________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૪૭
(૧૦) અનિશ્ચિત - મેં આવો નિશ્ચય કર્યો છે પણ હું જાણતો નથી કે તેવું હશે કે અન્યથા એવા સંદેહથી અનુવિદ્ધ જાણનાર અનિશ્ચિત જાણે છે.
(૧૧) ધ્રુવ :- અત્યંત જાણે કદાચિત્ નહિ અર્થાત્ એકવાર બહ્યાવાદિરૂપથી જાણેલું હંમેશા તે રીતે જ જાણતો ધ્રુવ જાણે છે.
(૧૨) અધ્રુવઃ- જે ક્યારેક બહ્યાવારિરૂપે, ક્યારેક અબહ્યાવારિરૂપે જાણે છે તે અધ્રુવ. નિશ્ચિત-અનિશ્રિતમાં અન્ય વ્યાખ્યાન રૂપ વિશેષ અર્થ -
પરધર્મો-અશ્વાદિવસ્તુધર્મોથી યુક્ત એવા ગવાદિ વસ્તુ ગ્રહણ કરનારને નિશ્રિત થાય છે. ગાયને અશ્વાદિરૂપથી ગ્રહણ કરનારની જે આ વિપરિત ઉપલબ્ધિ છે. તે નિશ્રિત' તેનાથી વિપરિત એવો પરધર્મોથી વિમિશ્ર વસ્તુને ગ્રહણ કરતો નથી. પરંતુ, જેવી સ્થિતિમાં હોય તેવી તેની સભૂત ઉપલબ્ધિરૂપ અનિશ્રિત ગવાદિ વસ્તુને ગવાદિરૂપે જ ગ્રહણ કરનારની જે અવિપર્યય ઉપલબ્ધિ છે તે અનિશ્રિત.
પ્રશ્ન-૩૦૦ – બહુ-બહુવિધ પરિજ્ઞાનાદિ વિશેષણો સ્પષ્ટાર્થગ્રાહક અપાયાદિમાં ભલે થાઓ પણ, વ્યંજનાવગ્રહ-નિશ્ચયાર્થાવગ્રહમાં તો તેનો સંભવ કઈ રીતે થાય ? જેમકેસામUUામાં સર્વનામાફિMJIBહિયં (ગા.૨૫૨)માં કહ્યા મુજબ નિશ્ચયાર્થાવગ્રહમાં શબ્દાદિવિશેષમાત્રગ્રહણ પણ નથી તો યથોક્ત બહાદિપરિજ્ઞાનનો સંભવ ક્યાંથી હોઈ શકે? હવે જો વ્યાખ્યાનથી વ્યવહારાર્થાવગ્રહ અહીં લેવાય તો તેમાં વિશેષગ્રાહી હોવાથી બહુપરિન્નાનાદિ વિશેષણો ઉત્પન્ન છે જ એમ તમે માનો તો ભલે એમ થાય, તો પણ ૨૮ ભેદમાં સંગૃહીત એવા વ્યંજનાવગ્રહનાં તે બહુ પરિજ્ઞાનાદિ વિશેષણો કઈ રીતે સંભવે ? કારણ કે ત્યાં સામાન્યાર્થગ્રહણમાત્ર પણ ગ્રહણ થતું નથી તો પછી બહુઆદિ પરિજ્ઞાન તો દુરોત્સારિત જ છે ને?
ઉત્તર-૩૦૦ – સાચી વાત છે, પરંતુ વ્યંજનાવગ્રહાદિ અપાયાદિનું કારણ છે. તે સિવાય અપાયાદિ ન હોય. અને તેથી અપાયાદિમાં રહેલું બહ્માદિપરિજ્ઞાન તેના કારણભૂત વ્યંજનાવગ્રહાદિઓમાં પણ યોગ્યતાથી માનવું. ક્યારેય પણ અવિશિષ્ટ કારણથી વિશિષ્ટ કાર્ય ઉત્પન્ન થઈ શકતું નથી. નહિતો, કોદ્રવના બીજમાંથી શાલીફલાદિની ઉત્પત્તિની આપત્તિ આવે. એવું થતું નથી, માટે જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય.
પ્રશ્ન-૩૦૧ – એક જ મતિજ્ઞાનના આટલા બધા ભેદો શા માટે?