ જીવનું ક્યારેય આવરાતું નથી, નહીતો તે જીવ અજીવ થઈ જાય. જેમ સારી રીતે પણ વાદળથી ઢંકાયેલા સૂર્યનો પ્રકાશ દિન-રાત્રિ વિભાગના કારણરૂપ કાંઈક પ્રભામાત્ર પ્રકાશ ક્યારેય આવરાતો નથી. એમ, જીવનું જીવત્વ જણાવનાર પણ ચૈત્યન્યમાત્ર આવરાતું નથી. પ્રશ્ન-૪૫ર – એ સર્વજઘન્ય અક્ષરનો અનંતભાગ કોને હોય છે? ઉત્તર-૪૫ર – સ્વાનદ્ધિ મહાનિદ્રાના ઉદયસહિત ઉત્કૃષ્ટજ્ઞાનાવરણના ઉદયથી એ સર્વજઘન્ય અક્ષરાનંતભાગ પૃથ્વી આદિ એકેન્દ્રિયોને હોય છે. પછી ક્રમવિશુદ્ધિથી બેઈન્દ્રિયાદિનો અનુક્રમે વધારે વધારે હોય છે. પ્રશ્ન-૪૫૩ – તો ઉત્કૃષ્ટ અને મધ્યમ કોનો માનવો? ઉત્તર-૪૫૩ – સંપૂર્ણ શ્રુતજ્ઞાનનો ઉત્કૃષ્ટ માનવો બાકીના ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની અને એકેન્દ્રિય વચ્ચેના છ સ્થાનમાં રહેલા જીવોનો મધ્યમ અનંતભાગ હોય છે. પ્રશ્ન-૪૫૪ – સંપૂર્ણ શ્રુતજ્ઞાનીને અક્ષરનો અનંતભાગ કઈ રીતે હોય કેમકે એને તો શ્રુતજ્ઞાનાક્ષર સંપૂર્ણ જ પ્રાપ્ત થાય છે? Page #232 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૧૩ ઉત્તર-૪૫૪ – સાચું છે, પરંતુ સંતુલિત સામાન્ય શ્રુત-કેવલાક્ષર અપેક્ષાએ જ એનો અક્ષરાનંતભાગ કહ્યો છે વનિવબ્બામાં તિવિમેનો વિ અર્થાતું, “કેવલિ સિવાયના જીવોને ત્રિવિધ અક્ષરોનો અનંતમો ભાગ હોય છે” એવા અન્યતર વચનથી, નહિ તો જેમ કેવલી સંપૂર્ણ કેવલાક્ષરયુક્ત હોવાથી એનામાં ત્રણ પ્રકારનો અક્ષરાન્તભાગ પણ ન સંભવે, એટલે તેને છોડી દીધું એમ, સંપૂર્ણશ્રુતજ્ઞાની પણ સમસ્તશ્રુતાક્ષર યુક્ત હોવાથી અક્ષરાનંતભાગ ત્રણ પ્રકારનો પણ ન સંભવે એમ કરીને તેને પણ છોડ્યું હોત. પરંતુ એમ કર્યું નથી તેથી સંમિલિત સામાન્યક્ષરાપોક્ષાએ જ સંપૂર્ણ શ્રુતજ્ઞાનીને અક્ષરાનંતભાગ કહ્યો છે. સામાન્ય અક્ષરની વિવક્ષામાં કેવલાક્ષર અપેક્ષાએ શ્રુતજ્ઞાનાક્ષર સંપૂર્ણ છતાં અનંતભાગવર્તી ઘટે જ છે. કેમકે કેવલજ્ઞાનના સ્વપર્યાયોથી શ્રુતજ્ઞાન સ્વપર્યાયો અનંતભાગવર્તી છે. તે પરોક્ષવિષય હોવાથી અસ્પષ્ટ છે. અને જે સમુદિત સ્વ-પરપર્યાયાપેક્ષાએ શ્રુત-કેવલાક્ષર સમાન છે, તેની અહીં વિવક્ષા કરી નથી. કેટલાક તો પુખ સળંગહન્નો જોયur એ ગાથામાં (૪૯૮) ૨ પુનરક્ષરતામા કહે છે. એ અનેક દોષ યુક્ત છે. જિનભદ્રગણિક્ષમાશ્રમણપૂજ્યટીકામાં દેખાતું ન હોવાથી અમે અસંગત જ માનીએ છીએ. તે આ રીતે –ત ૩ માંતમામ નિવુધીડો એ રીતે પાછળની ગાથામાં અક્ષરાનંતભાગ જ પ્રકૃત છે, તો એ શબ્દથી અક્ષરલાભ ક્યાંથી આવ્યો ? શું આકાશમાંથી પડ્યો છે ? અને જો અહીં અક્ષરલાભ વ્યાખ્યાય તો ત્રિવજ્ઞાનં તિવિદગો વિ અહીં કેવલીનું વર્જન કેમ કર્યું. જેમ કૃતાક્ષરાશ્રયીને સંપૂર્ણ શ્રુતજ્ઞાની ઉત્કૃષ્ટ અક્ષરલાભ મેળવે તેમ કેવલાક્ષરને લઈને કેવલીઓ પણ મેળવે જ છે. તો તેના વર્જનનું ફળ શું ? ક્ષમાશ્રમણપૂજ્ય થીણદ્ધિ ગાથામાં સ વ વિન નવોડનમા: એમ કહ્યું છે. પ્રશ્ન-૪૫૫ – પણ આ પ્રક્રમમાં સામાન્ય અક્ષર ગ્રહણ નથી કરાયો પણ શ્રુતાક્ષર જ કરાયો છે ? ઉત્તર-૪૫૫ – બરાબર નથી, કારણ કે, ચિરંતન બંને ટીકામાં સામાન્ય અક્ષરની જ વ્યાખ્યા છે. અને વિશેષથી અહીં શ્રતાક્ષર ગ્રહણકરતાં તસ્ય કૃતાક્ષરસ્થાનત્તમા : સર્વગીવાનાં નિત્યોદ્ધાટ: એવી વ્યાખ્યા થાય છે. એ ઘટતું નથી, કેમકે સંપૂર્ણશ્રુતજ્ઞાની અને તેથી અનંતભાગ હીનશ્રુતજ્ઞાનીનું શ્રુતાક્ષર અનંતભાગવત્ત્વ અસંગત થઈ જાય. અને બીજું નિવMા એ સંબદ્ધ જ ન થાય. કેમકે, કેવલીને સર્વથા શ્રતાક્ષરનો સંભવ ન હોવાથી તેના વર્જનની અનર્થતાનો પ્રસંગ આવે. આ સંબંધમાં તત્ત્વ તુ તિ વી વહુશ્રુતા વિન્તિ. (૨) વિમધ્ય અક્ષરાનંતભાગ - તેનાથી ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની અને અવશેષ એકેન્દ્રિય વચ્ચે રહેલા ષસ્થાનપતિત અનંતભાગાદિમાં રહેલાનો પ્રાયઃ વિમધ્યમાક્ષરનો અનંતભાગ Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ થાય છે. એક ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનીથી બચેલા કેટલાક શ્રુતાશ્રયીને તુલ્ય પણ હોય છે. એટલે પ્રાયઃ કહ્યું છે. અર્થાત્ વિક્ષિત એક ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની પછી બચેલા કેટલાક ઉત્કૃષ્ટજ્ઞાનીઓને તેના સમાન જ અક્ષરનો અનંતભાગ હોય, નહિ કે મધ્યમ ઉત્કૃષ્ટ. તેથી અહીં પ્રાયઃ કહ્યું છે. ૨૧૪ અક્ષરશ્રુત સમાપ્ત (૨) અનક્ષરશ્રુત :- ઉચ્છવાસ, નિઃશ્વાસ, થુંકવું, ખાંસી, છીંક, નાક સાફ કરવું, અનુસ્વાર વગેરે અનક્ષરશ્રુત છે. ઉચ્છવસિતાદિ અનક્ષર શ્રુત દ્રવ્યશ્રુતમાત્ર જ જાણવું. શબ્દ માત્ર હોવાથી શબ્દ એ ભાવશ્રુતનું કારણ જ છે. જે કારણ હોય તે દ્રવ્ય જ હોય અને તેવા ઉચ્છવાસ-નિઃશ્વાસાદિના શ્રવણમાં સોજોડ્યું એવું જ્ઞાન થાય છે. એમ, ઇશારાપૂર્વક થુંકવું, ખાંસવું, છીંકવું વગેરે શ્રવણમાં પણ આત્મજ્ઞાપનાદિ જ્ઞાન વ્યક્તિને થાય છે. માટે એ ઉચ્છવાસાદિ ભાવશ્રુતનું કારણ હોવાથી દ્રવ્યશ્રુત છે. અથવા શ્રુતજ્ઞાનોપયુક્ત આત્માનો સર્વાત્મના-સંપૂર્ણ ઉપયોગ હોવાથી ઉચ્છ્વાસાદિ સર્વ વ્યાપાર શ્રુત જ માનવો એટલે ઉચ્છ્વાસાદિ શ્રુત જ હોય છે. પ્રશ્ન-૪૫૬ જો એમ હોય તો ગમન-આગમન-ચલન-સ્પંદનાદિ ચેષ્ટા પણ વ્યાપાર જ છે તો શ્રુતોપયુક્તસંબંધિ એ પણ શ્રુત કેમ ન થાય ? - ઉત્તર-૪૫૬ આ ન્યાયથી એ પણ શ્રુત છે. પરંતુ, તેમ છતાં તે શ્રુત નથી. કેમકે, આ શાસ્રજ્ઞલોક પ્રસિદ્ધરૂઢિ છે. અન્યર્થવશાત્ ‘સંભળાય તે શ્રુત' એ ન્યાયથી તે ઉચ્છવસિતાદિ સંભળાય છે માટે શ્રુત છે, ચેષ્ટા નહિ. કેમકે, તે તો દેખાય છે, ક્યારેય સંભળાતી નથી. એટલે એ શ્રુત કઈ રીતે થાય ? અનુસ્વારાદિ તો અકારાદિ વર્ણોની જેમ અર્થ જણાવનાર જ છે એટલે નિર્વિવાદ શ્રુત જ છે. - (૩) સંજ્ઞીશ્રુત :- સંજ્ઞા ત્રણ પ્રકારે (૧) દીર્ઘકાલિકી (૨) હેતુવાદોપદેશિકી (૩) દૃષ્ટિવાદોપદેશિકી (૪) અસંજ્ઞીશ્રુત : પ્રશ્ન-૪૫૭ — • જેને સંજ્ઞા છે તે સંજ્ઞી જો એમ માનો તો તે સંજ્ઞા સંબંધથી બધા એકેન્દ્રિયાદિ જીવો સંજ્ઞી થાય, કોઈ અસંશી ન થાય એટલે તમારે અતિવ્યાપ્તિ આવશે. કેમકે પ્રજ્ઞાપનાદિમાં એકેન્દ્રિયાદિ સર્વજીવોની પણ ૧૦ પ્રકારની સંજ્ઞા કહી છે ાિવિાળ Page #234 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૧૫ भंते ! कइविहा सण्णा पन्नत्ता ? । गोयमा ! दसविहा, तं जहा आहारसण्णा, भयसण्णा, मेहुणसण्णा, परिग्गहसण्णा, कोहसण्णा, माणसण्णा, मायासण्णा, लोहसण्णा, મોદUST, નો સUST એમ બેઈન્દ્રિયાદિની પણ જાણવી. તો એ અસંશી કઈ રીતે? અને તેઓ અનેકસ્થાને તે તે પ્રદેશોમાં આગમમાં કહ્યા છે, તો આ કઈ રીતે? ઉત્તર-૪૫૭ – તે દશવિધ સંજ્ઞા કોઈક ઓધસંજ્ઞારૂપ થોડી છે. એટલે અહીં અધિકાર નથી તેનાથી સંજ્ઞી કહી શકાય. જેમ કોઈ પાસે કોડીમાત્ર દ્રવ્ય હોય તો લોકમાં પણ તે ધનવાન કહેવાતો નથી, આહારાદિ ૪ સંજ્ઞા ઘણી હોય તો પણ તે સંજ્ઞાઓથી સંજ્ઞી કહેવાતો નથી, કારણ કે, મોહાદિજન્ય હોવાથી તે વિશિષ્ટ નથી અવિશિષ્ટ સંજ્ઞાથી સંજ્ઞી ન કહી શકાય. લોકમાં પણ સામાન્ય મૂર્તિ માત્રથી રૂપવાન કહેવાતો નથી. પ્રશ્ન-૪૫૮ – તો કેવી સંજ્ઞાથી સંશી કહેવાય? ઉત્તર-૪૫૮– જેમ લોકમાં ઘણાદ્રવ્યવાળો જ ધનવાન કહેવાય છે અને પ્રશસ્તરૂપવાળો રૂપવાન કહેવાય છે તેમ અહીં પણ મોટી અને સુંદર જ્ઞાનાવરણ ક્ષયોપશમજન્ય મનોજ્ઞાન સંજ્ઞાથી જ સંજ્ઞી કહેવાય છે. સંજ્ઞા એટલે મનોવિજ્ઞાન એવી મોટી અને સારી સંજ્ઞાથી જ સંજ્ઞી કહેવાય છે. બીજી સંજ્ઞાઓથી નહિ માટે મનોવિજ્ઞાનરૂપ સંજ્ઞા જેમને હોય તે સંજ્ઞી કહેવાય છે, તે સિવાયના નહિ. (૧) દીર્ઘકાલિકી સંજ્ઞા :- જેના દ્વારા લાંબા અતિતકાળને સ્મરે છે અને ભવિષ્યકાળને વિચારે છે કેવી રીતે કરવું ? એમ એ ચિંતાને આશ્રયીને અતીત-અનાગત વસ્તુવિષય દીર્ઘકાળ જેમાં છે તે દીર્ઘકાલિકી સંજ્ઞા અથવા કાલિકસંજ્ઞા કહેવાય છે. જેને આ સંજ્ઞા હોય છે તે કાલિકસંજ્ઞી કહેવાય છે કે જે કોઈ મનોજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી મનોલબ્ધિસંપન્ન મન યોગ્ય અનંત સ્કંધોને મનોવર્ગણાઓથી ગ્રહણ કરીને મન તરીકે પરીણમાવી ચિતનીય વસ્તુનું મનન કરે છે તે કાલિકસંજ્ઞી ગર્ભજ તિર્યંચ-મનુષ્ય, દેવ, નારક હોય છે. પ્રશ્ન-૪૫૯ – એવા સંશીનું શું થાય છે? ઉત્તર-૪૫૯- જેમ પ્રદિપાદિથી પ્રકાશન દ્વારા દેખાયેલા ઘટ-પટ વગેરે રૂપમાં ચક્ષુવાળા જીવને પણ લબ્ધિ ઉત્પન્ન થાય છે તેમ મનોવિજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમવાળા જીવને ચિન્તાના પ્રવર્તક મનતરીકે પરિણત મનોદ્રવ્યથી પ્રકાશિત શબ્દ-રૂપાદિ અર્થમાં મન-પાંચ ઇન્દ્રિય ભેદથી ત્રિકાળ વિષય છ પ્રકારનો ઉપયોગ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન-૪૬૦ - શું અસંશિને સર્વથા ઇન્દ્રિયોપલબ્ધિ ન હોય? Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૪૬૦ – જેમ અવિશુદ્ધ ચક્ષુવાળાને અલ્પપ્રકાશમાં અસ્પષ્ટ રૂપોપલબ્ધિ થાય છે, એમ અસંશી સમુચ્છિમ પંચેન્દ્રિયને સ્વલ્પમનોવિજ્ઞાન ક્ષયોપશમ વશ અત્યંત અલ્પ મનોદ્રવ્યગ્રહણ શક્તિથી શબ્દાદિની અસ્પષ્ટ જ ઉપલબ્ધિ થાય છે. પ્રશ્ન-૪૬૧ – જો સમુચ્છિમ પંચેન્દ્રિયને એવું અસ્પષ્ટજ્ઞાન થાય તો એકેન્દ્રિયાદિને તે કઈ રીતે થાય? ઉત્તર-૪૬૧ – જેમ મૂચ્છિતાદિને સર્વ અર્થોમાં અવ્યક્ત જ્ઞાન થાય છે. એમ, અતિપ્રકૃષ્ટાવરણોદયથી એકેન્દ્રિયોને પણ અવ્યક્ત જ્ઞાન થાય છે. તેનાથી શુદ્ધતમ બેઈજિયાદિને અનુક્રમે થાય છે આમ પંચેન્દ્રિયસમુચ્છિમ સુધી જાણવું તેનાથી સર્વસ્પષ્ટતમ જ્ઞાન સંશિને થાય છે. પ્રશ્ન-૪૬૨ – સર્વજીવોમાં ચૈતન્યસમાન હોવા છતાં જીવોને આવી ઉપલબ્ધિ ભિન્નતા કઈ રીતે? ઉત્તર-૪૬૨ – સામર્થભેદથી. તે જ્ઞાનાવરણ ક્ષયોપશમની વિચિત્રતાથી હોય છે. જેમ, છેદકભાવ સમાન હોવા છતાં ચક્રીના ચક્રરત્નના છેદન સામર્થ્ય જેવું અન્ય ખડગ, દાતરડું-બાણ આદિ છેદનવસ્તુનું સામર્થ્ય નથી હોતું. તેમાં ક્રમશઃ ઘટતું ઘટતું જ હોય છે. એમ ચૈતન્ય સમાન હોવા છતા મનોવિશ્વયિ સંજ્ઞીઓની અવગ્રહ-ઇહા આદિમાં જેટલી અવબોધપટુતા હોય તે તેવા ક્ષયોપશમ વગરના યથોક્ત દીર્ઘકાલિક સંજ્ઞા વિનાના સમુચ્છિમ પંચેન્દ્રિય-વિકલેન્દ્રિય-એકેન્દ્રિય એવા અસંશીઓને નથી જ હોતી. તેઓમાં ક્રમશઃ ઘટતી જ હોય છે. (૨) હેતુવાદોપદેશિકી સંજ્ઞા :- જેઓ વિચારી-વિચારીને ઇષ્ટ-અનિષ્ટ છાયાઆતપઆહારાદિ વિષયવસ્તુમાંથી સ્વદેહપરિપાલના હેતુથી ઇષ્ટમાં વર્તે અને અનિષ્ટમાંથી પાછા ફરે છે. તથા પ્રાય: વર્તમાન કાળે જ પ્રવર્તે અતીત-અનાગત કાળે નહિ. પ્રાયઃ ગ્રહણથી કેટલાક અતીત અનાગતાવલંબ હોય, પણ જે અતિ દીર્ઘકાળાનુસારી નથી, તે બેઈન્દ્રિયાદિ હેતુવાદોપદેશથી સંજ્ઞી જાણવા, પ્રયોગઃ સંજ્ઞનો દ્રીન્દ્રિયાય, સંવિત્ય સંવિન્ય યો-પાયેષુ નિવૃત્તિ-પ્રવૃત્ત , તેવદૂત્તવિવત્ ! એ રીતે હેતુવાદિના મતે નિષ્પષ્ટ એવા પૃથ્વી આદિ અસંજ્ઞી જ છે. (૩) દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા - દૃષ્ટિવાદોપદેશથી લાયોપથમિક જ્ઞાનમાં રહેતો સમ્યગ્દષ્ટિ જ વિશિષ્ટ સંજ્ઞાવાળો હોવાથી સંજ્ઞી છે, મિથ્યાષ્ટિ વિપરિત હોવાથી અસંજ્ઞી છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર પ્રશ્ન-૪૬૩ જો વિશિષ્ટ સંજ્ઞાવાળો સમ્યગ્દષ્ટિ સંજ્ઞી માનો તો એ ક્ષાયોપશમિક જ્ઞાનમાં રહેતો કેમ લેવાય છે ? કેમકે ક્ષાયિકજ્ઞાનમાં કેવલજ્ઞાનમાં જ તેને વિશિષ્ટતર સંજ્ઞા પ્રાપ્ત થાય છે. તો ક્ષાયિકજ્ઞાનવાળાને તમે સંશી કેમ માનતા નથી, કે જેથી અંતે નાળે વડવસમિમ્મિ એમ કહેવાય છે ? આવરણના સર્વથા ક્ષયથી જ્ઞાની ક્ષયજ્ઞાની-કેવલી એ કેમ સંશી ન થાય ? તમે શા માટે ક્ષાયોપશમિકજ્ઞાની સંજ્ઞી થાય છે એમ કહો છો ? — ૨૧૭ ઉત્તર-૪૬૩ – કેમકે અતીતનું સ્મરણ અને અનાગતની ચિંતા સંજ્ઞા કહેવાય છે. તે કેવલીમાં નથી. કેવલી સંજ્ઞી હોય નહિ. એટલે, હંમેશા સર્વઅર્થોને જાણનારા હોવાથી કેવલીઓ સ્મરણ-ચિંતા રહિત હોય છે. એટલે સ્મરણ-ચિત્તવન ન હોવાથી તે ક્ષાયિક જ્ઞાનવાળા સંશી કહેવાતા નથી, પણ ક્ષાયોપશમિકજ્ઞાની સમ્યગ્દષ્ટિ જ સંજ્ઞી છે. પ્રશ્ન-૪૬૪ – કોઈ મિથ્યાર્દષ્ટિ ઐહિકાદિ અર્થવિષયમાં હિત-અહિત વિભાગ જ્ઞાનાત્મક સ્પષ્ટ સંજ્ઞાવાળો જ દેખાય છે, તો એ સંજ્ઞી કેમ ન થાય કે જેનાથી દૃષ્ટિવાદોપદેશથી એ અસંશી કહેવાય છે ? ઉત્તર-૪૬૪ કેમકે મિથ્યાદષ્ટિની સંજ્ઞા અશોભન છે. તેથી સંજ્ઞા હોવા છતાં તે અસંશી છે. પ્રશ્ન-૪૬૫ – જો અશોભન સંજ્ઞા છે તો પણ તેનો અભાવ કઈ રીતે ? ઉત્તર-૪૬૫ જેમ દુર્વચન-ખરાબવચન હોવા છતાં લોકમાં તે અવચન કહેવાય છે. અસતીનું શીલ ખરાબ હોવા છતાં જેમ અશીલ કહેવાય છે. તેમ મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન પણ મિથ્યાદર્શનોદયના પરિગ્રહથી અત્યંત અજ્ઞાન કહેવાય છે. અને સંજ્ઞા પણ અસંજ્ઞા કહેવાય છે. - પ્રશ્ન-૪૬૬ – મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન કઈ રીતે થાય ? ઉત્તર-૪૬૬ સત્ અને અસા ભેદ વિના ભવહેતુવાળું ઈચ્છા મુજબની ઉપલબ્ધિવાળું હોવાથી અને જ્ઞાનના ફળરૂપ ચારિત્રનો એમાં અભાવ હોવાથી મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન-૪૬૭ દેવ-નારક-ગર્ભજતિર્યંચ-મનુષ્યરૂપ મિથ્યાર્દષ્ટિ દીર્ઘકાલિકી સંજ્ઞાને આશ્રયીને દૃષ્ટિવાદોપદેશ સંજ્ઞાવિચારમાં પણ સંજ્ઞી કેમ કહેવાતો નથી ? ઉત્તર-૪૬૭ – જેમ પૃથ્વીઆદિ સંબંધિ ઓઘ સંજ્ઞા હેતુવાદસંજ્ઞાની અપેક્ષાએ અશુભ હોવાથી તેની વિચારણામાં સંજ્ઞા નથી, અથવા જેમ હેતુવાદોપદેશ સંજ્ઞા દીર્ઘકાલિક સંજ્ઞાની Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ અપેક્ષાએ અશુભ હોવાથી હેતુસંબંધિ સંજ્ઞા એ સંજ્ઞા નથી. કહેવાતી, દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાની અપેક્ષાએ દીર્ઘકાલિક સંજ્ઞા પણ અશુભ હોવાથી સંજ્ઞા નથી કહેવાતી એટલે મિથ્યાદષ્ટિ દેવાદિ પણ આની અપેક્ષાએ સંજ્ઞી નથી. પ્રશ્ન-૪૬૮ – આ ત્રણે સંજ્ઞામાંથી ક્યા જીવને કઈ સંજ્ઞા હોય? ઉત્તર-૪૬૮ – પૃથ્વી આદિ પાંચમાં ઓઘસંજ્ઞા-વેલડી આરોહણાદિ અભિપ્રાય રૂપ ઓઘસંજ્ઞા હોય છે. બેઈન્દ્રિયાદિને હેતુવાદોપદેશ સંજ્ઞા, દેવ-નારકી અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યને દીર્ઘકાલિકી સંજ્ઞા, છબસ્થ સમ્યગ્દષ્ટિને દષ્ટિવાદોપદેશ સંજ્ઞા છે, અને મતિજ્ઞાનના વ્યાપાર વિનાના હોવાથી કેવલજ્ઞાની સંજ્ઞારહિત છે. પ્રશ્ન-૪૬૯- ત્રિવિધ સંજ્ઞામાં આ ઓઘસંજ્ઞા કહી જ નથી, એટલે અહીં બધા એકેન્દ્રિયો તુચ્છહોવાથી અને તેની સંજ્ઞા અશુભ હોવાથી સર્વથા અસંલિ જ છે એવું તમે કહેલું જ છે, તો અહીં સ્વામિત્વની પ્રરૂપણામાં તેમની આ ઓઘસંજ્ઞા કઈ રીતે કહી? ઉત્તર-૪૬૯- સાચું છે, પરંતુ એકેન્દ્રિયોને ઓળસંજ્ઞા જ હોય છે, હેતુવાદાદિ સંજ્ઞા હોતી નથી. એટલે આ ત્રણે સંજ્ઞાનો નિષેધપ્રધાન આ નિર્દેશ જાણવો વિધિપ્રધાન નહિ. આ ઓઘસંજ્ઞા જે રીતે સંજ્ઞા છે તેમ પહેલા જણાવેલું જ છે. પ્રશ્ન-૪૭૦ – ભલે એમ હોય તો પણ એકેન્દ્રિયોની આહાર-ક્રોધાદિ સંજ્ઞા શાસ્ત્રમાં કહેલી છે તો અહીં એક ઓઘ સંજ્ઞા જ કેમ કહી? ઉત્તર-૫૭૦ – સાચું છે, વેલડી વગેરેમાં એ પ્રગટ જ પ્રાપ્ત થાય છે, એટલે શેષ ઉપલક્ષણ માટે એ જ બતાવી છે વિકલેન્દ્રિય-સંમુ.પંચે.ને તો હેતુવાદસંજ્ઞા પ્રાપ્ત થાય છે. દેવ-નરક-ગર્ભજ તિર્યંચ-મનુષ્યોને કાલિકીસંજ્ઞા, દૃષ્ટિવાદોપદેશથી છદ્મસ્થ સમ્યગ્દષ્ટિઓને જ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. તેથી તેમનું શ્રુતજ્ઞાન તે સંજ્ઞીશ્રુત થાય છે, એટલે સ્મરણ-ચિંતનાદિ મતિશ્રત વ્યાપાર રહિત સંસારી કેવલીઓ અને સિદ્ધિમાં ગયેલા જ સંજ્ઞાતીત સંજ્ઞાવિનાના છે. બીજા કેટલાક જીવોને કોઈ સંજ્ઞા કહેલી છે. પ્રશ્ન-૪૭૧ – પણ અવિશુદ્ધ હોવાથી હેતુવાદસંજ્ઞા, પછી વિશુદ્ધ હોવાથી કાલિકસંજ્ઞા, તે પછી વિશુદ્ધતર હોવાથી દષ્ટિવાદ સંજ્ઞા એમ ઉત્તરોત્તર એ વિશુદ્ધ ક્રમને મૂકીને કાલિકસંજ્ઞાનો ઉપદેશ નંદિ સૂત્રમાં પ્રથમ શા માટે કરાય છે? તમે પણ તેના અનુસારે કહ્યું छ सा सण्णा होइ तिहा कालिय-हेउ-द्दिट्ठिवाअविषेसेणं ? Page #238 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૧૯ ઉત્તર-૪૭૧ – બધા આગમમાં આ સંજ્ઞી છે એવો વ્યવહાર બધો ય પ્રાયઃ બહુલતાથી કાલિકકોપદેશથી જ કરાય છે, એટલે પહેલા તે કાલિકોપદેશ જ કરાયો છે. અર્થાત્ સ્મરણચિંતાદિ દીર્ઘકાલિકજ્ઞાન સહિત મનવાળો પંચેન્દ્રિય સંજ્ઞી કહેવાય છે એવો આગમમાં વ્યવહાર છે, અસંજ્ઞી તો અસહ્ય પ્રતિષેધ આશ્રયીને જો કે એકેન્દ્રિયાદિ પણ હોય છે તો પણ સમનસ્કસંજ્ઞી તો પંચેન્દ્રિય જ હોય છે તેથી પર્યદાસના આશ્રયથી પણ અમનસ્ક સમુચ્છિમ પંચેન્દ્રિયનો અસંજ્ઞી તરીકે જ વ્યવહાર કરાય છે. આવો સંજ્ઞી-અસંગ્નિવ્યવહાર દીર્ઘકાલોપદેશમાં જ ઘટે છે, એટલે સૂત્રમાં પ્રથમ દીર્ઘકાલિકી સંજ્ઞા જ કહી છે અને તેના અનુસાર અહીં પણ નિર્દેશ છે. . (પ-૬) સમ્યકશ્રુત-મિથ્યાશ્રુત :- અંગપ્રવિષ્ટ-આચારાંગાદિ ઋત, અનંગપ્રવિષ્ટ (અંગબાહ્ય) આવશ્યકાદિ શ્રત. એ બંનેય સ્વામિચિંતાથી નિરપેક્ષ સ્વભાવથી જ સમ્યદ્ભુત છે. લૌકિક ભારતાદિ સ્વભાવથી મિથ્યાશ્રુત છે. સ્વામિત્વચિંતામાં લૌકિક ભરતાદિમાં અને લોકોત્તર આચારાદિમાં ભજના જાણવી. સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલ ભરતાદિ પણ સમ્યદ્ભુત કહેવાય છે. કેમકે, તે તેના સાવદ્યભાષિત-ભવહેતુત્વાદિ યથાવસ્થિત વસ્તુસ્વરૂપના બોધથી વિષયવિભાગથી તેની યોજના કરે છે, અને મિથ્યાષ્ટિ એ ગ્રહણ કરેલ આચારાંગાદિ શ્રુત પણ મિથ્યાશ્રુત થાય છે. કારણ કે, તે મિથ્યાદૃષ્ટિ તે આચારાંગાદિ શાસ્ત્રને યથાવસ્થિત તત્ત્વબોધના અભાવે વિપરિતપણે યોજના કરે છે. સમ્યક્તના પાંચ પ્રકારો સમ્યક્ત પાંચ પ્રકારે હોય છે – (૧) ઔપશમિક (૨) સાસ્વાદન (૩) લાયોપથમિક (૪) વેદક (૫) ક્ષાયિક (૧) પથમિક સમ્યક્ત :- ઉદય પામેલા મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષય અને બાકીના કર્મને અનુદય અવસ્થામાં લાવવા, તે કર્મનો ઉપશમ તે ઉપશમથી નિવૃત ઔપશમિક. ઉપશમશ્રેણીમાં રહેલાને દર્શન-સપ્તક (ચાર અનંતાનુબંધી, સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય)નો ઉપશમ થતા ઔપશમિક સમ્યક્ત થાય છે. પ્રશ્ન-૪૭૨ – શું તે ઉપશમશ્રેણીમાં રહેલાને જ થાય છે? ઉત્તર-૪૭૨ – એમ નથી, કોઈ જીવ અનાદિમિથ્યાદષ્ટિ છતો ન કરેલા ત્રણપુંજવાળોમિથ્યાત્વમોહનીયના ન કરેલા શુદ્ધ-અશુદ્ધ મિશ્ર ત્રણ પુંજ વિભાગવાળો હોય, અને જેણે મિથ્યાત્વનો પણ ક્ષય નથી કર્યો તે ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત કરે છે. અંતરકરણમાં પ્રવેશ કરતાં તેને ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત થાય છે. ખપાવેલા મિથ્યાત્વવાળો પણ ત્રણjજવગરનો Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ હોય છે, એટલે તેના વ્યવચ્છેદ માટે જેને મિથ્યાત્વનો ક્ષય ન કર્યો હોય, અને ત્રણ પુંજ શુદ્ધ-અશુદ્ધ-મિશ્રરૂપ ન કર્યા હોય, તે જ ઔપથમિક સભ્યત્વ પ્રાપ્ત કરે છે. જેને મિથ્યાત્વનો ક્ષય કર્યો છે તે તો ક્ષાયિક સમ્યક્ત જ મેળવે. પ્રશ્ન-૪૭૩ – એ ત્રણ પુંજ કઈ રીતે કરાય છે? ઉત્તર-૪૭૩ – કોઈ અનાદિ મિથ્યાષ્ટિ તથાવિધ ગુરૂઆદિ સામગ્રીના સદ્ભાવે અપૂર્વકરણથી મિથ્યાત્વના પૂંજથી પુદ્ગલોને શુદ્ધ કરતો અર્ધવિશુદ્ધ પુદ્ગલરૂપ મિશ્રપુંજ કરે છે. તથા શુદ્ધપુદ્ગલરૂપ સમ્યક્ત પૂંજ કરે છે. ત્રીજો અવિશુદ્ધ જ રહે છે. તે મિથ્યાત્વ પુંજ કહેવાય છે. આમ, મદનકોદ્રવના ઉદાહરણથી ત્રણ પૂંજ કરીને સમ્યક્ત પુંજ પુદ્ગલોને વિપાકથી વેદતો લાયોપથમિક સમ્યગ્દષ્ટિ કહેવાય છે. એ ત્રણ પુંજમાંથી સમ્યકત્વ પુંજની ઉદ્દેલના કરી હોય અને મિશ્રપૂજને વેદતો હોય તો, મિશ્રદષ્ટિ થાય છે. અને તેની પણ ઉદ્વેલના કરી ફક્ત એક મિથ્યાત્વ પુંજને જ વેદે ત્યારે મિથ્યાદષ્ટિ થાય છે. પૂર્વપ્રણીત શ્લોકો – तद्यथेह प्रदीपस्य स्वच्छाभ्रपटलैर्गृहम् । न करोत्यावृत्ति काञ्चिदेवमेतद् रवेरपि । આ પણ શોધિત મિથ્યાત્વપુંજ પુદ્ગલવેદન છે. પુસ્ત્રી દિપુણી ર ત્રિપુટ્ટી વાડનનુમાન્ ! રમવાશેવ મિથ્યાષ્ટિશ વર્તિતઃ શા પશ્ચાનુપૂર્વીથી ત્રિપુંજથતોસમ્યગ્દર્શની, સમ્યક્તપુંજ ઉલાતા દ્વિપુંજી થતો ઉભયવાળો, મિશ્રપુંજ ઉલાતા એક મિથ્યાત્વપુંજના વેદનથી એકjજી મિથ્યદષ્ટિ હોય છે. ત્રિપુશ્રી સ સત્ત્વમેવં મુદ્દે विपाकतः । द्विपुज्यपि च मिश्राख्यमेकपुज्यपि चेतरत् ॥१॥ પ્રશ્ન-૪૭૪ – તો જેને ત્રણ પુંજ કરેલા ન હોય તે ઔપશમિક સમ્યક્ત કઈ રીતે મેળવે? અને તે કેટલા કાળનું હોય? ઉત્તર-૪૭૪ – કોઈ અનાદિ મિથ્યાદષ્ટિ આયુ વિના સાત કર્મપ્રકૃતિની દીર્ઘસ્થિતિને યથાપ્રવૃત્તકરણથી ખપાવીને પ્રત્યેક અન્તઃસાગરોપમકોટીકોટિપ્રમાણ થયેલી છતે અપૂર્વકરણથી ગ્રંથિભેદ કરીને અનિવૃત્તિકરણમાં પ્રવેશે છે. કલ્પભાષ્યમાં કહ્યું છે – ના હિ તી પઢમં નહિ સમરૃચ્છમો વડું વીર્ય | નિયઠ્ઠીવાર પુન સન્મત્ત પુરવડે નીવે શા “જ્યાં સુધી ગ્રન્થી છે ત્યાં સુધી પ્રથમ યથાપ્રવૃત્તિકરણ, ગ્રન્થી ઓગતાં બીજું અપૂર્વકરણ અને જીવ સમ્યકત્વાભિમુખ થાય તે ત્રીજું અનિવૃત્તિ કરણ.” અનિવૃત્તિકરણમાં ઉદયમાં આવેલું મિથ્યાત્વ અનુભવથી જ ક્ષીણ થતા અને શેષ સત્તાગત મિથ્યાત્વનો અનુદય છતે પરિણામ Page #240 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર વિશુદ્ધિવશ ઉપશાંત થતા વિખંભિતઉદયમાં અંતમુહૂંત ઉદયમાં આવે છે. જીવ અંતમુર્હુતમાત્ર કાળ ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે, અને આ આટલો કાળ પૂરો થતાં ત્રણ પુંજ નહિ કરેલા હોવાથી ઔપમિક સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલો મિથ્યાત્વપુંજના જ ઉદયથી મિથ્યાત્વમાં જ જાય છે. શેષ બે પુંજ તો કરેલા નથી એટલે, ભાવાર્થ- સૈદ્ધાંતિકમત-કોઈપણ અનાદિ મિથ્યાદષ્ટિ તેવા પ્રકારની સામગ્રી છતે અપૂર્વકરણથી ત્રણ પૂંજ કરીને શુદ્ધપુંજપુદ્ગલોને વેદતો ઔપમિક સમ્યક્ત્વ લીધા વગર જ પ્રથમથી જ ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ થાય છે. અન્ય તો એમ માને છે યથા પ્રવૃત્તિ આદિ ત્રણ ક૨ણક્રમથી અંતકરણ કરતાં ઔપશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. એ ત્રણ ગૂંજ નથી કરતો, પછી ઔપશમિક સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલો અવશ્ય મિથ્યાત્વમાં જ જાય છે. કલ્પભાષ્યમાં કહ્યું છે. આનંવળમતદંતો નફ સમ્રાળું ન મુત્ત ફતિયા । વં યતિપુની મિર્જી વિય વસમી છ્ ॥ જેમ ગાત્ર ઉપાડાતે છતે ઇયળ આગળના આલંબન ન મળતા પૂર્વના સ્થાન ને છોડતી નથી. ફરીથી સંકોચાઈને પૂર્વસ્થાને જ રહે છે. એમ ઉપશમ સમ્યગ્દષ્ટિ ઔપશમિક સમ્યક્ત્વથી પડેલો ત્રણ પૂંજ ન કરેલા હોવાથી મિશ્ર-શુદ્ધપુંજરૂપ સ્થાનાંતરને પ્રાપ્ત ન કરતો ફરીથી મિથ્યાત્વે આવે છે. કાર્મગ્રંથિક મતે – બધા મિથ્યાર્દષ્ટિ પ્રથમથી જ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે એ ત્રણપૂંજ તો કરે જ એટલે ઔપશમિક સમ્યક્ત્વથી પડેલો એ ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ મિશ્ર કે મિથ્યાદૃષ્ટિ થાય છે. - ૨૨૧ (૨) સાસ્વાદન સમ્યક્ત્વ :- અંતઃકરણમાં કાળમાં જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી ૬ આવલિકાશેષમાં રહેલો કોઈ જીવ અનંતાનુબંધી કષાયના ઉદયથી ઔપશમિક સમ્યક્ત્વથી પડતા અને હજુ મિથ્યાત્વને પ્રાપ્ત કરતા પહેલાં તે જીવન વચ્ચે જઘન્ય-સમય, ઉત્કૃષ્ટ-છ આવલિકાવાળું સાસ્વાદન સમ્યક્ત્વ થાય છે. (૩) ક્ષાયોપશમિક સમ્યક્ત્વ :- ઉદયમાં આવેલું મિથ્યાત્વ વિપાકોદયથી વેદેલું હોવાથી ક્ષીણ થયેલું હોય અને સત્તામાં રહેલું ઉદયમાં ન આવેલું ઉપશાંત-વિખંભિત ઉદયવાળું કરેલું હોય અને દૂર થયેલ મિથ્યાત્વ સ્વભાવવાળું શેષ મિથ્યાત્વ અર્થાત્-મિથ્યાત્વ-મિશ્રપુંજને આશ્રયીને અટકાવેલા ઉદયવાળું અને શુદ્ધપુંજને આશ્રયીને દૂર કરેલા મિથ્યાત્વ સ્વભાવવાળું હોય તે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કહેવાય છે. પ્રશ્ન-૪૭૫ – જો એમ હોય તો અશુદ્ધ અને મિશ્ર બે પુંજ રૂપ અટકાવેલા ઉદયવાળા ઉપશાંતની જ અનુદીર્ણતા ઘટે છે. નહિ કે, શુદ્ધપુંજરૂપ દૂર કરેલા મિથ્યાત્વ સ્વભાવવાળાની તે તો વિપાકથી સાક્ષાત્ અનુભવાય છે. આપે તો અનુયં ચ વસંત એ પાઠથી ઉપશાંત અનુદીર્ણ બે સ્વભાવવાલું ક્ષયોપશમથી સહિત કહ્યું છે એ કઈ રીતે ? Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૪૭૫– સાચું છે, પરંતુ મિથ્યાત્વ સ્વભાવ રહિત શુદ્ધપુજના સ્વરૂપથી અનુદયથી તેનો પણ અનુદીર્ણતા તરીકે ઉપચાર કરાય છે. અથવા અવિશુદ્ધ અને મિશ્રપુંજરૂપ એ બે મિથ્યાત્વનું જ અનુદીર્ણત્વ સમજવું. સમ્યક્તનું ઘટતું નથી તે તો મિથ્યાત્વ સ્વભાવ રહિત હોવાથી ઉપશાંત જ છે. પ્રશ્ન-૪૭૬ - તે કઈ રીતે? ઉત્તર-૪૭૬ – જે મિથ્યાત્વ ઉદયમાં આવેલું છે તેનો ક્ષય અને શેષ અવિશુદ્ધ મિશ્ર એ બે પુંજરૂપ મિથ્યાત્વનો અનુદય મજુર્વ 3 એમ ચ શબ્દનો વ્યવહિત પ્રયોગ હોવાથી શુદ્ધપુંજલક્ષણ, ઉપશાંત દૂર કરેલા મિથ્યાસ્વભાવવાળું મિથ્યાત્વ એમ સુંદર રીતે થાય છે. એ રીતે ઉદીર્ણમિથ્યાત્વનો ક્ષય અને અનુદીર્ણનો ઉપશમ, આ બે સ્વભાવનો જે મિશ્રીભાવ એકત્વમિથ્યાત્વ લક્ષણ ધર્મિમાં જે મિશ્રીભાવપણે પરિણત થયેલો વેદ્યમાન ત્રુટિતરસ શુદ્ધપુંજ લક્ષણ મિથ્યાત્વ પણ ક્ષય-ઉપશમ દ્વારા નિવૃત્ત હોવાથી ક્ષાયોપથમિક સમ્યક્ત કહેવાય છે. કારણ કે શોધેલા મિથ્યાત્વપુગલો અતિસ્વચ્છવસ્ત્રની જેમ યથાવસ્થિત તત્ત્વરૂચિ અધ્યવસાય રૂપ સમ્યક્તના આવારક થતા નથી. એટલે ઉપચારથી તેઓ પણ સમ્યક્ત કહેવાય છે. પ્રશ્ન-૪૭૭ – ઉદીર્ણ મિથ્યાત્વના ક્ષયે અને અનુદીર્ણના ઉપશમને અહીં ક્ષાયોપથમિક સમ્યકત્વ કહ્યું છે, પૂર્વે કહેલું પથમિક પણ તેવું જ છે એ બંનેમાં વિશેષ શું છે? ઉત્તર-૪૭૭ – તમે વિચાર્યાવગર બોલો છો. કારણ કે મીસીમાવરિયં વેડુંન્નત નવમોસમ એ વચનથી અહીં શુદ્ધપુંજની ઉદ્દેલના કહી છે, ત્યાં તો તે સર્વથા છે જ નહિ. એટલો મોટો વિશેષ છે અને બીજું ઔપથમિક સમ્યક્તમાં મિથ્યાત્વ પ્રદેશોદયથી પણ વેદાતું નથી, અહીં તો પ્રદેશોદયથી તે પણ વેદાય છે. (૪) વેદક સમ્યક્ત - સમ્યક્તના પુદ્ગલોનો ચરમ અંશને વેદનારનું સમ્યક્ત તે વેદક સમ્યકત્વ. તે ક્ષપકશ્રેણી શરૂ કરેલ જીવને અનંતાનુબંધી ૪ તથા મિથ્યાત્વ-મિશ્ર પંજો ખપતાં છતાં સમ્યક્ત પુંજ પણ ઉદરી-ઉદીરીને અનુભવીને ક્ષય કરે છે, ત્યારે ઉદીરણા યોગ્ય કર્મની ચરમપુદ્ગલાવસ્થા થાય છે. અર્થાત્ પ્રાય કરીને ક્ષય કરેલા દર્શન સપ્તકવાળાને સમ્યક્તપુંજના ચરમ અંશ માત્રને અનુભવતા વેદક સમ્યક્ત થાય છે. પ્રશ્ન-૪૭૮ - તો ક્ષાયોપથમિક સમ્યકત્વમાંને એનામાં ફરક શું છે? સમ્યક્તપુંજના પુદ્ગલનું અનુભવન તો બંનમાં સમાન છે? Page #242 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૨૩ ઉત્તર-૪૭૮ સાચું, પરંતુ ક્ષાયોપશમિકમાં સમસ્ત શુદ્ધપુંજને અનુભવે છે. જ્યારે, વેદકમાં તો તેનો છેલ્લો અંશ અનુભવાય છે એટલો ફરક છે. વાસ્તવિક રીતે તો વેદક પણ ક્ષાયોપશમિક જ છે. ચરમગ્રાસશેષ પુદ્ગલોના ક્ષયથી અને ચરમગ્રાસવર્તી પુદ્ગલોનો મિથ્યાત્વ સ્વભાવાપગમરૂપ ઉપશમનો સદ્ભાવ એમ ક્ષય અને ઉપશમ બંને સ્વભાવથી થતું હોવાથી તે ક્ષાયોપશમિક જ છે, એ અવશ્ય સ્વીકારવું અન્ય સ્થાનોમાં ઘણીવાર ક્ષાયિક-ઔપશમિક અને ક્ષાયોપશમિક લક્ષણ ત્રિવિધ સમ્યક્ત્વના કહેવાથી વેદક ક્ષાયોપશમિક અંતર્ભૂત જ છે. કેટલામાત્ર ભેદથી જ જો ભેદ માનવામાં આવે તો ઔયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાથી અતિવ્યાપ્તિ થાય. અનંતાનુબંધી ૪ કષાયના ક્ષય પછી મિથ્યાત્વમિશ્ર-સમ્યક્ત્વરૂપ ત્રણે દર્શન મોહનીય સર્વથા ક્ષીણ થતાં (૫) ક્ષાયિક સમ્યક્ત્વ થાય છે. આ રીતે પાંચ સમ્યક્ત્વના ગ્રહણથી સમ્યકશ્રુત અને મિથ્યાગ્રહણથી મિથ્યા શ્રુત થાય છે એમ જાણવું. - પ્રશ્ન-૪૭૯ સર્વ સામાન્ય શ્રુતમાંથી કેટલું સમ્યક્ત્વશ્રુત જ થાય અને કેટલું મિથ્યાશ્રુત ? શેષ મતિ આદિ ચાર જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય થવાથી કોનો વિપર્યાસ થાય છે ? અને કોનો નથી થતો ? ઉત્તર-૪૭૯ ૧૪ પૂર્વથી માંડીને સંપૂર્ણ ૧૦ પૂર્વ સુધી નિયમા સમ્યક્ શ્રુત જ હોય છે, મિથ્યાશ્રુત નહિ. એટલા શ્રુતવાળો સમ્યગ્દષ્ટિ જ હોય છે. મિથ્યાદૃષ્ટિ નહિ. શેષ દશપૂર્વાદિકથી સામાયિક સુધીના શ્રુતમાં ભજના હોય છે. એ શ્રુતથી કોઈ સમ્યગ્દષ્ટિ અને કોઈ મિથ્યાત્વના ઉદયથી વિપરિત મિથ્યાર્દષ્ટિ પણ થાય છે. તેથી આ શ્રુત સમ્યક્ત્વવાળાને સભ્યશ્રુત મિથ્યાત્વના ઉદયથી મિથ્યાશ્રુત પણ થાય. મતિ-અવધિના વિપર્યાસમાં પણ મિથ્યાત્વોદય થાય છે. મનઃપર્યાય અને કેવલજ્ઞાન બેમાં વિપર્યાસ થતો નથી. અર્થાત્ મિથ્યાત્વના ઉદયથી મતિજ્ઞાન વિપરિત થતું મતિઅજ્ઞાન, અવધિજ્ઞાન-વિભંગજ્ઞાન થાય છે. છેલ્લા બેમાં ક્યારેય મિથ્યાત્વોદયથી વિપર્યાસ થતો નથી, તે બંનેમાં મિથ્યાત્વોદય જ અસંભવ છે. કારણ કે મનપર્યાયજ્ઞાન ચારિત્રિને જ થાય છે અને કેવલજ્ઞાન ક્ષીણઘાતિ ચતુષ્કને જ થાય છે એટલે મિથ્યાત્વના ઉદય સંભવ-અસંભવાનુસંગત જ સમ્યગ્મિથ્યાશ્રુત છે. — પ્રશ્ન-૪૮૦ બંને સ્થાને તત્ત્વાવગમરૂપ સ્વભાવ તુલ્ય છતાં સમ્યક્ત્વ અને શ્રુતમાં તફાવત શું છે ? કે જેથી સમ્યક્ત્વના પરિગ્રહથી સભ્યશ્રુત એમ કહો છો, અર્થાત્ રાગાદિદોષ રહિત હોય તે જ દેવતા, તેની આજ્ઞામાં પરતંત્ર વૃત્તિવાળા જે હોય તે જ ગુરૂઓ, જીવાદિક જ તત્ત્વ, જીવપણ નિત્યા-નિત્યાદિ અનેક સ્વભાવવાળો, કર્તા, ભોક્તા, Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ મિથ્યાત્વાદિ હેતુઓથી કર્મથી બંધાય છે, તપ સંયમાદિના કારણોથી કર્મથી મુકાય છે. વગેરે બોધાત્મક જ સમ્યક્ત્વ કહેવાય છે શ્રુતપણ એવા જ બોધરૂપ છે, તો એ બંનેમાં તફાવત શું ? ૨૨૪ ઉત્તર-૪૮૦ – જેમ વસ્તુ અવબોધત્વ તુલ્ય હોવા છતાં જ્ઞાન-દર્શનમાં કાંઈક ભેદ છે, તેમ તત્ત્વાવગમ સ્વભાવ તુલ્ય છતાં તે બંનેમાં અહીં કાંઈક ભેદ છે. પ્રશ્ન-૪૮૧ – અન્યત્ર જ્ઞાનદર્શનમાં ભેદ કઈ રીતે બતાવ્યો છે ? = ઉત્તર-૪૮૧ – જેમ અપાય અને ધારણા વચનના પર્યાયો ગ્રહણ કરતા હોવાથી વિશેષ અવબોધના સ્વભાવવાળા તરીકે જ્ઞાન અને અવગ્રહ-ઇહા અર્થના પર્યાયના વિષય તરીકે સામાન્ય અવબોધવાળા હોવાથી દર્શન માન્યા છે. તેમ, અહીં પણ જીવાદિ તત્ત્વ વિષયા રૂચિ-શ્રદ્ધા તે સમ્યક્ત્વ કહેવાય છે અને જેનાથી જીવાદિ તત્ત્વોની શ્રદ્ધાકરાય છે તે જ્ઞાન. મતલબ કે દર્શનમોહનીયના ક્ષયોપશમાદિથી જે તત્ત્વ શ્રદ્ધાનરૂપ તત્ત્વરૂચિ થાય છે, તેનાથી તત્ત્વશ્રદ્ઘાત્મક જીવાદિ તત્ત્વરોચક વિશિષ્ટ શ્રુત ઉત્પન્ન થાય છે, તેથી તે શ્રુતઅજ્ઞાન મટીને શ્રુતજ્ઞાન સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. પ્રશ્ન-૪૮૨ જો વિશિષ્ટ તત્ત્વાવગમ રૂપ શ્રુત જ સમ્યક્ત્વ છે તેનાથી અતિરિક્ત કાંઈ શ્રુત જણાતું નથી તો પછી, સમ્યક્ત્વ પરિબ્રહ્માત્ સભ્યશ્રુતમ્ એવું કઈ રીતે કહો છો ? - ઉત્તર-૪૮૨ – સિદ્ધાંતવાદી-જેમ જ્ઞાન-દર્શન તત્ત્વ બોધરૂપતયા એક છતા વિશેષસામાન્ય વસ્તુ ગ્રાહક તરીકે ભિન્ન છે. તેમ, અહીં પણ શુદ્ધતત્ત્વાવગમરૂપ શ્રુતમાં તત્ત્વશ્રદ્ધાન અંશ તે સમ્યક્ત્વ કહેવાય છે અને તેનાથી વિશિષ્ટ તત્ત્વરોચક બોધ તે શ્રુતજ્ઞાન કહેવાય છે. એમ એ બંનેમાં ભેદ છે એ બંનેના એક સાથે લાભમાં પણ કાર્ય-કારણ ભાવથી ભેદ છેकारण-कज्जविभागो दीव - पगासण जुगव जम्मे वि । जुगवुप्पन्नं पि तहा होउ नाणस्स सम्मत्तं ॥१॥ जुगवं पि समुप्पनं सम्मत्तं अहिगमं विसोहेइ । जह कयगमंजणाइजलवुड्डीओ विसोहिति ॥રા દિપક અને પ્રકાશ એક સાથે ઉત્પન્ન થવા છતાં જેમ તેમાં કારણ-કાર્યનો ભેદ છે. તેમ, એક સાથે ઉત્પન્ન થયેલું સમ્યક્ત્વ પણ જ્ઞાનનું કારણ છે, કેમકે, જ્ઞાન તેની સાથે ઉત્પન્ન થયું હોય છતાં કતકચૂર્ણ જેમ પાણીને શુદ્ધ કરે છે. તેમ, સમ્યક્ત્વ પણ જ્ઞાનને શુદ્ધ કરે છે. એથી સમ્યક્ત્વથી ગ્રહણ કરાયેલું હોય તે સભ્યશ્રુત અને વિપર્યયથી મિથ્યાશ્રુત એમ બરાબર કહ્યું છે. (૭-૮) સાદિ-સપર્યવસિત શ્રુત :- (૯-૧૦) અનાદિ-અપર્યવસિતશ્રુત Page #244 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૨૫ નયોની વિચારણા નિત્યવાદી દ્રવ્યથાસ્તિકનય :- દશાશ્રુતમનાદ્રિ મપર્યત , નિત્યસ્વાત, પજ્ઞાતિવત, જે જીવદ્રવ્યોએ શ્રત ભર્યું, જે ભણે છે, જે ભણશે, તેમનો ક્યારેય-નાશ થતો નથી એટલે તે અનાદિ છે અને અપર્યન્ત છે તેથી, તેના પર્યાયભૂત શ્રત પણ અનાદિ-અપર્યન્ત તેના અવ્યતિરેકથી તેવારૂપનું જ છે. સર્વથા અસત્ કાંઈ ઉત્પન્ન થતું નથી નહિ તો રેતીમાંથી ય તેલ નીકળવા માંડશે અને સત્ વસ્તુનો અત્યંતાભાવ થતો નથી નહિતો સર્વશૂન્ય થઈ જાય. જ્યારે જે દેવ-નારકાદિક અને ઘટ-પટાદિ નાશ પામે છે તે ત્યારે જો સર્વથા નિરન્વય થાય તો કાલ અપર્યવસિત હોવાથી ક્રમે સર્વજીવરાશિના નાશથી આખું વિશ્વ શૂન્ય થઈ જાય, તેથી શ્રુતના આધારભૂત દ્રવ્યો સર્વદા હોવાથી તેનાથી અવ્યતિરેક એવા શ્રતની પણ તરૂપતા જ છે. અર્થાત્ અનાદિ-અનંત છે. અનિત્યવાદિ પર્યાયાસ્તિકાય:- સતિ, પર્યક્ત ૨ શ્રુતમ્, નીવનિત્યત્વા, નારવિતિ પર્યાયવ, શ્રુતજ્ઞાનિઓનાં નિરંતર અપરાપર દ્રવ્યાદિ ઉપયોગો ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. તેનાથી અલગ કોઈ શ્રત નથી, તેના કાર્યભૂત જીવાદિતત્ત્વાવબોધ અન્યત્ર ન દેખાવાની તેની અપ્રાપ્તિ છતાં તેની કલ્પના કરવામાં અતિવ્યાપ્તિ આવે છે. માટે, દ્રવ્યાદિમાં હૃતોપયોગ સાદિ સપર્યવસિત જ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવોને આશ્રયીને શ્રુતના સાદિ-અનાદિ સ્વરૂપની વિચારણા એ ચારેથી શ્રુત સાદિ-અનાદિ, સાંત-અનંત છે. દ્રવ્યથી શ્રુત એક-અનેક પુરુષ દ્રવ્યાશ્રયીને વિચારવું એક પુરુષાશ્રયી શ્રુત સાદિ-સાંત હોય છે. પ્રશ્ન-૪૮૩ – તે કઈ રીતે? ઉત્તર-૪૮૩ – કોઈ ચૌદપૂર્વી સાધુ મરીને દેવલોકમાં ગયો. ત્યાં તે પૂર્વાધીત શ્રુત સર્વ સ્મરતો નથી, તે પુનરેવદ્રાન્નક્ષને કલ્પચૂર્ણિ તથા કોટ્યાચાર્ય વ્યાખ્યાન અનુસાર- રેશે સૂત્રાર્થે સૂત્રમાત્રાતીતિ અર્થાત્ કલ્પચૂર્ણિના મતે અગિયાર અંગરૂપ અને કોટ્યાચાર્યના મતે સૂત્ર માત્રની આદિ અથવા અડધું સૂત્ર સાંભરે છે. આ પૂર્વગત સૂત્રાપેક્ષા સંભવે છે નહિતો કલ્પ સાથે વિરોધ આવે. મનુષ્ય જન્મમાં ભજના થાય છે. યથોક્ત દેશ સ્મરે છે કે નથી પણ સ્મરતો. પ્રશ્ન-૪૮૪ – શું દેવત્વ પ્રાપ્તને જ આ રીતે સૂત્રનો પ્રતિપાત થાય કે આ ભવમાં ય થાય ? ભાગ-૧/૧૬ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૪૮૪ – આ ભવમાં રહેલાને ભજના-મિથ્યાત્વગમનાદિ કારણોથી કોઈકને શ્રતનો પ્રતિપાત થાય કોઈને ન થાય. કોઈને ભવાંતરગમનથી નાશ થાય. કૃતનિપાતના કારણો :- (૧) મિથ્યાત્વગમન (૨) ભવાંતરગમન (૩) કેવલજ્ઞાનની ઉત્પત્તિ ન ૩ છ મહૂિણ નાળે એ વચનથી (૪) ગ્લાન અવસ્થામાં (૫) પ્રમાદથી નાશ. તેથી લાભકાળે તેની સાદિ અને નાશ થાય ત્યારે અંત થાય છે તેથી શ્રુત સાદિ-સાંત છે. પ્રશ્ન-૪૮૫ - શ્રત પ્રાપ્ત થવા છતાં નાશ શા માટે થાય છે, શું તે જીવથી ભિન્ન છે કારણ કે જીવ છતાં શ્રત ભિન્ન હોય તો નાશ ઘટે અભિન્ન શ્રતનો નાશ ન ઘટે ? તેથી તે જીવથી ભિન્ન જ છે જો એમ માનીએ તો સભાવે પણ એ જીવ નિત્ય અજ્ઞાની જ હોય કેમકે તે શ્રુતસ્વભાવ રહિત છે. શ્રુત જીવથી ભિન્ન ઇષ્ટ છે તેથી જીવ શ્રુતસ્વભાવથી રહિત હોવાથી અજ્ઞાની જ થાય જેમ અંધ વ્યક્તિ હાથમાં રહેલા એવા દીવાથી પોતાનાથી ભિન્ન પ્રકાશ્ય અર્થને જોતો નથી તેમ શ્રુતપ્રકાશ્ય અર્થને તે જોવે નહિ ? ઉત્તર-૪૮૫ - શ્રુતજ્ઞાન નિયમાં જીવસ્વભાવ જ હોય અજવસ્વભાવ ન હોય અને જીવ ફક્ત શ્રુતજ્ઞાન જ ન હોય. કારણ કે, તે મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન, કેવલજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન પણ હોય. પ્રશ્ન-૪૮૬ – તે શ્રુત જો જીવસ્વભાવભૂત છે તો જીવથી અભિન્ન છે એવું સામર્થ્યથી જ તમે માન્યું છે તે ઘટે છે, એટલે જીવને શ્રુતજ્ઞાન દ્વારા કરાયેલી વસ્તુ અવબોધ થાય છે. તેથી જીવનું જ્ઞાનિત્વ પણ છે તે-નાશ થતાં મૃતનો નાશ પણ પ્રક્રમથી પ્રાપ્ત થાય છે એટલે તે જીવનો નાશ પણ ભલેને થાય. કારણ કે જે જેનાથી અવ્યતિરિક્ત છે તેના નાશમાં તે નાશ પામે જ છે જેમકે ઘટસ્વરૂપના વિનાશમાં ઘટવસ્તુનો પણ નાશ થાય, તેથી અહીં પણ શ્રુતનો નાશ થતાં જીવનો પણ નાશ થવો જોઈએ ને? ઉત્તર-૪૮૬ – હા, શ્રુતના નાશે તત્પર્યાય વિશિષ્ટતામાત્રથી અન્વિત જીવનો નાશ થાય. પરંતુ સંપૂર્ણ પણે પર્યાયાન્તર વિશિષ્ટ એવા તેનો નાશ નથી થતો. કારણ કે જીવ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ધર્મવાળો અને અનંત પર્યાયવાળો છે. તેથી જ્યારે, તે શ્રુતપર્યાયથી નાશ પામે છે ત્યારે જ, શ્રુતજ્ઞાન આદિ પર્યાયથી ઉત્પન્ન થાય છે. સચેતનવ-અમૂર્તત્વસત્ત્વ-પ્રમેયત્વાદિથી અનુગત અને અન્યથી અલગ કરનાર અનંતપર્યાયોથી વિશિષ્ટ એ સર્વ અવસ્થાઓમાં ધ્રુવપણે રહે છે. એટલે શ્રુતપર્યાયમાત્ર નષ્ટ થતાં તેનો સર્વથા નાશ કઈ રીતે થાય? જો તેનો આ જ એક પર્યાય હોય તો તેના નાશે જીવનો સર્વનાશ થાય, એવું તો નથી શ્રુતપર્યાયમાત્રથી નાશ થયા છતાં તેનો શ્રુતજ્ઞાનાદિપર્યાયથી ઉત્પાદ છે ઉપર કહ્યા પ્રમાણે અનન્ત પર્યાયોથી વિશિષ્ટ હોવાથી તેનું સર્વદા અવસ્થાન રહે છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૨૭ વિશેષ :- સ્તંભ-કુંભ-ભવનાદિ સર્વવસ્તુ પ્રતિસમય પુરાણાદિ પર્યાયથી ઉત્પન્ન થાય છે નવાદિ પર્યાયથી નષ્ટ થાય છે અને દ્રવ્યતરીકે નિત્ય સર્વદા રહે છે. એ રીતે જ સુખ-દુઃખબંધ-મોક્ષ આદિનો સદ્ભાવ ઘટે છે, કારણ કે સુખાદિ સદ્ભાવ માળા-ચંદન-સ્ત્રી-સર્પવિષાદિ સહકારી કારણના સદ્ભાવે ઘટે છે. અન્યથા સર્વદા તેના ભાવ-અભાવની આપત્તિ આવે. અને જો વસ્તુને એકાન્તે નિત્ય સ્વરૂપ માનવામાં આવે તો એકાન્તનિત્યને સહકારી અપેક્ષા ઘટતી નથી, જેમકે અપેક્ષ્યમાણ સહકારીથી તેનો કોઈ અતિશય કરાય છે કે નહિ ? જો કરાય તો તે અર્થાંતરભૂત છે કે અનર્થાન્તરભૂત છે ? જો પ્રથમ પક્ષ તો તેનો નિત્ય વસ્તુને શું લાભ થયો ? — એ તેનો વિશેષકારક છે ? એમ કહીશું. પ્રશ્ન-૪૮૭ - ઉત્તર-૪૮૭ ના એમ કહેવામાં પણ અનવસ્થા આવે જેમકે-તે વિશેષ પણ તેનાથી ભિન્ન છે કે અભિન્ન ? વગેરે એવું જ આવી પડે છે તેથી અનવસ્થા દોષ રોકી નહિ શકાય. પ્રશ્ન-૪૮૮ – તો અનર્થાન્તરભૂત એવો બીજો પક્ષ લો ને ? ઉત્તર-૪૮૮ – ત્યાં અમે પુછશું તે વિદ્યમાન કરાય છે કે અવિદ્યમાન ? જો વિદ્યમાન કરાય છે તો શા માટે કરાય ? કેમકે તેમાં વિશેષતા છે છતાં પણ કરાય છે તો તેમાં શું કરાયું ? છતાં જો કે કરે તો અનવસ્થા દોષ આવે જો અવિદ્યમાન છે તો તે વ્યાહત જ છે તેથી અનર્થાન્તરભૂત અને અવિદ્યમાન છે અને અવિદ્યમાનની ગધેડાના શિંગડાની જેમ કરણોત્પત્તિ કઈ રીતે ? જો કરે તો વસ્તુ અનિત્ય થવાથી તમને આપત્તિ આવે. તેથી અભિન્ન અવ્યતિરિક્ત તરીકે તેના કરણમાં વસ્તુનું પણ કરણ થાય. એટલે એવો અનવસ્થા દોષ ન આવે માટે ન કરાય એવું જો માનીએ તો તે તેનો સહકારી નથી કેમકે, કાંઈ વિશેષ ફેરફાર કરતો નથી, એ રીતે પણ સહકા૨પણે માનવામાં અતિવ્યાપ્તિ થાય છે. જેમકે જો કોઈપણ વિશેષને ન કરતો પણ સહકારી તરીકે માનો તો વિશ્વના બધા ભાવો તેના સહકારી થઈ જશે, કારણ કે, જેમ એક વસ્તુ તે કાર્યમાં વિશેષ ન કરતી હોવા છતાં સહકારી મનાય તેમ સર્વ વસ્તુમાં પણ સમાન છે તો તમે પ્રતિનિયત સહકારીની કલ્પના કઈ રીતે કરો છો ? પ્રશ્ન-૪૮૯ એ વસ્તુનો એવો સ્વભાવ છે કે જેથી વિશેષ ન કરતું હોવા છતાં પ્રતિનિયત સહકારીની અપેક્ષારાખીને કાર્ય ઉત્પન્ન કરે છે એમ માનો ને ? - ઉત્તર-૪૮૯ એ બધા તમારા મનોરથો છે કારણ કે તે જ્યારે અભીષ્ટસહકારીની સમીપમાં કાર્ય ઉત્પન્ન કરે છે ત્યારે, તેનો સહકારી અપેક્ષારૂપ સ્વભાવ હટી જાય છે કે નથી - Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ હટતો? જો હટી જાય તો અનિત્ય થવાનો પ્રસંગ આવે. કેમકે, સ્વભાવની નિવૃત્તિમાં તેનાથી અભિન્ન તરીકે સ્વભાવવાળાની પણ નિવૃત્તિ થઈ જાય. હવે જો ન હટે તો કાર્યને ઉત્પન્ન જ નહિ કરે, સહકારી અપેક્ષા સ્વરૂપ સ્વભાવ હટતો નથી એટલે સ્વભાવવાળો પણ નહિ હટે. કારણ કે જે તેની કાર્ય અજનન અવસ્થામાં સ્વભાવ છે તે જ જનન અવસ્થામાં છે. અર્થાત જેમ કાર્યની ઉત્પત્તિ પહેલાં અપેક્ષા સ્વરૂપ સ્વભાવ હોવાથી કાર્યોત્પત્તિ ન થઈ. તેમ, તે વખતે પણ અપેક્ષા સ્વરૂપ સ્વભાવ હોવાથી કાર્યોત્પત્તિ ન થાય એટલે સ્વભાવ સમાન થઈ જવાથી-અજનનરૂપ થવાથી કેવી રીતે ઉત્પન્ન કરે? કદાચ ઉત્પન્ન કરે તો હંમેશા માટે ઉત્પન્ન કરવાની આપત્તિ આવે કેમકે તેનો સ્વભાવ સર્વદા અવસ્થિત છે. વળી, સહકારી કારણો પણ નિત્ય હોવાથી હંમેશા ભેગા મળીને ઉપકાર કરે છે કે ઉપકાર ન જ કરે કારણ કે નિત્ય એક સ્વભાવવાળું હોય છે તેથી તે કાર્યનો સર્વદા કાંતો ભાવ થશે કાં બિલકુલ અભાવ જ થાય.... પ્રશ્ન-૪૯૦ – તો એકાન્તનિત્ય ક્ષણસ્થિતિ ધર્મક વસ્તુ માનો શું વાંધો છે? ઉત્તર-૪૯૦ – એ પણ બરાબર નથી કેમકે ક્ષણસ્થિતિધર્મ ક્ષણિક કહેવાય છેક્ષણભાવસ્વભાવ અર્થાત્ એનો દ્વિતીયાદિ ક્ષણોમાં અભાવ અનિચ્છાએ પણ માનવો પડશે. તે બંને ભાવ-અભાવ પરસ્પર અન્ય છે કે અનન્ય? જો અન્ય છે તો સર્વથા છે કે ક્યારેક ? જો સર્વથા-તો દ્વિતીયાદિક્ષણોમાં પણ ભાવપ્રસંગ થશે કારણ કે, પ્રથમક્ષણભાવનું દ્વિતીયાદિક્ષણોના અભાવે જુદાપણું ન ઘટે. એકાન્તભિન્ન અભાવથી ભાવની નિવૃત્તિ ઘટતી નથી. કેમકે, પટાભાવથી ઘટભાવ પણ નાશ થવાની આપત્તિ આવશે. જો ક્યારેક પક્ષને માનો તો તે બરાબર નથી, તમારે અનેકાંતવાદ માનવો પડશે. જો ભાવ-અભાવને અનન્ય માનો તો તે પણ સર્વથા માનો કે ક્યારેક, જો સર્વથા માનો તો પ્રથમક્ષણ ભાવ જ દ્વિીતીયાદિક્ષણ ભાવ થઈ જાય તેથી તે ક્ષણોમાં પણ વસ્તુના ભાવનો પ્રસંગ આવે અથવા દ્વિતીયક્ષણાભાવ નિરુપાખ્યા હોવાથી અને તે જ પ્રથમણભાવરૂપ હોવાથી પ્રથમક્ષણ ભાવ જ અભાવ થાય અને ક્યારેક પક્ષમાં તો ઉપરનો જ દોષ છે એટલે ઉપર કહ્યા પ્રમાણે અનેકાંતમત માનવો પડશે. પ્રશ્ન-૪૯૧ – દ્વિતીયક્ષણાભાવાભાવરૂપથી જ પ્રથમક્ષણભાવથી અન્યાખ્યત્વની કલ્પના યુક્તિ યુક્ત ત્યારે જ થાય જ્યારે ભાવ-અભાવથી ભેદ-ભેદને છોડીને રહે. તેમ નથી ગત્યન્તરાભાવે અર્થાતુ ભેદ-અભેદ સિવાય ત્રીજો વિકલ્પ નથી. દ્વિતીયક્ષણાભાવ અમે કલ્પેલો હોવાથી અમારે વિકલ્પ કલ્પનાનો વિષય જ નથી? Page #248 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૨૯ ઉત્તર-૪૯૧ – પત્યું. જો એમ હોય તો તે બીજા ક્ષણનો અભાવ પરિકલ્પિત છે એટલે તે અસત્ હોવાથી દ્વિતીયાદિક્ષણોમાં પણ ભાવ પ્રસંગ થાય એટલે ક્ષણસ્થિતિધર્મકત્વ કયાં રહ્યું ? હવે જો પ્રથમક્ષણથી વ્યતિરિક્ત દ્વિતીયાદિક્ષણાભાવ કલ્પો તો તેનાથી અભિન્ન તો તે છે જ તો પ્રથમક્ષણનો ભાવ જ દ્વિતીયાદિક્ષણાભાવ થશે ત્યાં પૂર્વોક્ત જ દોષ છે. પ્રશ્ન-૪૯૨ – અમે તદુતરકાળ-પ્રથમ ક્ષણના ભાવનો ઉત્તરકાળમાં થનારો પદાર્થાન્તર ભાવ જ દ્વિતીયાદિક્ષણાભાવ માનશું ? ઉત્તર-૪૯૨ છે, અને ઉ૫૨નો દોષ ત્યાં પણ છે. — જો તમે એમ માનતા હોય તો અહીં સુતરાં અન્યા-ડન્યત્વની કલ્પના પ્રશ્ન-૪૯૩ તો ક્ષણ સ્થિતિધર્મક વસ્તુને જ દ્વિતીયાદિ ક્ષણાભાવ કહીશું ? ઉત્તર-૪૯૩ તે યોગ્ય નથી. તેના જ ઘટવાથી જેમકે-ક્ષણસ્થિતિધર્મક વસ્તુ, ક્ષણભાવસ્વભાવવાળી કહેવાય છે તેથી તે ભાવ અને અભાવ પરસ્પર ભિન્નપણે છે કે અભિન્નપણે છે ? વગેરે તે જ દોષો પાછા આવી જશે. — પ્રશ્ન-૪૯૪ = દ્વિતીયાદિક્ષણાભાવે પ્રથમક્ષણભાવનો અભાવ હોવાથી અથવા ત્યાં ભાવ છે એમ માનીએ તો દ્વિતીયાદિક્ષણાભાવ ઘટે નહિ, માટે પ્રતિયોગીના અભાવે જ અન્યા-ડન્યત્વકલ્પનાનો સંભવ નથી કારણ કે, જ્યારે ભાવ છે ત્યારે અભાવ નથી અને જ્યારે અભાવ છે ત્યારે ભાવ નથી. ઉત્તર-૪૯૪ – જો એમ હોય તો તે ભાવ જ અભાવીભૂત હોવાથી ભાવની જેમ તેનો અભાવ પણ તેનો ધર્મ થાય. એટલે હંમેશ માટે ભાવની આપત્તિ આવે. તેથી પોતાના હેતુઓથી જ તે ભાવ-અભાવ ધર્મક ઉત્પન્ન થાય છે એમ સ્વીકારવું અર્થાત્ દ્વિતીયાદિક્ષણાભાવ એ અભાવીભૂત છે. તેથી, દ્વિતીયાદિક્ષણાભાવાભાવ=દ્વિતાયાદિક્ષણ, જેમકે પ્રથમાદિક્ષણભાવાભાવ-પ્રથમાદિક્ષણાભાવ જે તમે દ્વિતીયાદિક્ષણે માનો છો તેમ તે ક્ષણે દ્વિતીયાદિક્ષણાભાવાભાવરૂપ દ્વિતીયાદિક્ષણભાવ હંમેશ માટે થઈ જશે. આમ જો બીજાના હેતુઓથી ભાવાભાવ ધર્મક તે માનતાં ઉક્ત આપત્તિ આવે છે માટે સ્વહેતુઓથી જ તે તદ્ધર્મક ઉત્પન્ન થાય છે એમ માનવું અક્રમવાળા કારણથી ક્રમવદ્ધર્મયુક્ત કાર્યની ઉત્પત્તિ નથી ઘટતી. નહિતો, અભાવરૂપ કારણથી ભાવરૂપકાર્ય થવાની આપત્તિ આવે જેમકે ગધેડાના શિંગડામાંથી ધનુષ્ય. તેથી જેનો ભાવ છે તેનો જ અભાવ થાય એટલે ક્ષણસ્થિતિધર્મકત્વ ક્યાં રહ્યું ? અથવા તેના ભાવમાં પ્રથમ ક્ષણની જેમ દ્વિતીયાદિ ઉત્તરક્ષણોમાં પણ ભાવ-અભાવનો વિરોધ ન રહેવાથી સર્વદા વસ્તુના ભાવની આપત્તિ આવશે. નિરંશ Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ તત્ત્વભાવવાળા સ્વહેતુઓથી જ તે ક્ષણસ્થિતિ ધર્મક વસ્તુ ઉત્પન્ન થાય નહિ એમ તેના હેતુઓ દ્વારા જ આગળ કહેવું એમ બોલતાં પંડિતો આનંદિત થાય છે. કારણ કે એવું અન્યસ્વભાવની કલ્પનાથી પણ કરી શકાય છે. ૨૩૦ પ્રશ્ન-૪૯૫ એ બની શકે, અક્ષણિક પદાર્થમાં અર્થક્રિયાનો અસંભવ હોવાથી સ્વભાવાન્તરકલ્પના કઇ રીતે કરવી શક્ય છે ? ઉત્તર-૪૯૫ – તે બરાબર નથી. કારણ કે ક્ષણિકમાં અર્થક્રિયા જ ઘટતી નથી. જેમકેક્ષણિકપદાર્થ (૧) ઉત્પન્ન ન થયેલો અર્થક્રિયા કરે છે કે (૨) ઉત્પન્ન થતો અર્થ ક્રિયા કરે છે, (૩) ઉત્પન્ન થયેલો કરે છે, (૪) નાશ પામતો કરે છે કે (૫) નાશ થયેલો કરે છે એ ૫ વિકલ્પો છે. ૧. અનુત્પન્ન કરતો નથી કારણ કે તે પોતે જ વિદ્યમાન નથી. ૨. ઉત્પદ્યમાન પણ નહિ કરે, કેમકે તે અવસ્થામાં ક્ષણભંગ ભાવવાદિઓ અર્થક્રિયા માનતા નથી જો માને તો કેટલોક અંશ ઉત્પન્ન થયો કેટલોક નથી થયો એમ સાંશત્વનો સ્વીકાર થાય, તો દ્રવ્યપર્યાય ઉભયરૂપ વસ્તુ સિદ્ધિથી અમારા પક્ષની સિદ્ધિ થઈ જાય. કારણ કે અંશ માનવામાં અંશવાન્ અવયવી સિદ્ધ થાય અને તે અવયવી અહીં દ્રવ્ય છે. અંશો-પર્યાયો છે. એમ દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ વસ્તુ સિદ્ધ થઇ જાય. ૩. ઉત્પન્ન થયેલો પદાર્થ પણ અર્થક્રિયા કરતો નથી. તે સંપૂર્ણ ઉત્પન્ન હોવાથી સહકારિઓ દ્વારા કાંઈ વિશેષ ફેરફાર કરતો નથી અથવા વિશેષતા કરી હોય તો પણ ભિન્નકારણથી ઉત્પન્ન થયેલી વિશેષતાનો તેનાથી ભેદ હોવાની આપત્તિ આવે. પ્રશ્ન-૪૯૬ તો એ જ સહકારીઓનું અવિશેષપણું છે કે તે સહકારીઓ સાથે મળીને આ ઉત્પન્ન થયેલો ક્ષણિક પદાર્થ વિશિષ્ટ અર્થક્રિયા કરે છે એમ માનો ? ઉત્તર-૪૯૬ આ તો તમારા માટે મન મનાવવા જેવી વાત થઈ, કારણ કે જો વસ્તુ વિશિષ્ટ અર્થક્રિયા કરે અને એમ કરવામાં એ સહકારીઓના સંયોગમાત્રની અપેક્ષા રાખે છે, બીજા અતિશયની નહિ તો અસહકારિત્વાભિમત એવા અનેકો સાથે તેનો સંયોગમાત્ર છે તો અમુક સહકારિ સંયોગ માત્રની તે અપેક્ષા શા માટે રાખે ? તેથી તેમનાથી તેનું વિશેષ કહેવું તે ક્ષણિકત્વમાં ઘટતું નથી. હવે નિવર્તમાન ક્ષણિક પદાર્થ કરે છે એમ કહો તો તે પણ ઘટે નહિ, કેમકે નિવર્તમાન અવસ્થા તમે ક્ષણિકવાદીઓએ માની નથી તે માનવામાં વસ્તુઓની સાંશતાની આપત્તિ આવે છે. જો નિવૃત્ત ક્ષણિક પદાર્થ અને ક્રિયા કરે છે એમ માનો તો નિવૃત્ત પણ ન કરે અસત્ હોવાથી તે અર્થક્રિયા કઈ રીતે કરે ? તેથી ક્ષણસ્થિતિધર્મક વસ્તુ પણ કોઈપણ રીતે સંગત થતી નથી. એ પ્રમાણે દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ નિત્યા-ડનિત્ય જ વસ્તુ સ્વીકારવી તે જ પ્રત્યક્ષાદિપ્રમાણોથી સિદ્ધ છે. જેમકે મૃŃિડ-શિવક-સ્થાસ-ઘટ Page #250 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર કપાલાદિમાં માટીનો અન્વય સામાન્યથી સર્વત્ર સંવેદાય છે, અને દરેકમાં અન્યોન્યની વ્યાવૃત્તિ જણાય છે, કેમકે જેવું મૃત્પિડ દેખાય છે, તેવું શિવકાદિમાં દેખાતું નથી. સર્વત્ર આકાર ભેદનો અનુભવ થાય છે. વળી, જેવો આકારભેદ અને તેનું જ્ઞાન વિજાતીય પાણીઅગ્નિ-પવનાદિમાં થાય છે. તેવો પ્રતિભાસ ભેદ શિવકાદિમાં જ સર્વત્ર મૃદન્વયના સંવેદનથી થતો નથી. અને આ સર્વજન સંવેદ્ય સંવેદનને છુપાવી શકાતું નથી. અન્યથા અતિવ્યાપ્તિ આવે. વળી, આ સંવેદન ભ્રમ છે એમ પણ કહેવું શક્ય નથી. કેમકે, દેશ-કાળ-મનુષ્યોની અવસ્થાન્તરોમાં આવી જ પ્રવૃત્તિ છે. અર્થપદાર્થથી થયેલ યથાર્થ સંવેદન છોડીને જાતિવિકલ્પોથી પદાર્થવ્યવસ્થા ઘટતી નથી તે વિકલ્પો પ્રતિતિ બિંધત હોવાથી અનાદેય છે. એકાન્તનિત્ય વસ્તુઓમાં આવો સંવેદનભાવ ઘટતો નથી. તેમાં ભિન્ન-ભિન્ન આકારના નિબંધનરૂપ ધર્મભેદનો અભાવ છે ભાવેષ્વાન્તનિત્યેવુ નાન્વય-વ્યતિરેવત્ । સંવેલાં મવેદ્ ધર્મમેવામાવાવિત સ્યૂટમ્ ॥ ધર્મભેદનો અભાવ હોવાથી એકાન્ત નિત્યપદાર્થમાં અન્વયવ્યતિરેકની જેમ પ્રગટ સંવેદન ન થાય. ધર્મભેદ માનવામાં એકાન્તનિત્યત્વહાનિનો પ્રસંગ આપવાથી એકાન્તાનિત્ય ભાવોમાં અધિકૃત સંવેદન સંભવ ઘટતો નથી. કેમકે, ત્યાં અનુવૃત્તાકારનિબંધનભૂત દ્રવ્યાન્વયનો અભાવ છે. ાન્તાઽનિત્યમાવેલુ નાન્વયવ્યતિરેવત્ । સંવેલાં ભવેત્ દ્રવ્યસ્યાઽન્વયામાવતો ધ્રુવમ્ ॥ એકાન્ત અનિત્ય પદાર્થોમાં દ્રવ્યનો અન્વય ન હોવાથી અન્વય-વ્યતિરેકની જેમ સાચું સંવેદન થતું નથી. ક્યારેય પણ હેતુ ઉપલબ્ધ ન હોવાથી આ સંવેદનનો બાધકપ્રત્યય ઘટતો નથી, તેથી અન્વય અવિનાભૂત વ્યતિરેક છે. અને વ્યતિરેક અવિનાભૂત અન્વય છે. નાઽન્વયઃ સ ફ્રિ મેત્વાર્ ન મેલોડન્વયવૃત્તિત:। મૃદ્રવ્યમેવમંસર્વવૃત્તિત્યિન્તર ઘટ: ॥ આ સંબંધમાં ઘણું કહેવા જેવું છે પરંતુ અહીં ગ્રંથ વિસ્તારના ભયથી તેમજ અન્ય ગ્રંથોમાં આ વિશે ઘણું કહેલું હોવાથી અમે લખતા નથી. ૨૩૧ શ્રુતની ચતુર્ભગી (૧) સાદિ સપર્યવસિત - દ્રવ્યથી એક પુરુષદ્રવ્યને અંગીકાર કરી નિરુપિત કર્યો છે. (૨) સાદિ અપર્યવસિત - પ્રરૂપણા માત્ર છે ક્યારેય ક્યાંય આ ભાંગો સંભવતો નથી. (૩) અનાદિ સપર્યવસિત - ભવ્યાશ્રીયીને-અનાદિકાળથી-કેવલજ્ઞાનોત્પત્તિ સુધી હોય છે. (૪) અનાદિ અપર્યવસિત - અભવ્યાશ્રયીને-અનાદિકાળથી-અનંતકાળ સુધી હોય છે. ક્ષેત્ર-કાળ-ભાવ દ્વારા પ્રથમ ભંગો - સાદિ-સાંત Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૧) ક્ષેત્ર :- ભરત-ઐરાવતક્ષેત્રોને આશ્રયીને સમ્યફશ્વત સાદિ-સાંત હોય છે. આ ક્ષેત્રોમાં પ્રથમતીર્થકર કાળે તે થાય છે. એટલે સાદિ, ચરમતીર્થંકરના અંતે અવશ્ય વિચ્છેદ થાય છે એટલે સપર્યવસિત. (૨) કાળ - ઉત્સર્પિણી-અવસર્પિણીને આશ્રયીને તે ભરત-ઐરવતોમાં એ સાદિસપર્યવસિત થાય છે. બંને સમ તૃતીયઆરામાં પ્રથમ ભાવથી દ્વાદશાંગીની ઉત્પત્તિ થતી હોવાથી સાદિ, ઉત્સર્પિણીમાં ચોથા આરાની શરૂઆતમાં અને અવસર્પિણીમાં પાંચમાં આરાના અંતે અવશ્ય વિચ્છેદથી સપર્યવસિત. (૩) ભાવ:- પ્રજ્ઞાપક ગુરુ અને શ્રુતપજ્ઞાપનીય અર્થોને આશ્રયીને સાદિ-સાંત. પ્રશ્ન-૪૯૭ – પ્રજ્ઞાપક અને પ્રજ્ઞાપનીય અર્થોને આશ્રયીને સાદિ વગેરે રૂપ કઈ રીતે થાય ? ઉત્તર-૪૯૭– ઉપયોગ=આંતર શ્રુતપરિણામ, સ્વર=ધ્વનિ, પ્રયત્નતા આદિ વ્યાપાર વિષયો યત્ન, સ્થાનવિશેષો=આસન વિશેષો, પ્રજ્ઞાપક ગુરુ વ્યાખ્યાન કરે છે ત્યારે એ ભાવો-ધર્મો થાય છે. એ બધા અનિત્ય હોવાથી સાદિ-સપર્યવસિત છે. તેથી એ ભાવોની અપેક્ષાએ શ્રુત પણ વક્તાથી અનન્ય હોવાથી સાદિ-સાંત છે. પ્રજ્ઞાપનીય અર્થોમાં રહેલા ભાવો :- ગતિ-અણઆદિનું ગમન પરિણામ, સ્થાન-તેમનું જ સ્થિતિ પરિમામ, ભેદ-અન્ય સંયુક્ત એવા તેમનું જ વિઘટન, સંઘાત અન્યો સાથે સંયોગ, વર્ણ-કૃષ્ણાદિ, શબ્દ-મમધુરાદિ, આદિ શબ્દથી રસ, ગંધ-સ્પર્શ અને સંસ્થાન. આ ગતિ-સ્થિતિ આદિભાવોપર્યાયધર્મો પરમાણુ આદિ પ્રજ્ઞાપનીય ભાવોમાં હોય છે. તેથી અનિત્ય હોવાથી એ સાદિ સપર્યવસિત છે. એ બધા શ્રુતના ગ્રાહ્ય છે. શ્રુત એ ગ્રાહક છે અને ગ્રાહક ગ્રાહ્યનું કારણ થાય છે એટલે કાર્ય-કારણના અભેદ ઉપચારથી શ્રુત પણ સાદિ સપર્યવસિત છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાશ્રયીને અનાદિ-અનંત ચોથો ભાંગો - (૧) દ્રવ્ય - દ્રવ્યવિષયમાં નારક-તિર્યચ-મનુષ્ય-દેવગત વિવિધ સમ્યગ્દષ્ટિ જીવોને આશ્રયીને સમ્યકશ્રુત ત્રણે કાળમાં સતત હોય છે, હતું અને રહેશે ક્યારેય વિચ્છેદ નહિ થાય, તેથી તેમને આશ્રયીને એ અનાદિ અપર્યવસિત છે. (૨) ક્ષેત્ર - પાંચ મહાવિદેહને આશ્રયીને અનાદિ-અપર્યવસિત છે. કેમકે, ત્યાં સર્વદા તીર્થ પ્રવર્તે છે. તેથી ત્યાં કદિ પણ શ્રુતનો વિચ્છેદ નથી થતો. Page #252 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૩૩ (૩) કાળ - તે જ વિદેહોમાં અનવસર્પિણી-અનુત્સર્પિણી કાળને આશ્રયીને શ્રુત અનાદિ-અનંત છે. કેમકે, ત્યાં ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ કાળચક્ર ન હોવાથી શ્રુત ક્યારેય પણ નાશ પામતું નથી. (૪) ભાવ :- ક્ષાયોપથમિક ભાવમાં શ્રુતજ્ઞાન સતત સર્વદા હોય જ છે. એટલે અનાદિ-અપર્યવસિત. કારણ કે સામાન્યથી મહાવિદેહોમાં ઉત્સર્પિણી-અવસર્પિણી ભાવનિજકાલવિશિષ્ટમાં દ્વાદશાંગ શ્રુતનો ક્યારેય વિચ્છેદ થતો નથી, કેમકે ત્યાં હંમેશા તીર્થંકર-ગણધરાદિ હોય છે. (૧૧-૧૨) ગમિક-અગમિક શ્રુત : ગમા ગણિતાદિવિશેષો અને ભંગકા, તેનાથી સંકુલ ગમિક અથવા ગમા-સમાનપણે કારણવશ જ્યાં ઘણા હોય તે ગમિક શ્રુત કહેવાય છે. એવું પ્રાયઃ દૃષ્ટિવાદ આદિમાં છે. જયાં પ્રાયઃ ગાથા શ્લોક-વેષ્ટકાદિ અસમાન પાઠરૂપ છે તે અગમિકશ્રુત કહેવાય છે એવા પ્રાયઃ કાલિક શ્રત હોય છે. (૧૩-૧૪) અંગપ્રવિષ્ટ-અનંગપ્રવિષ્ટ કૃત:પ્રશ્ન-૪૯૮ – અંગ-અનંગ પ્રવિષ્ટદ્યુતમાં ભેદ શું છે? ઉત્તર-૪૯૮ – ગૌતમસ્વામી આદિ ગણધરોએ રચેલું દ્વાદશાંગરૂપ શ્રત અંગપ્રવિષ્ટ કહેવાય છે. અને સ્થવિરો-ભદ્રબાહુ સ્વામી આદિ એ રચેલું આવશ્યક નિર્યુક્તિ વગેરે શ્રુત અનંગપ્રવિષ્ટ અથવા અંગબાહ્ય કહેવાય છે. અથવા ત્રણવાર ગણધરોએ પૂછેલાનો તીર્થંકર સંબંધિ જે આદેશ-જવાબ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવાચક તેનાથી બનેલું તે અંગપ્રવિષ્ટ દ્વાદશાંગી યુક્ત પ્રશ્નપૂર્વક જે અર્થપ્રતિપાદન થયું હોય તેનાથી બનેલું અંગબાહ્ય આવશ્યકાદિ કહેવાય છે અથવા ત્રીજોભેદ –ધ્રુવશ્રુત સર્વતીર્થકરોના તીર્થોમા નિયમાભાવિ શ્રત અંગપ્રવિષ્ટ કહેવાય છે. અને જે અનિયત ભાવિ તંદુલવૈકાલિક પ્રકીર્ણાદિ શ્રત છે તે અંગબાહ્ય કહેવાય છે. પ્રશ્ન-૪૯૯ – પૂર્વ પૂર્વાવોપનિબંનતિ પથર: એવું આગમમાં સંભળાય છે. પૂર્વકરણથી જ એ પૂર્વો કહેવાય છે અને એમાં નિઃશેષ વાણી અવતરે છે, એથી ૧૪ પૂર્વાત્મક ૧૨ અંગ જ હોય શેષ અંગ રચવાથી શું? અથવા અંગબાહ્યશ્રુત રચવાનું શું કામ છે? ઉત્તર-૪૯૯ – સંપૂર્ણ વિશેષથી યુક્ત સમસ્તવસ્તુનો સંગ્રહ જેમાં કરેલો છે એવા ભૂત-સભૂતોનો વાદ તે ભૂતવાદ અથવા સામાન્ય-વિશેષાદિ સર્વ ધર્મસમૂહ યુક્ત સભેદ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રભેદવાળા ભૂત-પ્રાણીઓનો વાદ જેમાં છે તે ભૂતવાદ-દષ્ટિવાદ, જો કે દૃષ્ટિવાદમાં સર્વ વામનો અવતાર છે. તો પણ તેને ધારણ કરવા માટે અયોગ્ય એવા મંદમતિવાળાઓને તથા શ્રાવકાદિ અને સ્ત્રીઓના ઉપકાર માટે શેષશ્રુતની રચના કરી છે. પ્રશ્ન-૫00 – સ્ત્રીઓને દૃષ્ટિવાદ કેમ અપાતો નથી? - ઉત્તર-૫૦૦ – જો સ્ત્રીઓને કોઈપણ રીતે દૃષ્ટિવાદ અપાય તો તુચ્છાદિસ્વભાવથી અહો ! હું દષ્ટિવાદ પણ ભણું છું એવા ગર્વથી ફૂલેલી એ પુરુષ પરિભવાદિમાં પણ પ્રવૃત્તિ કરીને દુર્ગતિમાં જાય એટલે નિસીમકૃપાવારિધિ પરોપકાર કરવામાં જ પ્રવૃત્તિવાળા ભગવાન તીર્થકરો દ્વારા ઉત્થાન-સમુત્થાનાદિ અતિશયવાળો શ્રુતાધ્યયનો અને દૃષ્ટિવાદ સ્ત્રીઓને આપવાની ના કહી છે. ઉપકાર માટે તેમને પણ કાંઈક શ્રત આપવું એટલે ૧૧ અંગની રચના આદિ કરી છે તે સફળ છે . ૧૪ પ્રકારનાં શ્રતનું અર્થથી નિરૂપણ થયું // (શ્રુતજ્ઞાનનો વિષય ) પ્રશ્ન-૫૦૧ – શ્રુતજ્ઞાનનો વિષય કેટલો છે? ઉત્તર-૫૦૧ – મુકેલા ઉપયોગવાળો શ્રુતજ્ઞાની સર્વદ્રવ્યોને યથાર્થ જેમ સર્વજ્ઞએ કહ્યું છે તેમ જાણે છે તે દ્રવ્યથી-પંચાસ્તિકાય દ્રવ્યોને ક્ષેત્ર-લોક-અલોક આકાર, કાળ-અતીતાદિરૂપ, ભાવ-ઔદાયિકાદિ સ્પષ્ટાવભાસી શ્રુતજ્ઞાનથી જાણે છે નહિ કે સામાન્યગ્રાહી દર્શનથી. દર્શન ને તે અસંભવ છે. જેમ, મન:પર્યવક્ષાની સ્પષ્ટાર્થગ્રાહક છે એટલે ત્યાં દર્શન નથી એમ શ્રુતજ્ઞાનમાં પણ તે પણ અર્થ વિકલ્પાવસ્થામાં અંતર્જલ્પાકાર હોવાથી વિશેષણ સહિત અર્થને જ ગ્રહણ કરે છે સામાન્ય પ્રકારથી નહિ નંદિસૂત્રમાં તે સમસમો વિવ્યિ€ પન્નત, તે जहा-दव्वओ, खेत्तओ, कालओ, भावओ । दव्वओ णं सुयनाणी उवउत्तो सव्वदव्वाइं जाणइ न पासइ, एवं सव्वखेत्तं, सव्वकालं, सव्वभावे जाणइ न पासइ ते श्रुतान संक्षेपथी या२ પ્રકારનું છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, દ્રવ્યથી શ્રુતજ્ઞાની ઉપયોગવાળો સર્વદ્રવ્યોને જાણે છે પણ જુએ નહિ, એમ ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જાણે પણ જોતો નથી. કેટલાક નમ્ પાઠ માનતા નથી એટલે મારું પાડું કહે છે. એટલે શ્રુતજ્ઞાની પણ દર્શનથી જોવે છે એમ માને છે. અને જે એ દર્શનથી જોવે છે એ અચક્ષુદર્શનથી જોવે છે એમ માને છે. અર્થાત્ જેને શ્રુતજ્ઞાન છે તેને મતિજ્ઞાન અવશ્ય હોય જ છે. મતિ-શ્રુતજ્ઞાનેનું ચક્ષુઅચક્ષુદર્શન ભેદથી બે પ્રકારનું દર્શન કર્યું છે. એટલે ચક્ષુદર્શનથી મતિજ્ઞાનને દેખે છે અને Page #254 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૩૫ અચક્ષુદર્શનથી શ્રુતજ્ઞાનને જોવે છે. તેમનો આ મત અયોગ્ય કથનવાળો હોવાથી સ્વચ્છંદતા માત્ર છે. નમ્ પાઠ માનવાવાળાને મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનની ઇન્દ્રિય-મનો નિમિત્તતાસામ્યથી અચક્ષુદર્શન સમાન છતાં તે અચદર્શનથી મતિજ્ઞાની કેમ જોતા નથી ? અથવા શ્રુતજ્ઞાની તેનાથી કઈ રીતે દેખે છે. જો શ્રુતજ્ઞાનની તેનાથી દેખે તો મતિજ્ઞાની પણ જોવે એ જો ન જોવે તો મતિજ્ઞાની પણ ન જોવે. ન્યાય તો બંને સ્થળે સમાન જ છે તો આ ભેદ શા માટે કર્યો કે અચક્ષુદર્શન સમાન છતાં તેનાથી એક દેખે બીજે ન દેખે ? તેથી ના ન પાડું એ પાઠ જ બરાબર છે. અથવા પ્રજ્ઞાપનામાં કહેલી પશ્યતાને આશ્રયીને શ્રુતજ્ઞાનમાં પણ પશ્યતા કહેલી છે તેથી શ્રુતજ્ઞાનમાં પણ પશ્યતા ઘટે છે ગાડું પાસડુ પાઠ ઘટે છે. પ્રજ્ઞાપના પદ-૩૦ નું સૂત્ર - कइविहा णं भंते ! पासणया पण्णत्ता ? गोयमा ! दुविहा तं जहा-सागार पासणया य अणागारपासणया य । सागारपासणया णं भंते ! कइविहा पण्णत्ता ? । गोयमा ! छव्विहा पण्णात्ता, तं जहा-सुयनाण सागारपासणया, ओहि-मणपञ्जव-केवलनाणसागारपासणया, सुयअन्नाणविभंगनाण सागारपासणया य । अणागारपासणया णं भंते ! कइविहा पण्णात्ता ? गोयमा ! तिविहा पण्णात्ता, तं जहा-चक्खुदसण-ओहिइंसण-केवलइंसणअणागारपासणया । પ્રશ્ન-૫૦૨ – પાસUTયા શબ્દનો અર્થ શું છે? ઉત્તર-૫૦૨ – પશ્યતા–ઉપયોગ. જેમ ઉપયોગશબ્દથી સાકાર-અનાકાર ભેદથી ભિન્ન ઉપયોગ કહેવાય છે તેમ પશ્યતા શબ્દથી પણ કહેવાય છે. પ્રશ્ન-૫૦૩– જો એમ હોય તો એ બંને પર્યાયવાચી છે તો ઉપયોગથી પશ્યતા અલગ કેમ કહી? ઉત્તર-૫૦૩- સાચીવાત છે, પરંતુ સાકરોપયોગ ૮ પ્રકારનો કહ્યો છે અને સાકારપશ્યતા મતિજ્ઞાન-મતિઅજ્ઞાન વિના ૬ પ્રકારની કહી છે. અનાકારોપયોગ પણ ૪ પ્રકારે કહ્યો છે જ્યારે અનાકાર પશ્યતા ૩ પ્રકારની કહી છે એમાં અચક્ષુદર્શન કહ્યું નથી. પશ્યતા શબ્દ દશ-પેક્ષણ આ ધાતુથી બને છે પ્રકૃઈ વેક્ષ' આવું ઉત્કૃષ્ટ જોવાપણું ત્રિકાળવિષયમાં શીધ્ર જ અર્થ જાણવામાં પટુતર અવબોધ હોય ત્યારે થાય છે, મતિજ્ઞાન-અજ્ઞાન પ્રાયઃ સાંપ્રતકાલ વિષયમાં જ થાય છે. એટલે એ બંનેમાં પશ્યતા નથી. જેમ ચક્ષુનો શીધ્ર અર્થપરિચ્છેદ છે તેમ શેષેન્દ્રિયોનો નથી થતો. મનની તો શીધ્રપરિચ્છેદમાં પણ અનાકારતા પશ્યતા વિવક્ષિત નથી. ત્યાં માત્ર ઉપયોગની જ વિવક્ષા છે એટલે અચક્ષુદર્શનમાં પણ પશ્યતા નથી. આ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ રીતે સાકાર ઉપયોગ ૮ પ્રકારે અને સાકાર પશ્યતા ૬ પ્રકારે છે. તથા અનાકાર ઉપયોગ ૪ પ્રકારે અને અનાકાર પશ્યતા ૩ પ્રકારે છે. આ રીતે ઉપયોગ-પશ્યતાનો ભેદ છે. એટલે ઉપયોગથી પશ્યતા ભિન્ન કહી છે. કેટલાક ગ્રંથોમાં - “તેથી શ્રુતજ્ઞાનમાં પશ્યતા યુક્ત છે” તેના બદલે “તેથી શ્રુતજ્ઞાનમાં પશ્યતા અયુક્ત છે” એવું જણાય છે, ત્યાં એમ અર્થ સમજવો કે પપ૩ મી ગાથામાં “પાસરૂ ય # સો પુ તમ વિવુદંગ” એ પાઠથી અચક્ષુદર્શનની અપેક્ષાએ શ્રુતજ્ઞાનમાં પશ્યતા કહી છે તે અયોગ્ય છે, કેમકે પ્રજ્ઞાપના સૂત્રમાં મતિજ્ઞાન-મતિઅજ્ઞાન અને અચક્ષુદર્શન સિવાયની છ પ્રકારની પશ્યતા કહી છે. તેથી “શ્રુતજ્ઞાની જાણે પણ જુએ નહિ” એમ અર્થ સમજવો. પ્રશ્ન-૫૦૪ – શ્રુતજ્ઞાનના ગ્રહણનો ઉપાય શું છે? ઉત્તર-૫૦૪ – ગુરુપાસેથી વર્ણવાતા ૮ બુદ્ધિગુણો દ્વારા તેના ક્રમથી જ શ્રુતજ્ઞાનનું ગ્રહણ કરવું તે આ રીતે (૧) સાંભળવાની ઈચ્છા-વિનયવાનું એવો ગુરુ પાસેથી સાંભળવાની ઇચ્છા રાખે. (૨) પ્રતિકૃચ્છના-ભણેલું જ્ઞાન શંકા રહિત કરવું. (૩) સાંભળવું-ભણેલા શ્રતને અર્થથી સાંભળવું (૪) ગ્રહણ-સાંભળીને અવગ્રહથી ગ્રહણ કરે. (૫) ઈહન-ગ્રહણ કરીને વિચારે-આ એવું છે કે નહિ એમ વિચાર કરતાં સ્વબુદ્ધિથી પણ કાંઈક ઉત્મક્ષા કરે. (૬) અપોહ-ગુરુએ કહ્યું છે તે તેમ જ છે એવો નિશ્ચય કરે. (૭) ધારણા-નિશ્ચિત થયેલ અર્થને હંમેશા મનમાં ધારણ કરે. (૮) સમ્યકરણ-શ્રુતજ્ઞાનમાં કહેલું અનુષ્ઠાન સારી રીતે કરવું કેમકે-શ્રુતજ્ઞાનાવરણક્ષયોપશમ-ગુરુના ચિત્તની આવર્જના આદિમાં હેતુ હોવાથી શ્રત પ્રાપ્તિનો ઉપાય છે. અથવા ગુરુ જે આજ્ઞા કરે તે સમ્યગુ અનુગ્રહ માનતો સાંભળવાની ઇચ્છા કરે, પૂર્વે કહેલા કાર્યના કરવાના સમયે પ્રતિપુચ્છના કરે. એ રીતે આરાધિત ગુરુ પાસે સૂત્ર કે તેનો અર્થ સારી રીતે સાંભળે, સાંભળેલું અવગ્રહથી ગ્રહણ કરે વગેરે પૂર્વવત્ સમજવું. શ્રવણ વિધિ - મૌનપણે સાંભળ-પ્રથમવાર શ્રવણમાં સંયતગાત્રવાળો બધું અવધારણ કરે, બીજીવાર-હુંકાર કરે, ત્રીજીવાર-સત્યત હુંકાર કરે-આ એમજ છે અન્યથા નહિ એમ બોલે, ચોથીવાર-ગ્રહણ કરેલા પૂર્વા-પર સૂત્રનો જરાક અભિપ્રાય પૂછે એવું કઈ રીતે ? પાંચમીવાર-મીમાંસા-પ્રમાણની જીજ્ઞાસા કરે, ૬ઠ્ઠીવાર-પારગામી થાય અર્થાત ઉત્તરોત્તર ગુણપ્રાપ્તિ અને ચાલતા વિષયની સંપૂર્ણ માહિતી થાય, ૭મીવાર-પરિપૂર્ણતા થાય આ શિષ્યગત શ્રવણવિધિ કહ્યો. Page #256 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૩૭ વ્યાખ્યાન વિધિ :- સૂત્રાર્થપ્રતિપાદન પર ગુરુ પ્રથમવારમાં-અનુયોગ કરે, બીજીવારમાં સૂત્રસ્પર્શક નિયુક્તિ મિશ્ર તીર્થંકર-ગણધરોએ કર્તવ્યતરીકે કહી છે. ત્રીજીવારમાં પ્રસક્ત અનુપ્રસક્ત સંપૂર્ણ અનુયોગ કહેવાય. આવો વિધિ અનુયોગમાં કહ્યો છે. इति श्रुतज्ञानम् ((૩) અવધિજ્ઞાન) અવધિજ્ઞાનના વિષયભૂત ક્ષેત્રકાળને આશ્રયીને સર્વે અસંખ્ય ભેદો થાય છે. જેમકે, અવધિજ્ઞાનનો ક્ષેત્રથી વિષય જઘન્યથી આગળના અસંખ્યાતભાગ જેટલો છે. ત્યાર બાદ પ્રદેશવૃદ્ધિથી ઉત્કૃષ્ટથી અલોકમાં પણ લોકપ્રમાણ અસંખ્યાત ખંડોમાં જોવાલાયક પદાર્થો હોય તો જોઈ શકે, કાળથી અવધિજ્ઞાનનો વિષય જઘન્યથી આવલીના અસંખ્યાતમા ભાગનો છે. ત્યાંથી સમયવૃદ્ધિથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ જેટલો અમે આગળ જણાવીશું એ રીતે, ક્ષેત્ર-કાળને આશ્રયીને અવધિજ્ઞાનના અસંખ્યાત ભેદ છે. અને દ્રવ્ય-ભાવને આશ્રયીને તે અનંત પણ થાય છે. તેયા-પાષાવ્વિાણમંતરા પત્થ નખડુ પવનો એ વચનથી તૈજસ-ભાષા દ્રવ્યના વચ્ચે રહેલા અનંત પ્રદેશિક દ્રવ્યોથી માંડીને વિચિત્ર વૃદ્ધિથી સર્વ મૂર્તદ્રવ્યો અવધિનું ઉત્કૃષ્ટ વિષયપરિમાણ કહેવાય છે. અને ભાવથી દરેક વસ્તુનો અસંખ્યય પર્યાયરૂપ વિષય કહેવાશે. એટલે સિદ્ધ થયું કે સર્વ પુદ્ગલાસ્તિકાય અને તેના અવધિગ્રાહ્ય પર્યાયો, એ ઉભયની અપેક્ષાએ અવધિજ્ઞાનનો વિષય અનંત છે. પ્રશ્ન-૫૦૫– જો અવધિના અનંતા ભેદ છે તો પછી મૂળમાં અવધિ સંખ્યાતીત પ્રકારે છે” એમ કેમ કહ્યું છે? ઉત્તર-૫૦૫ – એમ નથી, અનંત પણ સંખ્યાતીત જ કહેવાય છે, તેથી કોઈ વિરોધ નથી માટે “સંખ્યાતીત” શબ્દથી અસંખ્યાતા અને અનંત ભેદો અવધિજ્ઞાનના છે. એટલે કોઈ વિરોધ જેવું રહેતું નથી. આ પ્રવૃતિઓમાંથી કેટલીક ભવપ્રત્યયી નારક-દેવો અને કેટલાકને ક્ષાયોપથમિકી પ્રકૃતિઓ તિર્યચ-મનુષ્યોને હોય છે. સામાન્યથી અવધિજ્ઞાનના સંખ્યાતીત ભેદો છે, અને વાણી તો ક્રમ વર્તિ છે, તથા આયુષ્ય થોડું છે એટલે જેટલા ભેદો છે તેટલા ભેદો કહેવાની અસમર્થતા હોવા છતાં શિષ્યાનુગ્રહ માટે નિક્ષેપ તથા ઋદ્ધિઓનું વર્ણન કરે છે. અવધિજ્ઞાનનાં શેયપણાનાં નિયમ જેટલું તેના વિષયભૂત ઉત્કૃષ્ટ ક્ષેત્ર અને કાળના સમયનું અને અવધિના ભેદોનું પરિમાણ છે. વળી તેના અનંતભેદ છે. કેમકે, અવધિજ્ઞાની Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ અનંત પ્રદેશી અને અનંત પર્યાયવાળા સમસ્ત પુદ્ગલાસ્તિકાયને જોવે છે. આમ, અનંત દ્રવ્ય અને પર્યાયોની અપેક્ષાએ અવધિજ્ઞાન અનંતા ભેદો પણ છે. પક્ષીઓને જેમ આકાશગમન ભવહેતુક છે તેમ દેવ-નારકીને અવધિ જ્ઞાન ભવહેતુક છે, બાકીનાને ક્ષયોપશમથી થાય છે. પ્રશ્ન-૫૦૬ – અવધિજ્ઞાન લાયોપથમિક ભાવમાં કહેવાય છે અને નારકાદિભાવ ઔદાયિક છે આ રીતે પરસ્પર વિરૂદ્ધ હોવાથી નારકાદિ જન્મ તે પ્રકૃતિઓનો પ્રત્યય કઈ રીતે થાય? ઉત્તર-૫૦૬ – મુખ્યતયા તેમાં પણ ક્ષયોપશમ જ કારણ છે, ફક્ત તે ક્ષયોપશમ નારક-દેવ ભવમાં અવશ્ય થાય છે એટલે તેને ભવપ્રત્યયિક કહેવાય છે. પ્રશ્ન-૫૦૭ – શું કર્મના ક્ષયોપશમાદિ ભવાદિનિમિત્તથી થાય છે? ઉત્તર-૫૦૭ – માળા-ચંદન-અહિ-વિષાદિ દ્રવ્યોને પ્રાપ્ત કરી પ્રાણીઓને સુખ-દુઃખ ઉદયાદિ તીર્થંકર-ગણધરોએ આગમમાં કહ્યા છે, અને પ્રત્યક્ષ દેખાય છે. એથી દેવનારકોને તે ભવની અપેક્ષાએ ભવના નિમિત્તને પામીને અવધિજ્ઞાનનો ક્ષયોપશમ વગેરે અવશ્ય થાય છે. ( ૧૪ પ્રકારના નિક્ષેપ) (૧) અવધિના નિક્ષેપાઓ નામ અવધિ - જે જીવાદિ પદાર્થનું અવધિ નામ કરાય છે તે નામમાત્રથી અવધિ નામાવધિ કહેવાય છે. અથવા તે અવધિજ્ઞાનનું જે અવધિ એવી વર્ણાવલીમાત્રરૂપ નામ. સ્થાપના અવધિ:- સ્થાપના માત્રથી અવધિ સ્થાપના અવધિ જેમકે અક્ષાદિમાં અવધિનો વિન્યાસ અથવા આકારવિશેષ તે સ્થાપનાવધિ તેના જે વિષયભૂત દ્રવ્યો. પૃથ્વી-પર્વતાદિ, ક્ષેત્ર-ભરતાદિ સ્વામિત્વાધારભૂત સાધુ આદિ એમનો આકારવિશેષ તે પણ સ્થાપના અવધિ કહેવાય છે. કેમકે, વિષય અને વિષયભાવના સંબંધથી એમના આકારમાં અવધિ સ્થપાય છે. દ્રવ્યાવધિઃ- દ્રવ્યાવધિ બે પ્રકારનો છે-આગમથી, નોઆગમથી. આગમથી અવધિપદાર્થને જાણનારો ત્યાં અનુપયુક્ત, “અનુપયોગો દ્રવ્ય એ વચનથી દ્રવ્યાવધિ નોઆગમથી જ્ઞશરીરદ્રવ્યાવધિ, ભવ્યશરીરદ્રવ્યાવધિ, તદ્વયતિરિક્ત દ્રવ્યાવધિ, જ્યાં વિપુલાચલશિલાદિ Page #258 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૩૯ ઉપર કાયોત્સર્ગાદિમાં રહેલા સાધુઆદિને અવધિ ઉત્પન્ન થાય છે. અથવા ભૂ-ભૂધરાદિ રૂપિદ્રવ્યને તે સાધુઆદિ અવધિથી જોવે છે તે દ્રવ્યાવધિ કહેવાય છે. અથવા તે અવધિની ઉત્પત્તિમાં સહકારી તરીકે ઉપકારક દેહાદિદ્રવ્ય તે બધું દ્રવ્યાવધિ કહેવાય છે. આધારભૂત જે શિલાદિદ્રવ્યો તે ઉત્પન્ન થતા અવધિના સહકારી કારણો થાય છે-અને કારણ-મૂતરા ભાવિનો वा भावस्य हि कारणं तु लोके । तद् द्रव्यं तत्त्वज्ञैः सचेतना-ऽचेतनं गदितम् ।।९।। भूत अथवा ભાવિ પદાર્થનું જે કારણ હોય, તેને લોકમાં તત્ત્વજ્ઞોએ સચેતન અથવા અચેતન દ્રવ્ય કહ્યું છે. એ વચનથી ઉપરોક્ત શિલાદિ સર્વ વસ્તુ દ્રવ્ય-અવધિ કહેવાય છે. એટલે અન્ય તપ સંયમાદિ પણ અવધિની ઉત્પત્તિના કારણો પણ દ્રવ્યાવધિ તરીકે જાણવા. ક્ષેત્ર-કાલાવધિ :- જે નગર-ઉદ્યાનાદિ ક્ષેત્રમાં રહેલાને અવધિ ઉત્પન્ન થાય છે તે અધિકરણભૂત ક્ષેત્રમાં અવધિ ક્ષેત્રાવધિ કહેવાય છે. અથવા જે ક્ષેત્રમાં પ્રજ્ઞાપક સ્વરૂપથી અવધિની પ્રરૂપણા કરે છે અથવા જે ક્ષેત્રમાં વ્યવસ્થિત દ્રવ્યો અવધિજ્ઞાની દેખે છે તેની પ્રાધાન્ય વિવેક્ષાથી ક્ષેત્રાવધિ કહેવાય છે. એમ જે પ્રથમપૌરુષી આદિ કાળમાં અવધિ ઉત્પન્ન થાય છે. અથવા જ્યાં પ્રજ્ઞાપક પ્રરૂપણા કરે છે અથવા જે કાલવિશિષ્ટ દ્રવ્યોને અવધિજ્ઞાની દેખે છે તેની પ્રધાન વિવક્ષાથી તે કાલાવધિ કહેવાય છે. પ્રશ્ન-૫૦૮ – અવધિજ્ઞાની ક્ષેત્રકાળમાં રહેલા દ્રવ્યોને દેખે છે એવું કેમ કહેવાય છે? ક્ષેત્રકાળને સાક્ષાત કેમ જોતા નથી? ઉત્તર-૫૦૮ - ક્ષેત્ર-કાળ અમૂર્ત હોવાથી અને અવધિ મૂર્તનો વિષય હોવાથી તેને જોતો નથી. પરંતુ, આધારભૂત ઉદ્યાનાદિ જુએ છે, વર્તના રૂપ કાળને તો જુવે છે. કારણ કે તે દ્રવ્યનો પર્યાય છે. ભવ-ભાવાવધિ :- જે નરકાદિ ભવમાં અવશ્ય અવધિ ઉત્પન્ન થાય છે. અથવા જે ભવમાં એ અવધિ ઉત્પન્ન થયેલો હોય છે તે નારકાદિ ભવ અથવા જે સ્વકીય-પરકીયઅતીત-અનાગત એકાદિક અસંખ્યાતતમ અનંત ભવને તે ભવાવધિ દેખે છે અથવા આધારભૂત કે વિષયભૂત ભવમાં જ અવધિ તે ભવાવધિ કહેવાય છે. જે ક્ષાયોપથમિક ભાવમાં અવધિ ઉત્પન્ન થાય છે અથવા જે ક્ષાયોપથમિક ભાવમાં જ ઉત્પન્ન થયેલો હોય. અથવા જે ઔદાયિકભાવ પંચકમાંથી કોઈપણ એકને કે બધાને દેખે તે ભાવાવધિ. પ્રશ્ન-૫૦૯ – તે અવધિ ક્યા ભાવમાં વર્તે છે? Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૫૦૯ – ક્ષાયોપથમિક ભાવમાં. (૨) અવધિનું ક્ષેત્રપરિમાણ : (૧) જઘન્ય :- ત્રિસમય આહારક સૂક્ષ્મપનકજીવની અવગાહના જેટલી હોય તેટલું અવધિનું સર્વજઘન્ય ક્ષેત્ર છે. વિશેષથી વ્યાખ્યા-હજાર યોજનલાંબો માછલો પોતાના દેહના જ બાહ્ય દેશમાં ઉત્પન્ન થતો પ્રથમ સમયે લંબાઈને સંક્ષેપે છે, જાડાઈથી અંગુલાસંખ્ય ભાગ સૂક્ષ્મ કરે છે, મત્સ્યના દેહ જેટલો વિસ્તીર્ણ શરીરના અંદર સંબદ્ધ હોવાથી ઉપર-નીચેતીર્થો જેટલો મત્સ્યના દેહનો વિસ્તાર છે તેટલો તે જીવની પ્રતરનો પણ વિસ્તાર છે, એમ લંબાઈ અને ગોળાઈથી મત્સ્યના શરીરની પહોળાઈ જેટલો અંગુલના અસંખ્ય ભાગ જાડાઈવાળો આ પ્રતર થાય છે આ પ્રથમ સમયનો વ્યાપાર થાય છે. પ્રશ્ન-૫૧૦- પ્રથમ સમયે આયામ સંક્ષેપે છે એટલું જ કહ્યું છે તો આવું પ્રતર કરે છે તે ક્યાંથી લાવ્યું? ઉત્તર-૫૧૦- બીજા સમયે પ્રતરનો સંક્ષેપ કહેવાથી તે પ્રતર કર્યા સિવાય થાય નહિ. તેથી બીજા સમયે-તે પ્રતરને બંને તરફથી સંક્ષેપીને અંગુલના અસંખ્યભાગ જાડાઈવાળી મત્સ્યના શરીર જેટલી પહોળી લંબાઈવાળી સૂચિ કરે છે. પછી ત્રીજા સમયે સૂચિ સંક્ષેપ કરીને અંગુલના અસંખ્ય ભાગ માત્ર શરીરની અવગાહનાવાળો થઈને પૂર્વના મત્યભવના ક્ષીણ આયુવાળો અને નવા ભવનું આયુ ઉદય થવાથી અવિગ્રહગતિથી મત્સ્યશરીરના જ એક દેશમાં પનક-સૂક્ષ્મવનસ્પતિજીવ થાય છે. આ ઉત્પાદ સમયથી ત્રીજા સમયે એ પનકનું જે દેહમાન છે તે અવધિનું જઘન્ય ક્ષેત્ર છે. તે અવધિના ગ્રાહ્ય દ્રવ્યોના આધારભૂત હોય છે. એનાથી તે જોય દ્રવ્યાપારપણાથી જ એ અવધિનું ક્ષેત્ર કહેવાય છે. સાક્ષાત પણે નહિ. કારણ કે ક્ષેત્ર તો અમૂર્ત છે અવધિ મૂર્ત પદાર્થોને જાણનારૂં છે. પ્રશ્ન-૫૧૧ – અત્યંત મોટો મત્સ્ય કેમ લીધો? અથવા ત્રિસમયાહારક કે બીજા સમયે પોતાના શરીરમાં ઉત્પન્ન થનાર કેમ લેવાય છે? અથવા સૂક્ષ્મ કેમ ગ્રહણ કર્યો ? અથવા જઘન્યાવગાહનાવાળો પનક કેમ ગ્રહણ કર્યો છે? ઉત્તર-૫૧૧ – કારણ કે જે એક હજાર યોજન લાંબો મહાકાય મત્સ્ય ત્રણ સમયે પોતાને સંક્ષેપે છે તે જ ખરેખર પ્રયત્ન વિશેષની અતિસૂક્ષ્મ અવગાહના કરે છે અન્ય ન કરે અને દૂર જઈને અન્યત્ર ઉત્પન્ન થાય છે. અને વિગ્રહથી જાય છે ત્યારે જીવપ્રદેશો કાંઈક વિસ્તાર પામે છે એટલે અવગાહના સ્થૂળતર થાય, અવિગ્રહગતિથી પોતાના શરીર ના Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ ગુજરાતી પ્રશ્નોત્તર એક દેશમાં જ ઉત્પન્ન થાય છે એટલે એ સ્વયં જાણવું. સૂક્ષ્મ અને જઘન્ય અવગાહનાવાળો પનક સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ હોય છે. આ પ્રમાણે સુબહુવિશેષણ વિશિષ્ટ પ્રહણ કરાતો પનક જીવ સર્વશરીરોથી સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ થાય છે. પ્રથમ અને દ્વિતીય સમયનો પનક અતિ સૂક્ષ્મ હોય છે અને ચતુર્ણાદિસમયનો અતિશૂળ થાય છે. ત્રીજા સમયે યોગ્ય હોવાથી ત્રિસમય આહારકનું ગ્રહણ કરેલું છે. મતાંતર ત્રિસમય આહારકત્વના વિષયમાં કેટલાક આચાર્યો કહે છે કે... પ્રથમ બે સમય મત્સ્ય સંબંધિ લેવાય છે (૧) આયામ સંહાર પ્રતરકરણલક્ષણ (૨) જ્યાં સૂચિ કરે છે તે (૩) તેને સંક્ષેપીને પનકપણે ઉત્પન્ન થાય છે. તેથી ઉલટાનો અતિસૂક્ષ્મ પનક સિદ્ધ થાય છે એટલે તિસમાહારાસ સુટુંમસ પUTIળીવસ એ નિર્યુક્તિકારનું વચન માનેલું થાય છે. અહીં જેમ એ સૂક્ષ્મ-સૂક્ષ્મતર થાય તેમ કરવું. આ વ્યાખ્યાનમાં એ અત્યંત વિશેષ સિદ્ધ થાય છે એ બતાવે છે ઉત્પત્તિ સમયે જ એ પનગ જીવ જઘન્ય અવગાહનાવાળો હોય છે. દ્વિતીયાદિ સમયે કાંઈક મોટો હોવાથી અને નિર્યુક્તિમાં જઘન્ય અવગાહનાવાળો લેવાનો કહ્યો છે. આવા પનકના દેહસમાન અવધિનું વિષયભૂત જઘન્યક્ષેત્ર થાય છે. પ્રતિવિધાન :- આ વ્યાખ્યા ત્રિસમયઆહારકવાળા પનકના વિશેષણથી કહેલી હોવાથી કેટલાકની ઉચિત નથી. મત્સ્યના આયુષ્યના જે બે સમય છે તે પનકસમય તરીકે માનવા યોગ્ય નથી. જે આવો અતિજઘન્ય અવગાહના લાભારૂપ ગુણ ઉભો કરાયો છે. તે પણ યોગ્ય નથી. કેમકે, અહીં અતિ સૂક્ષ્મ કે અતિમહતુથી કોઈ પ્રયોજન નથી પણ યોગ્ય અવગાહનાથી છે અને તે જે યોગ્ય અવગાહના તેના જાણનારાઓએ જોયેલી છે કે જે પ્રથમ જઘન્ય અવગાહનાવાળો છતાં તે જ ભાવે ત્રિસમય આહાર લે છે. ત્યારે જેવડો થાય છે તેટલું અવધિજ્ઞાનનું જધન્ય ક્ષેત્ર છે. (૨) અવધિજ્ઞાનનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર - આ અવસર્પિણીમાં અજિતનાથ સ્વામીના સમયમાં સહુથી વધુ અગ્નિકાયના જીવો હતા તે જીવોને વિશિષ્ટ સૂચિ રચનાથી નિરંતર ગોઠવતાં એકદિશામાં જેટલું આકાશ ક્ષેત્ર રોકાય તે સૂચિને ચારે બાજુ ભમાવતાં ચારે દિશામાં સૂચિભ્રમણથી જેટલું ક્ષેત્ર રોકાય તેટલું પરમાવધિ જ્ઞાનનું વિષયભૂત ક્ષેત્ર મહામુનિઓ કહે છે. મહાવૃષ્ટિ આદિવ્યાઘાતાભાવે અગ્નિજીવોની ઉત્પત્તિથી સર્વ ભરત-ઐરાવત વિદેહલક્ષણ ૧૫ કર્મભૂમિઓમાં સર્વબહુ બાદર અગ્નિ જીવો હોય છે, જે અજિતનાથ ભગવાનના ભાગ-૧/૧૭ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ સમયે-ઉપલક્ષણથી અવસર્પિણીમાં બીજા તીર્થકરકાળ હોય છે, કારણ કે ત્યારે તે બાદરાગ્નિ જીવોના પ્રજવલન-જલાવવા આદિ આરંભવાળા સર્વ બહુ ગર્ભજ મનુષ્યો સ્વભાવિક જ હોય છે. પ્રશ્ન-૫૧૨ – શું આટલા જ બદારાગ્નિ જીવો દ્વારા સર્વબહુ અગ્નિજીવોનું પરિમાણ પૂરાય છે કે સૂમાગ્નિ જીવો સાથે મળીને આટલું પ્રમાણ થાય છે? જો તેમની સાથે હોય તો તે અગ્નિકાય સામાન્ય પણ ગ્રહણ કરાય કે કોઈ વિશિષ્ટ જ ગ્રહણ કરાય? ઉત્તર-૫૧૨ – ઉત્કૃષ્ટ સૂક્ષ્માગ્નિજીવો સ્વભાવથી જ કોઈ રીતે જ્યારે સંભવે ત્યારે જ તે બાદરાગ્નિજીવો સાથે સર્વબહુ અગ્નિજીવોનું પરિમાણ થાય છે. ભાવાર્થ-અનંતાનંતા અવસર્પિણીઓમાંથી બીજાતીર્થંકરનો તે જ કોઈ કાળ ગ્રહણ કરાય છે જ્યાં સૂક્ષ્માગ્નિ જીવો ઉત્કૃષ્ટ પદે પ્રાપ્ત થાય છે. તેથી તે સૂક્ષ્મઅગ્નિજીવો અને બાદર અગ્નિજીવો ઉત્કૃષ્ટ પદે મળેલા સર્વબહુ અગ્નિજીવોનું પરિમાણ થાય છે. તે સંભવતઃ બુદ્ધિથી ૬ પ્રકારની રચનાથી વ્યવસ્થાપાય છે તેથી બહુ ક્ષેત્રનું પુરણ કરે છે. ત્યાં ૫ પ્રકારો અનાદેશ છે અને છઠ્ઠો પ્રકાર શ્રુતાદેશરૂપ છે. તે બધાય અગ્નિજીવો દ્વારા સમચતુરગ્ન ધન બે ભેદવાળો સ્થાપાય છે. અકાકાશપ્રદેશમાં એકૈકાગ્નિજીવરચનાથી અને સ્વઅવગાહમાં દેહના અસંખ્યાકાશપ્રદેશરૂપ એકૈક અગ્નિજીવ રચનાથી એમ બે ભેદવાળો સ્થપાય છે. સ્થાપના 8 8 8 આ નવે અગ્નિજીવો પ્રત્યેક એકએક આકાશ પ્રદેશોથી વ્યવસ્થાપિત થયેલા ઉપર-નીચે બીજા પણ ૯-૯ જીવો આ રીતે જ સ્થપાય છે. એટલે કલ્પનાથી ૨૭ છે વાસ્તવિક રીતે તો એક-એક આકાશ પ્રદેશમાં વ્યવસ્થાપિત થયેલા અસંખ્ય અગ્નિજીવો દ્વારા ધન થાય છે આ રીતે બીજો ધન જાણવો ફક્ત અહીં અસંખેય આકાશ પ્રદેશોમાં એક-એક જીવ સ્થપાય છે. એમ એક-એક આકાશ પ્રદેશમાં એક-એક જીવની સ્થાપનાની અસંખ્ય પ્રદેશાત્મક સ્વ અવગાહનાની સ્થાપનાથી પ્રતર પણ બે ભેદવાળો, સૂચિપણ બે ભેદવાળી થાય છે. આમ, ત્યાં ધનપ્રતરપક્ષ ચારભેદવાળો થાય છે. અને પાંચમો એક-એક આકાશ પ્રદેશમાં સ્થાપિત એક એક જીવ લક્ષણ સૂચિ થાય છે તે સૂચિપક્ષ પણ ન લેવો, ત્યાં બે દોષ આવે છે. જેમકે પાંચ પ્રકારે પણ આ સ્થાપનાથી સ્થાપેલા અગ્નિજીવો છએ દિશાઓમાં અવધિજ્ઞાનીના અસત્ કલ્પનાથી ભમતા થોડા જ ક્ષેત્રને સ્પર્શે છે (૧) દોષ છે, એક-એક આકાશ પ્રદેશમાં એક-એક જીવની સ્થાપનામાં આગમવિરોધ છે એ (૨) દોષ છે, કારણ કે અસંખ્ય આકાશ પ્રદેશો વિના આગમમાં જીવની અવગાહનાનો નિષેધ છે. પ્રશ્ન-૫૧૩ – તો અસત્કલ્પનાથી પ્રદેશાવગાહ પણ ભલે થાય શું વાંધો છે? Page #262 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૪૩ ઉત્તર-૫૧૩ – ના, કલ્પના પણ જે વાતમાં વિરોધ સંભવ ન હોય એમાં જ કરાય એ કારણથી ઉપરના પાંચેય પ્રકારો અનાદેશ હોવાથી ગ્રહણ યોગ્ય બનતા નથી. અહીં અસંખ્ય આકાશપ્રદેશ રૂપ અવગાહમાં પંક્તિથી એક-એક જીવની સ્થાપનાથી જે સૂચિલક્ષણ છઠ્ઠો પક્ષ છે, તે શ્રુતમાં આદેશ કરેલો હોવાથી ગ્રહણ કરવો, શેષ પાંચ અનાદેશો તો સંભવ ઉપદર્શન માત્રથી કહેલા હોવાથી ત્યાગવા. આ યથોક્ત સૂચિ જ એક એક જીવના અસંખ્ય આકાશ પ્રદેશ અવગાહમાં વ્યવસ્થિત કરાયેલી હોવાથી ઘણા ક્ષેત્રને સ્પર્શે છે એ એક ગુણ,તથા એ રીતે અવગાહ માનવામાં કોઈ વિરોધ નથી એ બીજો ગુણ છે. તેથી આ અગ્નિજીવસૂચિ અવધિજ્ઞાનીની છએ દિશાઓમાં અસત્ કલ્પનાથી ભમતી છતી અલોકમાં લોકપ્રમાણ અસંખ્ય ટુકડાઓને સ્પર્શે છે એટલું ઉત્કૃષ્ટક્ષેત્ર અવધિનો વિષય છે. પ્રશ્ન-૫૧૪ – એક-એક આકાશપ્રદેશમાં અવગાઢ જીવથી થયેલ ધન-પ્રત-શ્રેણીથી આક્રાંત આકાશપ્રદેશોનું સંખ્યારૂપ ગણિત તો તુલ્ય જ છે. તથા અસંખ્ય આકાશપ્રદેશમાં અવગાઢ જીવથી થયેલ ધન-પ્રત-શ્રેણીથી આક્રાંત આકાશ પ્રદેશોનું પણ ગણિત સ્વસ્થાને પરસ્પર તુલ્ય જ છે. જેમકે, એક-એક આકાશ પ્રદેશમાં અવગાહી જીવોનો ધન આકાશ પ્રદેશોને આક્રમે છે, પ્રતર પણ તેમનાં તેટલા જ આકાશ પ્રદેશોને ઘેરે છે. સૂચિ પણ તેમના તેટલા જ પ્રદેશોને સ્પર્શે છે. એમ, અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાઢ જીવ ધન-પ્રતશ્રેણીથી આકાશ પ્રદેશોની પણ સ્વસ્થાને પરસ્પર ગણિત તુલ્યતા છે. એટલે અવગાહના બે ભેદથી બે પ્રકારનું માન સમજવું એ જ બરાબર છે પણ પ્રતર કે સૂચિના બે-બે વધારે ભેદ કરીને છ ભેદોની કલ્પના શા માટે કરાય છે? ઉત્તર-૫૧૪ – એ છ પ્રકારની કલ્પનાનો ભેદ પુરુષના પરિક્ષેપથી ભલે ન થાય અર્થાત અહીં ધનાદિથી વ્યાપ્ત આકાશ પ્રદેશોનાં સંખ્યા સમત્વ અને વિષયમ– વિચારાતા નથી. પરંતુ ધનાદિમાંથી જે કોઈ રચના વિશેષ અવધિજ્ઞાનીની સર્વ દિશાઓમાં ભમે છે તે ભમતો છતો બહુતર ક્ષેત્રને સ્પર્શે છે તે જ અહી લેવો. એ રીતે એમનો ભેદ છે-તે આ રીતે-એક એક પ્રદેશમાં અવગાઢ જીવ ધન ભમતો એવો જેટલું ક્ષેત્ર સ્પર્શે છે તેનાથી અસંખ્ય પ્રદેશાવગાઢ જીવ ધન અસંખ્ય ગણું ક્ષેત્ર સ્પર્શે છે. તેથી પણ એક-એક પ્રદેશમાં અવગાઢ જીવ પ્રતર અસંખ્ય ગુણ, તેનાથી અસંખ્ય પ્રદેશ અવગાઢ જીવ પ્રતર અસંખ્ય ગુણ, તેનાથી એક-એક પ્રદેશાવગાઢ જીવ સૂચિ અસંખ્ય ગુણ, તેનાથી પણ અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાઢ એક-એક અગ્નિજીવની સૂચિ અવધિજ્ઞાનીની સર્વ દિશાઓમાં ભમતી અસંખ્ય ગુણ ક્ષેત્રને સ્પર્શે છે. તે અલોકમાં લોકપ્રમાણ અસંખ્ય આકાશખંડો જેટલું થાય છે એથી એટલો અવધિનો ઉત્કૃષ્ટ ક્ષેત્ર વિષય છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૫૧૫ – અવધિ તો રૂપી દ્રવ્યો જ જુએ છે અને ક્ષેત્ર તો અમૂર્ત છે એટલે ક્ષેત્ર તેનો વિષય કઈ રીતે થાય? ઉત્તર-૫૧૫ - અવધિનું જે ક્ષેત્ર કહેવાય છે તે તેનું સામર્થ્ય માત્ર જ ગણાય છે. જો એટલા ક્ષેત્રમાં જોવાયોગ્ય કાંઈ પણ રૂપી દ્રવ્ય હોય તો અવધિજ્ઞાની દેખે, અલોકમાં જોવા યોગ્ય કાંઈ નથી એટલે ત્યાં કાંઈ જોતા નથી તીર્થકરગણધરોએ આ અવધિ રૂપીદ્રવ્યના કારણરૂપ કહ્યો છે તે રૂપીદ્રવ્ય અલોકમાં નથી જ. પ્રશ્ન-૫૧૬ - જો એમ હોય તો અવધિજ્ઞાન લોકપ્રમાણ થઈને તેનાથી આગળ વિશુદ્ધિવશથી લોકની બહાર પણ એ વધે છે તેને વૃદ્ધિનું ફળ શું? કારણ કે લોકની બહાર તો જોવા યોગ્ય એવી રૂપી વસ્તુનો અભાવ છે? ઉત્તર-૫૧૬ – લોકની બહાર વિશુદ્ધિ વશ વધતો અવધિ લોકમાં રહેલા જ અધિક અને અધિકતર દ્રવ્ય દેખે છે તે સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ યાવત્ પરમાવધિ સર્વસૂક્ષ્મ પરમાણુ પણ દેખે છે એટલે તેની વૃદ્ધિનું તાત્ત્વિકફળ તે છે. અલોકમાં તો લોકપ્રમાણ અસંખ્યટુકડાઓમાં માત્ર દ્રવ્ય જોવાનું સામર્થ્ય જ તેનું છે. વિમધ્યક્ષેત્ર વિષયમાં કાલમાનઃ અહીં, અંગુલ-ક્ષેત્રના અધિકારથી પ્રમાણાંગુલ કહેવાય છે. કેટલાકના મતે અવધિજ્ઞાનનો અધિકાર હોવાથી ઉત્સધાંગુલ લેવું એમ કહે છે, પણ અહીં એ બંને મતોમાંથી જે બહુશ્રુત કહે તે અંગુલ માનવું. અસંખ્ય સમયોના સમૂહ સ્વરૂપ કાલવિશેષને આવલિકા કહેવાય છે, અંગુલ અને આવલિકાનો અસંખ્ય ભાગ અવધિજ્ઞાની દેખે છે. અર્થાત્ તે અતીત-અનાગત. અંગુલાસંખ્યભાગ માત્ર ક્ષેત્રને જોતો અવધિજ્ઞાની આવલિકાનો અસંખ્ય ભાગ જ દેખે છે ક્ષેત્રકાળનું દર્શન ઉપચારથી કહેવાય છે. નહિ તો ક્ષેત્રમાં રહેલા દર્શન યોગ્ય દ્રવ્યો અને વિવક્ષિત કાળે રહેલા એવા તેના પર્યાયો અવધિજ્ઞાની દેખે છે, પણ ક્ષેત્ર-કાળને જોતા નથી. કેમકે, તે માત્ર મૂર્ત દ્રવ્યોને જ જોઈ શકે છે. અંગુલના સંખેય ભાગમાત્ર ક્ષેત્ર ને જોતો અવધિજ્ઞાની કાળથી આવલિકાની સંખ્ય ભાગ જ દેખે. ક્ષેત્રથી અંગુલને જોતો કાળથી એક આવલિકાના અંત સુધી દેખે. કાલથી આવલિકા જોતો ક્ષેત્રથી અંગુલ પૃથક્વ (બે થી નવ આંગળ) દેખે. કાલથી અંતર્મહંત જોતો ક્ષેત્રથી હસ્તપ્રમાણ દેખે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર કાલથી દિવાસન્ન જોતો ક્ષેત્રથી ગાઉ પ્રમાણ દેખે. કાળથી દિવસપૃથક્ત્વ જોતા ક્ષેત્રથી યોજન પૃથક્ક્સ દેખે. કાળથી પક્ષાન્ત જોતો ક્ષેત્રથી ૨૫ યોજન દેખે. કાળથી પક્ષને જોતો ક્ષેત્રથી સંપૂર્ણ ભરતક્ષેત્રને દેખે. કાળથી દોઢમાસ જોતો ક્ષેત્રથી જંબુદ્વીપને દેખે. કાળથી વર્ષ જોતો ક્ષેત્રથી મનુષ્યલોકને દેખે. કાળથી વર્ષ પૃથક્ક્સ જોતો ક્ષેત્રથી રુચકીપ સુધી દેખે. અથવા કાળથીં ૧૦૦૦ વર્ષ જોતા રૂચક દ્વીપ સુધી જોવે એવો મત પણ છે. પ્રશ્ન-૫૧૭ – અમૂર્ત ક્ષેત્ર-કાળને અવિધ કઈ રીતે દેખે કારણ કે તે તો મૂર્તપદાર્થાવલમ્બી છે ? ૨૪૫ ઉત્તર-૫૧૭ અંગુલના અસંખ્ય ભાગાદિ ક્ષેત્ર દેખે છે અર્થાત્ તેટલા ક્ષેત્રમાં જે પ્રસ્તુત અવધિજ્ઞાન જોવા યોગ્ય જે પુદ્ગલ દ્રવ્યો છે તેને જ એ દેખે છે. આવલિકાના અસંખ્ય ભાગાદિ ભૂત-ભવિષ્ય કાળને દેખે છે. અર્થાત્ તે પુદ્ગલદ્રવ્યોના જે પ્રસ્તુત અધિના જોવા યોગ્ય પદાર્થો છે તેને ભૂત અને અનાગત એટલા કાળનાં એ જોવે છે. આ રીતે સર્વત્ર ક્ષેત્ર-કાળમાં જોડવું. અર્થાત્ ક્ષેત્રમાં કાળ અને કાળમાં ક્ષેત્રની યોજના કરવી. - પ્રશ્ન-૫૧૮ – સંધ્યેયકાળ તો સંવત્સર-માસાદિરૂપ પણ હોય છે, તો પછી વિશેષણ માટે કરાયેલો તુ શબ્દ શું વિશેષ કરે છે ? ઉત્તર-૫૧૮ સંધ્યેયકાળ અહીં ૧૦૦૦ વર્ષ પછીનો ગ્રહણ કરાય છે. એટલે જ પૂર્વગાથામાં વાસસહસ્સું ન યમ્મિ એવો પાઠાંતર છે. તે હજા૨વર્ષથી ઉપર રહેલો સંખ્યાત કાળ અવધિવિષય પ્રાપ્ત થતે છતે ક્ષેત્રથી તે જ અવધિના વિષયક દ્વિપ-સમુદ્રો પણ સંધ્યેય થાય છે. તથા પલ્યોપમ આદિ રૂપ અવધિવિષય અસંખ્યકાળ હોતે છતે જ ક્ષેત્રથી ભજના હોય છે. એટલે કે કોઈક મનુષ્યને અસંખ્યાતકાળ સુધીનું અવધિજ્ઞાન પ્રાપ્ત થતાં ક્ષેત્રથી પણ અસંખ્યેય દ્વીપ-સમુદ્ર વિષય-અવધિ ઉત્પન્ન થાય છે. ક્યારેક મોટા સંખ્યાતા દ્વીપસમુદ્ર સુધીનું જ્ઞાન થાય છે, ક્યારેક તો અતિમહાન એક દ્વીપ-સમુદ્ર સુધીનું જ્ઞાન થાય છે, ક્યારેક તેનો એક દેશ પણ અવધિજ્ઞાનનો વિષય બને છે. સ્વયંભૂરમણના તિર્યંચનો અવધિ વિષય જાણવો. અથવા સ્વયંભૂરમણ વિષયક મનુષ્યનું બાહ્યાવધિ અથવા તે વિષયવાળું મનુષ્યનું અસંબંદ્ધ અવિષે જાણવું પરંતુ યોજનાપેક્ષા તો સર્વ પક્ષોમાં અસંખ્યેય ક્ષેત્ર દ્રવ્ય જ છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ અવધિગોચર કાળ વધતા છતાં નિયમા ક્ષેત્રાદિ ૪ની અવશ્ય વૃદ્ધિ થાય છે. કાળથી સૂક્ષ્મ-સૂક્ષ્મતર-સૂક્ષ્મતમ અનુક્રમે ક્ષેત્ર-દ્રવ્ય અને પર્યાયો છે. જેમકે-કાળ સમયપણ વધતાં ઘણા ક્ષેત્ર પર્યાયોની વૃદ્ધિ થાય જ. કેમકે પ્રતિદ્રવ્ય ઘણા પર્યાયો છે. અને ક્ષેત્રવૃદ્ધિથી દ્રવ્ય વૃદ્ધિ અવશ્ય થાય જ. કેમકે, દરેક આકાશ પ્રદેશ દ્રવ્યની પ્રચુરતા હોય છે, અને દ્રવ્ય જો વધે તો પર્યાયો તો વધવાના જ. કેમકે, દ્રવ્ય કરતાં પર્યાયો તો હંમેશા વધુ જ રહેવાના. પ્રશ્ન-૫૧૯- જો એમ હોય તો કાળ વધતા શેષ ક્ષેત્રાદિ ૩ ની વૃદ્ધિ થાય છે એમ જ કહેવું ઉચિત છે, ૪ ની વૃદ્ધિ શા માટે કહો છો? ઉત્તર-૫૧૯ – સાચી વાત છે, પરંતુ આ સામાન્યવચન છે જેમકે દેવદત્ત જમતે છતે આખું કુટુંબ જમ્મુ. નહિ તો અહી પણ દેવદત્તથી શેષ પણ કુટુંબ જમે છે એવું કહેવાય, એટલે દોષ નથી. અવધિ ગોચર ક્ષેત્રની વૃદ્ધિમાં કાળની ભજના છે વધે કે ન વધે, ઘણુ ક્ષેત્ર વધતાં કાળ વધે છે. થોડામાં નહિ. નહિતો, જો ક્ષેત્રની પ્રદેશાદિવૃદ્ધિમાં કાળની નિયમા સમયાદિવૃદ્ધિ થાય ત્યારે અંગુલમાત્રાદિક ક્ષેત્ર વધતાં કાળની અસંખ્ય ઉત્સર્પિણી –અવસર્પિણીઓ વધે કહે છે-અંગુત્તસેઢીમિત્તે મોસMળી અસંવેન્ગા (ગા.૬૨૧) અંગુલ પ્રમાણ શ્રેણીના પ્રદેશોનો અપહાર કરતાં અસંખ્યાત ઉત્સર્પિણી થાય, તો આવલિયા અંગુલપુહુર્ત (ગા.૮૦૮) સાથે વિરોધ થાય તેથી ક્ષેત્રવૃદ્ધિમાં કાળવૃદ્ધિની ભજના કરવી, દ્રવ્ય-પર્યાયો તો તેની વૃદ્ધિમાં નિયમા વધે જ છે. અને દ્રવ્ય-પર્યાયોની વૃદ્ધિમાં ક્ષેત્ર-કાળની ભજના કરવી. વધે કે ન વધે જેમકે ક્ષેત્ર-કાળ અવસ્થિત છતાં તેવા પ્રકારના શુભ અધ્યવસાયથી લોયપશમ વધતાં દ્રવ્ય વધે જ છે. એટલે પર્યાયો પણ વધે જ જઘન્યથી પણ અવધિના એક-એક દ્રવ્યથી ૪ પર્યાયો મળે છે, પર્યાયવૃદ્ધિમાં દ્રવ્યવૃદ્ધિની ભજના છે થાય કે ન થાય. કારણ કે દ્રવ્ય અવસ્થિત હોય તો પણ તેવા પ્રકારના ક્ષયોપશમની વૃદ્ધિમાં પર્યાયો વધે જ છે. પ્રશ્ન-૫૨૦ – સંમવિનિયા ગાથા ૬૦૮ થી પરસ્પરસંબદ્ધ હોવાથી અવધિના વિષયતરીકે કહેલા જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ક્ષેત્ર-કાળના પ્રદેશો અને સમયોની સંખ્યાને આશ્રયીને જે માને છે તે પરસ્પર તુલ્ય છે હીન છે, કે અધિક છે? ઉત્તર-પ૨૦ – કાળ સૂક્ષ્મ છે. એટલે કમળની સો પાંદડીના ભેદમાં પ્રતિપાંદડીના ભેદમાં અસંખ્ય સમય લાગે છે એમ બતાવાય છે. અતિસૂક્ષ્મ હોવાથી તે અલગ કરી શકાતા નથી, તો પણ તે કાળથી ક્ષેત્ર સૂક્ષ્મતર હોય છે. કારણ કે અંગુલ માત્ર ક્ષેત્રમાં જે પ્રદેશો છે તેમાં પ્રતિપ્રદેશ સમય એક એક પ્રદેશના અપહારની ગણનાથી પ્રદેશપરિમાણ Page #266 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૪૭ અસંખ્ય અવસર્પિણીઓ તીર્થકરોએ કહી છે, અર્થાત્ અંગુલશ્રેણી માત્ર ક્ષેત્રમાં જે પ્રદેશ રાશિ છે તે પ્રતિસમય પ્રદેશ હાનિથી હરાતી અસંખેય અવસર્પિણી દ્વારા હરાય છે. સર્વત્ર અવધિવિષયમાં સ્વપ્રતિયોગી ક્ષેત્રાદિ અપેક્ષાએ કાળ અલ્પ છે, તેથી ક્ષેત્ર-અસંખ્ય ગુણ, તેથી દ્રવ્ય-અનંતગુણ તેથી પર્યાયો-સંખેય અથવા અસંખ્ય ગુણા હોય છે. (૧) દ્રવ્યના આરંભમાં અવધિનો વિષય :- અવધિજ્ઞાનનો પ્રારંભક તેજસ-ભાષા દ્રવ્યોની વચમાનાં જે દ્રવ્યો તૈજસ અને ભાષાને અયોગ્ય છે તે દ્રવ્યને જોવે છે. તે ૨ પ્રકારે છે. ગુરુલઘુ અને અગુરુલઘુ, તૈજસ દ્રવ્યની સમીપે ગુરુલઘુ, ભાષા દ્રવ્યની સમીપે અગુરુલઘુ તે પણ અવધિજ્ઞાન તેના આવરણના ઉદયથી પડે ત્યારે તે જ ઉક્ત દ્રવ્ય ઉપલબ્ધ થતે છતે નિષ્ઠા પામે છે, પડે છે. આ ન્યાય પ્રતિપાતિ અવધિજ્ઞાનમાં છે. પરંતુ, એ અવશ્ય પડે જ છે એવું નથી. પ્રશ્ન-૫૨૧ – જે તૈજસુ શરીર-ભાષાનું યોગ્ય કે અયોગ્ય દ્રવ્ય તે બંનેની વચ્ચે કહ્યું છે તે કેવું છે અથવા કેટલા પ્રદેશનું છે તે કહો? તે પરમાણુ, બે પરમાણુ, ત્રણ પરમાણુઓના સ્કંધના સમૂહ વડે શરીર વર્ગણાની પ્રરૂપણા દ્વારા કહી શકાય-સાધ્ય છે? ઉત્તર-૫૨૧ – તે પરમાણુ-યણુક-ચણકાદિ સ્કંધના ઉપચયથી ઔદારિકાદિ શરીરવર્ગણાના પ્રરૂપણા ક્રમથી જ પ્રરૂપવું સાધ્ય છે અન્યથા નહિ. કુચિકણુગોપનું ઉદાહરણ :(૧) દ્રવ્યવર્ગણા. પ્રશ્ન-૫૨૨ – આ વર્ગણાઓની પ્રરૂપણા શા માટે કરાય છે? ઉત્તર-પ૨૨ – કુચિકર્ણ ગોપાલની ગાયોના પરસ્પર તફાવતના ઉપલક્ષણની ઉપમાથી તેના દષ્ટાંતથી શિષ્યનો સંમોહ ના થાય તે માટે દ્રવ્યવર્ગણા, ક્ષેત્રવર્ગણા, કાલવર્ગણા, ભાવવર્ગણા આદિઓ દ્વારા સમસ્ત પુદ્ગલાસ્તિકાયને વિભાજન કરી તીર્થકર ગણધરો બતાવે છે. ભાવાર્થ-આ ભરતક્ષેત્રમાં મગધ રાજ્યમાં ઘણા ગોકુળોનો સ્વામી કુચિકર્ણ નામનો ગૃહપતિ હતો. તે ઘણી ગાયો હોવાથી ૧૦૦૦-૧૦૦૦ અલગ કરીને અલગઅલગ પાડવા માટે ઘણા ગોવાળો કર્યા. તેઓ તે ગાયો પરસ્પર મળતે છતે એમાં પોત પોતાની ન ઓળખાવાથી નિત્ય કલહ કરતા હતા. એ રીતે અન્યોન્ય વિવાદ કરતા તેમને જોઈને એણે તેમના વ્યામોહને દૂર કરવા માટે અને કલહના નાશ માટે સફેદ-કાળી-લાલકાબરચીતરી વગેરે ભેદોથી ભિન્ન વર્ગોની ગાયોના સમુદાયરૂપ ભિન્ન વર્ગણાઓ સ્થાપી અને એ સમુદાયો અલગ-અલગ ગોવાળોને સોંપ્યા, એ રીતે અહીં ગોમંડલપ્રભુ-તીર્થકરે, Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ગોપતુલ્ય-સ્વ શિષ્યોને ગાયોના સમૂહસમાન-પુદ્ગલાસ્તિકાયના અસંમોહ માટે પરમાણુ આદિ વર્ગણાના વિભાગથી પુગલ વર્ગણાનું સ્વરૂપ બતાવ્યું છે. સમસ્ત લોકાકાશ પ્રદેશવર્તિ એક-એક સજાતીય પરમાણુઓનો સમુદાય એક વર્ગણાપછી સમસ્તલોક વર્તી દ્વિપ્રદેશિક સ્કંધોની બીજી વર્ગણા પછી ત્રિપ્રદેશિક સ્કંધોની ત્રીજી, ચાર પ્રદેશિક સ્કંધોની ચોથી, પાંચ પ્રદેશિક સ્કંધોની પાંચમી, છ પ્રદેશિક સ્કંધોની છઠ્ઠી, આમ એક-એક પ્રદેશની વૃદ્ધિથી અનંત વર્ગણાઓ ઔદારિકશરીરની અગ્રહણ યોગ્ય ઓળંગીને એટલામાં તેવા પ્રકારના વિશિષ્ટ પરિણામોથી પરિણિત અનંત પ્રદેશિક સ્કંધોની એકોત્તરવૃદ્ધિથી ઔદારિક શરીર ગ્રહણ પ્રાયોગ્ય અનંતવર્ગણાઓ હોય છે. ત્યારબાદ પ્રદેશવૃદ્ધિથી વધતી ઔદારિકની જ અગ્રહણ યોગ્ય અનંત વર્ગણાઓ હોય છે આ બધી વર્ગણાઓ ઘણા દ્રવ્યોથી બનેલી હોવાથી અને સૂક્ષ્મ પરિણામથી યુક્ત હોવાથી ઔદારિકની અગ્રહણ યોગ્ય માનવી. તેમજ સ્વલ્પપરમાણુથી બનેલી હોવાથી અને બાદરપરિણામયુક્ત હોવાથી એ વૈક્રિયની પણ અગ્રહણ યોગ્ય જ છે. ફકત ઔદારિકવર્ગણાની સમીપ હોવાથી તેવા આભાસવાળી હોવાથી, તેની અગ્રહણ યોગ્ય કહેવાય છે. તેના ઉપર એકોત્તરવૃદ્ધિથી વધતી સ્વલ્પદ્રવ્યથી નિષ્પન્ન હોવાથી અને બાદરપરિણામથી યુક્ત હોવાથી વૈક્રિયશરીરની અગ્રહણયોગ્ય અનંતવર્ગણાઓ હોય છે, અને આ બધી પ્રચુરદ્રવ્યથી બનેલી અને સૂક્ષ્મપરિણામવાળી હોવાથી ઔદારિકની પણ અગ્રહણ પ્રાયોગ્ય જ છે, ફક્ત વૈક્રિય વર્ગણીસમીપ હોવાથી તેના આભાસથી તેની અગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે, એમ આગળ પણ સર્વત્ર ભાવના કરવી. પછી એકોત્તરવૃદ્ધિથી વધતી પ્રચુરદ્રવ્યથી બનેલી અને સૂક્ષ્મપરિણામવાળી હોવાથી વૈક્રિય શરીરની ગ્રહણ યોગ્ય અનંત વર્ગણા થાય છે પછી એકોત્તરવૃદ્ધિથી વધતી પ્રચુરદ્રવ્યવાળી અને સૂક્ષ્મપરિણામવાળી હોવાથી વૈક્રિયની અગ્રહણ યોગ્ય અનંત વર્ગણા હોય છે. પછી એકોત્તરવૃદ્ધથી વધતી સ્વલ્પદ્રવ્યનિષ્પન્ન અને બાદરપરિણામવાળી આહારક શરીરની અગ્રહણ યોગ્ય અનંત વર્ગણા હોય છે, પછી એકએક વૃદ્ધિથી વધતી પ્રચુરદ્રવ્યવાળી સૂક્ષ્મપરિણામવાળી આહારક શરીરની ગ્રહણયોગ્ય અનંત વર્ગણા હોય છે, પછી વધતી બહુમદ્રવ્ય-અતિસૂક્ષ્મપરિણામ આહારક શરીરની અગ્રહણયોગ્ય અનંત વર્ગણાઓ હોય છે, એમ તૈજસની, ભાષાની, અનાપાનની, મનની અને કર્મની યથોત્તર એકોત્તર વૃદ્ધિ યુક્ત પ્રત્યેક અનંત અયોગ્ય-યોગ્ય-અયોગ્ય વર્ગણાઓના અલગઅલગ ત્રણ પ્રકારવાળી અનંતી વર્ગણાઓ સમજવી. પ્રશ્ન-૫૨૩ – એક-એક દારિકાદિની અલગ ત્રણ-ત્રણ વર્ગણાઓ કઈ રીતે પ્રાપ્ત થાય ? Page #268 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૪૯ ઉત્તર-પર૩ – એક-એક ઔદારિકાદિની શરૂઆત અને અંતમાં અયોગ્ય દ્રવ્યો હોય છે. ૬૨૭મી ગાથામાં જણાવ્યા અનુસાર - તેયા-નાસત્રિા અંતર તૈજસ અને ભાષા દ્રવ્યની મધ્યના દ્રવ્ય ઉભયને અયોગ્ય છે.” એ વચનથી તૈજસ-ભાષાની વચ્ચે ઉભય અયોગ્ય દ્રવ્યો કહે છે, અર્થાત્ તૈજના અંતે અયોગ્ય દ્રવ્યો કહે છે. એટલે ઔદારિકાદિ સર્વના અંતને પ્રાપ્ત થાય છે. જેથી ભાષાની આદિમાં તેના અયોગ્ય ભણે છે. એથી સર્વ ઔદારિક આદિમાં શરૂઆતમાં તે જણાય છે. બંનેના વચ્ચેના બધાય ઉભય અયોગ્ય સમાન છતા જે જેની પાસે હોય તે તેના જેવી ગણાય છે. એટલે તેના આભાસથી તે તેને અયોગ્ય કહેવાય છે. પ્રશ્ન-૫૨૪ – કર્મ અગ્રહણ વર્ગણાની ઉપર અન્ય વર્ગણા છે કે નહિ? ઉત્તર-પર૪ – કર્મ અગ્રહણ વર્ગણાની ઉપર અધિક એક પરમાણુ ઉપચિત અતિસૂક્ષ્મ પરિણામ અનંત સ્કંધસ્વરૂપ પ્રથમ ધ્રુવ વર્ગણા હોય છે. પછી એક-એક વધતા પ્રત્યેક અનંત સ્કંધોથી બનેલી આ ઘુવવર્ગણાઓ પણ અનંત હોય છે. એટલે એ ધ્રુવ કહેવાથી પુર્વોક્ત કર્મવર્ગણાન્ત સુધી બધી જ વર્ગણાઓ ધ્રુવ છે એમ જાણવું. તે પણ આખા લોકમાં સદા સ્થિત છે. અને બીજું આ ધ્રુવવર્ગણાઓ અને કહેવાનારી અધુવાદિ સર્વે અગ્રહણવણાઓ છે, કેમકે અતિપ્રભુત દ્રવ્યોપચિત અને અતિસૂક્ષ્મપરિણામ હોવાથી સર્વજીવો દ્વારા ઔદારિકાદિ ભાવથી ક્યારેય પણ ગ્રહણ કરાતી નથી. એના પછી ઉપર આ રીતે જ ક્રમથી વધતી ધ્રુવ વર્ગણાથી અલગ અનંત અક્ષુવવર્ગણાઓ હોય છે. તથાવિધ મુદ્દગલપરિણામની વિચિત્રતાથી એ લોકમાં ક્યારેક ન પણ હોય. એટલે અપ્રુવ કહેવાય છે. પછી શૂન્ય-અશૂન્ય વર્ગણાઓ હોય છે. શૂન્ય-વ્યવહિત અંતરવર્ગણા એકોત્તર વૃદ્ધિથી સદા નિરંતર અનંત પ્રાપ્ત થાય છે. પરંતુ ક્યારેક એમનામાં એક-એક વૃદ્ધિ વચ્ચે-વચ્ચે તૂટે છે નિરંતર પ્રાપ્ત થતી નથી. એકએક વૃદ્ધિથી સર્વદા અશૂન્યાન્તરવર્ગણાઓ નિરંતર લોકમાં પ્રાપ્ત થાય છે, ક્યારેય વચ્ચેવચ્ચે તૂટતી નથી એના ઉપર ચાર ધ્રુવાન્તરવર્ગણાઓ અનુક્રમે અનંત-૨ હોય છે. જે સર્વકાળ ભાવિની અને નિરંતર એક-એક વૃદ્ધિવાળી વર્ગણાઓ હોય તે ધ્રુવાન્તર વર્ગણાઓ છે. પ્રથમ ધ્રુવાંતર વર્ગણાઓ અનંતી છે એ પ્રમાણે બીજી-ત્રીજી અને ચોથી પણ અનંતી છે. ધ્રુવવર્ગણાઓ જો કે પહેલા પણ કહી છે, પરંતુ આ તેમનાથી ભિન્ન જ છે, તેમાં અંતર્ભત નથી, એ અતિસૂક્ષ્મપરિણામવાળી-બહુદ્રવ્યોપચિત હોવાથી અલગ કહી છે. પ્રશ્ન-૫૨૫– ભલે એમ જ હોય, ફક્ત જો એ નિરંતર એકોત્તર વૃદ્ધિવાળી છે તો ચાર પ્રકારની કહેવામાં શું કારણ છે? Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્ય, ઉત્તર-પર૫ – સાચું છે, પરંતુ ચારેય વર્ગણાઓમાં જ નિરંતર એકોત્તરવૃદ્ધિ પ્રાપ્ત થાય છે, વચ્ચે તેની ત્રુટિનો સંભવ હોતે છતે ભિન્ન વર્ગણા જ શરૂ થઈ જાય છે; અથવા વૃદ્ધિ ન તુટે અન્ય કોઈ વર્ણાદિ પરિણામ વિચિત્રતા જ તેના ભેદના આરંભમાં કારણ છે. “તત્ત્વ बहुश्रुत गम्यं' એ પ્રમાણે ચાર ધૃવાત્તર વર્ગણાઓની ઉપર ૪ તન્વર્ગણા હોય છે. એ ઔદારિકાદિ શરીરોના ભેદ-અભેદ પરિણામથી યોગ્યત્વાભિમુખ હોવાથી તનુવર્ગણા-દેહવર્ગણા કહેવાય છે. અથવા આગળ કહેવાનારા મિશ્રસ્કન્ધ અને અચિતસ્કંધની યોગ્યતાને સંમુખ હોવાથી તેને શરીર વર્ગણા કહેવાય છે. તથા બાદર પરિણામવાળો અને અનંતાનંત પરમાણુ પ્રચિત સૂક્ષ્મપરિણામવાળો જ ઈષદ્ બાદર પરિણામાભિમુખ જે સ્કન્ધ તે મિશ્ર સ્કન્ધ કહેવાય છે. અચિત સ્કંધ – જૈન સમુદ્યાતગતિથી (પ્રથમ સમયે દંડ, બીજા સમયે કપાટ, ત્રીજા સમયે મંથન અને ચોથા સમયે તેના આંતરા પૂરીને સમગ્ર લોકમાં વ્યાપે) વિગ્નસાપરિણામ વશાત્ જે ચાર સમયે લોકનું પૂરણ કરે છે તે અચિત્ત મહાત્કંધ કહેવાય છે, તે અચિત્ત મહાત્કંધનું સંહરણ પણ પ્રતિલોમપણે તે ચાર સમયે જ જાણવું એ રીતે અચિત્ત મહાત્કંધ ૮ સમયનો હોય છે. પ્રશ્ન-પર૬ – અહીં પુગલોની વિચારણા ચાલે છે, તેથી પુદ્ગલમહાસ્કન્ધ અચેતન જ હોય છે, તો વ્યવચ્છેદ્યાભાવે તેનું અચિત્ત વિશેષણ આપવાથી શું? ઉત્તર-પર૬ – જૈન સમુદ્ધાતમાં જે સચેતન જીવોથી અધિષ્ઠિત સચિત્ત કર્મપુદગલમય મહાત્કંધ છે, તેને આશ્રયીને તેના વ્યવચ્છેદ માટે પ્રસ્તુત પુદ્ગલમહાસ્કન્ધ અચિત્તમાસ્કન્યા કહેવાય છે. અર્થાત્ અચિત્ત વિશેષણથી વિશેષ્ય થાય છે. કારણ કે તત્સમાનુભાવ છે. પ્રસ્તુત મહાત્કંધના ક્ષેત્ર-કાલ-અનુભાવ, કેવલી સમુદ્યાતવર્તિ કર્મપુદ્ગલમય મહાત્કંધ સમાન ક્ષેત્ર-કાલ-અનુભાવવાળા છે. જેમકે, બંનેનું ક્ષેત્ર-સર્વલોકરૂપ, કાલ-આઠ સમય, અનુભાવવર્ણ-ગલ્વાદિ સોળ ગુણ બંનેમાં સમાન છે. ભાવાર્થ-અનંતાનંત પરમાણુ પુદ્ગલોપચિત સ્કંધ કહેવાનું પ્રસ્તુત હોતે છતે જો મહાત્કંધ એટલું જ માત્ર કહેવાય તો કેવલીસમુદ્યાત ગત અનંતાનંત કર્મપુદગલમય સ્કંધ પ્રાપ્ત થાય છે. કારણ કે, પ્રસ્તુત મહાત્કંધ અને કેવલી સમુદ્યાતગત કર્મપુદ્ગલમયમહાત્કંધ સમાનક્ષેત્ર-કાલા-નુભાવવાળા છે. જેમકે-ચોથા સમયે બંનેય સકલ લોકક્ષેત્રમાં વ્યાપે છે. બંને આઠ સમય રહે છે. વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વગેરે સોળ ગુણાવાળા પણ બંને હોય છે. એટલે Page #270 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૫૧ મહાત્કંધ એટલું કહેતા અનંતાનંત કર્મ પુદ્ગલમય મહાત્કંધ કેવલી સમુદ્યાતગત પણ મળે. કારણ કે તે પ્રસ્તુત મહાત્કંધ પણ સમાનક્ષેત્ર-કાળ-અનુભાવવાળું હોય છે, અહીં તેનાથી પ્રયોજન નથી. અચિત્તના વિશેષણથી તેનો વ્યવચ્છેદ કરાય છે તે જીવાધિષ્ઠિત હોવાથી ખરેખર સચેતન છે. મતાંતર આ પ્રસ્તુત અચિત્તમહાત્કંધ સર્વોત્કૃષ્ટપ્રદેશોથી બનેલો છે. કારણ કે એ બધી ઔદારિકાદિ વર્ગણાઓ કહીને છેલ્લે કહ્યો છે. એટલે એમ લાગે છે કે-આ જ સર્વોત્કૃષ્ટ પરમાણુ સંખ્યાથી યુક્ત છે અન્ય સ્કંધો નહિ. એટલે એના પછી સર્વ પુદ્ગલ વિશેષોની વાર્તા પૂરી થાય છે. એવું કેટલાક કહે છે. આ એકાંત નથી, આ વ્યાખ્યાન સંગત નથી. કારણ કે, ઉત્કૃષ્ટપ્રદેશ સ્કંધ પ્રતિયોગી ઉત્કૃષ્ટ પ્રદેશ સ્કંધાન્તરની અપેક્ષાએ પ્રજ્ઞાપનામાં અવગાહના-સ્થિતિદ્વારા ચતુઃસ્થાનપતિત કહ્યો છે. તથા ૨ સૂત્ર—કાસપીડિયા ધંધા વેવફા પન્નવા પuત્તા ? | गोयमा ! अणंता । से केणढेण भंते ! एवं वुच्चइ ? । गोयमा ! उक्कोसपएसिए खंधे उक्कोसपएसियस्स खंधस्स दव्वट्ठियाए तुल्ले (एकैकद्रव्यत्वात्) पएसट्ठियाए तुल्लं (उत्कृष्टप्रदेशिकस्यैव प्रस्तुतत्वात्), ओगाहणट्ठियाए चउट्ठाणवडिए, तं जहा-असंखेज्ज भाग हीणे वा, संखेज्जभाग हीणे वा, संखेज्ज गुण हीणे वा, असंखेज्जगुणहीणे वा, असंखेज्जभागब्भहिए वा, संखेज्जभागब्भहिए वा, संखेज्जगुणब्भहिए वा, अंसंखेज्जगुणब्भहिए वा । एवं ठिईए वि चउट्ठाणवडिए, वण्णगंध-रस० अट्ठहिं फासेहिं छट्ठाणवडिए । આ અચિત્ત મહાત્કંધ અન્ય અચિત્તમહાત્કંધ સાથે અવગાહના-સ્થિતિથી સમાન જ છે. એટલે જણાય છે-એનાથી અલગ જ કેટલાક પ્રજ્ઞાપનામાં કહેલા ઉત્કૃષ્ટપ્રદેશિક સ્કંધો છે. જેના લીધે પ્રજ્ઞાપનામાં આઠસ્પર્શનો ઉત્કૃષ્ટપ્રદેશિક સ્કંધ કહ્યો છે અને આ અચિત મહાત્કંધ ચાર સ્પર્શ માનો છો તેથી એના દ્વારા જ ઉત્કૃષ્ટપ્રદેશિક સ્કંધોની ભેદસિદ્ધિથી પૂર્વોક્તવર્ગણા મિશ્ર અચિત્ત મહાત્કંધોથી અન્ય પણ કેટલાંક ગ્રહણ કર્યા વિનાના પુદ્ગલવિશેષો હજુ પણ છે એમ શ્રદ્ધા કરવી. ફક્ત અન્ય પણ કેટલાંક ગ્રહણ ન કરેલા પુદ્ગલવિશેષો હજુ પણ છે. એમ શ્રદ્ધા કરવી. ફક્ત એટલાથી જ આખોય પુદ્ગલાસ્તિકાય ગ્રહણ કરેલો છે એવું નથી | તિ દ્રવ્યવI (૨) ક્ષેત્રવર્ગણા - દ્રવ્યવર્ગણાથી વિપરિત ક્ષેત્રવર્ગણાનો ક્રમ જાણવો. અર્થાત એકએક આકાશપ્રદેશમાં પરમાણુઓ અને કયણુકાદિ અનંતાણુક સુધીના સ્કંધો અવગાહીને Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ રહ્યા હોય તે બધાની એક વર્ગણા લયણુકાદિથી અનંતાણુકસુધીના ક્રિપ્રદેશ અવગાહી. સ્કંધોની બીજી વર્ગણા, ચણકાદિ અનંતાણુક સુધીના સ્કંધોની ત્રિપ્રદેશાવગાહી ત્રીજી વર્ગણા એમ એક-એક પ્રદેશ વૃદ્ધિથી સંખ્યયપ્રદેશાવગ્રાહી સ્કંધોની સંખ્યય વર્ગણાઓ, અસંખ્યની અસંખ્યવર્ગણાઓ ઓળંગીને સંખેયપ્રદેશાવગાહિ સ્કંધોની એકએક આકાશપ્રદેશ વૃદ્ધિથી વધતી કર્મની ગ્રહણ યોગ્ય અસંખ્ય વર્ગણાઓ તીર્થકરોએ કરી છે. પછી અલ્પ પરમાણુથી બનેલી બાદર પરિણામ બહુઆકાશ પ્રદેશાવગાહી તે કર્મની જ અગ્રહણયોગ્ય પ્રદેશ વૃદ્ધિથી વધતી અસંખ્ય વર્ગણાઓ, પછી મનની અગ્રહણ યોગ્ય અસંખ્યવર્ગણા, પછી તેટલી ગ્રહણવર્ગણા, પછી અગ્રહણવર્ગણા એમ શ્વાસોચ્છવાસ, ભાષા, તૈજસ, આહારક, વૈક્રિય અને ઔદારિકની અયોગ્ય-યોગ્ય-અયોગ્ય વર્ગણાઓના દરેકના ત્રણ-ત્રણ ભેદો ક્ષેત્રથી જાણવા. યુવાદિ વર્ગણા સ્કંધો પણ પ્રત્યેક અંગુલાસંખ્યયભાગપ્રદેશાવગાહી જાણવા. પરંતુ તેની ચિંતા અહીં કરી નથી. કેમકે, જીવોદ્વારા શરીરાદિમાં ક્યારેય તે ઉપયોગી નથી. એટલે ગ્રહણ કરાઈ નથી. કેમકે તે યુવાવર્ગણા ગ્રહણ કરતા નથી. અથવા કર્મની અગ્રહણવર્ગણામાં તે પણ સમાયેલી જાણવી અને દ્રવ્યવર્ગણાના અધિકારમાં ધ્રુવાદિ વર્ગણાઓનો વિસ્તારથી વિચાર કર્યો છે, તે માત્ર તેનું સ્વરૂપ જાણવા જ કર્યો છે. કાળ અને ભાવ વર્ગણાઓ અનુક્રમે સમયાદિ સ્થિતિ તથા વણિિદ માત્ર અંગીકાર કરી જણાવાશે, એમ તેનાથી આખો પુદ્ગલાસ્તિકાય સંગ્રહ કર્યો છે. એમ ભાવવું. (૩) કાલ વર્ગણા - વિક્ષિત પરિણામથી જે એક-એક સમયમાત્ર સ્થિતિઓ છે તે સર્વેની એક વર્ગણા છે. તે સામાન્યથી પરમાણુઓ અને સ્કંધો માનવા. એમ એક-એક સમયની વૃદ્ધિથી સંખ્ય સમય સ્થિતિવાળા પરમાણુ અને સ્કંધો માનવા તેમની સંખ્યાતી વર્ગણાઓ છે. એમ એક-એકની અસંખ્યય વર્ગણા એમ એમના દ્વારા આખો પગલાસ્તિકાય ગ્રહણ કરાય છે, કેમકે એક સમયની સ્થિતિથી માંડીને અસંખ્યય સમયની સ્થિતિ ઉપરાંત પુદ્ગલોની સ્થિતિ જ હોતી નથી. (૪) ભાવવર્ગણા:- એક ગુણ કૃષ્ણ પરમાણુ-સ્કંધોની બધાની એક વર્ગણા, દ્વિગુણકૃષ્ણ પરમાણુ આદિની બીજી વર્ગણા, ત્રણગુણની ત્રીજી વર્ગણા, એમ સંખ્ય, અસંખ્યકૃષ્ણવર્ણની અસંખ્યવર્ગણા, અનંતની અનંત વર્ગણાઓ, એમ નીલ, લોહિત, હારિદ્ર, શુક્લ વગેરે પાંચ વર્ણોની સુરભિ-દુરભિ એ બે ગંધની, તિક્તાદિ પાંચ રસોની, કર્કશાદિ આઠ સ્પર્શીની, એમ આ ૨૦ ભેદોમાં પ્રત્યેકમાં ઉપર મૂજબ વર્ગણાઓ ભાવવી. પણ જ્યાં તે ભેદ છે ત્યાં તેનો અભિલાપ કરવો તથા ગુરુલઘુપર્યાયોવાળી બાદરપરિણામવાળી વસ્તુઓની એક Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ ગુજરાતી પ્રશ્નોત્તર વર્ગણા અગુરુલઘુપર્યાયોની તો સૂક્ષ્મપરિણામથી પરિણત વસ્તુઓની એક વર્ગણા એમ બે જ વર્ગણા હોય છે. આ રીતે આ વર્ગણાઓ દ્વારા સર્વ પુદગલાસ્તિકાય ગ્રહણ કરાય છે. આ વર્ણાદિભાવો સિવાય કોઈ પણ પુગલો નથી. પ્રશ્ન-૫૦૫ નો વિસ્તૃત ઉત્તર અહીં પુરો થયો. ગુરુલઘુ-અગુરુલઘુ વિશે અવધિનું માપ. ગુરૂલઘુદ્રવ્યથી આરંભ થયેલું (તેજસના નજીકના દ્રવ્યથી આરંભાયેલું) અવધિજ્ઞાન વધતું વધતું તેજ ગુરુલઘુ ઔદારિક દ્રવ્યોને જોઈને પાછળથી વિશુદ્ધ થતું કોઈક ક્રમથી જ ગુરુલઘુ ભાષાદ્રવ્યોને દેખે છે, જે વિશુદ્ધિને પ્રાપ્ત કરતું નથી, તે તે જ ગુરુલઘુદ્રવ્યોમાં કેટલોક કાળ રહીને પડે છે. જે અગુરુલઘુદ્રવ્યારંભવાળું અવધિ છે, તે ભાષા નજીકના દ્રવ્યથી આરંભ થયેલું છે. કેમકે, તે ઉપર જ ક્રમથી વધે છે. નીચે નથી વધતું ઉપર રહેલાં જ અગુરુલઘુ ભાષાદ્રવ્યો તે દેખે છે કોઈ તો તથાવિધ અવધિજ્ઞાન વિશુદ્ધિવાળું થઈને વધતું જ એકસાથે આગળ પણ ઔદારિકાદિ ગુરુલઘુ દ્રવ્યોને દેખે છે. પ્રશ્ન-૫૨૭ – ગુરુપુ મનદુવં તે પિ ય તેવ નિફ એ વચન ગા.૬૨૭થી તેજસુ-ભાષાના વચ્ચે ગુરુલઘુ અને અગુરુલઘુ દ્રવ્ય છે એવો આપે નિર્દેશ કર્યો છે પણ દારિકાદિ દ્રવ્યોમાં તો શું ગુરુલઘુ અને શું અગુરુલઘુ એ જણાતું નથી, કેમકે તેનું સ્વરૂપ બતાવ્યું નથી તે કહો? ઉત્તર-૫૨૭– એમાં બે મત છે. વ્યવહારનય અને નિશ્ચયનય. વ્યવહારનયનો મતઃજે ઉપર અથવા તીઠુ નાખેલું પણ સ્વભાવથી નીચે પડે છે તે ગુરુદ્રવ્ય. જેમકે, પથ્થરાદિ જે સ્વભાવથી જ ઉર્ધ્વગતિ સ્વભાવવાળું છે, તે લઘુદ્રવ્ય જેમકે દિપકલિકાદિ. અને જે ઉર્ધ્વ કે અધોગતિ સ્વભાવવાળું નથી પણ સ્વભાવથી જ તિર્યમ્ ગતિવાળું દ્રવ્ય છે, તે ગુરુલઘુ દ્રવ્ય જેમકે વાયુ આદિ. અને જે ઉપરમાંથી એકેય સ્વભાવવાળું ન હોય તો સર્વત્ર જાય છે તે અગુરુલઘુ, જેમકે આકાશ-પરમાણુ આદિ અગુરુલઘુ દ્રવ્ય છે. એમ વ્યવહારનય માને છે. નિશ્ચય નય - એકાન્ત સર્વગુરુ કોઈપણ વસ્તુ નથી ગુરુ એવા પથ્થરાદિનું પણ પ્રરમયોગથી ઉધ્વદિગમન દેખાય છે. એકાન્ત લઘુ પણ નથી, લઘુ બાષ્પાદિનું પણ ઠરતાં અનાદિથી અધોગમનાદિ દેખાય છે. તેથી એકાંતે ગુરૂ-લઘુ કોઈ વસ્તુ નથી એટલે નિશ્ચયનયની આ પરિભાષા છે કે આ લોકમાં જે કાંઈપણ ઔદારિકવર્ગણાદિક અથવા પૃથ્વી-પર્વતાદિક બાદરવસ્તુ છે તે સર્વ ગુરુલઘુ દ્રવ્ય છે, શેષ ભાષા-શ્વાસોચ્છવાસમનોવર્ગણાદિક પરમાણુ-યણુક-આકાશાદિ સર્વ વસ્તુ અગુરુલઘુ દ્રવ્ય છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૫૨૮ - • વ્યવહારવાદી :- હે નિશ્ચયમતવાદિ ! જો એકાન્તગુરુ-એકાન્તલઘુ દ્રવ્ય સર્વથા નથી તો પછી ઉપર-નીચે જીવોનું-પુદ્ગલોનું ગમન કરી રીતે થાય ? જો ઉપર સૌધર્મદેવલોકાદિમાં લઘુકર્મી જીવોનું ગમન આગમમાં કહ્યું છે અને ગુરુકર્મીઓનું સાતમીનારકાદિમાં ગમન કહ્યું છે અથવા એમ શા માટે કહેવું ? સર્વ શાસ્ત્રવેત્તાઓનું આ પ્રસિદ્ધ જ છે કે જીવો અને પુદ્ગલો પણ ઉપર-નીચે જનારા પ્રાયઃ ઉર્ધ્વલોકાન્તથી અઘોલાકાન્ત સુધી જાય છે. અને અધોલોકથી ઉર્ધ્વ લોકાન્ત સુધી જાય છે. પ્રાયઃ ગ્રહણથી અનુશ્રેણી તિર્યક્ પણ જાય છે. તેથી ગુરુતાના અભાવે એ નીચે કઈ રીતે જાય અને લઘુતાના અભાવે ઉપર કઈ રીતે જાય ? તેથી વ્યવહારની જેમ તમારે પણ ગુરુ આદિ ચારે પ્રકારની વસ્તુ માનવી જોઈએ. ૨૫૪ ઉત્તર-૫૨૮ – નિશ્ચયનયવાદિ-અહીં દ્રવ્યોની ગુરુતા-લઘુતા કોઈ અન્ય જ છે. અને વીર્યપરિણામ અન્ય છે. અને તેમનો ગતિપરિણામ પણ અન્ય છે. અવશ્ય ગુરુત્વ-લઘુત્વ નિમિત્ત નથી. કેમકે, ૫૨મલઘુ અણુઓનું પણ અધોગમન થાય છે. ત્યાં અધોગમનના પરિણામની ઉત્કટતા છોડીને અન્ય ક્યો હેતુ છે ? તેમ, સ્થૂળતર, બાદરનું પણ બાદરપણાથી ગુરુનું પણ છે. ધૂમાદિ જે ઉપર જાય છે ત્યાં પણ ઉર્ધ્વગતિ પરિણામની ઉત્કટતા છોડીને કોઈ પ્રયોજન નથી. એનાથી અન્નો રિળામો નાવલ્લું ગુરુતદ્ઘનિમિત્તો એ વાત સમર્થિત થાય છે. અને ગતિપરિણામથી ગુરુ-લઘુતાનું અતિક્રમણ ઉપલક્ષણ છે. એટલે ઉત્કટ સ્થિતિ પરિણામથી પણ ગુરુતા ના અતિક્રમ બતાવે છે. જો ગુરુતા અધોગતિનું કારણ મનાય તો મહાગુરુ એવા આનત દેવલોક-ઇષત્ પ્રાક્ભારપૃથ્વી આદિ નીચે કેમ જતા નથી ? તેથી ત્યાં પણ ઉત્કટ સ્થિતિપરિણામ જ ગુરુતાને અતિક્રમીને તેમાં અવસ્થિતિ કરે છે. અત્યંત નાના શરીરવાળો મહાવીર્યવાળો દેવ કોઈ મહાશૈલને કઈ રીતે ઉપાડે છે. અને ઉપાડીને ઉપર કઈ રીતે નાખે છે ? અર્થાત્ ગુરુતાદિ અધોગતિ આદિનાં કારણો થાય તો એ મહાશૈલ પોતાની ગુરુતાથી મહાવીર્યવાળા દેવને પણ દબાવીને નીચે જ જાય. હવે જો તું માને કે આ તો દેવ સંબંધી મહાવીર્ય છે, એટલે ગુરુપર્વત પણ ઉપર ઉછાળાય છે. તો પછી એકાન્તે અધોગતિમાં કારણ ગુરુતા જ છે કે એકાન્તે ઉર્ધ્વગતિમાં કારણ લઘુતા જ છે. એ વાત ક્યાં રહી ? તો પછી શું છે ? દેવાદિગત વીર્ય એ જ વાત આવી, તેથી ઉક્તન્યાયે દેવાદિગત અધિક વીર્ય વસ્તુ-ગુરુલઘુનું ગતિ વિપર્યય કરે છે. તે રીતે ગતિ-સ્થિતિ પરિણામ પણ અધિક એવો વસ્તુઓની ગુરુલઘુતાનો ગતિવપર્યય કરે જ છે. જેમ ભારી પર્વતમાં દેવના વીર્યથી વિપર્યય બતાવ્યો એમ લઘુ બાષ્પાદિમાં પણ કરતાડિત દેવદત્તાદિના વીર્યથી ગતિ વિપર્યય જોવો. તેથી ગુરુતાદિ એકાન્તેઽધોગતિ આદિનું કારણ નથી. દેવાદિગત વીર્ય Page #274 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૫૫ પણ છે. તથા ઉત્કટ ગતિ-સ્થિતિ પરિણામ પણ તેનું કારણ છે. પરમાણુ-ધૂમ-વિમાનાદિમાં તેમ બતાવેલું છે, એટલે અધોગતિ આદિની સિદ્ધિમાં ગુરુઆદિ માનવાનો શું ફાયદો ? એટલે આ પરિભાષા જ યોગ્ય છે, બાદર વસ્તુ ગુરુલઘુ છે. શેષ સૂક્ષ્મ અને અમૂર્ત સર્વવસ્તુ અગુરુલઘુ છે એવો નિશ્ચયનય છે. દ્રવ્યસાથે ક્ષેત્ર-કાળનો પરસ્પર નિબંધ:- જે મનોદ્રવ્ય જાણે છે તે અવધિજ્ઞાની લોકપલ્યોપમનો પ્રત્યેક સંખ્યયતમ ભાગ જાણે છે, (૧) જે કર્મ યોગ્ય દ્રવ્ય જોવે છે તે લોકપલ્યોપમનો પ્રત્યેક સંખ્યય ભાગને જોવે છે. સકલ લોકને જોતો તે પ્રસ્તુત અવધિજ્ઞાની પલ્યોપમમાં કાંઈક ન્યૂન કાળને જુએ છે. પ્રશ્ન-પ૨૯- દ્રવ્યની સાથે ક્ષેત્ર અને કાળનો સંબંધ પ્રસ્તુત છતાં અહીં અસ્થાને શુદ્ધ ક્ષેત્ર કાળનું ગ્રહણ શા માટે? ઉત્તર-પ૨૯ – સામર્થ્યની દ્રવ્ય પ્રાપ્ત થાય છે. કર્મદ્રવ્યને અતિક્રાંત તેના ઉપર અન્ય કોઈક દ્રવ્યને જોતો એટલા પ્રમાણ લોક-દેશોન પલ્યોપમમાન એવા ક્ષેત્ર-કાળરૂપ બંનેને જોવે છે. અન્યથા જોતો નથી. અર્થાત્ #ાને વડબ્દ વુડ્ડી એ વચનથી અહીં સામાÁપ્રાપ્ત અર્થ પ્રાપ્ત થાય છે. તેથી સામર્થ્યથી જ કર્મદ્રવ્યને અતિક્રમ કરીને તેના ઉપર પણ ધ્રુવવર્ગણાદિદ્રવ્યને જોતો તેના અનુમાનથી ક્રમશઃ પરમાવધિ સુધી સાધે. (૨) તૈજસ વર્ગણા દ્રવ્યવિષયવાળા અવધિ અને ભાષાવર્ગખાદ્રવ્ય વિષયવાળા અવધિમાં ક્ષેત્રથી પ્રત્યેક, અસંખ્યાતા દીપ-સમુદ્રો અને કાળ-અસંખ્ય-પલ્યોપમના અસંખ્યાતમાં ભાગરૂપ વિષયત્વેન જાણવો. અહીં સામાન્યથી કહેવા છતાં તૈજસ્થી કામણ શરીર સૂક્ષ્મ હોવાથી તેને જોનાર અવધિજ્ઞાનીનો આ જ લીપ-સમુદ્ર-કાળ જોવાનો વિષય તૈજસ્ શરીર જોનાર અવધિજ્ઞાની કરતાં વિશેષ સમજવો. કાર્પણ શરીરથી પણ અબદ્ધ તૈજસ્ વર્ગણા દ્રવ્યો સૂક્ષ્મ હોવાથી તૈજસ્ વર્ગણા દ્રવ્ય જોનાર અવધિજ્ઞાનનો વિષય કામણ શરીર જોનાર અવધિજ્ઞાનના વિષય કરતાં અધિક જાણવો. તેમનાથી ભાષાદ્રવ્યો સૂક્ષ્મ હોવાથી તેને જોનાર અવધિનો વિષય મોટો જાણવો. પ્રશ્ન-પ૩૦ – પૂર્વે કર્મદ્રિવ્ય જોનારનાં પ્રત્યેક લોક-પલ્યોપમ ભાગો સંખ્યય વિષયત્વેન કહ્યા છે, અહીં તો કાર્મણ શરીર જોનારનો ક્ષેત્ર-કાળ વિષય ઓછો શા માટે કહ્યો છે? ઉત્તર-પ૩૦ – પૂર્વે કર્મવર્ગણાગત કર્યદ્રવ્યો જીવથી શરીરતયા અબદ્ધ કહ્યા છે, અને અહીં તો શરીરૂપે નહિ બાંધેલા ગ્રહણ કર્યા છે. ન બંધાયેલાથી બંધાયેલા બાદર હોય છે, અશ્રુત તંતુથી શ્રુતતંતુમાં તેવું દેખાય છે કારણકે એટલે અહીં કામણ શરીર જોનારનો Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ થોડોક ક્ષેત્ર-કાળ વિષયત્વેન કહ્યો છે. આ તૈજસાદિ-તૈજસ-કાશ્મણ શરીર-તૈજસવર્ગણા દ્રવ્યો-ભાષાવર્ગણા દ્રવ્યો, કાર્મણશરીર યોગ્ય વર્ગખાદ્રવ્યોથી અત્યંત સ્થૂળ-બાદર છે, તેથી અહીં સ્ટોક તર ક્ષેત્ર-કાળ કહ્યા છે. પરમાવધિનો દ્રવ્યથી વિષય પ્રશ્ન-૫૩૧ – જેમ જઘન્ય-મધ્યમ અવધિ કેટલાક જ રુપિદ્રવ્યોને જુએ છે તેમ ઉત્કૃષ્ટ અવધિ પણ કેટલાક રૂપી દ્રવ્યોને જ જોવે છે કે સર્વે રૂપિદ્રવ્યોને દેખે છે? ઉત્તર-પ૩૧ – પરમાવધિ એક આકાશપ્રદેશમાં અવગાઢ પરમાણુ-યણુકાદિ અનંતાણસ્કંધ સુધીનું સર્વ દ્રવ્ય તથા કાર્મણ શરીરને દેખે છે. પ્રશ્ન-૫૩૨ – એક પ્રદેશમાં અવગાઢ એમ સામાન્યથી કહેતાં પરમાણુ-યણુકાદિ દ્રવ્ય જાણે છે એમ કઈ રીતે જણાય. અને પwદેશાવIઢ વર્ષનરીર એટલું જ કેમ કહેતા નથી? ઉત્તર-૫૩૨ - ના, કાર્મણશરીર અસંખ્ય પ્રદેશાવગાહિ હોવાથી તેને એકપ્રદેશ અવાગાહી તરીકે ન કહી શકાય અને અગુરુલઘુ સર્વ દ્રવ્ય પણ પરમાવધિ જોવે છે. નહિ તો એકપ્રદેશાવગાઢ કામણ શરીર પરમાવધિ અગુરુલઘુ-ગુરુલઘુ સર્વ દ્રવ્યોને દેખે છે. એમ જાણવું. અહીં જાતિની અપેક્ષાએ એકવચનનો નિર્દેશ કર્યો છે જો એમ ન કહીએ તો એક પ્રદેશ અવગાહી કામણ શરીર અગુરુલઘુ દ્રવ્ય તથા ગુરૂલઘુ દ્રવ્ય પરમાવધિ જાણે છે એમ માનવું પડે, તથા તૈજસ શરીરના વિષયવાળા અવધિમાં કાળથી ભવપૃથક્ત પરીછેદ્યતયા જાણવું. અર્થાત જે તૈજસ્ શરીરને દેખે છે તે કાળથી ભવપૃથક્ત પણ દેખે છે. અને અહીં જે પૂર્વે તૈજસને જોતો પલ્યોપમના અસંખ્યભાગરૂપ અસંખ્યકાળ કહ્યો હતો, તે આ ભવપૃથકત્વથી વિશેષ નથી. અને આ ભવપૃથક્વ પણ તે જ અસંખ્ય કાળથી વિશેષ નથી.ભવપૃથક્તની અંદર જ તે પલ્યોપમનો અસંખ્ય ભાગ કાળ છે અધિક નથી અને ભવપૃથક્વ એમાંથી બહાર નથી જ. પ્રશ્ન-૫૩૩ – એક પ્રદેશાવગાઢ પરમાણુ આદિ અતિસૂક્ષ્મ હોવાથી તેની પ્રાપ્તિમાં બાદર કાર્મણશરીરાદિ પ્રાપ્ત થાય જ છે, એટલે તેમનો અલગ નિર્દેશ કરવો ફોગટ છે. અથવા પતં નમતે સર્વમ્ એવું કહેવાનારું હોવાથી પ્રવેશાવાહં એવું પણ ન બોલવું જોઇએ ખરું ને? Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ગુજરાતી પ્રશ્નોત્તર ઉત્તર-પ૩૩ – જે સૂક્ષ્મ પરમાણુ આદિ દેખે છે તેથી બાદર કાર્મણ શરીરાદિ અવશ્ય દેખે જ છે. અથવા જે બાદર જોવે છે તેનાથી સૂક્ષ્મને અવશ્ય જાણવું જોઈએ એવો કોઈ નિયમ નથી કારણ કે, “ઉત્પન્ન થતું અવધિજ્ઞાન” એ વચનથી “તેયમાલાવ્યાણ મંતરા' અગુરુલઘુ દ્રવ્યને જોવે છે. પણ, અવધિ ગુરુલઘુને જોઈ શકતું નથી. અથવા અતિશૂળ પણ ઘટાદિકને મન:પર્યવજ્ઞાની મનોદ્રવ્યો સૂક્ષ્મ પણ પ્રત્યક્ષ જોવે છે, પણ ચિન્તનીય ઘટાદિને તો ધૂળપણ જોતો નથી. એ રીતે વિજ્ઞાન વિષયની વિચિત્રતાનો સંભવ છતા સંશયવ્યવચ્છેદ માટે એક પ્રદેશ અવગાઢનું ગ્રહણ છતાં શેષ વિશેષનું ઉપાદાન કરેલું દોષ કર્તા નથી જ. અથવા એકપ્રદેશ અવગાઢના ગ્રહણથી પરમાણુઆદિ દ્રવ્ય ગ્રહણ કર્યું છે. અને કાશ્મણશરીર ગ્રહણથી શેષ કર્મવર્ગણા સુધીના દ્રવ્યો કહ્યાં છે. કર્મવર્ગણાના ઉપરનું દ્રવ્ય તો સર્વ પણ અગુરુલઘુના ગ્રહણથી ગ્રહણ કરાયેલું છે. અને ગુરુલઘુના ગ્રહણથી ઘટ-પટ-ભૂભૂધરાદિકનું ગ્રહણ કર્યું છે, એ રીતે સમસ્ત પુદ્ગલાસ્તિકાય પરમાવધિ જ્ઞાનનો વિષય છે. એ રીતે રુપતિં નમતે સર્વમ્ એમ જે કહેલું એનો ઉત્તર જાણવો. એટલે સમસ્ત પુદ્ગલાસ્તિકાય રૂપગત જ છે અન્ય નહિ. એક વિવલિતભવમાં ઉત્પન્ન અવધિ અતીત અને અનાગત પૃથગુ ભવપૃથક્ત સુધી જોવે છે. જો તે અતીત ભવપૃથક્વમાંથી અનેકભવોમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયેલું હોય ત્યારે તે પૂર્વાવધિથી જોયેલા ભવપૃથક્વથી પણ બહુતર અતીત-અનાગત ભવોને સ્મૃતિજ્ઞાનથી જાણે પણ પૃથક્વાન્તવર્તી ભવોની જેમ તે સર્વે સાક્ષાત્ અવધિજ્ઞાનથી જોતો નથી ભવપૃથક્વ માત્ર જ સાક્ષાત્ જોવે છે. પ્રશ્ન-પ૩૪ - એક પ્રદેશાવગાઢ કહેતા છતા કાર્મણશરીરને ફરીથી અવધિવિષય તરીકે શા માટે કહ્યું? અને ક્યા કારણે ન કહેવું? ઉત્તર-પ૩૪ – ઉત્તર આગળના પ્રશ્નમાં આપી દીધો છે. પરમાવધિનો ક્ષેત્ર-કાળથી વિષય: પરમાવધિ ક્ષેત્રથી લોકપ્રમાણ અસંખ્ય ખંડો જોવે છે. કાળથી-અસંખ્ય ઉત્સર્પિણીઅવસર્પિણી જ જોવે, દ્રવ્યથી સર્વ પગત-મૂર્તદ્રવ્યજાત પરમાણુ આદિ ભેદથી ભિન્ન પુદ્ગલાસ્તિકાયને જોવે છે અને ભાવથી તેના અસંખ્ય પર્યાયોને જોવે છે. અર્થાતુ-પરમાવધિ લોકપ્રમાણ અસંખ્ય ખંડો જોવે છે, તે અસંખ્ય ન્યૂનાધિક પણ સંભવે છે, એટલે નિયતમાન કહે છે.-ઉત્કૃષ્ટ અવધિના વિષયતરીકે ક્ષેત્રથી જે અસંખ્ય લોકો કહેલા છે, તે પૂર્વકથિત સ્વાવગાહનામાં રહેલા ઉત્કૃષ્ટ સંખ્યાવાળા સૂક્ષ્મબાદર અગ્નિજીવની સૂચિને સર્વદિશામાં ભમાવતાં જેટલું ક્ષેત્ર વ્યાપ્ત કરાય છે. તેટલા પ્રમાણ પરમાવધિવાળા જીવનું ક્ષેત્ર જાણવું. ભાગ-૧/૧૮ Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૫૩૫ - • રૂપાતં નમતે સર્વ એવું આગળની ૬૭૯મી ગાથામાં અર્થથી કહેલું જ છે, તો અહીં શા માટે ફરી કહ્યું ? ૨૫૮ ઉત્તર-૫૩૫ – ભૂલકણા સ્વભાવવાળાને આ પ્રેરણા રૂપ છે અથવા અહીં રુપાતું એ પ્રસ્તુત ક્ષેત્ર-કાળના વિશેષણ તરીકે વ્યાખ્યા કરાય છે તે આ રીતે-લોકપ્રમાણ અસંખ્ય ખંડો અને અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી રૂપ પ્રસ્તુત ક્ષેત્ર-કાળ બંને રૂપી જ છે. તે રૂપી દ્રવ્યયુક્ત ક્ષેત્ર અને કાળને જાણે છે. રૂપી દ્રવ્ય રહિત ક્ષેત્ર-કાળને જાણે નહિ. કારણ કે ક્ષેત્ર-કાળ એ અમૂર્ત છે અને અવધિ રુપિદ્રવ્યનો વિષય છે. પ્રશ્ન-૫૩૬ – જે અગ્નિજીવો દ્વારા ક્ષેત્રોપમાન છે તે નિર્યુક્તિ કારે સવ્વવદુગાળિનીવા ગા.૫૯૮માં પહેલાં જ જણાવેલું છે તો અહીં ફરીથી શા માટે શ્વેતોમિયં અળિનીવા ગા.૬૮૫માં કહ્યું છે ? ઉત્તર-૫૩૬ પ્રાગુક્ત અગ્નિજીવો દ્વારા ક્ષેત્રોપમાન કહ્યું છે તે અહીં પરોહિ અસંàા એ ગાથાના અવયવથી અલોકમાં લોકપ્રમાણ સંખ્યાતીત ટુકડાઓ જેટલું હોય છે. એવા નિયતમાન તરીકે બતાવેલું હતું. કાંઈ નવું નથી કહ્યું. વળી, અહીં રુવયં હિફ (૬૮૫) એ ગાથા દ્વારા “સર્વરૂપી પદાર્થોને જાણે છે” એમ કહ્યું અને પછી ભાષ્યકારે ‘∞ સર્વાં' (૬૮૬) એ ગાથાથી અવધિનું દ્રવ્યથી વિષયપ્રતિપાદન કર્યું છે. અથવા પÇોનું ઇત્યાદિથી અવધિવિષયભૂત દ્રવ્ય કહ્યું છે, એથી રુપાતું એનાથી દ્રવ્યથી અવધિના વિષયાભિધાયક તરીકે વ્યાખ્યા નથી, પણ અહીં જે અસંખ્યલોકખંડઅસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી લક્ષણક્ષેત્ર-કાળદ્રય અવધિના વિષયતરીકે કહ્યું છે તે તે રુપગત સર્વ જોવે છે. અર્થાત્-રુપાનુગત ત્યાં રહેલા રૂપિદ્રવ્યોના દર્શનથી રૂપિદ્રવ્ય સંબંદ્ધ જ પ્રેક્ષા કરાય છે. પણ તે ક્ષેત્ર-કાળદ્રયને જ ફક્ત જોતો નથી. કારણ કે, તે અમૂર્ત છે, અવધિ મૂર્ત વિષયક છે. પરમાધિજ્ઞાનીને પરમાવધિ ઉત્પન્ન થયે છતે અંતર્મુહૂર્તમાં અવશ્ય કેલવજ્ઞાન ઉત્પન્ન થાય છે. ઉદયપદવીએ આરૂઢ થતા કેવલજ્ઞાન સૂર્યની પ્રથમપ્રભાના સ્ફોટ રૂપ પરમાધિજ્ઞાન છે, એથી તેના પછી અવશ્ય કેવલજ્ઞાન સૂર્યનો ઉદય થાય જ છે. એ પ્રમાણે મનુષ્યસંબંધિ ક્ષાયોપમિક અવિધ કહ્યો. તિર્યંચસંબંધિ ક્ષાયોપમિક અવધિ : ઔદારિક-વૈક્રિય-આહારક-તૈજસ્ દ્રવ્યો તથા તેના અંતરાલોમાં તેમને અયોગ્ય દ્રવ્યોના લાભ ઉત્કૃષ્ટથી તિર્યંચ યોનિયોમાં મત્સ્યાદિમાં થાય છે. આ દ્રવ્યાનુસાર ક્ષેત્ર-કાળ-ભાવ સ્વયં વિચારવા. Page #278 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ભવપ્રત્યયિક અવધિજ્ઞાન :- ગા. ૫૬૮નું અનુસંધાન. તે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન દેવ-નારકને હોય છે. તેમાં નારકોનો ભવપ્રત્યયિક અધિ જાણવે છે. તે ક્ષેત્રથી ૧ યોજન ઉત્કૃષ્ટ અને ૧ ગાઉ જઘન્ય છે. એમા ૧ યોજન સુધી જોનાર અવધિજ્ઞાન પહેલી રત્નપ્રભા નારકીમાં અને ગાઉ સુધી જોનાર સાતમી તમસ્તમઃ પ્રભા નારકીમાં હોય છે. ૨૫૯ (૧) નારકનું અવધિજ્ઞાન (૧)રત્નપ્રભામાં-૪ ગાઉ, (૨) શર્કરાપ્રભામાં-૩ છુ ગાઉ, (૩) વાલુક પ્રભામાં-૩ ગાઉ (૪) પંકપ્રભામાં-૨ ! ગાઉ, (૫) ધુમપ્રભામાં-૨ ગાઉ, (૬) તમઃપ્રભા-૧ અે ગાઉ (૭) તમસ્તમઃ-૧ ગાઉ દરેકમાં અે ગાઉ ઓછો કરતાં જઘન્ય અવધિ પ્રમાણ આવે છે. તે આ રીતે (૧) રત્નપ્રભા ૩ o ગાઉં (૨) શર્કરા પ્રભા-૩ ગાઉ (૩) વાલુકા પ્રભા ૨ અે ગાઉ (૪) પંકપ્રભા ૨ ગાઉ (૫) ધુમપ્રભા ૧ રૂ ગાઉ (૯) તમઃ પ્રભા ૧ ગાઉ અને (૭) સમસ્તમઃ પ્રભા અે ગાઉ. પ્રશ્ન-૫૩૭ જો એ પ્રમાણે જઘન્યાવધિક્ષેત્ર અડધો ગાઉ છે તો નાનામોહી નરસું ય “નરકમાં અવધિજ્ઞાન જઘન્યથી ૧ ગાઉ જાણે છે” ગા.૬૯૦ એ વાત સાથે વિરોધ થશે ને ? ઉત્તર-૫૩૭ - નં શાકત્રં જે ગાઉપ્રમાણ જઘન્ય કહ્યું છે તે ઉત્કૃષ્ટ વિષયમાં જે જઘન્ય છે તેને આશ્રયીને કહ્યું હોવાથી દોષ નથી. અર્થાત્ સાતે પૃથ્વીઓમાં જે ચારગાઉ આદિ ઉત્કૃષ્ટ અવધિક્ષેત્ર છે. તેમાં ૭મી નારકમાં ગાઉ રૂપ અવધિક્ષેત્ર સ્વસ્થાને ઉત્કૃષ્ટ છતાં શેષ પૃથ્વીની ઉત્કૃષ્ટતાની અપેક્ષાએ સર્વસ્તોક હોવાથી જઘન્ય કહ્યું છે તેથી કાંઈ વિરોધ નથી. (૨) દેવોનું ભવપ્રત્યયાવધિ જ્ઞાન : (૧) સૌધર્મ-ઇશાન કલ્પના ઇન્દ્રો-સામાનિકાદિ દેવો અવધિથી પ્રથમ પૃથ્વીને દેખે છે. (૨) સનત્-માહેન્દ્ર કલ્પના ઇન્દ્રો-સામાનિકાદિ દેવો અવધિથી બીજી પૃથ્વીને દેખે છે. (૩) બ્રહ્મ-લાંતક કલ્પના ઇન્દ્રો-સામાનિકાદિ દેવો અવધિથી ત્રીજી પૃથ્વીને દેખે છે. (૪) શુક્ર-સહસ્રાર કલ્પના ઇન્દ્રો-સામાનિકાદિ દેવો અવધિથી ચોથી પૃથ્વીને દેખે છે. (૫) આનત-પ્રાણત કલ્પના ઇન્દ્રો-સામાનિકાદિ દેવો અવધિથી પાંચમી પૃથ્વીને દેખે છે. (૬) આરણ-અચ્યુત કલ્પના ઇન્દ્રો-સામાનિકાદિ દેવો અવધિથી પાંચમી પૃથ્વીને વિશુદ્ધતર દેખે છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૭) અધરિમ-મધ્યમ રૈવેયકના ઇન્દ્રો-સામાનિકાદિ દેવો અવધિથી છઠ્ઠી પૃથ્વીને દેખે છે. (૮) ઉપરિમ રૈવયકના ઇન્દ્રો-સામાનિકાદિ દેવો અવધિથી સાતમી પૃથ્વીને દેખે છે. (૯) અનુત્તર દેવો સંભિન્ન ચારે દિશામાં પોતાના જ્ઞાનથી વ્યાપ્ત કન્યાચોલક સંસ્થાનવાળી સંપૂર્ણ લોકનાડીને અવધિથી દેખે છે. તીર્જી અને ઉપર :- દેવલોકના આ શક્રાદિ દેવોનો તીર્યમ્ અસંખ્ય દ્વીપો અને સમુદ્રો સુધી ક્ષેત્રથી અવધિ જાણવો. તેથી બહુતર દ્વીપ-સમુદ્રો ઉપર ઉપરના દેવલોકના દેવો જોવે છે, ઉપર તો બધા જ દેવો સ્વકલ્પના સ્તુપાદિધ્વજા સુધીનાં ક્ષેત્રને જોવે છે. તેનાથી ઉપર નહિ. 3 સાગરોપમથી ન્યૂન આયુવાળા દેવોનું અવધિપરિચ્છેદ્ય ક્ષેત્ર સંખ્યય યોજન જાણવું સંપૂર્ણ સાગરો પમ વાળા દેવોનું અવધિ ક્ષેત્ર અસંખ્ય યોજનો સુધી છે. આ ઉત્કૃષ્ટથી કહ્યું. જઘન્યથી-૧૦ હજાર વર્ષ સ્થિતિવાળા ભવનપતિ-વ્યંતરોનું જઘન્ય અવધિક્ષેત્ર ૨૫ યોજના છે. જ્યોતિષ્ક-વૈમાનિક દેવોનું સંખ્ય યોજનો, જઘન્ય-ઉત્કૃષ્ટથી અવધિક્ષેત્ર જાણવું. કારણ કે, જ્યોતિષ્કની જઘન્ય સ્થિતિ પણ ૧/૮ પલ્યોપમ છે. ઉત્કૃષ્ટ ૧ પલ્યોપમ + ૧ લાખ વર્ષ છે. એટલે બહુઆયુવાળા હોવાથી અને મહર્ધિક હોવાથી ઉત્કૃષ્ટની જેમ તેમનો જઘન્ય અવધિ પણ સંખ્યાતા યોજનો હોય છે. વૈમાનિકનું જઘન્ય અવધિ ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગે ઉત્પત્તિના પ્રથમ સમયે પારભવિક જાણવું અને તે પછી તો તે તે દેવનું જેટલું માન છે તેટલું હોય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ઉત્કૃષ્ટવધિજ્ઞાન મનુષ્યોમાં જ હોય, દેવાદિમાં ન હોય. અને જઘન્યાવધિજ્ઞાન-મનુષ્ય તિર્યચોમાં જ હોય, અન્યમાં ન હોય. ઉત્કૃષ્ટ અવધિ બે પ્રકારનું છે – (૧) લોકગત સમસ્તલોક માત્ર જોનાર પ્રતિપાતી હોય છે અને તે ઉપરનું અને (૨)અલોક ગતઃ- જે અલોકનો એકપણ આકાશ પ્રદેશ જોવે તે અપ્રતિપાતી જ હોય. (૩) સંસ્થાન દ્વાર : જઘન્ય અવધિ બિંદુના આકારનો ગોળ હોય છે. કારણ કે, પનકનું અવગાહના ક્ષેત્ર એ આકારનું છે. ઉત્કૃષ્ટ અવધિ-પરમાવધિ કાઈક લાંબો કોઈક પહોળો છે. સર્વથા ગોળ Page #280 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૬૧ નથી. અવધિજ્ઞાનીના શરીરના પગથી મસ્તક સુધી ભમતી અગ્નિજીવ સૂચિનો એ આકાર હોય છે. મધ્યમ અવધિ ક્ષેત્રથી અનેક સંસ્થાનવાળો હોય છે. નારકોનો અવધિ-તરાપાના આકારનો પહોળો ત્રિકોણ હોય છે. ભવનપતિનો અવધિ-ધાન્યના કોઠા જેવો ઉભો-પહોળો ઉપર કાંઈક સાંકડો હોય છે. વ્યંતરોનો અવધિ-પટ જેવો ઉપર-નીચે સમાન હોય છે. જયોતિષ્કનો અવધિ-ડમરૂ જેવો બે બાજુ પહોળો-વચ્ચે સાંકડો હોય છે. સૌધર્મથી અશ્રુતનો અવધિ-મૃદંગ જેવો ઉપર લાંબો નીચે પહોળો છેક ઉપર નાનો હોય છે. રૈવેયકનો અવધિ-ફુલની ચંગેરી જેવો હોય છે. અનુત્તરનો અવધિ-કન્યાના ચોલક જેવો હોય છે. તિર્યંચ-મનુષ્યોનો અવધિ-વિવિધ પ્રકારનો હોય છે. જેમ, સ્વયંભૂરમણ સમુદ્રના માછલા વલય આકાર વિના સર્વ આકારના છે. તેમ, આ અવધિ વલયના આકારવાળો પણ સાથે કહ્યો છે. દેવ-નારકનો અવધિ સર્વકાલ નિયત આકારનો હોય છે. જ્યારે, તિર્યંચમનુષ્યોનો તો જે આકારથી પ્રથમ ઉત્પન્ન થાય છે તે જ આકારથી કેટલાકનો સર્વકાળ હોય છે. કેટલાકનો તો અન્ય આકારે પરિણમે છે. ભવનપતિ અને વ્યંતરોને ઊર્ધ્વદિશામાં અવધિ વધારે હોય છે. અને વૈમાનિક દેવોને અધો દિશામાં અવધિ વધુ હોય છે, નારકી અને જ્યોતિષને તિચ્છી દિશામાં અવધિ વધુ હોય છે તથા ઔદારિક શરીરવાળા તિર્યંચ-મનુષ્યોને વિવિધ પ્રકારે હોય છે. (૪) અનુગામિક-અનનુગામિક દ્વારા આનુગામુક અવધિ-જે ઉત્પન્ન થયેલો અવધિ પોતાના સ્વામિને દેશાંતર જતો અનુસરે છે. આવો અવધિ નારક-દેવોને હોય છે. અનનુગામુક - સાંકળમાં બાંધેલા દિપક જેવો જે અવધિ જનારા પુરૂષની સાથે ન જાય તે. તથા, Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ મિશ્રઅવધિ :- ઉત્પન્ન થયેલા જે અવધિનો દેશ સ્વામિ સાથે અન્યત્ર જાય છે તથા એક દેશ તો પ્રદેશાન્તરમાં ચાલેલા પુરુષની નીકળેલી એક આંખની જેમ અન્યત્ર જતો નથી, એ મિશ્ર કહેવાય છે તે ત્રણે પ્રકારનો અવધિ મનુષ્ય-તિર્યંચમાં હોય છે. (૫) અવસ્થિત દ્વાર ૨૬૨ અવસ્થિત ત્રણ પ્રકારે-ક્ષેત્રથી, ઉપયોગથી, લબ્ધિથી હોય છે. (૧) ક્ષેત્રથી :- અવધિના આધાર પર્યાયથી ક્ષેત્રનું અવસ્થાન ૩૩ સાગરોપમ કાલને આશ્રયીને હોય છે અર્થાત્-અનુત્તરદેવો જે ક્ષેત્રમાં જન્મ સમયે અવગાઢ હોય છે. ત્યાંજ ભવના ક્ષય સુધી રહે છે. એટલે તેમના સંબંધિ અધિનું એક ક્ષેત્રમાં ૩૩ સાગરોપમ રૂપ ઉત્કૃષ્ટકાલ અવસ્થાન હોય છે. (૨) ઉપયોગથી ઃ- અવિધનો સુર-નારક-પુદ્ગલાદિક દ્રવ્યમાં દ્રવ્યવિષય ઉપયોગને આશ્રયીને ત્યાં અથવા અન્ય ક્ષેત્રમાં અંતઃમુહૂર્ત જ અવસ્થાન છે. ત્યારબાદ નથી. સામર્થ્યભાવાત્, તે જ દ્રવ્યમાં જે પર્યાયો છે તેના લાભમાં એક પર્યાયથી પર્યાયાન્તરમાં સંચરતા અવિધના ઉપયોગમાં ૭-૮ સમય અવસ્થાન છે. તે ઉપર નથી કેટલાક કહે છે પર્યાયો ૨ પ્રકારના છે-ગુણો અને પર્યાયો, ત્યાં સહવર્તી ગુણો શુકલાદિ જાણવા. ક્રમવર્તી પર્યાયો નવા-પુરણાદિ જાણવા. ત્યાં ગુણોમાં ૮ સમય અવિધ ઉપયોગનું અવસ્થાન અને પર્યાયોમાં ૭ સમય છે. દ્રવ્ય સ્થૂળ છે તેથી ત્યાં અંતર્મુહૂર્ત તેના ઉપયોગની સ્થિતિ છે. ગુણો તેનાથી સૂક્ષ્મ છે. એટલે તે ૮ સમય સ્થિતિ છે, ગુણોથી પર્યાયો સૂક્ષ્મ છે એટલે તેમાં ૭ સમય સ્થિતિ છે. (૩) લબ્ધિથી :- અદ્વાવ્ અવઢ્ઢાળ ગા.૭૧૮ અહીં અહ્વા એટલે અવિધ જ્ઞાનાવરણ ક્ષયોપશમલાભ રૂપ લબ્ધિ. તે ત્યાં/અન્યત્ર ક્ષેત્રમાં તે/અન્ય દ્રવ્યાદિમાં ઉપયુક્ત કે અનુપયુક્ત ને હોય છે એટલે આ અવધિજ્ઞાનાવરણક્ષયોપશમ લાભરૂપ લબ્ધિનું નિરંતર અવસ્થાન કહેવાનારી ભાષ્યની યુક્તિથી ૬૬ સાગરોપમ કાળને આશ્રયીને હોય છે. મનુષ્યભવ સંબંધિ કાળથી એ અધિક જાણવા એ અવધિનું દ્રવ્યાદિમાં ઉપયોગનું અને લબ્ધિનું અંતર્મુહૂર્ત અવસ્થાન ઉત્કૃષ્ટ જાણવું. જઘન્યથી એક જ સમય માનવો. ત્યાં ન૨-તિર્યંચોનો સમયથી ઉપર પ્રતિપાત કે અનુપયોગથી જાણવો. દેવનારકોનો તો જેમને ભવના ચરમસમયે સમ્યક્ત્વના લાભથી વિભંગજ્ઞાન અવધિરૂપે પરિણમે છે. ત્યારબાદ મરેલાને તે અવધિજ્ઞાન નષ્ટ થાય છે ત્યારે તેમનું એ અવધિજ્ઞાન એક સમયનું જાણવું. Page #282 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૬૩ (૬) ચલ દ્વાર અવધિદ્રવ્યાદિ વિષયને આશ્રયીને ચલ અવધિજ્ઞાન ૨ પ્રકારે વર્ધમાન કે હીયમાન હોય છે. વૃદ્ધિ હાનિ પ્રત્યેક ૬ પ્રકારે આગમમાં કહી છે. (૧) અનંતભાગવૃદ્ધિ (૨) અસંખ્યાત ભાગવૃદ્ધિ (૩) સંખ્યાત ભાગવૃદ્ધિ (૪) સંખ્યાત ગુણવૃદ્ધિ (૫) અસંખ્યાત ગુણવૃદ્ધિ (૬) અનંતગુણ વૃદ્ધિ (૭) અનંતભાગ હાનિ (૮) અસંખ્યભાગ હાનિ (૯) સંખ્યાતભાગ હાનિ (૧૦) સંખ્યાતગુણ હાનિ (૧૧) અસંખ્યાત ગુણ હાનિ (૧૨) અનંતગુણ હાનિ. એમાંથી અવધિના વિષયભૂત ક્ષેત્ર-કાળના આદ્ય-અંત એ બે ભેદ છોડીને ૪-૪ પ્રકા૨ની વૃદ્ધિ/હાનિ થાય છે. અનંતનો ભાંગો ક્ષેત્ર-કાળનો ન સંભવે. કારણ કે, અવધિવિષય ભૂતક્ષેત્રમાં આનંત્ય અભાવ છે. તેમ કાળનું પણ છે. ભાવાર્થ-જેટલું ક્ષેત્ર પ્રથમ અધિજ્ઞાનીએ જોયું તેનાથી કોઈ પ્રતિસમય અંસખ્ય ભાગવૃદ્ધિ, કોઈ સંખ્ય ભાગવૃદ્ધિ, કોઈ સંખ્ય ગુણ વૃદ્ધિ, કોઈ અસંખ્ય ગુણવૃદ્ધ ક્ષેત્ર જોવે છે. એમ હીયમાન પણ જાણવું. દ્રવ્યોમાં બે પ્રકારની વૃદ્ધિ/હાનિ થાય છે. અર્થાત્ અવધિજ્ઞાનીએ પ્રથમ જેટલા દ્રવ્યો ઉપલબ્ધ કર્યા, તેના પછી તેમનાથી અનંતભાગ અધિક કોઈ જોવે છે. પણ વસ્તુ સ્વભાવથી અસંખ્યાતાદિ ભાગે અધિક ન જુએ. કોઈ તેમનાથી અનંતગુણ વૃદ્ધ જોવે છે. કોઈ અનંતભાગ હાનિ, કોઈ અનંતગુણહીન જોવે છે. પણ વસ્તુ સ્વભાવે અસંખ્યાતાદિ ભાગે હીન ન જુએ પર્યાયોમાં પૂર્વોક્ત ૬ પ્રકારની વૃદ્ધિ/હાનિ થાય છે. આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવોનો પરસ્પર સંયોગ વિચારતાં એકની વૃદ્ધિમાં જ બીજાની વૃદ્ધિ હોય, એકની હાનિમાં બીજાની વૃદ્ધિ ન હોય, એકની હાનિમાં બીજાની હાનિ હોય, નહિ કે એકની વૃદ્ધિમાં બીજાની હાનિ થાય. એક દ્રવ્યાદિની ભાગથી વૃદ્ધિ/હાનિમાં બીજાની પણ ભાગથી જ પ્રાયઃ વૃદ્ધિ/હાનિ થાય છે નહિ કે ગુણાકારથી, ગુણાકારથી પણ એકની વૃદ્ધિ/હાનિમાં બીજાની પણ પ્રાયઃ વૃદ્ધિ-હાનિ થાય છે. પ્રશ્ન-૫૩૮ ક્ષેત્રની અસંખ્ય ભાગાદિવૃદ્ધિમાં તેના આદેય દ્રવ્યોની પણ અસંખ્ય ભાગાદિ વૃદ્ધિનો સંભવ કેમ ન હોય અથવા દ્રવ્યાનન્યે દ્રવ્યની અનંતભાગ વૃદ્ધિ થતા પર્યાયોની અસંખ્ય ભાગાદિ વૃદ્ધિ અથવા દ્રવ્યની અનંત ગુણવૃદ્ધિ થતાં પર્યાયોની અસંખ્યગુણ વૃદ્ધિ કઈ રીતે પ્રતિપાદન કરાય છે ? અર્થાત્-ક્ષેત્રના આધાર દ્રવ્યો છે, તેના આધાર પર્યાયો છે. તેથી જેવી આધારની વૃદ્ધિ/હાનિ, તેવી જ આધેયની પણ યુક્ત છે. તો અહીં વિચિત્રતા કઈ રીતે-ક્ષેત્રની ચાર પ્રકારની વૃદ્ધિ-હાનિ, દ્રવ્યની બે પ્રકારની અને પર્યાયોની ષડવિધ વૃદ્ધિ હાનિ થાય છે ? - Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-પ૩૮ – ક્ષેત્રાનુવર્તી પુદ્ગલો-પરમાણુ-સ્કન્ધાદિ છે, ગુણો-પુદ્ગલાનુવર્તી છે. એટલે એ સામાન્ય છે એ કોને માન્ય નથી? અનભિમતનો પ્રતિષેધ કરે છે-એ અવધિજ્ઞાન વિષય તરીકે અભિપ્રેત નથી. ભાવાર્થ-એ સામાન્યથી છે જ કોણ ન માને કે સામાન્યથી સમસ્તલોકાકાશના અસંખ્યતમાદિક ભાગમાં સમસ્તપુદ્ગલાસ્તિકાયનો પણ અસંખ્યતમાદિક ભાગ જ સ્વરૂપથી છે. સમગ્ર પગલાસ્તિકાયના અનંતતમાદિક ભાગમાં સમસ્ત પર્યાયરાશિનો. પણ અનંતતમાદિક ભાગ છે. એટલે ક્ષેત્રના અસંખ્યાત આદિ ભાગની વૃદ્ધિ/હાનિમાં દ્રવ્યની પણ તેની અનુવૃત્તિથી વૃદ્ધિ/હાનિ થાય, દ્રવ્યની અનંતતમાદિ વૃદ્ધિ/હાનિમાં તેના પર્યાયોની પણ તેની અનુવૃત્તિથી વૃદ્ધિ હાનિ થાય. પરંતુ અવધિજ્ઞાનના વિષયભૂત ક્ષેત્રાદિની વૃદ્ધિ/હાનિ વિચારવી માન્ય છે. સમાન્યથી સ્વરૂપમાં રહેલાની નહિ. એમ વિશેષિત જે વૃદ્ધિાહાનિ છે તે અવધિજ્ઞાનવરણીય ક્ષયોપશમને આધીન હોવાથી વિચિત્ર છે. એટલે યથોક્ત પ્રકારે જ તે બરાબર છે અન્ય પ્રકારે નહિ. અહીં સ્વરૂપથી સમસ્ત પુદગલાસ્તિકાયરૂપ દ્રવ્યો આધારભૂત સ્વક્ષેત્રથી અનંત ગુણા છે એવું લિંગવ્યત્યયથી અહીં પણ જોડાય છે. કારણ કે એકેકાકાશપ્રદેશમાં અનંત પરમાણુદ્વયણુકાદિદ્રવ્યની અવગાહના રહેલી છે. એક એક પરમાણુના અનંત પર્યાયો હોવાથી તે સ્વાશ્રયભૂત દ્રવ્યથી અનંત ગુણા છે. દ્રવ્યનું નિજકાધાર ક્ષેત્ર છે, પર્યાયોનો નિકાધાર દ્રવ્યો છે. તેથી તેને અધીન તે દ્રવ્ય-પર્યાયોની સામાન્યથી વૃદ્ધિ હાનિ થાય છે. ક્ષેત્રની ચતુર્વિધ વૃદ્ધિ/હાનિમાં દ્રવ્યોની પણ તેટલી જ થાય. દ્રવ્યોની દ્વિવિધ વૃદ્ધિ/હાનિમાં પર્યાયોની પણ તેટલી જ થાય, એવું જેમ પર પ્રતિપાદન કરે છે તેમ અમે પણ સ્વરૂપસ્થિતિ સામાન્યથી વિચારણામાં માનીએ છીએ અહીં વિવાદ નથી. પરંતુ નિજકાધાર દ્રવ્યવશાત અવધિ નિબંધન અવધિવિષય વધતો/ઘટતો નથી. કારણ કે પરીતઃ પ્રતિનિયત એ યથાક્તરૂપથી વિચિત્ર ક્ષયોપશમથી નિયમિત છે. ક્ષયોપશમ વિચિત્ર હોવાથી એ ચિત્રરૂપ જેમ યુક્તિથી ઘટે તેમ પ્રવર્તે છે અને તેને ઉલ્લંઘીને અન્ય રીતે પણ પ્રવર્તે છે એમાં એકાંત નથી. એ પ્રાયઃ કરીને આજ્ઞા ગ્રાહ્ય છે. એટલે આજ્ઞા જ પ્રમાણ છે. સ્વેચ્છાપૂર્વક સુકા તર્કને ઉભા કરવાથી શું વળે ? વળી પ્રાયઃ શબ્દથી ઉપરની યુક્તિથી પણ જણાવેલ વિષય ઘટે છે. (૭) તીવ્ર-મંદદ્વારા રૂમ વગેરેની જાળીમાં રહેલા પ્રદીપની પ્રજાના નીકળવાના સ્થાનોની જેમ અવધિજ્ઞાનાવરણ ક્ષયોપશમ જન્ય અવધિજ્ઞાનના નીકળવાના સ્થાનોને ફક કહેવાય છે. તે એક જીવના સંખે કે અસંખ્ય પણ હોય છે, ત્યાં એક ફકના ઉપયોગમાં જીવ નિયમો સર્વફડકોથી ઉપયુક્ત થાય છે કેમકે જીવ એક ઉપયોગવાળો હોય છે. જેમકે એક આંખનો Page #284 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૬૫ ઉપયોગ કરતા બીજી આંખનો પણ ઉપયોગ હોય છે. આ ફડકો ત્રણ પ્રકારના હોય છે (૧) અનુગમનશીલ-આનુગામુક-જે દેશમાં રહેલા અવધિવાળા જીવના ઉત્પન્ન થયેલા ફડકી ત્યાંથી અન્યત્ર પણ જતા તેના અનુયાયી થાય છે. એનાથી વિપરિત (૨) અનાનુગામુક (૩) આનુગામુક-અનાનુગામુક ઉભય સ્વરૂપ મિશ્ર-કેટલાક દેશાંતર જનારા કેટલાક ન જનારા. એ પ્રત્યેક પાછા ત્રણ પ્રકારના હોય છે. (૧) પ્રતિપતન શીલ-કેટલોક કાળી રહીને પછી પડવાના સ્વભાવવાળા, તેથી વિપરિત (૨) અપ્રતિપાતી-મૃત્યુ સુધી રહેનારા (૩) પ્રતિપાતિ અપ્રતિપાતિ ઉભયરૂપ મિશ્ર-કેટલાક પ્રતિપાતી કેટલાક અપ્રતિપાતિ આ મનુષ્યતિર્યંચોમાં જે અવધિ છે તેમાં જ હોય છે. દેવનારકના અવધિમાં ન હોય. પ્રશ્ન-૫૩૯ – તીવ્ર-મંદ દ્વાર પ્રસ્તુત છતાં ફકાવધિ સ્વરૂપને પ્રતિપાદન કરતા પ્રક્રમવિરોધ કેમ ન થાય? - ઉત્તર-પ૩૯ – પ્રાય-આનુગામુકા-અપ્રતિપાતી ફહુકો તીવ્રવિશુદ્ધિ યુક્ત હોવાથી તીવ્ર કહેવાય છે. અનનુગામી-પ્રતિપાતિ અવિશુદ્ધ હોવાથી મંદ કહેવાય છે. મિશ્રતો મધ્યમ કહેવાય છે એટલે અર્થથી તીવ્ર-મંદ દ્વાર જ છે એટલે દોષ નથી. પ્રશ્ન-૫૪૦ – અનુગામુક અને અપ્રતિપાતિ ફડકોનાં વચ્ચે વિશેષ શું છે ? અને અનનુગામુક પ્રતિપાતિ ફડકોનો પરસ્પર શું ભેદ છે? ઉત્તર-૫૪૦ – અપ્રતિપાતિ ફકો અનુગામી જ હોય છે અને અનુગામુક તો અપ્રતિપાતિ-પ્રતિપાતિ બંને હોય છે એ વિશેષ છે. તથા પ્રતિપાતિ પડે જ છે, અને પડેલું પણ દેશાંતરે ગયેલાને ક્યારેક થાય છે. એ પ્રમાણે અનનુગામુક ફડકોમાં થતું નથી. ભાષ્ય :- રૂમની જાળીમાં રહેલા પ્રદીપની પ્રજાની ઉપમાવાળો ફડક અવધિ થાય છે. ત્યાં વિશુદ્ધ ક્ષયોપશમ જન્ય ફફકથી થતો અવધિ નિર્મળ, તે તીવ્ર કહેવાય છે. અવિશુદ્ધ ક્ષયોપશમ પ્રવર્તિત-મલીસમ તે મંદ કહેવાય છે. મધ્યમ ક્ષયોપશમવાળો-મિશ્ર કહેવાય છે. પ્રશ્ન-૫૪૧ - આ રીતે અનેક ફકો દ્વારા ઉત્પન્ન થતો હોવાથી અવધિજ્ઞાનની ઉપયોગબહુતા કેમ ન થાય? ઉત્તર-૫૪૧ - એનો ઉત્તર આપેલો જ છે છતાં બીજી રીતે ઉત્તર જણાવીએ છીએઅનેકવસ્તુ વિશેષના ઉપયોગમાં જ એ થાય, જેમકે-આ હાથીઓ, જમણે આ ઘોડાઓ, ડાબે રથો, આગળ પદાતિઓ વગેરે આ પ્રમાણે અનેક વસ્તુવિશેષના ઉપયોગમાં ઘણા ઉપયોગ થાય પણ, અહીં અનેક વસ્તુ વિશેષ ઉપયોગ નથી, પણ ગ્રાહ્ય વસ્તુગત વિશેષની વિમુખતાથી સામાન્ય ઉપયોગ જ છે, જેમ બે આંખથી છાવણીનો ઉપયોગ થાય છે. એ એક ઉપયોગ છે એટલે ઉપયોગબહુતા નથી. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્ય અનુગામી આદિ ફડુકો ત્રણ પ્રકારે (૧) પ્રતિપાતિ (૨) અપ્રતિપાતિ (૩) મિશ્ર બીજી રીતે (૧) તીવ્ર (૨) મંદ (૩) મધ્યમ આ બધા જઘન્ય મધ્યમાદિ ભેદથી વિચિત્ર-નાના પ્રકારના છે. પ્રશ્ન-૫૪૨ – નિયત અનુગામિ અને અપ્રતિપાતિ અનુગામિ ફકોમાં શું ભેદ છે? અથવા અનનુગામિ અને પ્રતિપાતિ વચ્ચે શું ભેદ છે? ઉત્તર-૫૪૨– જે નિયત અપ્રતિપાતિ છે તે ચાલતી દિપિકા જેમ નિયમો અન્યત્ર જતા અવધિમન્તને અનુસરે જ છે. જે અનુગામિ છે તે નિયત પણ હોય કે અનિયત પણ હોય, અપ્રતિહત ચક્ષુની જેમ અપ્રતિપાતિ પણ હોય કે પ્રતિહત ચક્ષુની જેમ પ્રતિપાતિ પણ હોય. પ્રતિપક્ષનો ભેદ-પ્રતિપાતિ પડે જ છે, પડેલો પણ ક્યારેક દેશાંતરમાં જાય છે, જ્યારે અનનુગામુક ફડુંક એવો નથી. કારણ કે, એ જે દેશમાં રહેલો ઉત્પન્ન થયેલો છે તે દેશમાં જ રહેલો પડે કે ન પણ પડે. પડેલો પણ દેશાન્તરમાં ફરી ઉત્પત્તિ દેશમાં આવેલાને તે ઉત્પન્ન થાય છે એવો પ્રતિપાતિ-અનનુગામુકમાં ભેદ છે. મતાંતર પ્રશ્ન-૫૪૩ – ફડુકોની તીવ્ર-મંદતા વિશુદ્ધિ-સંક્લેશથી થાય છે. તે પ્રાયઃ તિર્યંચમનુષ્યોમાં હોય છે કેટલાક આચાર્યો પtg ય માંહેના ગા.૭૩૮ થી તીવમંદાર કહીને તરત જ કહેવાનારા પ્રતિપાદ-ઉત્પાદદ્વારમાં જ પડ્ડા ય માપુIની ગા.૭૩૯ ગાથામાં કહેલા આનુગામુકાદિ ભેદને કહે છે, તેએ શા માટે એમ કહે છે? ઉત્તર-૫૪૩ – પ્રતિપાદ-ઉત્પાદ-મનુષ્ય-તિર્યંચના અવધિનો જ ઘટતો હોવાથી તેના વિષય જ પ્રતિપાદ ઉત્પાદ દ્વાર છે. એટલે નર-તિર્યંચના પ્રહણથી આ અનુગામુકાદિ ભેદો પ્રતિપાદ-ઉત્પાદના અંતર્ગત જ છે એવો અન્યાચાર્યોનો અભિપ્રાય છે. અથવા બંને દ્વારોનું આ ભેદ કથન અર્થથી કાંઈપણ વિરુદ્ધ નથી. કારણ કે, બંનેનાં અવધિમાં અનુગામુકાદિ ભેદો ઘટે છે. પ્રતિપાત-ઉત્પાદદ્વાર બાહ્યવધિ:- જે અવધિજ્ઞાનીનું અવધિ એક દિશામાં હોય છે અથવા અનેક દિશાઓમાં પણ જે ફડક અવધિથી જે અન્યોન્ય વિચ્છિન્ન-સાંતર હોય તે પણ બાહ્યાવધિ કહેવાય છે અથવા અવધિજ્ઞાની જીવનો સર્વતઃ પરિમંડલાદિ (ગોળ વગેરે) આકારવાળો પણ જે અવધિ Page #286 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૬૭ અંગુલમાનાદિ ક્ષેત્રવ્યવધાનથી સર્વત અસંબદ્ધ છે તે પણ બાહ્યાવધિ કહેવાય છે. આ અભિપ્રાય ભાષ્યકાર-ચિરંતન ટીકાકારોનો છે. આવશ્યક ચૂર્ણિકાર ના મતે – વાણિરત્નમો नाम जत्थ से ठियस्स ओहिण्णाणं समुप्पण्णं, तम्मि ठाणे सो ओहिनाणं न किंचि पासइ, तं पुण ठाणं जाहे अंतरियं होइ, तं जहा-अङ्गलेण वा, अङ्गलपुहत्तेण वा, विहत्थीए वा, विहत्थीपुहत्तेण वा, एवं जाव संखिज्जेहिं वा, असंखिज्जेहिं वा जोयणेहिं ताहे पासइ, एस बाहिरलंभो भण्णइ । બાહ્ય અવધિની પ્રાપ્તિ એટલે જે ક્ષેત્રમાં રહેલાને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય, તે સ્થળમાં તેનું અવધિજ્ઞાન કાંઈ પણ જોવે નહિ. પરંતુ એ ઉત્પત્તિ સ્થાન એક આંગળ, આંગળ પૃથકત્વ, એક વેંત, વેંત પૃથકૃત્વ, સંખ્યાતા અથવા અસંખ્યાતા યોજન પસાર કર્યા પછી જુએ,તે બાહ્ય અવધિની પ્રાપ્તિ કહેવાય છે. ત્યાં એવા પ્રકારના બાહ્યાવધિમાં એક સમયે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિષયમાં ઉત્પાદ આદિ ભજના કરવી. પ્રશ્ન-૫૪૪ – કેવી રીતે ભજના કરવી? ઉત્તર-૫૪૪ – ક્યારેક એક સમયે ઉત્પાદ થાય છે. પહેલા સ્વલ્પદ્રવ્યાદિ વિષય બાહ્યાવધિ ઉત્પન્ન થતો વધે છે, ક્યારેક એક સમયે તે ઘટે છે પૂર્વદષ્ટ દ્રવ્યાદિથી હીન દ્રવ્યો દેખે છે ક્યારેક ઉત્પાદ-પ્રતિપાદિ રૂપ ઉભયપણ એક સમયે થાય છે, કારણ કે એ બાહ્યાવધિ દેશનો અવધિ છે. તેથી જ્યારે એક જ દિશાના બાહ્યાવધિમાં તીરછો સંકોચરૂપ પ્રતિપાત છે. ત્યારે જ આગળવૃદ્ધિરૂપ ઉત્પાદ થાય છે. અને જ્યારે આગળ સંકોચ થાય છે ત્યારે જ તીરછો વિસ્તાર થાય છે. એમ સાન્તર અનેકદિશામાં પણ બાહ્યાવધિમાં જ્યારે એક જ દિશામાં અધિક નો જ ઉત્પાદ છે ત્યારે જ અન્ય દિશામાં પ્રતિપાત છે એમ વલયાકારે સર્વ દિશાના બાહ્યાવધિમાં પણ જે સમયે એક જ દેશમાં વલયનો વિસ્તારાધિક્ય લક્ષણ ઉત્પાદ છે તેજ સમયે અન્ય દિશામાં વલયનો સંકોચ રૂપ પ્રતિપાત છે આ રીતે ભજના કરવી. પ્રશ્ન-૫૪૫ – ઉત્પાત-પ્રતિપાત રૂપ બે વિરુદ્ધ ધર્મલક્ષણ ઉભય એક સમયે કઈ રીતે ઘટે ? ઉત્તર-પ૪૫ – જ્યારે સર્વ અવધિનો યુગપદ્ જ ઉત્પાદ-પ્રતિપાત માનીએ ત્યારે વિરોધ થાય પણ અહીં એવું તો નથી, વિભાગથી અહીં તે માન્યા છે. એમ દાવાનલ જ્યારે એકબાજુથી સુકા ઘાસ-સ્તસ્માદિમાં લાગે છે, ત્યારે જ અન્યત્ર બળેલા સુખા ઘાસાદિ દશમાં બુઝાય છે. તેમા આ બાહ્યાવદિ પણ સંદેશ હોવાથી કોઈ દેશ વૃદ્ધિ પામે છે કોઈ દેશ Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ તે જ સમયે નષ્ટ થાય છે એટલે એમનો યુગપત્ એક સાથે ઉત્પાદ-પ્રતિપાત થવામાં કાંઈ વિરુદ્ધ નથી. ૨૬૮ અત્યંતરાવધિ :- જે જીવને સર્વ બાજુએ અંતર રહિત એવું અધિજ્ઞાન હોય, તે અત્યંતર અવધિજ્ઞાની કહેવાય, આવા અભ્યન્તર અવધિજ્ઞાનની પ્રાપ્તિમાં નિરંતર સર્વસ્થાને પ્રતિપાદ-ઉત્પાદ્ એક સાથે એક સમયે થતા નથી. કારણ કે, આ અવધિ પ્રદીપની પ્રભાના પટલની જેમ અવિધવાળા જીવની સાથે સર્વતઃ નિરંતરથી સંબદ્ધ-અખંડ દેશવિનાનો એક સ્વરૂપ છે. એટલે જ એ સંબદ્ધાવિધ અને દેશાવધિ કહેવાય છે. ચૂર્ણિમાં કહ્યું છે તત્વ अब्भितरलद्धी नाम जत्थ से ठियस्स ओहिन्नाणं समुप्पन्नं, ततो ठाणाओ आरब्भ सो ओहिन्नाणी निरंतरसंबद्ध संखेज्ज वा असंखेज्ज वा खित्तओ ओहिणा जाणइ पासइ, एस अब्भितरलद्धी “અત્યંતર અવધિની પ્રાપ્તિ એટલે જે ક્ષેત્રમાં રહેલાને અવધિજ્ઞાન થયું હોય, ત્યાંથી માંડીને તે અવધિજ્ઞાની અંતર રહિત સંબંધપૂર્વક સંખ્યાતા અથવા અસંખ્યાતા યોજન સુધી ક્ષેત્રથી અવિધજ્ઞાન વડે જાણે છે અને જુએ છે તે અત્યંતર અવવિધ કહેવાય છે.” આવા પ્રકારના એકખંડવાળા અત્યંતર અવધિમાં એક સમયે પ્રતિપાત-ઉત્પાદમાંથી કોઈ એક જ હોય છે. યુગપત્ ઉભય ન હોય, જો એમ થાય તો તે પણ સદેશ બની જાય અને એક જ વસ્તુના એકવારમાં વિરુદ્ધ ધર્મો ન ઘટે. જેમકે-નિરાવરણ ચારેબાજુ ફેલાયેલી પ્રદીપ પ્રભા પટલમાં એક સમયે સંકોચ કે વિસ્તાર એક જ હોય છે, એક દિશામાં સંકોચ અને અન્ય દિશામાં વિસ્તાર એવો એક સમયે યુગપત્ સંકોચ-વિસ્તા૨ ન થાય એમ અહીં પણ છે. કારણ કે વસ્તુનો એક ધર્મથી સાથે ઉત્પન્ન-વિનાશ ક્યારેય થતો નથી, આંગળી દ્રવ્ય જે ઋજુત્વધર્મથી ઋજુ હોય છે તે જ ધર્મથી વક્ર થતી નથી, બંનેવિરુદ્ધ છે. અન્ય ધર્મથી તો એક સમયે પણ ઉત્પાદ-વ્યય ઘટે છે. જેમ તે જ અંગુલી દ્રવ્ય જે સમયે ઋજુતાથી ઉત્પન્ન થાય છે. તે જ સમયે વક્રતાથી વિનાશ થાય છે, પણ દ્રવ્યતાથી અવસ્થિત જ છે. આમ ઋજુપણું, વક્રપણું અને અંગુલીપણું એ ત્રણે એક કાળે જુદા જુદા ધર્મ વડે વિરૂદ્ધ નથી. અથવા જેમ કોઈ સાધુ જે સમયે મર્યા તે સમયે જ દેવત્વેન ઉત્પન્ન થાય છે અને નરત્વેન નષ્ટ થાય છે. પણ જીવત્વેન તે અવસ્થિત છે. એમ અહીં પણ યુગપત્ અન્ય ધર્મોથી ઉત્પાદાદિ વિરુદ્ધ થતા નથી અને એક જ ધર્મથી યુગપત્ તે ઘટતા નથી. સમયે આંગળી ઋજુ થાય છે. તેજ સમયે તેની ઋજુતાનો નાશ થતો નથી કે ભાવિ વક્રત્વની ઉત્પત્તિ થતી નથી. એ રીતે ઋજુતા ઋજુત્વધર્મથી ઉત્પન્ન થાય છે. તે જ સમયે તે નાશ પામે છે એવું માનવું પડે, આતો અત્યંત વિરુદ્ધ છે. સ્વસત્તા પ્રાપ્ત થઈ હોય તેવી વસ્તુનો નાશ ઘટે છે. અપ્રાપ્ત સત્તાવાળા ખરવિષાણનો નાશ કહેવો ઘટતો નથી. વસ્તુનું સ્વરૂપ એક સમયે એક જ હોય છે. જો જે સમયે Page #288 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૬૯ ઋજુત્વધર્મથી ઋજુતા ઉત્પન્ન થાય છે તે જ સમયે તે જ ધર્મથી તે નાશ પામે છે, એવું માનો તો સર્વદા જ ઉત્પત્તિ અભાવે નિત્યવિનષ્ટ, ક્યારેય પણ અપ્રાપ્ત આત્મ સત્તાવાળી વસ્તુમાં સત્તારૂપ ઉત્પત્તિ ક્યાંથી થાય ? એ પ્રમાણે સર્વદા વિનાશે સુંઘેલી હોવાથી વસ્તુનો ઉત્પાદાભાવ નિત્ય થાય. એટલે નાશ કોનો થાય ? જો કાંઈ ઉત્પન્ન થાય તો તેનો ક્યારેય પણ નાશ ઘટે ! નહિ તો વિનાશ કોનો ? અને ઉત્પત્તિ-નાશાભાવે અવસ્થિતિ પણ કોની ? જેમકે જે ઉત્પાદ-વ્યયથી શૂન્ય છે, તેનું અવસ્થાન પણ નથી, જેમકે ખરવિષાણ, અને તેનાથી શૂન્ય વસ્તુ આપની કહેલી યુક્તિથી આવી પડે છે. એટલે તેની સ્થિતિ ક્યાં ? એમ થતાં આ ત્રણે જગત્ શૂન્ય થઈ જાય. પ્રયોગ :- ઉત્ત્તા-વ્યય-ધ્રૌવ્યરહિત વસ્તુ नास्त्येव सत्त्वाद्ययोगात्, खरविषाणवत् । પહેલા સંવેગ્ન મળોઘ્ને ગા.૬૬૯ થી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ત્રણનો પરસ્પર નિબંધ કહ્યો હતો. અને અહીં ઉત્પાદ-પ્રતિપાત દ્વારમાં પ્રસંગથી દ્રવ્યનો ગુણ સાથે સંબંધ કહેવાય છે. ક્ષેત્ર-કાળ નો નહિ. કારણ કે, ગુણ એ દ્રવ્યાશ્રિત છે ક્ષેત્રકાલાશ્રિત નથી. એક સ્કંધ અથવા પરમાણુ આદિ એક દ્રવ્યને જોતો અવધિજ્ઞાની તેના અનેકગુણકાળો વગેરે પર્યાયોને ઉત્કૃષ્ટથી અસંખ્ય, વિમધ્યથી સંખ્ય જોવે છે. જઘન્યથી ૨૪૨ પર્યાયો એક દ્રવ્યના જોવે છે. અર્થાત્ સામાન્યથી વર્ણ-ગંધ-રસ-સ્પર્શરૂપ ૪ પર્યાયોને જોવે છે. એક દ્રવ્યાનુગત ઉત્કૃષ્ટથી અસંખ્ય પર્યાયો તથા અનંત દ્રવ્યગત અનંત પર્યાયોને જ જોવે છે. (૯-૧૦-૧૧) જ્ઞાન-દર્શન-વિભંગરૂપ ત્રણ દ્વારો પ્રશ્ન-૫૪૬ અવધિ એ જ્ઞાન છે ? દર્શન છે ? કે વિભંગ છે ? અથવા એ પરસ્પર તુલ્ય છે કે અધિક છે ? — ઉત્તર-૫૪૬ – વસ્તુનું વિશેષરૂપ ગ્રાહક તે સાકાર બોધ, તે સમ્યગ્દષ્ટિનું જ્ઞાન છે અને મિથ્યાદૅષ્ટિનું વિભંગજ્ઞાન છે. વસ્તુનું સામાન્યરૂપ ગ્રાહક તે અનાકાર તે દર્શન છે. અહીં ગાથામાં સાકાર-અવધિજ્ઞાન, અનાકાર અવધિદર્શન, વિભંગ-વિભંગજ્ઞાન ગ્રહણ કર્યું છે. એટલે જ્ઞાન-દર્શન-વિભંગલક્ષણ ત્રણદ્વાર થાય છે. ત્યાં અવધિજ્ઞાન-દર્શન તથા વિલ્ટંગજ્ઞાન, તેના સંબંધિ કેટલાકના મતે અવધિ દર્શન છે. તે જુદા જુદા સ્વસ્થાને છે, અને પરસ્પરાપેક્ષા પરસ્થાને અવધિ-વિભંગના જ્ઞાન-દર્શન ભવનપતિ દેવોથી માંડીને ઉપરના ત્રૈવેયક વિમાનો સુધી જે જે જઘન્ય સ્થિતિવાળા દેવો હોય તે બંનેથી માંડીને ઉપરના ગ્રેવૈયક વિમાન ઉચિત અવધિ-વિભંગની ઉત્કૃષ્ટતાની પ્રાપ્તિ છે. ત્યાં સુધી ક્ષેત્રાદિલક્ષણ વિષયને આશ્રયીને બંને Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ તુલ્ય હોય છે, અર્થાત ભવનપતિ દેવોથી શરૂ કરીને યાવતુ ઉપરના રૈવેયક વિમાનવાસી દેવો જે જઘન્યસ્થિતિવાળા દેવો છે. તેમના સંબંધી જઘન્ય અવધિ વિભંગજ્ઞાન-દર્શનો ક્ષેત્રાદિરૂપ વિષયને આશ્રયીને પરસ્પર તુલ્ય હોય છે. મધ્યમ-તુલ્યસ્થિતિવાળાને તે તે રીતે મધ્યમ તુલ્ય થાય અને ઉત્કૃષ્ટ તુલ્ય સ્થિતિવાળાને ઉત્કૃષ્ટ તુલ્ય હોય છે. અનુત્તરવાસી દેવોમાં મિથ્યાષ્ટિ ન હોવાથી ત્યાં અવધિજ્ઞાન-અવધિદર્શનરૂપ અવધિ જ હોય વિર્ભાગજ્ઞાન ન હોય; કેમકે તે મિથ્યાષ્ટિને જ હોય છે તે અનુત્તર દેવોનું અવધિ ક્ષેત્રથી અને કાળથી અસંખેય અને દ્રવ્ય-ભાવથી અનંત વિષયવાળું હોય છે. તુલ્યસ્થિતિવાળા મનુષ્ય-તિર્યંચમાં પણ ક્ષયોપશમની તીવ્ર-મંદતાદિ કારણ વિચિત્રતાથી ક્ષેત્રકાળ વિષયમાં પણ અવધિ-વિભંગ જ્ઞાન-દર્શનની વિચિત્રતા છે. તુલ્યતા નથી. કેમકે એ સમાનતા તો દેવોમાં જ કહી છે. (૧૨) દેશદ્વાર નારક-દેવો-તીર્થકરો અવધિજ્ઞાનના ક્ષેત્રની અંદર જ હોય છે. અવધિઉપલભ્ય ક્ષેત્રના અત્યંતરવર્તી જ હોય છે. એટલે જ એઓ અબાહ્યાવધિ કહેવાય છે. અવધિપ્રકાશિત ક્ષેત્રના દીપકની જેમ નિજ નિજ પ્રભાપટલના એઓ બહાર હોતા નથી, તથા અવધિથી તેઓ સર્વ દિશા-વિદિશાઓમાં દેખે છે. દેશથી નહિ. શેષ તિર્યંચ-મનુષ્યો એક દેશથી દેખે છે. અર્થાત્ સર્વતો અને દેશથી દેખે છે. અથવા નારક-દેવ-તીર્થકરો અવધિના અબાહ્ય હોય છે અર્થાતુ એ લોકો અવધિજ્ઞાનવાળા જ હોય છે. તેઓને નિયમો અવધિજ્ઞાન હોય છે. પ્રશ્ન-૫૪૭ – પ્રથમ પક્ષમાં કહ્યું છે કે નારકાદિ અવધિ ઉપલબ્ધ ક્ષેત્રના અત્યંતર હોય છે એમ કહેવા છતાં પત્તિ સર્વતઃ એવું શા માટે કહેવાય છે? કારણ કે જેઓ અવધિપ્રકાશિત ક્ષેત્રની મધ્યમાં રહે છે તે ઓ સર્વતઃ જોવે જ છે, એ ગતાર્થ હોવાથી વિશેષ જ થાય છે ને? ઉત્તર-૫૪૭ – નિરંતરાલ સર્વ દિશા-વિદિશાલક્ષણ દિશાઓ પ્રકાશના વિષયભૂત છે. જે અવધિની એ સંતતદિફક અવધિ-અબાહ્યાવધિ એવો અસંતતદિક્ક સાધુ આદિ. અવધિદ્યોતિતક્ષેત્રના મધ્યે પણ રહેલો સર્વતઃ જોતો નથી અર્થાત- મોદી વાડવા ગા.૭૪૯ થી જે પૂર્વે જણાવેલો ૨ પ્રકારનો બાહ્યાવધિ, ફકાવધિ અને અસંબદ્ધવલયાકારક્ષેત્ર પ્રકાશાવધિવાળો છે. તેવા અવધિવાળા સાધુ આદિ અવધિ ઉપલબ્ધ ક્ષેત્રના અંદર રહેલો પણ સર્વત જોતો નથી. કારણ અંતરાલ દેખાતું નથી તેથી સર્વ દિશા-વિદિશાઓમાં નિરંતર જોઈ શકતા નથી એટલે તેના વ્યવચ્છેદ માટે પસ્થતિ સર્વત: એમ કરવું. Page #290 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર પ્રશ્ન-૫૪૮ બાહ્યાવધિ કહેલું છે તો આ વ્યવચ્છેદ પર એવા પાસંતિ ઉપાદાનથી શું થાય ? — ઉત્તર-૫૪૮ સાચું છે, સમયપરિભાષિતા બાહ્યાવધિત્વ અહીં નથી પરંતુ લોકરૂઢ અવધિ પ્રકાશિત ક્ષેત્ર મધ્યવર્તિત્વમાત્ર અહીં પણ છે. એટલે તેના વ્યવચ્છેદ માટે પાસંતિ નું અહીં ઉપાદાન છે. પ્રશ્ન-૫૪૯ - · નરકાદિઓ અવધિના અબાહ્ય હોય છે એનો શું અર્થ ? ઉત્તર-૫૪૯ – એ નિયતાવધિવાળા છે એમને નિયમા અવિધ હોય જ છે. ૨૭૧ પણ આ અસંતતદિક્કાવધિ અબાહ્યાવધિ જ નથી કેમકે તેને પૂર્વે - પ્રશ્ન-૫૫૦ ઉત્તર-૫૫૦ – શું એઓ દેશથી જોવે છે કે સર્વથી એવા સંશયને દૂરકરવા માટે પશ્યતિ વસ્તુ સર્વતઃ એ વાક્ય શેષ છે. તો પાસંતિ નો શું અર્થ છે ? - પ્રશ્ન-૫૫૧ – જો એમ હોય તો, તે સંશય છેદવા માટે સર્વતઃ એનુંઅભિધાન જ કરો અત્યંતર શા માટે ગ્રહણ કર્યું છે ? - ઉત્તર-૫૫૧ જોકે સર્વથી ગ્રહણથી નારકાદીઓનું દેશ દર્શન નિરાકરીને સંશય નિરસ્ત થાય છે અભ્યન્તરા ગવાહ્યાઃ એનાથી નિયમા અવધિવાળા નારક-દેવ-તીર્થંકરો છે, બીજા તિર્યંચ-મનુષ્યો ભજનાએ-અવધિયુક્ત કે રહિત હોય છે, એવું કહેલું જાણવું. કારણ કે સર્વગ્રહણથી સર્વદેશદર્શન વિષય જ સંદેહ દૂર થાય છે. એમને નિયતાવધિત્વ હોતું નથી. એટલે તે બતાવવા અવધેરવાહ્યા મવત્તિ એ વચન છે. ત્યાં મવપ્રત્યયો ના લેવાનામ્ તત્ત્વાર્થ ૧/૨૨ના વચનથી, અને તીર્દિ નાળેર્દિ સમા તિત્વયા ખાવ હોંતિ નિહવાલે એ વચનથી નાકર-દેવ-તીર્થંકરોને નિયતાવધિત્વ સિદ્ધ જ છે. - પ્રશ્ન-૫૫૨ ઉત્તર-૫૫૨ – ભવપ્રત્યયાદિ વચનથી નિયમા નારકાદિને અવધિ સિદ્ધ થાય છે. પણ એ જણાતું નથી કે એમને ભવના ક્ષય સુધી હોય કે કેટલો કાળ થઈને એ પડે છે ? તેથી હિસ્સ વાહિરા હોંતિ ગા.૭૬૬ એનાથી કાળ નિયમ કરાય છે. સર્વકાળ એમને અધિ હોય છે વચમાં પડતું નથી. તો એનાથી શું ? પ્રશ્ન-૫૫૩ જો એમ હોય તો તીર્થંકરોનું સર્વકાળ અવસ્થાયિત્વ અવધિનું વિરુદ્ધ થાય છે, કેમકે કેવલની ઉત્પત્તિમાં તેનો અભાવ થઈ જાય છે ? Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૫૫૩ – ના, તેમને કેવલોત્પત્તિમાં પણ વસ્તુતઃ તેનો પરિચ્છેદ પણ નષ્ટ થતો ન હોવાથી સુતરાં કેવલજ્ઞાનથી સંપૂર્ણ અનંતધર્માત્મક વસ્તુની પરિચ્છિત્તિ છે અથવા અહીં છમસ્યકાળની વિવક્ષા કરવાથી દોષ નહિ આવે. (૧૩) ક્ષેત્રદ્વાર ક્ષેત્રથી અવધિ અવધિવાળા જીવનમાં પ્રદીપમાં પ્રભાપટલની જેમ સંબદ્ધ હોય છે અર્થાત જીવથી અધિષ્ઠિત ક્ષેત્રથી માંડીને નિરંતર જોવાયોગ્ય વસ્તુને પ્રકાશે છે. કોઈ અત્યંત પ્રકૃષ્ટ અંધકારથી વ્યાકુળ વચ્ચેના પ્રદેશને ઓળંગીને દૂર રહેલી ભીત ઉપર પ્રતિબિંબિત પ્રદિપપ્રભા જેમ જીવમાં અસંબદ્ધ હોય છે. હેતુભૂત પુરુષાબાધાથી જીવમાં અસંબદ્ધ હોય છે. પ્રશ્ન-૫૫૪ – તે સંબદ્ધ અને અસંબદ્ધ અવધિ ક્ષેત્રથી કેટલો હોય છે? ઉત્તર-૫૫૪ – યોજનાપેક્ષા સંખ્યય કે અસંખ્ય યોજનો પ્રત્યેક પુરુષાબાધા સાથે હોય છે. ફક્ત તે સંખ્ય કે અસંખ્ય યોજન નથી હોતો. પરંતુ, પુરુષાદિ અંતરાલરૂપ બાધા પણ એટલી હોય છે. આ અંતર અસંબદ્ધ અવધિનું છે. અસંબદ્ધ અવધિમાં અને અંતરમાં ચતુર્ભગી-સંખેય અંતર–સંખ્યય અવધિ, સંખેય અંતર-અસંખેય અવધિ, અંસખેય અંતર-સંખેય અવધિ, અસંખેય અંતર-અસંખેય અવધિ સંબદ્ધમાં તો વિકલ્પ જ નથી કેમકે એમાં અંતર રૂપ દ્વિતીયપદ જ નથી. આ અવધિ લોક અને અલોકમાં સંબદ્ધ પણ હોય છે. અહીં પણ ૪ ભંગા છે (૧) જે લોકપ્રમાણાવધિ છે તે પુરુષમાં સંબદ્ધ હોય છે અને લોકાન્તમાં પણ સંબદ્ધ છે (૨) જે લોકના દેશમાં રહેલો અભ્યત્તરાવધિ છે તે પુરુષમાં સંબદ્ધ છે લોકાંતે સંબદ્ધ નથી, (૩) લોકાન્ત સંબંધ-પુરુષે અસંબદ્ધ એ શૂન્યભંગ કારણ કે જે લોકાંતે સંબદ્ધ હોય તે પુરુષમાં નિયમ સંબદ્ધ જ હોય એટલે આ ભાંગો અસંભવ છે લોકાન્ત કે પુરુષમાં અસંબદ્ધ બાહ્યાવધિ જે અલોકે સંબદ્ધ છે તે પુરુષમાં સંબદ્ધ જ હોય એટલે ત્યાં ભંગાનો અભાવ છે. (૧૪) ગતિદ્વાર પ્રશ્ન-૫૫૫ – અવધિજ્ઞાનનો મતિજ્ઞાનથી શું વિશેષ છે? ઉત્તર-૫૫૫ – જે મતિજ્ઞાનના પ્રતિપત્તાઓ પૂર્વે કહ્યા છે તે જ અવધિના પણ પામનારા જાણવા. ફક્ત અહિં અધિક પણ કેટલાક હોય છે. જેમકે-અવેદી અને અકષાયી અને મન:પર્યાવજ્ઞાનીએ મતિજ્ઞાનના પૂર્વપ્રતિપન્ના જ કહ્યા છે. એ અવધિના પ્રતિપદ્યમાન પણ હોય છે. કારણ કે, બંને શ્રેણીમાં વર્તતા અવેદકો અને અકષાયોમાં કેટલાકને અવધિજ્ઞાન Page #292 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૭૩ ઉત્પન્ન થાય છે અને જે અનુત્પન્નાવધિ મતિ-શ્રત ચારિત્રવાળાને પ્રથમ જ મન:પર્યાયજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે મન:પર્યાયજ્ઞાનીઓ પણ કેટલાક પાછળથી અવધિજ્ઞાનના પ્રતિપદ્યમાન થાય છે, અને આહારક-અપર્યાપ્તકો મતિજ્ઞાનના પૂર્વપ્રતિપન્ન જ કહ્યા છે. પ્રતિપદ્યમાનક નહિ, અહીં તો જે અપ્રતિપતિત સમ્યક્તવાળા તિર્યંચ-મનુષ્યોમાંથી દેવ-નારકો થાય છે. તે અવધિજ્ઞાનના પ્રતિપદ્યમાનક પણ હોય છે. પ્રશ્ન-પપ૬ – પ્રતિપદ્યમાનકોમાં વિશેષ કહ્યો પ્રતિપન્નોમાં શું વાત છે? ઉત્તર-પપ૬– મતિજ્ઞાનના જે પૂર્વપ્રતિપન્ના કહ્યા છે તે અવધિજ્ઞાનના પણ પૂર્વપ્રતિપન્ન જાણવા તે પણ વિકસેન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિયને છોડીને. કારણકે, એ સાસ્વાદન સમ્યગ્દષ્ટિવાળા મતિજ્ઞાનના પૂર્વપ્રતિપન્ના કહ્યા છે, તેઓ અવધિના પ્રતિપદ્યમાન કે પૂર્વપ્રતિપન્ન એ બે ભેદમાંથી એકેય ભેદમાં થતા નથી. શેષલબ્ધિઓ (૧)આમર્ષોષધિ (૨) વિમુડૌષધિ (૩) શ્લેખૌષધિ (૪) મલૌષધિ (૫) સંભિન્નશ્રોત (૬) ઋજુમતિ (૭) સર્વોષધિ (૮) ચારણલબ્ધિ-જંઘા-વિદ્યા (૯) આશીવિષ (૧૦) કેવલી (૧૧) મનોજ્ઞાની (૧૨) પૂર્વધર (૧૩) અરિહંત (૧૪) ચક્રી (૧૫) બલદેવ (૧૬) વાસુદેવ. (૧) આમર્ષ:- હાથ વગેરેના સ્પર્શમાત્રથી જ રોગ દૂર કરવામાં સમર્થ જે લબ્ધિ થાય તે આમર્ષોષધિ લબ્ધિ. (૨) વિપુડુ (૩) શ્લેષ્મ (૪) મલ :- જેના એ સુંગધિ છે તે સ્વ-પરને રોગ દૂર કરવાની બુદ્ધિથી વિવાદિથી સ્પર્શતા સાધુનો તે રોગનો નાશ થાય છે. (૫) સંભિન્નશ્રોત:- સર્વ શરીરના ભાગોથી સાંભળે છે, અથવા એકેક ઇન્દ્રિયો જેની સર્વવિષયોથી સંભિન્ન છે તે, એક પણ ઈન્દ્રિયથી સમસ્ત અપર ઇન્દ્રિયગમ્ય વિષયોને જે જાણે છે. અથવા જેની ઈન્દ્રિયો પરસ્પર એકરૂપ થયેલી છે તે જેમ, કાન આંખનું કાર્ય કરવા દ્વારા ચક્ષુ રૂપ થયેલો, ચક્ષુ પણ શ્રોત્રનું કાર્ય કરવા દ્વારા શ્રોત્રરૂપ થયેલી. આ રીતે સર્વ ઇન્દ્રિયો પરસ્પર સંભિન્ન અથવા ૧૨ યોજનના એકસાથે બોલતા ચક્રીસૈન્ય કે વાજિંત્ર સમૂહના એક સાથે વગાડાતાના શબ્દોના લક્ષણથી સંભિન્ન અને વિધાનથી પરસ્પર ભિન્ન લોક સમૂહથી ઉઠેલા કે વિવિધ વાજિંત્રથી ઉઠેલા ઘણા શબ્દોને એક સાથે જ સાંભળે તે સંભિન્નશ્રોતા. (૬) ઋજુમતિ :- ઘટાદિ સામાન્ય માત્ર પ્રાહિણી મતિ અને વિપુલ મતિની અપેક્ષા કાંઈક અવિશુદ્ધતર મતિ એટલે કે મન:પર્યાય જ્ઞાન. ભાગ-૧/૧૯ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૭) સર્વોષધિ - વિડ્ર-મૂત્ર-કેશ-નખાદિ સર્વે અવયવો સુરભિ-વ્યાધિ દૂર કરવામાં સમર્થ અથવા આમર્યાદિ સર્વ ઔષધિઓ કોઈ એક જ સાધુની પાસે હોય તે સર્વોષધિ. (૮) ચારણ-વિદ્યાચારણ - વિવલિત કોઈ આગમમાં પ્રધાન ચારણ વિદ્યાચારણ, યથાવિધિ સાતિશય છઢ વગેરે તપથી તપતા સાધુને વિદ્યાચારણલબ્ધિ ઉત્પન્ન થાય છે. તેનાથી એ અહીંથી એક ઉત્પાતે માનુષોત્તરપર્વતે જાય છે. ત્યાંના ચૈત્યોને વંદે છે. પછી, બીજા ઉત્પાતે નંદીશ્વરદ્વીપ જઈને ચૈત્યોને વંદે છે. પછી એક જ ઉત્પાતે પાછો ફરીને જે સ્થાનથી ગયો ત્યાં પાછો આવે છે. આ તિર્ય વિષય ગમનાગમન છે. ઉપર-અહીંથી ૧ ઉત્પાતે નંદનવનમાં જાય, રજા ઉત્પાત પંડકવનમાં જાય છે, ત્રીજા ઉત્પાતે પાછો મૂળ સ્થાને આવે છે. જંઘાચારણ - કરોળીયાના જાળા કે સૂર્યના કિરણોને પકડીને તપથી જંઘાઓ દ્વારા આકાશ માર્ગે જાય, તે તેને તે લબ્ધિ સાતિશય અટ્ટમરૂપ વિકૃષ્ટ તપથી સર્વદા તપ કરતા ઉત્પન્ન થાય છે. તેનાથી ૧ ઉત્પાતે ૧૩માં રૂચકવરદ્વીપમાં જઈને ત્યાં ચૈત્યો વંદે છે, પાછો ફરતો બીજા ઉત્પાતે નંદીશ્વર દ્વીપે આવીને ત્યાંના ચૈત્યોને વંદે છે અને ત્રીજા ઉત્પાતે સ્વસ્થાને પાછો આવી જાય. આ રીતે તીર્જી દિશામાં ગમનાગમન કરે છે. તથા ઉપરએક ઉત્પાત પંડકવનમાં થઈ ત્યાંના ચૈત્યોને વાંદી પાછો ફરતો બીજા ઉત્પાતે નંદનવનના ચૈત્યોને વાંદી ત્રીજા ઉત્પાતે સ્વસ્થાને આવે છે. (૯) આશીવિષ :- ૨ પ્રકારે જાતિથી-કર્મથી, જાતીથી વિંછિ, દેડકા, સર્પ, મનુષ્ય જાતિ ક્રમે બહુ-બહુતર-બહુતમવિષવાળા-વિછિનું વિષ ઉત્કૃષ્ટથી અડધા ભરતક્ષેત્ર પ્રમાણ શરીરમાં ફેલાઈ શકે એટલું હોય છે, દેડકાનું વિષ ભરતપ્રમાણ શરીરમાં વ્યાપી શકે એટલું હોય છે, સર્પનું વિષ જેબૂદ્વીપ પ્રમાણ શરીરમાં વ્યાપી શકે એટલું હોય છે, મનુષ્યનું વિષ સમય ક્ષેત્ર પ્રમાણ શરીરમાં ફેલાઈ શકે એટલું હોય છે. કર્મથી-પંચે તિર્યંચો મનુષ્યો, સહસ્ત્રારાદિ દેવો આ લોકો તપ-ચરણ-અનુષ્ઠાન અથવા અન્ય ગુણથી આશીવિષ વિંછિસપદિ સાધ્ય કર્મ ક્રિયા કરે છે. અર્થાત્ શાપાદિથી અન્યને હણે છે. દેવો અપર્યાપ્ત અવસ્થામાં તે શક્તિવાળા જાણવા કેમકે તે પૂર્વભવમાં ઉપાર્જન કરેલ આશીવિષલબ્ધિવાળા સહસ્રરાંત દેવોમાં નવા ઉત્પન્ન થયેલા અપર્યાપ્તાવસ્થામાં પૂર્વભાવિક તે લબ્ધિવાળા માનવા. ત્યારબાદ તે લબ્ધિ નષ્ટ થઈ જાય છે. પર્યાપ્ત દેવો પણ શાપાદિથી અન્યને નાશ કરે છે. પરંતુ ત્યાં લબ્ધિ છે એમ ન કહેવાય. . કેવલજ્ઞાનની ઋદ્ધિ એ સર્વ પ્રસિદ્ધ છે, તથા વિપુલમતિરૂપ મનઃ પર્યવજ્ઞાની, એટલે ઘણા વિશેષોથી યુક્ત વસ્તુના વિચારોને ગ્રહણ કરે તે વિપુલમતિ, અથવા સેંકડો પર્યાયો સહિત ચિન્તનીય ઘટાદિ વસ્તુ વિશેષના વિચારને ગ્રહણ કરનારી મતિ તે વિપુલમતિ મન:પર્યવજ્ઞાન. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ ગુજરાતી પ્રશ્નોત્તર પ્રશ્ન-૫૫૭ - સામાન્યથી એક મન:પર્યવજ્ઞાન જ અહીં કહો તો ચાલે કેમકે, એનાથી જ ઋજુમતિ અને વિપુલમતિ બંને આવી જાય. વળી એ બંનેને જુદા જુદા સ્થળે કેમ કહ્યા? ઉત્તર-૫૫૭ – સાચી વાત છે, પરંતુ સૂત્રની વિચિત્ર ગતિ હોય છે, એટલે શંકા કરવા જેવું કાંઈ નથી, છતાં તે બંનેમાં ઋજુમતિ પડવાના સ્વભાવવાળું છે, જ્યારે વિપુલમતિ તેમ નથી માટે ભેદ છે. તેથી કેવળજ્ઞાની પછી વિપુલમતિ કહેવાનું કારણ પણ એવું સંભવે કે વિપુલમતિવાળાને જરૂર કેવળજ્ઞાન થાય છે. કેવળી - મન:પર્યવજ્ઞાની અને પૂર્વધરોની ઋદ્ધિ પ્રસિદ્ધ છે, તેમજ અહંનું, ચક્ર, બળદેવ અને વાસુદેવની ઋદ્ધિઓ પણ પ્રસિદ્ધ છે. એટલે વિવેચન કરતા નથી. વાસુદેવનું બળ :- ૧૬ હજાર રાજાઓ સર્વ સૈન્યથી કુવાના કિનારે રહેલા સાંકળ બાંધેલા વાસુદેવને ખેંચે તે ડાબા હાથે ખેંચનારાની સાંકળ પકડીને ખાય વિલેપન કરે પણ તેને પાડી ન શકે. ચક્રીનું બળ - વાસુદેવથી બમણું અહીં ૩૨ હજાર રાજાઓ સર્વ સૈન્ય સાથે જાણવા. जं केसवस्सबलं तं दुगुणं होइ चक्कवट्टिस्स । तत्तो बला बलवगा अपरिमियबला जिणवरिंदा | II૭૬૮ાા વાસુદેવનું જેટલું બળ હોય તેથી ચક્રવર્તિનું બળ બમણું હોય, શેષ સામાન્ય લોકોના બળથી બળદેવો વધુ બળવાન હોય અને જિનેશ્વરો અપરિમિત્ત બળવાળા હોય. આ સિવાય પણ ક્ષીરાઢવાદિ લબ્ધિઓ છે તેનું વર્ણન કરે છે. ચક્રવર્તિની લાખ ગાયોનું દૂધ પચાસ હજાર ગાયોને પાય એમ અડધા-અડધાના ક્રમથી છેવટે એક ગાયનું જે દૂધ નીકળે તે દૂધ-મધ અને ઘી, સાકરાદિ અત્યંત મધુર દ્રવ્યથી પણ અત્યંત મીઠાશવાળું એ રીતે મધ, એ પ્રમાણે ઘી પણ લેવું, તેના સ્વાદ જેવાં જેનાં વચનો હોય, તે તીર્થંકર-ગણધરાદિ ક્ષીરાશ્રવ, મધ્વાશ્રવ અને વૃતાશ્રવ લબ્ધિવાળા જાણવા. તે સર્વજનને સુખકારી હોય છે. કોઠામાં રહેલા ધાન્યની જેમ જેને સૂત્ર-અર્થ નિરંતર સ્મૃતિવાળા હોવાથી ચરસ્થાયી હોય, તે કોષ્ટબુદ્ધિ લબ્ધિવાળા કહેવાય. જે સૂત્રના એક જ પદથી સ્વબુદ્ધિથી ઘણું શ્રત જાણે તે પદાનુસારી લબ્ધિવાળા કહેવાય. અને જે ઉત્પાદ-વ્યય-ધ્રુવાદિ એક જ અર્થપ્રધાનપદ વડે બીજા ઘણા અર્થને જાણે તે બીજબુદ્ધિ ગણધરો કહેવાય છે. આ ઉપરાંત, શુભ-શુભતરાદિ પરિણામ વશથી જીવને બીજી પણ અનેક પ્રકારની લબ્ધિઓ હોય છે. તેમાં વૈક્રિય અને આહારકશરીર નામકર્મના ઉદયથી વૈક્રિય અને આહારકલબ્ધિ, દર્શનમોહનીયાદિ કર્મના ક્ષયથી ક્ષાયિક સમતિ અને ક્ષીણમોહ તથા મોક્ષ વગેરે લબ્ધિઓ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ થાય છે. દાનાન્તરાય આદિ કર્મના ક્ષયોપશમથી અક્ષણમાનસી વગેરે લબ્ધિ અને દર્શનમોહનીય કર્મના ઉપશમથી ઉપશમ સમ્યત્વ અને ઉપશાંત મોહ વગેરે લબ્ધિઓ થાય છે. પ્રશ્ન-૫૫૮ – અહીં કેટલાક આચાર્યો ૨૦ લબ્ધિ છે એવું નિયમન કરે છે તે તમને પ્રમાણ છે કે નહિ? ઉત્તર-પ૫૮ - તે ઘટતું નથી, તે લબ્ધિ-અતિશય સામાન્ય જીવથી વિશેષ કહેવાય છે. તે વિશેષો કર્મક્ષય ક્ષયોપશમાદિ વિચિત્રતાથી જીવોના અપરિમિત છે એટલે ૨૦ સંખ્યાનો નિયમ કઈ રીતે ઘટે ? બીજું ગણધરત્વ, પુલાકત્ત્વ, તેજ સમુદ્ધાત, આહારકશરીર કરવાદિ પ્રસિદ્ધ પણ ઘણી લબ્ધિઓ સંભળાય છે તો એ રીતે તેમનો પણ સંગ્રહ ન થાય. તે વીશ લબ્ધિઓ આ રીતે છે. ૧. આમર્ષોષધિ ૨. ગ્લેખૌષધિ ૩. મલૌષધિ ૪. વિપ્રૌષધિ પ. સર્વોષધિ ૬. કોષ્ટબુદ્ધિ ૭. બીજબુદ્ધિ ૮. પદાનુસારી બુદ્ધિ ૯. સંભિન્નશ્રોતા ૧૦. ઋજુમતિ ૧૧. વિપુલમતિ ૧૨. ક્ષીરમધુ ઘુતાશ્રવા લબ્ધિ ૧૩. અક્ષીણ મહાનસી ૧૪. વૈક્રિય ૧૫. ચારણ ૧૬. વિદ્યાધર ૧૭. અહંનું ૧૮. ચક્રી ૧૯, બળદેવ ૨૦. વાસુદેવ. પ્રશ્ન-૫૫૯ - અમે ભવ્ય-અભવ્યાદિ વિશેષણ માટે ૨૦ સંખ્યાનું નિયમન કર્યું છે. આ ૨૦ લબ્ધિઓ ભવ્યોને જ હોય શેષ તો અભવ્ય-ભવ્ય સાધારણ છે? ઉત્તર-૫૫૯ - તે પણ વ્યાભિચાર વાળું છે. કારણ કે, ૨૦થી અન્ય પણ ગણધરપુલાક-આહારકાદિ લબ્ધિઓ ભવ્યોને જ હોય છે, અને ૨૦માં કહેલી વૈક્રિય-વિદ્યાધરાદિ લબ્ધિઓ અને આકર્ષોષધિ આદિ લબ્ધિઓ અભવ્યોને પણ હોય છે. એ રીતે સર્વત્ર વ્યાભિચાર છે. અને ભવ્યત્વથી પ્રસિદ્ધ એવા ચક્રવર્તી વગેરે લબ્ધિઓ પણ જે કારણથી તે ૨૦ લબ્ધિવાદિઓ દ્વારા આ ૨૦ લબ્ધિઓમાં અંતવર્તી આકર્ષ-વૈક્રિય-વિદ્યાધરવાદિ લબ્ધિઓ સાથે અભવ્ય સાધારણત્વેન અભવ્ય લબ્ધિઓમાં ભણેલી છે એ રીતે પણ વ્યભિચાર આવે છે. આમષદિ લબ્ધિની જેમ ચક્રવર્તી આધિ લબ્ધિ પણ અભવ્યને પ્રાપ્ત થવાની અતિવ્યાપ્તિ આવે છે. અને ચક્રવર્તી આદિ લબ્ધિઓ ક્યારેય અભવ્યોને સંભવતી નથી. પ્રશ્ન-પ૬૦– એવું કઈ રીતે જણાય કે ચક્રવર્તીલબ્ધિ ભવ્યોને જ હોય છે? ઉત્તર-પ૬૦ – કારણ કે ભગવતીમાં ચક્રવર્તીનું અંતર અર્ધપુદ્ગલ પરાવર્તરૂપ કહ્યું છે नरदेवाणं भंते ! अंतरं कालओ केच्चिरं होई ? गोयमा ! जहण्णेणं साइरेगं सागरोवमं उक्कोसेणं મવડું પોત પરિય ટેકૂળ તેથી એ ચક્રી ભવ્ય જ હોય, અભવ્ય ન હોય. કારણ કે અર્ધપુદ્ગલ પરાવર્તકાળ ભાવિનિર્વાણપદવાળાને જ ઘટે છે. અભવ્યોમાં તો ભવનપતિ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ ગુજરાતી પ્રશ્નોત્તર આદિ ભાવિદેવોનું ઉત્કૃષ્ટથી વનસ્પતિના કાળનું જ અંતર કહ્યું છે. અન્યત્ર પણ દેવેન્દ્ર ચક્રવર્તિત્વ આદિ પદયોગ્ય કર્મોનો બંધ ભવ્યોનો જ કહ્યો છે. એટલે ચક્રવર્તી ભવ્ય જ હોય છે. I૮૦૮ અવધિજ્ઞાનનો સંક્ષેપથી વિષય જણાવે છે. “તે અવધિજ્ઞાન સંક્ષેપથી ચાર પ્રકારે છે. દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી અને ભાવથી જઘન્યથી અવધિજ્ઞાની દ્રવ્યથી અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાત ભાગમાં રહેલા રૂપી દ્રવ્યોને જુએ છે. કાળથી એ દ્રવ્યના આવલીના અસંખ્ય ભાગે રહેલા અતીત-અનાગત પર્યાયોને જુએ છે, અને ભાવથી દરેક દ્રવ્યના ચાર ગુણો જુએ છે. તથા ઉત્કૃષ્ટથી અવધિજ્ઞાની દ્રવ્યથી અને ક્ષેત્રથી અસંખ્ય લોકાકાશ ખંડોમાં અવગાહીને રહેલા દ્રવ્યોને જુએ છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી અંતર્ગત દ્રવ્યોનાં અતીત અનાગત પર્યાયોને જાણે છે, અને ભાવથી એક-એક દ્રવ્યનાં અસંખ્યાત પર્યાયો જુએ છે – જાણે છે.” ((૪) મન:પર્યવજ્ઞાન) મન:પર્યવજ્ઞાન રૂપિદ્રવ્યનિબંધનત્વ-ક્ષાયોપથમિકત્વ-પ્રત્યક્ષત્યાદિ સામ્ય છતાં અવધિજ્ઞાનથી સ્વામી આદિ ભેદથી વિશિષ્ટ છે. અઢી દ્વીપ-સમુદ્રમાં સંબદ્ધ એવા મનુષ્યક્ષેત્રના લોકોના મનના પરિચિતિત અર્થોને પ્રગટ કરે છે, ગુણકારણ છે, અને અપ્રમત્ત ઋદ્ધિ પ્રાપ્તવાદિ શાસ્ત્રમાં કહેલા વિશેષથી વિશિષ્ટ ચારિત્રવાળાને થાય છે. મનુષ્યલોકમાં સંજ્ઞી જીવો દ્વારા વિચારાતા મનોદ્રવ્યોને જાણે છે. આ તે જ્ઞાનનો દ્રવ્યથી વિષય કહ્યો. હવે કાળથી અને ભાવથી-ચિંતાનુગુણ સર્વપર્યાય રાશિના અનંતભાગે અનંત રૂપાદી પર્યાયો મનપણાથી પરિણિત અનંતસ્કંધ સમૂહમય ભાવમનના પર્યાયોને જાણે નહિ. કારણ કે ભાવમન તો જ્ઞાનરૂપ છે અને જ્ઞાન અમૂર્ત છે, અમૂર્ત વિષયને તો છદ્મસ્થ ગ્રહણ કરી શકે નહિ. પરંતુ, દ્રવ્ય મનના ભાવોને મનોદ્રવ્યમાં રહેલા જ જાણે છે. ચિત્તનીય બાહ્ય ઘટાદિવસ્તુમાં રહેલા નહિ. પ્રશ્ન-૫૯૧ – એ મનોદ્રવ્ય સંબંધિ છે જ નહિ તો એના વ્યવચ્છેદ માટે તેનું ગ્રહણ શા માટે કર્યું? ઉત્તર-પ૬૧ – એમ નહિ કહેવું કારણ કે મનો દ્રવ્યોને જોઈને પછી અનુમાનથી તે જણાય છે, એટલો મનોદ્રવ્યોસાથે સંબંધમાત્ર વિદ્યમાન છે. તે દ્રવ્યમનથી પ્રકાશિત બાહ્ય ચિંતનીય ઘટાદિને અનુમાનથી જાણે છે. કારણ કે તત્પરિણત જ આ મનોદ્રવ્યો છે. તેથી અત્રે આવી ચિંતનયવસ્તુ હોય છે. એમ ચિંતનીય વસ્તુને સાક્ષાત જાણતો નથી કારણ કે Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ચિંતક મૂર્ત-અમૂર્ત વસ્તુને વિચારે છે અને છદ્મસ્થ અમૂર્તને સાક્ષાત્ જોતો નથી તેથી જણાય છે કે અનુમાનથી જ ચિંતનીયવસ્તુને જાણે છે. પ્રશ્ન-૫૬૨ કેટલા અને ક્યા સમયે એ મનોદ્રવ્યપર્યાયોને જાણે છે ? ઉત્તર-૫૬૨ અતીત-અનાગત પલ્યોપમના અસંખ્ય ભાગરૂપ કાળમાં જે તે મનોદ્રવ્યોના ભૂત ભવિષ્ય ચિંતાનુગુણ પર્યાયોને જાણે છે. પ્રશ્ન-૫૬૩ અહીં વચ્ચે તં સમાતઓ ધૈવિદ્દ પન્નત્ત, તં નહા-વ્નો, ઘેત્તો, कालओ, भावओ । दव्वओ णं उजुमइ अणंते अनंतपएसिए स्वंधे जाणइ पासइ खे નંદિ સૂત્રમાં કહ્યું છે. ત્યાં મનઃપર્યાયજ્ઞાન પટુક્ષયોપશમપ્રભવ હોવાથી વિશેષ જ ગ્રહણ કરતું ઉત્પન્ન થાય છે. સામાન્ય નહિ. એટલે એ જ્ઞાન રૂપ જ છે, દર્શન રૂપ નથી તે હોય તો તેમાં પશ્યતિ સંગત થાય તો પાસફ એમ શા માટે કહ્યું ? - - - ઉત્તર-પ૬૩ – તે મનઃપર્યાયજ્ઞાની અચક્ષુદર્શનથી દેખે છે. જેમ શ્રુતજ્ઞાની કેટલાકના મતે અચક્ષુદર્શનથી જોવે છે એવું પૂર્વે કહ્યું છે ગા.૫૫૩. અહીં એવો ભાવ છે પર ઘટાદિક અર્થને વિચારતો સાક્ષાત્ મનોદ્રવ્યોને મનઃપર્યાયજ્ઞાની જાણે છે. અને તે જ મનથીઅચક્ષુદર્શનથી વિકલ્પે છે. એટલે તેની અપેક્ષાએ પશ્યતિ એમ કહેવાય છે. કારણ કે, મનઃપર્યવજ્ઞાનીને મનઃ પર્યવજ્ઞાન પછી તરત જ માનસ અચક્ષુદર્શન ઉત્પન્ન થાય છે. તેથી મન:પર્યવજ્ઞાનથી જાણે છે અને અચક્ષુદર્શનથી જુએ છે. = પ્રશ્ન-૫૬૪ – મતિ-શ્રુતે પરોક્ષમ્ એ વચનથી પરોક્ષાર્થ વિષય શ્રુતજ્ઞાન છે. અચક્ષુદર્શન પણ મતિનો ભેદ હોવાથી પરોક્ષાર્થ વિષય જ છે. એટલે શ્રુતજ્ઞાનાવિષયભૂત મેરૂસ્વર્ગાદિ પરોક્ષ અર્થમાં અચક્ષુદર્શન ઘટે છે, તે પણ તેનું આલંબન હોવાથી શ્રુતના સમાન વિષયવાળું છે તો કેમ ન ઘટે ? પરંતુ અધિ-મન:પર્યાય-વત્તાનિ પ્રત્યક્ષમ્ એ વચનથી મન:પર્યાય જ્ઞાન પ્રત્યક્ષ અર્થનો વિષય છે એટલે પરોક્ષાર્થવિષય અચક્ષુદર્શનની ત્યાં પ્રવૃત્તિ કઈ રીતે મનાય બંનેનો વિષય ભિન્ન છે ? ઉત્તર-૫૬૪ – જો પરોક્ષ અર્થમાં અચક્ષુદર્શનની પ્રવૃત્તિ માનો તો પ્રત્યક્ષમાં અંગી કરવી જોઈએ. ચક્ષુપ્રત્યક્ષ ઉપલબ્ધ ઘટાદિ જે પ્રત્યક્ષ અર્થ છે તે સંબંધી અચક્ષુદર્શનમાં વિશેષ અનુગ્રાહક છે. પ્રશ્ન-૫૬૫ કોણ ન માને કે કેવલ પ્રત્યક્ષ મનોદ્રવ્યાર્થગ્રાહક પ્રત્યક્ષ અર્થ સુતરાં અચક્ષુદર્શનનો અનુગ્રાહક છે ? હોવાથી આ રીતે મનઃપર્યાયજ્ઞાનની પ્રત્યક્ષતા ઘટે છે Page #298 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૭૯ અચક્ષુદર્શનની નહિ કારણ કે તે જાતિના ભેદ તરીકે પરોક્ષાર્થ ગ્રાહક છે. તેથી મન:પર્યાયજ્ઞાનીની પ્રત્યક્ષજ્ઞાનતાનો વિરોધ આવે છે ? ઉત્તર-૫૬૫ – જો મન:પર્યાયજ્ઞાન લક્ષણ જ્ઞાન પ્રત્યક્ષાર્થ ગ્રાહક હોવાથી પ્રત્યક્ષ છે. અને ચક્ષુદર્શનરૂપ દર્શન પરોક્ષ અર્થ ગ્રાહક હોવાથી પ્રત્યક્ષ નથી. તો તે મન:પર્યાયજ્ઞાનીની પ્રત્યક્ષજ્ઞાનીતામાં શું વિરોધ આવે કોઈ નહિ. બંને ભિન્ન વિષયવાળા છે. જેમકે, અવધિજ્ઞાની ચક્ષુદર્શન-અચક્ષુદર્શન. કારણકે અધિજ્ઞાનીનો ચક્ષુ-અચક્ષુ દર્શન દ્વારા પરોક્ષ અર્થને જોતા પ્રત્યક્ષજ્ઞાનિતાનો કોઈ વિરોધ આવતો નથી તેમ અહીં પણ છે. તેથી મન:પર્યાયજ્ઞાની પોતાના જ્ઞાનથી મનોદ્રવ્યપર્યાયોને જાણે છે. માનસ અચક્ષુદર્શનથી જોવે છે. મતાંતરો (૧) કેટલાક માને છે – મનઃપર્યાયજ્ઞાની અવધિદર્શનથી દેખે છે અને મનઃપર્યાયથી જાણે છે, એ બરાબર નથી. મનઃપર્યાયજ્ઞાનીને અવધિદર્શન આગમમાં જણાવ્યું નથી. જે કારણથી મન:પર્યાયજ્ઞાની અવધિજ્ઞાન-દર્શનવાળો અવશ્યમેવ હોવો જોઈએ એવું નથી. કારણ કે અવધિ વિનાપણ મતિ-શ્રુત-મન:પર્યાય એ ત્રણે જ્ઞાન આગમમાં જણાવેલા છે. ‘‘મળપખ્તવનાળતન્દ્રીયા ખં મને ! નીવા જિ નાળી, અન્નાળી ? । ગોયમા ! નાળી, નો અન્નાળી । अत्थेगइया तिनाणी, अत्थेगइया - चउनाणी । जे तिनाणी ते आभिणिबोहियसुय-मणपज्जवनाणी, ને વડનાળી તે આભિળિવોહિય-સુર્ય-ઓફ્રિ-મળપખ્તવનાળી' એમ, મન:પર્યાયજ્ઞાનીને અવધિનો નિયમ નથી તો અવધિદર્શનથી એ જોવે છે કે કઈ રીતે ઘટે ? પ્રશ્ન-૫૬૬ - - જેમ અવધિનું દર્શન છે તેમ મનઃપર્યાયનું પણ તે હશે એટલે તે તેનાથી દેખે છે, એવું માનો શું વાંધો છે ? ઉત્તર-૫૬૬ ચાર પ્રકારના ચક્ષુઆદિ દર્શનથી અન્ય પાંચમું દર્શન શાસ્ત્રમાં કહ્યું જ નથી કે જેનાથી જોવે છે એવું ઘટશે. આગમમાં કહ્યું છે - તથાષ-વિષે ખં અંતે ! સળે પળત્તે ? / ગોયમા ! રવિદે, તું નહીં નવવુવંસને, અત્તવવુવંસળે, મોદિ હંસળે, વાવંતળે તેથી પાંચમા મન:પર્યાયદર્શનને કહેલું ન હોવાથી તેનાથી પતિ એ પણ ઘટતું નથી. - પ્રશ્ન-૫૬૭ – જેમ વિભંગદર્શન અવધિદર્શન જ કહેવાય છે તેમ મનઃપર્યાયદર્શન પણ અવધિદર્શન એવી સંજ્ઞા માન્ય થશે, અર્થાત્-ચક્ષુઆદિ દર્શન ૪ થી અધિક ન કહેલું છતા જેમ અવધિદર્શનમાં વિભંગદર્શન અંતર્ભૂત દેખાય છે તેમ મનઃપર્યાય દર્શન પણ થશે તેથી મન:પર્યાયજ્ઞાની પત્તિ એ ઘટી શકશે ? Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-પ૬૭ – આ તો તમે આગમ વિરુદ્ધ જ કહ્યું છે કારણ કે ભગવતીમાં આશીવિષ ઉદ્દેશામાં મન:પર્યાય જ્ઞાનમાં ચક્ષુ-અચક્ષુ લક્ષણ ૨ દર્શનો, અથવા ચક્ષુ-અચક્ષુ-અવધિ રૂપ ત્રણ દર્શનો કહ્યા છે. જે મતિ-શ્રુત-મન:પર્યાયજ્ઞાનવાળો છે તેના બે દર્શન જે મતિ-શ્રુતઅવધિ-મન:પર્યાય એ ૪ જ્ઞાનવાળો છે તેના ત્રણ દર્શન છે. તેથી મન:પર્યાયજ્ઞાનવાળાને અવધિ દર્શન કહેવું ઉત્સુત્ર છે. જો એમ થાય તો મતિ-શ્રુત-મન:પર્યાય એ ત્રણ જ્ઞાનવાળાને પણ નિયામાં ત્રણ જ દર્શન થાત, કોઈ બે નહિ, તેથી એ શાસ્ત્ર વિરુદ્ધ છે. (૨) અન્યોનો મતઃ- જે અવધિજ્ઞાન યુક્ત મન:પર્યયજ્ઞાની છે તે ચારજ્ઞાનવાળો છે એ મન:પર્યાયજ્ઞાનથી જાણે છે અને અવધિ દર્શનથી દેખે છે, જે અવધિરહિત ત્રિજ્ઞાની છે તે મન:પર્યવથી જાણે છે પણ જોતો નથી તેને અવધિદર્શનનો અભાવ હોવાથી એટલે મન:પર્યવજ્ઞાનમાત્રને આશ્રયીને સંભવ માત્રથી જ જાણે છે અને દેખે છે એવું નંદિસૂત્રમાં કહ્યું છે. (૩) બીજા કેટલાકનો મત :- પટ્ટયોપશમ પ્રભવત્વથી મન:પર્યવ જ્ઞાન સાકાર જ ઉત્પન્ન થાય છે તેથી તે જ્ઞાન જ છે તેનાથી માત્ર જાણે જ છે, તેમાં અવધિ-કેવલની જેમ દર્શન નથી. પ્રશ્ન-૫૬૮- તો પશ્યતિ કઈ રીતે કહેવાય છે? ઉત્તર-પ૬૮ – કારણ કે મન:પર્યવજ્ઞાન પ્રત્યક્ષ છે. એટલે તે જ જ્ઞાનથી એ મન:પર્યાયજ્ઞાની દેખે છે. જોવાનું પ્રત્યક્ષનું જ ઘટે છે, મન:પર્યાયજ્ઞાન પ્રત્યક્ષ છે એટલે તેનાથી પશ્યતિ ઘટે જ છે. સાકાર તરીકે તે જ્ઞાન છે તેથી જાણે છે એ નિર્વિવાદ સિદ્ધ છે. તેથી દર્શનાભાવે પણ યથોક્ત ન્યાયથી મન:પર્યાયજ્ઞાની જાણે છે, જોવે છે એ ઘટે જ છે. મૂળ ટીકાકાર એમાં પણ દૂષણ આપે છે.. મન:પર્યાયજ્ઞાનમાં સાકાર હોવાથી જ્ઞાન છે દર્શન નથી, એટલે પ્રત્યક્ષત્વથી એના દ્વારા વસ્તુ જોવાય છે એ વચનયુક્તિ વિરુદ્ધ જ છે. જ્ઞાન સાકાર હોવાથી એમાં નિષિદ્ધ થયેલા દર્શનથી પણ દ્રશ્યત નેતિ ર્શનમ્ એ વ્યુત્પત્તિના સામર્થ્યની આપત્તિ આવશે. અને બીજું નાનાતિ એના દ્વારા અહી સાકારપણું સ્થાપ્યું છે, પશ્યતિ થી દર્શનરૂઢ શબ્દથી અનાકારપણું સ્થાપ્યું છે એટલે વિરુદ્ધ ધર્મ-ઉભયધર્મની પ્રાપ્તિથી પણ એ અભિપ્રાય બરાબર નથી. પ્રશ્ન-૫૬૯ – જો આ અન્યોએ કહેલા બધા અભિપ્રાયો છે, કેટલાક કાંઈક કાંઈક દોષવાળા છે તો આચાર્યનો દોષ રહિત અભિપ્રાય શું છે? Page #300 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ઉત્તર-પ૬૯ – પ્રજ્ઞાપનામાં ૩૦માં પદમાં મન:પર્યાય જ્ઞાનની પ્રકૃષ્ટ રીતે જાણવારૂપ સાકાર ઉપયોગ વિશેષરૂપવાળી પશ્યતા કહી છે. તેના દ્વારા જ એ મનઃપર્યાયજ્ઞાની પશ્યતિ એવો વ્યપદેશ કરાય છે તો કયા હેતુથી અહીં અન્યાભિપ્રાયવાદીઓ અલગ-અલગ પોતપોતાના અભિપ્રાયોને અહીં પ્રગટ કરે છે ? આ અભિપ્રાય જ આગમમાં કહેલો હોવાથી નિર્દોષ છે. ૫. કેવલજ્ઞાન પ્રશ્ન-૫૭૦ ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનવાળા તીર્થંકરાદિ શબ્દથી દેશના કરે છે અને શબ્દ દ્રવ્યશ્રુત છે. તે પ્રાયઃભાવશ્રુત અવિનાભાવી છે એટલે તેના સંભવમાં કેવલીની અનિષ્ટ ભાવશ્રુતની પ્રાપ્તિ કેમ ન થાય ? - ઉત્તર-૫૭૦ · અહીં સમુત્પન્ન કેવલજ્ઞાનવાળા તીર્થંકરાદિ ધર્માસ્તિકાયાદિ મૂર્ત-અમૂર્તઅભિલાપ્ય અનભિલાપ્ય અર્થોને કેવલજ્ઞાનથી જ જાણીને તેમાંથી કહી શકાય એવા યોગ્ય અર્થને કહે છે, નહિ કે શ્રુતજ્ઞાનથી. કારણ કે તે ક્ષાયોપશમિક છે. અને કેવલીને આવરણનો સર્વથા ક્ષય હોવાથી ક્ષયોપશમનો અભાવ છે. સર્વશુદ્ધ પટમાં દેશશુદ્ધિ સંભવતી નથી તેમ અહીં પણ ભાવ છે. ત્યાં તે અર્થોમાંથી જે પ્રજ્ઞાપનીય પ્રરૂપણીય છે, તે અભિલાપ્ય બોલે છે. અનભિલાપ્ય બોલતા નથી. અને પ્રજ્ઞાપનીય પણ અનંત હોવાથી અને આયુષ્ય પરિમિત હોવાથી સર્વને બોલતા નથી. પણ, ગ્રહણ કરનારની શક્તિની અપેક્ષાએ જે જેટલાને યોગ્ય હોય તેટલા જ બોલે છે. જે કહેવાતાં શેષ ન કહેલા પણ શિષ્ય વિચારણા કરે છે તે પણ યોગ્ય હોય છે. જેમકે ઋષભસેન આદિ ગણધર ભગવંતોને ઉત્પાદાદિ ત્રણપદના ઉપન્યાસથી જ શેષની જાણકારી થાય છે. ત્યાં કેવલજ્ઞાનથી ઉપલબ્ધ અર્થાભિધાયક એવી શબ્દની રાશિ બોલતા તે ભગવાનનો વાગ્યોગ જ હોય છે, શ્રુત નથી. કારણ તે નામકર્મના ઉદયથી જન્ય છે અને શ્રુત ક્ષાયોપમિક છે. અને કેવલીનું જ્ઞાન પણ ક્ષાયિક જ છે તે ભાવશ્રુત નથી. પ્રશ્ન-૫૭૧ વાગ્યોગ ભલે નામકર્મોદયજન્ય હોય, પરંતુ ભાષ્યમાન પુદ્ગલાત્મક શબ્દ શું થાય ? ઉત્તર-૫૭૧ ભાવશ્રુત નહિ. - ૨૮૧ તે પણ શ્રોતાઓના ભાવશ્રુતનું કારણ હોવાથી દ્રવ્યશ્રુતમાત્ર થાય છે, - પ્રશ્ન-૫૭૨ – તો તે ભાવશ્રુત શું છે ? ઉત્તર-૫૭૨ જે છદ્મસ્થ ગણધરાદિ નું શ્રુતગ્રંથાનુસારી જ્ઞાન છે તે જ કેવલગત જ્ઞાનની અપેક્ષાએ ભાવશ્રુત થાય છે. ક્ષાયોપમિક ઉપયોગ ન હોવાથી કેવલિગત જ્ઞાન તો - Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ક્ષાયિક છે. અથવા તે બોલતા શબ્દમાત્ર તત્કાળ જ શ્રુત થતા નથી પરંતુ તે કેવલીનો શબ્દમાત્ર શ્રોતાઓના શ્રવણ પછીના શેષકાળમાં શ્રોતામાં રહેલા જ્ઞાનના કારણ તરીકે ઉપચારથી શ્રુત થાય છે. બોલવાની ક્રિયા કાળે નહિ. અથવા બીજી રીતે-તે કેવલી સંબંધિ વાગ્યોગ ગૌણભૂત હોવાથી અપ્રધાન શ્રત થાય છે. અન્યોનો મત :- તે બોલનારાઓના સંબંધિ વાગ્યોગ શ્રોતામાં રહેલા શ્રુતનું કારણ હોવાથી દ્રવ્યશ્રુત જ છે અથવા કેવલી તે અર્થોને કહે છે એ આ બોલનારનો વાગ્યોગ થાય છે તે શ્રોતાઓના ભાવશ્રુતનું કારણ હોવાથી એ દ્રવ્ય શ્રુત થાય છે. ગત્યાદિતારોમાં વિચારણા ગતિકાર-મનુષ્યગતિ-સિદ્ધિગતિમાં કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. બીજી ગતિમાં નથી થતું. ઇન્દ્રિયદ્વાર-અતીન્દ્રિયોને, કાયદ્વાર-ત્રસકાય-અકાય, યોગદ્વાર-સયોગ-અયોગ, વેદકારઅવેદક, કષાયકાર-અકષાય, વેશ્યાદ્વાર-સલેશ્યા-અલેશ્યા, સમ્યક્તદ્વાર-સમ્યગ્દષ્ટિને, જ્ઞાનધાર-કેવલજ્ઞાનિને, દર્શનાર-કેવલદર્શનીને, સંયતદ્વાર-સંયત-નોસંયત-અસંયતઉપયોગદ્વાર-સાકાર-અનાકાર, આહારકદ્ધાર-આહારક-અનાહારક, ભાષાઢાર-અભાષકભાષક, પરિત્તદ્વાર-પરિત્ત-નોપરિત્ત નોઅપરિત્ત, પર્યાપ્તદ્વાર-પર્યાપ્ત-નો પર્યાપ્ત નોઅપર્યાપ્ત, સૂમકાર-બાદરોને, નોબોદર નોસૂક્ષ્મ, સંલિવાર-નોસંજ્ઞી નોઅસંજ્ઞી, ભવ્યવાર-ભવ્યો, નોભવ્યાભવ્ય, ચરમદ્વાર-ચમરભવસ્થ કેવલી, નોચરમાગરમા અર્થાત્ સિદ્ધોમાં કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. દ્રવ્યપ્રમાણઢાર-પ્રતિપદ્યમાનકાશ્રિત્ય ઉત્કૃષ્ટથી ૧૦૮ કેવલી, પૂર્વપ્રતિપન્ન ભવસ્થા કેવલી-જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કોટિપૃથક્વ, સિદ્ધો અનંતા, ક્ષેત્ર-સ્પર્શનાદ્વાર-જઘન્યથી લોકના અસં.ભાગે, ઉત્કૃષ્ટથી સમસ્ત લોકમાં, કાળદ્વાર-સાદ્યપર્યવસિત કાળ બધા કેવલી હોય છે અંતર-નથી, ભાગદ્વાર-મતિજ્ઞાનવત્ ભાવ-ક્ષાયિક, અલ્પબહુવૈદ્ધાર-મતિજ્ઞાનવ ज्ञानपञ्चकम् समाप्तम् (૪) સમુદાયાર્થ દ્વાર અહીં કેવલજ્ઞાનની સમાપ્તિ સાથે જ્ઞાનપંચકરૂપ નંદિ સમાપ્ત થઈ. એ સાથે મંગલ પણ સમાપ્ત થયું. હવે, તે મંગળથી સાધ્ય એવો પ્રકૃતિ અનુયોગ કહીએ છીએ. પ્રશ્ન-૫૭૩ – પાંચ જ્ઞાનમાંથી આ કોના અનુયોગ છે? ઉત્તર-૫૭૩ – શ્રુતજ્ઞાનનો, કારણ કે બીજા જ્ઞાનો પરાધીન-ગુરુઆધીન નથી હોતા. પરંતુ સ્વઆવરણના ક્ષય કે ક્ષયોપશમથી થાય છે. તેથી તેનો અનુયોગ કરાય નહિ. અને Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ ગુજરાતી પ્રશ્નોત્તર અનુયોગ વ્યાખ્યાનરૂપ પરાધીનનો જ હોય છે. પ્રાયશ્રુિત જ પરાધીન છે. પ્રત્યેક બુદ્ધાદિને શ્રત સ્વયં હોવાથી તેના વ્યવચ્છેદ માટે પ્રાયઃગ્રહણ છે. શ્રુતજ્ઞાન મુખર હોવાથી પરપ્રબોધમાં સમર્થ છે. જ્યારે શેષજ્ઞાનો મૂક હોવાથી સમર્થ નથી. અર્થાત ઉપદેશથી જ પરને બોધ કરાય છે. ઉપદેશ શબ્દથી જ છે, અને કારણમાં કાર્યોપચારથી શબ્દ શ્રુતમાં જ અંતર્ભત છે. એટલે શબ્દાત્મકશ્રુત જ પરપ્રબોધક છે. પ્રદીપની જેમ સ્વ-પરપ્રકાશક છે. અનુયોગ પણ પર પ્રબોધ માટે જ છે એટલે પરપ્રબોધક તરીકે નજીક હોવાથી તેના માટે શ્રુતનો જ અનુયોગ છે. પ્રશ્ન-૫૭૪ – પ્રથમ ગાથામાં વાપુ દ્વારા આવશ્યકનો અનુયોગ પ્રકૃતિ છે જ તો અહીં તે અનુયોગ મતિજ્ઞાનાદિમાંથી કોનો છે એવી ચિંતા શા માટે કરવી? ઉત્તર-૫૭૪– અહીં શ્રુતજ્ઞાનનો અનુયોગ છે એમ કહેવા દ્વારા તે આવશ્યક શ્રુતવિશેષ જ છે એમ કહે છે. એટલે નંદિ આદિમાં આવશ્યકનો અનુયોગ કહીશ એમ કહ્યું છે તેથી એ શ્રતવિશેષ જ છે. પ્રશ્ન-૫૭૫ – અનુયોગનો અર્થ શું છે? ઉત્તર-૫૭૫ – સૂત્રનું નિજ અભિધેય સાથે જોડાણ તે અનુયોગ અથવા સૂત્રનો નિજ અર્થવિષયમાં જે અનુરૂપ કે અનુકૂળ ઘટતો વ્યાપાર તે અનુયોગ. અથવા સ્તોક-પશ્ચાદ્ભાવ દ્વારા અર્થથી અણુ-લઘુ-સૂત્ર, એકસૂત્રના અનંત અર્થ છે એટલે અર્થ કરતાં સ્ટોક (થોડું) અને પ્રથમ ઉત્પાદાદિ ત્રિપદિ રૂપ તીર્થકરોક્ત અર્થને મનમાં ધારણ કરી પછી જ ગણધરો સૂત્ર રચે છે એટલે પશ્ચાદ્ભાવ અર્થથી સૂત્ર અણુ (લઘુ) છે. પ્રશ્ન-૫૭૬ – તો અંગાદિને આશ્રયી આઠ પૃચ્છા સંભવે છે, અંગ-અંગો શ્રુતસ્કંધશ્રુતસ્કંધો, અધ્યયન-અધ્યયનો, ઉદ્દેશ-ઉદ્દેશાઓ છે વગેરે તેમાંથી આવશ્યકનું શું સંભવે છે? ઉત્તર-૫૭૬ – તે આવશ્યક છ અધ્યયનોના સમુદાયરૂપ શ્રુતસ્કંધ છે અને પ્રત્યેકમાં અધ્યયનો પણ છે. એ બે પ્રશ્ન સંભવે છે બાકીના આઠમાનાં છ પ્રશ્નો સંભવતા નથી. પ્રશ્ન-૫૭૭ – નંદિ અધ્યયન વ્યાખ્યાન કરતાં રૂ પુOT પક્વ પદુષ્ય સંવાદિસ સમુદેશો, મgUUા, મgો પવત્ત એ વચનથી આવશ્યક અંગબાહ્ય હોવાથી અંગ નથી એમ કહેલું જ છે તો અહીં શંકા શેની કે જેથી ઉપર કહેલી પૃચ્છા કરાય? ઉત્તર-૫૭૭ – અહીં શ્રુતસ્કંધાદિ સંબંધી તો શંકા થાય, કારણ કે ત્યાં નંદિ અધ્યયનમાં એનો અર્થ અનિર્ણિત હોવાથી શ્રુતસ્કંધાદિના વિષયમાં તો શંકા છે જ એટલે તે વિષય પૃચ્છા કરવી જ. જ્યારે નંદિ અધ્યયન સાંભળ્યા વિના જ શિષ્ય પ્રથમ એને સંભળે ત્યારે તેને શંકા થાય જ છે કે આવશ્યક અંગ છે કે અંગબાહ્ય? Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૫૭૮ – મંગળને માટે નંદિ અધ્યયન સાંભળીને આવશ્યક સાંભળવું એ ક્રમ છે તો નંદિ અધ્યયનનું પ્રથમ વ્યાખ્યાન કેમ ન કરાય? કે જેથી પ્રસ્તુત શંકા થાય? ઉત્તર-૫૭૮ – અંગ-અનંગ પ્રશ્નનિર્ણયના વચનથી પ્રથમ નંદિ અધ્યયનના વ્યાખ્યાન કરણનો આચાર્ય અનિયમ બતાવે છે. પરંતુ વિશિષ્ટ પુરુષાદિ અપેક્ષાએ નંદિઅધ્યયન વ્યાખ્યાન કરણ અન્યરીતે પણ થાય છે. પ્રશ્ન-૫૬૭૯ પરંતુ મંગલ માટે બધા શાસ્ત્રોની આદિમાં નંદિવ્યાખ્યાન કરવું જ જોઈએ તો નંદિ અધ્યયનના વ્યાખ્યાનનો અનિયમ કેવો? ઉત્તર-૫૭૯ – શાસ્ત્રોની આદિમાં જ્ઞાનપંચકના અભિધાન માત્રથી જ મંગલ ઈષ્ટ છે. નહિ કે આખી નંદિનું વ્યાખ્યાન. તે અહીં અસ્થાને હોવાથી અયોગ્ય છે. જેમ માર્ગમાં પ્રસ્થાન કરનારને મંગલ ભૂત દહી-દૂર્વા આદિનું દર્શનાદિ જ મંગલ તરીકે લેવાય છે. તેનું લક્ષણગુણશ્રુતણાદિ નહિ. તેમ અહીં પણ જ્ઞાનોત્કીર્તન માત્ર મંગલ જ ઘટે છે. સમગ્ર નંદિવ્યાખ્યાન નહિ, અને આવશ્યકના આરંભે નંદિ કે જે અન્ય શાસ્ત્ર છે તેનું વ્યાખ્યાન કરવામાં અતિવ્યાપ્તિ દોષ આવે. કારણ, તે અહીં અસ્થાને છે. અને એમ પણ ન કહેવું કે નંદિ સર્વ શાસ્ત્રોમાં સમાયેલું છે. કેમકે, તે પદ અને વાક્યના સમૂહરૂપ હોવાથી શાસ્ત્રમાં તેને અલગ શ્રુતસ્કંધપણે કહેલ છે. તેમજ ઘણા અધ્યયનરૂપ પણ નથી. માત્ર એક જ અધ્યયનરૂપે તે પ્રસિદ્ધ છે. પ્રશ્ન-૫૮૦– જો આ નંદિ વ્યાખ્યાનનું અસ્થાન છે તો આપે પહેલાં જ કેમ વિસ્તારથી જ્ઞાનપંચકનું વિવરણ કર્યું? આમ તો પૂર્વાપરથી સ્વવચનનો જ વિરોધ આવે છે. ઉત્તર-૫૮૦ – આવશ્યકની આદિમાં જે જ્ઞાનપંચકનું વ્યાખ્યાન કર્યું છે તે શિષ્યોના ઉપકાર માટે કર્યું છે એટલે કાંઈ એવો નિયમ નથી જ. માત્ર જ્ઞાનોત્કીર્તનનો જ નિયમ છે તે જ મંગલતરીકે ઈષ્ટ છે. અથવા કથનવિધિનો આ અપવાદ છે. જેમ કે અહીં પુરુષાદિની અપેક્ષાએ ક્યારેક ઉત્ક્રમાદિથી પણ શાસ્ત્રો ભણાવાય છે. આવશ્યકના નામાદિ નિક્ષેપાઓ મંગળની જેમ આવશ્યક વગેરેના નિક્ષેપ પણ નામાદિ ચાર પ્રકારે છે જેની વ્યાખ્યા પૂર્વે કરેલી છે. એમાં જે વિશેષ છે તે અહીં જણાવીશું. આવશ્યકના નિક્ષેપો - નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ નામ-સ્થાપના બંને સરળતાથી સમજી શકાય તેમ હોવાથી અહીં તેની વિશેષ વ્યાખ્યા કરતા નથી તે પછીના દ્રવ્ય અને ભાવ આવશ્યકના નિક્ષેપનો અવસર હોવાથી તે જણાવીએ છીએ. Page #304 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૮૫ દ્રવ્ય આવશ્યક આગમથી નોઆગમથી જિત મિત આવશ્યક ભણનાર અને જ્ઞાયક-ભવ્ય-તવ્યતિરિક્ત તેમાં અનુપયુક્ત લૌકિક-લોકોત્તર-કુપ્રાવનિક તથા શિક્ષિત, સ્થિત, જિતાદિ ક્રિયાના વિશેષણ રહિત ઉપરોક્ત શિક્ષિતાદિ વિશેષણો અનુયોગદ્વાર સૂત્રાદિમાં કહ્યાં છે તેનું સ્વરૂપ જણાવે છે. શિક્ષિત - સર્વ આવશ્યક ભણેલું હોય તે શિક્ષિત. સ્થિત - હૃદયમાં સ્થિર કર્યું હોય તે સ્થિત. - જલ્દી સ્મરણમાં આવે તે જિત. - વર્ણ આદિની સંખ્યાના જ્ઞાનવાળું તે મિત. પરિજિત - ઉલ્ટાક્રમથી પણ સ્મરણમાં આવે તે મિત. - જેમ પોતાનું નામ શીખેલું હોય અને સ્થિર કરેલું હોય, તેમ આવશ્યક પણ હોય તો તે નામસમ. ઘોષસમ - ગુરૂએ કહેલ ઉદાત્ત-અનુદાત્ત અને સ્વરિત લક્ષણવાળા ઘોષો એ સમાન રીતે ઉચ્ચારી ગ્રહણ કર્યું હોય તે ઘોષસમ. પ્રશસ્ત - જૂનાધિક અક્ષર રહિત તે પ્રશસ્ત. વ્યાવિદ્ધાક્ષર - ભરવાડણે ઊંધી ગુંથેલી રત્નમાળા જેમ ઊલટ-પલટ વર્ણરચના જેમાં હોય તે વ્યાવિદ્ધાક્ષર. અવ્યાવિદ્ધાક્ષર - જે એવા ઊંધાચત્તા વર્ણવાળું ન હોય તે અવ્યાવિદ્ધાક્ષર. આ અક્ષરમાત્રની અપેક્ષાએ સમજવું. પદ અને વાક્યની અપેક્ષાએ નહિ. અસ્મલિત - પથરાળ ભૂમિમાં હળની જેમ જે સ્કૂલના ન પામે તે અસ્મલિત. નામસમ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ અમિલિત - જુદા-જુદા અનાજના ઢગલાની જેમ જે મળી ગયેલું ન હોય તે અમિલિત. અથવા પદ-વાક્ય અને ગ્રન્થ મળેલા ન હોય તે, અથવા પદ અને વાક્ય જુદા હોય તે અમિલિત. વ્યત્યાગ્રંડિત - વિવિધ શાસ્ત્રોનાં પદ-વાક્યરૂપ ઘણા પલ્લવોથી મિશ્રિત અથવા અસ્થાને રચેલું હોય તે વ્યત્યાગ્રંડિત. (જેમકે - રાજય પામેલા રામના રાક્ષસો નાશ પામ્યા) અહીં, રાક્ષસો નાશ પામ્યા પછી રામને રાજ્ય મળ્યું છતાં તેથી ઉલટો ક્રમ છે માટે વ્યત્યાગ્રેડિત. અવ્યત્યાગ્રંડિત - કોલિકના દૂધની જેમ અથવા ભેરી કંથાની જેમ ન હોય તે અવ્યત્યાગ્રંડિત. સૂત્ર પરિપૂર્ણ - છંદ વડે માત્રાદિ નિયતમાન યુક્ત હોય તે સૂત્રથી પરિપૂર્ણ. અર્થપરિપૂર્ણ - જે આકાંક્ષાદિ દોષ રહિત હોય તે અર્થપરિપૂર્ણ. એટલે કે ક્રિયાના અધ્યાહારની અપેક્ષા ન રાખે, અવ્યાપક ન હોય અને સ્વતંત્ર હોય તે. પરિપૂર્ણઘોષ - પરાવર્તન સમયે ઉદાત્તાદિઘોષ યુક્ત હોય તે ઘોષપરિપૂર્ણ કહેવાય. પૂર્વે ભણવાના કાળે શિક્ષકે કહેલા ઘોષની સમાન શિષ્ય જો ઘોષ કરે તો ઘોષસમ કહેવાય અને પરિપૂર્ણઘોષ તો શિખ્યા પછી પરાવર્તન કરતાં પણ તેવા જ ઘોષથી બોલે ત્યારે કહેવાય એટલો આ બેમાં ફરક છે. (૧) અક્ષર-બિંદુ આદિ અધિક સૂત્ર પાઠમાં કુણાલનું ઉદાહરણ : પાટલીપુત્રનગર-અશોક8ી રાજા-કુણાલ પુત્ર-તેને કુમારભક્તિમાં ઉજૈની નગરી આપી આઠ વર્ષનો થયો-લેખવાહકે આવી રાજાને કહ્યું તમારો પુત્ર આટલી (આઠ વર્ષની) વયનો છે-રાજાએ સ્વહસ્તે કુમાર માટે લેખ લખ્યો દ્દાનીમથીયતાં માર: બીડ્યા વગર જ શરીર ચિંતા માટે ઉક્યો. એક રાણીએ લઈને વાંચ્યો. વિચાર્યું મારો પુત્ર પણ છે તે નાનો છે કુણાલ મોટો છે એ રાજ્ય યોગ્ય થતાં મારા પુત્રને રાજય નહિ મળે એટલે કુણાલ રાજા યોગ્ય ન થાય તેમ કરું. એમ વિચારી આંખનું કાજળ ચુકવી ભીનું કરી અકાર ઉપર બિંદુ મુક્યો. એટલે સંઘીયતા કુમાર: થયું રાણીએ તે જ રીતે તે સ્થાને લેખ મૂક્યો. રાજાએ ફરી વાંચ્યા વગર બીડ્યો. કુમાર પાસે મોકલ્યો. કોઈ નિયોગીએ જોયો. પણ પ્રગટ વિરુદ્ધ છે એમ માની ન વાંચ્યો. કુમારના આગ્રહથી વાંચ્યો. કુમાર બોલ્યો-મૌર્યવંશમાં ઉત્પન્ન થયેલા અમારા વડીલોની આજ્ઞાનું ભુવનમાં પણ કોઈ ખંડન કરતું નથી તો શું હું જ પિતાની Page #306 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૮૭ આજ્ઞા માંગુ ? એ ન બને એમ કહીને તત્ક્ષણ જ અગ્નિથી તપેલી લોહશલાકા લઈને આંખમાં આંજી દીધી અંધ થઈ ગયો. રાજાએ જાણ્યું અને ખેદ કરી કુમારને ઉજૈનીથી ઉતારીને કોઈપણ ઉચિત અન્ય ગામ આપ્યું. ત્યાં રહીને પ્રકર્ષવાણી ગીત કલા શીખી દિવસો વિત્યા બાદ તેને પુત્ર થયો એટલે રાજ્ય પ્રાપ્તિ માટે પાટલીપુત્ર ગયો. ગીતકલાથી આખું નગર આકર્ષી. પ્રસિદ્ધિ થઈ. ખ્યાતિ સાંભળી રાજાએ બોલાવ્યો, પડદા પાછળ રહીને ગીત ગાયું. રાજા અત્યંત ખુશ થયો. વરદાન માંગવા કહ્યું કુણાલ બોલ્યો. चंदगुत्तपपुत्तो उ बिंदुसारस्स नत्तुओ । असोगसिरिणो पुतो अंधो जायइ कागणिं ॥८६२।। પાટલીપુત્ર નગરમાં નંદવંશનો નાશ કરનાર ચાણક્યની બુદ્ધિકૌશલથી મૌર્યવંશી ચંદ્રગુપ્ત પ્રથમ રાજા થયો, તે પછી અનુક્રમે બિંદુસાર, અશોકઐી અને કુણાલ થયા. તેથી કુણાલ ચંદ્રગુપ્તનો પ્રપૌત્ર, બિંદુસારનો પૌત્ર અને અશોકગ્રીનો પુત્ર થાય તે તમારી પાસે કાકણિ માગે છે અર્થાત્ ક્ષત્રિય ભાષામાં રાજય માંગે છે. કૃણાલની યાચના સાંભળીને પડદો દૂર કરીને રાજાએ વિશેષ રીતે સર્વવ્યતિકર પૂક્યો, કુણાલે જણાવ્યું ત્યારે રાજાએ કહ્યું તું અંધ છે રાજ્યનું શું કરીશ? મારે રાજ્યાઈ પુત્ર ઉત્પન્ન થયો છે. ક્યારે? સંપ્રતિ એથી એનું સંપ્રતિ નામ કર્યું રાજ્ય આપ્યું. જેમ અહીં અકારના ઉપર એક પણ અધિક બિંદુથી કુમાર અંધ થયો તેમ પ્રસ્તુત સૂત્રમાં પણ બિંદુ આદિની અધિકતાથી અર્થાતર પ્રાપ્તિથી સર્વઅનર્થ સંભવ છે. વાનર યુગલ-અધિકાક્ષર, વિદ્યાધર-હીનાક્ષર, બાળક-હીના-ધિકઆહાર-હીનાધિકાકાર (ર) ભાવની અધિકતામાં વાનર યુગલનું દૃષ્ટાંત ઃ કોઈ એક જંગલમાં એક સરોવર હતું. તે લોકમાં “કામિક તીર્થ તરીકે પ્રસિદ્ધ હતું. તે સરોવરના કાંઠે એક વંજુલનું વૃક્ષ હતું, તે વૃક્ષની ડાળી પર બેસીને જો કોઈ તિર્યંચ સરોવરના પાણીમાં પડે તો એ તીર્થના પ્રભાવથી મનુષ્ય થઈ જાય અને મનુષ્ય પડે તો દેવા થાય. અને લોભના કારણે જો બીજીવાર પડે તો પાછો મૂળ અવસ્થામાં આવી જાય, એક વાર તે શાખા પરથી એક વાનર યુગલના જોતાં એક મનુષ્યયુગલ પાણીમાં પડ્યું અને તીર્થન પ્રભાવથી દેદિપ્યમાન દેવયુગલ થઈ ગયું, એ જોઈને વાનર યુગલ પડ્યું અને મનુષ્યયુગલ થઈ ગયું. એમાં મનુષ્ય બનેલ વાનરે અધિક લોભથી સ્ત્રીને કહ્યું આપણે ફરી પડીએ જેથી દેવરૂપ બની જઈએ, સ્ત્રીએ ના પાડી છતાં પુરુષ લોભથી પડ્યો અને પાછો વાનર થયો. ત્યાં આવેલા કોઈ રાજાએ સ્ત્રીને પોતાની પત્ની બનાવી અને વાનરને મદારી લઈ ગયો. નાચતાં શીખવ્યું. મદારી એકવાર વાનરને લઈ સ્ત્રી સાથે બેઠેલા રાજા પાસે ગયો. વાનરે રાણીને ઓળખી અને રાણીએ પણ તે વાનરને ઓળખ્યો. બાંધેલો હોવા છતાં તે વાનર Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ રાણીને લેવા વારંવાર તેના તરફ દોડવા લાગ્યો. રાણીએ કહ્યું - “હે વાનર ! જેવો સમય વર્તે છે તે અનુભવ. વંજુલ પતનના લાભથી ભ્રષ્ટ થયેલો તું તે કુદકાને યાદ ના કર.” જેમ અધિક લોભ વાનર માટે દુઃખરૂપ થયો તેમ અધિક માત્રાવાળું સૂત્ર પણ અનર્થ માટે થાય છે. (૩) હીનાક્ષરવાળા સૂત્રમાં વિધાધરનું દૃષ્ટાંત : રાજગૃહમાં એક વખત ભગવાન મહાવીર સમવસર્યા, ત્યારે તેમની ધર્મદશના સાંભળીને સર્વ સભા ઊઠી, શ્રેણિક મહારાજા પણ પોતાના ભવન તરફ જવા નીકળ્યા, ત્યાં દૂર કોઈ વિદ્યાધરને પાંખ વિનાના પક્ષીની જેમ આકાશમાં ઉડતી-પડતો જોયો, શ્રેણિક આશ્ચર્ય પામીને ભગવાન પાસે આવી વિદ્યાધર સંબંધી હકીકત પૂછવા લાગ્યા, ભગવાન બોલ્યા - વિદ્યાધર આકાશગામિની વિદ્યાનો એક અક્ષર ભૂલી ગયો છે. એટલે વિદ્યા સારી રીતે ક્રૂરતી નથી. એથી ઉડીને પાછો નીચે પડે છે. ભગવાનનું એ કથન અભયકુમારે સાંભળ્યું, તેણે તે વિદ્યાધર પાસે જઈને કહ્યું, તું મને આ આકાશ ગામિની વિદ્યા સિદ્ધ કરાવે તો હું તેને પામીને એ વિદ્યાનો ભૂલાયેલો અક્ષર યાદ કરાવી આપું. વિદ્યાધરે શરત કબુલ કરી એટલે અભયકુમારે પદાનુસારિણી લબ્ધિથી એ અક્ષર યાદ કરાવી આપ્યો. આમ, હીન અક્ષરવાળી વિદ્યા સ્મરણમાં આવતાં પણ કામ લાગતી નથી. અને અનર્થ કરનારી બને છે. તેમ સૂત્ર પણ હીન અક્ષરવાળું હોય તો અનર્થકારી થાય છે. (૪) હીનાધિક અક્ષરવાળા સૂગ માટે ઉદાહરણ : જેમ તીખા-કડવા ઔષધો વૈદ રોગીને ઓછા આપે તો ગુણ ન થાય અને અધિક આપે તો મરણ થઈ જાય. એમ બાળકને પણ હીનાધિક આહાર આપીએ તો તે મરણ પામે છે. તે જ સૂત્રમાં પણ હીનાધિક અક્ષરો હોય તો અનેક દોષો પ્રાપ્ત થાય છે. अत्थस्स विसंवाओ सुयभेयाओ तओ चरणभेओ । तत्तो मोक्खाभावो मोक्खाभआवेપત્ની વિસ્થા દદદ્દા પૂનાધિક અક્ષરથી સૂત્રનો ભેદ થાય, અને સૂત્રના ભેદથી અર્થમાં વિસંવાદ થાય, તેથી ચારિત્રનો ભેદ થાય, તેનાથી મોક્ષનો અભાવ થાય, મોક્ષના અભાવે દીક્ષા નિષ્ફળ થાય. આ પ્રમાણે આગમથી દ્રવ્ય આવશ્યક કહ્યું હવે, નો આગમથી દ્રવ્ય આવશ્યક કહે છે. જ્ઞશરીર, ભવ્ય શરીર અને તે ઉભયથી વ્યતિરિક્ત એમ નોઆગમથી દ્રવ્ય આવશ્યક ત્રણ પ્રકારે છે, તેમાં ઉભય વ્યતિરિક્ત એવું નોઆગમથી દ્રવ્ય આવશ્યક લૌકિક, લોકોત્તર અને કુખાવચનિક એ ત્રણ પ્રકારે છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૮૯ લોકોત્તર નોઆગમથી દ્રવ્યાવશ્યકનું ઉદાહરણ : વસંતપૂર-અગીતાર્થ સંવિજ્ઞાભાસ એક ગચ્છ સૂરિ સહિત ત્યાં વિચરે છે. તેમાં એક સાધ્વાભાસ મુનિ છે. તે રોજ પાણીથી ભીનાહાથાદિ દોષથી દૂષ્ટ અનૈષણીય ભક્ત-પાનાદિ લાવીને આવશ્યક કાળે મોટા સંવેગને જાણે વહન કરતો હોય એમ ગુરૂપાસે રોજ પ્રાયશ્ચિત્ત કરે છે ગુરુપણ તે રીતે પ્રાયશ્ચિત આપે છે. અને પ્રાયશ્ચિત્ત આપતાં અગીતાર્થ હોવાથી નિત્ય બોલે છે-અહો ! આ મહાત્મા ધર્મશ્રદ્ધાળુ સુખથી આસેવન કરે છે અને દુષ્કર આવું આલોચે છે એટલે અશઠ હોવાથી એ શુદ્ધ છે એ જોઈ અન્યમુગ્ધ સાધુઓ વિચારે છે, અહો ! આલોચના કરવી જ અહીં સાધ્ય છે તે જો કરાય તો અકૃત્યાસેવનમાં પણ કોઈ દોષ નથી. એમ આખાય ગચ્છમાં પ્રાય અસમંજસ પ્રવૃત્ત થયું. સમય જાય છે. એકવાર કોઈ ગીતાર્થ સાધુ ગચ્છમાં મહેમાન આવ્યો. તેણે તે બધો અવિધિ જોયો. વિચાર્યું અહો ! આ અગીતાર્થે આખો ગચ્છ નષ્ટ કર્યો. એટલે તેણે ગુરુને કહ્યું-અહો ! તું આ નિત્ય દોષ સેવનારા સાધુની આમ પ્રશંસા કરતો ગિરિનગરના રાજા અને તેની પ્રજા જેવો દુઃખી થઈશ. ગિરિનગર-કોટીશ્વરવણિક ત્યાં રહે છે, તૈ વૈશ્વાનરનો ભક્ત હોવાથી દરવર્ષે રત્નોના રૂમ ભરીને અગ્નિથી બાળે છે. તેમ કરવા માટે તેની રાજા અને પ્રજા પ્રશંસા કરે છે. અહો ! એની અગ્નિ ઉપર ભક્તિ જે આ ભગવાનનો દરવર્ષે આમ રત્નોથી તર્પણ કરે છે. એટલે એ દરવર્ષે તેમ કરે છે એકવાર પ્રચંડવાયુથી ઉદ્ધત થયેલો અગ્નિ રાજગૃહ સહિત આખા નગરને ભસ્મસાત્ કરે છે. ત્યારબાદ નગરસહિત રાજા દ્વારા એમ કરતા એને એમ રોક્યો કેમ નહિ ? કેમ પ્રશંસા કરી ? એમ ઘણો પશ્ચાતાપ કરીને દંડ કરાયો અને નગરમાંથી કાઢી મૂકાયો. એમ આચાર્ય ! તું પણ અવિધિ પ્રવૃત્ત એવા આ સાધુની એમ પ્રશંસા કરતો એને પોતાને અને ગચ્છને નાશ કરે છે. તેથી મથુરાનગરીના રાજા-પ્રજા જેવો થા એટલે અનર્થનો ભાગી નહિ થાય. ત્યાં પણ આ રીતે કોઈ વૈશ્વાનર ભક્ત વણિકે રત્નભરેલું ઘર બનાવીને સળગાવ્યું. તેથી નગરવાસીઓ અને રાજા દ્વારા દંડાયો અને તિરસ્કાર કરાયો. અડવીમાં ઘર બનાવીને કેમ આમ જલાવતો નથી ? એમ નગરમાંથી હાંકી કાઢ્યો. તું પણ એમ કરતો એને પોતાને અને ગચ્છને અનર્થોથી રક્ષણ કર. એમ યુક્તિઓથી શિખવાડાતો પણ એ ગુરુ અગીતાર્થ આગ્રહી અને અધર્મી હોવાથી પોતાની પ્રવૃત્તિથી પાછો ફરતો નથી. તેથી તે મહેમાન સાધુએ ગચ્છના સાધુઓને કહ્યું-આવા ગુરુના વશમાં રહેવાથી સર્યું. એને છોડો નહિ તો બધાનો અનર્થ કરશે. એમણે પણ તેમજ કર્યું. એવા ગચ્છ સંબંધિ જે આવશ્યક તે નોઆગમથી લોકોત્તરદ્રવ્યાવશ્યક કહેવાય છે. ભાગ-૧/૨૦ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ભાવાવશ્યક આગમથી નોઆગમથી અર્થોપયોગપરિણામ જ્ઞાન-ક્રિયા ઉભય પરિણામ લોકિક-લોકોત્તર-કુબાવચનિક આવશ્યકના પર્યાયો :- (૧) આવશ્યક (૨) અવશ્યકરણીય (૩) ધ્રુવ (૪) નિગ્રહ (૫) વિશુદ્ધિ (૬) અધ્યયનષદ્ધ (૭) વર્ગ (૮) ન્યાય (૯) આરાધના (૧૦) માર્ગ શ્રુતના નામાદિ નિક્ષેપાઓ - નામ અને સ્થાપના શ્રુત સુગમ છે, એટલે દ્રવ્ય અને ભાવ શ્રુતની વ્યાખ્યા કરીશું. દ્રવ્યકૃત બે પ્રકારે છે. આગમથી અને નોઆગમથી. શ્રુતના ઉપયોગ વિનાનો જે વક્તા હોય તે આગમથી દ્રવ્યૠત. અને નોઆગમથી દ્રવ્યશ્રુત જ્ઞશરીર, ભવ્યશરીર અને ઉભય ભિન્ન એમ ત્રણ પ્રકારે છે. એમાં ઉભય ભિન્ન એવા નોઆગમ દ્રવ્યશ્રુત વિશે જણાવે છે. પત્રઆદિમાં રહેલ શ્રુત અને જે અંડજાદિ પાંચ પ્રકારનું સૂત્ર તે બંને નોઆગમથી ઉભયભિન્ન દ્રવ્યશ્રત છે. ભાવશ્રુત : ભાવશ્રુત પણ બે પ્રકારે છે આગમથી અને નોઆગમથી. તેમાં શ્રતના ઉપયોગવાળો જે શ્રુતનો ભણનાર હોય તે આગમથી ભાવશ્રુત છે. નોઆગમથી ભાવકૃત-લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારે છે. તે પહેલાં જણાવેલાં છે. એ સર્વે સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલ સમ્યકુશ્રુત અને મિથ્યાદષ્ટિએ ગ્રહણ કરેલ મિથ્યાશ્રુત છે. પ્રશ્ન-૫૮૧ – આગમથી જે ભાવકૃત કહ્યું તે ઘટે છે, પણ નોઆગમથી ભાવકૃત કઈ રીતે થાય? કારણ કે નશબ્દ-નિષેધ બતાવે છે તેથી જો આગમ જ નથી તો શ્રત નથી, હવે જો શ્રત છે તો નો આગમ કઈ રીતે? તેથી નોઆગમથી ભાવકૃત મારી મા વાંઝણી છે એની જેમ વિરુદ્ધ જ છે ને? ઉત્તર-૫૮૧ – જ્યાં જ્યાં શ્રુત ભણનારનો ઉપયોગ છે, તે આગમથી ભાવભૃત અને જે બીજું બધું અનુપયુક્ત અધ્યેતાનું શ્રત છે. તે નો આગમથી ભાવસૃત છે એમ સમજવું એટલે બધું બરાબર થઈ જાય છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૯૧ પ્રશ્ન-૫૮૨ – તો આગમથી દ્રવ્યકૃત બોલનાર ગા.૮૭૭ એનાથી અનુપયુક્ત વક્તામાં જે પહેલાં દ્રવ્યશ્રુત કહ્યું તે શું ? કેમ કે તે વિષય અત્યારે તે નોઆગમથી ભાવશ્રુત તરીકે માન્યો છે. એટલે તે નિર્વિષય થાય. ઉત્તર-૫૮૨ – અશુદ્ધનયના મતે શ્રુતલબ્ધિ પણ ભાવશ્રુત કહેવાય છે. તો અનુપયુક્ત લબ્ધિસંપન્ન જીવમાં પણ તે લબ્ધિરૂપશ્રુત ભાવૠત જ સ્વીકારાય છે. અને જે લબ્ધયાદિ શૂન્ય તે દ્રવ્યશ્રુત એટલે તે નિવિષય નથી. પ્રશ્ન-૫૮૩- તો અનુપયુક્ત બોલનાર વક્તાનું દ્રવ્યશ્રુત શું? તેને પણ શ્રુતલબ્ધિસદ્ભાવે ભાવશ્રુત પ્રાપ્તિથી દ્રવ્યકૃતની નિર્વિષયતા તદવસ્થ જ છે. કારણ શ્રુતલબ્ધિ વગરનો કોઈ ભણતો નથી. તેથી એ પણ વામાત્ર હોવાથી કાંઈ નથી. ઉત્તર-૫૮૩ – આચાર્ય મિશ્રવચન નોશબ્દને મનમાં રાખીને જવાબ આપે છે-મિશ્ર કહેનારનો શબ્દ વડે કરીને દ્રવ્યશ્રુત, આગમથી ભાવશ્રુત અને નોઆગમથી ભાવશ્રુત એ ત્રણે જુદા કેમ મનાય છે ? અનુપયુક્ત-શ્રુતધ્યેતાનું દ્રવ્યશ્રુત એક દેશથી સમુદાય જણાતો હોવાથી આગમથી ભાવસૃત કહેવાય છે. તે શ્રુતઉપયોગ શુદ્ધ જ છે, ચરણાદિથી મિશ્ર નથી. અથવા ચરણાદિમિશ્ર ઋતોપયોગ પણ અલગ વિવક્ષિત હોવાથી આગમથી ભાવદ્યુત કહેવાય છે. પ્રશ્ન-૫૮૪ – તો નોઆગમથી ભાવદ્યુત શું છે? ઉત્તર-૫૮૪ - ચરણાદિ સમેત શ્રતમાં જે ચરણાદિ મિશ્ર ઉપયોગ છે તે શાસ્ત્ર પ્રસિદ્ધિથી નોઆગમથી ભાવશ્રુત કહેવાય છે. નો શબ્દ અહીં મિશ્રવચન છે. નિષેધ વચન નો શબ્દ અહીં ઇષ્ટ નથી કેમકે એ સર્વ નિષેધવચન હોય કે દેશનિષેધવચન પણ હોય ? સર્વ નિષેધવચનરૂપ હોય તો દોષ આવે છે-નિષેધવાચકત્વમાં નો શબ્દમાં સર્વે ભાવકૃત આગમનો નિષેધ રૂપ અર્થાત્ નોઆગમ થાય એ બરાબર નથી. કેમકે, શ્રુત આગમ તરીકે સુપ્રતીત છે. અથવા સર્વનિષેધવાચક નો શબ્દમાં નોઆગમથી ભાવશ્રુત એ અર્થ થાય કે નોઆગમથી મૃતવિના મત્યાદિ ચતુષ્ટયરૂપ જે અનાગમરૂપ જ્ઞાન છે તે ભાવશ્રુત થાય. એમ અશ્રુત એવા પણ અત્યાદિ ચતુષ્ટયરૂપનો શ્રુત પ્રસંગ થાય. દેશ નિષેધ વચનમાં નોશબ્દમાં દુષણ :- (૧) દેશ નિષેધ નોશબ્દમાં સકલ આચારાદિ શ્રુત નોઆગમથી ભાવશ્રુત ન થાય, પણ તેનો એક દેશ જ થાય. જો સર્વશ્રુતનું માનીએ તો સમસ્ત દ્વાદશાંગગણિપિટક જ્ઞાન-દર્શન-ચારિત્ર પર્યાયપિંડ રૂપ હોવાથી નોઆગમ તરીકે સિદ્ધાંતમાં રૂઢ છે. એ મિશ્રવચનનો શબ્દ માનવામાં જ ઘટે છે. (૨) અથવા અલગ થયેલું Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પણ તે ભાવશ્રુત ચરણઆદિનો એક દેશ થાય. અને એતો ચારિત્રાદિ સાથે અભિન્ન દેશવાળું કહેવાય છે, જો એમ ન માનીએ તો ધાતુ અંજન કપિશવર્ણની જેમ સંકરએકવાદિ દોષ આવે, (૩) જે શ્રુતપયુક્ત પહેલા આગમથી ભાવશ્રુત કહ્યો છે તે પણ નોશબ્દના દેશવચનત્વમાં નોઆગમથી ભાવશ્રુત થાય. કારણ કે તે હૃતોપયોગ શ્રુતના એક દેશમાં જ ઘટે છે આખામાં ઘટતું નથી. કારણ સમસ્ત શ્રત અનંતાભિલામ્રાર્થના વિષયવાળું છે અને આ ઉપયોગ એકવારમાં અસંભવ છે, તેથી એક દેશ વચનમાં માનવાથી એ હૃતોપયોગી પુરૂષ નોઆગમથી ભાવશ્રુત થાય. તેથી જે કારણે આગમ-નોઆગમ ભાવશ્રુતમાં અવિશેષ થાય છે તેનાથી આ નોશબ્દ મિશ્રભાવમાં લેવો. પ્રશ્ન-૫૮૫ – પ્રતિષેધ વાચક હોઈ નો શબ્દ મિશ્રભાવમાં ક્યારેય કહ્યો નથી પણ દેશાદિ પાંચ (દેશ-તન્યભાવ-દ્રવ્ય-ક્રિયા-ભાવ) અર્થોમાં કહ્યો છે. દેશમાં નોઘટ ઘટનો એક દેશ કહેવાય. કારણ ઘટેકદેશ અઘટ ન કહેવો કે ઘટ પણ ન કહેવો પણ નોઘટ. જેમકેઘટેકદેશ ગ્રીવાદિ અઘટ છતે તેનાથી અન્ય દેશો પણ તેની જેમ અઘટ હોવાથી સર્વઘટભાવની આપત્તિ આવે. એમ પટ-શકટઆદિમાં પણ અભાવની આપત્તિથી સર્વશૂન્યત્વની આપત્તિ આવે. ઘટેકદેશ ઘટ નથી એમ પ્રતિઅવયવ ઘટપ્રાપ્તિથી એક ઘટમાં ઘણા ઘટની આપત્તિ આવશે. એટલે એકઘટવિષય પ્રવૃત્તિ-નિવૃત્તિ આદિ વ્યવહાર નષ્ટ થઈ જાય, તેથી સંક્ષેપથી ઘટેકદેશ નોઘટ જ કહેવાય છે. કારણ એ બંને પર્યાયશબ્દો છે. તેથી અન્યાભાવે પણ નોશબ્દ દેખાય છે. જેમ, નોઘટ કહેતાં તેનાથી અન્ય પટાદિ જણાય છે. જેમ, નોબ્રાહ્મણ કહેતાં ક્ષત્રિયાદિ જણાય છે. દ્રવ્યમાં તો નો શબ્દ ઘટેકદેશવચનાદિ નોઘટ, નોપટ, નોસ્તંભ વગેરે ઘટાદિ એક દેશવાચક છે. દેશવાચકથી એનો ભેદ શું છે? જો એમ કહોતો ત્યાં ઘટાદિ સંબદ્ધ જ તેનો એક દેશ નોઘટ આદિ કહ્યો છે. અહીં તો તે જ ઘટાદિ એકદેશ ગ્રીવાદિ અગલ થયેલો માર્ગમાં પડેલો સ્વતંત્ર જ લેવાય છે. તે ઘટાદિથી અલગ રહેલો હોવાથી પૃથ સ્વતંત્ર દ્રવ્ય છે. આ દ્રવ્યમાં નોશબ્દ. જુદા એકદેશને કહેનાર પણ છે. હવે ક્રિયાનિષેધવચન નિશબ્દ-નાપતિ, નો પtવ્ય વગેરે, ભાવનિષેધ-નોરતે નોસ્થીતે અને ભાવ-ક્રિયાનો તફાવત સિદ્ધ-સાધ્યાદિરૂપ કોઈ પણ વિશેષ શબ્દશાસ્ત્રમાં રહેલો જાણવો, એ પ્રમાણે વિવક્ષાવશ દેશાદિ અર્થોમાં દેખાયેલો નોશબ્દ છે મિશ્રભાવમાં ક્યાંય દેખાતો નથી. ઉત્તર-૫૮૫ – સાચું છે, દેશપ્રતિષેધાદિ વચનમાં આ નોશબ્દ છે, તો પણ અર્થવશ શબ્દોનો વિનિયોગ થાય છે. જ્યાં જે અર્થ ઘટે ત્યાં તે અર્થમાં પ્રયોગ કરવો. પ્રશ્ન-૫૮૬ - શું એક શબ્દના પણ અનેક અર્થો હોય છે કે જેથી એમ બોલો છો? Page #312 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૯૩ ઉત્તર-૫૮૬ – દ્યોતકતરીકે અપરિમિત અર્થો અને નિપાતો એ મિશ્રવચનમાં પણ નશબ્દ પ્રયોજન છે. એમાં કાંઈ વાંધો નથી. અથવા નોશબ્દ દેશવચન પણ હોય છે. એમાં કોઈ દોષ નથી-જેમકે પરિપૂર્ણ ઘટાદિ જેમ જ્ઞાન-દર્શન-ચારિત્રનો અખંડ-અવિશેષિત અને સંમિશ્રઉપયોગ ઘટાદિના ગ્રીવાદિ જેમ શ્રત એક દેશ છે. એટલે નોઆગમથી ભાવકૃત વિચારતાં નોશબ્દ દેશમાં પણ ઘટે છે. જેમ સામાન્યથી પરિપૂર્ણ ઘટાદિનો એકદેશ ગ્રીવાદિ નોઘટ કહેવાય છે. તેમ સામાન્યથી પરિપૂર્ણ ઘટાદિ નો એક દેશ ગ્રીવાદિ નોઘટ કહેવાય છે. તેમ સામાન્યભેદ-જ્ઞાન-ક્રિયાના પરિણામરૂપ અખંડવસ્તુનું શ્રત એક દેશ છે. એટલે જ્ઞાન-ક્રિયા-પરિણામ નોઆગમથી ભાવઠુત છે. મતાંતર કેટલાક આચાર્યો શબ્દસહાય મૃતોપયોગને નોઆગમથી ભાવકૃત માને છે, અભિપ્રાયઃ મૃતોપયોગપૂર્વક બોલનારનો જે મૃતોપયોગ સહિત શબ્દ તે નોઆગમથી ભાવઠુત છે ત્યાં ઉપયોગ-શબ્દસમુદાયમાં ઉપયોગરૂપ આગમ એક દેશ છે. અને શબ્દનિરપેક્ષ ઉપયોગ માત્ર આગમથી ભાવશ્રુત છે. માટે, શબ્દસહિત કૃતોપયોગ તે નોઆગમથી ભાવકૃત છે. આચાર્યોની આ વાત બરાબર નથી. અહીં, પ્રગટ શ્રતોપયોગ એ ભાવાગમ છે, શબ્દ દ્રવ્યાગમ છે. એટલે સુતરાં આગમત્વ જ ઘટે છે. નો આગમથી શ્રુત ઘટતું નથી. જો ફક્ત મૃતોપયોગ પણ આગમ કહેવાય તો બીજા શબ્દરૂપ દ્રવ્ય આગમ મળતાં સુતરાં એ આગમ જ ઘટે, નોઆગમ નહિ. કારણ કે નોઆગમ તો અનાગમ સમુદાયમાં જ ઘટે છે. પ્રશ્ન-૫૮૭ – શબ્દ આગમ નથી તેથી ઉપયોગની અનાગમરૂપશબ્દ કરતાં અધિક હોવાથી નોઆગમતા છે. આગમ-અનાગમ સમુદાયમાં આગમનો એક દેશ હોવાથી નોઆગમ છે એવો અમારો અભિપ્રાય છે. ઉત્તર-૫૮૭ – જો એ શબ્દ આગમ ન હોય તો આગમથી દ્રવ્યશ્રત એ કઈ રીતે થાય? અનાગમ હોવાથી શબ્દ આગમના ભેદમાં પ્રસિદ્ધ છતાં પણ તે આગમથી દ્રવ્ય શ્રુત ન થાય. તેથી દ્રવ્યથી એ આગમથી જ છે. એટલે દ્રવ્યાગમ સહિત ભાવાગમ આગમથી જ ભાવશ્રુત ગણાય છે નોઆગમથી નહિ. બીજો મતાંતર કેટલાક આચાર્યો સ્વામિને આશ્રિત શ્રતોપયોગને ભાવકૃત કહે છે. અને તે જ સ્વામીને આશ્રિત ન હોય તો નોઆગમથી ભાવશ્રુત કહે છે. એ વાત એકદમ પોકળ છે. જોકે અનુપયુક્ત વક્તા વિષયક શ્રુત ભાવશ્રુત કહ્યું નથી પણ, વિશિષ્ટ તે સ્વામિ વિષયક દ્રવ્યશ્રત જ કહ્યું છે. તો સુતરાં અનાશ્રિત શ્રુત ભાવકૃત Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ નથી જ. સ્વામિ વિના પુસ્તકાદિમાં લખેલ શ્રુતમાં ઉપયોગ ન જ હોય. ઉપયોગ વિના ભાવશ્રુત સર્વથા ન હોય, સ્વામિ અનાશ્રિત શ્રત ક્યાંય પણ છે? એવું પ્રતિપાદન કરનાર પણ મહાસાહસિક છે માટે તેમની માન્યતા નકામી છે. શ્રુતના એક અર્થવાળા પર્યાય નામો: શ્રુત, સૂત્ર, ગ્રંથ, સિદ્ધાંત, શાસન, આજ્ઞા, વચન ઉપદેશ, પ્રરૂપણા અને આગમ એ સૂત્રના એક અર્થવાળા પર્યાય નામો છે. એ નામોનો અર્થ પહેલાં સંક્ષેપથી બતાવ્યો છે. એ પ્રમાણે શ્રુતનો નામાદિ ન્યાસ થયો. સ્કંધના નામાદિ નિક્ષેપાઓ દ્રવ્ય સ્કંધ આગમથી નોઆગમથી જ્ઞશરીર દ્રવ્ય સ્કંધ સ્કંધ પદમાં અનુપયોગવાળો વક્તા ભવ્ય શરીર દ્રવ્ય સ્કંધ વ્યતિરિક દ્રવ્ય સ્કંધ કૃત્ન અકૃત્ન અનેક દ્રવ્ય સ્કંધ સચિત્ત અચિત્ત મિશ્ર (૧) મનુષ્ય, પોપટ વગેરે બે થી માંડીને હાથી-ઘોડા-રથ દ્વિપદ સચિત્ત સ્કંધ અનંતાણુ પર્વતના તલવાર-ભાલા વગેરે (૨) કેરી, દાડમ વગેરે અપદ સ્કંધો તે અચિત્ત સમૂહરૂપ સેનાનો ભાગ સચિત્ત સ્કંધ સ્કંધ છે. તે મિશ્રદ્રવ્ય સ્કંધ. (૩) ગાય-ભેંસાદિ ચતુષ્પદ સચિત્ત સ્કંધ Page #314 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર (૧) કૃત્સ્ન સ્કંધ : જેનાથી અન્ય મોટો સ્કંધ નથી તે કૃત્સ્ન પરિપૂર્ણ સ્કંધ. હયસ્કંધ-ગજકંધ-નગરસ્કંધ વગેરે જાણવા. ૨૯૫ - પ્રશ્ન-૫૮૮ જો એમ હોય તો પ્રકારાન્તરત્વ અસિદ્ધ છે કેમકે પૂર્વોક્ત સચિત્ત ઘોડા આદિનો સ્કંધ અન્ય સંજ્ઞાથી કહેલો છે ? ઉત્તર-૫૮૮ – એમ નથી. કારણ કે પહેલાં સચિત્તસ્કંધાધિકારથી તથા અસંભવી પણ બુદ્ધિથી ખેંચીને જીવો જ કહ્યા હતા અને અહીં જીવાધિષ્ઠિતશરીરના અવયવરૂપ સમુદાય કૃત્સ્ન સ્કંધ તરીકે વિવક્ષિત છે. એટલે અભિધેય ભેદથી પ્રકારાંતર સિદ્ધ છે. પ્રશ્ન-૫૮૯ – ભલે હોય, ફક્ત ઘોડાદિ સ્કંધ કૃત્સ્ન તરીકે ઘટતો નથી તેની અપેક્ષાએ હસ્તિસ્કંદિ વધારે મોટા હોય છે. - ઉત્તર-૫૮૯ એ બરાબર નથી, કેમકે જીવ અસંખ્યેય પ્રદેશાત્મક છે. અને તેના અધિષ્ઠિત શરીરપુદ્ગલો એવો સમુદાય જ અહીં ઘોડાદિ સ્કંધ તરીકે વિવક્ષિત છે. જીવ અસંખ્યપ્રદેશાત્મક તરીકે સર્વત્ર તુલ્ય હોવાથી ગજાદિ સ્કંધની મોટાઈ અસિદ્ધ છે. જો જીવપ્રદેશ પુદ્ગલસમુદાય બંને સાથે વધે તો ગજાદિસ્કંધ મોટા થાય પણ તેવું નથી. કારણ કે સમુદાયની વૃદ્ધિ થતી નથી ફક્ત પુદ્ગલની વૃદ્ધિ-હાનિ અહીં વિવક્ષિત છે. એટલે સર્વત્ર હયાદિમાં કૃત્સ્નસ્યંધત્વ વિરુદ્ધ નથી. કેટલાક તો પહેલા સચિત્ત સ્કંધ વિચારમાં જીવતદધિષ્ઠિતશરીર પુદ્ગલ સમુદાય, સચિત્તસ્કંધ અને અહીં બુદ્ધિથી શરીરથી અલગ કરેલો જીવ જ ફક્ત કૃત્સ્નસ્કંધ એવો વ્યત્યય કરે છે. તે આ વ્યાખ્યાનમાં પ્રેર્ય જ નથી, હયગજાદિ જીવોનો પ્રદેશથી હીનાધિક્ય અભાવે કૃત્સ્નસ્યંધત્વ સર્વત્ર અવિરોધ છે. (૨) અમૃત્ત્તસ્કંધ :- જેનાથી બીજો અત્યંત મોટો સ્કંધ છે તે અપરિપૂર્ણ હોવાથી અકૃત્સ્નસ્કંધ છે. તે દ્વિપ્રદેશોકાદિથી સર્વોત્કૃષ્ટાનન્ત પરમાણુ સંઘાતથી નિષ્પન્ન એક પરમાણુ ન્યૂન સુધી જાણવો ઉત્કૃષ્ટાનંતાણુ સ્કંધથી અપેક્ષાએ એક પરમાણુન્યૂન ઉત્કૃષ્ટાનંતાણુવાળો સ્કંધ અકૃત્સ્નસ્કંધ. તેની અપેક્ષા એ બે પરમાણુન્યૂન એમ એકેક પરમાણુની હાનિથી દ્વિઅંદેશિક સ્કંધ સુધી જાણવું. એટલે જ પૂર્વોક્ત અચિત્તસ્કંધથી એનો ભેદ છે. પૂર્વે દ્વિપ્રદેશિકાદિથી પરિપૂર્ણોત્કૃષ્ટ અનંત ૫૨માણુ સ્કંધ સુધીનો આખોય અચિત્તસ્કંધ સામાન્યથી સંગ્રહકર્યો છે. અને અહીં એક પરિપૂર્ણાત્કૃષ્ટાન્તાણુકનો સંગ્રહ નથી. તે કૃત્સ્નસ્કંધ હોવાથી. -- (૩) અનેકદ્રવ્યસ્કંધ :- સચિત્ત-અચિત્ત અનેક દ્રવ્યોથી બનેલો સ્કંધ. દેશાપચિતોપચિતનખ-દાંત-વાળાદિરૂપમાં જીવપ્રદેશો વિનાનો અપચિત, અન્ય પીઠ-હૃદય આદિ લક્ષણ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્ય દેશમાં ઉપસ્થિત જીવપ્રદેશોથી વ્યાપ્ત દેશોપચિત વિશેષેકપરિણામ પરિણતોનો સચેતનઅચેતન સમુદાયરૂપ હયાદિસ્કંધ તે અનેકદ્રવ્યસ્કંધ. પ્રશ્ન-૫૯૦ – જો એમ હોય તો કન્જન્કંધથી એનો ભેદ શું? ઉત્તર-૫૯૦ – ત્યાં હયાદિ જેટલા જીવપ્રદેશોથી વ્યાપ્ત છે તેટલા જ કૃમ્નસ્કંધ તરીકે વિવક્ષિત છે, જીવપ્રદેશમાં અવ્યાપ્ત નખાદિ અપેક્ષા સહિત નહિ. અહીં તો નખાદિ યુક્ત બીજા અવયવો જે જીવ પ્રદેશથી વ્યાપ્ત હોય તે ઉભયને અનેક દ્રવ્યસ્કંધ કહેલો છે, એટલો ફરક છે. પ્રશ્ન-૫૯૧ – તો પૂર્વોક્ત મિશ્રઅંધથી એનો શું ભેદ છે? ઉત્તર-૫૯૧ – ત્યાં અશ્વ-ગજાદિ જીવો અને ખગ્રાદિ અજીવો અલગવ્યવસ્થિત રહેલાની સમૂહકલ્પનાથી મિશ્રઅંધત્વ કહ્યું છે. અહીં તો જીવપ્રયોગથી વિશિષ્ટકપરિણામ પરિણત સચેતન-અચેતન દ્રવ્યોનું એક દ્રવ્યસ્કંધત્વ છે એટલો ભેદ છે. આજ કારણથી મૂળ ગાથામાં પણ “વિશેસો” એમ કહીને કૃત્ન અંધથી અને મિશ્રઢંધથી આ અનેક દ્રવ્ય સ્કંધનો ભેદ છે એમ જણાવ્યું છે. ભાવસ્કંધ આગમથી નોઆગમથી સ્કંધ પદાર્થના ઉપયોગ રૂપ પરિણામ જ્ઞાન-ક્રિયા અને ગુણના સમૂહરૂપ આવશ્યક સામાચારી, મૂળ-ઉત્તર ગુણ એકાર્થીકનામો-ગણ-કાય-નિકાય-સ્કંધ-વર્ગ-રાશિ-પુંજ-પિંડ-નિકર-સંઘાત-આકુળ-સમૂહ. પ્રશ્ન-૫૯૨ – ક્યા કારણે આ આવશ્યક પડધ્યયન છે? Page #316 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૯૭ ઉત્તર-૫૯૨ – છ અધિકારોથી નિબદ્ધ હોવાથી, તે ૬ અધિકારો સામાયિકાદિ છે અધ્યયનોના યથાસંખ્ય જાણવા. સામાયિકનો-સાવદ્યયોગ વિરતિ અર્થાધિકાર, ચતુર્વિશતિસ્તવાધ્યયનનો-અરિહંતોના ગુણોના કીર્તન અર્થાધિકાર, વન્દનાધ્યયનનો-ગુણવાળા ગુરુનું વંદન-દાનાદિ પૂજાવિશેષરૂપ પ્રતિપત્તિ અર્થાધિકાર, પ્રતિક્રમણાધ્યયનનો-શ્રુત-શીલમાં થયેલી અલનાની નિંદાનો અર્થાધિકાર, કાયોત્સર્ગાધ્યયનનો-ચારિત્રાત્માનો ત્રણચિકિત્સા-અપરાધરૂપી વણના સંહોરણ રૂપ અર્થાધિકાર, પ્રત્યાખ્યાનાધ્યયનનો-વ્રતભંગના અતિચારથી ઉપચિતકર્મને ખેરવવા માટે અનશનાદિ ગુણધારણા અર્વાધિકાર. આ રીતે આવશ્યક-શ્રુતસ્કંધરૂપ ત્રણ પદનો નામાદિ ન્યાસ કર્યો, તેમજ છ અર્વાધિકાર સ્વરૂપ સમુદાયાર્થ દ્વારનું નિરૂપણ કર્યું. (૫) દ્વારદ્વાર ૧.સામાયિકાધ્યયન છએ અધ્યયનોમાં સમભાવલક્ષણ સામાયિક નામનું અધ્યયન સર્વમાં પ્રથમ છે. પ્રશ્ન-૫૯૩ – ૬ અધ્યયનોમાં સામાયિકાધ્યયન જ પ્રથમ શા માટે? ઉત્તર-૫૯૩ – કારણ કે સર્વ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનો આધાર જેમ આકાશ છે તેમ, સર્વ મૂળ-ઉત્તરગુણોનો આધાર સામાયિકાધ્યયન જ છે, સામાયિક હોય તો જ તે ગુણો હોય, ન હોય તો ન હોય, સામાયિક એટલે સમતા, સમતાશૂન્ય પ્રાણીમાં ક્યાંય પણ પારમાર્થિકગુણોનું અવસ્થાન નથી. અથવા શેષ ચતુર્વિશતિ આદિ અધ્યયનો સામાયિક અધ્યયનના ભેદો જ છે. કેમકે, દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદથી ત્રણ પ્રકારે સામાયિક છે. અને ત્યાં ત્રણે ભેદમાં આખી ગુણજાતિ આવી જાય છે. જ્ઞાન-દર્શન-ચારિત્રથી અન્ય કોઈપણ ચતુર્વિશતિસ્તવાદિગત ગુણ નથી એટલે શેષાધ્યયનો તેના ભેદ હોવાથી સામાયિકાધ્યયન પ્રથમ કહ્યું છે. તેના ૪ અનુયોગદ્વારો છે. પ્રશ્ન-૫૯૪ – અનુયોગ તો વ્યાખ્યાન કહેવાય છે, તો તેનેજ અધ્યયનાર્થ શા માટે કહેવાય છે? ઉત્તર-પ૯૪ – સાચુ છે, પરંતુ વ્યાખ્યાનમાં પણ અધ્યયનાથે કહેવાય છે. એટલે અભેદ ઉપચારથી તે પણ તે રીતે કહેવાય છે એટલે દોષ નથી. ૪ કારો:- ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, નયસનામ. (૬) ભેદદ્વાર યથાસંખ્ય ઉપક્રમ-૬ ભેદ, નિક્ષેપ-૩ ભેદ, અનુગમ-૨ ભેદ, નયનરભેદ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૭) નિરુક્તિદ્વાર (૧) ઉપક્રમનિરુક્તિ :- ઉપ-સમીપ ક્રમણ-દૂર રહેલી શાસ્રાદિવસ્તુનું તે તે પ્રતિપાદન પ્રકારોથી સમીપ કરવું, ન્યાસદેશમાં લાવવું તે નિક્ષેપયોગ્યતાકરણ-ઉપક્રમ. અથવા જેનાથી નિક્ષેપ યોગ્ય કરાયે તે. અથવા જેમાં-શિક્ષશ્રવણભાવ છતે ઉપક્રમકરાય તે જે માટે શાસ્ત્ર નિક્ષેપ યોગ્ય કરાય છે. તે, અથવા ઉપક્રમ્મતે યસ્માત્-વિનિતવિનેયવિનયથી એ ઉપક્રમ. વિનિત શિષ્યના વિનયથી શાસ્રને નિક્ષેપ યોગ્ય કરાય તે શ્રવણભાવ, તેથી તે વિનય ઉપક્રમ. (૨) નિક્ષેપ નિર્યુક્તિ :- શાસ્ત્ર જેનાથી, જેમાં, જેના લીધે વ્યવસ્થપાય છે, નામ સ્થાપના-દ્રવ્યાદિ ભેદોથી તે નિક્ષેપ. (૩) અનુગમ નિયુક્તિ :- જેના દ્વારા સૂત્ર વ્યાખ્યા કરાય તે અનુગમ, અથવા અણુસૂત્રનો ગમ-વ્યાખ્યાન-અનુગમ અથવા અનુરૂપ ઘટતા અર્થનું વ્યાખ્યાન સૂત્ર-અર્થનો અનુરૂપ સંબંધ ક૨વો તે અનુગમ. (૪) નય નિર્યુક્તિ :- વક્તા સંભવતા પર્યાયો વડે વસ્તુને જાણે તે નય અથવા અનંતધર્માંધ્યાસિત વસ્તુમાં એક અંશ ગ્રાહક બોધ અથવા ઘણાપ્રકારે વસ્તુના પર્યાયો સંભવ હોવાથી વિવક્ષિત પર્યાયથી જે નયન-જાણવું તે નયસમાન. (૮) ક્રમપ્રયોજન દ્વાર પ્રશ્ન-૫૯૫ ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, નય આ રીતે ક્રમથી અનુયોગ દ્વારોનો ઉપન્યાસ કરવામાં શું પ્રયોજન છે ? - - ઉત્તર-૫૯૫ આ અનુયોગદ્વારોનો આ જ ઉપન્યાસ ક્રમ છે, દૂ૨૨હેલું નિક્ષેપ થતું નથી. અને નામાદિથી અનિક્ષિપ્ત અર્થથી અનુગમન થતું નથી. અને નયમત વિનાનો અનુગમ નથી. કારણ કે, સંબધોપક્રમ, સંબંધકર્તાના ઉપક્રમથી નજીકલાવીને ન્યાસયોગ્ય કરીને ન્યસ્તનિક્ષેપ-કરેલ નામ-સ્થાપનાદિ નિક્ષેપવાળું શાસ્ત્ર પછી અર્થથી અનુગમ થાય છે. વ્યાખ્યાન કરાય છે. એય પાછું વિવિધ ભેદો-નયોથી વ્યાખ્યા કરાય છે. તેથી આ જ અનુયોગદ્વારક્રમ છે. (૧) ઉપક્રમ :- અહીં, અત્યારે જે ઉપક્રમનો અધિકાર છે, તે ભાવ ઉપક્રમના આનુપૂર્વી-નામ-પ્રમાણ-વક્તવ્યતા-અર્થાધિકા૨ અને સમવતાર એ છ ભેદો આગળ કહીશું. અત્યારે મંદબુદ્ધિવાળાના ઉપકાર માટે ભાવઉપક્રમગત આનુપૂર્વી આદિ છ ભેદો સંક્ષેપથી કહે છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ ગુજરાતી પ્રશ્નોત્તર સામાયિકાદિ અધ્યયનના જ્ઞાનની ઈચ્છાવાળા શિષ્યએ ગુરૂના ભાવનો ઉપક્રમ કરવો, એટલે કે ગુરૂ કઈ રીતે પ્રસન્ન થાય ? એમ વિચારવું, પરિપાટિ એટલે અનુક્રમ. તે ત્રણ પ્રકારે છે. પૂર્વાનુપૂર્વી ક્રમ, પશ્ચાનુપૂર્વી ક્રમ અને અનાનુપૂર્વી ક્રમ. આ ત્રણમાંથી કયો અનુક્રમ અધ્યયનમાં ઉપયોગી છે ? ત્રણે ઉપયોગી છે. જેમકે, પૂર્વાનુપૂર્વી ક્રમથી સામાયિક અધ્યયન પહેલું છે, પશ્ચાનુપૂર્વીથી છઠું છે અને અનાનુપૂર્વીથી સાતસો અઢાર ભાંગા થાય છે. તેથી અનિયત છે. ઔદાયિકાદિ છ ભાવોમાંથી આ અધ્યયન કયા ભાવમાં હોય ? ક્ષયોપશમભાવમાં આ અધ્યયન દ્રવ્ય છે? ગુણ છે? કે કર્મ છે? ગુણ છે. જીવનો ગુણ કે અજીવનો? જીવનો, તો જ્ઞાનગુણ, દર્શનગુણ કે ચારિત્રગુણ છે? જ્ઞાનગુણ, તો પ્રત્યક્ષજ્ઞાન, અનુમાન, ઉપમાન કે આગમરૂપ છે? આગમરૂપ, લૌકિક આગમ કે લોકોત્તર ? લોકોત્તર આગમ, તેમ છતાં તે સૂત્રાગમ છે અર્થાગમ છે કે ઉભયાગમ ? અથવા આત્માગમ છે ? અનંતરાગમ છે કે પરંપરાગમ? તીર્થકરોને અર્થથી આત્માગમ છે ગણધરોને અનંતરાગમ અને બીજાઓને તે પરંપરાગમ છે. સૂત્રથી ગણધરોને આત્માગમ, જંબુસ્વામીને અનંતરાગમ અને બીજાઓને પરંપરાગમ છે. જો લોકોત્તરાગમ છે તો આ અધ્યયન દૃષ્ટિવાદ છે કે કાલિક છે ? કાલિક છે. તો તેના સૂત્ર અને અર્થનું પરિણામ કેટલું છે ? સૂત્રાક્ષર વગેરે પરિમિત છે. અને અર્થ વગેરે અનંતા છે. આ અધ્યયનમાં સ્વસિદ્ધાન્ત-પરસિદ્ધાંત અને ઉભયસિદ્ધાંતમાંથી કયું કહેવાનું છે? સ્વસિદ્ધાંત, તો તે કયા શાસ્ત્રનો વિભાગ સમુદાયાર્થ તરીકે અધિકૃત છે? સાવદ્યયોગની વિરતિનો અહીં અધિકાર છે. આ રીતે અધ્યયનનો ઉપક્રમ કરવો. નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ૬ પ્રકારનો ઉપક્રમ હોય છે. દ્રવ્યોપક્રમ :- આગમથી અને નોઆગમથી એમ દ્રવ્ય ઉપક્રમ બે પ્રકારે છે. ઉપક્રમ પદના અર્થને જાણનાર હોય, પણ તેમાં ઉપયોગવાનું ન હોય, તે આગમથી દ્રવ્ય ઉપક્રમ. તથા નોઆગમથી દ્રવ્ય ઉપક્રમ જ્ઞભવ્ય-વ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારે હોય છે. એનો ત્રીજો ભેદ સચિત્તાચિત્તમિશ્ર એમ ત્રણ પ્રકારનો હોય છે. એ ત્રણે ૨ પ્રકારે હોય છે પરિકર્મવસ્તુનાશ. (૧) પરિકર્મ :- ક્રિયાવિશેષણથી જે વસ્તુઓનો ગુણ વિશેષ પરિણામ તે પરિકર્મ જેમકે પુરુષાદિના ધી-રસાયણાદિ ઉપયોગ ક્રિયાથી અને સ્નેહન મર્દનાદિ ક્રિયાથી વર્ણબલ-વય સ્તસ્માદિ અને કાન-સ્કંધવર્ધનાદિ કરાય છે. કેટલાંક-શાસ્ત્ર-શિલ્પ-ગંધર્વનૃત્ય આદિ કલાગ્રહણને પણ દ્રવ્ય ઉપક્રમ કહે છે. પણ આ વિજ્ઞાનવિશેષ સાધનરૂપ હોવાથી ભાવોપક્રમ તરીકે ઘટે છે. અથવા આત્મદ્રવ્ય સંસ્કારની વિવક્ષાથી દ્રવ્યોપક્રમ કહેવામાં પણ વાંધો નથી. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ એ પ્રમાણે શુક્ર-સારિકા વગેરે દ્વિપદાદિને શિક્ષા વડે ગુણપ્રાપ્તિ કરવામાં જે દ્રવ્ય ઉપક્રમ તે સચિત્તનો પરિકર્મથી ઉપક્રમ જાણવો. (૨) વસ્તુ વિનાશ - વસ્તુ અભાવના અપાદાનમાં નાશનો ઉપક્રમ તે જ પુરુષાદિનો કાલાંતરભાવિ વિનાશ ખગ્રાદિ દ્વારા ઉપક્રમ કરીને અત્યારે જ કરાતો હોવાથી વિનાશ ઉપક્રમ કહેવાય છે. એમ ચતુષ્પદ-અપદ આદિનો પણ પરિકર્મ-વિનાશ જાણવો. આ સચિત્ત દ્રવ્યોપક્રમ, એમ અચિત્તમિશ્રનો પણ દ્રવ્યોપક્રમ હોય છે. ક્ષેત્રનો ઉપક્રમ :- ક્ષેત્રઅમૂર્ત છે, નિત્ય છે એટલે તેનો પરિકર્મ-વિનાશ કરી ન શકાય તેના આધેય દ્રવ્ય જલ-ભૂમિ આદિનો તો તે સુપ્રતીત છે. તેથી તેમાં રહેલા તે બંનેનો ક્ષેત્રમાં મગ્નાં સેશન્ત એ ન્યાયથી ઉપચાર કરાય છે. પ્રશ્ન-૫૯૬ – આધદ્વારથી પણ ક્ષેત્રનો પરિકર્મ-વિનાશ કઈ રીતે થાય? ઉત્તર-૫૯૬ – જલાધારક્ષેત્રનો ભાવ-તરાપાદિથી ઉપક્રમ કરાય છે. અને ભૂમિઆધાર ક્ષેત્રનો હલ-કુલિકા વગેરેથી પરિકર્મઉપક્રમ અને ક્ષેત્રનો વિનાશોપક્રમ હાથીને બાંધવાદિથી જાણવો. કાળોપક્રમ :- વર્તનાદિરૂપ કાળ દ્રવ્યોનો જ પર્યાય છે. અન્ય કોઈ સમયાવલિકારૂપ નથી. તેથી દ્રવ્યનો પરિકર્મ-વિનાશ થતા તેના પર્યાયમાં કાળોપક્રમ ઉપચાર કરાય છે. અર્થાત્ અહીં કેટલાક વર્તનાદિરૂપ જ કાળ માને છે. સમયાદિરૂપ નહિ. ત્યાં તે તે દ્વયણુંક વ્યણુંકાદિરૂપથી પરમાણુ આદિ દ્રવ્યોનું રહેવું તે વર્તના. આદિ શબ્દથી પરિણામ-ક્રિયાદિ નવા-જુના ભાવથી વસ્તુઓનું પરિણમન પરિણામ, અતીત-અનાગત-વર્તમાનરૂપ ક્રિયા. આ વર્તના-પરિણામ-ક્રિયાદિરૂપ કાળ દ્રવ્યોનો જ પર્યાય છે. તેથી દ્રવ્યના પરિકર્મ વિનાશનો વર્તનાદિરૂપ તેના પર્યાયમાં પણ ઉપચાર કરાય છે. તેથી કાળના પણ પરિકર્મ ઉપક્રમ અને નાશોપક્રમ કહેવાય છે. પ્રશ્ન-૫૯૭ – પણ, જે સમયાદિરૂપ કાળ માને છે, તેમને માન્ય સમયાદિકાળનો પરિકર્મ-વિનાશ કઈ રીતે? ઉત્તર-૫૯૭ – તે સમયાદિરૂપ કાળનું આજ પરિકર્મ છે કે જે શંકુઆદિના પડછાયારૂપ છાયાથી અને ઘટિકારૂપ નાડિકાથી યથાવત્ પરિજ્ઞાન છે. અને વિનાશ-વિપરિત થવા વગેરે અનિષ્ટફળ દાયક તરીકે પરિણમન તે નક્ષત્ર-ગ્રહાદિચારો દ્વારા થાય છે. કહેનારા કહે છેઅમુક નક્ષત્ર, ગ્રહથી આમ-આમ જતા કાળ નાશ કર્યો. Page #320 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૦૧ ભાવોપક્રમ:- ઇંગિતાકારાદિથી પરહદયના ભાવનું પરિજ્ઞાન તે સામાન્યથી ભાવપક્રમ કહેવાય છે અને વિશેષથી ભાવોપક્રમ ૨ પ્રકારે હોય છે – સંસારનું કારણ ભૂત અપ્રશસ્ત ભાવોપક્રમ અને મોક્ષકારણભૂત પ્રશસ્ત ભાવોપક્રમ. અશુભ ભાવોપ્રક્રમના દષ્ટાંતો :- (૧) બ્રાહ્મણી - એક બ્રાહ્મણીને ત્રણ પુત્રી, પરણાવીને સુખી કરવા વિચારતી માતાએ મોટી પુત્રીને કહ્યું તારે વાસભવન સમાગમમાં કોઈ બહાનું ઊભું કરીને તારા પતિને મસ્તક ઉપર લાત મારવી એ પછી એ જ કરે તે તારે મને કહેવું. તેણીએ તેમ જ કર્યું. તે પણ અતિસ્નેહ તરલમનવાળો પ્રિયતમા ! તારો કોમળ પગ દુઃખતો હશે એમ કહીને પગ દબાવ્યો માતાને જણાવ્યું-અભિપ્રાયઃ પુત્રી તને જે ગમે તે તારા ઘરે કર તારો પતિ તારી વાત નહિ ટાળે. બીજી પુત્રી એ પોતાના પતિને લાત મારતા કાંઈક રોષ કરીને બોલ્યો કુલીન સ્ત્રીઓને આ યોગ્ય નથી. અભિપ્રાય: સ્વેચ્છાએ વિલાસ કર તારો પતિ માત્ર એક ક્ષણ રોષ કરીને ચૂપ થઈ જશે. ત્રીજી પુત્રીના લાતના પ્રહારથી ભયંકર ગુસ્સાથી કહ્યું તું અકુલીના છે જેથી એમ શિષ્ટજને અનુચિત વર્તે છે. એમ કહી અત્યંત ફટકારીને ઘરથી કાઢી મૂકી-અભિપ્રાય-તારો પતિ તારા માટે દુરારાધ્ય થશે એટલે પરમ દેવતાની જેમ અપ્રમત્તપણે આરાધવો. (૨) ગણિકા - એક નગરમાં ચોસઠ કળાયુક્ત દેવદત્તાનામની રૂપાદિગુણવાળી વેશ્યા રહે છે તેણે ભુજંગજનના અભિપ્રાયને જાણવા સ્વસ્વવ્યાપાર કરતી બધી રાજકુમારાદિ જાતિઓનાં ચિત્રો રતિભવનની ભીંતો પર દોરાવ્યા, ત્યાં જે કોઈ રાજપુત્રાદિ આવે છે તે જ્યાં જ્યાં કરેલા અભ્યાસવાળા તે તે ચિત્રમાં દોરેલું જોઈને અત્યંત પ્રશંસા કરે છે. તેથી એ વિલાસીની રાજપુત્રાદિમાંથી કોઈની પણ જાતિનો નિશ્ચય કરીને યથોચિત ઉપચાર કરે છે તેથી અનુકૂળતાથી લેવાયેલા રાજપુત્રાદિ તેને અઢળક દ્રવ્ય આપે છે. (૩) અમાત્ય - એક નગરમાં કોઈ રાજા મંત્રી સાથે ઘોડેસવારી કરવા નીકળ્યો માર્ગમાં જતા રાજતુરંગે કોઈ શૂન્ય પ્રદેશમાં પ્રગ્નવણ કર્યું. તે તે પ્રદેશની ભૂમિ સ્થિર રહેવાથી ખાબોચિયું ભરાયેલું લાંબાસમયે પણ ન સુકાયેલું પાછા ફરેલા રાજાએ તેમ જ મંત્રીએ જોયું. ચિરકાળ અવસ્થાયિ જળવાળા આ પ્રદેશમાં સુંદર તળાવ થાય એમ વિચારતાં એવા રાજાએ ત્યાં ચિરકાળ જોયું. પછી ઇંગિતાકાર કુશળતાથી રાજાનો અભિપ્રાય જાણી મંત્રીએ રાજાના આદેશ વિના પણ ત્યાં મોટું સરોવર ખણાવ્યું. તેની પાળી ઉપર સર્વઋતુનાં પુષ્યફળના સમુદાયવાળા વિવિધ પ્રકારના વૃક્ષો રોપાવ્યા. એકવાર તેજ સ્થાનેથી જતા રાજાએ જોયું અને પુછ્યું-માનસરોવર જેવું સ્મણીય આ સરોવર કોને ખોદાવ્યું ? મંત્રી બોલ્યો દેવ-આપે જ, રાજા વિસ્મયપૂર્વક બોલ્યો-કોને ક્યારે મેં આ કરાવવા નિયુક્ત કર્યો Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ હતો પછી મંત્રીએ જેમ થયું હતું તેમ બધું જણાવ્યું-રાજાખુશ થયો અને વિચારવા લાગ્યો “અહો ! આ મંત્રી ઇંગિતાકાર જાણવામાં કેટલો કુશળ છે” એમ વિચારી પ્રધાનના પગારમાં વૃદ્ધિ કરી બીજી પણ અનેક પ્રકારે મહેરબાની કરી. આમ, અન્ય પણ અપ્રશસ્ત ભાવોપક્રમો પણ સ્વમતિથી વિચારવા. પ્રશસ્ત ભાવપક્રમ:- શિષ્ય જે સ્વહિત માટે શ્રુતાધ્યયનાદિ હેતુ પ્રસસ્તમનવાળો શુભ ગુરુભાવને ઉપક્રમ કરે છે-જાણે છે. તે મોક્ષનું ફળ હોવાથી પ્રશસ્ત ભાવપક્રમ. તેનો જ અહિ અધિકાર છે. પ્રશ્ન-૫૯૮ – અહીં આવશ્યકાનુયોગ વ્યાખ્યાન પ્રક્રાંત છે તે અવસરમાં આ અપ્રસ્તુત એવો ગુરુચિત્તના ઉપક્રમથી અધિકાર કયો છે? ઉત્તર-૫૯૮ – જે વ્યાખ્યાન અહીં પ્રસ્તુત આપ કહો છો તે ગુરુચિત્તાધીન જ છે. તેથી ગુરુચિત્ત ઉપક્રમ જ વ્યાખ્યાનનું પ્રથમ અંગ કારણ છે, કારણવિના કાર્યાભાવ હોવાથી તે પ્રકૃત છતે તે કારણના અધિકારનું અભિધાન કાંઈ અપ્રસ્તુત નથી. ફક્ત ગુરુચિત્તોપક્રમ જ પ્રથમ વ્યાખ્યાનાંગ નથી. પરંતુ, જે કોઈ સામાન્યથી શાસ્ત્રાદિઉપક્રમ-પુસ્તક-ઉપાશ્રય આહારવસ્ત્ર-પાત્ર-સહાયાદિ વ્યાખ્યાનાંગો છે તે બધા ગુરુચિત્તાયત્ત છે. તેથી જેમ ગુરુનું મન પ્રસન્ન થાય તેમ કરવું એટલે અહીં ગુરુચિત્તોપક્રમ અપ્રસ્તુત નથી. ગુરુચિત્ત પ્રસન્નતા માટેના ઉપાયો :जो जेण पगारेणं तुस्सइ करण-विणया-ऽणुवत्तीहिं । आराहणाए मग्गो सो च्चिय अव्वाहओ तस्स ॥९३२॥ आगारिंगियकुसलं जइ सेयं वायसं वए पुज्जा । तहवि य सिं न विकूडे विरहम्मि य कारणं पूच्छे ॥९३३॥ ગુરુનો આદેશ માનવો-કરણ, વિનય-સામે જવું આસનપ્રદાન-સેવા-અંજલિપૂર્વક અનુગમનાદિ, અનુવૃત્તિ-ઈંગિતાદિથી ગુરુનું મન જાણીને તેના અનુકૂળ વર્તન. આકારઇંગિતકુશળ શિષ્યને “સફેદ કાગડો' એમ પૂજ્યગુરુ કહે તો પણ તેના વિષેના વચનને કાપે નહિ અને એકાંતમાં તદ્વિષયક કારણ પૂછે. ઉદાહરણ :- કન્યકૂજનગરમાં કોઈ રાજાએ સૂરિ સાથે વાત કરતાં કહ્યું. રાજપુત્રો વિનીત છે, સૂરિએ કહ્યું-ના, સાધુઓ વિનીત હોય છે. તેના વિવાદમાં સૂરિએ કહ્યું. તમારો સર્વોત્કૃષ્ટ વિનયગુણવાળો રાજપુત્ર પરીક્ષાય અને અમારો જે આપને અવિનીત લાગે તે જ Page #322 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૦૩ સાધુ. રાજાએ માન્યું અત્યંત વિનીત તરીકે પ્રસિદ્ધ રાજપુત્રને કહ્યું-કયા મુખથી ગંગા વહે છે તે શોધી લાવ. તે બોલ્યો-એમાં શોધવા જેવું શું છે ? બાળકોને પણ એ ખબર છે કે પૂર્વાભિમુખી ગંગા વહે છે. રાજા બોલ્યો-અહીં પણ કેમ વિતંડાવાદ કરે છે? જઈને જો એટલે હૃદયમાં ઈષ્યવાળો બહાર ગોપવીને ખુબ દુઃખથી તે સ્થાનેથી નીકળ્યો. સિંહદ્વારે જતાં કોઈ મિત્રે પૂછ્યું – ભદ્ર! ક્યાં જાય છે ? તે અસુયાથી બોલ્યો-જંગલમાં રોઝડાને મીઠું આપવા. મિત્ર બોલ્યો-વાત શું છે? તેણે બધું જણાવ્યું. મિત્ર બોલ્યો-રાજા ગાંડો થયો છે શું તમે પણ ગાંડા થયા છો કે જેથી નકામા રખડવા જાઓ છો ? જઈને રાજાને જણાવો-મેં ગંગા જોઈ પૂર્વાભિમુખ વહે છે. રાજપુત્રે તેમ જ કર્યું પ્રચ્છન્ન જાસુસે રાજાને તેનું બધું વર્તન જણાવ્યું. વિલખો થયેલો રાજા બોલ્યો-સારું હવે સાધુની પરીક્ષા કરીએ-એટલે જે કોઈ અવિનિત રાજાને દેખાયો તેની પરીક્ષા માટે ગુરુએ શિષ્યને કહ્યું જો જો ક્યા મુખથી ગંગા વહે છે ? ત્યારે ગંગા પૂર્વાભિમુખી વહે છે ગુરુપણ જાણે છે પણ અહીં કોઈ કારણ હોવું જોઈએ એમ મનમાં વિચારીને તેણે કહ્યું. આદેશ માંગુ છું. કહીને નિકળ્યો, બહાર જઈને ગંગા નદી પર ગયો, સ્વયં જોઈ અને બીજાને પુછીને અને સુકાતણખલાદિમાવતનથી અન્વય-વ્યતિરેકથી તેનું પૂર્વાભિમુખવાહિત્વ નક્કી કરીને આવીને ગુરુને કહ્યું-આમ આમ મેં ગંગા પૂર્વાભિમુખી વહે છે એ નિશ્ચિત કરી છે. તત્ત્વ ગુરુ જાણે. ગુપ્તચરે એની પણ બધી ચેષ્ટા રાજાને જણાવી એટલે રાજાએ હર્ષથી ગુરુવચન માન્યું. પ્રશ્ન-૫૯૯- તો ઉક્તન્યાયે ગુરુમતગ્રહણ-ગુરુભાવોપક્રમ ઘટે છે. શેષ નામ-સ્થાપનાદ્રવ્યાદિ ઉપક્રમોનો અહીં શું ઉપયોગ છે કે જેથી તે બતાવ્યા છે? ઉત્તર-૫૯૯ – ગુરુચિત્ત પ્રસાદ માટે તે બીજા ઉપક્રમો પણ યથાપ્રસ્તાવ જોડવા. એ રીતે દ્રવ્યાદિ ઉપક્રમોની ગુરુચિત્તપ્રસાદન ઉપયોગિતા-મમંડલાદિ દેશમાં, ગ્રીષ્માદિ કાળમાં જે કોઈ પ્રકારની ઉચિત પરિકર્મ-વિનાશ હોય છે. તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળોનું ગુરુના આહારાદિ કાર્યોમાં શિષ્ય તેમનાં મનની પ્રસન્નતા માટે કરે. દ્રવ્ય-દહી-દૂધ-પાણી વગેરે ગોળ-સૂંઠ આદિ નાંખીને પરિકર્મ કરે. ક્ષેત્ર-ઉપાશ્રયાદિના પ્રમાર્જન આદિ વડે ક્ષેત્રનો પરિકર્મ, કાળમુહૂતદિનો દીક્ષાદિમાં ઘડીયાલાદિથી પરિકર્મ કરવો. દ્રવ્યોનો દ્રવ્યાંતરસંયોગાદિથી શ્લેષ્માદિ દ્રવ્યોનો જે નાશ થાય છે. તે નાશ ઉપક્રમ પણ સમજી લેવો. એ પ્રમાણે ગુરુચિત્ત પ્રસાદ કરતો શિષ્ય ગુરુના આહારાદિ માટે લાવેલા પરિકર્મ કરેલા યોગ્ય અશનપાન-વસ્ત્ર-પાત્રઉપધિઆદિ દ્રવ્યોવાળો શિષ્ય સમ્યક્ રીતે શ્રુત પ્રાપ્ત કરે છે. અથવા - પ્રસ્તુતમાં નામસ્થાપનાદિ ઉપક્રમો નીરૂપયોગી છે, છતાં ઉપક્રમ શબ્દથી સરખા હોવાથી તે અહીં કહ્યા છે. અન્ય સ્થાને તે ઉપયોગી છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ અન્ય પ્રકારે સામાયિકાધ્યયનનો ઉપક્રમ :(૧)આનુપૂર્વી (૨) નામ (૩) પ્રમાણ (૪) વક્તવ્યતા (૫) અધિકાર (૬) સમવતાર એ ૬ પ્રકારે (૧) આનુપૂર્વી ઉપક્રમ - આનુપૂર્વમાં આ સામાયિકાધ્યયનનો સમવતાર સંભવતઃ જયાં જ્યાં આનુપૂર્વીભેદમાં સંભવે ત્યાં ત્યાં એ કરવો. પ્રશ્ન-૬૦૦ - નામ વUT રવિણ વિરે જે ય અUTHપુથ્વી ઉત્તિ-સંતા સમીવાર ય માવે ય ા એ વચનથી આનુપૂર્વી દશ પ્રકારની છે તો કયા ભેદમાં નિયમો સામાયિકનો સમવતાર છે? ઉત્તર-૬૦૦ – ઉત્કીર્તન અને ગણણાનુપૂર્વમાં એનો નિયમા સમવતાર જાણવો. ઉત્કીર્તન-સંશબ્દન સામાયિક-ચતુર્વિશતિસ્તવ વગેરે નામોત્કીર્તન માત્ર. ગણનાનુપૂર્વી-એક, બે, ત્રણ વગેરે સંખ્યાન તે ગણના કહેવાય છે. તેમાંથી પ્રથમ-બીજું વગેરે સંખ્યામાં આ અધ્યયન સમવતરે છે. એટલે ગણનાનુપૂર્વમાં એનો સમવતાર થયો કહેવાય. પ્રશ્ન-૬૦૧ – જો એમ હોય તો ગણનાનુપૂર્વીથી આ અધ્યયન કેટલામું છે? ઉત્તર-૬૦૧ – આનુપૂર્વી ત્રણ પ્રકારે છે.-પૂર્વનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વીથી સામાયિક અધ્યયન પહેલું, પશ્ચાનુપૂર્વીથી છઠું, અનાનુપૂર્વાથી ગણાતું અનિયમિત, કોઈ ભાંગામાં પહેલું, કોઈમાં બીજું, ત્રીજું વગેરે આ ૬ આવશ્યક અધ્યયનોનાં અનાનુપૂર્વીભાગા ૭૧૮ થાય છે તે આ રીતે ૧૮ર૪૩૪૪૪૫૪૬ = ૭૨૦ કુલ ભાંગા આનુપૂર્વાના થાય છે તેમાં પ્રથમ ભંગ પૂર્વાનુપૂર્વી, છેલ્લો પશ્વાસુપૂર્વી એ ૨ ભાંગા બાદ કરતા = ૭૧૮ ભાંગા અનાનુપૂર્વી ના થાય. (૨) નામાપક્રમ - જે જીવાદિ વસ્તુનું પર્યાયો-જ્ઞાન-દર્શન-ચારિત્ર-રૂપ-રસ-ગંધ-સ્પર્શનવું-જુનું વગેરે, તેમના ભેદો-નાનાવિધ સ્વભાવો, તેમને તેમના વાચક તરીકે અનુસરેપર્યાયભેદાનુંસારી જે નામ પ્રતિપર્યાયભેદ તેના વાચક તરીકે પરિણમે છે તે નામ કહેવાય છે. તે એકનામ-બેનામ-ત્રણનામાદિ દશ નામ ભેદથી દશ ભેદવાળું છે. અને સમસ્ત અભિલાષ્યવસ્તુ વિષયવાળું હોવાથી ઘણા ભેદવાળું અનુયોગદ્વારોમાં કહ્યું છે. ત્યાં છનામમાં લાયોપથમિકભાવમાં આ અધ્યયનનો સમવતાર છે. અનુયોગદ્વારમાં નામનાં ઔદારિકાદિ ૬ ભાવો છે. તેમાં લાયોપથમિક ભાવમાં આચારાદિ સર્વ શ્રુતનો સમવતાર છે. કારણ કે સર્વ શ્રુત શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમથી જ Page #324 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૦૫ થાય છે. તેથી ક્ષાયોપથમિક ભાવમાં જ સમવતાર છે. એટલે આ સામાયિક અધ્યયન પણ શ્રુતવિશેષરૂપ હોવાથી તે જ ભાવમાં સમવતાર છે. (૩) પ્રમાણોપક્રમ :- દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ચાર પ્રકારે છે. એમાં આ અધ્યયનશ્રુત જ્ઞાન વિશેષ તરીકે જીવપર્યાય હોવાથી જીવભાવ છે. એટલે ભાવપ્રમાણમાં સમવતરે છે. પ્રશ્ન-૬૦૨ - ભાવપ્રમાણ પણ ત્રણ પ્રકારે છે (૧) ગુણ (૨) નય અને (૩) સંખ્યા પ્રમાણ ત્યાં સામાયિકનો સમવતાર શેમાં છે? ઉત્તર-૬૦૨ – આ સામાયિક ગુણરૂપ હોવાથી ગુણ પ્રમાણમાં તેનો અવતાર થાય છે. પ્રશ્ન-૬૦૩ – ગુણ પ્રમાણ પણ બે પ્રકારનું છે જીવગુણ પ્રમાણ અને અજીવગુણ પ્રમાણ એ બેમાંથી શેમાં સમવતાર કરશો? ઉત્તર-૬૦૩ – જીવથી અનન્ય હોવાથી જીવગુણ પ્રમાણમાં તેનો સમવતાર થાય છે. પ્રશ્ન-૬૦૪ – જીવગુણ પણ ત્રણ પ્રકારનો છે (૧) જ્ઞાન (૨) દર્શન (૩) ચારિત્ર તેમાં શેમાં સમવતાર છે? ઉત્તર-૬૦૪ – બોધાત્મક હોવાથી જ્ઞાનગુણમાં સમવતાર છે. પ્રશ્ન-૬૦૫ – જ્ઞાનપણ ૪ પ્રકારે છે. પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન-આગમ ભેદથી ત્યાં એ શેમાં સમવતરે છે? ઉત્તર-૬૦૫ – આગમમાં પ્રશ્ન-૬૦૬ – તે પણ લોકિક-લોકોત્તર બે પ્રકારનો છે અને લોકોત્તર પણ સૂત્ર-અર્થઉભયરૂપ ત્રણ પ્રકારનો છે તો એ શેમાં સમવતાર છે? ઉત્તર-૯૦૬ – સૂત્ર-અર્થ-ઉભય ત્રણ પ્રકારનો લોકોત્તર-આગમમાં સમવતરે છે તસ્વરૂપ હોવાથી. આત્માગમ અનંતરાગમ પરંપરાગમ સૂત્રથી - ગણધરો તેમના શિષ્યો તેમના પછીના બધા અર્થથી - તીર્થકરો ગણધરો તેમના શિષ્યો ભાગ-૧/૨૧ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ નયપ્રમાણમાં કાલિકશ્રુતનો સમવતાર નથી, કેમકે વર્તમાનમાં કાલિકશ્રુત મૂઢનય-શિષ્યને મતિભ્રમના ભયથી નિષિદ્ધનય વિચારવાનું છે એટલે નય પ્રમાણમાં એનો અવતાર નથી. પ્રશ્ન-૬૦૭ – કેટલા સમય પહેલાં કાલિકશ્રુતથી નયવિચારનો નિષેધ કહેલો છે? ઉત્તર-૬૦૭ – પહેલાં જ્યારે ચરણકરણ-ધર્મકથા-ગણિત-દ્રવ્યાનુયોગ લક્ષણ ચારે અનુયોગો અપૃથ ભાવમાં હતાં ત્યારે, પ્રતિસૂત્ર ચારેયના અવતારમાં તે નયાવતાર નિયત હતો પરંતુ વર્તમાનમાં એ ચારે અનુયોગ અલગ-અલગ હોવાથી નયાવતાર નથી થતો. कालियसुयं च इसिभासियाइं तइया य सूरपन्नत्ती । सव्वो य दिट्ठिवाओ चउत्थओ होइ अणुओगो Hશા એ વચનથી નયાવતાર નથી. પ્રશ્ન-૬૦૮ – શું સર્વથા નથી? ઉત્તર-૬૦૮ – ના, પ્રજ્ઞા પુરુષવિશેષને પ્રાપ્તકરીને કોઈક ને કેટલોક હોય પણ ખરો. જેમકે-શ્રીમદ્ આર્યરક્ષિતસૂરિએ એક-એક સૂત્રમાં અનુયોગ ચતુષ્ટયનું વ્યાખ્યાન અને તેમાં જે ન વિચાર વિસ્તારથી હતો, તે બંધ કર્યો. અને ત્યારબાદ તેમણે જ વિચાર બાહુલ્યથી મુંઝાતા શિષ્યોને જોઈને ચારે અનુયોગો ભેદથી વ્યવસ્થાપ્યા, તે આ રીતે-(૧) કાલિક શ્રુતમાં ચરણકરણાનુયોગ જ કહેવો. (૨) ઉત્તરાધ્યયનાદિમાં ધર્મકથાનુયોગ, (૩) સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રોમાં ગણિતાનુયોગ (૪) દૃષ્ટિવાદમાં દ્રવ્યાનુયોગ કહેવો એ પ્રમાણે વ્યવસ્થા કરી. તેથી નય વિચાર હમણાં પ્રાયઃ નિષેધ છે. જો કે પ્રાજ્ઞ પુરૂષની અપેક્ષાએ નયનો વિધિ છે. પણ તે પ્રાયઃ શબ્દથી અનિયત છે. એટલે સામાયિકનો પ્રાય નયોમાં સમવતાર નથી. પ્રશ્ન-૬૦૯ - તો સંખ્યા પ્રમાણમાં એ અવતરે છે કે નહિ? ઉત્તર-૬૦૯ – સંખ્યા-નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ઉપમા, પરિણામ, ભાવ એ આઠ પ્રકારની અનુયોગદ્વારમાં કહી છે. ત્યાં સંખ્યા પ્રમાણ વિચારતા કાલિક શ્રુતપરિમાણ નામની સંખ્યામાં અવતરે છે. કાલિકશ્રુતપરિણામ બે પ્રકારે છે. સૂત્રથી અને અર્થથી, સૂત્રથી સામાયિકાધ્યયન પરત્ત સંખ્યાતાક્ષરથી નિયત પરિણામવાળું છે. અને તેનો અર્થ અનંત પર્યાયવાળો હોવાથી અનંત પરિમાણવાળો છે. (૪) વક્તવ્યતા - સિદ્ધાંત-સમય ત્રણ પ્રકારે છે. (૧) સ્વસમય (૨) પરસમય (૩) ઉભયસમય. એટલે વક્તવ્યતા પણ એ ત્રણ પ્રકારે થાય છે. ત્યાં આ સામાયિકાધ્યયન સ્વસમય વક્તવ્યતાથી નિયત છે, સ્વસમય જ અહીં પ્રતિપાદ્યમાન છે. આ જ નહિ પરંતુ બધા જ અધ્યયનો સ્વસમય વક્તવ્યતા નિયત જ છે. કારણ કે, પરસમય કે ઉભયસમય સમ્યગ્દષ્ટિને તો સ્વસમય જ છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ३०७ મિથ્યાત્વીનો એકાંતક્ષણિકત્વ-અક્ષણિકત્વાદિ સૌગતાદિમતોનો જે સમુદાય સ્થાત્ પદથી લાંછિત છે, તે સમ્યક્ત્વ જ છે. (સ્યાદ્વાદ) કારણ કે પરસિદ્ધાંત સ્વસમયમાં ઉપકારી જ છે, પરિસદ્ધાંતની બાદબાકીથી જ સ્વસિદ્ધાંતની સિદ્ધિ છે. અસમંજસવાદિ પરસિદ્ધાંતો જોઈને સ્વસિદ્ધાંતમાં સ્વૈર્યની સિદ્ધિ છે. તેથી તે સમ્યદૃષ્ટિનો તે પરસિદ્ધાંત સ્વસિદ્ધાંત જ છે. એ પ્રમાણે સમ્યદૃષ્ટિનો સર્વ વિષયવિભાગથી સ્થાપેલો સ્વસિદ્ધાંત જ છે. એમ સર્વ અધ્યયનો સ્વસમય વક્તવ્યતા નિયત જ છે. (૫) અર્થાધિકાર :- સામાયિકાધ્યયનનો અર્થાધિકાર સાવદ્યયોગવતિ છે તે સંપૂર્ણ સ્વસમયવક્તવ્યતાનો એક દેશ કહેવાય છે. (૬) સમવતાર :- પૂર્વે કહેવાઈ ગયો છે. કારણ કે, પ્રતિદ્વાર સામાયિકાધ્યયન સમવતારિત જ છે. અહીં છ ભેદથી યુક્ત ઉપક્રમઢાર પૂરું થયું. ૨. નિક્ષેપદ્વાર (૨) નિક્ષેપ :- ત્રણ પ્રકારે ૧. ઓનિષ્પન્ન ૨. નામનિષ્પન્ન ૩. સૂત્રાલાપકનિષ્પન્ન. પ્રશ્ન-૬૧૦ – ઓઘ એટલે શું ? ઉત્તર-૬૧૦ (૧) ઓઘનિષ્પન્ન :- જિનવચનરૂપ સૂત્રનું સામાન્ય-અંગ-અધ્યયનઉદેશકાદિ નામ તે ઓઘ કહેવાય. અર્થાત્ શાસ્ત્રનું સામાન્ય નામ તે ઓઘ કહેવાય છે. અહીં સામાયિક પ્રસ્તુત હોવાથી તદ્વિષય સામાન્ય નામ-અધ્યયન, અક્ષીણ, આય, ક્ષપણા તે પ્રત્યેક અનુયોગદ્વારમાં નામાદિ ૪ પ્રકારે કહ્યા છે, નામાધ્યયન, સ્થાપનાધ્યયન, દ્રવ્યાધ્યયન, ભાવાધ્યયન નામાક્ષીણ, સ્થાપનાક્ષીણ, દ્રવ્યાક્ષીણ, ભાવાક્ષીણ. એ રીતે આય-ક્ષપણાનું પણ નિક્ષેપ કહીને અનુક્રમે તે ચારે ભાવોમાં એટલે ભાવાધ્યયન આદિમાં આ સામાયિક અધ્યયનની યોજના કરવી, કારણ કે સામાયિક જ અહીં ભાવાધ્યયનાદિ વાચ્ય તરીકે છે. અધ્યયનની નિરુક્તિ :- શુભ અધ્યાત્મનું જનક અથવા બોધ, સંયમ કે મોક્ષનું અધિક અયન-પ્રાપક અધ્યયન. 1 અક્ષીણ ઃ- અર્થીઓને સતત અપાતું છતું વધે જ ઘટે નહિ તેવું અથવા અવ્યવચ્છિતિ નયમતથી સર્વદા અવ્યવચ્છિન્ન અલોકની જેમ અક્ષીણ. આય :- જેનાથી જ્ઞાનાદિનો લાભ થાય તે આય. ક્ષપણા :- અપચય-પાપકર્મની નિર્જરા જેનાથી થાય તે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૨) નામનિષ્પન્ન:- પ્રસ્તુત અધ્યયનનું સામાયિક એવું નામ. તે નામાદિ ૪ પ્રકારે છે. એનું અર્થથી સ્વરૂપ નિયુક્તિમાં કહીશ અથવા નિયુક્તિ અનુગમ ભેદરૂપ સૂત્રસ્પર્શિક નિર્યુક્તિમાં કહીશ. પ્રશ્ન-૬૧૧ – જો કે અહીં ૪ પ્રકારના વિશેષનામ કહેવાનો અવસર છે તો નિર્યુક્તિ આદિમાં કહીશ એમ શા માટે કહો છો ? ઉત્તર-૬૧૧ – અહીં નામાદિ નિક્ષેપમાત્ર કહેવાનો અવસર છે તે નામાદિ ચતુર્વિધ ભણવાથી કહ્યો જ છે. નિર્યુક્તિમાં તો તેનો અર્થ નિરૂપણ કરાશે એટલે દોષ નથી. પ્રશ્ન-૬૧૨– જો નિરુક્તિમાં સામાયિકનું વ્યાખ્યાન છે તો કરોમિ ભદૂત! સામાયિકમ્ એમ ફરીથી સૂત્રમાં કેમ કહેવાય છે? ઉત્તર-૬૧૨ – એમ નથી. ત્યાં સામાન્ય સૂત્રની વ્યાખ્યા નહિ કરાય. પરંતુ સૂત્રાલાપકમાં જ તે વ્યાખ્યાય છે તે નામ વ્યાખ્યાન નથી, અહીં નામાદિ ભેદોથી સામાયિક નામ છે. તે નિરુક્તિમાં તેના અર્થનું વ્યાખ્યાન કર્યું છે. એટલે વિષય વિભાગથી બધું બરાબર છે. પ્રશ્ન-૬૧૩ – તો આ નિક્ષેપદ્વારમાં જ કેમ કહેતા નથી કે સામાયિકનું વ્યાખ્યાન નથી? જેથી નિરુક્તિમાં વ્યાખ્યાન કહો છો? ઉત્તર-૬૧૩ – કારણ કે, એ નિક્ષેપ જ અહીં પ્રસ્તુત છે, પ્રસ્તુતમાં વ્યાખ્યાનનો કેવો અવસર ? અને પાછી તે કહેવાનારી નિરુક્તિ ઉપોદ્યાત નિરુક્તિદ્વારરૂપ હોવાથી નિર્યુક્તિ છે. પ્રશ્ન-૬૧૪ – જો તે નિરુક્તિ હોય તો પણ વ્યાખ્યાન કરવાનું શું કામ? ઉત્તર-૬૧૪ – નિરુક્તિ અનુગમનો ભેદ હોવાથી વ્યાખ્યાન રૂપ જ હોય છે એટલે તેમાં વ્યાખ્યાન ઘટે છે. પ્રશ્ન-૬૧૫ – તો નિક્ષેપ પણ વ્યાખ્યાન રૂપ થશે? ઉત્તર-૬૧૫ - નિક્ષેપ તો નામાદિન્યાસમાત્રરૂપ જ છે વ્યાખ્યાન રૂપ નથી, અનુગમ જ વ્યાખ્યાનરૂપ છે. એટલે આ નિક્ષેપમાં વ્યાખ્યાનાવસર કયો હોય ? પ્રશ્ન-૬૧૬ - જો આમ નિર્યુક્તિમાં જ વ્યાખ્યાન માનો છો તો અમે અહીં પણ કહીએ છીએ કે આ ન્યાસ નિરુક્તિ નિયુક્તિ અનુગમમાં પણ કહી છે. આ પ્રસ્તુત નિક્ષેપ પણ અહીં કહેવાનારા નિયુક્તિ અનુગમમાં નિક્ષેપ નિર્યુક્તિ તરીકે કહેવાશે અનુગમ ૨ પ્રકારે છે - Page #328 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૦૯ સૂત્રાનુગમ અને નિયુક્તિ અનુગમ, નિયુક્તિ અનુગમ ૩ પ્રકારે છે - નિક્ષેપ, ઉપોદઘાત, સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ અનુગમ તથા “ને લિંતં નિવસ્વેનિત્તિમપુરા ? | નિવધેવ નિત્તમજુ છે અણુ , વવવમા ય” એ પણ કહેવાશે - અર્થાત્ અહીં જ પૂર્વે આવશ્યક સામાયિકાદિ પદોના નામ સ્થાપનાદિ નિક્ષેપદ્વારથી જે વ્યાખ્યાન કર્યું તેનાથી નિક્ષેપ નિર્યુક્તિઅનુગમ અનુગત જાણવો અને સૂત્રાલાપકોનાં નિક્ષેપ પ્રસ્તાવમાં ફરી કહેવાશે એ પ્રમાણે આ નિક્ષેપ પણ નિક્ષેપ નિયુક્તિ તરીકે અનુગમથી પ્રરૂપણા કરતાં કહેવાશે, તો અહીં વ્યાખ્યાન નથી, પરંતુ નિરુક્તિમાં જ છે એમ શા માટે કહેવાય છે? ઉત્તર-૬૧૬ – સાચી વાત છે, આ પણ પ્રસ્તુત નિક્ષેપરૂપ નિર્યુક્તિ છે. પરંતુ આ નિક્ષેપમાત્રના નામ-સ્થાપનાદિ નિક્ષેપ સ્વરૂપના નિરૂપણ માટે જ છે. વિશેષાર્થના નહિ નિરુક્તિમાં તો “સમ્મિિ મમોહો તો દિ સદ્ભાવવંસ વોદિ (ગા. ર૭૮૪) થી શબ્દાર્યાદિ વિચાર કરાશે. અથવા આ લારમાં સામાયિકનો નામાદિ નિક્ષેપમાત્ર કહેવાય છે. તેના અર્થની નિરૂપણામાત્ર નિક્ષેપ નિર્યુક્તિમાં બતાવાશે નિરુક્તિનો શબ્દગત વિચાર ઉપોદુઘાત નિરુક્તિમાં નિરુક્તિદ્વારમાં (ગા.૨૭૮૪) માં શબ્દાર્થ વિચાર કરાશે સૂત્રસ્પર્શમાં તો સૂત્રગત વિચાર-સૂત્રસ્પર્શિક નિર્યુક્તિમાં સૂત્રાલાપકથી આવેલા સામાયિક અર્થનો વિચાર કરાય છે. સામાયિક નામનો નહિ. એ રીતે વિષયવિભાગથી અવસ્થાન કરવાથી બધું વ્યવસ્થિત છે. (૨) સૂત્રાલાપનિષ્પન્ન - રે િમત્તે ! સામાફિયં આદિ સૂત્રપદોનો જે નામ-સ્થાપનાદિરૂપે ન્યાસ, તે સૂત્રાલાપકનિક્ષેપ કહેવાય છે તે અહીં પ્રાપ્તાવસર જ છે. સૂત્રાલાપકો અત્યારે નિક્ષેપ કરાતા નથી. કારણ અત્યારે સૂત્ર જ પ્રાપ્ત નથી. એટલે સૂત્રાલાપકોના નિક્ષેપમાં અહીં કોઈ અવસર નથી. પ્રશ્ન-૬૧૭ – અહીં પ્રાપ્ત અવસરપણ જો એ સૂત્રાલાપકનિક્ષેપનો નથી કરતા તો અહીં શા માટે કહો છો ભૂત્રીના વિનિક્ષેપશ એમ નિક્ષેપના ત્રીજા ભેદ તરીકે શા માટે અહીં નિર્દેશ છે. અનુગમમાં પણ કેમ કહેવાય નહિ? ઉત્તર-૬૧૭– સાચું છે, પરંતુ ઘનિષ્પનાદિ નિક્ષેપ સાથે નિક્ષેપમાત્રની સમાનતાથી એ ફક્ત અહીં દર્શાવાય જ છે, નિર્દેશ નથી કરાતો, એમ કરવામાં ગ્રંથગૌરવનો ભય છે. (૩) અનુગમ:- (૧) નિયુક્તિ અનુગમ (૨) સૂત્રાનુગમ એમ બે પ્રકારનો અનુગમ છે. તેમાં, નિયુક્તિ ૩ પ્રકારે છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧0 શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૧) વાસ (૧) નિક્ષેપ નિર્યુક્તિ (૨) ઉપોદ્દાત (૨) ઉપોદ્ધાતુ નિર્યુક્તિ (૩) સૂત્રવ્યાખ્યાન (૩) સૂત્રોલાપક ઉદ્દેશ-નિર્દેશ-નિર્ગમ-ક્ષેત્ર-કાલ-પુરુષ-કારણ-પ્રત્યય-લક્ષણ-નય-સમવતાર-અનુમત (૧) ઉદ્દેશ (૨) નિર્દેશ સામાન્ય-વિશિષ્ટ એવા શાસ્ત્ર-નામના ઓઘ-નામ નિષ્પન્ન નિક્ષેપમાં જે અભિધાન કહ્યું છે તે ઉદ્દેશ-નિર્દેશ છે. જેમકે સામાન્ય શાસ્ત્રના ઓઘ નિષ્પન્ન નિક્ષેપમાં જે અધ્યયન કહ્યું તે ઉદ્દેશ કહેવાય છે અને નામનિક્ષેપમાં વિશિષ્ટ નામનું જે સામાયિક એવું નામ કહ્યું તે નિર્દેશ કહેવાય છે. પ્રશ્ન-૬૧૮ – આવશ્યકનું પ્રથમાધ્યયન સામાયિક છે તેના ૪ અનુયોગ દ્વારો છે વગેરે દ્વારા દ્વારનિર્દેશાદિ પ્રક્રણમાં જોકે ઓઘનિષ્પન્ન-નામનિષ્પન્ન-નિક્ષેપોનો સામાન્ય નામરૂપ ઉદ્દેશ અને વિશેષ નામરૂપ નિર્દેશ અનેકવાર કહ્યો જ છે તો અહીં ઉપોદ્દાત નિર્યુક્તિમાં તેને ફરી શા માટે કહો છો? ઉત્તર-૬૧૮– ઉપોદ્ધાતમાં પ્રથમ બે દ્વાર ઉદ્દેશ-નિર્દેશનું જ દ્વારોપન્યાસાદિમાં શાસ્ત્રકારે અનાગત કાલમાં ગ્રહણ કર્યું છે. નહિ તો તે સામાન્ય-વિશેષનામરૂપ ઉદ્દેશ-નિર્દેશનું ત્યાં ગ્રહણ કર્યા વિના નિરાશ્રય એવા દ્વારોપન્યાસાદિ કાર્યો કઈ રીતે કરે ? અથવા તે દ્વારોપન્યાસાદિમાં સામાન્ય-વિશેષનામ રૂપ ઉદેશ-નિર્દેશ કરાયો છે. તે આપણે જાણીએ છીએ, અહીં ફક્ત અર્થાનુગમ અવસર-અર્થવ્યાખ્યાપ્રસ્તાવે તે બંનેનું ભેદથી વ્યાખ્યાન શરૂ કર્યું છે એટલે દોષ નથી. અન્યતુ - પૂર્વ વિદિત ઉદ્દેશ-નિર્દેશનું પણ અહીં વિશેષ કહે છે – કે આ અધ્યયન ઉદ્દેશકબદ્ધ નથી કારણ કે અંગ-શ્રુતસ્કંધ અધ્યયન સભાસદ્ધાર સમવતારથી એ જણાવેલું જ છે. ભાવ:- નામ વાને સમાસ . Èસુદ્દેમ ય મામ ય હો અઠ્ઠમો છે એમ આગળની ગાથામાં ૮ પ્રકારનો ઉદ્દેશ કહેવાશે. અને નિર્દેશ પણ ૮ પ્રકારનો કહેવાશે. ત્યાં આ સામાયિકાધ્યયન ખરેખર અધ્યયન ઉદ્દેશ હોય છે. ઉદ્દેશોદ્દેશ નથી થતો. ત્યાં એની વ્યાખ્યા થશે. આઠ પ્રકારના ઉદ્દેશ-નિર્દેશ કહેવાથી તેમાં છઠું સમાસધાર આવ્યું એ દ્વારથી વિચારાતાં આ અધ્યયન ઉદેશરહિત છે એવું જાણાયું. એ અહીં ઉદ્દેશ-નિર્દેશ Page #330 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૧૧ ન કહેવાથી નિર્મૂળ સમાસદ્વારના જ અભાવથી તે બંને જણાતાં નથી. એ યત્કિંચિત્ અહી બતાવે છે. આવશ્યક અંગ છે કે અંગો ? વગેરે પ્રશ્નકાળે જ કાલિકશ્રુત પરિણામ સંખ્યાવતારમાં અધ્યયન સંખ્યાના અવતારથી અને ‘નોદ્દેશક નોદેશકા’ એવા નિષેધથી તે સામાયિકાધ્યયન ઉદ્દેશબદ્ધ થતું નથી એમ કહેલું જ છે તો અહીં ન જણાવેલું અધિક શું જણાય છે ? એટલે એ યત્કિંચિત્ જ છે. એથી અહીં એમનું કહેવું વ્યાખ્યાનાર્થ જ છે. તે બંનેની ચાલના-પ્રત્યવસ્થાન થઈ. હવે નિર્ગમ જણાવે છે. તે સામાયિક ક્યાંથી નીકળ્યું ? પ્રશ્ન-૬૧૯ પહેલાં આગમ દ્વારમાં જ આત્મા-અનંતર-પરંપર આગમથી તીર્થંકરાદિથી પરંપરાથી એ આવ્યું છે એમ કહેવાથી એનો નિર્ગમ તીર્થંકરાદિથી છે, એટલે જણાયેલો જ છે ફરીથી અહીં કહેવાનું શું કારણ ? ઉત્તર-૬૧૯ – પૂર્વે જાણેલાનો અહીં સામાન્યોદેશમાત્રથી તે તીર્થંકરાદિઓનો જ વિશેષ અભિધાન રૂપ નિર્દેશ કહેવાય છે. જેમ કે શ્રીમાન્ મહાવી૨ તીર્થંકરથી આ સામાયિક અર્થથી નીકળ્યું. સૂત્રથી ગૌતમાદિથી નીકળ્યું છે. તથા તે તીર્થંકરાદિઓનો મિથ્યાત્વ-અવિરતિ આદિ અંધકારનો નિર્ગમ અવવિવેદે ગામમ્સ વિતઓ એ ગાથાથી કહેવાય છે. તે સામાયિક અનેકવાર ક્ષેત્ર-કાળ-પુરુષ-કારણ-પ્રત્યયથી વિશેષિત તે તીર્થંકરાદિપાસેથી ઉપાય પ્રમાણે આવેલું છે તે અહીં કહેવાય છે એ વિશેષ છે. પ્રશ્ન-૬૨૦ લક્ષણદ્વાર :- આ અધ્યયનનું લક્ષણ ક્ષાયોપશમિક ભાવ છે એવું પૂર્વે ઉપક્રમના ભેદરૂપ છ નામમાં ક્ષાયોપશમિક ભાવમાં સમવતારથી અર્થાપત્તિથી કહેલું જ છે. અથવા મુળ-પ્રમાણે જ્ઞાનમિત્રમ્ તત્રાઘ્યાયમાં એમ કહેવાથી આ ક્ષાયોપશમિક ભાવરૂપ લક્ષણ અર્થાપત્તિથી કહેલું જ છે, તો અહીં અનુગમમાં ફરી લક્ષણ શા માટે કહ્યું ? - ઉત્તર-૬૨૦ – પહેલાં માત્ર લક્ષણ જ બતાવ્યું છે. પણ વ્યાખ્યાથી વ્યાખ્યા નથી કર્યું. અનુગમમાં તો વ્યાખ્યાન પ્રસ્તાવથી વિસ્તારપૂર્વક તેની વ્યાખ્યા થશે. અથવા તે ક્ષાયોપશિમિક ભાવ પૂર્વ શ્રુત સમાયિકનું જ લક્ષણ સંગત થાય છે. અને અહીં તો સમ્યક્ત્વજ્ઞાન-દેશવિરતિ-સર્વવિરતિ રૂપ ચારેય સમ્યક્ત્વ-શ્રુત-દેશચારિત્ર-સર્વચારિત્ર સામાયિકોનું લક્ષણ કહેવાય છે એટલો વિશેષ છે. પ્રશ્ન-૬૨૧ - · નયદ્વાર :- પહેલાં ભાવપ્રમાણના ભેદરૂપ નયપ્રમાણમાં નયો કહેલા જ છે તો ઉપોદ્ઘાતમાં ફરી શા માટે ? તથા કહેવાનારા ચોથા નયલક્ષણમાં મૂળો અનુયોગદ્વારમાં કહેવાશે તો પહેલાં અનેકવાર કહેલાં એ ફરીથી કહેવામાં વિનિયોગ શું અને ફળ શું છે ? Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૬૨૧ – પહેલાં પ્રમાણદ્વારમાં સંક્ષેપમાત્રથી નયો કહ્યા હતા. હવે અહીં આગળ વિસ્તારથી કહીશું. કારણ કે, તે અધ્યયન ઉપક્રમ રૂપ માત્ર ઉપક્રમ હતો અને આ અર્થાનુગમ છે. એટલે સવિસ્તર વ્યાખ્યાન કરાશે. અથવા પ્રમાણદ્વારાધિકારથી પ્રમાણ ભાવમાત્ર ત્યાં નયોનો કહેલો છેઅહીં ઉપોદઘાતનિયુક્તિ અનુગમમાં તેનું સ્વરૂપ વ્યાખ્યાન છે અથવા પહેલાં ઉપક્રમાધિકારથી નયો દ્વારા અધ્યયન ઉપક્રમ કરાયું છે અને અહીં તો ક્યા નયનું કયું સામાયિક માન્ય છે? એમ વિચારાય છે. તેવા સંજોગપુનમ નિયં પવયui વવહારી સદુનુસુયા પુનિવ્યાપ સંનો વેવ . ? . તે નયોનો અહીં જ્યાં સમવતાર સંભવે ત્યાં બતાવવો. અર્થમાત્રમાં વપરાય છે, સૂત્રાર્થ વિનિયોગી નથી, અને મૂળ નયો દરેક સ્થાને સૂત્રાર્થ વિષયવાળા છે એટલો વિશેષ છે. પ્રશ્ન-૬૨૨ – લિંક દ્વાર - પ્રમાણદ્વારભેદમાં ગુણ પ્રમાણમાં સમાયિક જીવગુણ છે ત્યાં પણ જ્ઞાન છે એટલું કહેતાં અહીં કિ સમય ? એવી કઈ શંકા છે કે જેથી કિંધાર કહેવાય ઉત્તર-૬૨૨ – તે સામાયિક શું જીવથી ભિન્ન છે કે અભિન્ન? એવા સંદેહને દૂર કરવા અહીં કિંઢારનો નિર્દેશ છે. પ્રશ્ન-૬૨૩ - શં દ્વાર - નામધારમાં ક્ષાયોપથમિક સામાયિક કહેતાં કદાવરણક્ષયોપશમથી તે પ્રાપ્ત થાય છે એવું કહેવું જ થાય છે. તેથી તે કઈ રીતે પ્રાપ્ત થાય છે? એવો અર્થ બતાવનારૂ કંથદ્વાર અહીં ફરીથી કેમ કહેવાય ? ઉત્તર-૬૨૩ – કર્થ દ્વારમાં તે ક્ષયોપશમ જ વિચારાય છે. અને અહી કઈ રીતે તે ક્ષયોપશમ પ્રાપ્ત થાય છે એ બતાવાશે? આટલો વિશેષ છે. આ રીતે ઉપોદ્ધાતમાં કહેલા એ ઉદ્દેશાદિતારોમાં પ્રત્યેક વિશેષથી ચાલના-પ્રત્યવસ્થાન કહીને અત્યારે સામાન્યથી આખા ય ઉપોદઘાતની ચાલના બતાવે છે – પ્રશ્ન-૬૨૪– ઉપક્રમ પણ પ્રાયઃ શાસ્ત્ર સમુત્યાનાર્થ જ છે ત્યાં આનુપૂર્વી આદિ દ્વારોથી શાસ્ત્ર ઉપક્રમીને નામાદિન્યાસ વ્યાખ્યાન યોગ્યતામાં લવાય છે. તેમ આ ઉપોદ્દાત પણ શાસ્ત્રના ઉદ્દેશ-નિર્દેશ-નિર્ગમાદિ દ્વારોથી ઉત્થાનને વર્ણવીને વ્યાખ્યાન યોગ્યતામાં લાવે છે તો એ બંનેમાં ફરક શું છે કાંઈ નહિ તો આ બંનેમાંથી કોઈ એક જ કહેવો જોઈએ ને? ઉત્તર-૬૨૪ – ઉદેશમાત્રનિયત જ ઉપક્રમ છે. નામ-સ્થાપના-દ્રવ્યાદિ અને આનુપૂર્વીઆદિ ભેદોથી ઉપક્રમ શાસ્ત્રનો ઉદ્દેશ જ કરે છે, વ્યાખ્યા નથી કરતો. અને આ ઉપોદ્દાત પ્રાયઃ તે શાસ્ત્રનો વ્યાખ્યાનાર્થ છે. કારણ કે આ પ્રસ્તુત અનુગમ કહ્યો છે. તથા Page #332 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૧૩ ઉપોદ્ધાત અનુગમનો જ ભેદ છે, અને અનુગમ એ વ્યાખ્યાન રૂપ હોવાથી ઉપોદ્દાત પણ વ્યાખ્યાનાર્થ સિદ્ધ થયો છે. અથવા અધ્યયન સંબંધિ નામાદિ નિક્ષેપનું સંબંધ છે. તદ્ યોગ્યતા આપાયન ઉપક્રમ કહેવાય છે. કારણ કે, ઉપોદ્દાત અંતે ઉપક્રમનું પ્રતિપાદન છે. આ ઉપોદ્દાત સૂત્ર વ્યાખ્યાનો સંબંધ છે. તેની યોગ્યતા વ્યવસ્થાપનરૂપ છે. એટલે ઉપોદ્યાતના અંતે તે જ સૂત્રવ્યાખ્યા કહેવાય છે એટલો બંનેમાં ફરક છે. (૩) સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ - સૂત્રનું જે વ્યાખ્યાન તે સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ. હવે તે કહેવાનો અવસર છે પણ હમણાં અહીં કહેતા નથી. પ્રશ્ન-૬૨૫ – કયા કારણે અહીં ક્રમ પ્રાપ્ત પણ તે કહેવાતી નથી? ઉત્તર-૬૨૫ – સૂત્ર વિના તે કોની હોય? જે સૂત્રને સ્પર્શે તે સૂત્ર સ્પર્શિકા કહેવાય અને અહીં સૂત્ર તો છે નહિ તો તેનો અવસર ક્યાંથી હોય ? પ્રશ્ન-૬૨૬ – તો તે ક્યારે થશે? ઉત્તર-૬૨૬ – ક્રમ પ્રાપ્ત સૂત્રાનુગમમાં તે સૂત્ર જ્યારે કહેશે ત્યારે તેના અર્થવાખ્યાન રૂપ હોવાથી અવસર આવશે. પ્રશ્ન-૬૨૭ – જે અત્યારે તે સ્થાને નથી તો કેમ કહેવાય છે? ઉત્તર-૬૨૭ – અહીં નિયુક્તિ કહેવાના પ્રસ્તાવમાં તે નિયુક્તિની સમાનતા માત્રથી કહેવાય છે. પરંતુ સૂત્ર સ્પર્શિક તરીકે પ્રવર્તતી નથી. કારણ કે હજુ સુધી સૂત્ર તો નથી. આમ ત્રણે પ્રકારની નિયુક્તિ કહી. (૩) સૂત્રાનુગમ :- સૂત્ર હોય તો જ સૂત્રસ્પર્શિક નિયુક્તિ હોય છે. તેથી અત્યારે સૂત્રાનુગમ ક્રમપ્રાપ્ત છતે સૂત્ર કહેવું – અનવદ્ય-ઉનાધિક દોષરહિત, અસ્મલિતાદિ વિશુદ્ધવગેરે “ઉત્પાદ-વ્યય અને ધ્રુવ યુક્ત હોય તે સત્ કહેવાય” વગેરે સૂત્રની જેમ જે અલ્પગ્રંથ અને મહાર્થવાળું હોય તથા બત્રીશ દોષરહિત અને લક્ષણયુક્ત આઠગુણોથી યુક્ત સૂત્ર હોય છે. બત્રીશ દોષો : ૧. અલીક - અભૂતોભાવન – ઇશ્વરકર્તક જગત આદિ ભૂતનિહ્નવ = આત્મા નથી વગેરે અસત્યનું પ્રતિપાદન કરવું તે અલિક વચન કહેવાય. ૨. ઉપઘાત જનક - જીવ ઉપઘાતાદિ પ્રવર્તક, જેમ-“વેદમાં કહેલી હિંસા ધર્મ છે” માટે વગેરે ઉપઘાતજનક છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ૩. નિરર્થક ઃ- જ્યાં વર્ણોનો ક્રમનિર્દેશ માત્ર પ્રાપ્ત થાય, અર્થ નહિ-જેમ કે-ત્ર આ ફ્ વગેરે ડિત્યાદિવત્, ૩૧૪ ૪. અપાર્થક ઃ- અસંબદ્ધાર્થ જેમ - દશ દાડમ, છ પૂડલા, કુંડ, અજાજીન, પલલપિંડ, કીડી ! ઉતાવળ કર, ઉત્તર દિશા વગેરે સંબંધ વગરનું બોલવું તે અપાર્થક પ. છલ :- જ્યાં અનિષ્ટ અર્થાન્તરના સંભવથી વિવક્ષિતાર્થોપઘાત કરી શકાય તે વચન બોલવું જેમ કે નવશ્ર્વતો વેવત્તઃ -- ૬. દ્રુહિલ :- જીવોને અહિત ઉપદેશથી પાપવ્યાપારમાં પોષક હોવાથી દ્રોહસ્વભાવવાળું વચન, જેમકે – યસ્ય વૃદ્ધિનલિખતે હત્વા સર્વમિત્ નાત્ । આાશમિવ પડ્વેન નાસૌ નિખેત कर्मणा ॥ तथा एतावानेव लोकाऽयं यावानिन्द्रियगोचरः । भद्रे ! वृकपदं पश्य यद् वदन्ति बहुश्रुता: ।। पिब खाद च साधु शोभने ! यदतीत वरगात्रि ! तद् न ते । नहि भीरु ! गतं निवर्तते સમુલ્યમાત્રમિમાં સ્તેવરમ્ ॥ આખા જગતને મારીને પણ જેની બુદ્ધિ લેપાતી નથી તેવો મનુષ્ય કાદવ વડે આકાશની જેમ પાપથી લેપાતો નથી વગેરે. ૭. નિઃસાર ઃ- વેદવચનાદિ જેમ તથાવિધ યુક્તિ વિનાનું પોકળ. - ૮. અધિક ઃ- ૯. ન્યૂન ઃ- અક્ષરમાત્રા પદાદિથી અધિક કે ન્યૂન અથવા હેતુ ઉદાહરણ દ્વારા અધિક. જેમ કે – અનિત્ય: શબ્દ: તત્વ-પ્રયત્તાન્તરીયવાયામ્ હેતુ અધિક અનિત્ય શબ્દઃ તાત્ ટ-પટવત્ - ઉદાહરણાધિક-એમનાથી જ હીન તે ઉત્ત. ઉદાહરણ તરીકે ઘટની જેમ શબ્દ અનિત્ય છે આમાં હેતુ નથી. તેથી તે હેતુન્યૂન. અને શબ્દકૃતક હોવાથી અનિત્ય છે. આમાં ઉદાહરણ નથી માટે ઉદાહરણ ન્યૂન. ૧૦. પુનરુક્ત :- બે પ્રકારે શબ્દથી-અર્થથી પુનરુક્ત હોય છે. ઘટ-ઘટ-ઘટ વગેરે વારંવાર કહેવું તે શબ્દથી પુનરુક્ત અને જાડો દેવદત્ત દિવસે જમતો નથી એમ કહેવાથી અર્થાપત્તિથી જણાય છે કે તે રાત્રે જમે છે. તે છતાં એમ કહે કે - જાડો દેવદત્ત દિવસે જમે છે, રાત્રે જમે છે એ અર્થપ્રાપ્તનું પુનર્વચન પુનરુક્ત. ૧૧. વ્યાહત ઃ- જ્યાં પૂર્વાપરનો વિરોધ આવે. જેમ વર્મ વાસ્તિ તું વાસ્તિ ર્તા નત્વસ્તિ માંળામ્ વગેરે વચનથી પૂર્વવચનથી પછીનું વચન હણાય તે વ્યાહતદોષ. ૧૨. અયુક્ત :- અનુપપત્તિક્ષમ જેમકે-તેષાં તટપ્રě ાખાનાં મવિન્ડુમિઃ । પ્રાવર્તત નવી ધોરા હત્યશ્વરથવાહિની ॥ તે હાથીઓનાં ગંડસ્થલથી પડેલા મંદબિંદુઓ વડે હાથી-ઘોડા-થ અને સેના તણાઈ જાય એવી ભયંકર નદી વહેવા માંડી વગેરે અઘટિતાર્થ કથન તે અયુક્ત દોષ. તે Page #334 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૧૫ ૧૩-૧૪-૧૫-૧૬. ક્રમ-વચન-વિભક્તિ-લિંગ ભિન્નઃ- સ્પર્શનાદિના સ્પર્શાદ અર્થો ક્રમવિના કહેવા, વૃક્ષાવેત્તૌ પુષ્પિતા:, વૃક્ષ: પશ્ય, અયં સ્ત્રી વગેરે ૧૭. અનિભિહિત ઃ- સ્વસિદ્ધાંતમાં ન ઉપદેશાયેલું જેમ કે સાત પદાર્થ વૈશેષિકના, પ્રકૃતિ-પુરુષથી અધિક સંખ્યના નવ પદાર્થ દુઃખ-સમુદાય-માર્ગ-નિરોધરૂપ ચતુરાર્યસત્ય બૌદ્ધનો કહ્યા છે તેનાથી અધિક કહેવું તે અનભિહિત દોષ. ૧૮. અપદ :- પદ્મબંધમાં અન્ય છેદના અધિકારમાં અન્ય છેદ કહેતો જેમકે-આર્યાપદ કહેવાનો હોય ત્યાં વૈતાલિય પદ કહે. ૧૯. સ્વભાવહીન :- જ્યાં વસ્તુનો સ્વભાવ અન્યથા હોય અને અન્યથા કહે – જેમકે શીત વહ્નિ, મૂર્ત આકાશ વગેરે. ૨૦. વ્યવહિત ઃ- જ્યાં પ્રકૃત વિષયને છોડીને અપ્રકૃત વિષયને વિસ્તારપૂર્વક કહીને ફરી પ્રકૃત વિષય કહે તે વ્યવહિત દોષ. ૨૧. કાલદોષ :- જ્યાં અતીતાદિ કાળનો વ્યત્યય છે તે, જેમકે. રામો વનં પ્રવિવેશ કહેવાના બદલે રામો વન પ્રવિતિ વગેરે કાલદોષ કહેવાય. : ૨૨. યતિ દોષ ઃ- જ્યાં અસ્થાને વિરામ હોય કે સર્વથા અવિરામ જ હોય તે યતિદોષ. ૨૩. છવિ દોષ :- છવિ અલંકાર વિશેષ તેજસ્વિતા તેનાથી રહિત હોય તે છવિ દોષ. ૨૪. સમયવિરુદ્ધ :- સ્વસિદ્ધાંત વિરોધિ વચન હોય તે સમય વિરૂદ્ધ દોષ. જેમકે - સાંખ્યનું અસત્ કારણમાં કાર્ય અથવા વૈશેષિકનું સત્ ૨૫. વચન માત્ર :- જે વાક્યમાં હેતુ વિનાનું કથન હોય તે વચન માત્ર દોષ. જેમકે – કોઈ ઇચ્છામૂજબ કોઈપ્રદેશને લોકના મધ્ય તરીકે લોકોને પ્રરૂપે છે. ૨૬. અર્થાપત્તિ ઃ- જ્યાં અર્થોપત્તિથી અનિષ્ટ થાય તે જેમકે ઘરનો કુકડો ન મારવો કહેતાં અર્થપત્તિથી શેષનો ઘાત અદુષ્ટ છે એવું આવી પડે. ૨૭. સમાસ દોષ ઃ- જ્યાં સમાસ થતાં હોય ત્યાં ન કરે અથવા વિપરિત સમાસ કરે તે. ૨૮. ઉપમા દોષ ઃ- જ્યાં હીન ઉપમા કરાય મેરુ સરસવ જેવો છે અથવા અધિક ઉપમા સરસવ મેરૂ જેવો છે. તે ઉપમા દોષ અથવા અનુપમા દોષ મેરૂ સમુદ્ર જેવો છે. ૨૯. રૂપક દોષ ઃ- સ્વરૂપભૂત અવયવોનું અરૂપણ. જેમકે પર્વતનું નિરૂપણ કરતાં તેના સ્વરૂપ ભૂત શિખરાદિ અવયવોનું અન્ય સમુદ્રાદિ સંબંધિ અવયવોને ત્યાં રૂપક કરે. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ૩૦. નિર્દેશ દોષ - જ્યાં નિર્દિષ્ટપદોની એકવાક્યતા ન કરાય જેમ- તેવા પાલ્યાં પતિ કહેવામાં પતિ શબ્દ ન કહે. તે નિર્દેશ દોષ. ૩૧. પદાર્થ દોષ - જ્યાં વસ્તુના પદાર્થને પણ અન્ય પદાર્થ તરીકે માને. જેમ કે સંતો ભાવ સત્તા એમ કહીને વસ્તુપર્યાય જ સત્તા છે છતાં, તે વૈશેષિકમાં છ પદાર્થોથી અન્ય પદાર્થ તરીકે માનેલ છે. એ બરાબર નથી. કારણ કે, વસ્તુના પર્યાયો અનંત હોવાથી અનંત પદાર્થની આપત્તિ આવે. ૩૨. સંધિ દોષ - જ્યાં સંધિ થાય ત્યાં ન કરે, અથવા દોષવાળી સંધિ કરે. આઠ ગુણો :- ૧. નિર્દોષ, ૨. સારવાળું, ૩. હેતુયુક્ત, ૪. અલંકૃત, ૫. ઉપનીત, ૬. સોપચાર, ૭. મિત, ૮. મધુર. (૧) નિર્દોષઃ ઉક્ત અને અનુક્ત દોષ રહિત તે નિર્દોષ. (ર) સારવાળું: “ગો' શબ્દની જેમ ઘણા પર્યાયોથી યુક્ત તે સારવાળું. (૩) હેતુયુક્તઃ અન્વય-વ્યતિરેક સહિત તે હેતુયુક્ત. (૪) અલંકૃતઃ ઉપમા-ઉન્મેલાદિ અલંકારથી વિભૂષિત. (૫) ઉપનીતઃ દષ્ટાંતપૂર્વક. (૬) સોપચાર ગ્રામ્ય ભાષા જેમાં ન હોય તે. (૭) મિતઃ વર્ણાદિ ઉચિત પ્રમાણવાળું. (૮) મધુર : કાનને ગમે તેવું. છ ગુણો :- ૧. અલ્પાક્ષર, ૨. અસંદિગ્ધ, ૩. સારવતુ, ૪. વિશ્વતોમુખ, પ. અસ્તોભક, ૬. અનવદ્ય. આવું સૂત્ર સર્વજ્ઞ ભાષિત હોય છે. પ્રશ્ન-૬૨૮ – સૂત્રાનુગમમાં સૂત્ર ઉચ્ચારતાં ક્યારે સૂત્રસ્પર્શિક નિર્યુક્તિનો અવસર આવે છે? ઉત્તર-૬૨૮ – “કરોમિ ભંતે ! સામાયિય સવ્વ સાવજ્જ જોગ ઇત્યાદિ સૂત્ર ઉચ્ચારાતાં તથા, સર્વદોષ રહિત હોઈ શુદ્ધ છે એવો નિશ્ચય થતાં વ્યાખ્યાન અવસર હોવાથી કરોમિ ભદંત ! સામાયિક, સાવદ્ય, યોગ એવો પદરછેદ કરીને તથા સૂત્રાલાપકોનો યથાસંભવ ના સ્થાપનાદિ ન્યાસ કરીને, તેના વ્યાખ્યાન માટે સૂત્રસ્પર્શિકા નિર્યુક્તિનો અવસર આવે છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૧૭ આ રીતે સૂત્રાનુગમ-અનુગમનો ૧લો ભેદ, સૂત્રાલાપકગત નિક્ષેપ-નિક્ષેપદ્વા૨નો ૨જો ભેદ, તથા સૂત્રસ્પર્શિકા નિર્યુક્તિ-નિર્યુક્તિ અનુગમનો ૩જો ભેદ તથા નયો-૪થા અનુયોગદ્વારમાં બતાવેલા, આ બધું એક સાથે પ્રતિસૂત્ર પ્રાપ્ત થાય છે. અનુગમ ૨ પ્રકારનો કહ્યો છે, એ વ્યાખ્યા સ્વરૂપ છે, ત્યાં વ્યાખ્યાનું પ્રશ્ન-૬૨૯ લક્ષણ શું છે ? — ઉત્તર-૬૨૯ – વ્યાખ્યાનવિધિ પ્રસ્તુત થતા પ્રથમ અસ્ખલિત ગુણોપેત યથોક્ત લક્ષણ યુક્ત ‘સૂત્ર’ ઉચ્ચારવું એ ક્યાંક સંહિતા કહેવાય છે. પછી ‘પદ' પદવિચ્છેદ બતાવવો. પછી ‘પદાર્થ’ કહેવો, પછી સંભવતઃ ‘સમાસ’ ક૨વો, પછી ‘ચાલના’ પ્રશ્નરૂપ વિચાર કરવો. પછી દુષણપરિહાર કરવા રૂપ ‘પ્રત્યવસ્થાન’ કરવો આ ક્રમથી પ્રતિસૂત્ર ‘નયમત’વિશેષથી વ્યાખ્યાન જાણવું. બીજું વ્યાખ્યાનાંગ ૫૬ :- ૨ પ્રકાર ચાદિક ઘૌતક પદ છે. - અર્થવાચક અને અર્થઘોતક ત્યાં વૃક્ષસ્તિષ્ઠતિ વગેરે વાચક, પ્રાદિક ૫ પ્રકારના પદ – ૧. નામિક – ‘અશ્વઃ', ૨. નૈપાતિક – ‘હતુ’, ૩. ઔપસર્ગિક ‘પરિ’, ૪. આખ્યાતિક-‘ધાવતિ’ ૫. મિશ્ર-‘સંયત’ આવા પદોનો વિચ્છેદ કરવો એ રજું વ્યાખ્યાનાંગ છે. ત્રીજુ વ્યાખ્યાનાંગ પદાર્થ : :- ૪ પ્રકારે છે ૧. કારકવાચ્ય પતિ કૃતિ પાવળ : ૨. સમાસવાન :રાશે:પુરુષ: રાનપુરુષ: ૩. તદ્ધિતવાચ્ય - વસુવેવસ્થાપત્ય વાસુડેવ: ૪. નિરુક્ત વાચ્ય - શ્રમતિ चरौति च भ्रमरः અથવા શ્રોતાઓને હિતકારી પદાર્થ ૩ પ્રકારે – ૧. ક્રિયાકારક વિધાનથી-‘ઘટ વેટ્ટાયાં ઘટતે કૃતિ ષટા' ૨.૫ર્યાયવચનથી - ઘટ, કુટ, કુંભ, કળશ, ૩. ભૂતાર્થાભિધાનથી-સદ્ભૂત અર્થાભિધાન-પ્રથ્બુઘ્નોદર-ઉર્ધ્વકુંડલ ઔષ્ટ, આયાતવૃત ગ્રીવવાળો ઘટ. અથવા બીજી રીતે પણ પદાર્થનો અર્થ ૩ પ્રકારે છે— ૧. પ્રત્યક્ષથી, ૨. અનુમાનથી, ૩. લેશથી (સમસ્ત નિર્દેશથી) ૧. પ્રત્યક્ષયી - પ્રથમ જેવું પુસ્તકમાં લખેલું જાણીએ અથવા સાક્ષાત્ ગુરૂમુખથી સાંભળેલું પ્રરૂપીએ તે પ્રત્યક્ષથી પદાર્થ કહેવાય છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ૨. અનુમાનથી - પ્રત્યક્ષથી જણાયેલ એવો અર્થ જાણીને જે અર્થાપત્તિથી જણાયેલા પદાર્થનું કથન કરે તે પદાર્થ અનુમાન વાચ્ય કહેવાય છે. ૩૧૮ ૩. લેશથી - સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સાથે હોય તો જ મોક્ષમાર્ગ છે. નહિ તો એકએક અલગ હોય તે મોક્ષ માર્ગ નથી, આમ, સમુદિત પદોથી જે નિર્દેશ કરાય તે લેશથી વાચ્ય પદાર્થ કહેવાય છે. અથવા ૨ પ્રકારે બીજી રીતે પણ છે ૧. આગમથી-ભવ્ય-અભવ્ય-નિગોધાદિ પ્રતિપાદક પદોનો આગમથી આજ્ઞા માત્રથી જ અર્થ બતાવાય, કારણ કે ભવ્યા-ભવ્યાદિ પ્રરૂપણા આગમ વિના પ્રાયઃ અન્ય પ્રમાણથી પ્રવર્તતી નથી. ૨. હેતુથી – જ્યાં હેતુ સંભવે ત્યાં હેતુથી પદાર્થ કહેવાય – હ્રાયપ્રમાળ આત્મા ન સર્વશતઃ कर्तृत्वात्, कुलालादिवत् । } = પ્રશ્ન-૬૩૦ – તો પછી “મૂર્ત આત્મા, તૃવાત્ જ્ઞાનાવિવત્'' એ પ્રમાણે આત્માનું મૂર્તત્વ પણ આ હેતુથી સિદ્ધ થાય ? ઉત્તર-૬૩૦ – સાચી વાત છે, સંસારી આત્મા મૂર્ત તરીકે ઇષ્ટ જ છે કાંઈ વાંધો નથી. પદ વિગ્રહ :- પ્રાય કરીને જે સમાસવિષય બે પદો કે પદોના અનેક અર્થ સંભવમાં ઇષ્ટપદાર્થના નિયમ માટે વિચ્છેદ કરાય તે પદવિગ્રહ. જેમકે રાજ્ઞ: પુરુષ: રાનપુરુષ:, શ્વેતપટો ચેતિ શ્વેતપટઃ મત્તા નહવી માતડ઼ા સ્મિન્ વને તદ્ મતમાતરૂં વનં, કોઈ પવિચ્છેદ પણ સમાસ વિષય નથી થતો. જેમકે વ્યાસઃ-પારાસર્ય: રામો-નામન્ય: વગેરે. એટલે પ્રાયઃ ગ્રહણ છે. ચાલના-પ્રત્યવસ્થાન :- સૂત્ર કે અર્થવિષય શિષ્ય-પ્રેરકો દ્વારા દોષ ઊભો કરાય તે ચાલના અને સૂરિનો તે ચાલનાનો પરિહાર તે પ્રત્યવસ્થાન. ‘કરોમિ ભદંત ! સામાયિકં' ઇત્યાદિમાં ગુરૂ આમંત્રણ વચન ભદંતશબ્દ કહેતાં કોઈ ચાલના કરે છે. પ્રશ્ન-૬૩૧ - • આમ તો ગુરુવિરહમાં ભદંત શબ્દ ન કહેવાની આપત્તિ આવશે અથવા કહેવામાં અનર્થ ઇત્યાદિ દોષ આવશે ? ઉત્તર-૬૩૧ – આચાર્યના અભાવે સ્થાપનાચાર્ય સમક્ષ પછી સામાચારિ કરાય છે, એ જણાવવા માટે આ છે. અન્યત્ર પણ કહ્યું છે - વાળાઆયરિયમ્સ સામાચારી પરંનQ = જેમ સાક્ષાત્ અરિહંતના અભાવે અર્હત્ પ્રતિમાનું ઉપસેવન દેખાય છે. અથવા ગુરુવિરહમાં પણ Page #338 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૧૯ સ્વાતંત્ર્ય નિષેધ માટે અને વિનયમૂળ ધર્મ બતાવવા માટે ગુરુગુણજ્ઞાનોપયોગ કરવો. એમ એનાથી જણાય છે. અથવા નામાદિ ચારભેદ આચાર્ય, ત્યાં આચાર્યમાં ઉપયોગરૂપ એ ભાવાચાર્ય શિષ્યના મનમાં છે. તદ્વિષય આ આમંત્રણ મનમાં રહેતા ગુણમય આચાર્યનું કારણ છે. એટલે ગુરુવિરહ પણ અહીં અસિદ્ધ છે. એમ, અન્યત્ર પણ ચાલના-પ્રત્યવસ્થાન વિચારવા આ પ્રમાણે ષવિધ વ્યાખ્યાનથી પ્રતિસૂત્ર સર્વત્ર સર્વનયમતાવતારથી પરિશુદ્ધ સમગ્ર અર્થ, પુરુષ અથવા પ્રજ્ઞાદિગુણોપેતને આશ્રયીને જે જેનું વ્યાખ્યાન કે નયમત વિચારણ યોગ્ય હોય તે તેને કહે. પ્રશ્ન-૬૩૨ – આ છ વ્યાખ્યાન ભેદોના સૂત્રાનુગતાદિનો કયો કોનો વિષય છે? ઉત્તર-૬૩૨ - અસ્મલિતાદિગુણોપેત સૂત્ર ઉચ્ચારી અને તેનો પદચ્છેદ કહીને સૂત્રાનુગમ-અનુગામનો પ્રથમ ભેદ કૃતાર્થ થાય છે. સૂત્રાલાપકન્યાસ-નિક્ષેપના ૩જા ભેદ રૂપ નામસ્થાપનાદિ ન્યાસ વિનિયોગ માત્ર કૃતાર્થ થાય છે, પછી પ્રાયઃ શેષ પદાર્થ-પદ-વિગ્રહચાલના-પ્રત્યવસ્થાનલક્ષણ વ્યાખ્યા ચતુરૂપ સૂત્રસ્પર્શિક નિર્યુક્તિનો વ્યાપાર જ પ્રાયઃ નૈગમાદિનયમતનો વિષય થાય છે. ફક્ત પદાર્થોદિ નહિ પણ પ્રાયઃ પદવિચ્છેદ પણ સૂત્ર સ્પર્શિકનિર્યુક્તિ માં ઉપયોગી જ છે. એટલે આગળ પ્રાયઃ નું ગ્રહણ કર્યું છે. પ્રશ્ન-૬૩૩ – પદ વિચ્છેદ પણ તેનો વિષય કઈ રીતે? ઉત્તર-૬૩૩ – જે કારણેથી તે વિચ્છિન્નપદોનો અર્થ અને કારક-કાળ-ક્રિયાદિનો ગતિઅવબોધ છે, તે પદચ્છેદ માત્રથી જ થાય છે. તેથી સૂત્ર સ્પર્શિકનિયુક્તિ પદવિચ્છેદમાત્ર જ છે તેટલાથી જ તેનો વ્યાપાર પૂરો થઈ જાય છે. એટલે પદચ્છેદ પણ તેમાં જ અંતર્ભાવ છે આ ઉપલક્ષણ છે તેથી ફક્ત પદાર્થોદિ જ નૈગમદિનયના વિષય નથી પણ પદચ્છેદસૂત્રાલાપકન્યાસાદિ પણ પ્રાયઃ તેના વિષય છે . અનુયોગકારો સમાપ્ત . મંગલ ઉપચાર અને તીર્થકરાદિને નમસ્કાર કરીને શાસ્ત્રનો ઉપોદઘાત જે પહેલાં સંક્ષેપથી કર્યો તેને જ વિસ્તારથી કહીશું. (૧) મધ્યમ મંગલની સિદ્ધિ : પ્રશ્ન-૬૩૪ – પહેલાં મામિળવોદિના (ગા) ૭૯) દ્વારા મંગલ કરેલું જ છે તો ફરીથી શા માટે કરો છો ? હવે જો કરેલું પણ ફરી કરવાનું હોય તો તે પ્રતિઅધ્યયન, પ્રતિઉદ્દેશક, પ્રતિસૂત્ર ઉપક્રમાદિ પ્રતિદ્વારે કેમ નથી કરતા? Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૬૩૪ – કોઈ આચાર્ય દેશીય અંતરભાષાથી જવાબ આપે છે-શાસ્ત્રની આદિમધ્ય-અવસાને મંગલ કરવા તરીકે પૂર્વસૂરિઓએ કહેલું છે. તેથી આદિમાં મંગલ કર્યું અને આ શાસ્ત્રનો મધ્ય છે તેથી મધ્યમંગલ અહીં કરવું જોઈએ. તે બરાબર નથી (૨) અન્ય આચાર્ય દ્વારા મધ્યમ મંગલની સિદ્ધિ : પ્રશ્ન-૬૩૫ – પ્રથમ મંગલમાટે નંદિ કહ્યો પછી અનુયોગદ્વારા કહ્યા પણ જે સામાયિકાધ્યયન રૂપ શાસ્ત્ર છે તે તો શરૂ જ નથી થયું. હજુ સુધી તેનો અક્ષર પણ જણાવ્યો નથી તો તેનો મધ્ય ક્યાંથી? જેથી મધ્યમંગલ થાય? ઉત્તર-૬૩૫ - શાસ્ત્રના ચાર અનુયોગ દ્વારો છે તેથી ઉપક્રમ-નિક્ષેપ એ બે દ્વાર પૂરા કહીને જે આ અનુગમભેદરૂપ ઉપોદ્દઘાતની આદિમાં મંગલ છે તે યુક્તિથી જ મધ્યમંગલ થાય છે. અને જે શાસ્ત્રની શરૂઆત વિના પણ અનુયોગ દ્વાર મધ્યમાં મંગલ પ્રહણ છે તે પણ સિદ્ધ થાય છે-શાસ્ત્રના અંગો અનુયોગદ્વારો શાસ્ત્ર સ્વરૂપ જ છે તેનાથી ભિન્ન નથી એટલે તેના આરંભના શાસ્ત્રારંભ જ માનવો તેથી આ મધ્યમંગલ શાસ્ત્રનું જ છે. પ્રશ્ન-૬૩૬ – છતાં મારી યુક્તિથી એ મધ્યમ ઘટતું નથી પરંતુ અહીં પડાવશ્યકનું જે મધ્ય છે તે પૂર્વે શરૂઆતમાં જ ભાષ્યકારે મધ્યમંગલ તરીકે બતાવ્યું છે. આ તો આવશ્યકનો મધ્ય જ નથી પરંતુ તારી કહેલી યુક્તિથી જો થાય તો પ્રથમ સામાયિકાધ્યયનનું એ મધ્ય મંગલ થાય પણ ખરું પરંતુ સામાયિક અધ્યયનનો મધ્ય ભાગ આવશ્યકનું મધ્ય મંગળ ન કહી શકાય. આ આખું શાસ્ત્ર મંગલરૂપ જ છે તો વિશેષથી મધ્યાદિમંગલ કરવાના પ્રયાસથી શું વળે? ઉત્તર-૬૩૬– સમસ્તશાસ્ત્ર મંગલરૂપ છતાં શિષ્યને મંગલત્રયમતિના પરિગ્રહ માટે આ પ્રયત્ન છે. તે પણ નથી કારણ કે શિષ્યને પણ ત્રણ મંગલની મતિનો પરિગ્રહ પહેલાં જ કરાવાયો છે. પ્રશ્ન-૬૩૭ – જો આ આખું શાસ્ત્ર મંગલ છે અને શિષ્યને મંગલત્રયનો પરિગ્રહ કરાવાયેલો છે તો આ મધ્યમંગલ નથી તો આપ જ કહો આ મંગલ શા માટે? ઉત્તર-૬૩૭ – પૂર્વે (ગા) ૭૯)માં જે શરૂઆતમાં મંગલકર્યું અને સર્વશાસ્ત્ર મંગલરૂપ જ છે એમ જે કહયું અને જે શિષ્યને મંગલત્રયનો પરિગ્રહ કરાવાયો તે બધું આવશ્યકનું કર્યું છે. અહીં તો જેના આરંભે પ્રસ્તુત મંગલ કરાય છે તે આવશ્યકમાત્ર નથી પરંતુ આખા સિદ્ધાંત શાસ્ત્રોનો જે અનુયોગ છે તેનાથી સંબદ્ધ આ ઉપોદ્યાત નિર્યુક્તિ છે. તલક્ષણ જે વસ્તુતઃ અન્ય શાસ્ત્ર છે તેનો આ પ્રારંભ જ છે અને ઉપોદઘાત નિયુક્તિ શાસ્ત્ર સકલ સિદ્ધાંત વ્યાપક હોવાથી મહા અર્થવાળી હોઈ આવેદન સંપાદન માટે મંગલ છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૨૧ પ્રશ્ન-૬૩૮ – આ સર્વાનુયોગ નિયુક્તિ શાસ્ત્રનો પ્રારંભ છે એવું કઈ રીતે જણાય? ઉત્તર-૬૩૮– “કાવય સાનિય તદ ઉત્તરમાય” એ આગળ કહેવાનારા ગ્રંથમાં જે દશકાલિકાદિ નિયુક્તિ પ્રહણ કરશે. તેથી અથવા જે આગળ અહીં જ બધા ચતુર્વિશતિસ્તવાદિ અને સકલ સિદ્ધાંતગત અધ્યયનોમાં જ ઉપોદ્દાત નિયુક્તિ હોય છે એમ કહેશે એનાથી એ જણાય છે કે સર્વાનુયોગની ઉપોદઘાત નિરુક્તિરૂપ શાસ્ત્રનો આ આરંભ છે. પ્રશ્ન-૬૩૯ – આ સામાયિકાધ્યયનનું વ્યાખ્યાન ચાલે છે એમાં દશકાલિકાદિને ગ્રહણ કરવાનો કયો અવસર છે? ઉત્તર-૬૩૯ – કારણ કે આ ઉપોદ્દાત પ્રાયઃ તેમનો પણ સામાન્ય જ છે. એટલે ઉપોદ્દાત સામાન્યથી તેમનું પણ અહીં ગ્રહણ કર્યું છે પ્રાયઃ ગ્રહણથી આવશ્યક સામાયિકનો નિર્ગમ તીર્થકરથી છે. દશકાલિકનો શય્યભવથી છે. અને ઉત્તરાધ્યયનોનો તીર્થંકરાદિ વિવિધ મહર્ષીઓથી નિર્ગમ છે. એવો વિશેષ પણ કાંઈક અલ્પ જાણવો. તેથી અહીં તેમનું તે સામાન્ય ઉપોદ્દઘાત જાણતાં જે અલગ-અલગ નિર્ગમાદિક કાંઈપણ વિશેષમાત્ર છે. તે શિષ્ય સુખપૂર્વક અને જલ્દી જાતે જ ગ્રહણ કરશે એટલે લાઘવમાટે અહીં દશકાલિકાદિનું ગ્રહણ કર્યું છે. તિર્થી શબ્દની વ્યાખ્યાઓઃ- (૧) તીર્થ મંગળ = તિસ્થ માવંતે મUત્તર પશ્ચિમે મિના તિot Igફાઈ સિદ્ધિપદપણ વધે છે દુઃખપૂર્વક કરી શકાય એવી વસ્તુ જેનાથી તરાય અથવા જે હોવાથી તરાય તે તીર્થ કહેવાય છે. તીર્થ ચાર પ્રકારે છે – (૧) નામ (૨) સ્થાપના (૩) દ્રવ્ય (૪) ભાવ. નામ તીર્થ અને સ્થાપના તીર્થ સુગમ હોવાથી એનું વિવેચન કરવું જરૂરી નથી. દ્રવ્યતીર્થ -નદી-સમુદ્ર વગેરેનો ઉતરવા માટેનો કષ્ટ વિનાનો કોઈ નિયત પ્રદેશ તે તીર્થ કહેવાય છે. તે તીર્થ સિદ્ધ થવાથી તેમાં તરવું-તારનાર અને તરવા યોગ્ય એ ત્રણે સિદ્ધ જ છે, કેમકે, તરનાર પુરુષ, તારનાર ઘોડો અથવા વાહણ (નૌકા), અને તરવા યોગ્ય નદી વગેરે. પ્રશ્ન-૬૪૦ – નદી વગેરેને દ્રવ્યતીર્થ કેમ કહેવાય છે? ઉત્તર-૬૪૦ – આ તીર્થ શરીરાદિને જ તારે છે. એટલે કે નદી આદિના સામા તીરે પહોંચાડે છે, પણ જીવને સંસાર સમુદ્રમાંથી મોક્ષરૂપ સામા તીરે પહોંચાડતું નથી, વળી Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ શરીરના બહારના મલને જ આ તીર્થ સાફ કરે છે. પરંતુ, પાપસ્થાનકથી ઉત્પન્ન થતા આંતર મલને ધોતું નથી, તથા આ તીર્થ અનૈકાંતિક ફળવાળું છે. એટલે કોઈ વખત તરીને સામે કાંઠે જવાય છે, અને ક્યારેક ડૂબી પણ જવાય છે. વળી, અનાત્યંતિક ફળવાળું છે. એટલે કે, એક વખત નદી વગેરે તર્યા હોઈએ તો પણ ફરીથી તરવી પડે છે. માટે, નદી વગેરે અપ્રધાન તીર્થ હોવાથી દ્રવ્યતીર્થ કહેવાય છે. અન્ય દર્શનના મતે તીર્થની વ્યાખ્યા : અન્ય દર્શનવાળાઓ નદી વગેરે સ્નાન-પાન-અવગાહનાદિ દ્વારા વિધિપૂર્વક સેવવાથી સંસારથી તારનારા બને છે, માટે તીર્થ છે એવું માને છે. કારણ કે શરીરને તારવું, મેલ ધોવો - તરસ છીપાવવી - દાહની શાંતિ કરવી વગેરે ફળવાળા તે નદી વગેરે તીર્થસ્થાનો છે. આમ, તરસ નાશ વગેરે પ્રત્યક્ષ ફળવાળાં હોવાથી નદી આદિ તીર્થ જણાય છે, તેના ઉપરથી સંસાર તરણરૂપ તે પ્રત્યક્ષ ફળવાળું પણ બને છે. એવું અનુમાન કરી શકાય છે. અન્ય દર્શનીયોની આ વાત બરાબર નથી. કેમકે, સ્નાન વગેરે તલવાર, ધનુષ વગેરેની જેમ જીવઘાતનાં હેતુ હોવાથી દુર્ગતિ પ્રાપક છે. એટલે તે સંસારતારક કઈ રીતે બની શકે? જો એમ છતાં એને સંસારથી તારનારા માનીએ તો વધભૂમિ વગેરે પણ સંસારતારક બની જાય. એમ બનતું નથી, માટે તીર્થસ્નાન પણ પુણ્યનું કામ નથી. ઉલટાનું અંગવિભૂષા વગેરે રૂપ કામને વધારનારું હોવાથી સાધુજન માટે યોગ્ય નથી. એવા કામના અંગોને પુણ્યના કારણ તરીકે માનવામાં તો તે અનેક પ્રકારની વસ્તુઓથી શરીરની શોભા વગેરે કરવારૂપ ફળદાયી થવા જોઈએ, એમ થતું નથી, માટે આવું માનવું યોગ્ય નથી. આ રીતેં, દ્રવ્યતીર્થનું સ્વરૂપ કહીને ભાવ તીર્થનું સ્વરૂપ જણાવે છે – ભાવતીર્થ - શ્રુતવિહત ભાવતીર્થ તે સંઘ કહેવાય છે. ભગવતીમાં-તિર્થં ભવે ! તિર્થં તિસ્થ તિર્થં ? જો મા ! નરહ તાવ નિયમ तित्थंकरे, तित्थं पुण चाउवन्नो समणसंघो' સંઘ તીર્થ છે તેના વિશેષભૂત તારક સાધુ છે. જ્ઞાન-દર્શનચારિત્ર તરણ (તરવાનું સાધન) છે. ભવોદધિ તરણીય છે. સમ્યગ્દર્શનાદિપરિણામ રૂપ હોવાથી સંઘ તીર્થ છે, ત્યાં ઉતરેલાને અવશ્ય ભવોદધિતરે છે. તેના એ સંઘની અંદર રહેલા તેના વિશેષભૂત સાધુ તદન્તર્ગત જ તરનારા સમ્યગ્દર્શનાદિ અનુષ્ઠાનથી સાધકતમ તરીકે તરનાર છે. તેની કરણતા પ્રાપ્ત જ્ઞાનાદિ ત્રણ તરણ છે અને ઔદાયિકાદિ ભાવપરિણામ રૂપ સંસાર સમુદ્ર તરણીય છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ ગુજરાતી પ્રશ્નોત્તર જ્ઞાન-દર્શન-ચારિત્રનો વિપક્ષ એવા અજ્ઞાન-મિથ્યાત્વાવિરમણ રૂપ જીવપરિણામથી અન્યને તારે છે. એટલે સંઘ એ ભાવતીર્થ છે. કારણ તે જ્ઞાનાદિરૂપ છે જે જ્ઞાનાદ્યાત્મક હોય છે તે અજ્ઞાનાદિભાવથી બીજાને તારે જ છે. એટલું જ નહિ ભવભાવથી પણ તારે છે. ક્રોધ-લોભ-કર્મમય દાહ-તૃષ્ણા-મલને જે એકાત્તે અત્યંત દૂર કરે છે. તથા કર્મ કચરાથી મલિન ભવૌઘ સંસારાપારનીરપ્રવાહથી પરકુળમાં લઈ જઈને કર્મમલ દૂર કરવા રૂપ શુદ્ધિ કરે છે. તેથી તે સંઘસ્વરૂપ ભાવતીર્થ છે. (૨) ત્રિસ્થ - અથવા જે કારણે યથોક્ત દેહોપશમ-તૃષ્ણાછેદ-મલક્ષાલન રૂપ કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રણ અર્થોમાં રહેલું ત્રિી સંઘ જ છે. અથવા સંઘ અને ત્રિસ્થ બંને વિશેષણ-વિશેષ્ય રૂપ છે દા.ત. ત્રિસ્થ શું છે? સંઘ કયો સંઘ ? ત્રિસ્થ. (૩) વ્યર્થ - ક્રોધદાતાગ્નિઉપશમ - લોભતૃષ્ણાવ્યવચ્છેદ - કર્મમલક્ષાલન રૂપ ત્રણઅર્થવાળો સંઘ જ છે. તેનાથી અભિન્ન જ્ઞાનાદિત્રણ પણ ચર્થ કહેવાય છે. અહીં અર્થશબ્દ ફળવાચી સમજવો. એના ઉપરથી એમ કહ્યું કે શ્રી સંઘ અને તેનાથી અભિન્ન દર્શનાદિ ત્રણ ભવ્યોએ સેવા થકા ઉપશમાદિ ત્રણ અર્થને પ્રાપ્ત કરે છે. અથવા સમ્યગ્દર્શનાદિ ત્રણ અર્થ જેને હોય તે તીર્થ કહેવાય, તે જ સંઘ કહેવાય. કેમકે બન્ને અભિન્ન છે. એ સિવાયના અન્ય તીર્થ એ પ્રમાણે ઈચ્છિત અર્થ સાધક નથી. તે કહે છે. બૌદ્ધાદિ પ્રણીત અન્ય તીર્થો સમ્યગ્દર્શનાદિ કારણ વિનાના હોવાથી ફળ રહિત છે તથા તે સંપૂર્ણનયાવલંબી પણ નથી. એટલે જ ઈચ્છિત ફળ સાધનારા નથી. બીજી રીતે દ્રવ્ય-ભાવતીર્થની ચતુર્ભગી - (૧) સુખાવતાર-સુખોતાર - જ્યાં જીવો સુખેથી ઉતરે છે અને સુખેથી જ જે છોડે છે. આ ભાંગો સરજસ્ક શૈવ સંબંધિ જાણવો-કારણકે-રાગ-દ્વેષ-કષાય-ઇન્દ્રિય-પરિષહ-ઉપસર્ગમન-વચન-કાયાજ્યાદિલક્ષણે તેવા દુષ્કરાનુષ્ઠાન તેઓ કરતા હોય એવું તેમના દર્શનમાં જણાતું નથી. જેમ-તેમ કોઈપણ રૂપથી તેઓ વ્રતપાલન કહેતા હોવાથી પ્રાણીઓ સુખપૂર્વક દીક્ષા લે છે. એટલે તીર્થની તે સુખાવતારતા થઈ અને તેમના શાસ્ત્રોમાં તેવા આવાસક સ્વભાવવાળી કોઈ નિપુણ યુક્તિ નથી કે જેનાથી આવાસિત હૃદયવાળો માણસ તેમની દીક્ષાને ન છોડે. અને જીવો તરવાિ વ્રતં ત્વાં તતઃ પાંચદશર્ચન્વેતાન યા – વ્રતેશ્વરે | ઇત્યાદિથી દીક્ષાત્યાગને તેઓ નિર્દોષ કહે છે. તેથી જીવો સુખેથી જ તેમની દીક્ષાને છોડે છે. એટલે સુખોત્તારરૂપ પહેલા પ્રકારનું તેમનું તીર્થ કહ્યું છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૨) સુખાવતાર-દુઃખોત્તાર :- આ ભાંગો સુગત સંબંધી માનવો-જેમકે પૂરી शय्या प्रातरुत्थाय पेया भक्तं मध्ये पानकं चापराणे । द्राक्षाखण्डं शर्करा चार्धरात्रे मोक्षश्चान्ते शाक्यपुत्रेण दृष्टः । मणुन्नं भोयणं भोच्चा, मणुन्नं सयणासणं । भगुन्नंसि Ifસ મધુમધુ ફાયણ મુખી . ૨ | ઇત્યાદિથી તેઓ વિષયસુખસિદ્ધિથી તે તીર્થની સુખાવતારતા કહે છે. તથા કુશાસ્ત્રોક્તિનિપુણયુક્તિઓથી તીવ્રવાસના ઉત્પન્ન થવાથી તેના સંસ્કારનો ત્યાગ થતો નથી. વતત્યાગમાં તેઓ મોટો સંસારદંડાદિ કહે છે. તેથી તેમની પાસે લીધેલા વ્રત દુષ્પરિત્યાજ્ય હોવાથી તેમના તીર્થનો સુખથી ત્યાગ કરી શકાતો નથી. તે તીર્થની દુરુત્તારતા છે. (૩) દુઃખાવતાર-સુખોરાર - દિગંબરોને આ ભાગો લાગે છે. ત્યાં નગ્નતાદિ લાદિ હેતુ હોવાથી દુરવ્યવસેય હોવાથી તે તીર્થ દુ:ખાવતાર છે. અનેષણીય પરિભોગ-કષાયા બહુલતાદિથી તેનું અસમંજસ દેખાવાથી નગ્નતાદિ અત્યંત લજ્જનીય હોવાથી તેનાથી ભગ્ન થયેલા તે તીર્થનો સુખે ત્યાગ કરે છે. તેથી તે તીર્થ સુખોત્તાર છે. (૪) દુઃખાવતાર-દુઃખોરાર - આ તીર્થ જૈનોનું છે એ મોક્ષફલ છે. જેમાં સુધાઓના રાગ-દ્વેષ-કષાય-ઇન્દ્રિય-પરિષહ ઉપસગદિ જય અને અપ્રમત્તપણે સમિતિ-ગુપ્રિકેશલુંચનાદિ કઠાનુષ્ઠાન દેખવાથી તે તીર્થ દુ:ખાવતાર છે. સુશાસ્ત્રોક્ત નિપુણયુક્તિઓથી તીવ્રતર અને ઘણી સારી વાસના ઉત્પાદનથી અને વ્રતત્યાગમાં અત્યંત મોટો સંસાર દંડ કહેલો હોવાથી તેઓના તીર્થનો ત્યાગ પણ થઈ શકતો નથી. તેથી તે તીર્થ દુઃખોત્તાર છે. પ્રશ્ન-૬૪૧ – જે દુઃખાવતાર અને દુઃખોરાર તીર્થ છે તે દુરધિગમ્ય છે આવું જૈન તીર્થ આપે બતાવ્યું છે. એ યોગ્ય નથી આવા તીર્થ તરણક્રિયાના અવિધાતિ હોવાથી અનિષ્ટાર્થના પ્રસાધક છે. અને લોક પ્રતીતબાધિત છે. કારણકે લોકમાં જે સુખાવતાર અને સુખોત્તાર તીર્થ છે તે પૂજિત અને ઉપાદેય છે. કારણ કે તરણાક્રિયાઅનુકૂળ હોઈ ઇબ્દાર્થ પ્રસાધક છે. તેથી પહેલો ભાંગો જ કલ્યાણકારી છે. ઉત્તર-૬૪૧ – સાચી વાત છે. તું દ્રવ્યતીર્થ ઇચ્છે છે, એટલે જ એમ બોલે છે તે સુખપ્રાપ્ય અને સુખત્યાય છે. ભાવતીર્થ એવું નથી હોતું. તે મોક્ષહેતુ તરીકે જીવોનું પરમપિત છે. અને આવું હિત દુઃખથી મળે છે. કારણ કે અનાદિકાલિન મિથ્યાત્વ-અજ્ઞાનઅવિરતિ-વિષયસુખભાવના અનુગત આ જીવ છે. તેથી આવા જીવને અનંત સંસાર દુઃખનાશના હેતુ તરીકે અને અનંત કલ્યાણપ્રાપ્તિના હેતુ તરીકે પરમહિત ભાવતીર્થ અત્યંત કષ્ટ પ્રાપ્ય હોવાથી અને પૂર્વોક્ત કષ્ટાનુષ્ઠાનવાળું હોવાથી દુઃખાવતાર છે. અને શુભકર્મપરિણતિના પ્રભાવે ફરી કોઈપણ રીતે પરમશુદ્ધ ભાવતીર્થને વાસ્તવિક ભાવથી પ્રાપ્ત Page #344 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર થયેલો જીવ ૫૨મહિત અને દુર્લભ જાણતો કેમ તેને છોડે ? ન જ છોડે. અથવા જેમ રોગનો ક્ષય કરવા ઈચ્છતો રોગી અતિ કર્કશ ક્રિયા પ્રથમ દુઃખથી પ્રાપ્ત કરે છે. પણ પામીને રોગદુઃખનો ક્ષય ઈચ્છતો તે ક્રિયાને દુઃખે મૂકે છે એ પ્રમાણે કર્મ રોગથી જકાએલો જીવ સંયમ ક્રિયા દુઃખે પ્રાપ્ત કરે છે. પણ પામીને કર્મ ક્ષય ઈચ્છતો તેને દુઃખે મૂકે છે. એટલે દુરુતાર છે. ૩૨૫ હવે, તીર્થંકર શબ્દનો અર્થ જણાવે છે. સમ્યગ્ ધર્મરૂપ તીર્થ કરવામાં હેતુભૂત હોવાથી તે તીર્થંકર કહેવાય છે. વળી, સ્વયં કૃતાર્થ હોવા છતાં તીર્થંકર નામકર્મના ઉદયથી સમગ્ર પ્રાણીસમૂહ ઉપર કરૂણા હોવાથી સદ્ધર્મરૂપ તીર્થનો ઉપદેશ કરવાના સ્વભાવવાળા હોવાથી તે તીર્થંકર કહેવાય છે. તથા સ્ત્રી-પુરૂષ-બાળક-વૃદ્ધ-સ્થવિકલ્પ-જિનકલ્પ આદિને અનુરૂપ ઉત્સર્ગ-અપવાદની દેશના વડે અનુલોમથી સદ્ધર્મરૂપ તીર્થ કરનારા હોવાથી તે તીર્થંકર કહેવાય છે. એવા, તીર્થંકર સર્વ પ્રાણીઓને મોક્ષરૂપ હિત કરનાર હોવાથી હિતાર્થકારી છે. ‘ભગવંત' શબ્દનો અર્થ ઃ- ભગ સંજ્ઞાથી ઐશ્વર્યાદિ છ અર્થે તીર્થંકરોમાં અસાધારણ હોવાથી તેઓ ભગવાન્ કહેવાય છે. (૧) પ્રથમ સ્વાભાવિક, કર્મક્ષયથી થયેલ અને દેવોએ કરેલ ચોત્રીશ અતિશયરૂપ પરમ ઐશ્વર્ય તેમને હોય છે. (૨) રૂપ-કરોડો દેવો મળીને એક અંગુઠા પ્રમાણરૂપ વિકુર્વે તે રૂપ ભગવાનના અંગુઠા સામે રાખે તો અંગારા જેવું લાગે. (૩) લક્ષ્મી-તપ-તેજ અને વિભૂતિરૂપ લક્ષ્મી પણ અસાધારણ હોય છે. (૪) યશ-અનુપમ ગુણ સમૂહથી પ્રગટ થયેલ શરદઋતુના ચંદ્ર સમાન નિર્મલ ત્રણ ભુવનમાં વ્યાપ્ત તેમનો યશ હોય છે. (૫) ધર્મ-સમસ્ત ચારિત્ર મોહનીય કર્મના ક્ષયથી ઉત્તમ ક્ષમા-માર્દવ આદિ સર્વોત્કૃષ્ટ ધર્મ તેમને હોય છે. (૬) પ્રયત્ન-સર્વ હિતકારી અનુષ્ઠાનોમાં પ્રમાદ રહિત તેમનો યત્ન પણ ચારિત્રાવરણનો ક્ષય થવાથી અનુપમ હોય છે. ‘અણુત્તરપરક્કમમ્મે’ શબ્દની વ્યાખ્યા :- પરાક્રમ એટલે વીર્ય. તે ભગવાનને સમસ્ત વીર્યાન્તરાયના ક્ષયથી સર્વ નરેન્દ્ર-દેવેન્દ્રથી અનંતગુણ હોવાથી અનુત્તર છે. અથવા ૫૨ એટલે કષાયાદિ ભાવ શત્રુઓ તેના ૫૨ આક્રમણ કરી તેનો પરાભવ કરવાથી તે પરાક્રમ પણ ભગવાનને અનુત્તર છે. ‘અમિયનાણી’ની વ્યાખ્યા :- જેનું માપ ન નીકળી શકે એવું જ્ઞાન તેમને હોવાથી તે અમિતજ્ઞાનવાળા છે. ‘તિણે સુગઈગઈગએ’ શબ્દની વ્યાખ્યા :- સંસાર સમુદ્ર પાર કરી દીધો છે તેથી તરેલા. તથા તરીને સિદ્ધિ ગતિ પામેલા હોવાથી સુગતિગતિગત છે. ‘સિદ્ધિ પહપએસએ’ પદની વ્યાખ્યા :- સિદ્ધોની ગતિ તે સિદ્ધિગતિ (મોક્ષ) તેનો જે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી થાય તેના ઉપદેશક હોવાથી સિદ્ધિમાર્ગના ઉપદેશક છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્ય પ્રશ્ન-૬૪૨ – તે સિદ્ધિગતિ માર્ગ કયો છે? ઉત્તર-૬૪૨– સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. કારણ કે, મિથ્યાત્વ-અજ્ઞાન અને અવિરતિરૂપ સંસારના હેતુઓનો નાશ કરનારો છે. જે હેતુ જેના વિરૂદ્ધ સ્વભાવવાળો હોય તે તેના વિપક્ષનો સાધક બને છે. જેમ, અજીર્ણના રોગમાં લાંઘણરૂપી વિરૂદ્ધ ક્રિયા દ્વારા નિરોગતા આવે છે તેમ અહીં પણ મિથ્યાત્વાદિ સંસારહેતુના પ્રતિપક્ષી સહિતાદિ છે. તેથી તેઓ સંસારના વિપક્ષ ભૂત મોક્ષના સાધક છે. ‘વંદે શબ્દનો અર્થ :- ત્રણે લોકમાં મંગલરૂપ તીર્થકરોને વંદન કરું છું. અહીં સર્વ જિનો સમાનતા હોવાથી ઋષભાદિ સર્વ તીર્થકરોને આ સામાન્ય વંદન કહ્યું છે. હવે, વર્તમાન તીર્થપતિ વીરને વંદન કરીશ. કેમકે, શ્રુતજ્ઞાનના તેઓ જ હેતુ હોવાથી વિશેષ ઉપકારી છે. જેમ કોઈ રાજા વગેરે સમાન ગુણવાળાને સામાન્યથી વંદન કરીને પોતાના સ્વામિને નમસ્કાર કરે છે. તેમ અહીં પણ સમાનગુણવાળા સર્વ તીર્થકરોને સામાન્યથી વાંદીને પછી તીર્થાધિપતિને નમસ્કાર કર્યો છે. वंदामि महाभागं महामुणिं महायसं महावीरं । अमरनररायमहियं तित्थयरमिमस्स તિસ્થત . શ્રી મહાવીર ભગવાન અચિંત્ય શક્તિવાળા અર્થાત્ મહાપ્રભાવવાળા હોવાથી મહાભાગ છે. જગતની ત્રિકાળ સ્થિતિ જાણતા હોવાથી મહામુનિ અથવા સર્વમુનિઓમાં પ્રધાન હોવાથી મહામુની, ત્રણે લોકમાં જેમને યશ વ્યાપેલો છે એટલે મહાયશ, કષાયાદિ મહાશત્રુ સૈન્ય ઉપર વિજય કરવાથી મહાવીર, અથવા અલ્પકર્મ ખપાવેલા સાધુની અપેક્ષાએ વિશેષ કર્મના ક્ષયકરનારા વીર, અથવા ભવ્યજીવોને જે મોક્ષ સુધી પહોંચાડે તે વીર, અથવા બીજાઓએ ન અનુભવેલ મહા તપરૂપી લક્ષ્મી વડે જે શોભે તે વીર, અથવા અંતરંગ મોહના મહાસૈન્યનો નાશ કરવા માટે જે અનંત તપોવીર્ય પ્રગટાવે છે તે વીર, વળી તે ઈન્દ્રો અને ચક્રવર્તિઓ દ્વારા પૂજિત તેમજ વર્તમાન તીર્થના પ્રવર્તક હોવાથી મહા ઉપકારી છે એવા વીરને હું વંદન કરું છું. આમ, અર્થ પ્રણેતાને વંદન કરી હવે સૂત્રકારની વંદના સ્વરૂપ મંગળ જણાવે છે. एक्कारस वि गणहरे पवायए पवयणस्स वदामि । सव्वं गणहरवंसं वायगवंसं पवयणं च ॥ અર્થના વક્તા તીર્થંકરની જેમ સૂત્રના વક્તા ગણધરો પણ પૂજય છે. કેમકે તેઓ દ્વાદશાંગ પ્રવચનના વાચક છે. અથવા રાજાએ કહેલી વસ્તુ તેના પ્રધાન વગેરેને નમસ્કાર દ્વારા સુખ પ્રાપ્ત થાય છે તેમ ભગવાને કહેલ મંગળાદિ પણ ગણધરોને પ્રણામ કરવાથી સુખે Page #346 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૨૭ પ્રાપ્ત થાય છે. વળી, જેમ મૂળ શ્રુતના હેતુભૂત ભગવાન અને ગણધરો પૂજ્ય છે. તેમ જેઓ આટલા કાળ સુધી એ શ્રુતને અહીં સુધી લાવ્યા તેમનો વંશ પણ પૂજનીય બને છે. તથા જેમ દ્વાદશાંગના વ્યાખ્યાતા હોવાથી ગણધરો અને શેષ આચાર્યો શિષ્યવર્ગને હિતકારી છે. તેમ ઉપાધ્યાયની પરંપરા પણ હિતકારી હોવાથી પૂજ્ય છે. અહીં પ્રકૃત અને પ્રધાન વચન રૂપ દ્વાદશાંગી તે પ્રવચન, તેના વક્તા પૂજ્ય છે તો તે પ્રવચન પણ વિશેષ પૂજનીય છે. સૂત્ર-અર્થરૂપ શ્રુતજ્ઞાનની નિયુક્તિ : અર્થ એટલે શ્રુતનો વિષય-અભિધેય, તેનાથી સૂત્ર કાંઈક ભિન્ન હોવાથી અલગ કહેવાય છે. તે સૂત્ર-અર્થરૂપ શ્રુતજ્ઞાનનો સંબંધ કરવો તે રૂપ નિર્યુક્તિ કહીશું. અહીં તમે કોની-કોની નિયુક્તિ કહેવાના છો ? પ્રશ્ન-૬૪૩ ઉત્તર-૬૪૩ ― આવશ્યક-દશવૈકાલિક-ઉત્તરાધ્યયન-આચારાંગ-સૂત્રકૃતાંગ-દશાશ્રુત સ્કંધ-કલ્પવ્યવહાર-સૂર્યપ્રજ્ઞપ્તિ-દેવેન્દ્રસ્તવાદિ ઋષિભાષિત ગ્રંથોની નિયુક્તિ કહીશું. તે શ્રુતવિશેષોની નિર્યુક્તિ હેતુ-ઉદાહરણ અને કારણ સહિત સંક્ષેપથી કહીશું. હેતુ-ઉદાહરણ અને કારણનું સ્વરૂપ ઃ હેતુ :- ‘જ્યાં સાધન હોય ત્યાં સાધ્ય હોય જ' એ પ્રમાણે સાધનનો સાધ્યની સાથે અન્વય તે અનુગમ. અને સાધ્યના અભાવે સાધનનો અભાવ તે વ્યતિરેક. આમ, અન્વય-વ્યતિરેક સ્વરૂપ જે હોય તે હેતુ કહેવાય. જેમકે – “શબ્દ કૃતક હોવાથી અનિત્ય છે.’” અહીં અનિત્યતા સાધ્ય છે, કૃતકત્વ હેતુ છે, તેમાં કૃતકત્વ એ વસ્તુનો પર્યાય છે. જો તે અન્યનો પર્યાય હોય તો વૈયશ્વિકરણાદિ દોષયુક્ત થવાથી સાધ્યને સાધી શકે નહિ. - -- ઉદાહરણ :- જે સાધ્ય ધર્મથી અથવા વૈધર્મથી સાધ્ય સાધવા માટે કહેવાય તે ઉદાહરણ અથવા દૃષ્ટાંત કહેવાય છે. જેમકે – જે ભોક્તા છે તે દેવદત્તની જેમ કર્તા પણ છે, એ સાધર્મ્યુ ઉદાહરણ કહેવાય છે. અને જે કર્તા નથી તે આકાશની જેમ ભોક્તા નથી આ વૈધર્મ દૃષ્ટાંત કહેવાય છે. કારણ :- અન્ય સ્થાને જો કે કારણને હેતુ જ કહ્યો છે. પરંતુ અહીં તેને હેતુથી અલગ જણાવ્યું છે. કારણ એટલે ઉપપત્તિ-માત્ર. જેમકે - “જ્ઞાન અને અનાબાધાની ઉત્કર્ષતાથી સિદ્ધો અનુપમ સુખી છે.” અહીં ઉપપત્તિ માત્ર છે. કેમકે, સર્વજનપ્રતીત એવું સાધ્ય-સાધન ધર્માનુગત કોઈપણ દૃષ્ટાંત અહીં જણાવી શકાય તેમ નથી. આ રીતે હેતુ-ઉદાહરણ અને કારણને કહેનારા પદોનો સમૂહ જેમાં હોય તે નિર્યુક્તિ કહીશું. Page #347 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકની નિયુક્તિ ૧૦૭૪મી ગાથાના સંગ્રહમાં પ્રથમ આવશ્યકની નિયુક્તિ કહેવાનું જણાવ્યું છે. અહીં અધિકાર પણ એનો જ છે, તેમાં પણ સામાયિક પહેલું છે તેથી તેની નિર્યુક્તિ પ્રથમ કહેવાશે. સામાયિક નિયુક્તિ - सामाइयनिज्जुत्तिं वोच्छं उवएसियं गुरुजणेणं । आयरियपरंपरएण आगयं आणुपुव्वीए ॥ જિનેશ્વર-ગણધરાદિ ગુરુજનોએ ઉપદેશેલી, તથા તેમના પછી જંબુસ્વામી વગેરે આચાર્યની પરંપરાએ આવેલ, અને તે પછી વર્તમાન પોતાના ગુરૂએ કહેલ સામાયિકની ઉપોદ્દાત નિર્યુક્તિ કહેવાશે. જેમ પૂર્વે ઉજ્જૈનીથી કૌશાંબીમાં રાજપુરુષોની પરંપરાથી ઇંટો લાવી તેમ આચાર્યની પરંપરાથી આ નિર્યુક્તિ આવી છે. પ્રશ્ન-૬૪૪ – ઈટો વગેરે દ્રવ્યનું આગમન પુરૂષ પરંપરાથી શક્ય છે. પણ નિયુક્તિ તો ભાવકૃતરૂપ હોવાથી તે કઈ રીતે આવે? કેમકે ભાવકૃત જીવનો ગુણ છે. કદાચ એમ કહો કે કારણભૂત શબ્દાત્મક દ્રવ્યશ્રુત એ પરંપરાએ આવે છે, તેથી ભાવકૃતમાં પણ ઉપચારથી આવે છે તો એ પણ જામતું નથી. કેમકે, જે શબ્દો જિનેશ્વરાદિએ પ્રથમ જણાવ્યા છે તે અહીં આવ્યા નથી, કેમકે તે શબ્દો તો ઉચ્ચાર્યા પછી તરત જ નાશ પામ્યા છે, એટલે તેની અપેક્ષાએ પણ આગમન કેમ સંભવે? ઉત્તર-૬૪૪– જેમ રૂપિયા વગેરેથી ભોજન અથવા ઘટાદિથી ઘટરૂપાદિની ઉત્પત્તિ થાય છે તે ભોજનાદિ અથવા રૂપાદિ વસ્તુ, રૂપિયાથી કે ઘટથી આવેલ છે એમ કહેવાય છે. તે રીતે આ નિર્યુક્તિનો ઉદ્દભવ પણ આચાર્યોની પરંપરાથી છે, અને તેથી જે આચાર્યોની પરંપરાથી આ સામાયિક આવેલું છે તેમનાથી જ નિર્યુક્તિની પણ ઉત્પત્તિ છે. આ કારણથી સામાયિક નિર્યુક્તિ તેમનાથી આવેલી છે એવો ઉપચાર કરાય છે. નિયુક્તિ શબ્દનો અર્થ :- જે કારણથી નિશ્ચયથી અથવા અધિકપણાથી અથવા પ્રથમ સારી રીતે સિદ્ધ છે તથા પૂર્વે કહેલા જ અર્થો અહિં ગુંથ્યા છે. અર્થાત્ જીવાદિ અર્થો સૂત્રમાં નિર્યુક્તિ-સંબદ્ધ છે તે કારણથી નિયુક્તિ કહેવાય છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૨૯ પ્રશ્ન-૬૪૫ – સૂત્રમાં નિર્યુક્તિ જીવાદિ અર્થોનું વ્યાખ્યાન કરવા માટે નિર્યુક્તિ કરવાથી શું લાભ છે ? એ તો શિષ્યવર્ગ સ્વયં જાણી લેશે તો નિર્યુક્તિ શા કામની ? ઉત્તર-૬૪૫ એમ નથી, સૂત્રમાં કહ્યા છતાં તેવા પ્રકારની બુદ્ધિરહિત શિષ્યો નિર્યુક્તિથી કહ્યા વિના તે અર્થને જાણી શકતા નથી, એ કારણથી કહેવાની ઈચ્છા ન હોવા છતાં પણ તે સૂત્ર પદ્ધતિથી જ નિર્યુક્તિકાર આચાર્યને, સૂત્ર નિર્યુક્તિ જીવાદિ અર્થોને કહેવા માટે અજ્ઞાન શ્રોતા ૫૨ અનુગ્રહ કરવા પ્રેરે છે. — પ્રશ્ન-૬૪૬ - • પ્રથમ આપે કહ્યું કે આચાર્યની પરંપરાથી આવેલી સામાયિક નિયુક્તિ કહીશ, પણ આ સામાયિક નિયુક્તિ પ્રથમ ક્યાંથી ઉત્પન્ન થઈને આચાર્યની પરંપરાથી આવેલ છે ? તથા સામાયિકથી માંડીને બિંદુસાર સુધીનું સૂત્રાર્થરૂપ સર્વશ્રુત પણ કોનાથી ઉત્પન્ન થઈને આવેલું છે ? ઉત્તર-૬૪૬ - સામાયિક નિયુક્તિ પ્રથમ તીર્થંકર ગણધરોથી ઉત્પન્ન થઈને અહીં સુધી આવેલ છે. પણ અહીં હવે તેમના શીલાદિનું કથન-ગ્રંથન અને ફળવિશેષ એ ત્રણ વસ્તુ વિશેષથી કહેવાશે. ઉક્ત પ્રશ્નોના ઉત્તરને દૃષ્ટાંત દ્વારા સમજાવીએ છીએ. જેમકે - બે પ્રકારના વૃક્ષ હોય છે. દ્રવ્ય વૃક્ષ અને ભાવ વૃક્ષ. જેમ કોઈ મનુષ્ય કલ્પવૃક્ષ પર ચડીને તેના પુષ્પો ભેગા કરીને નીચે રહેલા બીજા વૃક્ષ પર ચડવાને અસમર્થ મનુષ્યને અનુકંપાથી આપે છે. અને તે મનુષ્ય તે પુષ્પો નીચે જમીન પર પડી ધૂળવાળા ન થાય તે માટે સ્વચ્છ અને પહોળા વસ્ત્રમાં લઈ પછી યથાયોગ્ય ઉપયોગ કરે છે. અને બીજાઓની પાસે પણ ઉપભોગ કરાવી સુખ પામે છે. તેજ રીતે તપ-નિયમ-જ્ઞાનરૂપ વૃક્ષ પર આરૂઢ થયેલ અનંતજ્ઞાની કેવલી ભગવંત ભવ્ય જીવોને બોધ કરવા જ્ઞાનરૂપ પુષ્પની વૃષ્ટિ કરે છે. ગણધરો બુદ્ધિરૂપી પટમાં તે લે છે અને પોતે ધારણ કરવાપૂર્વક બીજાને પણ ગુંથીને આપી પરોપકાર કરે છે. પ્રશ્ન-૬૪૭ – ભગવાન સ્વયં કૃતાર્થ છતાં શા માટે ધર્મોપદેશ આપે છે ? તેમાં પણ સર્વ ઉપાય અને વિધિ જાણવા છતાં ભવ્ય જીવોને બોધ કરવા જ શા માટે બોલે છે ? અભવ્યને પણ બોધ કેમ નથી આપતા ? ને ઉત્તર-૬૪૭ – તીર્થંકર એકાંતે કૃતાર્થ નથી. કેમકે તેમને જિનનામ કર્મનો ઉદય છે, તે કર્મ નિષ્ફળ નથી થતું. તેથી તેનો ક્ષય કરવાનો ઉપાય ધર્મોપદેશ આપવો એ જ છે. અથવા તે કૃતાર્થ છતાં સૂર્યના પ્રકાશ સ્વભાવની જેમ તેમનો અનુપકારી છતાં પરોપકારી પણાથી પરહિત કરવાનો સ્વભાવ છે. જેમ કમળો સૂર્યથી બોધ પામે છે, તેથી શું તે કમળો પર રાગી છે ? અને કુમુદ તેનાથી ખીલતા નથી એટલે તેમના ઉપર દ્વેષી છે ? ના, જેમ સૂર્યકિરણોનો Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ સ્પર્શ સમાન હોવા છતાં એક ખીલે છે. અને એક નથી ખીલતું. તેથી કમલ વગેરે ઉપર સૂર્યનો તેવો જ સ્વભાવ છે, અથવા ઘુવડ જેમ સૂર્યના ઉદયને જોતો નથી, તેમ અભવ્યોને પણ પરમાત્મારૂપ સૂર્ય બોધ કરી શકતો નથી. અથવા સાધ્ય રોગના રોગીની દવા કરતો વૈદ્ય રાગી નથી કહેવાતો, અને અસાધ્ય રોગનો ઉપચાર ન કરતો હોવાથી હેપી નથી કહેવાતો. તેમ ભવ્યના કર્મરોગનો નાશ કરનાર જિનેશ્વર રૂપ વૈદ્ય ભવ્યો ઉપર રાગી નથી. અને અભવ્યના અસાધ્ય કર્મ રોગને નાશ ન કરવાથી દ્વેષી નથી. અથવા અયોગ્ય લાકડાનો ત્યાગ કરીને યોગ્ય લાકડા ઉપર રૂપ કરનારો સુથાર રાગ-દ્વેષી નથી. તેમ ભગવાન પણ યોગ્યને બોધ કરવાથી રાગી નથી અને અયોગ્યને બોધ કરવાથી વૈષી પણ નથી. પ્રશ્ન નં. ૬૩૬ના અનુસંધાનમાં જણાવે છે - તીર્થંકરે મૂકેલ જ્ઞાનરૂપ પુષ્પની વૃષ્ટિને બીજાદિ બુદ્ધિવાળા ગણધર મહારાજો સંપૂર્ણ પણે ગ્રહણ કરીને, વિચિત્ર પુષ્પમાળાની જેમ તે જ્ઞાનરૂપ પુષ્પની પ્રવચન માટે (સુત્ર) રચના કરે છે. અથવા બીજા કારણથી પણ તેની રચના કરે છે તે જણાવે છે. સૂત્ર રૂપે ગુંથેલા પરમાત્માના વચન સમૂહને પદ-વાક્ય-પ્રકરણ-અધ્યાય-પ્રાભૂતાદિના નિયતક્રમથી ગોઠવેલા હોય તો સુખથી ગ્રહણ કરી શકાય. અને સારી રીતે પરાવર્તન કરી શકાય તેની સ્મૃતિ પણ રાખી શકાય, શિષ્યને શીખવવું હોય તો ય સરળ થાય, શંકા પડવાથી તેનો નિશ્ચય કરવા ગુરૂને સુખપૂર્વક પૂછી પણ શકાય, આ કારણોથી ગણધર ભગવંતો એ અવ્યવચ્છિન્ન એવા દ્વાદશાંગી શ્રુતની રચના કરી છે. પ્રશ્ન-૬૪૮– તિર્થંર બાસિયારું સંયંતિ (ગા.૧૦૫) મૂજબ શ્રુત તીર્થંકરભાષિત જ છે ગણધરનો સૂત્રકરવામાં શું વિશેષ છે? ઉત્તર-૬૪૮ – તીર્થંકર ગણધરની પ્રજ્ઞા અપેક્ષાએ કાંઈક અલ્પ બોલે છે. સર્વજન . સાધારણ વિસ્તારથી સમસ્ત દ્વાદશાંગ ગ્રુત બોલતા નથી. અત્યં માફ કરી સુત્ત થતિ મહા નિરૂપ સાસરૂ હિટ્ટા તો સુતં પવિત્ત ll૧૧૧ી અરિહંત અર્થ જ બોલે છે સૂત્ર નહિ ગણધરો તો તે સર્વ સૂત્ર નિપુણ સૂક્ષ્માર્થ પ્રરૂપક બહુઅર્થવાળું અથવા નિયતપ્રમાણનિશ્ચિત ગુણો વાળું નિયતગુણ નિગુણ ગુંથે છે. તે પછી શાસનના હિત માટે સૂત્ર પ્રવર્તે છે. પ્રશ્ન-૬૪૯- સર્વત્ર શબ્દ જ બોલાતો દેખાય છે અર્થ તો અશબ્દાત્મક હોવાથી બોલવો જ શક્ય નથી તો તે તીર્થકર અશબ્દરૂપ અર્થ કઈ રીતે કહે છે? ઉત્તર-૬૪૯ - અર્થપ્રતીતિના ફળવાળા શબ્દમાં જ અર્થોપચાર કરાય છે અર્થપ્રતિપાદનમાં કારણભૂત શબ્દમાં અર્થોપચાર કરીને અર્થને બોલે છે. એટલે દોષ નથી. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ ગુજરાતી પ્રશ્નોત્તર પ્રશ્ન-૬૫૦ – તો પછી તમારા કહેવા પ્રમાણે શબ્દભાષક તીર્થંકર અર્થપ્રત્યાયક સૂત્ર જ બોલે છે અર્થ નહિ અને ગણધરાદિ પણ તે જ કરે છે તો પછી બંનેમાં ફરક શું છે ? ઉત્તર-૬૫૦ – પહેલા કહ્યું છે, ગણધરની અપેક્ષાએ તીર્થંકર પ્વોડ્યા વિમેડ્ વા, થુવેક્ વા એમ ત્રણ માતૃકાપદમાત્ર રૂપ થોડું જ બોલે છે, આખી દ્વાદશાંગી નહિ. તેવી તે ત્રિપદીમાત્ર શબ્દરૂપ છતાં દ્વાદશાંગી અપેક્ષાએ તે સર્વ સંક્ષેપ રૂપ હોવાથી અર્થ કહેવાય છે. ગણધરાપેક્ષાએ તો તેજ ત્રિપદી શબ્દરૂપ હોવાથી સૂત્ર છે એટલે બંને સ્થાને સમાનતા દોષ નથી. અર્થાત્ જિનોક્ત અર્થ અને ગણધરોક્ત સૂત્રમાં તફાવત છે. પ્રશ્ન-૬૫૧ – ત્રિપદિ શબ્દરૂપ હોવાથી સૂત્રરૂપ છે એ તો જણાય છે પણ તેનું અર્થરૂપ તો કઈ રીતે જાણી શકાય ? ઉત્તર-૬૫૧ - અંગ-અનંગાદિ વિભાગથી રચેલું જ સૂત્ર પ્રસિદ્ધ છે. આ તો ત્રિપદિરૂપ શબ્દ જે કારણથી અંગાદિ ભાગથી જે સૂત્ર રચના છે તેનાથી નિરપેક્ષ તેના સમુદાયાર્થરૂપ હોવાથી તેમાંથી બહાર છે, એટલે એ અર્થ કહેવાય છે. અથવા ગણધરાપેક્ષા અન્ય સંઘરૂપ પ્રવચનમાં જે સુખગ્રહણ-ધરણાદિ માટે હિત શબ્દરાશી છે, તેજ સૂત્ર ત્યાં કહ્યો છે. એ પ્રમાણે આ ત્રિપદિરૂપ શબ્દ શેષપ્રવચનને હિતકારી નથી, જેમ આ દ્વાદશાંગ છે. એટલે એ સૂત્ર નથી, અર્થ છે. પ્રશ્ન-૬૫૨ – તે શ્રુતજ્ઞાનનું પરિમાણ કેટલું છે અને એનો સાર શું છે ? ઉત્તર-૬૫૨ – શ્રુતજ્ઞાન સામાયિક થી માંડીને બિંદુસાર નામના ૧૪મા પૂર્વ સુધી જાણવું તેનો પણ સાર ચારિત્ર છે. શ્રુતજ્ઞાનથી પ્રધાન ચારિત્ર છે. સમ્યક્ત્વનો સાર ચારિત્ર છે. અને નિર્વાણ પણ છે, નહિ તો જ્ઞાન એ નિર્વાણ નો હેતુ જ ન થાય. પ્રશ્ન-૬૫૩ – તો જ્ઞાનરહિત ચરણને જ મોક્ષનો હેતુ માનોને શું વાંધો છે ? ઉત્તર-૬૫૩ – એ ઇષ્ટ નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ (તત્ત્વાર્થ ૧-૧) તથા નાળ િિરયાદિ મોો એ વચનથી અહીં તો જ્ઞાન-ચરણ સમાન નિર્વાણ હેતુ છતે ગુણપ્રધાન ભાવ જણાવવા એમ કહ્યું છે. તસ્સ વિ સારો વરદં સારો ઘરળસ્ત્ર નિવાળું અહીં સાર શબ્દ ફળ વચન છે. સંયમ તપ રૂપ ચરણનો સાર-ફળ નિર્વાણ છે. અહીં પણ શૈલેશીઅવ્યવસ્થામાં થનારા સર્વસંવરરૂપ ચારિત્ર સિવાય નિર્વાણ નથી. ચારિત્ર છતે નિર્વાણનો અવશ્યભાવ છે. નહિ તો સમ્યગ્દર્શનાદિ ત્રણ સાથે હોય તો જ નિર્વાણનો હેતુ જાણવા. શૈલેષી અવસ્થામાં પણ ક્ષાયિકદર્શન-જ્ઞાન અવશ્ય હોય છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૬૫૪ - સુર્ય ના વિયાહી દયા મન્નાનો વિયા (ગા.૧૧૫૯) માં કહેવાનારા વચનથી અજ્ઞાનથી ક્રિયા હણાયેલી જ છે જ્ઞાન-ક્રિયા સાથે હોય તો મોક્ષ આગમમાં કહ્યો છે અને અનેક સ્થાનોમાં જણાવાયો છે, તો જ્ઞાનનો સાર ચરણ કઈ રીતે તે ક્રિયા વિનાનું જ્ઞાન તો અસાર છે? ઉત્તર-૬૫૪ – કારણ કે, ચારિત્ર પ્રાપ્તિનું મુખ્ય કારણ મતિ-શ્રુતાદિ જ્ઞાન છે. જ્ઞાન વિના ચારિત્રના વિષય જીવ-અજીવાદિ અને હેય-ઉપાદેયાદિ વસ્તુનું જ્ઞાન થતું નથી અને ન જાણેલાનું યથાવત્ કરવું શક્ય નથી સંયમ-તપરૂપ ચરણથી મોક્ષ થાય છે. એટલે નિર્વાણનું સર્વસંવરરૂપ ચરણ જ મુખ્ય કારણ છે. જ્ઞાન તો કારણનું કારણ હોવાથી ગૌણ કારણ છે એટલે તે કારણે પ્રધાનગુણ ભાવથી જ્ઞાનનો સાર ચરણ કહ્યો છે. અથવા કેવલજ્ઞાન થયા પછી કાંઈ બધા જીવો તરત જ મોક્ષમાં જતા નથી અને શૈલેશી અવસ્થામાં સર્વસંવર પ્રાપ્ત થતાં અવશ્ય સર્વ જીવો મુકાય છે. તેવી અન્વય-વ્યતિરેકથી કેવલજ્ઞાન કરતાં પણ સર્વસંવર જ મોક્ષનો મુખ્ય કર્તા જણાય છે તે ક્રિયારૂપ હોવાથી ચારિત્ર છે. મતિ આદિ પાંચ જ્ઞાનનો લાભ થયા છતાં તરત જ મોક્ષ પ્રાપ્તિ નથી, તેથી તે તેનું ગૌણ કારણ છે, અને સર્વસંવર રૂપ ચારિત્રની પ્રાપ્તિ થયા પછી તરત જ મોક્ષ થાય છે એટલે એ જ્ઞાનથી મોક્ષનું પ્રધાન કારણ છે, આ રીતે ઋજુસૂત્રાદિ શુદ્ધ નયો સંયમને જ મોક્ષ કહે છે, પણ જ્ઞાનને મોક્ષ નથી કહેતા. કેમકે, વ્યવહારનય, તપ-સંયમ-નિગ્રંથપણું અને પ્રવચનને મોક્ષ કહે છે. પ્રશ્ન-૬૫૫– જ્ઞાનવાદિ - જ્ઞાન જ પ્રધાન મોક્ષકારણ છે ચારિત્ર નથી કારણ કે તે પણ જ્ઞાનનું જ કાર્ય છે, જેમ માટી ઘટનું કારણ થતી તેની વચ્ચે રહેલા પિંડ, શિવક, કુશૂલાદિનું પણ કારણ થાય છે એમ જ્ઞાન પણ મોક્ષનું કારણ છે અને તેની વચ્ચે રહેલા સર્વસંવર ક્રિયાઆદિનું પણ કારણ છે. જેમ ક્રિયા જ્ઞાનનું કાર્ય છે તેમ ક્રિયાન્તરભાવિ મોક્ષાદિ પણ છે અને જે ક્રિયા પહેલા થનાર બોધિલાભકાળે (૧) તત્ત્વપરિજ્ઞાનાદિક અને રાગ-દ્વેષ નિગ્રહાદિક તે બધું જ્ઞાનનું જ કાર્ય છે. જે અહીં સકલજન પ્રત્યક્ષ (૨) મનચિંતિત મહામંત્રથી પવિત્ર વિષભક્ષણ-વિષાપહાર-ભૂત શાકિની નિગ્રહાદિક તે બધું ક્રિયારહિત જ્ઞાનનું જ કાર્ય છે. એટલે દેષ્ટથી અષ્ટ નિર્વાણ પણ જ્ઞાનનું જ કાર્ય છે. એવું અનુમાન કરાય છે. ઉત્તર-૬૫૫ – આચાર્ય - કારણરૂપ જે જ્ઞાનથી જ ક્રિયા થાય છે અને તે ક્રિયા પછી જ ઇષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. તેથી જ તે જ્ઞાન-ક્રિયા બંનેય ઈષ્ટફળ મોક્ષાદિનું કારણ બને છે નહિતો જ્ઞાન-ક્રિયાભ્યાં મોક્ષ થવાની પરિકલ્પના અનર્થક જ થાય. જો જ્ઞાન પરંપરાથી કાર્યનો ઉપકાર કરે છે, અને ક્રિયા અનંતરથી, તો જે અનંતર ઉપકાર કરે છે તે જ પ્રધાન Page #352 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૩૩ ન કારણ ઘટે. એક સાથે બંનેય કાર્યોત્પતિમાં ઉપકાર કરે તો બંને પ્રધાન ઘટે એક જ્ઞાન જ નહિ. અને બીજું જ્ઞાનથી ક્રિયા થતી છતી એ મોક્ષનું કારણ માનો કે ન માનો ? જો ન માનો તો તેની અપેક્ષા વિના જ ફક્ત જ્ઞાનથી ય ક્રિયાની જેમ મોક્ષ પણ માનો કે અકારણ અનપેક્ષણીય છે. હવે, ક્રિયાપણ જો કાર્યનું કારણ માનો તો – એમ છતાં અનંતર ઉપકારી હોવાથી અન્ય કારણ ભૂત ક્રિયાને મૂકીને પરંપર ઉપકારી તરીકે અનન્ય જ્ઞાનને આપ કારણ કેમ માનો છો ? હવે જો કહો કે અહીં અંત્યઅનંત્યવિભાગ નથી પણ ઉત્પન્ન થવા ઇચ્છતા કાર્યની સાથે જ બંને એકસાથે ઉપકાર કરે છે તો બંને સહચારિ છતાં એકલું જ્ઞાન જ મોક્ષનું કારણ કેમ ક્રિયા કેમ નહિ ? (૧) રાગાદિનિગ્રહ સંયમક્રિયા જ કહેવાય છે. તે જ્ઞાન કારણથી થાય જ છે. અમને એમાં કાંઈ વાંધો નથી. પરંતુ જો તેના સમનંતર મોક્ષાદિક ફળ થાય છે ત્યાં વિવાદ છે. તે આ રીતે-તે શું એકલા જ્ઞાનથી જ થાય છે કે એકલી ક્રિયાથી કે ઉભયથી ? એમ ત્રણગતિ છે. (૧) જ્ઞાનની વચ્ચે ક્રિયાની ઉત્પત્તિ તમે પણ માની છે (૨) જો જ્ઞાનશૂન્ય ક્રિયાથી મોક્ષાદિ કાર્ય માનો તો ગાંડાઆદિની ક્રિયાથી પણ મોક્ષની આપત્તિ આવે. આ બે પક્ષ થયા જે બંને યોગ્ય નથી. તેથી ત્રીજો પક્ષ જ ઘટે છે. તે મોક્ષાદિ કાર્ય જ્ઞાન સહિતની ક્રિયાથી જ ઉત્પન્ન થાય છે. (૨) વિષઘાત-નભોગમનાદિ હેતુ મંત્રોમાં પણ પરિજયનાદિ મંત્રસહાય ક્રિયા કાર્યસાધિકા છે. માત્ર મંત્ર જ સાધક નથી. હવે જો કહે કે આ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. કેમ કે, ક્યાંક મન્ત્ર સ્મરણમાત્રથી જ ઇષ્ટફળ દેખાયું છે. તે ફક્ત મંત્રાનુસ્મરણજ્ઞાનથી ફળ નથી. કેમકે ક્રિયા વિનાનું એકલું જ્ઞાન અમૂર્ત છે જે અક્રિય છે તે કાર્યો કરતું નથી. જેમ કે આકાશ જ્ઞાન અક્રિય છે તે કાર્યો કઈ રીતે કરે ? જે કરે છે તે સક્રિય દેખાય છે. જેમકે, કુંભારની જેમ. તમારૂં માનેલું જ્ઞાન એવું નથી એટલે તે જ્ઞાન એકલું કાંઈ કરતું નથી. એ પ્રત્યક્ષ વિરુદ્ધ નથી. ક્રિયાની સહાય વિનાનું જ્ઞાન ક્યારેય પણ ફળ પ્રાપ્ત કરતું નથી. પ્રશ્ન-૬૫૬ જો ફક્ત મંત્રજ્ઞાન કૃત નભોગમનાદિ કાર્ય થતું નથી તો તે કઈ રીતે થાય છે? - ઉત્તર-૬૫૬ - તે કાર્ય મંત્રાધીન દેવતા દ્વારા કરાતું છતું ક્રિયા ફળ જ છે. તેથી મંત્રજ્ઞાનોપયોગમાત્રનું જ ફળ નથી. સમય = સંકેત તેથી જ્યાં જયાં દેવતાના મંત્રો સંકેતમાં ઉપનિબદ્ધ છે ત્યાં ત્યાં તે તે દેવતાકૃત જ તે તે ફળ છે. અને દેવતા સક્રિય જ હોય. એટલે સક્રિય દેવતા દ્વારા કરાતું છતું તે ક્રિયા ફળ જ છે. એથી ફક્ત જ્ઞાનમાત્રોપયોગનું ફળ નથી. Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૬૫૭ તો પછી દેવતા આહ્વાન ફક્ત મન્ત્રાનુસ્મરણજ્ઞાનોપયોગથી થાય કે નહિ ? જો થાય તો શેષ કાર્યો પણ કેવલ મંત્ર જ્ઞાનથી જ કેમ ન માનો ? જો ન થાય તો એ અહીં આવીને નભોગમન વિષવીર્યાપહારાદિ કાર્યો શા માટે કરે ? ૩૩૪ ઉત્તર-૬૫૭ – દેવતાહ્વાન થાય છે. પરંતુ ફક્ત મંત્રસ્મરણ જ્ઞાનોપયોગથી તે થતા નથી પરંતુ વારંવાર તેના જાપ-પૂજાદિ ક્રિયાની સહાયથી થાય છે. પ્રશ્ન-૬૫૮ - નિષ્ક્રિય છે ? - · શું જ્ઞાન સર્વથા નિષ્ક્રિય છે ? અથવા કોઈ વિશિષ્ટક્રિયાને અશ્રયીને ઉત્તર-૬૫૮ – તે વસ્તુ બોધ માત્ર કરે છે. તે કારણથી જ સહકારિ કારણ તરીકે જીવની ચારિત્ર ક્રિયા ઉત્પન્ન કરે છે. જે વિશિષ્ટ મોક્ષલક્ષણ કાર્ય છે, તેનું કરનાર જ્ઞાન અનંતરથી થતું નથી. श्रुतज्ञानेऽपि, अपिशब्दाद् मत्यादि ज्ञानेष्वपि जीवो वर्तमानः सन् न प्राप्नोति मोक्षम्, इत्यनेन प्रतिज्ञार्थः सूचित: य कथंभूतः ? इत्याह-यस्तपः संयमात्मकान् योगान् न શવનોતિ વોનું । કેવલ શ્રુતાદિ જ્ઞાનમાં જીવ વર્તતો હોય, તે મોક્ષ પામતો નથી, કારણ કે તે તપ સંયમરૂપ યોગોને વહન કરી શકતો નથી. એકલું જ્ઞાન જ ઇષ્ટાર્થ પ્રાપક નથી. જેમ પોતાને ઈચ્છિત દેશમાં જવાને સમર્થ સાચી ચેષ્ટા વગરનો માર્ગનો જાણકાર પુરુષ પણ ઇચ્છિત સ્થાનને પ્રાપ્ત કરતો નથી. દૃષ્ટાંત :- સામુદ્રિક ઇપ્સિતદિશામાં પહોંચાડનારવાયુ રૂપી સન્ક્રિયારહિત વહાણ ઇચ્છિત દિશાએ પહોંચતું નથી તેમ સમ્યગ્ ક્રિયા વિનાનું જ્ઞાન ઇષ્ટાર્થને પ્રાપ્ત કરાવતું નથી. જેમ સફળ સુકાની આદિથી અધિષ્ઠિત છતાં વહાણ વણિકને ઈચ્છિત ભૂમિને વાયુ વિના મહાર્ણવ તરીને પ્રાપ્ત કરી શકતું નથી તેમ શ્રુતજ્ઞાન રૂપ નિર્યામક એવા સુનિપુણમતિ કર્ણધારાદિથી અધિષ્ઠિત છતાં સંયમ-તપ-નિયમરૂપી પવન સક્રિયારહિત નિપુણ પણ જીવપોત ભવાર્ણવ તરીને સુંદર મનોરથ રૂપ વણિકની ઇચ્છિત સિદ્ધિવસતિને પ્રાપ્ત કરતો નથી. માટે હે દેવાનુપ્રિય ! જેમ તેમ કરીને પણ મોટા કષ્ટથી અત્યંત દુર્લભ શ્રીસર્વજ્ઞધર્મથી યુક્ત માનવજન્મ તને મળ્યો છે, એનાથી તું સંસાર સાગરમાંથી ઉગરી ગયેલો છે. એટલે હવે ચરણ કરણાદિ અનુષ્ઠાના પ્રમાદથી ફરીથી ત્યાં ડૂબ નહિ. કારણ કે ચરણગુણહીન વિશાળ એવા પણ શ્રુતજ્ઞાનથી જાણતો છતાં જીવ ફરી સંસાર સમુદ્રમાં ડૂબે છે. એટલે જ્ઞાનમાત્રથી થતા આધારને છોડીને ચરણકરણાનુષ્ઠાનમાં જ ઉદ્યમ કરવો. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ ગુજરાતી પ્રશ્નોત્તર કાચબાનું દૃષ્ટાંત - જેમ કોઈ કાચબો તણખલા-પાંદડા અને શેવાળથી ઢંકાયેલા મહાદ્રહમાં અનેક જળચર પ્રાણીઓથી વ્યથિત ચિત્તવાળો થઈ, ચારે બાજુ ભમતો મહામુશ્કેલીથી શેવાલના છિદ્રને પામીને, દ્રહની ઉપર આવી શરદ પૂર્ણિમાના ચંદ્રની ચાંદનીના સ્પર્શનો અનુભવ કરી, પોતાના બંધુઓના સ્નેહથી ખેંચાયેલા મનવાળો વિચારવા લાગ્યો - “મારા સ્નેહીઓ ક્યારે આવો સુખનો અનુભવ કરશે? તેમને પણ આ સુખનું દર્શન કરાવું એમ વિચારી પાછો દ્રહમાં ઘુસ્યો પછી બધાને લઈને પાછું છિદ્ર શોધવા લાગ્યો. પણ એ છિદ્ર તો તરત જ પુરાઈ ગયું હોવાથી ન મળ્યું એટલે તે મહાદુઃખ અનુભવવા લાગ્યો.” એ જ પ્રમાણે જીવરૂપ કાચબો અનાદિ કર્મપરંપરાથી આવરાયેલ મિથ્યાજ્ઞાનરૂપી અંધકારયુક્ત અનેક પ્રકારની શારીરિકમાનસિક વેદનારૂપ જળચરના સમૂહવાળા સંસાર સમુદ્રથી મહામુશીબતે મનુષ્યભવની પ્રાપ્તિ યોગ્ય કર્મોદયરૂપ છિદ્ર પામીને ઉપરના ભાગે આવીને જિનેશ્વર ચંદ્ર વચનરૂપ ચાંદનીના સંગમ સુખને અનુભવીને “આ જિનવચનરૂપ બોધિલાભ દુર્લભ છે” એમ જાણવા છતાં સ્વજનના મોહવશ જીવ પાછો સંસારમાં ડુબે છે. પ્રશ્ન-૬૫૯ – હિત-અહિત વિભાગના જ્ઞાનથી શૂન્ય અજ્ઞાની કાચબો તે જ પાણીમાં ફરીથી ડૂબે અહીં કોઈ આશ્ચર્ય નથી. પણ જૈનમાર્ગજાણનારો-હિતાહિત વિભાગનો જાણકાર જ્ઞાની પણ ભવસાગરમાં ફરીથી કેમ ડૂબે? ઉત્તર-૬૫૯- જેમ અજ્ઞાની કાચબો સમુદ્રમાં ડૂબે તેમ સમ્યક ક્રિયાના વિરહે જ્ઞાની પણ ફરી ભવસાગરમાં ડૂબે છે. અથવા નિશ્ચયનય મતે-સર્જિયા વગરનો એ જાણતો છતાં અજ્ઞાની છે. જ્ઞાનના ફળરૂપ વીરતિ છે, અને તે ફળશૂન્ય હોવાથી અકિંચિકર જ છે. જેમ, અંધને લાખો-કરોડો પ્રગટાવેલા દીપ પણ કાંઈ કરતા નથી. એટલે તે કાચબાની જેમ જન્મ-જરારોગ-મરણરૂપ પ્રવાહવાળા સંસાર સમુદ્રમાં ડુબે છે. પ્રશ્ન-૬૬૦ – અહીં દાંત-દત્તિક વિષમતા છે કારણ કે અંધ અજ્ઞાન જ છે તેને કરોડો દિપક પ્રગટાવવા છતાં ઘટાદિનું જ્ઞાન થતું નથી. તે પોતે જ ચક્ષુ વગરનો હોવાથી અને શ્રુતજ્ઞાન સતુ ચક્ષુવાળાને પ્રદીપ જેમ બોધ ફળ જ છે, તો એ અજ્ઞાન કેમ કહેવાય? અને ફક્ત ભણેલા શ્રુતનું તે અકિંચિત્થર કેમ કહેવાય? ઉત્તર-૬૬૦ – એ શ્રુતજનિત બોધ પણ ચારિત્ર હીનને વિફળ છે. તેથી તે અજ્ઞાન જ છે. જેમ અંધનો અવબોધ. અલ્પ ગ્રુત ભણેલું પણ પ્રકાશક કહેવાય છે ક્રિયા હેતુત્વેન સફળ હોવાથી તેનો જ્ઞાન તરીકે વ્યપદેશ કરાય છે. જેમ એક પણ પ્રદીપ-ઉપાદેય, પરિહાર Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉપાદાનાદિ ક્રિયા હેતુ હોવાથી ચક્ષુવાળા માટે પ્રકાશક કહેવાય છે. ચરણ રહિતનું જ્ઞાન નિષ્ફળ છે એ વાતતો દૂર રહી, પરંતુ પઠન-ગુણન-ચિંતનાદિથી પણ ક્લેશફળ આપનારૂં થાય છે. જેમ કે નિષ્ફળવહન થી ચંદનનો ભાર ગધેડાને નિષ્ફળ છે. અને ક્લેશ આપનારો છે. જેમ ચંદનનો ભાર વહન કરનાર ગધેડો તેના ભારનો જ ભાગી છે. પણ ચંદનની સુગંધનો ભાગી નથી. તેમ ચારિત્રરહિત એવો જ્ઞાની માત્ર જ્ઞાનનો જ ભાગી છે, તે જ્ઞાનનું પઠન-ગુણન-પરાવર્તન ચિંતનાદિકથી થયેલા કષ્ટનો ભાગી છે. પણ દેવ-મનુષ્યસિદ્ધિગતિરૂપ સુગતિનો ભાગી થતો નથી. જ્ઞાન-ક્રિયા બંનેનું ઈષ્ટફળ સાધકત્વ: ક્રિયાહીન જ્ઞાન હણાયેલું છે અને અજ્ઞાનથી ક્રિયા હણાયેલી છે. જેમ કે જોતો એવો પંગુ બળ્યો અને દોડતો એવો અંધ બળ્યો. ___हतं ज्ञानमेव केवलम्, सत्क्रियाहीनत्वात्, महानगरप्रदीपनकदाहे पलायनक्रिया रहित પત્નોનાાનવતા જેમ કોઈ મોટું નગર સળગ્યું હોય, ત્યારે તેમાંથી ભાગવા માટે ચક્ષુવાળો પંગુ જેમ અશક્ત છે તેમ, સલ્કિયા રહિત એવું એકલું જ્ઞાન પણ મોક્ષ પ્રાપ્તિ કરાવનાર ન હોવાથી નિષ્ફળ છે. એમ કહેતા ક્રિયાથી જ મોક્ષને ઇચ્છતો શિષ્ય જ્ઞાનમાં અનાદરથી તેનો त्याग न ४३ भेट हताऽज्ञानतः क्रिया, तथाविधफलत्वात्, सर्वतः संकूटप्रदीप्तनगरे દામનગૃહમમુસ્લપનાયમાનથતિદિયાવત્ ા આચાર્ય કહે છે કે સમ્યગૂજ્ઞાન વિનાની ક્રિયા પણ સળગતા એવા સાંકડા નગરમાંથી નીકળવા ઈચ્છતા આંધળા મનુષ્યની જેમ નિષ્ફળ છે. પરંતુ આંધળો જો પાંગળાને ખભે બેસાડીને તેણે બતાવેલા માર્ગે જાય તો બંને જણા બચીને સુરક્ષિત સ્થાને સુખ પામે છે. તેથી અન્યોન્યાપક્ષે સમુદિત જ જ્ઞાન-ક્રિયા મોક્ષનું સાધન માનવા. પ્રશ્ન-૬૬૧ – આપના બતાવેલા ન્યાયથી પ્રત્યેકાવસ્થામાં જ્ઞાન-ક્રિયામાં નિર્વાણ સાધક સામર્થના અભાવે સમુદિત એવા જ્ઞાન-ક્રિયા દ્વારા પણ નિર્વાણ કહેવું બરાબર નથી. ધૂળના ઢગલામાં તેલની જેમ. પ્રયોગ - રૂદ ય યતઃ પ્રત્યેાવાયાં નોદ્યતે, તત્ તતઃ समुदायेऽपि न भवति यथा सिक्ताकणेषु प्रत्येकमभवत् तैलं तत्समुदायेऽपि न भवति, न जायते च प्रत्येकं ज्ञानक्रियाभ्यां मोक्षः, अतस्तत्समुद्दायादप्यसौ न युज्यते । ઉત્તર-૬૬૧ – તમારું કહેવું ઉચિત નથી, પ્રત્યક્ષ વિરુદ્ધ છે. જેમકે, માટી-તંતુ-ચક્રચીવરાદિમાંથી પ્રત્યેકમાં ન રહેલ પણ તેના સમુદાયથી ઘટાદિપદાર્થ સમૂહો પ્રગટ થતા દેખાય Page #356 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૩૭ જ છે. એટલે મોક્ષ પણ જ્ઞાન-ક્રિયાના સમુદાયથી પ્રાદુર્ભત થાય છે એ અવિરુદ્ધ જ છે. રેતીના કણોમાં તેલની જેમ સર્વથા સાધ્ય મોક્ષમાં જ્ઞાન-ક્રિયા તરફ સાધનસ્વાભાવ નથી. પરંતુ જે અને જેટલી તે બંનેની મોક્ષ પ્રતિ દેશોપકારિતા પ્રત્યેકાવસ્થામાં પણ છે, તે સમુદાયમાં સંપૂર્ણ થાય છે. એટલો વિશેષ છે. એથી જ્ઞાન-ક્રિયાના સંયોગમાં જ કાર્ય સિદ્ધિ છે. લોકમાં પણ એક ચક્રથી રથ ચાલતો નથી. ઉદાહરણ :- અંધ-પંગ સાથે જોડાયા તો નગરને પ્રાપ્ત થયા. એમ સર્વત્ર સંયોગથી ફળસિદ્ધિ ભાવવી. અન્વયે પ્રયોગ :- જ્ઞાન-જ્યિાં સંયોગ પર્વ રૂછત્તમોક્ષની સિદ્ધિ, યત્ર યત્ર લખ્ય क्रियाज्ञाने तत्र तत्रेष्टफलसिद्धिः, यथाऽन्ध-पङ्गु सम्यक्क्रिया-ज्ञान संयोगे, सम्यक्क्रिया-ज्ञाने चात्र द्वय संयोगे, तस्मादतो मोक्षफलसिद्धिः । વ્યતિરેક પ્રયોગ :- ય વિનં ર તત્ર સજ્યિાં -જ્ઞાને દૃશ્યતે, યથા મુવિ પૃથિવ્યાં गतिक्रिया रहिते विघटितैकचक्रे रथे, सम्यक्क्रिया-ज्ञाने चात्र द्वयसंयोगे, तस्मादतो मोक्षफलप्राप्तिः । પ્રશ્ન-૬૬૨ – જ્ઞાન-ક્રિયા સહકારિ હોતે છતે કયા કયા સ્વભાવથી ઉપકાર કરે છે શું સામાન્યથી શિબિકા વાહક પુરુષ સમૂહની જેમ સરખી રીતે ઉપકાર કરે છે? અથવા ભિન્ન સ્વભાવથી ગતિક્રિયામાં ચક્ષુ અને પગ આદિ જેમ ઉપકાર કરે છે? ઉત્તર-૬૬૨ – ભિન્ન સ્વભાવથી ઉપકાર કરે છે. તે સમજવા માટે અથવા જ્ઞાન સ્વભાવનું સ્વતંત્ર રીતે નિરૂપણ કરવા દૃષ્ટાંત બતાવે છે. દૃષ્ટાંત :- જેમ કોઈ ખુલ્લા દરવાજાવાળું ઘણી બારીઓની જાળીઓના છિદ્રોવાળું પવનથી ખેંચાયેલા ઘણા કચરાથી ભરેલું શૂન્ય ઘર છે. ત્યાં રહેવા ઇચ્છતો કોઈ તેને સાફકરવા દરવાજા બારીની જાળીઓ બધી જ બહારની રજ-કચરાના પ્રવેશને રોકવા બંધ કરે છે. વચ્ચે દીવો જલાવે છે અને માણસને કચરો કાઢવા વાપરે છે. ત્યાં દીવો રેણુ વગેરે મલ બતાવવાના વ્યાપારથી ઉપકાર કરે છે. દરવાજાદિનું ઢાંકવું બહારની રજાદિનો પ્રવેશ રોકવાદ્વારા અને પુરુષ ધૂળ કાઢીને સાફ કરવા દ્વારા ઉપકાર કરે છે. ઉપનય :- એમ અહીં જીવરૂપી ઓરડો ઉઘડેલા આશ્રવ દ્વારવાળરો સંગુણ શૂન્ય મિથ્યાત્વાદિ હેતુથી ખેંચાયેલા કચરાથી ભરેલો મુક્તિસુખના નિવાસ માટે સાફ કરવો ત્યાં દીવાના સ્થાને જ્ઞાન જીવાદિ વસ્તુઓનું પ્રકાશક છે. તપ પુરુષના સ્થાને કર્મરૂપી કચરાને સાફ કરે છે. સંયમ દ્વારાદિ બંધકરવા રૂપ ગુપ્તિ કરનાર નવા કર્મ કચરાનો પ્રવેશ અટકાવે છે. એમ ત્રણેય જ્ઞાનાદિના સમાયોગમાં જીવનો મોક્ષ જિનશાસનમાં કહ્યો છે. ભાગ-૧/૨૨ Page #357 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૬૬૩ – જીવરૂપી ઓરડાને સાફ કરવા જ્ઞાનાદિ ત્રણેયની અપેક્ષા કેમ રખાય, કોઈ એકથી પણ શુદ્ધિ થઈ જાય ? ૩૩૮ ઉત્તર-૬૬૩ न ज्ञानमसहायमेकाक्येव शोधयितुमलम्, प्रकाशमात्रस्वभावत्वात्, यदक्रियं प्रकाशमात्रस्वभावं न तद् विशुद्धिकरं दृष्टम्, यथा न गृहरजो - मलविशुद्धिकृद् दीपः यच्च विशुद्धिकरं न तत् प्रकाशमात्रस्वभावम्, यथेष्टानिष्टप्राप्ति - परिहारपरिस्पन्दवान् नयनादि प्रकाशधर्मा देवदतः, प्रकाशमात्रस्वभावं च ज्ञानं तस्मादसहायत्वाद् न विशुद्धिकरं तद् । - क्रियाप्येकाकिनी न सर्वशुद्धिकरी, अप्रकाशधर्मकत्वात्, यदप्रकाशधर्मकं न तत् सर्वविशुद्धिकरम्, यथा न समस्तगृहरजो - मलविशुद्धयेऽन्धक्रिया, चक्षुमतो वा क्रिया यथा तमोगृहस्य न सर्वविशुद्धयेऽलम्, या च सर्वविशुद्धयेऽलम् न साऽप्रकाशस्वभावा, यथा चक्षुष्मतो नरस्य वितमस्कगृहे समस्त रजो - मलापनयनक्रिया, अप्रकाशस्वभावा चैकाकिनी क्रिया, अतो न सर्वविशुद्धिकरी । જેમ સારા પ્રકાશવાળો દીપક પણ ઘરનો કચરો શુદ્ધ કરતો નથી. તેમ જ્ઞાન પણ પ્રકાશ માત્ર સ્વભાવવાળું હોવાથી સંયમાદિની સહાય વિના જીવધરને શુદ્ધ કરી શકતું નથી. તથા અંધકારવાળા ઘરનો કચરો જેમ મનુષ્યની ક્રિયાથી દૂર થઈ શકતો નથી. તેમ એકલી ચારિત્રરૂપ ક્રિયા પણ અપ્રકાશ ધર્મવાળી હોવાથી સર્વથા વિશુદ્ધિ કરી શકતી નથી. પ્રશ્ન-૬૬૪ – તો ત્રણેય ભેગા થવાથી પણ શુદ્ધિ નહિ થાય ? ઉત્તર-૬૬૪ એમ નથી દીવાનો પ્રકાશ વાળું ઘર જેમ સન્ક્રિયાથી સાફકરેલા કચરાવાળું બંધ કરેલા દ્વારવાળું સર્વથા શુદ્ધ થાય છે. તેમ જ્ઞાનદીપથી નિર્મળ તપક્રિયાથી સાફકરેલા કર્મકચરાવાળું સંયમથી બંધ કરેલા સમસ્ત આશ્રવદ્વારવાળું જીવઘર સુવિશુદ્ધ સિદ્ધિ સુખ સંદોહ નિવાસ યોગ્ય થાય છે. — - પ્રશ્ન-૬૬૫ – પહેલાં તો તમે જ્ઞાન-ક્રિયાથી મોક્ષ કરવો હતો અને અત્યારે જ્ઞાન-તપસંયમ-ત્રણથી કહો છો તો પૂર્વાપર વિરોધ કેમ ન થાય ? ઉત્તર-૬૬૫ – સંયમ-તપોમયી સંવર-નિર્જરા ફળવાળી ક્રિયા તીર્થંકર-ગણધરોને સંમત છે તેથી જ્ઞાન-તપ-સંયમનો સંયોગ પણ તે પૂર્વોક્ત જ્ઞાન-ક્રિયા જ છે. અધિક કાંઈ નથી. એક જ ચારિત્રક્રિયા સંયમ-તપના ભેદથી બે પ્રકારની છે. કારણ ચારિત્ર એ તપ-સંયમ રૂપ છે અને સંવર-નિર્જરા તેનું ફળ છે. સંયમ આશ્રવદ્વારના સંવરમાં અને તપ કર્મનિર્જરામાં કારણ છે. એટલે જો કે અહીં જ્ઞાનાદિ ત્રણથી મોક્ષ કહેવાય તો પણ તપ-સંયમ ક્રિયામાં જ અંતર્ભાવ હોવાથી એ જ્ઞાન-ક્રિયારૂપ જ છે, એટલે કોઈ વિરોધ નથી. Page #358 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૩૯ પ્રશ્ન-૬૬૬ – કોઈ કહે છે – સયન-જ્ઞાન-વારિત્રાળ મોક્ષમા એમ પ્રસિદ્ધ છે અહીં તો જ્ઞાન-ચારિત્ર દ્વારા તે બતાવાય છે તો વિરોધ કેમ ન આવે? ઉત્તર-૬૬૬ – બરાબર નથી. તમે કહેવાનો મતલબ સમજતા નથી. જ્ઞાનના પ્રહણથી જ સમ્યક્ત એમાં આવી જાય છે. કારણ સમ્યક્ત વિના જ્ઞાન ન હોય. મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન અજ્ઞાન તરીકે વારંવાર જણાવેલું છે. તેથી સમ્યક્ત જ્ઞાનવિશેષ જ છે. એમ પહેલાં કહેલું જ છે. નાળમવાય-fધો હંસમિટું નહોદેદાશો . તદ તત્તર સમું રોડ્રન્ક નેળ તં ના (ગા. પ૩૬) તેથી જ્ઞાનાંતર્ગત જ સમ્યક્ત છે. એટલે જ્ઞાન ગ્રહણ કરતાં તે ગૃહીત જ છે. આગળ જે શ્રત જ્ઞાનેપિ ઇત્યાદિ જે પ્રતિજ્ઞાત છે. તેનો હેતુ-શ્રુતજ્ઞાન લાયોપથમિક ભાવમાં વર્તે છે. જ્યારે મોક્ષ ક્ષાયિકજ્ઞાનમાં જ છે. જેમકે, અવધિજ્ઞાનમાં વર્તમાન જીવ મોક્ષ પામતો નથી, તેમ ચારિત્ર વિનાનો જીવ શ્રુતજ્ઞાનમાં વર્તમાન છતાં પણ મોક્ષ પામતો નથી. પ્રશ્ન-૬૬૭ – જો એમ હોય તો ચરણસહિત એવા શ્રુતથી આ જ હેતુ અને દષ્ટાંતથી મોક્ષ નહિ થાય? ઉત્તર-૬૬૭ – સિદ્ધ સાધ્યતા જ છે પરંતુ ક્ષાયિક જ્ઞાન-ચારિત્રથી જ મોક્ષ થાય છે. પ્રશ્ન-૬૬૮ – જો એમ હોય કે ક્ષાયોપથમિક ભાવમાં વૃત્તિ હોવાથી જ શ્રતથી મોક્ષ નિષેધ છે એ રીતે ચરણ સહિત શ્રુતજ્ઞાન કહ્યું અને પૂર્વ જે તેનાથી મોક્ષ કહ્યું તે શૂન્યચિત્ત ભાષિત જ છે ને? ઉત્તર-૬૬૮ – ના, કારણ કે સાક્ષાત્ ભલે શ્રુતથી મોક્ષનો નિષેધ છે. પણ પરંપરાએ તો થાય જ છે. કેમકે, શ્રુતજ્ઞાન-ચારિત્ર દ્વારા ક્ષાયિકજ્ઞાન-ચારિત્ર પ્રાપ્ત થાય છે, અને તેનાથી મોક્ષ થાય છે. તેથી જે ચારિત્ર યુક્ત શ્રત એ મોક્ષનો હેતુ છે એમ કહ્યું તે પણ અવિરૂદ્ધ છે. પ્રશ્ન-૬૬૯- સ્વાવારક કર્મ સર્વથા ક્ષીણ થતાં સર્વ જ્ઞાન ઉત્પન્ન થાય છે ઉદયપ્રાપ્તિમાં નહિ. તેથી જેમ ચારિત્ર વિના પણ કોઈપણ રીતે તેનું જ્ઞાનાવરણ કર્મ ક્ષીણ થયું, તેમ મોક્ષલાભને આવરણ કરનારૂં પણ, એમજ કોઈ રીતે ક્ષીણ થશે. તેથી ફક્ત જ્ઞાનથી જ મોક્ષ થશે ચારિત્રથી શું? ઉત્તર-૬૯૯ – બધા જ્ઞાન સર્વથા સ્વાવરણ ક્ષીણ થતાં ઉત્પન્ન થાય છે એ અસિદ્ધ છે. કેમકે, કૃતાદિજ્ઞાનો સ્વાવરણ ક્ષયથી નહિ પણ ક્ષયોપશમથી થાય છે. ક્ષાયિક તો ફક્ત કેવલજ્ઞાન જ છે. તથા ક્ષીણમોહસંબંધિ ચારિત્ર ક્ષાયિક છે. તે બંને રહ્યા પછી અનંતર-તરત જ મોક્ષ થાય છે, તેથી સચારિત્ર શ્રુત અહીં ક્ષાયિકજ્ઞાન-સાયિક ચારિત્રના લાભમાટે થાય છે. એમ પંરપરાથી ચારિત્રસહિત શ્રુતથી મોક્ષની પ્રાપ્તિથી પૂર્વોક્ત વિરુદ્ધ થતું નથી. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૬૭૦–પરંતુ શ્રુતજ્ઞાન-શાયોપથમિક છે અને કેવળજ્ઞાન ક્ષાયિક છે એમ કઈ રીતે જણાય ? ઉત્તર-૬૭૦ - શાસ્ત્રમાં તે પ્રમાણે કહેલું છે. પ્રશ્ન-૬૭૧ – શાસ્ત્રમાં શું કહેલું છે તે સમજાવો તો ખરા? ઉત્તર-૬૭૧ – સર્વ દ્વાદશાંગ ગ્રુત તથા તે સિવાયનું પ્રકીર્ણ અંગબાહ્યશ્રત, મતિ-અવધિ અને મન:પર્યવજ્ઞાન, તથા ક્ષાયિક-ઔપથમિક સિવાયનાં ચાર સામાયિક, એ બધું ક્ષાયોપથમિક ભાવમાં જ થાય છે. પણ ઔદાયિકભાવમાં નથી થતા, અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ તો ક્રોધાદિ સર્વ કષાયનો સર્વથા ક્ષય થવાથી જ થાય છે. જો કે ચારે ઘાતિકર્મનો ક્ષય થવાથી જ કેવળજ્ઞાન થાય છે, એકલા કષાયના ક્ષયથી નથી થતું. પરંતુ કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં કષાયનો ક્ષય એ જ મુખ્ય કારણ છે. ક્રમદ્વાર :- આઠ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિવાળો જીવ સમ્યક્તાદિ ૪ સામાયિકમાંથી એકેય ન પ્રાપ્ત કરે. તેમજ મતિ આદિ જ્ઞાન પણ ન પામે. અને આયુ સિવાયની ઉત્કૃષ્ટ સ્થિતિમાં તો પૂર્વે પામેલ વર્તતો પણ ન હોય અર્થાત્ પૂર્વલભ્યોનો તો ઉત્કૃષ્ટસ્થિતિવાળા એક જ આયુમાં ભજના કરવી. કોઈને કાંઈક હોય કોઈને ન હોય. કારણ કે સમ્યક્ત પામ્યા પછી તેનો ત્યાગ થાય, ત્યારે કર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે, એમ કર્મગ્રંથનો અભિપ્રાય છે, અને સિદ્ધાંતના અભિપ્રાયથી તો ગ્રંથિભેદ કર્યા પછી ફરી ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ થતો જ નથી. આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તમાન અનુત્તર દેવને ઉત્પન્ન થતી વખતે સમ્યક્તશ્રુતસામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે. પણ ત્યાં પામતા નથી. જ્ઞાનાવરણાદિ સર્વ જઘન્યસ્થિતિવાળા સૂક્ષ્મ સંપરાયાદિ ગુણઠાણાવાળો નવું કાંઈ પણ પ્રાપ્ત ન કરે. કારણ કે સમ્યક્ત-શ્રુત-સર્વવિરતિ સામાયિકનો એ પૂર્વપ્રતિપન્ન છે, એટલે ફરી પ્રાપ્ત ન કરે. આયુષ્યનો તો ક્ષુલ્લકભવપ્રમાણ જઘન્યસ્થિતિક જીવ પૂર્વપ્રતિપન્ન કે પ્રતિપદ્યમાન નથી. પહેલાં એ બધું બતાવેલું જ છે. આઠે કર્મની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ :- નામ અને ગોત્ર કર્મની ૨૦ કોડાકોડી, સાગરોપમ, મોહનીયની ૭૦ કોડાકોડી, સાગરોપમ અને જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય અને અંતરાય કર્મની ૩૦ કોડાકોડી સાગરોપમ તથા આયુષ્યની ૩૩ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તથા, જ્ઞાન-દર્શન-અંતરાયની અંતર્મુહૂર્ત, નામ ગોત્રની ૮ મુહૂર્ત, વેદનીયની ૧૨ મુહૂર્તની જઘન્ય સ્થિતિ છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૪૧ અનિવૃત્તિ બાદર ગુણસ્થાનકે વર્તતો જીવ મોહનીયની જઘન્ય સ્થિતિબંધ કરે છે, તથા મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્યો આયુનો જધન્ય સ્થિતિબંધ કરે, જ્ઞાનાવરણ-દર્શનાવરણ વેદનીય, નામ, ગોત્ર અને અંતરાયની જઘન્ય સ્થિતિ સૂક્ષ્મ સંપરાયે બંધાય છે. આ કષાય પ્રાત્યયિક જઘન્ય સ્થિતિ છે. યોગ પ્રાત્યયિક વેદનીયની જઘન્ય સ્થિતિ ઉપશાંતમોહ આદિ ગુણસ્થાનકે એક સમયની પણ હોય છે. પ્રશ્ન-૬૭૨ આ બધી કર્મપ્રકૃતિઓ ઉત્કૃષ્ટ સ્થિતિવાળી એક સાથે જ બંધાય છે કે એકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતાં, બીજીનો પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે કે તેમાં કોઈ અન્ય રીતે ઉત્કૃષ્ટ બંધ થાય છે ? 1 ઉત્તર-૬૭૨ – જ્યારે મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય, ત્યારે જ્ઞાન-દર્શન-વેદનીયનામ-ગોત્ર-અંતરાય આ છ કર્મની સ્થિતિબંધ ઉત્કૃષ્ટ જ હોય છે. કારણ કે મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉત્કૃષ્ટ સંકલેશમાં બંધાય છે, ત્યારે જીવ જ્ઞાનાવરણાદિની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મોહનીયની સાથે આયુની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી જીવ નરકાયુનો બંધ કરી સાતમી નરકમાં જાય છે, ત્યારે નરકાયુની અપેક્ષાએ આયુની પણ તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે, અને છઠ્ઠી વગેરે નરકમાં જાય ત્યારે મધ્યમ સ્થિતિ હોય. જઘન્ય ન હોય. કારણ કે આવા સંકલેશમાં રહેતો જીવ નરકમાં જ ઉત્પન્ન થાય. ત્યાં ક્ષુલ્લકભવ પ્રમાણ આયુની જઘન્ય સ્થિતિ બંધ ન હોય. ઉત્કૃષ્ટ સંકલેશમાં દેવ-નારકી ઉત્કૃષ્ટ સ્થિતિ મોહનીયનો બંધ કરી તિર્યંચમાં જાય ત્યારે પણ આયુની ક્ષુલ્લકભવ પ્રમાણ જઘન્ય સ્થિતિ ન હોય. કારણ કે આવા ભવ પ્રમાણ આયુવાળા જીવોમાં દેવ-નારકી ઉત્પન્ન ન થાય. મોહ સિવાય જ્ઞાનાવરણાદિ કોઈપણ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતો મોહનીયની અને કેટલાંક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા કર્મની ઉત્કૃષ્ટ અથવા મધ્યમ સ્થિતિ બાંધે, પણ જઘન્ય ન બાંધે. જીવ જ્યારે સર્વોત્કૃષ્ટ સંકલેશમાં વર્તતો જ્ઞાનાવરણાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરે ત્યારે શેષ મોહનીયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. સ્વપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ સંકલેશમાં મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના કારણભૂત સંકલેશની અપેક્ષાએ મધ્યમ હોય છે. ત્યારે ત્યાં વર્તતો જીવ મોહનીય કર્મ મધ્યમ સ્થિતિવાળું બાંધે છે. અને દર્શનાવરણ તથા વેદનીય આદિ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના કારણભૂત સંક્લેશની અપેક્ષાએ તો તે ઉત્કૃષ્ટ અથવા મધ્યમ સ્થિતિવાળું બંધાય છે. અને મધ્યમ સંકલેશમાં મધ્યમ સ્થિતિવાળા બંધાય છે. પણ જઘન્ય સ્થિતિ ત્યાં નથી હોતી. કારણ કે મોહનીય અને દર્શનાવરણની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે તે અનિવૃત્તિ બાદર અને સૂક્ષ્મ સં૫રાય ગુણઠાણે બંધાય છે. અહીં રહેલો જીવ જ્ઞાનાવરણાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્યારેય ન કરે, માટે જ્ઞાનાવરણાદિની ઉત્કૃષ્ટ સ્થિતિમાં દર્શનાવરણ કે મોહનીયાદિની જઘન્ય સ્થિતિ ન Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ હોય. ક્યાંક આયુની જઘન્ય સ્થિતિ હોય પણ તે જયારે મનુષ્ય અથવા તિર્યંચ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું જ્ઞાનાવરણાદિ કર્મ બાંધે ત્યારે તેમને જઘન્ય ક્ષુલ્લકભવનું આયુ બાંધતા જઘન્ય સ્થિતિ હોય છે. આ ઉપર કહેલ બંધ સ્થિતિના કારણથી ઉત્કૃષ્ટ સ્થિતિવાળો જીવ ચારેમાંથી એકપણ સામાયિક ન પામે, ઉત્કૃષ્ટ સ્થિતિ આયુષ્યવાળા અનુત્તર દેવાદિ કોઈકને પહેલાનું કોઈક સામાયિક હોય. જ્ઞાનાવરણાદિની જઘન્ય સ્થિતિવાળા પૂર્વે પામેલા હોવાથી નવું ન પામે અને જઘન્ય સ્થિતિ આયુષ્યમાં પામેલા પણ ન હોય અને પામતા પણ ન હોય. ક્ષયોપશમથી સમ્યક્તાદિના લાભનું કારણ :- આયુ વિના સાત કર્મપ્રકૃતિની સ્થિતિ કોટાકોટી સાગરોપમના અંદર કરીને ૪માંથી એક સામાયિક પ્રાપ્ત થાય છે. જયારે પલ્યોપમનો અસંખ્યાત ભાગનૂન કોડાકોડી સાગરોપમ રહે ત્યારે ગ્રંથિ પ્રગટ થાય છે. ગ્રંથિ = ઘન અતિનિબિડ રાગ-દ્વેષોદય પરિણામ. ગ્રંથિ ભેદ થતાં મોહેતુભૂત સમ્યક્તાદિનો લાભ થાય છે. ગ્રંથિભેદમાં પ્રવૃત થયેલો જીવ ઘોરમહાયુદ્ધના અગ્રભાગે દુર્જય એવા નષ્ટ કરેલા અનેક શત્રુગણ છે જેના, એવા સુભટ જેવો શ્રમ પામે છે. જેમ સિદ્ધકાળે બહુવિદ્ધવાળી વિદ્યા પ્રાપ્ત થાય છે તેમ આ ગ્રંથિભેદ પણ મહા મુશીબતથી છે. પ્રશ્ન-૬૭૩ - જો ગ્રંથિભેદ પહેલાં સમ્યક્વાદિગુણ વિના જ એ જીવે ઓગણ સિત્તેર કોડાકોડી સાગરોપમની લાંબી કર્મસ્થિતિ ખપાવી, તો શેષ પણ એ સમ્યક્તાદિ ગુણવિના જ ખપાવે પછી એ રીતે મોક્ષ પણ મેળવે. તેના હેતુભૂત સમ્યક્તાદિ ગુણો વિચારવાનું શું કામ છે? ઉત્તર-૬૭૩ – જેમ મહાવિદ્યા સાધવાની ઇચ્છાવાળાની પ્રાયઃ પૂર્વસેવા અત્યંત કઠોર નથી હોતી પણ ખુબ કોમળ હોય છે. તેની સાધના સમયે તે ક્રિયા કઠીનતર થાય છે. અને વિપ્નવાળી પ્રાયઃથાય છે. તથા ગ્રંથિભેદ પહેલાં કે કર્મસ્થિતિ ક્ષપણમાં યથાપ્રવૃત્તકરણ ક્રિયા અત્યંત કઠોર નથી પણ કોમળ છે. અને જે ગ્રંથિભેદથી માંડીને મોક્ષસાધનમાં સમ્યગ્દર્શન જ્ઞાન સહિત ચારિત્ર ક્રિયા છે તે અત્યંત કઠોર છે. દુષ્માપ્ત અને વિષ્નવાળી હોય છે. આ સમ્યગ્દર્શન-જ્ઞાનથી યુક્ત ચારિત્ર ક્રિયા વિના કોઈનોય ક્યારેય મોક્ષ ન થાય. તો એમ કઈ રીતે કહેવાય કે સમ્યક્તાદિગુણો વિના પણ જીવ સર્વ કર્મ ખપાવીને મોક્ષ મેળવે અથવા જો જે ગુણ રહિત અવસ્થામાં એણે ઘણું કર્મ ખપાવ્યું, એથી શેષ કર્મ નિર્ગુણ થતો ન ખપાવે કારણ કે ખપેલા ઘણા કર્મથી નષ્ટ કરેલા ઘણા દોષ વાળો ગ્રંથિભેદ પછી સમ્યક્તાદિગુણ પ્રાપ્ત કરે છે એટલે એ નિર્ગુણ કઈ રીતે થાય? કોઈપણ અધ્યાહારથી અપેક્ષિત સમ્યક્તાદિ ગુણો રહેતા નથી કે જેથી આપ કહો-કે સમ્યક્તાદિગુણો મોક્ષના હેતુતરીકે વિચારવાનું શું Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ ગુજરાતી પ્રશ્નોત્તર કામ? આમ ખપાવેલા બહુ કર્મવાળાઓને અપેક્ષા વિના પણ ગુણો પ્રગટ થાય છે એટલે નિર્ગુણ જ શેષ કઈ રીતે ખપાવે? પ્રશ્ન-૬૭૪ – કરણ કેટલાં હોય છે? કયા કયા? કયા જીવને કેટલાં કરણ હોય? ઉત્તર-૬૭૪ – કરણો ત્રણ છે - (૧) યથાપ્રવૃત (૨) અપૂર્વ (૩) અનિવર્તિકરણ અનાદિ કાળથી માંડીને કર્મ ખપાવવામાં પ્રવર્તેલ આત્મા અધ્યવસાય વિશેષથી ગ્રંથિસ્થાન સુધી પહોંચતા સુધી પ્રથમ યથાપ્રવૃતકરણ થાય છે. સર્વદા કર્મક્ષપણમાં કારણ અધ્યવસાય માત્ર હોવાથી, ઉદય પ્રાપ્ત આઠેય કર્મપ્રકૃતિના સર્વદા ક્ષપણથી ગ્રંથિને ભેદનારને પૂર્વે કહી પણ પ્રાપ્ત નહિ થયેલ એવા અપૂર્વ સ્થિતિઘાત-રસઘાતાદિ કરનાર અધ્યવસાય વિશેષ તે બીજું અપૂર્વકરણ થાય છે. પૂર્વથી વિશુદ્ધતર અધ્યવસાયરૂપ તેનાથી જ ગ્રંથિનો ભેદ થવાથી, તથા સમ્યગ્દર્શનનો લાભ થતા સુધીમાં જે પરિણામ પાછા ન પડે તે અનિવર્તિકરણ. તે સમ્યક્તાભિમુખ જીવમાં થાય છે. તેથી જ વિશુદ્ધતમ અધ્યવસાયરૂપ પછી સમ્યક્તનો લાભ થાય છે. કરણત્રયને આશ્રયીને સામાયિક લાભના દૃષ્ટાંતો. પલ્લક-ધાન્યાધારભૂત :- જેમ કોઈ કૌટુંબિક એકદમ વિશાળ ધાન્યભરેલા પત્યમાં ક્યારેય કોઈ રીતે થોડું થોડું બીજું ધાન્ય નાખે છે, અને ઘણું તેમાંથી કાઢે છે તેમ છતાં સમય જતાં ધાન્ય ખાલી થાય છે તે રીતે કર્મરૂપી ધાન્યભરેલા પલ્પમાં કુટુંબી સ્થાનીય જીવ ક્યારેય કોઈ રીતે અનાભોગથી ઘણું ચિરબદ્ધ કર્મ ખપાવતો થોડું થોડું નવું ભરતો-બાંધતો ગ્રંથી સુધી પહોંચે છે. આ વખતે દેશોન એક કોડાકોડી સાગરોપમ શેષ આયુવિના ૭ કર્મોને ધારણ કરી શેષ તે કર્મ ખપાવે છે આ યથાપ્રવૃત્તકરણનો વ્યાપાર છે. પ્રશ્ન-૬૭૫ – આ તો આગમ વિરુદ્ધ છે એ ગ્રંથિ ભેદ પહેલાં અસંવત-અવિરતઅનાદિમિથ્યાષ્ટિ છે એવા જીવનું ઘણુંખરું કર્મ ખપાવવું અને થોડાનો બંધ આગમમાં નિષેધ જ છે કારણ કે-પ મદફનહિ શું પવિવૃવ સોહા નાત્રિા માંના વિરપ વંદુ વંથણ निज्जरे थोवं ॥१॥ पल्ले महइमहल्ले कुंभं सोहए पक्खिवइ नाभिं । जे संजए पमत्ते बहु निज्जरे बंधए थोवं ॥२॥ पल्ले महइमहल्ले कुम्भं सोहेए पक्खिवे न किंचिं । जे संजए अपमत्ते વ૬ નિ વંથા ર વિવિ IPરા પ્રથમ ગાથામાં તો અસંયત-અવિરત-અનાદિમિથ્યાષ્ટિને પ્રતિસમય બંધ બહુ અને નિર્જરા અલ્પ કહી અને આપ તો એનાથી વિપરિત પ્રતિપાદન કરો છો તો વિરોધ કેમ નહિ? Page #363 -------------------------------------------------------------------------- ________________ ७४४ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૬૭પ – પ્રાયઃ આ પ્રવૃત્તિ છે કે અસંયતને બહુકર્મનો ઉપચય અને અલ્પતરનો અપચય છે. જો એમ હંમેશા થાય તો ઉપચિત બહુ કર્મવાળા જીવોમાં ક્યારેય કોઈનેય સમ્યક્તાદિ લાભ ન થાય, પણ એકાંતે એમ નથી. સમ્યગ્દષ્ટિઆદિમાં સમ્યક્ત્વ પ્રાપ્તિ પહેલાં ઘણા કર્મનો ક્ષય થવાથી સમકિત પ્રાપ્તિ થયેલી પ્રત્યક્ષ જ જણાય છે. જો હંમેશ માટે બહુતર કર્મો બંધાતા હોય તો કાલક્રમે સમગ્ર પુદ્ગલરાશિ કર્મતયા જ ગ્રહણનો પ્રસંગ થાય. એમ પણ થતું નથી. નહિ તો પછીથી કોઈપણ પુદ્ગલ ગ્રહણ કરવાનું રહે નહિ, સ્તંભ, કુંભ, અભ્ર, પૃથ્વી, ભવન, તનું, તરુ, ગિરિ, નદી-સમુદ્રાદિ ભાવથી પણ તે સદા પરિણત દેખાય છે. તેથી અહીં બંધ અને નિર્જરાના સંબંધમાં ત્રણ ભાંગા જાણવા. (૧) કોઈને બંધહેતુઓના પ્રકર્ષથી અને પૂર્વોપચિત કર્મલક્ષણ હેતુઓના પ્રકર્ષથી ઉપચય પ્રકર્ષ થાય. (૨) કોઈનો બંધ અને પણ હેતુઓના સામ્યથી ઉપચય-અપચય સરખો થાય છે. (૩) કોઈને બંધહેતુ અપકર્ષ અને પણ હેતુના પ્રકર્ષથી બંધ થોડો થાય છે અને નિર્જરા વધુ થાય છે. આ ત્રણમાંથી ત્રીજા ભાંગામાં જયારે મિથ્યાદષ્ટિ વર્તે ત્યારે ગ્રંથિદેશને પ્રાપ્ત કરે છે. પ્રશ્ન-૬૭૬ – અનાભોગપણે એટલા બધા કર્મનો ક્ષય કઈ રીતે થાય? ઉત્તર-૬૭૬ – ગિરિનદીપાષાણ - ગિરિનદીપાષાણો અને માર્ગમાં પડેલા પાષાણોના પરસ્પર ઘર્ષણની ઉપમાથી ગ્રંથિ સુધી કર્મસ્થિતિ ક્ષપણ અનાભોગથી જ તે જીવને યથાપ્રકૃતકરણથી થાય છે. જેમ આ બંને પથ્થરો અનાભોગથી અમે આવા થઈએ એવા અધ્યવસાયવિના પણ પરસ્પર કે લોકના ચરણાદિથી ઘસાતા ઘંચનઘોલ ન્યાયથી ગોળત્રિકોણ-ચોરસ-હસ્વ-દીર્ઘ અનેક આકારવાળા થાય છે. એમ અહીં પણ કોઈપણ રીતે અનાભોગથી યથાપ્રવૃતકરણથી જીવો કર્મ ખપાવીને ગ્રંથી દેશને પ્રાપ્ત કરે છે. કીડી - કડીના પાંચ અર્થો વિવલિત છે (૧) પૃથ્વી પર સ્વાભાવિક આમ-તેમ ભમવું (૨) ક્યાંક સ્થાણુ કે ખીલા પર ચડ-ઉતર કરવી (૩) પાંખ આવતાં તેઓનું તે સ્થાણુથી ઉડવું (૪) કેટલીક સ્થાણુના ખીલા ઉપર રહેવું (૫) કેટલીકનું સ્થાણુના ખીલાથી ઉતરવું. ત્યાં કીડીઓનું પૃથ્વી પર જવા સમાન સ્વાભાવિક સદા પ્રવૃત યથાપ્રવૃતકરણ. સ્થાણુ, આરોહણ સમાન અપ્રાપૂર્વથી અપૂર્વકરણ. ખીલા ઉપરથી ઉડવા સમાન અનિવર્તિકરણ. તેના બળથી મિથ્યાત્વથી કુદીને સમ્યગ્દષ્ટિ ગુણઠાણે જવું. તથા સ્થાણુના ખીલા ઉપર કીડીઓના અવસ્થાન જેમ ગ્રંથિ સાથે રહે તે ગ્રંથિકસત્ત્વ અભિન્ન ગ્રંથિજીવ. તેનું તે ગ્રંથિદેશમાં રહેવું જેમ કીડીઓનું ઉતરવું તેમ જીવની પાછી કર્મસ્થિતિ વધારવી. પુરુષ - કોઈ ત્રણ પુરુષો અટવીમાંથી નગરમાં જવા રવાના થયેલા સ્વભાવગતિથી સુદીર્ઘ માર્ગ પસાર કરે છે. વેળા વીતવાના ભયથી ઉતાવળા થાય છે. ત્યાં ભયસ્થાનમાં ૨ Page #364 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૪૫ ચોર મળ્યા, ખેંચેલી તીક્ષ્ણ તલવારવાળા માર્ગની બંને બાજુ રહેલા અત્યંત ભયાનક તેમને બંનેને જોઈને ઉછળેલા મનના ક્ષોભવાળો એક પુરુષ પાછો ફર્યો. બીજો પકડાયો, ત્રીજો તેમને તરછોડીને ઈષ્ટપુરમાં પહોંચ્યો. એ પ્રસ્તુતમાં ઘટાવાય છે અટવીભવાટવી-સંસાર ત્રણ મનુષ્ય રૂપ = પાછો ફરેલો અભિન્નગ્રંથિક પહેલો, ગ્રંથીદેશે રહેલો બીજો, ભિન્નગ્રંથિક ત્રીજો, લાંબો માર્ગ = લાંબી કર્મસ્થિતિ, તેનું અતિક્રમણ = લાંબી કર્મસ્થિતિનું ક્ષપણ, ભય સ્થાન = ગ્રંથિદેશ, બે ચોર = રાગ-દ્વેષ, ગ્રંથિદેશને ભેદયા વિના પાછો ફરનાર = અશુભ પરિણામ કર્મસ્થિતિ વધારનાર, બે ચોરો દ્વારા પકડાયેલો = ઉદિત પ્રબળ રાગવૈષવાળો ગ્રંથિકસત્ત્વ, ઇષ્ટપુર પ્રાપ્ત થયેલો પુરુષ = સમ્યગ્દર્શનાદિ પ્રાપ્ત કરનાર. હવે ત્રણ કરણ – ૧. ત્રણે પુરુષનું સ્વાભાવિક ગમન-ગ્રંથિદેશ પ્રાપક યથાપ્રવૃતકરણ, ૨. શીઘગમનથી ચોરને ઓળંગતા-અપૂર્વકરણ, ૩. ઈષ્ટ સમ્યક્તાદિ પૂર પ્રાપક-અનિવૃત્તિકરણ જાણવું. પ્રશ્ન-૬૭૭ – પ્રભો! ગ્રન્થિભેદ કરીને જીવો સમ્યકત્વાદિરૂપ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરે છે તે પરોપદેશથી પામે છે ? સ્વાભાવિક જાતે જ પામે છે? કે બંનેમાંથી એકપણ રીતે નથી પામતા? ઉત્તર-૬૭૭ – પથનું દૃષ્ટાંત - જેમ કોઈ માર્ગમાં પરિભ્રષ્ટ થયેલો અટવીમાં આમ-તેમ ભમતો મનુષ્ય કોઈપણ રીતે જાતે જ માર્ગ મેળવે છે, કોઈ પરોપદેશથી મેળવે છે, અને કોઈ મેળવતો જ નથી. એમ સર્વથા નાશ થયેલા માર્ગવાળો જીવ સંસારાટવીમાં ભમતો કોઈ ભવ્ય ગ્રંથિસ્થાને પ્રાપ્ત થયેલો સ્વયં સમ્યક્તાદિ સન્માર્ગ મેળવે છે, કોઈ પરોપદેશથી મેળવે છે, અને કોઈ દૂરભવ્ય કે અભવ્ય ગ્રંથિદેશે પહોંચેલો પણ પાછો ફરે છે. ૬. જ્વર ગૃહીત :- જેમ જવરગૃહીત કોઈનો જવર કોઈ રીતે આપમેળે દૂર થાય છે, કોઈનો ઔષધના ઉપયોગથી દૂર થાય છે, કોઈમાં દૂર થતો નથી. તેમ મિથ્યાત્વમહાવર પણ કોઈનો ગ્રંથિભેદાદિ ક્રમથી સ્વયં દૂર થાય છે, કોઈનો ગુરૂવચન રૂપ ઔષધ ઉપયોગથી દૂર થાય છે, કોઈમાં તો દૂર થતો નથી, ભવ્યની આ ત્રણે ગતિઓ થાય છે અભવ્યની તો માત્ર ત્રીજી ગતિ થાય છે. ૭. કોદ્રવ :- કેટલાંક કોદ્રવોનો મદનભાવ સ્વયં દૂર થાય છે, કેટલાંકનો ગોમયાદિનાપરિકર્મથી દૂર થાય છે, અને કેટલાકનો દૂર થતો જ નથી. તેમ મિથ્યાત્વમદનભાવ પણ કોઈમાં સ્વયં દૂર થાય છે. કોઈનો તો ગુરૂપદેશરૂપ પરિકર્મથી દૂર થાય છે. કોઈમાં દૂર થતો નથી. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ - પ્રશ્ન-૬૭૮ જીવ કયા કારણે મદન કોદ્રવસ્થાનીય મિથ્યાત્વને દૂર કરે છે ? ઉત્તર-૬૭૮ – જેમ કોઈના ગોમયાદિપ્રયોગથી સાફ કરતાં ત્રણ પ્રકારના કોદ્રવ થાય છે-શુદ્ધ-અર્ધવિશુદ્ધ-અવિશુદ્ધ. અપૂર્વકરણથી મિથ્યાત્વ ખપાવીને જીવ શુદ્ધાદિ ભેદથી ત્રણ પૂંજ કરે છે. ત્યાં સમ્યક્ત્વ આવાક કર્મ ખપાવીને શુદ્ધ કરેલા મિથ્યાત્વના પુદ્દગલોનો પુંજ સમ્યગ્ જિનવચનરૂચિનો અનાવારક હોવાથી ઉપચારથી સમ્યક્ત્વ કહેવાય છે. અર્ધશુદ્ધ મિથ્યાત્વનો પુદ્ગલ પુંજ સમ્યગ્મિથ્યાત્વ તે, અવિશુદ્ધ પુંજ તે મિથ્યાત્વ કહેવાય છે, એમ અપૂર્વકરણથી ત્રણ પુંજ છતાં અનિવૃતિકરણ વિશેષથી જીવ-મિશ્ર કહેવાય છે, અને સર્વથા સમ્યક્ત્વ પુંજ પ્રાપ્ત કરે છે. જ્યારે પણ પડેલા સમ્યક્ત્વવાળો ફરી સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે ત્યારે અપૂર્વકરણથી ત્રણપૂંજ કરી અનિવર્તિકરણથી તેના લાભથી આ ક્રમ જાણવો. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૬૭૯ – ત્યારે અપૂર્વકરણના જ લાભથી અપૂર્વતા કઈ રીતે ? ઉત્તર-૬૭૯ – સાચું. પરંતુ અપૂર્વ જેમ અપૂર્વ થોડીવાર મળે છે એમ વૃદ્ધો કહે છે. આ બધા સૈદ્ધાંતિક મત છે. કાર્યગ્રંથિક મતથી તો “મિથ્યાત્વનું અંતરક૨ણ કરે છે, તેમાં પ્રવેશેલો ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે, તેનાથી મિથ્યાત્વના ત્રણ ગૂંજ કરે છે. પછી ક્ષયોપશમિક પૂંજના ઉદયથી ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે.” એમ માને છે, અર્થાત્ અપૂર્વકરણથી ત્રણ પુંજ નથી કરતા અને ઉપશમમાં કરેલ શુદ્ધ પુંજના ઉદયથી ફરીથી સમ્યક્ત્વ પામે છે. - આ તો તમે બધે ઠેકાણે ભવ્યની વાત કરી. અભવ્યનું તો કાંઈક કહો ? - પ્રશ્ન-૬૮૦ ઉત્તર-૬૮૦ અરિહંતાદિની અતિશયવાળી વિભૂતિ જોઈને “ધર્મથી આવો સત્કાર દેવત્વ રાજ્યાદિ પ્રાપ્ત થાય છે” એવી ઉત્પન્ન બુદ્ધિવાળા ગ્રંથિસ્થાનને પ્રાપ્ત થયેલા અભવ્યને પણ તે વિભૂતિનિમિત્ત દેવત્વ-નરેન્દ્રત્વ-સૌભાગ્ય-રૂપ-બલાદિરૂપ કે અન્ય પ્રયોજનથી સર્વથા નિર્વાણની શ્રદ્ધારહિત પણ કોઈ કષ્ટ અનુષ્ઠાન સ્વીકારતા અજ્ઞાનરૂપ શ્રુતસામાયિકમાત્રનો લાભ થાય. તેને પણ ૧૧ અંગ ભણવાની અનુજ્ઞા છે સમ્યક્ત્વાદિલાભ તો તેને થતો જ નથી. જો થાય તો અભવ્યત્વની હાનિની આપત્તિ આવે, જેમ પરિકર્મ કરાતા કોદરા ત્રણ પ્રકારના થાય છે. મદના-અશુદ્ધ, અલ્પ નિર્વલિતા-શુદ્ધા શુદ્ધ નિર્વલિતા-શુદ્ધ. તેમ અપૂર્વક૨ણ રૂપ પરિણામ વશથી શુદ્ધ-અશુદ્ધ-મિશ્ર ભેદથી જીવ ત્રણ પ્રકારનું મિથ્યાત્વ કરે છે. - ― જલ-વસ્ત્રના દૃષ્ટાંતો – જેમ પાણી અને વસ્ત્ર મલિન કલુષ હોય છે. શુદ્ધ કરવા છતાં કોઈક શુદ્ધ થતું નથી. કોઈ અલ્પવિશુદ્ધ, કોઈક શુદ્ધ હોય છે. એમ અપૂર્વકરણ રૂપ પરિણામ વશથી દર્શન મોહનીય કર્મને જીવ અશુદ્ધ-અર્ધશુદ્ધ અને શુદ્ધ એવા મિથ્યાત્વ-મિશ્ર-સમ્યક્ત્વ ભેદથી ત્રણ પ્રકારનું કરે છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૪૭ પ્રશ્ન-૬૮૧ – એ રીતે તમે સમ્યક્તલાભ કહ્યો તેના પછી દેશવિરતિ આદિનો લાભ કઈ રીતે થાય છે? ઉત્તર-૬૮૧ – જેટલી કર્મસ્થિતિમાં સમ્યક્ત મળ્યું તેમાંથી પલ્યોપમ પૃથક્વ (બે થી નવ પલ્યોપમ)રૂપ સ્થિતિખંડ ખપતે છતે શ્રાવક દેશવિરત થાય. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ ખપતાં ચારિત્ર પ્રાપ્ત કરે છે, તેનાથી પણ સંખ્યાતા સાગરોપમ ખપતાં ઉપશમશ્રેણી અને તેનાથી પણ સંખ્યાત સાગરોપમ ખપતાં ક્ષપકશ્રેણી થાય છે. પ્રશ્ન-૬૮૨ – કેટલા ભવે એમ દેશવિરતિઆદિનો લાભ થાય છે? ઉત્તર-૬૮૨ – અપ્રતિપતિત સમ્યક્તીને દેવ-મનુષ્ય જન્મોમાં ભમતા-ભમતા મનુષ્યભવમાં દેશવિરતિ આદિ લાભ થાય છે. અથવા તીવ્ર શુભપરિણામવંશથી ખપાવેલી બહુકર્મ સ્થિતિવાળાને એકજ ભવમાં ઉપશમ શ્રેણી કે ક્ષપકશ્રેણીમાંથી કોઈ એક શ્રેણી વિના સર્વ પ્રાપ્ત થાય છે. એક ભવમાં બે શ્રેણી સિદ્ધાંતભિપ્રાયથી નથી જ થતી. બેમાંથી એક જ થાય. આવરણદ્વારઃ- જેના ઉદયથી જીવને દર્શનાદિ સામાયિક પ્રાપ્ત ન થાય અને પ્રાપ્ત થયા હોય તો પણ નાશ પામે તે અહીં કષાયાદિક આવરણ કહેવાય છે. અનંતાનુબંધી અને મિથ્યાત્વ સમ્યક્તનું આવરણ છે. શ્રુતજ્ઞાનાવરણ શ્રુતનું, ચારિત્રમોહનીય ચારિત્રનું આવરણ છે અથવા કેવલજ્ઞાન-કષાયોના ક્ષયથી થાય છે, દર્શનચારિત્ર કષાયોના ક્ષયોપશમાદિથી થાય છે. (૧) સમ્યકત્વના આવરણ : પ્રશ્ન-૬૮૩– કષાયો કેટલા? કયા કયા સામાયિકનો આવરણ છે? અથવા કોનો કયો ક્ષયાદિક્રમ છે? ઉત્તર-૬૮૩ – (૧) પ્રથમના અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભના ઉદયે ભવ્યોભવ્યસિદ્ધિકો પણ નિયમા સમ્યગ્દર્શન પ્રાપ્ત ન કરે, તો અભવ્યોની વાત જ ક્યાં રહી? કારણ કે આ કષાય સમ્યક્ત ગુણનો ઘાતક છે. તે સંયોજન કષાયો પણ કહેવાય છે. કર્મના ફળભૂત સંસાર સાથે સંયોજન કરે છે એટલે સંયોજન કષાયો. પ્રશ્ન-૬૮૪ - બધાની કોઈને કોઈ ભવમાં સિદ્ધિ થાય છે તો અહીં તદ્ભવસિદ્ધિકથી તેમનો વ્યવચ્છેદ કેમ કરાય છે? Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૬૮૪ – સાચું છે અહીં વ્યાખ્યાનથી તે ભવ જ ભવ કહેવાય છે એટલે કે તદ્ભવસિદ્ધિકા. ૩૪૮ પ્રશ્ન-૬૮૫ – કષાય એટલે શું ? ઉત્તર-૬૮૫ – ‘કષાય' શબ્દની વ્યાખ્યાઓ : . ઋષન્તિ પરસ્પર હિંસન્તિ પ્રાળિનોઽસ્મિન્નિતિ જં જર્મ, મવો વા | કષ શબ્દ હિંસાથે - જેમાં પ્રાણીઓ પરસ્પર એકબીજાને હણે તે ક-સંસાર. ૨. ઋષ્યને શરીર-માનસલુ વતક્ષેત્કૃષ્યને પ્રાળિનોઽસ્ક્રિન્નિતિ ષ ર્મ, મવ। શારીરિકમાનસિક લાખો દુ:ખોથી જેમાં જીવ ઘસડાય તે સંસાર. રૂ. યસ્માત્ જં ર્મ, મવો વા ઞયો નામો યેમાં તે હ્રષાયાઃ । જેનાથી કર્મ અથવા ભવનો આય-લાભ થાય તે કષાયો. ૪. ઋષમાયયન્તિ યત, અત: ઋષાયાઃ ષં ગમયન્તિ । કષ-સંસાર જેનાથી આવે તે કષાય. ૬. બાય ૩વાવાન હેતુ: કૃત્યનનાં યસ્માત્ ષસ્યાડડયા હેતવસ્તુન હ્રષાયાઃ । આય = ઉપાદાનહેતુ સંસાર કે કર્મના હેતુ હોવાથી તે કષાય છે. (૨) દેશિવતિના આવરણ : બીજા દેશવિરતિ ગુણના આવા૨ક હોવાથી બીજા અપ્રત્યાખ્યાન કષાયો એમના ઉદયે ભવ્યો સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે પણ દેશવિરતિ પ્રાપ્ત ન કરે. તે દેશવિરતિ ગુણના ઘાતક છે. જે કારણથી આ બીજા કષાયના ઉદયથી જીવ સર્વથી કે દેશથી પ્રત્યાખ્યાન ન પામે તેથી તે કષાયો અપ્રત્યાખ્યાની કહેવાય છે. એમાં અકાર સર્વ નિષેધ અર્થમાં છે. ભવ્યાત્માને સમ્યગ્દર્શનનો લાભ થાય છે, એ વાક્ય શેષ છે. અને વિરતાવિરતિ શબ્દથી શ્રાવકપણું ન મળે એ વાત સંલક્ષિત છે. (૩) પ્રત્યાખ્યાન યાને સર્વવિરતિના આવરણ : ત્રીજા સર્વવિરતિગુણના આવારક ત્રીજા પ્રત્યાખ્યાન કષાયોના ઉદયે ભવ્યો દેશવિરતિ પ્રાપ્ત કરે પણ સર્વવિરતિ ગુણના ઘાતક હોવાથી સર્વવિરતિ પ્રાપ્ત ન કરે. પ્રશ્ન-૬૮૬ – પ્રત્યાખ્યાનનું આવરણ સત્ નું છે અસત્ નું ? ઉત્તર-૬૮૬ – એકાંતે અસનું આવરણ સંભવતું નથી. ખરવિષાણનો પણ તે આવરણ માનવાનો પ્રસંગ આવી જાય. અને સત્તું પણ નહિ અભવ્યોને પણ પ્રત્યાખ્યાનાવરણ કષાય Page #368 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૪૯ હોવાથી વિરતિમત્ત્વની આપત્તિ આવે. તેથી તે પ્રત્યાખ્યાન સંભવ એવી પ્રત્યાખ્યાન પરિણતિના આવારક પ્રત્યાખ્યાનાવરણ કહેવાય છે. જેમના ઉદયે આત્માને વિરતિ પરિણતિ થતી નથી, જેના ક્ષય-ક્ષયોપશમાદિથી વિરતિ પરિણામ ઉત્પન્ન થાય છે. આ જ વાતને દષ્ટાંતથી વધુ સ્પષ્ટ કરે છે. (૧) કેવલજ્ઞાનાવરણથી કેવલજ્ઞાન સતુ માનો તો આવરાય નહિ. કારણ કે, અભવ્યમાં પણ કેવલજ્ઞાન તો પડેલું છે. તો તેને પણ કેવલિપણાની આપત્તિ આવશે. જો એમ કહો કે ભલેને અભવ્યને પણ કેવલજ્ઞાન છે, પણ આવૃત માનો તો એ પણ બરાબર નથી. કોડીયાના સંપૂટમાં ઢંકાયેલા પ્રદીપ દ્વારા કોડીયામાં રહેલા સ્વાત્માના તેના દ્વારા પ્રકાશનની આપત્તિ આવે એટલે સત્ કેવલજ્ઞાનનું આવરણ કહેવું બરાબર નથી. (૨) હવે જો અસત કેવલજ્ઞાનનું કેવલાવરણથી આવરણ માનો તો અસત એવા ખરવિષાણના પણ આવરણની આપત્તિ આવશે. એટલે અસતુ કેવલનું પણ આવરણ માની શકાય નહિ. તેથી સદઅસદ્ રૂપ કેવલજ્ઞાન તેના આવરણથી આવરાય છે. તે જીવરૂપે સદ્ કેવળજ્ઞાન આવરાય છે. અને નવી પ્રગટ થતી પરિણતિથી અસ આવરાય છે. અને સદ્ અસદુ રૂપ કથંચિત્ એક જ છે. તેથી સદસક્રુપ કેવલજ્ઞાનનો યથા સ્વરૂપથી પરિણતિ સંભવ તેના આવરણથી આવરાય છે. અર્થાત્ આવરણ સામર્થ્યથી જીવ કેવલજ્ઞાનની પરિણતિથી પરિણત થઈ શકતો નથી, તેમ પ્રત્યાખ્યાનાવરણીય કષાયો દ્વારા પણ વિરતિ પરિણતિનો સંભવ આવરાય છે અર્થાત્ જીવ વિરતિપરિણામથી પરિણત થઈ શકતો નથી. (૪) સંજવલન કષાયનું આવરણ : ઇષદ્ વેલનથી સંજ્વલના અથવા સપદિ જવલનથી સંજવલના અથવા પરિષહાદિ સંપાતમાં ચારિત્રિને પણ જલાવે તે સંજવલન ક્રોધાદિ કષાયો. તેમના ઉદયે ચારિત્ર ન મળે, મળે તોય છોડી દે. કયું ચારિત્ર ?-જેવું તીર્થકર ગણધરોએ આખ્યાત છે, યથાખ્યાત-અકષાય ચારિત્ર, સકષાય તો મળે. આ સંજ્વલનો માત્ર યથાખ્યાત ચારિત્રના ઘાત કરનારા નથી પણ શેષ ચારિત્રોના ય દેશોપઘાતિ હોય છે. તેમના ઉદયમાં શેષ ચારિત્રોમાં અતિચાર સિદ્ધ છે. પ્રશ્ન-૬૮૭ - મૂળ ગુણો કયા કયા છે? ઉત્તર-૬૮૭– અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય આ ૧૨ કષાયો સમ્યક્ત, અણુવ્રત, મહાવ્રત એ મૂળ ગુણોના ઘાતક છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૬૮૮ – રાત્રિભોજન વિરમણ વ્રત પણ મૂળગુણ તરીકે કેમ નથી કહેતા? ઉત્તર-૬૮૮ – વ્રતધારી સંયતને જ તે રાત્રિભોજનવિરમણ મૂળ ગુણ છે. શેષ-શ્રાવકોદેશવિરતોને તો એ ઉત્તર ગુણ છે. કેમકે, તે તપની જેમ આહારવિરમણ રૂપ છે. અથવા તનિશિમોનનવિરમાં તપ પવ, ગણનત્યારુપૂત્વા, વતુથતિવ, તપ એ ઉતરગુણ જ છે એટલે એ પણ ઉત્તરગુણ છે મહાવ્રતસંરક્ષણાત્મત્વાન્ સમિતિવત્ પ્રશ્ન-૬૮૯- તો એ ઉક્તિથી સંયતને પણ તે મૂળગુણ ન થાય? ઉત્તર-૬૮૯ – છતાં પણ સંયતને સમસ્તવ્રતાનુપાલનના લીધે તે મૂળગુણ કહેવાય છે. મૂળગુણના ગ્રહણથી સાક્ષાત્ અનુપાત છતાં તે ગ્રહણ કરેલું જ જાણવું. પ્રશ્ન-૬૯૦ – મૂળગુણગ્રહણમાં તેનું ગ્રહણ કઈ રીતે થાય? ઉત્તર-૯૯૦ – કારણ કે રાત્રિભોજન વિરમણવિનાના-મહાવ્રતાદિ મૂળગુણો પરિપૂર્ણ થતા જ નથી. એટલે, મૂળગુણ ગ્રહણમાં તેનું ગ્રહણ અર્થથી જાણવું. જેમકે રાત્રિમાં ભોજન કરવામાં રાત્રિમાં અચક્ષુ વિષયમાં ભિક્ષામાટે ફરવાથી, અગ્નિ આદિના સ્પર્શથી, પૂર્વપશ્ચાત્કર્માદિ અનૈષણાદોષ દુષ્ટ આહાર ગ્રહણથી પ્રાણિપાતવ્રતનો ઘાત. અંધકારના લીધે પડેલા સુવર્ણાદિ દ્રવ્યના ગ્રહણથી અને રાત્રિના પરિભોગના સંભવથી શેષવ્રતોનો વિલોપ. એ રીતે રાત્રિભોજન વિરમણવિના પ્રાણાતિપાતવિરતિ આદિ મૂળગુણો સંભવતા જ નથી એટલે તેના ગ્રહણમાં અત્યંત ઉપકારી હોવાથી અર્થથી તે ગૃહીત જ છે. પ્રશ્ન-૬૯૧– જો તે રાત્રિભોજન વિરમણવ્રત મૂલગુણોપકારી હોવાથી મૂળગુણ કહેવાય તો તપ વગેરે બધાય મૂલગુણો થઈ જાય તે પણ ઉપકારી છે. એટલે ઉત્તરગુણની કથા પૂરી. જો તે તપ વગેરે મૂળગુણો ન થાય તો તે રાત્રિભોજન વિરમણ પણ મૂળગુણ ન થાય, કારણકે ઉપકારિપણું તો બધા માં સરખું જ છે. એ રીતે પૂર્વાપર વિરોધ ન માનતા આપને આપત્તિ આવે. તે આ રીતે તમે જ કહ્યું છે-મહાવ્રતના સંરક્ષણથી સમિતિની જેમ એ ઉત્તરગુણ છે અને અત્યારે કહો છો-મહાવ્રતના સંરક્ષણથી એ મૂળગુણ છે? ઉત્તરઃ-૬૯૧ – એમાં વિરોધ જેવું શું છે? રાત્રિભોજન વિરમણ ઉભયધર્મક છે. તેના આરંભજન્ય પ્રાણાતિપાતાદિથી અનિવૃતથી ગૃહસ્થને ઉત્તરગુણ છે રાત્રિભોજનમાં પણ મૂળગુણોના અખંડથી અત્યંતોષકારાભાવથી સંયતને તો તે મૂળગુણ છે. તેના આરંભજન્ય પ્રાણાતિપાતથી નિવૃત હોવાથી અને રાત્રિભોજનમાં તેનો સંભવ હોવાથી એટલે તે કરવામાં મૂળગુણોના ખંડનથી તેના વિરમણમાં તો તેમના સંરક્ષણથી અત્યંત ઉપકારથી તે મૂલગુણ છે. તપ વગેરે આ રીતે અત્યંતોપકારી ન હોવાથી ઉત્તરગુણ છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૫૧ સંજ્વલન કષાયોદયના અતિચારો - છેદ સુધીના પ્રથમ સાત પ્રાયશ્ચિતોથી શુદ્ધ થાય છે. પ્રત્યાખ્યાનાવરણના અતિચારો – સર્વવિરતિરૂપ સંયમનો મૂળચ્છેદ નિશ્ચિત થાય. અપ્રત્યાખ્યાનાવરણના અતિચારો – દેશવિરતિચારિત્રનો મૂળચ્છેદ નિશ્ચિત થાય. અનંતાનુબંધી કષાયના અતિચારો – સમ્યક્તનો મૂળચ્છેદ નિશ્ચિત થાય. પ્રશ્ન-૬૯૨ – ગાથા નં. ૧૨૩૮ના પૂર્વાર્ધમાં મૂળગુણના ઘાતિ કહેવાથી બાર કષાયો મૂળચ્છેદક છે એ સિદ્ધ છતાં ફરી તે વાત અહીં શા માટે કહી ? ઉત્તર-૬૯૨ – અતિચારોની વિશેષ વ્યાખ્યા કરવા માટે ફરી કહ્યું છે. કેમકે, અહીં પ્રસ્તુતમાં યથાખ્યાત ચારિત્ર છે, તેથી તેમાં શિષ્ય મૂળરચ્છેદ્યની યોજના ન કરે અને તે યોજના શેષ સામાયિકાદિ ચારિત્રમાં કરે, માટે અહીં એ વાત ફરીથી કરી છે. સાયિકાદિ ચારિત્રનો વિચાર - અનંતાનુબંધિ આદિ ૧૨ કષાયોના ક્ષય-ઉપશમ અથવા ક્ષયોપશમ થવાથી મન-વાફ-કાયરૂપ પ્રશસ્ત યોગોદ્વારા ચારિત્રનો લાભ થાય છે. વિધ્યાતાગ્નિતુલ્ય ક્ષીણકષાયો તથા ભસ્માચ્છાદિતઅગ્નિતુલ્ય-ઉપશાંત કષાય હોય છે અને અર્ધવિધ્યાતઅગ્નિતુલ્ય ક્ષયોપશમાવસ્થ કષાયોમાં દલિકનું વેદન પણ છે. ચારિત્રપંચકના ભેદો. પ્રશ્ન-૬૯૩ – કયા ચારિત્રનો લાભ કઈ રીતે થાય છે? ઉત્તર-૬૯૩ – સામાયિક-છોસ્થાપનીય-પરિહાર વિશુદ્ધિ-આ ત્રણ ચારિત્રો બે શ્રેણીથી અન્યત્ર કષાયોના ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમથી પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન પ્રાપ્ત થાય છે. અનિવૃત્તિનાદરનો ઉપશમશ્રેણીમાં તેના ઉપશમથી પૂર્વપ્રતિપન્નને તેમનો લાભ થાય છે, અને ક્ષપકશ્રેણીમાં ક્ષયથી લાભ થાય છે. સૂક્ષ્મસંપરાય-યથાખ્યાત ચારિત્રનો ઉપશમ શ્રેણીમાં કષાયોપશમથી, અને ક્ષપકશ્રેણીમાં ક્ષયથી લાભ પ્રાપ્ત થાય છે, ક્ષયોપશમથી નહિ. પ્રશ્ન-૬૯૪ – ત વિશેષા (ગા.૧૨૫૪)માં શું તન્શબ્દથી સામાન્ય ચારિત્ર માત્ર જાણવું કે બાર કષાયોનાં ક્ષયાદિથી જે હમણાં જ કહ્યું છે તે જાણવું? ઉત્તર-૯૯૪ – ૧૨ કષાયોના ક્ષય-ક્ષયોપશમ-ઉપશમથી જ ચારિત્રનો લાભ છે એ નિયમ જાણવો. પણ ૧૨ કષાયોના ક્ષયાદિથી પ્રાપ્ત ચારિત્રના આ પાંચ વિશેષ છે એવો નિયમ ન કરવો. ૧૨ કે અધિક કષાયોના ક્ષયાદિથી લબ્ધ સામાન્યથી ચારિત્રના આ પાંચ કહેવાનારા વિશેષો છે એમ તન્શબ્દથી સામાન્ય ચારિત્રમાત્ર સંબંધ થાય છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૬૯૫ – તો ૧૨ કષાયોના ક્ષયાદિથી લબ્ધ ચારિત્રના આ પાંચ વિશેષો છે એવો નિયમ શા માટે ન કરાય ? ૩૫૨ ઉત્તર-૬૯૫ કારણ કે સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિ રૂપ ત્રણ જ ચારિત્રો ૧૨ કષાયોના ક્ષયાદિથી પ્રાપ્ત થાય છે. એટલે તેમના ક્ષયાદિલ ચારિત્ર પાંચ પ્રકારે કઈ રીતે થાય ? સૂક્ષ્મ સંપરાય ચારિત્ર તો સંજ્વલ લોભ વિનાના શેષ ૧૫ કષાયોના ક્ષયથી કે ઉપશમથી પ્રાપ્ત થાય છે અને યથાખ્યાત તો ૧૬ કષાયોના ક્ષયથી-ઉપશમથી પ્રાપ્ત થાય છે એટલે સામાન્ય ચારિત્રના જ પાંચ વિશેષો થાય છે. — (૧) સામાયિક :- રાગ-દ્વેષવિરહિત સમની પ્રતિક્ષણ અપૂર્વાપૂર્વકર્મનિર્જરાની હેતુભૂત વિશુદ્ધિનો આય-લાભ=સમાય તે જ સામાયિક-સર્વસાવદ્યયોગવિરમણ રૂપ એના ઉપરથી બધા ય ચારિત્રો સામાયિક જ છે. પરંતુ છેદાદિ વિશેષણ સહિત હોવાથી સામાન્યપણે સામાયિક ચારિત્ર કહેવાય છે. તે બે પ્રકારે છે ઇત્વર અને યાવત્કથિત. સ્વકલ્પકાળ ભાવિઇત્વર એ ભરતૈરાવત ક્ષેત્રોમાં પ્રથમ-ચરમ તીર્થંકરોનાં તીર્થમાં અનારોપિત મહાવ્રતવાળા શિષ્યનું જાણવું. જે જન્મમાં આત્માની યાવજજીવ કથા છે ત્યાં સુધી રહેનાર યાવત્કથિક આ ભરતૈરાવતના મધ્યમ બાવીશ તીર્થંકરોના અને મહાવિદેહના સાધુને હોય છે. તેમને ત્યાં ઉપસ્થાપના હોતી નથી એટલે યાવજજીવનનું ચારિત્ર હોય છે. (૨) છેદોપસ્થાપનીય :- પૂર્વ પર્યાયનો છેદ અને મહાવ્રતોમાં આત્માનું ઉપસ્થાપન તે છેદોપસ્થાપન કરવું. તે પણ ૨ પ્રકારે છે સાતિચાર-અનતિચાર.. અનતિચાર ઇત્વરસામાયિકવાળા શિષ્યને ઉપસ્થાપનામાં આરોપાય છે. અથવા અન્યતીર્થના સંક્રમમાં જેમકે પાર્શ્વનાથના તીર્થથી મહાવીરતીર્થમાં સંક્રમથી પંચાયામ ધર્મના સ્વીકારમાં હોય છે. અને સાતિચાર તો મૂલગુણઘાતિને ફરીથી મહાવ્રતરોપણ કરવાથી હોય છે. (૩) પરિહારવિશુદ્ધિ :- પરિહાર-તપોવિશેષથી કર્મનિર્જરારૂપ વિશુદ્ધિ તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર તે પણ બે પ્રકારે છે નિર્વિશમાનક-નિર્વિષ્ટકાયિક. તે ચારિત્રના આસેવકો નિર્વિશમાનક કહેવાય છે. આ ચારિત્ર પણ તેમનાથી અભિન્ન હોવાથી નિર્વિશમાનક કહેવાય છે. આસેવિત આ ચારિત્ર કાયાવાળા મુનિઓ નિર્વિષ્ટકાયા કહેવાય છે. તે ચારિત્ર પણ તેમનાથી અભિન્ન છે. માટે નિર્વિષ્ટકાયિક કહેવાય છે. (૪) સૂક્ષ્મસંપરાય ચારિત્ર :- સૂક્ષ્મ લોભાંશ અવશેષથી સંપરાયો કષાયો છે તે સૂક્ષ્મસંપરાય. તે બે પ્રકારે છે વિશુદ્ધયમાન અને સંકિલશ્યમાન. વિશુદ્ધયમાન ક્ષપક-ઉપશમ શ્રેણીમાં ચડતાં થાય છે તથા સંક્લિશ્યમાન ઉપશમશ્રેણીથી પડતા થાય છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૫૩ (૫) યથાખ્યાત :- સર્વવિશુદ્ધ ચારિત્ર જેને આચરીને સુવિહિત સુસાધુઓ મોક્ષસ્થાનમાં જાય છે. એ કષાય ઉદય રહિત હોવાથી ક્ષીણમોહ-ઉપશાંત મોહ રૂપ છદ્મસ્થ વીતરાગી અને સયોગી-અયોગી કેવલીને હોય. પ્રશ્ન-૬૯૬ – રમ અંતે ! સામયિર્થ નીવર્નવં એવું વ્રતગ્રહણ સમયે ગ્રહણ કરેલું ઇવર સામાયિક પણ ઉપસ્થાપનામાં છોડતાં યાવસ્કથિકના પરિત્યાગની જેમ પ્રતિજ્ઞાભંગ કેમ ન થાય? ઉત્તર-૬૯૬ – એ બધું આગળ કહેલું જ છે ચારિત્ર એ સામાન્યથી સામાયિક જ છે તે છેદાદિવિશુદ્ધિ વિશેષોથી વિશેષ્ય થતું ભિન્નપણું સ્વીકારે છે તો વિશિષ્ટતર વિશુદ્ધિ સ્વીકારવામાં વ્રતભંગ કેવો ? પ્રવ્રયાત્યાગ કરતાં જ વ્રતભંગ થાય છે અને જે તે જ પૂર્વે ગૃહીત ચારિત્રને વિશુદ્ધતર કરે છે. સંજ્ઞામાત્રથી તો ચારિત્ર વિશિષ્ટ ભિન્ન છે એટલે તેનો ભંગ થતો નથી પણ, ઉલટાની વ્રતનિર્મળતા થાય છે. જેમ સામાયિક સંયતને સુક્ષ્મસંપરાય પ્રાપ્ત કરતા કે છેદોસ્થાનીયને પરિવાર વિશુદ્ધિ સ્વીકારતાં વ્રત નિર્મળ થાય છે. ઉપશમથી સામાયિક પ્રશ્ન-૬૯૭ – એ રીતે તમે મોહના ક્ષયોપશમથી સામાયિક લાભ કહ્યો હવે મr-હંસ (ગા.૧૨૮૪)થી કહેવાદ્વારા મોહોપશમથી સમ્યકત્વાદિ સામાયિક પ્રાપ્ત થાય છે. તે કહેવાય છે. તો પ્રથમ ક્ષયોપશમથી તેનો લાભ શા માટે કહ્યો? ઉત્તર-૯૯૭ – કારણ કે કહેવાનારો ઉપશમ ક્ષયોપશમ પૂર્વ છે. કારણ કે પહેલાં મોહનીયના ક્ષયોપશમથી સમ્યક્તાદિ સામાયિક પ્રાપ્ત થાય છે. પછી ઉપશમશ્રેણી એટલે આ ક્રમથી જ તે કહ્યું છે એ પહેલી (૧) પાતના, અથવા પ્રથમ ત્રણ ચારિત્ર કષાયોના ક્ષયોપશમથી, ક્ષયથી ઉપશમથી કહ્યા, તથા સૂક્ષ્મ સંપરાય-યથાખ્યાત એ બંને ચારિત્ર ઉપશમ-ક્ષયથી કહ્યા છે. તેથી તે બંને ઉપશમ-ક્ષય ક્રમથી કહેવાય છે. જે બંને શ્રેણી પ્રાપ્ત કરે છે તે પહેલાં ઉપશમ શ્રેણી પછી ક્ષપક શ્રેણી કરે છે. એટલે આ ક્રમને આશ્રયીને એકસાથે બંને પ્રાપ્ત થવા છતાં પહેલા ઉપશમ અને પછી ક્ષપક શ્રેણી કહેવાશે – એ બીજી (૨) પાતના અથવા સૂક્ષ્મસંપરાય શ્રેણી અંતર્ભાવિ કહ્યું છે. અને તેમાંથી નીકળતા યથાખ્યાત કહ્યું છે. તે શ્રેણી ઉપશમથી અને ક્ષયથી થાય છે. એટલે બંને શ્રેણી કહેવી. બંનેશ્રેણીના લાભ ઉપશમ શ્રેણી જ પહેલા કરે છે. એટલે તે જ પહેલા કહેવાય છે. આ ત્રીજી (૩) પાતના Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉપશમ શ્રેણીનું સ્વરૂપ ' ઉપશમ શ્રેણી આરંભનાર અપ્રમત્ત સંયત હોય છે. કેટલાક કહે છે - અવિરતિદેશવિરતિ-પ્રમત્ત અને અપ્રમત્ત સંયત એ ચારમાંથી કોઈપણ પ્રારંભક હોય છે. શ્રેણિથી પાછો ફરે ત્યારે અપ્રમત્ત યા પ્રમત્ત ગુણસ્થાનકે રહે છે, અને જો મૃત્યુ પામે તો દેવગતિમાં અવિરત થાય છે. કાર્મગ્રંથિકમત-શ્રેણિથી પડેલો જીવ મિથ્યાત્વ સુધી પણ જાય છે. ઉપશમ શ્રેણિનો આરંભ આ રીતે થાય છે – પ્રશસ્ત અધ્યવસાયવાળો આત્મા પ્રથમ અંતર્મુહૂર્ત કાળમાં એક સાથે અનંતાનુબંધી કષાયને ઉપશમાવે છે. પછી સમ્યત્વ-મિશ્ર અને મિથ્યાત્વ મોહનીયને ઉપશમાવે છે, પછી પુરૂષ આરંભક હોય તે નપુંસકવેદ અનુદીર્ણ હોય તો પણ પહેલા અંતર્મુહૂર્તમાં ઉપશમાવે છે. પછી અંતર્મુહૂર્તમાં સ્ત્રીવેદ, પછી હાસ્ય-રતિ-અરતિ-શોક-ભયજુગુપ્સારૂપ હાસ્યષક એક સાથે ઉપશમાવે. પછી પુરૂષવેદ ઉપશમાવે. આરંભક જો સ્ત્રી હોય તો પ્રથમ નપુંસકવેદ – પછી પુરૂષવેદ – પછી હાસ્યપર્ક અને પછી સ્ત્રીવેદ ઉપશમાવે. જો નપુંસક આરંભક હોય તો પ્રથમ અનુદિત સ્ત્રીવેદ ઉપશમાવે - પછી પુરૂષવેદ - પછી હાસ્યષક અને પછી નપુંસકવેદ ઉપશમાવે. આ ક્રમે ઉપશમ થયા પછી એકાંતરે સમાનજાતિય ક્રોધાદિનો એક સાથે ઉપશમ કરે. એટલે કે અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન ક્રોધ એક સાથે ઉપશમાવે. પછી, અંતર્મુહૂર્તમાં સંજવલનક્રોધ ઉપશમાવે. પછી અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન માન, પછી સંજવલન માન, પછી અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન માયા, પછી સંજવલન માયા, પછી અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન લોભને ઉપશમાવે, પછી અંતર્મુહૂર્તમાં સંજવલન લોભને ઉપશમાવે. આ લોભના ત્રણ ભાગ કરે, તેમાંથી બે ભાગ ઉપશમાવે અને ત્રીજા ભાગના સંખ્યાના ટુકડા કરે, એ ખંડોને પણ જુદા જુદા કાળે ઉપશમાવીને જયારે એ ટુકડામાંનો સંખ્યાતમો ટુકડો બાકી રહે ત્યારે ફરી તેના અસંખ્યાતા ખંડ કરે તે ખંડોને પણ સમયે-સમયે એકેક ખંડ ઉપશમાવી એ બધાને ઉપશમાવે, અહીં દર્શન સપ્તકનો ઉપશમ થાય ત્યારે અપૂર્વકરણ અથવા નિવૃત્તિ બાદર કહેવાય. તે પછી સંખ્યાતા લોભના અંશનો છેલ્લો સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યાં સુધી અનિવૃત્તિ બાદર કહેવાય છે. તથા એ છેલ્લા અંશથી થયેલા અસંખ્યાતા ખંડોનો ઉપશમ કરતાં સૂક્ષ્મ સંપરાય કહેવાય. આ રીતે સંજ્વલનનો સર્વ લોભ અંતર્મુહૂર્તમાં ઉપશમાવે. ઘણા અંતર્મુહૂર્તો થાય તો પણ તે બધા મળીને એક જ મોટું અંતર્મુહૂર્ત થાય છે. બીજી પ્રકૃતિનો ઉપશમકાળ પણ અંતર્મુહૂર્તનો છે. આ આખી શ્રેણિ પણ અંતર્મુહૂર્તમાં પૂર્ણ થાય છે. પ્રશ્ન-૬૯૮ – ઉપશમશ્રેણીમાં સંજ્વલન કષાય-હાસ્યાદિનો ઉદયવર્તિ હોવાથી ઉપશમાં ઘટે છે પણ જે અનંતાનુબંધી આદિ કષાયો છે. તે તો પહેલાં જ સમ્યક્વાદિગુણપ્રાપ્તિ સમયે Page #374 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૫૫ ઉપશમેલા જ છે. નહિ તો, સમ્યક્ત્વાદિ લાભ ન ઘટે. એટલે અત્યારે તેમનું ઉપશમ કહેવું ઘટતું નથી ? ઉત્તર-૬૯૮ – સમ્યક્ત્વાદિ લાભ સમયે આ સંયોજનાદિ કષાયોનો ક્ષયોપશમ હતો અને અત્યારે તેમનો ઉપશમ કહેવાય છે પ્રશ્ન-૬૯૯ – ક્ષયોપશમ-ઉપશમમાં ફરક શું છે ? ઉત્તર-૬૯૯ - ઉદયપ્રાપ્ત કર્મ ક્ષયથતે અને અનુદીર્ણ કર્મ ઉપશાંત થતે છતે ક્ષયોપશમ કહેવાય છે. પ્રશ્ન-૭૦૦ ઉત્તર-૭૦૦ – ક્ષયોપશમમાં સૂક્ષ્મઉદયતા-પ્રદેશોદયથી સત્તાનું વેદન છે ઉપશાંત કર્મમાં તે પણ નથી એટલો ફરક બંનેમાં છે. કારણ કે ક્ષયોપશમિક કષાયવાળો જીવ તે તે સંબંધી સત્તામાં રહેલ કર્મનો અનુભવ કરે છે. પ્રદેશોદય વેદે છે પણ વિપાકથી તેને અનુભવતો નથી. અને ઉપશાંત કષાયી જીવ તો તેનો પ્રદેશોદય પણ વેદતો નથી. - પ્રશ્ન-૭૦૧ સંયતને સંયોજનાદિ કષાયોનો ઉદય નિષેધ જ છે તેના ઉદયમાં સંયતત્ત્વની હાનિ જ થવાની ને ? તો ઉપશમ પણ એ જ છે ને ? ઉત્તર-૭૦૧ – સાચું છે, રસ-વિપાકને આશ્રયીને અહીં તેનો સંયતાદિને ઉદય નિષેધ છે. પ્રદેશકર્મને આશ્રયીને નહિ. પણ રસ વિનાના પ્રદેશો નિયમા વેદે છે એવું આગમમાં કહ્યું જ છે ભગવતીસૂત્રમાં-જીવ અનુભાવ રસકર્મ વેદે કે નહિ ? જે પ્રદેશકર્મ છે તે નિયમા વેદે છે- વં હતુ ગોયમા ! મણ્ તુવિષે મ્મે પન્નતે, તે નહીં, પામ્મુ ય અનુભાવમે હૈં । तत्थ णं जं तं पएसकम्मं तं नियमा वेएइ, तत्थ णं जं तं अनुभावकम्मं तं अत्थेगइयं वेएइ, સત્યેન્ડ્સ નો વેડ્ । કારણ કે અનુદિત કર્મ નિર્જરતું નથી. અસત્ ઉદય થતું નથી. પરંતુ સદ્ જ ઉદય થાય છે. જેથી બધા મુમુક્ષુ સર્વ પ્રદેશકર્મ વેદીને જ મુક્ત થાય છે. તેથી પ્રદેશવેદ્ય અનંતાનુબંધીનો અત્યારે ઉપશમ નિરૂપણ કરાય છે. પ્રશ્ન-૭૦૨ આ રીતે પ્રદેશથી પણ સંયોજનાદિ કષાયોને વેદતા સંયતાદિનો સમ્યગ્દર્શનાદિનો વિઘાત કેમ ન થાય ? ભાગ-૧/૨૩ - ઉત્તર-૭૦૨ અનુભાવ-રસ છતાં જેમ કોઈ વખત મંદાનુભાવ હોવાથી નીરસ પ્રદેશમાત્રના વેદવાથી સમ્યક્ત્વાદિના વિઘાત ન થાય. તે આમ, નિત્યોદિતપણ મતિ-શ્રુતાવિધ-મનઃપર્યાયાવરણ ચતુષ્ટય સંપૂર્ણ ચતુર્ભ્રાનીના મતિઆદિજ્ઞાનના વિષાત માટે દેખાયું — Page #375 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ૩૫૬ નથી. તેમ મંદ હોવાથી તથા પ્રદેશકર્મ પણ નીરસ હોવાથી દર્શનાદિના વિધાત માટે થતું નથી. જેમ ઔષધાદિ ક્રિયાથી દૂર કરાતો રોગ, રોગીને તે ક્રિયાજન્ય મંદ પીડા કરે છે, તેમ પ્રદેશકર્મ પણ તપરૂપ ક્રિયા વડે દૂર કરાતું માત્ર તપરૂપ પીડા જ કરે છે. તદ્ભવ મોક્ષગામી આત્માઓને નરકગતિ આદિ કર્મ પ્રકૃતિઓ સત્તામાં હોતે છતે તેને અનુભવ્યા વિના કદી ક્ષય થતી નથી, તો પણ તે તેમને નકાદિ જન્મરૂપ વિપાકે અનુભવાતી નથી. પણ તપવડે પ્રદેશરૂપે ઉદય પામીને ક્ષય થાય છે. એવો ઉદય થતાં, તે પ્રકૃતિના વેદકને કોઈ બાધા થતી નથી, પ્રદેશોદય કર્મ આત્માના ગુણનો ઘાત કરતું નથી. પ્રશ્ન-૭૦૩ કયા કર્મના ઉપશમથી જીવ કેવો કહેવાય ? ઉત્તર-૭૦૩ – દર્શન સપ્તકથી માંડીને યાવત્ સંજ્વલન લોભનો સંખ્યાત ભાગ જેટલો બાકી રહે ત્યાં સુધી જીવ અનિવૃત્તિ બાદર કહેવાય છે. નિવૃત્તિ બાદર ગુણઠાણે કોઈ કર્મનો ઉપશમ નથી હોતો. ત્યાર પછી લોભના સંખ્યાતમાં ભાગના અસંખ્યાત ભાગ કરીને દરેક ભાગને સમયે-સમયે ઉપશમાવતો અંતર્મુહૂર્ત કાળ સુધી સૂક્ષ્મ સંપરાય કહેવાય છે. સૂક્ષ્મસંપરાયનું સ્વરૂપ :- સંજ્વલન લોભના અસંખ્યાત ભાગના અસંખ્યાત ભાગને પ્રતિસમય ઉપશમાવતો અતંર્મુહૂર્ત માત્ર કાળ સૂક્ષ્મસંપરાય કહેવાય છે. આ લોભના અણુઓને પ્રતિસમય વેદતો ઉપશમક કે ક્ષપક થાય છે. એ લોભાંશમાત્રાવશેષ હોવાથી યથાખ્યાતથી કાંઈક ન્યૂન છે. પ્રશ્ન-૭૦૪ – ઉપશમના અધિકારમાં ક્ષપકનો નિર્દેશ કેમ કર્યો ? તથા શ્રેણિ પૂરી થયા પછી શી સ્થિતિ થાય છે ? ઉત્તર-૭૦૪ – ઉપશમક સૂક્ષ્મસં૫રાયના અધિકારમાં ક્ષપક તેના સમભાગે છે એટલે નિર્દેશ કર્યો છે જેમ ઉપશમશ્રેણીમાં ૯મા ગુણઠાણાથી ઉપરના સૂક્ષ્મ સંપરાય હોય છે તેમ ક્ષપકશ્રેણીમાં પણ હોય છે. એટલે સમાન ભાગ હોવાથી આ અધિકારમાં લાઘવ માટે ક્ષપક પણ બતાવ્યો છે. ઉપશમક સૂક્ષ્મ સંપરાય આ ગુણઠાણાથી ઓળંગાયેલો ઉપશાંત મોહ નિગ્રંથરૂપ યથાખ્યાત થાય છે. તે પછી જો બદ્ધાયુ ઉપશમશ્રેણી પ્રાપ્ત શ્રેણીમધ્યમાં રહેલા ગુણઠાણે રહેલો અથવા ઉપશાંત મોહી થઈને કાળ કરે તો નિયમા અનુત્તરમાં જ જાય. શ્રેણીપતિતનો તો કાલ કરવામાં નિયમ નથી. હવે જો અબદ્ઘાયુ તે પ્રાપ્ત કરે તો અંતર્મુહૂર્ત ઉપશાંતમોહી થઈને પછી કોઈક નિમિત્તથી ઉદિત કષાયવાળો નિયમા શ્રેણીથી પડે છે. ઉપશમ શ્રેણીનો કાળ માત્ર એટલો જ હોય છે. આ જ કારણથી કષાયો દુરંત છે એમ કહી તેનું સામર્થ્ય જણાવે છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ગુણોથી મહાન ઉપશામક દ્વારા ઉપશમ-ક્ષયોપશમમાં કરેલા કષાયોજિનસમાન ચારિત્રવાળાને પણ સંયમથી સંસારમાં પાડે છે, તો પછી સરાગમાં રહેલાને કેમ ન પાડે ? ૩૫૭ જેમ દાવાનળથી બળેલું અંજનવૃક્ષ નિમિત્ત દ્વારા ફરી જ્લસિંચનાદિ કારણ સંસર્ગથી અંકુર-પ્રવલ-પત્ર-પુષ્પાદિરૂપ નિજસ્વરૂપ બતાવે છે. ભસ્મથી ઢંકાયેલો અગ્નિ તૃણાદિ ઇંધણ કારણથી સહાયથી ફરી દાહ-પાકાદિ કરવારૂપ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. અથવા જેમ મિથ્યા રીતે દૂર કરેલા રોગો અપથ્ય આદિ સેવનથી ફરીથી પોતાનો સ્વભાવ પ્રગટ કરે છે. તેમ એ ઉપશાંત કષાય જીવના સ્વશ૨ી૨-ઉપધિ આદિમાં મૂર્છાદિ પ્રત્યયથી ફરીથી કષાયોદયે પૂર્વસ્વરૂપ બતાવે છે. કારણ કે, આ ઉપશાંત મોહ ઞયસેઢિવપ્નું (ગા.૧૨૨૩) મુજબ સિદ્ધાંતમતથી એક જીવ બેમાંથી એક જ શ્રેણિ એક ભવમાં કરે છે તેથી તે જ ભવમાં ક્ષપકશ્રેણી માંડતો નથી. તેના વિના સિદ્ધ ન થાય. તેથી ઉપશમ શ્રેણિથી પડેલો જીવ જઘન્યથી એક ભવ અને ઉત્કૃષ્ટથી દેશોનાર્ધપુદ્ગલ પરાવર્તરૂપ સંસારમાં ભમે છે તેથી ઉપશમ શ્રેણીએ ચડેલો નિયમા અંતર્મુહૂર્તો પડે છે. जइ उवसंत कसाओ लहइ अनंतं पुणो वि पडिवायं । न हु भे वीससियव्वं थेवे पि कसायसेसम्मि ॥ अणथोवं वणथोवं अग्गीथोवं कसायथोवं च न हु भे वीससियव्वं थेवे पि हु तं बहु होई ॥ दासत्तं देइ अणं अइरा मरणं वणो विसप्पंतो । सव्वस्स दाहमग्गी देंति कसाया ભવનનંત ॥ ઉપશાંત કષાયી જીવ ફરી પણ અનંત પ્રતિપાત પામે છે, માટે થોડો પણ કષાય હોય તો પણ તેનો વિશ્વાસ ન કરવો. કેમકે થોડું ઋણ-દેવું, થોડો ઘા, થોડો અગ્નિ અને થોડો કષાય એ બધા પાછળથી ઘણા થાય છે, વધે છે, માટે તેનો વિશ્વાસ ન કરવો. દેવું થોડું હોય તો પણ દાસપણું કરાવે છે. ઘા ભલે નાનો હોય તો પણ આગળ જતાં મૃત્યુ સુધી પહોંચાડે છે. અગ્નિ પણ થોડો હોવા છતાં પાછળથી ફેલાતો બધું બાળીને સાફ કરી દે છે તેમ કષાયો શરૂઆતમાં થોડા હોય તો પણ આગળ વધતાં અનંત ભવો કરાવે છે. ક્ષપકશ્રેણિનું સ્વરૂપ ક્ષપકશ્રેણિનો આરંભક ઉત્તમ સંઘયણવાળો, અવિરત-દેશવિરુતિ-પ્રમત્ત અને અપ્રમત્તમાંથી કોઈ એક ગુણસ્થાનકે વર્તનારો અને વિશુદ્ધ પરિણામવાળો હોય, જો તેમાં અપ્રમત્ત એવો પૂર્વધર સાધુ હોય તો શુક્લધ્યાને પણ તે ક્ષપકશ્રેણિ શરૂ કરે અને એ સિવાયના અવિરત આદિ કોઈ હોય તો ધર્મધ્યાને આ શ્રેણિ શરૂ કરે. ક્ષપકશ્રેણિનો ક્રમ - પ્રથમ અંતર્મુહૂર્તમાં અનંતાનુબંધી ક્રોધાદિ ચારેનો એક સાથે ક્ષય કરે અને તેનો અનંતમો અંશ મિથ્યાત્વમાં નાંખીને તે પછી મિથ્યાત્વની સાથે એ અંશ ખપાવે, જેમ અત્યંત ભડકતો Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ દાવાનળ અડધા બળેલા લાકડાની સાથે બીજા લાકડાની સાથે જોડાઈને બંનેને ભસ્મ કરી નાંખે છે, તેમ ક્ષેપક પણ તીવ્ર શુભ પરિણામથી નહિ ખપાવેલ અન્ય અંશ અન્યમાં નાંખીને તેને પણ ખપાવે છે. તે પછી સમ્ય-મિથ્યાત્વ (મિશ્ર) ખપાવીને સમ્યકત્વ મોહનીયનો ક્ષય કરે છે. અહીં જો કોઈ પૂર્વબદ્ધ આયુ હોય તો તે શ્રેણિના અંગીકાર પછી અનંતાનુબંધીનો ક્ષય કરીને અટકે છે. ત્યારબાદ ક્યારેક મિથ્યાત્વના ઉદયથી ફરી અનંતાનુબંધી ચતુષ્ક બાંધે છે. પણ જેને મિથ્યાત્વનો ક્ષય કર્યો હોય તેને અનંતાનુબંધીનો બંધ ન થાય. કારણ કે, તેના બંધ માટેનો હેતુ મિથ્યાત્વ છે. એ અનંતાનુબંધી કષાયનો ક્ષય કરી પડ્યા વગર શુભપરિણામથી જો મૃત્યુ પામે તો તે દેવલોકમાં જ ઉત્પન્ન થાય. દર્શન સપ્તકનો ક્ષય કરીને મૃત્યુ પામે તો પણ એ જ રીતે સમજવું. પણ જો પતિત પરિણામી થઈને મરે તો ગમે તે ગતિમાં જાય. એના માટે કોઈ જ નિયમ નથી. જો બદ્ધાયુ આ શ્રેણિ પામે તો સમસ્ત દર્શન સપ્તક ક્ષય કરીને અવશ્ય અટકે. અને જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય ત્યાં ઉત્પન્ન થાય. પરંતુ આયુષ્યનો બંધ કર્યા વિના જો શ્રેણિ આરંભે તો અવશ્ય પૂરી કરે. તેનો ક્રમ આ રીતે જણાવેલો છે. સમ્યકત્વ મોહનીય ખપાવતા તેના બચેલા અંશની સાથે સાથે જ અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણરૂપ આઠ કષાયને સાથે જ ખપાવવા માંડે, એ પ્રકૃતિઓ અડધી ક્ષય થાય ત્યાં નરકાનુપૂર્વી-તિર્યંચાનુપૂર્વી-નરકગતિ-તિર્યંચગતિ-એકેન્દ્રિય-બેઈન્દ્રિય-તેઈન્દ્રિયચૌરિન્દ્રિય જાતિ - આતપનામ - ઉદ્યોત નામ – સ્થાવર નામ – સાધારણ નામ – સૂક્ષ્મનામનિદ્રા-નિદ્રા – પ્રચલાપ્રચલા-થીણદ્ધિ આ સોળે પ્રકૃતિઓનો ક્ષય થાય. ત્યારબાદ એ આઠે કષાયના બાકી રહેલા અંશ ક્ષય થાય. ત્યાર પછી અનુક્રમે નપુંસક વેદ-સ્ત્રીવેદ અને પુરૂષવેદનો ક્ષય કરે, તેમાં પુરૂષવેદના ત્રણ ભાગ કરી બે ભાગ એક સાથે ખપાવે અને ત્રીજો ભાગ સંજવલન ક્રોધમાં નાંખે પુરૂષવેદવાળા શ્રેણિ આરંભકનો આ ક્રમ છે. પરંતુ નપુંસક કે સ્ત્રીવેદવાળા આરંભક હોય, તો તેમને જે વેદનો ઉદય હોય તેનો ક્ષય પછીથી થાય અને બાકીના બે અનુદીતમાંથી જે હીન વેદ હોય તેને પહેલાં અને બીજાનો પછીથી ક્ષય કરે. ઉપશમ શ્રેણિની જેમ અહીં પણ સમજવું. પછી સંજવલન ક્રોધાદિ ચાર દરેકને અંતર્મુહૂર્તમાં ખપાવે. આ ચારેનો ક્ષય કરતાં પુરૂષવેદની જેમ દરેકના ત્રણ ભાગ કરી બે ભાગ ખપાવી ત્રીજો ભાગ આગળની પ્રકૃતિમાં નાંખીને ખપાવે. એટલે કે ક્રોધનો ત્રીજો ભાગ માનમાં નાંખીને, માનનો માયામાં, અને માયાનો લોભમાં નાંખીને ખપાવે. આ દરેકનો ક્ષયનો કાળ અંતર્મુહૂર્ત જાણવું. તે પછી લોભના ત્રીજા અંશના સંખ્યાતા અંશો કરીને દરેકને જુદા જુદા કાળે ખપાવે, એમાંનાં છેલ્લા અંશના અસંખ્યાત ભાગ કરે, તે પણ જુદા-જુદા સમયે ખપાવે, અહીં તે ક્ષીણદર્શન સપ્તકવાળો નિવૃત્તિ બાદર કહેવાય. લોભનો અસંખ્યાતા અંશો ખપાવતાં ૧. હરિભદ્રસૂરિની ટીકામાં સોળના બદલે સત્તર પ્રકૃતિનો ક્ષય કહ્યો છે. અપર્યાપ્ત વધારે કહી છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૫૯ છેલ્લો અસંખ્યાતમો લોભાશ બાકી રહે ત્યાં, સૂક્ષ્મ સંપરાય કહેવાય, ત્યાર બાદ તે ખપાવીને ક્ષીણમોહી યથાખ્યાત ચારિત્રી થાય છે. પ્રશ્ન-૭૦૫ – ક્ષપક શ્રેણીમાં જીવ અનિવૃત્તિ બાદરે દર્શનસપ્તક ખપાવે છે તો એમાં મિથ્યાત્વાદિ દર્શનત્રિક ક્ષીણ થતાં શું એ ક્ષેપક ત્રિદર્શનાતીત થાય છે ? તે મિથ્યાષ્ટિ નથી મિથ્યાત્વના અભાવથી મિશ્રના અભાવે મિશ્ન-સમ્મશ્મિથ્યાદૃષ્ટિ નથી અને સમ્યક્તના અભાવે સમ્યગ્દષ્ટિ પણ નથી થતો? ઉત્તર-૭૦૫ – દર્શનાત્રિક ક્ષીણ થતાએ વિશુદ્ધ સમ્યગ્દષ્ટિ થાય છે. જે સમ્યક પદાર્થ શ્રદ્ધાનરૂપ જીવનો પરિણામ છે તે જ મુખ્યતઃ સમ્ય કહેવાય છે. જે શોધિત મિથ્યાત્વ પુદ્ગલપુંજ છે તે તત્ત્વથી મિથ્યાત્વ જ છે. ફક્ત સમ્યક્ત કહેવાય છે. એ રીતે જે આચ્છાદિતમદન કોદ્રવરૂપ મિથ્યાત્વ જ સદુપચારથી સમ્યક્ત તરીકે પ્રસિદ્ધ છે, તે જ તે ક્ષપકનું ક્ષીણ છે. નહિ કે, જે તત્ત્વશ્રદ્ધાન જીવનો ભાવ અને તે તેનો તત્ત્વશ્રદ્ધાનભાવ ઔપચારિક સમ્યક્તરૂપ સમ્યક્તપુદ્ગલ પૂંજ ખપતાં ઉલટો વિશુદ્ધતર થાય છે (૧) જેમ શ્લષ્ણ શુદ્ધ અભ્રપલટ દૂર થતાં મનુષ્યની બે નેત્રરૂપ દૃષ્ટિ સ્વચ્છાભ્રપટલ સમાન સમ્યક્તપુદ્ગલપુંજ છેય તે અલપિત અભ્રપટલ જેમ દષ્ટિનો જે અને જેટલો તત્ત્વશ્રદ્ધાન રૂપ વિઘાતક જ છે. તેથી અનર્થરૂપ તે ખપતાં અભ્રપટલનાશે લોચનની જેમ તત્ત્વશ્રદ્ધાન પરિણતિ નિર્મલતર જ થાય છે. (૨) સારી રીતે ધોયેલું શુદ્ધ કાંઈક ભીનું વસ્ત્ર તડકાથી સમસ્ત જલના ક્ષયે એકદમ જ શુદ્ધ થાય છે. એમ ઔપચારિક સમ્યક્તરૂપ શુદ્ધ પુદ્ગલોના પરિક્ષયથી વાસ્તવિક રૂચિરૂપ સમ્યગ્દર્શન પણ સુતરાં નિર્મળ થાય છે. (૩) જેમ શેષ ક્ષાયોપથમિક મત્યાદિ ચતુષ્ટય દૂર થતાં બીજું ક્ષાયિક શુદ્ધતર કેવલજ્ઞાન રૂપ અન્યજ્ઞાન પ્રગટ થાય છે. પણ જીવ અજ્ઞ થતો નથી તેમ ક્ષાયોપથમિક સમ્યક્ત નાશે બીજું વિશુદ્ધતર ક્ષાયિક સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે. પણ જીવ અદર્શની થતો નથી. પ્રશ્ન-૭૦૬ – ક્ષાયિક સમ્યક્ત વિશુદ્ધતર અને ક્ષાયોપથમિક અવિશુદ્ધ કઈ રીતે કહેવાય? ઉત્તર-૭૦૬ – સાફ કરેલા મદનકોદ્રવથી બનેલું ભોજન તૈલાદિ વિરુદ્ધ દ્રવ્યથી મિશ્રિત ખવાતું ખાનારને વિક્રિયા કરાવે છે. પણ નિર્વલિત-મિશ્ર મદન કોદ્રવના ત્યાગે તે દુઃખ નથી અર્થાત્ જે સાફ કરેલા શુદ્ધ અશુદ્ધ સ્વરૂપવાળા મદન કોદ્રવ ખાતો નથી તેને આવો મદનરૂપ અપાય થતો જ નથી. તે જ રીતે શુદ્ધમિથ્યાત્વ-અપૂર્વકરણાધ્યવસાયથી દૂર કરેલો Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ મિથ્યાત્વભાવ છે, તે જ ઉપચારથી સમ્યક્ત કહેવાય છે. શુદ્ધ મિથ્યાત્વ સમ્યક્તના પુદ્ગલો શોધિત મદન કોદ્રવ સ્થાનીયા વિરુદ્ધ તેલાદિ દ્રવ્યરૂપ મિથ્યાત્વથી મિશ્રિત છતા તત્કણે જ મિથ્યાત્વ થાય છે. અથવા કુતીર્થિક સંસર્ગ-વચન શ્રણવાદિજન્ય પરિણામથી ક્લિષ્ટબહુરસવાળા કરાયેલા મિથ્યાત્વરૂપતા પામે છે. તેથી તે જ રીતે મિથ્યાદષ્ટિ થઈને ફરી સંસારસાગરમાં ભમ્યા કરે છે. આવો અપાય ફાયિક સમ્યત્વમાં નથી હોતો. સર્વ અનર્થોના મૂળ એવા શુદ્ધ-અશુદ્ધ મિથ્યાત્વના પુદ્ગલો ખપાવેલા હોઈ તે પુગલો ન હોવાથી ક્ષાયિક સમ્યફ શુદ્ધતર છે. અને ક્ષાયોપથમિક મલીમસ છે. એટલે એ દૂર થવા છતાં ક્ષાયિક સમ્યક્ત હોવાથી અદર્શની થતો નથી. પરંતુ, ઉલટો વિશુદ્ધ સમ્યગ્દર્શની છે. તે પછી - ક્ષીણમોહ છદ્મસ્થ ગુણસ્થાનકના દ્વિચરમ સમયે એટલે કે તે સમયમાંના ઉપાજ્ય સમયે નિદ્રા તથા પ્રચલાનો ક્ષય કરે છે, અને છેલ્લા સમયે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ ચાર અને અંતરાય પાંચ એ ચૌદ પ્રકૃતિનો ક્ષય કરીને કેવલજ્ઞાન પામે. કેવલજ્ઞાનની ઉત્પત્તિનો સમય:| નિશ્ચયનયનો મત :- જે સમયે આવરણનો ક્ષય થાય છે, તે જ સમયે કેવલજ્ઞાનની ઉત્પત્તિ નિશ્ચયનય માને છે. કેમકે ક્ષીયમાણ ક્ષીણવાતુ-ક્રિયાકાળ-નિષ્ઠાકાળ એક હોવાથી. કાળના ભેદમાં અન્યકાળ ક્રિયા અને અન્ય કાળે કાર્યોત્પત્તિ થાય એ અસંગત છે. ક્રિયાવિરહમાં પણ કાર્યોત્પત્તિનો સ્વીકાર માનવો પડે. એ રીતે ક્રિયારંભ કાળ પહેલાં પણ કાર્યોત્પત્તિની પ્રાપ્તિ થવાથી અતિવ્યાપ્તિ થાય. તસત્વે તત્સત્વે પતિવ્યાસમ્ વ્યવહાર નય - આવરણ ક્ષયના પછીના સમયે કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. ક્ષયસમયે આવરણ ક્ષીયમાણ હોવાથી તે અક્ષીણ છે. ક્રિયા-નિષ્ઠાકાળનો ભેદ હોવાથી. તે બંન્ને એક હોય તો ક્રિયાકાળે પણ કાર્ય વિદ્યમાન હોવાથી ક્રિયાના વૈયથ્યની આપતિ આવે, અને સમાનકાલભાવિ ક્રિયાકાર્યનો કાર્યકારણ ભાવ ઘટતો નથી. નહિતો ડાબા-જમણા ગાયના શિંગડામાં પણ કાર્ય-કારણ ભાવની આપત્તિ આવે. એટલે ક્ષીયમાણ આવરણ છતે જ્ઞાન ઉત્પન્ન થાય એ ઘટતું નથી. એ ક્રિયા કાળ છે અને તે કાળે કાર્યને માનવું દુષિત છે. પણ ક્ષીણ આવરણ છતે જ જ્ઞાન ઉત્પન્ન થાય છે એ નિષ્ઠાકાળ છે. ક્રિયા-નિષ્ઠા કાળ એક ઘટતો નથી તે પ્રતિનિહિત છે માટે. વ્યવહારવાદી ! આવરણના ક્ષયે જો તું કેવલજ્ઞાનોત્પત્તિ માને છે અને ક્ષીયમાણમાં નથી માનતો તો અમે તને પૂછીએ છીએ-આવરણ ક્ષય કાળે ક્રિયા છે કે નહિ ? જો નથી તો ક્રિયાવિના આવરણ ક્ષયમાં કયો હેતુ કરવો ? કોઈ નથી. હવે જો ક્રિયા છે અને તેનાથી Page #380 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૬૧ આવરણ ક્ષય કરાય છે તો ક્રિયાકાળ-નિષ્ઠાકાળ એક થઈ ગયું. તો અન્ય સમયે ક્રિયા અને અન્ય સમયે તેનો ક્ષય એવું કેમ કહે છે ? જો ક્રિયા કાળે આવરણ ક્ષય નથી તો અક્રિય હોવાથી પછીથી પણ ન થાય. અથવા જો ક્રિયા નિવૃત્તિમાં દ્વિતીય સમયે અક્રિય છતા આવરણનો ક્ષય માને તો ક્રિયાવાળા પ્રથમ સમયે ક્રિયાનું શું કામ તેના વિના પણ આવરણ ક્ષય ઘટે. ક્રિયારહતિ બીજા સમય ની જેમ ? ક્રિયા-નિષ્ઠા કાળનું એકત્વ આગમમાં પણ કહ્યું છે કારણ કે વનમાળે પતિપુ, બાવ નિરિષ્નમાળે નિ—િન્ગે એ વચનથી નિર્જરમાણ કર્મ નિર્જીણ શાસ્ત્રમાં પણ કહ્યું છે. એટલે ક્ષીયમાણ ક્ષીણ જ છે. બેમાં કાળભેદ નથી આગમમાં કહ્યું છે માં વેડ્બ્બર્ નોમાંં વેદ્યમાન અવસ્થામાં કર્મ વેદાય છે. નિર્જરાવસ્થામાં નોકર્મ થાય છે. સમય અન્ય વેદના છે અને નિર્જરા સમય અન્ય છે. તેથી તે આવરણ ક્ષીયમાણતા સમયે આવરણ નથી. ક્ષીયમાણ ક્ષીણ હોવાથી અને પ્રતિબંધક ભાવે આવરણ ક્ષીયમાણતા સમયે કેવલોત્પત્તિ થાય જ છે કોણ રોકે ? ལུ જો આવરણાભાવે પણ કેવલજ્ઞાન ઉત્પન્ન ન થાય તો આવરણ ક્ષય પછીના સમયે જે કેવલોત્પત્તિ માને છે તે પણ ન થાય, એથી આવરણાભાવાવિશેષ એવા આવરણક્ષય સમયે પણ કેવલજ્ઞાન ન થાય અને તેના પછીના સમયે થાય છે, એવું મનની ઇચ્છાથી બોલાય છે તો એની અકારણ પ્રસૂતિ યદચ્છાથી જ છે. એટલે અકારણ જ થઈ, વિશેષાભાવથી. તેથી કેવલજ્ઞાન અને તેના આવરણનાં એક સાથે જ ઉત્પાદ-વ્યય ધર્મો જાણવા. જેમ એક સાથે જ અંધકાર દૂર થાય છે અને દીવાદિનો પ્રકાશ ઉત્પન્ન થાય છે. અને જે અંધકારનો નિવૃત્તિ સમય છે તે જ પ્રકાશનો ઉત્પાદ સમય છે, એમ અહીં પણ યુગપત્ જ આવરણ દૂર થાય છે અને જ્ઞાન ઉત્પન્ન થાય છે. આત્મ દ્રવ્ય સ્થિર રહે છે જે આવરણનો ક્ષયસમય છે તે જ જ્ઞાનોત્પાદ સમય છે. કારણ કે તે સમયે આવરણ ક્ષીયમાણ ક્ષીણ છે અને ઉત્પદ્યમાન કેવલજ્ઞાન ઉત્પન્ન છે. આત્મ દ્રવ્ય સ્થિત છે. એમ બધા ભાવોનો અપૂર્વપર્યાયોથી ઉત્પાદ અને પૂર્વપર્યાયોથી વ્યય અને મૂળ દ્રવ્યનું અવસ્થાન હોય છે. જેમકે માટી અથવા આંગળી આદિ પદાર્થો નવીન પર્યાયોરૂપે (સરળતાદિ) ઉત્પન્ન થાય છે. અને પિંડ-સ્થાસ-શિવકાદિ તથા વક્રતાદિ પૂર્વ પૂર્વપર્યાયો રૂપે નાશ થાય છે, અને માટી આદિ દ્રવ્યરૂપે સ્થિત રહે છે. આ બધું એક સાથે જ થાય છે. ત્યારબાદ કેવલજ્ઞાન-દર્શન સ્વભાવવાળો કેવલિ સર્વ શેયને સાદિ-અપર્યવસિત સદાકાળ કેવલજ્ઞાનથી જાણે છે અને કેવલદર્શનથી જુએ છે ॥ રૂતિ નિશ્ચયનયસમર્થમ્ ॥ સર્વ પ્રકારે, સર્વદિશાઓમાં સંભિન્ન લોકાલોક જોનાર કેવલીને ત્રિકાળમાં એવી કોઈ વસ્તુ નથી કે જેને તે ન જોઈ શકે. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૭૦૭ – સંભિન્નલોકાલોકમાં સંભિન્નત્વ શું છે? ઉત્તર-૭૦૭ – સમ-એકાકીભાવથી ભિન્ન-જેમ બહાર તેમ મધ્યમાં અથવા દ્રવ્ય-ક્ષેત્રકાલ-ભાવરૂપ સર્વ જ્ઞેય અહીં કેવલજ્ઞાનના વિષય તરીકે બતાવ્યું છે, અથવા સંભિન્ન સર્વપર્યાયોથી વ્યાપ્ત, અથવા સ્વ-પર નિર્વિશેષ, અથવા સ્વ-પર પર્યાયયુક્ત તે સંભિન્ન. ત્યાં સંભિન્ન એટલે દ્રવ્યક્ષેત્ર, કાળ અને ભાવ તેના પર્યાયો તરીકે લેવાય છે. તે બંને દ્વારા સમ અથવા સમંતાદ્ ભિન્ન-સંભિન્ન એમ કરીને દ્રવ્યને સંભિન્ન કહેવાય છે. તેને જોતો અને પ્રસિદ્ધસ્વરૂપ લોકાલોકને જોતો એનાથી ક્ષેત્ર જણાવાય છે. આટલું દ્રવ્યાદિ ૪ શેય છે, તે પણ સર્વદિશાઓમાં નિરવશેષ ભૂત-ભવિષ્ય-વર્તમાન એવું કોઈ નથી કે જેને કેવલી જોતો નથી. એટલી ગાથાથી એ જિન અમિતજ્ઞાની કહેવાયા છે (ગા.૧૦૯૪) એનાથી જ આચાયાદિપરંપરાથી સામાયિકાદિ શ્રત આવ્યું છે અને જિનશાસનની ઉત્પત્તિ થઈ છે. જિનપ્રવચન ઉત્પત્તિ આદિ સંગ્રહ (૧) જિનપ્રવચનની ઉત્પત્તિ. (૨) પ્રવચનનાં એકાર્થિક નામો. (૩) એકાર્થિક વિભાગ. આ ત્રણ દ્વારા પ્રાસંગિક છે. (૪) દ્વારવિધિ (૫) નથવિધિ (૬) વ્યાખ્યાનવિધિ અને (૭) અનુયોગ આ દ્વારોની વ્યાખ્યા કરશું. (૧) દ્વારવિધિ - ઉદેશ-નિર્દેશાદિ દ્વારોની પ્રરૂપણા અથવા ઉપોદઘાત. (૨) નયવિધિ - ઉપક્રમાદિ મૂળ દ્વારોમાંનું ચોથું અનુયોગદ્વાર. (૩) વ્યાખ્યાનવિધિ - શિષ્ય અને આચાર્યની પરીક્ષા કહેવાની મર્યાદા. (૪) અનુયોગવિધિ - સૂત્ર સ્પર્શિક નિયુક્તિ તથા સૂત્રાનુગમ એ અનુયોગ છે. પ્રશ્ન-૭૦૮-ચોથું દ્વાર નવિધિ કહીને પછી ત્રીજું અનુયોગ દ્વાર કેમ કહ્યું? વળી ચાર દ્વારોમાં જેનો સંગ્રહ નથી એવો વ્યાખ્યાનવિધિ અહીં કહેવાનું શું કારણ છે? ઉત્તર-૭૦૮અનુયોગ પછી નયો કહેવાના બદલે નયો કહીને પછી અનુયોગ કહેવાનું કારણ ગાથાની રચનાની અનુકૂળતા જ એવી છે કે જેથી અનુયોગ અને નયોનો વિપર્યય કરેલો છે. એવું બીજા આચાર્યો કહે છે. પણ તે યોગ્ય નથી, કેમકે ગાથાની રચના “દ્વારવિધિ વ્યાખ્યાન વીધિ અનુયોગ અને નિયવિધિ’ એમ અનુક્રમે પણ થઈ શકે એમ છે. માટે અહીં કહેલો વિપર્યય બુદ્ધિપૂર્વકનો છે, ઉપક્રમ-નિક્ષેપ-અનુગમ અને નય આ પ્રમાણે ક્રમ છે, તેમાં નયો છેલ્લા કહ્યા છે. અને અહીં પહેલા કહ્યા છે. તેથી, નિયુક્તિકાર શ્રીમદ્ ભદ્રબાહુસ્વામી Page #382 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૬૩ એમ જણાવે છે કે નય અને અનુગમ દરેક સૂત્ર સાથે જ હોય છે. કેમકે, કોઈપણ અનુયોગ નય વગરનો નથી. અહીં કોઈ એમ કહે કે નય અને અનુગમ સાથે જ હોય તો તેનો ઉપન્યાસ પણ એક સાથે જ થવો જોઈએ. એ બરાબર નથી. આમ, બન્નેનો નિર્દેશ સાથે થઈ શકે નહિ. માટે અનુયોગદ્વારોમાં નો છેલ્લે કહ્યાં છે અને અહીં પહેલા કહ્યાં છે. તેથી અનુગમ અને નય સાથે જ હોય છે એમ જણાવવા ક્રમનો વિપર્યય કર્યો છે. અને બીજું, મૂળ દ્વારોમાં ન કહ્યા છતાં અહીં આચાર્યશ્રી સૂત્રોનગમના અવસરે વ્યાખ્યાનવિધિ કહે છે તે ગુરુ અને શિષ્યના અનુગ્રહ માટે કહે છે. અથવા અનુગમમાં તે વ્યાખ્યાનવિધિ પણ વ્યાખ્યાનનું અંગ હોવાથી અધિકૃત છે. જે જે વ્યાખ્યાનનું અંગ હોય તે તે અનુગમનું કારણ હોવાથી અનુગમ જ છે. એ કારણે આ વ્યાખ્યાનવિધિ પણ અનુગમમાં અંતર્ભત છે. કારણ કે, તીર્થંકર-ગણધરો એ સૂત્રાનુગામની આદિમાં પ્રથમ વ્યાખ્યા અને સૂત્રાનુગામનો નિત્ય સંબંધ છે. તેથી તે તેનું અંગ છે. અને એ સંબંધિ ગાય આદિના ઉદાહરણો અમે આગળ ૧૪૩પમી ગાથામાં જણાવીશું. પ્રશ્ન-૭૦૯ – જો તે વ્યાખ્યાનવિધિ અનુગામનું જ અંગ છે, તો ૯૭૩મી ગાથામાંથી તે લાવીને ૧૪૩પમી ગાથામાં દ્વારવિધિની શરૂઆતમાં કહેવાનું કેમ કહો છો? આમ, અવળો ક્રમ કરવાનો શું લાભ છે? ઉત્તર-૭૦૯ - દ્વારવિધિ પણ સૂત્રની જેમ મહા અર્થવાળી છે. એટલે કલ્યાણનો હેતુ છે. તેથી તેમાં પણ વ્યાખ્યાનવીધિનો વિપર્યય ન થાય એમ માનીને સંગ્રહ ગાથા ૧૩૫૦માં અનુયોગની આદિમાં વ્યાખ્યાનવિધિ કહી છે, તો પણ ત્યાંથી ખસેડીને દ્વારવિધિની આદિમાં તે કહે છે, વળી એ પ્રમાણે દ્વારવિધિની આદિમાં કહેલી વ્યાખ્યાન વિધિ સાંભળીને સુદૃઢ વ્યાખ્યાનવિધિના વિચારક ગુરૂ-શિષ્યની અથવા શિષ્ય-ગુરૂની પરીક્ષા કરીને પછી ગુરૂદેવ ગુણવાન શિષ્યને દ્વારવિધિનો અર્થ સુખથી કહેશે અથવા શિષ્ય ગુરૂ પાસે સાંભળશે. અથવા દોષવાળા ગુરૂનો શિષ્ય ત્યાગ કરશે અને દોષવાળા શિષ્યનો ગુરૂ ત્યાગ કરશે. આ કારણથી દ્વારવિધિની આદિમાં વ્યાખ્યાનવિધિ કહી છે. પ્રશ્ન-૭૧૦ – જો તે વ્યાખ્યાનવિધિ સૂત્રાનુગામની આદિમાં ન કહીને દ્વારવિધિની આદિમાં કહી તો ૧૩૫૦મી ધારસંગ્રહની ગાથામાં પણ તે આદિમાં કેમ ન કહી ? ઉત્તર-૭૧૦ – સૂત્રાનુગામમાં વ્યાખ્યાનવિધિ માટે વધારે પ્રયત્ન કરવો એમ બતાવવા માટે અનુગામની આદિમાં વ્યાખ્યાનવિધિ કહી છે. કદાચ દ્વારવિધિમાં વ્યાખ્યાનવિધિ બરોબર ન થયો હોય તો સૂત્રાનુગમ વખતે તો જરૂર થવો જોઈએ એ બતાવવા અનુગામની આદિમાં વ્યાખ્યાનવિધિ બતાવ્યો છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ આ સંબંધમાં બીજા આચાર્યોની માન્યતા :- આગળ ૧૩૮પમી ગાથામાં અનુયોગ નિયોગ-ભાષા વગેરે પ્રકારથી અનુયોગનો વિભાગ કહેવાશે. ત્યારે આ અનુયોગ વગેરે સાંભળવાને અધિકારી કોણ છે ? તે જાણવા સંગ્રહગાથામાં દ્વારવિધિ પહેલાં વ્યાખ્યાનવિધિ કહેલી છે. વળી ‘ નિવય' (ગા. ૧૩૫૦)માં અનુયોગ પહેલાં અને દ્વારવિધિ પછી વ્યાખ્યાનવિધિ બતાવવા દ્વારા જણાવે છે કે અનુયોગાદિનો વિભાગ કરવાના અવસરે દ્વારવિધિ પહેલાં જે અનુયોગ કહેલ છે તે અહીં અંતમાં કહેલ છે તે જ જાણવો. જેમકે ૧૩૫૦મી ગાથામાં દ્વારવિધિ - તે પછી પ્રવચનના એકાર્થિક દ્વારની વ્યાખ્યા કરતાં ‘અજુગોપનિયો' (ગા. ૧૩૮૫) દ્વારા અનુયોગ કહ્યો. પછી “ી વં' (ગા. ૧૪૩૫) દ્વારા વ્યાખ્યાનવિધિ - પછી “ઉદ્દેશ વિદેશ' ગાથાથી દ્વારવિધિ કહ્યો અને પછી સૂત્રાનુયોગ કહ્યો એ રીતે ક્રમ છે. અહીંની જેમ સંગ્રહગાથામાં પણ જો દ્વારવિધિ પહેલા વ્યાખ્યાનવિધિ કહેલ હોત તો, કોઈને એમ શંકા થાત કે સંગ્રહગાથાના અંતે કહેલ અનુયોગ દ્વારવિધિ અને ત્યારબાદ કહેલ સૂત્રાનુયોગ એ બંને એક સમજી શકાય તેમ છે. પરંતુ પ્રવચનના સમાનાર્થ નામોની વ્યાખ્યાના અવસરે અનુયોગ-નિયોગ શબ્દોથી જે અનુયોગ કહ્યો છે તે સંગ્રહગાથાના અંતે કહેલ અનુયોગથી જુદો છે કે સમાન છે ? પણ, જ્યારે સંગ્રહગાથામાં અનુયોગ જોડે જ વિધિ કહેવાય, ત્યારે એમ નિશ્ચય થાય છે કે ગા. ૧૩૮૫ના અંતે કહેલ અનુયોગ નિમિત્તે દ્વારવિધિ કહેલ છે તે અને સંગ્રહગાથાના અંતે કહેલ અનુયોગ બંને એક જ છે. હવે, ‘fઝળપવયા' ગાથાની વ્યાખ્યા જણાવે છે. પ્રશ્ન-૭૧૧ – આ જિનપ્રવચનોત્પત્તિ શું છે? તેનાં કેટલા નામ છે ? તે પ્રવચનનો અભિધાનવિભાગ કયો છે? ઉત્તર-૭૧૧– જિનપ્રવચન શ્રુત કહેવાય છે. તેની ઉત્પત્તિ પ્રત્યે બસ કરી સૂત્ત જયંતિ IMદરા નિri (ગા.૧૧૧૯)માં જિન-ગણધરોથી પૂર્વે કહેલી જ છે. તેના એકાર્થિક નામો ત્રણ જ છે પ્રવચન-સૂત્ર-અર્થ. એ ત્રણેના પ્રત્યેકના ૫-૫ નામ છે. સૂત્રશબ્દના અર્થ: ૨. સિત ક્ષતિ યા મર્થન નિ વિધિના રૂતિ સૂત્રમ્ | જેથી અર્થ સિંચે એટલે ખરે તેથી તે વ્યુત્પત્તિથી સૂત્ર. ૨. સૂવતિ, સુર્વાતિ વાડથતિ નિ વિધિના રૂતિ સૂત્રમ્ ! નિરૂક્તિની વિધિથી અર્થોને જણાવે સૂવે તે સૂત્ર. Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ ગુજરાતી પ્રશ્નોત્તર રૂ. શ્રુતે તિ સૂત્રમ્ ! સંભળાય તે સૂત્ર. ૪. સીવ્યતે વિશિષ્ટધટનામાનીયતે તિ સૂત્રમ્ ! વિશિષ્ટ ઘટના પમાડાય તે સૂત્ર. ૫. સતિ વાડમનુચ્છત યસ્માત્ તત: સૂત્રમ્ | અર્થને અનુસરે તે સૂત્ર. અર્થશબ્દનો અર્થ - ઃ સૂત્રમપ્રાયઃ સોડડપથી તે ચસ્માત જગતે રૂત્વ: | વચનનાં એકાર્થિકો :- ૧. શ્રત ધર્મ, ૨. તીર્થ, ૩. માર્ગ, ૪. પ્રાવચન ૫. પ્રવચન. સૂત્રના એકાર્થિકો :- ૧. સૂત્ર, ૨. તંત્ર, ૩. ગ્રંથ, ૪. પાઠ, ૫. શાસ્ત્ર. (૧) શ્રતધર્મ:- શ્રુતનો ધર્મ એટલે સ્વભાવ, અથવા શ્રુતધર્મ-જીવપર્યાય અથવા સુગતિ કે સંયમમાં ધરણાથી ધર્મ ઋતધર્મ. (૨) તીર્થ - તીતૈિડનેતિ તીર્થ - શાનંદર્શન-ચારિત્રના સમુદાયરૂપ જે સંઘ તે તીર્થ અથવા પ્રવચન તે તીર્થ. (૩) માર્ગ - પૃજતે શોધ્યતેડને તિન માત્મા જેનાથી કર્મથી મેલો થયેલો આત્મા શુદ્ધ કરાય તે માર્ગ તે હેતુથી અથવા મોક્ષનો માર્ગ-શોધ. (૪) પ્રવચન :- પ્રતિ, પ્રશસ્ત, પ્રધાનમ્ ગાડી વા નીવાર્ષાિવિધિમાગ્યાં વવ પ્રવિનમ્ અથવા શિવપ્રાપક વચન પ્રવચન. (૧) તંત્ર:- તન્યતે વિસ્તાર્યો યદ્યાન, અસ્માત, સ્મિન વાર્થ તિ તંત્રમ્ | જેનાથી અથવા જેનામાં અર્થનો વિસ્તાર કરાય તે તંત્ર અથવા વિશિષ્ટરચનાથી વિસ્તારાય તે તંત્ર. (૨) ગ્રંથ :- જેનાથી જેમાં અર્થ ગુંથાય તે ગ્રંથ અથવા પ્રચ્યતે વિરવ્યો ત ગ્રંથ: ! (૩) પાઠઃ- પંચતે વી એક્ટ્રીસ્થિતે તત્ : | પdયૉડપિધેયમેનેન, મમત, સ્મિન્નિતિ વા પાઢ: . જેથી અથવા જેમાં અભિધેય ભણાય એટલે પ્રગટ કરાય તે પાઠ કહેવાય છે. (૪) શાસ્ત્ર - રાતે શેયમને માત્મા, અથવા શાસ્થતે ચ્યતે તદ્વિતિ શાસ્ત્રમ્ જે વડે અથવા જેમાં આત્મા શિક્ષા પામે તે શાસ્ત્ર. અથવા જેમાં શેય કહેવાય તે શાસ્ત્ર. અનુયોગના ૫ એકાર્થિક - ૧. અનુયોગ, ૨. નિયોગ, ૩. ભાષા, ૪. વિભાષા, પ. વાર્તિક અનુયોગના ૭ નિક્ષેપાઓ :- નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-વચન-ભાવાનુયોગ. (૧) નામાનુયોગ :- ઈન્દ્રાદિ નામનું વ્યાખ્યાન નામાનુયોગ અથવા જે વસ્તુનું અનુયોગ એવું નામ કરાય તે નામથી અનુયોગ અથવા નામ સાથે કોઈ અનુરૂપ યોગ-સંબંધ. અથવા નામની સાથે અનુકુળ યોગ જેમકે દીપનો દીપનામ સાથે તપનનો તપન નામ સાથે જવલનનો જ્વલન નામ સાથે. Page #385 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૨) સ્થાપનાનુયોગ :- સ્થાપનાથી અનુયોગ સ્થાપનાનુયોગ અથવા અનુયોગ કરતાં આચાર્યાદિ જે કાષ્ટાદિમાં સ્થપાય તે. અથવા જે અહીં અનુયોગ કરનાર આચાર્યાદિની તદાકારવાળા લેપ્યકર્માદિમાં યોગ્ય સ્થાપના કરાય તે. અથવા સ્થાપનાનો અનુરૂપઅનુકુળયોગ-સંબંધ. ૩૬૬ (૩) દ્રવ્યાનુયોગ :- દ્રવ્યનું વ્યાખ્યાન તે, દ્રવ્યાનુયોગ, નિષદ્યાદિ અધિકરણભૂત દ્રવ્યઉપર રહેલાનો અનુકૂળ સંબંધ તે અનુયોગ, અથવા કરણભૂત દ્રવ્યથી અનુકૂળ સંબંધ તે અનુયોગ. અથવા દ્રવ્યહેતુથી-શિષ્યદ્રવ્ય પ્રતિબોધનાદિ નિમિત્ત અનુયોગ અથવા દ્રવ્ય વસ્ત્રાદિનો લાલરંગાદિ પર્યાય સાથે અનુરૂપ યોગ. એ રીતે બહુવચનથી પણ દ્રવ્યાનુયોગ જાણવો. દ્રવ્યાણાં દ્રવ્યેષુ ઇત્યાદિ. (૪) ક્ષેત્રાનુયોગ :- દ્રવ્યની જેમ યથાસંભવ કહેવો એમ (૫) કાળ, (૬) વચન, (૭) ભાવ વિષે પણ જાણવો. ફક્ત ત્યાં કાલાદિ શબ્દ કહેવા. — · દ્રવ્યના ભેદ કેટલા છે ? એનો અનુયોગ કેવો છે ? પ્રશ્ન-૭૧૨ ઉત્તર-૭૧૨ – દ્રવ્યોનો અનુયોગ દ્રવ્યભેદથી ૨ પ્રકારનો છે. (૧) જીવદ્રવ્યનો (૨) અજીવદ્રવ્યનો. એકેક જીવદ્રવ્ય અને અજીવદ્રવ્યમાં દ્રવ્યાદિ ચાર ભેદો છે. ૧. દ્રવ્ય, ૨. ક્ષેત્ર, ૩. કાળથી, ૪. ભાવથી અનુયોગ. (ગ્રં.૧૩૦૦૦) દ્રવ્યસ્યાનુયોગ :- દ્રવ્યથી-દ્રવ્યતઃ જીવ એક દ્રવ્ય છે, ક્ષેત્રતઃ તે જીવદ્રવ્ય સંખ્યાતીત પ્રદેશાવગાઢ છે, કાળતઃ જીવ અનાદિ-અનંત હોય છે, ભાવતઃ જ્ઞાનાદિ અનંતા તેના અગુરૂલઘુપર્યાયો છે. અજીવદ્રવ્ય-દ્રવ્યતઃ એક પરમાણુ દ્રવ્ય છે, ક્ષેત્રતઃ એક પ્રદેશાવગાઢ છે, કાળતઃ જઘન્યસ્થિતિ ૧ સમય મધ્યમ સ્થિતિ ૨ વગેરે સમયો, ઉત્કૃષ્ટસ્થિતિ-અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીઓ, ભાવતઃ વર્ણગંધાદિરૂપ અનંતા પર્યાયો છે, વમથ્રેડપિ વાત્ત્વમ્ द्वादाविति । - (२) द्रव्याणामनुयोग :- આ અનુયોગ વિચારાય ત્યારે પ્રજ્ઞાપનામાં બતાવ્યા પ્રમાણે જીવ-અજીવ દ્રવ્યોનાં પર્યાયો જાણવા. તો મ્-વિજ્ઞાળ મંતે ! પન્નવા પન્નત્તા ? । गोमा ! दुविहा पत्ता, तं जहा जीवपज्जवा य अजीवपज्जवा य । जीवापज्जवा णं મતે । જિ સંàન્ના, અસંàન્ના, મળતા ? । ગોયમા ! નો સંàન્ના, નો અસંàન્ના, અનંતા । વં અનીવપન્નવા વિ અનંતા । ત્યાં પણ દ્રવ્યોના અનુયોગપક્ષમાં પણ સ્વસ્થાન ભેદથી અનેક માર્ગણાઓ જાણવી. ત્યાં દ્રવ્યતઃ અનંતા જીવદ્રવ્યો, અનંતા અજીવદ્રવ્યો એમ જીવાજીવદ્રવ્યોની દ્રવ્યતઃ ચિંતા સ્વસ્થાને માર્ગણા છે. ક્ષેત્ર-કાળ-ભાવતઃ ચિંતા પરસ્થાને Page #386 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૬૭ માર્ગણા છે. ક્ષેત્રથી-જીવાજીવદ્રવ્યો પ્રત્યેક સમસ્ત લોકમાં અવગાઢ છે. કાળથી અનાદિઅનંતા છે. ભાવતઃ અનંતપર્યાયોવાળા છે વગેરે માર્ગણાઓ સ્વમતિથી કરવી. (૩) દ્રવ્યાનુયો - ખડીના ચૂર્ણથી બનેલા ચોકથી અક્ષર-પદાદિક લખીને જે અનુયોગ કરાય તે દ્રવ્યાનુયોગ ભંગકવિચારણાદિમાં જે અક્ષથી કરાય છે, અથવા હાથની આંગળી આદિ દ્રવ્યથી કોઈક બતાવવા દ્વારા જે અનુયોગ કરાય તે પણ દ્રવ્યાનુયોગ. (૪) કલ્ચરનુયો :- ઘણા અલોવડે ભંગચારણાદિ માટે જે અનુયોગ કરાય તે द्रव्यैरनुयोग। (૫) બૅડનુયોગ :- (૬) દ્રષ્યનુયોગ :- એક અધિકરણ એક કાંબળમાંથી બનેલા નિષઘાદિ રૂપ કલ્પદ્રવ્ય ઉપર બેઠેલો જયારે અનુયોગ કરે ત્યારે ત્રેડનુયોr: એમ બહુવચનમાં બહુ કામળીઓથી બનેલા આસન પર બેસીને જ્યારે અનુયોગ કરાય ત્યારે દ્રવ્યેષ્યનુયોn: (૧-૨) ક્ષેત્ર-ક્ષેત્રામનુયોગ :- જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર તે ક્ષેત્રાનુયોગ છે. કારણ કે તે જંબૂદ્વીપરૂપ એક ક્ષેત્રના વ્યાખ્યાનરૂપ ક્ષેત્રસ્યાનુયોગ છે. દ્વીપ-સાગર-પ્રજ્ઞપ્તિ-ઘણાં ક્ષેત્રોના વ્યાખ્યાનરૂપ અનુયોગ હોવાથી ત્યાં ક્ષેત્રાગામનુયો: ! (૩-૪) ક્ષેત્રે ક્ષેત્રનુયોગ :- જંબૂદ્વીપ પ્રમાણ પત્ય કરીને વારંવાર ભરવા-કાઢવાના ક્રમથી જ્યારે બધાય સૂક્ષ્મબાદર પૃથ્વીકાયિક જીવો મપાય ત્યારે અસંખ્ય લોકાકાશ પ્રદેશસંખ્યા જેટલા જંબૂદ્વીપ પ્રમાણ પ્રસ્થો થાય છે. એ જંબૂદ્વીપરૂપ ક્ષેત્રથી અનુયોગ કહેવાય. અને ઘણા દીપપ્રમાણ પ્રસ્થક કરીને વારંવાર ભરવા-ખાલી કરવાના ક્રમે સમસ્ત પૃથ્વીકાયિક જીવો મપાતા અસંખ્ય લોકાકાશ પ્રદેશ રાશિ પ્રમાણ બહુદ્વીપના જેટલા પ્રસ્થો થાય છે. આ અસંખ્યય પહેલાં કરતાં લઘુતર જાણવું. આ બહુતીપરૂપ ક્ષેત્રોથી અનુયોગ કહેવાય છે. (૫-૬) ક્ષેત્રે-ક્ષેત્રેપુ મનુયા - તિર્યશ્લોકક્ષેત્રમાં જે અનુયોગ કરવો તે. અથવા જે ગ્રામ-નગરાદિમાં કે વ્યાખ્યાન સંભાદિ ક્ષેત્રમાં રહેલો અનુયોગકર્તા અનુયોગ કરે છે તે ક્ષેત્રેડનુયો: I જે અઢીદ્વીપ-સમુદ્રમાં રહેલ ક્ષેત્રોમાં કે સાડા પચ્ચીસ દેશો રૂપી આર્યક્ષેત્રોમાં અનુયગો કરે છે. ક્ષેત્રેગ્વનુયો: ! (૧-૨) નિચ-નાનાં મનુયોગ :- કમળપત્રને ભેદવાના અથવા જીર્ણવસ્ત્ર ફાડવાના દષ્ટાંતો વડે સમયની પ્રરૂપણા કરવી તે કાળનો અનુયોગ કહેવાય છે. સમયને આગળ કરીને સર્વકાળની પ્રરૂપણા કરવી તે કાળોનો અનુયોગ કહેવાય છે. (૩-૪) નૈન વાર્તાનુયોગ :- વૈક્રિય શરીરવાળા બાદર પર્યાપ્તવાયુકાયિકો અને પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી હરાય એવી જે પ્રરૂપણા તે કાળથી અનુયોગ. એ પ્રમાણે કોટ્યાચાર્ય ટીકામાં વિવરણ છે. અન્યત્ર અનુયોગદ્વારાદિમાં વૈક્રિય શરીરી વાયુઓ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાત ભાગ પ્રદેશ પરિમાણવાળા દેખાય છે તત્ત્વ તુ વત્તિનો વિન્તિા શેષ પૃથ્વી આદિકાયોનો યથાસંભવ કાળોથી અનુયોગ. આ રીતે પmતવાયર નત મસંવયા હૉતિ માવતિવા એમ, આવલિકામાં જેટલા સમયો તેમનો વર્ગ કરાય છે તેવા અસંખ્યાતા વર્ગોમાં જેટલા સમયો તેટલા બાદર પર્યાપ્ત તેઉકાય જીવો હોય છે. તથા પ્રત્યુત્પન્ન ત્રસકાયિકો અસંખ્યાતા હોય છે. તથા અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીઓ દ્વારા કરાય છે. એમ પૃથ્વી આદિમાં પણ યથા સંભવ કહેવું. (પ-૬) વને-નેવું અનુયોગ :- પ્રથમ પૌરુષીમાં સૂત્ર ભણવું, બીજામાં તેનો અનુયોગ એટલે કે વ્યાખ્યાન કરાય છે. આમ, કાળની પ્રધાનતાથી બીજી પૌરુષીરૂપ કાળમાં અનુયોગ કાળે અનુયોગ કરાય છે. તથા અવસર્પિણીમાં સુષમા-દુષમા, દુષમ-સુષમા-દુઃષમા રૂપ ત્રણ આરાઓમાં અને ઉત્સર્પિણીમાં દુઃષમસુષમા, સુષમ દુઃષમા રૂપ તે આરામાં અનુયોગ થાય છે આ કાલોમાં અનુયોગ કહેવાય છે. (૧-૨) વવન-વેવનાનાં અનુયોરા :- એકવચન, દ્વિવચન, બહુવચનમાંથી કોઈ એકનો જે અનુયોગ તે વચનનો અનુયોગ કહેવાય છે ૧૬ વચનોનો અનુયોગ હોય છે. જેમકે- રૂ. રત્નાતિયં, ૬. વયોતિયં, ૨. વાતિયં તU ૨૦. પરોવરd ૨૨. વિવિ+વં ૨૬ ૩વાય-વાવડMા ૬. ૩મત્તે રોફ સોતસનં ? “આ સ્ત્રી, આ પુરૂષ, નપુંસક એમ લિંગ પ્રધાન વચનો તે લિંગત્રિક કહેવાય. એક-બે અને બહુ વ્યક્તિ બતાવનાર શબ્દો વચનત્રિક કહેવાય, કર્યું છે કરે છે અને કરશે એમ કાળનું પ્રતિપાદન કરનાર શબ્દો કાળત્રિક કહેવાય. પરોક્ષ અર્થ બતાવતું વચન પરોક્ષવચન, પ્રત્યક્ષ અર્થ બતાવતું વચન પ્રત્યક્ષ વચન, ઉપનય એટલે સ્તુતિવચન, અપનય એટલે નિંદાવચન. તે ચાર ભાંગાથી ચાર પ્રકારે છે. મનમાં કાંઈ બીજું ધારીને ઠગવાની બુદ્ધિથી કાંઈ બીજું કહેવાની ઈચ્છા હોવા છતાં અચાનક જે મનમાં હોય તે જ બોલી જવાય તે અધ્યાત્મ વચન કહેવાય. આ રીતે સોળ પ્રકારે વચનોની વ્યાખ્યા કરવી તે વચનોનો અનુયોગ કહેવાય છે. (૩-૪) વન વનૈશ્વાનુયોગ :- જેમ કોઈ આચાર્યાદિ સાધુઆદિ દ્વારા એક જ વચનથી પ્રાર્થના કરાયેલો અનુયોગ કરે છે તે વચનથી અનુયોગ. અને વારંવાર ઘણાવચનોથી અભ્યર્થના કરાયેલો તે કરે છે તે વચનોથી અનુયોગ. (પ-૬) વવને-વેવનેષુ મનુયોગ :- ક્ષાયોપથમિક વચનમાં રહેલા આચાર્યનું વ્યાખ્યાન તે વચનમાં અનુયોગ. તથા વચનોમાં અનુયોગ નથી. કારણ કે વચન લાયોપથમિક હોવાથી તેમાં બહત્વનો સંભવ નથી. કેટલાક માને છે વ્યક્તિ વિવક્ષાથી જે ક્ષાયોપથમિક જ ઘણા વચનોમાં અનુયોગ છે એમાં પણ વિરોધ નથી જ. આ રીતે ૫ કે ૬ પ્રકારનો વચનાનુયોગ બતાવ્યો. Page #388 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૬૯ (૧-૨) ભાવનો-ભાવોનો અનુયોગ - ઔદાયિકાદિ ભાવોમાંથી કોઈ એકનું વ્યાખ્યાન કરવારૂપ જે યથાવસ્થિત ભાવ છે તે રીતે જ પ્રરૂપણા ભાવનો અનુયોગ. તે ઔદાયિકાદિભાવોનો બે-ત્રણ વગેરેના સંયોગમાં જે વ્યાખ્યાન કરાય તે ભાવોનો અનુયોગ. (૩-૪) ભાવથી-ભાવોથી અનુયોગ :- સંગ્રહાદિ પાંચ અધ્યવસાયોમાંથી કોઈ એક ચિત્તાધ્યવસાયનો જે અનુયોગ કરાય તે ભાવથી અનુયોગ. તે પાંચ-અભિપ્રાયો સ્થાનાંગ સૂત્રમાં – પંડિંડાર્દિસુર્થ વાણી, નહીં-સંદૂઠ્ઠાણ, ૩વ દિક્યા, નિરક્યા, સુથપષ્ણવનાથvi, વોચ્છિત્તીણા અર્થ- આ શિષ્યો કઈ રીતે સૂત્રાર્થ સંગ્રાહકો થશે? તથા કઈ રીતે ગીતાર્થ થઈને એ લોકો વસ્ત્રાદિ ઉત્પાદનથી ગચ્છને ઉપકારી થશે? મને પણ એમને વાચના આપતાં કર્મ નિર્જરા થશે. તથા મારી પણ શ્રુતપર્યાયજાત-રાશિ વૃદ્ધિ પામશે અને શ્રુતની અવ્યવસ્થિતિ થશે. એમ પાંચ અભિપ્રાયો વડે શ્રુતની સૂત્ર-અર્થથી વાચના આપે. આ પાંચમાંથી બે-ત્રણ કે સર્વભાવો વડે અનુયોગ કરતા ભાવોથી અનુયોગ કહેવાય છે. (પ-૬) ભાવમાં ભાવોમાં અનુયોગ - ક્ષાયોપથમિક ભાવમાં રહેલો વ્યાખ્યા કરનાર ભાવમાં અનુયોગ કહેવાય છે. ભાવોમાં અનુયોગ નથી. કેમ કે, ક્ષાયોપથમિક ભાવમાં એક જ છે. અથવા એક ક્ષાયોપથમિક ભાવ પણ આચાર આદિ શાસ્ત્રલક્ષણ વિષયભેદથી ભિન્ન થાય છે. તેથી આચારાદિ શાસ્ત્રવિષયભેદથી ભિન્ન ક્ષાયોપથમિક ભાવોમાં પણ આ અનુયોગ થાય છે. કોઈ વિરોધ નથી. સ્વામિત્વાશ્રયીને અનુયોગ કરનાર ઘણા સ્વામિઓને આશ્રયીને ઘણા લાયોપથમિક, પરિણામોમાં અનુયોગની પ્રવૃત્તિથી ભાવોમાં અનુયોગનો વિરોધ નથી. દ્રવ્યાદિ અનુયોગ વિષયોની પરસ્પર જ્યાં જેનો સમાવેશ છે તે, અથવા ભજના છે તે જણાવે છે. દ્રવ્યમાં નિયમા ભાવ પર્યાય હોય છે. પર્યાય રહિત દ્રવ્યનો ક્યાંય પણ ક્યારે પણ અભાવ છે. તે દ્રવ્ય-ભાવ પણ ક્ષેત્ર-કાળ વિના ન સંભવે, દ્રવ્ય અવશ્ય કોઈક ક્ષેત્રમાં અવગાઢ અને અન્યતર સ્થિતિવાળું હોય છે. એટલે દ્રવ્ય-ભાવ કાળ-ક્ષેત્ર વિનાં ક્યાંય ન હોય. ક્ષેત્રમાં તો ત્રણે દ્રવ્ય-કાળ-ભાવની ભજના છે. ક્યાંક હોય ક્યાંક ન હોય. લોકક્ષેત્રમાં તે ત્રણે છે. અલોક ક્ષેત્રમાં નથી. - પ્રશ્ન-૭૧૩ – અલોક ક્ષેત્રમાં પણ આકાશરૂપ દ્રવ્ય-વર્તનાદિરૂપ કાળ-અગુરુ લઘુરૂપ અનંતા પર્યાયો છે જ તો ત્યાં દ્રવ્ય-કાળ-ભાવનો અભાવ કઈ રીતે? ઉત્તર-૭૧૩ – બરાબર છે, ત્યાં આકાશરૂપ દ્રવ્ય કહો તે ઉચિત નથી. કેમકે તે ક્ષેત્રસંગ્રહથી જ ગૃહીત છે. કાલની પણ અહીં સમયાદિરૂપ વિચારણા પ્રસ્તુત છે એ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ સમયક્ષેત્રથી અન્યત્ર હોતો નથી. અને અહીં વર્તનાદિરૂપ વિવક્ષિત નથી. ત્યાં તે ક્ષેત્રગ્રહણથી જ ગૃહીત છે. અને અહીં પર્યાયો ધર્મ-અધર્મ-પુદ્ગલ-જીવાસ્તિકાય દ્રવ્યસંબંધિ વિવક્ષિત છે. તે અલોકમાં છે જ નહિ. અને આકાશ સંબંધિ અગુરુલઘુ પર્યાયો ક્ષેત્રગ્રહણથી જ ગૃહીત હોવાથી અહીં વિવક્ષિત નથી. આ રીતે અલોકમાં દ્રવ્યાદિ ત્રણેનો અભાવ છે. દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ ત્રણેમાં કાલ ભજનાથી છે, સમયક્ષેત્ર ન્તર્વતિ એ ત્રણમાં કાળ છે. તેના બહારવર્તિમાં એ કાળ નથી. દ્રવ્યાદિમાં આઘારતા-આધેયતા : દ્રવ્ય પર્યાયોનો આધાર થાય છે. અને ક્ષેત્રમાં આધેય થાય છે. ભાવ કાલનો આધાર છે. અને દ્રવ્યમાં આધેય થાય છે. ક્ષેત્ર-આકાશરૂપ સર્વ ધર્મ-અધર્મ-પુદ્ગલ-જીવ-કાલ દ્રવ્યો અને અગુરુલઘુ પર્યાયોનો આધાર જ છે. સર્વ વસ્તુઓ ત્યાં જ અવગાઢ હોવાથી અને તે સ્વપ્રતિષ્ઠિત હોઈ અન્યત્ર આધેયત્વાયોગથી આધેય નથી. કાળ નિયમા આધેય જ થાય છે આધાર નહિ. તે દ્રવ્યપર્યાયોમાં જ રહેલો છે. અને તેમાં અન્ય ન રહેલા હોવાથી. આ રીતે નામાદિ ભેદથી સાત પ્રકારનો અનુયોગ કહ્યો. તેનાથી વિપરિત તે અનનુયોગ. હવે આ બંનેના ઉદાહરણો કહે છે. અનનુયોગનાં દૃષ્ટાંતોઃ- (૧) દ્રવ્યાનનુયોગમાં વત્સ-ગીનું ઉદાહરણ (૨) ક્ષેત્રમાં કુલ્થનું (૩) કાળમાં સ્વાધ્યાય (૪) વચનમાં- (૧) બધિરનો ઉલ્લાપ (૨) ગ્રામેયક (૫) ભાવમાં – (૧) શ્રાવક પત્નિ (૨) સાપ્તપદિક પુરુષ (૩) કોંકણદારક (૪) નોળિયો (૫) કમલામેલા (૬) શંબનું સાહસ (૭) શ્રેણિકનો કોપ. ૧.વત્સ-ગૌનું દ્રવ્યાનનુયોગ-અનુયોગમાં ઉદાહરણ :- જેમ કોઈ શબલાદિ ગાય અન્ય બહુલાદિ અન્ય ગાયના વાછરડાને ગોદોહક દ્વારા નિયુક્ત કરતાં અનનુયોગ માનીને તેના નિયોગથી સારી રીતે દુધ આપતી નથી. એટલું જ નહિ અન્ય ગાયનું દુધ આગળ મુકેલું પણ ઢોળી નાંખે અથવા દેહઉપરોધ લાત મારવાદ્વારા જાનુભંગાદિથી શરીર પીડા પણ કરે. એ રીતે વ્યાખ્યાતા જ્યારે જીવાદિ દ્રવ્યને અજવાદિ ધર્મોથી અને અજીવાદિ દ્રવ્યને જીવાદિધર્મોથી પ્રરૂપતો તે દ્રવ્ય અનસુયોગથી દુધસ્થાનીય ચારિત્રને આપતું નથી. એટલું જ નહિ અનનુયોગ કરનારનો પૂર્વપ્રાપ્ત ચારિત્રનો ઉપઘાત કરે છે. અને આવી પ્રરૂપણામાં પ્રવૃતને રોગાદિ ઉત્પત્તિથી શરીર પીડા કરે છે અને... जीणवयणासायणओ उम्माया-ऽऽतंक-मरणवसाणाई । पावेज्ज सव्वलोयं स बोहिलाहोवधायं च ॥ Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ ગુજરાતી પ્રશ્નોત્તર दव्वविवज्जासाओ साहणभेओ तओ चरणभेओ । ततो मोक्खाभावो मोक्खाभावेऽफला दिक्खा ॥ १४१५-१६॥ આ રીતે જિનવચન આશાતનાથી ઉન્માદ-આતંક-મરણવ્યસનો-દુઃખો પણ પ્રાપ્ત કરે, સર્વ વ્રતોનો લોપ થાય અને બોધિલાભનો ઉપઘાત થાય છે. કારણ કે દ્રવ્યનો વિપર્યાસ થાય છે તેનાથી સાધન-સમ્યજ્ઞાનાદિનો ભેદ થાય છે. તેનાથી ચારિત્રનો ભેદ થાય છે, અને તેનાથી મોક્ષાભાવ થાયછે. તેનાથી દીક્ષા નિષ્ફળ થાય છે. દ્રવ્યાનનુયોગમાં દોષો બતાવ્યા. હવે, અનુયોગમાં ગુણો બતાવે છે-જેમ પ૨વાછરડાના પરિહાર અને સ્વવત્સના નિયોગથી ગાય સારી રીતે દુધ આપે છે. તેમ દ્રવ્ય પણ સ્વપર્યાયના નિયોગમાં સમ્યક્ચારિત્ર આપે છે. અને અનર્થપ્રાપ્તિ કોઈ થતી નથી. એટલે જલ્દીથી મોક્ષ થાય છે. (૨) ક્ષેત્રાનનુયોગ-અનુયોગમાં કુબ્જાનું દૃષ્ટાંત :- પ્રતિષ્ઠાનનગરમાં સાલવાહનરાજા, તે દ૨વર્ષે ભરૂચ આવીને નભોવાહન રાજાને ઘેરો ઘાલે છે. શેષકાળમાં ત્યાં રહીને વર્ષાકાળમાં પોતાના નગરે જાય છે. એકવાર સ્વનગરે આવવાની ઇચ્છાવાળા તે રોહકમાં આવેલા રાજાએ સભામંડપમાં થૂંકદાની વિના ભૂમિપર થૂંક્યું તે રાજાની થૂંકદાની ધારણ કરનારી કુબ્જા છે. તેણે અતીવ ભાવજ્ઞતાથી જોયું. આ સ્થાનને છોડવાની ઇચ્છાવાળો રાજા સવારે ચોક્કસ સ્વનગરે જશે. તેથી અહી એમ થૂંકે છે. એમ વિચારીને કોઈપણ રીતે સ્વપરિચિત યાનશાળાવાળાને કહ્યું, એટલે તેણે યાનો તૈયાર કરીને રાજાના જવા પહેલાં આગળ ગોઠવ્યા અને રવાના કર્યા. તેના પાછળ આખી છાવણી પણ જવા માંડી, આકાશ સૈન્યની ધૂળના ગોટાથી ભરાઈ ગયું. રાજાએ આશ્ચર્યથી વિચાર્યું-મે કોઈને પ્રયાણ કહ્યું નથી, ધૂળનાભયથી માત્ર હું સ્વલ્પપરિવારવાળો થઈને સૈન્યની આગળ જ જઈશ. આતો વિપરિત થયું, સૈન્યના લોકોએ આ કઈ રીતે જાણ્યું ? એમ પરંપરાથી શોધતાં એનું કારણ કુબ્જા છે એમ જાણી પૂછતા યથાવસ્થિત બધું કહ્યું. તે અહીં સભામંડપમાં થુંકવાનો અનનુયોગ, થુંકાદિ ૨ક્ષણ-પ્રમાર્જનઉપલેપનાદિ કરવું તે અનુયોગ છે. એમ એકાંતે નિત્ય, એક અપ્રદેશ આકાશને પ્રરૂપતો અનનુયોગ, સ્યાદ્વાદથી યુક્ત પ્રરૂપતાં અનુયોગ થાય છે. (૩) કાલમાં-સ્વાધ્યાય દેષ્ટાંત :- એક સાધુ રાત્રિકાલગ્રહણ પછી કાળવેળામાં કાલિકશ્રુત યોગકાળને જાણતો પરાવર્તન કરે છે. એટલે સમ્યદૃષ્ટિ દેવતાએ વિચાર્યું – એને બોધ પમાડું મિથ્યાર્દષ્ટિ દેવતાથી એને છળ ના થાય તેથી ગોવાળણનું રૂપ કરી છાસ ભરેલો ઘડો માથે મૂકીને, તે સાધુ પાસે આવજા કરતી છાસ લો એમ મોટો અવાજે વારંવાર બૂમો પાડે છે, એટલે વ્યાક્ષિપ્ત થયેલા સાધુએ કહ્યું અહો ! તારી છાસ વેચવાની વેળા, ગોવાલણ પણ બોલી અહો ! તારી પણ સ્વાધ્યાય વેળા. એટલે વિસ્મય પામેલા સાધુએ ઉપયોગ મૂકીને પોતે અકાળે Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પુનરાવર્તન કર્યું તે જાણીને મિથ્યા દુષ્કત આપે છે. ત્યારે અકાળે સ્વાધ્યાય કરવાથી મિથ્યાદષ્ટિ દેવતાઓ છલ કરે છે. એટલે તું ફરી આવું ન કરીશ. એવી દેવતાએ સાધુને શીખ આપી. આ સ્વાધ્યાયનો કાળાનનુયોગ કહેવાય છે કાળે ભણતાં અનુયોગ થાય છે પ્રસ્તુતમાં પણ કાળના ધર્મોની વિપરિત અવિપરિત પ્રરૂપણામાં અનનુયોગ-અનુયોગ જાણવા. (૪) વચનમાં (એ) બહેરાનો ઉલ્લાપ - એક ગામમાં એક બહેરો પરિવાર વસે છે ડોસો ડોસી પુત્ર અને વધુ. એકવાર પુત્ર ખેતરમાં હળ ચલાવતો હતો. તેવામાં કોઈક મુસાફરોએ માર્ગ મૂક્યો. તે બોલ્યો આ બંને બળદો મારા છે બીજાના નથી. એટલે બહેરો જાણીને મુસાફરો ગયા. એટલે ભોજન લઈને વહુ આવી, તેણે ખાતા ખાતા પોતાની પત્નીને કહ્યું મુસાફરોએ ‘બળદો સારા છે એવું જણાવ્યું છે. તે બોલી શાક ખારું છે કે મીઠા વગરનું એમને ખબર નથી તમારી માતાએ રાંધ્યું છે એટલે તેણે પણ ઘરે જઈને ખારાદિ વ્યતિકર જણાવ્યો, અને સુતર કાંતતી ડોસી બોલી સુતર ભલે જાડું હોય કે પાતળું થાય પણ આ ડોસાને માટે વસ્ત્ર બનશે. ડોસીએ એ વાત ડોસાને કહી કે કાલની આવેલી વહુ મને એમ કહે છે સુતર જાડું કંતાય છે એ મને કહેનારી કોણ? ત્યારે ડરતા ડરતાં બોલ્યો તારૂં લોહી પીઉં જો એક પણ તલ ખાઘો હોય તો એમ, એક પ્રકારથી કહેલું હોય તે બીજા પ્રકારે સાંભળવું, અને તે રીતે અન્યને જણાવવું, તે અનનુયોગ. યથાવત્ સાંભળવામાં અનુયોગ. (બી) ગામડિયો - કોઈ ગામમાં કોઈ સ્ત્રીનો પતિ મરી ગયો એટલે એ નાનાપુત્રને લઈને ગામડે ગઈ. પુત્રે કહ્યું મારા પિતાની જીવીકા શું હતી? રાજસેવા કરતા હતા તારા પિતા તેના જવાબમાં પુત્રે કહ્યું તો હું પણ કરું. દુષ્કર છે, અત્યંત વિનયથી કરવી પડે, વિનય શું છે? બધાને જોઈને પ્રણામ કરવા, નમ્રવૃત્તિથી સર્વત્ર પ્રવર્તવું. સદા બીજાની ઈચ્છાને અનુસરીને રહેવું. હું પણ એમ કરીશ. એ રીતે માનીને રાજધાની તરફ ચાલ્યો રસ્તામાં હરણો આવતાં વૃક્ષની નીચે ખેંચેલા ધનુષ્યવાળા છૂપાયેલા શિકારીઓ જોયા જોરથી પ્રણામ-સ્વાગત-જુહાર કર્યા, હરણો ભાગી ગયા. શિકારીઓએ મારીને બાંધ્યો તેણે કહ્યું માતાએ શિખવ્યું છે. જોતા બધાનો જોત્કાર કરવો એટલે રૂજુ છે એમ જાણીને છોડ્યો અને શીખવ્યું. આવું દેખાતા છૂપાઈને બોલ્યા વિના અથવા ડીરેથી બોલીને ચૂપચાપ અવાય તે માનીને આગળ ગયો. વસ્ત્રો ધોતા ધોબીઓ જોયા-તેમનાં વસ્ત્રો ચોરો ચોરી જાય છે એટલે તે દિવસે લાકડી વગેરે લઈને ધોબીઓ છૂપાઈને બેઠા, શરીર નમાવીને બોલ્યા વિના છૂપાતો ધીરે ધીરે તે બાળક ત્યાં આવ્યો, ચોર સમજીને પકડયો ફટકારીને બાંધ્યો. સત્ય હકીકત કહેતાં છોડ્યો અને શીખવ્યુંઆવું ક્યાંક દેખાય તો કહેવું ખાર અહીં પડે અને શુદ્ધ થાય એમની શિક્ષા લઈને આગળ ગયો કોઈ ગામમાં ખેડૂતને ખેડતો જોયો, તે બોલ્યો “ખાર અહીં પડો શુદ્ધ થાઓ' વગેરે, ખેડૂતોએ પકડ્યો, માર માર્યો અને બાંધ્યો, સાચી વાત કહેતાં છોડ્યો, શીખવ્યું આવું ક્યાંય Page #392 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૭૩ દેખાય તો બોલવું. ‘અહીં ગાડામાં ભરાય, ઘણું થાય, સદાય થાય' એમ શીખીને ત્યાંથી આગળ ગયો. કોઈનું મડદું બહાર લવાતું જોઈને બોલ્યો ‘ગાડા ભરાય' વગેરે ત્યાં પણ પીટાયો, છોડાયો, શિખવાડાયો આવું જ્યાં જોઈએ ત્યાં બોલવું, ‘આવું આપને ક્યારેય ન થાય, આવાથી વિયોગ થાય'. એ વાત શીખી આગળ ગયો ત્યાં કોઈનું લગન થતું જોઈને બોલ્યો, ત્યાં પણ તે રીતે બંધાયો, મૂકાયો, શિખવ્યું, આવું બોલાય-‘હંમેશા આપ આવું જોવો, આ સંબંધ શાશ્વત થાઓ,' અહીં વિયોગ ન થાઓ, એ ક્યાંક બેડીમાં બંધાયેલા અધિકારીને જોઈ બોલ્યો-પીટાયો, બંધાયો, મૂકાયો, શીખવ્યો-‘એનાથી જલ્દી આવામાં વિયોગ થાઓ એવું ક્યારેય ન થાઓ.' ક્યાંક રાજાની સંધિ સંબંધી વાતચીત ચાલતી હતી તે સાંભળીને તે બોલ્યો ‘આવું કદી ન થાઓ.' વગેરે બોલ્યો-પીડાયો. એમ દરેક સ્થાને પીડાતો કોઈક કંગાલ ઠાકુરની સેવા શરૂ કરી ત્યાં એકવાર ઘરે ઠાકુરની પત્નીએ ભેંસ રાંધી અને વિચાર્યું ‘ગામસભાજન સમૂહમાં બેઠેલા ઠાકોરને ઠંડી થયેલી એ ખાવા યોગ્ય નહી રહે.’ એટલે પત્નીએ ઠાકોરને બોલાવવા ગામડિયાને મોકલ્યો તે પણ વચ્ચે જઈને બધાના સાંભળતા જોરથી બોલ્યો ‘ઠાકુર આવો ! જલ્દી ઘરે આવો ઘેંસ ખાઓ એ ઠંડી થવા માડીં છે.’ ઠાકોર શરમાઈને ઘરે ગયો. ખુબ મારીને શીખવાડ્યું-રાડપાડીને ઘરના પ્રયોજનો ન કહેવાય. પરંતુ વસ્ત્રથી મોઢું ઢાંકીને કાન પાસે આવીને ધીરેથી કહેવાય. એકવાર આગ લાગી રાજસભામાં ધીરે ધીરે આગળ રહી મુખને ઢાંકી તેના કાનમાં કહ્યું-ગભરાટથી ઠાકોર ઘર તરફ દોડ્યો. આખુ ઘર સર્વસ્વ સહિત બળી ગયું. ગુસ્સે થઈને ખુબ માર્યો અને કહ્યું-નિર્લક્ષણા પહેલાં જ ધૂમાડો નીકળતાં પાણી-ધૂળ-ભસ્મ વગેરે કેમ તે નાંખી ? અને જો૨થી બૂમ કેમ ન પાડી ? તે બોલ્યો હવે એમ કરીશ. ક્યારેક સ્નાન કરીને ઠાકોર ધૂપન માટે બેઠો, ઢાંકેલા કપડાના ઉપર અગુરૂની ધૂપ શિખા નીકળી. ગામડીયાએ જોઈ તેના ઉપર ઓસામણ ભરેલી મોટી તપેલી નાંખી, પાણી-ધૂળ-ભસ્માદિ પણ નાંખ્યું મોટા અવાજે બૂમ પાડી. તેથી આ અયોગ્ય છે એમ માની ઘરથી કાઢી મૂક્યો. એમ શિષ્ય પણ જેટલું વચન ગુરુ કહે તેટલું જ સ્વયં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-પરાભિપ્રાય-ઔચિત્યપરિજ્ઞાન વગરનો જે બોલે તેનો વચનાનનુયોગ કહેવાય જે દ્રવ્યાદિ ઔચિત્યથી બોલે તેનો અનુયોગ. ન : (૫) ભાવાનનુયોગ-અનુયોગમાં ૭ દૃષ્ટાંતો ઃ- (૧) શ્રાવકપત્તિ :- અણુવ્રત ગ્રહણ કરેલા એક તરુણ શ્રાવકને શ્રાવિકાની સખી ઉપર અત્યંત રાગ થયો. તેને પ્રાપ્તકરવાની ભાવનામાં દૂબળો થવા માંડ્યો શ્રાવિકાએ વ્યતિકર જાણ્યો, સ્ત્રી ચતુર હતી, બુદ્ધિપૂર્વક પતિને કહ્યું : ‘પ્રિય ! આટલા માટે જ દુઃખી થાઓ છો ? એમાં શું તકલીફ છે ? પહેલાં કેમ ન કહ્યું ? મારી સખી મારા વશમાં છે હું જેમ કહીશ તેમ ક૨શે માટે તમે જરા ય ચિંતા ન કરો' વગેરે વચનોથી સંતોષ પમાડીને બીજા દિવસે પતિને કહ્યું ‘મારી સખીએ વાત કબૂલી છે. પણ તે રાત્રીની ભાગ-૧/૨૪ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ શરૂઆતમાં તમારી પાસે આવશે અને શરમાળ હોવાથી દીવો ઓલી નાખશે” તે પછી શ્રાવકની પત્નિએ તરકીબ કરીને સખીના વસ્ત્ર શુંગાર જે શ્રાવકે જોયો હતો તે લાવ્યો. ગુટિકા દ્વારા અવાજ બદલ્યો અને રાત્રે શ્રાવિકા સખીના વસ્ત્રાભૂષણોવાળી સમસ્ત ભોગાંગવાળી રમણીય વાસ ભવનમાં આવી પ્રદીપ બુઝાવ્યો. વિવિધ ગોષ્ઠિ પ્રબંધપૂર્વક તેની સાથે રમ્યો. સવારમાં તે ગયા પછી શ્રાવકે વિચાર્યું-સકલસુરાસુર પ્રણમિત ચરણોવાળા જિનેશ્વરોએ જે હિત કહ્યું છે તે પરભવ ભાતું છે એવું શીલ મારા દ્વારા નષ્ટ કરાયું એવા પશ્ચાતાપ અગ્નિમાં બળતા હૃદયવાળો તે રોજ વધુને વધુ દુબળો થતો ગયો. પત્નીએ પૂછતાં ખેદપૂર્વક કહ્યું. મેં ચિરકાળથી પાળેલા વ્રતખંડન દ્વારા અકર્તવ્ય કર્યું છે એ ચિંતાથી હું દૂબળો થાઉ છું. એટલે પત્નીએ સંવેગ પામેલા અને પાછા ફરેલા તેને જાણીને યથાવૃત સર્વ સદ્ભાવ કહ્યો. એ સ્વસ્થ થયો એ રીતે સ્વપત્નિને પણ પરપત્નિના અભિપ્રાયથી ભોગવતા તેનો ભાવાનનુયોગ યથાવસ્થિત જાણવામાં ભાવાનુયોગ થયો. એમ ઔદાયિકાદિ ભાવોને સ્વરૂપવિપરિત પ્રરૂપતા ભાવાનુયોગ યથાવસ્થિત પ્રરૂપણામાં ભાવાનુયોગ. (૨) સાપ્તપદિક :- સપ્તવ્યસની કોઈ સેવકપુરુષ હતો. તે પુરુષ સાધુ વગેરેનો ધર્મ ક્યારેય સાંભળતો નથી. અને એમની પાસે જતો પણ નહિ. એવામાં વર્ષાઋતુ આવવા પહેલાં કેટલાંક સાધુઓ તે ગામમાં આવ્યા. તેમણે ગામમાં વસતિ યાચી. કોઈએ મશ્કરીમાં તે સેવકનું ઘર બતાવ્યું. સાધુઓ ત્યાં ગયા. વસતિ માંગી, તેને લાગ્યું કે કોઈએ સાધુઓની મશ્કરી કરી છે પણ હું તેને સાચી પાડીશ. એમ વિચારી કહ્યું “મહારાજ! બહુ સારૂ. આપ ભલે અહીં રહો પણ જ્યાં સુધી મારી હદમાં રહો ત્યાં સુધી મને કોઈ ઉપદેશ આપવો નહિ સાધુઓએ વાત સ્વીકારી પછી તેના ઘરે સાધુઓ ચાતુર્માસ રહ્યા. એણે સાધુઓને ઉપદેશ ન આપવાની શરતે વસતિ આપી. ચાતુર્માસ પૂરુ થતાં સાધુઓએ વિહાર કર્યો, એ મૂકવા માટે સાથે ગયો રસ્તામાં કહ્યું “હવે મારી સીમા પુરી થાય છે તમે ઉપદેશ આપી શકો છો જ્ઞાની ગુરુએ એ પ્રતિબોધ પામશે એમ જાણી સાપ્તાદિક વ્રત આપ્યું-પંચેન્દ્રિય પ્રાણીને મારવા ઇચ્છતા જેટલાં સમયે સાત પગલાં ભરાય તેટલો સમય પ્રતીક્ષા કરીને હણવો. એણે સ્વીકાર્યું સાધૂઓ ગયા. એકવાર એ સેવક રાત્રિમાં ચોરી માટે ક્યાંક ગયો. અપશકુનાદિથી થોડા જ સમયમાં પાછો આવ્યો. મારા વિના ઘરમાં કેવો સમાચાર છે એ જાણવા રાત્રિમાં ગુપ્ત રીતે જ પોતાના ઘરમાં પેઠો. તે દિવસે તેની બહેન અન્ય ગામથી આવી હતી તેણે કોઈપણ કારણે પુરુષવેશ પહેરીને નાચતા નટો જોયા હતા. જોઈને આવ્યા પછી અતિપ્રબળનિદ્રાવશ તે વેશમાં જ ભાભીની બાજુમાં પ્રદિપના પ્રકાશથી રમ્યવાસભવનમાં રહેલા પલંગ ઉપર જ ગાઢ સૂઈ ગઈ. અચાનક ઘરમાં પ્રવેશેલો તેના ભાઈએ પણ તે જોયું અને વિચાર્યું અહો મારું ઘર નષ્ટ થયું, કોઈ વિમ્ મારી પત્ની સાથે સુતો છે. ગુસ્સાથી તલવાર ખેંચીને મારવા જતાં વ્રત Page #394 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૭૫ યાદ આવ્યું. સાતપગલા જેટલો સમય પસાર કર્યો, એવામાં તેની બહેનનો હાથ ઉઘમાં તેની પત્નિના માથા નીચે આવ્યો. તે પીડાથી તે જાગીને બોલી. “સખી ! મારો હાથ મૂક, દુઃખે છે.” અવાજથી જાણ્યું આ તો મારી બહેન છે. તેથી અહો ! હું નિકૃષ્ટ છું જરાક માટે મેં આ અકાર્ય ન કર્યું. તેના અવાજથી સંભ્રમ પૂર્વક પત્નિ-બહેન જાગી ગયા. બધાએ પરસ્પર પોતાની ઘટના જણાવી. આવા અભિગ્રહમાત્રનું આવું ફળ જોઈને સંવેગ પામી દીક્ષા લીધી. ત્યાં પોતાની બહેનને પણ પરપુરુષ શંકાથી મારવાની ઇચ્છાવાળા તેનો ભાવાનનુયોગ યથાવસ્થિત જાણવામાં ભાવાનુયોગ કહેવાય. * . (૩) કોંકણબાળક ઃ- કોંકણના એક પુરુષને નાનો બાળક છે, પત્ની મરી ગઈ છે બીજીને પરણવાની ઇચ્છા છતાં શોકનો એને પુત્ર છે એટલે કોઈ આપતું નથી. જંગલમાં બાળક સાથે લાકડા લેવા ગયો. પિતાએ કોઈના ઉપર બાણ ફેંક્યું તે લાવવા બાળકને મોકલ્યો એટલામાં તેના દુષ્ટપિતાનું મન ફર્યું. પુત્રને મારવાની ઈચ્છા થઈ આ બાળકના કારણે મને કોઈ અન્ય પત્નિ આપતું નથી એટલે અન્ય બાણ ફેંકીને એ બાળકને વિંધ્યો, એટલે બાળક મોટેથી બોલ્યો-આ બાણ કેમ છોડ્યું? જે મને લાગ્યું છે એટલે નિર્દય પિતાએ બીજું બાણ છોડ્યું. બાળકે જાણ્યું. એ મને મારે છે એમ જાણીને મોટા સ્વરે રડતો રડતો તે નિર્દયીએ માર્યો. પહેલાં અન્ય ઉપર બાણ મૂકતા પિતા દ્વારા હું અનાભોગથી વિંધાયો એવું માનનાર બાળકનો ભાવાનનુયોગ કહેવાય. પછી યથાવસ્થિત જાણતાં તેનો ભાવાનુયોગ અથવા સંરક્ષણયોગ્ય તે બાળકને હું મારું એ અધ્યવસાયવાળા પિતાનો ભાવાનનુયોગ થયો. અને તેની રક્ષાનો અધ્યવસાય થાય તો ભાવાનુયોગ કહેવાય. એમ વિપરિત અવિપરિત પ્રરૂપણામાં ભાવાનનુયોગ અને ભાવાનુયોગ. | (૪) નોળિયો:- કોઈ સૈનિકની પત્નિ ગર્ભવતી થઈ. એના ઘરની વૃત્તિ આદિ આશ્રિત કોઈ નકુલીકા પણ તે પદાતિની પત્નિ સાથે એક રાત્રિમાં પ્રસવી. તેને નોળિયો અને સ્ત્રીને પુત્ર થયો, તે નોળિયો હંમેશા તેની પાસે રહે છે. એકવાર પદાતિપત્નિ દરવાજે ખાંડતી હતી. વચ્ચે ખાટલી ઉપર રહેલા બાળકને સાપ ડસ્યો, મરી ગયો. નોળિયાએ ખાટલેથી ઉતરતો સાપ જોયો અને ટૂકડા કરીને માર્યો. પછી દરવાજે રહેલી સ્ત્રી પાસે જઈને લોહીથી ખરડાયેલો એ વ્હાલ કરવા માંડ્યો તેણે જોયો. ત્યારે મારા પુત્રને એણે મારીને નક્કી ખાદ્યો છે. એમ વિચારી ગુસ્સાથી મુશળ ફટકારીને માર્યો. પુત્ર પાસે ગઈ, પુત્ર પાસે મરેલો સાપ જોયો. જાણ્યું સર્ષે મારા પુત્રને માર્યો અને સર્પને નોળિયે હણ્યો. તેથી હા ! આમ, નિરાપરાધ અને એવો ઉપકારી બિચારો નોળિયો મેં નિર્દયીએ માર્યો એમ વિચારી બમણા શોકમાં પડી પહેલાં અનપરાધિને અપરાધિ માનીને નોળીયાને હણતી તેનો ભાવાનનુયોગ પછી યથાવત્ જાણતાં પશ્ચાત્તાપ થયો તે ભાવાનુયોગ થયો જાણવો. Page #395 -------------------------------------------------------------------------- ________________ उ७६ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૫) કમલામેલા - દષ્ટાંત પ્રચલિત છે. દ્વારકાનગરીમાં બલદેવનો પુત્ર નિષધ હતો. તેનો પુત્ર સાગરચંદ્ર અત્યંત રૂપાળો અને બધાનો પ્રિય હતો. તે નગરીમાં અન્ય રાજાની પુત્રી કમલામેલા છે. તે અગ્રસેનના પુત્ર નભસેન કુમારને અપાઈ છે, પણ પરણી નથી. તે અરસામાં એકવાર નારદ સાગરચંદ્ર પાસે ગયો, સ્વાગતાદિ કરીને સાગરે પૂછ્યું. ભગવન ! ક્યાંય કોઈ આશ્ચર્ય જોયું છે? નારદ બોલ્યો-કમલામેલાનું ત્રણ ભુવનમાં આશ્ચર્યકારિ રૂપ જોયું છે. સાગરચંદ્ર-કોઈને અપાયેલી છે ? નારદ-અપાયેલી છે. પણ હજુ સુધી પરણાવી નથી. સાગરચંદ-મને કઈ રીતે મળશે ? નારદ-નથી જાણતો. એમ કહીને ગયો. સાગરચંદ્ર તો તે દિનથી માંડીને સુતા-બેસતાં ક્યાંય રતિ પ્રાપ્ત કરતો નથી. તે જ કન્યાને કૂલકાદિ ઉપર આલેખતો તેનો મંત્ર જાપ કરતો રહે છે. નારદ પણ કમલામેલા પાસે ગયો. સાગરચંદ્રનું સુરૂપ અને નભસેનનું કુરુપ કહ્યું. તે નભસેન ઉપર જલ્દીથી વિરક્ત અને સાગરચંદ્ર ઉપર આસક્ત થઈ. તેને આશ્વાસન આપી નારદ સાગર પાસે ગયો-વત્સ ! તે તને ઇચ્છે છે એમ કહ્યું. તે પછી વિરહાવસ્થાથી વ્યથિત સાગરચંદ્ર પ્રલાપ કરતે છતે પાછળ રહીને બે હાથથી શંબે તેની આખું ઢાંકી સાગર-શું કમલામેલા? શંબ બોલ્યો-હું કમલામેલા નથી. કમલાયેલો છું. સાગરે શબ જાણીને કહ્યું સાચું છે તું જ મને મેળાવશે. એ માટે બીજો કોણ સમર્થ છે?, પછી અન્ય યદુકુમારોએ દારુ પીવડાવેલા શંબે તેને અપાવવાની પ્રતિજ્ઞા કરી. મદભાવ ઉતરતાં શંબે વિચાર્યું અહો ! મે આળ સ્વીકાર્યું, આ વસ્તુ અશક્ય છે, આ પ્રતિજ્ઞા કઈ રીતે પૂરી થશે ? પછી શબે પ્રદ્યુમ્ન પાસેથી પ્રજ્ઞપ્તિ વિદ્યા માંગી, વિવાહ દિવસે ઘણા યાદવ કુમારો સાથે પરિવરિત તેણે સુરંગ પાડીને પિતાના ઘરથી કમલામેલાને બહારના ઉદ્યાનમાં લાવી. નારદને સાક્ષી કરીને સાગરચંદ્ર તેને પરણ્યો. પછી બધા વિદ્યાધર રૂપ કરેલા ઉદ્યાનમાં રમે છે. પિતા સસરા પક્ષના ગોતનારાઓએ વિદ્યાધરરૂપ કરેલી નવપરિણિતવેષ ધારણ કરેલી રમતી કમલામેલા જોઈ વિદ્યાધરોએ અપહરણ કરીને કમલામેલા પરણી એવું તેમણે વાસુદેવને કહ્યું. વિદ્યાધરો ઉપર ગુસ્સે થયેલો તે સૈન્ય સાથે નીકળ્યો. ઇત્યાદિ ત્યાં સાગરચંદ્રનો શંબને કમલામેલા માનતા ભાવાનનુયોગ, યથાવસ્થિત જાણતાં ભાવાનુગમ થયો કહેવાય. (૬) શાંબકુમાર:- જાંબુવતી ઘણીવાર કૃષ્ણ વાસુદેવ અને બીજા લોકો પાસેથી પોતાના પુત્ર શાંબકુમારના દોષો વિશે સાંભળતી. એકવાર તેણે કૃષ્ણ મહારાજાને આવીને કહ્યું કે - “મારા પુત્રને તમે લોકો બધા દોષનો ભંડાર કહો છો પણ મને તો એમાં એકે ય દોષ દેખાતો નથી” ત્યારે કૃષ્ણએ તેને કહ્યું ચાલ આજ તને તારા પુત્રના દોષો દેખાડું એમ કહી પોતે ભરવાડનું રૂપ લીધું અને જાંબુવતીને ઉત્કૃષ્ટ રૂપવાળી ભરવાડણનું રૂપ ધારણ કરાવ્યું. પછી બંને બહારથી ગોરસ માથે કરીને નગરમાં દાખલ થયા. આગળ ભરવાડ અને પાછળ ભરવાડણ ગોરસ વેચવા ચાલવા માંડ્યા. ત્યાં આવેલી ભરવાડણને જોઈને શાંબકુમારે તેને Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ ગુજરાતી પ્રશ્નોત્તર કહ્યું, “મારે તારૂં બધું દહીં લેવું છે. મૂલ્ય તું માંગે તે આપીશ. માટે મારા ઘરે ચાલ.” બંને જણ શાબની પાછળ ચાલ્યાં, એક શૂન્ય દેવકુળ આગળ આવીને શાંબે ભરવાડણને કહ્યું “આમાં પ્રવેશ અને દહીં નીચે મૂક' ભરવાડણ તેનો દુષ્ટ અભિપ્રાય જાણીને બોલી. “હું અંદર નહિ આવું અહીં રહીને જ દહીં આપીશ, તું લે અને મૂલ્ય આપ”. સાંબે કહ્યું “નહિ આવે તો જબરજસ્તીથી અંદર ખેંચી જઈશ.” એમ કહી તેનો હાથ પકડી ખેંચવા લાગ્યો. એટલે ભરવાડે પણ તે જોઈને તેનો બીજો હાથ પકડી લીધો. આ ખેંચતાણીમાં ગોવાળણના માથા પરથી દહીંની મટકી પડીને ફૂટી ગઈ. એટલે તે બંને જણાએ પોતાનું રૂપ પ્રગટ કર્યું, શાંબકુમાર શરમાઈને ત્યાંથી ભાગી ગયો. આ ઉદાહરણમાં માતાને ગોપાંગના માની તે શાંબને ભાવનો અનનુયોગ અને વાસ્તવિકતા જાણ્યા પછી માતારૂપે જાણતાં એને ભાવનો અનુયોગ જાણવો. (૭) શ્રેણિકના ક્રોધનું દષ્ટાંત - એકવાર મહામહિનાની કડકડતી ઠંડીમાં પ્રભુ વીર રાજગૃહનગરમાં સમવસર્યા. ત્યાં ભગવાનને વંદન કરવા શ્રેણિક મહારાજા ચલણા રાણી સાથે ગયા. વંદન કરીને પાછા ફરતા આવી શીતઋતુમાં આવરણ વિના મેરૂના શિખર જેવા નિષ્કપ અને કાયોત્સર્ગ ધ્યાનમાં રહેલા કોઈ મુનિને ચેલણાએ જોયા, એ ધર્યવાળા મુનિનું મનમાં ધ્યાન કરતી તે રાજમહેલમાં ગઈ, રાત્રીના સમયે ઠંડીથી રક્ષણ આપનારા વસ્ત્રો ઓઢીને સૂતેલી ચેલણાનો હાથ બહાર નીકળી ગયો અને અતિશય ઠંડીના કારણે અકડાઈ ગયો. આખા શરીરે ઠંડી ચડી ગઈ. એટલે રાણી એકાએક જાગી ઉઠી અને હાથ અંદર ખેંચી લીધો. મુનિના ગુણોથી આકર્ષાયેલી રાણી આશ્ચર્ય પામીને બોલી “અહો ! તે આ સમયે શું કરતા હશે?' આ શબ્દો પાસે સૂતેલા રાજાએ સાંભળ્યા, ઈર્ષ્યાથી શબ્દોનો વિપરિત અર્થ કર્યો. જરૂર એને એના કોઈ જારને સંકેત કર્યો હશે પણ તેની પાસે હું હોવાથી ત્યાં જઈ શકી નહી આવા વિચારથી રાજાનું ચિત્ત શંકાવાળું થયું. રાજા સવારે ઊઠી ભગવાન પાસે જવા નીકળ્યો. જતાંજતાં ક્રોધાવેશમાં અભયકુમારને બોલાવીને આજ્ઞા કરી “રાણી સહિત આખું અંતેપુર સળગાવી દેજે આ આજ્ઞા સાંભળીને અભયકુમારે વિચાર્યું રાજાએ કોઈ કારણસર ઉત્પન્ન થયેલા ક્રોધના કારણે આ આજ્ઞા કરી છે. “એ આજ્ઞાનું પાલન કરવાનું અને એના મુજબ કરવાનું થાય તો સુખકારી નહિ થાય' એમ વિચારી પાસે રહેલી એક જૂની હસ્તી શાળા સળગાવી અને પોતે ભગવાનને વંદન કરવા ચાલ્યો. શ્રેણિક ભગવાન પાસે આવીને પૂછે છે. “ભગવન્! ચલ્લણા સતી છે અસતી છે?” ભગવાને બોલ્યા “મહાસતી છે ભગવાનના વચનથી રાજાની શંકા દૂર થઈ. અને ક્રોધ શમી ગયો. આમ, અહીં સુશીલ ચેલણાને દુઃશીલ માનનાર રાજાને પહેલાં ભાવનો અનનુયોગ થયો અને પાછળથી યથાર્થ જાણવાથી ભાવનો અનુયોગ થયો. (૨) નિયોગ:- નિયત કે નિશ્ચિત કે હિત કે અનુકૂળ સૂત્રનો અભિધેય સાથે જે યોગસંબંધ તે નિયોગ. આ સભેદ-સલક્ષણ-સોદહરણ અનુયોગ જેમ જાણવો. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૩) ભાષા :- ભાષણ-ભાષા-વ્યાંગ-વાફ, તે અહીં વ્યક્તિ છે. શ્રુતની વ્યક્તિભાવમાત્ર રૂપા જ ગ્રહણ કરાય છે. અશેષવિશેષરૂપા વિભાષા નહિ. કારણ કે તે પર્યાય વિષય છે. ઉદાહરણ :- જેમ અવ્યક્ત અનવબુદ્ધવિશેષરૂપ શ્રુતભાવમાત્રવિષયના અવિજ્ઞાત વ્યક્તરૂપ શિષ્યની ભાષક દ્વારા અહીં વ્યાખ્યા વ્યક્ત કરાય છે, તે આ સામાયિક છે અથવા શસ્ત્રપરિજ્ઞાઅધ્યયન છે, અને આ સામાયિકાદિનો આ શબ્દાર્થ છે વગેરે. શ્રુતના વ્યાખ્યાતા ત્રણ પ્રકારે છે-ભાષક-વિભાષક-વાર્તિકકાર ત્યાં ભાષક-અવિજ્ઞાત વિશેષ સ્વરૂપ અર્થાત સામાન્ય શ્રુતમાત્રના વ્યુતતિ સહિત વિશેષનામરૂપે કહેવા દ્વારા કથન કરીને ચરિતાર્થ થાય છે. જેમ સમય ગાય: સામાયિ વગેરે. આ પ્રમાણે ભાષક સંબંધી ભાષાનું સ્વરૂપ છે. (૪) વિભાષા - અનેક પર્યાયોથી શ્રતનું વ્યક્ત કરવું વિભાષા, અથવા વિશેષથી ભાષા વિભાષા, ભાષાની અપેક્ષાએ શ્રુતને સવિશેષ વ્યક્ત કરવું, યાયઃ પર્યાયો યસ્યાં સી દિયરિયા વિભાષા ઉદાહરણ - જેમ કમિ ભંતે ! સામાથિ' વગેરે શ્રુત સામાયિક કહેવાય છે - સર્વ મુમુક્ષુઓના સમય-સંકેતમાં થયું હોય તે સામાયિક, સર્વે મુમુક્ષુઓ સર્વસાવદ્ય વિરમણ રૂપ એમાં જ આવીને પ્રથમ રહે છે. પછી ઉત્તરોત્તર ગુણ પ્રાપ્તિથી સર્વક્સેશોથી છૂટે છે. અથવા સચ્ચય મુક્ટ્રિમ પ્રવર્તન સ્માત્ તત્ સમયઃ સામાયિક જ કહેવાય છે. અથવા સામ સર્વજીવોને પ્રિય સામનો આય:પ્રાપ્તિ સામાય-સામાયિક અથવા સમર્થ રાગવૈષવિરહિતનો કાયઃ પ્રતિસમય અપૂર્વાપૂર્વકર્મનિર્જરાથી લાભ સમાય તે જ સામાયિક. આ રીતે સામાયિક શબ્દનો અલગ-અલગ પર્યાયથી અર્થ કરવો. આ બધી વિભાષા કહેવાય છે. (૫) વાર્તિક - વૃત્તિ-સૂત્રનું વિવરણ તેનું વ્યાખ્યાન-ભાષ્ય તે વાર્તિક. જેમકે, આ જ વિશેષાવશ્યક અથવા ઉત્કૃષ્ટદ્યુતવાળા ગણધરાદિ ભગવાનનું સર્વપર્યાયો દ્વારા જે વ્યાખ્યાન તે વાર્તિક અથવા વૃત્તિમાંથી-સૂત્રવિવરણથી સૂત્રાર્થાનુકથનરૂપ જે આવ્યું છે. અથવા જે સૂત્રમાં જેમ વર્તે છે તે સૂત્રના જ ઉપર ગુરૂપરંપરાથી આવેલું વ્યાખ્યાન તે વાર્તિક. નિશ્ચયનય મતે ઉત્કૃષ્ટદ્યુતજ્ઞાની જ વાર્તિક કરવાનું જાણે છે. બીજા નહિ. અથવા જે યુગમાં જે પ્રધાન-યુગપ્રધાન ભદ્રબાહુસ્વામી આદિ હોય છે. તે યુગપ્રધાન પાસેથી જે સ્થૂલભદ્રસ્વામી આદિ સર્વશ્રુત ગ્રહણ કરે છે તે વાર્તિકકૃત છે. અનુયોગચાર્ય જે કહ્યું તેનાથી ન્યૂન જે અન્યને કહે તે ભાષક, સમાન કહે તે વિભાષક અને પ્રજ્ઞાતિશયવાનું તેનાથી અધિક કહેનારો વાર્તિકકૃત આ ત્રણેયને કાષ્ટકમદિ ઉદાહરણોથી કહે છે. (૧) કાષ્ટ :- જેમ કાષ્ટ્રમાં કોઈ રૂપકાર આકાર માત્ર જ બનાવે છે, કોઈ તેમાં જ સ્થૂળ અવયવ રૂપ કાંઈક બનાવે છે અને ત્રીજો સુવિભક્ત વિચિત્ર ઉત્કૃષ્ટ સમગ્ર અંગોપાંગ Page #398 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૭૯ અવયવયુક્ત બનાવે છે. એમ, કાષ્ટરૂપ સામાયિકાદિ સૂત્ર ત્યાં ભાષક-કાંઈક અર્થ માત્ર જ બતાવે છે. વિભાષક-તેના જ અનેક પ્રકારે અર્થ કરે છે. અને વાર્તિકકાર સમગ્ર વ્યાખ્યા પ્રકારો વડે તેનો અર્થ જણાવે છે. (૨) લેપ્ય પૂતળું - જેમ પ્રથમ ઇન્દ્રાદિ સંબંધિ રૂપનો દષ્ટાકારમાત્ર થાય છે. પછી ક્રમે દષ્ટ વસ્તુના અવયવ થાય છે. પછી ક્રમે બનેલા તેના સંપૂર્ણ પર્યાય થાય છે, તેમ સૂત્રાશ્રયીને ભાષા-વિભાષા-વાર્તિક જઘન્ય-મધ્યમ-ઉત્તમ વ્યાખ્યાનરૂપ યથાસંખ્ય જાણવું. (૩) ચિત્ર - જેમ કોઈ લીસી સફેદ દિવાલ પર પ્રથમ પીંછી વગેરેથી તેના આલેખ્ય રૂપનાં લિખિતાકાર માત્ર થાય છે. પછી હરિયાલાદિ રંગોથી મળેલા ગૌરવર્ણાદિ સ્વરૂપ થાય છે. પછી બીજા કોઈ વિશેષ કલાકાર દ્વારા તે સમસ્ત કે સમાપ્ત પર્યાયવાળા આલેખ્ય ધર્મોવાળું થાય છે. મતલબ સંપૂર્ણ તૈયાર થાય છે. તેમ દિવાલ સ્થાનીય સૂત્ર છે, ત્યાં ભાષા-વિભાષા અને વાર્તિક થાય છે. . (૪) ભંડારી:- તે જેમ કોઈ આ તાંબાના કરંડિયાદિપાત્રમાં રત્નો છે એટલું જ જાણે, બીજો તે જ રત્નોના જાતિ અને માન પણ જાણે છે. ત્રીજો તાવાદિ રોગહરનાર, ક્ષુધા-તરસશ્રમ દુર કરનાર વગેરે ગુણોને પણ જાણે છે. અથવા જેમ ભંડારી કોઈક રત્નપાત્રમાં મરકતાદિ તેની જાતિને જાણે છે. બીજો માષ-વાલ-ગદ્યાનકાદિ તેનું માપ પણ જાણે છે. ત્રીજો પૂર્વોક્ત બધા ગુણોને જાણે છે. તેમ રત્ન ભાજન સ્થાનીય શ્રુતમાં અલ્પ-બહુ-બહુતર અર્થ જાણનારા ભાષકાદિ જાણવા. (૫) કમળ - અવિકસિત અવસ્થાવાળું કમળ હોય તેની પાછળથી ત્રણ અવસ્થા થાય છે. અલ્પવિકસિત તથા અર્ધવિકસિત તથા સંપૂર્ણ વિકસિત. એમ થતાં કમળ સુંદર રૂપવાળું જેમ કહ્યું તેમ સૂત્રાદિ ચતુષ્ક જાણવું-બીડાયેલું સૂત્ર, તથા બીજી ત્રણ અવસ્થા એમ ચારરૂપ. (૬) માર્ગોપદેશિક :- કોઈ ગામ નગરાદિનો માર્ગ, પૂછતા કોઈ દિશા વિભાગ માત્ર જ કહે છે, કોઈ ત્યાં રહેલ ગામ-નગર આદિ કહે છે. ત્રીજો માર્ગમાં રહેલ સમગ્ર ગુણ-ધર્મદોષનો વિચાર પણ કહે છે. એ રીતે, જેમ માર્ગનું દેશના ત્રણ પ્રકારે થાય છે તેમ ભાષાદિ પણ ત્રણ પ્રકારે જાણવા. આ બધા દષ્ટાંતોનો પરમાર્થ :- જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ વ્યાખ્યાઓ ભાષક-વિભાષક-વાર્તિકકાર કહેવાય છે. આ રીતે જિનપ્રવચનની ઉત્પત્તિ, પ્રવચનના એકાર્થિકો અને તેનો વિભાગ કહ્યો. હવે ક્રમપ્રાપ્ત પણ દ્વારવિધિને દ્રાવિહી જવ મહત્થા (ગા.૧૩૬૦) પૂર્વોક્ત કારણથી ઉલ્લંઘીને વ્યાખ્યાન વિધિને જ અહીં કહેવાની ઇચ્છાથી પ્રસ્તાવના કરે છે - Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ વ્યાખ્યાનવિધિ ગુરુ શિષ્યની યોગ્યતા વિશે દૃષ્ટાંતો (૧) ગાયનું દૃષ્ટાંત - કોઈ ધૂર્તની ઉપચિત સર્વાગ સુંદર સ્વરૂપવાળી પણ ગાય કોઈ એવા પ્રદેશમાં ચડી જતાં તેના પગ ભાંગી ગયા એટલે ઊભી થઈ શકતી નથી. એથી બેઠેલી જ રહે છે. તે પૂર્વે કોઈ મુગ્ધ ખરીદનારને તે રીતે બેઠેલી જ મૂલ્યથી આપી. અને ત્યાંથી ખસી ગયો. ખરીદનાર પણ જ્યાં તેને ઉઠાડે છે ત્યાં તે ઊભી થઈ શકતી નથી, એટલે તે રીતે રહેલી અન્યને મૂલ્યથી આપવા માંડી, તે દક્ષ હોવાથી દુધ વગેરે અવયવો જોવા માટે તેને ઉઠાડે છે. મૂલ ખરીદનાર એમ કરવા દેતો નથી. કહે છે મેં બેઠેલી જ ખરીદી છે. તું પણ તેમજ ખરીદ કોઈ ખરીદતું નથી. અને તેની મજાક કરે છે. હવે પ્રકૃતિમાં-ભાંગેલી બેઠેલી ગાયને જેમ કોઈ મુગ્ધ બેઠેલી જ ખરીદીને બેઠેલી જ અન્યને આપતો ખરીદનાર ઉપહાસનો વિષય હોવાથી અયોગ્ય છે. એમ આચાર્ય પણ એમ વિચાર્યા વિનાજ મેં આ શ્રુત ગ્રહણ કર્યું છે. તું પણ એમ જ ગ્રહણ કર એમ શિષ્યને કહેતો શ્રુત આપતો યોગ્ય થતો નથી. આવા સૂરિ પાસે સાંભળવું નહિ, સંશયવાળા પદોમાં નિશ્ચયના અભાવે મિથ્યાત્વગમનની આપત્તિ આવે. એટલે એ વ્યાખ્યાનનો અયોગ્ય કહેવાય છે. અવિકલ ગાય વેચનારની જેમ જે પણ મદક્ષમ, સુગંભીર, આક્ષેપનિર્ણયના પ્રસંગનો પાર કરનારો તે ગુરુ યોગ્ય કહેવાય છે. એમ ગુરુનું યોગ્ય-અયોગ્ય સ્વરૂપ બતાવીને શિષ્યનું કહે છે. મુગ્ધ ખરીદનારની જેમ એકાન્ત અવિચારિત ગ્રહણ કરનાર શિષ્ય પણ અયોગ્ય છે. અને જે સ્થાન વિચારમાં ક્ષમ-સમર્થ, આગ્રહ વગરનો, વિચાર યોગ્ય વસ્તુમાં વિચારક હોય તે સુપરીક્ષિત ગાયના ખરીદનારની જેમ શાસ્ત્ર સાંભળવા માટે યોગ્ય શિષ્ય છે. (૨) ચંદન કંથાનું દૃષ્ટાંત - દ્વારાવતી નગરીમાં વાસુદેવ-ગોશીષચંદનની દેવતા દ્વારા અપાયેલી ચાર ભેરીઓ હતી. સાંઝામિકી, ઔભૂતિકી, કૌમુદિકા પહેલી સંગ્રામકાળે સામંતાદિઓને જણાવવા વગાડાય છે. બીજી આવનારા કોઈ પ્રયોજનમાં સામંત-અમાત્યાદિ લોકને જ જણાવવા વપરાય છે. ત્રીજી કૌમુદી મહોત્સવાદિ ઉત્સવ જણાવવા વગાડાય છે, તેની પાસે ગોશીષ ચંદનની ચોથી ભેરી પણ હતી તે છ માસે વગાડાય છે. તેનો શબ્દ જે સાંભળે તેના અતીત-અનાગત પ્રત્યેક છમાસિક અશિવ ઉપશાંત થાય છે. આ પ્રકૃતિમાં ઉપયોગી ચોથી ભેરીની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે જણાવે છે-ક્યારેક સૌધર્મ દેવલોકમાં સમસ્ત દેવસભા આગળ ઇંદ્ર કહ્યું – જુઓ હરિ વગેરે સપુરુષો લાખ દોષમાંથી પણ ગુણ જ ગ્રહણ કરે છે, અને નીચ યુદ્ધથી લડતા નથી, આ વાતની શ્રદ્ધા ન કરતો કોઈ દેવ વિચારે છે એ કઈ રીતે સંભવે કે પરદોષ ગ્રહણ કરીને કોઈ રહી શકે ખરો? એમ ન જ થઈ શકે એમ વિચારીને આવ્યો અને બીહામણી Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ ગુજરાતી પ્રશ્નોત્તર કાળી અતિદુર્ગધિ એક મરેલી કુતરી વિકૃર્વિ તેના મુખમાં કંદ જેવી ઉજ્વલ સુંદર દંતપંક્તિ વિકુર્તી નેમિનિને વંદન માટે ચાલતા કૃષ્ણના માર્ગમાં તે કુતરૂં બતાવે છે ગંધથી આખું કૃષ્ણ સૈન્ય ભાગી ગયું. બધા બીજા માર્ગે જાય છે. કૃષ્ણ તો પુદ્ગલોના વિવિધ સ્વરૂપને ભાવતો તેજ માર્ગથી જાય છે. અને કુતરાનું મડદુ જોઈને ગુરૂપણાથી કહે છે. અત્યંત કોમળ કાળા વસ્ત્રાંચલ જેવા એનાં મુખમાં જુઓ, અહો ! મુક્તાવલિ જેવી નિર્મળ જ્યોન્નાવાળી દંતપંક્તિ કેવી શોભે છે? દેવ વિચાર્યું અમારા સ્વામીએ જે કહ્યું તે સાચું છે, ખરેખર મહાન વ્યક્તિઓ ગુણ જ જોવે છે, બીજાના દોષ નહિ. એક દિવસે દેવ કૃષ્ણના ઘોડાને હરી જાય છે. તેનું આખું સૈન્ય પણ તેણે જીત્યું, એટલે કૃષ્ણ જાતે તેની પાછળ પડ્યો. દેવે કહ્યું રત્નો જીતીને ગ્રહણ કરાય તેથી યુદ્ધ કરીએ. કેશવ કહે છે ખુશીથી યુદ્ધ કરીએ. પરંતુ હું રથમાં છું તું પણ રથ લે. જેથી યુદ્ધ સમાન થાય. દેવ તો રથ તથા ઘોડા-હાથી દ્વારા પણ યુદ્ધ સ્વીકારતો નથી. એટલે કૃષ્ણ બોલ્યો તે જ કહે. એટલે દેવ બોલ્યો-બંને વિપરિત ઉભા રહી પુતઘાતોથી લડીએ એટલે કૃષ્ણ દેવને કહ્યું જો એમ હોય તો હું હાર્યો. આ ઘોડો તું જ રાખી લે. હું આવા નીચ યુદ્ધથી ક્યારેય લડીશ નહિ. વિશ્વાસ થતાં દેવે પ્રત્યક્ષ થઈને કહ્યું. દેવાનાં દર્શન અમોધ હોય છે. કાંઈપણ માંગ કૃષ્ણ કહ્યું અશિવનો પ્રશમ કરનારી મહાભેરી આપ, દેવે આપી અને પોતાના આવવાનું પ્રયોજન કહીને ગયો. છ-છ માસે ભેરી વગાડાય છે. જે સાંભળે છે તેને પૂર્વોત્પન્ન રોગો નાશ પામે છે અને છ માસ સુધી નવા થતા નથી. કોઈ વાર એક વણિક દાહજવરથી અત્યંત પીડાયેલો ભેરીરક્ષકને કહે છે. દસ લાખ દીનાર લે અને મને ભેરીનો એક ટુકડો આપ, તેણે પણ લોભથી ભેરી કાપીને આપ્યો. અન્ય ચંદનથી ભેરીનો ટુકડો સાંધ્યો. આ પ્રમાણે બીજાને પણ ભેરીમાંથી ટુકડાઓ આપીને તે ભેરી સાંધાવાળી કરી દીધી. એકવાર અશિવમાં કૃષ્ણએ વગાડી સાંધાવાળી હોવાથી તેનો શબ્દ હરિની સભામાં પણ સભળાતો નથી, પછી હરિએ કંથીકરણ વ્યતિકર જાણ્યો. ભરીક્ષકને માર્યો અને અઠ્ઠમ કરી દેવને આરાધી નવી ભેરી પ્રાપ્ત કરી, કૃષ્ણએ બીજો ભેરી રક્ષક કર્યો તે યત્નથી રહે છે તેથી વાસુદેવને પણ ભેરીનો યોગ્ય લાભ થાય છે. જેમ ભેરીપાલકે ગોશીષ ચંદનની ભેરી ઇતરચંદનના ટુકડા સાથે ભેળવીને કંથા કરી એમ જે શિષ્ય સૂત્ર કે અર્થને પરમતથી ભેળવીને કે પોતાના જ અન્ય ગ્રંથથી મેળવીને કંથા કરે છે અથવા વિસ્મૃત સૂત્ર કે અર્થવાળો થવાથી અથવા હું જાતે જ સુશિક્ષિત છું. બીજા કોઈને ક્યારેય કાંઈપણ નહિ પુછુ એવા અહંકારથી પરમતાદિથી પણ ભેળવીને સંપૂર્ણ કરે છે. તે અનુયોગ શ્રવણને યોગ્ય નથી. એમ કંથીકૃતસ્ત્રાર્થવાળો ગુરુપણ અનુયોગ ભાષણને યોગ્ય નથી. પરંતુ, અવિનાશિત સૂત્રાર્થવાળા શિષ્ય-આચાર્યો અનુયોગને યોગ્ય બતાવ્યા છે. (૩) જીર્ણ શ્રેષ્ઠિની પુત્રીનું દષ્ટાંત - વસંતપુરનગરમાં જુના શ્રેષ્ઠિને રાજાએ પદથી ઉતારી નવો શ્રેષ્ઠિ કર્યો. તો પણ જીર્ણ શ્રેષ્ઠિની પુત્રીની નવશ્રેષ્ઠિની પુત્રી સાથે કોઈ રીતે મોટી Page #401 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રીતિ થઈ. જીર્ણશ્રેષ્ઠિની પુત્રી હૃદયમાંથી કાલુષ્ય મુકતી નથી. અમે એમના દ્વારા પદથી ભષ્ટ કરાયાં છીએ. એકવાર બંને તળાવમાં ગઈ આભરણો કિનારે મૂકી બંને નાહવા પ્રવેશી. જુના શેઠની પુત્રી જલ્દીથી બહાર આવી. બધાં ઘરેણાં લઈને ચાલી નીકળી. બીજીએ બૂમ પાડીને રોકી, તો પેલી બોલી તું કોણ છે ? તારા આભરણો ક્યાં છે ? મેં તો મારા જ લીધા છે એમ બોલતી અત્યંત ગુસ્સે થતી ઘરે ગઈ. પોતાના મા-બાપને કહ્યું તેઓએ માન્યું અને કહ્યું મૌન કરીને રહે. શું થાય છે તે જોયા કર બીજીએ પણ ઘરે જઈને તેના મા-બાપને કહ્યું. ઘરેણાં માંગ્યા. નથી આપતા. રાજકુળમાં ફરિયાદ થઈ, ન્યાયાધીશોએ સાક્ષી પુછ્યો કોઈ નથી બંને બાળિકાને બોલાવી જીર્ણશ્રેષ્ઠીની પુત્રીને કહ્યું. જો તારા ઘરેણાં હોય તો જલ્દી અમારા જોતાં પહેરીને બતાવ. શરૂ કર્યું પણ અભ્યાસ વગર અન્ય સ્થાનોચિત ઘરેણાં અન્યત્ર ગોઠવે છે. જે કોઈ સ્થાને પહેર્યા તે પણ ખરાબ જ લાગે છે. એ ક્ષુભિત હોવાથી કાંઈ જાણતી નથી. હવે નવશ્રેષ્ઠિપુત્રીને કહ્યું. તેણે સ્વભ્યસ્ત હોઈ સ્થાનૌચિત્યથી બધા ઘરેણાં જલ્દી પહેર્યા અને અત્યંત શોભે છે. ફરીથી તેઓએ કહ્યું આ જલ્દીથી ઉતાર. તેણે અનુક્રમે બધા તે જ રીતે ઉતાર્યા. ન્યાયાધિશોએ સદ્ભાવ જાણ્યો. શરીરનિગ્રહથી જીર્ણશ્રેષ્ઠિ દંડાયો. તેની પુત્રી અનર્થનું પાત્ર થઈ. એમ જીર્ણશ્રેષ્ઠિની પુત્રીની જેમ અસ્થાને અર્થોને જોડનાર ગુરુ-ગુરુપદ યોગ્ય થતો નથી, એ આ લોક-પરલોકમાં અસંખ્ય અનર્થોનું પાત્ર થાય છે. ગુરુએ વિધિથી કહેલા છતાં અજ્ઞાનાદિથી વિપરિત જોડનારો શિષ્ય પણ સાંભળવાને યોગ્ય નથી જ થતો કે કલ્યાણનો ભાગી પણ નથી થતો. સ્વસ્થાને જોડનાર શિષ્ય કલ્યાણનું ભાજન થાય છે. (શ્રાવક તેમજ બહેરાના ઉદાહરણો ગા.૧૪૧૨ ઉ૫૨થી જાણવાં) ૩૮૨ (૪) ટંકણવણિકનું દૃષ્ટાંત :- ટંકણ મલેચ્છો સોનાના બદલે દક્ષિણાપથથી આવેલા કરિયાણા લે છે, વેપારી તેમજ તેઓ એકબીજાની ભાષા જાણતા નથી. એટલે સોના તેમજ કરિયાણાનો ઢગલો કરાય છે. બંનેની ઇચ્છા જ્યાં પૂરી થાય ત્યાં સુધી જ્યાં સુધી એકની પણ ઇચ્છા પૂરી ન થાય ત્યાં સુધી સોના-કરિયાણાથી હાથ હટાવતા નથી. પૂરી થતા હટાવે છે. આમ પરસ્પર વ્યવહાર ચાલે છે. ઉપનય-જેમ બંને ઇચ્છિત-પ્રતીચ્છિત વ્યવહારથી વ્યાપાર કરે છે. તેમ આક્ષેપ-નિર્ણય-પ્રસંગદાન-ગ્રહણાનુવર્તી બંને શિષ્ય-આચાર્યો અનુયોગ યોગ્ય થાય છે. અથવા શિષ્ય ઔચિત્યાનતિક્રમથી સર્વ ગુરુવિનય કરે છે. ગુરુપણ શિષ્યોચિત્યથી સર્વશ્રુતદાન કરે. ગુરુવિનય અને શ્રુતદાન તે બંને ગ્રાહ્ય દેય ક્રયાણકમાં તે બંનેનો વિનિયોગ છે. તેથી ગુરુવિનય-શ્રુતપ્રદાન રૂપ ભાંડના વિનિયોગથી બંને શિષ્ય અને આચાર્ય કર્મનિર્જરા ન લાભ સહિત ટંકણક-વણિકની ઉપમાવાળા અનુયોગને યોગ્ય થાય છે. અયોગ્ય શિષ્યના લક્ષણો :- (૧) અનલ્યુપગત-શ્રુતસંપદાથી ઉપસંપન્ન ન હોય (૨) નિરૂપકારી-ગુરુનો અનુપકા૨ક સર્વરીતે ગુરુકાર્યોમાં અપ્રવર્તક (૩) આત્મછંદમતિ-પોતાની Page #402 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૮૩ મરજીથી કાર્યકરનારો (૪) પ્રસ્થિતક-જે જે અન્ય કોઈપણ શિષ્ય જવાની ઇચ્છાવાળો હોય તેની સાથે જવાને તૈયાર થનાર (૫) ગંતુકામ-સદા જવાની ઇચ્છાવાળો જ હોય કહે આ ગુરુપાસે કોણ રહે ? આ શ્રુતસ્કંધ સમાપ્ત કરો, તેથી જાઉ. એવા ચિત્તવાળો હંમેશા રહે, આવો શિષ્ય શ્રવણાયોગ્ય કહેવાય છે. યોગ્યશિષ્યના ગુણો :- (૧) વિનયાવનત (૨) કૃતપ્રાંજલી (૩) છંદાનુવર્તી. (૧) વિનયાવનત :- ગુરૂને વંદન કરે, તેમની પાસે ભણે અને પૂછે અને ગ્રહણ કરે. (૨) કૃતપ્રાંજલી :- કાંઈ પૂછતાં ગુરૂ સામે બે હાથ જોડીને ઊભો રહે. (૩) છંદાનુવર્તી :- ગુરૂને જે સંમત હોય તેને સ્વીકારે, તેનું સમર્થન કરે, તે કાર્ય પોતે કરે અને બીજા પાસે કરાવે. અન્ય પ્રકારે યોગ્ય-અયોગ્ય શિષ્યના દૃષ્ટાંતો ઃ- ઉદાહરણો ૨ પ્રકારે હોય છે–ચરિત, કલ્પિત, કલ્પિત ઉદાહરણ :- (૧) મુદ્ગશૈલ :- કોઈ જંગલમાં પર્વતની નજીક નિબિડ મગની જેમ ગોળ-શ્લઙ્ગ વગેરે ધર્મવાળો કાંઈક પૃથ્વીમાં ખૂંચેલો કાંઈક સપ્રકાશ ચકચકાટવાળો બોર જેટલો નાનો મગશેલ હતો. તે બોલે છે. મને પાણી ભીનો કરવા કે તોડવા સમર્થ નથી. એ વાત કોઈ નારદ જેવા પાસેથી સાંભળી સંવર્તક નામનો મહામેઘ આજે તેનો ગર્વ તોડું એવું વિચારી તે મગશેલ ઉપર નિરંતર મુશળધાર વર્ષે છે. સાત દિવસ-રાત વરસીને શાંત થયો. જાણે કે મગશેલને પલાડીને ટુકડા-ટુકડા કરી નાંખ્યા હોય, પાણી દૂર થતાં સુતરાં ઉજ્જવળ થયેલો એ ચકચકાટ મારતો મગશૈલ ફરીથી ગર્જે છે હું ભીનો થયો કે નહિ બરાબર જો હે પુષ્કરાવર્ત ! કેમ એમ ઊભો છે ? તુષના તણખલાના ત્રીજા ભાગ જેટલો પણ મને હજુ સુધી ભેદયો નથી, એટલે લજ્જિત થયેલો મેઘ પોતાના સ્થાને ગયો. એ પ્રમાણે ઉપનય-કરોડો વચનોદ્વારા પણ જેનું ચિત્ત ભેદાતું નથી. તે મગશૈલ જેવો શિષ્ય માનીને પણ ગ્રાહક ગુરુ હું એને ગ્રહણ કરાવીશ આચાર્યક્ષેત્ર તખ્ખાડ્યું ઋિષ્યો નાવવુધ્યતે । ગાવો ગોપાલવેનૈવ તીથૅનાવતારિતા એવા શ્લોકથી વિભુમિત મતિગર્વથી પ્રતિજ્ઞા કરી આવેલો અને મોટા આડંબરથી ભણાવવાનું શરૂ કર્યું. તોપણ મગશૈલ જેવો શિષ્ય અક્ષર પણ ગ્રહણ કરતો નથી જેમ પુષ્કરાવર્તનો મેઘ થાક્યો તેમ લાંબો સમય ક્લેશ અનુભવીને થાકે છે. તેમ વિલક્ષ થયેલો અને લજ્જિત થયેલો આચાર્ય પાછો ફરે છે. એવા શિષ્યને સૂત્રાર્થ દાનમાં આગમમાં પ્રાયશ્ચિત કહ્યું છે. કારણ કે એવા અયોગ્ય શિષ્યને સૂત્રાર્થ આપનાર આચાર્યની નિંદા થાય છે. લોકો એમ કહે કે - આ આચાર્યમાં ભણાવવાની શક્તિ નથી. અથવા એવું ઉત્તમ જ્ઞાન પણ નથી. વળી એવા શિષ્યને ભણાવતાં આચાર્યને પણ સ્વાધ્યાયમાં વિઘ્ન થવાથી સૂત્રાર્થનો નાશ થાય છે, એથી બીજા શિષ્યોને પણ સૂત્રાર્થની હાનિ થાય છે. મગશેલના પ્રતિપક્ષ ઘનનું દૃષ્ટાંત :- જેટલી વૃષ્ટિ દ્વારા આકાશબિંદુઓ દ્વારા મોટો સાગર ભરાય તેટલા પ્રમાણ જલ વરસાવતો મેઘ દ્રોણમેઘ કહેવાય છે. એ વરસતા છતાં કાળી Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ભૂમિમાંથી એ પડેલા મેઘનું પાણી અન્યત્ર જતું નથી. પણ તેમાં જ પ્રવેશે છે. તેમ, તે કોઈ શિષ્ય હોય જે ગુરુએ કહેલું ઘણું પણ અવધારણ કરે છે. છતાં એકે ય અક્ષર બાજુમાં જતો નથી, આવા સૂત્રાર્થગ્રહણ-ધારણ સમર્થ શિષ્યમાં સૂત્રાર્થનું શિષ્ય-પ્રશિષ્ય પરંપરા પ્રદાનથી અવ્યવચ્છેદ કરનારમાં સૂત્રાર્થ જાત આપવું અન્ય આગળ કહેલા મગશેલ જેવામાં નહિ. કેમકે તેથી આગળ જણાવેલા દોષો પ્રાપ્ત થાય છે. (૨) ભાવિત ઘડો - ઘડા બે પ્રકારના હોય છે. (૧) નવા પકવેલા ન વપરાયેલા હોવાથી હજુ સુધી કુલ-જલ-તૈલાદિથી અભાવિત, (૨) વાપરેલા હોવાથી ભાવિત. ભાવિત ૨ પ્રકારના (૧) સુગંધી ગુલાબ-પટવાસાદિ પ્રશસ્ત વસ્તુઓથી ભાવિત (૨) દારૂ-તેલ આદિ અપ્રશસ્ત વસ્તુઓથી ભાવિત. પ્રશસ્તભાવિત ૨ પ્રકારના (૧) તે ભાવ વમવા શક્ય-વાગ્યે (૨) એનાથી વિપરિત અવાચ્યું. એ રીતે અપ્રશસ્તભાવિત પણ વમ્યાવસ્ય ભેદથી બે પ્રકારના. જે પ્રશસ્ત વસ્યા છે તે અગ્રાહ્ય છે. તથા જે અપ્રશસ્તભાવ અવાચ્ય છે, તે પણ અગ્રાહ્ય છે. તેમના વિપરિત જે પ્રશસ્તભાવ નહિ તજનારા અને અપ્રશસ્તભાવ તજનારા ઘડા હોય તે ગ્રાહ્ય, આદય, સુંદર હોય છે. આ દ્રવ્ય ઘડા કહ્યા. ભાવ ઘડા પણ પ્રશસ્ત-અપ્રશસ્ત ગુણ જલાધાર હોવાથી શિષ્ય જીવો એ રીતે જ ભાવિતા ભાવિત ભેદથી જાણવા. આ પક્ષમાં ફક્ત કુપ્રવચન-અવસત્રાદિથી ભાવિત-અપ્રશસ્ત ભાવિત કહેવાય છે. જે સંવિગ્ન સાધુઓથી ભાવિત-પ્રશસ્ત ભાવિત પ્રશસ્તભાવિ વામ્ય અને અપ્રશસ્ત ભાવિત વાગ્યે એ બંને અગ્રાહ્યા બીજા ગ્રાહ્યા - ભાવિત કુટપક્ષ. અભાવિત કુટપક્ષ:- ૪ પ્રકારે છિન્ન, ભિન્ન, ખંડ, આખો, કોઈ ઘડો છિદ્રવાળો, કોઈ ભિન્ન-રાજીવાળો ત્રીજો ભાંગેલા કાંઠાવાળો-ખંડ, ચોથો આખો. જેમ એ ઘડાઓમાં ભરેલ પાણી ન્યૂનાધિક ચાલ્યું જાય છે, તેમ આ ચારેય ભેદોની દષ્ટાંતાશ્રયી પ્રરૂપણા-કોઈ શિષ્ય શ્રતગ્રહણાશ્રયી છિન્ન ઘડા જેવો હોય છે. તેને શ્રત આપતાં જરા પણ રહેતું નથી, બીજો આપેલું શ્રત થોડો સમય સુધી ટકે એવો કોઈ ભિન્ન ઘડા જેવો હોય છે. કાંઠા ભાંગેલા ઘડા જેવા શિષ્યમાં ઘણું ટકે અને ઉપરનું થોડું નાશ પામે છે. તથા આખા ઘડા જેવા શિષ્યને આપેલું શ્રુત લાંબો સમય સુધી ટકેલું રહે છે. એમ ભાવના કરવી. (૩) ચાલની - શૈલ-છિદ્રકુટ-ચાલની નામના શિષ્યો ગુરુપાસે વ્યાખ્યાન સાંભળીને, ઉઠીને અન્યત્ર ગયેલા પરસ્પર વાત કરે છે. છિદ્રઘટ શિષ્ય :- ત્યાં ગુરુ પાસે બેસેલા મેં તેમને કહેલું યાદ કર્યું હવે કાંઈ યાદ નથી. છિદ્રઘડો એવો જ હોય છે તે પણ સ્થાને રહેલો નાંખેલું ધારણ કરે છે પણ ઉપાડીને બીજે લઈ જતાં કાંઈ રહેતું નથી. હવે ચાલની શિષ્ય :- છિદ્રકુટ તું સારો છે, જે ગુરુ પાસે રહીને તે અવધારણ કર્યું પછી જ ભૂલ્યો. મને તે ગુરુપાસે રહેવા છતાં એક કાનથી પેસે અને બીજાની નીકળે છે. હૃદયમાં કાંઈ રહ્યું નહિ કાણાવાળી ચાલની Page #404 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર પણ જલાદિ ઉપરના ભાગે નંખાય અને નીચેની નીકળી જાય છે. કાંઈ રહેતું નથી તેની ઉપમાવાળો શિષ્ય પણ એવો જ કહ્યો છે. હવે, એ બંને ને સાંભળી શૈલ શિષ્ય બોલ્યો :તમે બન્ને ધન્ય છો, કે તમારા કાનમાં ગુરુએ કહેલું કાંઈપણ પ્રવેશે છે અને નીકળે છે મને તો એ પણ નથી. કાંઈ પણ તેમનું કહેલું અંદર પ્રવેશતું જ નથી. પથ્થર આવા જ હોય છે. ચાલનીના ઉદાહરણનું સ્વરૂપ અને ત્રણેયનો પરસ્પર વિશેષ કહ્યો. હવે ચાલનીનો પ્રતિપક્ષ કહે છે. ૩૮૫ તાપસોનો ભોજનાદિ નિમિત્ત ઉપકરણ વિશેષ ‘ખઉકઠિનક’ કહેવાય છે. તે વાંસ અને શુંબાદિ દ્રવ્યને અત્યંત ઝીણું કૂટીને કમઠકાકાર કરાય છે એ અત્યંત નિબિડ હોવાથી એમાંથી પાણી પણ નાંખેલું ટપકતું નથી એમ શિષ્યપણ ગુરુએ કહેલું બધું જ ધારણ કરે છે જે ધારણ કરેલું ભૂલતો નથી તે ગ્રાહ્ય, ચાલની સમાન-અગ્રાહ્ય. (૪) પરિપૂણક :- સુગરી-ચકલીએ બનાવેલ માળો, તેનાથી ઘી ગળાય છે. તેમાં કચરો રહે છે ઘી ગળાઈને નીચે પડે છે. આવા પ્રકારનો શિષ્ય-શ્રુત સંબંધિ ગુણો બધાય ઘીની જેમ ગળે છે અને ઘીના કચરા જેમ દોષો તેનામાં રહે છે. એ શ્રુતના દોષો જ ગ્રહણ કરે છે અને ગુણો સર્વથા ત્યાગે છે એટલે અયોગ્ય. પ્રશ્ન-૭૧૪ – સર્વજ્ઞની પ્રમાણતાથી તેનો પ્રવર્તક સર્વજ્ઞ છે એ કારણથી જિનમતમાં કોઈ દોષો નથી તો કઈરીતે એના દોષોને કોઈ પરિપૂર્ણક જેવા શિષ્ય ગ્રહણ કરશે ? કારણ કે દોષ તો ત્યાં છે જ નહી. ઉત્તર-૭૧૪ – બરાબર છે, જો કે જિનમતમાં દોષો નથી તો પણ અનુપયુક્ત ગુરુનું કથન છે તેને આશ્રયીને દોષો હોય પણ, અથવા અયોગ્ય શિષ્યાશ્રયી જિનમતમાં પણ તેને કલ્પેલા દોષો હોય. અપાત્ર શિષ્યો નિર્દોષ જિનમતમાં પણ ન હોવા છતાં દોષો ઉત્પન્ન કરે છે. જેમકે - તેમાનાં કેટલાક એમ કહે છે કે આ બધાં સૂત્રો પ્રાકૃતભાષામાં રચેલાં છે માટે કોને ખબર કે આ બધા સૂત્રો રચેલાં હશે ? એટલે એમાં વિશ્વાસ ન રાખી શકાય. વળી, કેટલાક કહે છે સાધુઓ આરંભ પરિગ્રહ છોડી નિગ્રંથ બને છે ને ચારિત્ર પાળે છે, પણ દાન નથી આપી શકતા તો તેવા ચારિત્રથી શું કલ્યાણ થવાનું ? કોઈ કહે છે આ બધા શાસ્ત્રોમાં વારંવાર છજીવનિકાય, પ્રાણાતિપાતાદિ વિરમણ મહાવ્રતો, નિંદ્રાદિ પ્રમાદો અને તેના પરિહારનું વર્ણન છે. તે બરાબર નથી. કારણ કે, એક વખત કહેવાથી જ તે સમજાવી શકાય છે. વળી, વસ્તુતત્ત્વને નહિ જાણનારા કોઈ કહે છે-મોક્ષપ્રાપ્તિ માટે રચેલા શાસ્ત્રોમાં જ્યોતિષ્ચક્રની ગણતરી, યોનિપ્રાભૂતાદિથી સુવર્ણસિદ્ધિનું પ્રતિપાદનની શું જરૂર ? સામાન્ય બુદ્ધિવાળા કોઈ કહે છે જ્ઞાન તો મોક્ષપ્રાપ્તિ માટે છે તેમાં કાળ કે અકાળ વળી કેવો ? આમ, કહી સર્વજ્ઞના શાસ્ત્રોમાં પણ દોષો કહેવા તૈયાર થાય છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૫) હંસઃ- દુધ અને પાણી ભેગું કરીને કોઈ હંસને પીવા માટે આપે તે તેમાં ચાંચ નાંખે તેની જીભ સ્વભાવથી જ ખાટી હોય છે. તે ખાટી જીભના હેતુથી પાણીમાં રહેલું દુધ ફાટીને કુચા બિંદુરૂપ પરપોટા થાય છે. તેથી પાણીને છોડીને તે પરપોટા થયેલું દુધ હંસ પી જાય છે તેમ સુશિષ્ય પણ ગુરુના પાણી જેવા દોષોને છોડીને દૂધ જેવા ગુણોને ગ્રહણ કરે છે. (૬) મહિષ - પાડો પોતાના ટોળા સાથે કોઈ તળાવમાં જઈને તેમાં પેસી આલોટવાપલોટવા દ્વારા તેના પાણીને ઘમરોળે છે. એટલે ડહોળાયેલું પાણી તે પોતે પીતો નથી કે ટોળું પણ પીતું નથી, એમ કુશિષ્ય પણ વાચના માંડલિમાં બેઠેલો ગુરુ કે અન્ય શિષ્ય સાથે કલહ કરે છે. અથવા કાંઈક વિકથા પ્રબંધ ચલાવે છે. સંબદ્ધ-અસંબદ્ધ અયોગ્ય વગર સમયની ઉપર ઉપરની પૃચ્છાઓથી તેવી રીતે વ્યાખ્યાન ડહોળે છે કે જેથી પોતે પણ કાંઈ સમજતો નથી કે બીજા શિષ્યોને પણ કાંઈ સમજાતું નથી. (૭) ઘેટું - પાણી ભરેલા ખાબોચિયામાં સંકુચિત અંગવાળો ઘેટો પાણી પીએ છે. તેને ડહોળું કરતો નથી. મુખ આગળના ભાગમાં નાનું અને કોમળ હોવાથી આગળના પગોથી નમીને તીક્ષણ મુખથી એ એવી રીતે પાણી પીએ છે કે જેથી સર્વથા ડહોળાય નહિ તેમ સુશિષ્ય પણ તેવી રીતે ગુરુ પાસેથી પૂર્ણ શ્રુત ગ્રહણ કરે છે કે જે રીતે તેને અથવા પર્ષદાને કોઈપણ મનની બાધાદિ કાલુષ્ય થતું નથી. (૮-૯) મચ્છર-જલૂક :- જેમ મચ્છર જીવને પીડા કરે છે. તેથી વસ્ત્રના છેડાદિથી તિરસ્કારીને દૂર કરાય છે. તેમ કુશિષ્ય પણ જાતિ આદિ દોષો ઉઘાડવા દ્વારા ગુરુને પીડે છે. એટલે કાઢી મૂકાય છે. અને જલુકા લોહી પીએ છે. પણ લોહીવાળાને પીડા કરતા નથી. તેમ સુશિષ્ય પણ ગુરુ પાસેથી શ્રુતજ્ઞાન પીએ છે. પણ જાતિ ઉઘાડવાદિથી દુઃખી કરતો નથી. (૧૦) બિલાડી:- જેમ દુષ્ટ બિલાડી તેવા સ્વભાવથી તપેલીમાંથી દૂધ જમીન પર ઢોળીને પીએ છે, તેમાં રહેલું નહિ તેથી તે દુધ તેને તેવું કાંઈ પ્રાપ્ત થતું નથી. એમ વિનયથી ભ્રષ્ટ કુશિષ્ય ગોષ્ઠા માહિલની જેમ પર્ષદામાંથી ઉઠેલા વિંધ્યાદિની પાસે શીખે છે. તેમના વિનયકરણ ભયથી ગુરુ પાસે શીખતો નથી. દુષ્ટ બિલાડી સ્થાને કુશિષ્ય, ભૂમિ કલ્પ, પર્ષદામાંથી ઉઠેલા શિષ્યો ઢોળાયેલું દુધ-તેમના પાસે રહેલુ શ્રત શ્રવણ. (૧૧) જાહક - જેમ પાત્રમાં રહેલું દુધ થોડું થોડું પીને પછી જાહક-સેહુલક ભાજનની આજુબાજુ ચાટે છે. ફરી થોડું પીને વાસણ ચાટે છે. વારંવાર આમ કરીને બધું દુધ પીએ છે. એમ મતિમાન શિષ્ય આગળનું ભણેલું કૃતજિત પરિચિત કરી ફરી નવું ભણે છે. એમ વારંવાર કરતો ગુરુપાસેથી સમગ્ર કૃત ભણે છે અને ગુરુને દુઃખી કરતો નથી. Page #406 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૮૭ (૧૨) ગાય :- કોઈ યજમાને વેદાન્તર્ગત ગ્રન્થવિશેષના અધ્યયન નિમિત્ત ચરણ શબ્દવાચ્ય ચાર બ્રાહ્મણોને ગાય આપી અને કહ્યું – તમારે વારાફરથી આ ગાય દોહવી. અને બીજા પણ ચાર બ્રાહ્મણોને એક ગાય આપી એમ જ કહ્યું. પહેલાના ચારમાંથી એક વડીલ બ્રાહ્મણે ઘરે લઈ જઈને ગાય દોહી અને ચારો આપવાના સમયે વિચાર્યું-કાલે બીજો બ્રાહ્મણ આ ગાયને દોહશે તો આજે એને નિરર્થક ચારો શા માટે આપું? કાલે બીજો તેને આપશે એમ વિચારી ચારી ન આપી, બીજા દિવસે બીજાએ પણ તેમજ કર્યું. ત્રીજા દિવસે ત્રીજાએ અને ચોથા દિવસે ચોથા એ પણ એમ જ કર્યું. એમ ચારા વગરની દેહવાથી કેટલાક દિવસે ચારે ચરણ બ્રાહ્મણો સંબંધિ તે ગાય મરી ગઈ. તેથી તે બ્રાહ્મણોને ગોહત્યા લાગી, લોકમાં નિંદા થઈ અને હાનિ થઈ, બીજા કોઈ પાસેથી ગાયાદિનો લાભ ન થયો. અને બીજા જે ચારે ગાય મેળવી તેમાંથી પહેલા બ્રાહ્મણે દોહીને વેળાસર ચારો આપતાં વિચાર્યું-લોકમાં મારી નિંદા ના થાય અને ગોહત્યા મને ન લાગે એટલે એને ચારી આપું. જો નહિ આપું તો કલંકવાળા અમને ફરી કોઈ ગાયાદિ કાંઈ પણ નહિ આપે, અને બીજું એને ચારી આપવામા શું દોષ છે? ઉલટાનો ગુણ જ છે, જેથી ચારીથી પુષ્ટ થયેલી એને ફરીથી વારાથી આવેલી અમે જ દોહીશું. અથવા અન્ય બ્રાહ્મણ પણ એને દોહે તો અમારો જ ઉપકાર છે. એમ માનીને તેણે ચારો આપ્યો. એ રીતે બીજાઓએ પણ ચારો આપ્યો, એટલે ગાય બચી, સૌને દૂધ મળ્યું, અને તેમની પ્રશંસા થઈ. ઉપનય:- ગુરુના વિનયકાર્યમાં સ્વગચ્છમાં દિક્ષિત શિષ્યો વિચારે છે-આવનારા શિષ્યોનો આ ગુરુના વિનય કરવા રૂપ આચાર છે આપણે શું? અત્યારે તેઓને જ ગુરૂ પ્રિય છે, માટે વિનય કરવાની ફરજ એમની છે. એ નવાઓ પણ એમ જ વિચારે છે. આ આચાર પોતાના શિષ્યોનો જ છે. આજે આવેલા-કાલે જનારા આપણે શું? એમ વિચારી બંને ગુરુનું કાંઈપણ વિનય-વૈયાવચ્ચાદિ કરતા નથી. તેથી ગુરુ સીદાય છે. તેથી તેમને સૂત્રાર્થની હાનિ થાય છે, અને અન્યત્ર ગયેલા પણ તે દૂર્વિનીતોને સૂત્રાર્થ દુર્લભ છે, અને નિંદાદિ દોષો તો જાતેજ વિચારવા. આ દુર્વિનીત શિષ્યોનો ઉપનય કહ્યો. સુવિનિતમાં તેનાથી વિપરિત સમજી લેવું. (૧૩) ભેરી - આ દષ્ટાંત ગાથા ૧૪૩૪ ના ભેરીના દષ્ટાંત ઉપરથી જાણવું. (૧૪) ભરવાડણ :- કોઈ ગામ કે ગોકુળમાંથી ઘીના ઘડાનું ગાડું ભરીને ભરવાડભરવાડણ વેચવા માટે શહેરમાં આવ્યા. વેચવાના સ્થળે ગાડાના નીચે ભરવાડણ ઉભી રહી અને ભરવાડ ઉપર રહીને ઘીના ઘડા આપે છે. આપવા, લેવામાં અનુપયોગથી ઘડો ફુટતાં ભરવાડણ કહે છે-હે અભાગીયા ! નગરની યુવતીઓના મોઢા જોતા તે આ ઘડો મેં લીધા વગર જ છોડ્યો એટલે ફૂટ્યો. ભરવાડ કહે છે – રાંડ ! નગરના યુવાનોના મોઢા જોનારી Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ તેં જે આ ઘડો બરાબર પકડ્યો નહિ એટલે ફૂટ્યો. એમ બંનેમાં કજિયો થયો. તેણે ભરવાડણને પીટી તે બંને ઝઘડતાં બીજું પણ ઘણું ઘી ઢોળાયું. મોડું થયું હોવાથી વેચેલા ઘીથી ધનલાભ પણ ઓછો થયો અને બીજા સાથિઓ ઘી વેચીને ચાલ્યા ગયા. અને તે બંને એકલા જતાં ઘીના પૈસા, ગાડું, બળદ બધું ચોરો ચોરી ગયા. ઉપનય:- સૂત્રાર્થની ચિંતનિકાદિ અવસ્થામાં વિતથ પ્રરૂપણા કરતો કે ભણાવતો શિષ્યગુરુદ્વારા શિખામણ અપાતાં બોલ્યો-તેમ જ મને આમ કહ્યું છે કે ભણાવ્યો છે. એટલે આ તમારો જ દોષ છે, મને કેમ શિખામણ આપો છો ? આચાર્ય :- મેં એમ જણાવ્યું નથી, કુશિષ્ય-સાક્ષાત્ મારી સામે આ રીતે સૂત્રાર્થ આપીને તમે છૂપાવો નહિ. એમ કહેવાયેલ આચાર્ય મનમાં કોઈપણ વિચારતાં તે નાલાયક શિષ્ય ફરી બોલ્યો-બળદ ઉપરથી પડેલાં હોય એમ શું વિચારો છો ? ભવ્યગતિથી ઉપયોગ કરીને ફરી સૂત્રાર્થ આપો. અસત્ય સૂત્રાર્થ આપવામાં ફક્ત તમે અને હું ક્લેશ જ અનુભવશું. આમ, પોતાનો દોષ ન માનવા અને ગુરુને દોષિત ઠરાવવા દ્વારા ભરવાડ યુગલની જેમ ગુરુ-શિષ્યનો ઝઘડો થાય છે. એટલે વાચનાનો વિચ્છેદ થાય છે અને સૂત્રાર્થનો નાશાદિ દોષો થાય છે. પ્રતિપક્ષ દૃષ્યત :- બીજો ભરવાડ પત્નિ સાથે તે રીતે નગરમાં ગયો. પત્નીને ઘડો આપતાં તૂટ્યો અહો ! મેં અનુપયોગથી આપ્યો. એમ બોલતો જલ્દી ગાડા ઉપરથી ઉતરીને ઠીકરાથી ઘી ભેગું કરે છે. પત્ની પણ ધિક્ અનુપયોગથી મે ઘડો બરાબર પકડ્યો નહિ. એટલે તૂટ્યો એમ બોલતી તે રીતે ભેગું કરે છે. એટલે અંદરોઅંદર કજિયો ન થતા બંનેની સંપવૃત્તિથી ઘી જલ્દી વેચાઈ ગયું. અને સાથિઓ સાથે ક્ષેમપૂર્વક પોતાના સ્થાને ગયા. એમ ગુરુશિષ્યો પણ પોતાનો દોષ માનતા અને પરદોષ ઢાંકતા પરસ્પર કજિયો કરતા નથી. તે જ સૂત્રાર્થ ગ્રહણ-પ્રદાનમાં યોગ્ય થાય છે. અને નિર્જરાદિ લાભના ભાગી થાય છે. ઉપોદ્દાત દ્વાર વિધિ - ઉપોદ્મનન વ્યાખ્યય સૂત્રને વ્યાખ્યાન વિધિના સમીપે કરવું તે ઉપોદ્યાત. (૧) ઉદ્દેશ, (૨) નિર્દેશ (૩) નિર્ગમ (૪) ક્ષેત્ર (૫) કાળ (૬) પુરુષ (૭) કારણ (૮) પ્રત્યય (૯) લક્ષણ (૧૦) નય (૧૧) સમવતાર (૧૨) અનુમિતિ (૧૩) fઉં (૧૪) તિવિધિ (૧૫) કસ્ય (૧૬) – (૧૭) ણં (૧૮) જિન્દિરં (૧૯) યિન્ત (૨૦) સાંતર (૨૧) નિરંતર (૨૨) ભવ (૨૩) આકર્ષ (૨૪) સ્પર્શન (૨૫) નિરુક્તિ સામાયિકના આ ૨૫ કારોની વિશેષ વ્યાખ્યા વિસ્તારથી બીજા ખંડમાં આવશે. વિશેષાવશ્યક ભાષ્યનો પ્રથમખંડ સમાપ્ત . ગ્રંથાગ્ર ૧૪000 ગાથા ૧૪૮પા Page #408 -------------------------------------------------------------------------- ________________ RSS पूज्यश्री द्वारा संपाहित पुस्तका... पउमचरियं आख्यानकमणिकोशः MCEGORONOCOMनकालत SOTROPIONORMATENERIANS SMARTH SARSANSHOTTERNE GRUSSINE efehaitrateमानसमा श्रीज्योतिष्करण्डकम् सिद्धनाभत सद्धीकर (समेत छाया * गुर्जरानुसारः) / 26LOGOR59 SHOROSC000 3GGAGE 900MGODASEAN KIRIT GRAPHICS : 09898490091 ACESOOG मुनि या भरलमागरः PROSOMATONIGENON PARDASRHONESTER