SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૩ ગુજરાતી પ્રશ્નોત્તર જ્ઞાન-દર્શન-ચારિત્રનો વિપક્ષ એવા અજ્ઞાન-મિથ્યાત્વાવિરમણ રૂપ જીવપરિણામથી અન્યને તારે છે. એટલે સંઘ એ ભાવતીર્થ છે. કારણ તે જ્ઞાનાદિરૂપ છે જે જ્ઞાનાદ્યાત્મક હોય છે તે અજ્ઞાનાદિભાવથી બીજાને તારે જ છે. એટલું જ નહિ ભવભાવથી પણ તારે છે. ક્રોધ-લોભ-કર્મમય દાહ-તૃષ્ણા-મલને જે એકાત્તે અત્યંત દૂર કરે છે. તથા કર્મ કચરાથી મલિન ભવૌઘ સંસારાપારનીરપ્રવાહથી પરકુળમાં લઈ જઈને કર્મમલ દૂર કરવા રૂપ શુદ્ધિ કરે છે. તેથી તે સંઘસ્વરૂપ ભાવતીર્થ છે. (૨) ત્રિસ્થ - અથવા જે કારણે યથોક્ત દેહોપશમ-તૃષ્ણાછેદ-મલક્ષાલન રૂપ કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રણ અર્થોમાં રહેલું ત્રિી સંઘ જ છે. અથવા સંઘ અને ત્રિસ્થ બંને વિશેષણ-વિશેષ્ય રૂપ છે દા.ત. ત્રિસ્થ શું છે? સંઘ કયો સંઘ ? ત્રિસ્થ. (૩) વ્યર્થ - ક્રોધદાતાગ્નિઉપશમ - લોભતૃષ્ણાવ્યવચ્છેદ - કર્મમલક્ષાલન રૂપ ત્રણઅર્થવાળો સંઘ જ છે. તેનાથી અભિન્ન જ્ઞાનાદિત્રણ પણ ચર્થ કહેવાય છે. અહીં અર્થશબ્દ ફળવાચી સમજવો. એના ઉપરથી એમ કહ્યું કે શ્રી સંઘ અને તેનાથી અભિન્ન દર્શનાદિ ત્રણ ભવ્યોએ સેવા થકા ઉપશમાદિ ત્રણ અર્થને પ્રાપ્ત કરે છે. અથવા સમ્યગ્દર્શનાદિ ત્રણ અર્થ જેને હોય તે તીર્થ કહેવાય, તે જ સંઘ કહેવાય. કેમકે બન્ને અભિન્ન છે. એ સિવાયના અન્ય તીર્થ એ પ્રમાણે ઈચ્છિત અર્થ સાધક નથી. તે કહે છે. બૌદ્ધાદિ પ્રણીત અન્ય તીર્થો સમ્યગ્દર્શનાદિ કારણ વિનાના હોવાથી ફળ રહિત છે તથા તે સંપૂર્ણનયાવલંબી પણ નથી. એટલે જ ઈચ્છિત ફળ સાધનારા નથી. બીજી રીતે દ્રવ્ય-ભાવતીર્થની ચતુર્ભગી - (૧) સુખાવતાર-સુખોતાર - જ્યાં જીવો સુખેથી ઉતરે છે અને સુખેથી જ જે છોડે છે. આ ભાંગો સરજસ્ક શૈવ સંબંધિ જાણવો-કારણકે-રાગ-દ્વેષ-કષાય-ઇન્દ્રિય-પરિષહ-ઉપસર્ગમન-વચન-કાયાજ્યાદિલક્ષણે તેવા દુષ્કરાનુષ્ઠાન તેઓ કરતા હોય એવું તેમના દર્શનમાં જણાતું નથી. જેમ-તેમ કોઈપણ રૂપથી તેઓ વ્રતપાલન કહેતા હોવાથી પ્રાણીઓ સુખપૂર્વક દીક્ષા લે છે. એટલે તીર્થની તે સુખાવતારતા થઈ અને તેમના શાસ્ત્રોમાં તેવા આવાસક સ્વભાવવાળી કોઈ નિપુણ યુક્તિ નથી કે જેનાથી આવાસિત હૃદયવાળો માણસ તેમની દીક્ષાને ન છોડે. અને જીવો તરવાિ વ્રતં ત્વાં તતઃ પાંચદશર્ચન્વેતાન યા – વ્રતેશ્વરે | ઇત્યાદિથી દીક્ષાત્યાગને તેઓ નિર્દોષ કહે છે. તેથી જીવો સુખેથી જ તેમની દીક્ષાને છોડે છે. એટલે સુખોત્તારરૂપ પહેલા પ્રકારનું તેમનું તીર્થ કહ્યું છે.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy