SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ શાસ્ત્રાભિપ્રાયથી શ્રતનિશ્રિતના જ ૨૮ ભેદો છે. માટે એ બીજા આચાર્યોનું વિવેચન યોગ્ય નથી. આ રીતે, મતિજ્ઞાનના ૨૮ ભેદો બતાવીને હવે, બીજી રીતે તેના ઘણા ભેદો થાય છે તે જણાવે છે. બહુ બહુવિધ-પ્રિ-અનિશ્ચિત-નિશ્ચિત-ધ્રુવ એ છ ભેદો પ્રતિપણિ છ ભેદો સાથે મળીને બાર પ્રકારે દરેક અવગ્રહાદિ છે. એને મતિજ્ઞાનના ૨૮ ભેદ સાથે ગુણવાથી ત્રણસો છત્રીસ ભેદ થાય. મતિજ્ઞાના વિવક્ષાભેદો-૩૩૬ બહુ-બહુવિધાદિ ૧૨૪૨૮ = ૩૩૬ શબ્દને આશ્રયીને બહુઆદિ ૧૨ ભેદોની વ્યાખ્યા : (૧) બહુ - શ્રવણયોગ્ય સ્થાને રહેલા એક સાથે વાગતા વાજિંત્ર સમૂહમાં કોઈ શ્રોતા તે વાજિંત્ર સમૂહ પૈકી પહ-ઢક્કા-શંખ-ભેરી-ભાણક આદિ શબ્દસમૂહને સાંભળી ક્ષયોપશમ વિશેષથી અવગ્રહાદિ દ્વારા બહુ જાણે છે અર્થાત્ અલગ-૨ એટલા ભેરીના શબ્દો, એટલા ભાણકના, એટલા શંખાદિના આમ ભિન્ન જાતિવાળા એક-એક શબ્દને જાણે છે. (૨) અબહુ :- કોઈ અલ્પષયોપશમવશ તેના સમાન દેશમાં રહેલો પણ અબહુ જાણે છે સામાન્યથી ભિન્ન ભિન્ન વાજિંત્રનો આ શબ્દ છે એ રીતે. (૩) બહુવિધ :- કોઈ ક્ષયોપશમની વિચિત્રતાથી બહુવિધ જાણે છે. અર્થાત્ એક-એક શંખ-ભેરિ આદિ અને શબ્દને સ્નિગ્ધત્વ-મધુરત-તરુણ, મધ્યમ, વૃદ્ધપુરુષ વાઘવાદિ બહુ વિધધર્મયુક્ત જાણે છે. (૪) અબહુવિધ :- અન્ય વ્યક્તિ અબહુવિધ સ્નિગ્ધ-મધુરતાદિ સ્વાલ્પધર્મ યુક્ત જ પૃથ ભિન્નજાતીવાળા નાનાશબ્દસમૂહને જાણે છે. (૫) ક્ષિપ્ર - કોઈ જલ્દીથી જાણે છે નહિ કે લાંબો સમય વિચારીને. (૬) અક્ષિપ્ર :- લાંબો વિચાર કરીને કોઈ જાણે છે. | (૭) અનિશ્રિત:- તે શબ્દસમૂહને કોઈ અનિશ્રિત જાણે છે, અર્થાત્ ધજા આદિ ચિહ્નથી અનિશ્રિત તે જ શબ્દ સમૂહને દેવકુલ અહીં છે, તેવા પ્રકારની ધજાના દર્શનથી એમ લિંગનિશ્રા કર્યા વિના સ્વરૂપથી જ જેને જાણે છે તે અનિશ્ચિત. (૮) નિશ્રિત:- તેને જ લિંગની નિશ્રાથી જાણતો નિશ્રિત. (૯) નિશ્ચિત - જેને સંશય વિના જાણે છે તે નિશ્ચિત.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy