SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૩૦૧ – બાહ્ય-અત્યંતર નિમિત્તોની વિચિત્રતાથી મતિમાં બહુત્વ કહ્યું છે ત્યાં મતિજ્ઞાનનું બાહ્યનિમિત્ત અલોક-વિષયાદિ છે અને તેની સ્પષ્ટ-અવ્યક્ત-આવરણ-મધ્યમઅલ્પ-મહત્ત્વ-સંનિકર્ષ-વિપ્રકર્ષ ભેદથી વિચિત્રતા છે. અત્યંતર નિમિત્ત-આવરણ ક્ષયોપશમઉપયોગ-ઉપકરણ ઇન્દ્રિયો છે. એની પણ વિચિત્રતા શુદ્ધ-અશુદ્ધ-મધ્યમ ભેદથી છે અને તેથી આ બાહ્યાવ્યંતરનિમિત્તવિચિત્રતાથી મતિજ્ઞાનના યથોક્ત બહુભેદ કહ્યા છે. આ જ મતિજ્ઞાન યથોક્ત બે નિમિત્તના કોઈક માત્ર ભેદથી ભેદાતું અનંત ભેદવાળું પણ થાય છે એમ માનવું. સામાન્યથી માત્ર મતિજ્ઞાનવાળા જીવો અનંત છે તથા તેમના ક્ષયોપશમઆદિ ભેદોથી મતિ ભિન્ન ભિન્ન છે. ૧૪૮ પ્રશ્ન-૩૦૨ કોઈ કહે છે અવગ્રહાલ્યો જ્ઞાનમેવ ન મવત્તિ, સ્વાથ્યનિર્માતાદ્યમાવાત્, સંશયાવિવત્ તો એ અવગ્રહાદિ મતિજ્ઞાનના ભેદો કઈ રીતે થશે ? - ઉત્તર-૩૦૨ અવગ્રહાલ્યો જ્ઞાન સંશયાઘનન્તવિત, અનુમાનવત્ । અહીં સંશયાદિમાં અંતર્ભૂત ન થતા વર્ણ ગંધાદિ પુદ્ગલદ્રવ્યો સાથે વ્યાભિચારનો સંભવ હોવાથી અને સૂત્ર સૂચક હોવાથી આત્મધર્મત્વે સતિ સંશયાઘનન્તર્ભાવાત્ એવો વિશેષણ સહિતનો હેતુ જાણવો. કારણ કે અવગ્રહાદિ આત્માના ધર્મો છે જ્યારે વર્ણાદિ પુદ્ગલના ધર્મો છે . - - પ્રશ્ન-૩૦૩ – વિશેષણ મૂકવાથી હેતુમાં વ્યાભિચાર ભલે ન થાય પણ હેતુની અસિદ્ધિને કોણ રોકી શકશે ? કારણ કે તે અવગ્રહાદિમાં તો હેતુભૂત એવા સંશયાદિ છે કેમકે અવગ્રહાદિ પોતે જ સંશય રૂપ છે. એટલે, એમાં સંશયાદિ અનન્તર્ભાવાત્ એવો હેતુ જ અસિદ્ધ છે અને તેઓમાં સંશયાદિ કઈ રીતે છે ? તે આ રીતે, વિપ્લમવિરેન (ગા.૩૦૯) માં જે નિયિમસંસયં ખં કહ્યું છે તેના પ્રતિપક્ષમાં જોપિ સંધિં મુળતિ એવું જે કહ્યું છે. ત્યાં સંદિગ્ધ જણાતાં સંશય વ્યક્ત જ છે, જ્યાં સંશય ત્યાં સંદેહ કરનારનો ક્યારે વિપર્યય પણ થાય એમ સંદિગ્ધ વિષયમાં સંશય-વિપર્યય અનિવારિત જ છે. અથવા આ ઉત્તરભેદ રૂપ સંદિગ્ધમાં દોષ આપવાથી શું ? જે મૂળરૂપ ઇહા છે તે પણ સંશય જ છે તેને નિશ્ચય માનવામાં અપાયની આપત્તિ આવે. અથવા પરધર્મોદિ વિમિમાંં નિયિં એમ અહીં જે નિશ્ચિત કહ્યું છે તે પણ ગવાદિને અશ્વાદિ રૂપે ગ્રહણ કરવું એ વિપર્યાસ જ છે, નાચતી ગાય વિપર્યાસ થતી નથી પણ અન્યનું અન્યરૂપે ગ્રહણ કરવું જ વિપર્યાસ છે. નૈૠયિકાર્થાવગ્રહરૂપ અવગ્રહ પણ જો અનિર્દેશ્ય સામાન્ય માત્ર ગ્રાહી હોય તો તે અનધ્યવસાય જ છે. કારણ તે અનિર્દેશ્યસામાન્યગ્રાહી છે. કેમકે અહીં કોઈ પણ અર્થ સંબંધી અધ્યવસાય નથી એમ કરીને તે જ સંશયાદિરૂપ હોવાથી અવગ્રહાદિઓ જ્ઞાન નથી. એટલે તે મતિજ્ઞાનના ભેદો નથી. આ રીતે અવગ્રહાદિરૂપ સો દોષોથી જર્જરીત હોવાથી મતિજ્ઞાનમાં પણ કાંઈ નથી.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy