SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૪૫ એમનો સદ્ભાવ હોવાથી શ્રુતનિશ્રિતમતિજ્ઞાનસંબંધિઅવગ્રહાદિ ૨૮ ભેદોમાં અવગ્રહાદિસામ્યથી બુદ્ધિચતુષ્ટ્યનો પણ અંતર્ભાવ ભાવવો. તેથી વ્યંજનાવગ્રહચતુષ્યને દૂર કરીને બુદ્ધિચતુષ્ટ્ય એમાં નાંખવી યોગ્ય છે. પ્રશ્ન-૨૯૭ – જો અવગ્રહાદિસામ્યથી અશ્રુતનિશ્રિત શ્રુતનિશ્રિત અવગ્રહાદિમાં અંતર્ભૂત છે તો આમિળિવોહિયનાળ તુવિદ્દ પન્નત, તં ખા-સુનિસ્સિયં, અસ્તુનિસ્મિથં ચ એ પ્રમાણે આગમમાં શ્રુતનિશ્રિતથી અશ્રુતનિશ્રિતનો જે ભેદ બતાવ્યો છે તે નષ્ટ જ થઈ જશે ને ? ઉત્તર-૨૯૭ જેમ ઈહા-અવગ્રહાદિનું અવગ્રહાદિત્વ સમાન હોવા છતાં શ્રોત્રેન્દ્રિયાદિથી ભેદ છે. જેમકે, કેટલાક શ્રોત્રેન્દ્રિય સંબંધિ અવગ્રહાદિ છે, કેટલાક સ્પશનેન્દ્રિય સંબંધિ, કેટલાક મન સંબંધિ છે. તે રીતે જ અવગ્રહાદિ સામાન્ય છતાં તે અશ્રુતનિશ્રિત શ્રુતનિશ્રિતથી ભિન્ન છે. કેમકે, તે શ્રુતથી અનિશ્રિત છે. ૨૮ ભેદની વિચારણામાં અવગ્રહાદિમત્ત્વ એવા સામાન્ય ધર્મને આશ્રયીને અશ્રુતનિશ્રિતથી શ્રુતનિશ્રિત અલગ મનાય છે. એટલે આગમમાં કહેલો તે બંનેનો ભેદ પણ નષ્ટ થતો નથી. પ્રશ્ન-૨૯૮ – એકનો એકથી જ ભેદ અને અભેદ કઈ રીતે થાય ? વિરોધ છે ને ? ઉત્તર-૨૯૮ – જો તે જ ધર્મથી ભેદ અને અભેદ માનો તો વિરોધ થાય. અન્ય ધર્મના કારણરૂપ એવા ભેદ-અભેદ વિરુદ્ધ થતા નથી. એવી કઈ વસ્તુ છે કે જેનો બીજી વસ્તુથી ભેદ-અભેદ નથી ઘટાદિ પણ ઘટાદિત્વસામાન્યથી પરસ્પર અભેદ હોવા છતાં સ્વદ્રવ્ય-ક્ષેત્રકાલાદિમત્વથી ભિન્ન છે એમાં ઘણું કહેવા જેવું છે પણ ગ્રંથગૌરવના ભયથી અમે કહેતા નથી, વળી તે અનેકાન્તજયપતાકાદિ ગ્રંથોમાં વિસ્તારથી કહેલું છે. વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ ત્યાંથી જોઈ લેવું. પ્રશ્ન-૨૯૯ – એમ હશે, આટલા કષ્ટથી શું ? મારો વ્યાખ્યાપક્ષ જ સુખાવહ છે કારણ કે એમાં શ્રુત-અશ્રુતનિશ્રિતની અભેદની આપત્તિ નથી અને સમસ્ત મતિજ્ઞાનનો ભેદ પણ એમાં કહેલો છે. - ઉત્તર-૨૯૯ – તમારી વ્યાખ્યા બરાબર નથી, એમ માનવું એ શાસ્ત્રના મતથી બહાર છે. એ વાતનો જ ઉપસંહાર કરીએ છીએ-અવગ્રહાદિસામ્યથી અશ્રુતનિશ્રિતનો શ્રુતનિશ્રિતમાં અંતર્ભાવ કરીને ફક્ત શ્રુતનિશ્રિત હોય એવું જ મતિજ્ઞાન ૨૮ ભેદનું કહેવું ઉચિત છે પરોક્તનીતિથી વ્યંજનાવગ્રહને દૂર કરીને શ્રુતા-શ્રુતનિશ્ચિત કહેવું બરાબર નથી. કારણ કે - સે જિ તે સુનિસ્વિયં ? એવું આગમમાં તે શ્રુતનિશ્રિત સમાપ્ત થતે છતે ફરીથી સે િ તેં અસ્તુનિસ્વિયં ? થી અશ્રુતનિશ્રિત કહ્યું છે. એથી, તે ત્યાં કેવી રીતે નંખાય ? તેથી ભાગ-૧/૧૧
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy